________________
૪૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જડ કર્મની હારે સંબંધની વાતું છે. કર્તા નક્કી કર્મમાં નથી, કરનારો તે જડ કર્મમાં, આત્મા કર્તા ને જડ કર્મ કાર્ય તો ઈ કર્તા કર્મમાં નથી. આહાહા ! જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ બંધાય, તે કર્મમાં આત્મા નથી, આત્મા કર્તા તે કર્મમાં નથી, એમ કહે છે. એમાં ભાવકર્મ સમાઈ જાય છે. મુખ્યપણે તો દ્રવ્યકર્મની વાત છે. આહાહા!
કર્તા નક્કી કર્મમાં નથી. ભગવાન જ્ઞાતા સ્વભાવ, જો એને કર્તા કહો, તો જડ કર્મ જ્ઞાનાવરણી જે છે તે કર્મ છે, તેમાં આ કર્તા એમાં નથી. આહાહા ! અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી, અને જ્ઞાનાવર્ણાદિ જે આઠ કર્મ છે, એ કર્તા એવો આત્મા એમાં ઈ વસ્તુ નથી. આહા! કર્તા, કર્મમાં નથી, કર્મ કર્તામાં નથી. આત્મા જડમાં નથી, જડ આત્મામાં નથી એમ. આહાહા!
એમ જો બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે પરસ્પર બંનેનો નિષેધ કરવામાં આવે પણ નિષેધ, નિષેધ છે જ, પણ આંહી તો સમજાવવું છે ને? એમ જો બન્નેનો પરસ્પર કર્તા આત્મા કર્મમાં, અને કર્મ, કર્તામાં, આત્મામાં એમ નથી. એમ જો નિષેધ કરવામાં આવે, તો કર્મની સ્થિતિ શી? તો કર્મની સ્થિતિ શી ? આહાહા! હે... તદાઃ કર્તા-કર્મ સ્થિતિ શી એમ. તો કર્મની સ્થિતિ શી? અર્થાત્ જીવ પુદગલને કર્તા-કર્મપણું ન જ હોય એમ તદા કર્તા-કર્મ સ્થિતિ શી? તો આત્મા કર્તા ને જડ આઠ કર્મ, કાર્ય એ રીતે હોય શકે નહીં. આહાહા !
અહીં તો કહે આત્મા કર્મ બાંધે અને આત્મા કર્મ ભોગવે, એનું ફળ આવે એટલે આંહી ધે છે કે પણ કર્તા એમાં નથી, અને ઈ આમાં નથી, તો શી રીતે કર્તા થાય ને ભોગવે એને. આહાહા ! કર્મનું બહુ.. જૈનમાં કર્મ એવું લાકડું ગરી ગ્યું, આહાહા ! હેં! (શ્રોતાઃ- કોકે ઘાલ્યું તો ગરી જાય ને) સંપ્રદાયની શૈલી પણ કોણ જાણે એ વિષય ઉઠી ગઈ બસ! આત્મા કર્મને કરે ને કર્મને લઈને આત્મામાં વિકાર થાય. આહા! ભિન્ન ચીજ ભિન્નને કરે અને ભિન્ન ચીજ ભિન્ન નેય કરે, એટલે આત્મા કર્મને કરે ને કર્મનું ફળ વિકાર આત્મામાં આવે. આહાહા ! આટલું હજી સ્થળપણું પણ જ્યાં આગળ બેસતું નથી. આહા ! એને અંદરમાં જ્ઞાયક ત્રિકાળી વસ્તુ જ્ઞાયક, જ્ઞાન, જ્ઞાતા-દેણાનાં સ્વભાવથી ભરેલો પ્રભુ, એ રાગનોય કર્તા ક્યાં છે? આહાહા ! કેમકે એનાં અનંત અનંત ગુણોમાં કોઈ ગુણ રાગને કરે પર્યાયમાં એવો કોઈ ગુણ નથી. આહાહા! આંહીં તો ફક્ત કર્તા આત્મા, અને જ્ઞાનાવરણી કર્મ અત્માએ બાંધ્યું. જીવે, જ્ઞાનાવરણી કર્મના કારણમાં અશાતનાં આદિ આવે છે ને છ બોલ, નિહનવ ને એ આત્માએ કર્યું ત્યારે જ્ઞાનાવરણી બંધાણું, છ પ્રકારે જ્ઞાનાવરણી બંધાય છે ને, એનો નિષેધ છે અહીં કરનારો ત્યાં જાતો નથી, તે કરે શું કર્મને? જ્યાં હોય ત્યાં કર્મને લઈને આત્માને વિકાર થાય, અને વિકારને લઈને કર્મ બંધાય, તહ્ન માન્યતા મિથ્યાદૃષ્ટિની છે. જૈનપણાના, વ્યવહારની એને ખબર નથી, આહા!
તો કર્મની સ્થિતિ શી..? જીવ પુગલને કર્તા-કર્મપણું ન જ હોઈ શકે તા: જ્ઞાતરિ, હર્ષ સેવા નિ, તા: જ્ઞાનરિ અને કર્મ સદા કર્મણિ. આ પ્રમાણે જ્ઞાતા સદા, જ્ઞાતામાં જ છે એમ. આહાહા!તેથી જ્ઞાતરિ જ્ઞાન, જાણનારો ભગવાન, જ્ઞાતા જ્ઞાતામાં છે, અને પુદ્ગલ કર્મ, કર્મમાં છે. આહાહા ! જ્ઞાત સ્વભાવી નટ અને કર્મ, કર્મમાં છે. જડ કર્મ જડમાં છે, અને આત્મા, આત્મામાં છે. આત્મા જડને કરે ને, જડનું કાર્ય આત્માનું કર્તા, એવું કોઈ છે નહીં. આહાહા !