________________
४८४
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કરવી છોડી ધ્યે.” એ ભાંડ પછી ચેષ્ટા ન કરે. “તેવી રીતે આત્મા, આત્માપણે થયો,” એટલે પછી રાગપણે ચેષ્ટા થતી હતી, તે ચેષ્ટા છૂટી ગઈ. આહાહા ! ભાંડપણે ભિન્ન-ભિન્ન રૂપ ધારણ કરતો એમ ભગવાન પણ આત્માનાં રાગદ્વેષ પરિણામનાં રૂપને ભિન્નભાવને, અજીવભાવને ધારણ કરતો બહુરૂપીયો, એકરૂપે ન રહેતાં રાગરૂપે થતો એ ભિન્ન પડી ગયો. બહુરૂપ ધારણ કરતો ઈ છૂટી ગયો. પોતાનું એકરૂપ ધારણ રહ્યું. બહુ ઝીણું! હવે એનો શ્લોક છે છેલ્લો..
જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બર્ણ કરતાં સો, તાકરિ બંધન આન તણું ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો; જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધન ન હોય ખુલૈ પરપાસો,
આતમમાંહિ સદા સુવિલાસ કરે સિવ પાય રહે નિતિ થાસો. “જીવ અનાદિ અજ્ઞાનવસાય” અનાદિ અજ્ઞાનને કારણે, કર્મને વશને કારણે ઇ નહીં. પોતાનાં આનંદનો સ્વરૂપ ભગવાન, જ્ઞાનનાં રસનો કંદ, ધ્રુવ, ચેતન સ્વભાવ તેનાં અજ્ઞાનને કારણે તે સ્વરૂપનાં પૂર્ણ સ્વરૂપનાં અસ્તિત્વનો અસ્વીકારને કારણે અનાદિથી દષ્ટિ પર્યાય ઉપર છે. પર્યાય ઉપર એટલે અજ્ઞાન ઉપર છે. આહાહા! “જીવ અનાદિ અજ્ઞાનવસાય, વિકાર ઉપાય” વિકારને કરતો, પુણ્ય ને પાપનાં ભાવને, “બને કર્તા” ત્યારે શું કર્તા થતો. “વિકાર ઉપાય કરતો” ત્યારે કર્તા થતો હતો એમ. આહાહા! ઝીણું બહું આકરું કામ. વીતરાગ મારગ ! હજી આ તો બહારનાં આખો દિ' કામમાં હું, હું, હું આ હું મારાથી બધું થાય, મારાથી આ થાય ધંધાપાણી. આહાહા ! અરે એને સંકેલવું પડશે. જ્યાં છે ત્યાં જ ચીજ નથી, બહારની આ વેપાર, ધંધા, શરીર, વાણી, એ બધાં ધંધા, ઈ જે છે તેમાં તું નથી, અને તું છો ત્યાં તે નથી. આહાહા! આ તો વિકાર ઉપજાય અને કર્તા ફક્ત એમ પરનો તો કર્તા થતો નથી, પરનો તો એમાં... શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, ભગવાન જ્ઞાયકમૂર્તિ, ઝળહળ જ્યોતિ ઝળહળ જ્યોતિ ચેતન, અનાદિ-અનંત, નિત્યાનંદ પ્રભુ, તેનાં અજ્ઞાનને કારણે, તેવાં સ્વરૂપનાં અભાવને કારણે વિકાર ઉપાય, એ વિકારને ઉત્પન્ન કરતો હતો. આહાહા! “બને કર્તા” ત્યારે ઈ કર્તા થતો, દેષ્ટિ ત્યાં વિકાર ઉપજાવે ને દૃષ્ટિ પણ ત્યાં એટલે આ કાર્ય મારું છે, એમ અજ્ઞાની અનાદિથી વિકારનાં પરિણામનો કર્તા થતો હતો. આહાહા !
તાકરિ બંધન આન તણું ફલ” એ જે પુણ્ય પાપનો કર્તા થતો, તેથી તેનું બંધનનું આવેલું ફળ આ સુખ દુઃખ “ભવાશ્રમવાસો” બહારનાં અનુકૂળ પ્રતિકૂળ સંયોગ અને એમાં સુખ દુઃખની કલ્પના કરતો, આહાહાહા! “ભવાશ્રમવાસો” ભવરૂપી આશ્રમનો વાસ થઇ ગયો. આત્માનો આશ્રમવાસ થવો જોઈએ. આહાહા! ભગવાન આત્મા આનંદનો ધામ નિજઘર. જ્ઞાનાનંદ, સહજાત્મસ્વરૂપ તેમાં આશ્રમ તેનું ધામ ઉદાસીન પરથી આસન ખસીને તેનું આસન
ત્યાં લગાવવું જોઈએ. આહાહાહા ! એણે ત્યાંથી ખસીને વિકારના ભવાશ્રમમાં, ભવાશ્રમનો વાસ કર્યો. આશ્રમ તો રાખ્યો પણ ભવના આશ્રમનો વાસ કર્યો. આહાહા!
“જ્ઞાન ભયે કરતાં ન બને” પોતાની જાતને જાણી કે હું તો જ્ઞાયક ચૈતન્યદળ છું. મારું અસ્તિત્વ પૂરણ. અનંતગુણોથી પૂરણ, ભરચક, છલ્લોછલ, ઠસોઠસ ભરેલું છે. આહાહા ! એવું