________________
૪૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આત્મા તો “છે” તો પરમાણું ય છે. માટે એનાથી આત્મા જુદો ન પડે. “જાણનાર આત્મા છેપ્રજ્ઞાબ્રહ્મ-પ્રજ્ઞાચક્ષુ-જ્ઞાનચંદ્ર-જ્ઞાનસૂર્ય-એ ચૈતન્યસ્વરૂપ, એનાથી બીજાં બધાથી જુદો પાડી શકાય એવો એક જ એ ગુણ છે. છે? આહા...હા ! તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે.
(
શ્લોક-૯૦
)
(વસત્તતિનવા) स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नय पक्षकक्षाम्। अन्तर्बहिः समरसैकरसस्वभावं
स्वं भामेकमुपयात्यनुभूतिमात्रम्।।९।। ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છે - શ્લોકાર્થ-[ā] એ પ્રમાણે [સ્વેચ્છા-સમુછનત્-બનત્પ-
વિજ્ય-નાનામ]જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [મહતી ] મોટી [નયપક્ષ વક્ષામ] નયપક્ષકક્ષાને (નયપક્ષની ભૂમિને ) [ વ્યતીત્ય] ઓળંગી જઈને (તત્ત્વવેદી) [ સન્ત:વદિ:] અંદર અને બહાર [સમરસૈ રસસ્વમાનં] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [ અનુભૂતિમાત્રને મૂર્વ ભાવમ] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને )[૩પયાતિ] પામે છે. ૯૦.
શ્લોક-૯૦ ઉપર પ્રવચન स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नय पक्षकक्षाम्। अन्तर्बहि: समरसैकरसस्वभावं
स्वं भामेकमुपयात्यनुभूतिमात्रम्।।९०।। (કહે છે) એ પ્રમાણે સ્વેચ્છા-સમુચ્છલઅનલ્પ-વિકલ્પ-જાલમ્ જેમાં બહુવિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે. શું કહે છે? ભગવાન તો ચિસ્વરૂપ આનંદસ્વરૂપ ધ્રુવ વીતરાગસ્વરૂપ જ છે. એમાં (હું) આવો છું ને તેવો છું તેવા વિકલ્પ, એની મેળે ઊઠે છે, એ સ્વભાવમાં નથી એમ કહે છે. આહાહા! ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા, એ તો ચિસ્વરૂપ-આનંદસ્વરૂપશુદ્ધસ્વરૂપ સ્વતઃ છે. એમાં જે આ વિકલ્પ ઊઠે રાગ, હું અબદ્ધ છું ને શુદ્ધ છું ને એક છું ને એ બધી બહુ વિકલ્પની જાળો આપોઆપ ઊઠે છે. આપોઆપ એટલે? દ્રવ્યગુણથી નહીં. પર્યાયથી