________________
હે મૌર્ય પુત્ર ! હવે તર્વાનુમાન પ્રમાણથી પણ તને દેવવિધિ કરી બતાવું છું.
જેમ ઉત્કૃષ્ટ પાપ કર્યા હોય તે તેના ફળરૂપે જીવને નરક ગતિમાં જવું પડે છે. અને ત્યાં કરેલા પાપની સજારૂપે ભારે દુઃખ ભોગવે છે. તે તે જ પ્રમાણ પુણ્યનું તથા પુણ્યના ફળનું પણ વિચાર કર. કારણ, આ જગતમાં બધા જ જીવે પાપ જ કરનારા છે, એવું પણ નથી. દાન, પરોપકાર, અનાદિ આપવું, ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવું ઈત્યાદિ આપવા આદિનું જે પુણ્યકાર્ય છે તે પણ ઘણું કરે છે. જગત માં પણ જે શુભ કાર્ય રૂપે ગણાય છે. અને આ પુણ્યકાર્યનું ફળ તે સુખ પ્રાપ્તિ જ હોય છે.
સુખ-દુઃખ એ કાર્ય છે, અને કાર્ય તે કારણ વિના સિધ થતું નથી. માટે સુખ-દુઃખ રૂપ કાર્ય માટે કારણ રૂપે જેના પિતાના કરેલા પુણ્ય-પાપને જ માનવા પડશે. બીજો વિકલ્પ જ નથી, કારણ ઈશ્વરને જે જગતના જીવોને સુખ-દુખના ફળ તે દાતા માનવામાં આવશે તે ઈશ્વરનું સ્વરૂપ જ વિકૃત થઈ જશે. તે પછી શા માટે એકને સુખ આપે અને એકને દુઃખ આપે પછી તમે કહેશે એ તે ઈશ્વરની ઇચ્છા (મરજી) તે ઈશ્વર ઈચ્છા મરજીવાળ સાબિત થશે. અને ઈચ્છા મરજી તે રાગના પર્યાયવાચી શબ્દો છે. તે જેને સુખ આપશે તેના પ્રત્યે રાગ અને જે જીવને દુઃખ નથી ગમતું છતાં તે જીવને
૧૧