________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
--
-
-
આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર
૨૯ ઓછા વધતા પ્રમાણમાં મળેલા તે હોય છે અને જે તે પ્રમાણે મળેલા ન હોય તે ઉપર કહી ગયા તેમ, એકલે એક રસ, વિષનું કામ કરી મનુષ્યના પ્રાણની હાનિ કરે છે.
જુદાં જુદાં દ્રવ્યોમાં જુદા જુદા રે ગોઠવાયા છતાં આપણે તેને પ્રાધાન્ય રસનું નામ આપીએ છીએ. પરંતુ તે દ્રવ્યમાં ગેહવાયલા જુદા જુદા ગુણધર્મવાળા થઈને, જુદા સ્થાનમાં જુદી જુદી અસર ઉત્પન્ન કરે છે; દાખલા તરીકે ચૂંઠ, મરી, પીપર એ ત્રણે દ્રવ્યોમાં તીખો રસ પ્રધાન હોવાથી આપણે તેને તીખા પદાર્થમાં ગણીએ છીએ. જો કેઈને આપણે પૂછીએ કે સૂંઠ, મરી અને પીપરને સ્વાદ કે છે ? તે જવાબ મળશે કે તીખ છે. મનુષ્ય પ્રકૃતિને સ્વભાવ એ છે કે એક વસ્તુ ચાખીને તીખી છે, વધારે તીખી છે, ઘણી તીખી છે, મેહું બળી જાય એટલી તીખી છે, એ પ્રમાણે કહી શકશે; પરંતુ એાછીવધતી તીખાશ કેટલા પ્રમાણમાં છે? અને કયે રસ મળવાથી આ તીખાશમાં વધઘટ થઈ છે તે કહી શકશે નહિ. દાખલા તરીકે એક શેર દૂધમાં વીસ તેલા સાકર નાખીએ, પછી દરેક શેરમાં તેલ તેલે ઘટાડતા જઈએ ને દૂધને પા પા શેર વધારતા જઈએ અને તે દ્વધ બીજા માણસને ચાખવાને આપીએ તે ચાખનારો માણસ દૂધ ગળ્યું છે, એમ કહેશે પણ તેનાથી સાકરનું પ્રમાણ કહી શકાશે નહિ. તેવી રીતે સુંઠ, મરી અને પીપરને ચાખનારે માણસ તીખા રસ સિવાય બીજા રસની કલપના કરી શકશે નહિ. પરંતુ સૂંઠ, મરી ને પીપરનાં જુદાં જુદાં પડીકાં વાળી, ચાખનાર માણસને અજાણમાં રાખી, રાત્રીને વખતે અંધારી ઓરડીમાં બેસાડી,એ કેક પડીકામાંથી જુદા જુદે ભૂકે તેને ચાખવા આપીએ, તે તે પિતાની જીભ પર મૂકી સૂંઠ, મરી અને પીપરને ભૂકે છે એમ જુદાં જુદાં નામે કહી બતાવશે. એ ઉપરથી સાબિત થાય છે કે ચૂંઠ, મરી ને પીપર કે તીખાં છે તે પણ
For Private and Personal Use Only