________________
અસુર કુમારે મોટા ભાગે આવાસમાં રહે છે. જો કે કયારેક ભવનમાં પણ રહે છે. બાકીના નાગકુમાદિ નવા પ્રકારના ભવનપતિના દેવે પ્રાયઃ ભવમાં જ રહે છે. તેમના આવાસો દેહ પ્રમાણ ઊંચા અને સમરસ હોય છે. અને. તેમના આવાસો (મહેલ-મકાન) ચારે બાજુથી ખુલ્લા હેવાથી મોટા મંડપ જેવા લાગે છે. તેમના ભવને બહારથી ગેળ અને અંદરથી ખુણિયા હોય છે. એ ભવનો વિસ્તાર ઓછામાં એ છે આપણું જંબુદ્વિપ જેવું લાગે. મધ્યમથી સંખ્યાતા ચેજન પ્રમાણે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જન પ્રમાણ પણ હોય છે. ભવનપતિના અસુરકુમારાદિની શરીરની ઉંચાઈ ૭ હાથ. પ્રમાણ હોય છે.
અસુરકુમારનું આયુષ્ય ૧ સાગરોપમથી કંઈક અધિક હોય છે. અને નાગકુમારાદિનવનું આયુષ્ય કંઈક ઓછા ૨ સાગરોપમ જેટલું હોય છે. આપણા જેવા કુમારે અથવા રાજકુમાર જેવા શેભતા આ બધા કુમાર તરીકે ઓળખાય છે. ભવનપતિ દેના મુકુટમાં વિશેષ પ્રકારના ચિન્હ હોય છે. તેમના વર્ષો પણ ભિન્ન ભિન્ન હોય છે. કપડાંના રંગ પણ જુદા જુદા હોય છે. તેમના ભવનેની સંખ્યા વગેરે તથા નામે આદિ આ કેષ્ઠાથી જાણી શકાશે –