________________
ગાથા-૧૦૧
૧૭૧ ધર્માજીવ જે છે. આહાહા ! એ કહ્યું ને જ્ઞાની-ધર્મી જીવ એ તો રાગથી પણ પોતાની ચીજ ભિન્ન છે એવું ભાન ને જ્ઞાન થયું એ જ્ઞાન ને આનંદ પરિણામના એ કર્તા અને એ સમયમાં શુભરાગ આવ્યો તો એ શુભરાગ આ જ્ઞાનમાં નિમિત્ત થયો. જ્ઞાન, જ્ઞાન સ્વપરપ્રકાશક પોતાથી થયું છે એમાં રાગ નિમિત્ત થયો ને પોતાનું સ્વપરપ્રકાશકશાન પોતાથી થયું છે, એમાં આ ક્રિયા થઈ એ નિમિત્ત થઈ. આહાહાહા ! (શ્રોતાઃ- ધર્મની બહારની ઓળખાણ શું?) ધર્મની ઓળખાણ વીતરાગતા. (શ્રોતા:- બહારની ઓળખાણ?) બહારની ઓળખાણ વીતરાગતા, પર્યાય બહાર છે ને? શમસંવેગ-નિર્વેગ આવે છે ને એ વીતરાગતા છે. ઝીણી વાત છે ભાઈ ! શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અનુકંપા એ-પણ અકષાયી ભાવ છે. ઝીણી વાત બહુ બાપુ!
અનંત અનંત કાળમાં અનંત વાર મુનિ થયો, અનંત વાર વ્રત લીધાં; અનંતવાર ભક્તિ કરી, સમવસરણ ભગવાનના સમવસરણમાં મહાવિદેહમાં તો અનંત વાર જન્મ્યો, તો મહાવિદેહમાં તો તીર્થકરનો ક્યારેય વિરહ નથી, એ તીર્થકરના સમવસરણમાં પણ અનંત વાર ગયો, ભગવાનની વાણી સાંભળી, પણ રાગને પોતાનો માન્યો ને મિથ્યાત્વ તોડયું નહીં. આહાહાહા! સાંભળવાનો જે રાગ આવ્યો શુભ, એ રાગ મારો છે એવી દૃષ્ટિ મિથ્યાત્વ છે. શું છે આ તે આવી વાત. સમજાય છે ચંદુભાઈ ?
આવું ક્યાંથી કાઢયું એમ એક જણ કહેતો'તો. નવો પંથ કાઢયો હશે આ? અરે ! ભગવાન, અનાદિ તીર્થકર કેવળી પરમાત્મા ત્રિલોકનાથ અનંત તીર્થંકરો થયા તેનો આ અભિપ્રાય આ મત છે. અને ભગવાન બિરાજે છે મહાવિદેહક્ષેત્રમાં આ એમના કથન છે ને એમનો આ અભિપ્રાય છે. આહાહા ! આકરું લાગે બાપુ!
આહાહા ! એક એક શ્લોકમાં (ગાથામાં) કેટલું ભર્યું છે. ઓહોહો ! ગજબ સંતોની શૈલી દિગંબર મુનિઓની કોઈ (અલૌકિક) શૈલી! આહાહાહા!
જ્ઞાની નામ ધર્મી જેમ ગોરસનો પર્યાય દૂધ-દહીં ને દેખવાવાળા, ગોરસના પરિણામને જોવાવાળા, ગોરસનો જોનાર વ્યાપ્ત છે. પણ દૂધ-દહીંના પરિણામમાં વ્યાપ્ત નથી. એવો એ ધર્મી, કર્મ જે બંધન થાય છે, શાસ્ત્રમાં આવે છે, ચોથે ગુણસ્થાને આટલા બંધાય, પાંચમે ગુણસ્થાને આટલા બાંધે ને છઠે એ સાંભળવામાં આવે છે. આહાહા ! એ ધર્મીજીવને પોતાના આનંદ ને જ્ઞાન (સ્વરૂપનું ભાન છે) તો એ જ્ઞાનમાં જ્ઞાનીને એ કર્મબંધનની પર્યાય ખ્યાલમાં આવી કે અહીંયા છે, તો પોતાના જ્ઞાનમાં એ નિમિત્ત થયું એમાં (જ્ઞાની) નિમિત્તકર્તા તો નથી. (માત્ર ) નિમિત્ત, ને એ ચીજ અહીંયા નિમિત્ત! આહાહાહા ! એનો અર્થ, કે એ ચીજ ત્યાં બને છે તો તે પોતાથી બને છે, એટલે ત્યાં નિમિત્ત કોઈ બીજી ચીજ કર્તા છે એમ છે નહીં, ઉપાદાનકર્તા તો નહીં પણ નિમિત્તકર્તા પણ નહીં. હવે અહીંયા આત્મામાં જે જ્ઞાન થયું એ પોતાથી એ પોતાની જ્ઞાન-પર્યાય તો (તે) પોતાથી થઈ એમાં આ (કર્મ) નિમિત્ત છે તો નિમિત્તથી જ્ઞાન થયું એમ છે નહીં. તો એમાં રાગ ને જોગ પણ પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાન ધર્મીને થયું એમાં નિમિત્ત છે. નિમિત્ત છે તો રાગ ને જોગથી જ્ઞાન થયું એવું છે નહીં. આહાહા ! સમજાય છે ભાઈ ! એ હીરાલાલજી? આવી વાતું છે ભગવાન! ભગવાન છો પ્રભુ તું. ભગવાન છોને અંદર.