________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા એક ફાકે ભરવામાં આવે તો તે હળાહળ ઝેરનું કામ કરી માણસના પ્રાણનું હરણ કરે છે. એટલાજ માટે પરમકૃપાળુ પરમાત્માએ જેવી જેવી પ્રકૃતિવાળાને જેવા જેવા રસની જરૂર જોઈ તેવા તેવા માણસને માટે જુદી જુદી વસ્પતિઓમાં ઓછેવધતે મધુર રસ ઉત્પન્ન કરી, તેની સાથે બીજા રસેને જોડીને વન
સ્પતિની યોજના માત્ર જગતના ઉપકાર માટે કરી છે. એજ પ્રમાણે દરેક વનસ્પતિમાં રહેલા ન્યુનાધિકપણે છ રસોના પ્રમાણને સમજી, મનુષ્યપ્રકૃતિમાં થયેલી અસમાનતાને સમવૃત્તિમાં લાવવા માટે મહર્ષિઓએ વનસ્પતિ માત્રમાં રહેલા છયે રસનું પૃ થક્કરણ કરી, તેને વાપરવાની જે યેજના તૈયાર કરી છે તેનું નામ ચિકિત્સાશાસ્ત્ર છે. એ ચિકિત્સાશાસ્ત્રનું અધ્યયન કરી તે ઉપર પિતાની બુદ્ધિપૂર્વક વિચાર કરી, યે રસના ગુણધર્મને જાણું, વૈદ્ય રસેશધર્માચાર્યની પદવી મેળવી મનુષ્ય પ્રકૃતિ ઉપર જના કરી શકે છે. અને વિદ્ય અઢાર ભાર વનસ્પતિમાંની કઈ પણ વન
સ્પતિ માટે શાસ્ત્રમાં કઈ પણ પ્રકારને ઉલેખ નહિ હોવા છતાં, તે વનસ્પતિને પિતાના ઉપયોગમાં લઈ શકે છે. એટલા માટેજ પૂર્વાચાર્યોએ આપણે આગળ કહ્યું તેમ ઘડામાં સમુદ્ર સમાય તેમ વનસ્પતિના રસનું વર્ણન કરી બુદ્ધિમાન અને વિચક્ષણ મનુબેને માટે વિચાર કરવાનું સ્થળ બાકી રાખ્યું છે. - કુદરતના નિયમ પ્રમાણે ઋતુઓના ફેરફારથી વનસ્પતિના રસમાં જે જે ઋતુને અનુકૂળ જે જે રસ પ્રાણીમાત્રને જરૂરના હોય છે, તે તે રસે તે તે તુમાં ઉત્પન્ન થાય છે, અને જે અક્ષાંશ અથવા રેખાંશ કે કટિબંધમાં જે રસની જરૂર જણાય છે, તે રસવાળી વનસ્પતિ તે તે સ્થળોમાં નવપલ્લવ એટલે રસ ભરેલી તૈયાર થઈ રહેલી હોય છે. આ ઉપરથી મનુષ્યમાત્રને વિચાર
For Private and Personal Use Only