________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
સ્થાનમાં ગ્રીમમાં ઉત્પન્ન થયેલ માટે રસ પ્રવૃષઋતુ (ચોમાસા) માં મધુરતા પામી,ગળી કેરી તરીકે ઉત્પન્ન થાય છે. તે કેરીજે સ્થાનમાં શિયાળે વર્તતો હોય તે સ્થાનમાં લાવી તેના આહાર કરવાથી, મસાલાથી ઉભા ઉત્પન્ન કરવાને બદલે મધુર રસની શીતળતા ઉત્પન્ન થાય છે અને ભીતરમાં શીતળતા ઉત્પન્ન થવાથી લોહીમાં જે ગરમી હોય છે તે શીતળતા તરફ દોડી જવાથી લેહી ઠંડું પડી તેની ગતિ મંદ થાય છે, જેથી શરીરને પોષનારા તથા નિભાવી રાખનારી બીજી ધાતુઓને ઉત્પન્ન થવામાં અટકાવ થાય છે, જેને પરિણામે શરીર દીન પર દીન અશક્ત થતું જાય છે. આથી પૂર્વાચાર્યો અમને શીખવે છે કે, જે સ્થાનમાં જે ત્રડતુમાં વનસ્પતિનવપલ્લવિત થયેલી હોય, તેજ વનસ્પતિ તેજ સ્થાનમાં ઔષધરૂપ બની, જીવનને ટકાવી રાખનારી થાય છે.” હવે એ સંબંધી થડે વિચાર આગળ ચલાવીએ. ધારો કે એક વનસ્પતિને રસ તીખો છે અને જ્યારે તે પાકે ત્યારે પણ તે તીખા રસની વૃદ્ધિ કરે છે. એક વનસ્પતિને રસ ખાટો છે અને તે પાકે છે ત્યારે ગળ્યો થાય છે. એક વનસ્પતિનો રસ મેળે છે અને તે પાકે છે ત્યારે કડા થાય છે. એવી રીતે વનસ્પતિના રસ તેના મૂળ રસ કરતાં વિશેષ ભાવને પામે છે અથવા તે પરિપકવ દશામાં આવતાં તેના મૂળ રસમાં ફેરફાર થાય છે. આ તરફ આખી સૃષ્ટિમાં જુદા જુદા આકારની જુદી જુદી જાતની, જુદા જુદા રસવાળી, અઢાર ભાર વનસ્પિતિઓ ગણાયેલી છે. તેના જુદા જુદા રસ સમજવાને માટે પૂર્વાચાર્યોએ ખાસ દયાન આપેલું છે, જેમકે મધુર, ખાટે ખારો, કડે, તી છે અને કષાય, (૧) મધુર, ખાટો, ખારેક, તીખે, (૨) મધુર, ખાટે, ખારે કડ, (૩) મધુર, ખાટા, ખારે, (૪) મધુર, ખાટે. (૫) અને મધુર (૬) આ પ્રમાણે છ રસ પૈકીને કેઈપણ રસ પ્રાધાન્યપણું ભેગવતે હોય તે પણ તેની સાથે બીજા રસે
For Private and Personal Use Only