________________
શ્લોક–૭૦
૪૧૫
એ રીતે જીવ પદાર્થને શુદ્ધ કહ્યો, નિત્ય કહ્યો, અભેદ ચૈતન્ય માત્ર સ્થાપી, સમ્યગ્દર્શનનો વિષય જે આ શુદ્ધ, બુદ્ધ ને નિત્ય, અભેદ ચૈતન્યમાત્રને સ્થાપીને. હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત ક૨શે, અમે સ્થાપી આવ્યા છીએ, શુધ્ધ અભેદ ચૈતન્યમાત્ર છે, પણ એનો જે પક્ષપાત ક૨શે, એનાં વિકલ્પમાં રોકાશે, તેપણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. આહા ! એ શુદ્ધ, બુદ્ધ ને અભેદ એવો જે આત્મા છે, એને અમે શુદ્ઘનયથી સ્થાપતા આવ્યા છીએ, પણ તેના વિકલ્પમાં જો રોકાશે એમ કહે છે. એ વસ્તુ છે એવી, પણ આ આવો છે ને આવો છે છે એવા વિકલ્પમાં રોકાશે તે પણ શુદ્ધસ્વરૂપના સ્વાદને નહિ પામે. એ રાગના સ્વાદને પામશે ઝેરના. આહાહા ! આ આત્માનો અતીન્દ્રિય આનંદ, એનો એને પર્યાયમાં સ્વાદ નહિ આવે. વસ્તુ તો વસ્તુ છે-વિકલ્પથી અતીન્દ્રિય આનંદ અતીન્દ્રિય જ્ઞાન પણ એને શુધ્ધ સ્વરૂપના સ્વાદને પર્યાયમાં નહિ પામે. આહાહા ! પર્યાયમાં તો રાગનું વેદન શુભ રહેશે. આહાહા !
અશુદ્ઘનયની તો વાત જ શી ? શું કીધું ? આહાહા !ત્રિકાળી શુદ્ધ, બુદ્ધ નિત્ય અભેદ એનો પણ વિકલ્પ ને પક્ષ રહેશે, તો એને શુદ્ધનો સ્વાદ નહિ આવે. આહાહા ! આવી વાતું છે.
આ જૈન ધ૨મ હશે આવો..કહેશે. ( શ્રોતાઃ- વીતરાગતા પ્રગટ કરવી એનું નામ જ જૈનધર્મ છે. ) હા, વીતરાગતા પ્રગટ કરવી એ વીતરાગસ્વરૂપ જ છે એનો એણે વિકલ્પ છોડીને વીતરાગતા પ્રગટ કરવી એ જૈનધર્મ છે. એ (વાત ) ચોથા ગુણસ્થાનની હોં. આહાહા ! આંહી તો હજી એ નયપક્ષને છોડીને ચોથાગુણસ્થાનની વાત કરે છે.
વીતરાગપણાની પર્યાયને પ્રગટ કરે અને વિકલ્પ જે છે તેના પક્ષને છોડી દે ત્યારે તેને અતીન્દ્રિય આનંદજે વીતરાગી આનંદ છે એનો એને વીતરાગી આનંદનો અંશે સ્વાદ પર્યાયમાં આવે, પરિપૂર્ણ તો વસ્તુ છે. ત્યારે આ પર્યાયમાં થોડો (સ્વાદ ) આવે. આહાહા ! આવું છે. અશુદ્ઘનયની તો વાત જ શી ? પણ જો કોઈ શુદ્ઘનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે. આહાહા ! છેલ્લામાં છેલ્લી હદ છે. વાસ્તવિક ભગવાને કહેલું, આત્મતત્ત્વ છે એવું, એનો વિકલ્પ ક૨શે, એમ કહે છે ‘છે’ એવું ભલે, આહાહા ! પણ એનો વિકલ્પ ‘છે’ એવો એનો પક્ષ કરીને રાગમાં રોકાશે, ત્યાં સુધી વીતરાગતા નહિ થાય. આહાહા ! વીતરાગતા થયા વિના ધરમ નહિ થાય. આહાહા !( શ્રોતાઃ–એ વિકલ્પ કેમ મટે ) એ કીધું ને વિકલ્પ મટાડવા આમ જાય તો વિકલ્પ મટે. નિર્વિકલ્પ ચીજ છે તેમાં દૃષ્ટિ કરે તો વિકલ્પ મટે. આહાહા ! છેલ્લો ‘સાર’ છે.
પક્ષપાતને છોડી, જોયું ? એ વિકલ્પને છોડી, કથન શું કરવું ? ( શ્રોતાઃ- અંદ૨માં જાય તો છૂટી જાય. ) એ વિકલ્પને છોડી, પક્ષપાતને છોડી... ચિત્માત્ર સ્વરૂપને વિષે લીન થવું લ્યો. આહાહા ! સૂક્ષ્મ-જ્ઞાનનો સૂક્ષ્મ ઉપયોગ કરી અને અંદ૨માં જવું–લીન થવું, એ સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ છે. આહાહા ! આવું છે.
પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપને વિષે લીન થયે જ લીન થયે ‘જ’ લ્યો, ‘જ’, કીધું એકાંત. સમયસારને પમાય છે. ત્યારે તે સમયસાર આત્મા એને પામે છે. ( શ્રોતાઃ–એ પર્યાય કીધી ) પર્યાયમાં સમયસારને પામે છે. સમયસાર વસ્તુ તો છે ત્રિકાળ નિ૨ાવ૨ણ નિર્દોષ, પણ વિકલ્પ છોડીને, પક્ષપાત છોડીને, જ્યારે અંદર લીન થાય, ત્યારે સમયસારને પમાય છે. વાત તો બહુ સારી છે પણ લોકોને આકરી લાગે. આહાહાહા ! આમ ધરમ થાય... દયા પાળવી ને