________________
ઉદીરણામાં એ કર્મને જે ૧ વર્ષ પછી, ૨ વર્ષ પછી ૧૦ વર્ષ પછી ઉદયમાં આવવાનું હતું તેને આજે જ લાવીને ખપાવી નાંખ્યું. ઠંડા પાણીએ ખસ ગઈ, કાંટાની વેદના સેયની અણીએ ગઈ. અને એ કર્મ ખપી ગયા પછી હવે ૪, ૮, ૧૦, વર્ષ પછી તમારે એ કમનું દુઃખ, તાપ કે અશાતા કંઈ પણ ભેગવવુ નહીં વડે આપણે એ કર્મની સજા, દુઃખમાંથી છૂટી ગયા. આ રીતે કર્મોની ઉદીરણ કરીને તપાદિ વડે સ્વેચ્છાપૂર્વક ખપાવવા આ જ ડહાપણભર્યો માર્ગ છે. અગમચેતી જે માર્ગ છે. એના કરતાં વિપરીત કમેં એના સમયે ઉદયમાં આવે અને એ પિતાનું નાટક પૂરેપૂરો ભજવે. એ વખતે એની સજામાં કેટલું દુઃખ ભેગવવું પડે અને તેમાં સમતા ન રહેતાં બીજાં નવા કર્મો પણ બંધાય છે. આ પરંપરા ચાલુ જ રહે છે. આના કરતાં તે તપનો આશ્રય લઈ ને ઉદીરણા દ્વારા કર્મની નિર્જરી કરવી એ લાખ ગણો સાર માર્ગ છે. હા. એક વાત અહીંયાં તપના માગ માં પણ ખરી કે તપ કરવાથી પણ નિકાચિત-ગાઢ બંધાયેલાં કર્મોને પણ ક્ષય નથી થતો. માટે ફકત નિકાચિત-ગાઢ બંધવાલા કર્મોને તે તેના સમયે ભોગવવા પડશે, એના ઉદયે એની સજા દુઃખ ભગવ્યા પછી જ તે કર્મ ખપશે. એટલે નિકાચિતની વાત જુદી છે. પરંતુ બધા જ કર્મ નિકાચિત જ હોય છે, એવું નથી. બીજાં અનિકાચિત કર્મો ઘણાં છે, તેને તપ દ્વારા અપાવી શકીએ છીએ.