________________
ગાથા-૯૬
૩૭
આવો હોવા છતાં ધાતુમય છે તો પણ એમ, અજ્ઞાનને લીધે આ બેદ શુદ્ધ ચૈતન્યધાતુ છું એના અજ્ઞાનને લીધે એનું ભાન એને નથી. બેદ, મર્યાદા વિનાનું શુદ્ધ ચૈતન્યધાતુ બેદ. આહાહા ! જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જેની હદ નથી, એવી બેદ શુદ્ધ ચૈતન્યધાતુ ભગવાન આત્મા આવો હોવા છતાં, તો પણ અજ્ઞાનને લીધે પોતાના આવા સ્વરૂપનાં અજ્ઞાનને લીધે, આહાહા ! આવું એનું સ્વરૂપ છે છતાં તેના ભાન વિના, આહાહા !
આવો હિરલો અંદર ભગવાન બેદ શુદ્ધ ચૈતન્યધાતુમય હીરો છે મોટો પ્રભુ, ચૈતન્ય રત્નાકર ! આવો છે તોપણ અજ્ઞાનને લીધે એની એને ખબર નથી, હું આવો છું એવી એને ખબર નથી. આહા ! અજ્ઞાનને લીધે જ આહા... અજ્ઞાનને લીધે જ, કર્મને લીધે એમ નહિ, પોતાના આવા સ્વરૂપના અજ્ઞાનને લીધે જ, આહા... “સવિકાર અને સોપાધિક” બે લીધાં “સવિકાર ક્રોધ આદિ” “સોપાધિક છ દ્રવ્ય” કરાયેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી વિકાર સહિત અને સોપાધિક છ દ્રવ્ય ૫૨ છે, એનો વિકલ્પ ઉઠાવીને ઉપાધિવાળો ભાવ એથી કરાયેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી ચૈતન્યનાં એવા વિકારી અને ઉપાધિક પરિણામ અવસ્થાવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આહાહા ! ૫૨નો નહિ તે પ્રકા૨ આ મારા છે અને હું એનો છું એવો જે વિકલ્પ એનો એ કર્તા થાય છે. આહાહાહા ! છે ?
શું ટીકા ! આહાહાહા ! અત્યારે ભરતક્ષેત્રમાં આવી ટીકા બીજે તો નથી પણ જૈન દિગંબરમાં આ આવી ટીકા છે એવી બીજામાં નથી ! આહાહા ! કેવળીના કથનો ભર્યા છે એકલાં. આહાહા ! તે સત્તર બોલ કીધાં એ, અને છ દ્રવ્ય એ ઈ ? એ મારા છે એવો સવિકાર અને ઓલા છ દ્રવ્ય મારા છે એવો સોપાધિક કરાયેલા ચૈતન્ય પરિણામવાળો એ ચૈતન્યનું પરિણામ છે વિકારી આ મારા ને હું એનો એવા ચૈતન્યના પરિણામનો વિકારી ભાવ છે, તે પ્રકા૨ના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આહાહા ! તે પ્રકારનાં રાગનો ને વિકારના ભાવનો ઉપાધિ ભાવ મારો છે વિકારી, એવા ભાવનો તે કર્તા પ્રતિભાસે છે. છ દ્રવ્ય છે એનો એ કર્તા કયાં છે? એ તો ૫૨ છે. આહાહાહા ! કર્મ ને નોકર્મ એ ૫ણ ૫૨ છે. એનો કર્તા કેમ થાય ? એ તો ૫૨ વસ્તુ છે. તો એના તરફના લક્ષવાળો આ મારા છે ને હું એનો એવો જે વિકારી ભાવ, તે ચૈતન્યના પરિણામે પરિણમતો વિકા૨ી તેનો એ કર્તા પ્રતિભાસે છે. એને આત્મા બેહદ અંતર ચૈતન્યધાતુ છે તે પ્રતિભાસતી નથી. આહાહા ! સમજાય છે કાંઇ ?
ભગવાન આત્મા બેદ અનંત અનંત અનંત ચૈતન્યધાતુ એવો જે ભગવાન આત્મા અંદર, એને ન જાણતાં એનું અજ્ઞાન હોવાને લીધે જે તેમાં નથી તે રાગદ્વેષ, દયા, દાન, પુણ્ય, પરિણામ એ આત્મામાં નથી, તે આત્માનાં નથી, એને પોતાના વિકલ્પથી કરતો, આવું ત્યાં મુંબઇમાં કયાંય મળે એવું નથી ત્યાં કયાંય હોળી સળગે છે મોહમયીનગરી તો મોહમય ( શ્રોતાઃ- આપ આવો ત્યારે મળે છે ને ) આ તો એકલા વિનાની વાત કરી ને એકલા ત્યાં રહે છે ને ? આહાહા! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, પરમેશ્વર એમ ફરમાવે છે, પ્રભુ તું બેહદ ચૈતન્યધાતુવાળો છે ને નાથ બેહદ શુદ્ધ ચૈતન્યધાતુ ચૈતન્ય બેદને ધારનાર ધારી રાખેલો તું છે ને ? આવી ચીજની તને ખબર નથી પ્રભુ, અને તેને ભૂલીને તેમાં નથી એનો સંબંધ તારે નથી, એવા દયા દાનનાં પરિણામને ૫૨ભાવો ને ૫૨દ્રવ્ય એને મારા માનીને રાગનો કર્તા થા