________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર
૨૫
ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે એક મધુર રસ તપાસીએ કે જે વનસ્પતિનું આપણે નામ જાણતા નથી, પરંતુ તે વનસ્પતિનું મૂળ છોલી જતાં ચીકણું માલૂમ પડે છે અને ચાખી જોતાં મેળું જણાય છે; તે વનસ્પતિને જાણનાર વેદે જાણવું જોઈએ કે આ વનસ્પતિમાં મધુર રસ પહેલી પંક્તિ છે, એટલે તે શરીરને પોષવાને ગુણ ધરાવે છે, તે સાથે તેમાં ચીકાશ એટલે નેહ મળેલ હેવાથી તે વયને વધારનાર છે. એવા મધુર રસમાં જેમ જેમ મધુરતા વધતી જાય તેમ તેમ તેને માટે આપણે ગળચટે શબ્દ વાપરીએ છીએ. તે વધતાં વધતાં શેરડી સુધી આવે એટલે તે મધુર રસને આપણે ગળ્યા રસ કહીએ છીએ. તે પછી કુદરતી કાયદાને બાજુએ મૂકી, આપણે તે શેરડીમાંથી મૂળ મધુર રસ જેને આપણે મેળો રસ કહીએ છીએ તેને દૂર કરી, કુદરતના નિયમોમાં ફેરફાર કરી, તે રસને ગેળ, ખાંડ અને સાકરના રૂપમાં ફેરવી નાખીએ છીએ. એટલે જેમ એક માણસ પાંચ કે દશ શેરડીના સાંઠો ચૂસી, મધુરરસનું સેવન કરી, તૃપ્તિ મેળવે છે, તેમ ગોળ, ખાંડ, કે સાકર, તેટલા પ્રમાણમાં ખાનારને તૃપ્તિ મળતી નથી, પણ તેથી ઊલટે અવગુણ થાય છે. પરંતુ તેથી વધીને તપાસતાં માલૂમ પડે છે કે, વર્તમાન કાળમાં વિદ્યાની પરાકાષ્ઠા થયેલી હેવાથી, એ મૂળ શેરડીના મધુર રસમાંથી મેળાપણું દૂર કરતાં કરતાં, સેકેરિન નામનો પદાર્થ બનાવવામાં આવે છે, જેમાં સાકર કરતાં ૪૦૦ થી માંડીને એકહજારગણું ગળપણ ઉત્પન્ન કરવામાં, એટલે જે સ્થળે એક હજાર રતલ ખાંડ વાપરવાની જરૂર જણાય ત્યાં એક રતલ સેકેરિન વાપરવાથી તેટલે જ સ્વાદ ઉત્પન્ન થાય છે. પરંતુ એ સેકેરિનને ગળે રસ જાણી જેમ સાકરને કટકે મેંમાં નાખી ગમે તે માણસ ચાવી ખાય પણ તેને કોઈ જાતને અપાય થતું નથી અને થાય છે તે ઘણા છેડા પ્રમાણમાં થાય છે, તેમ એકેરિનનો
For Private and Personal Use Only