________________
શ્લોક-પ૭ દયા-દાનનાં વિકલ્પો તે રસ્તે ચડી ગયો, અને માનવું, માન્યો કે મને કાંઈ ધરમ થયો. વીરચંદભાઈ ! આવું છે, એ તમારા બાપે ય સાંભળ્યું નહોતું આ, તમે વળી ભાગ્યશાળી તે રહી ગયા બચારા પ્રેમથી આવતા, આવતા પ્રેમથી, પોતા કરતા, પ્રેમથી, ઘરે જાતા, ભાઈનું સામે ઘર હતું ને ગોરઘનભાઈનું રામજીભાઈ હતા ને રામજીભાઈ હતા આવતા ને ત્યારે જજ હતા જજ નહિ, હિંમતનગર કે જજ હતા, કાંતિભાઈ. આહાહા !
આ પણ વાત આ હતી નહિ આ તો, થોડી એક વાત કરી ૭૧ માં તે ભડકો થઈ ગયો'તો કીધું ને ૭૧ની સાલનું ચોમાસું, થોડી બપોરે વાત કરી'તી થોડી કીધું ભાઈ આ રાગ થાય એ કર્મને લઈને થાય એમ નહિ, એ પોતાના અપરાધને લઈને થાય છે, ત્યાં ભડક્યાં, હેં? વિકાર કર્મને લઈને નહીં, આહાહા.. તમારા બાપ હતા ત્યારે, બાપના બાપ મોહનજીભાઈ ને એ બધા પોહા કરતા, મોહનજી દેસાઈ ને કાંઈ પણ ખબર નો મળે બિચારાને, ભોળા ભટ જેવા, આહાહા.. પ્રભુ તું કોણ છો, એની તને ખબર નથી, અને તું ધર્મને નામે રાગને સેવીને એ ધર્મ કરે છો એમ માને પ્રભુ તને રખડવાના રસ્તા હતા, છોડયા નહિ તે. આહાહા!
આંહીં એ કહે છે, અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી, તેથી તે એકાકારપણે, જોયું?રાગનો વિકલ્પ છે ભિન્ન, છતાં તે એકાકાર નામ આત્મા સાથે એકાકાર રાગ છે. આહાહાહા (શ્રોતાઃ- ઈન્દ્રિયજ્ઞાન ને રાગનો એક સ્વાદ હશે) ઇન્દ્રિયજ્ઞાન એ વિષય કયાં એ તો પોતાનો છે, ઇન્દ્રિય નિમિત્ત છે, અને ઇન્દ્રિય નિમિત્ત છે એમાં રાગ થાય ભેગો, ઇન્દ્રિય તરફના લક્ષથી જ્ઞાન થાય છે એમાં રાગ થાય છે, અતીન્દ્રિય આનંદનું જ્ઞાન થાય તેમાં અતીન્દ્રિય સ્વાદ છે, અને એની સાથે જેટલો રાગથી ઇન્દ્રિયનું જ્ઞાન થાય એટલું દુઃખ ભિન્ન સ્વાદ છે, પણ અજ્ઞાની એ ભિન્ન સ્વાદને એકરૂપ એકાકાર માને છે. આહાહાહા !
એકાકારપણે રાગાદિમાં વર્તે છે, ભાષા જુઓને. આહાહાહા ! કેટલી સહેલી કરી નાખી છે. એ રાગ જાણે મારો, હું અને રાગ બે ય એકાકાર, એક સ્વરૂપ છું. એકાકારપણે રાગાદિમાં, એ રાગાદિ, દ્વેષઆદિ હરખ શોકઆદિ એમાં વર્તે છે એકાકાર, જેમ શિખંડનો ગૃદ્ધી માણસ સ્વાદ ભેદ નહિ પરખતાં વૃદ્ધિ થઈ ગયો શિખંડમાં, સ્વાદભેદ નહિ જાણતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે, તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ, ભેળસેળનો અર્થ છે, કે જે પર છે એ તદ્દન ભિન્ન છે, એને ઠેકાણે પોતાના માને છે, એ ભેળસેળ. સમજાણું કાંઈ? ઘઉં અને કાંકરા બે ય જાદા છે, છતાં કાંકરા પણ ઘઉં ભેગા તોળાય છે. તોળાય છે કે નહિ ભેગા? કોથળો તોળાય છે, પાંચ મણ ને અઢી શેર, પણ કોથળો અઢી શેર છે ને ચોખા પાંચ મણ જુદા છે અંદર, એ પાંચ મણમાં ચોખા તૂટયા, તો કાંઈ અઢી શેર કોથળો તે રાંધવામાં કામ આવે? આહાહા!
એમ ભગવાન આત્મા ચૈતન્ય ને આનંદ સ્વરૂપ પ્રભુ એમાં જે આ પુણ્ય-પાપ દયા દાનનો વિકલ્પ ઉઠયો છે એ તો ભિન્ન છે. આહાહાહા... એને પોતાના આત્માની સાથે ભિન્ન હોવા છતાં ભેળસેળ કરીને, મારો માનીને તેને અનુભવે છે. આહાહા ! કેમ કે પોતે કોણ છે, એની ખબર નથી. એ પોતે કોણ છે અંદર એની ખબર નથી, એ તો આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે, તેથી તેને રાગ જે ભિન્ન છે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો, તેને પોતાની સાથે ભેળવે, ભેળવે એટલે ભિન્ન છે તેને આ મારો માને છે. આહાહાહા ! મારાપણું જે આત્માનુંપણું છે, એ