________________
સ્પષ્ટ થાય છે કે ઉપર-ઉપરના દેવલોકે આદિથી ભરેલા છે. જેમ-જેમ ઉપર આયુષ્યની સ્થિતિ પણ વધારે વધારે થતી જાય છે. તે જ પ્રમાણે અવધિજ્ઞાનનું પ્રમાણ ક્ષેત્રાદ્ધિ પણ વધતુ જાય છે. •‘તિ-શરીર-પ્રિટ્ઠામિમાનતા દીના:
વધુ સારા, સુખ. ચઢીએ તેમ તેમ
ઉપરોકત સાત વસ્તુઓ ચઢતા ક્રમે વધતી છે.. જ્યારે ગતિ એટલે અન્ય સ્થળે ગમન કરવાની ગતિ, શરીરની ઊંચાઈ (અવગાહના) પ્રમાણ, પરિગ્રહ અને અભિમાન આ ચાર વસ્તુ જેમ જેમ ઉપરના દેવલોકમાં જઇએ તેમ તેમ ઘટતી જાય છે. અભિમાનાદિ ભાવા સારા નથી. શરીર પણ ઘણું ઊંચુ સારું નથી. તે પણ ઉપર ઉપરના દેવલાકમાં ઘટતુ જાય છે, દા.ત. ૧-૨ દેવલેાકમાં- ૭ હાય, ૩, ૪થામાં —૬ હાથ, પ—૬માં- ૫ હાથ, ૭-૮,માં ૪ હાથ, અને ૯ થી ૧૨ દેવલામાં ૩ હાથ, પછી, નવર્ગ વેયકમાં ૨ હાથ, અને પાંચ અનુત્તર વિમાનમાં ફકત ૧ હાથ જેટલી જ ઉંચાઈવાળુ શરીર હાય છે, એ જ પ્રમાણે ગતિ–પરિગ્રહ-અભિમાન પણ ઘટતાં જાય છે. દેવલાક તથા સાત નરકનું આયુષ્ય -
७७
-
આ ચિત્ર જોતાં સમજાશે કે નીચે સાત નરકામાં ઉત્કૃષ્ટ અને જન્ય આયુષ્ય કેટલું છે ! એ જ પ્રમાણે વૈમાનિક દેવલાકમાં ક્રમશ : આયુષ્યનું પ્રમાણ કેટલુ છે, અને ક્રમેક્રમે કેટલું વધતુ જાય છે. જેમ-જેમ ઉપર જઇએ છીએ તેમ તેમ વધારે વધારે આયુષ્ય જોવા મળે છે.