________________
૪૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ બાપા, પણ ઈ પછી પર્યાયમાં પરમાત્મા થાય છે. ઈ ક્યાંથી થયો? ઈ કાંઈ બહારથી આવે છે? જેમ લીંડી પિપરમાં ચોસઠ પહોરી તીખાશ ભરી છે તો બહાર આવે છે. ઘુંટે એ કાંઈ પથ્થરાથી આવે છે? પથ્થરાથી આવે તો કોલસા ને પથ્થરા ઘુંટવા જોય, એમાં ચોસઠ પહોરી પડી છે, એમ આત્મામાં કેવળજ્ઞાન, કેવળદર્શન, સર્વજ્ઞ પૂરણ આનંદ પડયો છે પ્રભુ. આહાહાહા ! આકરું! પરમાત્મા છે એ શક્તિએ પરમાત્મા જ છે, પણ ઈ વાત.. ઈ કરે શું... ઈ? આહાહાહા !
જ્ઞાન જ્યોતિ અંતરંગમાં, ઉગ્રપણે એવી રીતે જાજવલ્યમાન થઈ છે, ઉગ્રપણે એ રીતે જાજવલ્યમાન અંદર, ચૈતન્ય જ્યોતિ, ઝળહળ જ્યોતિ છે. કે “યથા કર્તા, કર્તા ન ભવતિ,” આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો, એ હવે કર્તા થતો નથી. આહાહા ! જે અજ્ઞાનમાં જડ કર્મનો કર્તા થતો ને રાગનો કર્તા થતો, એ થતો નથી. અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મ થતું હતું, તે કર્મ થતું નથી, હવે થઈ રહ્યું.... આહાહા! ભગવાન જ્ઞાન, જ્ઞાન સ્વરૂપમાં રહ્યો, એથી પરનો કર્તા થતો નથી, એટલે જ્ઞાતા-દેષ્ટા રહ્યો. કર્મ, કર્મપણે થતું નથી. આહાહા! બેય પોતાના સ્વરૂપમાં રહ્યાં. આહાહા ! વળી જ્ઞાન, જ્ઞાનરૂપ જ રહે છે, ભગવાન તો ચૈતન્ય જ્ઞાતા તે જ્ઞાનરૂપ જ રહે છે અને પુદ્ગલ, પુદ્ગલરૂપ જ રહે છે. આહાહા! બેય જુદે જુદાં છે. વિશેષ કહેશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૨૨૮ શ્લોક-૯૯ બુધવાર, વૈશાખ વદ-૫, તા.૧૬/૫/'૭૯
સમયસાર ૯૯ શ્લોક એનો ભાવાર્થ છે. આત્મા જ્ઞાની થાય ત્યારે આ કર્તા કર્મનું છેલ્લું છે. એટલે કે જ્ઞાયક સ્વભાવ, ત્રિકાળ જે શુદ્ધ છે. તેનું જ્યાં જ્ઞાન થાય છે, સ્વસમ્મુખ થઈને, ત્યારે તે જ્ઞાની થાય. જ્ઞાયક સ્વભાવ છે. ધ્રુવ છે, અસ્તિ છે, તેનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાની થાય છે. ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપે જ પરિણમે છે. જ્ઞાન એટલે આત્મા. આત્મા આત્મારૂપે જ પરિણમે છે. વીતરાગીભાવપણે પરિણમે છે. પુદ્ગલ કર્મનો કર્તા થતો નથી. જ્ઞાન એટલે આત્મા પુદ્ગલ કર્મનો કર્તા ત્યાં થતો નથી. વળી પુદ્ગલ પુગલ જ રહે છે. પુદ્ગલ કર્મ છે, એ કર્મરૂપે જ રહે છે. એ કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે, બન્ને દ્રવ્યનાં પરિણામને નિમિત્ત-નૈમિત્તિકભાવ થતો નથી. આહાહા ! થાતો તો તો સ્વતંત્ર. અહીંયા રાગદ્વેષ થાય, ત્યારે કર્મ સ્વતંત્રપણે બંધાય અને કર્મનો ઉદય આવે ત્યારે આત્મા સ્વતંત્રપણે વિકાર કરે, એવો નિમિત્તનિમિત્ત સંબંધ હતો, એ તૂટી ગયો. આહાહા! આત્મા (એ) પોતાનાં જ્ઞાન આનંદ જ્ઞાયક સ્વભાવને સાવધાનપણે પકડયો, અનુભવ્યો એને હવે રાગનું પણ કર્તાપણું નથી, તો પુદ્ગલ એને બંધાય. અને એનો બંધાય ને એનો કર્તા થાય ઈ છે નહીં. આહાહા ! આમ યથાર્થ જ્ઞાન થયે, બન્ને દ્રવ્યનાં પરિણામને નિમિત્ત-નિમિતભાવ હતો તે નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે. આહાહા!
આ પ્રમાણે જીવ અજીવ, કર્તા-કર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયાં. એટલે કે આત્મા, આત્માપણે થયો. કર્મ કર્મપણે છૂટી ગયાં ને અકર્મપણે થઈ ગયાં ને, બે માં જે નિમિત્ત-નિમિત સંબંધ હતો ઇ છુટી ગયો. આહાહા! નિમિત્ત નિમિત્ત સંબંધનો અર્થ એવો નથી કે કર્મનાં