________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર કરવાની જરૂર છે કે, જે જે ફળો, પુપિ, અનાજ, પલ, જે જે દેશમાં પાકતાં હોય, તે તે દેશમાં જ ઉપયોગી થઈ શકે છે.
પરંતુ જે દેશમાં જે તુ વર્તતી હોય અને તે તુમાં તે ફળફૂલ તે દેશમાં ન પાકતાં હેય પણ બીજા દેશમાંથી આવતાં હોય, તે પિતાના દેશમાં પાકેલાં ફળે, મનુષ્યપ્રકૃતિ ઉપર જે જાતની અસર ઉપજાવી ફાયદો કરે છે, તેટલી અસર તેઓ કરી શકતાં નથી, પરંતુ મારા વિચાર પ્રમાણે કાંઈક ઊલટી અસર પણ કરે. કારણ કે દ્રવ્યને રસ પછી તેના ગુણે, વિ, વિપાકે અને શક્તિના રૂપમાં તેને પલટાવું પડે છે. તે પલટાવાના સમયમાં પોતાના દેશમાં જે ઋતુ વર્તાતી હોય તે ઋતુના વાતાવરણમાં પસાર થતાં સૂર્યનાં કિરણે મનુષ્ય શરીરને નિભાવવા માટે અને મનુષ્ય શરીરે જે રસનું ખાનપાનમાં સેવન કરેલું હોય તેને રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્રના રૂપમાં ફેરવવાના કામમાં લાગેલા હોય છે. તે સમયમાં વિદેશથી આવેલાં ફળો અથવા આહારવિહારના પદાર્થો તે તે દેશના હવામાન પ્રમાણે રસથી પૂર્ણ થઈ, બીજા દેશમાં આવેલાં હોય ત્યાંના રસ અને વિપાકમાં બદલાતાં ઊલટી અસરવાળાં થયા વિના ચાલતું જ નથી, એ વાત નિવિવાદ છે. જેમકે હિંદુસ્તાનમાં દરેક ઋતુમાં દરેક તુ વતે છે એટલે એક સ્થાનમાં શિયાળો હોય તે જ વખતે બીજા સ્થાનમાં ઉનાળો હોય છે અને તેજ વખતે ત્રીજા સ્થાનમાં માસું હોય છે. જે સ્થાનમાં શિયાળે હોય તે સ્થાનના મનુષ્ય શરીરમાં હિમપૂર્ણ વાતાવરણને લીધે શુષ્કતા વધેલી હોય છે, તે વખતમાં મનુષ્યના ખોરાકમાં પુષ્ટિકારક વસ્તુ જેવી કે મસાલા તથા તેજાના વગેરે ખાઈને, વાતાવરણની શુષ્કતા અંતરેગી ન થઈ જાય એટલા માટે ખોરાકમાં ફેરફાર કરી, અંતરમાં ઉષ્મા ઉત્પન્ન કરવાની જરૂર પડે છે. તેવા સમયમાં જે સ્થાનમાં ઉનાળાને પાછલે ભાગ વતતે હોય એટલે એ
For Private and Personal Use Only