Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Catalog link: https://jainqq.org/explore/008309/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ श्री महावीर कुंदकुंद दिगंबर जैन परमागममंदिर www.A+maDharma.com Up Page #2 -------------------------------------------------------------------------- ________________ *************************** XX XX XX XX XX XX XX XX XX XX श्री सीमंधरदेवाय नमः। श्री निज शुद्धात्मने नमः । સમયસાર સિદ્ધિ ભાગ-પ અધ્યાત્મયુગપુરુષ ૫. પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સમયસારજી શાસ્ત્ર ઉપ૨ના ૧૯ મી વખતના કર્તા–કર્મ અધિકા૨ની ગાથા ૯૪ થી ૧૪૪ તથા તેના શ્લોકો ઉ૫૨ થયેલા ૪૨ મંગલમયી પ્રવચનો. : પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન : શ્રી સીમંધ૨ કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ “સ્વરુચિ” સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ – ૩૬૦ ૦૦૫. ટેલી નં. ૦૯૩૭૪૧૦૦૫૦૮ / (૦૨૮૧) ૨૪૭૭૭૨૮/૨૪૭૭૭૨૯ XX XX XX XX XX XX XX XX XX XX XX XX XX XX XX XX XX XX XX XX Page #3 -------------------------------------------------------------------------- ________________ કહાન સંવત ૨૭ , વીર સંવત ૨૫૩૨ વિક્રમ સંવત | ૨૦૧૨ ઈ. સ. ૨૦૦૬ પ્રકાશન - જેઠ સુદ-૫ શ્રુતપંચમીના પવિત્ર દિને તા. ૧-૬-૨૦૦૬ પ્રથમ આવૃત્તિ - ૧૦૦૦ પડતર કિંમત - રૂા.૧૫૦/- મૂલ્ય - રૂા. ૫૦/ પ્રાપ્તિ સ્થાન રાજકોટઃ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ-૩૬૦ ૦૦૧. ટેલી નં. ૨૨૩૧૦૭૩ શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ “સ્વરચિ” સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૫. ટેલી નં. ૦૯૩૭૪૧૦૦૫૦૮ / (૦૨૮૧) ૨૪૭૭૭૨૮ મુંબઈ : શ્રી શાંતિભાઈ ઝવેરી ૮૧, નિલામ્બર, ૩૭, પેડર રોડ, મુંબઈ-૪૦૦૦ર૬. ટેલી નં. ૨૩૫૧૬૬૩૬/૨૩૫૨૪૨૮૨ શ્રી મહેન્દ્રભાઈ મહેતા “સાકેત સાગર કોપ્લેક્ષ, સાંઈબાબા નગર, જે.બી.ખોટ સ્કૂલ પાસે, બોરીવલી (વે) મુંબઈ - ૪૦૦ ૦૯૨ ટેલી નં. ૨૮૦૫૪૦૬૬ – ૦૯૮૨૦૩૨૦૧૫૯ કલકતા : શ્રી પ્રકાશભાઈ શાહ ૨૩/૧, બી. જસ્ટીસ દ્વારકાનાથ રોડ, ખાલસા સ્કૂલ સામે, ભવાનીપુર, કલકતા -૨૦. ટેલી નં. ૨૪૮૫૩૭૨૩ સુરેન્દ્રનગર: ડો.દેવેન્દ્રભાઈ એમ. દોશી જૂના ટ્રોલી સ્ટેશન સામે, દર્શન મેડીકલ સ્ટોર સામે, સુરેન્દ્રનગર ટેલી નં. ૨૩૧૫૬૦ અમદાવાદ: વિનોદભાઈ આર. દોશી ૨૦૫, કહાન કુટીર ફલેટ, દિગંબર જૈન મંદિર સામે, નવરંગપુરા, અમદાવાદ. ટેલી નં. ૨૬૪૨૨૬૭૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ Thanks & our Request Shree Samaysaar Siddhi Part 5 has been kindly donated by Shree Simandhar Kundkund Kahan Aadhyatmik Trust - Rajkot who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) Great care has been taken to ensure this electronic version of Samaysaar Siddhi Part - 5 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસારજી સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમ૨ણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હ્રદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૂત તણે ભાજન ભરી. (અનુષ્ટુપ) કુંદકુંદ ૨ચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ!તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી) અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિશ્વ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવી૨નો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય, જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલશાયકદેવ રીઝે. (અનુષ્ટુપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુકહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ). અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. (શિખરિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞતિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલાસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત્ સત્ જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંત તિલકા). નિત્ય સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી! તને નમું હું. (સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું મનોરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Page #7 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ( પ્રસ્તાવના मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। મહાવિદેહક્ષેત્રમાં સદેહે વિહરમાન ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ પરમદેવાધિદેવ શ્રી સીમંધર ભગવાનની દિવ્ય દેશનાનો અપૂર્વ સંચય કરી ભરતક્ષેત્રમાં લાવનાર સીમંધર લઘુનંદન, જ્ઞાન સામ્રાજ્યના સમ્રાટ, ભરતક્ષેત્રના કળિકાળ સર્વજ્ઞ એટલે કે શુદ્ધાત્મામાં નિરંતર કેલિ કરનાર હાલતાં ચાલતાં સિદ્ધ આચાર્ય શ્રી કુંદકુંદદેવ થયા. જેઓ સંવત ૪૯ માં સદેહે મહાવિદેહક્ષેત્રમાં ૮ દિવસ ગયા હતા. મહાવિદેહક્ષેત્રમાં ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના શ્રીમુખેથી વહેતી શ્રુતામૃતરૂપી જ્ઞાનસરિતાનો તથા શ્રુતકેવળીઓ સાથે થયેલી આધ્યાત્મિક સૂક્ષ્મ ચર્ચાનો અમૂલ્ય ભંડાર સંઘરીને ભરતક્ષેત્રમાં આવી પંચપરમાગમ આદિ આધ્યાત્મિક શાસ્ત્રોની રચના કરી. તેમાંનું એક શ્રી સમયસારજી દ્વિતીય શ્રુતસ્કંઘનું સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર છે. જેમાં શ્રી કુંદકુંદાચાર્યે ૪૧૫ માર્મિક ગાથાઓની રચના કરી છે. આ શાસ્ત્ર સૂક્ષ્મ દૃષ્ટિપ્રધાન ગ્રંથાધિરાજ છે. શ્રી કુંદકુંદાચાર્ય બાદ એક હજાર વર્ષ પછી અધ્યાત્મના અનાહત પ્રવાહની પરિપાટીમાં આ અધ્યાત્મના અમૂલ્ય ખજાનાના ઊંડા હાર્દને સ્વાનુભવગત કરી શ્રી કુંદકુંદદેવના જ્ઞાનહૃદયને ખોલનાર સિદ્ધપદ સાધક મુનિવર સંપદાને આત્મસાત કરી નિજ સ્વરૂપ સાધનાના અલૌકિક અનુભવથી પંચપરમાગમાદિનું સિદ્ધાંત શિરોમણિ શાસ્ત્ર સમયસારજી છે તેની ૪૧૫ ગાથાની ટીકા કરવાનું સૌભાગ્ય તથા તેમાં રહેલા સૂક્ષ્મ ને ગૂઢ રહસ્ય ને તેનો મર્મ અપૂર્વ શૈલીથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે “આત્મખ્યાતિ” નામક ટીકા કરી ખોલ્યો ને તેના ઉપર ૨૭૮ માર્મિક મંગળ કળશો તથા પરિશિષ્ટની રચના કરી. આ શાસ્ત્રનો ભાવાર્થ જયપુર સ્થિત સૂક્ષ્મજ્ઞાન ઉપયોગી પંડિત શ્રી જયચંદજીએ કરેલો છે. વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ પ્રાયે; લોપ થયો હતો. મિથ્યાત્વનો ઘોર અંધકાર છવાયેલો હતો. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો મૃતપ્રાયઃ થયા હતા. પરમાગમો મોજૂદ હોવા છતાં તેના ગૂઢ રહસ્યોને સમજાવનાર કોઈ ન હતું. તેવામાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી વીરપુરુષ અધ્યાત્મમૂર્તિ, અધ્યાત્મસૃષ્ટા, આત્મજ્ઞસંત અધ્યાત્મ યુગપુરુષ, નિષ્કારણ કણાશીલ, ભવોદધિ તારણહાર, ભાવિ તીર્થાધિરાજ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. જેમણે આ આચાર્યોના જ્ઞાનહૃદયમાં સંચિત ગૂઢ રહસ્યોને પોતાના જ્ઞાનવૈભવ દ્વારા શ્રતામૃત રસપાન કરી આચાર્યોની મહામહિમ ગાથાઓમાં ભરેલા અર્થગાંભીર્યને સ્વયંની જ્ઞાનપ્રભા દ્વારા સરળ સુગમ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા. - મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાનના ઘોર તિમિરને નષ્ટ કરવા એક તેજોમય અધ્યાત્મ દીપકનો Page #8 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સુવર્ણમય ઉદય થયો. જેમણે પોતાની દિવ્યામૃત ચૈતન્યરસીલી વાણી દ્વારા શુદ્ધાત્મસિંધુના અસ્મલિત સાતિશય શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો. તેઓશ્રીએ જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિ સ્પષ્ટપણે, અવિરુદ્ધતાપૂર્વક ભવ્યજીવોને ભવતાપવિનાશક પરમશાંતિ પ્રદાયક પ્રવચનગંગા દ્વારા તેઓશ્રી પોતાની સાતિશય વાણીથી રેલાવતા રહ્યા. વિરોધીઓના વિરોધનો પણ જંગલમાં ફરતા કેસરી સિંહની જેમ અધ્યાત્મના કેસરી સિંહ બની નિડરપણે છતાં નિષ્કારણ કરુણાવંત ભાવે સામનો કરી વિરોધીઓ પણ “ભગવાન આત્મા” છે તેવી દૃષ્ટિથી જગતના જીવો સમક્ષ અધ્યાત્મના સૂક્ષ્મ ન્યાયોને પ્રકાશિત કર્યા. શ્રી સમયસારજી શાસ્ત્ર પૂ. ગુરુદેવશ્રીના હાથમાં સંવત ૧૯૭૮ ના ફાગણ માસમાં આવ્યું. આ સમયસારજી હાથમાં આવતાં જ ઝવેરીની પારખુ નજર સમયસારના સૂક્ષ્મ ભાવો ઉપર પડી અને તેમાં દૃષ્ટિ પડતાં, સહજ જ અંતરના ઊંડાણમાંથી કરૂણાશીલ કોમળ હૃદય બોલી ઊઠયું. અરે! આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબદ્ધ કેમ થાય તેનું સંપૂર્ણ રહસ્ય ને શુદ્ધાત્માનો સંપૂર્ણ ખજાનો આ શાસ્ત્રમાં ભરેલો છે. આ શાસ્ત્રનું રહસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગપુરુષ પૂ. કાનજીસ્વામીના હાથમાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમસીમાએ પ્રકાશિત ને પ્રદર્શિત થયું. ૪૫-૪૫ વર્ષ સુધી સુવર્ણપૂરીમાં “સોનગઢ” મુકામે અધ્યાત્મની હેલી નીતરતી ચાલી. પૂ. ગુરુદેવશ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧ (૧૩) વર્ષ સુધી ગુસમંથન કરી જ્ઞાનવૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢયો અને ફરમાવ્યું કેછે સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. સમયસાર તો સિદ્ધાંત શિરોમણિ અદ્વિતીય અજોડ ચક્ષુ ને આંધળાની આંખ છે. છે સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શાસ્ત્ર છે. છે સમયસાર તો કુંદકુંદાચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. ધન્યકાળ ! છે સમયસારની એક એક ગાથા ને આત્મખ્યાતિ ટીકાએ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. એના એક એક પદમાં કેટલી ગંભીરતા, ખોલતાં ખોલતાં પાર ન આવે એવી વાત અંદર છે. છે સમયસાર તો સત્યનું ઉદ્ઘાટન છે. ભારતનું મહારત્ન છે. જે સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અદ્ભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે. છે સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. હજી સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટર્ણ જગતને આપ્યું. સ્વીકાર નાથ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં? છે સમયસાર તો વૈરાગ્યપ્રેરક પરમાર્થ સ્વરૂપને બનાવનાર વીતરાગી વીણા છે. છે સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડ્યા છે અમૃત વહેવરાવ્યા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ III સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી બાપુ! આ તો પ્ર. વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. છે સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સત્તને પ્રસિદ્ધ કરનારી ચીજ છે. ભરતક્ષેત્રમાં સાક્ષાત કેવળજ્ઞાનનો સૂર્ય છે. સમયસારે કેવળીના વિરહ ભૂલાવ્યા છે. છે સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ છે. એક એક ગાથામાં હીરામોતી ટાંકેલા છે. હજી સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું પરમહિતાર્થ શાસ્ત્ર છે. સમયસાર એ તો સાક્ષાત પરમાત્માની દિવ્યધ્વનિ, ત્રણલોકના નાથની આ દિવ્યધ્વનિ છે. આવા અપૂર્વ સમયસારમાંથી પૂ. ગુરુદેવશ્રીએ પોતાના નિજ સમયસારરૂપી શુદ્ધાત્માને અનુભવીને ફરમાવ્યું કે આત્મા આનંદનો પહાડ છે. જ્ઞાયક તો મીઠો મહેરામણ આનંદનો ગંજ ને સુખનો સમુદ્ર છે. ન્યાયોનો ન્યાયાધીશ છે. ધર્મનો ધોધ એવો ધર્મી છે. ધ્રુવ પ્રવાહ છે. જ્ઞાનની ધારા છે. ત્રણ લોકનો નાથ ચૈતન્યવૃક્ષ અમૃતફળ છે. વાસ્તવિક વસ્તુ છે. સદાય વિકલ્પથી વિરામ જ એવો નિર્વિકલ્પ જેનો મહિમા છે એવો ધ્રુવધામ ધુવની ધખતી ધગશ છે. ભગવાન આત્મા ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ છે. ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. અનંત ગુણોનું ગોદામ-શક્તિઓનું સંગ્રહાલય ને સ્વભાવનો સાગર છે. સનાતન દિગંબર મુનિઓએ પરમાત્માની વાણીનો ધોધ ચલાવ્યો છે. જૈનધર્મ સંપ્રદાય વાડો ગચ્છ નથી વસ્તુના સ્વરૂપને જૈન કહે છે. પૂ. ગુરુદેવશ્રીએ શાસ્ત્રના અર્થ કરવાની જે પાંચ પ્રકારની પદ્ધતિ શબ્દાર્થ, મતાર્થ, આગમાર્થ, નયાર્થ ને ભાવાર્થ છે તે અપનાવીને કયાં કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે તેનું યથાર્થ જ્ઞાન આપણને મુમુક્ષુ સમુદાયને કરાવ્યું. આ પ્રવચનગંગામાં ઘણા આત્માર્થીઓ પોતાના નિજ સ્વરૂપને પામ્યા, ઘણા સ્વરૂપની નિકટ આવ્યા ને આ વાણીના ભાવો ગ્રહણ કરીને ઘણા આત્માર્થીઓ જરૂર આત્મદર્શન પામશે જ. તેની નિરંતર અમૃત ઝરતી વાણીમાં જ તેમની અસાધારણ પ્રતિભાનો ખ્યાલ આવે છે. પૂ. ગુરુદેવશ્રી સમયસારમાં ફરમાવે છે કે સમયસાર બે જગ્યાએ છે એક પોતાનો શુદ્ધાત્મા છે તે સમયસાર છે ને ઉત્કૃષ્ટ નિમિત્તપણે સમયસારજી શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્મા બતાવવામાં આવ્યો છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂ. ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે. પૂ. બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂ. ગુરુદેવશ્રી વિશે ફરમાવે છે કે પૂ. ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવંત ગુણોથી ભરેલા છે. તેમણે ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે તે કેમ ભૂલાય ? પૂ. ગુરુદેવશ્રીને Page #10 -------------------------------------------------------------------------- ________________ IV સમયસાર સિદ્ધિ ભાગ-૫ તીર્થકર જેવો ઉદય વર્તે છે. પૂ. ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. પૂ. બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂ. ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો. પૂ. નિહાલચંદ્રજી સોગાની કે જેઓને પૂ. ગુરુદેવશ્રીનું એક જ પ્રવચન સાંભળતા ભવના અભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સોનગઢ સુવર્ણપૂરી મુકામે થઈ. તેઓ ફરમાવે છે કે પૂ. ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. બધી વાતનો ખુલાસો પૂ. ગુરુદેવશ્રીએ તૈયાર કરી આપ્યો છે તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. નહિં તો સાધક હોય તો પણ બધી તૈયારી કરવી પડે. “શ્રી સીમંધર કુંદકુંદ મહાન આધ્યાત્મિક ટ્રસ્ટ” ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણઅર્થે બેન સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે. આ પરિવારને આદરણીય પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશની પ્રેરણા તથા આધ્યાત્મિક મહામંત્રોનું રસપાન થયું હોય આ પરિવાર તેમનો અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશા આ પરિવારને કહેતા કે તમો બધા પૂ. ગુરુદેવશ્રીના ભવભ્રમણનો થાક ઊતારનારા મૂળક્તને સાંભળી ને સમજો. તેઓશ્રી ફરમાવતા કે તને “જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી” તેમ અમે જાણીએ છીએ, હવે તો સ્વીકાર કરી લે. આવા આવા ઘણા મહામંત્રો જેમાં બાર અંગનો સાર ભરેલો છે તેવા મહામંત્રો તથા પૂ. ભાઈશ્રીની અધ્યાત્મની સૂક્ષ્મ સિદ્ધાંતિક સચોટ શૈલીથી જ આ પરિવાર અધ્યાત્મમાં ઓતપ્રોત થયો હોય તેઓશ્રીનો અત્યંત આભારી છે. આવા અપૂર્વ અનુપમ શ્રી સમયસારજી શાસ્ત્રની કર્તા-કર્મ અધિકારની ૯૪ થી ૧૪૪ ગાથા તથા તે ઉપરના શ્લોકો ઉપર પૂ. ગુરુદેવશ્રીના ૧૯ મી વખતના સળંગ પ્રવચનો નં. ૧૮૭ થી ૨૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫માં અક્ષરશઃ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પ્રવચનોમાંના ૧૨ હિન્દી પ્રવચનોને ગુજરાતીમાં ભાષાંતર કરી પ્રકાશિત કરવામાં આવ્યા છે. ભાષાંતર શ્રી દેવશીભાઈ ચાવડા દ્વારા થયેલ છે. તથા પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાં જ્યાં જ્યાં આહાહાશબ્દ છે તે પેરેગ્રાફ પૂરો થયે જ લેવામાં આવેલ છે. પૂ. ગુરુદેવશ્રીએ જાહેરસભામાં સમયસાર ૧૯ વખત વાંચ્યું અને ખાનગીમાં તો સેંકડો વખત વાંચ્યું છે. અને અંદરમાં તો તેમને આમાં કેટલો માલ દેખાણો હશે. કોઈવાર દોઢ વર્ષ કોઈવાર બે વર્ષ કોઈવાર અઢી વર્ષ તેમ ૧૯ વખત ૪૫ વર્ષમાં જાહેરમાં વાંચ્યું છે. આ પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સોનગઢ સુવર્ણપૂરીમાં થયેલી સાધનાના નિચોડરૂપ માખણ છે. જેમ જેમ જ્ઞાનીની જ્ઞાન સ્થિરતા વૃદ્ધિગત્ત થતી જાય છે તેમ તેમ એકને એક Page #11 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગાથાના પ્રવચન પણ ફરી લેવામાં આવે તો નવા નવા ભાવો આવે છે. તેથી જ ૧૮મી વારના પ્રવચનો પ્રકાશિત થયા હોવા છતાં આ અંતિમ પ્રવચનો પ્રકાશિત કરવાનો ભાવ આવેલ છે. ટોટલ ૪૮૭ પ્રવચનો ૧ થી ૧૧ ભાગમાં ક્રમબદ્ધ શૃંખલારૂપે પ્રકાશિત થશે. પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કે પાંચમાં આરાના છેડા સુધી જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામશે તેને આ વીતરાગની વાણી નિમિત્ત થશે. આ વાણી સીધી સીમંધર ભગવાનની વાણી છે. આમાં એક અક્ષર ફરે તો બધું ફરી જાય. આ સમગ્ર પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની સી. ડી. ઉપરથી અક્ષરશઃ ઊતારવામાં આવેલા છે. ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કૌંસ કરી વાક્યો પૂરા કરેલાં છે. ટેઈપ ઉપરથી ઊતરાવવાનું કાર્ય તથા તેને ચેક કરવાનું કાર્ય આત્માર્થી ભાઈશ્રી ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી-સુરેન્દ્રનગર દ્વારા થયેલ છે. તઉપરાંત આત્માર્થી ભાઈ શ્રી હિતેષભાઈ ચોવટીયા(બોરીવલી)એ પણ ટેઈપ ઉપરથી પ્રવચનો ચેક કર્યા છે. ભાષા તથા વ્યાકરણ શુદ્ધિ શ્રી દેવશીભાઈ ચાવડા રાજકોટ દ્વારા થયેલ છે ત્યારબાદ સમગ્ર પ્રવચનો ફરીથી સી. ડી. ઉપરથી સાંભળી ચેક કરી સંપૂર્ણ પ્રૂફરીડિંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા-રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે. તે બદલ સંસ્થા સર્વેનો આભાર માને છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવાર પ્રવચનો સાંભળી લખાણ શુદ્ધિ કરી છે છતાં કોઈપણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ. સમયસાર સિદ્ધિ” ભાગ-૫ના પ્રવચનોનું સમગ્ર કૉપ્યુટરાઈઝડ ટાઈપસેટિંગનું કાર્ય શ્રી નિલેશભાઈ તથા શ્રી દેવાંગભાઈ વારીયા-રાજકોટ દ્વારા તથા પુસ્તક પ્રિન્ટિંગ બાઈડિંગનું સંપૂર્ણ કાર્ય શાર્પ ઓફસેટવાળા શ્રી ધર્મેશભાઈ શાહુ-રાજકોટ દ્વારા તથા કલર પેઈજનું કામ ડોટ એડવાળા શ્રી કમલેશભાઈ સોમપુરા-રાજકોટ દ્વારા થયું હોય સંસ્થા તેમનો આભાર માને છે. પૂ. ગુરુદેવશ્રીએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે. અધ્યાત્મની હેલી વરસાવી મોક્ષના માંડવા રોપ્યા છે. આવા અતિ અપૂર્વ માર્મિક શાસ્ત્રની ગાથાઓના ખૂબ જ સરળ ભાષામાં આચાર્યોના ગૂઢભાવોને રજૂ કરી મુમુક્ષુ જગત ઉપર અપૂર્વ ઉપકાર કર્યો છે. “ભગવાન આત્મા” કહીને પ્રત્યેક જીવને વીતરાગી કરુણાથી સંબોધન કરનાર પૂ. ગુરુદેવશ્રી અમ બાળકોના અનંત અનંત ઉપકારી ધર્મપિતા છે. બસ તેમનો ઉપકાર તો આપણે સૌ તેમણે બતાવેલા શુદ્ધાત્માનું રસપાન કરીને જ વાળી શકીએ. સમયસાર સિદ્ધિ ભાગ-૫ માટે એક મુમુક્ષુ ભાઈ તરફથી સહ્યોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે. આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે. ટ્રસ્ટી શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ રાજકોટ Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા :) પ્રવચન નં. તારીખ ગાથા/કલશ નં. પેઈજ નં. ] ગાથા – ૯૪ ૧૮૭ ૧૮૮ ૦૫/૦૨/૭૯ 09/0૨/૭૯ ગાથા - ૯૫ ૧૦ ૧૯ ૨૦. ૧૮૮ ૦૬/૦૨/૭૯ ૦૭/૦૨/૭૯ ૧૮૯ | ૨૧. ગાથા – ૯૬. ૩ર. ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૦૮/૦૨/૭૯ 0૯/0૨/૭૯ ૧૧/૦૨/૦૯ ૩૩ ૪૩ ૫૩ ગાથા - ૯૭ - ર. ૬૩ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૧/૦૨/૭૯ ૧૨/૦૨/૭૯ ૧૩/૦૨/૭૯ ૬૫ ७४ ૭૬ શ્લોક - પ૭ ૧૯૪ ૧૩/૦૨/૭૯ ૭ શ્લોક - ૫૮ ૮૩ ૧૯૪ ૮૩ ૧૩/૦૨/૭૯ ૧૪/૦૨/૭૯ ૧૯૫ ૮૬ શ્લોક - ૫૯ ૮૯ ૧૯૫ ૧૪/૦૨/૭૯ CO ૯૪ શ્લોક - ૬૦ ૯૫ ૧૯૫ ૧૯૬ ૧૪/૦૨/૭૯ ૧૫/૦૨/૭૯ શ્લોક - ૬૧ ૧૯g ૧૫/૦૨/૭૯ શ્લોક - ૬૨ ૧૯૭ | ૧૬/૦૨/૭૯ ૧૦૩ ૧૦૩ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૧૧ ૧૧૧ ગાથા - ૯૮ ૧૯૭ | ૧૬/૦૨/૭૯ ગાથા - ૯૯ ૧૯૭ | ૧૬/૦૨/૭૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ | ગાથા/કલશ ન. | પ્રવચન નં. તારીખ પેઈજ નં. ] ગાથા - ૧૦૦ ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨OO ૨૦૧ ૧૬/૦૨/૭૯ ૧૭/૦૨/૭૯ ૧૮/૦૨/૭૯ ૧૯/૦૨/૭૯ ૨૧/૦૨/૭૯ ગાથા - ૧૦૧ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૩૨ ૧૪૩ ૧૫૨ ૧૬૨ ૧૬૩ ૧૭૩ ૧૮૩. ૧૯૪. ૧૯૫ ૨૫ 5 9. ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૨/૦૨/૭૯ ૨૩/૦૨/૭૯ ૨૪/૦૨/૭૯ ગાથા - ૧૦૨ ૨૦૫ ૨૫/૦૨/૭૯ ગાથા - ૧૦૩ ૨૦૬ ૨૭/૦૨/૭૯ ૨૦૬ ગાથા - ૧૦૪ ૨૦૬ ૨૭/૦૨/૭૯ ૨૧૧ ૨૧૨ ૨૧૯ ગાથા - ૧૦૫ ૨૦૭ ૨૮/૦૨/૭૯ ગાથા - ૧૦૬ ૨૦૭ ૨૮/૦૨/૭૯ ૨૧૯ ૨૨૮ ૨૨૯ ૨૩૩ ૨૩૩ ગાથા - ૧૦૭ ૨૦૮ ૦૧/૦૩/૭૯ ગાથા - ૧૦૮ ૨૦૮ | ૦૧/૦૩/૭૯ | શ્લોક - ૬૩. ૨૦૯ ૦૨/૦૩/૭૯ ગાથા – ૧૦૯ થી ૧૧૨ ૨૦૯ ૨૧૦ ૦૨/૦૩/૭૯ ૦૩/૦૩/૦૯ ૨૪૩ ૨૪૪. ૨૪૭ ૨૪૭. ૨૪૮ ૨૫૦ ૨૬૧ ૨૬૭ ૨૬૯ ૨૭૪ ૨૭૬ ૨૮૯ ૨૮૯ ૨૧૦ ૦૩/૦૩/૭૯ ગાથા – ૧૧૩ થી ૧૧૫ ગાથા - ૧૧૬ થી ૧૨૦ શ્લોક - ૬૪ ૨૧૧ | ૦૪/૦૩/૭૯ | ૨૧૨ ૦૫/૦૩/૦૯ (2) Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથા/કલશ નં. ગાથા - ૧૨૧ થી ૧૨૫ શ્લોક - ૬૫ ગાથા - ૧૨૬ ગાથા - ૧૨૭ શ્લોક - ૬૬ ગાથા - ૧૨૮ /૧૨૯ શ્લોક - ૬૭ ગાથા - ૧૩૦ /૧૩૧ શ્લોક - ૬૮ ગાથા - ૧૩૨ થી ૧૩૬ ગાથા - ૧૩૭ /૧૩૮ ગાથા - ૧૩૯ /૧૪૦ ગાથા - ૧૪૧ ગાથા - ૧૪૨ પ્રવચન નં. ૨૧૨ ૨૧૩ - ૨૧૩ ૨૧૩ ૨૧૪ ૨૧૪ ૨૧૫ - ૨૧૫ - ૨૧૫ ૨૧૬ ૨૧૬ - ૨૧૬ ૨૧૬ ૨૧૭ - ૨૧૮ ૨૧૮ ૨૧૯ - ૨૧૯ ૨૨૦ (3) તારીખ ૦૫/૦૩/૭૯ ૦૭/૦૩/૭૯ ૦૭/૦૩/૭૯ ૦૭/૦૩/૭૯ ૦૮/૦૩/૭૯ ૦૮/૦૩/૭૯ ૦૯/૦૩/૭૯ ૦૯/૦૩/૭૯ ૦૯/૦૩/૭૯ ૧૦/૦૩/૭૯ ૧૦/૦૩/૭૯ ૧૦/૦૩/૭૯ ૧૦/૦૩/૭૯ ૧૧/૦૩/૭૯ ૧૨/૦૩/૭૯ ૧૨/૦૩/૭૯ ૧૩/૦૩/૭૯ ૧૩/૦૩/૭૯ ૦૭/૦૫/૭૯ પેઈજ નં. ૨૯૧ ૨૯૩ ૩૦૫ ૩૦૫ ૩૦૬ ૩૦૯ ૩૧૦ ૩૧૮ ૩૨૦ ૩૨૧ ૩૩૦ ૩૩૭ ૩૩૭ ૩૩૮ ૩૩૯ ૩૪૩ ૩૪૬ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૩૫૬ ૩૫૬ ૩૫૮ ૩૬૦ ૩૦૩ ૩૭૪ ૩૭૯ ૩૮૦ ૩૮૯ ૩૮૯ ૩૯૫ ૩૯૬ ૪૦૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ | ગાથા/કલશ નં. | પ્રવચન નં. તારીખ પેઈજ નં. શ્લોક - ૬૯ ૨૨૦ ૨૨૧ ૦૭/૦૫/૭૯ ૦૮/૦૫/૭૯ શ્લોક - ૭૦ ૪૭ ४०८ ૪૧૨ ૪૧૩ ૪૧૪. ૪૧૬ ૪૨૩ ૨૨૧ | ૦૮/૦૫/૭૯ - શ્લોક - ૭૧ થી ૮૯ શ્લોક – ૯૦ ૨૨૧ ૦૮/૦૫/૭૯ ૪૨૬ ૨૨૧ ૦૮/૦૫/૭૯ શ્લોક - ૯૧ ૨૨૧ ૦૮/૦૫/૭૯ ગાથા - ૧૪૩ ૨૨૨ O૯/૦૫/૦૯ શ્લોક - ૯૨ ૨૨૩ ૧૦/૦૫/૭૯ ગાથા - ૧૪૪ ૨૨૩ ૨૨૪ ૧૦/૦૫/૭૯ ૧૨/૦૫/૭૯ શ્લોક - ૯૩ ૨૨૪. ૧૨/૦૫/૦૯ બ્લોક – ૯૪ ૨૨૪. ૨૨૫ ૧૨/૦૫/૭૯ ૧૩/૦૫/૦૯ ૪૨૬ ૪૨૯ ૪૨૯ ૪૩૧ ૪૩૨ ૪૪૧ ૪૪૨ ४४४ ૪૪૫ ૪૫૨ ૪૫૪. ૪૫૫ ૪૫૮ ૪૫૯ ૪૬૨ ૪૬૪ ૪૬૫ ४७० ૪૭૧ ૪૭૧ ૪૭૫ ૭૫૫ ૪૮૧ ૪૮૧ ૪૯૦ ૪૯૦ ૪૨ શ્લોક - ૯૫ ૨૨૫ ૨૨૬ ૧૩/૦૫/૦૯ ૧૪/૦૫/૭૯ | શ્લોક - ૯૬ ૨૨૬ ૧૪/૦૫/૭૯ શ્લોક - ૯૭ ૨૨૬ ૧૪/૦૫/૭૯ શ્લોક - ૯૮ ૨૨૭ ૧૫/૦૫/૭૯ શ્લોક - ૯૯ | ૨૨૭ ૨૨૮ ૧૫/૦૫/૭૯ ૧૬/૦૫/૦૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ ॐ परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર २ - કર્તા–કર્મ અધિકા૨ ગાથા - ૯૪ कथमज्ञानात्कर्म प्रभवतीति चेत् तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि कोहोऽहं । कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ।।९४।। त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति क्रोधोऽहम्। कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य ।।९४।। एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परात्मनोरविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपह्नुत्य भाव्यभावकभावापन्नयोश्चेतनाचेतनयोः सामान्याधिकरण्येनानुभवनात्क्रोधोऽहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽयमात्मा क्रोधोऽहमिति भ्रान्त्या सविकारेण चैतन्यपरिणामेन परिणमन् तस्य सविकारचैतन्यपरिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात्। एवमेव च क्रोधपदपरिवर्तनेन मानमायालोभमोहरागद्वेषकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्प्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयान्यनया दिशान्यान्यप्यूह्यानि। હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે ? તેનો ઉત્તર કહે છેઃ ‘હું ક્રોધ ’ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે. ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગાથાર્થ [ત્રિવિધ:] ત્રણ પ્રકારનો [ps:] આ [ ૩૫યો :] ઉપયોગ [મદમ :] “હું ક્રોધ છું એવો [માત્મવિવં] પોતાનો વિકલ્પ [ રોતિ] કરે છે; તેથી [સ:] આત્મા [તસ્ય ઉપયોગ] તે ઉપયોગરૂપ [શાત્મમાવસ્ય] પોતાના ભાવનો [વર્તા] કર્તા [ ભવતિ] થાય છે. ટીકાઃ- ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાનઅવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (-જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, ‘હું ક્રોધ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી ક્રોધ છું' એવી ભ્રાંતિને લીધે જે સવિકાર (વિકારસહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. એવી જ રીતે ક્રોધ” પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. ભાવાર્થ- અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને “હું ક્રોધ છું, હું માન છું' ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. પ્રવચન નં.૧૮૭ ગાથા-૯૪ સોમવાર, મા સુદ-૯, તા. ૫/૨/'૭૯ હવે ૯૪ ગાથા-હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય? કર્મ એટલે રાગદ્વેષ હોં અહીંયા કર્મ એટલે જડને પછી નાખશે પણ અહીંયા તો કર્મ એટલે પુણ્ય ને પાપનો ભાવ, એ દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, તપ એનો જે વિકલ્પ ઉઠે છે, તેને અહીંયા રાગ કહે છે. એ અજ્ઞાનથી રાગ કઈ રીતે ઉત્પન્ન થાય? એટલે કર્મ શબ્દ અહીંયા રાગરૂપી કાર્યની વાત છે, પછી બધા બોલ લેશે, રાગ, દ્વેષ, ક્રોધ માન માયા લોભ, શરીર–વાણી મન બધાં. આહાહા ! શિષ્ય પૂછે છે, પ્રભુ અજ્ઞાનથી રાગદ્વેષની ક્રિયા કઈ રીતે ઉત્પન્ન થાય છે? આવી શિષ્યની જિજ્ઞાસા છે, આહા! કેમ કે રાગ અને દ્વેષ, પુણ્ય ને પાપ તો આત્માની પર્યાયમાં થાય છે. તો એ તો આત્માનું કાર્ય છે, ત્યારે તમે કહો છો કે એ અજ્ઞાનથી ઉત્પન્ન થતું રાગદ્વેષનું કાર્ય છે, તો શી રીતે છે એ? આહાહા ! છે? શિષ્યનો પ્રશ્ન છે હોં માથે, “કથમજ્ઞાનાત્કર્મ પ્રભવતીતિ ચે” સંસ્કૃત છે ઉપર. આહાહા! રાગથી ભિન્ન પડયો ભગવાન આત્મા, એને તો રાગનું કર્મ અને કર્તા (પણું) ઉત્પન્ન થતું નથી, રાગનો કર્તા ને રાગ મારું કાર્ય વ્યવહારરત્નત્રય, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રત આદિનો રાગ, મહાવ્રતનો રાગ, એ રાગનો જ્ઞાની કર્તા થતો નથી, કેમ કે રાગથી ભિન્ન મારી ચીજ છે, એ તો જ્ઞાન ને દર્શનના પરિણામને કરે, રાગને Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૪ કરે એ મારું સ્વરૂપ નથી. આહાહા ! હવે આવી વાત આવે તો વિરોધ કરે કે નહિ ? બેસે નહિ તો શું થાય ? વીતરાગ ૫રમાત્મા જિનેશ્વરદેવ વીતરાગી હતા, અને એમણે કહેલો ધર્મ વીતરાગ પરિણામ છે, એમનો કહેલો ધર્મ વીતરાગ પરિણામ છે, રાગ પરિણામ એ વીતરાગ ધર્મ નથી. આહાહા! તો કહે છે કે, જેને શુભ-અશુભ રાગથી, જેમ ઠંડી-ગરમ અવસ્થા પુદ્ગલની, તેમ પુણ્ય, પાપ ને વ્રત તપનો ભક્તિ આદિનો ભાવ એ પુદ્ગલનો છે, મારો નહિ, મારો હોય તો જુદો પડે નહિ. આહાહા ! એમ ધર્મીને પોતાના આનંદ ને જ્ઞાન સ્વભાવી પ્રભુને રાગના વિકલ્પથી દો જાણતો, જ્ઞાતાદેષ્ટાના પરિણામને કરતો વીતરાગી પરિણતિને કરતો. આહાહાહા... તે રાગનો કર્તા થતો નથી. આવું છે. હીરાભાઈ ! આહા ! શરીરની ક્રિયા તો જડની છે આ, આહા ! કહેશે, એમ લેશે આગળ, હજી તો અહીંયા રાગ ને દ્વેષ, પૂજા ને ભક્તિ, વ્રત ને તપ એને આ કરું એવો વિકલ્પ ઊઠે છે ને, એ રાગ છે અને ખરેખર તે કર્મનું કાર્ય છે. ભગવાન (આત્મ ) દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય પ્રભુ, એની ખાણમાં કોઈ રાગને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી. આહાહાહા ! અતીન્દ્રિય આનંદનો સાગર નાથ, એના અતીન્દ્રિય આનંદમાં કોઈ એવો ગુણ નથી કે દુઃખને ઉત્પન્ન કરે. આહાહા ! રાગ છે એ તો દુઃખ છે, ચાઢે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો હો, પણ રાગ દુ:ખ છે. તો દુઃખ છે એ આત્મા આનંદસ્વરૂપ છે એનું એ કાર્ય કેમ હોય ? આહાહાહા... એ દુઃખ છે એ આનંદનું કાર્ય નહિ. ભગવાન આત્મા તો અતીન્દ્રિય શાંતિ ને આનંદનો સાગર છે ને પ્રભુ ! તેના પરિણામ તો આનંદ ને શાંતિના પરિણામ થાય, તે ભગવાન આત્માના પરિણામ કહેવાય, પણ આ દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, પૂજાનો વિકલ્પ છે એ તો રાગ છે. એ રાગ એના પરિણામ નથી. આહાહાહા ! રાગ થાય તેનો તે જાણનાર દેખના૨ એનો છે એ, પણ રાગરૂપે થના૨ ( નથી ) ધર્મી સમ્યગ્દષ્ટિ પ્રથમ દરજ્જાનો. આહાહાહાહા ! રાગરૂપે થાઉં એવી એ વસ્તુ નથી. સમજાણું કાંઈ ? ધીમેથી સમજવું પ્રભુ આ તો મારગ ઉથલપાથલ છે આખો. હવે કહે છે કે એ તો જ્ઞાનની વાત કરી તમે, એટલે કે આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે અને જે રાગની ક્રિયાથી એ ભિન્ન છે, તેથી ધર્મીનું કાર્ય રાગ નહિ, પણ ધર્મીનું કાર્ય તો રાગને જાણવું એવું જ્ઞાતાદેષ્ટા એનું પરિણામ છે. સમજાણું કાંઈ ? એમ આપે કહ્યું તો પ્રભુ મને પ્રશ્ન છે, કે પુણ્ય ને પાપ વ્રત ને તપનો રાગ એ અજ્ઞાનથી કેમ ઉત્પન્ન થાય છે ? અજ્ઞાનથી એ કાર્ય કઈ રીતે ઉત્પન્ન થાય છે ? આહાહાહા ! અરે, આવો મળે વખત. આહાહાહા ! માંડ માંડ માણસ થયો છું અનંતેકાળે, આહાહાહા ! અને એટલો ક્ષયોપશમ પણ કાંઈ વિચાર કરવાનો છે એને, એમાં આ વિચારમાં ન આવે, તો શું કર્યું એણે ? આહા ! એટલે ? કે રાગના પરિણામથી મારી ચીજ ભિન્ન છે, કેમ કે નવતત્વમાં આ જીવ, અજીવ, પુણ્ય પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ તો દયાદાન, વ્રત, ભક્તિનાં પરિણામ તો પુણ્ય છે, હિંસા જૂઠું ચોરી વિષયભોગ વાસનાના( પરિણામ ) પાપ છે એ બેય તત્વ તો ભિન્ન છે. અજીવ જે કર્મ છે, એ પણ ભિન્ન છે. આહાહા ! હું તો શાયક ચૈતન્ય સ્વરૂપ, સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. આહાહા ! Page #19 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ૪ આવા ધર્મીને, રાગ ને પુણ્યના પરિણામનું કર્તૃત્વ એને હોતું નથી. ત્યારે શિષ્ય પૂછે છે, કે જ્ઞાનના ભાનથી તો રાગનું કર્તવ્ય ઉભું ન થાય, તો અજ્ઞાનથી કેવી રીતે એ રાગ ઉત્પન્ન થાય છે ? સમજાણું કાંઈ ? આ કઈ જાતનો ઉપદેશ આ, ઓલું તો વ્રત કરો ને, અપવાસ કરો ને, ભક્તિ કરો, પૂજા કરો, વર્ષીતપ કરે છે બિચારા બાઈયું બધે, લાખોપતિની દિકરાની વહુઓ પાંચ દશ દશ કરોડપતિની વર્ષીતપ કરે, તો કહે છે કે એ તો રાગ મંદ હોય કદાચિત્ તો એ પુદ્ગલનું કાર્ય છે, તારું નહિ લે ! પુરુષમાં થોડા કરે, બાઈયુંમાં બહુ કરે. આહાહા ! પ્રભુ તો એ તો આપે કહ્યું કે એ બધી વૃતિઓ જે ઉઠે છે રાગની, એનાથી ધર્મી જીવ તો ભિન્ન પોતાના પરિણામને કરે છે, એ રાગના પરિણામને એ કરે નહિ. આહાહાહા ! ભગવાનની ખાણમાં એ રાગને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી, એથી જેને આત્મજ્ઞાન ને આત્મધર્મ થયો, એ તો રાગનો કર્તા ને રાગ કાર્ય એમ થતું નથી. સમજાણું કાંઈ ? આહાહાહા ! તો હવે પૂછે છે, કે આ અજ્ઞાનથી રાગની ઉત્પત્તિ, વિકારની કઈ રીતે છે ? આહા ! એ અજ્ઞાનથી એ રાગ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો વિકલ્પ રાગ, એ અજ્ઞાનથી રાગનું કરવું, કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તેનો ઉત્તર છે. આહાહાહા ! આ તો ભગવાન વીતરાગનો મારગ બાપા. આહાહા ! અરેરે વીંખી નાખ્યો લોકોએ, અને પોતે જે ધર્મી છીએ એમ માનીને બેઠા. આહાહા ! ગાથા ૯૪. तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि कोहोऽहं। कत्ता तस्सुवओगस्सं होदि सो अत्तभावस्स ।। ९४ ।। ‘હું ક્રોધ ’ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે. ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪. પાછો જીવ, માને છે ને એટલે–આહાહા ! ટીકાઃ- ૯૪ની ટીકા, ‘ખરેખર’ છે ને ટીકા, “ખરેખર તો એવું છે કે, આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું” ભગવાન આત્માના અજ્ઞાન ને મિથ્યા (દર્શન) ને અવિરતપણું, એક અજ્ઞાનના ત્રણ પ્રકાર. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ એનું જેને જ્ઞાન નથી, તેનાં અજ્ઞાનમાં, એના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા ત્રણ ભાવ, મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને અવિરતિ પરિણામ. છે ? ખરેખર આ સામાન્યપણે, સંક્ષિપ્તમાં કહીએ તો અજ્ઞાનરૂપ એવું જે એ અજ્ઞાનરૂપ એવું મિથ્યાશ્રદ્ધા, આહાહાહા ! એ રાગ છે એ મારો છે, એ મિથ્યારૂપ શ્રદ્ધા અજ્ઞાનરૂપ છે, એ અજ્ઞાનના ત્રણ પ્રકાર છે. આહાહા ! સ્વરૂપ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાનનો સાગર નાથ (નિજાત્મા ) એના અજ્ઞાનને લીધે, આહાહા... એના સ્વરૂપના ભાન વિના, અજ્ઞાનરૂપ એવું, અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન, મિથ્યાશ્રદ્ધા, એ રાગ તે ધર્મ છે, અને રાગ તે મા૨ો છે, એવું અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન. આહાહા ! આ તો વીતરાગ મારગ છે ભાઈ, વીતરાગ માર્ગમાં રાગ છે એ આત્માનો નહિ, આહા ! એ અજ્ઞાનરૂપ એવી મિથ્યાશ્રદ્ધા, રાગ મારો છે ને રાગ મારું કર્તવ્ય છે, એવી અજ્ઞાનરૂપ મિથ્યાશ્રદ્ધા, અજ્ઞાનરૂપ અજ્ઞાન, અને રાગને જાણવા જ રોકાઈ ગયો પોતાનું સ્વરૂપ ભિન્ન છે તેને ન જાણતાં, અજ્ઞાનરૂપી અજ્ઞાન, રાગ તે એને જાણવા રોકાણો, Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૪ એ મારો છે અને અવિરતિ, એ રાગમાં રોકાઈ ગયો, એ અવિરતિ છે. આહાહા ! એ અવિરતિનાં પરિણામ અજ્ઞાનરૂપ છે. આ તો અધ્યાત્મની ટીકા છે. ત્રણલોકના નાથ, વીતરાગ પરમાત્મા એના મુખે નીકળેલી આ વાત છે પ્રભુ, સંતો જગતને જાહેર કરે છે. શિષ્યનો એમ પ્રશ્ન હતો કે પ્રભુ તમે જ્ઞાતાદેખાના ધર્મી જીવને તો રાગદ્વેષ પુણ્ય પાપની ઉત્પત્તિ કાર્ય એનું નહીં, એમ આપે કહ્યું, ત્યારે અજ્ઞાનથી એ રાગદ્વેષની ઉત્પત્તિ કઈ રીતે છે? સમજાણું કાંઈ? તો કહે છે કે સ્વરૂપના ટૂંકામાં અજ્ઞાનરૂપ, સ્વરૂપના અભાનરૂપ, સ્વરૂપ જે આનંદકંદ પ્રભુ, એના અજ્ઞાનરૂપ એકરૂપ સામાન્ય, એના ત્રણ પ્રકાર, મિથ્યાદર્શન એ રાગ તે મારો, એવી મિથ્યાશ્રદ્ધા એ અજ્ઞાનરૂપ, રાગના જ્ઞાનમાં રોકાઈ ગયો તે અજ્ઞાનરૂપ અજ્ઞાન, અને રાગમાં લીન થયો તે અવિરતિરૂપ, આહાહાહા! અવિરતિ એ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ, છે? વળી ભાષા, છે તો ચૈતન્ય, આહાહા ! એ ત્રણ પ્રકારનું સવિકાર, વિકાર સહિત, ચૈતન્યના પરિણામ, આહાહાહા! તે, એ ત્રણ પ્રકારના જે ચૈતન્યના પરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી. આહાહા ! પોતે ભગવાન આનંદ ને જ્ઞાનસ્વરૂપ, અને રાગ મલિન અને દુઃખરૂપ એ પોતાના ને પરના અવિશેષ, બે એક છે, સામાન્ય છે, ભેદ નથી, એમ દર્શનથી. આહાહા ! એ સવિકારપરિણામ પરના અને પોતાના ખરેખર તો એ પરિણામ પર છે ને પોતાનું સ્વરૂપ ભિન્ન છે, પણ એ પરના ને પોતાના સામાન્ય દર્શનથી, બે એક છે એમ શ્રદ્ધાથી, આહા! ભાષા! અવિશેષ દર્શન અવિશેષ એટલે જુદું પાડતો નથી, સામાન્યપણે બેનું એકપણું છે એમ માને છે. આહાહાહા ! ટીકા બહુ ગંભીર છે. આહાહા! વિતરાગી સંતોની ટીકા છે આ નિમિત્તથી. ટીકા તો ટીકાની છે. આહાહા ! કહે છે, કે અજ્ઞાની પોતાના સવિકાર ચૈતન્ય પરિણામ, એ પર છે ને મારું સ્વરૂપ ભિન્ન છે, એમ ન માનતાં પરના અને પોતાના સામાન્ય દર્શનથી, એ રાગ ને આત્મા બેનું એક (પણું ) છે, એમ શ્રદ્ધાથી, આહાહાહા ! ભારે આકરું કામ. એ રાગ અને આત્માના અવિશેષ જ્ઞાનથી, એકરૂપ જ્ઞાનથી, સામાન્ય જ્ઞાન એકરૂપ છું એમ, રાગ ને હું બેય એક છું એવા અજ્ઞાનથી અને અવિશેષ રતિ. આહાહા!સામાન્ય રતિ એટલે રાગમાં રતિ, રાગમાં પ્રેમનો રસ ચડી ગયો. આહાહા ! એવા સામાન્ય રીતથી, સમસ્ત ભેદને છુપાવીને, આહાહા ! એ વિકારી પરિણામ અને ભગવાન અવિકારી એને બેને છુપાવી, ઢાંકી દઈને, એ મિથ્યાઅજ્ઞાનરૂપ, મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રતિ, રાગમાં લીનતા રતિ, એવો જે વિકારભાવ અને ભગવાન અંદર ભિન્ન ભાવ, તે ભેદને છુપાવી, બેને ઢાંકી દઈ અજ્ઞાની. આહાહા... “ભાવ્યભાવકભાવને પામેલાં” કર્મ જે જડ છે તે ભાવક છે અને એ વિકારી પરિણામ તેનું ભાવ્ય છે. આહા! સમજાણું કાંઈ ? આહાહા ! હવે ઓલા કહે કે નિમિત્તથી થાય છે એમ કહે ને, આંહીંથી. ભાઈ અહીં વાત બીજી છે બાપુ, અહીંયા તો દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય ભગવાન એનું જેને જ્ઞાન નથી, તેથી તે તેના અજ્ઞાનથી રાગના ભાવને પોતાના માને, પોતાનો જાણે, એમાં લીન થાય, એની આંહીં વાત છે. આહાહાહા! “સમસ્ત ભેદને છુપાવીને’ એટલે? કે રાગનો ભાવ ને ભગવાન આત્માનો ભાવ બેને ઢાંકી દઈને, ભાવ્યભાવક ભાવને પામેલા. આહાહા! ભાવક એવું જે પુદ્ગલ કર્મ, એનાથી Page #21 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવ્ય જે પુણ્ય ને પાપનો ભાવ, એવા ભાવ્યભાવક, છે? ભાવ્ય નામ વિકારી પરિણામ, ભાવક તે કર્મ પુગલ એવો જે ભાવ, એને પામેલા ચેતન, અચેતનનું સામાન્ય અધિકરણ. આહાહાહા ! એ પુણ્ય પાપનો આધાર જ હું છું. ચેતન ને અચેતનનું સામાન્ય આધાર ભગવાન આનંદનો આધાર, એમ ભેગો રાગ ને પુણ્યનો પણ આધાર. આહાહા! ભારે આવી વાત. ચેતન અચેતનનું એકરૂપ આધાર, જાણે કે તેમનો એક આધાર હોય, એ વિકારી પરિણામનો આધાર હું, અને કર્મ બે થઈને એનો આધાર હોય, અથવા એ વિકારી પરિણામનો હું જ આધાર છું, એમ માનીને અજ્ઞાની, આહાહા! છે? ચેતન, અચેતનનું એક અધિકરણ, સામાન્ય એટલે આધાર, “એમનો એક આધાર હોય એ રીતે અનુભવન કરવાથી”. આહાહાહા ! ભાવક જે કર્મ છે પુદ્ગલ તેનું ભાવ્ય એ મારા છે એમ અનુભવ કરવાથી, છે ખરેખર તો ભાવક કર્મ તેનું એ વિકારી ભાવક ભાવ્ય પણ એનો આધાર હું છું એમ માનીને, અજ્ઞાની સામાન્ય, એનો આધાર અને અનુભવ કરવાથી, હું ક્રોધ છું, એટલે? કે જે ભગવાન આત્મા શાંત ને અવિકારી સ્વરૂપ છે, તેનાં અજ્ઞાનને લીધે, કર્મના ભાવકથી થયેલો વિકાર ક્રોધ તે હું છું, એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ તે હું છું, એમ અજ્ઞાની ક્રોધ હું છું એમ માને છે, એ અજ્ઞાનીનું કર્મ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આહાહા! આકરું કામ છે. આહાહા ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એ વીતરાગ ભાવથી વાત કરે છે, પ્રભુ તારું સ્વરૂપ વીતરાગ, દ્રવ્ય વીતરાગ, ગુણ વીતરાગ, અને તેની પર્યાય થાય તે વીતરાગ, એ એનું કાર્ય છે. આહાહાહા ! એમ ન જાણતાં ચૈતન્યના વિકારી પરિણામનો પણ આધાર હું, એમ માનીને, એ વિકારનાં પરિણામ સ્વરૂપથી વિરુદ્ધ છે, તેને અહીંયા ક્રોધ કીધો છે. આહાહાહા ! એને સ્વભાવ પ્રત્યે અણગમો થયો છે, અને રાગ પ્રત્યે પ્રેમ થયો છે, તેથી તેને ક્રોધી કહેવામાં આવે છે. અરે ભગવાન, આહાહા ! વીતરાગ સર્વજ્ઞદેવ, એના વિરહ પડ્યા પણ વાણી રહી ગઈ, સમય પ્રાભૂત કહે છે ને આને, સમયનું ભેટશું રહી ગયું. આહાહા! છેલ્લી ગાથા છે ને ભાઈ, સમયસાર ભેટ આપ્યું. આ આત્મામાં ભાઈ જો આ તું છો ને ભાઈ, પ્રભુ તું તો વીતરાગી મૂર્તિ છો ને નાથ ! હું વીતરાગ થયો તે કયાંથી થયો? એ વીતરાગ સ્વરૂપ જ છે પ્રભુ. એમાંથી વીતરાગતા સર્વજ્ઞતા પરમાત્માને થઈ, તો તું વીતરાગી સ્વરૂપ છો ને પ્રભુ. એ વીતરાગી સ્વરૂપના પરિણામ તો વીતરાગી હોય. એ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર છે. સાચાં, એ તો વીતરાગી પરિણામ છે. આહાહા ! પણ એના ભાન વિના, જિન સ્વરૂપી ભગવાન આત્મા, તેના અજ્ઞાનને લીધે, કર્મના ભાવકથી થયેલો વિકારી ભાવ, પુણ્યપાપ તે ભાવ્યનો આધાર તે હું છું, એમ માનીને અજ્ઞાની, ક્રોધ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ, તે હું છું, એમ એ અજ્ઞાની માને છે. અરેરે. આવી વાતું. સમજાય છે? પ્રભુ આત્મા તો શાંત વીતરાગી મૂર્તિ પ્રભુ છે. આત્મા સદાય જિનસ્વરૂપ જ છે અનાદિ, સ્વભાવ હોં. તે સ્વભાવનું કાર્ય છે, એ તો વીતરાગી પરિણામ આવે, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ દ્રવ્યના આશ્રયે કહો, પણ એ વીતરાગી પરિણામ આવે. એ વીતરાગી પરિણામ તે જ્ઞાનીનું કાર્ય ને જ્ઞાની એનો કર્તા. એ ભૂલીને, અજ્ઞાની વીતરાગી મૂર્તિ Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૪ ભગવાન પરમાનંદનો સાગર, તેને ભૂલી તેના અજ્ઞાનથી, રાગના દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામને પોતાના માની, એ કર્મ ભાવકનું ભાવ્ય, (કર્મ)નું ભાવ્ય છે, એને ઠેકાણે મારું કાર્ય છે (એમ માને છે). આહાહાહાહા ! ગાથા બહુ ઊંચી આવી છે. હીરાલાલભાઈ ! બહુ અલૌકિક વાતું બાપા છે. શું કરીએ ? હેં? વીતરાગ ત્રણલોકનો નાથ, જિનેશ્વરદેવ આમ ફરમાવે છે. આહા! સંતો આડતિયા થઈને પ્રભુ કહે છે એમ કહે છે, એને સમાજ માનશે કે નહિ, સમાજમાં વિષમભાવ થાશે કે નહિ? તેની એને દરકાર નથી. મારગ આવો છે. માનો ન માનો સમતોલ રહો ન રહો, આહાહા ! જેણે વીતરાગી પ્રભુને ઓળખ્યો હોય, જાણ્યો હોય, એના પરિણામ રાગ ને પુણ્યપાપનાં એના પરિણામ એનું કાર્ય ન હોય. આહાહાહા ! કહો પંડિતજી! આવી વાત છે. આમાં કોઈ પંડિતાઈ ને સંસ્કૃત વ્યાકરણની કાંઈ જરૂર નથી એમ કહે છે. કેમ પંડિતજી? સંસ્કૃતમાં પ્રોફેસર છે પણ નરમ માણસ છે ને! આવી ગયા ઝુકાઈ ગયા, આવો મારગ છે પ્રભુ. આહાહા ! ન્યાયથી તો કહેવાય છે પ્રભુ. આહાહા ! શું કહ્યું? કે ખરેખર તો કર્મને આધારે પુણ્ય પાપનો ભાવ્ય થાય છે. એને ઠેકાણે અજ્ઞાની સ્વરૂપનો અજાણ, એ વિકારનો ભાવ્ય એનો હું આધાર છું, આહાહાહા!ચીમનભાઈ ! ઝીણું પડે આવું મુંબઈમાં, આહાહા ! પ્રભુ અનંત આનંદનો સાગર છે ને અંદર. આહાહાહા ! અતીન્દ્રિય અનંત જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ, આ ઈન્દ્રિયમાં સુખ માન્યું એ તો કલ્પનાનું દુઃખ છે. એ દુઃખની દશા કોઈ (આત્મા) કરે એવો કોઈ ગુણ નથી, એમાં તો આનંદગુણ છે. આહાહાહા ! એવા અતીન્દ્રિય આનંદના ગુણનો ભરેલો ભગવાન તેના અજ્ઞાનને લીધે, એ પુણ્ય ને પાપના રાગના ભાવને, મારે આધારે થયા છે એમ અજ્ઞાની માને છે. પ્રભુ તું તો આનંદ ને જ્ઞાન છો ને તારે આધારે આ કેમ થાય? સમજાણું કાંઈ ? આહા ! ભગવાન બિરાજે છે દેહમાં પ્રભુ બધા, એ શેષ શરીર બરીરને ન જુઓ એ તો જડ માટી ધૂળ છે, કર્મને ન જાઓ એ અજીવ ભિન્ન છે, એ અંદર પુણ્ય પાપના ભાવને ન જાઓ એ વિકારી પરિણામ એ આત્માનું સ્વરૂપ નથી. આહાહાહા... પણ એ આત્માના સ્વરૂપના અજાણ જીવો અનાદિથી ભગવાન પોતે બિરાજે છે અંદર, જિન સ્વરૂપી આત્મા ! એનું જ્ઞાન ન કરીને, તેનું લક્ષ ન કરીને, તેનું ધ્યાન ન કરીને, એવા શુદ્ધ સ્વરૂપના અજ્ઞાનથી એ શુભ-અશુભ રાગનું કામ, એનો હું આધાર છું, એમ માનીને એ ક્રોધનો કર્તા થાય અને ક્રોધ મારું કાર્ય છે, એમ માને. આહા ! આવી વાતું એકેએકમાં ફેર. ઓલો તો કહે, ભગવાને આમ કર્યું, ભગવાને આમ કર્યું, શું નથી એ સ્તુતિમાં આવતું? સ્તુતિ આવે છે ને પહેલી, પાંચ દશ મિનિટ સ્તુતિ બોલે છે “મા હણો, મા હણો જીવને એવો ભગવાનનો, ઉપદેશને સ્તુતિમાં પહેલું બોલે ને પછી વ્યાખ્યાન શરૂ કરે, અમેય કરતાને પહેલાં, આહાહા ! અરેરે કોણ હણે ને કોણ જીવાડે પરને? અને આ લોકોએ વળી એ શબ્દ કાઢયો છે હમણાં અંગ્રેજીનું “જીવો અને જીવવા દો” જીવો (ને) જીવવા દો. અરે કોણ જીવવા દે? અરે ભગવાન! તારું જીવન જીવવા દો એ તો પ્રભુ જીવતર શક્તિનું કાર્ય છે. આનંદ ને શાંતિના પરિણામ થાય એ જીવનનું જીવન કાર્ય છે, “એ જીવે જીવો” અને જેને રાગ ને પુષ્ય ને પાપના Page #23 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવને પોતાના માન્યા છે, એણે પોતાના જીવનને મારી નાખ્યું, અનંત જ્ઞાન ને અનંત આનંદ ને અનંત શાંતિ ને અનંત પ્રભુતા, એથી ભરેલો ભગવાન આત્મા, એને રાગનું કાર્ય આધાર હું છું, એમ માનનાર એવા જીવતરની શક્તિને એણે હણી નાખી. આહાહાહા ! આ કઈ જાતનું? બાપુ! બધી ખબર છે ભાઈ, દુનિયાની-આહા! વીતરાગ મારગ કોઈ અલૌકિક છે, અને એ વીતરાગ સિવાય કયાંય કોઈ અન્યમતમાં, આ વાત છે જ નહિ કયાંય. આહાહાહા! અત્યારે તો સંપ્રદાયમાં એ વાત રહી નથી, તો અન્યમાં તો કયાં હોય? આહાહાહા ! બહુ ગાથા ઊંચી. આહા ! કહે છે કે ચેતન ને અચેતનનું આ, ખરેખર તો રાગાદિ અચેતન છે. એ જાણે ચેતન એનો આધાર હોય ? આહાહા ! સમજાય છે કાંઈ? આહાહા ! ભગવાન ચૈતન્ય સ્વરૂપ એના વીતરાગી પરિણામ થાય તેનો આધાર ભગવાન આત્મા! પણ એને એમ ન માનતાં, એ રાગના પરિણામનો ખરેખર આધાર તો અચેતન છે, એ રાગના પરિણામનો હું આધાર છું એમ માનીને, રાગનું અભિમાન કરે છે, એ સ્વભાવ પ્રત્યે ક્રોધ કરે છે. આહા! દયાના પરિણામ છે એ રાગ છે, એ કર્મ ભાવકનું ભાવ્ય છે, ભગવાન આત્મામાં એ ભાવ્ય નહિ, છતાં અજ્ઞાનપણે એ ભાવકનું ભાવ્ય તે હું છું, એટલે કે વિકારી પરિણામ તે હું છું, એટલે કે સ્વભાવ પ્રત્યેનો વિરોધ કરીને, ક્રોધ તે હું છું. રાગને ક્રોધ ગયો અહીંયા, આહાહાહા... ભાષા તો પ્રભુ સાદી છે, ભાવ તો બહુ ગંભીર છે. આહાહા! અરેરે વીતરાગ મારગમાં જન્મીને, જૈનમાં જન્મીને જૈનનું શું સ્વરૂપ છે, એની ખબરું ન મળે. આહા! કહો રસિકભાઈ, આવી વાતું છે. આત્મા તો વીતરાગ સ્વભાવનો પિંડ છે, જિન કહો કે–વીતરાગપિંડ કહો, એમાં રાગનો હું આધાર છું એ વીતરાગ સ્વભાવના અજ્ઞાનને લઈને. આહાહા! જિન સ્વરૂપી પ્રભુ અનંત અનંત વીતરાગી શક્તિનો પિંડ પ્રભુ છે, અંતરમાં જ્ઞાનેય વીતરાગી, દર્શન વીતરાગી, શાંતિ વીતરાગી, સ્વચ્છતા વીતરાગી અનંત શક્તિઓ જે ગુણ છે એ બધા વીતરાગી સ્વભાવે છે એ બધાં, આહા! એવા ભગવાનના સ્વભાવને ન જાણતો, એના અજ્ઞાનને લઈ, એનો અનાદર કરી અને કર્મના નિમિત્તે ભાવકથી થતો વિકારી ભાવ રાગ, એ ભાવ્યનો આધાર હું છું, એમ માનીને સ્વભાવ પ્રત્યે વિરોધ ને ક્રોધ કરે છે. આહાહા.. સમજાણું? છે? આહાહા ! એનો અનુભવ કરવાથી રાગ છે તે હું છું અને રાગનો આધાર તે હું છું, એમ રાગનો અનુભવ કરવાથી, હું ક્રોધ છું, આહાહાહા.. ક્રોધ ને માન તે દ્રષનાં બે ભાગ છે, અને રાગના બે ભાગ માયા ને લોભ છે, શું કહ્યું? વૈષ છે એના બે ભાગ, ક્રોધ અને માન, રાગના બે ભાગ માયા ને લોભ. આહીં કહે છે કે ક્રોધ દ્વેષનો ભાગ છે, એટલે આત્મા જે શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે, તેના અજ્ઞાનને લઈને તેને દૈષનો ભાવ ઉત્પન્ન થયો છે આત્મા પ્રત્યે. આહાહાહા ! આનંદઘનજીમાં એ કહ્યું છે ને? “ઢષ અરોચક ભાવ” શુદ્ધ ચૈતન્યઘન ભગવાન પૂર્ણાનંદથી ભરેલો, પૂર્ણજ્ઞાનથી ભરેલો, પૂર્ણ વિતરાગથી ભરેલો, પૂર્ણ સ્વચ્છતાથી, પ્રભુતાથી ભરેલો ભગવાન એની અરુચી એ વૈષ છે, વાતું બહુ ફેર હોં! બાબુભાઈ? છે ભાઈ મારગ તો આ છે બાપા, આહાહા! શું એની શૈલી? શું સંતોની કથનીની સરળતાની વીતરાગતાથી વિરુદ્ધ ભાવ એને કઈ રીતે વર્ણવ્યો, ચીતર્યો. આહાહા ! Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૪ હું ક્રોધ છું, એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. જોયું? પાછું એવો પોતાનો, એ જાણે હું છું એમ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. આહાહા ! મિથ્યાષ્ટિ જીવ, અજ્ઞાની જીવ કહો કે મિથ્યાષ્ટિ કહો, ભગવાન પૂર્ણાનંદના નાથને (નિજાત્માને) નહિ જાણતો, એનાં ઉપર પડદો મારતો અજ્ઞાનથી, એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ આદિનાં ભાવ, તે કર્મનું ભાવ્ય છે, કર્મને આધારે થયેલ છે, એને ઠેકાણે અજ્ઞાની કહે કે એ મારે આધારે થયેલ છે, એમ માનીને તે ક્રોધનો વિકલ્પ કરે છે કે હું ક્રોધ છું. આહાહાહા! નવો માણસ ત અજાણ્યો હોય અને સંપ્રદાયનો આગ્રહી હોય, હવે શું માંડી છે આ તે, ભગવાન ! (શ્રોતા – ધર્મ કરવાની રીત જ આપે બદલી નાખી) બદલી નાખી. જુઓને ! ન્યાયથી તુલના કરશો કે નહીં ? વાણીયા વેપાર કરે ત્યાં ચોપડામાં તપાસે છે કે નહિ, કે આપણે કેટલું લેણું દેણું, કેટલું પહોર પેદાશ હતી, એમાં આ વધ્યા કેટલા પૈસા? કે ખોટ થઈ ગઈ કેટલી? એનો મેળ કરતા નથી દશેરાના દિ' દિવાળીને, એમ આંહી કહે છે કે ખોટનો ધંધો કરે ને માને લાભનો, એ વિકારી પરિણામનો આધાર હું એ ખોટનો ધંધો. મિથ્યાદેષ્ટિ એ ક્રોધ ને વિકારને પોતાનો માને છે. આહાહા ! સમજાણું કાંઈ? કહો હીરાલાલભાઈ ! આવી વાત આવી ગઈ સરખી. બરાબર આવ્યા ને ઠીક થયું આ. આહાહા ! એ તો (હાથનો ) કટકો તો નહિ પણ આખું શરીર જીવનું નહિ એમ કહે. એ તો નહિ પણ અંદર રાગ થાય એય જીવનો નહિ. આહાહા ! પ્રભુ તારા જનમમરણના રસ્તા મૂકાવાના કોઈ અલૌકિક છે. આહાહાહા... વીતરાગ પરમાત્મા ત્રિલોકનાથનો પોકાર છે આ, દિવ્ય ધ્વનિનો પોકાર છે પ્રભુનો, પ્રભુ તું તો પૂર્ણાનંદનો નાથ વીતરાગ સ્વરૂપી છો ને! એવા સ્વભાવના અજાણને લઈને, એનાથી વિરુદ્ધ જે રાગાદિ ભાવ, એ મારો છે એવો તું વિકલ્પ કરે છે પ્રભુ તું મિથ્યા શ્રદ્ધામાં દોરાઈ ગયો છે. આહાહાહા ! આહા! પ્રભુ તું દુ:ખના પંથે દોરાઈ ગયો. સમજાય છે કાંઈ? આનંદનો કંદ પ્રભુ અંદરમાં છે. આહાહાહા ! અતીન્દ્રિય આનંદનો સાગર એમાં જાવું જોઈએ અને આનંદની દશા પ્રગટ થવી જોઈએ, એ સુખનો પંથ છે. એને ભૂલીને એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ રાગ, એનો હું આધાર અને એ મારું કાર્ય, પ્રભુ તું દુઃખને પંથે દોરાઈ ગયો. ચેતનજી! આવું છે. માનો ન માનો દુનિયા એને કોઈ સને, સંખ્યાની જરૂર નથી કે ઝાઝા માને તો સત્ સાચું ને, એમ કાંઈ છે? બાબુભાઈ? બાબુભાઈ બરોબર તાકડે આવ્યા છે સરખા. આવું છે બાપા. આહા... પ્રભુ એકવાર સાંભળ તો ખરો, વીતરાગના વહેણલા તો સાંભળ, કહે છે. આહાહા ! વીતરાગ આમ કહે છે, કે તું એ રાગ થાય તે માટે આધારે થાય, તો તેં તારા આત્માના સ્વભાવને વિકારી માન્યો, હું? અને એનો સ્વભાવ તો નિર્વિકારી પવિત્ર છે પ્રભુનો સ્વભાવ તો. આહાહાહા ! એવા વિકારી પરિણામ તેનો હું આધાર છું. આહા! એવો વિકલ્પ ઉત્પન્ન કરે છે વિકલ્પ વૃત્તિ ઉત્પન્ન કરે છે મિથ્યાશ્રદ્ધાની, તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે, તેથી હું રાગનો પ્રેમી છું, સ્વભાવનો પ્રેમી નહિ, “એવી ભ્રાંતિને લીધે, સવિકાર પરિણામ, એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો” આહાહાહા ! પાછા લીધા એના પરિણામ માન્યું છે ને એણે? એવા ચૈતન્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરિણામે પરિણમતો થકો, આહાહાહા !!વિકારી પરિણામને ચૈતન્યનાં છે એમ માનીને પરિણમતો થકો, આહાહાહા ! શું ટીકા ગજબ છે. એક ગાથામાં ચૌદ પૂર્વ ને બાર અંગનો સાર ભરી ધે છે. એ સંતોની શૈલી તો જુઓ, સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. સમજાણું ? ચૈતન્ય પરિણામે પરિણમતો એટલે કે વિકાર મારા છે એમ પરિણમતો એમ, “એ ચૈતન્ય પરિણામે પરિણમતો આ આત્મા તે સવિકારી ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો અજ્ઞાની કર્તા થાય છે” વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં. ૧૮૮ ગાથા-૯૪ મંગળવાર, મહા સુદ-૧૦, તા.૬/૨/૦૯ “ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ” આત્માનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે, તેના ભાન વિના અજ્ઞાનરૂપ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ મિથ્યાશ્રદ્ધા, રાગ એ મારો રાગ છે, પુણ્ય છે એ ધર્મ છે એવી જે મિથ્યાશ્રદ્ધા, સ્વરૂપના અજ્ઞાનને લઇને, એ મિથ્યાશ્રદ્ધાને કરે છે, મિથ્યાજ્ઞાન અને અવિરતિ, એ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ છે ચૈતન્યના પરિણામ પણ સવિકાર છે. વિપરિત સ્વભાવથી વિરુદ્ધ એવા સવિકાર પરિણામ “તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી” પોતે આનંદ, આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે અને આ રાગાદિ વિકાર દુઃખરૂપ છે. બેનું એકરૂપ માનવાથી અવિશેષ એટલે બેનું સામાન્ય માનવાથી, આહાહા ! ઝીણું બહુ. અવિશેષ દર્શનથી, આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ અને આ રાગ અને પુણ્ય-પાપના ભાવ-તે વિકાર પરિણામ એ બેની ભિન્નતાને ન જાણતો એનું સામાન્યરૂપ બેય તે એક છે, એમ સામાન્યપણે દેખતો, સામાન્યપણે જ્ઞાનથી જાણતો અને સામાન્યપણે રતિથી એ રાગમાં લીનતા કરતો સ્વભાવનું અજ્ઞાન છે તેથી રાગમાં લીનતા કરતો “સમસ્ત ભેદને છુપાવીને” ચૈતન્ય ભગવાન આનંદ ને જ્ઞાનમૂર્તિ અને રાગાદિ વિકાર બેયને ભેદ છે એને છુપાવીને બેય જુદા છે તેને ઢાંકી દઇને. આહાહાહા! “ભાવ્ય ભાવકને પામેલા' એટલે કે કર્મ છે જડ તે ભાવક છે, ભાવનો કરનાર અને વિકારી પરિણામ એ ભાવકનું ભાવ્ય છે, ઝીણું છે બહુ ભાઈ ! કર્મ એ ભાવક છે, ભાવનો કરનાર એનું ભાવ્ય પુણ્ય-પાપના ભાવ તે તેનું ભાવકનું ભાવ્ય છે. આહાહા!“એ ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અચેતનનું ચેતન જ્ઞાનસ્વરૂપ અને રાગદ્વેષઆદિ પુણ્યપાપ એ અચેતન સ્વરૂપ “બ” નું સામાન્ય અધિકરણ “બે” નો આધાર તે હું છું. આહાહા ! એ પુણ્ય ને પાપનાં ભાવ તેનો હું આધાર છું, મારાથી થયા છે, એમ અજ્ઞાનીને વિકાર ને અવિકારી ભગવાન ભેદજ્ઞાનના અભાવથી “બે” નો આધાર હું છું. એમ માનીને, આહાહા ! ઝીણી વાત આવી છે. અધિકરણથી જાણે છે. જાણે કે તેમનો એક આધાર હોય, એ વિકારનો હું જ આધાર હોઊં એમ અજ્ઞાની માને છે. આહાહા! એ દયા-દાન-વ્રત-ભક્તિ પૂજાનો ભાવ થાય તે વિકાર છે. અને ભગવાન આત્મા તો અવિકારી ચૈતન્ય શુદ્ધ છે, બેની ભિન્નતાને ન જાણતો. એ રાગ ને વિકારનો આધાર હું છું. છે? જાણે કે તેમનો એક આધાર હું છું. હું જ એ વિકારનો આધાર છું. એમ અજ્ઞાની અનાદિથી Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૪ વિકારને, “અનુભવન કરવાથી” એ વિકાર છે પુણ્યપાપનો ભાવ તેનો અનુભવ કરવાથી “હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે” એટલે? કે ચૈતન્ય જ્ઞાયક આનંદ સ્વભાવ તેનાથી વિરુદ્ધભાવ જે રાગ તેને અહીંયા ક્રોધ કીધો છે, કેમ કે સ્વભાવની રુચિથી વિરુદ્ધ છે. અરુચિ, સ્વભાવની અરુચિ છે અને રાગની રુચિ છે તેથી તેને ક્રોધ કીધો છે. આહાહા ! આવી વાત છે. શું કીધું ઈ ? (ફરમાવો). ભગવાન આત્મા ચૈતન્ય આનંદ ને વીતરાગ મૂર્તિ, એનાથી વિરુદ્ધ જે રાગ ચાહે તો દયાદાનનો હોય કે વ્રતતપ આદિનો, પણ રાગની જેને રુચિ છે, તેને સ્વભાવની અરુચિ, સ્વભાવ પ્રત્યે તેને ક્રોધ છે. આહાહા ! આવું સ્વરૂપ હવે, તેને ક્રોધ હું છું એમ માને છે, એટલે? કે ભગવાન ચૈતન્ય સ્વભાવ નિત્યાનંદ પ્રભુ, એની રુચિ છોડીને, જેને રાગની રુચિ છે, તેને સ્વભાવ પ્રત્યે અરુચિ છે, તેથી તેને સ્વભાવથી વિરુદ્ધ એવો રાગ તેને અહીંયા ક્રોધ કહેવામાં આવ્યો છે. શશીભાઈ ? આવું છે બાપુ બહુ, આહાહા! “હું ક્રોધ છું એટલે કે હું આત્મા આનંદ છું, જ્ઞાન છું, એને ભૂલીને આત્માના સ્વભાવથી વિરુદ્ધ જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ તે રાગની જેને રુચિ છે તેને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે, તેથી તે ક્રોધ હું છું એમ માને છે. આહાહાહા ! સમજાય છે કાંઇ? ભાષા તો સાદી પ્રભુ મારગ તો કોઇ, આહા! એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે” એવો પોતે શુદ્ધ ચૈતન્યઘન આનંદ હોવા છતાં, તેની રૂચિ ને તેનો આશ્રય નથી તેથી તે રાગની રુચિને પોતાનો વિકલ્પ કરે છે કે એ રાગ મારો છે. આહાહા! આવું સમજવું, સાંભળવું કઠણ પડે, મારગ આવો છે ભાઈ ! (શ્રોતા- એટલી પ્રતિકૂળતા આવે તો ય સમતા ભાવ રાખે ) કોણ? અહીં તો અજ્ઞાનની વાત છે ને? અજ્ઞાનની આંહીં તો વાત છે. અજ્ઞાનમાં ચૈતન્ય જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ અને એનાથી વિરુદ્ધ ભાવ જે રાગ એની રૂચિ છે જેને, તેને જ્ઞાયક ભાવ પ્રત્યે અરુચિ છે. તેને અહીંયા ક્રોધ કહેવામાં આવે છે. અહીં જ્ઞાનીની વાત નથી. (શ્રોતા દ્રવ્યલિંગી મુનિ ક્ષમા કરે છે) દ્રવ્યલિંગી ક્ષમા કરતો જ નથી, એને રાગ આવે છે, તેનો પ્રેમ છે તેથી તે ક્રોધી છે જીવ પ્રત્યે, આકરી વાત છે. આહાહા! ભાઈ ! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, એ જ્ઞાયક સ્વરૂપ જાણક દેખન સ્વભાવ સ્વરૂપ પ્રભુ તેની રાગથી ભિન્ન પડીને રુચિ નથી, એનું જ્ઞાન નથી. તેથી તે રાગને ને આત્માને બેને એક માની અને હું ક્રોધી છું એટલે હું વિકાર કરનારો છું, મારો સ્વભાવ છે એનાથી વિરુદ્ધ ભાવ તે જ હું છું, એમ માનનારો સ્વભાવ પ્રત્યે અનાદર કરી અને વિકારનો કર્તા અને ક્રોધ છું, એમ માને છે. આવી વાત છે પ્રભુ, મુશ્કેલી છે આખી એવો પોતાનો આત્મ વિકલ્પ કરે છે, “તેથી હું ક્રોધ છું” અહીં સુધી તો આવ્યું તું. આહાહા ! હું આનંદ છું, જ્ઞાયક છું, વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે તેની દૃષ્ટિના અભાવે તેના અવલંબનના અભાવે તેનો સ્વભાવનો સ્વીકાર નહિ ને અસ્વીકારને કારણે તેને જે સ્વભાવથી વિરુદ્ધ રાગ, તે હું છું એ હું ક્રોધ છું “એવી ભ્રાંતિને લીધે” ભ્રાંતિને લીધે, ભગવાન આત્મા ક્રોધ છે નહિ, આહાહાહા ! સમજાય છે કાંઈ? - હું ક્રોધ છું, એવી ભ્રાંતિને લીધે “સવિકાર, વિકાર સહિત એવા ચૈતન્ય-પરિણામે પરિણમતો થકો” જોયું છે તો પાછા એના, સવિકાર પરિણામ મારા એમ માને છે ને? તેથી ચૈતન્યપરિણામે પરિણમતો થકો એમ. એ વિકારી પરિણામ ચૈતન્યનાં છે–એમ ચૈતન્યપરિણામે પરિણમતો Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ થકો, આવું છે હવે એ વાંચવું કઠણ પડે. આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ આ આત્મા તે વિકાર જે છે પુણ્ય પાપનો ભાવ એવા ચૈતન્યપરિણામ પોતાના ભાવનો કર્તા થાય છે. અજ્ઞાની તે વિકાર પરિણામનો કર્તા થાય છે. કહો ચીમનભાઈ કહો સમજાય છે ને આમાં? હવે આવો ઉપદેશ હવે આવી કઈ જાતની આ વાત? બાપુ એ ભગવાનના ઘરની વાતું આવી છે. આહા ! ભગવાન આત્મા તો ચૈતન્યબિંબ, જિનબિંબ વીતરાગ મૂર્તિ પ્રભુ છે, અત્યારે હોં, એનો જેને રાગથી એ વીતરાગભાવ જાદો છે, એવું જેને જ્ઞાન નથી, એ અજ્ઞાની એ રાગના પરિણામને વિતરાગ સ્વભાવ છે, એના ઉપર દૃષ્ટિ નથી. -વીતરાગપણું છે મારું તે એને ખબર નથી, તેથી તે વીતરાગ સ્વભાવથી વિરુદ્ધ રાગ એ મારા પરિણામ છે ચૈતન્યના, એમ કરીને ચૈતન્ય પરિણામનો એટલે વિકારનો કર્તા થાય છે. સમજાણું કાંઇ? આહાહા ! આવી વાતું. એ સવિકાર ચૈતન્યપરિણામરૂપ, પાછા એણે માન્યું છે ને કે આ વિકાર પરિણામ મારા છે. તેથી વિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે, એ વિકારી પરિણામ મારા છે એ ચૈતન્યનું પરિણમન છે, એમ માનીને તે ભાવનો, વિકારનો કર્તા થાય છે. ઝીણી બહુ વાત ગાથા ભાઈ, હીરાલાલજી! આવી વાત છે. અરેરે ! કયાં દુનિયા! એવી જ રીતે ક્રોધ' પદ પલટાવીને “માન હું છું હું માન હું માનું છું, હું માની છું, પ્રભુ આત્મા તો માનથી ભિન્ન છે, એની જેને ખબર નથી, તેને કર્મના ભાવકનું ભાવ્ય જે પોતાની પરિણતિ, તેમાં એ “હું માનું છું” એમ એ માને છે. હું ક્રોધ છું એમ માન્યું, એમ હું માનું છું એમ માન્યું, અજ્ઞાનભાવે મિથ્યાષ્ટિ(એ). હું પૈસાવાળો છું એમ એ કે દિ' માનશે? ઈ આવશે, આગળ હમણાં સોળ બોલ આવે છે ને? હું માનું છું, હું માયા છું, કપટ, કેમ કે વસ્તુ જે છે, એ વિકારી પરિણામથી ભિન્ન ભગવાન છે, એની એને ખબર નથી અજ્ઞાનીને મિથ્યાદેષ્ટિને, તેથી તે માયાના પરિણામ ચૈતન્યના પરિણામ છે, તેથી હું માયા છું, એમ એ માને છે. શશીભાઈ ! આવું છે. ભાષા તો સાદી પણ ભાવ તો ભાઈ જે છે ઈ છે. આહાહાહા ! “લોભ” છું, લોભ થાય ને? ચૈતન્યના પરિણામમાં ભાવક કર્મ છે તેનું એ ભાવ્ય છે, છતાંય ચૈતન્યની ખબર નથી એટલે એ પરિણામ મારા છે, એમ માનીને લોભ હું છું એમ માને છે. આહાહાહા !નિર્લોભ આનંદકંદ પ્રભુ હું છું એની એને ખબર નથી. આહાહા! ક્રોધથી રહિત આનંદકંદ ક્ષમા સ્વરૂપનો પિંડ પ્રભુ છે, એની ખબર નથી, તેથી તે ક્રોધનાં પરિણામપણે પરિણમતો ક્રોધ હું છું, એમ માનથી ભિન્ન ભગવાન નિર્માન આનંદકંદ છે, તેની ખબરું નથી, તેથી તેના વિરુદ્ધનું માન જે ખરેખર તો કર્મનું ભાવકનું ભાગ્ય છે પણ એ ચૈતન્યના પરિણામ છે એમ માની ને હું માનું છું, એમ માને છે. આહાહાહા ! કહો મંગળભાઈ ! આવું ઝીણું છે.-એમ “લોભ', એમ “મોહ” આંહીં ભાઈ, આ મોહ છે એ મિથ્યાત્વ, આવ્યો છે અહીં તો. જ્ઞાનીને જે મોટુ આવે છે એ ચારિત્રમોહ છે, આ મિથ્યાત્વ છે, શું કહેવાય છે? જે કાંઇ રાગાદિ થયો એ મારા છે એવો જે મિથ્યાત્વભાવ જે ચૈતન્યના સ્વભાવથી વિરુદ્ધભાવ, એ મોહ મિથ્યાત્વ તે હું છું એમ એ માને છે, એ ચૈતન્યના પરિણામમાં મિથ્યા શ્રદ્ધા મોહ, તે હું છું. (એમ માને છે). સમજાણું કાંઇ? આવું, આવો મારગ હવે હું મોહ છું, હું રાગ છું, દયા દાનનો Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૪ ૧૩ ઉત્પન્ન થયેલો ભાવ, રાગ તે રાગથી ભગવાન ભિન્ન છે તેનું ભાન નથી, તેથી ‘બે’ ને એક માનીને, ચૈતન્ય સ્વભાવ અને રાગ, ‘બે’ ને એક માનીને રાગનો આધાર ઉત્પન્ન કરનારો હું છું, તેથી હું રાગ છું એમ અજ્ઞાની માને છે. આહાહાહા ! હું ‘દ્વેષ’ છું, અણગમો જે અંદર ઉત્પન્ન થાય, એનાથી પ્રભુ ભિન્ન છે. ચૈતન્ય ભગવાન જ્ઞાયકભાવ, એની ભિન્નતાનું ભાન નથી અજ્ઞાનીને, તેથી તે અજ્ઞાની કર્મના ભાવકરૂપી ભાવ્ય દ્વેષ તેનાં પરિણામે પરિણમતો ચૈતન્યનું એ પરિણામ છે એમ પરિણમતો તે, હું દ્વેષ છું એમ એ માને છે. આહાહા ! આટલી શરતું નાખીને વાત હાલે છે, પંડિતજી ? હું ‘ કર્મ ’ છું. હવે આવ્યું જડ. આ તો વિકા૨ી પરિણામ હતા, હું આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છું, એવી જેને ખબર નથી તેથી તેનું હોવાપણું છે એવું કયાંક માનવું તો પડશે, આવો જે સચ્ચિદાનંદ પ્રભુ હોવાપણે છે, એ હોવાપણાની એને ખબર નથી. તેથી તે કર્મ હું છું એમ એ માને એનું અસ્તિત્વ ત્યાં માને છે. આહાહા ! સમજાણું કાંઇ ? ‘કર્મ’ કર્મ હું છું, એ આઠ કર્મ એ હું છું. એ તો અજીવ છે, પણ જીવ તેનાથી ભિન્ન આનંદસ્વરૂપ પ્રભુ ! એને નહિ ખબર હોવાથી એ કર્મ પણ મારાથી ઉત્પન્ન થયું જડ, કર્મનો આધાર હું છું. આહાહા ! આવું સાંભળવા મળે મુશ્કેલ, વાણીયાને નવરાશ ન મળે, સત્ય ને અસત્યનો નિર્ણય કરવો. આહાહાહા ! આવા વખત કયારે મળે ભાઈ ? માંડ માણસ થયો. એમાંય એને કાંઇક વિચારશક્તિ પણ છે, પણ એ વિચારશક્તિ કયાં ગોઠવવી એની ખબર નથી. આહાહાહા ! એ અંદર રાગને આદિ ભાવ થાય કર્મ, પોતે જુદી ચીજ છે તેની એને ખબર નથી, તેથી તેનું હોવાપણું કર્મ હું છું એમ એ માને છે. આહા ! ‘નોકર્મ’ મન, વચન ને કાયા એ તો બાહ્ય નિમિત્તો એ હું છું, આ હું છું ભગવાન ચિદાનંદ જ્ઞાતા, એની ખબર નથી તેથી તે નોકર્મ આ બીજી ચીજો છે ને ? સ્ત્રી કુટુંબ પરિવાર આદિ નોકર્મ છે બધાં, એ હું છું. અને એનો આધાર હું છું, મા૨ે લઇને એ બધા ટકયા છે. હું એનો નભાવ કરું છું, સ્ત્રીનો, કુટુંબનો પરિવા૨નો એ બધા ચીજો મારી છે. અને મારે આધા૨ે રહેલી છે, તેથી તે હું છું, એમ કહે છે. સમજાણું કાંઇ ? આહાહા! ‘મન’ અહીં મન છે, જેમ આ વાણી છે, જેમ આ આંખનો કોડો આદિ છે એમ આંહીં મન છે, આઠ પાંખડીનું ખીલેલું કમળ હોય, એવું અનંતા ૫૨માણુનું બનેલું આંહીં ( હૃદય પાસે ) મન છે, જે આત્મા વિચાર કરે ત્યારે એને નિમિત્ત એ છે, એ મન છે તે હું છું. કેમકે મન વિનાની ચીજ છે તેની ખબર નથી. આહાહા ! મનથી ભિન્ન ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, અણાકુળ આનંદનો કંદ પ્રભુ એની જેને ખબર નથી, એની જેને સાવધાની નથી, એને એમ કહે છે કે હું તો આ મન છું. આહાહા ! મનને લઇને હું રહેલો છું અને મન છે તે મારે આધારે રહ્યું છે, અહીં છાતીમાં અનંત રજકણની આઠ પાંખડીને આકારે કમળ એવું અહીં હૃદયમાં વિચારમાં નિમિત્ત. આહાહા... એ ‘મન’ એ હું છું, કેમ કે મનથી રહિત ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ જેની નજરમાં આવ્યો નથી. જેની પૂર્ણ હૈયાતીનો સ્વીકાર નથી એની હૈયાતી ક્યાંક તો એને માનવી પડશે. એટલે કહે છે કે હું તો ‘મન’ છું, અને મનનાં પરિણામ મનની દશાનો કર્તા હું છું, આવું હવે સાંભળવું, Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઓલું કેવું સહેલું હતું ૨ખડવાનું, દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો તપ, કાંઈ સમજવું એ દુકાનથી આવે નવરો એટલે સહેલું સટ હતું રખડવાનું. ( શ્રોતાઃ- આપે એકલાએ જુદું પાડયું ) હૈં ? છે કે નહિ પણ એમાં ? મનના પરમાણુંઓ છે એનાથી ભગવાન અંદર ભિન્ન છે. ચૈતન્ય જ્યોત, મહા ચૈતન્ય હિરલો, એવા હીરાની જેને મનથી કિંમત જુદી નથી તે એમ માને છે કે હું તો મન છું. આહાહા ! એમ હું ‘વાણી' છું, વચન આ ભાષા હું છું, કારણકે ભાષાથી ભિન્ન જાણનારો ાદો છે, તેની ખબરું નથી એથી ક્યાંક પોતાનું હોવાપણું તો માનવું પડશે, હૈયાતિવાળી ચીજ પ્રભુ આનંદ પ્રભુ સચ્ચિદાનંદ આત્મા સિદ્ધ સ્વરૂપી પ્રભુ આત્મા “સિદ્ધ સમાન સદા પદમેરો” એ સિદ્ધ સ્વરૂપી પ્રભુ અંદર છે, એની હૈયાતી–મોજુદગીની ખબર નથી તેથી તેની મોજુદગી ક્યાંક માનશે, તો વાણી હું કરું છું, વાણી મારી છે, મારી વાણી મીઠી બહુ. આહાહા ! પ્રભુ એ વાણી તો જડ છે ને પ્રભુ ! એ જડ તો જડથી ઉત્પન્ન થયેલી છે. ત્યારે આ કહે છે કે વાણી મારાથી ઉત્પન્ન થયેલી છે. વાણીનો હું આધાર છું, આમાંથી કેમ વાણી નીકળતી નથી, આમાંથી કાગળમાંથી, ઘડીયાળમાંથી કેમ વાણી નથી નીકળતી ? આમાંથી કેમ નથી નીકળતી ? વાણી મારા આધારે નીકળે છે. આમ અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ અનાદિથી વાણીનો આધા૨ હું ને વાણી હું એમ માને છે. આહાહા ! ‘કાયા’ આ કાયા, આ કાયા, શરીર તે હું છું એ શરીર મારું છે, કેમ કે શ૨ી૨થી ભિન્ન અશરીરી પ્રભુ એની એને ખબરું નથી, એનું એને જ્ઞાન નથી, એની તૈયાતિ કેવી છે તેની ખબરું નથી તેથી તે કાયા મારી છે, એમ અજ્ઞાની શરીરને પોતાનું માને છે. આહા ! અને એ શરીરનો આધાર હું છું જુઓ આ તો જુઓ આ ગળું આમ છે આત્મા નીકળી જાય; ગળું આમ થઈ જાય. માટે એનો આધાર હું છું એમ અજ્ઞાની માને છે. ખરેખર ત્યાં ગળું ગળાને આધારે આંહીં છે, આત્માના આધારે નથી. ( શ્રોતાઃ- યોગીન્દુદેવે તન મંદિરમાં દેવ કહ્યો છે ને ? ) દેવ છે, આંહીં છે ભિન્ન જુદો, તનથી જુદો પણ મંદિર નહિ, જુદો. આહાહા ! તન મંદિરમાં ભિન્ન, આ તો તન, તન તે હું, હું શ૨ી૨ને હલાવી શકું, શ૨ી૨થી કામ લઇ શકું, સગવડતાથી કામ લઉં, કોઇ ચીજને ઝાલવી હોય તો હું આમ ઝાલી શકું, આ છોડવી હોય તો આમ છોડી દઉં, એ શ૨ી૨ની ક્રિયા મારી છે, એમ અજ્ઞાની માને છે. આહાહાહા ! '' આ તો અધિકાર આવે ત્યારે વર્ણન થાય ને ? કાયા હું છું ‘શ્રોત્ર’ કાન, કાન. કાન હું છું, કેમ કે કાન છે તો મને જણાય છે, શબ્દો જણાય છે. કાન છે તો શબ્દો જણાય છે, માટે કાન હું છું. આહાહા ! આવું છે. આ તો જડ છે, કાન તો માટી જડ છે. તેનાથી જણાતું નથી “જાણના૨ જાણના૨થી જાણે છે” પણ એને એવું થઇ ગયું કે આ ઇન્દ્રિયથી હું જાણું છું, આ જડ નથી એમ કહે એ તો મારી ઇન્દ્રિય છે. આહાહાહા ! ‘શ્રોત્ર’. ‘ચક્ષુ’ આ આંખુ (આંખ્યુ ) આ ડોળા ને આ હું છું, કારણકે એના વિના હું જાણી શકું ? તેનાથી હું જાણું છું, માટે એ મારી ચીજ છે એમ અજ્ઞાની માને છે. આ તો માટી છે, આ ડોળાડોળા આ તો પુદ્ગલ માટી જડ છે. “જાણનારો તો અંદર જુદો છે, એ આનાથી જાણતો નથી, જાણનારો જ્ઞાનથી જાણે છે” પણ એની એને ખબર નથી, તેથી આ ચક્ષુ તે હું છું, મારી આંખ બહુ તેજવાળી છે, મારી આંખ ઝાંખી પડી ગઇ છે, એમ કહે છે. આહાહા ! મારી આંખમાં શું Page #30 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૪ ૧૫ કહેવાય ઓલું, મોતીઓ આવે છે, મારી આંખમાં મોતીઓ આવે છે મારી આંખ લાલચોળ થઈ ગઈ છે, આ ક્રોધ આવે ને? જરી ક્રોધ આવે ઓલો, પણ એ તો જડ છે. એ લાલચોળ થઇ છે એ જડ થઇ છે. તેં કરી નથી. પણ એ આંખ તે હું છું, એ આંખ વિનાનો ભગવાન છે અંદર ચૈતન્યસ્વરૂપ, એની હૈયાતીની મોજુદગીની હૈયાતીની ખબર નથી, તેથી તે આંખ તે હું છું એમ માને છે ઈ. આંખનો આધાર હું છું તેથી આંખ છે, એમ આંખને પોતાની માને છે. “ઘાણ” નાક, નાક આ, નાક તે હું છું. કેમ કે નાક દ્વારા હું સુગંધ લઈ શકું છું, નાક દ્વારા દુર્ગધ લઈ શકું છું, માટે એ ચીજ મારી છે, પણ ભગવાન અંદર જાણનારો પોતે ભિન્ન છે એની એને ખબરું નહિ મિથ્યાદર્શનમાં. આહાહા! એને લઇને એમ કહે છે કે હું તો મારું નાક બહુ તેજવાળું છે, બહુ સુગંધ છેટેથી હોય તો ય હું જાણી શકું, સુગંધ લઈ શકું છું એમ નાકને પોતાનું માને આ તો જડ માટી ધૂળ છે. ભગવાન તો અંદર ભિન્ન છે. આવી વાતું છે. રસન” આ જીભ-જીભ, જીભ વડે હું, ખાંડ, ગોળ એ ચાખું છું, માટે એ જીભ એ મારી છે, મારી જીભ બહુ તેજવાળી છે, એકદમ સ્વાદને જાણી શકે છે. આહાહા ! ખાટું ખારું શું છે એને એકદમ ખ્યાલમાં લઇ શકે છે, એ જીભનો સ્વાદ એ જીભ મારી છે. આહાહાહા ! આવું સાંભળવાનું (એ) રસન. સ્પર્શ” આ સ્પર્શ, સ્પર્શ ઇન્દ્રિય આ સ્પર્શવડે કરીને હું વિષય લઇ શકું છું આ સ્પર્શ એ મારી ચીજ છે, એ વડે હું સ્પર્શનું ઇન્દ્રિયનું વિષયભોગ લઈ શકું છું. પણ એ સ્પર્શ ઇન્દ્રિય જડ છે, ભગવાન એનાથી ચૈતન્યજ્યોત સ્વપરપ્રકાશક ન્યારો છે, એની જેને ખબરું નથી, એ સ્પર્શને લઇને હું આ ઠંડું, ઉનું જાણી શકું છું, આ બરફ ઠંડો, અગ્નિ ગરમ, શરીર સુવાળું, આનું કર્કશ, એ બધું આને લઇને જાણું છું માટે સ્પર્શ હું છું, એમ માનનારા સ્પર્શને પોતાનું માને છે. અને આ સ્પર્શ ઇન્દ્રિય જેમ આમ હાલે આમ થાય, તો એ મારે લઇને થાય છે, એનો આધાર હું છું. આહાહાહા ! આ હોઠ હુલે આદિ, ઇન્દ્રિયું આદિ છે એ કઠણ થાય, એ બધું મેં કર્યું છે એને કઠણ, આહાહા... એ કઠણ ઇન્દ્રિય થાય એ તો જડની પર્યાયથી જડ થાય છે. એને મારાથી આ થાય છે એમ માનનાર એ સ્પર્શને પોતાનું માને છે. - ઝીણાં કોયડા આ ભાઈ ! ભગવાનના જિનેશ્વરદેવ કેવળી પરમાત્મા, એની વાતું બહુ ઝીણી ભાઈ. આહાહા ! એ સ્પર્શના સોળ સૂત્રો કહેવા, સોળ થયા ને? વ્યાખ્યાનરૂપ કરવા, એને આ રીતે સ્પષ્ટ કરવું અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા, સોળ તો કીધાં પણ કોઇપણ ગુણગુણીનો ભેદનો વિકલ્પ ઊઠે રાગ, એ પણ હું છું એમ માનનારો મિથ્યાષ્ટિ અજ્ઞાની માને છે. આહાહા ! વિગેરે ! વિગેરે ! આવું છે. અરે! ભેદ પાડવાનાં ટાણાં મળ્યાં પ્રભુ! એમાં તું એકપણાને માનીને બેસીને કયાં જઇશ ભાઈ ! આવું મનુષ્યપણું ભગવાનની વાણી, ત્રણ લોકનાનાથનો દિવ્યધ્વનિ કાને પડે તને પ્રભુ. આહાહાહા ! એ સમયે તું ભેદ નહિ કર, રાગ ને શરીર ને ઇન્દ્રિયોથી પ્રભુ કે દિ' તું માનીશ ત્યારે આહા.. આવા ટાણે, ઓહોહો. આચાર્યોએ, દિગંબર સંતોએ કામ કર્યા છે, એ વાણી પણ મેં કરી નથી, એમ કહે છે. ટીકાના શબ્દો જડથી થયા છે. આ આવે છે ને છેલ્લો, છેલ્લો શ્લોક આવે છે. આહાહા ! એ ટીકા થઇ. ભાવાર્થ-“અજ્ઞાનરૂપ એટલે? મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ચૈતન્યપરિણામ” અજ્ઞાન એટલે નથી ભાન એવું જે અજ્ઞાન, એટલે? મિથ્યાશ્રદ્ધા, એ ક્રોધ આદિ હું છું, ઇન્દ્રિય હું છું, શરીર હું છું એવી મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, પોતાનું જ્ઞાન ભૂલીને સંશય આદિ વિપર્યાસ આદિ કરે, “અવિરતિરૂપ” વિકાર એ ત્રણ પ્રકારનું “સવિકાર” વિકાર સહિત ચૈતન્યપરિણામ જોયું? “તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને ” બહુ ટૂંકું કહ્યું, પોતે ભગવાન આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ, અને એ સવિકાર પરિણામ ભિન્ન છે, એમ પરનો ભેદ નહિ જાણીને, “હું ક્રોધ છું હું માનું ” ઇત્યાદિ બધા બોલ લઇ લેવા “તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે” કયાંક કયાંક કર્તાપણું તો માનવું જોઇશે કે નહિ? પોતે આત્મા ભગવાન તો શુદ્ધ આનંદના પરિણામનો કર્તા છે, હવે એ શુદ્ધ ચૈતન્ય પ્રભુ તો નજરમાં આવ્યો નહિ, એટલે આનો, વિકારી પરિણામ મારા એમ માનીને તેનો કર્તા થાય છે. આહાહાહા ! “અજ્ઞાની અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ” એ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, રાગ વિકાર પરિણામ “એ અજ્ઞાનરૂપ ભાવ તેનું કાર્ય થાય છે” કર્મ નામ કાર્ય. આ જડનું કાર્ય ને એની વાત નહીં, હવે આંહીં. ફક્ત મિથ્યાશ્રદ્ધાથી, મિથ્યાજ્ઞાનથી રાગાદિને પોતાનો માનતો ચૈતન્યનાં પરિણામ છે એમ માનતો તેનો તે અજ્ઞાની કર્તા, વિકારી પરિણામનો કર્તા થાય છે. આહાહાહા ! હવે આંહીં કયાં પહોંચવું, પરમાત્મા જિનેશ્વરદેવ વીતરાગ, એ આમ કહેતા દિવ્યધ્વનિ દ્વારા, એ સંતો સાંભળી આવ્યા, પ્રભુ પાસે, અને હતા તો અનુભવી છતાં સાંભળીને આવ્યા ને પછી આ શાસ્ત્ર બનાવ્યા, ભાઈ પ્રભુ તો આમ કહે છે. આહાહા ! ઘરનો ધણી કયાંક બહાર જાય બે ચાર દિવસ કે મહિનો બધા પૂછે કે શું લઇને આવ્યા? બાઇડી પૂછે કે મારા માટે સાડલો લાવ્યા કે નહિ? છોકરા પૂછે કે મારા સાટું ઓલી પેન, પેનને પૂછે એ લાવ્યા કે નહિ, છોડી પૂછે કે મારા સાટું કંઇક ઊંચા ઉનનું ઓઢવાનું ઓઢણું લાવ્યા કે નહિ. અહીં પ્રભુને મુનિને કોઈ પૂછે પ્રભુ આપ ગયા'તા ને ત્યાં? શું લાવ્યા? કે આ લાવ્યા. આહાહાહા! અત્યારે તો આ આકરું પડે ભારી. એક ક્રમબદ્ધની વ્યાખ્યા આવી છે ભાઈ એમાં, કાલ એક વિદ્યાસાગર છે ને સાધુ છે દિગંબર એને ક્રમ પરિણમનની વ્યાખ્યા આપી છે. એક આપણે ક્રમબદ્ધનું ભાઈ લખે છે, હુકમીચંદ છે એ તો બહુ સરસ લખશે, થોડું બાકી રાખ્યું છે જાણીને, ઓલાં વિદ્યાસાગર છે જાવાન માણસ છે. ૩૩ મું વર્ષ ચાલે છે, આચાર્ય પદ આપ્યું એના ગુરુએ એને લખ્યું ક્રમ પરિણામ હોય છે, ક્રમ સહિત પરિણામ હોય ક્રમબદ્ધ, પણ બધું પરિણામ, પરિણામ, પરિણામ પણ પરિણામ થાય છે તો ઇ કોના આધારે ને કોણ છે એ? એની દૃષ્ટિની તો એમાં મૂકી નથી વાત, ક્રમબદ્ધ પરિણામ થાય, ક્રમબદ્ધ પરિણામ, ક્રમ પરિણામ, “બદ્ધ” નથી લખ્યું બિલકુલ ક્રમ પરિણામ થાય, જે સમયે જે થવાનાં તે થાય, માટે એ તમે રાગ થાય તેની આકુળતા નથી પણ રાગ થયો એને, પણ ખરેખર તો એ થાય છે એમ જેને નક્કી થાય, એની દષ્ટિ ભગવાન ઉપર જાય, જ્ઞાયક સ્વભાવ ઉપર જાય, ત્યારે તેને સમ્યગ્દર્શન થાય, ત્યારે તેનો રાગનો અભાવ થાય. ચેતનજી ! રાતે સાંભળ્યું ને? એમાં ફેર છે થોડો મૂળ-મૂળ ફેર છે, પણ હવે ઠીક એટલું બહાર આવ્યું છે એટલે ચર્ચાશે, ચર્ચાશે એટલું કે આ સોનગઢવાળા જ ક્રમ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ ગાથા-૯૪ પરિણામ કહે છે, ક્રમબદ્ધ સમયે સમયે જે થવાના એ થાય એમ માન્યું છે બધાએ ત્યાં નીકળ્યો તમારામાંથી, જુઓ. આહાહા! આ રીતે કોક કોક છે માનનારા પણ બિચારા બહાર, જુદા પડવું... એક ગોંડલ સંઘાડામાં એક નવીનઋષિ નવીનચંદ્રજી છે ગોંડલના નવીનચંદ્રજી છે એને આ માને છે. બોટાદમાં મળ્યા'તા, હું દિશાએ જઉં ને ત્યાં પગે લાગવા આવે. એનામાં બોટાદ સંઘાડામાં અત્યારે મોટો ઇ છે, છે જુવાન, દીક્ષા તો વીસેક વર્ષની હશે. પણ એને અહીંયા આ વાત બેઠી તે હું દિશાએ જઉ ત્યાં આવે અને હું તો ગયો હોઉં દિશાએ એ તો પૂછે જોડે મહારાજને પૂછે મહારાજ કયાં છે મારે દર્શન કરવા છે. હું આવું ત્યારે મહારાજ ! આપનો ઉપકાર મને બહુ છે પણ વાડા મૂકીને જાવું નીકળવું (મુક્કલ.) એવું સાંભળ્યું છે કે એને એ સંપ્રદાય છોડી દીધો છે. એ ભળી ગયા લીંબડીમાં, આમાં ભળ્યા કારણકે એ લાઇન ફેર છે, ફેર છે. બોટાદવાળાએ માન્ય નો રાખ્યા હોય એને, એટલે એવું સાંભળ્યું તું આંહીં કયાંક છે ચોમાસું હતું. મળ્યા'તા દરરોજ મળે ત્યાં બહાર દરરોજ, ત્યારે કહે મહારાજ ઉપકાર છે તમારો મને તો, પણ હું કાંઇ કહું નહીં. આપણે કાંઈ કહેવાય નહિ એ, આપણે સાંભળી લઇએ પણ તમે છોડો કે ન છોડો તો આપણે અહીં કાંઇ નહિ. એક દેરાવાસી સાધુ છે કચ્છમાં એને આ વાંચીને એમ થયું કે, ઓહો... મારગ તો આ છે, એને બિચારાને નામ તો કંઇક છે કચ્છમાં છે એમ કોક કોક કયાંક મધ્યસ્થ હોય ને? આગ્રહ છોડીને આ વાંચે તો એને એમ થાય કે, ઓહો... મારગ તો આ છે, આપણે સાંભળ્યો નહોતો અને ગુરુ પાસે નહોતો માટે મારગ ખોટો છે એમ નથી. પણ છોડાય નહિ, જાવું ક્યાં આહાહા! આંહીં આવે તો અમે રાખીએ નહિ. આંહીં કયાં રાખે અહીં કોણ રાખે? અહિ પાંજરાપોળ છે, કે એને ખવરાવે કોણ, રાખે કોણ, એક સ્થાનકવાસી સાધુ આવ્યો'તો જુવાન મૂકીને બધું અહીં રહેવું છે મારે, આવ્યો, કીધું ભાઈ અહીં કયાંય સ્થાન નથી. અહીં કયાંય અમારે સૌ માણસો એની જવાબદારીએ રહે છે ને એના ખર્ચે રહે છે. અમે કોઇને રાખીએ ને કયાંય તમને મકાન મળે ને આંહીં નહિ, અહીં કોઈ જવાબદારી આંહીં કોઈ છે જ નહિ આંહીં. અમારી પાસે કાંઈ કરવાનું છે જ નહિ, અહીં ઉપદેશ સિવાય કાંઈ વાત નથી. સવારે આવ્યો ને સાંજે વયો ગયો પછી, આવ્યો'તો ને સ્થાનકવાસી સાધુ મારવાડી હતો, હેં? કરે કોણ આંહીં. ઉપાધિ કોણ કરે આંહીં. કોણ આ લોકો કરે છે અને કોઇને કીધું નથી આ મકાન કે પુસ્તક (બનાવો) કે “ફલાણું અમે કોઇને કીધું નથી. પુસ્તકો બાવીસ લાખ છપાણા મેં કીધું નથી. એક આ બેનનું પુસ્તક જે હાથમાં આવ્યું, ત્યારે મેં કીધું રામજીભાઈને, ભાઈ આ લાખ છપાવો કીધું બસ એટલું. એ લગભગ પચાસ સાંઇઠ સિત્તેર હજાર છપાઇ ગયા. પચીસ હજાર તો ત્યાં છપાવાના છે હમણાં જયંતિ ઉપર મુંબઈ. (શ્રોતા. આવા લોકોને સાધન ન હોય ત્યારે કયાં જાય) પણ કયાં જાય અને એ માથે લઇએ કોઇનું? આંઠી આંહીં સાધુ આવી ગયા'તા એક શ્વેતાંબર રામવિજયની વિરુદ્ધના ચોમાસુ રહી ગયા'તા હૈ? શું નામ, કુમુદવિજય બે કાણાં ચોમાસું રહી ગયા. તો આંહી સાંભળવા આવે સવારે ખાનગી અંદર કહ્યું એમણે મને મહારાજ મારગ તો સાચો છે આ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અમારે શું કરવું? એમ કે તમે કાંઇક કહો છોડવું એમ, ભાઈ અમે કોઇને કહેતા નથી છોડવું કે મૂકવું કાંઇક તમને છોડીને આંહીં રાખવા. અમે ક્યાંય કોઇને, અમારું કામ નથી. આ ફક્ત ઉપદેશનું આવે છે તે આપીએ બીજું કાંઈ નહિ, તમે અહીંયા રહો ને તમને રાખીએ ને તમને અહીં મદદ આપવી એ આંહીં કાંઈ ન મળે. બે વાર કહ્યું અંદર, વાત સાચી બધી પણ હવે કરવું શું અમારે? મેં કીધું ભાઈ તમારી જવાબદારીએ તમે (રહો) આંહીં કાંઇ, ઘણાં એમ કહે છે. હમણાં સાધુ દિગંબર છે, ભવ્યસાગર અહીં આવવાનું ઘણું પાંચ દશ વરસથી ( વિચારે છે) મારગ તમે કહો છો એ સાચો છે, આ વાત હતી નહિ બસો વર્ષમાં, દિગંબરના સાધુ છે. વીસ વર્ષની દીક્ષા દિગંબર કવિ છે. શીધ્ર, નીકળ્યા છે. ગિરનારને હવે આંહીં અમારા ઉપર લખ્યું કે, એક બે શબ્દ તો લખો કે હું આવું. પણ અહીં ઇ કાંઇ છે કે કયાંય. એ ગિરનાર નીકળ્યા છે આવશે કદાચ, પણ એણે ત્યાં સુધી કહ્યું કે એક આશ્રમ બનાવો કે જેથી અમારા જેવા રહે, આંહીં કોણ બનાવે ઉપાધિ કોણ આંહીં તે કરે એને બનાવવું ને એને પાછા સાચવવા પૈસા ને કોકને કહેવું, આંહીં તે કંઇ નવરા છીએ, અહીંયા બનવાનું હોય એમ બનશે ને રહેવાનું હોય એ રહેશે. આહાહા ! નીકળ્યા છે ગીરનાર-માટે શું થાય ભાઈ ! આહાહા.. મારગ તો આ છે, પરમાત્માના ઘરની વાત છે ભાઈ ! ચાલતી પ્રથાથી તદ્ન જુદી છે તેથી કરીને બેસવું કઠણ એ આંહીં કહે છે. આહાહાહા! અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કાર્ય છે” જોયું? અજ્ઞાની રાગ અને પુણ્ય પાપના ભાવથી પ્રભુ ભિન્ન છે એમ ન જાણતાં તે રાગનો આધાર હું છું એમ ચૈતન્યના પરિણામે, રાગે પરિણમતો અજ્ઞાની રાગનો કર્તા થઇ અને એ રાગ મારું કાર્ય છે એમ માને છે. આહાહા! એ ૯૪ થઈ. આહા.. હા! હેય-ઉપાદેય અને ત્યાગ-ગ્રહણ-બે એક જ છે. જુઓ ! ૪૯-ગાથામાં નીચે ફૂટનોટ છે-“પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. “પોતાને કથંચિત્ વિભાવ૫ર્યાયો વિદ્યમાન છે' એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે “વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવેક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે. (-જાણવાની અપેક્ષાથી), “તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે” એવી વિવેક્ષાથી નહીં. વ્યવહારનયના વિષયનો આશ્રય-આલંબન-વલણ-સન્મુખતા–ભાવના તો છોડવા યોગ્ય જ છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. સમજાય છે કાંઈ? (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૫૪, નિયમસાર ગાથા-૫૦) | Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૫ * . ગાથા-૯૫ ) ** ) तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि धम्मादी। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स।।९५ ।। त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति धर्मादिकम्। कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।।९५।। एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परस्परमविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपहत्य ज्ञेयज्ञायकभावापन्नयोः परात्मनोः समानाधिकरण्येनानुभवनाद्धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोडहं पुद्गलोडहं जीवान्तरमहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽयमात्मा धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोऽहं पुद्गलोऽहं जीवान्तरमहमिति भ्रान्त्या सोपाधिना चैतन्यपरिणामेन परिणमन तस्य सोपाधिचैतन्यपरिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात्। હવે એ જ વાતને વિશેષ કહે છે હુંધર્મ આદિ' વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૫. ગાથાર્થ-[ ત્રિવિધ:]ત્રણ પ્રકારનો[N:][૩૫યો 1:3ઉપયોગ[ ધર્માલિમ્] હું ધર્માસ્તિકાય આદિ છું એવો [ માત્મવિનં] પોતાનો વિકલ્પ [ રોતિ] કરે છે; તેથી [સ:] આત્મા [તસ્યઉપયો/ચ]તે ઉપયોગરૂપ[શાત્મમાવસ્ય] પોતાના ભાવનો [વર્તા] કર્તા [ મવતિ] થાય છે. ટીકા-ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને શેયજ્ઞાયકભાવને પામેલાં એવાં સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુગલ છું, હું અન્ય જીવ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુગલ છું, હું અન્ય જીવ છું એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. ભાવાર્થ-ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. ૨૦ ગાથા-૯૫ ઉપર પ્રવચન હવે એજ વાતને વિશેષ કહે છે. તિવિદ્દો સુવોનો અવિયપ્પ વિ ધમ્માવી ઓલામાં ક્રોધ હતો, વિકારી ક્રોધ આદિ હતું ને ? ૯૪માં. આમાં હવે ધર્માસ્તિ આદિ છ દ્રવ્યો લેશે બીજા, એટલો ફેર છે. ઓલામાં ભાવ્યભાવકનો, કર્મ ભાવક એનો વિકારી ભાવ્ય એ મારા છે એથી હું ક્રોધ છું, એમ કહીને બધા બોલ લીધાં'તા. હવે આત્મા સિવાય ધર્માસ્તિકાય છે, ભગવાને એક ધર્માસ્તિકાય જોયું છે, ૧૪ બ્રહ્માંડમાં આ જીવ ગતિ કરે જડ ને ત્યારે એને ધર્માસ્તિ નિમિત્ત છે. એક અધર્માસ્તિકાય છે ગતિ કરતાં સ્થિર થાય તો અધર્માસ્તિકાય નિમિત્ત છે, ભગવાને જોયેલું છે એક કાળ છે, પરિવર્તન કરે દરેક આત્મા પરિણામ એમાં નિમિત્ત છે કાળ. આ પુદ્ગલ છે અનંત ૨જકણો એ ચા૨ છે ને જીવ અને ધર્માસ્તિ અધર્માસ્તિ અને આકાશ, આકાશ છે, એ છ દ્રવ્ય છે. હવે એ કહે છે કે અજ્ઞાની એ છ દ્રવ્ય છે બીજાં તેને પોતાના માને છે. ઓલો વિકારીને પોતાનાં માને છે. હવે આ છ દ્રવ્ય તે હું છું એટલે શું કહેશે. ધર્માસ્તિકાય તત્ત્વ છે એક ભગવાને જોયેલું ૧૪ બ્રહ્માંડમાં એનો વિચાર કરતાં જે વિકલ્પ આવે એ વિકલ્પ મારો છે એમ માનના૨ આ ધર્માસ્તિ મારો છે એમ માને છે. ઝીણી વાત છે, ભાઈ. એ કહે, જીઓ “તિવિદો સુવઓનો અવિયર્વાં વિ ધમ્માવી” ધમ્માવી છે ને ? ધર્મ આદિ એટલે ધર્માસ્તિકાય હોં, ઓલો ધર્મ– અધર્મ આ નહિ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ, પુદ્ગલ, આકાશ-“જ્ઞા તખ઼ુવોાસ્સ હોવિ સો અત્તમાવત્ત્ત” નીચે, હું ધર્મ, ધર્મ એટલે ધર્માસ્તિકાય હોં, ધર્મ એટલે આ સમ્યગ્દર્શન એ નહીં, આંહીં નહિ, ધર્માસ્તિકાય છે ભગવાને છ દ્રવ્ય જોયા એમાં ધર્માસ્તિ આખા લોક પ્રમાણે અસંખ્ય પ્રદેશી ધર્માસ્તિકાય ભગવાને જોયું છે. છ દ્રવ્ય જોયાં છે એ ‘હું ધર્મ આદિ’ વિકલ્પ એ ઉપયોગ ત્રણ વિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ત્રણ વિધ એટલે શ્રદ્ધા, જ્ઞાન ને આચરણ ખોટા ત્રણેય “ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને”. આહાહા ! ટીકાઃ– ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે એક શબ્દ’તો ત્યાં આવ્યો’તો એ ૯૪ માં, સંક્ષિપ્તમાં, સામાન્ય એટલે સંક્ષિપ્ત, અજ્ઞાનરૂપ એવું મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર આ રાગ, એ ત્રણ પ્રકા૨નું સવિકાર ચૈતન્યપરિણામ ત્રણ પ્રકા૨નું, ત્રણ કોણ ? મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર રાગ, એ ત્રણ પ્રકા૨નું સવિકાર સહિત ચૈતન્યપરિણામ તે ચૈતન્ય પરિણામ તે “૫૨ના અને પોતાના સામાન્ય દર્શનથી” આહાહાહા ! ૫૨ અને હું બેય એક છું એમ માનવાથી સામાન્યદર્શન એટલે વિશેષ ન માનતા ભિન્ન ૫૨ અને પોતાને અવિશેષ એટલે સામાન્ય એક નામ દર્શનથી, અવિશેષ નામ એક જ્ઞાનથી અને અવિશેષ રતિથી લીનતાથી રાગમાં લીનતા સમસ્ત ભેદ, છુપાવીને ૫૨દ્રવ્યથી ભિન્ન ભગવાન અને આત્માથી ૫૨દ્રવ્ય Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૫ ૨૧ ભિન્ન એવાં ભેદને છુપાવીને, હું ધર્મ છું, ધર્માસ્તિકાય, આહાહાહા ! ઝીણી વાત છે ને ધર્મ એટલે ધર્માસ્તિકાય છે એક ચૌદ રાજલોકમાં ધર્માસ્તિકાય હું છું એમ શી રીતે ? એ તો અરૂપી છે, ૫૨ છે, પણ એનો વિચાર કરતાં જે વિકલ્પ આવે ધર્માસ્તિકાયનો વિકલ્પ, એ વિકલ્પ હું છું એમ ધર્માસ્તિકાય હું છું એમ માને છે. હવે એ ધર્માસ્તિકાયનો જે વિચાર આવ્યો, વિકલ્પ આવ્યો એ વિકલ્પને પોતાનો માને એ ધર્માસ્તિને પોતાનો માને છે એમ. નહીં તો ધર્માસ્તિ એ તો અરૂપી છે ૧૪ લોક બ્રહ્માંડમાં ભગવાને જોયેલું, કેવળીએ છ દ્રવ્ય જોયાં છે. આહાહાહા ! એ વાત સર્વશ સિવાય બીજે કયાંય નથી. તમારા વિષ્ણુમાંય નથી. ( શ્રોતાઃ- તમે વિષ્ણુ મટાડી દીધાને ) વાંચે છે, વાંચવા જાય છે. હું ધર્માસ્તિકાય છું એમ લેવું. આ ધર્મ એટલે ? ધર્મ એટલે અહીંયા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ નહિ. એ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે, તત્ત્વ છે. એ તત્ત્વનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે, એ વિકલ્પથી હું ભિન્ન છું એમ નહિ માનનાર એ વિકલ્પ હું છું, એટલે ધર્માસ્તિકાય હું છું એમ માને છે. સમજાણું ? આહાહા ! “હું અધર્મ છું” અધર્માસ્તિકાય છે. ૧૪ બ્રહ્માંડમાં ભગવાને જોયેલું આ જડ ને ચૈતન્ય ગતિ કરતાં સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાય એ નિમિત્ત છે, જેમ પાણીમાં માછલું ચાલે તો પાણી નિમિત્ત છે એમ ધર્માસ્તિ નિમિત્ત છે અને જેમ માણસ થાકેલો ઝાડ નીચે બેસે એને સ્થિરતામાં નિમિત્ત છે, એમ જડ ને ચૈતન્ય ગતિ કરતાં સ્થિર થાય (તેમાં ) એક અધર્માસ્તિ નામનું દ્રવ્ય તે નિમિત્ત છે. એ અધર્માસ્તિકાય હું છું એમ અજ્ઞાની માને છે. કેમ ? કે અધર્માસ્તિકાયનો વિચાર આવ્યો, એમાં વિકલ્પ આવ્યો, એ વખતે ધર્માસ્તિનો વિકલ્પ ને અધર્માસ્તિ હું જ છું, જીદો (છું) એમ ન માનતાં એ ધર્માસ્તિ ને અધર્માસ્તિ હું જ છું એમ અજ્ઞાની માને છે, સમજાણું કાંઇ ? એમ હું આકાશ છું. ( શ્રોતાઃ–જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા ) આ શેયજ્ઞાયક કીધુંને. ઓલું ભાવ્યભાવક છે. ઓલું ભાવ્યભાવક છે, કીધું ને આવી ગયું ને ૫૨શેય છે એનો વિચાર કરતાં વિકલ્પ ઊઠે તેને પોતાનો માને છે એટલે શેયને પોતાનું માને એમ, ઓલું ભાવ્યભાવકનું હતું, કર્મ ભાવક છે તેનું ભાવ્ય, તે મારું છે એમ. ને આ તો ફક્ત જાણવાની ચીજ છે એ જાણવાની ચીજમાં જે વિકલ્પ ઉઠયો એની વાત છે અત્યારે. એક જાણવાની ચીજ છે બીજી, ધર્માસ્તિઅધર્માસ્તિકાય, આકાશ એનો વિચાર કરતાં વિકલ્પ ઉઠયો, એ ચીજ તો કયાં જોવા જાય, એ તો અરૂપી છે. પણ એનો વિકલ્પ ઉઠયો એ ખરેખર તો ૫૨શેય છે, એ ૫૨શેય છે તેને આશ્રયે વિકલ્પ ઉઠયો એ ૫૨શેય છે, એ વિકલ્પને પોતાનો માને તે ધર્માસ્તિ-અધર્માસ્તિ આકાશને પોતાનો માને છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ–પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં. ૧૮૯ ગાથા-૯૫ બુધવાર, મહા સુદ-૧૧, તા. ૭/૨/’૭૯ સમયસાર-૯૫ ગાથા. ટીકા ફરીને “ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન” જે આત્મા અખંડ દ્રવ્ય સ્વભાવ શુદ્ધ, એકરૂપ ૫૨માત્મ સ્વરૂપ, એના અજ્ઞાનથી એના ભાન વિના Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અજ્ઞાનરૂપ “એવું જે મિથ્યાદર્શન” જુઠી શ્રદ્ધા, રાગ, દયા, દાન, વ્રત પરિણામ એ ધર્મ છે, એ ધર્મનું કારણ છે, એવી જે મિથ્યાશ્રદ્ધા, મિથ્યા અજ્ઞાન, અવિરતિ રાગમાં લીનતા “એ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ” –ત્રણ પ્રકારના વિકારવાળા ચૈતન્યની પરિણતિ-પર્યાય, તે આ ચૈતન્ય વિકારી પરિણામ, તે (અજ્ઞાની) શું માને છે, એમ કહે છે. આહાહાહા.. પરના અને પોતાના અવિશેષ દર્શનથી” પોતે ભગવાન જ્ઞાયક શુદ્ધ પરમ પરિણામિક તત્ત્વ નિજ દ્રવ્ય એને ને રાગને પોતાનું એકપણું માની બેયનું સામાન્ય દર્શન એટલે બેયનું એકપણું છે. આહાહા ! નિજ દ્રવ્ય પરમ સ્વભાવભાવ, શુદ્ધ નિષ્ક્રિય જે પરિણતિ પર્યાય વિનાનું તત્ત્વ, એવું જે અખંડ દ્રવ્ય તેની દૃષ્ટિમાં, અભાવને લઇને અજ્ઞાની અનાદિથી એ દ્રવ્ય અને આ રાગની પર્યાય અથવા શેય, ભાવ્યભાવક ૯૪ માં ગયું, આમાં “શેય” પરશેય છે એને પોતાના અવિશેષ દર્શનથી, સામાન્ય માન્યતાથી તે શેય અને જ્ઞાયક બેય એક છું. આહાહાહા !( વિશ્વમાં) છ દ્રવ્ય છે, આત્મામાં શેય, વ્યવહાર તરીકે એવા પરશેયને પોતાનું માની, પોતાને ને પરને એક માની, છે? અવિશેષ દર્શનથી “અવિશેષ જ્ઞાનથી” બેયનું એક જ્ઞાન છે, એ પરણેય ધર્માતિ આદિ દ્રવ્ય છે. અરે ! અરિહંત પરમાત્મા દેવ ગુરુ પર છે એ અને આત્મા બે એકરૂપ છે, એક છે, મારા છે, એવું અવિશેષ જ્ઞાનથી, અવિશેષ એટલે સામાન્ય જ્ઞાન, બેનું એકપણાનું જ્ઞાન સામાન્ય રતિથી “એ રાગમાં લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને”, એ પરશેય અને સ્વય તન્ન ભિન્ન છે એવા ભેદને છુપાવીને, ઝીણી વાતું છે. આહા ! સ્વશેય ભગવાન પૂર્ણાનંદ પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય અને પરજોયો એ બેની જુદાઈને ઢાંકી દઈને અજ્ઞાની “સમસ્ત ભેદને છુપાવીને શેયજ્ઞાયકભાવને પામેલા” આત્મા સિવાય છ દ્રવ્ય, હવે નામ આપશે, એ છ દ્રવ્ય છે, એ જોય છે, પરશેય છે પણ પરન્નેય અને જ્ઞાયક બેને એક માનીને “જ્ઞેય જ્ઞાયકભાવને પામેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણ” એટલે કે પરશેય છે એનો ય હું આધાર છું, એમ માનીને આહાહા.... ધર્માસ્તિ આદિ છ તત્ત્વો છે ભગવાને જોયેલા એ “છ” નો આધાર હું છું એમ માનીને, અજ્ઞાની આહાહા છે? (શ્રોતા-તમે કહો છો અજ્ઞાની જાણતો નથી અને કેવી રીતે કહે ) જાણતો નથી કોણ? એ જાણે છે એ લેશે. એ ધર્માસ્તિકાયનો વિચાર કરે ને એવો જે વિકલ્પ ઊઠે ને? એને પોતાનો માને છે, પરશેયને પોતાનો માને છે, એ શૈલી છે. (શ્રોતા - એ ય માટે બરોબર છે) એ શૈલી છે અહીં, (શ્રોતા:- અજ્ઞાની તો ધર્માસ્તિકાયને જાણતો નથી) ઇ ધર્માસ્તિકાય, અહીં તો છે એને માને છે અને એ એના તરફનાં વિચાર કરે છે, કે આ જગતમાં એક ધર્માસ્તિ તત્ત્વ છે, એવો વિચાર કરે છે, એવો જે વિકલ્પ છે એ વિકલ્પ તે મારો છે, એમ માનનારા ધર્માસ્તિકાય તે મારું છે એમ માનનારા છે. બહુ ઝીણી વાત છે ભાઈ. આહાહા! આંહીં તો છ દ્રવ્ય છે, એવું માનનારા છે એની વાત છે અજ્ઞાનીની, અજ્ઞાની તો છે જ, કાંઇ જાણતો ન હોય એની વાત નથી, આંહીં તો જ્ઞાનમાં ધર્માસ્તિ ભગવાને કહ્યાં છ દ્રવ્ય, એ છે, પણ એ શેય પર છે, અને હું સ્વ છું એમ ભિન્ન ન પાડતાં, ઝીણી વાત છે ભાઈ ! ભેદને છુપાવી Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૫ શેય જ્ઞાયક ભાવને પામેલા એ છ દ્રવ્યો છે એ તો શેય, પરશેય છે અને આત્મા જ્ઞાયક છે, એવાં સ્વ-પરનું સામાન્ય અધિકરણ, આત્મા અને પર બેય એક છે એમ બેયનો આધાર હું છું એમ અનુભવન કરવાથી, આહાહા! ઝીણું બહુ ભાઈ ! હું ધર્મ છું, ધર્મ એટલે ધર્માસ્તિકાય, ભગવાને છ દ્રવ્ય જોયાં છે, એમાં એક ધર્માસ્તિકાય તત્ત્વ છે, કે જે આ જડ ને ચૈતન્ય ગતિ કરે એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે, જેમ માછલું ગતિ કરે તો ત્યાં પાણી નિમિત્ત છે, એમ જડ ને ચૈતન્ય ગતિ કરે ત્યાં એક ધર્માસિ નામનું દ્રવ્ય છે, ભગવાને ( જોયું છે) વસ્તુ છે જગતમાં એક, એ ચીજ શેય છે, પરશેય છે. જ્ઞાયક આત્મા છે, બેની જુદાઇને ન જાણતો, બે ના ભેદને ઢાંકી દેતો, હું ધર્માસ્તિકાય છું એટલે? કે ધર્માસ્તિકાય તો અરૂપી જગતમાં છે તત્ત્વ, પણ એનો એ વિચાર કરે છે, જ્યારે વિકલ્પ ઊઠે છે ત્યારે, એ વિકલ્પને પોતાનો માને છે, એ ધર્માસ્તિકાયને પોતાનો માને છે. આહાહાહા ! આવી વાતું છે. હું ધર્મ છું. ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે હોં છે. એ ધર્માસ્તિકાય એને ભલે ન દેખાય, પણ સાંભળ્યું હોય છે ને? અને એનો વિકલ્પ કરે છે ને એ વિકલ્પમાં એકાકાર થઇ જાય છે, એ ધર્માસ્તિકાયમાં જ એકાકાર થયો છે. આહાહાહા ! કહો શશીભાઈ ! આવી વાત છે. ભગવાન આત્મા તો નિશ્ચય શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ છે આત્મા, પરમાત્મ દ્રવ્ય હોં પોતે અને તેના છ દ્રવ્યો તે પરણેય છે. અહીં તો પછી આગળ આવશે વધારે જીવની વાત કરતાં. એ શેયનો વિચાર કરતાં, એ વિકલ્પ જે ઉઠયો છે. રાગ-રાગ અને જ્ઞાયકભાવ ભિન્ન છે એમ ન જાણતાં તે વિકલ્પ તે હું છું-એણે ધર્માસ્તિકાય હું છું એમ એણે માન્યું છે, આકરું છે આવું. સમજાણું કાંઇ? ભગવાન તો જ્ઞાયક છે. ચૈતન્ય જ્ઞાયક છે, નિજ પરમાત્મ દ્રવ્ય જ્ઞાયક છે, એ પરને વ્યવહાર તરીકે જાણે, પણ જાણવામાં એ ઉપરાંત એ એનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે છે, ધર્માસ્તિકાય દ્રવ્ય છે-એવો વિકલ્પ ઊઠે એ વિકલ્પ મારો છે, એ માનનારા પરણેયને પોતાનું માને છે. આહાહા ! આવી વાતું છે. સમજાણું કાંઇ? હું ધર્મ છું, હું અધર્મ છું. અધર્માસ્તિકાય દ્રવ્ય છે ભગવાને જોયેલું. જડ ચૈતન્ય ગતિ કરતાં સ્થિર થાય તેમાં નિમિત્ત, એવો અધર્મનો વિચાર કરતાં જે વિકલ્પ વૃત્તિ ઊઠે રાગ તે રાગને પોતાનો માને છે એ અધર્માસ્તિને પોતાનો માને છે, જોયું? દેવીલાલજી! આહા! આ શેય જ્ઞાયકભાવની વ્યાખ્યા છે, પહેલી ભાવ્યભાવકની હતી, ભાવ્યભાવક એટલે? કર્મ જડ ભાવક છે ને આત્માની પર્યાયમાં વિકારભાવ થાય તે કર્મનું ભાવકનું ભાવ્ય છે, એમ ન માનતાં એ ભાવ્ય મારી દશા છે એમ માનનારા અજ્ઞાની, કર્મથી થતો ઉપાધિભાવ તે મારો માનનારા અજ્ઞાની છે. આહાહાહા ! દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો, તત્વનો વિકલ્પ ઊઠે એ રાગ છે એ રાગ કર્મ ભાવકનું ભાવ્ય છે. ભગવાન આત્માનું એ ભાવ્ય નથી. ભગવાન તો પરમ દ્રવ્યસ્વરૂપ ભગવાન ચૈતન્ય આત્મા એ ભાવક થઇને ભાવ્ય કરે તો એ નિર્મળ વીતરાગી પર્યાયનું ભાવ્ય હોય એનું. આહાહા! એમ ન માનતાં, કર્મ જડના ભાવકથી થયેલો વિકારી (ભાવ) દયા, દાન, વ્રત, આદિના ભાવ તે હું છું એમ પદ્રવ્યના ભાવ્યને પોતાનો માને (છે). સમજાય છે કાંઇ? ભાષા તો સાદી છે, પણ વસ્તુ તો આવી. અત્યારે ગુમ થઈ ગયું બધું, આખી તત્ત્વની વાત. આહાહા ! Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આંહીં તો, એ હું છું એ માન્યતા તો મિથ્યાત્વ છે, પણ અહીં તો પર્યાયની ભાવના પણ નથી. આહાહા ! ધર્મી એને કહીએ કે જેને નિજ પરમાત્મ દ્રવ્ય શુદ્ધપારિણામિકભાવ લક્ષણ તત્ત્વ તે હું છું, એ પર્યાય હું છું એ નહિ, નિર્મળ પર્યાય થાય ધર્મની એ પણ હું નહિ. આહાહાહા ! પર્યાયની ભાવના (છે) તો પર્યાય દૃષ્ટિ થઈ, નિજ પરમાત્મ દ્રવ્ય જે શુદ્ધ નિષ્ક્રિય, નિષ્ક્રિય એટલે મોક્ષની પર્યાય ને મોક્ષનો માર્ગ એની પર્યાય સક્રિય છે, પર્યાય એટલે સક્રિય, એનાથી રહિત પ્રભુ નિષ્ક્રિય છે અંદર. આહાહા!ધર્મી જીવ એને કહીએ કે જે દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ છે, તેની ભાવના કરે, ભાવના મોક્ષનો માર્ગ છે, મોક્ષનો માર્ગ, તેની એ ભાવના નહીં, ભાવના એ દ્રવ્યની કરે. આહા ! સમજાય છે કાંઇ? એને ઠેકાણે આંહીં જે કર્મના નિમિત્તથી થયેલો વિકૃત ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ એ મારો છે એ ભાવ્ય એમ માનનારા અજ્ઞાની મિથ્યાદેષ્ટિ છે. આહાહાહા ! અહીંયા કહે છે, કે આ જ્ઞાયક પ્રભુ અને તે પર્યાયમાં પરણેય એવું ન માનતાં જે શેયનો વિકલ્પ ઊઠે ધર્માસ્તિ, અધર્માસ્તિનો એ તો અરૂપી છે, પણ એનો વિકલ્પ ઊઠે એને પોતાનો માને, એ પરશેયને પોતાનું માન્યું છે. સમજાણું કાંઇ? બે ‘આકાશ છું” હું આકાશ છું, સર્વવ્યાપક આકાશ છે એનો વિચાર કરતાં પરદ્રવ્યનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે એ રાગ છે. એ રાગને પોતાનો માને તે પરદ્રવ્યને પોતાનો માને છે. આહાહાહા! કહો ચીમનભાઈ ! આવું ઝીણું છે. હું આકાશ છું, હું કાળ છું, અસંખ્ય કાલાણું છે ભગવાને જોયેલા ચૌદ બ્રહ્માંડમાં અસંખ્ય કાલાણું છે, એક એક ધર્માસ્તિના પ્રદેશ ઉપર આકાશના પ્રદેશ ઉપર એવા અસંખ્ય કાલાણું છે. એ કાલાણું દેખાય નહિ પણ કાલાણુંનો વિચાર કરતાં, શાસ્ત્રના હિસાબે એનો વિચાર કરતાં, એ કાલાણુંનો વિચાર કરતાં જે વિકલ્પ રાગ ઊઠે એ મારો છે એ હું છું, (એમ) માનનારા કાળ દ્રવ્યને, પરશેયને પોતાનું માને છે. સમજાય છે કાંઇ? આહાહા! “હું પુદગલ છું પરમાણુંઓથી માંડીને આ શરીરાદિ ચૂળ મોટું જડ એ પરમાણુનો પણ વિચાર કરતાં, કેમકે એ પરદ્રવ્ય છે, આ તો (દેહ) ઘણાં રજકણોનો પિંડ છે, પણ આનો પોઈન્ટ છેલ્લો ટુકડો કરતાં કરતાં છેલ્લો પોઇન્ટ રહે એને ભગવાન પરમાણું કહે છે એ પરમાણું એને દેખાય નહિ, પણ પરમાણુનો વિચાર કરતાં એને વિકલ્પ ઊઠે, કેમ કે પરદ્રવ્ય છે એ, એ પદ્રવ્યનો વિચાર કરતાં વિકલ્પ ઊઠે એ મારો માને એ પરમાણુને પોતાનો માને છે. આહાહા ! એમ આ શરીર, જડ, માટી, ધૂળ આત્માથી તદ્ગ જાદું છે શેય તરીકે છે, છતાં તેનો વિચાર કરતાં શરીરમાં આમ છે ને શરીરમાં તેમ છે ને, ઢીંકણુ થયું છે ને? આહાહા ! શરીર મારું નિરોગી છે, ને શરીરમાં રોગ થાય છે ને, એવો જે વિકલ્પ ઊઠે છે, એ વિકલ્પને પોતાનો માનનારો, શરીરને પરણેયને પોતાનું માને છે. સમજાય છે કાંઇ? આહાહા ! આ વાણી, મન, જડ, દેહ, પૈસો આદિ એનો વિચાર કરતાં વિકલ્પ જે ઊઠે છે, એને પોતાના માને છે, ભલે એ ચીજ આંહીં ન આવે, પણ એના તરફનો વિચાર કરતાં રાગની લાગણી, પરદ્રવ્ય છે ને? પરદ્રવ્ય અનુસાર વૃત્તિ ઊઠે એ તો રાગ છે. આહાહા! એ રાગને પોતાનો માનનારા પુદ્ગલને પોતાનું માને છે. હવે અહીં “હું અન્ય જીવ છું” સ્ત્રીનો આત્મા છે. (શ્રોતા:- દીકરાનો છે) દીકરાનો છે, Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૫ ૨૫ લ્યો સુમનભાઈનો છે. હમણાં સુમનભાઈ આવવાના છે. દીકરીનો આત્મા, સ્ત્રીનો આત્મા, દીકરાનો આત્મા વિગેરે વિગેરે એ આત્મા છે એ ૫૨ છે, આ શાયકનું ૫૨શેય છે, એમ ન માનતાં એનો વિચાર કરતાં વિકલ્પ ઊઠે છે, કે આ મારો છે છોકરો, આ મારી સ્ત્રી છે, એ ૫૨ આત્માને પોતાનું માને છે. આહાહા ! સ્ત્રી તો અર્ધાંગના કહેવાયને ? અર્ધું અંગ ઈ માળા કાળા કેર કરે છે ને ? હૈં ? ગપ્પા મારે છે આ મારી અર્ધાંગના છે, બીજી રીતે ટૂંકી ભાષા કહે છે કે આ કોણ છે ? મારી ઘરવાળી છે, આ તો બધી રમતું માંડી છે ને જગતે, ઘ૨વાળી છે, ઘ૨વાળી પણ કયાંથી આવી તારી ? ઉદાણી ! ( શ્રોતાઃ–એ તો લોકો સમજી જાય ને ) –ઇ પણ ઘરવાળી ભાષા ભલે હોય પણ માન્યું છે કે આ મારી ઘ૨વાળી એ માન્યતા કયાં સાચી છે ? ઇ ઘર એનું ઘર તો આંહીં છે, ઘર તો આંહીં અંદર છે, આનંદનો નાથ પ્રભુ અંદ૨ ઘ૨માં બિરાજે છે, એ એનું ઘર છે ને ? આ તો કહે મારી ઘરવાળી. આ ઘરની ઘરવાળી છે ઇ ? એ ય ! ( શ્રોતાઃ–સંસ્કૃતમાં ભાર્યા કહેવાય એટલે ઘ૨નો ભાર ઉપાડે તે ભાર્યા કહેવાય ) ઉપાડે એમ, કાંઇ ધૂળેય ઉપાડતું નથી. આહાહા... એમ અજ્ઞાનીની માન્યતા છે બધી, મારી પાછળ છોકરાએ બધું કામ ઉપાડી લીધું છે એવી વાતો કરે વાણીયા, આવું કહે છે ને કે આમ મારા પછી આ બધું ઉપાડી લીધું કામ, મારે કાંઇ કરવું પડતું નથી. પણ તું કોણ ? ઇ કોણ ? એ તો જગતની ચીજ ાદી. આહાહા ! કહો આમાં આવું કામ છે. વીતરાગ મારગ બહુ ઝીણો બાપુ ! આહાહા ! આંહીં તો ૫૨માત્મા તો ત્યાં સુધી કહે કે એ ૫૨દ્રવ્યને મારું માનો અથવા વિકલ્પ ઊઠે એના લક્ષે એ મારું એ મિથ્યાર્દષ્ટિ છે. આહાહાહા ! એ મિથ્યાજ્ઞાન ને મિથ્યા૨ાગમાં લીન છે એ ભગવાન પડયો રહ્યો અંદર આત્મા. આહાહાહા ! અહીંયા તો ધર્મી એને કહીએ, આહાહા! સમ્યગ્ગાની અને ધર્મી એને કહીએ કે જે ધર્મની પર્યાય છે એની પણ એ ભાવના ન કરે. વીતરાગી પર્યાય પ્રગટી છે, ધર્મની પર્યાય ધર્મી દ્રવ્યને અવલંબે, એની એને ભાવના ન હોય, ભાવના ત્રિકાળી જ્ઞાયક ભગવાન હું છું એની એને ભાવના હોય. આહાહા ! કહો દેવીલાલજી ! આવું છે પ્રભુ ! વીતરાગ ૫૨માત્મા ત્રિલોકનાથ આમ જગતને જાહેર કરે છે. ભાઈ, તેં રખડવાના રસ્તા આદર્યા, ૮૪ ના ૨ખડવાના રસ્તા આદર્યા, જે શાયકનું જ્ઞેય છે, એને તેં મારું છે એમ માન્યું ! ૨ખડવાના ૮૪ ના અવતા૨માં, ભાવ તેં ગ્રહણ કર્યા છે પ્રભુ. આહાહા ! ( શ્રોતાઃઘર વિના ( ના ) થઇ જઈશું ) ઘ૨ હતા કે દી' ? ઘ૨નું મકાન હતું ને તે એ પૈસા વાપરવા જોઇએ ને આપી દીધું સુમનની સાસુને (શ્રોતાઃ- પચાસ હજા૨ વા૫૨વા એટલે છોકરાને ગ૨જ ન રહે, ) મકાન તો મોટી કિંમતનું છે, પણ એ દુનિયામાં એમ હાલે છે સંસાર, એય હીરાલાલજી ? કહે છે. આહાહા ! અમારે ત્યાં છોકરાંવ છે ને પાલેજ, બધાને એક એક લાખના મકાન રહેવાનાં જુદાં સૌના ત્રણેયના જુદા થઇને, હુમણાં કાંઇ ઓલા મોટામાં છે ઓલું શું કહેવાય એ (વખારું ) વખારું શું કહેવાય ? ગોદામ એ પણ કોકને મકાન ત્રણ આપ્યા છે, ને કોકને ચા૨ આપ્યા છે એમ વહેંચ્યું'તું પણ એમાં મશગુલ થઇ જાય કે, અરે મોટાભાઈને જરાક વધારે ગયા કા૨ણ કે એ ૨૫ વર્ષથી દુકાનમાં કામ કરતા હતા, ઘણાં ઘરાક ત્યાં પણ મોટી દુકાન હતી, આઠ આઠ લાખ રૂપિયાની તો ઉઘરાણી નાખતાં, પાલેજમાં મોટી દુકાન સાત આઠ દશ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ લાખની ઉઘરાણી રાખતા. મોટી પ્રસિદ્ધ દુકાન મુંબઈ ચાલે એવી એમાં વળી મોટો છોકરો કામ કરતો એમાં વધારેમાં વધારે. ૭૪ વર્ષ એટલે, ૭૪ વર્ષ નહિ, ૭૪માં જનમ, જનમ. ૬૦-૬૧ વર્ષનો, ૬૦-૬૧ વર્ષનો, ઈ ન્યાં ઘરાક બધા વળી ગયાને આંહીં ઓછા થઇ ગયા, ભાઈભાઈમાં જરી અંદર તાણાતાણ થાય. (શ્રોતા:- મનદુઃખ થાય, બીજાને મળે તો વાંધો નહીં પણ ભાઈને મળે તો વાંધો) હેં?ગામનો મુસલમાન વધી ગયો હોય તો વાંધો નહિ, પણ ભાઈ જુદા પડીને વધી જાય તો એ ય, આપણે સરખા વહેંચ્યાતા’ને? આ વધી ગયો માળો, શું જગતમાં રાગ અને દ્વેષ, શું કામ કરે છે. આહાહા! પ્રભુ તું તને ભૂલીને તારો નાથ તો પરમ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય અખંડ એક સકળ નિરાવરણ તન આવરણ વિનાનું તત્ત્વ પ્રભુ તું તો. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો, અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવલક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. એવી ધર્મીને આ ભાવના હોવી જોઇએ. એને ઠેકાણે આ જોયો જે જ્ઞાનમાં જણાય એ મારા છે, એ મિથ્યાદેષ્ટિ ઉંધી માન્યતાવાળો ચાર ગતિમાં રખડવાના લક્ષણ છે એનાં. આહાહા! કહો ઉદાણી? છે ને અંદર આવ્યું છે ને? હું અન્ય જીવ છું. હવે અહીંથી આગળ લેતાં કહીએ તો અરિહંતનો આત્મા બીજો જાદો છે. છતાં આ માને કે આ દેવ મારા છે, આ જીવ મારો છે. ગુરુનો આત્મા જુદો છે, અન્ય જીવમાં એ આવે છે. એ જીવ મારા ગુરુ છે મારો, આ મારો ધણી છે. આહાહા ! (શ્રોતા:-મહાવીર ભગવાન અમારા છે) ભગવાન કોઇના નથી. ભગવાન ભગવાનનાં છે. (શ્રોતા:- અહીં પધરાવ્યા છે ને?) આવું છે. અન્ય જીવમાં પરમેશ્વર પંચ પરમેષ્ટિ પણ આવ્યા. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અન્ય જીવ છે, એ મારા છે એમ માન્યતા તે અજ્ઞાન છે. આહાહાહા ! (શ્રોતાઃ- બીજા કહે એ ભગવાન અમારા છે, જૈન કહે કે મહાવીર ભગવાન અમારા એ બેમાં ફેર શું?) એ બધી એક જ વાત છે. પરજીવ છે એ તારે કયાંથી આવ્યા? એ તો શેય છે. આત્મા જ્ઞાયક છે અને એ પરણેય છે જાણવા લાયક છે, કે આ પર છે બસ એટલું જ એને ઠેકાણે ઉપરાંત નાખીને એ મારા છે, એ અન્ય જીવ મારા છે એમ અર્થ આવે, જુઓ હું અન્ય જીવ છું, છે? એ આમાં આટલો અર્થ ભર્યો છે. હેં! (શ્રોતા:-હું અન્ય જીવ છું એવું તો કોઈ માનતું નથી) ઇમાને છે અંદર, નથી માનતો શું? બાઇડી મારી છે, છોકરાં મારા છે, એનો આત્મા એએનો અર્થ શું છે, દેવ મારા છે, ગુરુ મારા છે, એ તો પરનાં છે, ( એનો) આત્મા તો પર છે, એ ખરેખર તો આ જ્ઞાયકનું શેય છે, પરશેય હોં! અશેય જુદું, સ્વજ્ઞેય જ્ઞાયક અને પરણેય તરીકે એ જાણવા લાયક છે. એ ઉપરાંત આ મારાં છે (એવો) મિથ્યાભ્રમ છે અજ્ઞાનીનો. આહાહાહા ! કહો પંડિતજી! આવી વાત છે ભાઈ. (શ્રોતાઃ- પરમ સત્ય છે) હેં? આહાહા..... હું અન્ય જીવ છું, છે? એ છ એ લઇ લેવા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ ને જીવ, એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે, એને પોતાના કરી શકે નહિ, પણ એવો વિકલ્પ ઉત્પન્ન કરે, એમ કહેવું છે. અને વિકલ્પ ઉત્પન્ન કરે તેનો એ કર્તા થાય. સમજાણું કાંઇ? આહાહા ! દેહ દેવળમાં ભગવાન જુદો છે, આ તો માટી જડ છે, કર્મ જડ છે, અંદર વિકલ્પ ઊઠે દયા, દાનનો એ જડ છે, અચેતન છે, ચૈતન્યનું એમાં સ્વરૂપ નથી. આહાહાહા ! ચૈતન્ય સ્વરૂપ Page #42 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૫ ૨૭ તો એની જે પર્યાય છે ને. આહા! ગજબ વાત છે. મોક્ષમાર્ગની જે પર્યાય છે ને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એ બધા મારા છે, અને એનો મને આધાર છે, અને મારે આધારે એ છે, એમ જે પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે, આ વાત લીધી છે હોં. ઓલી વસ્તુ છે એ વસ્તુમાં ને વસ્તુમાં રહી ગઇ છે. કારણ ઈ વસ્તુનો કર્તા થઇ શકતો નથી એ તો પર છે. પછી આમ બાપનો દિકરો ને દિકરાનો બાપ એ બધુ કંઈ વિચાર આવે, હેં. તમારે તો એકનો એક છોકરો છે, બહુ કરે બાપુજી બાપુજી કરે અને પાપ કરીને રળી રળીને પૈસા આપ્યા એને તો એ તો ખુશી જ થાય ને લ્યો. એ બધું કોઇ મારું નથી પ્રભુ હું તો આત્માનો જ્ઞાયક નિષ્ક્રિય પરિણતિની પર્યાય વિનાનો આત્મા. એમ પરિણતિ નિર્ણય એનો કરે છે. સમ્યગ્દર્શનની પર્યાય નિર્ણય કરે છે કે હું અખંડ દ્રવ્ય છું. એ પર્યાયની ભાવના પર્યાય નથી કરતી. તો પર મારા એ તો કયાંય ચાલ્યું ગયું બાપા. હીરાલાલજી! આવી વાત છે. આહાહા ! ભાઈ તું ક્યાં છો? તું કોણ છો? તો કહે પ્રભુ હું તો નિષ્ક્રિય તત્ત્વ છું. આહાહા! જે મોક્ષનો માર્ગ છે ને એ પણ હું નહિ, એ મોક્ષનો માર્ગ છે એ પર્યાય, આ દ્રવ્ય હું છું એમ ભાવના કરે છે. આહાહાહા ! લ્યો ઓલું આવ્યું'તું ને ભાઈ આ વિદ્યાસાગરનું લખાણ આવ્યું છે ભાઈ એ ક્રમ ઉપર બહુ લીધું છે પણ એકલી પર્યાયની વાતું, વીતરાગી પર્યાય આમ થાય ને ફલાણું થાય, પણ કોને આશ્રયે થાય ને કોણ દ્રવ્ય છે? આહાહા.... તો વળી પાછું સભામાં એક જણો બોલ્યો કે શુભ ઉપયોગની જય હો, કહો લ્યો ઠીક, તો ય પાછું એને કો’કે કહ્યું કે કેમ આ-કહે કે આમાં શું ખોટું લ્યો, શુભ ઉપયોગની જય, શુભ રાગ તો ઝેર છે. ( શ્રોતા:- ઝેરનો જય) આ ઝેરની જય ભગવાન પડ્યો રહ્યો અંદર. એ ય ચેતનજી! આવું છે, બહુ આકરું કામ ભાઈ ! વ્યક્તિ માટે કાંઇ નહિ આ તો એક એના પરિણામની જવાબદારી તો એની છે. આહાહા... આંહીં કહે છે કે એ છ દ્રવ્ય ભગવાને જોયા, એમાં અનંત પરમાણુઓ છે આ, અનંત આત્માઓ છે, અસંખ્ય કાલાણુંઓ છે, એક ધર્માતિ, અધર્માસ્તિ, આકાશ એવા છ દ્રવ્યો છે ભગવાને જોયેલા. કેવળી પરમાત્મા જિનેશ્વરદેવના જ્ઞાનમાં છ દ્રવ્ય જોવામાં આવ્યા પણ ઇ આ આત્માથી તદ્દન ભિન્ન, ભગવાને ય ભિન્ન. આહાહાહા... એમાં એ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે, તેથી હું ધર્મ છું જાઓ તેથી ઓલો વિકલ્પ ઉત્પન્ન કરે છે ને તેથી ધર્મ છું એમ માને છે. હું અધર્મ છું, અધર્માસ્તિકાય, ધર્મ હું છું એટલે ધર્માસ્તિકાય, દ્રવ્ય હું, આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું, લ્યો. આવો વિકલ્પ કરે છે તેથી તે અન્ય જીવ છું એમ માને છે. તેથી તે અન્ય જીવનો કર્તા થતો નથી, પણ એનો વિકલ્પ કર્યો તેનો એ કર્તા અજ્ઞાની થાય છે. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા ! એવી ભ્રાંતિને લીધે, હું અન્ય જીવ છું, છ દ્રવ્ય આવ્યા ને? એવી ભ્રાંતિને લીધે જે સોપાધિ, ઉપાધિ સહિત એવા ચૈતન્ય પરિણામ, પાછું ભાષા એવી છે કે ચૈતન્યના એ પરિણામ ઉપાધિવાળા, એ ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, ભગવાન આત્મા ચૈતન્ય ધ્રુવ સ્વરૂપ હોવા છતાં, વિકારી પરિણામે પરિણમતો થકો, આહાહાહા ! એ છ દ્રવ્યમાં કોઇપણ દ્રવ્ય મારું છે, આટલા ભાગ મને આપ્યા ઘરમાં ચાર છોકરાઓ પચીસ લાખ રૂપિયા સવા સવા છ લાખ મારા ભાગમાં સવા છ આવ્યા, મકાન ચાર હતા એમાં Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ મારા ભાગમાં એક બે ઓરડા આવ્યા ને ફલાણું આવ્યું ને ઢીંકણુંને માળા. અને એક સરી હોય છે ને? એક ઓંસરી અને ચાર પાંચ છોકરાઓ છ હોય જોયું છે? બે બે ઓલી કરે થાંભલીયું જોડે નાખે, જોયું છે? બે થાંભલી જોડે હોય એટલે જાદું પડવું હોય તો થાંભલીઓ વચ્ચે એક (શ્રોતાઃ સરખો ભાગ પડે) ઘણાં મોટા આ તો બધી એકે એક વાત જોઈ છે ને? એક ઓસરિયે આઠ છોકરા હોય ભેગા જ્યાં સુધી ત્યાં સુધી એક ઓસરીએ બધું, પણ એક એક ઓસરીના એક એક ઓરડામાં બે-બે થાંભલીયું આમ આમ-આમ વહેંચવું હોય તો આની કોરની થાંભલીએ આમ અને ઓલી કોરની થાંભલીએ વચ્ચે નાખી દે ઓલી. હું ! આહાહા... આરે આરે મારી નાખ્યા ! કોના ઘર ને કોના ભાગ, કોના ઘર ને કોના વર, આ મારો વર છે ને આ મારી પત્ની છે, અરે પ્રભુ શું છે પણ તને? આહાહા ! એવા વિકારી પરિણામ કરતો થકો, એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, ભાષા પાછી એ લીધી કે ચૈતન્ય, વિકારી પણ ચૈતન્યના પરિણામ છે, એનાથી પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ ઉપાધિવાળા મલિન પરિણામરૂપ, પોતાના ભાવનો કર્તા છે, જોયું? પોતાના ભાવનો કર્તા થાય છે, એ દ્રવ્યનો નહિ. દ્રવ્યનો શું કર્તા? એ દ્રવ્ય નહોતું? જગતમાં છે. આહાહાહા ! આ ઘરે સમજતા કઠણ પડે એવું છે ઉદાણી, આ દવામાં જેમ હોંશિયારી જોઇએ એમ આમાં હોશિયારી જોઇશે આમાં. દાંતના મોટા દાકતર છે મુંબઈમાં. મોટા આબરૂદાર એણે નાખ્યું છે ને? આ એણે નાખ્યું છે. બે વાર આવી ગયા. (શ્રોતા-આપ એના દાકતર છો) હેં! અહીં કોઇનો દાકતર નથી. હું તો આત્મા છઉં. આહાહાહા ! પરિણામ એ ય ત્રિકાળીમાં નથી. આહાહાહા ! શુદ્ધ ચૈતન્યઘન ભગવાન પરિણતિની ક્રિયા વિનાનું, “શુદ્ધ પરમ સ્વભાવ ભાવ નિજ પરમાત્મ દ્રવ્ય નિરાવરણ” તે આત્મા છે. આવી વાત છે બહુ આકરી. આહાહા ! કાલ તો અર્થ જરી બીજો કર્યો'તો ભાઈ બપોરે, ઓલો શ્રુત-શ્રુત શબ્દ છે ને શ્રુત? શ્રતની ઉપાધિ એનો અર્થ ત્યાં સુધી લીધો'તો ઇ, નવો અર્થ કર્યો'તો, કે શ્રુત છે એ ભગવાનની વાણી, પણ એનાથી થયું જ્ઞાન એ પણ ઉપાધિવાળું જ્ઞાન છે. આહાહા... ભગવાનની વાણી છે એ તો પર છે, પણ એનાથી થયું જે જ્ઞાન, થયું છે પોતાનું પણ એના નિમિત્તના લક્ષે થયું જ્ઞાન, એ પણ શબ્દશ્રુત છે. એ આત્મજ્ઞાન નહિ. એ પરની ઉપાધિવાળા જ્ઞાનથી, શસિ ક્રિયા જે આત્માને ન જાણે, એ જુદી છે. જાણે એ જુદી છે. આહાહાહા! કીધું ઈ? શ્રુતજ્ઞાન એમ કહેતાં, શ્રુતમાં સાંભળવું આવ્યું, એટલે સાંભળવાની વાણી પણ ભગવાનની તો પુદ્ગલ જડ છે. હવે જડ છે, એ તો ઠીક એ તો પર છે, પણ તેના લક્ષે જે જ્ઞાન થયું, એ પણ ઉપાધિવાળું પરલક્ષી જ્ઞાન છે. એ પરલક્ષી જ્ઞાન ચૈતન્યને જાણી શકતું નથી. આહાહાહા ! એ ભાવશ્રુત જે છે અંતરનું (અંતર્મુખ) તે આત્માને જાણે છે. આહાહાહા ! આવી વાતું અરે દુનિયામાં. (શ્રોતા – આવી વાત અનાદિની સાંભળી નથી) અનાદિની સાંભળી નથી. આહાહાહા ! જ્ઞસિ ક્રિયા ભગવાનની કેવળજ્ઞાનની એનાથી આત્મા જાણે? અને નીચે શ્રુત કેવળી શસિ ક્રિયા જે આત્માને જાણનારી ક્રિયા તેનાથી આત્મા જાણે, અને ભગવાને કીધુંને સાંભળ્યું ને જ્ઞાન થયું એનાથી પણ નહિ. આહાહાહા ! સમજાય છે? એ જ્ઞતિ ક્રિયા જ્ઞાનની ક્રિયા પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૫ તે જ્ઞાયક ત્રિકાળને જાણે છે. આહાહા ! અહીંયા છ દ્રવ્યને જાણવું એ એનું સ્વરૂપ, છ દ્રવ્યને જાણે પર તરીકે, પણ એટલું ન માનતા પરનું એ મારા છે એવો જે વિકલ્પ ઉઠાવે છે અને એ વિકલ્પ ચૈતન્યનું પરિણમન છે, એ ચૈતન્ય પરિણામે પરિણમતો જીવ, એ પરિણામનો રાગનો કર્તા થાય છે તે મિથ્યાદેષ્ટિ છે. આહા ! એ જૈનની એને ખબર નથી. જૈન ધર્મની એને ખબર નથી, એ ય બલુભાઈ ! આવો મારગ છે પ્રભુ! એણે નિવૃત્તિ ઘણી લેવી પડશે, ત્યારે એને માંડ સમજાય એવું છે. આહાહા ! એ ઉપાધિવાળા પરિણામ! એ દેવ મારાં, ગુરુ મારાં, એ શાસ્ત્ર મારા એવો વિકલ્પ પણ ઉપાધિવાળો છે. હવે આંહીં તો અત્યારે તો શુભ ઉપયોગનો જય હો, શુભ ઉપયોગથી (શુદ્ધ થાય) આરે પ્રભુ પ્રભુ શું કરે છે ભાઈ તું, (શ્રોતા-અજૈન ધર્મનો. જય હો ) આહાહા ! અજૈનપણું રાગ છે. ભાઈઆહા! એને તો વાત એ હતી કે એ શુભ રાગ છે અને એ તો હળવે, હળવે શુભ રાગથી અંદર શુદ્ધ થશે એમ, અરે ભાઈ. આહાહાહા ! દુઃખના ભાવથી સુખભાવ થશે, રાગ છે એ તો દુઃખભાવ છે. ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે દયા, દાનનો હોય પણ એ તો દુઃખરૂપ છે, ભગવાન તો આનંદ સ્વરૂપ છે, એ દુઃખના સ્વરૂપથી આનંદ સ્વરૂપનું ભાન થાય? આહાહા ! પ્રભુ પ્રભુ શું કરે છે ભાઈ ? આહા ! અન્ય જીવ મારા છે, આ નરપતિ કહેવાય છે ને? નૃપતિ એટલે નરનો પતિ રાજા, નર: પતિ, નર એટલે મનુષ્ય એનો પતિ, સાચી વાત હશે? (શ્રોતાઃઅમે બધા ગૃહપતિ કહેવાય ) આ તમે ગૃહપતિ કહેવાવ, આ મોટા ધંધાવાળા ઉદ્યોગપતિ કહેવાય આ કરોડોના ધંધા કરે તમે બધું ઉપાધિવાળું કર્યું તું મોટું સીત્તેર લાખનું ઉદ્યોગપતિ પછી ખસી ગયા હમણાં, આ મોટા કરોડપતિ ઉદ્યોગપતિ કરે છે ને ભાઈ, આ તો દાખલો આપીએ છીએ, કોના પતિ પ્રભુ ઉધોગના પતિ તું જડનો? નૃપતિ નરનો પતિ એ તું? ગૃહપતિ આ ઘરનો પતિ તું? શું તે માંડી છે આ? (શ્રોતા-રખડવાની) હીરાલાલજી! આ તો મોટા ગૃહસ્થ છે. આહાહા. તે આ બધું સાંભળવાનો વખત મળ્યો તે ભાગ્યશાળી એમ કહો એ ગયું એનું કાંઇ નહિ, એ તો કટકો કટકો, સાંભળ્યું ઉદાણી? હાથ કપાઈ ગયો, રેલમાં બે મહિના થઇ ગયા, છોકરાનાં લગન કરવા ગયા'તા એમાં આ થયું પૈસાવાળા માણસ ઘણાં. અરે ! દેહનાં બાપા, દેહ છે એ તો, રજકણ જુદા છે ભાઈ, એને રજકણને કઇ રીતે રહેવું એ રજકણની પર્યાયનું કાર્ય છે, તું એને રાખી શકે નહિ. ધ્યાન રાખ્યું હોત તો ન થાત ને આમ થાત એ બધી વાતું ગપ છે. જે જડની પર્યાય જે સમયે જે પ્રકારે થવાની એને ઇન્દ્રને નરેન્દ્ર જિનેન્દ્ર પણ ફેરવી ન શકે પ્રભુ. આહાહાહા ! એ સ્વામી કાર્તિકમાં એ આવે છે ને? કે ભગવાને જે દીઠું છે (તે) થાય એમાં ભગવાન જિનેન્દ્ર ફેરવી ન શકે પોતે પોતાનો પર્યાય જે સમયે થાય એ પોતે ફેરવી નહિ શકે. આહાહા.. એને તો નજરું દ્રવ્ય ઉપર કરવી પડશે એમ કહે છે. આહાહાહા!તે સમયે તે પર્યાય થવાની તે થશે જ, તેને જાણનારાને જગાડ, જાણનારો જ્ઞાયકભાવ છે એને જાણ એટલે પર્યાય જે થાય એ ક્રમે થશે એનો જાણનાર થઇશ. આહાહાહા ! પર્યાય કરવી ય નથી પછી, કહે છે, એમ કહે છે. આહાહા... વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એનો મારગ બહુ જગતથી તદ્ન જુદો છે. આહાહાહા ! Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અહીંયા એમ કહે છે. એ ચૈતન્ય પરિણામ પોતાના ભાવનો કર્તા થાય. ભલે એ માને કે આ મારા પણ તે પારદ્રવ્યનો એ કર્તા થતો નથી, એના લક્ષે થયેલો વિકલ્પ મોક્ષ પાહુડમાં તો કહ્યું છે ને છે. ભગવાને એમ કહ્યું ત્રિલોકનાથ તીર્થંકરદેવે પ્રભુ તું, તું છો અને તારાથી હું જુદો છું. તું મારું લક્ષ કરવા જઇશ તો તને રાગ થશે. અને એ રાગ થશે એ દુર્ગતિ છે, એ ચૈતન્યની ગતિ નહિ પ્રભુ. આહાહાહાહા ! આવી વાત છે, જિનેશ્વર કહે છે. મોઢા સામો કોળીયો કોને ખરાબ લાગે? આંહીં તો ભગવાન કહે કે મારી સામું જોઇશ ને તો ભક્તિમાં તને રાગ થશે. આહાહાહા ! લ્યો, એ આત્માની ગતિ નહિ, ચૈતન્ય ભગવાન વીતરાગભાવે પરિણમવું જોઇએ એ એની ગતિ (રાગ એની ગતિ ) એ નહિ, આવા પોતાના ભાવનો કર્તા થાય છે. ભાવાર્થ-“ધર્માદિના વિકલ્પ વખતે” ધર્માસ્તિકાય દ્રવ્ય, ભાવાર્થ છે ને? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ, પુદ્ગલ એના “વિકલ્પ વખતે જે પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં” હું તો એક જ્ઞાતાદેખા ભગવાન આત્મા ચૈતન્યનો જાણનારો, જાણનાર દેખનાર છું, એમ ભાન નહિ રાખતાં, શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું, જોયું? એ વિકાર થાય એ નહિ, પર તો નહિ પણ વિકાર છે એ પણ હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન ભૂલીને દશામાં ભાન નહિ રાખતાં ધર્માદિના વિકલ્પમાં “ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છ દ્રવ્ય એના રાગમાં એકાકાર થઈ જાય છે... આહાહા ! તે પોતાને ધર્માસ્તિકાયરૂપ માને છે” જોયું? રાગને પોતાનો માને છે ને પરિણમે છે ઇ પરરૂપ પોતાને માને છે. પર કંઇ એ માનવા જાય તો પર આનું થઇ જાય છે? પર તો પરરૂપે રહ્યું છે. આહાહા. ધર્માદિ એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ ને જીવ, છ દ્રવ્ય, એનાં વિકલ્પમાં એટલે એના વિચારના રાગમાં એકાકાર થઇ જાય છે. આહા ! રાગથી ભિન્ન મારી ચીજ જ્ઞાતા છે, તેનું ભાન ભૂલી જાય છે. આહાહા.. તે પોતાને ધર્માતિરૂપ દ્રવ્ય માને છે. એનો જે વિચાર ને વિકલ્પ આવ્યો એ પોતાનો માને છે, એ પરદ્રવ્યને જ પોતાનું માને છે એમ લેવું. અહીંયા, પરદ્રવ્ય તો આંહીં આવતું નથી, પણ પરદ્રવ્યો મારા છે એવો જે વિકલ્પ, રાગ આહાહા! ભારે કામ. (શ્રોતાઃ– જૈન ધર્મ આવો હશે) જૈન ધર્મ જ આ છે. બીજો જૈન ધર્મ છે જ નહિ. દયા પાળો ને વ્રત પાળો ને, એ જૈન ધર્મ જ નથી. (શ્રોતા:- સામાયિક કરવું ને પડિકમણું કરવું ને પોહો કરવો) એ બધા ધર્મ રાગ છે. બધા એ જૈન ધર્મ નથી. ભારે આકરું કામ બાપા. વીતરાગ ત્રણલોકનો નાથ, અનંત અનંત તીર્થકરોનો પોકાર આ છે, અનંત કેવળીઓ પરમાત્માઓ એનો પોકાર આ છે. પ્રભુ તું નિજ પરમાત્મદ્રવ્ય છો ને, પરમાત્મ દ્રવ્ય કીધું ને ભાઈ એમાં ૩૨૦ માં નિજ પરમાત્મ દ્રવ્ય. આહાહા.... સકળ, “જે સકળ નિરાવરણ” પ્રભુ અંદર નિરાવરણ વસ્તુ છે, એને ભાવ રાગ ને દ્રવ્ય કર્મ એનું આવરણ એને છે જ નહિ. વસ્તુને શું હોય, જે સકળ નિરાવરણ અખંડ એક અખંડ વસ્તુ છે, એ એક છે, એ ભેદ પર્યાય વિનાનું તત્ત્વ છે. અવિનશ્વર છે, નાશ ન થાય એવું તત્ત્વ ત્રિકાળી પ્રભુ છે. પ્રત્યક્ષ પ્રતિભાસમ, તારી પર્યાયમાં પ્રત્યક્ષ થઇ શકે એવી એ ચીજ છે. આહાહા! શુદ્ધ પારિણામિક પરમ ભાવ, શુદ્ધ પારિણામિક જે ત્રિકાળી શુદ્ધ સ્વભાવભાવ સહજ ત્રિકાળી એવો જે પરમભાવ તે જેનું લક્ષણ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ગાથા-૯૫ છે એવું નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. પર્યાય હું નહિ, આ યે નહિ. આહાહા ! પર્યાય એમ વિચારે છે, કે “આ” હું છું, “અખંડ સકળ નિરાવરણ એક અવિનશ્વર પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ જેનું,” કોનું? નિજ પરમાત્મ દ્રવ્યનું. તે હું છું. એમ સમ્યગ્દષ્ટિ આમ માને છે. આહાહા..... એય ઉદાણી ! ન્યાં આમાં દાકતરમાં કયાંય મળે એવું ત્યાં મુંબઈમાં મળે એવું નથી. આવું કયાંય? આહાહા ! એ કાલ દાકતરનો પત્ર આવ્યો'તો નહિ? વાંચ્યો નહિ? ભાઈ ઓલું નહોતું આપણને આપ્યું બ્રાહ્મણ, પાઠશાળા ભાવનગર આમ અર્ધમાગધીનો મોટો બ્રાહ્મણ છે મોટો-મોટો પ્રોફેસર આંહીં આવ્યો'તો. આપણે બેનનું પુસ્તક આપ્યું'તું. ઇ કાલ એનો કાગળ આવ્યો'તો કે મહુવામાં જૈન સાહિત્યનાં બધા પંડિતો મોટા મોટા ભેગા થયા'તા મુંબઇથી ને બધાં આ મોટા માલવિયા ને બીજા મોટી યુનીવર્સીટીના વિધાર્થીઓ મોટા હુશિયાર મોટા પંડિતો ભેગા થયા, એમાં બધાએ ભાષણ કર્યા એમાં એક મેં ભાષણ કર્યું'તું સમયસારનું લોકો ખુશી થઈ ગયા, એવા ખુશી થયા છે. ઓહોહોહો ! પછી ઓલા એ શ્વેતાંબર હશે થોડુંક જીવવિચાર નવતત્ત્વનું હોય ને પુસ્તક આ એને ભેટ આપ્યું, પણ આ કયાં ચીજ છે? એણે બિચારે લખ્યું છે, કાગળ આવ્યો છે, બહુ મને વખાણ કર્યા એ વખાણ પ્રભુ મારા નથી હોં, એ તો તમારા છે કહે, એમ લખ્યું છે કાગળ આવ્યો છે એનો. આહાહા.... આંહીં કહે છે કે પ્રભુ તું નિજપરમાત્મદ્રવ્ય સિવાય, વિકલ્પ ઊઠે છે પરદ્રવ્યનો એ વિકલ્પનો કર્તા થાય એ પણ મિથ્યાદેષ્ટિ અજ્ઞાની છે. આહાહાહા..... આ પ્રમાણે અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે, તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા આનો થાય, પરિણામનો કર્તા વિકારનો અને તે અજ્ઞાનરૂપભાવ તેનું કાર્ય છે, એ અજ્ઞાન પરિણામ કર્યા તે તેનું કાર્ય છે, બાકી બીજા દ્રવ્યમાં એનું કાંઇ કાર્ય છે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) સમયસાર કળશ-૨૪૦ માં છે ને..! “ઈશ્નો મોક્ષાથો” – મોક્ષપંથ એક જ છે. અંતર આનંદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદમાં એકાગ્ર થવું, એ એક જ મોક્ષપંથ છે; એનાથી અલ્પ કાળમાં (મુક્તિને પ્રાપ્ત કરે છે). એની જયસેનાચાર્યની સંસ્કૃત ટીકામાં લખ્યું છે કે કારણ કે, આ પંચમ કાળ છે એટલે એને ત્રીજે ભવે મુક્તિ થાય જ. સમજાણું કંઈ ? (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૭૯, નિયમસાર શ્લોક-૧૦૯) Page #47 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ 5 ततः स्थितं कर्तृत्वमूलमज्ञानम्। एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ। अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण।।९६ ।। एवं पराणि द्रव्याणि आत्मानं करोति मन्दबुद्धिस्तु। आत्मानमपि च परं करोति अज्ञानभावेन।।९६ ।। यत्किलक्रोधोऽहमित्यादिवद्धर्मोऽहमित्यादिवच्चपरद्रव्याण्यात्मीकरोत्यात्मानमपिपरद्रव्यीकरोत्येवमात्मा, तदयमशेषवस्तुसम्बन्धविधुरनिरवधिविशुद्धचैतन्यधातुमयोऽप्यज्ञानादेव सविकारसोपाधीकृतचैतन्यपरिणामतया तथाविधस्यात्मभावस्य कर्ता प्रतिभातीत्यात्मनो भूताविष्टध्यानाविष्टस्येव प्रतिष्ठितं कर्तृत्वमूलमज्ञानम्। तथाहियथा खलु भूताविष्टोऽज्ञानाद्भूतात्मानावेकीकुर्वन्नमानुषोचितविशिष्टचेष्टावष्टम्भनिर्भरभयङ्करारम्भगम्भीरामानुषव्यवहारतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति, तथायमात्माप्यज्ञानादेव भाव्यभावकौ परात्मानावेकीकुर्वन्नविकारानुभूतिमात्रभावकानुचितविचित्रभव्यक्रोधादिविकारकरम्बितचैतन्यपरिणामविकारतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति। यथा वाऽपरीक्षकाचार्यादेशेन मुग्धः कश्चिन्महिषध्यानाविष्टोऽज्ञानान्महिषात्मानावेकीकुर्वन्नात्मन्यभ्रङ्कषविषाणमहामहिषत्वाध्यासात्प्रच्युतमानुषोचितापवरकद्वारविनिस्सरणतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति, तथायमात्माऽप्यज्ञानाद् ज्ञेयज्ञायकौ परात्मानावेकीकुर्वन्नात्मनि परद्रव्याध्यासान्नोइन्द्रियविषयीकृतधर्माधर्माकाशकालपुद्गलजीवान्तरनिरुद्धशुद्धचैतन्यधातुतया तथेन्द्रियविषयीकृतरूपिपदार्थतिरोहितकेवलबोधतया मृतककलेवरमूछितपरमामृतविज्ञानघनतया च तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति। તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું એમ હવે કહે છે જીવ મંદબુદ્ધિ એ રીતે પારદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬. uथार्थ:-[ एवं तु] ॥ शत [ मन्दबुद्धिः] भंहद्धि अर्थात् शनी [अज्ञानभावेन] मशानमाथी [ पराणि द्रव्याणि ] ५२ द्रव्योने [आत्मानं ] पो॥३५. [ करोति] ३२ छ [अपि च भने [आत्मानम् ] पोताने [ परं] ५२ [ करोति] ३२ छे. ટીકાખરેખર એ રીતે, “હું ક્રોધ છું' ઇત્યાદિની જેમ અને “હુંધર્મદ્રવ્ય છું' ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે; તેથી આ Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૩૩ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ રીતે, ભૂતાવિષ્ટ ( જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા )પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા ) પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. તે પ્રગટ દેષ્ટાંતથી સમજાવવામાં આવે છે: જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક ક૨તો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર *આરંભથી ભરેલા અમાનુષ વ્યવહા૨વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ ૫૨ને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકા૨વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક ક૨તો થકો, ‘હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું’ એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી વ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેયજ્ઞાયકરૂપ ૫૨ને અને પોતાને એક ક૨તો થકો, ‘હું ૫૨દ્રવ્ય છું’ એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ ક૨વામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડે ( પોતાની ) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ ક૨વામાં આવેલા રૂપી પદાર્થો વડે ( પોતાનો ) કેવળ બોધ (જ્ઞાન ) ઢંકાયેલ હોવાથી અને મૃત કલેવર (-શ૨ી૨ ) વડે ૫૨મ અમૃતરૂપ વિજ્ઞાનથન ( પોતે ) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ:-આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, ૫૨ શેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ શાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તુત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું. * આરંભ = કાર્ય; વ્યાપાર; હિંસાયુક્ત વ્યાપાર. પ્રવચન નં. ૧૯૦ ગાથા-૯૬ ગુરુવાર, મહા સુદ-૧૨, તા.૮/૨/’૭૯ ઉપર પહેલી લીટી “હવે કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું એમ હવે કહે છે.” પહેલી ગાથામાં આવી ગયું ને ? કે પોતે જ્ઞાનાનંદ સહજાત્મસ્વરૂપ પ્રભુ પોતે શુદ્ધ જ્ઞાનથન હોવા છતાં તેને ભૂલીને–ક્રોધ, માન, માયા, લોભ આદિ ૧૭ બોલ, ક્રોધ આવ્યો'તો મૂળમાં, સોળ પછી સત્તર Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ થયા ને ? ક્રોધ તો મૂળ હતો, સોળ સૂત્ર પછી, પોતે જ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, જ્ઞાતાદેષ્ટા તેને ભૂલી અનાદિથી અજ્ઞાની, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, કર્મ, મોહ, નોકર્મ, આ કર્મ અહીં સંબંધવાળા લીધા છે. ધર્માસ્તિ આદિમાં તો છ દ્રવ્ય લેશે જ, પણ આંહીં, આંહીં આઠ કર્મ, નોકર્મ, આહા૨ક શ૨ી૨, પાંચ ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મન અને ત્રણ શ૨ી૨ ઔદારિક, તેજસ ને કાર્યણ એને અહીંયા નોકર્મ કહે છે. સમજાય છે કાંઈ ? આવે છે ને ૫૫ શ્લોકમાં, નવ બોલ એટલે કે અહીંયા ક્રોધ થાય, માન, માયા, લોભ, રાગ, આ વેપાર ધંધાનો રાગ, વિષયનો રાગ, માનનો રાગ, એ બધો રાગ છે, એ ખરેખર તો કર્મના ભાવકનું ભાવ્ય છે. તે આત્માનું સ્વરૂપ નથી, છતાં તેને સ્વરૂપના જ્ઞાનને ભૂલીને, હું ક્રોધ છું, હું માન છું, માયા છું, લોભ, લોભ આ લોભ છું, રાગ ને દ્વેષ મોહ છું, કર્મ જે આઠ છે અને નોકર્મ મન, વચન, કાયા, ત્રણ શ૨ી૨ ને આહા૨ક શ૨ી૨ ને લેશ્યા ને શ્વાસ આદિ અને મન, વચન ને કાયા ને પાંચ ઈન્દ્રિય કેટલા ? ૧૭ બોલ લીધા છે. વિશેષ સમજવા. એ બધા હું છું. માટે તેનો હું કર્તા છું રાગનો, એ મિથ્યાત્વ અજ્ઞાનભાવ છે. આહાહાહા.... સમજાય છે કાંઈ ? અને ધર્માસ્તિ આદિ છ દ્રવ્ય છે, એ ૫૨ છે આત્મદ્રવ્યથી. એ છ દ્રવ્યનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે એ વિકલ્પનો કર્તા છઉં એણે છ પદ્રવ્યને પોતાનું માન્યું. આહાહાહા..... બહુ આકરું કામ છે. એવા ૧૭ બોલ અને એ સિવાય પણ ગુણગુણી ભેદનો વિકલ્પ વિગેરે લેવો, એ બધાં મારાં છે ને હું એનો કર્તા છું, એ મિથ્યાત્વભાવ અજ્ઞાનભાવ છે, સંસારના પરિભ્રમણનું એ મૂળીયું છે. આહાહાહા...... અને છ દ્રવ્ય, આ આત્મા સિવાય પર, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, પુદગલ, ૫૨માણું આદિ અને અન્ય જીવ, સ્ત્રી, કુટુંબ પરિવા૨ ને દેવ, ગુરુ, શાસ્ત્ર એ અન્ય જીવ એ હું છું, એ મારા છે, એવો જે વિકલ્પ રાગ તેનો કર્તા થાય એ અજ્ઞાન છે. આહાહા ! એ કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. આ એમ કહે છે, છે ને લીટી ઉ૫૨, એમ હવે કહે છે. વિસ્તાર કરે છે. ૯૬ ગાથા. एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ । अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण । । ९६ ।। મંદબુદ્ધિ અજ્ઞાની કીધા છે. આહાહા ! 66 હરિગીત “જીવ મંદબુદ્ધિ” ઓહો, વિભંગજ્ઞાન હોય સંસારના બહુ ક્ષયોપશમનાભાવ હોય છતાં તેને આ રાગ મારો, ૫૨દ્રવ્ય મારા, એવી બુદ્ધિને મંદબુદ્ધિ કીધી છે. અજ્ઞાન કીધું છે મંદબુદ્ધિનો અર્થ “નિજ આત્માને પણ એ રીતે અજ્ઞાનભાવે ૫૨ કરે.” આહાહા ! ટીકાઃ– ૯૬ ની ટીકા “ખરેખર એ રીતે ” સત્યાર્થ રીતે જોઈએ તો, કહે છે એ રીતે જે કીધું એ ત્યાં, “હું ક્રોધ છું,” અણગમો આવેને અંદર એ હું છું, એ માન્યતા અજ્ઞાન મિથ્યાત્વ છે, આહાહાહા.... ત્યાં કેમ બેઠા સુમનભાઈ ! આંહીં છે જગ્યા, કહો, સમજાણું કાંઈ ? હું આનંદ ને જ્ઞાન ને વીતરાગ મૂર્તિ છું એવું ભૂલીને એ દયા દાનનો ભાવ, રાગ અને વેપાર આદિનો ભાવ રાગ અને પ્રતિકૂળતામાં થતો દ્વેષ, કર્મ અને નોકર્મ આહાર, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસ. આહા૨ક શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા, મન, એ બધા મારા છે, એવો જે વિકલ્પ કરે છે, તે વિકલ્પનો એ કર્તા થાય છે. તેથી તે કર્તાનું મૂળ અજ્ઞાન થયું, ઠર્યું છે ને ? આહાહા ! Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ગાથા-૯૬ આહાહા ! હું ક્રોધ ઇત્યાદિની જેમ ઈત્યાદિ એટલે કે ૧૭ બોલ લેવા છે. આ ક્રોધ ને સિવાય-૧૬ તો ક્રોધ સિવાય-૧૬, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, કર્મ, નોકર્મ, મન, વચન ને કાયા આદિને પાંચ ઇન્દ્રિયો, એ ૧૭ બોલમાં હું છું, એવો વિકલ્પ કરતાં રાગ કરે તેનો કર્તા થાય, એ અજ્ઞાન છે. આહાહાહા... અને હું ધર્મદ્રવ્ય, છ દ્રવ્ય, ધર્માસ્તિકાય તત્ત્વ છે, ભગવાને જોયેલું જગતમાં, એનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે, એ વિકલ્પનો હું કર્તા છું એણે ધર્માસ્તિકાય પોતાનું છે એમ માન્યું. આહાહા ! એમ અધર્માસ્તિ, આકાશ, કાળ અને કર્મ, નોકર્મમાં અમુક પુગલ આવ્યા'તા સંબંધવાળા એ સિવાયનાં પુદ્ગલો બધા અને બધા જીવો સ્ત્રીનો જીવ હોય, પુરૂષનો જીવ હોય, છોકરાઓનો જીવ હોય, ભગવાનનોય જીવ ને ગુરુનોય જીવ હોય, એ બધા જીવો પર છે, અને જે અંદર વિકલ્પ ઊઠે, મારા છે એ એનો એ ચીજનો કર્તા તો થતો નથી, કારણ કે એ તો સ્વયં ચીજ છે. કારણ કે એ ચીજ છે, એનો તો એ કર્તા થતો નથી, પણ તેનો વિકલ્પ ઉઠાવે છે, કે આ મારા, એવા રાગનો એ કર્તા થાય એ અજ્ઞાન છે, મિથ્યા છે! હું ધર્મદ્રવ્ય છું-ઇત્યાદિ એટલે છ દ્રવ્ય. જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે, ઇત્યાદિની જેમ, આત્મા પરદ્રવ્યોને એટલે ક્રોધ માન, માયા આદિ અને છ દ્રવ્ય એને પોતારૂપ કરે છે. આહાહાહા... ઘણી ગાથા ઊંચી આવી છે બહુ. એકદમ જેને રાગથી ભિન્ન ભેદવિજ્ઞાન નથી, એ વિકલ્પ ઊઠે તેનાથી ભેદવિજ્ઞાન નથી, એ બધાય રાગાદિને અભેદપણે માનીને પોતાનો રાગનો ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે. એ સંસાર છે, દુઃખ છે, મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વમાં અનંતા જનમમરણ કરવાની તાકાત છે. આહાહા ! એ આત્મા પરદ્રવ્યોને, પારદ્રવ્યો એટલે બધાં ક્રોધાદિ બધાંય પરદ્રવ્યો એટલાં એ રાગ, દયા, દાનનો, ધંધાનો રાગ, એ બધા પાપ પર છે. આહાહા ! એ પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે અરસપરસ, ક્રોધ, રાગ, પુણ્ય, ધર્માસ્તિ આદિ પરદ્રવ્યને પોતાનાં કરે છે અને પોતાને પરદ્રવ્યરૂપ કરે છે. આહાહા !દયા પાળવાનો ભાવ છે રાગ, એ દયા પાળી શકતો નથી પણ પાળવાનો રાગ છે, એ મારો છે એવો જે વિકલ્પનો કર્તા થાય તે અજ્ઞાની છે. આહાહાહા! ગજબ વાત છે. વીરનો મારગ છે આ તો. હીરાલાલજી? આહાહા ! એકકોર ભગવાન આત્મા આનંદ ને અનંત ગુણનું ધામ એ અને એનાથી ભિન્ન આ રાગાદિ ૧૭ બોલ અને ધર્માતિ આદિ છ બોલ, ૨૩ બોલ થયા એમાં બધા આવી ગયા આમાં. આહાહા ! એ બોલને પોતાનાં કરે છે અને પોતાને પરરૂપ કરે છે, છે? તેથી આ આત્મા, તેથી આ આત્મા જો કે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત, આહાહાહા ! એ શુભ-અશુભ રાગ, કર્મ, નોકર્મ અને આ છ દ્રવ્ય એ બધાંથી સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત છે. ભગવાન તો રાગાદિ છ દ્રવ્યથી તો સંબંધ રહિત છે. આહાહાહા ! કહો આ મારો દિકરો ને આ મારો બાપ (શ્રોતા –કલ્પના માત્ર છે) એવો વિકલ્પ ઉઠાવે તેનો કર્તા થાય, એ પરદ્રવ્યનાં રાગ અને પદ્રવ્યથી સંબંધ રહિત પ્રભુ છે. આહાહાહા ! એ ૧૭ બોલ અને ૬ બોલ એ ૨૩ બોલનાં ભાવથી પ્રભુ રહિત છે આત્મા. આહાહાહા ! એવું બેહદ “સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે” આહાહાહા ! Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ તો એક વિચાર એવો આવ્યો'તો ઓલાં ૪૭ શક્તિ છે ને ? એમાં અસ્તિત્વ શેમાં આવે કીધું ? તો એ જીવત્વ શક્તિમાં અસ્તિત્વ આવે છે, જીવત્વ શક્તિ છે ને દર્શન, જ્ઞાન, આનંદ ને સત્તા ને એક સાધારણ, અસાધારણ એમાં અસ્તિત્વ આવે છે. આહાહા ! આત્મામાં પોતે બેહદ શુદ્ધ અસ્તિત્વ સ્વભાવવાન તત્ત્વ એમ કહે છે. આહાહા ! એ બધાં પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, કામ ને ક્રોધ, શરીર ને વાણી, મન ને કર્મ, આહાર અને શ્વાસ, આ શ્વાસ, આહાર લેવાની વૃત્તિ આહાર, શ્વાસ, ભાષા, મન, આહાહા ! આહાર, શ્વાસ, ભાષા, મન દશ પ્રાણ છે. એનાથી પ્રભુ ભિન્ન છે અંદર અને અન્ય આત્માઓ અને અન્ય ૫૨માણુંઓથી પણ પ્રભુ તું બેદ શુદ્ધ ચૈતન્યધાતુ ૫૨ના સંબંધ રહિત છે. આહાહા ! એને સંબંધવાળો માનવો એ મિથ્યાત્વભાવ છે. આહાહા ! ભાષા તો સાદી છે ભાઈ હીરાલાલજી! આવું છે, માલ છે માલ. આંહીં તો એકકોર રામ ને એકકોર ગામ, એકકોર એ રાગથી માંડીને બધા દ્રવ્યો ૫૨ તેના સંબંધથી પ્રભુ રહિત છે આત્મા. આહાહાહા ! પણ છે કેવો ? સંબંધ રહિત છે, છે કેવો ? આહાહા ! “બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય ” આહાહા ! જેને જ્ઞાન ધારી રાખ્યું છે ધાતુ એટલે જ્ઞાન સ્વભાવ, બેદ, અપરિમિત મર્યાદા વિનાનું જેનું જ્ઞાન અપરિમિત અનંત છે. બેહદ ચૈતન્ય ધાતુ, શુદ્ધ ચૈતન્યધાતુ પાછી, એવો છે પ્રભુ આત્મા તો, એને આત્મા કહીએ. બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય, ચૈતન્યધાતુવાળો એમ નહિ, બેહદ શુદ્ધ ચૈતન્યમય ધાતુ ચૈતન્યમય આખું ચૈતન્યપણું અનંત બેહદ જેણે ધારી રાખ્યું છે. આહાહા ! એ રાગ ને દયા, દાનનાં વિકલ્પને ૫૨ને ધારી નથી રાખતો એ તો ૫૨ના સંબંધ વિનાનો જ પ્રભુ છે. આહાહાહા ! અરેરે ! અનંત અનંત કાળમાં રખડતાં એને પોતાની ચૈતન્ય વસ્તુ શું છે? એનું એને ભાન ને માહાત્મ્ય ન આવ્યું, એને છોડીને ૫૨ના માહાત્મ્ય આવ્યા. આહા ! કાંઇક પૈસા થયા બે પાંચ કરોડ, છોકરા સારા થયા, આબરું, બે વર્ષે છોકરો સોળ વર્ષમાં આઠ થાય, ચોવીસ વર્ષમાં બાર, બબ્બે વર્ષે છોકરા થાય અને પાછા બધા રળવા શીખી જાય, એટલે જાણે કે ઓહોહોહો ! કેવડો હું મોટો હું થયો. હેં ? બારભાયા નથી ? વીંછીયામાં છે ને, બાર ભાયું, બાર, વીંછીયામાં છે. બાર શું બત્રીસ હજાર છોકરી–ચક્રવર્તીને ૬૪ હજા૨ દિકરા હોય. ચક્રવર્તી છે એને ચોસઠ હજા૨ દિકરા, બત્રીસ હજાર દિકરી, છનું હજા૨, અરે કોના છે બાપુ. આહાહા ! એ મારા ને હું એનો એને મારા કર્યાં ને પોતાને એનો કર્યો, હૈં? આહાહા ! આવો પ્રભુનો મારગ છે. આહા! બેહદ ૫૨ રાગના વિકલ્પને ધર્માસ્તિ અને ૫૨જીવનાં ૫૨માણુંના પુદ્ગલના કર્મના આહાર ને શ્વાસનાં, આ શ્વાસ છે ને અંદર એનાં સંબંધ રહિત પ્રભુ છે અંદર. સમજાણું કાંઇ ? એ શ્વાસ ચાલે છે, એમાં છે આત્માના પ્રદેશો એકલો ૫૨માણું નથી, પણ એ શ્વાસથી પણ ભગવાનનો આત્મા ભિન્ન છે. આહાહા ! આહાર, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, નવ, છ અને ત્રણ શ૨ી૨, ઔદારિક તેજસ ને કાર્યણ ઔદારિક વૈક્રિયિક અને આહા૨ક તેજસ ને કાર્યણ તો આવી ગયું આઠ કર્મમાં, એનાથી ભગવાન આત્મા અનંત હ્રદ વિનાની જેની ચૈતન્યધાતુ શુદ્ધ છે, હદ નહિ જેની, મર્યાદા નહિ. આહાહા ! એવો શુદ્ધ ચૈતન્યધાતુમય ભગવાન આત્મા એને આવો હોવા છતાં તો પણ, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પ્રભુ તો આત્મા છે. આહા... Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૩૭ આવો હોવા છતાં ધાતુમય છે તો પણ એમ, અજ્ઞાનને લીધે આ બેદ શુદ્ધ ચૈતન્યધાતુ છું એના અજ્ઞાનને લીધે એનું ભાન એને નથી. બેદ, મર્યાદા વિનાનું શુદ્ધ ચૈતન્યધાતુ બેદ. આહાહા ! જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જેની હદ નથી, એવી બેદ શુદ્ધ ચૈતન્યધાતુ ભગવાન આત્મા આવો હોવા છતાં, તો પણ અજ્ઞાનને લીધે પોતાના આવા સ્વરૂપનાં અજ્ઞાનને લીધે, આહાહા ! આવું એનું સ્વરૂપ છે છતાં તેના ભાન વિના, આહાહા ! આવો હિરલો અંદર ભગવાન બેદ શુદ્ધ ચૈતન્યધાતુમય હીરો છે મોટો પ્રભુ, ચૈતન્ય રત્નાકર ! આવો છે તોપણ અજ્ઞાનને લીધે એની એને ખબર નથી, હું આવો છું એવી એને ખબર નથી. આહા ! અજ્ઞાનને લીધે જ આહા... અજ્ઞાનને લીધે જ, કર્મને લીધે એમ નહિ, પોતાના આવા સ્વરૂપના અજ્ઞાનને લીધે જ, આહા... “સવિકાર અને સોપાધિક” બે લીધાં “સવિકાર ક્રોધ આદિ” “સોપાધિક છ દ્રવ્ય” કરાયેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી વિકાર સહિત અને સોપાધિક છ દ્રવ્ય ૫૨ છે, એનો વિકલ્પ ઉઠાવીને ઉપાધિવાળો ભાવ એથી કરાયેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી ચૈતન્યનાં એવા વિકારી અને ઉપાધિક પરિણામ અવસ્થાવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આહાહા ! ૫૨નો નહિ તે પ્રકા૨ આ મારા છે અને હું એનો છું એવો જે વિકલ્પ એનો એ કર્તા થાય છે. આહાહાહા ! છે ? શું ટીકા ! આહાહાહા ! અત્યારે ભરતક્ષેત્રમાં આવી ટીકા બીજે તો નથી પણ જૈન દિગંબરમાં આ આવી ટીકા છે એવી બીજામાં નથી ! આહાહા ! કેવળીના કથનો ભર્યા છે એકલાં. આહાહા ! તે સત્તર બોલ કીધાં એ, અને છ દ્રવ્ય એ ઈ ? એ મારા છે એવો સવિકાર અને ઓલા છ દ્રવ્ય મારા છે એવો સોપાધિક કરાયેલા ચૈતન્ય પરિણામવાળો એ ચૈતન્યનું પરિણામ છે વિકારી આ મારા ને હું એનો એવા ચૈતન્યના પરિણામનો વિકારી ભાવ છે, તે પ્રકા૨ના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આહાહા ! તે પ્રકારનાં રાગનો ને વિકારના ભાવનો ઉપાધિ ભાવ મારો છે વિકારી, એવા ભાવનો તે કર્તા પ્રતિભાસે છે. છ દ્રવ્ય છે એનો એ કર્તા કયાં છે? એ તો ૫૨ છે. આહાહાહા ! કર્મ ને નોકર્મ એ ૫ણ ૫૨ છે. એનો કર્તા કેમ થાય ? એ તો ૫૨ વસ્તુ છે. તો એના તરફના લક્ષવાળો આ મારા છે ને હું એનો એવો જે વિકારી ભાવ, તે ચૈતન્યના પરિણામે પરિણમતો વિકા૨ી તેનો એ કર્તા પ્રતિભાસે છે. એને આત્મા બેહદ અંતર ચૈતન્યધાતુ છે તે પ્રતિભાસતી નથી. આહાહા ! સમજાય છે કાંઇ ? ભગવાન આત્મા બેદ અનંત અનંત અનંત ચૈતન્યધાતુ એવો જે ભગવાન આત્મા અંદર, એને ન જાણતાં એનું અજ્ઞાન હોવાને લીધે જે તેમાં નથી તે રાગદ્વેષ, દયા, દાન, પુણ્ય, પરિણામ એ આત્મામાં નથી, તે આત્માનાં નથી, એને પોતાના વિકલ્પથી કરતો, આવું ત્યાં મુંબઇમાં કયાંય મળે એવું નથી ત્યાં કયાંય હોળી સળગે છે મોહમયીનગરી તો મોહમય ( શ્રોતાઃ- આપ આવો ત્યારે મળે છે ને ) આ તો એકલા વિનાની વાત કરી ને એકલા ત્યાં રહે છે ને ? આહાહા! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, પરમેશ્વર એમ ફરમાવે છે, પ્રભુ તું બેહદ ચૈતન્યધાતુવાળો છે ને નાથ બેહદ શુદ્ધ ચૈતન્યધાતુ ચૈતન્ય બેદને ધારનાર ધારી રાખેલો તું છે ને ? આવી ચીજની તને ખબર નથી પ્રભુ, અને તેને ભૂલીને તેમાં નથી એનો સંબંધ તારે નથી, એવા દયા દાનનાં પરિણામને ૫૨ભાવો ને ૫૨દ્રવ્ય એને મારા માનીને રાગનો કર્તા થા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પ્રભુ એવો મૂઢપણે, અજ્ઞાનપણે તું કર્તા થાય છે. આહાહા ! કહો દેવીલાલજી! આવી વાતું છે. સાંભળવું કઠણ પડે. અરે શું થાય ભાઈ. અરે! બેહદ શુદ્ધ ચૈતન્યધાતુ પ્રભુ છો ને તું, તને તારી ખબર નથી નાથ, અનંત અનંત બેહદ ચૈતન્યધાતુ ચૈતન્યરત્નાકર, અનંત અનંત પવિત્ર ગુણોનો ચૈતન્યનો ધામ પ્રભુ તું છો. આહાહાહા ! એના અજ્ઞાનને લીધે, એના ભાન વિના એમાં નથી તેવા પુણ્ય ને પાપના ભાવ ને છ દ્રવ્યને વિકલ્પથી મારા કરીને તું વિકલ્પનો અજ્ઞાનપણે કર્તા થાય છો ભાઈ તું, રખડવાના લખણ છે તારા બધાં. કહે છે કે દયા કરી, દાન આપવું, ભક્તિ કરવી, પૂજા કરવી ભગવાનની, વ્રત કરવા, અપવાસ કરવા એ ધર્મ છે એમ અજ્ઞાની કહે છે. અહીં કહે છે કે એ તો બધો વિકલ્પ રાગ છે ભાઈ તને ખબર નથી, આ ચૈતન્ય તો આનંદકંદ જેમાં રાગની વૃત્તિ ઊઠે એવું સ્વરૂપ જ નથી. આહાહાહા ! કહો શશીભાઈ? આવ્યું છે જુઓને કેટલું સરસ આવ્યું છે પ્રભુ, તું તો બેહદ અનંત અનંત અનંત અનંત ચૈતન્યધાતુ જ્ઞાન દર્શનને ધરનારો, એવો અનંત ગુણનો ધરનારો પવિત્ર પ્રભુ તું છો ને, આવો હોવા છતાં પ્રભુ તને તારી ખબર નથી, તારા સ્વભાવના બેહુદનાં ભાન વિનાનો, તારામાં નથી તેવા શુભ-અશુભ રાગ અને પરદ્રવ્યને મારા કરીને વિકલ્પ કરીને તું વિકલ્પનો કર્તા થાય છે, એ અજ્ઞાન છે. આહાહાહા ! હીરાલાલજી! બહુ સરસ આવ્યું છે હોં. આહાહા !(શ્રોતા:-ભાગ્યશાળી ) ભાગ્યશાળી!ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞદેવ ફરમાવે છે એ આ સંતો જાહેરાત, આડતિયા થઈને જગતને જાહેર કરે છે. પ્રભુ તું પ્રભુ છો, આજ તો એમ આવ્યું'તું એક એક ગુણમાં પ્રભુતા ભરી છે, જીવતર શક્તિ પ્રભુતાથી ભરી, ચીતિ શક્તિ પ્રભુતાથી ભરી, દેશીશક્તિ પ્રભુતાથી ભરી, જ્ઞાન, સુખ શક્તિ, વીર્ય, વિભુત્વ, પ્રભુત્વ, સર્વદર્શી પણ પ્રભુતાથી ભરેલી, સર્વજ્ઞ શક્તિ પ્રભુતાથી ભરેલી એવી અનંત શક્તિઓનો સાગર અને એક એક શક્તિમાં પ્રભુતાથી ભરેલો ગુણ, એવા બેહદ ગુણોનો ધરનાર પ્રભુ તું અને એને ભૂલીને પામર જે રાગ, દયા, દાન, વ્રત, વિકલ્પનો રાગ એનો અજ્ઞાનપણે કર્તા થાય. પ્રભુ તું રખડી મરીશ. ચીમનભાઈ ! આહા! આવું છે. મુંબઇમાં તો અમે આવીએ ત્યારે એટલી બધી ઝીણી વાતું કરીએ તો દશ દશ હજાર માણસ ત્યાં હોય. આહાહાહા ! દાખલા ને દલીલ ને એવું બધું કરે ત્યારે માંડ (પકડાય) શું કરે? એવી આ ચીજ અત્યારે સંપ્રદાયમાંથી વિંખાઈ ગઈ છે! આખી. આહાહા ! પ્રભુ ત્રણલોકનો નાથ વીતરાગદેવ એમ ફરમાવે છે કે પ્રભુ તું કોણ? તું રાગ? તું દયા દાનના પરિણામ એ તું? તું પરજીવ તું? શરીર તું? કર્મ તું? શ્વાસ તું? આહાર તું? આહાહાહાહા ! ભાષા તું? મન તું? ના, આહાહા ! ભગવાન પ્રભુ અંદર ચૈતન્ય તો બેહુદ શુદ્ધ ચૈતન્યધાતુ. ધાતુ એટલે ચૈતન્યપણું જેણે ધારી રાખ્યું છે, આહાહાહા! સર્વશપણું જેણે ધારી રાખ્યું છે. આહાહાહા! બેહદ કીધું ને ? ચૈતન્યધાતુ બેહુદ કીધી ને? અને સર્વજ્ઞ સ્વભાવ જેણે ધારી રાખ્યો છે, એવા અનંતા અનંતા ગુણો, બેહદ છે તેને પ્રભુ તેં ધારી રાખ્યા છે, એટલે કે તારામાં છે, એવી ચીજને તું ભૂલી ગયો પ્રભુ અને તેને ભૂલી અને આ રાગ મારો, પુણ્ય મારા ને દયા, દાનનાં પરિણામ એ મારા પ્રભુ તને, શું કર્યું તે આ, તું અજ્ઞાનપણે એ રાગનો કર્તા થયો પ્રભુ. આહાહાહાહા ! Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ગાથા-૯૬ પુંજાભાઈ ! આવી વાતું છે. આહાહા ! ત્રણ લોકના નાથ પરમેશ્વર જિનેશ્વર સર્વશદેવ, ઇન્દ્રો ને ગણધરોની વચ્ચે આ ફરમાવતા હતા. આહા! આ વાત છે પ્રભુ તને તારી મોટપ ન બેસે નાથ. આહાહાહા ! એક રાગ જરી આવ્યો બાઇડીનો કુટુંબનો ત્યાં તો રાજી રાજી. મારી સ્ત્રી, મારો દિકરો, હું કમાઉ ચ્યો લાખ બે લાખ પેદા કરું છું મહિને, અરે શું છે પ્રભુ, તને શું થ્ય આ? સનેપાત ક્યાંથી વળગ્યો આ. એ ભોગીભાઈ ! આવી વાતું છે. અહીંયા તો મોટાભાઈને લાવ્યાં સારું કર્યું હારે હારે, બાપુ શું કહીએ અમે. મારગડા આ છે. ભલે દુનિયા ન માને અને ન હોય તેથી સત્ છે તે બદલાઈ જાય એવું નથી. આહાહા! શું વાત છે ૯૬ ગાથા. હીરાલાલજી ! ભાગ્યશાળી આવ્યાં પણ આ બરાબર જો. આહા... બાકી તો થવું હોય એ થાય શરીરાદીનું-હું? આહાહા ! પ્રભુ, ૨૩ બોલ કહ્યાં, ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, મોહ, કર્મ, નોકર્મ, મન-વચન ને કાયા, બાર ને પાંચ ઈદ્રિયો સતર, ઈ સિવાય પણ વિકલ્પ જેટલાં ઉઠે એ રાગ એ બધાં પર છે એની સાથે તારે કાંઈ સંબંધ નથી. અને આ ધર્માસ્તિ, અધમાસ્તિ ભગવાને, જિનેશ્વરદેવે, ત્રણલોકનાં નાથે છ દ્રવ્ય જોયાં, ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ, કાળ, જીવ ને પુદ્ગલ. પ્રભુ એ છ દ્રવ્યની હારે તારે કાંઈ સંબંધ નથી. આહાહા ! અને તેનો છું એમ માનીને અજ્ઞાનપણે તે પ્રકારના રાગનો ને વિકારનો તું કર્તા થાય છો. વિકારી પરિણામનો ને ઓલાં છ દ્રવ્યનાં વિકલ્પના ઉપાધિભાવનો. આહા! શું ગાથા અમૃત રેડયાં છે અમૃતચંદ્ર આચાર્ય. આહા! ઈ આમાં આવશે. હમણા આવશે છેલ્લે આવશે. અમૃતનો સાગર ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર, અમૃતનો સાગર પ્રભુ મૃતક કલેવરમાં મુર્જીણો. શું કહ્યું? અહીંયા આવે છે નીચે, જુઓ, આહાહા! નીચે છે જુઓ નીચે છેલ્લી લીટીઓ રૂપી પદાર્થ વડે કેવળ બોધ ઢંકાયેલો હોવાથી અને મૃતક કલેવર, એ છેલ્લી ગાથા, છેલ્લા મૃતક કલેવર વડે, આ તો મડદું છે પ્રભુ! આ શરીર તો મૃતક કલેવર, પરમાણું માટી મડદું છે આમાં ચેતન આ નથી કાંઈ ચેતન તો જુદી ચીજ છે. આ મૃતક કલેવર છે પ્રભુ. આહાહા!મૃતક કલેવર વડે “પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન છે? પ્રભુ તો બેહદ પરમ વિજ્ઞાનઘન આત્મા છે. આહાહાહાહા ! પરમ અમૃતરૂપ અમૃતચંદ્ર આચાર્ય છે ને. આહા ! આ મૃતક મડદું-મડદું, ધૂળ, માટી, મડદું છે પ્રભુ, એ મૃતક કલેવર વડે અમૃત, પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન મૂછિત થયો હોવાથી, એ મારા છે ને એ હું ( એનો) છું એમ મૂર્છાય ગયો પ્રભુ. તું તે પ્રકારનાં ભાવનો કર્તા પ્રતિભાસે છે, છેલ્લું એ શબ્દ છે પછી... આહાહા ! એ અમૃત બેહદ ધાતુમાં આ લેવું અમૃતનો કુંડ છે આનંદ આનંદ અતીન્દ્રિય આનંદનો બેહદ, બેહુદ અતીન્દ્રિય આનંદનો શુદ્ધ આનંદનો કંદ પ્રભુ છે, આવો હોવા છતાં તે અમૃતનો સાગર પ્રભુ, મૃતક કલેવરમાં મૂછણો. આહાહા ! મડદું, શરીર મડદું છે, આ તો માટી, ભગવાન અમૃતનો સાગર અંદર પ્રભુ છે એમ જિનેશ્વરદેવ ફરમાવે છે ને એમ છે. આહાહાહા! અમૃતનો, પરમ અમૃતનો વિજ્ઞાનઘન એમ લીધું તું ને? પરમ અમૃતરૂ૫ વિજ્ઞાનઘન એમ પાછું, આનંદ ને જ્ઞાન બે આખા છે, પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન અંદર ભગવાન આત્મા છે ભાઈ તને ખબર નથી. આહાહા ! ઘન વિજ્ઞાનઘન એટલે તેમાં દયા, દાનના વિકલ્પનો પ્રવેશ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ નથી અંદર. આહાહાહા ! આવી વાતું છે. આવો ઉપદેશ કયાં ? ઓલાં કહે દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો તો એવો તો ઉપદેશ સાંભળીએ છીએ એમાં શું ધૂળમાં હતું એ તો રાગની ક્રિયા કરે ને રાગ મારો માને મુંઢ મિથ્યાત્વ છે. આહાહા ! સમજાણું કાંઇ ? આહાહા ! ૫૨મ અમૃતરૂપ, ૫૨મ અમૃતરૂપ, પરમ આનંદરૂપ, ૫૨મ અતીન્દ્રિય આનંદસુખરૂપ, વિજ્ઞાનઘન એવો જે અમૃતસ્વરૂપ ભગવાન મૃતક કલેવર, મડદામાં મૂર્છાઇ ગયો છે. એ અમૃતનો ઘન મુડદામાં મૂર્છાઇ ગયો છે. આહાહા ! આવી વાતું તો સાંભળવા કોક’ દિ' મળે, એવી વાત છે બાપા ! શું થાય ? આહાહા! પરમાત્મા તીર્થંકરદેવના શ્રીમુખે નીકળેલી આ દિવ્યધ્વનિ છે, એને સંતો પોતાની ભાષાથી... આહાહાહા! આ કહ્યું ને, કે બેદ ૫૨ના સંબંધથી રહિત હોવા છતાં, છે કેવો ? બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય, શુદ્ધ ચૈતન્યધાતુ સ્વરૂપ, આહાહા ! ભગવાન આત્માનું તો શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ અમૃત, આનંદ સ્વરૂપ એનું છે. આહાહાહાહા ! એવો જે અમૃતસ્વરૂપ વિજ્ઞાનઘન, મૃતક કલેવ૨, મડદાં અરે રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ એ મડદાં–મડદાં છે, એ ચૈતન્ય વિનાના મડદાં છે, આહાહા ! શું કીધું ઈ ? જે શુભ-અશુભ, દયા, દાન, વ્રત, તપનો વિકલ્પ રાગ એ મડદાં છે, મડદાં એટલે કે ચૈતન્યસ્વરૂપ એમાં નથી. આહાહા! એ મડદાં છે, શરીર મડદું છે. આહાહા ! એ ચૈતન્યનાં પ્રાણથી મરી ગયેલાં છે ઇ. ભગવાન તું ચૈતન્યના પ્રાણથી ભરેલો છો. આહાહા ! શું આ તે વાત હશે ? આહા ! આવો હોવા છતાં. અજ્ઞાનને લીધે એ રાગાદિ પુણ્ય આદિ દયા દાનના વિકલ્પ મારા અને ૫૨ જીવ મારાં, પરદ્રવ્ય મારું, ૫૨માણું મારાં, પૈસા મારાં, મકાન મારાં, ઓટલા માાં, વસ્ત્રો મારા ઝવેરાત દાગીના મારાં, અરે પ્રભુ શું થયું તને આ ? આહાહા ! મકાન બનાવ્યું હોય પચ્ચીસ લાખનું પચાસ લાખનું જીઓ એ કેવું છે, કે આ શું છે તને આ ? એ તો ૫૨ છે તારે ને એને શું સંબંધ છે ? આહાહાહા ! કહો મંગળભાઈ ! આવી મંગળમય વાતું છે આ. આહાહાહા ! પ્રભુ તું ચૈતન્યધાતુ ને અમૃતનો સાગર છે ને પ્રભુ ! એવી તને ખબર નથી તે અજ્ઞાનને લીધે, એ રાગ, પુણ્ય, દયા, દાન, વ્રતનાં પરિણામને શી૨, વાણી, મન ને મકાન એ ફર્નિચ૨ ને મકાન ને, અત્યારે તો ફર્નિચર જુઓ ને કેવું હોય છે કીધું નો'તું ત્યાં ગયા’તા મુંબઇ, એક મણીભાઈ છે ને મુંબઇ, આ રસિકભાઈ રાજકોટવાળા નથી ? બેનના બનેવી શાંતાબેનનાં, રસિક, રસિકભાઈના બનેવી છે મણીભાઈ, પાંચ છ કરોડ રૂપિયા છે, તે આહાર કરવા ગયા’ તા, આહાર કરવા મુંબઇ ટાટા ઓલીકોર ને આનીકોર તે કેટલા ઓ૨ડા મકાનના મખમલ પાથરેલા ને બધે પગલાં કરાવ્યા પાંચ લાખનું તો બધું ફર્નિચર હશે. અને પહેલાં ગયા ત્યારે એક છોકરો માંદો હતો, ઓલો વિજય, વિજય છોકરો નથી ગુનાનો બહુબિચારો હોશિયાર હતો બહુ, બાર મહિનાનું ૫૨ણેત૨ અને કિડનીનું દર્દ થયું અને અહીંયા રહી ગયેલો પહેલાં કુંવારો રહી ગયેલો, પણ છોકરો બહુ, કિડનીનું દર્દ થયું 'તું દર્શન પહેલાં ત્યાં ગયો'તો, પછી આમ છોકરો હતો. એવો, પણ પછી તો એની “મા” એ કીડની આપી, મરી ગયો. છોકરો હતો. શાસ્ત્રનું જાણપણું એને એના દર્શન માટે ગયેલા ને પછી આ મણિભાઈના ઘરે આહાર કર્યો, મણિભાઈ એડનમાં દુકાન છે અરબસ્તાન મોટી દુકાન છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૪૧ ધૂળમાં કોઇ એ મખમલનાં તારા ગાદલા હોય એને પ્રભુ તને શું સંબંધ છે ? પ્રભુ તું કયાં ને એ કયાં. તારે ને એને સંબંધ શું છે ? હૈં ? અત્યંત એકબીજામાં અભાવ છે ને પ્રભુ ! તું તેને અડતો ય નથી, આ આત્મા છે એ શ૨ી૨ને અડતો ય નથી, આંહીં. અરેરે ! કેમ બેસે ? શ૨ી૨ને આત્મા અડતો ય નથી કેમ કે શરીર ને આત્મા વચ્ચે તો અત્યંત અભાવ છે, એકબીજાને કાંઇ સંબંધ નથી. આહાહાહા ! આ મારા સગા સંબંધીઓ છે, વાતું કરે ને જ્યારે એને છોડીને જ્યારે વળાવવી હોય ત્યારે બે પાંચ લાખ રૂપિયા, પચાસ હજાર, લાખ બે લાખનું, શું કહેવાય એ ( કરિયાવર ) કરિયાવર. કરિયાવર ખાટલે પાથરે સગાને બોલાવે પચાસ તોલા સોનું દીધું છે ને આ વિંઝણા છે ને આટલા સાડલા છે ને શું છે પણ આ તને ? આ બધું જોયું છે ને ? અરે ! પ્રભુ પણ તારે ને એને શું સંબંધ ? કયાં તું ને કયાં એ ? સગા ! સંબંધીઓને બોલાવે એમ કહે જીઓ દિકરીને સારુ આપ્યું છે, પચાસ હજાર લાખનો માલ આપ્યો છે. મોટા હોય તો લાખ બે લાખ, પાંચ લાખ આપે ને સાધારણ મારવાડી હોય તો ય એક લાખ સાધારણ આપે, અત્યારે ગૃહસ્થ છે તે દહેજ, દહેજ કહેવાય શું કહેવાય ? (દહેજ, દહેજ ) દહેજ. આહાહા ! ત્યાં તો ફુલીને ફુલાવ થઇ જાય. એ છોડીને એમ થાય, આહા ! મારા બાપાએ પણ ભલે ભાગ ન આપો ભાઈઓનો પણ ચાર-પાંચ ભાઈઓ હોય તો પણ આ આટલું આપ્યું ને, હવે તો ભાગ પાડવાનું કહે છે. છોડયું'તું સ૨કા૨, હવે તો. અરે ! ભગવાન એ ચીજ કયાં તારી છે ? ને તારે ને એને શું સંબંધ છે ? છે ? આહીં કીધું, તેં ? “સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત”, ભગવાન અંદર આત્મા, અમૃતનો સાગર અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય બેહદ જ્ઞાનનું સ્વરૂપ જેનું, એવો ભગવાન તે ૫૨ને ને એને કાંઇ સંબંધ છે નહિ. આહાહા ! એ દયાના પરિણામ રાગના એને ને તારે કાંઇ સંબંધ નથી પ્રભુ. બેસારવું કઠણ પડે, દુનિયા એને ધર્મ માની બેઠી. અપવાસ કરે ત્યાં વિકલ્પ છે, એ તો અપવાસનો રાગ છે, શુભ રાગ, એ તપસ્યા નથી કાંઇ, તપસ્યા તો આનંદસ્વરૂપ ભગવાન એમાં રમણતા ને અતીન્દ્રિય આનંદને પ્રગટ કરે તેનું નામ તપસ્યા છે. આ તો બધી લાંધણું છે. બલુભાઈ ? અમારે બલુભાઈએ કર્યું’તું ને બાર મહિના આ તો દાખલો મોઢા આગળ બેઠા હોય એને ઘ૨નો દાખલો અપાય ને ? બાપુ બધાએ એમ કર્યું છે. આહાહાહા ! ગજબ વાત છે. કહે છે કે બેહદ નામ અનંત અનંત અનંત અનંત અનંતની શું કહેવી એની મર્યાદા, એવો જેનો ચૈતન્ય સ્વભાવ, એવો જેનો અમૃત આનંદ સ્વભાવ, એવો જેનો પ્રભુત્વ સ્વભાવ, એવો જેનો શાંતિ વીતરાગી સ્વભાવ, એવો જે ચૈતન્યધાતુઆદિ અનંતગુણનો ધ૨ના૨ો પ્રભુ તું, તને ને ૫૨ને, રાગને ને ૫૨ને શું સંબંધ છે ભાઈ ! ( શ્રોતાઃ–સંયોગ સિદ્ધ સંબંધ કહી શકે ને ) સંયોગ એટલે ૫૨, એટલે કાંઇ નહિ. પુણ્ય ને પાપના ભાવને સંયોગી ભાવ કીધા સંયોગી એટલે એ તારો સ્વભાવ નહિ. ૫૨ છે. એને ને તારે કાંઇ સંબંધ નથી તારે. આહાહા ! ( શ્રોતાઃ–સંયોગ તો બે વચ્ચે હોય ને ) સંબંધનો અર્થ જ કહે તે ૫૨ છે, સંયોગ સંબંધ કીધો એનો અર્થ જ ૫૨ છે. એ સ્વભાવ સંબંધ નથી. સંયોગ સંબંધ એટલે ૫૨ ચીજ છે એની, એને ( ને ) તારે સંયોગ સંબંધ એટલે કાંઇ સંબંધ નથી અંદર ! ભારે કામ આકરું બાપા ! આવી વાતું હવે ધર્મની. ઓલા બિચારાં બે ઘડી નવરા હોય ને ધંધામાંથી બે કલાક સાંભળવા જાય Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨. સમયસાર સિદ્ધિ ભાગ-૫ ત્યારે એને કહે કે અપવાસ કરો, વ્રત કરો, દયા પાળો એવું કહે એટલે બિચારા રાજી થાય ને એય હાલ્યા જાય રખડવા. આહાહા ! આંહીં તો પ્રભુ એમ કહે છે, પ્રભુ તું એકવાર સાંભળ તો ખરો, બેહદ આનંદ ને બેહદ જ્ઞાન ને બેહદ શાંતિ ને બેહુદ સ્વચ્છતા, બેહુદ પ્રભુતા, ઈશ્વરતાથી ભરેલો ભગવાન તું છો એવા પરમેશ્વરના અનંત ગુણોથી ભરેલો પ્રભુ, એને રાગ ને પરની સાથે એવો કાંઈ સંબંધ નથી છતાં તે મારાં છે એમ માનીને રાગ કરે છે, અને રાગનો કર્તા અજ્ઞાનપણે થાય છો, તારા સ્વરૂપની તને ખબર નથી. આહાહાહા ! હવે આંહીં વિરોધ કરે ને બિચારા, સંપ્રદાયમાં, એય હવે આ તો બધો રાગને દયાના રાગનેય પાપ કહે છે. પાપ એટલે પર કહે છે. એતો દુઃખ. પાપેય કહે છે. પાપ. પુણ્યને પુણ્ય તો સૌ કહે, પાપને પાપ તો સૌ કહે, પણ અનુભવી પુણ્ય ને પાપ કહે. આહાહાહા ! આકરું કામ, ભાઈ, વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ એની વાણીમાં આ આવ્યું છે. એમ સ્વરૂપ છે. પ્રભુ તું કયાં મૂર્છાઈ ગયો, અરે રાગમાં તું મૂર્છાઈ ગયો પ્રભુ તારું સ્વરૂપ નથી તેમાં, શરીરમાં મૂર્છાઈ ગયો એ મૃતક કલેવરમાં, એ બાઈડીના શરીરમાં મૂર્છાઈ ગયો, એ જડ પુગલમાં એ માંસના હાડકા ચામડાને આ ચૂંથવામાં ગયો ત્યાં કહે આ મને મજા પડી, શું થયું પ્રભુ તને આ. આહાહાહા! આવી વાતું છે ચીમનભાઈ ! પંદર દી' છે ને મુંબઈ? ભારે! વાત ભાઈ, ગાથા બહુ સારી આવી ભાઈ દેવીલાલાજી! બહુ સારી ભગવાન. આહાહા ! તારું પ્રભુ રૂપ કોણ છે અંદર? એ હીરલો તો તું છું, તું ચૈતન્ય હીરો પ્રભુ આ હીરાના નામ શરીરનું એ તું નહિ. બહુ સરસ ગાથા. તું છો બેહદ શુદ્ધચૈતન્યધાતુ, તું છો બેહદ આનંદ ધાતુ, તું છો બેહદ શાંતિનો ધરનાર, તું છો બેહદ વીતરાગભાવથી ભરેલો! તું છો અનંત ઈશ્વરની શક્તિથી પૂર્ણ ભરેલો, તું છો કર્તાના સ્વભાવવાળો. આનંદનો કર્તાના સ્વભાવવાળો ઈશ્વરથી ભરેલો, તું છો અનંત વીતરાગી કાર્યનો કરનાર એવો, કર્મ નામના ગુણથી ભરેલો, તું છો અનંતા આનંદના સાધનનો એવો બેહદ સાધનનો કરણ ગુણથી ભરેલો. આહાહા! એ આ ચૈતન્યધાતુ પ્રભુ તું જીવ એને આત્મા કહીએ. એને ભૂલીને તું તારામાં કાંઇ નથી એની હારે સંબંધ. રાગ આવે અને જાય, છૂટી જાય, શરીર આવે ને જાય, છૂટી જાય. આહાહા! એ પરના પદાર્થને મારે સંબંધ છે, એમ માનીને રાગનો કર્તા, પરનો તો કર્તા, પરનો કર્તા શી રીતે થાય? પર તો વસ્તુ છે એનો કર્તા શી રીતે થાય? શરીરનો કર્તા શી રીતે થાય, શરીર તો છે આ જડ માટી ધૂળ, એ મારું છે એમ માનીને સ્વરૂપના અજ્ઞાને રાગનો કર્તા થાય. બહુ વાત સરસ છે. અમારે હીરાભાઈ આવે છે દરરોજ. બરાબર છે. આવું સાંભળવા કયાં બાપા રહી ગયા. આહાહાહા ! આ વાત છે, ધન્ય પળ, ધન્ય ક્ષણ. આહાહા ! એવાં એ પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે એમ ભાષા આવી ને? એ શરીરનો કર્તા ને વાણીનો કર્તા ને પરદ્રવ્યનો કર્તા તો નહિ. આહાહાહા ! પણ એ મારા છે અને હું એનો છું. એવો જે અજ્ઞાનભાવ રાગ એવો વિકારી પરિણામનો તું કર્તા થાય છે, જેને લઇને ચાર ગતિમાં રખડવાનું બને. આહાહા ! છે? એક દૃષ્ટાંત છે (શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ.) Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૪૩ પ્રવચન નં. ૧૯૧ ગાથા-૯૬ શુક્રવાર, મહા સુદ-૧૩, તા. ૯/૨/’૭૯ સમયસાર ગાથા-૯૬ ટીકાઃ- ફરીને “ખરેખર એ રીતે હું ક્રોધ છું” સત૨ બોલ છે. ઈ આંહીં ૮ બોલ, છ બોલ દ્રવ્યનાં છે, ૨૩ બોલ છે. હું ક્રોધ છું ઇત્યાદિની જેમ હું ધર્મદ્રવ્ય છું, ઇત્યાદિની જેમ, આત્મા ૫૨દ્રવ્યોને પોતારૂપ કરે છે. એ રીતે ભગવાન આત્મા શુદ્ધચૈતન્યધાતુ ૫૨મ બેહદ હોવા છતાં, તેને ભૂલીને રાગ અને ક્રોધાદિ, કે ધર્માસ્તિ કે ૫૨જીવ આદિ મા૨ા છે એમ માને છે, માને છે, ( પણ ) એમ થતાં નથી. “અને પોતાને પણ ૫દ્રવ્યરૂપ કરે છે” ૫૨ને પોતાના કરે છે ને પોતે ૫૨નો થાય છે. આહાહા ! રાગ મારો છે અને હું રાગનો છું, દિકરો મારો છે અને હું દિકરાનો બાપ છું એમ અજ્ઞાની ૫૨દ્રવ્યને પોતાનું કરે છે. અને પોતાને ૫૨રૂપે કરે છે. આહાહા ! ૫૨ને પોતારૂપ માને છે અને પોતાને ૫૨રૂપ માને છે. આહા ! “તેથી આ આત્મા, જો કે તે સમસ્ત વસ્તુઓનાં–સમસ્ત વસ્તુઓનાં, એ દયા, દાન, વ્રત, ભક્તિ કામ ક્રોધાદિ પરિણામ અને છ દ્રવ્ય ૫૨, બધી વસ્તુનાં સંબંધથી તો રહિત પ્રભુ છે, આહાહાહા !વિકલ્પ છે રાગ માત્ર અને છ દ્રવ્ય છે, ૫૨મેશ્વ૨ ૫૨મેશ્વ૨૫ણું, આ દ્રવ્ય ને ૫૨નાં સંબંધ વિનાનું દ્રવ્ય છે. આહાહા ! જો કે સમસ્ત વસ્તુઓનાં સંબંધથી રહિત, છે શું એ ? “બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે” અનંત અનંત શુદ્ધ ચૈતન્યની ધાતુ એટલે ચૈતન્યપણું જેણે ધારી રાખ્યું છે, એ રાગ અને ૫૨દ્રવ્ય જેણે ધાર્યું નથી એના સ્વરૂપમાં. આહાહા ! k แ એ તો અનંત બેદ, શુદ્ધ ચૈતન્યધાતુ, ચૈતન્યસ્વરૂપ અનંત બેદ ચૈતન્ય સ્વભાવ જેણે ધારી રાખ્યો છે, એવો હોવા છતાં, “તો પણ અજ્ઞાનને લીધે ” એ શુદ્ધ ચૈતન્યધાતુ તે હું છું એના અભાનને લીધે, હું આ છું શુદ્ધ ચૈતન્યધાતુ બેહદ તે હું છું, એમ ભૂલીને, તે હું છું એમ ભૂલીને, અજ્ઞાનને લીધે જ પોતાના સ્વરૂપનો બેહદ અનંત શુદ્ધ ચૈતન્યને હું છું એમ ભૂલીને, “સવિકા૨ અને સોપાધિક” એ રાગ ને દયા દાન આદિનાં પરિણામ તે મારા છે, એ સવિકારી પરિણામ એ મારા છે, અને સોપાધિક એટલે છ દ્રવ્ય જે તદ્ન પૃથક્ છે એ મારા છે, એવી ઉપાધિ “કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી” એ પરિણામ છે ચૈતન્યના, રાગ હું, માનું, એમ માન્યું, ૫૨ જીવ ને ૫૨માથું મારા એમ માન્યું એવા ચૈતન્યના પરિણામવાળો હોવાથી, આહાહા...“ચૈતન્યના વિકારી પરિણામવાળો હોવાથી” આહાહા... તે પ્રકારનાં પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે” તે પ્રકા૨નાં જે પ્રકા૨ને, ૫૨ને પોતાનું માને છે, તે પ્રકા૨નો તે આત્મા કર્તા પ્રતિભાસે છે. આહાહા ! આવું ઝીણું છે. નિશ્ચયથી તો ચૈતન્ય ભગવાન રાગના કણનો ગુણગુણીના ભેદનો કણ ૨ાગ એનાથી પણ સંબંધ રહિત પ્રભુ છે, એવા ચૈતન્ય સામાન્ય ત્રિકાળી સ્વભાવને ભૂલી, અને જે એમાં નથી અને જેની હારે કાંઈ સંબંધ નથી, એવા નથી સંબંધવાળા, દયા, દાન, વ્રત, કામ, ક્રોધનાં પરિણામ અને ૫૨ ૫૨માણુ, સ્કંધ મકાન આદિ એ ૫૨દ્રવ્ય છે એને પોતાનાં-સવિકારી પરિણામથી વિકા૨આદિને કરે છે, અને સોપાધિક ૫૨થી જે ઉપાધિવાળી પોતાને, એને પોતાનાં કરે છે. આહાહાહા ! આવું છે. ‘આંહીં સુધી આવ્યું’ તું. Page #59 -------------------------------------------------------------------------- ________________ ४४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ રીતે ભૂતાવિષ્ટ જેના શરીરમાં ભૂત પ્રવેશ્ય હોય” આહાહા.. ભૂતાર્થ ભગવાન આહાહા! જેનાં શરીરમાં ભૂત વળગ્યું હોય, એમ ભૂતાર્થ ભગવાનને, રાગાદિ ભૂતની ચેષ્ટા છે બધી. આહાહા! “જેનાં શરીરમાં ભૂત પ્રવેશ્ય હોય એવા પુરુષની જેમ” એ પહેલો દાખલો રાગદ્વેષ પુણ્ય દયા, દાન, વ્રત આદિનાં પરિણામ એ ભૂતાવિષ્ટ' શરીરમાં પ્રવેશ કર્યો હોય તેનો દાખલો વિશેષ કહેશે પછી. અને ધ્યાનાવિષ્ટ પુરુષની જેમ” બીજું પરદ્રવ્ય, પરદ્રવ્યનું ધ્યાન કરતાં પરદ્રવ્યમય છું, એવા ધ્યાનાવિષ્ટ પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું “આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું” સ્વરૂપનું જ્ઞાન નહિ એવું જે અજ્ઞાન એ રાગ અને પરને કર્તાપણાનું કારણ તે અજ્ઞાન ઠર્યું. આહાહા ! કર્મ છે એને કારણે ઈ કાંઈ નહિ, આહા ! ચૈતન્ય બેહદ અનંત આનંદ ધાતુ, અરે અનંત અનંત શક્તિઓ ને ગુણની ધાતુ જેણે ધારી રાખી છે, એવો જે ભગવાન આત્મા, તેનાં અજ્ઞાનને લીધે, તેના ભાન વિના, એ રાગ ને પરદ્રવ્યનો કર્તા તેને ભાસે છે. સમજાય છે? “તે પ્રગટ દષ્ટાંતથી કહે છે.” દષ્ટાંત સમજાવવામાં આવે છે. જેમ ભૂતાવિષ્ટ પુરુષ” જેમ કોઈ આત્મામાં ભૂત વળગ્યું હોય અને અજ્ઞાનને લીધે એ ભૂત એ હું નહિ, એમ ન માનીને ભૂત તે હું છું એમ માનીને “અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો” પોતે ભગવાન ભિન્ન આત્મા ને ભૂત છે એ ભિન્ન છે, છતાં એ આત્માને ને ભૂતને એક માનતો, દષ્ટાંત તો જુઓ, મનુષ્યને અનુચિત, ભૂત જેને વળગ્યું એ ભૂતની ચેષ્ટા, મનુષ્યને યોગ્ય નહિ એવી, ખાસ ચેષ્ટા એટલે ખાસ ભિન્ન ચેષ્ટા, જે આત્માને યોગ્ય નહિ, મનુષ્યને યોગ્ય નહિ એવી. આહાહાહા ! “ખાસ ચેષ્ટાનાં અવલંબન સહિત ભયંકર આરંભથી” ભયંકર કાર્ય, મોટા પથરા ઉપાડે, લાકડા ઉપાડે ફેંકે, ભૂત વળગે, માથા ધુણે, ભૂતને યોગ્ય એવો મનુષ્યને અનુચિત અવલંબન સહિત “ભયંકર આરંભથી ભરેલો અમાનુષ વ્યવહારવાળો” મનુષ્યનો વ્યવહાર નહિ, ત્યાં ભૂતનો વ્યવહાર થઈ ગયો-“તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.” એ ભૂતે કરેલી ક્રિયાનો કર્તા હું છું એમ ભાસે છે. એકકોર ભૂતાર્થ ભૂત ભગવાન ભૂતાર્થ પ્રભુ, એકકોર ભગવાન ભૂતાર્થ છતો પદાર્થ ભૂત. એકકોર ભૂત આ. આહાહા ! એ ભૂતની ચેષ્ટાને મારી ચેષ્ટા છે એમ માનતો, તે ભાવનો તે અજ્ઞાની કર્તા થાય છે, છે? એ તો દષ્ટાંત થયું. તેવી રીતે આત્મા પણ, જેમ ઓલા મનુષ્યને ભૂત વળગ્યું પણ મનુષ્યપણાને ભૂલીને ભૂતની ચેષ્ટા તે મારી છે, એમ માને છે. એમ આત્મા પણ અજ્ઞાનને લીધે જ, ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ ચૈતન્ય, એનાં અજ્ઞાનને લીધે, એના બેભાનને લીધે, બેભાન એટલે? બેભાન એમ નહિ, બેભાન એટલે ભાન વિનાનો એમ, ભાવ્યભાવકરૂપ પરને જે વિકારી પરિણામ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધનાં ભાવ એ કર્મ ભાવક છે તેનું એ ભાવ્ય છે. આહાહા ! કર્મ ભાવક એ ભાવ કરનાર છે, તેનું એ ભાવ્ય દશા છે. પુણ્ય, પાપ દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, પરિણામ, આહાહા... ભાવ્યભાવકરૂપ પરને, એટલે કર્મ ભાવક ને વિકારી ભાવ્ય તેવું તે પર છે અને પોતાને એક કરતો થકો, આહાહા... એ વિકારી પરિણામ જેમ ભૂતને વળગેલું, જેને ભૂત, એ ભૂતની ચેષ્ટાને પોતાની માને છે, એમ અજ્ઞાની પોતે ભૂતાર્થ છતો પદાર્થ પ્રભુ શુદ્ધ ચૈતન્ય ધાતુ, Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૪૫ એને ભૂલીને અજ્ઞાનને લીધે, એ શુભ-અશુભ ભાવ આદિ રાગ-ક્રોધ, માન, માયા, લોભ આદિ એને પોતાનાં કરે છે. છે? “ભાવ્યભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો” બે ભિન્ન છે, છતાં “બ” ને એક કરતો થકો. આહા. ભગવાન આત્મા શુદ્ધ ભૂતાર્થ વસ્તુ ભિન્ન છે અને એનાથી રાગદ્વેષ દયા, દાન, કામ, ક્રોધનાં પરિણામ ભિન્ન છે, એ બે'ને, ભિન્નને એક કરતો થકો. આહાહાહા “અવિકારી અનુભૂતિમાત્ર ભાવક', ભગવાન તો અનુભૂતિમાત્ર ભાવનો કરનારો છે. આહાહાહા ! વસ્તુ ચૈતન્ય પ્રભુ એનો અનુભવ આનંદનો અનુભવ વેદન કરે તેનો તે કર્તા છે. આહાહા! “અનુભૂતિ અવિકારી અનુભૂતિમાત્ર “અનુભૂતિમાત્ર આનંદનો અનુભવ, ચૈતન્ય જ્ઞાયકનો અનુભવ એવા અનુભવમાત્રથી જે ભાવક ખરેખર તો એ અનુભૂતિ તે ભાવક છે. કર્મ ભાવક અને વિકારી ભાવ્ય એ એનું સ્વરૂપ નથી. આહાહા! જ્ઞાન સ્વરૂપ પ્રભુ એ જ્ઞાનની અનુભૂતિ એનો ભાવ કરનારો ઈ છે. અનુભૂતિ, આનંદની અનુભૂતિનો કરનારો ભગવાન છે. આહાહા! તેને અનુચિત જેમ ઓલાં મનુષ્યને અનુચિત ભૂતની ચેષ્ટા, એમ આ ભગવાન અનુભૂતિ (છે) જેની અનુચિત વિકાર દશા. આહાહા! સમજાય છે કાંઈ ? એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ” અનુભૂતિ એની જે છે ભાવક એને યોગ્ય નહિ એવું, વિકારી ભાવ જે કર્મ ભાવક તેનું ભાવ્ય, એનો કર્તા તે પ્રતિભાસે છે. આહાહા! આ ભૂતાવિષ્ટનો દિષ્ટાંત આપ્યો છે. ભૂત વળગ્યું છે કહે છે. એ જેમ ભૂત વળગ્યું ને અનુચિત ચેષ્ટા મનુષ્યને યોગ્ય ન કરે, એમ જેને રાગદ્વેષ મારા એ ભૂત વળગ્યું છે એને, જે આત્માને યોગ્ય ચેષ્ટા જે અનુભૂતિ નહિ કરતાં, એ વિકાર ભાવનો ભોક્તા અને કર્તા થાય છે, આવી વસ્તુ છે. (કહે છે) “એવા વિચિત્ર ભાવ્યરૂપ-ક્રોધાદિરૂપ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામ વિકારવાળો હોવાથી” મિશ્રિત નામ ચૈતન્યનું નિર્મળ થોડાં પરિણામ છે એનાં એમ નહિ. પણ ચૈતન્યનો જે અનુભૂતિ જે ભાવ્ય જોઈએ. એને ઠેકાણે વિકારી ભાવ્ય જે ભાવ્ય પરિણામ તેવાં ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી “તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે” કારણકે વસ્તુ ભગવાન ચૈતન્ય છે એનું ભાવક કર્મનું તો અનુભૂતિ તે છે, એને યોગ્ય તો અનુભૂતિ ભાવક છે, પણ પુણ્ય ને પાપના ભાવનાં ભાવ્યને તો સ્વભાવને અનુચિત ને અયોગ્ય એવા ભાવને, પોતાના કરતો ભાવ્યને આહાહા...વિકારી કર્મ જે ભાવક એનો જે ભાવ્ય એને પોતાના કરતો આહાહા... હવે આવું ઝીણું છે. એકએક ગાથા. હીરાલાલજી! આવી વાત છે. આહાહા! તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે, એક વાત થઈ, કઈ વાત થઈ? ઓલા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મન, વચન ને કાયા ૧૭ બોલ હતા ને, એની વાત કરી. આહાહા ! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય એનું ભાવકપણું તો (નિજાત્માની) અનુભૂતિ છે, આનંદનો અનુભવ, શાંતિનો અનુભવ, વીતરાગી પર્યાયનો અનુભવ એ એનું કાર્ય છે, એ આત્માને યોગ્ય તો એ છે, એને અયોગ્ય રાગ અને પુણ્ય પાપના ભાવને પોતાનાં કરતો, ભૂતની ચેષ્ટાને મનુષ્ય પોતાની કરતો, એમ વિકારી ચેષ્ટા જે કર્મની છે એને પોતાની કરતો, આહાહાહા. ભાષા તો સાદી છે, ભાવ તો છે ઈ છે ભાઈ. દુકાને બેઠો હોય ને એમાં પાંચ દશ હજાર પેદા થતા હોય એક દિવસમાં તે પાંચ પાંચ દશ દશ હજાર, જાઓ ઈ તમારે, (જાણે ) ભૂત વળગ્યું મોટું. આહાહાહા ! Page #61 -------------------------------------------------------------------------- ________________ ४६ સમયસાર સિદ્ધિ ભાગ-૫ હું કમાઉં છું, ને હું ધ્યાન રાખું છું, વ્યવસ્થિત રીતે ઘરાકને પતાવું છું, શું છે આ? ભૂત વળગ્યું છે કહે છે, વિકારનું ભૂત વળગ્યું છે. આહાહા ! કહો રસિકભાઈ, વાણીયા દુકાને બેસે ત્યારે ધ્યાન નહિ રાખતા હોય? આહાહા.. આટલું તોળી દો, આને, આટલું આ કરો, ફલાણું કરો, ઢીકણું આટલું કરો, આટલું વ્યાજ ઉપજાવો ને ઇ ભાઈ આવે એ માણસને આપણે આપણું એટલે વ્યાજ પણ આપશે અને પાંચ લાખ ધીર્યા છે ને દોઢ ટકાનું વ્યાજ પણ આપશે અને પેદા થશે એનો અડધો ભાગે ય આપશે, આપો એને આપો પૈસા આપો. એને એમ કે હું ડાહ્યાનો દિકરો જાણે ઉતર્યો ન હોય. ઓહોહોહો ! એ હિંમતભાઈ ! આવું છે. આહાહા! ભાઈ (પ્રભુ) તું તો ચૈતન્ય સ્વરૂપ છો ને! તારે તો ભાવક તો અનુભૂતિ હોવી જોઈએ દશા. આહાહાહા ! તને યોગ્ય તો અનુભૂતિ આત્માના આનંદનો અનુભવ, એ અનુભૂતિ તારે લાયક તો છે, એને ભૂલીને પ્રભુ, તું એ શુભ-અશુભ રાગ ને ક્રોધ માન, માયા, લોભ ને મન, વચન ને કાયા, કર્મ ને નોકર્મ એ ભાવકનું ભાવ્ય છે તેને મારા માની અને તે ભાવના ચૈતન્યપરિણામનો તે કર્તા થાય છે અજ્ઞાની. એ મિથ્યાષ્ટિપણું છે. અરે આવું વસ્તુનું સ્વરૂપ છે, એ ભૂતનું દૃષ્ટાંત વિકારી પરિણામ માટે આપ્યું. વિકારી પરિણામ, જેમ મનુષ્યને યોગ્ય નથી ભૂત(નું) તેમ જીવને યોગ્ય નથી વિકારી પરિણામ. આહાહાહા ! એને યોગ્ય તો પ્રભુ અનુભૂતિ. આહાહાહા ! ભગવાન એમ ફરમાવે છે, પ્રભુ તું આનંદ ને જ્ઞાનનો સાગર છો ને! આહાહા!તારે માટે તો તેનો અનુભવ તે યોગ્ય છે. આહાહા! ખરેખર એ ભાવક અનુભૂતિ, ખરી અનુભૂતિનો કરનારો એ ભાવ એનો કરનારો આત્મા છે, આંહીં તો અનુભૂતિને ભાવક કીધી છે. આહાહા.. નિર્મળ વીતરાગી પર્યાયનું ભાવક એ હો તું, પણ તેને ભૂલીને મનુષ્યને ભૂત વળગ્યું ને જેમ ભૂતની ચેષ્ટાને પોતાની માને એમ તને તારા અજ્ઞાનથી, એ વિકારી પરિણામનું કર્તવ્ય મારું છે, અને એ રીતે હું પરિણમ્યો છું એ વિકારપણે, એમ માનીને વિકારનો અજ્ઞાની કર્તા થાય છેચીમનભાઈ ! આવું છે. હવે આમાં મુંબઈમાં કયાં આમાં. ઓહો! કયાંય ત્રીજે ચોથે માળે ચડવું ને આ કરવું, એ એક વાત થઈ. કઈ ? ઓલા ૧૭ બોલની, હવે આઠ, પારદ્રવ્ય જે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, પરમાણુથી માંડીને સ્કંધ બધા. જે જીવના સંબંધ વિનાની ચીજ, જો કે રાગ અને દ્વેષ પણ જીવના સંબંધ વિનાની છે એ ચીજ, વસ્તુના સંબંધ વિનાની એ ચીજ છે. આત્માને એનો સંબંધ છે જ નહિ, છતાં તેનો સંબંધ માનીને તેનો કર્તા થાય છે, એમ આત્માને ને પર આત્મા અને પરજીવન પર પરમાણુને સંબંધ આત્માને છે જ નહિ. આહાહા... ભગવાન આત્માને પરદ્રવ્યનો સંબંધ બિલકુલ નથી એ સ્ત્રી કુટુંબ પરિવાર પૈસા મકાન આબરૂ મોટા હજીરા પચીસ પચીસ લાખના મકાન મોટાં કરીને, ફર્નિચર ને બારીઓમાં પવન-હુલાવવામાં આવે ને આંહીં આ બાજુ તડકા આવે તો આ બાજુ ફલાણું કરો ને ઢીકણું, રાજકોટમાં હતો ને ઓલો ફોટોગ્રાફર શું નામ ભાઈ, નહિ, ખેમચંદ ફોટોગ્રાફર! એ પૈસાને, મોટું મકાન કરાવ્યું'તું પછી વાસ્તુ લીધું. તે બોલાવ્યા મોટા જૂનાગઢના દિવાનને ને વાસ્તુ માટે ઓહોહો એમાં એકદમ હાર્ટફેઈલ થઈ ગયું. અમે હતા બહાર, રાજકોટનાં નદીના કાંઠે બહાર હતા, વ્યાખ્યાન થઈ ગયેલા ને આ સંવત્સરીનું પછી સાદ બેસી ગયેલો, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ગાથા-૯૬ કયાંક, બહા૨ હતા ત્યાં નીકળી આમ ઠાઠડી નીકળી તે માથે કપડું આમ જગ જગ જગ જગ થાય કીધું આ છે કોણ ? છે કોણ આ ? કેમ કે આપણા વાણીયા ઘણાં એની હારે, ત્યાં કહે કે એ ખીમચંદ ફોટોગ્રાફર, એ આવા નવા મકાન કરાવ્યા એનું પોતે વાસ્તુ લીધું, બધું બરાબર હતું એમાં હાર્ટફેઈલ થઈ ગયું, બીજે મકાને ગયો હવે ! આહાહાહા ! અરે પ્રભુ શું કરે છે તું આ ? તારા ઘરને ભૂલીને, ૫૨ ઘ૨ મા૨ાની વાસ્તુ કરી તેં, ઘ૨ની વાસ્તુ છોડી દઈ, એ ૫૨ ઘ૨ને એમાં મોટા મોટા માણસને બોલાવે, કાર્યકર્તા હોય, દેશના મોટા ફલાણા હોય ને, આબરૂ કહેવાય મોટી. આંહીં હમણાં એક ટીકા થઈ છે એક સાધુને દીક્ષા લેવાવખતે આમ મોટા કાર્યકર્તાને, કાર્યકર્તાને એ મોટા કંઈક એને કાંઈ શ્રદ્વાય ન હોય–ને કાંઈ નહીં તમા૨ા જૈનદર્શનને જાણતો યે ન હોય, પણ એને મોટાને તમારે બોલાવીને મોટું માહાત્મ્ય કરવું છે, શું ક૨વું છે તમારે આ ? ટીકા થઈ છે હમણાં મો૨ા૨જી (દેસાઈ ) આવ્યા'તા ને અહીં દીક્ષા થઈ ત્યાં આવે છે ને હમણાં ચાદર આપી. આ શું કહેવાય ? ચાદર ખાદીની અને ઓહોહો પાછું બોલ્યા એ પણ વિરુદ્ધ બોલ્યા’તા કહે છે તત્ત્વથી આ શું તમારે છે ધર્મ ? હજી ધર્મની ખબર ન મળે તેમને અને એવા દેશના નાયકોને ફલાણા મોટા ને એને બોલાવીને તમારી શોભા વધારવી છે ? આહાહા ! ભૂત વળગ્યું છે, માનનું ભૂત વળગ્યું છે. આહાહા ! એ મકાનનું વાસ્તુ લ્યે ત્યારે બોલાવે મોટામોટા માણસોને પોતાનાં સગાંવહાલાને અને એમાંથી ઊંચી ઊંચી વસ્તુ હમણાં નહોતું કાંઈક સાંભળ્યું. પોપટભાઈનો દિકરો એના દિકરાનું સગપણ કર્યું, તે સાંભળ્યું'તું ત્રણસે માણસોને જમાડયા એક એક થાળીના સિત્તેર રૂપિયા, મુંબઈ આ પોપટભાઈ, અહીં બેંસતા 'ને ( શ્રોતા–: હોટલમાંથી તૈયાર થઈને આવેને ) ઈ આવે ને ? પણ એક થાળીના સીતેર, ( શ્રોતાઃ–એ ઓછા ) એ ઓછા ? તો રાજા–બાજા હોય તો વધારે હોય ને ? તો બદામ ને પિસ્તા ને એવો શેરો બેરો કરે તો થાય મોંઘું. આહાહા ! એક ફેરી અમે ત્યાં ગયા'તા ને ત્યાં નહિ આપણે કયે ઠેકાણે ઓલો નહિ બદામનો શેરો નહોતો લાવ્યો હૈં, હૈં મદ્રાસ, મદ્રાસ ચંદુભાઈના મકાનમાં ઉતર્યા'તા ને. મોરબીવાળા ચંદુભાઈના મકાનમાં ઉતર્યા’તા ને જોડે અન્યમતિ રહેતો, તે પોતે લાવ્યો. ઓહોહો ! બદામનો શેરો લાવ્યો, બદામનો શેરો આ શું ભાઈ ? અમે કાંઈ ખાતા નથી બદામ ને દામ, અમે તો રોટલી ચાર ફુલકા છે, લઈ જાવ પાછું, બદામનો શેરો, એમાં બદામ કરતાં ય પિસ્તા મોંઘા એનો ય કોઈ શે૨ો બનાવે, બસેં રૂપિયાનો કિલો, આ બદામ છે સવા સો રૂપિયાનો કિલો, આરે ! આરે ! મારી નાંખ્યા. અને એમાં તે જાણે. ઓહોહો ! શું અમે મહેમાનગતિ કરી, બોલાવ્યા એમને બધાને મેં સ૨ખા સાચવ્યા. આહા ! હવે એવી રીતિ થઈ છે કે ચાંદીની થાળીયું મંગાવે, ચાંદીના વાટકા, ચાંદીના લોટા, બદામ પિસ્તાના પાપડ ને ફલાણુંને, ઓહોહો ! ભૂત વળગ્યું છે કહે છે તને, માનનું ને કષાયનું ભૂત વળગ્યું છે. હિંમતભાઈ ! આ તો બધું પોકળ ખોલાવ્યું. આહા ! પ્રભુ તું જ્ઞાન ને આનંદનો ( સાગર છો ) એ આનંદની અનુભૂતિને યોગ્ય તું છો ને પ્રભુ. આહાહા !( શ્રોતાઃ-એ તો સાંભળ્યું નહોતું ) સાંભળ્યું નહોતું ? વાત સાચી છે. પ્રભુ આ બે વાત આમાં આવી ને બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ, આહાહાહા... પછી એમાંથી એકએક શક્તિ પર ઉતાર્યું’ છે, બેહદ જીવતર શક્તિ ધાતુ, ચિતિ શક્તિ ધાતુ બેહદ, દર્શી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, Page #63 -------------------------------------------------------------------------- ________________ ४८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સર્વદર્શિત્વ, સ્વચ્છત્વ, આહાહાહા.. એવી તારી ધાતુ એટલે એવા ગુણને ધારી રાખેલા પ્રભુ, તારે યોગ્ય તો તેનો અનુભવ તે તારે યોગ્ય છે. આહાહાહા ! એને અનુચિત, એને યોગ્ય નહિ એવા પુણ્ય ને પાપ દયા ને દાન વ્રતના પરિણામ કરી અને એ મારા સંબંધમાં છે એ મારા છે એમ ચૈતન્યનાં પરિણામમાં, તેને કરીને તેનો કર્તા થાય, એ મિથ્યાત્વ ભાવ છે. આહાહા ! આવું સાંભળ્યું કે ન હોય. કેવી ટીકા આહાહા... અમૃત રેડયા છે, અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંતે અમૃત રેડયા છે, અમૃત આમ, પ્રભુ તારા અમૃતનું વેદન મૂકીને, તારે યોગ્ય તો અમૃતનું વદન એ તારે માટે ઉચિત છે, એને ઠેકાણે ભાવક કર્મનું ભાવ્ય વિકારી દશા એ મારું ભાવ્ય છે અને હું એનો ભાવક કરનારો છું, પ્રભુ! એ (તું ) ભૂલી ગયો તને. આહાહા ! તારો ચૈતન્ય નાથ, અનંત ગુણના સાગરથી ભરેલો હિરલો જેની શક્તિઓની ગંભીરતાનો પાર નથી, જેની સંખ્યાનો પાર નથી પણ જેની શક્તિની ગંભીરતાનો પાર નથી. આહાહા! જેના ગુણોની અનંતની સંખ્યાનો તો પાર નથી, પણ જેની એક એક ગુણની એકએક શક્તિની ગંભીરતાનો પાર નથી, આમ બેહદ ચૈતન્ય ધાતુ લીધી ને! એમ બેહદ આનંદ ધાતુ, બેહદ શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એને યોગ્ય તો પ્રભુ એનો અનુભવ કરવો તે તેને લાયક છે. એને ભગવાન તું ભૂલી ગયો. પરમાત્મા પોતે નિજ પરમાત્મ દ્રવ્ય, શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણવાળું નિજ પરમાત્મદ્રવ્ય. એને આડો પડદો માર્યો છે પ્રભુ, તેને દૃષ્ટિમાં ન લેતાં, એ રાગના પરિણામને મારા માનીને તેને અનુભવ્યા, પ્રભુ એ ચૈતન્યને યોગ્ય નથી, આહાહા... આવી વાત છે. ભાઈ આવ્યા છે ને હસમુખભાઈ ! આવે છે. હિરાભાઈની હારે આવે, શનિ, રવિવાર તો એનો પોતાનો છે. શનિ રવિવારે તો આવે કાયમ. આહાહા ! શું કહ્યું પ્રભુ! તું મોટો ભૂત છો ને ભૂતાર્થ, ભૂતનો અર્થ છતું થાય છે ને? સ્વરૂપ ભૂત ફલાણું ભૂત એવું આવે છે, સત્ય, સ્વભાવભૂત. એમ નથી આવતું? છે. એમ ચૈતન્ય પદાર્થ ભગવાન પૂર્ણ આનંદ, આનંદભૂત, જ્ઞાનભૂત, શાંતિભૂત, સ્વરૂપભૂત, સ્વભાવભૂત, એવો જે ભગવાન આત્મા તેને યોગ્ય તો તેનો અનુભવ તે તેને લાયક કહેવાય, ઓહોહો ! ભાવ્યભાવક કીધું ને? આહાહા ! તેને ભૂલી જઈને પ્રભુ મનુષ્યપણું, મનુષ્યને મનુષ્યપણું ભૂલી જઈ અને ભૂતના વળગેલી ચેષ્ટાને મારી છે એમ માને છો, એમ ભૂતાર્થ ભગવાન મોટો મહાપ્રભુ, મહાભૂત, સ્વભાવભૂત, એને ભૂલી જઈને, પામર રાગ અને વિકલ્પની દશા જે ભૂતડાં વળગ્યા, જેમ વિકાર તને વળગ્યો ને તું તેનો માન્યો, આહાહા... આવી વાત છે. સાંભળવા તો કો'ક દિ' મળે, ભાઈએ ન કહ્યું, કહે છે, બાપુ! આહાહા ! ઓલી વાત કરે છે બધી વિદ્યાસાગરની, એ પર્યાય પણ... પર્યાયને આશ્રય કોનું? દૃષ્ટિ કોની? મોક્ષતત્ત્વ તે પણ બહિર્તત્ત્વ છે, અંતરતત્ત્વ તો પ્રભુ મહા છે. આહાહા ! ભૂતાર્થમાં પણ એ લીધું. “નવિ હોઈ પત્તો-અપમત્તોમાં પણ જ્ઞાયક લીધો, આંહીં પણ બેહદ ચૈતન્યધાતુ લીધી, આંહીં પણ હમણાં આવશે અમૃતરૂપ વિજ્ઞાનનો ઘન ભગવાન આત્મા. આહાહા ! છઠીમાં ય એ, અગિયારમાં ય એ, પાંચમીમાંથી “એયત્ત વિયત્ત દાએન્જ' મારું ભગવાન સ્વરૂપ એકત્વ છે ને તે પરથી વિભક્ત, તેને હું દેખાડીશ. આહાહાહા! “સમઓ સવચ્છ સુંદરો લોએ,” સ્વરૂપની અંદર Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૪૯ એકતાપણું એ સુંદર જગતમાં છે, એને રાગનાં સંબંધની વાર્તા કથા, ઓલું જરી કહ્યું’તું ને, શ્રુત પરિચિત અનુભૂતા સવ્વસ્સવિ કામ ભોગ બંધ કથા. એનો અર્થ જરી કર્યો'તો. વધારે એટલે એ એને કહીએ, આ નવું, વિધાનંદજી, કામ ભોગ એટલે રાગ, રાગની કથા એટલે ઝેરની કથા, વિષ્ટાની કથા કીધું હશે જરાક ત્યાં કીધું હશે, એય ભડક્યાં નહિ, આ સિદ્ધાંત પ્રમાણે આચાર્યે કાંઈ અર્થ કર્યા નથી. હવે સાંભળને, કામ, રાગ અને રાગનો કર્તા એ તો ઝેર છે, તેને વિષ્ટા તો હળવી ચીજ છે, પણ એ એને એકદમ વિરોધ કર્યો પુસ્તકનો. અરે ભગવાન આંહીં હાલસે બાપા એ, કુદરતના સત્ નિયમમાં નહિ હાલે નાથ. આહાહા ! હૈં ? હાલે હવે, ઈ શું થાય ? આંહીં તો મોક્ષ તત્ત્વ જે પર્યાય છે તે પણ બહિર્તત્ત્વ ગણવી છે ને પ્રભુ. આહાહા! અંતઃતત્ત્વ તો ભગવાન શુદ્ધ ચૈતન્ય, ભૂતાર્થ, જ્ઞાયક, છતી ચીજ જેને બદલવું ય નથી પલટવું ય નથી, એવો જે ભગવાન આત્મા, એને યોગ્ય તો પ્રભુ તેની અનુભૂતિ તેને યોગ્ય છે એને ભૂલીને, રાગ ને પુણ્યના પરિણામ, એ ભાવકનું ભાવ્ય કર્મ, એને મારા માનીને, અજ્ઞાનપણે તું કર્તા થાશ પ્રભુ, દુ:ખી થઈશ. આહાહા ! કહો કાંતિભાઈ. આ કાંતિ છે આત્માની, અનુભૂતિ તે એની કાંતિ છે, રાગ એની કાંતિ નથી, અંધારા છે, ઝેરનાં. આહાહા! રાગ, ઓલું કીધુંને કામ, ભોગ બંધ કથા, કામ એટલે ઇચ્છા ને ભોગ એટલે ભોગવવું. રાગનું કરવું ને રાગનું ભોગવવું એ તો ઝેર છે, વિષ્ટા કીધી હશે, કહે છે એ વખતે એ એને નો સારું લાગ્યું, એ વિરુદ્ધ છે. અરે ભગવાન, પ્રભુ તને તું ભૂલીને આવી વાતો કરે છે, રહેવા દે ભાઈ તને સહન કરવું પડશે. આહાહા ! કોઈપણ પ્રાણી દુ:ખી થાય દુઃખ વેઠે, એ કાંઈ સારું છે ? ભલે કોઈ સત્નો વિરોધી હોય પણ એને દુઃખનું વેદન થશે, એ દુઃખ વેઠયા જાય નહિ એવા મિથ્યાત્વના દુ:ખ છે. એને અહીં ટાળવાની વાતમાં, આ કર્તા છે અજ્ઞાની એમ મનાવીને છોડાવે છે, પાછો એમ માનીને છોડાવે છે આંહીં. તો પછીની ગાથામાં એ તરત એ આવશે. જ્ઞાનીની ૯૭ માં, જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે. ૯૭ માં આવશે આ બતાવીને વસ્તુ આમ કહેવી છે. ૯૭ માં આવશે, છે ને ૯૭ માં પહેલું માથે મથાળું છે પૂર્વોક્ત કારણથી એ સિદ્ધ થયું, “જોયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે” એમ હવે કહે છે કહેવું તો આ છે એનું તાત્પર્ય તો એના કર્તાપણે થાય છે તે છોડી દે એ માટે કહ્યું છે. આહાહા ! એ એક વાત થઈ. કઈ એક વાત ? ઓલા ૧૭ બોલની. ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, મોહ, કર્મ, નોકર્મ, મન, વચન ને કાયા, પાંચ ઇન્દ્રિય ૧૭ બોલ. વિગેરે પછી લઈ લેવા અસંખ્ય. આહાહા ! હવે બીજો બોલ “વળી જેમ અપરીક્ષક આચાર્ય” એવો મળી ગયો હોય અપરીક્ષક “આચાર્યના ઉપદેશથી મહિષનું ધ્યાન કરે” ભેંસનું ધ્યાન ક૨, ભેંસનું. પાડાનું. આહાહા ! એવો કોઈ મળ્યો એને કહે કે પાડાનું ધ્યાન કર, આહાહા... એમ કહે છે અજ્ઞાની એને મળી ગયો એવો કે ૫૨દ્રવ્ય મારા છે એમ માન, આહાહાહા... અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું ધ્યાન ક૨તો કોઈ ભોળો મંદ પુરુષ “તે પાછો ભોળો પુરુષ મૂરખ, ભેંસ પાડાનું ધ્યાન કરવાનું કીધું પાડાનું ધ્યાન કરવાનું મૂરખ છે ! માળા, ભોળો પુરુષ અજ્ઞાનને લીધે, “મહિષને અને પોતાને એક કરતો થકો ” ભેંસને ને પોતાને એટલે પાડાને ને પોતાને એક કરતો થકો, “હું ગગન સાથે 25 k Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઘસાતાં શિંગડાવાળો” ધ્યાન કરતાં કરતાં થઈ ગયું કે, ઓહોહો... આહાહા.. મોટા શિંગડા ને ઓરડીમાં હતો તે બહાર નીકળવાને આમ મોટા શીંગડા જાણે થઈ ગયા મારે એટલે બારણામાંથી નીકળવું મુશ્કેલ થઈ પડયું, કલ્પના છે, માન્યું'તું, ધ્યાન રાખજો આને શું કહેવું છે એ, હોં? આહાહા... પોતાને ને પરને એક કરતો હું ગગન સાથે ઘસાતા મોટા લાંબા શિંગડા, શિંગડાવાળો મોટો મહિષ છું, એવા અધ્યાસને, અધ્યાસને લઈને હોં, ભાન નહિ અધ્યાસને લઈને, મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું, મનુષ્ય તો બારણામાંથી બહાર નીકળી જાય. પટ– દઈને પણ બારણામાંથી નીકળવું એનાથી ટ્યુત થયો થકો, પાડો થઈ ગયો જાણે હું. આહાહા શું કહ્યું? આહાહા... ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ટ્યુત થયો હોવાથી, તે પ્રકારના ભાવનો કર્તા ભાસે છે, એ ભેંસ થઈ ગયો, હું પાડો થઈ ગયો એવું ભાસે છે. આહાહા! - હવે શું કહે છે એને ઉતારે છે “તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે” પોતાના સ્વરૂપનાં ભાન વિના જોયજ્ઞાયકરૂપ પરનો પોતે જ્ઞાયક છે ને પર તો જોય છે, પર પોતાનાં છે એમ ત્રણકાળમાં નથી. આહાહા... દીકરો ને દિકરી ને જમાઈ મારા છે, કહે છે કે એ તો જ્ઞાયકનાં શેય છે. આ મકાન ને પૈસા એ જ્ઞાયકના શેય છે. આહાહા... લગન કરે છોકરાનાં, પાંદડા પીપળાના પાંદડા, આંબાના પાન કરે છે ને એના? શું કહે, તોરણ–આંબાના પાન, પીપળાનાં પાન લીલા અને એ મોતીના શું કહેવાય એ? તોરણ એમાં હાથી ચીતર્યા હોય ને, પોપટ ચીતર્યા હોય ને દાણાના ધ્યે. એમ જુઓ મારું મકાન-કેવું છે, હતું કેદી” એનું? ધ્યાન કરતાં એને એમ થઈ ગયું કે આ હું છું. ભેંસનું ધ્યાન કરતાં ભેંસ થઈ ગયો એ, એમ પરદ્રવ્યનો વિચાર આવ્યો ત્યાં એમ થઈ ગયું કે હું પરરૂપ છું હવે. આહાહા ! ભારે કામ આકરૂં. (શ્રોતા-પણ પંચ પરમેષ્ઠિનું ધ્યાન એ તો વ્યવહાર છે ને) એ રાગ છે રાગ, અને એ રાગ મારો છે એમ માને છે એ ભૂતાવળમાં ગયો, આવું છે. આંહીં પંચપરમેષ્ઠિને હવે સંભાર્યા. એની ભક્તિનો ભાવ એ રાગમાં ગયો, હવે આંહીં તો પરમેષ્ઠિ પંચ છે પર છે, પરદ્રવ્ય છે એ પરદ્રવ્યનો વિચાર કરતાં-કરતાં જાણે વિકલ્પ ઉઠયો, એ જાણે મારો છે એ પરદ્રવ્યને પોતાનાંમાને છે. આહાહાહા ! આંહીં તો કીધું ને અપરીક્ષક આચાર્યથી, એમ જેણે એવો ઉપદેશ આપ્યો છે, કે ભગવાનનું ધ્યાન કર ને એમાંથી તને લાભ થશે રાગથી, એ બધા અપરીક્ષક આચાર્યો છે. આહાહા ! (શ્રોતા:- પંચપરમેષ્ઠી પ્રત્યેનો ભાવ તે પછી) એમાંથી જ્ઞાન પછી આ થાય એ વાત જ ખોટી છે. રાગ છે, એ સમાધિ શતકમાં આવે છે, એક બોલ, બે બોલ આવે છે, સમાધિ શતકમાં, દીવો દીવાને કરે અને ઓલાં ઝાડ ઘસીને થાય અને એક પરદ્રવ્યનું પણ એ પરદ્રવ્યનું તો વિચાર આવ્યો એને એટલું, આવીને પછી છોડી દીધું, પછી છોડીને અંદરમાં ગયો ત્યારે, આહાહા.... છે ને એ બે બોલ છે ને સમાધિ શતકમાં, હેં? દીવો દીવાથી થાય એ એક, અને બીજું ઝાડ ઘસીને થાય એમ-ઝાડ ઘસેને એટલે એમ કહે છે ને પંચ પરમેષ્ઠિનું ધ્યાન પણ એ ધ્યાનમાં વિકલ્પ આવ્યો, એને છોડી દઈને પોતે પરમેષ્ઠિ પોતે છે, પંચપરમેષ્ઠિ સ્વરૂપ જ હું આત્મા છું, એવું છે, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧. ગાથા-૯૬ આવે છે ને? આચાર્ય, ઉપાધ્યાય સાધુ, અરિહંત અને સિદ્ધ પંચ પરમેષ્ઠિ સ્વરૂપ ભગવાન આત્મા પંચ પરમેશ્વર સ્વરૂપ છે, અને એ પંચ પરમેષ્ઠિ છે એ આત્મ સ્વરૂપ છે, એ રાગ ને દેહની ક્રિયા ને એ કાંઈ સ્વરૂપ નથી. આહાહા ! બહુ કામ ભાઈ ! અરે સાંભળવા મળે નહિ અને એ બિચારા આમ ને આમ જિંદગી ગાળે. આહાહા! કહે છે, એવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જે શેય છે, ફક્ત જ્ઞાનમાં જાણવા લાયક છે, પંચપરમેષ્ઠિ પણ જ્ઞાનમાં શેય તરીકે જાણવા લાયક છે, સ્ત્રી કુટુંબનો આત્મા પણ શેય તરીકે જાણવા લાયક છે, એનું શરીર જે છે એ પણ શેય તરીકે જાણવા લાયક છે એને ઠેકાણે આ શરીરને હું ભોગવું, પરદ્રવ્યને હું ભોગવું, એવો જે ભાવ એ મિથ્યાત્વભાવ છે. આહાહાહા.. આવી વાતું છે. દાળ ભાત શાક મેસુબ એ પરદ્રવ્ય છે શેય છે, આત્મા જ્ઞાયક છે, એને ઠેકાણે આને હું ભોગવું એ ભેંસના ધ્યાન જેવું છે, એને પરનું ધ્યાન થઈ ગયું. પરમાં એકાકાર થઈ ગયો. (શ્રોતા-પરને જાણે તો શેય જ્ઞાયક સંબંધ તો રહ્યોને) એ ય છે એને જાણશે એ પણ વ્યવહાર છે, પણ આટલો વ્યવહાર એટલો ઠીક, આ જાણનાર છે, એને જણાવવા યોગ્ય છે બસ એટલું. પણ એ મારા છે એમ નથી, એટલી વાત અત્યારે સિદ્ધ કરવી છે. આહાહા... ખરેખર તો એ શેયનું અહીં જે જ્ઞાન થયું છે એ જ્ઞાન છે એ જ પોતાનું શેય છે. આહાહા ! પણ અત્યારે હવે અહીં એ વાત નથી, જે ઠેકાણે જે અપેક્ષા સિદ્ધ કરવી હોય ને, નહીંતર તો ખરેખર તો જે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એ ઉત્પાદને એના દ્રવ્યની પણ કોઈ અપેક્ષા નથી, ઉત્પન્ન થઈ ત્યારે અપેક્ષા લીધી કે આનાથી થઈ પણ છે અને હવે ધ્રુવની અપેક્ષા નથી. આહાહાહા ! રાગની તો અપેક્ષા નથી રાગનું જ્ઞાન તો નહિ, પણ આ જ્ઞાતાનું જ્ઞાન પર્યાય થઈ એ ય નહિ. આહાહાહાહા ! શું મારગ ! વીતરાગ, વીતરાગ, વીતરાગ, વીતરાગના પોકાર છે. આહાહાહા ! પ્રભુ તું છો એમ મેં કીધુંને, તેથી આ આત્મા જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત, માથે આવી ગયું છે, પરદ્રવ્યના સંબંધથી રહિત અને રાગના સંબંધથી રહિત. આહાહા... છે ને કાલ આવ્યું'તું. નહિ? હમણાં આવ્યું'તું પહેલું લીધું, સમસ્ત પરદ્રવ્યના સંબંધથી રહિત, ભગવાન સમસ્ત અન્ય વસ્તુઓનાં સંબંધથી રહિત, એ દયા દાનનો વિકલ્પ છે, કે પરમેશ્વર પોતે છે, એ બધું આ આત્મા તેના સંબંધથી રહિત છે. આહાહા ! એ વીતરાગ એમ કહે અને વીતરાગનો ભગત એમ માને. આહાહાહા! આ તો મકાન ને, મકાન ને બારીયું ને બારણા ને બારી દીઠ પાછાં તોરણો ને એમાં મોતીના હાર ને એમાં ચીતરામણ હાથી ઘોડાનાં ને ચારેકોર બેઠા હોય ને ત્યાં પલંગ મોટો ઢોલિયો ઊંચો હોય પીત્તળનો, સોનાનો તો શું? ચક્રવર્તીને સોનાનો ને રતનનો હોય, પણ આ પીત્તળના ઢોલીયા ને એમાં મોટી રૂની ગાદી, રેશમનો ઓછાડ. ઓહોહો! આ બધા મારા છે, એ મારા છે બધાં, એને માનનારા તારું મરણ થાય છે. આહાહા.. ભાઈ, તને ખબર નથી. વીતરાગ પરમાત્માનો આ પોકાર છે. આહાહા! અનાદિથી રખડી રહેલ ભાઈ તારા સ્વરૂપના ભાન વિના, તારું હોવાપણું જે રીતે છે, એ રીતે હોવાપણાનું જ્ઞાન નહિ, તેથી તેને પરમાં હોવાપણું માનીને, મૂઢ થઈને પરનું, તું પોતાનું Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ માને છે. આહાહાહા ! (શ્રોતા:-રાજપાટ છોડીને જતા રહ્યા પછી તો મારાપણું મટી જાયને?) રાજપાટ છોડે, અંદર રાગ છે મારો, કયાં એને છોડ્યું છે, એને, રાજપાટ છે કે દિ' અંદર ગર્યા? રાજપાટ છોડું છું એવી માન્યતા જ મિથ્યા છે. કારણકે આત્મા પરના ત્યાગ ઉપાદાન રહિત શૂન્ય છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે, તો એક એક શક્તિ, પણ જ્ઞાન શક્તિ પણ એવી છે, ચારિત્ર શક્તિ પણ એવી છે, પરના-ત્યાગ ગ્રહણ રહિત શક્તિ છે. એ ચારિત્ર થાય એને ચારિત્ર એ એવી દશા છે, કે પરના ત્યાગ ગ્રહણ રહિત જે ચારિત્ર એ ચારિત્ર છે. પરનો ત્યાગ કરવો ને ગ્રહણ, રાગનું ગ્રહણ કરવું એ વસ્તુ નથી. એ તો મિથ્યાત્વ છે. આહાહાહા ! ગજબ વાત છે. જ્ઞાનગુણમાં પણ ત્યાગ ઉપાદાન શક્તિનું રૂપ છે. આહાહાહા! એ જ્ઞાન પરને છોડું કે ગ્રહું એનાથી રહિત શૂન્ય છે જ્ઞાન. એ ય ! આહાહા ! અરે બાપુ આ તો પ્રભુની વાણી છે, નિથ સંતોની વાણી આહાહા. ઓલો કહે કે નિગ્રંથ એકલો થઈ ગયો કે નગ્ન થઈને ફરે છે જંગલમાં નિગ્રંથ, એ નિગ્રંથ ક્યાં છે? આ તો શુભ જોગને પણ પોતાનું માને, આહાહાહા ! ભૂત વળગ્યું છે તને કહે છે “શુભ જોગનો જય” એમ બોલે આ પંચ કલ્યાણિક કરે ને? હાથી અને ગજરથ કાઢે બધાને ત્યાં રાગ હોય, મંદ કરતો હોય તો માન સારું કરે તો અશુભ રાગ, શુભરાગ હોય પુણ્ય એને “શુભ ઉપયોગનો જય” ઝેરનો જય, શુભ ઉપયોગી કહે. રાગનો જય. આહાહાહા ! એ રસિકભાઈ, એ આવે છે પેલામાં “રસિક-ન્યું રેનકા સપના, જગતમાં કોઈ નહિ અપના” આવે છે ને એ? આહાહાહા ! આ તો સપના છે કહે છે, આ બધું, બધું પ્રભુ તું તો જુદો છો ને અંદર. આહાહા ! જગતમાં કોઈ નહિ અપના રાગ ને પરવસ્તુ માત્ર આત્માની નથી. આહાહા! એ દયા દાન ને વ્રતનો પરિણામ થયો એ રાગ ઈ પણ તારો સંબંધી નથી. આહાહા ! તારી તો ચૈતન્યધાતુ બેહદ સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત છે પ્રભુ. એમ ભગવાન પોકારે છે. અરેરે ! શું કંઈક થાય? આત્મા શું ચીજ છે એની દૃષ્ટિની ખબર ન મળે, અને આ ત્યાગ કરીને બેઠા વ્રત લીધા ને તપસ્યા કરીને ધર્મ થયો મૂઢ છે. મિથ્યાત્વનું પોષણ છે, એ ય, આંહીં કહે છે ને પરદ્રવ્ય ભગવાન આદિ હો કે પરદ્રવ્ય તારા સ્ત્રીનો આત્મા હો, કે સ્ત્રીનું શરીર હો, કે મકાનનો પૈસા આદિ હોય કે હીરા માણેકનાં પટારા ભર્યા હોય ઘરે લ્યો. એનું લક્ષ કરતાં પદ્રવ્યનું લક્ષ કરતાં તો રાગ થાય અને એ રાગ મારો છે એમ માને તો એ પરદ્રવ્યને માન્યું પોતાનું, એમ આંહીં કહેવા માગે છે. કારણકે ધર્માસ્તિનું, કાંઈ ધર્માસ્તિ તત્ત્વ છે જગતમાં એ કાંઈ આંહીં આવતું નથી, એ અરૂપી છે એ તો. ટીકામાં લખ્યું છે એમાં જયસેન આચાર્યું કે એ ધર્માસ્તિને પોતાનું માનવું એટલે શું? કે એ ધર્માસ્તિનો જે વિકલ્પ ઉઠયો છે વિચારનો, એ વિકલ્પ પોતાનો માનવો એ ધર્માસ્તિને પોતાનું માન્યું, જયસેન આચાર્યની ટીકામાં છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? કાંઈ એ ધર્માસ્તિનો કર્તા તો થતો નથી. ધર્માસ્તિ તત્ત્વ જગતની ચીજ છે ભગવાને જોયેલી, એ કાંઈ તારું થતું નથી પણ તું તેનો વિચાર કરતાં વિકલ્પ આવ્યો ને એમાં રોકાઈ ગયો ચૈતન્યધાતુને રોકી દીધી, આંહીં આવશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૫૩ જુઓ આત્મા પણ અજ્ઞાનને લીધે, યજ્ઞાયક પરને અને પોતાને એક કરતો થકો હું પરદ્રવ્ય છું, એ છોકરો એ મારો છે, હું એનો છું, બાઈડી મારી છે હું એનો પતિ છું. આહાહાહા ! બહુ કામ આકરું, આ મારો નોકર છે ને હું એનો શેઠ છું, એ પરદ્રવ્ય હું છું, તેના અધ્યાસને લીધે, ઓહો ! થઈ ગયો વખત તો પછી આવશે. (શ્રોતા-પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૯૨ ગાથા-૯૬ રવિવાર, મહા સુદ-૧૫, તા. ૧૧/૨/?૭૯ સમયસાર! એ આંહીં સુધી આવ્યું'તું વચમાં દષ્ટાંત કહ્યું છે ને દષ્ટાંત. જેમ ધ્યાનમાં કોઇને અજ્ઞાનીએ કહ્યું કે તું ભેંસ, કે પાડાનું ધ્યાન કર. તો ધ્યાન કરતાં કરતાં એમ જાણ્યું કે હું પાડો થઇ ગયો, તો બારણામાંથી નીકળવું એને મુશ્કેલ પડે, આમ શીંગડા કરીને જેમ શીંગડા હોય ને એવું ધ્યાન, એમ, એ તો દષ્ટાંત થયું. તેવી રીતે છે? આ આત્મા પણ, છે? “અજ્ઞાનને લીધે શેયજ્ઞાયક પરને અને પોતાને એક કરતો” જાણનારો આત્મા, અને એમાં ધર્માસ્તિ અધર્માસ્તિ કે પુદ્ગલ કે પરજીવ એ જ્ઞાનમાં એ શેય જાણવાલાયક છે, પણ તે શેયને પોતાનાં માને છે, જેમ એ ભેંસનું ધ્યાન કરતા ભેંસ જાણે એ થઈ ગયો, એમ પર જ્યાં જાણવામાં આવ્યું ત્યાં જાણે કે પર મારા થઇ ગયા. આહાહા! છે? શેયજ્ઞાયકરૂપ પરને, શેય પર ને જ્ઞાયક પોતે, એમ, છે ને શબ્દ? શેય-જ્ઞાયક, પર શેય એટલે જાણવા લાયક પર, ચાહે તો શરીર હોય વાણી હોય, કર્મ હો, સ્ત્રી હો, કુટુંબ હો, દેવ હો, ગુરુ હો, શાસ્ત્ર હો, છ દ્રવ્ય ધર્માસ્તિકાય આદિ એ છે જાણવાલાયક છે, આત્મા જાણનારો છે, પણ એ રીતે ન માનતાં જાણવાલાયક ચીજ છે તે મારી છે, આ સ્ત્રી મારી, દિકરો મારો, બાપ મારો, પૈસા મારાં, મકાન મારાં, એ તો શેય છે, જ્ઞાનમાં જાણવા લાયક, એને ઠેકાણે એમ માને છે કે એ પૈસા મારાં, આબરુ મારી, કુટુંબ કબીલો મારો, આહાહા... આ દિકરીયું મારી, જમાઈ મારાં, આહાહા.. એને જ્યાં વિચારમાં વ્યે છે ત્યાં એને પોતાના માની લ્ય છે. આહાહા! ખરેખર તો પોતે જાણનાર છે અને એ ચીજ જણાવવા લાયક છે, એ સિવાય એની છે એ ચીજ નહિ. આહાહા ! આ પૈસા બૈસાનું શું સમજવું ત્યારે? કાલે ઓલી દાનની વાત નહોતી કરી, દાન ઈ આમાં દાન નીકળ્યું પછી, દાનની ગાથા નહોતી? એ પછી એ પહેલી નીકળી, આ નહોતા આ બાર ભાવના બાર ગાથા છે ને પહેલી અધુર છે ને? અધ્રુવ ભાવનામાં છે, પૈસો એ અધ્રુવ છે, એ તો એની સ્થિતિ પ્રમાણે રહે ને એની સ્થિતિ પ્રમાણે જાય, એ જાણે કે હું રાખું માટે રહે, એને, હું આપું માટે અપાય એમ નથી. છતાં આચાર્ય એમ કહે, હે ભવ્ય જીવ, સંસાર, દેહ, ભોગ, લક્ષ્મી ઇત્યાદિ સર્વ અસ્થિર દર્શાવ્યા છે તેને સાંભળીને જે પોતાના મનને વિષયોથી છોડાવી અને આ સ્થિરતાના ભાવને ભાવશે એ ભવ્ય જીવ સિદ્ધ પદને પામશે, એ બાર હોં, જુઓ આ લક્ષ્મી જલતરંગની માફક ચંચળ છે, “અધુવ”માં છે, પહેલી ભાવના આ લક્ષ્મી જલતરંગની માફક ચંચળ છે એટલે કે જ્યાં સુધી તે બેચાર દિ' સુધી ચેષ્ટા કરે બે ચાર દિ' બે પાંચ વરસ રહે, એ રહે એને કારણે, આ જાણે કે હું રળ્યો માટે મારી પાસે આવ્યા, રહ્યા મિથ્યાભ્રમ છે. આહાહા! ચેષ્ટા કરે કેટલું? બે ચાર દિવસ રહેશે, એ બે ચાર પચીસ પચાસ વરસ રહે એ બે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ચાર દિવસ અનંત કાળને હિસાબે શું ગણતરી ? એને કારણે આ રહે અને મોજુદ છે, ત્યાં સુધી તેને ભોગવો, આંહીં આવ્યું છે અને દયા પ્રધાની થઈને, એમાં વાપરું ત્યારે કોઈ પૂછે કે ભોગવો કેમ કહ્યું એમ પ્રશ્ન કર્યો છે. કહે તદ્દન ભોગવું એમ નહિ આને કંજુસ છે એ કર્તા ભોગવે છે એને તૃષ્ણા તો ઓછી છે કે આને રાષ્ટ્ર અને દાન દયામાં ભોગકાર તરીકે વાપર તો તારો રાગ મંદ તો થાય તને પુયેય એ મોટી આખી વ્યાખ્યા છે મોટી જબરી આખી છે. જે પુરુષ લક્ષ્મીને માત્ર સંચય કરે છે પણ પાત્રોને અર્થે વાપરતો નથી, ભોગવતો પણ નથી એ તો માત્ર પોતાના આત્માને ઠગે છે, “કાર્તિકેય અનુપ્રેક્ષા” (માં છે) કાલ બપોરે વાત થઇ'તી ને નહોતું નીકળ્યું, એવા પુરુષોનું મનુષ્યપણું નિષ્ફળ છે. બાકી ઘણી વ્યાખ્યા છે મોટી ઘણી ગાથાઓ ઘણી ગાથાઓમાં છે. આંહીં કહેવું છે કે લક્ષ્મી એ પરણેય છે ને એ આત્મા જ્ઞાયક છે છતાં એ લક્ષ્મી મારી છે એમ માને છે, એ ભેંસનું ધ્યાન કરતાં ભેંસ થઇ ગયો એમ પરને જાણવામાં આવતાં જાણે હું પરરૂપ થઇ ગયો અને પર મારા થઈ ગયા, એમ અજ્ઞાનીને અનાદિથી ભ્રમ છે. (શ્રોતાઃલક્ષ્મીને ચંચળ અને નગર વધુની ઉપમા છે ) આહાહા ! એ તો ભાઈ ગમે એટલી હો, ઉપમા પણ ઘણી આપી છે આમાં, આહાહા ! વેશ્યા જેવી કીધી છે, ઘડીકમાં તારી પાસે જાય, ઘડીકમાં બીજા પાસે જાય, ઘડીકમાં બીજા પાસે જાય, હેં? એ તો એને કારણે જાય છે, તું જાણે કે હું રળ્યો માટે મારી પાસે આવ્યા પૈસા એમ વાત ખોટી છે, એમ કહે છે. આહાહા ! વેશ્યા જેવી છે એક પુરુષ પાસે આવે, પછી બીજો આવે, પછી ત્રીજો આવે એમ થોડી વાર તારા ઘેર રહી, થોડી વાર બીજે ગઈ. થોડી વાર ત્યાં ગઇ. આહાહા! આંહીં તો એમ કહે છે કે શેયજ્ઞાયકરૂપ, પરને શેય એટલે પર જાણવા લાયક, ચાહે તો પરમાણું હો સ્કંધ હો લક્ષ્મી હો મકાન હો આબરું હો. આહાહા! કપડાં હો દાગીનો હો. એ પરને અને પોતાને એક કરતો થકો, જાણવા લાયક છે તેને જાણતો આ મારા છે, એમ માનતો, આહાહા! ભારે કામ ભાઈ આ તો “હું પરદ્રવ્ય છું” એ જાણવાલાયકને મારા માનીને એ હું પરદ્રવ્ય છું, એ મારી સ્ત્રી છે, મારી અર્ધાગના છે, આ મારો ભાઈ છે અને ભાઈ એ ડાંગે માર્યા પાણી કયાંય જુદા પડે? એમ ભાઈયું છીએ એ કાંઇ જુદા પડે? એમ વાતું કરે લોકો ગાંડા, પણ કોણ? કોઇને કોઇ ભેગા છે જ કયાં, એક બીજા છે જ કે દિ' ભેગા? આહાહા! હું પરદ્રવ્ય છું એવા અધ્યાસને લીધે, આહાહા ! વિષય બહુ સરસ છે. “મનનાં વિષયરૂપ કરવામાં આવેલા” મનનાં વિષયરૂપ જાણવામાં આવેલા, શું? “ધર્માસ્તિકાય' છ દ્રવ્ય છે ને ભગવાને જોયેલાં. ધર્માસ્તિકાય એક, ગતિમાં નિમિત્ત છે, એને જાણતાં એનો વિકલ્પ ઉઠયો, એ વિકલ્પને મારો માન્યો એણે ધર્માસ્તિકાયને પોતાનું માન્યું. આહાહા.. તો હું એક જાણનાર છું અને એ ચીજો ફક્ત જણાય છે, એ જાણવા લાયક છે ને હું જાણનારો એટલો જ સંબંધ છે, બાકી એ મારી ચીજ છે. (એ) મિથ્યાભ્રમ અજ્ઞાન છે. હું ધર્મ છું, હું અધર્મ છું, અધર્માસ્તિકાય એનું જ્ઞાનમાં એનો વિચાર કરતાં, આંહીં તો જે જૈન છે ને એને સાંભળ્યું છે એ અધર્માસ્તિકાયનો વિચાર કરે છે. ભગવાને છ દ્રવ્યો કહ્યાં છે ને એ પોતે વિચાર કરે છે, વિચાર કરતાં વિકલ્પ ઊઠે છે. એ વિકલ્પને મારો માને છે પણ હું Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગાથા-૯૬ જાણનારો છું વિકલ્પનોય કર્તા નથી, માટે તે દ્રવ્ય મારું નથી. આહાહાહા ! બહુ ઝીણું ભર્યું છે, હવે ટોપી મારી, કપડાં મારા, આ બધા મારાં, બાઇડીનાં સાડલા દાગીના આંખમાં શું ભરે ? કાજળ ભરે ઓલું ભરે કે મારી આંખુ કાળી છે, બહુ સારી છે, પણ આંખ તો જડ છે. એ તો શેય છે, એ જ્ઞાનમાં જણાતાં એ મારું થઇ ગયું તને કયાંથી આવ્યું આ ? આહાહાહા ! મારી આંખ ફીકી છે, મારી આંખ પાતળી છે, મારી આ શરીર એ મારું એમ કે કદ નાનું છે કહે છે ને ભાષા આ શરીર એમ કે કઠેય નાનું પાતળું છે હું કાંઇક પાતળો છું, મારું કદ જાડું છે, મારું અદોદળું શરીર છે, પણ શ૨ી૨ હતું કે દિ' તારું ? આહાહા ! ભારે અજ્ઞાન. એ મનનો વિષય છે કહે છે, શું કહે છે કે અરૂપી છે ને ? ઓલો ધર્માસ્તિ આદિ, ધર્માસ્તિ અધર્માસ્તિ, આકાશ અને કાળ અને પુદ્ગલ, ૫૨માણુંથી માંડીને સ્કંધ, મકાન, પૈસો, આબરૂ, કીર્તિ એ બધાં જડ પુદ્ગલ, એ જ્ઞાનમાં જાણવા લાયકને બદલે જાણતાં એ મા૨ા છે, મેં એને રાખ્યા છે, મેં સંભાળીને રાખ્યા છે, તાળું મારી, કૂંચી દઇને તિજોરીમાં રાખ્યા છે, મેં રાખ્યા છે. આરે આરે આવી શું છે આ. એ ૫૨દ્રવ્ય છે એ તારા કયાંથી થઇ ગયા કહે છે. એ મિથ્યાત્વને સેવે છો કહે છે. આહાહાહા ! પુદ્ગલ અને અન્ય જીવ, અન્ય જીવ એટલે ચાહે તો સ્ત્રીનો, દિકરાનો, બાપનો, દેવનો, ગુરુનો, એ જીવ મા૨ા છે, મારા સંતાન ઘણાં છે, પચીસ સંતાન છે, પચીસ દિકરીયું છે, બસે વર્ષનું આયુષ્ય હોય બબ્બે વ૨સે થાય તોય પચાસ છોકરાનું લશ્કર ભેગું થાય, આ બધું મારા છે કહે છે એ જીવ મા૨ા એમ શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી, શું કીધું ? એ છ દ્રવ્ય છે તે ૫૨ છે, છતાં શેય તરીકે જાણવા માટે છે. છતાં તે મારા છે એમ માનીને શુદ્ધ ચૈતન્યધાતુ ત્યાં રોકાઇ ગઇ છે. આહાહા ! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, એ જ્ઞાયક સ્વરૂપ એ મારા ત્યાં રોકાઇ ગયો. પોતાને માનવા માટે નવરો થયો નહિ. આહાહા ! ભારે કામ આકરું, એના ઘરમાં લક્ષ્મી રહે, મકાન રહે, દાગીના, કપાટ, કપાટ નથી ભરતા બધા આમ ? કાચ કાચ મોઢાં આગળ કાચ રાખે કપાટ શું કહેવાય તમારું ફર્નિચર, આપણી ભાષામાં શું છે? ( શ્રોતાઃ-ઘરવખરો ) ઘરવખરો, કપાયું ને પટારા ને, આહાહાહા ! બારણા ઉઘાડે ને કાચ આમ ઉઘાડે ને કાચ સવા૨માં માથું જોવા માટે, આ મારો કાચ ચોકખો છે બહુ, પણ કાચ તો જડ છે ને પ્રભુ એ તો માટી છે ને ? ૫૨દ્રવ્ય મારા એમ માનીને, પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન ત્યાં રોકાઇ ગયો, આહાહા ! એ જાણવા લાયક છે તેને મારા માનીને રોકાઇ ગયો. આહા... છે ? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ધાતુ રોકાએલી હોવાથી એક વાત. આ મનનો વિષય છે એ ધર્માસ્તિ અધર્માસ્તિ આદિ જીવ આદિ. હવે “ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા” કા૨ણ કે ઇન્દ્રિયનો વિષય તો રૂપી છે, એ કાંઇ ધર્માસ્તિ, અધર્માસ્તિકાય, આકાશ, જીવ ( એ મનના વિષય અને ) ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો, રૂપી પુદ્ગલો જે સ્કંધો દેખાય આદિ, કાને સાંભળવાનાં પુદ્ગલો, રૂપ જોવાનાં પુદ્ગલો, સુંઘવાના પુદ્ગલો, રસનાં પુદ્ગલો, સ્પર્શનાં એ વિષય ઇન્દ્રિયનો વિષય છે, એ વિષયમાં પોતે રોકાઇ ગયો “એ વડે પોતાનો કેવળ બોધ ઢંકાયેલો હોવાથી” આહાહા... ઇન્દ્રિયનાં વિષયોમાં તે કેવળ બોધ એકલો જ્ઞાન સ્વરૂપ પ્રભુ એ એકલો ત્યાં ઢંકાઇ ગયો એમાં ત્યાં રોકાઇ ગયો. આહાહાહા ! બે-બે થયાં. શું ? એક મનનો વિષય છ દ્રવ્ય, અને એક ઇન્દ્રિયનો વિષય Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ રૂપી, ઓલામાં પુદ્ગલ હતું પણ આ જુદું પાડ્યું છે ખાસ, ખાસ. રૂપીપણુંમાં પરમાણું આદિ છે એ મનનો વિષય છે, સ્કંધ આદિ જે છે એ ઇન્દ્રિયનો વિષય છે. સમજાણું કાંઇ?આહાહા! એમાં ઢંકાયેલો હોવાથી બે વાત થઇ. ત્રીજી, હવે રહ્યું શરીર, મનનો વિષય છ દ્રવ્ય ત્યાં આગળ ચૈતન્ય શુદ્ધ ધાતુ રોકાઈ ગઈ. ઇન્દ્રિયનો વિષય રૂપી ત્યાં આત્મા ચૈતન્યબોધ રોકાઈ ગયો, ઢંકાઈ ગયો. આહાહા ! અને હવે “મૃતક કલેવર વડે” આ શરીર છે એ મડદું છે. જડ છે, મૃતક કલેવર છે, અત્યારે હોં. કહો હીરાલાલજી! આહાહા.. આ તો મૃતક કલેવર છે. આ પરમાણું છે ને? એમાં જીવ કયાં છે એ પરમાણુમાં? એ મડદાં છે, મડદું છે આ તો, અત્યારે હોં! જીવ નીકળ્યા પછી નહિ. “મૃતક કલેવર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન” આહાહા... ત્રણેય “મમા”, મૃતક કલેવર વડે અમૃતરૂપ વિજ્ઞાનઘન ભગવાન, અમૃતરૂપ વિજ્ઞાનઘન એ તો પ્રભુ. આહાહા! અતીન્દ્રિય આનંદરૂપ, અતીન્દ્રિય આનંદરૂપ વિજ્ઞાનઘન, એવો ભગવાન મૂર્શિત થયો, મૃતક કલેવરમાં અમૃતરૂપ ભગવાન મૂછિત થયો. એને સંભાળવું ને એને ધ્યાન ને એને સવારથી દાંતણ કરવા માંડીથી તે સાંજ સુધી ખીચડી ને કઢી ને પાપડ હવે ઓલું ભજીયા, બજીયાને એવું કરે છે. સાંજના જુદી જુદી પકવાન કરે ને. આહાહા.. એ મડદાના કલેવરનાં મૂછ વડે અમૃત સાગર પ્રભુ, અમૃતનો સાગર વિજ્ઞાનઘન ભગવાન! ભાષા તો જુઓ એ, પ્રભુ તું અમૃતનો સાગર છો. તારો કોઈ ગુણ પર્યાય નાશ ન થાય એવી તારી ચીજ છે. અને તારું અંદર સ્વરૂપ અમૃત આનંદનો ઘન, અતીન્દ્રિય આનંદ અમૃતનો ઘન વિજ્ઞાન પ્રભુ, એ મૃતક કલેવર વડે મૂછઇ ગયો. એની સંભાળ કરવા ને એનું આમ કરવું ટોપ ટીપલાં ને બાઈયુંને તો સાડલા કેટલાય રાખે કે દિશાએ જવાનો જુદો, રાંધવાનો જુદો, સગાવહાલામાં જાવું હોય જાદો, રોવા જાવું હોય તો જુદો, રોવે જાય તો રોવાનું થાય ને આ મરી જાય ને ત્યારે પહેલા સાત આઠ દિવસ રોવે, બધા ભેગા થઈને સાંજે ચારે વાગે આમ તો રાંધવા પહેલાં, જુદી જુદી જાતના સાડલા પહેરે જાણે, ઓહોહોહો... ભાતભાતના પહેરે જાણે અમે કેવા દેખાઇએ છીએ, શું છે પણ આ તને? મૃતક કલેવરને શણગારે, આંહી ને આંહી ને આંહી આદમીમાં પહેલાં કુલ રાખતા કાનમાં, અમારે ગાંડાભાઈ હતાને ફાવાભાઈના બાપ, એય, મનહર! તારો દાદો હતો ને? એ કુલ રાખતાં જોયા'તા તે આંહીં આવ્યા'તા અમારે ગાંડાભાઈ હતા ને ફૂલ રાખતા, એ પહેલાં જૂના માણસ એક કાનમાં કાણું પડાવીને ને ફૂલ રાખે. અરે ! અરે ! મૃતક કલેવર વડે, અમૃતનો, અમૃતરૂપ વિજ્ઞાનઘન, એમ શબ્દ છે, છે? અમૃતરૂપ વિજ્ઞાન ઘન પરમ અમૃતરૂપ, પરમ અતીન્દ્રિય આનંદનું રૂપ જેનું છે, એવો વિજ્ઞાનઘન ભગવાન, મડદામાં મૂર્છાઇ ગયો, કહે છે. આહાહા... કહો શશીભાઈ ! મનનો વિષય છ દ્રવ્ય, ઈન્દ્રિયનો વિષય રૂપી અને આ રહ્યું એક છેલ્લું આ, આ તો અમૃતરૂપ પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન મૃતક કલેવરમાં મૂર્છાઇ ગયો. આહાહા ! એનાથી ભોગ લેવા ને એમાં રમતું કરવી સ્ત્રી હારે ને છોકરાઓ હારે ને નાના નાના છોકરાઓને એને બચ્ચાં ભરવા ને બચ્ચી ભરવી આ શું છે પ્રભુ, શું થયું છે આ તને કહે છે. તું મૃતક કલેવરમાં મૂઇ ગયો, અમૃત, અમૃતસાગર ! આહાહા ! એ ય અમૃતલાલભાઈ ! શું કીધું આ? આ અમૃતલાલભાઈ તો નામ છે, આ તો અમૃત સાગર Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૫૭. છે અંદર, એમ કહે છે. મંગળભાઈ ! પોતે મંગળ સ્વરૂપ છે અંદર, પવિત્રતાનો પિંડ છે, પવિત્રતાની પ્રાપ્તિ કરે એવું મંગળ સ્વરૂપ છે. આહાહાહા ! એ મૃતક કલેવરમાં મૂર્છાઇ ગયો. ( શ્રોતા–ધર્મ સાધનમાં નિમિત્ત બને ને આ દેહ) નિમિત્ત એટલે કાંઇ નહિ. નિમિત્તનો અર્થ જ કાંઇ નહિ, હોય છે હાજરી એટલું, એને લઇને આંહીં કાંઇ થાય છે, એવું કાંઈ છે નહિ. આહાહા! અને એ નિમિત્તને અડતું ય નથી ને પ્રભુ, અંદર આત્મા અરૂપી ભગવાન આ શરીરને અડતો ય, સ્પર્શયોય નથી કોઇ દિ' ત્રણકાળમાં હવે આમ વાત કેમ માને? આ શરીરમાં આત્મા છે આ આંગળીને અયોય નથી. અહીં ક્યું છે અંદર અરૂપી ભગવાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શની ચીજને કેમ અડે? અરૂપી નહિ પણ રૂપી, અરૂપી પોતે કેમ અડે, એકબીજામાં તો અભાવ છે. આહાહા ! આવી વાત છે. ઝીણી વાત બાપુ. જગતથી બહુ જુદી જાત છે. (શ્રોતા-દેહ દુખમ્ મહાફલમ્ ?) દેહ દુઃખનો અર્થ? એ તો આનું વચન છે શ્વેતાંબરનું દશવિકાલિકનું શ્વેતાંબરનું છે, દેહમાં કષ્ટ આવે પરિષહ તો આત્મા જ્ઞાતા છે, એમ કરીને જાણે તો એનું ફળ ઘણું છે એમ. આહાહા! ક્ષય રોગ થાય અનેક પ્રકારનાં, આ શું કહેવાય, કેન્સર, એ શરીરની સ્થિતિ, દશા છે એ તો જડની, એમાં સમતા રાખે અને એમાં એ નિમિત્ત કહેવાય, નિમિત્ત એટલે ? છે બીજી ચીજ પણ એમાં નિમિત્તથી સમતા થાય છે એમ નથી અને સમતા એને લઇને થઇ છે એમ નથી. પોતે જાણનાર જાણનાર જાણનાર જાણનાર ચૈતન્ય-જ્ઞાયક તે હું જાણું મારામાં રહીને પરને અડયા વિના, પરને જાણું એવો સ્વભાવ ન જાણતાં મડદામાં મૂર્છાઇ ગયો અમૃત પ્રભુ! આહાહાહા ! ત્રણ બોલ લીધાં. મનના વિષય છ દ્રવ્ય, ઈન્દ્રિયનો વિષય રૂપી, ભગવાન અમૃત સ્વરૂપ તે મૃતક કલેવરમાં મૂછણો અંદર. આ મન, ઇન્દ્રિય ને શરીર ત્રણ આવ્યા. આહાહા ! એ વડે અમૃતરૂપ વિજ્ઞાનઘન મૂછિત થયો હોવાથી તે પ્રકારનાં ભાવનો કર્તા પ્રતિભાસે છે. આહાહા ! એ પ્રકારનો વિકલ્પ ઊઠે છે, છે? તે પ્રકારનાં ખરેખર તો એ પોતાનો ભાવ છે, એ વિકલ્પ છે, એ હોં. સમજાણું? એવા ભાવના પ્રકારે પોતાને, ચૈતન્યના, અજ્ઞાનને લીધે, ચૈતન્ય પરિણામવાળા હોવાથી, છે ને અંદર પહેલાં આવી ગયું છે, કરાયેલા ચૈતન્ય પરિણામવાળો એ છે, છે પરિણામ વિકલ્પ ચૈતન્યની દશા-અવસ્થા પણ એ અવસ્થા જડ રાગ છે એને કરતો થકો પ્રતિભાસે છે, એ પરદ્રવ્યને મારા માનતો, પરદ્રવ્યને કરતો પ્રતિભાસતો નથી, પરદ્રવ્યને ક્યાં કરે છે? પરદ્રવ્ય તો છે, પણ એ મારા માનીને વિકલ્પને પોતાનો કરે છે. ત્યારે પોતાના સવિકાર પરિણામનો અજ્ઞાની કર્તા થાય છે. આહાહાહા! આવી વાતું હવે. ભાવાર્થ- “આ આત્મા અજ્ઞાનને લીધે અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય” છે? શું કીધું? જે કંઇ રાગદ્વેષ દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, વિષય, વાસના એ બધા ભાવ્ય, કર્મ ભાવકનું એ ભાવ્ય છે, આત્માનું નહીં. છે? અચેતન કર્મરૂપ ભાવક, અચેતન કર્મ ભાવ કરનારો, એનું ક્રોધાદિ ભાવ્ય, ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, લોભ આદિ કર્મનું ભાવ્ય, કર્મ ભાવક છે તેની અવસ્થા, ભાવ્ય એની અવસ્થા છે. આહાહા! તેને ચેતન ભાવક સાથે અંદર આવ્યું'તું ને, અવિકારી અનુભૂતિ માત્ર ભાવક, એ અનુભૂતિ એટલે ચેતન લેવું, પર્યાય નહિ. સમજાણું કાંઇ? તેને ચેતન ભાવક સાથે, ચેતન ભાવક છે, એનું ભાવ્ય તો નિર્મળ આનંદ ને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાન હોવું જોઇએ એને ઠેકાણે ચેતન ભાવક સાથે એકરૂપ માને છે. કર્મ જડ ભાવક તેનું વિકારી ભાવ્ય એ ચેતન જે ભાવક એ ભાવ્ય મારું છે એમ માને છે. આહાહાહા! ફરીને એકકોર ભગવાન ચૈતન્ય સ્વરૂપ અને એકકોર કર્મ, હવે કર્મ ભાવક-ભાવક, ભાવનો કરનારો હોવાથી તેના પરિણામમાં વિકારી ભાવ તે ભાવકનું ભાવ્ય છે, ભાવકની દશા છે, ભાવકનું કાર્ય છે, ભાવકનું કર્મ છે, એ આ ચૈતન્ય ભાવક, ચૈતન્ય ભાવક ભાવ કરનારો એને પોતાના ભાવ કરનારો ભૂલીને ચેતન ભાવક એ વિકારી કર્મનું ભાવ્ય મારું છે, એમ માને છે. આરે ! આરે !દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, અપવાસનો વિકલ્પ છે, એ ચેતન ભાવકનું ભાવ્ય નથી. આહાહા! હીરાલાલજી! આવી વાત છે. બહુ સારી ગાથા છે. અરે આવો મનુષ્યભવ કાલે કોક કહેતું'તું છોડીનો પગ કપાઈ ગયો ને થોડો તમારે ત્યારે કહે મનુષ્યપણું તો રહ્યું છે ને હીરાલાલજી, એમ કોક કહેતું'તું એની દીકરીને પગ ઓલો થઇ ગયો પણ મનુષ્યપણું તો રહ્યું છે ને? આહાહા... એમ ભગવાન આત્મા, આહાહાચેતક ભાવક ચેતન ભાવક એ ચેતન જ્ઞાનાનંદ સ્વભાવ એ ભાવક ભાવનો કરનારો એવો જે ચેતન એ કર્મ ભાવકનો ભાવ્ય એ મારું છે એમ માનીને ભ્રમણામાં પડ્યો છે. આહાહા ! છે અંદર. ઓલી અનુભૂતિ આવી ને? એ અનુભૂતિ એટલે દ્રવ્ય લેવું ત્રિકાળી તોંતેર ગાથામાં આવ્યું છે ને? તોંતેરમાં આવ્યું છે, એક સમયની પર્યાય ષટ્ટારકરૂપે પરિણમે કર્તા-કર્મ-કરણ, સંપ્રદાન (અપાદાન, અધિકરણ) એનાથી અનુભૂતિ ભિન્ન છે, એટલે દ્રવ્ય જ્ઞાયક અનુભવ ત્રિકાળી સ્વભાવ છે એ ભિન્ન છે. આહાહા ! એ અનુભૂતિ ભગવાનનું ભાવ્ય આનંદની અનુભૂતિ તે તેનું ભાવ્ય છે. આહાહા! ભગવાન આનંદ ચૈતન્ય આનંદ સ્વરૂપ ભાવક એ તેનું ભાવ્ય અનુભૂતિ તે ભાવ્ય છે અનુભૂતિ ત્રિકાળ છે. એની વર્તમાન અનુભૂતિ પર્યાય તે તેનું ભાવ્ય છે. આહાહા... આવું કયાં. એ ભાવ્યને છોડી દઇને કર્મનો જે ભાવક ભાવ્ય છે એની સાથે એકરૂપ માને છે. આટલા શબ્દોમાં એ છે. આહા! સમજાણું ટૂંકામાં? એ આખાનો સાર કર્યું છે. ઓલામાં એમ કીધું તું ને શુદ્ધ ચૈતન્યધાતુ રોકાએલી હોવાથી છ દ્રવ્ય મનનો વિષય ઓલામાં રૂપીના વિષયમાં કેવળ બોધ કાયેલો હોવાથી, અને શરીરમાં મૂર્ણાયેલો હોવાથી, એ ત્રણેય ખરેખર તો ભાવકનું ભાવ્ય છે એ વિકાર, છતાં તેને પોતારૂપ માને છે. આહાહાહા ! બહુ ટૂંકું હોં અને ઘણું, એકકોર ચૈતન્ય ભાવક ભગવાન અમૃતરૂપ વિજ્ઞાનઘન કેવળ ચૈતન્ય બોધ શુદ્ધ ચૈતન્યધાતુ એ ભાવક છે, એનું ભાવકનું ભાવ્ય તો, (અનુભૂતિ છે ) આહાહા.. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય છે, ત્યારે શુદ્ધ ચૈતન્યધાતુ ઉપર દૃષ્ટિ પડે છે. એ આવ્યું છે ને આમાં હમણાં ક્રમબદ્ધમાં વાંચ્યું ને, ભાઈનું હુકમચંદનું જુદું એનું આમાં આવ્યું છે, આત્મધર્મમાં આવ્યું છે, કાલે આવ્યું એમાં, પહેલું જુદું એક ચોપાનીયું છપાયું છે. અરે બહુ સરસ લખ્યું છે, જરૂર હતી અત્યારે બધા ચારેકોર નિમિત્ત, ઉપાદાન ને નિશ્ચય, વ્યવહાર એકકોર રાખો, પણ ક્રમબદ્ધ છે કે નહિ? ક્રમબદ્ધ દરેક અવસ્થા ક્રમસર જે સમયે થાય તે છે કે નહીં અને કેવળજ્ઞાન તેને દેખે છે તે પ્રકારે ત્યાં છે કે નહીં? આહાહા! અને એ રીતે જ્યારે કેવળજ્ઞાન દેખે છે માટે થાય છે એમ તો નહિ પણ એ તો નિર્ણય કરવા માટે જરી, એ ભગવાન દેખે છે જે સમયે જે પર્યાય ન્યાં થવાની છે એ દેખે છે, અને ત્યાં પણ ક્રમસર જે આયત સમુદાય, એક પછી એક જે Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૫૯ પર્યાયનો કાળ છે તે પ્રમાણે થાય છે, આવાને પોતાનું માને છે, પણ તે ક્રમબદ્ધની દશામાં થતી અવસ્થા તેને અંતરનો જાણનારો ભગવાન જ્ઞાયક સ્વરૂપ છે એવો નિર્ણય કરીને જાણવા લાયક પર્યાય પ્રગટ કરે એને ક્રમબદ્ધનું જ્ઞાન ક્રમબદ્ધ થાય છે તેનું જ્ઞાન યથાર્થ થાય છે. આહાહાહા ! સમજાણું? (શ્રોતા- ક્રમબદ્ધનું જ્ઞાન યથાર્થ થાય તો નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય વ્યવહાર) બધું નીકળી જાય છે. એક આ બહુ સારી વાત છે એ મૂળ ચીજ છે. એણે પણ લખ્યું છે ને એમાં જૈન દાર્શનિક એવો શબ્દ છે. દાર્શનિકમાં ઓલું મુખ્ય છે, કાલે આવ્યું છે છાપામાં, દાર્શનિક દર્શન એ જૈન ધર્મનું મૂળ વસ્તુ દર્શન છે આ. એ વસ્તુ અન્ય કયાંય હોઇ શકે નહિ બીજે અને જૈનદર્શનનું એ મૂળ એટલે કે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી બધાં પ્રભુ, તો તેનો અર્થ એ થયો કે સર્વનો જાણનાર છે એ તો, શક્તિએ એમ છે અને જ્યારે પ્રગટ થઇ સર્વજ્ઞ દશા, સર્વજ્ઞમાંથી ત્યારે પણ સર્વને જાણનારો એ છે, અને એ સર્વનો જાણનાર છે તે, જેમ થાય છે, જેવું દીઠું ત્યાં થાય છે, એ દીઠું માટે થાય નહિ, થવાને કાળે તે થાય છે, એને આ દેખે છે, અને ત્યાં પણ ક્રમબદ્ધ વ્યવસ્થિત વ્યવસ્થા થાય છે, પણ એનો જ્યાં નિર્ણય કરવા જાય, તો પર્યાયનો નિર્ણય પર્યાયને લક્ષે ન થાય, ક્રમબદ્ધનો નિર્ણય જ્ઞાયકસ્વરૂપ ભગવાન, એને લક્ષે એને આશ્રયે, એને અવલંબે ક્રમબદ્ધનો નિર્ણય થાય, ત્યારે જ્ઞાતા થઇને પર્યાય થઇ એ ક્રમે જે પર્યાય થાય તેને તે જાણે. આહાહા ! સમજાણું કાંઇ? કાલ તો ઓલું કહ્યું'તું રાતે નહિ? ૩૨૦ ગાથા. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરવું છે પહેલો શબ્દ માથે ઇ છે, સર્વ વિશુદ્ધમાં, અકર્તા એટલે? કે રાગનો ય કર્તા નહિ ને ખરેખર તો પર્યાય કરું એ પણ નથી, થાય છે તેને કરું શું? આહાહા ! તેની દૃષ્ટિ તો જ્ઞાયક ઉપર જાય છે, અને તેથી તેને થતી પર્યાયને, જ્ઞાયક ઉપર ગયો એટલે જ્ઞાનની પર્યાય થઇ તેમાં જે ક્રમબદ્ધ થાય તેને એ જાણે. આહાહા ! કર્તા ન થાય. એનો કર્તા તો ન થાય, પર્યાય ક્રમે થાય એનો પણ નિર્મળ પર્યાય ક્રમે આવે, એનો ય કર્તા ન થાય. આહાહાહા ! થાય છે તેને કરવું શું? એ ય આકરી વાતું છે હોં! વીતરાગ મારગ સૂક્ષમ અને અલૌકિક છે બાપુ! એ વીતરાગ સિવાય ક્યાંય, કયાંય છે નહિ બધા ગમે એટલી વાતું કરી હોય કાલે એક મોટો પત્ર આવ્યો છે “અધ્યાત્મનો અવતાર થયો છે.” એમ અન્યમતીનો કર્તા પરમાત્માએ જગતને કર્યું એવું સિદ્ધ કરશે ને આમ છે ને તેમ છે, હવે અહીં આવ્યું'તું ચોપાનીયું ગપે ગપ બધું ય. આહાહા ! પરમાત્મા તો નિજ પરમાત્મદ્રવ્ય આ છે, ક્રમબદ્ધનો નિર્ણય થતાં, જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય સમ્ય મતિ શ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો અને અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવલક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું, પર્યાય હું છું નહિ, પર્યાય એમ કહે છે કે આ હું છું. ભાઈ ! આ ક્રમબદ્ધની પર્યાયના નિર્ણયમાં તો પર્યાય એમ જાણે છે, કે હું આ છું, ક્રમબદ્ધ થતી પર્યાય હું છું એ નહિ. આહાહાહા.. છે ને ૩૨૦ ગાથા. આહાહા ! આવી વસ્તુ છે. ક્રમમાં આવેલી પર્યાય જ્યારે પર્યાય સ્વ તરફ ઢળે છે, ત્યારે એ પર્યાય એમ માને છે કે હું તો વસ્તુ છું ને? હું પર્યાય છું એમ નહિ, વસ્તુ છું, જે સકળ નિરાવરણ વસ્તુ છે તેને આવરણ શું? સકળ નિરાવરણ, પૂર્ણ નિરાવરણ, અખંડપણું જેમાં પર્યાયનોય ભેદ નથી, એ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦. સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાય નિર્ણય કરે છે એ પર્યાયનો ભેદ વસ્તુમાં નથી. એમ કહે છે. આહાહા! એક “પ્રત્યક્ષ પ્રતિભાસમય” વર્તમાન શ્રુતજ્ઞાન ને મતિથી પ્રત્યક્ષ દેખાય તેવો એ આત્મા છે. અને તે અવિનશ્વર છે. પર્યાય તો વિનશ્વર છે, વિનશ્વર પર્યાય કહે છે કે હું અવિનશ્વર છું. એય ! શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ, શુદ્ધ, પરમ, શુદ્ધ પારિણામિક સહજ સ્વભાવ શુદ્ધ, પરમ ભાવ, પરમ ભાવ, પર્યાયથી પણ જુદો પરમ ભાવ, એવો નિજ પરમાત્મ દ્રવ્ય, પર પરમાત્મદ્રવ્ય નહિ, નિજપરમાત્મ દ્રવ્ય તે હું છું, એમ સમકિતની પર્યાય નિર્ણય અથવા જ્ઞાનની પર્યાય નિર્ણય કરે છે. આહાહા... આવી વાત છે. આંહીં કહે છે. “આત્મા અજ્ઞાનને લીધે અચેતન કર્મરૂપ ભાવક જે ક્રોધાદિ ભાવ્ય” એ ભાવકનું ભાવ્ય કેમ કે આત્માના અનંત ગુણમાં કોઇ ગુણ વિકારપણે થાય એવો કોઇ ગુણ નથી, એથી તે વિકાર થવાનું કારણ જે કર્મ ભાવ, એ ભાવકનું વિકારી કાર્ય છે. ભાઈ ! ભગવાન અનંતા ગુણ (મય) છે અનંતા અનંતા અનંતા અનંતાનો પાર નહિ પણ એ માંયલો કોઇ એક ગુણ વિકાર કરે એવો કોઇ ગુણ નથી. આહાહા ! તેથી તે અનંતગુણનો ધરનારો ભાવક ચેતન, એનું આ કર્મના ભાવકથી થયેલું ભાવ્ય, એ ચેતનનું નથી. છતાં અજ્ઞાની એ ચેતનનું છે એમ માનીને ભ્રમણા સેવે છે. આહાહાહા ! આવો ઉપદેશ ઝીણો પડે. શું થાય? આહાહા.... ભાઈ તે ચેતન ભાવક સાથે, જોયું? ઓલું કોનું હતું? કર્મરૂપ ભાવક, એનું ભાવ્ય પુણ્યપાપ દયા, દાન, કામ, ક્રોધ આદિ “એ ચેતન ભાવક સાથે એકરૂપ માને છે પોતાનું ભાવકનું ભાવ્ય જુદું હોય છતાં તે ભાવક કર્મનું ભાવ્ય મારું છે એમ માને છે પણ એનો જાણનારો હું છું એવું જે ભાવ્ય મારું એને એ જાણતો નથી. આહાહાહા ! આવો ધર્મ, રસિકભાઈ ! આમાં વાંકાનેરમાં ય ન મળે ને કલકતા ય ન મળે આ બધું. બાપદાદાએ સાંભળ્યું નથી પાછું. હરગોવનભાઈએ સાંભળ્યું નહોતું આ. આવતા ને ૯૧ માં આંહીં પડિકસ્મણા કરવા આવ્યા'તા પર્યુષણમાં હીરાભાઈના મકાનમાં, ન્યાં કણબીવાડમાં રહેતા ને પહેલાં, પહેલાં તમે બીજે રહેતા'તા તમને ખબર નથી. અંદર રહેતા'તા કણબીવાડમાં રહેતા તમારા પહેલાં ૭૭ માં આવ્યા ને ત્યારે તમે બીજે રહેતા'તા કણબીવાડ ઓલી કોર છે તમે મેડી ઉપર રહેતા'તા ને ઘણાં વર્ષ થઈ ગયા. (૯૮૬માં આવ્યા ત્યારે) એ નહિ આ તો ૭૭ ની વાત છે. એ ૮૬ ની ખબર છે ને, આ તો ૭૭ જ્યારે પહેલા આવ્યા ને ત્યારે કણબીવાડમાં અમારે. પહેલા કણબીવાડમાં મારે બેન હતા ત્યાં વેપારી ત્યારે સંસારમાં જોયું-પહેલા ૭૭ માં ભાવનગર આવ્યા'તા કેટલા વર્ષ થયા? ૫૮ વર્ષ, તમને કેટલા થયા ૬૩, પાંચ બાકીની તમને ખબર ન હોય. મેડી ઉપર દાદરો હતો, મેડી ઉપર રહેતા અને ઓલા લીંબડીવાળા નહિ એ ય ન્યાં રહેતા'તા મોઢા આગળ ગૃહસ્થ છે મોટા આપણા સ્થાનકવાસી, હેં? લાલચંદ ત્રિભોવન નહિ નામ બીજુ હતું તેના બાપનું નામ આ તો ઘણાં વરસની વાત છે તે દી' ઘરે વહોરવા ગયા'તા બીજા નામ હતું કાંઇક. આંહીં કહે છે કે ચૈતન્ય ભગવાન આત્મા, એનું ભાવ્ય તો અનુભૂતિ જે આનંદની અનુભૂતિ તે તેનું ભાવ્ય, અથવા ચેતન જે ભાવક તેનું સમ્યગ્દર્શનશાનચારિત્ર પર્યાય તે તેનું ભાવ્ય, એમ ન માનતા કર્મના ભાવકનું ભાવ્ય કારણ કે પોતે ચૈતન્ય જ્ઞાયક છે, તેને તો જાણ્યો નથી, તેથી તે ભાવકનું ભાવ્ય, જે પોતાને આવવું જોઇએ નિર્મળ, એ તો છે નહિ. આહાહા ! Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૬ ૬૧ શશીભાઈ ! ભગવાન ચૈતન ભાવક, ભાવક, ભાવનો કરનાર, આહાહા... એ ભાવકનું ભાવ્ય તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર ને શાંતિ ને આનંદ તે ભાવકનું ભાવ્ય, પણ તેની ખબર નથી, અને આ હું છું પ૨ તે મારા માન્યા એથી એ કર્મના ભાવકનું ભાવ્ય વિકારી ભાવ તે મારા એમ માનીને કર્તા થાય છે એ રાગનો. છે ? આહાહા ! ભાવ સાથે તેમાં એથી “વળી તે ૫૨ શેયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે” વિકલ્પથી. ૫૨શેયરૂપ, આહાહા... પહેલાં ઓલું ઓલાનો દાખલો હતો ભૂતાવિષ્ટનો પહેલો, હવે આ ધ્યાનાવિષ્ટનો ૫૨શેયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ બે કેમ કીધાં ? સમજાણું આમાં ? પહેલું છે એ ઓલું ભૂતાવિષ્ટ ભૂત વળગ્યું હોય ને જેમ ચેષ્ટા કરે એમ આ કર્મ ભાવક કર્મ છે એનો વિકા૨ી પર્યાય એને ભૂત વળગ્યું છે મિથ્યાત્વનું, આહાહા... ભૂતાર્થ જે ભગવાન છે તેને જાણ્યો નહિ, ભૂતાર્થ જે છતો ભૂત છે, ભૂત છતો એને જાણ્યો નહિ અને ભૂત વળગ્યું એને ઓલા કર્મનો ભાવક એનાથી વિકારી જે ભાવ એ મારા એ ભૂત વળગ્યું મિથ્યાત્વનું એક વાત. હવે ૫૨દ્રવ્યની હારે વાત ઓલાં ૧૭ બોલ હતા, ક્રોધ, માન, માયા અને આ ૫૨ દ્રવ્ય છ. વળી ૫૨શેયરૂપ ધર્માદિ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ-કાળ પુદ્ગલ ને જીવ એ પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. ઓલામાં ચેતન ભાવક સાથે એમ કીધું'તું, આંહીં જાણનારો છે માટે જ્ઞાયક સાથે એકરૂપ માને છે એમ કીધું. સમજાણું કાંઈ ? કહો, પ્રવીણભાઈ ! આવી વાતું છે. આહાહાહા.... વળી તેથી એમ. તેથી આ બે પ્રકાર કહ્યા. તેથી, તે સવિકાર અને સોપાધિક, સવિકારી એ પહેલાંમાં લેવું, કર્મરૂપ ભાવકનું ભાવ્યમાં અને આ છ દ્રવ્યનું બીજામાં લેવું સોપાધિકમાં લેવું, સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા, જોયું ? ચૈતન્ય પરિણામનો કર્તા, ૫૨નો કર્તા નથી હોં, એ રાગ થયો કે આ મારા છે, અને વિકાર છે તે મા૨ો છે તેવા વિકારનો કર્તા પોતાના પરિણામનો થાય છે. આહાહાહા....! આવું. ,, “અહીં ક્રોધાદિક સાથે એકરૂપપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ ” સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત, કહ્યું ને ? પહેલો બોલ કહ્યો ક્રોધ, માન, માયા, લોભ, મોહ, રાગદ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, ને પાંચ ઇન્દ્રિય એની સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ, એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ હોં રાગ, એને સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું, અને ધર્માસ્તિ આદિ છ દ્રવ્યો અને અન્ય દ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું. ઓહોહો ! ગાથા બહુ (સારી છે). એક શાયક સિવાય બીજી બધી ચીજ ૫૨ છે. દેવ ને ગુરુનો આત્મા ૫ણ ૫૨ છે. આહાહા ! એમાં એ મને તારી દેશે, ૫૨ મને તારી દેશે, તરણતારણ કહેવાય છે ને ? નમોધ્યુણુંમાં નથી આવતું ? હૈં ? તિન્નાણું, તારયાણં, બુદ્ધાણં બોહિયાણું, એ તો નિમિત્તથી કથન છે, પોતે તરે છે ને ત્યારે એવું નિમિત્ત છે એટલે કહેવામાં આવ્યું.આહાહાહા... એ તો પ્રવચનસા૨માં લીધું છે ને ? યોગીન્દ્રો અને તીર્થનું પાંચ ગાથામાં, યોગીન્દ્રોને તારવા તે યોગીન્દ્ર જે છે તે ત૨વામાં સમર્થ એને તા૨વાનાં તે નિમિત્ત થયું. પાંચ ગાથા છે ને પ્રવચનસાર. યોગીન્દ્રોને તી૨થના કર્તા છે આહાહા... પાંચ ગાથામાં આવી ગયું છે. એ ૯૬ ગાથા થઇ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ un-८७ ) 5 ततः स्थितमेतद् ज्ञानान्नश्यति कर्तृत्वम् एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहिं परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ।।९७।। एतेन तु स कर्तात्मा निश्चयविद्भिः परिकथितः। एवं खलु यो जानाति सो मुञ्चति सर्वकर्तृत्वम्।।९७।। येनायमज्ञानात्परात्मनोरेकत्वविकल्पमात्मनः करोति तेनात्मा निश्चयतः कर्ता प्रतिभाति , यस्त्वेवं जानाति स समस्तं कर्तृत्वमुत्सृजति, ततः स खल्वकर्ता प्रतिभाति। तथाहि-इहायमात्मा किलाज्ञानी सन्नज्ञानादासंसारप्रसिद्धेन मिलितस्वादस्वादनेन मुद्रितभेदसंवेदनशक्तिरनादित एव स्यात्ः ततः परात्मानावेकत्वेन जानाति; ततः क्रोधोऽहमित्यादिविकल्पमात्मन: करोति; ततो निर्विकल्पादकृतकादेकस्माद्विज्ञान घनात्प्रभ्रष्टो वारंवारमनेकविकल्पैः परिणमन् कर्ता प्रतिभाति। ज्ञानी तु सन् ज्ञानात्तदादिप्रसिध्यता प्रत्येकस्वादस्वादनेनोन्मुद्रितभेदसंवेदनशक्ति: स्यात; ततोऽनादि निधनानवरतस्वदमाननिखिलरसान्तरविविक्तात्यन्तमधुरचैतन्यैकरसोऽयमात्मा मिन्नरसाः कषायास्तैः सह यदेकत्वविकल्पकरणं तदज्ञानादित्येवं नानात्वेन परात्मानौ जानाति; ततोऽकृतकमेकं ज्ञानमेवाहं, न पुन: कृतकोऽनेक: क्रोधादिरपीति क्रोधोऽहमित्यादिविकल्पमात्मनो मनागपि न करोति; ततः समस्तमपि कर्तृत्वमपास्यति; ततो नित्यमेवोदासीनावस्थो जानन एवास्ते; ततो निर्विकल्पोऽकृतक एको विज्ञानघनो भूतोऽत्यन्तमकर्ता प्रतिभाति। ___तथी (पूर्वोऽत ॥२४थी) सिद्ध थयुं शनिथी ५॥नो नाश थाय छ' એમ હવે કહે છે - એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, -એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તુત્વને. ૯૭. uथार्थ:-[ एतेन तु] (पूर्वोऽत) २४थी [ निश्चयविद्भिः ] निश्चयन ॥२॥ शानामोभे [ सः आत्मा ] ते आत्माने [कर्ता] sal [ परिकथितः ] यो छ- [ एवं खलु ] मा निश्चयथा [ य:] [जानाति ] 1ो छ [सः ] ते (शानी थयो थो) [ सर्वकर्तृत्वम् ] सर्व ऽर्तृत्पने [ मुञ्चति] छोडे छे. ટીકા-કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જ જાણે છે તે સમસ્ત Joo. Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૭ ૬૩ કર્તત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (-એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે-એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ) થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે. અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનુંએકરૂપે નહિ પણ-ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે, તેથી તે જાણે છે કે “અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલા-બેસ્વાદ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે;” આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે; તેથી “અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક તે હું નથી એમ જાણતો થકો “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી; તેથી સમસ્ત કર્તુત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ-જે પરદ્રવ્યના અને પારદ્રવ્યના ભાવોના કર્તુત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી. ગાથા-૯૭ ઉપર પ્રવચન તેથી “પૂર્વોકત કારણથી એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે” જોયું, એ અજ્ઞાનને લઇને કર્તાપણું ઉભું થયું છે. સ્વરૂપ જે ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત, ચૈતન્ય ધાતુ શુદ્ધ ચૈતન્ય અમૃતરૂપ ભગવાન, એમાં અજ્ઞાનને લઇને આ બધું મારા તારા થવામાં એવું બધું મુખ્ય છે. પણ એ (સિદ્ધ) જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય પણ સમ્યજ્ઞાનથી તે કર્તાપણાનો નાશ થાય છે, અજ્ઞાનથી કર્તાપણું થાય છે એમ જેણે જાણ્યું એ કર્તા કેમ થાય? એ જ્ઞાન કરીને કર્તાપણાનો નાશ કરે છે. એથી સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે. –એનો ઉત્તર ગાથા ૯૭. एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहिं परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ।।९७।। Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, –એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તુત્વને. ૯૭. આંહીં તો કહે છે એને બરાબર જાણ્યો તે કર્તા થાય નહિ. આહાહાહા... ટીકાઃ– “કારણકે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાનાં એકપણાનો આત્મવિકલ્પ કરે” આત્મ વિકલ્પ કરે હોં, ઈ પરને પોતે કરી શકે નહિ. આહાહાહા ! અજ્ઞાનને લીધે પર ને પોતાનાં એકપણાનો પરમાં બધું ગયું ઓલું ક્રોધ, માન, માયા ને છ દ્રવ્ય. એ પોતાનાં એકપણાનો (આત્મવિકલ્પ કરે.) “તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે તેથી તે પરનો રાગનો કર્તા પ્રતિભાસે છે. આહાહા! “આવું જ જાણે છે” આહાહા. આવું જ જાણે છે, તે સમસ્ત કર્તુત્વને છોડે છે.” જુઓ અહીં હવે અકર્તા આવ્યું, પરદ્રવ્ય અને પરદ્રવ્યના ગુણો ને પદ્રવ્યની ક્રમસર થતી પર્યાય, એમ જે જાણે છે અને પોતાનું દ્રવ્ય પોતાનાં ગુણ ને પોતાની ક્રમસર થતી પર્યાય, એને જે આમ જાણે છે. તે પરનો કર્તા થતો નથી. આહાહા ! પોતાનો આત્મા જ્ઞાયકસ્વરૂપ એ ક્રમબદ્ધ એવી પર્યાય થતાં અને પર દ્રવ્ય-ગુણ, પર્યાયની પણ ક્રમબદ્ધ પર્યાય થતાં એ બે નું યથાર્થ જ્ઞાન કરે છે, એટલે જેનું જ્ઞાન, જેની દૃષ્ટિ જ્ઞાયક ઉપર પડે છે, અને તેનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન રાગનું કર્તાપણું છોડી દે છે, એટલે કે ત્યાં રાગનું કર્તાપણું હોતું નથી. આહાહાહાહા! અહીં અકર્તા સિદ્ધ કર્યું છે. ૩૦૮ થી ૩૧૧ ક્રમબદ્ધમાં અકર્તા સિદ્ધ કર્યું ને એ અહીંયાય સિદ્ધ કર્યું, અત્યારે તો આ વાત છે. ભગવાન આત્મા એ કર્મના ભાવકથી થતો દયા-દાનનો વિકલ્પ એ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાન જાણનારો જ્ઞાયક છું, એવું જેને જ્ઞાયકનું જ્ઞાન થાય છે, તે રાગનો અને પારદ્રવ્ય મારા એવો જે વિકલ્પ છે, તેનો એ કર્તા થતો નથી. તેનો તે જાણનારો થઇ જાય છે. આહાહાહાહા! ભારે આકરું. એવું માને તો એવું સહેલું હતું લોકોને રખડવાનું, હેં ? ( શ્રોતા-રખડવાનું) કાંઇ ખબર ન મળે, શું આત્મા ને શું રાગ ને શું કર્તા. આવું જ જાણે છે, તે સમસ્ત કર્તુત્વને છોડે છે, બે ય પ્રકારનાં ૧૭ પ્રકારના ક્રોધ, માન, માયા આદિ ને છ પરદ્રવ્યો એ સંબંધીનું કર્તાપણું એ છોડે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે. “આ આત્મા અજ્ઞાની થયો થકો” અજ્ઞાની થયો થકો કર્મને લઇને અજ્ઞાની થયો થકો એમ નહિ, પોતે પોતાને ભૂલી જઇ ચૈતન્ય ભગવાન આનંદનો નાથ સાગર, તેનાં અજ્ઞાનથી તેના બેભાનથી અજ્ઞાનને લીધે, અનાદિ સંસારથી માંડીને અનાદિ સંસાર, નિગોદથી અનાદિ પહેલો નિગોદમાં હતો. એવા અનાદિ સંસારથી માંડીને જેની આદિ નથી સંસારની અનાદિ, અનાદિ, અનાદિ એવો સંસાર અનાદિ પુદ્ગલકર્મનાં અને પોતાના અનાદિ મિલિત એકમેક મળી ગયેલા સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, આહાહા! શું કહે છે? પુદ્ગલકર્મના અને પોતાનાં સ્વાદનો ભેળસેળપણે અનુભવ કરે, ભેળસેળ એટલે આનંદનો પણ અનુભવ અને રાગનો અનુભવ એમ નહિ, ભગવાન આત્માનો તો આનંદનો અનુભવ પણ તેને ભૂલીને રાગનો સ્વાદ લ્ય છે ઈ, રાગને અનુભવે છે એ પુણ્ય-પાપનો જે સ્વાદ જે કર્મનો વિકારનો સ્વાદ તેને અનાદિથી તેનો સ્વાદ છે એને. આહાહાહા ! દિગંબર જૈન સાધુ દ્રવ્યલિંગી થયો અનંતવાર, પણ છતાં તેને રાગ ને દ્વષનો સ્વાદ છે. આહાહા! પંચમહાવ્રત Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૭ ૬૫ પાળ્યાં, પણ એ રાગ છે, એનો એને સ્વાદ છે. આહાહા ! એ પોતાનો આનંદ સ્વાદ, એવા સ્વરૂપના અજ્ઞાનને લઇને, એ રાગ ને દ્વેષનો સ્વાદ, સ્વાદે છે એને ભેળસેળ કહેવામાં આવ્યું છે. ભેળસેળ એટલે થોડો આનંદનો સ્વાદ, થોડો રાગનો એમ નહિ પણ આનંદમૂર્તિનો પ્રભુ સ્વાદ ભૂલીને રાગનો સ્વાદ ભેળસેળ કરી નાખે છે, એમ કહેવું છે. આહાહા ! ( શ્રોતાઃ-જે ચાલુ જ્ઞાન ને રાગને એકમેકપણે જાણે છે એ) રાગમયને સ્વાદને જાણે છે એનું નામ ભેળસેળ કહેવામાં આવ્યું છે. સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી ભેળસેળનો અનુભવ હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ બિડાઇ ગયેલી છે એવો અનાદિથી છે. આવું તો અનાદિથી છે. કહે છે કાંઈ નવું નથી, પહેલો શુદ્ધ હતો અને પછી આ રાગનો સ્વાદ આવ્યો એ અનાદિથી રાગનો સ્વાદ અજ્ઞાનપણે લ્યે છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ–પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૯૩ ગાથા-૯૭ સોમવાર, મહા વદ-૧, તા. ૧૨/૨/’૭૯ ૯૭ ગાથા ફરીને. આ આત્મા, બહુ વિષય સરસ છે, વાસ્તવિક ! આ અજ્ઞાની થયો થકો, સ્વરૂપ જે અકૃત્રિમ વિજ્ઞાનથન આનંદ, એના સ્વરૂપના અજ્ઞાનને લીધે અનાદિથી અજ્ઞાનને લીધે, અનાદિ સંસા૨થી માંડીને મિલિત સ્વાદનું સ્વાદન એટલે–કે આત્માના આનંદનો સ્વાદ ન આવતાં એને અનાદિથી રાગ ને દ્વેષ, વિષય, કષાય તેનો સ્વાદ એને આવે છે. મિલિતનો અર્થ એવો નથી કે આત્માનો થોડો આનંદ ને થોડો ( રાગ ) પણ પોતે જે સંબંધ નથી એ પુણ્ય ને રાગદ્વેષ એના ભાવનો સ્વભાવને સંબંધ નથી છતાં અજ્ઞાની સ્વભાવમાં એને પોતાનો સંબંધ માની અને એનું વેદન કરે છે. આહાહા... બહુ સૂક્ષ્મ વાત, અપૂર્વ વાત છે. સ્વાદનું સ્વાદન અનુભવન સ્વાદનો અર્થ અનુભવન હોવાથી પુદ્ગલકર્મનાં ને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી, એનો અર્થ આટલો, કે આત્મા અકૃત્રિમ વિજ્ઞાનન આનંદકંદ પ્રભુ એની સાથે પુણ્ય-પાપ ને દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એ પરિણામ પુદ્ગલનાં ફળ છે, એનો સ્વાદ અજ્ઞાનીને છે. આહાહા ! કહો, સમજાય છે ? તેથી “જેની ભેદ ( સંવેદનની ) ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગયેલી છે” એ રાગ જે પુણ્યપાપનો ભાવ તેનો સ્વાદ, અને આત્મા ભિન્ન છે તે ભેદ વિજ્ઞાનની શક્તિ ઢંકાઈ ગઈ છે. આહાહા... આત્માનો સ્વાદ જે આનંદ છે એની એને ખબર નથી. આહાહા... એ આનંદના સ્વાદને અને રાગના સ્વાદને ભેદવિજ્ઞાનની શક્તિ ઢંકાઈ ગઈ છે. મૂળ વાત છે આ. આ લોકો કહે છે ને હવે દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા કરો, તો કહે છે કે એ તો રાગ છે ને રાગનો સ્વાદ તો અનાદિનો છે. આહાહાહા ! ભારે આકરું કામ. અનાદિથી જ એવો છે “તેથી તે ૫૨ને ને પોતાને એકપણે જાણે છે” ભગવાન આત્મા ! અકૃત્રિમ, નિર્વિકલ્પ વિજ્ઞાનયન એની સાથે એ શુભ-અશુભ રાગને પોતાના સંબંધમાં જાણે છે. તેથી હું ક્રોધ છું, “એટલે કે સ્વભાવ જે ચૈતન્ય છે તેનાથી વિરૂદ્ધ એવા રાગને અનુભવવો એ ક્રોધને અનુભવવો એમ કહે છે. સ્વભાવ જે ચૈતન્ય ક્ષમાઆદિ શાંત આનંદનો સાગ૨, એના અજ્ઞાનને લીધે, અનાદિથી રાગનો સ્વાદ એ સ્વભાવથી વિરુદ્ધ સ્વાદ છે. આહાહાહા ! ઇત્યાદિ આત્મવિકલ્પ Page #81 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ૧૭ બોલ આદિ છે ને? આઠ બીજા. આત્મવિકલ્પ પોતાનો પોતે પોતામાં કરે છે. એ રાગનો સ્વાદ લઈને રાગ મારો છે એવો સ્વાદ પોતે આત્મવિકલ્પ કરે છે. આહાહાહા! આવું સ્વરૂપ. અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ વિજ્ઞાનઘન પ્રભુ” આહાહાહા.... આત્માનો સ્વભાવ તો નિર્વિકલ્પ અભેદ અને અકૃત્રિમ, નહિ કરાયેલો એ અનાદિ સત્તા છે અને તે વિજ્ઞાનઘન છે. આહાહા ! આત્મસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો, અકૃત્રિમ નિર્વિકલ્પ, અભેદ અને વિજ્ઞાનઘન ભગવાન આત્મા તો છે. એના અજ્ઞાનને લીધે એના સ્વભાવથી વિરુદ્ધ જે પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, ભક્તિ, આદિના પરિણામ એનો એને સ્વાદ અજ્ઞાનનો છે. આહાહાહા ! કેમ કે નિર્વિકલ્પ અભેદ અકૃત્રિમ અણકરાયેલી ચીજ એવી વિજ્ઞાનઘન તેનાથી અજ્ઞાની ભ્રષ્ટ થયો છે. આહાહાહા ! આ બધા કરોડોપતિ ને અબજોપતિ બધા સુખી કહેવાય છે ને? એ અંદર રાગનો સ્વાદ લે છે એ દુઃખી છે. આહાહાહા ! પૈસાનો સ્વાદ નથી. આહાહા... એને એ શુભ કે અશુભ ભાવ એ વિકારી ભાવ, દુઃખરૂપ ભાવ તેનો તેને અજ્ઞાનીને અનાદિથી, મુનિ થયો દ્રવ્યલિંગી દિગંબર ૨૮ મૂળ ગુણ પાળ્યા, પંચ મહાવ્રત પાળ્યા, પણ છતાં તે રાગના સ્વાદને તેણે ચાખ્યો છે, આહાહા. એણે આત્મા આનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ એનો સ્વાદ અને આવ્યો નહિ, તેથી તે ચાર ગતિમાં રખડે છે. જૈન દિગંબર સાધુ થઈને પણ પંચ મહાવ્રત પાળે ૨૮ મૂળ ગુણ પાળે, એ રાગ છે ને રાગનો સ્વાદ છે તે આત્માથી વિરુદ્ધ છે. આહાહા ! એવા અનાદિથી રાગના સ્વાદને અનુભવતો, “પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો” એ રાગના પુણ્યના પાપનાં ભાવ, એના સ્વાદને લેતો, વારંવાર તેમાં વિકલ્પને કરતો એ કર્તા પ્રતિભાસે છે”. આહાહાહાહા! અજ્ઞાનીને-મિથ્યાદેષ્ટિને અકૃત્રિમ, વિજ્ઞાનઘન ઉદાસીન ચૈતન્ય સ્વરૂપ તેના ભાનથી ભૂલેલા અનાદિથી, એથી તે વિજ્ઞાનઘન સ્વભાવ તેનાથી ભ્રષ્ટ થયા થકા રાગના પરિણામને પોતાના માની તેને કરે છે અને તેનો એ સ્વાદ લે છે. ભારે કામ ભાઈ ! આહાહા! આ પૈસાવાળા દુનિયા કહે ને અબજોપતિને, પણ એ બધા રાગના સ્વાદિયા છે, સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયેલા છે. આહાહાહા ! અકૃત્રિમ અને નિર્વિકલ્પ ભેદરહિત એવું આનંદ સ્વરૂપ, એવો વિજ્ઞાનઘન ભગવાન આત્મા તેનો આશ્રય નહિ ને તેનાથી ભ્રષ્ટ થયા છે, તે સ્વર્ગના દેવ હોય, નવમી રૈવેયકનો મોટો, કે પંચમહાવ્રતનો ધારક દ્રવ્યલિંગી જૈન દિગંબર સાધુ હો, પણ એ વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ છે ને રાગનો સ્વાદ લે છે. આહાહાહા! (શ્રોતા:-રાગનો સ્વાદ લે છે કે રાગને જાણે છે તેનો સ્વાદ) એકલો રાગનો, બેનો કોનો? આત્મા કયાં છે? ભેળસેળમાં તો આત્માની સાથે રાગને ભેળસેળ કરે એમ કીધું અને આનંદનો સ્વાદ ને રાગનો સ્વાદ એમ નથી ભેળસેળથી વાત કરી પહેલી, (શ્રોતા-જાણ નક્રિયા) જાણે નહિ, જાણે કયાંથી ? છે ક્યાં? ( શ્રોતા-અજ્ઞાનથી ) અજ્ઞાનથી એટલે રાગને જાણે, સ્વભાવને જાણે છે કયાં? આહાહાહા! ભારે કામ ભાઈ ! કે આ તો “અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે” એ અજ્ઞાનીને રાગનો સ્વાદ આવતાં રાગનો કર્તાપણે માનીને એને કર્તા ભાસે છે કે હું તો આનો કર્તા છું સ્વરૂપની તો ખબર નથી એને. આહા ! આવો Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ગાથા-૯૭ મારગ. ગાથા બહુ ઊંચી છે. આહા! એ મોટા ચક્રવર્તી પદમાં હોય, બ્રહ્મદત્ત ચક્રવર્તી ૯૬OOO સ્ત્રી ૯૬ કરોડ ગામ, ૯૬ કરોડ પાયદળ પણ એ આત્મા જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ તેનાથી ભ્રષ્ટ થયેલો અજ્ઞાની, એ સ્ત્રીઓનો ને મકાનનો ને એનો સ્વાદ નો'તો એને, એને સ્વાદ હતો રાગ અને પુણ્ય ને પાપના ભાવનો સ્વાદ, જે શુભ-અશુભ રાગ એ ઝેર સમાન છે, ઝેરનો સ્વાદ હતો. આહાહા! અમૃતરૂપ વિજ્ઞાનઘન ભગવાન એનાથી અજ્ઞાની ભ્રષ્ટ થયો એ ઝેરનો રાગનો સ્વાદ લે છે. આહાહા! મુદ્દાની વાત છે આ તો. સમજાણું કાંઈ? આંહીં તો કહે છે ને દયા પાળીએ છીએ ને વ્રત કરીએ છીએ ને ભક્તિ ને પૂજાને દાન કરીએ છીએ ને મંદિર બનાવીએ છીએ ને એમાં એને જે રાગ થાય એ રાગને વેદે છે, પરને નહિ, સ્વને નહિ. આહાહાહા ! એ અકૃત્રિમ વિજ્ઞાનઘન, નિર્વિકલ્પ પ્રભુ આત્મા છે અભેદ, એનું જેને જ્ઞાન નથી અનાદિથી, તેથી તેના સ્વભાવના અભાવરૂપ, શુભ-અશુભ રાગનો તેને ઝેરનો સ્વાદ છે. અમૃતનો સ્વાદ ભગવાનનો એને નથી. આહાહાહા! ભલે દિગંબર સાધુ થાય, પંચમહાવ્રત પાળે, ૨૮ મૂળગુણ, પાંચ સમિતિ ગુતિ વ્યવહાર, પણ એ બધા રાગ છે, ને રાગનો સ્વાદ તે (વિકલ્પથી) ભ્રષ્ટ થયો નિર્વિકલ્પથી, એનો સ્વાદ વિકલ્પનો છે. આવું કામ છે બાપુ! આહાહા ! એ અજ્ઞાનીની વાત અનાદિની કરી. હવે જ્ઞાનીની. “અને જ્યારે આત્મા જ્ઞાની થાય” આહાહા! આત્મા અકૃત્રિમ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન તેની સન્મુખ થઈને તેનો અનુભવ કરે, તેનું નામ જ્ઞાની. આહાહાહા ! તેનું નામ ધર્મી, ધર્મની પહેલી દરજ્જાવાળો જ્યારે આત્મા જ્ઞાની થાય, એટલે કે રાગના વિકલ્પથી પ્રભુ ભિન્ન છે, એને આત્માનું સચ્ચિદાનંદ પ્રભુ વિજ્ઞાનઘન જે છે અકૃત્રિમ, નિર્વિકલ્પ, એનું અંતરમાં નિમિત્તનું લક્ષ છૂટી, રાગનું લક્ષ છૂટી, પર્યાયના ઉપરનું પણ લક્ષ છૂટીને જ્ઞાન, આત્માનું જ્ઞાન થાય એમ કીધું ને, આત્મજ્ઞાન કીધું ને? પર્યાયનું જ્ઞાનેય નહિ, રાગનું નહિ, નિમિત્તનું નહિ, આત્મા જ્ઞાની થાય એટલે આત્મજ્ઞાની થાય. આહાહા! આત્મા અણાકુળ આનંદના સ્વાદ સ્વભાવથી ભરેલો પ્રભુ એનું જેને જ્ઞાન થાય, સમકિત દર્શન થાય, અહીં જ્ઞાનથી પ્રથમ વાત લીધી છે, સમ્યગ્દર્શનમાં આત્માનું જ્ઞાન થાય, તેને આત્માનો સ્વાદ આવે. આહાહાહા ! જ્ઞાનને લીધે, જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે સ્વરૂપ આનંદ ને જ્ઞાનઘન છે, એવું જ્ઞાનને લીધે, “જ્ઞાનનાં આદિથી માંડીને” જ્યારથી સ્વરૂપનું જ્ઞાન થયું, રાગના વિકલ્પથી ભિન્ન પડીને, ત્યારથી તે “જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદ અનુભવન હોવાથી” શું હવે કહેવું છે? આત્માનું જ્ઞાન થાય, સમ્યગ્દર્શન સ્વરૂપ એમ થતાં તેને પૃથક્ પૃથક્ સ્વાદ આવે ભાઈ, એકલો સ્વાદ નથી લીધો. પૃથક પૃથક સ્વાદનું સ્વાદન–અનુભવન હોવાથી આત્માના આનંદનો સ્વાદ છે, અને જરી રાગ છે એનો પણ ભિન્ન સ્વાદ જાણે છે, શું કહે છે? આત્મા આનંદસ્વરૂપ પ્રભુ, વીતરાગ પરમેશ્વરે જોયો એ આત્મા હોં, આ લોકો અજ્ઞાની આત્મા આત્મા કરે, વેદાંતમાં ને બધામાં એ વસ્તુ બધી કલ્પિત કૃત્રિમ છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર એણે જે વિજ્ઞાનઘન આત્મા કહ્યો, એનું જેને અંતરસન્મુખ થઈને જ્ઞાન થયું. જ્યારથી જ્ઞાનથી માંડીને આહાહા... Page #83 -------------------------------------------------------------------------- ________________ ६८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે? પૃથક પૃથક સ્વાદ એટલે હજી પૂર્ણ વીતરાગ નથી, ત્યાં સુધી સમકિતી ધર્મીને આત્માના આનંદનો સ્વાદ અને રાગનો સ્વાદ પણ પૃથક પૃથક છે. આહાહા! ભાઈ ! કોઈ એમ કહે કે આ જ્ઞાન થયું એટલે એકલો આત્માનો જ આનંદનો સ્વાદ છે, એમ નથી. (શ્રોતા:-વિશુદ્ધ આનંદ) વિશુદ્ધ આનંદ છે, જેટલો આત્માનો આનંદ છે, ને જેટલો દુઃખનો સ્વાદ છે, બે ભિન્ન છે, બે ને ભિન્ન જાણે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? ઓલા કહેતા'તા ને ભાઈ શેઠિયા દિપચંદજી કે આત્માને દુઃખનું વદન હોય જ નહિ, જ્ઞાની થયો એટલે દુઃખનું વદન હોય જ નહિ, એ રીતે ચડી ગયેલા. હૈ!( શ્રોતા- છેદન હોય પણ વેદન ન હોય) એનો અર્થ શું હોય? અહીં શું કીધું? પૃથક પૃથક સ્વાદનું અનુભવન હોવાથી બેયનો જુદો જાદો અનુભવ છે, આનંદનો અનુભવ અને સાથે રાગ બાકી રહ્યો તેનો અનુભવ પૃથક પૃથક ભિન્ન સ્વાદ છે. આહાહાહા ! વીતરાગ માર્ગ એવો, શું કીધું? (ફરમાવો) અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે એમ. જ્ઞાનને લીધે, આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન થયું છે, એને લીધે “જ્ઞાનના આદિથી” જ્યારથી સમ્યજ્ઞાન થયું, અનુભવ થયો, સમયગ્દર્શન થયું ત્યારથી, આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન–અનુભવન-હોવાથી પુદ્ગલ કર્મના અને પોતાના સ્વાદનું એકરૂપે નહિ પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી, બેય અનુભવે છે બેયને પણ એક દુઃખરૂપ અને એક આનંદરૂપ, ભિન્ન ભિન્નપણે સ્વાદ છે. પૂર્ણ વિતરાગ નથી ને? વીતરાગને પૂર્ણ આનંદનો અનુભવ, મિથ્યાષ્ટિને પૂર્ણ દુઃખનો અનુભવ, અને સમકિતીને થોડો આત્માનો આનંદનો અનુભવ અને થોડો રાગનો, બે પૃથક પૃથક સ્વાદનો અનુભવ. આહાહાહાહા ! હેં? (શ્રોતાઃ- કાળ એક પણ સ્વાદ ભિન્ન ભિન્ન) ભિન્ન ભિન્ન છે ને? ભિન્ન? એક પર્યાયના બે ભાગ, થોડો આનંદ છે ને થોડું દુઃખ રાગ છે. એક પર્યાયના બે ભાગ. આહાહાહા! કહો, આ દુનિયા કહે છે ને પૈસાવાળા કરોડોપતિ ને અબજોપતિ સુખી છે. દુઃખના પોટલા બાંધે છે. એકલા દુઃખી છે. આહાહાહા ! સ્વરૂપ તો આનંદ સ્વરૂપ પ્રભુ એનું જેને જ્ઞાન નથી, એની જેને અંતરમાં પિછાણ નથી, સ્વરૂપનું આનંદ સ્વરૂપ છે, તેવું તેને અંદર પર્યાયમાં વેદન આવ્યું નથી, તેને તો એકલા રાગના સ્વાદમાં દુઃખી છે એ. પછી ચક્રવર્તી હો બ્રહ્મદત્ત દુઃખી છે. અને દુઃખને ભોગવીને મરીને પાછો સાતમી નર્ક ગયો. આહાહાહા ! પણ જ્યારથી આત્મજ્ઞાન થાય, આ કરવા જેવું તો આ છે, કહે છે. રાગ અને નિમિત્તથી પૃથક પ્રભુ છે તેનું દર્શન ને તેનું જ્ઞાન કરવા જેવું છે. એ જ્ઞાન કરે એનું ભાન થયે કર્મના ઉદયનો સ્વાદ અને આત્માનો સ્વાદ બે ય ભિન્ન ભિન્નપણે જાણે છે, અનુભવે છે. સમજાણું કાંઈ? કર્મના અને પુદ્ગલના સ્વાદનું એકરૂપે નહિ, પણ ભિન્ન ભિન્નપણે અનુભવન છે. એક જ અનુભવ છે આનંદનો એમે ય નહિ, અને આનંદનો અનુભવ છે અને રાગ દુઃખના અનુભવને જાણે છે, એમે ય નહિ, બેયનો અનુભવ છે-સાધક છે ત્યાં સુધીમાં. આહાહાહાહા ! આવો ધર્મ હવે અહીં કહે છે. અહીં તો ઓલા વ્રત કરે ને અપવાસ કરે ને થઈ ગયો ધર્મ, ધૂળમાં ય ધર્મ નથી, એ તો બધી રાગની ક્રિયા છે! સાંભળને.. આહાહા... એ તો દુ:ખનો સ્વાદ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૭ (શ્રોતા:- અનેકાંત ધર્મ જાણે-વેદે કે છેદે) છેદે ભેદે, કયાં છેદવું'તું? જાણીને વેદે છે બસ, છેદન ભેદન કરતો નથી. કથન, છેદે શું? આંહીં તો મોક્ષે ય કરતો નથી ને ભાષા આવે વ્યવહાર, સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન અનુભવ થયો ત્યારે તો જ્ઞાની રાગને ય જાણે, નિર્જરાને ય જાણે, બંધને જાણે ને મોક્ષને ય જાણે, કરે નહિ. (શ્રોતા – પણ છેદે ભેદે ને) છેદેય નહિ, છેદે કોને? છેદીને, (શ્રોતાઃ- છેદીને આગળ વધે ને?) નહિ નહિ એ ભાષા બોલાય એમ છેદાય છે, પણ છેદે કોને, આ રાગ છે ને એને છેદું એમ છે ત્યાં? ઝીણી વાત બહુ બાપુ! વીતરાગ માર્ગ પરમેશ્વર જિનેશ્વરનું કહેલું તત્ત્વ અત્યારે મળતું નથી, ગુમ થઈ ગયું, વાડા બાંધીને બેઠા ને અમે ધર્મ કરીએ છીએ. આ વ્રત કરીએ છીએ ને અપવાસ કર્યા ને તપસ્યાઉં કરી મહિનાના ને એ તો બધી રાગની ક્રિયા છે. આહાહા ! અંતર ભગવાન આત્મા એ રાગની ક્રિયાથી ભિન્ન છે એવું જ્યાં જ્ઞાન અને આત્મ-અનુભવ થયો ત્યારથી માંડીને તેનાં બે પ્રકારના સ્વાદને ભિન્ન ભિન્ન જાણે છે અથવા ભિન્ન ભિન્ન અનુભવે છે. આહાહા! સમજાય છે કાંઈચીમનભાઈ ! આવું છે. મુંબઈમાં રહે ને મોટી મોહનગરી છે. આહાહા ! હો હા! હો હા, લઈને. હવે આ વાત કયાં સાંભળે, સાંભળવા મળેય નહિ કયારે સમજે કે દિ'. અરે ૮૪ નાં અવતાર કરી કરીને મરી ગયો છે. અબજોપતિ અનંતવાર થયો અને સો વાર માગે ત્યારે તો એકવાર કોળીયો મળે એવો ભિખારી અનંત વાર થયો, એ કોઈ નવી ચીજ નથી, આહા... અરે પંચમહાવ્રતનો પાળનારો અનંતવાર થયો, એ કોઈ નવી ચીજ નથી. આહાહા ! એવા પંચમહાવ્રતનાં પરિણામ છે એ તો રાગ છે, ને રાગ છે ત્યાં આસવ છે, ને આસવ છે તે દુઃખ છે. આહાહાહા ! હવે એને જેને અહીં લોકો ધર્મ માને. સમજાણું? આહાહા ! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ પણ દુઃખરૂપ છે, રાગ છે અને તે સમકિતીને જ હોય, તીર્થંકર પ્રકૃતિ બાંધવાનો વિકલ્પ હોં પણ એ વિકલ્પ છે એ રાગનો સ્વાદ છે. આહાહાહા ! અને એનાથી ભિન્ન આત્માના આનંદનો સ્વાદ તે ભિન્ન છે, બેયને પૃથક પૃથક સ્વાદને અનુભવે છે. (શ્રોતા – શુદ્ધ ઉપયોગની વાત ચાલે છે) શુદ્ધ ઉપયોગની વાત ક્યાં છે અત્યારે, શુદ્ધ ઉપયોગમાં તો અંદર એકલો (આનંદ) હોય છે, અને છતાં વેદનમાં રાગ હોય છે, છતાં વેદનનો ખ્યાલ હોતો નથી, આ અંતરના અનુભવમાં વેદન તો રાગનું છે અને પૂર્ણ વેદન ન હોય (પૂર્ણ વેદન હોય) તો તો વીતરાગ થઈ જાય, લક્ષ એની કોર નથી. આહાહા! શુદ્ધ ઉપયોગનું વેદન છે, તે ટાણે પણ હજી પૂર્ણ શુદ્ધ છે નહિ એટલે રાગ છે. આહાહા... દશમાં ગુણસ્થાન સુધી રાગ છે, ત્યાં સુધી વેદન પણ છે, આહાહાહા.. પણ એ તો દ્રષ્ટિ આમ સ્વભાવ સન્મુખમાં છે ને એટલે એ વળી જાણવાનું ભગવાને કહ્યું કે ભાઈ ન્યાં છે રાગ, એટલું, સ્વાદ પણ એનો છે દુઃખરૂપ, પણ અનુભવમાં અંદર છે એટલે એને એના ઉપર ખ્યાલ નથી, પણ વેદનમાં એ તો સાધારણથી વાત લેવી છે ને? જ્ઞાનથી આદિમાં, આદિથી માંડીને એમ કહ્યું છે ને? આહાહાહા ! ભગવાન આત્મા પરમાત્મ સ્વરૂપ જ પ્રભુ છે અંદર, નિજ પરમાત્મ દ્રવ્ય પોતે છે. આહાહાહા ! એ નિજ પરમાત્મદ્રવ્ય પોતે પ્રભુ છે. એનું જ્યાં અંતર સન્મુખ થઈને, એનું જ્ઞાન થયું, ત્યાં તેને તેની જાતનો સ્વાદ પણ આવ્યો અને તેટલો રાગ બાકી છે તેનો પણ સ્વાદ છે, પણ બેના ભિન્ન ભિન્ન સ્વાદ છે, બે ને એકપણે માનતો નથી. આવી વાતું હવે આકરી પડે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ માણસને, પછી સોનગઢવાળા નિશ્ચયની વાતું કરે છે, એમ કરે બિચારા, શું કરે, એને ખબર નથી. વ્યવહારની વાતો કરતા (નથી) વ્યવહાર એટલે શું? રાગ અને રાગ એટલે દુઃખ શું કરવું છે તારે ? સમજાણું કાંઈ? વ્યવહાર આવે તો એ રાગ છે ને રાગ છે એ દુઃખનું વેદન છે. આહાહાહા ! થાય? જગત અનાદિથી લૂંટાય છે, અને હોંશથી લૂંટાય છે. જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું, સ્વાદન અનુભવન, સ્વાદન એટલે અનુભવન પૃથક પૃથક સ્વાદનું અનુભવન હોવાથી, પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદને, પુદ્ગલકર્મનો એટલે ઓલો વિકાર છે ને રાગદ્વેષ, એ પુદ્ગલકર્મનું ફળ છે એમ કહેવું છે. એનું વેદન છે. આહાહા! આહાહા! એકરૂપે નહિ પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી, જેની ભેદ વિજ્ઞાન શક્તિ ઉઘડી ગઈ છે. આત્માના અતીન્દ્રિય આનંદનું વેદના અને રાગનું વેદન પણ “બે” ની ભિન્નતાની શક્તિ ખીલી ગઈ છે, રાગનું વેદના અને આનંદનું વેદન એની “બે' ની ભિન્નતાનું ભાન થઈ ગયું છે. ભિન્નતાની શક્તિ ઉઘડી ગઈ છે. અજ્ઞાનીને ભિન્નતાની શક્તિ બિડાઈ ગઈ 'તી. આહાહા ! શું મારગ? એક ફેરી નહોતું કહ્યું નાનાલાલભાઈ કરોડપતિ મોટા પૈસા ઘણાં, એના વેવાઈ આવ્યા'તા પછી વ્યાખ્યાનમાં હાજર હતા સ્વાધ્યાય મંદિરમાં (બોલ્યા) અમારા વેવાઈ સુખી છે. કીધું એલા સુખીની વ્યાખ્યા શું? આ કરોડ રૂપિયા છે ને દશ લાખની પેદાશું વરસની ને છોકરા બધા કમાઉને, એ સુખી? એ સુખની વ્યાખ્યા? કાંપના હતા શું કહેવાય એ, ચુડગર-ચુડગર-ચુડગર હતો કો'ક વેવાઈ મોહનભાઈનો વેવાઈ ને આ પૈસા કરોડો રૂપિયા હોય ને પાંચ લાખ, દશ લાખ પેદા થતા હોય, આ તો ચાલીસ કરોડ લો ને ભાઈને શાહુજીને, પણ આપણો આ ગોવાનો બે અબજ ચાલીસ કરોડ-શાંતિલાલ ખુશાલ, બે અબજ ચાલીસ કરોડ બસે ને ચાલીસ કરોડ દુઃખી, દુઃખી-દુઃખી બિચારા. આ મારા છે ને મને પૈસાવાળો છું ને હું ઘણાં માણસને નભાઉં છું હજારો માણસો ને મોટો વેપાર, (શ્રોતાઃ- બીજા કરતાં દુઃખી હશે) બીજા કરતા મોટો દુઃખી છે. ઓછી મમતાવાળો થોડો દુઃખી છે, ને ઘણી મમતાવાળો (વધારે દુઃખી છે) ઘણાં પૈસા છે માટે એમ નહિ હોં, ઘણી મમતા (છે માટે ) ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય છે, પણ સમકિતી હોય એને અલ્પ દુઃખ છે, આનંદ પણ છે થોડો જેટલો રાગ આસકિત છે એટલું દુઃખ પણ છે, ચક્રવર્તી. અને નારકીનો જીવ, જેને કાંઈ સગવડતા નથી, એકલો મિથ્યાત્વભાવ છે, જેને સ્વરૂપનું ભાન નથી એ એકલો દુઃખી છે. આહાહા! અને નારકીનો જીવ સમકિતી છે. ત્યાં આત્મજ્ઞાન થયું છે તો એને જેટલો આનંદ પણ છે, અને જેટલો જે હજી આસકિત છે તેટલો રાગ પણ છે. આહાહાહા ! સુખીયા જગતમાં સંત, દૂરીજન દુઃખીયા” એ જેને આત્માનું જ્ઞાન નથી અને પર ઉપરની એકલી મમતામાં પડયા છે, એ દૂરીજન છે. સુખીયા જગતમાં સંત, આત્મા આનંદ સ્વરૂપનું ભાન થઈને આનંદનો સ્વાદ આવે એ સુખી છે. આહાહાહા!(શ્રોતા:- સંતોષી સુખી છે કે નથી) સંતોષનો અર્થ શું? આ વીતરાગભાવ પ્રગટયો એ સંતોષ છે, સંતોષનો અર્થ એ કે રાગ છે એ મારો નહિ અને હું વીતરાગ સ્વરૂપે છું, એવી દશા વીતરાગી જે આનંદની થઈ, એનું નામ સંતોષ છે. પુંજાભાઈ ! આ બધા નૈરોબીમાં ધંધા કરનારા છે ને? આહાહાહા ! (શ્રોતા- જુદી જાતના અર્થો છે) જુદી જાતનાં અર્થ છે. આહા! અરે ! આવું સત્ય સાંભળવા Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૭ ૭૧ ન મળે એના જીવન ઢોર જેવા છે. વ્યર્થ ભલે એ અબજોપતિ હોય પશુ છે પશુ, ચૌદ બોલમાં નથી કીધું, પશુ. આહાહાહા! “મનુષ્યા સ્વરૂપે મૃગા ચરન્તિ” મનુષ્યના રૂપે પણ ઢોર જેવા, હુરણ જેવા છે એ. આહાહાહા ! અને પશુ છે તિર્યંચ છે અસંખ્ય બહાર સમકિતી છે, ભગવાન કહે છે. એ પશુ છે છતાં તે આનંદના અનુભવને સ્વાદે છે અને જેટલો રાગ એટલો દુઃખના વેદનને પણ જાણે છે, સ્વાદે છે સિંહ અને વાઘ હોં, અઢી દ્વીપ બહાર અસંખ્ય સિંહ અને વાઘ અસંખ્ય ગુણા મિથ્યાદેષ્ટિ છે ને એના અસંખ્યમે ભાગે સમકિતી છે. આહાહા ! એ સુખી છે, જેને મકાન નથી, જેને રહેવાના સ્થાન નથી, જેને કપડાં નથી, દાગીના નથી–મકાન નથી, છતાં આત્મજ્ઞાન ને અનુભવ આત્માનો થયો છે, તેને આનંદ છે. અને જેટલી હજી પર તરફની રાગની આસક્તિ છે એનું એને દુઃખનું ય વેદન ભેગું છે, પણ “બ” નું પૃથક પૃથક વેદન છે. બે એકપણે છે એમ નહિ. આહાહા! આવી વ્યાખ્યા હવે સાંભળવી કઠણ પડે, આખી જિંદગી બિચારા પચાસ પચાસ સાંઈઠ વર્ષ, વ્રત કરો ને અપવાસ કરો ને તપસ્યા કરો ને એમાં જિંદગી ગાળી અજ્ઞાનમાં. આહાહા! ગાથા બહુ સારી છે. એકરૂપે નહિ અનુભવન હોવાથી, જેની ભેદવિજ્ઞાન શક્તિ ઉઘડી ગઈ છે, એવો હોય છે; તેથી તે જાણે છે, જોયું? જાણે પણ છે અને વેદે છે, કે અનાદિનિધન, આહાહાહા... હું એક ભગવાન આત્મા, અનાદિ એટલે આદિ વિનાની ચીજ અને “અનિધન” જેનો અંત નથી. “અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો” આહાહાહાહા... એ ભગવાન આનંદ સ્વરૂપ છે એ નિરંતર સ્વાદમાં આવતો, આહાહા.. સમ્યગ્દષ્ટિને ધર્મી જીવને અનાદિ અનંત જે ભગવાન આત્મા એનો નિરંતર સ્વાદમાં આવતો, આહાહા.... “સમસ્ત અન્ય રસથી વિલક્ષણ), સમસ્ત અન્ય રાગાદિના લક્ષણથી ભિન્ન, આહાહાહા... સમસ્ત અન્ય રસ, આહાહા... એને પાંચ લાખની પેદાશ એક દિવસમાં થાય ને હરખ આવે, આજ તો ન્યાલ થઈ ગયો, મહાદુઃખી છે. એવા રસથી ભિન્ન જે આ રસ છે, એમ કહે છે. પાનસેનો પગાર હોય ને હજારનો પગાર થઈ જાય ત્યાં રાજી રાજી થઈ જાય કે પાનસે વધ્યા, પાંચ હજારનો પગાર હોય ને દશ હજારનો થઈ જાય તો ખુશી ખુશી થઈ જાય. અત્યારે છે ને આપણાં છોકરાઓ છે ને ? પંદર હજારનો પગાર દલીચંદભાઈનો. મોરબી મોરબી. એય નવલચંદભાઈ, આ દલીચંદભાઈ નહિ? નવલચંદભાઈને કહું છું, મોરબીના નથી? દલીચંદભાઈના દિકરા છે ને? મુંબઈ. એક ને પંદર હજારનો પગાર છે મહિને, એકને આઠ હજારનો છે ને એકને દશ હજારનો છે, ત્રણ છોકરાં છે શું છે પણ એમાં? વેપારીને તો પાંચ-પાંચ લાખની પેદાશ થાય બાર મહિને, એની ગણત્રી, એથી શું થયું પણ, દુઃખી છે દુઃખી. આહાહા ! જ્ઞાની ધર્મી જીવને આત્મા આનંદસ્વરૂપ છે, નિર્વિકલ્પ અકૃત્રિમ વિજ્ઞાનઘન આનંદકંદ પ્રભુ છે, એવું ભાન થયે સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ, આહાહાહા.... વિષયના રસમાં જે આવે રસ એ તો રાગ છે. એ દુઃખ છે. આહાહા... છોકરાના લગન થતાં હોય કન્યા વળી કરોડ બે કરોડની આસામી આવી હોય, એના બાપને એકની એક હોય, પચીસ લાખ લઈને આવતી હોય, મરી જશે તો પછી પણ બધું આને આવશે. જો એ લગનમાં ઈ એનો વર-ઘણી ને સાસરો ફાલ્યા ફુલે જાણે. ઓહોહોહો ! શું આજના લગન ને શું, આવો હરખ તો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ કોઈ દિ' જોયો જ નહિ. દુઃખી છો પ્રભુ સાંભળને, વિકારનું વેદન છે. આવું જગતથી ઉંધુ ભારે ભાઈ, હૈ? આહાહા... એમાં પાંચ પચીસ લાખ લઈને આવી હોય, જાવાન બાઈ વીસ વરસની, ને પોતાની ઉંમર હોય પચાસ વરસની ને પરણે ને જુઓ તમારે એ તો, ગાંડા જોઈ લો પાગલ. આહાહા ! આનંદ આનંદ છે, આજ તો. શું કહેવાય પહેલી જીવનનું પહેલું રાતનું સુહાગરાત, ઓલો નહતો કુમાર રાજકુમાર પરદેશમાં કયાંક અરબસ્તાનનો, લગ્ન કર્યા તે દિ' એક રાતે એક કરોડ ખર્ચા, એક કરોડ સુહાગરાતે, એટલે રાજી. આહાહાહા ! અમે સુખમાં છીએ? અરે પ્રભુ મરી ગયો, મારી નાખ્યો તને આનંદના નાથને મારી નાખીને તું રાગના વેદનમાં પડ્યો મોટી હિંસા કરી તેં પ્રભુ! હવે આવી વાતું દુનિયા હારે મેળ શી રીતે ખાય? આહાહા ! “અત્યંત મધુર જે ચૈતન્યરસ આહાહા! ભગવાન અનાદિ અનંત પ્રભુ છે તેનો આનંદરસ, અત્યંત મધુર. રાગના અસંખ્ય પ્રકારના રાગના સ્વાદથી ભિન્ન જાત છે. આહાહા! અનુકંપા કરી હોય બહુ, પાંચ પચીસ લાખ આપીને પાંજરાપોળને ફલાણાને, એને રાગનો રસ આવે, એ બધો રાગ છે એ તો, એ રાગથી પ્રભુનો સ્વાદ ભિન્ન રસ છે. આહા! વિલક્ષણ છે. અન્ય રસથી લક્ષણ જ એનું જુદી જાત છે. આહાહા ! અત્યંત મધુર જ ચૈતન્યરસ, અત્યંત મધુર મીઠો આનંદરસ. આહાહા ! એ મેસુબ ખાતો હોય ચાર શેર ઘી પાયેલો, અને ચોસલા આમ, એને રાગ થાય કે, ઓહોહોહો ! એ દુઃખનો સ્વાદ છે, મેસુબનો નહિ, મેસુબનો સ્વાદ એને આવે જ નહિ કોઈને, એ તો જડ છે, પ્રભુ તો અરૂપી એને સ્વાદ જડનો ક્યાંથી આવે ! એમાં એને ઠીક લાગ્યું એવો રાગ, તે રાગનો સ્વાદ છે, ઝેરનો સ્વાદ છે, ઝેરીલો સ્વાદ ચાખે છે, એનાથી ચૈતન્યનો રસ વિલક્ષણ, ભિન્ન જાત છે. આહાહા.... ભારે ગાથા છે. અલૌકિક છે. સર્વજ્ઞ વીતરાગ, પરમેશ્વરનું કથન છે, એ સંતો પોતે અનુભવીને કથન દ્વારા જગતને જાહેર કરે છે. આહાહાહા ! ચારિત્રનો અનુભવ હોં મુનિ છે ને તે અતિન્દ્રિય આનંદ, મુનિ એને કહીએ કે સમ્યગ્દર્શન કરતાં પણ એને અતીન્દ્રિય આનંદ બહુ હોય, ઘણો હોય, આહાહા... પ્રચુર સ્વસંવેદન હોય, પાંચમી ગાથામાં આવે છે, એને મુનિ કહીએ લૂગડા છોડીને ત્યાગી થયા, નાગા થયા, થઈ ગયો મુનિ? મુનો ફુનો કે દી” હતો. આહાહા! આવું આકરું લાગે નહિ? ચેતનજી? આહાહાહા ! આ બાઈયું જુવાન બાઈ દીક્ષા લ્ય ને એટલે જાણે કે આહા.... દીક્ષા કે દિ' હતી એને ? મિથ્યાષ્ટિ છે હજી તો રાગ ને શરીર મારાં. રાગ ને શરીરથી ભિન્ન ભગવાનને તો જાણ્યો નથી, એ દીક્ષા બધી રાગની દુખિયાની દુઃખીની દશા છે, દક્ષા છે દુઃખની દક્ષા. ભારે આકરું કામ હતું, જુવાન બાઈ આમ વીસ પચીસ વર્ષની મોટો મહોત્સવ કરે, પાંચ પચાસ હજાર ખર્ચે હાથીને હોદે બેસારે, અમારી દીક્ષામાં હાથીને હો હતા. અમારે ૬૬ વરસ થયા, હાથી હાથી તે દી' હતો ને અહીં વેળા હતો ને વેળા રાજા હાથી રાખતો હવે તો કયાં હતા? તે દી' હાથી વાળાનો હતો ઉમરાળાથી સાત માઈલ થાય હાથી લાવ્યા'તા તે એવો હતો હાથી મોટો કે જે ઓલા તરાપા બાંધેલા કાઢી નાખવા પડેલા બહુ ઊંચો, ગામમાં બાંધને દીક્ષાની વખતની, હાથીને હોદ્દે બેઠા'તા હવે લોકો વખાણ કરે કે શું છે પણ? ત્યાં કીધું ને ઓલા હાથીએ ચઢતા નિસરણીનો છેડો ફાટયું લૂગડું ફાટયું કીધું આ શું, વાત એ કે આ વસ્ત્ર સહિત મુનિપણું હોય નહિ, કુદરતે, Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ગાથા-૯૭ પણ એ કાંઈ ખબર નહિ ને ભાન નહિ ને? આહા ! આંહીં કહે છે કે “અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે” આહાહાહા ! ભગવાન આત્માનો તો અત્યંત મધુર ચૈતન્ય રસ તે જ એનો રસ છે. વચ્ચે દયા, દાન, વ્રતના રાગનો રસ છે એ કાંઈ એનો રસ નથી. આહાહાહા! મધુર ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે, તે જ એક જેનો રસ છે, ઓલો રાગનો સ્વાદ આવે પણ એ કાંઈ એનો રસ નથી, એમ કહે છે. આહાહા! મુનિને પણ પંચમહાવ્રતનો વિકલ્પ ઊઠે, પણ એ કાંઈ આત્માનો આનંદરસ નથી, એ તો દુઃખ છે. આહાહા ! એનાથી ભિન્ન ચૈતન્ય મધુર રસ જેનો એક જ રસ છે. આહાહા ! એવો આ આત્મા છે. છે? અત્યંત મધુર જે ચૈતન્યરસ છે તે જ એક જેનો રસ છે, એવો આ આત્મા છે, એવો આ આત્મા છે, અત્યંત આનંદનો મધુર સ્વાદ તે આત્મા છે. આહાહાહાહા ! એને બાકી જે રાગાદિ મહાવ્રતનો આદિ વ્રતનો (ભાવ) આવે તે આત્મા નથી. એ તો કર્મનો સ્વાદ છે, દુ:ખનો સ્વાદ છે. આહાહાહાહા ! ક્યાંથી બેસે? પુણ્ય ભાવનો સ્વાદ છે શુભનો, એ પણ આત્મ સ્વાદ નથી. આહાહા! પાપ ભાવનો સ્વાદ એ આત્માનો સ્વાદ નથી, ભગવાનનો તો એ મધુર ચૈતન્યરસ એક જ રસ તેનો તે રસ છે. છે? તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે. એકલો અતીન્દ્રિય મધુર આનંદ રસ છે, તે આત્મા છે. આહાહાહાહા ! હવે આવું તે સાંભળવા મળે નહિ, હવે એને કરે કે દિ’ કરે બિચારા રખડી મરે છે આમ ને આમ. આહાહા ! દુઃખી દુઃખી અને કંઈક પાપ આકરા હોય મરીને નર્ક, નિગોદે જાય, અને આકરા ન હોય પણ મિથ્યાત્વ છે તો ફળ એનું નિગોદ જ છે. આહાહાહા ! જેને રાગના રસને મારો માને છે, એ મિથ્યાત્વભાવ છે અને મિથ્યાત્વભાવનું ફળ નિગોદ છે. આહાહા ! એ લસણ અને ડુંગળીમાં જવાના. પાછા અનંત કાળે માણસ નહિ થાય. અરેરે ! એ પ્રભુ! આ તો વિતરાગનો માર્ગ આવો છે, દુનિયા હારે મેળ નહિ ખાય. આહાહા! “અને કષાયો, તેનાથી ભિન્ન રસવાળા ચાહે તો શુભભાવ હો અને ચાહે તો અશુભ ભાવ-દયાનો, દાનનો, ભક્તિનો, પૂજાનો, વ્રતનો, અપવાસનો એ શુભ રાગ કષાય છે. આહાહા! કષાયો તેનાથી ભિન્ન રસવાળા, પાપના ભાવના રસને તો શું કહેવું પણ કહે છે કે પુણ્યનો ભાવ જે છે એ પણ કષાયવાળો રસ છે. આહાહા ! કષાયો તેનાથી ભિન્ન રસવાળા, કષાયેલા બેસ્વાદ છે, બેસ્વાદ છે, ઓલા મધુર ચૈતન્યરસ છે તો આ બેસ્વાદ સામે છે, બેસ્વાદ એટલે સ્વાદ ભિન્ન, ખોટો સ્વાદ, બેસ્વાદ એટલે, બેભાન એટલે બેભાન એમ નહિ, ભાન વિનાનો, બેસ્વાદ એટલે આત્માના સ્વાદ વિનાનો, બેસ્વાદ છે. આહાહા! આત્માનો જે આનંદરસ છે, એ રાગના રસથી વિલક્ષણ ભિન્ન છે અને એનાથી જે આ રાગનો રસ છે, એ કષાયનો રસ છે. આહાહાહા ! અને તે બેસ્વાદ છે. બેસ્વાદ, સમજાણું? છે બેસ્વાદ? એટલે બે સ્વાદ એમ નહિ, સ્વાદ-આત્માના સ્વાદથી ભિન્ન માટે બેસ્વાદ, ભાન વિનાનો એને બેભાનવાળો કહે. આહાહાહા ! આવું છે. કેટલાકે તો આ વાત સાંભળીય ન હોય જિંદગીમાં, પચાસ સાંઈઠ વરસ મજુરીમાં કાઢયા હોય, મજૂરી આ પાપની ને રળવાની ને બાઈડી-છોકરા સાચવવાની ને પાપની મજૂરી બધી. આહાહા ! ભાઈ ગયા શાસ્ત્રી, શું અમૃતલાલ? ગયા. આહાહા !કષાયો તેનાથી ભિન્ન રસવાળા Page #89 -------------------------------------------------------------------------- ________________ ७४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો છે? એ રાગના સ્વાદની સાથે આત્માને એકપણાનો સ્વાદ કરવો એ અજ્ઞાનથી છે, મિથ્યાત્વથી છે. આહાહાહા ! આ આત્મા અનાદિ અનંત ચૈતન્ય મધુર એક જ જેનો રસ છે તેની સાથે રાગના રસને એકત્વ કરવો, આહાહાહા છે? “એ અજ્ઞાનથી છે” મિથ્યાત્વથી છે. “આ રીતે પરને ને પોતાને ભિન્નપણે જાણે છે”. ધર્મી જ્ઞાની જ્યારથી જ્ઞાન થયું સમ્યગ્દર્શન થયું, ત્યારથી એ પરને એટલે રાગના સ્વાદને ને પોતાને પોતાના સ્વાદને ભિન્નપણે જાણે છે. ભલે સ્વાદ આવે ભેગો પણ જાણે છે ભિન્ન. આહાહાહા ! તેથી, અકૃત્રિમ એટલે નિત્ય એક જ્ઞાન તે જ હું છું. અકૃત્રિમ નિત્ય એક જ્ઞાન તે હું છું. આહાહા ! જ્ઞાન–એટલે આત્મા, નિત્ય એવો ભગવાન આત્મા તે જ હું છું, પરંતુ કૃત્રિમ અનિત્ય અનેક જે ક્રોધાદિક તે હું નથી. રાગાદિ થાય એ હું નથી. એમ જાણતો થકો ધર્મી, સમ્યગ્દષ્ટિ “હું ક્રોધ છું” ઇત્યાદિ આત્મ-વિકલ્પ જરા પણ કરતો નથી, લ્યો. હું રાગ છું, પુણ્ય છું, આ છું એવો આત્મવિકલ્પ જરા પણ કરતો નથી. આહાહા ! તેથી સમસ્ત કર્તુત્વને છોડી દે છે, રાગનું કર્તુત્વ તેને હોતું નથી. “તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો” સદા ઉદાસીન અવસ્થાવાળો થયો થકો, આહાહાહા... “માત્ર જાણ્યાં જ કરે છે તેથી નિર્વિકલ્પ સામે શબ્દ હતા ઉપર, આ નિર્વિકલ્પ અકૃત્રિમ વિજ્ઞાનઘન થયો થકો “ઓલામાં ભ્રષ્ટ થયો થકો” નિર્વિકલ્પ અકૃત્રિમ વિજ્ઞાનઘન થયો થકો “અત્યંત અકર્તા પ્રતિભાસે છે”. આહાહાહા ! એ રાગના સ્વાદનો પણ અકર્તા પ્રતિભાસે છે, વેદે છે છતાં અકર્તા પ્રતિભાસે છે, વિશેષ કહેશે. (શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં. ૧૯૪ ગાથા-૯૭ મંગળવાર, મહા વદ-૨, તા. ૧૩/૨/૦૯ ૯૭ ગાથાનો ભાવાર્થ:- છે ને છેલ્લે. જે પરદ્રવ્યના એટલે કે આત્મા સિવાય પરદ્રવ્ય બીજા આત્માઓ બીજા શરીરો જડ આદિ અને પરદ્રવ્યના ભાવ, પરદ્રવ્યના નિમિત્તથી થયેલા પુણ્ય-પાપ ને વિકારી ભાવ, એના કર્તુત્વને અજ્ઞાન જાણે પરદ્રવ્યના કર્તાને જે અજ્ઞાન જાણે અને પરદ્રવ્યના ભાવ થતા પુણ્ય અને પાપ “એના કર્તાપણાને જે અજ્ઞાન જાણે તે કર્તા શા માટે બને?” –આવો સિદ્ધાંત છે. આહાહા! આ આત્મા શુદ્ધ ચૈતન્યધાતુ આવશે ઉપર, શુદ્ધ ચૈતન્ય વસ્તુ એ એનાથી પરદ્રવ્ય શરીર, વાણી, મન, કર્મ બીજી ચીજો બધા પદાર્થો એનો અને તેના કર્મના નિમિત્તથી થયેલા-શુભ ને અશુભ ભાવો પુણ્ય-પાપના ભાવ, તેનો કર્તા થાય તે અજ્ઞાની છે. કેમકે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા રાગ ને પરદ્રવ્યનો કર્તા કોઈ હોઈ શકે નહિ. આહાહા! શુદ્ધ ચૈતન્ય વસ્તુ નિર્મળ આનંદઘન ભગવાન આત્મા, એ રાગ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ, એનો કર્તા એ કેમ થાય ? આ તે આવી વાત છે. આહાહા ! કેમકે જે પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યના સંયોગ સંબધ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ ક્રોધના ભાવ થાય તે અજ્ઞાની હોય તે તેનો કર્તા થાય. આહાહા ! એટલે કે જેને શુદ્ધ આત્મા, શુદ્ધ જ્ઞાનઘન છે એની જેને ખબર નથી, એવો અજ્ઞાની એ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શ્લોક-પ૭ પુણ્ય-પાપ ને પરદ્રવ્યનો કર્તા થાય, એવું અજ્ઞાનથી કર્તા થાય એમ જે જાણે એમ કહે છે, એ કર્તા શા માટે બને? આહાહા! શું કહ્યું સમજાણું? ભગવાન આત્મા તો ચૈતન્ય વસ્તુ જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ એનું જેને અજ્ઞાન છે, ભાન નથી એ પુણ્ય ને પાપ અને પરદ્રવ્યનો કર્તા અજ્ઞાનથી થાય, પણ અજ્ઞાનથી થાય એવું જેને ભાન થાય, એ કર્તા કેમ થાય એમ કહે છે, આહાહા, છે? જે પરદ્રવ્યના એટલે આત્મા સિવાય શરીર, વાણી, ધંધો, વેપાર આદિના (ભાવ) એ બધી પરદ્રવ્યની ક્રિયા છે, અને તેના કર્મના નિમિત્તે થતો શુભ ને અશુભ ભાવ એ પણ પરભાવ કર્મનો ભાવ જડ, આત્માનો નહિ. આત્મા તો અનંત અનંત અનંત પવિત્ર ગુણનો પિંડ છે પ્રભુ, એ પવિત્ર પ્રભુ આત્મા અજ્ઞાનને લઈને રાગનો કર્તા થાય. આહાહાહા ! પણ જેને અજ્ઞાનથી કર્તા થાય એવું જાણ્યું એ જ્ઞાનથી કેમ કર્તા થાય, ભારે વાત. એકએક શબ્દો સિદ્ધાંતમાં કેટલું રહસ્ય છે. આહાહા ! અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને. આહાહા! શુદ્ધ જ્ઞાન આનંદ પ્રભુ એનું જેને અજ્ઞાન રહેવું હોય તો કર્તા બને, આહાહા... પણ વસ્તુ છે એવું જ્ઞાન થયું, હું તો જ્ઞાન આનંદ ને શાંત સ્વરૂપ વીતરાગ મૂર્તિ હું આત્મા છું, એ વીતરાગ સ્વરૂપી પ્રભુ, વીતરાગથી વિરુદ્ધ રાગ, એને કેમ કરે? આહા! આવી વાતું છે. કહો, ચીમનભાઈ ! અમારે ચીમનભાઈ તો ત્યાં મોટા વાંચનારા છે ને મુંબઈ, આવી વાતું છે. જગતને કઠણ પડે. પ્રભુ અંદર જ્ઞાનની મૂર્તિ છે ને? એ જ્ઞાનની મૂર્તિ એ એના સ્વભાવથી વિરુદ્ધ જે વિકાર વિભાવ અને પરદ્રવ્ય જે તદ્દન ભિન્ન, એનો અજ્ઞાનથી કર્તા થાય પણ અજ્ઞાનથી કર્તા થાય એવું જે જાણે, એ કર્તા કેમ થાય કહે છે. આહાહા ! એટલે કે સ્વરૂપનો જાણનાર થાય એમ કહે છે. સમજાણું કાંઈ? આહાહા ! જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય વીતરાગી બિંબ પ્રભુ, જિન બિંબ આત્મા છે, એવું જેને જ્ઞાન થયું અને એના અજ્ઞાનથી રાગનો કર્તા થતો એવું જેણે જાણ્યું, એ અજ્ઞાનથી રાગનો કર્તા થતો, એ કેમ થાય? એમ કહે છે. બેભાનથી કર્તા થતો એ એમ જાણું, એ ભાનમાં આવીને કર્તા થાય નહિ, એમ કહે છે. આહાહા. માટે જ્ઞાન થયા પછી ” ચૈતન્ય સ્વરૂપનું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું. આહાહા... “પદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.” પછી એ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતાં પુણ્ય-પાપના ભાવ, આત્મા જ્ઞાનસ્વરૂપનું જ્ઞાન થયે તે વિકારનો ને પરદ્રવ્યનો કર્તા રહેતો નથી. આહાહા.... આવી ચીજ છે. આ તો ઇચ્છામિ પડિકમ્પણું ઇરિયા વીરિયા એવી ભાષા છે, એ પરદ્રવ્ય છે એનો કર્તા થાય, અને એ ઇચ્છામિ પડિકમ્મણે એમ બોલે એમાં વિકલ્પ છે, રાગ છે. આહાહાહા.. એ રાગનો કર્તા થાય, અને વાણી બોલાય એનો કર્તા થાય, એ પરદ્રવ્ય છે. અને એના કર્મના નિમિત્તે થતો વિકલ્પ ઉઠ્યો છે, કે હું ઇચ્છામિ પડિકમ્પણું કરું એ વિકલ્પ છે એ પણ રાગ અને પરદ્રવ્યનો ભાવ છે. આહાહા ! એ અજ્ઞાનથી કર્તા થાય એમ જેણે જાણ્યું, એ કર્તા કેમ થાય? એટલે કે જ્ઞાનસ્વરૂપી થાય એમ, એમ કહે છે. આહાહા! હવે શ્લોક! ૫૭ મો શ્લોક છે, શ્લોક આવશે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ૮ ૮ શ્લોક-૫૭ ) (વસંતતિનવા) अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधोक्षुमधुराम्लरसातिगृद्ध्या गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।।५७।। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ-[7] નિશ્ચયથી [સ્વયં જ્ઞાન ભવન ]િ સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં [જ્ઞાનતઃ તુ] અજ્ઞાનને લીધે [૨] જે જીવ,[ zMTખ્યદરવારી] ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [૨mતે] રાગ કરે છે (અર્થાત્ રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) [ સૌ] તે, [ ક્ષમધુર 7રસાતિ ] દહીં-ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [૨સાતમ જીત્યા] શિખંડને પીતાં છતાં [ાં સુધમ રાધિ રૂવ નૂનમ] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે. ભાવાર્થ-જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. ૫૭. = = = = = = = = = = = = શ્લોક-૫૭ ઉપર પ્રવચન अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधोक्षुमधुराम्लरसातिगृद्ध्या गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।।५७।। કિલ” નામ ખરેખર, નિશ્ચયથી એનો અર્થ, ખરેખર નિશ્ચયથી “સ્વયં જ્ઞાન ભવન અપિ” સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવા છતાં, ભગવાન તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન વિજ્ઞાનઘન, આત્મા તો એકલો વિજ્ઞાનઘન છે. એવો હોવા છતાં, અજ્ઞાનને લીધે હું શુદ્ધ વિજ્ઞાનઘન ચૈતન્ય તે આત્મા, એનું જ્ઞાન નથી જેને, આહાહા... ચૈતન્યધાતુ મહાપ્રભુ વીતરાગ અવિકારી સ્વભાવની મૂર્તિ આત્મા, એ અજ્ઞાનને લીધે, આવો હોવા છતાં, સ્વરૂપના Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પ૭ અજ્ઞાનને લીધે, સમજાય છે કાંઈ? છે તો શુદ્ધ જ્ઞાન ને આનંદકંદ પ્રભુ! રાગ ને શરીર ને કર્મરૂપી આત્મા છે જ નહિ. આહાહા! આવો હોવા છતાં, અજ્ઞાનને લીધે, એ શુદ્ધ વિજ્ઞાનઘન છે એવા ભાન વિના, અજ્ઞાનને લીધે, આહાહા.. જેને શુદ્ધ વિજ્ઞાનઘન છે એના અસ્તિત્વનો જેને સ્વીકાર નથી થયો. આહા! હું એક વિજ્ઞાન ચૈતન્ય બિંબ પ્રભુ, એવો જેને સ્વીકાર થયો નથી તે જીવ, એવો હોવા છતાં, અજ્ઞાનને લીધે એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અભાન ને અજ્ઞાનને લીધે “જે જીવ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથીની માફક તિર્યંચ હાથી આદિની માફક હાથીને ચુરમું આપો તો પણ તે ઘાસ સાથે ભેગું ભેળવીને ખાય. હાથી આદિને, ઘાસની હારે ચુરમું આપ્યું હોય તો ઘાસના પુળામાં ભેળવી ચુરમું ખાય, ભાન નથી કે આ ચુરમું જુદી ચીજ છે, અને ઘાસ જુદી-ચીજ છે. હાથી આદિ અહીં શબ્દ લીધા છે હોં, બધા તિર્યંચની માફક, આહા.. આ મિંદડા, મિંદડી હોય છે ને ! વિષ્ટા હોય ને એમાં પેંડો પડ્યો હોય, એ બેય ભેગું થઈને ખાય, સિંદડા છે, ગાયું, ભેંસ બહાર વિષ્ટા હોય એને ખાવા જાય એમાં કયાંક પડ્યો હોય કોઈ પકવાનનો થોડો ભાગ અને વિષ્ટા ભેગું ખાય, એને કાંઈ ભાન નથી કે આ કોઈ પકવાન છે ને આ વિષ્ટા. આહાહા ! એ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહાર, એના ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, અજ્ઞાનને લીધે, આહાહાહા... શુદ્ધ જ્ઞાનઘન સ્વભાવ એના અજ્ઞાનને લીધે, એ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહાર ખાનાર તિર્યંચની માફક રાગ કરે છે. એ શુભ-અશુભ રાગ, એ રાગ કરે છે. આહાહા! ભગવાન તો આનંદ અને વિતરાગ મૂર્તિ છે અત્યારે હોં અંદર. એના અભાનને લીધે, ભેળસેળ આહારને ઘાસને ખાનારા તિર્યંચની માફક અજ્ઞાની એ શુભ રાગને કરે છે. અશુભ રાગ તો ઠીક, આહા... આવો મારગ છે. આ કઠણ પડે જગતને, એ લેશે આગળ, આમાં તો નથી ઓલામાં છે. એમ કે કઠણ છે, ખરેખર કઠણ, કળશમાં લીધું છે, પણ તે જાદુ પાડવાથી સ્વાદ આવી શકે છે. કળશટીકામાં છે, એ ભેળસેળ ઘાસની સાથે સુંદર આહારને ખાનારા ઢોરની માફક. આહા.... ભગવાન આનંદ ને જ્ઞાનસ્વરૂપી પ્રભુ હોવા છતાં, તેના જ્ઞાનના અભાવે અજ્ઞાનથી એ રાગનો કર્તા થાય છે. ભારે કામ! ચાહે તો દયા, દાન ને વ્રતનો અપવાસનો વિકલ્પ છે રાગ, એ અજ્ઞાની સ્વરૂપના ભાન વિનાના અજ્ઞાની એનો કર્તા થાય છે. આહાહાહા... કેમકે સ્વરૂપ તો વીતરાગ મૂર્તિ પ્રભુ છે, એ વીતરાગ સ્વરૂપ રાગ કરે એવું કયાં છે અંદર? આહાહા ! એ જ્ઞાનસ્વરૂપી સચ્ચિદાનંદ પ્રભુ સત્ જ્ઞાન ને આનંદનો સાગર ભગવાન આત્મા, એ રાગને કરે એ વસ્તુમાં ક્યાં છે? એ વસ્તુનાં અજ્ઞાનને લઈને રાગનું ભેળસેળ કરીને રાગનો સ્વાદ અજ્ઞાની લ્ય છે. આહાહા ! આવું કામ છે. સમજાણું કાંઈ? આહાહા! આ તો બહુ ફેરવવું પડે. દયાનો રાગ, એ રાગ છે. પરની દયા પાળવાનો ભાવ એ રાગ છે. ભક્તિનો રાગ પરમાત્માની નમો અરિહંતાણં પાંચ નવકાર ગણે એ વિકલ્પ રાગ છે, એ આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે. તેના અજ્ઞાનને લીધે, એ રાગનો કર્તા થાય છે, તિર્યંચ જેમ ઘાસમાં સારા સુંદર આહારને ભેળસેળ કરીને, આહાહા.. એમ ભગવાન આનંદમૂર્તિ પ્રભુ એમાં રાગ જે આકુળતા ને દુઃખ, તે એનું ભેળસેળ કરીને અનુભવે છે. છે જાદો આનંદ ને જ્ઞાન Page #93 -------------------------------------------------------------------------- ________________ ७८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સ્વરૂપ પ્રભુથી રાગ છે જુદો. આહાહાહા ! છતાં ભેળસેળ કરે છે. જુદા ને ભેળસેળ એટલે પોતાના માની, સ્વરૂપના અજ્ઞાનને લઈને, એ રાગનો કર્તા થાય છે, છે ને રાગ કરે છે. રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લ્ય છે, ભેળસેળ એટલે? આત્માનો થોડો સ્વાદ અને રાગનો એમ નહિ, પણ જે રાગ જુદો છે, વસ્તુ જુદી છે, એમ ન જાણતાં, રાગને પોતાનો માની, ભેળસેળ રાગનો સ્વાદ લે છે. આહાહાહા ! “અસૌતે, “દધીક્ષમધુરામ્ફરસાતિગૃદ્ધયા” દહીં ને ખાંડના, શિખંડના ખાટા મીઠા રસની અતિ લોલુપતા, શિખંડ છે ખાટો અને મીઠો, દહીં છે ખાટું, ખાંડ છે ગળી મીઠી, એવી ખાટામીઠા રસની અતિ લોલુપતાથી, “રસાલમ્ પીવા” શિખંડને પીતા છતાં પોતેજ ગાયના દૂધને પીવે એવું માને, ભાન નથી ને એટલે હું ગાયનું દૂધ પીવું છું, ખરેખર દારૂ પીધેલો હોય અને એ શિખંડને ચાખે તો એને ગાયના દૂધ જેવું લાગે, ખાટો-મીઠો સ્વાદ ન લાગે. સમજાણું? દારૂ પીધો હોય તે, એમ જેણે મિથ્યાત્વનો મોહનો દારૂ પીધો છે, એને રાગનો સ્વાદ પોતાનો છે એમ માને છે એ. આહા! અને એ રાગના સ્વાદને પોતાનો સ્વાદ માને છે. એ શિખંડને પિતા જેમ દૂધ પીવું છું એમ માને છે, એમ રાગ કર્તા જાણે મારો છે રાગ એમ કરીને રાગનો સ્વાદ લઈને કર્તા થાય છે. બહુ કામ (આકરૂં) આવો મારગ છે આ તો ત્યાં તો આખો દિ' આ કરો ને ઇચ્છામિ કરો ને તસ્સ ઉત્તરિ કરો ને સામાયિક કરો ને પોહા કરો ને પડિકમ્મણી કરો ને, હતું કે દિ' સામાયિકમાં. સમ્યગ્દર્શનની હજી ખબર નથી. આહાહા ! એ વિકલ્પ ઊઠે છે તેનો કર્તા થાય ત્યાં તો હજી મિથ્યાષ્ટિ છે, એને સામાયિક કેવી ને પોહો કેવો ને પડિક—ણા કેવા? આકરું કામ છે. આંહીં કહે છે કે એ શીખંડને પીનાર પણ એના વૃદ્ધિને લઈને ખાટા મીઠાશની એને ખબર નથી રહેતી, જાણે દૂધ પીઉં છું, એમ સ્વરૂપના અજ્ઞાનને લીધે, મિથ્યાત્વના જોરને લઈને-રાગનો સ્વાદ તે મારો છે એમ માને છે અને જે રાગ ભિન્ન છે અને આત્મા હારે ભેળવીને સ્વાદ લ્ય છે રાગનો એમ. આત્માનો સ્વાદ ને રાગનો સ્વાદ એમ ભેળસેળ નહિ, પણ રાગ ભિન્ન છે. એને આત્મા સાથે ભેળવીને એટલે ભેળસેળ રાગ લે છે એમ. આહાહા ! આવું કયાંય સાંભળવા મળતું નથી. સંપ્રદાયમાં છે જ નહિ, આહા.... આકરું કામ બહુ બાપુ! વીતરાગ માર્ગ! અને એને જાણ્યા વિના મનુષ્યના ભવો અફળ જાશે. આહા! બહારથી ભલે તે બહુ ક્રિયા કરતો હોય એટલે બહારમાં વખણાતો હોય પણ એ રાગનો વિકલ્પ છે, એ સ્વરૂપથી ભિન્ન છે એને ભેળસેળમાં પોતામાં ભેળવીને સ્વાદ લ્ય છે. આહાહાહાહા! ભાષા તો સમજાય એવી છે. ભાવ તો કઠણ છે પ્રભુ, આહા... સમજાય છે આમાં? એમ માનનાર પુરુષના જેવો છે, પોતે ગાયનું દૂધ પીતો હોય એમ લાગે એને, ઓલામાં એમ લીધું ભાઈ “સમયસાર નાટકમાં એમ કે દારૂ પીધો છે એ જો શીખંડ ખાય તો એને દૂધ જેવું લાગે એવો આનો અર્થ કર્યો છે આમાં. “સમયસાર નાટક” બનારસીદાસ. એમ અહીંયા જેણે ભગવાન અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે, એનું જેને જ્ઞાન નથી, એની જેને પિછાન નથી, તેના અજ્ઞાનને લીધે, રાગની ક્રિયા છે એ તદ્દન ભિન્ન સ્વભાવથી છે, ભિન્ન છે તેને ભેળસેળ કરી, મારો છે કરીને એનો સ્વાદ લ્ય છે. આહાહા ! આવો મારગ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પ૭ ૭૯ કહો, પુંજાભાઈ ! નૈરોબી બૈરોબીમાં ક્યાંય મળે એવું નથી વાત, રોકાણા છે માળા નિરાંતે (શ્રોતા - એ એક જ પેઢી અહીં છે) પણ રોકાણા છે શાંતિથી. આવું છે બાપા, મારગ આ આરે અનંત કાળનો અજાણ્યો, અનંત કાળથી આથડયો વિના ભાન ભગવાન ! આહા ! આંહીં તો કહે છે કે શુદ્ધ જ્ઞાન હોવા છતાં, આંહીં એમ કીધું ને, “સ્વયં જ્ઞાન ભવન અપિ”, એટલે કે એ તો શુદ્ધ જ્ઞાન ને આનંદ હોવા છતાં, એના શુદ્ધ ચૈતન્ય ભગવાન આનંદ વીતરાગ મૂર્તિ આવો હોવા છતાં તેને ન જાણતાં, તિર્યંચની માફક ઘાસ સાથે સુંદર આહારને ખાય, એમ ભગવાનથી રાગ ભિન્ન છે, એને ભેળસેળ મારો કરીને અનુભવે, એ ઢોરની માફક અજ્ઞાની છે કહે છે. આહાહા ! પ્રેમચંદજી! આહાહાહા ! આવું છે, પહેલું તો હજી સાંભળવું કેમ, એ રીતે કઠણ. આ તો એકદમ નિશ્ચય નિશ્ચય નિશ્ચય, પણ નિશ્ચય એટલે સત્ય, આ જ સત્ય છે. આહા! “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ પ્રભુ! એમાં પાંચ પચ્ચીસ લાખ પેદા થાય ને પ્રજામાંથી કરમી જાગ્યો, કરમી જાગ્યો, અમારા કુટુંબમાં કર્મી જાગ્યો કર્મી, કર્મી જાગ્યો એમ કહે ને? કે ધર્મી જાગ્યો એમ કહે, અને રાજી રાજી થઈ જાય. આહાહા ! કર્મી જાગ્યો રાગ ને વિકારના પરિણામનો કરનારો જાગ્યો. આહાહા ! ભાષા કેવી મૂકી, છે? કે સ્વયં જ્ઞાન ભવન અપિ. આહાહા ! પોતે તો પ્રભુ જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે ને? આવો હોવા છતાં, એનાથી રાગના પરિણામ ભિન્ન છે તેને સ્વરૂપના અજ્ઞાનને લીધે, એ મારા છે એમ ભિન્ન છે તેને પોતામાં ભેળવીને એ રાગનો સ્વાદ લ્ય છે. એ દૂધને પીઉં છું એમ શીખંડ ખાતા અજ્ઞાનીને લાગે, દારૂ પીધેલાને. ભાવાર્થ:- “જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી” આહાહાહા... એ ઘાસતુલ્ય રાગ, આનંદ તુલ્ય આત્મા, છે ને? સુંદર આહાર. પ્રભુ આત્મા સુંદર આનંદ સ્વરૂપી, એનો આહાર અને ઘાસ રાગનો આહાર. આહાહા! અરેરે ! મનુષ્યપણું મળ્યું પણ જૈનમાં જન્મ્યા એનેય ખબર ન મળે, અને જીંદગી એમને એમ જાય. આહાહા... આ વ્યવહાર વ્યવહાર કરે છે ને લોકો, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ વ્યવહાર કરો કરો વ્યવહાર તો આંહીં કહે છે કે એ વ્યવહારવાળો રાગ છે એનો કર્તા થાય એ મૂંઢ છે. છે દેવીલાલજી? આહાહાહા ! ભાઈ ! તને વસ્તુની ખબર નથી. આહા! એ તો જ્ઞાનનું ધામ સ્વયં જ્યોતિ સુખધામ, સ્વયં જ્યોતિ જ્ઞાનની અને આનંદનું ધામ પ્રભુ છે ને ? આહાહા ! સ્થાન છે ને, એવું હોવા છતાં તેના સ્વરૂપની કિંમત અને ભાન વિના, જે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ છે, તે સ્વરૂપના સ્વભાવથી ભિન્ન હોવા છતાં તેને સ્વરૂપનું ભાન નથી એટલે રાગને ભેળવીને રાગનો સ્વાદ લ્ય છે. આહાહાહાહા ! (શ્રોતા:રાગ વચ્ચે બળજબરીથી આવી પડે તો શું કરે?) શું કીધું? આવતો નથી, એ આવે છે ને એના પર નજર કરે છે ને આંહીં નજર છોડે ત્યારે આવે છે. એ કીધું નહિ પહેલું? કે રાગ આવ્યો, પણ જ્ઞાની આત્માનું ભાન છે તેને આત્માના આનંદનો સ્વાદ છે, અને રાગનો સ્વાદ ભિન્ન છે તેમ બેયના સ્વાદ ભિન્ન જાણે છે. હેં? આવી ગયું'તું ને પહેલું. આહાહાહા ! જ્યાં સુધી વીતરાગ નથી, અજ્ઞાનીને પૂર્ણ દુઃખનો સ્વાદ છે, કેવળીને પૂર્ણ આનંદનો સ્વાદ છે, સાધકને આનંદના સ્વાદની સાથે થોડોક રાગનો સ્વાદ છે પણ એ સ્વાદને ને આને ભિન્ન Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮O સમયસાર સિદ્ધિ ભાગ-૫ જાણે છે. આહાહાહા... આવી વાતું. નવું સાંભળવા મળતું ન હોય એને બિચારાને એમ તો લાગે આ તે ધર્મ, આવો ધર્મ કેવો આ? બાપુ આ જૈન ધર્મ આવો છે. જૈન ધર્મ વીતરાગ ભાવથી થાય છે. વીતરાગ સ્વરૂપ આત્મા છે તેને આશ્રયે જેટલો વીતરાગભાવ થયો તેટલો જૈન ધર્મ છે, અને એમાં જેટલો રાગ આવ્યો એ જૈન ધર્મ નથી, પણ તેનો સ્વાદ કલુષિત, દુઃખ છે એમ જ્ઞાનીને બેય ના સ્વાદની ભિન્નતાનું ભાન છે. આહાહાહા ! હવે આવું છે, કોક કહે આવું કાઢયું ક્યાંથી? અમે તો આવું સાંઈઠ વરસમાં સાંભળતા નહોતા, હેં? ક્યાંથી કાઢે બાપા? આંહી તો ભગવાન નો મારગ આ જ છે, અનાદિનો આ છે, તને સાંભળવા મળ્યું ન હોય માટે નવો લાગે. આહાહાહા ! હાથીને ઘાસના ને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી એમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી. ભલે રાગ આવે, સ્વાદ આવે, પણ એ સ્વાદ ભિન્ન છે ને આનંદનો સ્વાદ મારો ભિન્ન છે, એમ બેયના સ્વાદની ભિન્નતાને જાણે છે. આહાહા! જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગનો સ્વાદ આવે અને આનંદનો સ્વાદેય આવે, પણ એ આનંદનો સ્વાદ એ આત્માનો છે, રાગનો સ્વાદ તે પર છે, એવા સ્વાદ બેની વચ્ચેની ભિન્નતાનું ભાન છે. આહાહાહા! (શ્રોતા-સ્વાદ ભેગો આવે કે જુદો જુદો આવે) એ ભિન્ન જાણે બેયને, એક સમયે આવે બે ય ભેગા, પણ જાણે ભિન્ન. આહાહાહા ! ઘઉં ને કાંકરા, આંહીં સાકર ખાતો હોય ને એમાં કોઈ ચિરોડીનો કટકો આવી ગયો હોય જરીક, ખ્યાલમાં આવે છે કે નહિ આ ભિન્ન છે? ચિરોડી ચિરોડી આવેને સાકર વચ્ચે કટકો તદ્દન આમ ભિન્ન છે તે કાઢી નાખે, એમ જ્ઞાનીને પોતાના આત્માનો સ્વાદ છે, એ નિજનો, અને રાગ છે એ પરનો સ્વાદ છે પણ એ પરનો છે અને આ સ્વાદ મારો છે એમ ભિન્ન જાણે છે. અજ્ઞાનીને રાગનો સ્વાદ મારો છે એમ અભિન્ન ભેળસેળ કરીને જાણે છે. આહાહાહા! આવું સ્વરૂપ છે. જતીશભાઈ ! હવે આ બધા પંડિતોને આકરું પડે છે. સાધુ થઈને ફરે છે મોટા, બાપુ આ તો મારગ હિતના છે પ્રભુ, તને દુઃખ લાગે અને તે માનેલી વાતને ધક્કો લાગતો હોય પણ પ્રભુ મારગ તો આ છે. આહા ! આત્માના અંતરના અનુભવના સ્વાદ વિના જે કાંઈ ક્રિયામાં રાગાદિ થાય એને એ પોતે જ માને છે પોતાનો એ રાગનો એ સ્વાદ જ મારો ધર્મ છે, મિથ્યાષ્ટિ છે. આહાહાહા ! પણ જ્યારે આત્મદર્શન થયું આત્મજ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, આત્મજ્ઞાન એટલે નિમિત્તનું નહિ, રાગનું નહિ, પર્યાયનું નહિ, આત્મવસ્તુ દ્રવ્ય છે તેનું જ્ઞાન થયું, ત્યારે તેનો સ્વાદ કોઈ બીજી જાતનો અનંત કાળમાં નહિ આવ્યો એવો આવે, એ કાલે આવ્યું'તું ને કાલ, કાલ આવ્યું'તું ને, અત્યંત મધુર જેનો ચૈતન્યરસ, તે જ જેનો એક રસ છે, કાલ આવ્યું'તું. આહાહાહા ! અનાદિ અનંત પ્રભુ ભગવાન એનો અત્યંત મધુર રસ, ચૈતન્ય રસ છે. આહાહાહા ! એવા રસને ન જાણતો અને તેનો અનાદર કરતો, જે રાગ તે આનંદ રસથી, આનંદ સ્વરૂપથી ભિન્ન છે, તે રાગને પોતામાં ભેળસેળ કરીને સ્વાદ લેતો, અજ્ઞાની ઢોર જેવો છે એ કહે છે, જેમ ઘાસ ને ચુરમું ભેગું કરીને ખાય. આહાહાહા! જુઓ આ કરુણા વીતરાગની ને સંતોની આ કરુણા છે, ભાઈ તું ભૂલી ગયો પ્રભુ, ધે રસ્તે ચડી ગયો તું ભાઈ ? જે તારામાં નથી એ રાગ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-પ૭ દયા-દાનનાં વિકલ્પો તે રસ્તે ચડી ગયો, અને માનવું, માન્યો કે મને કાંઈ ધરમ થયો. વીરચંદભાઈ ! આવું છે, એ તમારા બાપે ય સાંભળ્યું નહોતું આ, તમે વળી ભાગ્યશાળી તે રહી ગયા બચારા પ્રેમથી આવતા, આવતા પ્રેમથી, પોતા કરતા, પ્રેમથી, ઘરે જાતા, ભાઈનું સામે ઘર હતું ને ગોરઘનભાઈનું રામજીભાઈ હતા ને રામજીભાઈ હતા આવતા ને ત્યારે જજ હતા જજ નહિ, હિંમતનગર કે જજ હતા, કાંતિભાઈ. આહાહા ! આ પણ વાત આ હતી નહિ આ તો, થોડી એક વાત કરી ૭૧ માં તે ભડકો થઈ ગયો'તો કીધું ને ૭૧ની સાલનું ચોમાસું, થોડી બપોરે વાત કરી'તી થોડી કીધું ભાઈ આ રાગ થાય એ કર્મને લઈને થાય એમ નહિ, એ પોતાના અપરાધને લઈને થાય છે, ત્યાં ભડક્યાં, હેં? વિકાર કર્મને લઈને નહીં, આહાહા.. તમારા બાપ હતા ત્યારે, બાપના બાપ મોહનજીભાઈ ને એ બધા પોહા કરતા, મોહનજી દેસાઈ ને કાંઈ પણ ખબર નો મળે બિચારાને, ભોળા ભટ જેવા, આહાહા.. પ્રભુ તું કોણ છો, એની તને ખબર નથી, અને તું ધર્મને નામે રાગને સેવીને એ ધર્મ કરે છો એમ માને પ્રભુ તને રખડવાના રસ્તા હતા, છોડયા નહિ તે. આહાહા! આંહીં એ કહે છે, અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી, તેથી તે એકાકારપણે, જોયું?રાગનો વિકલ્પ છે ભિન્ન, છતાં તે એકાકાર નામ આત્મા સાથે એકાકાર રાગ છે. આહાહાહા (શ્રોતાઃ- ઈન્દ્રિયજ્ઞાન ને રાગનો એક સ્વાદ હશે) ઇન્દ્રિયજ્ઞાન એ વિષય કયાં એ તો પોતાનો છે, ઇન્દ્રિય નિમિત્ત છે, અને ઇન્દ્રિય નિમિત્ત છે એમાં રાગ થાય ભેગો, ઇન્દ્રિય તરફના લક્ષથી જ્ઞાન થાય છે એમાં રાગ થાય છે, અતીન્દ્રિય આનંદનું જ્ઞાન થાય તેમાં અતીન્દ્રિય સ્વાદ છે, અને એની સાથે જેટલો રાગથી ઇન્દ્રિયનું જ્ઞાન થાય એટલું દુઃખ ભિન્ન સ્વાદ છે, પણ અજ્ઞાની એ ભિન્ન સ્વાદને એકરૂપ એકાકાર માને છે. આહાહાહા ! એકાકારપણે રાગાદિમાં વર્તે છે, ભાષા જુઓને. આહાહાહા ! કેટલી સહેલી કરી નાખી છે. એ રાગ જાણે મારો, હું અને રાગ બે ય એકાકાર, એક સ્વરૂપ છું. એકાકારપણે રાગાદિમાં, એ રાગાદિ, દ્વેષઆદિ હરખ શોકઆદિ એમાં વર્તે છે એકાકાર, જેમ શિખંડનો ગૃદ્ધી માણસ સ્વાદ ભેદ નહિ પરખતાં વૃદ્ધિ થઈ ગયો શિખંડમાં, સ્વાદભેદ નહિ જાણતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે, તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ, ભેળસેળનો અર્થ છે, કે જે પર છે એ તદ્દન ભિન્ન છે, એને ઠેકાણે પોતાના માને છે, એ ભેળસેળ. સમજાણું કાંઈ? ઘઉં અને કાંકરા બે ય જાદા છે, છતાં કાંકરા પણ ઘઉં ભેગા તોળાય છે. તોળાય છે કે નહિ ભેગા? કોથળો તોળાય છે, પાંચ મણ ને અઢી શેર, પણ કોથળો અઢી શેર છે ને ચોખા પાંચ મણ જુદા છે અંદર, એ પાંચ મણમાં ચોખા તૂટયા, તો કાંઈ અઢી શેર કોથળો તે રાંધવામાં કામ આવે? આહાહા! એમ ભગવાન આત્મા ચૈતન્ય ને આનંદ સ્વરૂપ પ્રભુ એમાં જે આ પુણ્ય-પાપ દયા દાનનો વિકલ્પ ઉઠયો છે એ તો ભિન્ન છે. આહાહાહા... એને પોતાના આત્માની સાથે ભિન્ન હોવા છતાં ભેળસેળ કરીને, મારો માનીને તેને અનુભવે છે. આહાહા ! કેમ કે પોતે કોણ છે, એની ખબર નથી. એ પોતે કોણ છે અંદર એની ખબર નથી, એ તો આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે, તેથી તેને રાગ જે ભિન્ન છે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો, તેને પોતાની સાથે ભેળવે, ભેળવે એટલે ભિન્ન છે તેને આ મારો માને છે. આહાહાહા ! મારાપણું જે આત્માનુંપણું છે, એ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તો એને ખબર નથી, એટલે ક્યાંક મારાપણું માનવું તો પડશે. આહાહાહા... પોતે શુદ્ધ અસ્તિત્વ પોતાનું હોવાપણું શુદ્ધ ચૈતન્યનું અસ્તિત્વ છે એટલે એવું હોવાપણાનું જ્યાં જ્ઞાન નથી તો કયાંક હોવાપણે પોતે છે એમ માનવું તો પડશે ને? તે રાગને પોતાના સ્વરૂપની સાથે અભાનથી એકાકાર કરીને રાગ એ મારો છે એમ કહી એ રાગનો સ્વાદ લ્યે છે. આહાહાહા ! ,, અમારે હીરાલાલજી મહા૨ાજ બિચારા હતા તેણે આ વાત સાંભળી નહોતી, એ બસ ૫૨ની અહિંસા એવં તું નાણીનો સારું, બહુ કષાય મંદ હતા, ગંભીર હતા જોયા’તા તમે ભાઈ ? હીરાજી મહા૨ાજ તે ૭૧માં હતું ચોમાસું. આમ બોલે કે ભાઈ ભગવાનનો મારગ “એવં તુ નાણીને, જ્ઞાનીનો એ સાર છે કે “ એવં તું નાણીનો સારું જ નો હિંસઈ કિંચમ્ ” કોઈપણ પ્રાણીને મા૨વો નહિ, અહિંસા સમયેવં ચૈવ, એ બીજા જીવને ન મા૨વો એવો જે અહિંસા ભાવ, એ જ સિદ્ધાંતનો સાર, તદ્દન ખોટું હજા૨ બબે હજાર માણસ હોય, બહુ ગંભીર હતા અને બોલે તે શાંત, હાથમાં પૂઠું રાખે ને સ્થાનકવાસીમાં “એવં તું નાણીનો સારું જ ન હિંસઈ કિંચિત્” ૫૨ને કંઈ ન મારો, પોતાને ન મારો (એ ) વાત ન કરે, રાગ મારો માન્યો એ પોતાને મારી નાખ્યો છે, તેં ? વાત જ નહોતી. તમારા બાપ પાસે સાંભળી નહોતી, બાપ તો ભગત હતા શ્રીમદ્નાં ( આ તત્ત્વ ) નહોતું ઈ વખતે. હીરાજી મહારાજ તો સ્થાનકવાસીના હીરા એટલા હીર બાકી સુતરના ફાળકા, એવા હતા, ત્યારે મેં દીક્ષા લીધેલી ને, કાંઈ બીજા બધાને જોઈને, મા૨વાડ જોઈ આવ્યો'તો હું, દીક્ષા લેવા પહેલાં મારવાડમાં ગયો'તો જોયું. પણ આની તે દિ' તો કાંઈ ખબર ન મળે કાંઈ, એટલે આમ બીજા કરતા બહુ ઓલા લાગ્યાં એટલે કીધું આની પાસે દીક્ષા લ્યો, વાત આટલી “એવં તું નાણીનો સારું, જ ન હિંસઈ કિંચન ” ૫૨ને પોતાને અહિંસા રાખવી, રાગથી હિંસા થાય છે, એની તો ખબરે ય નહીં. પરની દયા પાળવાનો ભાવ તો રાગ છે, અને રાગ એ પોતાની હિંસા છે. અ૨૨૨ ! આવી વાતું છે. અને રાગ એ ૫૨ વસ્તુ છે, અને એ રાગ મારું કર્તવ્ય છે એમ આત્માની સાથે ભિન્નતાને ભેળવીને કર્તા થાય છે. આહાહાહા ! એકાકા૨૫ણે ૨ાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ સ્વાદભેદ નહિ પારખતાં, સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. અજ્ઞાની જીવ શિખંડના સ્વાદમાં દૂધનો જાણે, અજ્ઞાની જીવ સ્વ-૫૨નો ભેળસેળ જુઓ આ અપેક્ષાએ ભેળસેળનો અર્થ એવો નથી કે થોડો આનંદ લે, સ્વઆત્માથી રાગ ભિન્ન છે, એને ભેળસેળ કરે છે. એને ભેગો કરે છે એમ. આહાહા ! એ ૫૭ થઈ. અહીં તો વ્યવહા૨૨ત્નત્રય નિશ્ચયનું કારણ તો નથી એટલે વ્યવહા૨૨ત્નત્રય તો દ્રવ્યમાં નથી પણ નિશ્ચયરત્નત્રય પણ એમાં નથી. એ પર્યાય ઉ૫૨-ઉ૫૨ટપકે છે, અંદર પેસતી નથી. દ્રવ્ય ઉ૫૨ પર્યાય તરે છે. પર્યાય દ્રવ્યમાં પેસતી નથી. આહા... હા ! શું વાણી !! દિગંબર સંતોની વાણી સાક્ષાત્ પરમાત્માની વાણી છે. એ વાણી ( બીજે ) ક્યાંય મળે એવી નથી. અને જેના ઘરમાં છે એને ય હજી ખબરું ય ન મળે. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૩૦૩, નિયમસાર શ્લોક-૧૧૯ ) Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૮ 94) C ( શ્લોક-૫૮) ધો ૬-૫૮ ) (શાર્દૂનવિદ્રહિત) अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् शुद्धज्ञानमया अपि स्वयममी कीभवन्त्याकुलाः।।५८ ।। અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે શ્લોકાર્થ- [જ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [મૃતૃMિાં નથિયા] મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી [મૃIT: પાતું ઘાવત્તિ] હરણો તેને પીવા દોડે છે; [અજ્ઞાનોત] અજ્ઞાનને લીધે[ તમfસ ૨mૌ મુળTTધ્યાસે]અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી [નના: દ્રવત્તિ] લોકો (ભયથી) ભાગી જાય છે; [૨] અને (તેવી રીતે) [ સંજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [મન] આ જીવો, [ વાતોરાવ્યિવત] પવનથી તરંગવાળા સમુદ્રની માફક [ વિજ્યવરાત] વિકલ્પોના સમૂહ કરતા હોવાથી[શુદ્ધજ્ઞાનમયા:]િ જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ-[સાણા:] આકુળતા બનતા થતા[સ્વયમ] પોતાની મેળે [ત્રમવત્તિ ] કર્તા થાય છે. ભાવાર્થ-અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો સુબ્ધ થાય છે અને એ રીતે જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ-અજ્ઞાનથી કર્તા થાય છે. ૫૮. . શ્લોક-૫૮ ઉપર પ્રવચન अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् शुद्धज्ञानमया अपि स्वयममी कीभवन्त्याकुला:।।५८ ।। આહાહા... સંતોએ, કરુણાનો વિકલ્પ આવ્યો છે, પણ કર્તા નથી. આહાહા ! અજ્ઞાનથી જીવો કર્તા થાય છે, એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. અજ્ઞાનને લીધે “મૃગતૃષ્ણિકાં જલધિયા” મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી, હરણિયા, મૃગલા, વેળું (રેતી) હોય ને એમાં જરીક સૂર્યનો ઓલું થયો હોય એને જળ જેવું લાગે અને આ ઊઠે જળ, જળ ક્યાં છે, ત્યાં તો? આહાહાહા ! છે? મૃગજળ, મૃગજળ એ ઝાંઝવા ઊઠે ને એ જાણે કે પાણી છે. મૃગ દોડે, પીવા જાય ત્યાં કાંઈ Page #99 -------------------------------------------------------------------------- ________________ ८४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ન મળે. આહા.. એમ મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી “મૃગા: પાતું ધાવન્તિ”—હરણો તેને પીવા દોડે છે. આહાહા... એમ અજ્ઞાનને લીધે “તમસિ રજ્જૈ ભુજગાધ્યાસેન” અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી, અંધારામાં વળ ખાયેલી દોરડી પડી હોય અંધારું છે તો, એ ય સર્પ છે, અંધારુ હોય ને દોરડી આમ વળ ચઢાવેલી પડી હોય આમ, એ અજ્ઞાનને લીધે અંધારામાં પડેલી દોરડીને સર્પ માનીને ભાગે છે. આહાહા ! અધ્યાસ થવાથી “જના: દ્રવત્તિ” લોકો ભયથી ભાગી જાય છે. એય કહે છે કે અને તેવી અધ્યાસથી “જનાઃ દ્રવત્તિ” લોકો ભયથી ભાગી જાય છે. તેથી અજ્ઞાનને લીધે, એવી જ રીતે અજ્ઞાનને લીધે અમી” એટલે આ જીવો. આહાહા... “વાતોત્તરણાબ્ધિવત્ “પવનથી તરંગવાળા સમુદ્રની માફક, સમુદ્ર ખરેખર તો નિશ્ચળ સ્વરૂપ છે, પણ પવનના નિમિત્તથી તરંગો ઊઠે છે, તેનો એ કર્તા થાય છે, કર્તા એટલે પરિણમે છે એમ. આહાહા! એ પવનથી તરંગવાળા સમુદ્રની માફક, વિકલ્પોના સમૂહ કરતો, આહાહા.. ભગવાન તો નિર્વિકલ્પ સ્વરૂપ છે. છે? જુઓ કે ન્યાં “શુદ્ધ જ્ઞાનમય: અપિ” વિકલ્પોના સમૂહુ કરતા વિકલ્પો રાગ ને દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા, કામ ને વિષય ને ભોગને માન ને ક્રોધ ને માયાને લોભ ને રતિ ને અરતિ આહાહાહા... એવા રાગના વિકલ્પના સમૂહને કરતો થકો, જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે, છે તો પ્રભુ શુદ્ધજ્ઞાનમય ચૈતન્ય એને આત્મા કહીએ, એ વિકલ્પ ઊઠે રાગ એ આત્મા નથી, એ તો અનાત્મા છે. દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ ઊઠે, એ આત્મા નથી, એ તો અણાત્મા છે. આહાહાહા ! સંપ્રદાયમાં તો આવું ચોખ્ખું કરે તો રહેવા દે નહિ, હેં? આંહીં તો મારગ આ છે બાપા! જેને માનવું હોય ઈ માનો. આહાહા ! એક તો મૃગ, મૃગજળમાં જેમ દોડે છે, ભાન વિના, બીજી રીતે અંધકારમાં પડેલી દોરડીને સર્પ માનીને ભાગે છે, ઓલાં ત્યાં જાય છે પીવા, આ અહીંથી ભાગે છે. સમજાણું? મૃગજળ પીવા મૃગલા દોડે છે, અને દોરડીને અંધકારમાં સર્પ દેખીને ભાગે છે, અજ્ઞાનને લીધે, ત્યાં જળ નથી ને આંહીં સર્પ નથી. એમ અજ્ઞાનને લીધે, પવનથી તરંગવાળા સમુદ્રની માફક, સમુદ્ર મૂળ તો નિશ્ચળ છે, પણ પવનના નિમિત્તથી તરંગ ઊઠે છે, એ તરંગનો પરિણમન કરનારો સમુદ્ર છે એમ માને છે, એમ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ, સ્વયં જ્ઞાનપણું હોવાથી – પણું છે ને શુદ્ધજ્ઞાનમય છે પાછું એવું, અશુદ્ધેય નહિ. એ તો શુદ્ધ-જ્ઞાનમય પ્રભુ છે, “શુદ્ધજ્ઞાનમયાઃ” છે ને? શુદ્ધ જ્ઞાનવાળો ય નહિ, શુદ્ધજ્ઞાનમય છે. આહાહા! શુદ્ધજ્ઞાનમય હોવા છતાં, તો પણ “આકુળાઃ” આકુળ બનતા થકા શેને લઈને વિકલ્પના સમૂહ કરતા થકા. એ શુભ કે અશુભ રાગનો કર્તા થઈને આકુળતા કરે છે. આહાહાહા! આવું ક્યાં મળે? આમ દયા પાળે, વ્રત કરે, અપવાસ કરે, મહિનાના અપવાસ કરે, અમારે બલુભાઈ નહોતા, એમણે વર્ષીતપ કર્યું'તું. બલુભાઈ છે ને? ગયાને હમણાં, હમણાં વેચી નાખ્યું બધું, વીસ લાખ રૂપિયા રાખ્યા બચત, સિત્તેર લાખ વેચ્યા. પચાસ લાખ કોકના હતા તે આપી દીધા. વર્ષીતપ કર્યું'તું લાંઘણું કરી 'તી કીધું આ બધી. આ વર્ષીતપ કેવા? આત્મા આનંદમય જ્ઞાનમય છે એનું તો ભાન નથી અને આ અપવાસ કર્યો એ રાગનો વિકલ્પ ઉઠયો એનો કર્તા થાય છે, અને વસ્તુ મેં છોડી, મેં આહાર છોડયો એ કે દિ' ગ્રહ્યો'તો, પકડયો'તો કે દિ' તે છોડે. આહાહા ! આહારના રજકણો કે દિ’ આત્માના હતા તે Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૮ છોડે? પરના ગ્રહણ ત્યાગથી તો રહિત પ્રભુ છે. આહાહા ! એને ઠેકાણે પરનો મેં ત્યાગ કર્યો, અને મેં તે અપવાસને ગ્રહણ કર્યું. અપવાસનો અર્થ વિકલ્પ ત્યાં છે રાગ. આહાહાહા! મિથ્યાત્વ છે. અને માને કે મેં વર્ષીતપ કર્યો શું કહેવું આમાં? એ અજ્ઞાનને લીધે આકુળા: આકુળ બનતા થકા વિકલ્પના સમૂહને કરતા થકા આકુળ બનતા થકા એમ કહે છે, “સ્વયમ્' પોતાની મેળે એટલે કે કોઈ કર્મને લઈને કે પરને લઈને એમ નહિ, “સ્વયમ્' પોતાની મેળે “કáભવન્તિ” આનો અર્થ કર્યો છે, કળશ ટીકામાં, કળશ ટીકા છે ને આ, કેટલામું છે? ૫૮ બળજોરી કીધી છે ત્યાં, એવો અર્થ લીધો છે, કર્ણીભવન્તિ, પંડિતજી? કન્રભવન્તિ બળજોરીથી એ કર્તા થાય છે. વસ્તુ તો જ્ઞાનઆનંદ, જ્ઞાનસ્વરૂપ છે. એને ઉંધુ માનીને બળજોરીથી રાગ મારો છે, એમ કર્તા થાય છે. આહાહાહા ! કહો આવું છે, કહો સાંભળ્યું કે નહિ મલકચંદભાઈ ! આ તમારો ન્યાલ તો સાંભળવા ય આવતો નથી, રાગમાં ગરી ગયો છે અંદર. દીકરો નથી, દિકરી એક હતી પરણાવી ને પાંચ કરોડ રૂપિયા છે, ચાર ઉપર થયા હશે હવે તો, પંચાવન છપ્પન વર્ષની ઉંમર છે, ગરી ગયો ન્યાં ને ત્યાં ધંધામાં, છોકરો નથી, દિકરી હતી-નવરો થાતો નથી કોઈ દિ' બાર મહિને પંદર દિ’ મહિનો સાંભળવું એ ત્યાં ફોટો રાખે ને જરી પૂજા આરતી કરે થઈ ગયો, થઈ ગયો, ધર્મ. એ મલકચંદભાઈ ! જાઓ ને ઓલો હસમુખ આવ્યો'તો આજ. હસમુખ નથી આવ્યો, પાંચ લાખ રૂપિયા બે ત્રણ લાખની પેદાશ, પોતાની દુકાન મુંબઈની લોઢાની, બોટાદ અમારે ગાંધી છે એ છોકરો બેંતાલીસ વર્ષની ઉંમરે છોડ્યું, ૪૪ થયા હશે. બેંતાલીસ વર્ષની ઉંમર ભાઈઓને ભેગા રાખ્યા, પોતે, દુકાન પોતે કરી બે ત્રણ લાખની પેદાશ, ભાઈ હવે મારે દુકાનમાં નહિ આવું હવે, મારે હવે આ પાપમાં, હવે મારે મારું કરવું છે. હું હવે દુકાને નહિ આવું, ભાઈયુએ તો વાંધો લીધા, દુકાન તમારી અમને સોંપો, ભાઈ ગમે તેમ માને–તેના બાપે ય વિરોધ કર્યો ભાઈ આપણે ત્રણ ભાઈ છીએ ને ભલે મેં કર્યું પણ મને ત્રીજો ભાગ નહિ ચોથો ભાગ આપો, પણ હું (મને) હવે દુકાનથી છોડી દયો, દુકાને નહિ આવું. આંહીં આવે છે શનિવાર, રવિવાર તો કાયમ આવે. કાયમ, મોટર લઈને આવે. આહાહા ! તે શું ભાઈયુએ પાંચ લાખ આપ્યા. બસ એ કાંઈ બોલ્યા નહિ કાંઈ, કે આટલું કર્યું આટલી પેદાશ છે ને બસ મારે તો છોકરો છે, તેર બાર વરસનો, છોડી તેર વરસની પાંચ લાખનું એક મહિને પાંચ હજાર વ્યાજ આવે એ આ બધું ખર્ચી નાખે ધર્મના નામે, રાખે નહિ. આહાહા ! શાસ્ત્રો ઓછા ખર્ચે આપે, શાસ્ત્રો વહેંચે લઈને, આ બેનના પુસ્તકો લઈને ઘણાં વહેંચ્યા મફત, ગામમાં, બોટાદમાં, ભાવનગરમાં આંહીં પૈસા બધા એમાં ખર્ચે (કહે છે). થઈ રહ્યું કહી આખો દિ' આ કરી કરીને જાવું છે ક્યાં હવે તારે? શું જઈશ, આ પાપ કરીને ઢોરમાં જઈશ. ધર્મ છે નહિ, સમકિત છે નહિ તેમ ચાર કલાક દરરોજ શાસ્ત્ર વાંચન સાચાં હો, ખોટા શાસ્ત્રો વાંચે તો તેને કોને કુગુરુનો સંગ કરે તો એ તો એનું એ જ છે પાછું, સાચો સંગ જે કરે ને બે ચાર કલાક વાંચન, દાન કરે તોય પુણ્ય બાંધે તો એ સ્વર્ગમાં જાય, સમજાણું? રામજીભાઈ જેવા એ સ્વર્ગમાં જવાના. આહા... સમજાણું કાંઈ ? આ તો આખો દિ' પૈસા ભેગા કરે બે કરોડ થયા ને પાંચ કરોડ થયા ને ધૂળ કરોડ થયા, શું છે પણ હવે, એ આગળ કહેશે બળજોરીથી એનો વિશેષ અર્થ આવશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ.) Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પ્રવચન નં. ૧૯૫ શ્લોક-૫૮ થી ૬૦ બુધવાર, મહા વદ-૨, તા. ૧૪/૨/’૭૯ છેલ્લો શબ્દ છે થોડો છે ? ‘કર્તા ભવન્તિ’ આંહીં તો વજન શું છે કે શુદ્ધ જ્ઞાનમયાઃ અપિ એમ કહે છે, શુદ્ધજ્ઞાનમય વસ્તુ છે, એમ હોવા છતાં, તો પણ એમ છે ને ? આકુળ વ્યાકુળ થયા થકા આકુળ બનતા થકા જેમ ભાઈ કહ્યું'તું ને કાલ રાત્રે ૩૮ ગાથા (પ્રવચનસાર ) ભૂત ભવિષ્યની પર્યાયો અવિધમાન છે, છતાં જ્ઞાન પ્રત્યક્ષ છે, એ અપેક્ષાએ ભૂતાર્થ છે. આહાહા ! ઝીણી વાત છે. આહાહા... એ ગયા કાળની પયાર્યો ને ભવિષ્યની પર્યાયો થઇને ગઇ, થઈ નથી, એ અપેક્ષાએ તો અસદ્ભુત છે, આહાહા! વર્તમાનમાં નથી એમ છતાં જ્ઞાન પ્રત્યક્ષ છે, આહાહા... જ્ઞાન પ્રત્યક્ષ છે માટે તે ભૂતાર્થ છે. નથી તે પણ છે એમ, ભાઈ આવ્યું ’તું ને ગાથામાં. એમાં એ શબ્દ આવ્યો'તો જ્ઞાન વિષયાત્ ભૂતાર્થ વ્યવહાર જ્ઞાનનો વિષય છે એ પ્રત્યક્ષ. ઓહોહોહો ! શું વાત છે. ગયા કાળની અને ભવિષ્યની વાતું બાપુ માર્ગ ઝીણો બહુ, પછી મારે તો પાછું એમાંથી બીજું કહેવું છે. આહાહા ! ભૂતકાળ અને ભવિષ્ય( કાળ )ની પર્યાય નથી એ તો શુદ્ધ જ્ઞાનમય છે આત્મા. એમાં ભૂત ને ભવિષ્યની પર્યાયો ૫૨માં નથી વર્તમાન, છતાં ભગવાન આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ કરે છે. નથી તેને પ્રત્યક્ષ કરે છે, તે અપેક્ષાએ તેને છે એમ કહેવામાં આવે છે. આહાહાહા ! ઝીણી વાત છે. ઓહોહો ! અનંત અનંત પર્યાયો વીતી ગઇ અને અનંત અનંત હજી થઇ નથી, વર્તમાનમાં તો નથી પણ એ શુદ્ધજ્ઞાનમય વસ્તુ છે પ્રભુ. આહાહા ! એ જ્ઞાનમય છે અને જ્યાં પ્રગટ જ્ઞાન પૂર્ણ થયું, એ પૂર્ણ જ્ઞાનમય તો છે વસ્તુ એમાં પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું પર્યાયમાં, તો નથી તેને પ્રત્યક્ષ કરે છે એમ ગજબ વાત છે ને, જ્ઞાન પચ્ચકખા આવ્યું'તું ને, એને પ્રત્યક્ષ કરે છે. માટે ભૂત-ભવિષ્યની નથી ખરેખર એમ કહેવું છતાં જ્ઞાન પ્રત્યક્ષ કરે છે, માટે છે એમ કહેવું છે. આહાહાહા ! ઝીણી વાત છે. હજી એમાં તો બહા૨ બીજી એક વાત આવી’તી અંદર, કે જે ભૂત ને ભવિષ્યની પર્યાયો વર્તમાનમાં નથી, એને જ્ઞાન પ્રત્યક્ષ કરે માટે છે એમ કહેવું, તો આ પ્રભુ તો એક સમયમાં ભૂતાર્થ આખો, ચીજ છે. આહાહા ! એક સમયમાં આખો ભગવાન ભૂતાર્થ વસ્તુ છે. એને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ કેમ નહિ કરે ? જે પરોક્ષ છે, નથી તેને જ્ઞાન પ્રત્યક્ષ કરીને વર્તમાનવત્ તેને ભૂતાર્થ કહેવાય, આહાહા... સમજાય છે કાંઇ ? આહાહા ! શું પ્રભુની બલિહારી ! એ ય ! આહા... શું એનો સ્વભાવ, શું સંતની કથની. આહાહા ! કહે છે કે ભૂત અને ભવિષ્યની પર્યાય વર્તમાન નથી માટે તેને અમે નથી એમ કહીએ અસદ્ભુત છે પણ જ્ઞાન પ્રત્યક્ષ છે માટે તેને અમે છે એમ કહીએ. આહાહા... જ્ઞાનમાં તો જાણે વર્તમાન ત્યાં છે ભૂત-ભવિષ્યમાં છે તેમ જ્ઞાનમાં જણાય છે. આહાહાહા ! તો પ્રભુ તું તો એક સમયમાં વિધમાન છો, વાત સમજાય છે ? ઓલી તો અવિધમાનને પણ જ્ઞાન પ્રત્યક્ષ કરીને તેને ભૂતાર્થ જાણે છે એમ કહે છે, આહાહા... પ્રભુ તું તો ભૂતાર્થ છો ને એક સમયમાં, ઝીણી વાત છે પ્રભુ, એને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ કેમ ન કરે ? છે તેને પ્રત્યક્ષ કેમ ન કરે ? ઓલું તો નથી તેને પ્રત્યક્ષ કરે છે. ભાઈ ! આહાહાહા ! એવો જ કોઇ જ્ઞાનનો સ્વભાવ, નથી તેને પ્રત્યક્ષ કરે ને ભૂતાર્થ કહેવાય. આહાહાહા ! Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૮ ८७ એ જૂદું નથી હોં, છે નથી તેને છે કહેવું એ જાઠું નથી, કઇ અપેક્ષાએ જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય થાય છે એ અપેક્ષાએ, સંસ્કૃતમાં એ શબ્દ છે. જ્ઞાન વિષયત્વાત્ ભૂતાર્થત્વાત્ ગજબ વાત છે, ભાઈ એમ પ્રભુ તું તો એક સમયમાં વિધમાન પદાર્થ છો ને આખો, છે ને એને નથી એમ નહિ, છે આખો. આહાહા ! એને વર્તમાન ભાવશ્રુતજ્ઞાન ‘છે’ તેને પ્રત્યક્ષ કરે એ તો એનો સ્વભાવ છે. પ્રત્યક્ષ પ્રકાશ, પ્રકાશ શક્તિ આવે છે ને ? ઓહોહો ! શું સંધિ. આહાહા... એમાં પ્રત્યક્ષ થવું એવો તેનામાં ગુણ છે કહે છે, સંવેદનમાં જ્ઞાનમાં વેદનમાં પ્રત્યક્ષ થવું એવો તો એનામાં ગુણ એમાં ગુણ છે. આહાહા ! અરે રામજીભાઈ ન મળે આજ, જુદી વાત છે આ. સમજાણું કાંઇ ? જ્યાં પ્રભુ એક સમયમાં, એક સમયમાં હોં ભવિષ્ય રહેશે ને ભૂતકાળ હતો ને, અહીં તો વર્તમાનમાં જ ભૂતાર્થ છે. ભાઈ ! એક સમયમાં છતો પદાર્થ પ્રભુ છે. આહાહા... એને પ્રત્યક્ષ સ્વભાવ એનો થાય એવો સ્વભાવ છે, ભૂતાર્થ છે અને એનો પ્રત્યક્ષ થવો એવો એનો સ્વભાવ છે, પણ કોને ? શ્રુતજ્ઞાનને. શ્રુતજ્ઞાનમાં એ છે એ પ્રત્યક્ષ થાય તેવો એનો સ્વભાવ છે જ્ઞાનનો, આહાહાહા ! ( શ્રોતાઃ- અવધિ, મન:પર્યયમાં આ લાગુ થાય ) નહિ, નહિ, નહિ, અવધિ, મન:પર્યય નહીં, તેથી શ્રુત કહ્યું ને? એ ૫૨ની અપેક્ષાએ. સમજાણું કાંઇ? એ તો ૫૨ને જાણવામાં, ૫૨ની અપેક્ષા રાગની ત્યાં નથી ને સીધું જાણે એ અપેક્ષાએ. પણ એ તો ૫૨ની અપેક્ષાએ સાધક જે શ્રુતજ્ઞાન છે એમાં સ્વ-સ્વરૂપ પોતે પ્રત્યક્ષ થાય એવું તો એનું સ્વરૂપ છે. આહાહાહાહા... આવી વાત છે પ્રભુ ! ઓહોહો ! શું પ્રભુની વાણી ! (શ્રોતાઃ- શ્રુતજ્ઞાનની બલિહારી કે આત્માની બલિહારી ) શ્રુતજ્ઞાનની બલિહારી. આ આત્માની બલિહારી તો એનામાં હોય પણ જાણી ત્યારે ને ? ભાઈ. એમાં છે બલિહારી પણ જાણી ત્યા૨ે ને ? જાણ્યા વિના... આહાહા ! ઝીણી વાત છે ભાઈ બહુ. ઓહોહો ! જ્યાં વસ્તુ નથી તેને જ્ઞાનની અપેક્ષાએ ભૂતાર્થ કહેવી, તો પ્રભુ તો ભૂતાર્થ છે એક સમયમાં આખો પ૨માત્મ સ્વરૂપ નિજ ૫૨માત્મ દ્રવ્ય શુદ્ધ પારિણામિક ૫૨મ ભાવ લક્ષણ નિજ પ૨માત્મ દ્રવ્ય, સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય ! ભાષા આવી, જીઓ આવી ને ? આહાહા ! ભગવાન આત્મા જે વસ્તુ છે, એ તો સકળ નિ૨ાવ૨ણ અખંડ એક ચીજ ત્યાં પડી છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય શબ્દ ત્યાં વાપર્યો છે. ભાઈ ! પછી તો અવિનશ્વર છે ને એ તો ધ્રુવપણામાં પણ આંહીં તો, આંહીં વજન આંહીં છે. આહાહા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય એનું સ્વરૂપ જ એવું છે, કે શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ ભાસ આખો થાય. દેવીલાલજી ! ( શ્રોતાઃ- બરોબર છે ૫૨મ સત્ય ) આહાહા ! ભગવાનના વિરહ પડયા, ભગવાન તો આમ વાત કહીને ગયા, આહાહા... ભાઈ, તું ભૂતાર્થ ચીજ છો કે નહિ ? જે અભૂતાર્થને પણ પ્રત્યક્ષ કરીને ભૂતાર્થ કહેવું. આહાહાહા ! ભૂત ને ભવિષ્ય પર્યાય નથી તેને જ્ઞાન પ્રત્યક્ષ કરે, માટે ‘છે’ એમ કહેવું,તું તો ‘છે’ ને પ્રભુ આખો ! ઝીણી વાત છે ભાઈ. આ વાત પહેલી જ આવી છે. ( શ્રોતાઃ– ઘણો જ સૂક્ષમ ન્યાય આપ્યો ) આહાહા... ન્યાય છે. જ જે નથી તેને જ્ઞાન પ્રત્યક્ષ કરીને ભૂતાર્થ કહે એને, અને આ પ્રભુ તો એક સમયમાં પૂરો પડયો છે પ્રભુ ! આહાહાહા ! અને એ પણ ૧૪૪ માં છે ને ૧૪૪ ( ગાથા ) માં મતિ શ્રુતમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ८८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તત્ત્વને વાળીને એનો અર્થ આ છે. ૧૪૪ કર્તા-કર્મમાં આવ્યું છે. ઓહોહો ! પ્રભુ એ છે ને એમાં પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ છે. ઓલી પર્યાયો તો નથી એનો પ્રત્યક્ષ થવાનો એનો સ્વભાવ નથી. પ્રત્યક્ષ તો જ્ઞાને કર્યું માટે એને ભૂતાર્થ કીધું. આહાહા ! ભૂત ને ભવિષ્યની પર્યાય નથી તેને તે પર્યાયની અપેક્ષાએ ભૂતાર્થ કહ્યું એમ નહિ, પણ જ્ઞાને એને પ્રત્યક્ષ કર્યું છે આમ, વર્તમાનવતું, તે માટે તેને ભૂતાર્થ સત્તા છે એમ કહેવું છે. આહાહા.... તો ભગવાન તો એક સમયમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે ને ! ભૂતાર્થ છે ને! ૧૧મી ગાથા નહીં? છે એ તો આખો છે, એક સમય છે, ભવિષ્યમાં રહેશે ને કાળ એ તો પછી, પણ વર્તમાનમાં આખો છે. આહાહા ! સકળ નિરાવરણ અખંડ વર્તમાન એકરૂપ વર્તમાન, પ્રત્યક્ષ પ્રતિભાસમય વર્તમાન, અવિનશ્વર વર્તમાન શુદ્ધ પરિણામિક સહજ ભાવલક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય વર્તમાન. આહાહાહા ! એવો પ્રભુ છે એ પ્રત્યક્ષ કેમ ન થાય કે, આહાહા.... છે પ્રત્યક્ષ થવાનો સ્વભાવ અને વર્તમાન પૂર્ણ છે, તેનો પ્રત્યક્ષ થવાનો સ્વભાવ અને પૂર્ણ છે એમ, એ પ્રત્યક્ષ કેમ ન થાય પ્રભુ? આહાહા.. પણ તેની માહાભ્ય દશા ભૂલી, શુદ્ધ જ્ઞાનમય, એકલો જ્ઞાનમય, જ્ઞાનથી જણાય એવો જ્ઞાનમય, પૂર્ણ જ્ઞાનમય જ્ઞાનથી જણાય એવો પૂર્ણ જ્ઞાનમય છે આ તો. આહાહા ! એવી ચીજને ભૂલી જઇ અને કર્તા સ્વયમ્ કર્તા ભવન્તિ, આહાહા. જોયું? આ જ્ઞાન પોતે પોતાને આવો પ્રત્યક્ષ થઇ શકે છે એવી ભૂતાર્થ વસ્તુ છે, પૂર્ણ જ્ઞાનમય અને જ્ઞાનથી પ્રત્યક્ષ થઈ શકે એવી વસ્તુ છે, પણ તે વસ્તુને દૃષ્ટિમાં ન લેતાં તેની હૈયાતી જેની એવડી મોટી છે તેનો સ્વીકાર ન કરતાં, પરના લક્ષમાં જતાં તેને આકુળતા ઉત્પન્ન થઇ, એ સ્વયં આકુળતા ઉત્પન્ન કરી છે, કોઈ કર્મને લઇને થઇ છે એમ નથી. આહાહા.... સમજાણું કાંઇ? સ્વયમ્ પોતાની મેળે, એકલો જ્ઞાનમય, આનંદમય, શાંતિમય પરમાત્મ સ્વરૂપ એને પ્રત્યક્ષ કરવો જોઇએ એનો સ્વભાવ જ પ્રત્યક્ષ થવાનો છે. એની સામું ન જોતાં, વિકલ્પોની જાળને આકુળતા કરતો થકો, કર્તા થાય છે. પણ અહીં તો બહુ બળજોરીથી કર્તા થાય છે, સ્વરૂપમાં છે નહિ. આહાહા! સમજાય છે કાંઇ? આહાહા ! સ્વરૂપ તો જ્ઞાન દર્શન આનંદકંદ પ્રભુ છે, એને ભૂલીને બળજોરીથી ઊંધા પુરુષાર્થથી, બળજોરીથી રાગ ને દયા, દાનના વિકલ્પનો કર્તા થાય છે. ચીમનભાઈ ! આહાહાહા ! (શ્રોતાઃ- બળજોરી કેમ કહે છે, સહજ ટેવ પડી ગઈ છે) એ અજ્ઞાનપણું છે એ કહેશે. એનું અજ્ઞાન છે એ ટેવ પડી ગઈ. આહાહા ! બળજોરીથી એવો શબ્દ વાપર્યો છે ને, વસ્તુ છે નહીં એવી, રાગનો કર્તા થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. વસ્તુનું સ્વરૂપ તો પ્રત્યક્ષ જ્ઞાનમાં થાય તેવું એનું સ્વરૂપ છે, પણ તેને ભૂલીને, એ દયા, દાન, વ્રત, વિકલ્પ જે ઊઠે છે, એનો બળજોરીથી અજ્ઞાનભાવે સ્વયં કર્તા થાય છે. આહાહાહા ! આવી વાત છે. ભાવાર્થ:- અજ્ઞાનથી શું શું નથી થતું? આ અહીં વજન છે. જ્યાં સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એનું જ્યાં અજ્ઞાન છે ત્યાં શું નથી થતું કહે છે. હરણો ઝાંઝવાના જળ, પાણી જાણી પીવા દોડે છે. હરણો, મૃગલા ઝાંઝવાના જળ જાણી પીવા દોડે છે, અને એ રીતે ખેદખિન્ન થાય છે. આહાહાહા ! અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે, તેવી જ રીતે આ આત્મા પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક અજ્ઞાનને લીધે, અનેક Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૯ ૮૯ વિકલ્પો કરતો થકો જે સ્વરૂપમાં છે નહિ, સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે, એના અજ્ઞાનને લીધે, અનેક રાગના શુભ અશુભ ભાવને કરતો થકો, ક્ષુબ્ધ નામ આકુળ થાય છે. આહાહા ! દરિયો જેમ પવનથી જેમ તરંગમાં અસ્થિર થાય છે, એમ ભગવાન આત્મા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે શુભાશુભ વિકલ્પથી ક્ષુબ્ધ અસ્થિર થાય છે. આહાહા... અને એ ૨ીતે જો કે ૫૨માર્થે તે શુદ્ધજ્ઞાનથન છે, છે ને પાઠમાં, આહાહા... દરિયો તો દરિયો જ છે, ૫૨માર્થે તો ભગવાન શુદ્ધ જ્ઞાનથન છે. તોપણ અજ્ઞાનથી કર્તા થાય છે. એનું જ્ઞાન નથી, સ્વરૂપ શું છે, હું, એના અજ્ઞાનને લઇને દયા, દાન, ભક્તિ આદિ કરે અને કર્તા થાય એ તો ઠીક પણ પાછું બીજા એને દેખે ત્યારે આ કરે છે સારું એવો તો દેખાવડો થાય, મિથ્યાર્દષ્ટિ સૂંઢ, હું આ કામ કરું છું, જુઓ બીજાથી જીઓ. આહાહા ! એમ અજ્ઞાની પોતાના ભાવનો કર્તા થાય અને બીજાને દેખાડવાનો એને ભાવ રહે, કે કેવું સારું કરું છું જીઓ બીજા કરતાં. આહાહાહા ! આકરું કામ છે હવે જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ કહે છે. શ્લોક-૫૯ T T T T T (વસન્તતિના) ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वाः पयसोर्धिशेषम् । चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि ।। ५९।। જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છેઃ શ્લોકાર્થ:-[ હંસ: વા:પયસો: વ ]જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને ) જાણે છે તેમ [ચ: ] જે જીવ [ જ્ઞાનાત્] જ્ઞાનને લીધે [વિવેવતયા] વિવેકવાળો ( ભેદજ્ઞાનવાળો ) હોવાથી [ પરાત્મનો: તુ] ૫૨ના અને પોતાના [ વિશેષન્ ] વિશેષને [નાનાતિ] જાણે છે [ સ: ] તે ( જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ) [અવતં ચૈતન્યધાતુમ્] અચળ ચૈતન્યધાતુમાં [સવા] સદા [બધિત: ] આરૂઢ થયો થકો ( અર્થાત્ તેનો આશ્રય કરતો થકો )[ નાનીત વ હિ] માત્ર જાણે જ છે,[ન્ગ્વિન અપિનોતિ] કાંઈ પણ કરતો નથી ( અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી ). ભાવાર્થ:-જે સ્વ-૫૨નો ભેદ જાણે તે શાતા જ છે, કર્તા નથી. ૫૯. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯O સમયસાર સિદ્ધિ ભાગ-૫ શ્લોક-૫૯ ઉપર પ્રવચન ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वाःपयसोर्घिशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि।।५९ ।। હંસ, વાઃ નામ પાણી અને પયસોઃ નામ દૂધ છે ને? હંસ વાઃ પયસો, હંસ વાઃ નામ પાણી અને પયસો નામ દૂધ, હંસ જેમ દૂધ અને પાણીના વિશેષને જાણે છે, આહા... ઓલો મૃગલાનો દાખલો આપ્યો'તો ઝાંઝવામાં, અજ્ઞાનમાં, અને દોરડાનો દાખલો આપ્યો. એમ સ્વરૂપના અજ્ઞાની, હરણીયાની જેમ ઝાંઝવામાં પાણી છે. આહાહા! સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે, આબરુમાં સુખ છે, કુટુંબ બહોળું થાય તો આપણે મોટા કહેવાઇએ સુખ છે, એમ હરણીયા જેમ ઝાંઝવામાં દોડે છે, એમ આ મૂંઢ જેમાં નથી સુખ તેમાં દોડે છે. આહા! સવળામાં હંસનો દાખલો, પાણી ને દૂધ ભેગા પડ્યા છતાં હંસલો પાણી ને દૂધ જુદાં પાડી નાખે છે, દૂધને લઇ ત્યે છે ને પાણી જુદું પડી જાય છે, આહાહા ! દાખલો તો જુઓ. “તેમ જીવ જ્ઞાનને લીધે વિવેચકતયા વિવેકવાળો એટલે ભેદજ્ઞાનવાળો હોવાથી. આહાહા.. એ દયા, દાન ને રાગના વિકલ્પથી ભિન્ન આત્મા છે, એમ જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં એ વિવેચક, વિવેક કર્યો, જેવો હતો તેમ તેણે ભેદ પાડયો, વિકલ્પ જે છે દયા, દાન, વ્રત આદિનો સમૂહ એનાથી હું નહિ, એનાથી હું જુદો છું. એમ વિવેક કર્યો. હંસે જેમ પાણી અને દૂધ જુદા પાડ્યા એમ આ જ્ઞાનીએ રાગ અને આત્માને જાદા પાડયા. આહાહા... આવું સ્વરૂપ. લોકોને લાગે ચાલતા સંપ્રદાયમાં તો આ વાતેય નથી. એટલે આકરું લાગે એકાંત છે કહે બિચારા, એકાંત છે સોનગઢનું એકાંત, પ્રભુ તું સ્વદ્રવ્યના એકાંત પક્ષમાં આવ્યો નથી ને, પ્રભુ તને તેથી એકાંત લાગે છે. એકાંત જ છે, સ્વદ્રવ્યના પક્ષમાં આવવું એ એકાંત છે, સમ્યક એકાંત છે. આહાહા! રાગ ને નિમિત્તથી ન થાય રાગ ને નિમિત્તથી ભેદ પાડતાં ભેદજ્ઞાનમાં એનાથી ન થાય, એવું એકાંત સ્વરૂપ છે, આહાહા ! શું થાય? આહાહા! શાસ્ત્રના અભ્યાસથી પંડિતો પણ ભાઈએ લખ્યું છે ને ન્યાયના ભણેલા પણ ભાઈએ ક્રમબદ્ધમાં એ લોકો આ ક્રમબદ્ધને સાંભળીને ગોથાં ખાઈ જાય છે, એ કેવળજ્ઞાનમાંય એ શંકા કરે છે. હવે આ જે સમયે જે પર્યાય થાય છે તે થઈ તો કેવળજ્ઞાનીએ જોયું તેમાં, એ નથી જોયું, એ નથી જોયું, થાય ત્યારે જોશે, હવે થાય ત્યારે જોશે, નથી થયું તેને જ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. આહાહા ! સમજાણું કાંઇ? આહાહા ! જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને તફાવતને જાણે છે, તેમ જીવ જ્ઞાનને લીધે રાગથી ભિન્ન પડેલું ભેદજ્ઞાનને લીધે વિવેકવાળો હોવાથી, આહાહા ! એ રાગ ઊઠે છે વિકલ્પ ચાહે તો દયા, દાન, વ્રતનો હો પણ એનાથી મારો પ્રભુ તો ભિન્ન છે, એમ જેને વિવેક અને વિવેચન અને ભેદજ્ઞાન થયું છે, જેને ભવના અંત આવી ગયા છે, એવા ચાહે તો શુભ રાગ દયા, દાન, વ્રત, Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૫૯ ૯૧ ભક્તિ હો પણ એનાથી પણ જેણે વિવેચન નામ વિવેક કર્યો છે, ભિન્ન પાડ્યું છે. આહાહાહા ! આવી વાત આકરી વાત લાગે માણસને ઓલા વ્યવહાર કરતા કરતા થાય, ના પાડે એ એકાંતિક છે, કરૂણાદીપમાં તો બહુ આવે છે આંહીંનું. આખું વિરૂદ્ધ જ છે, કારણ એને બેઠું નથી, શું કરે બિચારાને. અરેરે ! શું કરીએ છીએ એની ખબર નથી. આહાહા! ન આંહીં તો કહે છે કે જેને એ સાધન માને છે, દયા, દાન, વ્રતનાં વિકલ્પને એનાથી તો જેણે પોતાના આત્માને ભિન્ન કર્યો છે. એને સાથમાં લઇને ભિન્ન કર્યો છે? (કે) એને જુદા પાડીને ભિન્ન કર્યો છે. રસિકભાઈ ! આવું ઝીણું છે બાપુ! એ અબજો રૂપિયા દુનિયામાં મળે એ તો પૂર્વના પુણ્ય, બાપુ આવી વાત મળવી. આહાહા ! ધૂળ એ તો ભિખારા છે પૈસાના માગણ છે, પ્રભુ તો એમ કહે છે. આ માગણ છે માળા મોટા વરાકા ભિખારી આ લાવો, આ લાવો, આ લાવો. આહાહા! પણ આ વાત, જેને પૈસો કૈસો તો એક કોર રહી ગયો પણ જેને રાગ થાય છે દયા, દાન, વ્રત આદિનો વિકલ્પ ઊઠે છે. અરે ગુણી ને ગુણ એવું અભેદ સ્વરૂપ હોવા છતાં ભેદ પાડીને વિકલ્પ ઊઠે છે, તેનો પણ જેણે ભેદ કર્યો છે. સમજાણું કાંઇ? જ્ઞાનને લીધે વિવેક ભેદજ્ઞાનવાળો હોવાથી “પરાત્મનોઃ તું” પરના અને પોતાના વિશેષને જાણે જ છે, પર નામ શુભ રાગાદિ અને સ્વ નામ પોતે આત્મા આનંદ સ્વરૂપ એ બે ને વિશેષને જાણે છે, બેની ભિન્નતાને ધર્મી જાણે છે. આહાહા... સમજાણું કાંઇ? આહાહા ! - હંસ જેમ પાણી અને દૂધને જુદાં જાણે છે, અને એકલું દૂધનું કોકડું કરીને પીએ છે, પાણી જુદા પાડે છે. એમ ભેદજ્ઞાની ધર્માત્મા, રાગરૂપી પાણીને, આનંદરૂપી દૂધને અનુભવતો રાગથી ભિન્ન પાડે છે. આહાહા ! ચીમનભાઈ? આવી વાતું છે બાપુ! આહાહા ! પહેલી આગળ અર્થો કલાક વાત ગઈ એવી વાત હમણાં કરી નથી કોઈ દી' આ વર્ષમાં, આહાહા.. આત્મા અને રાગ નામ દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ, જેણે ધર્મી જીવે જેને રાગથી પોતાને જુદો કર્યો છે. છે ને? “પરાત્મનોઃ” –પરાત્મનો: એ દયા, દાન, વ્રત, ભક્તિ જાત્રાનો વિકલ્પ છે, એ રાગ છે, અને આ તે પર છે અને ભગવાન આત્મા એનાથી જુદો ભિન્ન છે. આહાહાહા! કેમકે નવતત્ત્વ છે, એમાં પાપ, હિંસા, જુઠું, ચોરી, પાપ તત્ત્વ ભિન્ન છે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ જાત્રાનો વિકલ્પ છે એ પુણ્ય તત્ત્વ ભિન્ન છે. નવતત્વમાં એ તો જુદું તત્ત્વ છે. અને આત્મા જે છે એ એનાથી ભિન્ન તત્ત્વ છે. આહાહાહા ! એ ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ જેણે રાગથી ભિન્ન પાડીને ભેદજ્ઞાન કર્યું એ સ્વ અને પરને બેયને જુદા પાડ્યા છે. આહાહા ! અજ્ઞાની પરને ને પોતાને એક માનીને રાગનો કર્તા થાય છે આહાહાહા ! જ્ઞાની રાગને, અને રાગને પાણી જેમ દેખી ભગવાનને દૂધના મીઠા આનંદસ્વરૂપ દેખી અને એનાથી ભિન્ન પાડયો છે. આહાહાહા ! આવી વાત છે. અમૃતચંદ્રાચાર્ય! દિગંબર સંત જાહેર કરે છે જગતને. આહાહા! પરાત્મનો આહાહાહા ! પર એટલે વિકલ્પ ઊઠે છે ચાહે તો ગુણ ગુણીના ભેદનો કે દયા, દાન, વ્રત, જાત્રાનો એ બધો રાગ અને પોતે અંદરથી ભિન્ન છે રાગથી. આહાહા! વિશેષ “બે' ની જુદાઇ “બે' માં તફાવત છે, ભગવાન આનંદસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ ને રાગ વિકલ્પ સ્વરૂપ આકુળતા સ્વરૂપ “બે' ની ભિન્નતા છે, રાગ છે એ આકુળતા છે, આત્મસ્વભાવ છે તે નિરાકુળ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આનંદ સ્વરૂપ છે. આહાહા! “” ની ભિન્નતાનો વિવેક કરી, તે જેમ હંસ મિશ્રિત થયેલા દૂધ જળને જુદા પાડી, દૂધને ગ્રહણ કરે છે, એમ ધર્મી જીવ, ભેદજ્ઞાની, રાગના વિકલ્પને પાણી જેમ ગણીને જાદું પાડે છે અને ભગવાન આત્મા એનાથી આનંદ સ્વરૂપ દૂધનો પિંડ જેમ છે એમ આનંદ સ્વરૂપ છે. આહા ! ધર્મી, સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મની પહેલી સીટી વાળો જીવ, એ રાગને અને ભગવાનને જુદા પાડે છે આત્માને, આવું છે. હંસ, મિશ્રિત થયેલા દૂધ જળને જુદા ગ્રહણ કરે છે, તેમ અચલ ચૈતન્યધાતુમ્ અચળ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તો ચૈતન્યસ્વરૂપ છે જ્ઞાનનો ગાંગડો, જ્ઞાનનો પિંડ, જ્ઞાનનો પુંજ પ્રભુ છે. જેમ દૂધ છે મીઠું અને સફેદ એમ ભગવાન આત્મા આનંદ અને શુદ્ધ છે, એને રાગ અશુદ્ધ ને આકુળતા છે, એનાથી ધર્મી જીવે આત્માને ભેદજ્ઞાનથી ભિન્ન પાડયો છે. આહાહાહા ! આવી વાતું હવે. જગતને બિચારાને સાંભળવા મળે નહિ, રખડબાજી કરી છે અનાદિથી. આહા! અચળ ચૈતન્યધાતુ” ઓલું પુણ્ય-પાપ છે એ અસ્થિર છે, અને એ ચૈતન્યનો સ્વભાવ નથી, આ અચળ ચૈતન્યસ્વરૂપ છે, જે પોતાના ધ્રુવ સ્વરૂપથી ચળતું નથી કદી, આહા.. અચળ ચૈતન્યધાતુ અથવા ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય લક્ષણ, ચૈતન્ય સ્વભાવ જેણે ધારી રાખ્યો છે. એ પુણ્ય ને પાપ જેણે ધાર્યા નથી, એવો એ ચૈતન્યધાતુ ભગવાન છે. આહાહાહા! આરે આવી વાત. શું થાય? વીતરાગ માર્ગનો વીતરાગભાવ છે, તેને રાગ ભાવમાં ખતવી નાખ્યો છે, એ રાગની ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા એ રાગ છે, એને ધર્મ માનીને ખતવી નાખ્યો, મારી નાખ્યો. આહાહાહા ! આંહીં કહે છે કે એ હંસલો પાણીને જુદું પાડીને દૂધ પી લ્ય છે, એમ ધર્મી જીવ રાગનાં કણને જુદો પાડીને આનંદનો સાગર જ્ઞાન સ્વરૂપને અનુભવે છે. આહાહા ! કહો શાંતિભાઈ ! આવું છે. “સદા આરૂઢ થયો થકો” જોયું? ધર્મી જીવ અચળ ચૈતન્યધાતુમાં સદાય આરૂઢ થયો થકો, એણે જાત્રા કરી એણે આત્માની, ડુંગરે ચડે છે ને, એ તો જરીક શુભભાવ હોય ને દેહની ક્રિયા થવાની હોય તો થાય, આ તો અચળ ચૈતન્ય ધાતુ ઉપર આરૂઢ થયો થકો, જે અનાદિથી પુણ્ય ને પાપ રાગમાં આરૂઢ થયો થકો અજ્ઞાની હતો, એ રાગથી ભિન્ન પડીને ચૈતન્યધાતુમાં આરૂઢ થયો. આહાહાહા! અરે ! આવી વાત વીતરાગ જિનેશ્વરદેવ સિવાય કયાંય વાત નથી. એના વાડામાંય વિંખાઈ ગયું બધું. સત્ય વાત બહાર આવી ત્યારે એને એકાંત લાગી, શું થાય ? આહા ! ધર્મી તો એને કહીએ ધર્મ કરનાર કે જે રાગની ક્રિયાથી ભગવાન આત્માને જુદો પાડી અને આ ચૈતન્ય અચળ ધાતુમાં આરૂઢ થાય. આરૂઢ શબ્દ વપરાય છે ને હિન્દીમાં. એટલે? તેનો આશ્રય કરતો થકો એમ ખુલાસો કર્યો. શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ ધર્મી જીવ તેને આશ્રય કરતો, તેમાં આરૂઢ થયો, તેને સન્મુખ થયો, રાગ અને નિમિત્તથી વિમુખ થયો, આહાહા... સતમુખ સત્ ભૂતાર્થને તેની મુખ્ય કરી નાખી, આશ્રય કર્યો જેણે, મુખ્ય તે નિશ્ચય એમ આવે છે ને? વ્યવહારને ગૌણ કર્યો, આહાહા ! મુખ-સમુખ-સત્ વસ્તુ અનંત અનંત જ્ઞાન ને અનંત આનંદ અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિયઆનંદ, અતીન્દ્રિય સુખ, અતીન્દ્રિય શક્તિ, પ્રભુતા, અતીન્દ્રિય Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૫૯ ૯૩ સ્વચ્છતા, અતીન્દ્રિય કર્તા કર્મ આદિ, અતીન્દ્રિય ગુણોનો પિંડ પ્રભુ, તેને ધર્મી જીવ, રાગ ને પાણી જેમ જાણી ને જુદું પાડી, હંસલો જેમ પાણી અને દૂધને જાદા પાડે, એમ ધર્મી એને કહીએ કે રાગ ને પાણી જેમ જાણી જુદા પાડી ને આત્માના આનંદને જુદો અનુભવે, એનો આશ્રય ત્યે, તેમાં આરૂઢ થાય. આહાહા ! આ બધી વાતું અંતરની હવે. છે? અચળ ચૈતન્યધાતુમાં અને તે પણ સદા, જેમ એ ત્રિકાળી ચીજ સદાય છે, તેમ વર્તમાન પર્યાયમાં પણ સદા અંદર સન્મુખ થયો થકો, આરૂઢ થયો થકો, વર્તમાનમાં સદાય આશ્રય લેતો થકો, રાગનો આશ્રય છોડીને. આહાહા ! જાનીત' માત્ર “જાણે જ છે, આહાહા... રાગેય આવે એને, પણ તે ચૈતન્યસ્વરૂપમાં સન્મુખને આશ્રય લેતો સ્વને જાણે છે, તેમ રાગ છે પર, એમ એને જાણે. રાગ મારી ક્રિયા ને મારું સ્વરૂપ છે. એમ જ્ઞાની જાણે નહિ. આહાહાહા ! એકએક કળશમાં કેટલી વાત ભરી છે. દિગંબર સંતો એક ગાથા. એક કળશ, ઓહોહો ! આ તો શાંતિના કામ છે બાપા! શાંતિભાઈ ! શાંતિના કામ છે આ. પ્રભુ તો અકષાય શાંતિનો સાગર છે ને પ્રભુ આત્મા તો, અને રાગ છે તે અશાંતિ ને આકુળતા ને દુઃખ છે. આહાહા... તેથી સમ્યગ્દષ્ટિ ભેદજ્ઞાની, એ રાગની આકુળતાથી ભિન્ન પ્રભુ મારું સ્વરૂપ છે, તેનો આશ્રય લઈને તેમાં રહેતો થકો રાગને અને સ્વને જાણે છે. રાગ પર છે તેને પર તરીકે જાણે, આત્મા શુદ્ધ ચૈતન્યઆનંદ છે તેને સ્વ તરીકે જાણે, આનું નામ સમકિતી અને ધર્મી કહેવાય, બાકી બધા થોથાં છે. આહા... વીતરાગ મારગ આ છે. આહાહા! માત્ર એમ છે ને? “જાનીત એવ હિ” એમ છે ને? જાણે જ છે, એમ “એવ” એટલે, માત્ર તેથી કહ્યું છે. માત્ર એટલે જાણે જ છે, “જાનીત એવ હી” જાણે જ છે, આહાહા... પ્રભુ આત્માનો સ્વભાવ તો જ્ઞાનમય આનંદ છે ને! એમ જેને ભાન થયું તે તો રાગને ફક્ત માત્ર જાણે જ છે, પર જ્ઞાતા દેખા તરીકે જાણે છે, રાગ મારો છે એમ અજ્ઞાની માને છે મિથ્યાષ્ટિ, એ વ્યવહાર રાગને પોતાનો (નથી) માનતો. જેને વ્યવહાર રાગ કહે એ દયા, દાન, વ્રત, ભક્તિ. દેવ, ગુરુ, શાસ્ત્ર શ્રદ્ધાનો રાગ એ રાગથી ભિન્ન ભગવાન આત્માને ધર્મી જાણે છે, અજ્ઞાની રાગથી મને લાભ થશે ને ધર્મ થશે ને, મિથ્યાદેષ્ટિ એમ માને છે. આહાહા! કિચ્ચન અપિ ન કરોતિ” ઓલું “કસ્ત્ર ભવન્તિ” હતું ને ઓલામાં ત્યારે જ્ઞાની ધર્મી કાંઇ પણ કરતો નથી, કાંઇ પણ કરતો નથી એટલે? રાગને પોતામાં કાંઇ પણ કરતો નથી, એમ ન્યાં તો અકર્તા રહે છે, કર્તા થતો (નથી) એમ રાગથી ભિન્ન પોતાને જાણે છે, એવું કરે છે. સમજાણું કાંઇ? કાંઇ કરતો નથી એટલે? રાગને કાંઈ કરતો નથી, રાગ મારા છે એમ ધર્મી કરતો નથી. અરે આવો મનુષ્યભવ અનંત કાળે (મળ્યો) એની એક એક પળ બાપા આવી કિંમતી, છ ઢાળામાં તો એમ કહ્યું ને નિગોદમાંથી નીકળતા ઇયળ થાય, ઇયળ એ ત્રસપણું પામે તો એ ચિંતામણિ રતન, નિગોદમાં જીવ અનંત કાળ ન્યાં રહ્યો છે, ભાઈ અનંત કાળ ન્યાં ગાળ્યો બાપા, એમાંથી કહે છે ત્રસ ઇયળ થાય તોય પણ ચિંતામણિ પામ્યો છે, એમાં વળી મનુષ્ય થાય, એમાં વળી આર્યકુળે અવતાર થાય, એમાં શરીર નિરોગ રહે, એમાં જૈન વાણી સાંભળવા મળે. આહાહા ! બહુ દુર્લભ બાપુ, બહુ દુર્લભ. અને સાંભળવા મળતા પછી શ્રદ્ધા થાય, એ તો બહુ દુર્લભ. આહાહા! બોધિ દુર્લભ આવે છે ને? “કિંચન અપિ ન કરોતિ” ધર્મી જીવ રાગને Page #109 -------------------------------------------------------------------------- ________________ ८४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ કિંચીત્માત્ર પણ મારો છે એમ કરતો નથી. કાંઈ કરતો નથી એનો અર્થ રાગ મારો છે એમ કાંઇ કરતો નથી એમ. બાકી રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાનને કરે છે. આહાહા ! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમાત્માની આ વાણી છે. આહાહા! ભગવાન ઇન્દ્રો ને ગણધરોની વચ્ચે આ કહેતા હતા, અને એ કહે છે અત્યારે મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, એ આ વાણી છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા સંવત ૪૯ આઠ દિ' રહ્યા હતા બે હજાર વર્ષ પહેલાં આ કુંદકુંદાચાર્ય, ત્યાં જઇને આ લાવ્યા ને આ સંદેશ પ્રભુનો છે. આહાહા ! પોતે તો મુનિ હતા, આનંદકંદમાં ઝુલતા હતા, પ્રચુર સંવેદન આનંદનું હતું, એને આ મુનિ કહીએ, એમને આ વિકલ્પ ઉઠયો દુનિયાને સમજાવવાનો કે ભાઈ પ્રભુ તો આમ કહે છે મારગ બાપા! આહાહા ! તું ક્યાંક કાંઇ માનીને બેઠો હો તો વસ્તુ છોડી દે. ભગવાન તો કહે છે કે એ વિકલ્પ ઉઠયો છે એનાથી ભિન્ન પાડ તને, અને ભિન્ન છે, ભિન્ન છે તો ભિન્ન પાડ. આહાહા.. એ આવ્યું તું ને પ્રજ્ઞાછીણીમાં રાગ અને સ્વભાવ વચ્ચે તડ છે, સાંધ છે, સાંધ, અરે અરે ઇ કેવું, હું? મોટા પથ્થર હોય છે એમાં આ સાંધ હોય છે. દોરો ઝીણો-એમાં સુરંગ નાખે એટલે જુદા પડી જાય, જુદા છે તે જુદા પડી જાય. એમ આ દયા, દાન, વ્રતનો વિકલ્પ છે તે જુદો છે, ભગવાન આત્મા જાદો છે, બે વચ્ચે સાંધ છે, તડ છે. આહા! આવો ઉપદેશ અરે શું થાય પ્રભુ. એ ધર્મી પોતે અને પર, રાગાદિ પર અને જ્ઞાનાનંદ સ્વ, એમ બેને જુદા પાડીને પરને કાંઇ પણ કરતો નથી. પર મારા છે એમ કાંઈ કરતો નથી. આહાહાહા... આંહીં તો બાથ ભીડીને પડ્યો, બાઈડી મારી, છોકરા મારા, પૈસા મારાં, મરી ગયો, મારી નાખ્યો આત્માને, મારી નાખ્યો, પોતે ચૈતન્યમૂર્તિ એ એના નથી, એના તો આનંદ ને જ્ઞાન છે એમ ન માનતાં આ મારા છે, એનું જીવતર એણે લુંટવી નાખ્યું, આવી વાત છે. જ્ઞાતા જ રહે છે, જોયું? કાંઈ પણ કરતો નથી એટલે? જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી. આહાહા ! ભાવાર્થ- જે સ્વ-પરનો ભેદ જાણે રાગના વિકલ્પને દુઃખરૂપ જાણે પર જાણે અને આત્મા આનંદને, જ્ઞાનસ્વરૂપને સ્વ જાણે એવું જે ભેદજ્ઞાન જાણે એ જ્ઞાતા જ છે, કર્તા નથી. એ રાગનો કર્તા થતો નથી. આહાહાહા... હવે જે કાંઇ જણાય છે તે જ્ઞાનથી જણાય છે એમ કહે છે. આહાહાહા..... શ્લોક-૬૦ (મન્ડીક્રાન્તા) ज्ञानादेव ज्वलनपयसोरोष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातो: क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।।६०।। Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૦ ૯૫ હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છે - શ્લોકાર્થ-[qનન-પુયસો: ગૌMય-શૈત્ય-વ્યવસ્થા](ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [ જ્ઞાનાત વ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [નવાસ્થાને વ્યવસિ: જ્ઞાનતિ વ ૩7 સતિ] લવણના સ્વાદભેદનું નિરસન (નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા) જ્ઞાનથી જ થાય છે(અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [સ્વરવિવસનિત્યચૈતન્યધાતો: ર ોધાવે: fમવા] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [ વર્ણ ભવમ મિન્વતી] કર્તત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો, [ જ્ઞાનાત્ વ પ્રમવતિ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૬૦. શ્લોક-૬0 ઉપર પ્રવચન ज्ञानादेव ज्वलनपयसोरोष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातो: क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।।६०।। આહા ! “જવલન-પયસો ઔષ્ણય-શૈત્ય-વ્યવસ્થા” ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ, પાણી જે ઉનું છે, એ ઉનું અગ્નિનું સ્વરૂપ છે, એ પાણીનું નહીં. પાણી શીતળ છે, એમ ઉષ્ણતા અને શીતળતાનો ભેદ, ઓલામાં તો લીધું સ્વરૂપગ્રાહી જ્ઞાની એ જાણે છે, જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે એ પાણી શીતળ ને ઉનું એ અગ્નિ, એવો ભેદ સ્વરૂપગ્રાહી જ્ઞાની જાણે છે, અજ્ઞાની નહિ. જેને સ્વ ને પરનું ભેદજ્ઞાન થયું છે, રાગથી ભિન્ન ભગવાન આત્માનું સ્વ પરનું જ્ઞાન થયું છે, એવો જે સ્વરૂપગ્રાહી જ્ઞાની તે પાણી ઠંડુ અને ઉનું ગરમ અગ્નિ એનો ભેદ તે સ્વરૂપગ્રાહી જ્ઞાન તે પરને જાણે છે. આમ બીજો જાણે છે એવું નહિ, તેને ખબર નથી કે આ વસ્તુ છે. કળશમાં છે ને (વસ્તુ છે મૂળ ઈ ) “જ્ઞાનાત્” એમ છે ને ત્યાં, જ્ઞાનાત્ જ્ઞાનથી એટલે? ભેદજ્ઞાનથી, ભેદજ્ઞાનથી એટલે જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે, કે હું જ્ઞાન ને આનંદ છું, એવા જ્ઞાનથી જ ગરમ પાણીમાં ઉષ્ણતા ને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી પ્રગટ જાણે છે. જેને સ્વનું જ્ઞાન થયું છે, એ પરના જ્ઞાનને યથાર્થ રીતે પાણી શીતળ ને અગ્નિ ઉષ્ણ એમ ભેદ તે સ્વરૂપગ્રાહી જ્ઞાની જાણે છે, અજ્ઞાની તેને જાણતો નથી. આહાહાહા ! ( શ્રોતા:- કથંચિત્ પાણી ઉનું અને કથંચિત્ પાણી ઠંડુ છે એમ) બિલકુલ નહિ, પાણી ઉનું છે એ ગરમીનું, આંહીં તો એનો સ્વભાવ શીતળ છે એમ ભગવાનનો સ્વભાવ શીતળ, શાંત, વીતરાગ છે, રાગ છે તે ઉપાધિ છે કર્મની. આહાહાહા ! આકરું કામ છે. આહાહા ! ગરમ પાણીમાં ગરમ પાણીમાં ઉષ્ણતા તે અગ્નિની છે અને પાણી તે શીતળ છે, એવી જુદાઈ પરની પોતાનું જ્ઞાન જેને થયું છે તે પરને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઉષ્ણતા ને શીતળતાનો ભેદ યથાર્થ જાણે છે. આહાહા ! સમજાણું કાંઇ? પ્રગટ થાય છે. લવણસ્વાદમેદવ્યદાસઃ” શાકના સ્વાદથી લવણના સ્વાદની તદ્ન ભિન્નતા શાક ખારું જે છે એ ખારું શાક નથી, મીઠું ખારું છે. શાક તો મીઠાશ-ખારાશથી ભિન્ન ચીજ છે. આહાહા ! એ શાકના સ્વાદથી લવણના સ્વાદની તદ્ન ભિન્નતા “જ્ઞાનાત એવ ઉલ્લસતિ” જ્ઞાનથી જ પ્રકાશિત થાય છે. આહાહાહા ! એક ફેરે કીધુ'તું –દાખલો આપ્યો તો નહીં, શ્રીમદ રાજચંદ્ર આવ્યા'તા રાણપુર પાસે એક ગામ છે એમાં સૌ ભેગા થયા'તા થોડાક મુમુક્ષુ એમાં દૂધીનું શાક આમ આવ્યું આમ દૂધીનું શાક જોઇને કે આ શાકમાં મીઠું બહુ છે, પણ તમે ચાખ્યા વિના? જાઓ એ દૂધીના જે કટકા પાણીથી બફાય એના કરતાં મીઠું વધારે પડયું તે એના રેસા તૂટી ગયા છે. જુઓ આ ખારે રેસા તૂટી ગયા તમે વગર જોયે? પણ જુઓને એ દૂધીના શાકના કટકા છે એના રેસા તૂટી ગયા છે તે ખારું વધારે છે મીઠું પડ્યું છે, એમ ભિન્નતા ખારાની અને શાકની ભિન્નતાને ભિન્ન સ્વરૂપગ્રાહી જ્ઞાની તેને જાણી શકે છે. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં. ૧૯૬ શ્લોક-૬O ગુરુવાર, મહા વદ-૩, તા. ૧૫/૨/'૭૯ ઓગણસાઈઠ પૂરા થયા પછી, હવે જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જણાય છે એમ કહે છે. ફરીને સાઈઠમો કળશ. “નવનન પયસો: ગૌMય–શૈ––વ્યવસ્થા” ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતા પાણીનો મૂળ સ્વભાવ શીતળ છે અને અગ્નિના નિમિત્તે ઉષ્ણ થયું, એ અગ્નિનું કાર્ય થયું એવો બે ભેદ જાણે કોણ? કે જેને આ સ્વરૂપનું જ્ઞાન થયું છે આત્માનું, આ આત્મા ભગવાન સર્વશે જે કહ્યો, એ શરીર આ તો જડ છે. એનાથી જુદો છે, અંદર આઠ કર્મ છે જ્ઞાનાવરણી જડ એનાથી જુદો છે, એનાથી પાપના પરિણામ કરે છે હિંસા, જુઠું, ચોરી, વિષયભોગ, વાસના એનાથી જુદો છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ઉપવાસ આદિના વિકલ્પ કરે છે એનાથી તો આત્મા જુદો છે અંદર, એવા આત્માનું રાગથી ભિન્ન થઈને આત્મજ્ઞાન થાય, સમ્યગ્દર્શન થાય, અને આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે એવું જેને વેદના અનુભવમાં આવે એને આત્મજ્ઞાન કહે છે. ઝીણી વાત છે પ્રભુ! આહાહા ! એ જ્ઞાન થયું હોય એ પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતા એનો ભેદ એ સમ્યજ્ઞાની જાણે. સમજાય છે કાંઈ? છે? ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો ને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. જ્ઞાનથી એટલે? જે આત્મા જ્ઞાનસ્વરૂપ છે પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, એ સર્વજ્ઞ સ્વરૂપની જેને દૃષ્ટિ ને અનુભવ થયો, તેનું નામ અહીં જ્ઞાન કહેવામાં આવે છે. આહાહા ! આવી વાતું છે. એ જ્ઞાન જેને થયું તે પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતાનો ભેદ એ સ્વ-પર જ્ઞાયક જાણનારો છે એ જાણે. અજ્ઞાનીને એની શીતળતા ને ઉષ્ણતાની ખબર નથી, કારણ કે જેને સ્વનું જ્ઞાન નથી એને પરનું જ્ઞાન યથાર્થ હોતું નથી. આહાહા ! પ્રેમચંદજી! આવી વાત છે. અપૂર્વ વાત બાપુ શું કહેવાય ? અત્યારે તો મુશ્કેલી જેવું લાગે આખો માર્ગ વીતરાગનો પરમેશ્વર, જૈન પરમેશ્વર પરમાત્મા એનું કથન છે આ. સંતો દિગંબર મુનિઓ એ આડતિયા થઈને કેવળજ્ઞાનની વાત Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૦ ૯૭ જગત પાસે મુકે છે. માલ તો ભગવાનનો છે, એ અનુભવી થયા મુનિઓ, સંતો, દિગંબર સંત, એની આ વાણી છે. સમજાય છે કાંઈ? શ્વેતાંબર પંથ તો બે હજાર વર્ષ પહેલાં, આમાંથી દિગંબરમાંથી નીકળ્યો. શ્રદ્ધા વિપરીત થઈ ગઈ. એમાંથી સ્થાનકવાસી હમણાં ચારસે વર્ષ પહેલાં, એ શ્વેતાંબરમાંથી નીકળ્યા એ પણ શ્રદ્ધા વિપરીત થઈને ઝીણી વાત છે ભાઈ આકરું કામ છે એ ચીમનભાઈ. આવું જે જ્ઞાન સંતો દિગંબર મુનિઓને હતું અને એ જ્ઞાનથી વાત કરે છે, જગતને કે અમને પણ જે આત્મજ્ઞાન થયું એને અમે જાણનાર થયા તેથી અમારું જ્ઞાન હવે ઠંડા ગરમનો ભેદ એ જ્ઞાન જાણે. આહાહા ! એક વાત. બીજી વાત-લવણ શાકના સ્વાદથી લવણના સ્વાદની, દૂધીનું કે કારેલાનું શાક છે, એમાં મીઠું હોય છે એ મીઠાનો સ્વાદ જુદો, શાકનો જુદો છે, એ ખારું જે શાક કહેવાય છે એ ખારું શાક નથી, ખારું તો મીઠું છે. આહાહા ! સમજાણું કાંઈ? એ મીઠું આ ખારું અને શાક એનાથી ભિન્ન જાત છે એવું જેને આત્મજ્ઞાન થયું હોય એ એની ભિન્નતાને જાણે. આહાહા! કાલે વાત કરી'તી, નહિ? શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાની હતા, ગૃહસ્થાશ્રમમાં ભલે હો, આત્મજ્ઞાની એ રાણપુર પાસે હુડમતાળે ત્યાં બધા ભેગાં થયેલાં ઘણાં વર્ષની વાત છે પ૭ ની પહેલાં એમાં પચીસ પચાસ બધા મુમુક્ષુ ભેગાં થયા હતા. દૂધીનું શાક આવ્યું આમ, આમ શાક જોઈને કહ્યું કે આમાં મીઠું વધું છે, કેમ પણ ચાખ્યા વિના? જુઓ દૂધીના કટકા પાણીમાં બફાય એની જાત એવી હોય છે કે એમાં રેસા ન તૂટે, દૂધીના કટકા હોય છે ને કટકા એ પાણીમાં બફાય તેના રેસા ન તૂટે એમાં મીઠું વધારે પડે ત્યારે રેસા તૂટી જાય, જુઓ રેસા તૂટી ગયેલા છે, એમાં મીઠું વધારે છે એટલે, ચાખ્યું તે ખારું ધુંધવા જેવું! ઓહોહો ! શ્રીમ તો આમ જોઈને જ કહ્યું. એ મીઠાની ખાર૫ અને શાકની ભિન્નતા એ જ્ઞાની જ્ઞાનથી જાણે. એ આંહીં કહ્યું, બે વાત. હવે ત્રીજી “સ્વરસવિકસન્નિત્યચૈતન્ય ધાતો: અને ક્રોધાદે ભિદા” ઝીણી વાત છે પ્રભુ. આહાહા! “નિજ રસથી વિકસતી”, ચૈતન્યસ્વરૂપ ભગવાન એનું અંતરમાં સન્મુખ થઈને એ ચૈતન્યરસથી ભરેલી નિત્ય ચૈતન્ય ધાતુનો, આ ચૈતન્ય છે એ જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, અને જે પુણ્ય-પાપનાં ભાવ થાય છે. દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એને આંહીં ક્રોધ કહે છે, કેમ કે સ્વભાવથી વિરુદ્ધ છે, એવા વિરુદ્ધભાવ અને અવિરોધી ચૈતન્યસ્વરૂપ એનું ભાન જ્ઞાનથી થાય છે, આવી વાતું હવે. ઓલું તો ઇચ્છામિ પડિકમણ: ઈરિયા વીરીયા મિચ્છામિ દુક્કડં હતું લ્યો, કાંઈ સમજવું એમાં? તસ્સઉત્તરિ કરણેણં ઠાણેણં મોણેણં અપ્પાણે વોસિરામિ, ચીમનભાઈ અપ્રાણ શું ને વોશરે શું કાંઈ અર્થની કાંઈ ખબર ન મળે, મારગ જુદો બાપુ! ધર્મની ચીજ વીતરાગ કહે છે, એ ચીજ જુદી છે. કહે છે કે જેમ શાકમાં મીઠાશ ખારપ ને શાકની મીઠાશની જુદાઈ, સમ્યજ્ઞાની જાણે, ધર્મી હોય એ જાણે. અજ્ઞાનીને એ ખબર ન પડે–એમ આત્મા ચૈતન્યધાતુ છે પ્રભુ. જાણક સ્વભાવથી ભરેલો, જેમ સાકર ગળપણથી ભરેલી છે, એમ આત્મા આનંદ ને જ્ઞાનથી ભરેલો પ્રભુ છે. આહાહા! જેને ભગવાન આત્મા કહે, બીજાઓ જે કહે છે એની તો ખબર નથી બધા અજ્ઞાનીઓએ કલ્પનાથી વાતું કરી છે, પણ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જેને એક સેકંડના અસંખ્ય ભાગમાં ત્રણકાળ ત્રણ લોકનું જ્ઞાન, એણે જે આત્માને જાણ્યો અને કહ્યો, એ જુદી જાત છે. એ આત્મા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અંદર ચૈતન્યધાતુ જાણન જાણન જાણન જાણન સ્વભાવને ધારી રાખેલું તત્ત્વ, એ તત્ત્વની અંદરમાં પુણ્ય ને પાપના ભાવ ભિન્ન છે, એમાં નથી. આહાહા ! ચાહે તો દયા, દાન, વ્રત, તપ, અપવાસ આદિનો વિકલ્પ છે, એ તો બધો રાગ છે, એ રાગ અને ભગવાન જ્ઞાનસ્વરૂપ બેય, એની ભિન્નતાનું જ્ઞાન એ જ્ઞાની કરે. અજ્ઞાનીને ખબર, પત્તો નથી. આહાહા ! બહુ ઝીણું આવું. બહુ પરિચય કરે તો સમજાય એવું છે બાપુ ! આ કાંઈ દુનિયાથી અજાણ્યા નથી, અમે, દુનિયાને બધાને જાણીએ છીએ. ૪૫ વ૨સ તો ત્યાં રહ્યાં છીએ, ૪૪ આંહીં થયા, ૮૯ થયા, અને ૯૦ બેહશે આ વૈશાખ સુદ બીજે, શી૨ને હોં, ધૂળને, આને, આત્મા તો અનાદિ અનંત છે. દુનિયાની શૈલી કઈ ચાલે છે અને આ શું છે વીતરાગ માર્ગ આખો, બહુ જુદી જાત છે. આંહીં કહે છે, પ્રભુ કે આ ચૈતન્યધાતુ નિજસથી વિકસીત એકલી ચૈતન્ય ત્રિકાળી નહિ, ત્રિકાળીથી જે દૃષ્ટિથી વિકસિત થયેલું સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન પ્રગટ થયું. ભાઈ ! સમજાય છે કાંઈ ? “નિજ સ્વરસથી વિકસિત નિત્ય ચૈતન્યધાતુ” એ નિત્ય ચૈતન્ય ભગવાન છે આત્મા એનું અંદર જ્ઞાન થતાં, પર્યાયમાં ચૈતન્યનો રસ પ્રગટ થયો, જાણક અને આનંદ જેની દશા પ્રગટ થઈ. એને સમકિતી કહીએ, એને જ્ઞાની કહીએ એને ધર્મની પહેલી દરજ્જાનો, પગથિયું ધર્મનું પહેલું કહીએ. