________________
આત્મા જેટલી કર્મનિર્જરા વર્ષોમાં પણ નથી કરી શકતું તેથી વધુ જ્ઞાની આત્મા શ્વાસે છવાસ માત્રમાં કર્મની અદ્ભુત નિર્જરા કરી શકે છે. સિદ્ધાન્તનું વાંચન કરવું, તે અંગે પ્રશ્નોત્તરી કરવી. પૂછવું અને જાણવું તે પૃચ્છાના. અનુપ્રેક્ષા એટલે ચિંતન. ભાવનાઓ ભાવવી. ચિંતવવું. અને તેનું પુનઃ સન ૨૮ જવુ તે પુનરાવર્તન અને તે વસ્તુ તે ગુણ જે મહાપુરૂષએ આચર્યો હોય તેમના જીવન ચરિત્રની કથોનું શ્રવણ કરતાં કરતાં ધર્મ તવ સમજવું તે ધર્મકથા કહેવાય છે. આ પાંચ પ્રકારને સ્વાધ્યાય કર્મનિર્જરા કારક આવ્યંતર તપ છે. “સ્વાધ્યા માં તા:” સ્વાધ્યાયને પરમ તપ કહ્યું છે. સર્વ તપમાં તે રાજા છે. ઉચ્ચ તપ છે. (૫) ધ્યાન જયારે અગ્નિ પ્રગટ થાય છે ત્યારે બધું જ બાળી નાખે છે. એ જ પ્રમાણે આત્માની અંદર અધ્યવસાયની સ્થિરતા લાવીને મન-વચન-કાયાની એકાગ્રતા સાધી શકાય તે તે શ્વાન બને છે. ધ્યાનને એક પ્રજવલિત અગ્નિ કહે છે. “દશાનનના દ્રા જર્મ ધ્યાન રૂપી અગ્નિ વડે કર્મો બાળવામાં આવે છે.
ધ્યાન
શુભ ધ્યાન
અશુભ ધ્યાન
ધર્મધ્યાન શુકલધ્યાન આર્તધ્યાન રૌદ્રધ્યાન + 4 +
+ =૧૬ પાન એટલે માનસિક વિચારધારા. મનનાં પરિણામ
૪૦