SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અસુર કુમારે મોટા ભાગે આવાસમાં રહે છે. જો કે કયારેક ભવનમાં પણ રહે છે. બાકીના નાગકુમાદિ નવા પ્રકારના ભવનપતિના દેવે પ્રાયઃ ભવમાં જ રહે છે. તેમના આવાસો દેહ પ્રમાણ ઊંચા અને સમરસ હોય છે. અને. તેમના આવાસો (મહેલ-મકાન) ચારે બાજુથી ખુલ્લા હેવાથી મોટા મંડપ જેવા લાગે છે. તેમના ભવને બહારથી ગેળ અને અંદરથી ખુણિયા હોય છે. એ ભવનો વિસ્તાર ઓછામાં એ છે આપણું જંબુદ્વિપ જેવું લાગે. મધ્યમથી સંખ્યાતા ચેજન પ્રમાણે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જન પ્રમાણ પણ હોય છે. ભવનપતિના અસુરકુમારાદિની શરીરની ઉંચાઈ ૭ હાથ. પ્રમાણ હોય છે. અસુરકુમારનું આયુષ્ય ૧ સાગરોપમથી કંઈક અધિક હોય છે. અને નાગકુમારાદિનવનું આયુષ્ય કંઈક ઓછા ૨ સાગરોપમ જેટલું હોય છે. આપણા જેવા કુમારે અથવા રાજકુમાર જેવા શેભતા આ બધા કુમાર તરીકે ઓળખાય છે. ભવનપતિ દેના મુકુટમાં વિશેષ પ્રકારના ચિન્હ હોય છે. તેમના વર્ષો પણ ભિન્ન ભિન્ન હોય છે. કપડાંના રંગ પણ જુદા જુદા હોય છે. તેમના ભવનેની સંખ્યા વગેરે તથા નામે આદિ આ કેષ્ઠાથી જાણી શકાશે –
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy