________________
શ્લોક-૯૯
૪૯૩ નિમિત્તે અહીં વિકાર થાતો, અને વિકાર થાતો માટે ત્યાં કર્મ બંધાતું, એવું કાંઇ નથી. નિમિત્તનિમિત્ત સંબંધનો અર્થ થાય છે ત્યાં સ્વતંત્ર બંધન, અજ્ઞાની રાગદ્વેષ કરે છે એ સ્વતંત્ર. એ કર્મનો ઉદય આવે માટે કરે છે, એમેય નહીં અને વિકાર કરે છે માટે કર્મ બંધન થાય છે, જડની પર્યાય તે કાળે, આમાં આ થયું માટે થાય છે, એમ નહીં. આહાહા !
ભાવાર્થ-જીવ અજીવ બને કર્તા કર્મનો વેશ ધારણ કરી, જોયું. રાગ તે અજીવ છે. પુણ્ય પાપનો ભાવ એ અજીવ છે. આત્મા ભગવાન જીવ છે. ઈ જીવ અને અજીવ બન્ને કર્તા કર્મનો વેશ ધારણ કરી, જાણે કે વિકાર અજીવ તે કાર્ય અને જીવ તેનો કર્તા, એમ એક વેશ ધારણ કરી, એક થઇને, આહાહા ! એ વિકારભાવ અને સ્વભાવભાવ, ભગવાન ત્રિકાળ બેને એકરૂપે માનીને રંગભૂમિમાં દાખલ થયાં હતાં. રંગભૂમિ ગણી છે અહીંયા. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે. તેણે જ્યારે તેમનાં જુદાં જુદાં લક્ષણથી આત્મા જ્ઞાન લક્ષણે જણાય છે, અને બંધનું લક્ષણ એ રાગ છે. તે કર્તા છે તે આત્માનો સ્વભાવ નથી. આહાહા! એમ બનેનાં જુદાંજુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી. આહાહા !દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પરિણામ અને જીવનો સ્વભાવ બેય એક નથી–બે જાત છે. જીવ જ્ઞાયકભાવ એકલા જ્ઞાન ને આનંદાદિ સ્વભાવથી ભરપૂર, ભરચક, ભરેલો પ્રભુ, તે રાગ ને વિકારરૂપે થતો નથી. આહાહા ! એમ જ્યારે આત્માને કર્તા કર્મપણું છૂટી જાય છે ત્યારે સમ્યગ્દર્શન, જ્ઞાન, યથાર્થ, દેખનારું છે. તેને જુદાં-જુદાં લક્ષણ જાણી લીધા, તેઓ એક નથી પણ બે છે.
વિકારીભાવ અને સ્વભાવભાવ બે એક નથી. ભલે આંહી જડકર્મ લીધું છે, પણ ભેગું આહીં છે એમાં, ત્યારે તેઓ વેશ દૂર કરી, તેઓ એક નથી, પણ બે છે એમ જાણ્યું ભિન્ન-ભિન્ન એટલે આત્મા જ્ઞાયક છે ને વિકાર પર છે. બે ય એક નથી. (શ્રોતા:- રાગનો આધાર કોણ ) કોનો?
- રાગનો આધાર રાગ આહાહા ! રાગનો આધાર આત્માનો દ્રવ્ય ને ગુણેય નહીં. રાગનો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, જે કંઇ વિકલ્પ ઊઠે, તેનું કર્તા-કર્મપણું, ષટ્કારકપણું, સ્વતંત્ર તે સમયનું તે સમયનું ક્રમબદ્ધમાં સ્વતંત્ર છે. આહાહા ! રાગનો આત્મા આધાર એમ નહીં, રાગનો આત્મા ને ગુણ આધાર એય નહીં. રાગનો આધાર રાગ, ભગવાન આત્મા તેનો જાણનાર થયો ત્યારે જાણનારની પર્યાયનો આધાર આત્મા એમેય નહીં. વ્યવહારથી એમ કહેવાય. બાકી તો જ્ઞાનની પર્યાય જે જાણવામાં આવી એ પર્યાય જ પોતે કર્તા, કર્મ ને કરણ છે. આહાહા ! સત્ છે ને? પર્યાય સત્ છે ને? સત્ છે તેને હેતુ કોઈ બીજો હોય નહીં. આહાહા! અરે, રાગ ને ષ ને મિથ્યાત્વ પણ સત્ છે, એને પણ કોઈ હેતુ હોઈ નહીં બીજો. આહાહા! આવું વસ્તુનું સ્વરૂપ જ છે.
“ત્યારે વેશ દૂર કરી રંગભૂમિમાંથી નિકળી ગયા,” એટલે આત્મા આત્માપણે થયો, રહ્યો, કર્મ છૂટી ગયાં, “બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે.” ભાંડ, ભાંડ, બહુરૂપી “કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહીં, ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે,” રાગનો વેશ લઇને આવે, જોગીનો વેશ લઇને આવે, ગરીબનો વેશ લઈને આવે, મોટો શેઠનો વેશ લઈને આવે, પણ ઓલાં કળી ત્યે કે આ તો ઓલો ભાંડ આ દરરોજ (આવે છે ) ઈ, “જ્યારે યથાર્થ ઓળખી ત્યે ત્યારે નિજરૂપ પ્રગટ કરી, ચેષ્ટા