________________
(૫) કાયકલેશ તપ
કાયા એટલે શરીર, શરીર અને આત્મા તદ્દન જુદા છે. કાયા જડ છે. આત્મા ચેતન છે. ચેતન થોડા દિવસ માટે આ માટીની કાયાના ઘરમાં રહેવા માટે આવ્યા છે. અને એ જ કાયા અહીંયાં જ છેડીને જીવે જવાનું છે. અને કાયા અગ્નિમાં બાળીને રાખ કરી નાખવી પડે છે. તે આવી નાશવંત ક્ષણિક અશુચીની ભરેલી આ કાયા ઉપર રાગ ન થઈ જાય, જેથી ભારે કર્મો ન બંધાઈ જાય તે માટે આત્માએ આ કાયાને થોડું કષ્ટ પડે તે રીતે પણ કરવું જોઈએ. કેશલેચ, વિવાર, ઠંડી, તડકે, તાપ સહન કરે, ખુલ્લા પગે તાપમાં ચાલવું વગેરે તથા વિરાસન, પદ્માસનાદિ આસને કરીને કાયાને નિશ્ચલ સ્થિર કરવાથી પણ દેહરાગ, દેડભાવ ઘટે છે. અને એનાથી દેહના મમત્વની ઈચ્છા ઘટે છે. માટે આ કાયકલેશને પણ તપ કહ્યું છે. આત્માને દેહ ભિન્નતાની અનુભૂતિ થાય. દેહભિન્નતાનું સાચું તત્વજ્ઞાન થાય. જેથી દેહના નિમિત્તે આત્મા પાપ કરતે અટકે. માટે આ કાયકલેશ એ તપ છે. (૬) સલીનતા તપ
સંલીનતા એટલે સંકેચન. શરીરના અંગોપાંગાદિ સંકેચીને રાખવાં. તે રીતે શયનાદિ કરવું. વગેરે સંલીનતા છે. આ સંલીનતા બે પ્રકારે છે. ૧ ઇન્દ્રિય સંલીનતા- અર્થાત ઇન્દ્રિયને તેવા વિષયમાં જતી અટકાવીને સંકેચી રાખવી તે. અને બીજી
૨ કપાય સંલીનતા– કોધ, માન-માયા, લેભ આદિ કવાને ઉદયમાં ન આવવા દેવાં. તેમને સકેચી રાખવા તે
૩૫