________________
શ્લોક-૯૭
४७७ ને.. પહેલું આવ્યું કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી, પર્યાયબુદ્ધિમાં રાગના અંશની ક્રિયાના અસ્તિત્વ ઉપર સ્વીકાર હોવાથી, તેને જાણવાની ક્રિયા હોતી નથી. એથી તેને જ્ઞાતા છું, એવું ભાસતું નથી. આહાહા!
કરવાની ક્રિયામાં જાણવાની ક્રિયા હોતી નથી, જાણવાની ક્રિયામાં કરવાની ક્રિયા હોતી નથી, આહાહા ! કરવારૂપ ક્રિયાની અંદરમાં પર્યાય લીધી, ક્રિયા, કારકોની ક્રિયા છે ને? ક્રિયાના કારકો છે ને? છ કારકો છે ને કર્તા, કરમ, કરણ, સંપ્રદાન, (અપાદાન, અધિકરણ) એ ક્રિયાનાં છે. ધ્રુવનાં નથી, ધ્રુવમાં તો ત્રિકાળ પડયાં છે, એની સાથે સંબંધ નથી, એ પરિણમતી પર્યાય, ક્રિયાનાં ષટ્કારક હોય છે, આહાહા. હવે એ જેને કરવારૂપ ક્રિયા રાગની ક્રિયા છે, જેને એનું ષકારકપણે રાગની ક્રિયામાં કરવામાં ભાસે છે, એમાં જ્ઞાતાપણાની પર્યાય હોતી નથી, તેથી ભાસતી નથી.
અને “જ્ઞસો અન્તઃ કરોતિ ન ભાસતી” જાણવારૂપ ક્રિયાની અંદરમાં જાણનાર-દેખનાર ભગવાન, ચક્ષુ, જગતની ચક્ષુ છે, જગતની આંખ છે, એવો જે ચૈતન્ય સ્વભાવ, એવી જે અંતરની એની ક્રિયા, જાણનાર ત્રિકાળ છે, તેની જે પરિણતિની ક્રિયા થઈ, એમાં કરવારૂપ ક્રિયા હોતી નથી, ભાસતી નથી, એટલે એ હોતી જ નથી, હોય એટલે જાણનક્રિયામાં કરવાની ક્રિયા હોતી નથી અને કરવાની ક્રિયામાં જાણવાની ક્રિયા હોતી નથી. પર્યાયનાં અંદરની વાતું કરી. જાણ નક્રિયા નામ સ્વભાવ સન્મુખની ક્રિયા જે જાણન છે, તેમાં રાગની ક્રિયા ભાસતી નથી, એટલે કે હોતી નથી અને રાગની ક્રિયા જ્યાં ભાસે કે મેં આ કર્યું મેં પુણ્ય કર્યું, મેં દયા પાળી મેં આ કર્યું, દયા પાળવી તો વળી એક કોર રહી, આ તો દયાનો ભાવ છે એ મેં કર્યો, આહાહાહા ! (શ્રોતા:- ઉપવાસેય કરે ને શાસ્ત્ર અભ્યાસેય કરે તો) એ બધો વિકલ્પ છે. શાસ્ત્ર અભ્યાસ એ પરદ્રવ્યનો અભ્યાસ છે, સ્વને આશ્રયે કરે ત્યાં આગળ એ જોર સ્વનું છે, એકલો જ્યાં શાસ્ત્ર અભ્યાસમાં રોકાણ સ્વનાં લક્ષ વિનાં તો એ તો અગીયાર અંગનું જ્ઞાન કર્યું એ પણ અજ્ઞાન છે. આહાહા !
અહીંયા તો બે વાત છે, જે રાગની ક્રિયા વર્તમાન વિકલ્પની ક્રિયા, રાગનું મેલ ભાસે છે, કે આ ક્રિયા મારી છે એમ ભાસે છે, ત્યાં જ્ઞાતાની ક્રિયા હોતી નથી એટલે કયાંથી ભાસે? આહાહા ! અને જ્યાં જ્ઞાતાની ક્રિયા ભાસે છે, જાણનાર-દેખનારનું પરિણમન જ્યાં થયું, એ પરિણમન ક્રિયા ભાસે છે, ત્યાં રાગની ક્રિયા હોતી નથી, એટલે રાગની ક્રિયા ત્યાં ભાસતી નથી. આહાહાહા.. આવો મારગ છે.
તતઃ માટે, શસિ ક્રિયા ને કરોતિ ક્રિયા બન્ને ભિન્ન છે. આહાહા ! રાગની ક્રિયાનું પરિણમવું અને જ્ઞાનની ક્રિયાનું પરિણમવું બેય ચીજ તન્ન ભિન્ન છે. છે તો બેય ષકારકના પરિણમનથી પરિણમે છે પણ બેય તન્ન ભિન્ન છે. આહાહા. રાગ થાય છે, દયાનો એ પણ ષટ્ટારકનાં પરિણમનથી તે ઊભો થાય છે પણ તે વખતે જાણવાની ક્રિયાનું ષટ્ટરકનું પરિણમન નથી, અને
જ્યારે જ્ઞાયક ત્રિકાળી છે, એનાં પરમ સત્તા, મહાસત્તા પ્રભુની, જ્યાં સ્વીકાર થયો, તે જ્ઞતિ ક્રિયામાં કરોતિ ક્રિયા તદ્ન ભિન્ન છે, ત્યાં હોતી જ નથી. આહાહા! આવી વાતું હવે.
ઓલુ કેવું હતું, ઇચ્છિામી દરીયા, વહીયાં, મિચ્છામી દુક્કડમ, તાઉ કાય કારંણ. નાનુભાઈ