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ નિજ રસથી વિકસિત ચૈતન્યધાતુ છે, ચૈતન્ય ને આનંદ આદિ સ્વભાવથી, ધા૨ણા ધારી રાખ્યું જેને સ્વરૂપે, એનું વિકસિત થયું. પર્યાયમાં અવસ્થામાં આ દ્રવ્ય ને પર્યાયની ભાષાય સમજાય નહીં. જે જૈનદર્શનના એકડાના મીંડા, એકડાનાં મીંડા સમજાય છે ? અમથું મીંડું જુદી જાત હોય છે અને એકડાનું પહેલું મીંડું કરી પછી આમ લાંબી પાણ કરે છે, એ એ જાત જાદી હોય છે. આહાહા ! આંહીં કહે છે કે પ્રથમ જે જૈનદર્શનનું દ્રવ્ય અને પર્યાય બે ચીજ છે, દ્રવ્ય એ ત્રિકાળી ચીજ છે ને પર્યાય એ વર્તમાન પરિણામ, દશા છે. એ ત્રિકાળી ચીજની દૃષ્ટિ ને અનુભવ થતાં પર્યાયમાં નિજ રસ વિકસિત પ્રગટ થાય, તેને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. આરે ! આવી ભાષા. કહો–સમજાણું કાંઈ ? “સ્વ૨સ વિકસિત નિત્ય ચૈતન્યધાતુ” આહાહા ! ભગવાન આત્મા અંદર સત્ ચિદાનંદ, સત્ નામ શાશ્વત, જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ છે. આહાહા ! જે સર્વજ્ઞ ૫૨માત્મા થાય છે, અરિહંત એ સર્વજ્ઞપણું આવ્યું કયાંથી ? કયાંય બહારથી આવે છે? અંદર પડયું છે. આહા ! જેમ લીંડીપીપર, ચોસઠોરી હોય છે ને, લીંડી પી૫૨, ઘુંટે ત્યારે ચોસઠપ્હોરી તીખાશ બહાર આવે છે ને ? એ કયાંથી આવી ? ધુંટવાથી આવી ? ઘુંટવાથી આવે તો લાકડાને ને પથ્થરને ઘુંટે નહિ ? એ લીંડીપી૫૨માં ચોસઠવ્હોરી એટલે ચોસઠ એટલે રૂપિયો, સોળઆના એ લીંડીપીપર કઠે નાની રંગે કાળી, પણ એમાં તીખો રસ છે, એ સોળઆના એટલે ચોસઠ એટલે સોળઆના રૂપીયે રૂપીયો તીખો ૨સ ભર્યો છે. આહાહા ! અને લીલો રંગ બે. એને ઘુંટતા જે છે અંદ૨માંથી એ બહાર આવે છે. બે પહોરી, ચાર પહોરી, આઠ પહોચી, ચોસઠ પહોરી છેલ્લી એમ આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે, એને જેણે રાગથી ભિન્ન પાડી અને આત્માનું જેણે સમ્યગ્દર્શન ને જ્ઞાન પ્રગટ કર્યું એની નિજ ચૈતન્યધાતુ પર્યાયમાં વિકસિત થઈ, કમળ જેમ ખીલે એમ ખીલ્યું અંદરથી. આહાહા ! એ ખીલેલા જ્ઞાન વડે પોતાને જાણે અને રાગના ભાગને ભિન્ન છે તેમ જાણે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શ્લોક-૬૦ આરે આરે આવી વાતું હવે. મનહર! આ તમારે ક્યાંય સાંભળવા મળે એવું નથી કાંઈ ન્યાં. આહાહા ! પૈસા ભેગા કરીને બેઠો છે ઘણાં, અમારે ફાવાભાઈનો દિકરો છે. ફાવાભાઈ ગાંડાભાઈનો દીકરો ત્યાં અમારે પાલેજ બધા રહેતાને ભેગાં, હવે બહાર ગયા, તે કહે સુરત ગયો તો પૈસા થઈ ગયા એક કરોડ, એનો ભાણેજ કહેતો'તો ૮૦ લાખ રૂપિયા તો મારા મામાને કરોડ રૂપિયા થયા છે, ત્યાં સુરત ગયા'તા ને અમે એની દુકાને એ તો ધૂળ છે, એ તો પૂર્વના પુણ્યના પરમાણું બળી ગયા તો એ વસ્તુ દેખાણી, દેખાણી, એની પાસે ક્યાં આવી છે? એની પાસે તો મમતા છે. આહાહાહા! એય? આ રહ્યા નહિ બધાય આમ ચાલભાઈ ને પુનમભાઈને મોટાં કરોડપતિ જડના ધણી પતિ કહેવાય ને ! કરોડપતિ, કરોડ એટલે જડ અને એનો પતિ એટલે જડનો ધણી. આહાહા ! એને ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ કોણ છે, અંદર અને એમાં અંતરલક્ષ્મી સ્વભાવ સોળ આના, જેમ ઓલામાં ચોસઠ પહોરું ભર્યું છે એમાં સોળ આના, આત્માની અંદર સ્વભાવમાં આનંદ ને જ્ઞાન પૂર્ણ સોળઆના ભર્યું છે, અરેરે કેમ બેસે પણ એને? કોઈ દિ' સાંભળવા મળે નહિ. આહાહા! એવો જે નિત્ય ચૈતન્યધાતુ, છે? એ શબ્દો આ તો કથા નથી બાપા, આ તો અંતર ધર્મની ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ પરમેશ્વર એની વાણીમાં આવ્યું તે વાત છે, ભાઈ ! આહાહા! નિત્ય ચૈતન્યધાતુ, જેમ ઈ પીપરમાં ચોસઠ પહોરી તીખાશ ને લીલો રંગ પૂરો ભર્યો છે તો બહાર પ્રગટ થાય છે. એમ આ ભગવાન આત્મામાં પૂરો આનંદ ને પૂરું જ્ઞાન સોળઆના ચોસઠ ભર્યું છે, એવી જે ચૈતન્ય નિત્યધાતુ, ધાતુ એટલે નિત્યપણું આનંદ ને જ્ઞાન ને આદિને ધારી રાખ્યું એવો જે ચૈતન્યધાતુ, એમાંથી વિકસિત દશા થઈ, એનું ભાન થતાં, સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાનમાં એ ચૈતન્યધાતુ પૂર્ણ આનંદ છે, એવું ભાન થતાં, દશામાં વિકસિત, કમળ જેમ ખીલે અને પીપર જેમ ચોસઠહોરી હતી ને બહાર આવે પ્રગટ, એમ પર્યાયમાં અવસ્થામાં આનંદની દશા અને જ્ઞાનની દશા પ્રગટ થઈ. આહાહાહા ! ભાષા કઈ જાતની? બાપુ મારગડા જુદા નાથ. આહાહા! એ ચૈતન્ય નિત્યધાતુ, વસ્તુ, જેણે અનંત અનંત અનંત ગુણને ધારી રાખ્યા એવી નિત્ય વસ્તુ, એની અંતરમાં દૃષ્ટિ થતાં, રાગથી ભિન્ન પડતાં, જે રાગનું પ્રગટપણું દેખાતું એ રાગથી ભિન્ન પડતાં આ શાંતિ ને આનંદનું પ્રગટપણું જણાય એને સમ્યજ્ઞાન ને સમ્યગ્દર્શન કહે છે. આહાહા! હજી તો ચોથા ગુણસ્થાનની વાત, પાંચમું કોને કહેવું એ તો આવું રહી ગયું. બાપા! આહાહા-અને મુનિને છઠું એ તો કોને ક્યાં એ તો લોકોએ સાંભળ્યું ય નથી. આહાહા! એવી નિત્ય ચૈતન્યધાતુ વિકસિત થયેલી છે? નિજ રસથી વિકસિત, નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો, એ દયા, દાન, વ્રત, તપ, અપવાસ આદિનો વિકલ્પ ઊઠે એ રાગ છે. એ રાગનો ને ચૈતન્ય વિકસિત થયેલા જ્ઞાનનો, એ જ્ઞાનભેદ ઈ જાણે. આહાહા! આ થોડા શબ્દોમાં આવું બધું ભર્યું છે, એ દયા, દાન, વ્રત, ઉપવાસ આદિનો વિકલ્પ, એ રાગનો અને ચૈતન્યધાતુથી વિકસિત થયેલી દશા, તે જ્ઞાન અને જાણે છે અને રાગ પર મારાંથી ભિન્ન છે, તેને જાણે છે. એ રાગ મારી ચીજ નથી. ધર્મીને આવું ભેદજ્ઞાન હોય છે. આહાહા ! એને ધર્મી કહેવાય ભાઈ. બાકી બધા વાડાના બકરાના ટોળાં છે. આહાહા ! એય? આહાહા ! આવો જે ચૈતન્ય પ્રભુ એકલા જ્ઞાનના સ્વભાવથી પૂર્ણ ભરેલો અને અતીન્દ્રિય આનંદના Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦) સમયસાર સિદ્ધિ ભાગ-૫ સ્વભાવથી પૂર્ણ ભરેલો, એવી ચૈતન્ય વસ્તુ તેનું ભાન થતાં, તે વિકસિત થયું જ્ઞાન, પ્રગટ થયું સમ્યગ્દર્શન, જ્ઞાન એ જ્ઞાન વડે સ્વને જાણે અને રાગાદિ ભાવ પર છે, તેને પર તરીકે જાણે. પ્રેમચંદજી! આહાહા ! આવી વાતું છે. ત્યારે એને જન્મ મરણના અંત આવે બાપા, નહિ તો ૮૪ના ફેરા કરી કરી મરી ગયો છે. આહાહા ! એક એક “૮૪ ની યોનિ” ૮૪ લાખ યોનિ, એક એક યોનિમાં અનંતવાર અવતર્યો છે, ભૂલી ગયો. હોં? ભૂલી ગયો એટલે નહોતું કેમ કહેવાય ભાઈ? જન્મી ને બાર મહિનામાં શું થયું ખબર છે? માતાએ કેમ ધવરાવ્યો નવરાવ્યો, નથી ખબર માટે નહોતું એમ કેમ કહેવાય. આહાહાહા! એમ જગતમાં અનેક અનંતવાર દરેક યોનિમાં, ઉત્પન્ન થયો, અનંતવાર મહાદુઃખી થયો, એની એને ખબર નથી, ખબર નથી માટે નથી એમ કેમ કહેવાય ભાઈ. આહાહા ! એની, જેને આંહીં ખબર પડી અંદર, કે હું તો એક ચૈતન્ય આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ! અન્યમતિ કહે એ નહિ હોં, સચ્ચિદાનંદ શબ્દ તો સ્વામીનારાયણમાં ય આવે, એને ખબર નથી વસ્તુની. આંહીં તો સર્વશ પરમેશ્વર જિનેશ્વરદેવે સત્ છે વસ્તુ, મહાપ્રભુ, ચિદાનંદ જ્ઞાન ને આનંદનો સાગર છે પ્રભુ ! આહાહા ! લોગસ્સમાં શબ્દ આવે છે ત્રણ, પણ એને અર્થની ખબર ન મળે “આઈએસુ અહિયં પયાસયરા, ચંદેશુ નિમલયર, સાગરવર ગંભીર” એટલે શું કહે છે. પ્રભુ તું કોણ છો? સિદ્ધ ભગવાનની વાત કરે છે, પણ સિદ્ધ ભગવાન જેવો આ આત્મા છે. આઈએસુ અહીંયા આદિત્ય એટલે સૂર્ય, આદિ થાય ને સૂર્ય પ્રગટ થાય, આદિ દિવસનો. આદિત્ય સૂર્યના પ્રકાશથી પણ ચૈતન્યનો પ્રકાશ અનંતગુણો અંદર છે. આહાહા! આઈએસુ અહિય અધિકં પયાસકરા પ્રકાશનો કરનારો પ્રભુ તું. કેમ બેસે? ચંદસ્યુ નિમલયરા પ્રભુ, આપ ચંદ્રની નિર્મળતાથી પણ અનંતગુણી નિર્મળતા, એવો આ પ્રભુ આત્મા છે અંદર. આહાહા! સાગરવર ગંભીરા, સાગરના દરિયાના પાણીની ઉંડપની ગંભીરતાનો પાર ન મળે, એમ આ ગંભીરતા અનંત ગુણનો ગંભીર, એવો જે આ ભગવાન આત્મા એનું જેને અંતરમાં સન્મુખ થઈને નિમિત્ત, રાગ અને પર્યાયથી વિમુખ થઈને, આહાહા.... ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય ધાતુ, ધ્રુવ સ્વરૂપ નિત્ય પ્રભુ, એની જ્યાં સન્મુખ થઈને જે સમ્યજ્ઞાન પ્રગટ થયું, એ “જ્ઞાના” એ જ્ઞાનથી સ્વ ચૈતન્યને અને રાગને જ્ઞાની બેય જુદા જાણે છે. આહાહા ! સમજાણું કાંઈ? આરે આવી ભાષા હોય બધી ક્યાંય સાંભળવા મળી ન હોય, ઓલા કહે નમો અરિહંતાણં, તિખુતો, ઈચ્છામિ, તસ્મઉત્તરિ, લોગસ્સ, કરેમિ ભંતે ને નમોથુછું-જાવ. થઈ ગઈ સામાયિક, ધૂળે ય નથી બાપા તને કાંઈ ખબર નથી. આહાહા! એવું અમેય બધું કર્યું તું ન્યાં હોં પાલેજમાં, અજ્ઞાનમાં. આહાહા ! આ વસ્તુ બીજી બાપુ, વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એનું ફરમાન કોઈ જુદી જાત છે. આહાહા ! એ આંહીં કહે છે. ચૈતન્યધાતુ અંદર વિકસિત થઈ છે, જ્ઞાન સમ્યગ્દર્શનમાં, અને રાગ, વિકાર છે દયા, દાન, વ્રત, આદિનો, એનો ભેદ જ્ઞાન જાણે છે, અજ્ઞાનીને એના ભેદની ખબર નથી. આહાહાહા ! છે? “ભેટું કર્તૃમાવત્ મિન્વતી” એવા કર્તુત્વને ભેદતો થકો, આહાહા ! હું એક ચૈતન્યમૂર્તિ આનંદ સ્વરૂપ છું, એવું ભાન અને રાગ ભિન્ન છે, એમ ભાન થતાં રાગના કર્તાપણાનું જે અભિમાન છે તે તેને છૂટી જાય છે, એ રાગની ક્રિયા મારી છે, એવું જે મિથ્યાષ્ટિમાં માનતો હતો, Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૦ ૧૦૧ અજ્ઞાનમાં એ જ્ઞાનનું ભાન થતાં તે વિકલ્પ જે દયા, દાન, વ્રતનો ઊઠે, તેનો હું કર્તા નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ? આવું છે. એ કર્તાપણાના ભાવને ભેદતો થકો, એટલે ? કે જે આત્મા સ્વરૂપ શુદ્ધચૈતન્ય છે તેનું ભાન નહોતું ત્યારે તો એ દયા, દાન, રાગ વિકલ્પ ઉઠે એ રાગ એનો કર્તા થતો એ મારું કર્તવ્ય છે અને એનો હું કર્તા છું, અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, પણ જ્યારે સમ્યગ્નાન ને સમ્યગ્દર્શન થયું, ત્યારે તેને આત્માનો રાગ અને હું બે ય જાદી ચીજ છું, અંત૨ ભાન થતાં, એ જ્ઞાની નામ ધર્મી જીવ ચોથે ગુણસ્થાને હોય છતાં તે રાગ આવે તેનો કર્તા થતો નથી. એ રાગનો જાણના૨ ૨હે છે. ચીમનભાઈ ! આવું છે. આહાહા ! હવે સાંભળે છે, લોકો તો મુંબઈમાં તો દશ દશ હજા૨, પંદર પંદર હજાર માણસ ભેગું થાય, વ્યાખ્યાન સાંભળવા !મારગની આ રીત છે, આ છે ભાઈ ? સાંભળવું હોય તો સાંભળો, એ ચીમનભાઈ પહો૨ ૮૯ બેઠું’ તું ને ઘાટકો૫૨, પંદર હજાર માણસ, વૈશાખ સુદ બીજ, એકમ, બીજ, બહુ માણસો, પણ બિચારા સંપ્રદાયની દૃષ્ટિવાળા પડયા હોય સાંભળવા આવે, કે, આંહીં વાત શું કહે છે એની ગંધે ય નો આવે. એ પુણ્ય દેખે અને ઘણાં માણસો દેખે તો હાલો આપણે. આહાહા! આંહીં કહે છે કે, ચૈતન્ય ભગવાન આત્મા એ શુદ્ધ આનંદનો નાથ પ્રભુ આત્મા એવું જેને ભાન થયું એને સમ્યગ્દષ્ટિ જીવને, આ ચૈતન્ય અને આ રાગ એ બે ચીજ ભિન્ન ભાસે છે, જેમ ઘઉં અને કાંકરા જેમ ભિન્ન ભાસે છે, એમ ધર્મીને એ દયા, દાન, વ્રત વિકલ્પ ઊઠે છે રાગ એ કાંકરો છે, મેલ છે. આહાહાહા ! આવી વાતું અને ભગવાન અંદર ચૈતન્ય નિર્મળાનંદ પ્રભુ છે. તેને જ્ઞાન દ્વારા બેયને ભિન્ન ભાસે છે, ભિન્ન ભાસતાં ભિન્નનો કર્તા થતો નથી. કહો સમજાણું આમાં ? “તોડતો થકો” એટલે ? એ રાગનો જે વિકલ્પ વૃત્તિ ઊઠે છે તેનો કર્તા ન થતાં, ધર્મી તેને તોડતો થકો, અકર્તાપણું પ્રગટ કરતો અને કર્તાપણાંને તોડતો થકો, જ્ઞાનથી જ પ્રગટ થાય છે, તે સમ્યગ્નાનથી તે ભાન પ્રગટ થાય છે. આહાહા ! આરે, આવી વાતું લ્યો, સમજાણું કાંઈ ? જેમ એ શાકની મીઠાશ ને મીઠાની ખા૨૫, બેય જુદી ચીજ છે, એમ પાણીનું ગ૨મપણું અને એનું શીતળપણું જુદું છે, એમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ, એનું ભાન અને રાગ દયા, દાન, વ્રત આદિનાં વિકલ્પ ઊઠે છે તે ચીજ ભિન્ન છે, એનું ભિન્ન ભાન થતાં તેના કર્તાપણાને ભેદતો, કર્તાપણાને તોડતો જ્ઞાની જ્ઞાનપણે રહે છે, આવું છે હવે, એ ય ! વે અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે, અજ્ઞાનીને આત્મા શું છે એની ખબર નથી, તેથી તે પુણ્ય-પાપનો ભાવ જે થાય દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, આ ૨ળવા–ક૨વાનો ભાવ બધું પાપ છે. ૨ળવાનો બાઈડી છોકરાના સાચવવાનો, વ્યાજ ઉપજાવવાનો ધંધો, છોકરાઓને રસ્તે કરી રાખવાનો, પોતાનો અનુભવ હોય ને પાપનો એને બતાવે જો આમ કરવું, આમ કરવું. એ બધા પાપના પરિણામ અને અંદર દયા, દાન, વ્રત, ભક્તિના પુણ્યનાં પરિણામ બે ય વિકા૨ છે, એમ ધર્મીને જ્ઞાન થતાં તેનો વિકા૨નો કર્તા નહિ થતો, એ જ્ઞાની રહે છે. અજ્ઞાની, તેની અજ્ઞાનીને ખબર નથી. અજ્ઞાની પણ પોતાના ભાવને કરે, એ અજ્ઞાની પુણ્ય–પાપના ભાવ થાય તેને કરે, પણ એ જડ કર્મને અને શ૨ી૨ને કે કોઈ ૫૨નું કરે ત્રણકાળમાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? અજ્ઞાની પણ, અજ્ઞાની પણ કેમ લીધું ? કે જ્ઞાની તો જ્ઞાનને કરે, અજ્ઞાની રાગને કરે, પણ એ પોતાનો રાગ જે પુણ્ય-પાપનો એને કરે, પણ અજ્ઞાની શરીરની ક્રિયા કરે કે વાણીને કરે, કે ૫૨ને બચાવવાનું કરે, કે ૫૨ની વ્યવસ્થા કરે એ તો ત્રણકાળમાં અજ્ઞાની પણ કરે નહિ. ભંગારનો ભૂકો ભંગારનો ધંધો હતો પહેલાં, મોટો કૂવો ભર્યો'તો પછી એમાંથી પૈસા બૈસા થયા હશે ધૂળ, કહે છે કે એ વ્યવસ્થા આત્મા ન કરી શકે, એમ કહે છે. છોકરા કરે ? અજ્ઞાની પણ પોતાનાં ભાવને કરે, એ પુણ્ય ને પાપના વિકલ્પ રાગ છે તેને કરે, પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથી, પુદ્ગલ નામ આ શરીર ને વાણીની ક્રિયા આત્મા કરતો નથી. આહાહાહા..... બરાબર છે? આ બધા હુંશિયાર ધંધા કરે છે ને ચીમનભાઈ ઠાકરશી, નહિ ? શું છે ધંધો કાંઈ તમારે ? હેં ? ( શ્રોતાઃ- ચુનાનો ) ચુનાનો, ચુનાનો, કોથળા, હા... હા... સાંભળ્યું છે ચુનાના કોથળા મોટા ને ધંધો છે. આહાહા ! રંગનો ધંધો મોટો નથી ? જામનગરનો એક વાણીયો છે ને દેરાવાસી રંગનો ધંધો, એને બા૨ મહિનામાં સાડા ત્રણ કરોડની પેદાશ છે, મુંબઈમાં આપણા સુમનભાઈ એમાં નોકર છે, રામજીભાઈના દિકરા છે, આઠ હજારનો પગા૨ છે માસિક. આવે છે ને અહીં ? સાડા ત્રણ કરોડની તો એક વ૨સની પેદાશ છે, જગજીવનભાઈ કે જગદીશભાઈ કે એવું કાંઈક નામ છે. જગમોહન મળ્યો'તો ને અહીં આવ્યો'તો ત્યાં મુંબઈ આવ્યો'તો મળ્યો'તો બધા ભિખારા છે, માગણ છે, કે આ આપો, આ આપો, આ લાવો, આ લાવો-અંદ૨ આનંદની લક્ષ્મી પડી છે, આત્મામાં ચોસઠ પ્હોરી જ્ઞાન આનંદ શાંતિ વીતરાગતા પૂરે પૂરી ભરી પડી છે, એમાંથી માંગતો નથી ને એમાંથી કાઢતો નથી ને. આ ધૂળ ને. આહાહાહા..... કેમ બરાબર છે પુંજાભાઈ ? આ નૈરોબી રહે છે, અહીંના મુમુક્ષુના ઘરો સાંઈઠ છે ત્યાં આફ્રિકા, આ ત્યાંથી આવ્યા છે, સાંઈઠ ઘર છે શ્વેતાંબર હતા દિગંબર થઈ ગયા, આપણે આંહીં મુમુક્ષુ થઈ ગયા, આઠ તો કરોડપતિ છે, અને બીજા ઘર બધા કોઈ પંદર લાખ કોઈ વીસ લાખ કોઈ પચીસ લાખ કોઈ પચાસલાખ એ હમણાં જેઠ સુદ અગિયારસે દિગંબર મંદિર કર્યું, આફ્રિકામાં બે હજાર વર્ષમાં નહોતું, આંહીંના મુમુક્ષુ છે ને ? પંદર લાખનું મંદિર કર્યું, જેઠ સુદ અગિયા૨સે મુરત કર્યું છે, તેડવા આવશે એમ લાગે છે. બહુ છેટે, હવે શ૨ી૨ (કોમળ ). હવે આફ્રિકા ક્યાંય રહ્યું નૈરોબી, પંદર લાખનું મુરત કર્યું જેઠ સુદ અગિયારસે, દિગંબર મંદિર સનાતન જૈન દર્શન, એ એક શુભભાવ છે, ધર્મ નથી. ભગવાનની પ્રતિમા પૂજા એ શુભભાવ છે, એમ વ્રત, અપવાસ એ શુભભાવ છે, રાગ છે, ધર્મ નહિ. આહાહાહા ! ધર્મ તો રાગના વિકલ્પથી ભિન્ન પડીને, ચૈતન્યધાતુ આનંદ પ્રભુ એનો અનુભવ ક૨વો, એનું જ્ઞાન ક૨વું, એમાં ઠરવું એનું નામ ૫૨માત્મા જિનેશ્વરદેવ ધર્મ કહે છે, બાકી બધા થોથાં છે. એ આંહીં કહે છે, ભલે અજ્ઞાની કહે છે કે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન ન કરે પણ, એ અજ્ઞાની પણ ૫૨નું તો કરી શકે નહિ. એ કુટુંબને સાચવવું કે દુકાનનો ધંધો વ્યવસ્થિત થડે બેસીને વ્યવસ્થિત કામ લેવું એ હિસાબ વ્યવસ્થિત કરે કે નહિ, દુકાને બેઠો હોય તો ? અભિમાન કરે. એ ૫૨નું કામ હા, એ પોતાના પુણ્ય-પાપનો શુભ-અશુભ ભાવ, Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૧ ૧૦૩ એનું કરે અજ્ઞાનભાવે, એનો કર્તા થાય, પણ પરનું તો કાંઈ કરી શકે નહિ. આહાહાહા.... ગજબ વાતું છે. કારણ કે ભગવાને તો અનંત આત્માઓ જોયાં છે, અનંત પરમાણું આ, અનંત પરમાણું છે ને આ? આ કાંઈ એક રજકણ નથી, અનંતા રજકણનો પિંડ છે આ તો ધૂળ એનો કટકો કરતાં કરતાં છેલ્લો પોઇન્ટ રહે એને પરમાણું કહેવાય, એવા અનંત પરમાણું અહીં કાશ્મણના તેજસના અનંત પરમાણું છે, એ બધા પરમાણુની ક્રિયા આત્મા ન કરે, અજ્ઞાની પણ. અજ્ઞાની કરે પોતાના શુભ અશુભ ભાવનો કર્તા થાય ને કરે, અને રખડે. સમજાણું કાંઈ? એ ભાવ કરે જાઓ પુગલનાં ભાવને કદી ન કરે, એવા અર્થનો અને આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે. શ્લોક-૬૧ (અનુષ્ટ્રમ). अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा। स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न कचित्।।६१।। હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુગલના ભાવને કદી કરતો નથી-એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે શ્લોકાર્થઃ- [ā] આ રીતે [MI] ખરેખર [માત્માનમ] પોતાને [અજ્ઞાન જ્ઞાનમv]અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ[ ર્વત્] કરતો [ ગાત્મા ગાત્મમાર્ચ ર્તા ચા] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [પરમાવસ્ય] પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો [ વરિત ન] કદી નથી. ૬૧. શ્લોક-૬૧ ઉપર પ્રવચન अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा। स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न कचित्।।६१।। એ રીતે ખરેખર” અર્થ છે નીચે “પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો” શું કહે છે. હવે, કાં કરે અજ્ઞાની પુણ્ય ને પાપના રાગને કરે અને જ્ઞાની જ્ઞાનને કરે, પણ એ પોતાના ભાવને કરે. ધર્મી જીવ છે એ જ્ઞાન ને આનંદ ને શાંતિના ભાવને કરે, અજ્ઞાની રાગ ને દ્વેષ પુણ્ય પાપના ભાવને કરે, પણ જ્ઞાની (કે) અજ્ઞાની પોતાના ભાવને કરે, જ્ઞાનીનો પોતાનો ભાવ શુદ્ધ ચૈતન્ય તેને કરે, અજ્ઞાનીનો ભાવ પુણ્ય ને પાપ તેને કરે, પણ પરને તો કોઈ કરે નહિ. અરે! આરે! આ બધા હુંશિયાર હશે ને હિંમતભાઈ? તમારા ચારમાં હુશિયાર તમે કહેવાવ, પૈસા ભલે આની પાસે છે, પૂનમચંદ ને ન્યાલચંદ. આહાહા ! એ કોની પાસે આવ્યા'તા એની પાસે તો મમતા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવી, કહે છે. એ મમતાનો કર્તા થાવ અજ્ઞાની, અને જ્ઞાની પોતાના જ્ઞાનસ્વરૂપની પરિણતિનો તેનો શુદ્ધતાનો કર્તા, પણ પરનો તો એક રજકણને ફેરવું ને તણખલાના બે કટકા કરવા એ આત્મા કરી શકતો નથી. આરે આવી વાત! આ લાકડી ઊંચી કરે આત્મા, એ ત્રણ કાળમાં નહિ, કહે છે, આ હાથથી પણ ઊંચી કરે આત્મા એ ત્રણકાળમાં નહિ, કહે છે. આ હાથથી પણ ઊંચી થઈ એમેય નહિ, કોણ માને? કે આ ચીજ જુદી છે. આ ચીજ જુદી છે. જુદી ચીજ, ફુદીનું કાંઈ કરે નહિ. ભારે વાતું બાપા! ઓહોહોહો ! વીતરાગ માર્ગમાં આવી વાત છે, બીજે કયાંય છે નહિ. અત્યારે તો સંપ્રદાયમાં ય વીતરાગ માર્ગને ઠેકાણે રાગ માર્ગ ને અજ્ઞાન માર્ગને ચલવ્યો છે, શું થાય પ્રભુ? દુર્લભ વસ્તુ છે. આવી વાત સાંભળવી જ મુશ્કેલ પડે, મુશ્કેલ પડે, નવા માણસને તો એવું લાગે કે આ શું, આ શું કહે છે પણ આ, આખો દિ' આ કરી શકીએ ને આનું કરીએ ને, છોકરાંને ભણાવીએ, છોકરાને સારે ઠેકાણે પાડીએ દીકરીને પણ સારે ઠેકાણે લગન બગન ને નાખે, ધૂળેય કરે નહિ સાંભળને ? વિકારના પરિણામને અજ્ઞાની કરે, પણ પરનું તો કાંઈ કરી શકે નહિ. જ્ઞાની પોતાના ભાવને કરે, જ્ઞાનીનો ભાવ કાંઈ રાગ એ પોતાનો નથી. આહાહા ! ધર્મીને તો જ્ઞાન ને આનંદ ને શાંતિનો ભાવ એને એ કરે, અજ્ઞાનીને રાગ મારાં, પુણ્ય-પાપ મારાં, માટે એને કરે, પણ પરને તો કાંઈ કરી ન શકે, આંખની પાંપણ પણ આત્મા ફેરવી શકે ત્રણકાળ ત્રણલોકમાં નહિ, કેમ કે એ જડ જુદી ચીજ છે પ્રભુ! આત્મા જુદી ચીજ છે. આવું કામ હશે? આખો મોટો ભાગ હાલે છે આખો, લાખો કરોડો માણસો તો આમ માને છે, અમે કરીએ, હેં? ગમે તે માનો સત્ તો સત્ છે. (શ્રોતા:- બરાબર સત્ તો સત્ રહેશે) એ રીતે ખરેખર પોતાના અજ્ઞાનભાવને, કે જ્ઞાનભાવને બેય લીધાને ભાઈ આમાં? ચાહે તો ધર્મી જીવ પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ જ્ઞાન ને રમણતા કરે, અને અજ્ઞાની પુણ્ય-પાપ ને દયા, દાન, વ્રત, આદિ રાગનો કર્તા થાય, પણ પરનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ થઈ શકે નહિ. આહાહાહા! ધર્મી જીવ તો રાગ ને પુણ્ય-પાપનો ય કર્તા નથી તો પરની તો વાત શું કરવી? અજ્ઞાની પુણ્ય-પાપનો કર્તા થાય પોતાના ભાનને ભૂલીને, તો એ પોતે રાગ ને દ્વેષ એનો કર્તા થાય, પણ પરદ્રવ્યની ક્રિયા કાંઈ પણ કરી શકે, હાથને હલાવી શકે કે આ વાણી બોલી શકે, આત્મા ત્રણકાળ ત્રણ લોકમાં નહિ. આહાહાહા! અભિમાન કરે. મોટા પૈસા પેદા થતા હોય તો આમ જાણે. ઓહોહો!દુકાને થડે બેસતા હોયને, અમારે હતા ને કુંવરજીભાઈ ફઈના દિકરા હતા, સાત આઠ પેઢીએ અમારા હતા ફઈ, ગિરધરભાઈ મોહનભાઈના દીકરા નહીં? સંતોકબા નહિ? આ સંતોકબાના મામા હતા ને ગિરધરભાઈ, નહીં ખબર હોય ભાઈને, સામે કોણ હતા ભાઈ મોહનભાઈના દિકરા કહું છું ઝોબાળીઆ, સંતોકબાના હતા ને મામા ગિરધરભાઈ હતા, ઉમરાળા, એ અમારે ફઈનાં દિકરા થાય સગા, અને એને ઓરમાન ભાઈ સંતોકબાના હતા આના બાપની મા, તારાચંદભાઈને ઘરેથી. બધા પણ માને, અમે આ કર્યું, અમે આ કર્યું કુંવરજીભાઈ હતા. પેદાશ મોટી હતી બબ્બે લાખની પેદાશ, મેં તો ૬૬ની સાલમાં કહેલું એને, મારી ઉંમર વીસની, અત્યારે તો નેવું, એ ય કુંવરજી આટલી મમતા તારી, કીધું મારાથી મોટો ચાર વરસે, આ તમારા કાકા, તારા બાપના કાકા, મેં તો, હું તો ભગત કહેવાતો ને પહેલાંથી Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૧ ૧૦૫ નાની ઉંમરથી, મેં ચોખ્ખું કહ્યું'તું એને ૬૬માં, કુંવરજીભાઈ હું કહું, મારી સામું બોલે નહિ, ભગત છે, સાંભળો, મરીને યાદ રાખો આપણે વાણીયા છીએ એટલે માંસ ને દારૂ ખાતા નથી એટલે મરીને નરકે નહીં જાવ એ ય મનહર, ફાવાભાઈ તે દિ' ત્યાં હતો પાલેજ તે દિ' તો સટ્ટાનો ધંધો કરતા'તાને ખબર છે. તેમ દેવમાં જવાના લખણ મને નથી લાગતા કીધું તારા, દુકાને બેઠો તો, તેમ મનુષ્ય થવાના લખણ મને નથી લાગતા તારા, કીધું મરીને ઢોર થઈશ કીધું યાદ રાખજે. બોલે નહિ મારી સામે, ભગત છે બોલશો નહિ સાંભળો, દાંત કાઢે. આ શું કરો છો આખો દિ' આ દુકાને બેઠો'તો હું તો આમ બે દુકાનો હતી ને અમારે ત્રીસ માણસો એક રસોડે જમતા. હું આ દુકાનમાંથી સાંજે જમવા ગયેલો ત્યાં ચુનીલાલ મોતીલાલની પાછળ નહિ રસોડું હતું, પણ ત્યાં દુકાન ને ત્યાંથી હું આમ ગયો ને આમ ઊભો રહ્યો મારાથી બોલાઈ ગયું એવું, કુંવરજીભાઈ કીધું મરીને ઢોર થાઈશ કીધું યાદ રાખજે, અને એમ થયું મમતા એટલી મેં કરું, હું કરું, હું કરું, હું કરું, મેં આમ કર્યું બધાના દેવાળા નીકળ્યા મારી દુકાનમાં પેદાશ વધી ગઈ, હવે ધૂળેય નથી સાંભળને કીધું. એ ભાઈ મરતા એને સનેપાત થયો, અને એમાં આ કર્યું ને, આ કર્યું કે, આ કર્યું લવતો લવતો મરી ગયો. છોકરા ડાહ્યાં છે, બાપા બગડી ગયું, બે લાખ મૂકી ગયા રળવાના, હોં દશ લાખ રોકડા, ને બે લાખની પેદાશ, અમારા ભાગીદાર હતા ફઈના દીકરા. બાપુ તારા લખણ કીધું એવા મને લાગે છે, આંહીં કાંઈ કોઈને સફારસ, બફારસ હતી નહીં. તેમ માખણ ચોપડવું નહોતું આંહીં. આહાહાહા ! આંહીં એ કહે છે કે પરનું કરું, પરનું કરું, “હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે,” ગાડાં હેઠે કૂતરો અડે એને ઓલું શું કહેવાય ઠાઠું અડેને ગાડું હાલે છે બળદથી અને અડે ને આ જાણે કે મારાથી હાલે, એમ દુકાને બેઠો હોય ને ધંધાની ક્રિયા એ મારાથી થાય, કૂતરા જેવો છે, આકરી વાતું પ્રભુ! આહાહાહા ! એ નરસિંહ મહેતાનું વાક્ય છે. “હું કરું, હું કરું” આ પરનું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર, ગાડાનો, “કૂતરો તાણે”. આંહીં એ પ્રભુ કહે છે, કે તારા ભાવને અજ્ઞાન ભાવે પુણ્ય ને પાપને તું કર, અને આત્મજ્ઞાનમાં જ્ઞાન ને શાંતિના ભાવને કર, પણ પરનું તો કાંઈ, તણખલાના બે કટકા કરવા એ તારામાં તાકાત છે જ નહિ, પરનું કરી શકું એમ છે જ નહિ, ભારે કામ ભાઈ. આ ટોપી આમ સરખી પહેરવી એ કહે છે, આત્માથી નહિ એમ કહે છે. એ જડની ક્રિયા છે. જડ છે એ તો. આહાહા ! ઈ પરનો કર્તા તો અજ્ઞાનીય નથી, એમ કહે છે. ભારે કામ આકરું બાપા, દુનિયાથી જુદી ચીજ છે. દુનિયાની ઈ બધી ખબર છે ને આખી દુનિયાની ૬૩ ની સાલથી તો દુનિયાને જોઈ છે ને ૬૩ની સાલથી ઘણાં પ્રકારના વેપાર ને ધંધાને બધા જોતાં ને વેપારીના અભિમાનીઅભિમાની જ્યાં હોય ત્યાં, અમે કર્યા, અમે કર્યા, અમે કર્યાં અમે ડાહ્યા થયા માટે આ પૈસા વધાર્યા, મકાન કર્યા, બાવડે, બાપ કાંઈ, મૂકીને નહોતા ગયા કાંઈ, બાહુબળ કહેનારા બોલનારા બધા સાંભળ્યા છે ને? મૂંઢ છે એ અજ્ઞાન ને મિથ્યાદેષ્ટિ પરનું કાર્ય કરી શકતો નથી, છતાં કરું છું એમ માને છે, એ મૂંઢ મિથ્યાત્વમાં ચાર ગતિમાં રખડવાના લખણવાળો છે. એ ૮૪ના અવતારમાં રખડશે. એમ ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવની આ વાણી છે. એને કાંઈ કોઈની પડી નથી કે દુનિયાને સરખું લાગે ન લાગે. આંહીં કહે છે, એ અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના ભાવનો કર્તા છે, જોયું? Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પોતાના બે પ્રકાર, અજ્ઞાનીનો પુણ્ય ને પાપનો પોતાનો ભાવ છે, કા૨ણકે એના ૫૨ દૃષ્ટિ છે અને એ માન્યા છે પોતાના, એનો અજ્ઞાની કર્તા એ પોતાના ભાવનો પુણ્ય-પાપ દયા-દાન, વ્રત કામ ક્રોધ વિકા૨નો. જ્ઞાની પોતાનો ભાવ એટલે રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, એના જ્ઞાન ને આનંદને શાંતિનો પોતાનો ભાવ તેનો જ્ઞાની, ધર્મી કર્તા. આહાહાહા ! માળે વાતે વાતે ફેર. હવે માણસ કહે ૫૨માણંદા, આવે છે ને ? “માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે અને એક ત્રાંબિયાના તેર,” એમ આંહી પ્રભુ કહે છે તા૨ે અને મારે વાતે વાતે ફેર છે. ભાઈ ! આહાહાહા ! મારો મારગ અને તારો મારગ કોઈ જાદી જાત છે. સમજાણું કાંઈ ? અજ્ઞાની કે જ્ઞાની પોતાના ભાવનો કર્તા છે, પોતાના કીધું એટલે શું ? પુણ્ય-પાપનો ભાવ અજ્ઞાની પોતાના માને છે ને ? એથી પોતાના ભાવનો કર્તા અજ્ઞાની, અને જ્ઞાની છે એ પુણ્યભાવને પોતાના માનતો નથી એનો જાણનાર છું, દેખનાર છું એવું જે પરિણામ શુદ્ધ છે એનો તે જ્ઞાની ધર્મી કર્તા થાય છે. એ રાગનો કર્તા નહિ ને ૫૨નો કર્તા તો નહિ જ. આહાહાહા ! આવી વાત છે. આ કયા૨નું લખાણ છે, આ ? અનાદિકાળના તીર્થંકરો આમ કહેતા આવ્યા છે, એ સંતોએ એ જાતની વાતને અનુભવીને એ વાતને લખી છે. આત્મા પોતાના ભાવનો કર્તા થાય છે ૫૨ ભાવનો પુદ્ગલભાવનો કર્તા તો કદી નથી, શી૨ની ક્રિયા કરી શકે, વાણી બોલી શકે, બીજાની દયા પાળી શકે, એ તો ત્રણકાળમાં નથી, કહે છે. અરે રે ! આંહીં તો દયા પાળવી એ ધર્મ માને છે, લોકો. ૫૨ની દયા પાળી શકે એ તો ૫૨ વસ્તુ છે ૫૨નો આત્મા ને એનું આયુષ્ય હોય ત્યાં સુધી રહેશે, એને આયુષ્ય પૂરું થતા ખલાસ થતા દેહ છૂટી જશે એને કા૨ણે તું એની દયા પાળી શકે? આરે આરે આવી વાતું. અજ્ઞાની ૫૨ની દયા પાળવાનું કાર્ય નહિ કરી શકે, પણ અજ્ઞાની એના રાગ ને પુણ્યપાપનો ભાવ થાય તેનો એ કર્તા થશે અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, મૂંઢપણે. અને જ્ઞાની ધર્મી એ રાગથી ભિન્ન પડેલું તત્ત્વ તેના ભાનમાં રાગનો ય કર્તા નથી, રાગનું જાણવું એવું દેખવું એવું એવા જ્ઞાનની પર્યાય ને શ્રદ્ધાની પર્યાયનો કર્તા છે. આરે! આરે! સમજાણું કાંઈ ? કાંઈ સમજાણું, એમ કીધું ને સમજાય જાય તો તો ( શ્રોતાઃ– સમજાય જાય તો તો બેડો પા૨ છે ) પણ કઈ પદ્ધતિથી, કઈ રીતથી કહેવાય છે. આહાહા ! એ કહે છે કે ૫૨ભાવનો તો કર્તા કદી નથી. આહાહાહા ! આ શાકને મોળી શકે, કલમને, આમ કલમ નથી કરતાં, શીશપેનને ? એ તો ત્રણકાળમાં કરી શકે નહિ એમ કહે છે. એ તો જડની ક્રિયા છે, એ જડથી થાય છે. આ વાત કેમ બેસે ? આ દાંત હલાવી શકે એ ત્રણકાળમાં નહિ એમ કહે છે, એ જડ છે આ તો માટી છે આમ આમ થાય એ જડને લઈને, આત્મા એને હલાવી શકે નહીં, આત્મા રોટલીના ટુકડા કરી શકે નહિ, આરે આરે ! પોતાના અજ્ઞાનભાવને રાગને પુણ્ય-પાપના ભાવને કરે અને ધર્મી જીવ છે એ રાગને જાણનારું જ્ઞાન છે, તે જ્ઞાતા-દેષ્ટા તરીકેના જ્ઞાનપરિણામને આનંદના પરિણામને કરે, પણ ૫૨ વસ્તુને તો કરે નહિ વિશેષ કહેશે. :- પ્રમાણ વચન ગુરુદેવ ) (શ્રોતા: Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શ્લોક-૬૨ છે . લોક-ર ** શ્વો દુર ) ) (અનુષ્ટ્રમ) आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।६२।। એ જ વાતને દૃઢ કરે છે - શ્લોકાર્થ-[માત્મા જ્ઞાન] આત્મા જ્ઞાનસ્વરૂપ છે,[સ્વયં જ્ઞાનં] પોતે જ્ઞાન જ છે; [ જ્ઞાનાત્ જે જિમ રોતિ] તે જ્ઞાન સિવાય બીજું શું કરે? [શાત્મા પરમાવસ્ય વર્તા] આત્મા પરભાવનો કર્તા છે [મયં] એમ માનવું (તથા કહેવું) તે [વ્યવહારિખમ મોદ:]વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬ર. પ્રવચન નં. ૧૯૭ શ્લોક-ર તથા ગાથા-૯૮ થી ૧૦૦ શુક્રવાર, મહા વદ-૪, તા. ૧૬/૨/'૭૯ આ (શ્લોક) તો શિક્ષણમાં ચાલે છે છોકરાવમાં. आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।६२।। આ આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે. “સ્વયં જ્ઞાન' પહેલું કીધું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પછી કહે સ્વયં જ્ઞાન જ છે. જ્ઞાન સ્વરૂપ છે એ હજી ભેદથી એ જ્ઞાન સ્વરૂપ જ ચૈતન્યસ્વરૂપ એ જ્ઞાના અન્ય કિમ્ કરોતિ, જ્ઞાન સિવાય બીજું શું કરે? અહીં તો જ્ઞાન સિવાય બીજું શું કરે? એમ તો જાણે કે એ રાગનો ય કર્તા નથી, પણ અહીં તો જડનું કહેવું છે, પાઠ તો આમ છે જ્ઞાનાત્ અન્યત્” એટલે શું કીધું સમજાણું? આત્મા જ્ઞાનસ્વરૂપ છે અથવા જ્ઞાનમય છે, જ્ઞાનસ્વરૂપ છે અથવા જ્ઞાન પોતે જ જ્ઞાન છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? અહીં દયા દાન ને વ્રતના પરિણામ કરે એ આંહીં સિદ્ધ નથી કરવું એ ન કરે, એમ સિદ્ધ નથી કરવું. આહીં તો પર જડનાં પરિણામને શું કરે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? શબ્દ તો એવો આવ્યો છે– “જ્ઞાનાત્ અન્ય કિમ કરોતિ,” જ્ઞાનથી બીજું કરે એટલે? ભલે એ પુણ્ય-પાપ દયા દાન રાગદ્વેષ આદિ કરે અજ્ઞાનભાવે પણ પરનું તો કાંઈ કરી શકે નહિ, બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા ઘટનો ઘડાનો વસ્ત્રનો દાળ ભાત રોટલીનો શાકનો કપડાને કરે એમ માનવું એ તો ભ્રમ અજ્ઞાન છે. આહાહાહા ! પરભાવનો કર્તા એમ માનવું અને કહેવું પરભાવ શબ્દ જડ કર્મ, અને ઘટ-પટ આદિ એક એ પરભાવ, પરભાવ એટલે વિકારી પરિણામ પરભાવ ન લેવા, સમજાણું કાંઈ ? આત્મા પર ભાવનો એટલે પુદ્ગલનો ઘટ-પટનો કે કર્મ-જડનો એ કર્તા છે એમ માનવું, એ તો વ્યવહારી જીવોનું અજ્ઞાન છે. આહાહા ! સમજાણું? હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ 6) C ગાથા-૯૮ ) तथापिववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि। करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।।९८ ।। व्यवहारेण त्वात्मा करोति घटपटरथान् द्रव्याणि। करणानि च कर्माणि च नोकर्माणीह विविधानि।।९८।। व्यवहारिणां हि यतो यथायमात्मात्मविकल्पव्यापाराभ्यां घटादिपरद्रव्यात्मकं बहिःकर्म कुर्वन् प्रतिभाति ततस्तथा क्रोधादिपरद्रव्यात्मकं च समस्तमन्तःकर्मापिकरोत्यविशेषादित्यस्ति व्यामोहः। હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે ઘટ-પટ-રથાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી, નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮. ગાથાર્થ:-[ વ્યવદારે ] વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે [ રૂદ] જગતમાં [માત્મા]આત્મા [૧૮૫૮૨થાનzવ્યાળિ]ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, [૨] વળી [ રણનિ] ઇંદ્રિયોને, [ વિવિઘાનિ] અનેક પ્રકારનાં [ ff] ક્રોધાદિ દ્રવ્યકર્મોને [ નોff] અને શરીરાદિનોકર્મોને [ રતિ] કરે છે. ટીકા-જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગકર્મને પણ-બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે. ભાવાર્થ:-ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે. ગાથા-૯૮ ઉપર પ્રવચન ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि। करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।।९८ ।। ઘટ-પટ-રથાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી, નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮. Page #124 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૮ ૧૦૯ ટીકાઃ– “જેથી પોતાના ઇચ્છારૂપ વિકલ્પ અને હસ્તાદિની ક્રિયા એવા વડે” આહાહા ! હાથની આ ક્રિયા અત્યારે તો એમ ગણી છે. પણ એની પોતાની અને ઇચ્છારૂપ વિકલ્પ એ આત્મા ઘટ, ઘડો કરે, પટને કરે, રોટલીને કરે, મકાનને કરે, લાકડાનાં કામ કરે “એ ઘટ આદિ ૫રદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરતો, વ્યવહારી લોકોને પ્રતિભાસે છે,” અજ્ઞાનીને એ ભાસે છે. આહાહા ! ઘટ ઘડો, વસ્ત્ર, ૨થ એ બહા૨નું અજ્ઞાની એમ માને છે કે અમે કરીએ છીએ એ ૫૨ને કરી શકતો નથી. આ તો આખી દુનિયાને એ ઘટ પટ આદિ ૫૨દ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો વ્યવહા૨ી જીવોને પ્રતિભાસે છે. દુકાને બેઠો, આ ધંધાને આ બધી ક્રિયા કરું છું પૈસા દેવા લેવા માલ દેવો લેવો. નહિ? ચુનો ઘોળો આપે ને ? ઈ ચુનો ચુનાની કોથળીઓ રાખવી, ચુનાની કોથળીઓ વેચવી અને દેવી, કહે છે કે એ કામ કરી શકતો નથી, પણ વ્યવહા૨ી અજ્ઞાની માને છે. આહાહા! તેવી રીતે જેમ એ ઘટ-પટ-૨થ આદિ ૫૨દ્રવ્યની ક્રિયાને કરે છે. એમ વ્યવહા૨ી જીવોનું અજ્ઞાન છે. એવી રીતે આત્મા ક્રોધાદિ ૫૨દ્રવ્ય સ્વરૂપ જડ, જડ, ક્રોધાદિ અહીં ભાવકર્મ ન લેવું, ચારિત્રમોહ દર્શનમોહ કર્મ જે છે ને જડ, એ ક્રોધાદિ ૫૨દ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ, બાહ્યમાં ઘટ પટ ૨થઆદિ કરું અને અંત૨માં કર્મને કરું, જડ કર્મ હોં આહા... એ બંને કર્મો ૫૨દ્રવ્યસ્વરૂપ હોઈને, ઘટ પટ ૨થ કે આ રોટલી મકાન એ ૫૨દ્રવ્ય સ્વરૂપ છે, એમ અંદરમાં જડ કર્મ બંધાય છે, એ જડ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ જેમ બાહ્યને કરું એમ માને, મિથ્યાત્વ મોહ છે એમ અંતરમાં જડ કર્મને હું કરું એ પણ મોહ, મિથ્યાત્વ મોહ છે. આહાહા! તેવી રીતે આત્મા ક્રોધાદિ ૫૨દ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મ, ઓલું બાહ્ય કર્મ હતું ઘટ પટ ૨થઆદિ બાહ્ય હતું આ અંતરંગ જડ. બંને કર્મો ૫દ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી ઘટ પટ ૨થ રોટલી, દાળ ભાત શાક આ કપડાનો વેપાર, કપડા બપડા દેવા ને લેવા ને એ ક્રિયા અજ્ઞાની એમ માને છે કે અમે કરીએ છીએ, એ અજ્ઞાન છે. એવી રીતે અંતરંગ કર્મ જડ એને હું કરું છું, એવી માન્યતાપણું ભ્રમ અજ્ઞાન છે. લોઢા બોઢાના નહિ ભંગા૨નું તમારે મનહરને ભંગાર, ભંગાર, ભંગાર લઈએ દઈએ બીજાને આપીએ કર્યુ છે કે એ ક્રિયા ૫૨દ્રવ્યને કરું છું એ માનવું એ મોહ્ર મિથ્યા ભ્રમ છે. એમ અંતરંગ કર્મ જડ જે છે તેને પણ કરું છું, તો બંને કર્મ ૫૨ છે, ચાહે તો બાહ્ય ઘટ પટ રથ આદિક હો અને ચાહે તો અંદર જડ કર્મ હો. આહાહા ! આવું કામ છે. તો આત્મા તો પાંગળો થયો, ૫૨નું કાંઈ કરી શકે નહિ. તાકાત ક્યાં ગઈ એની ? એ પ્રશ્ન ઉઠયો’તો કળશમાં કે ભાઈ અનંત શક્તિ છે માટે કોઈ એક શક્તિ એવી પણ હોય, કે ૫૨નું કરે, કે “ના.” ૫૨નું કરી શકે એવો કોઈ આત્મામાં શક્તિ ગુણ છે નહિ. આહાહાહા ! આ કપડાં સીવવા, આ કુંભાર ઘડાને કરે, વણકર કપડાંને વણે, આ બૈરાઓ પાપડ ને વડીને કરે, હુંશિયા૨ હોય તો કરે કે નહિ એમાં ? પાપડ ને વડી નો કરે, ત્યારે કોણ કરે ? જેવા બાહ્ય કર્મ ૫૨ છે એને કરવું એમ માનવું એ અજ્ઞાનીનો મોહ છે. એમ અંત૨ કર્મ જે જડ છે એને હું કરું એ પણ અજ્ઞાનીનો મોહ છે. આહાહા ! Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભારે કામ આ તો દુનિયાથી જુદી જાત લાગે. પરની દયા પાળી શકું છું, એ પરદ્રવ્યનું કર્મ થયું. સમજાણું? અને એમાં રાગ થયો અને એને લઈને કર્મ બંધાણું, એ કર્મ બંધનને મેં કર્યું, રાગ કર્યો હોય અજ્ઞાનીએ ત્યાં સુધી બરાબર છે. અજ્ઞાનીએ હોં. અજ્ઞાનભાવે, એ રાગ ઇચ્છા આદિને કરે, પણ અજ્ઞાનભાવે એ જડકર્મને ઘટ પટ રથાદિકનાં પરકર્મને કરે નહિ. આહાહા ! પરદ્રવ્ય સ્વરૂપ ક્રોધ, માન, માયા, લોભ જડ, હોં, જડ. ક્રોધ, માન, માયા, પરદ્રવ્ય સમસ્ત અંતરંગ કર્મને પણ બંને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને ઘટ પટ રથાદિ અને જડ કર્મ બંને પરદ્રવ્ય સ્વરૂપ હોઈને, તેમનામાં તફાવત નહિ હોવાથી, કરે છે એવો વ્યવહારી જીવોનો વ્યામોહ ભ્રાંતિ અજ્ઞાન છે. આહા!આ ધંધા બંધામાં બેઠો હોય દુકાને બધું કરતો નથી, ભાષા કરે, હાથ હલાવે, હું? ચોખાની ગુણું ભરી હોય એમાં બંબી નાખીને, બંબી હોય છે ને ચોખાની તે એ પછી સીધી નાખે તો તો એમાં કણકી ને બધું ભેગું આવે પણ આમ-આમ આડી નાખે આમ એટલે ચોખા, આખા ચોખા આવે, કહો એ કરી શકે કે નહિ? આ ચોખા હોય છે ને ઝીણી કણકી વધારે હોય અંદર, તો વાણીયાને એમાંથી ભાવ ઓલા ઓછા આપે, હોય ભલે કણકી, પછી બંબી મારે, આમ ન મારે, સીધી ન મારે, આમ-આમ એટલે એમાંથી આખા ચોખા નીકળે, એ કરી શકે ? બંબી મારી ન શકે? એ તો પરદ્રવ્ય કીધું, પણ અંતરંગમાં જે આઠ કર્મ જે જડ છે, એને પણ હું કરું છું એ અજ્ઞાનીનો મોહ છે. આહાહા ! ભાવાર્થ – ઘટ પટ, કર્મ નોકર્મ ઇત્યાદિ એ જડ હોં, ઘટ પટ ને કર્મ જડ નોકર્મ શરીર આદિ વાણી ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે. આહાહા..... આ એમ માનવું એ વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે. આખો દિ' કામ કરવું અને કહે કે એ કરે અને એમ માને તો એ મૂંઢ છે. આહાહાહા.... વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી, એમ હવે કહે છે ૯૯માં. છે અહીંયાં ચાર ભાવને હેય કહ્યા છે. ક્ષાયિકસમકિતને પણ હેય કહ્યું છે. છ જિજ્ઞાસા: કેવળજ્ઞાનને પણ હેય કહ્યું છે? સમાધાન કેવળજ્ઞાન તો અત્યારે છે જ નહીં એટલે મેં ન કહ્યું. બધી વાત ખ્યાલમાં છે. (અહીં) કેવળજ્ઞાન છે નહીં, એટલે શ્રુતજ્ઞાનીને હેય છે; એ તો એક નયથી વિચાર કરવાથી હેય છે, પણ વર્તમાન તો છે નહીં. વર્તમાન તો (જોડણી) ક્ષાયિકસમકિત હોય; ઉપશમભાવ હોય, ક્ષયોપશમસમકિત ( હોય); ઔદયિકભાવ હોય, એ તો ઠીક, ઔદયિકભાવ તો વિકાર છે. વર્તમાનમાં તો ક્ષાયિકભાવ થઈ શકતો નથી; પણ એ ક્ષાયિકની જોડણી થઈ શકે છે. ભગવાનના શ્રીમુખે ક્ષાયિકના બે ભેદ આવ્યા છે. એક મૂળ ક્ષાયિક અને (બીજું ) એ જે ક્ષયોપશમ છે તે ક્ષાયિક થવાવાળું છે, પડવાવાળું નથી, એ જોડણીક્ષાયિક. એ જોડણીક્ષાયિકનો અર્થ ભગવાનના શ્રીમુખેથી આવ્યો છે. ક્ષાયિક તો ક્ષાયિક જ છે. પણ જેને ક્ષયોપશમ ( એવા પ્રકાર હોય તેને જોડણીક્ષાયિક કહેવામાં આવે છે). (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૪૯, નિયમસાર ગાથા-૫૦) Page #126 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૯ ૧૧૧ ગાથા-૯૯ - - स न सन्जदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता।।९९।। यदि स परद्रव्याणि च कुर्यान्नियमेन तन्मयो भवेत्। यस्मान्न तन्मयस्तेन स न तेषां भवति कर्ता।।९९।। यदि खल्वयमात्मा परद्रव्यात्मकं कर्म कुर्यात् तदा परिणामपरिणामिभावान्यथा नुपपत्तेर्नियमेन तन्मयः स्यात; न च द्रव्यान्तरमयत्वे द्रव्योच्छेदापत्तेस्तन्मयोऽस्ति। ततो व्याप्यव्यापकभावेन न तस्य कर्तास्ति। વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે પદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને. પણ તે નથી તન્મય અરે! તેથી નહિ કર્તા ઠરે. ૯૯. ગાથાર્થ-[ઃિ ૨] જો [સ:] આત્મા [પદ્રવ્યાળિ] પરદ્રવ્યોને [૩ ] કરે તો તે [નિયમેન] નિયમથી [તન્મય:] તન્મય અર્થાત્ પરદ્રવ્યમય [ ભવેત્] થઈ જાય; [કસ્માત તન્મય:] પરંતુ તન્મય નથી [ તેન] તેથી [][ તેષાં] તેમનો[ વર્તા] કર્તા [ ન ભવતિ] નથી. ટીકા--જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય- વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી. ભાવાર્થ-એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી. ગાથા-૯૯ ઉપર પ્રવચન जदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ।।९९ ।। Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ટીકા:- નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે. ઘટ પટ રથ, રોટલી દાળ ભાત શાક કપડાં આદિના વેપાર ને ધંધા આમ કરે, પરદ્રવ્યને લેવડ દેવડની ક્રિયા કરે તો પરિણામ પરિણામીપણું બીજી રીતે બની શકતું નથી, એ પરિણામી આત્મા ને પરિણામ પરનું કરે, તો પરિણામી અને પરિણામ બેય એક થઈ ગયા. પોતે અને પર બેય એક થઈ ગયા. આહાહા! સમજાણું કાંઈ? પરિણામ અને પરિણામી બીજી કોઈ રીતે બની શકતું નથી. તો આત્મા નિયમથી તન્મય થઈ જાય; એટલે શું કીધું? કે ઘડાને, વસ્ત્રને, રથને, કપડાને, રોટલીને, દાળ, ભાત, શાકને એ પરવસ્તુ છે, એને જો કરે તો આત્મા ત્યાં તન્મય થઈ જાય, એમાં એકાકાર થઈ જાય, ભિન્ન રહે નહિ. આહાહા! એમ તો બનતું નથી. આરે આવી વ્યાખ્યા, “કરે તો પરિણામ ને પરિણામી બીજી કોઈ રીતે બની શક્યું નથી” શું કીધું ઈ? જેમ કે રોટલીની અવસ્થા એ પરિણામ છે અને આત્મા કરે પરિણામી, તો પરિણામીનું એ પરિણામ તો અભેદ થઈ ગયું, એ તો પરિણામ રોટલીની પર્યાયનું પરિણામ એ પરમાણું પરિણામી એનાથી પરિણામ છે, એ પરિણામી ને પરિણામ એ છે પણ એના પરિણામને આ કરે તો, આ પરિણામી એના પરિણામને કરતાં તેમાં એકાકાર થઈ જાય, જાદો ન રહે. આહાહા ! માળું આવું કહે છે? નિશ્ચયથી આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે, પરદ્રવ્ય શબ્દ જડ કર્મ અને ઘટ પટ રથઆદિ બાહ્ય ચીજો, આ પુસ્તકને બનાવવા, પુસ્તકને લખવા, આ લખો, લખે ને એ ક્રિયા લખવાની છે એ જો આત્મા કરે તો એ પરિણામ લખવાનું પરિણામ અને પોતે પરિણામી, તો પરિણામ પરિણામી અભેદ થઈ ગયો, તો એકાકાર થઈ ગયો, પરની હારે તન્મય થઈ ગયો, પણ એમ છે નહિ. એ કર્મ લખવાના પરિણામ એનો પરિણામી પરમાણું એની સાથે પરિણામી-પરિણામ છે, પણ પરિણામી પોતે અને લખવાના પરિણામ મેં કર્યા. તો તો એ પરિણામી અને પરિણામ જુદાં ન હોય ને આ તો “બે'ય જુદા છે. આહાહા! આવી વાતું છે. આ તો આખો દિ' આ કરો, આ કરો, આ કરો, ફલાણાને મદદ કરો, એકબીજાને આમ કરો, જેની હારે રહેવું છે એને મદદ કરો, એને પોતાની જેવો બનાવો અને એવો ઉપદેશ આપે ને અત્યારે. લોકોને સારો લાગે. આહાહા ! આંહીં તો આહાર, પાણી, વસ્ત્ર, પૈસા, મકાન, કપડાં એકબીજાને દઈ શકે એ પરિણામ અને પરિણામી બે ય એક થઈ ગયા. સમજાય છે કાંઈ ? આ જુઓ આ છે કપડું આમ તો એ પરિણામ છે, અને પરિણામી પરમાણું છે પણ જો આત્મા આને કરે તો આ પરિણામ અને આત્મા પરિણામી, એકમેક થઈ જાય. આવું છે. આવું તત્ત્વ, કહો જૈન વીતરાગ માર્ગ આ ટોપી છે, એ આમ-આમ અહીં પહેરે છે આમ, એ પરિણામ થયા એના, અને પરિણામી આત્મા, એ ટોપીને સરખી કરે એ પરિણામ, એને પરિણામી આત્મા કરે, તો આત્મા આ ટોપીની હારે તન્મય થઈ જાય. ટોપી પહેરી શકે નહિ. કહો કાંતિભાઈ, શું છે આ? ઓહોહો ! આખો દિ' દુકાને ધંધા કરે છે, ધમાલ ચલાવે, મિથ્યાભાવને સેવે છે, એમ કહે છે. આહાહાહા ! Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૯ ૧૧૩ અજ્ઞાનીઓની એ ભ્રાંતિ ને વ્યામોહ છે, પણ આ તમારે ઘડીયાળ–ડિયાળનું કરે તો ય નહિ ? ભાઈને શું છે? એને સ્ટીલ તો આંહીં છે, પણ ત્યાં કાંઈક હશે ને મુંબઈ ? એ ચીમનભાઈ, સ્ટીલનું હશે. આહાહા ! એ સ્ટીલના કારખાના એને હું લવું, આરે ! અત્યારે કારખાના બહુ થાય, પાંચ પચાસ હજાર થાય એટલે કા૨ખાનું, નાનું કારખાનું, પેનનું કા૨ખાનું, ફલાણાનું કારખાનું, ઢીંકણાંનું કા૨ખાનું, કહે છે અને એ કારખાનું હું ચલાવું છું, હૈં ? આ તો કહે છે કે ઈ ૫૨ વસ્તુના પરિણામ ૫૨વસ્તુથી થયાં છે, તેથી તે પરિણામ ને પરિણામી તન્મય છે. પણ તે પરિણામને તું કરે તો તું પરિણામી અને એ પરિણામ તો એમાં તન્મય એકમેક થઈ ગયું, ૫૨દ્રવ્યમાં એ એકાકાર થઈ ગયું. આહાહાહા ! આવું ક્યાં કોઈ સાંભળવા નવા ન મળે, કહે છે. એ સોનગઢે નવું કાઢયું એમ કહે છે. પણ આ નવું, કોનું છે આ ? ભગવાને જ્યારે અનંત દ્રવ્ય કીધાં, ભગવાન તીર્થંકરદેવે અનંત આત્મા, અનંત પરમાણું કીધાં, તો અનંત અનંતપણે ક્યારે રહે ? કે બીજાના પરિણામને બીજો કરે તો તો અનંતપણું રહે નહિ, પણ બીજા ૫દ્રવ્યનો નાશ થયો. એના પરિણામને આ કરે તો, એ પરિણામીનો નાશ થયો, કારણકે પરિણામ વિનાનું પરિણામી હોય નહિ. આહાહા ! શું કીધું ઈ ? કોઈ પણ દ્રવ્ય કોઈપણ સમયે પરિણમન વિનાનું હોય નહિ, ત્યારે ત્યાં એ ૫૨માણું જે પરિણમન થયા ઘટ પટ ૨થનાં એ પરિણામનો પરિણામી એ ૫૨માણુઓ એનો કર્તા, અને એમ ન માનતાં પરિણામ એના, એનો હું કર્તા, તો આ પરિણામી ને એ પરિણામ બેય તન્મય એકમેક થઈ ગયા. આહાહા ! આવી વાત છે. કોઈપણ દ્રવ્ય, કોઈ સમયે પરિણમનની અનંત ગુણની પરિણમન દશા, અનંત એક સમયે, કોઈ પણ દ્રવ્ય અનંત પર્યાયનું પરિણમન વિનાનું હોય નહિ. એને ઠેકાણે આ એમ કહે કે એના પરિણામ, એના પરિણામીએ કર્યા નહિ પણ મેં કર્યા, કુંભાર કહે કે ઘડો મેં કર્યો, સુથાર કહે ૨થ ગાડું મેં કર્યું. વણકર કહે કે કપડું મેં વણ્યું, એ બધી માન્યતા ભ્રમ છે, અજ્ઞાન છે. કેમકે એમ ન હોય તો ૫૨ની હારે એકમેક થયા દ્રવ્ય તો તો તે આ પરિણામ આનાં કરે, આ પરિણામ આનાં કરે, આ પરિણામ આના કરે એટલે દ્રવ્યનો તો અભાવ થઈ ગયો, હૈં ? કેમકે પરિણામ વિનાનું દ્રવ્ય તો હોય નહિ. હવે એ એમ કહે કે આ પરિણામને આણે કર્યા, આણે બીજાએ કર્યા, તો તો આ પરિણામ વિનાનું દ્રવ્ય, પરિણામ એણે કર્યા ? આહાહા ! આકરું કામ બહુ. એક નોટ છે ઈ હાથમાંથી આમ આઘી જાય, એ એ પરિણામ છે તે નોટનાં છે. આમ જવાના, એમાં, આ કહે કે મેં કર્યા, તો એ પરિણામ અને પરિણામી આત્મા, બેય એક થઈ ગયા. નોટની હારે તન્મય થઈ ગયો. બરાબર છે ? બહાર તો કેટલાય એ કહે, સોનગઢમાં ઓલા હા પાડે છે ભોળા લોકો, માથે કહે એ હા, હા, હા. અરે ભગવાન ! બાપુ આ તો ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવના આ ભાવો છે,જિનેશ્વરદેવ એમ કહે કે વાસણ મેલાં છે તેને હું ઉટકી, શું કહેવાય એ ઉટકી શકે, હૈં? માંજન કરી શકું, સાફ કરી શકે, તો એ સાફ થવાના પરિણામ છે એનું પરિણામી તે ૫૨માણું છે. આ કહે કે મારાથી સાફ થયું તો એ પરિણામ અને આ પરિણામી બે ય એક થઈ ગયા, પરિણામી અને પરિણામ ાદા હોઈ શકે નહિ, આહાહા ! આવું છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તે નિયમથી પરદ્રવ્યમય થઈ જાય, જોયું? જો પરના પરિણામની પર્યાય, બીજો કરે તો એ બીજી ચીજ તેમાં એકાકાર થઈ જાય, જાદું રહે નહિ. આહાહા ! લોજીક અને ન્યાય, હેં ? નિયમથી તન્મય થઈ જાય એમ, નિશ્ચયથી પરદ્રવ્ય થઈ જાય. આહાહાહા! એ રોટલી વેલણાંથી લોટ આમ પહોળો થયો એમ માનવું, તો વેલણું એ પરિણામી, અને પહોળી રોટલી થઈ એ પરિણામ, તે પરિણામ અને પરિણામી વેલણું લોટમાં એકાકાર થઈ ગયું, લોટની હારે તન્મય થઈ ગયું, જુદું રહ્યું નહિ. આહાહા ! એમ શીશપેનની અણી કાઢતાં જે પરિણામ થયા આમ અણીનાં એ પરિણામનો કર્તા તો એનો પરિણામી પરમાણું છે, અને આ કહે કે મેં આ પરિણામ કર્યું તો એ પરિણામ અને પરિણામી બે ય, આ પોતે એમાં તન્મય થઈ ગયાં. એમાં એકમેક થઈ ગયો, જાદો ન રહ્યો. આહાહાહા ! આ મોહમય નગરી મુંબઈ એમાં આવી વાતું ક્યાં? લોકોએ તત્ત્વને સાંભળ્યું નથી. ભગવાનને શું કહેવું છે ને અને તત્ત્વની મર્યાદા શું છે? દરેક અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ એની મર્યાદા શું? એની મર્યાદા તે કાળે જે પરિણામ થાય તે પરિણામ તેનું અને તેનો તે પરિણામી, અને એ પરિણામ વિનાનો માને તો પણ તેણે દ્રવ્યને માન્યું નથી. આહાહા ! વેદાંત કહે છે ને કે પર્યાય બર્યાય પરિણમન હોય નહિ. અને એકલા પરિણામને માને અને પરિણામીને ન માને, તો એ બૌદ્ધ થઈ ગયો. બૌદ્ધ મત થઈ ગયો. હું? આવું ભણતર આકરું પડે, બીજાં શું થાય? બહુ શ્લોક ઉંચા છે બધા. કારણકે કોઈ દ્રવ્ય, અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. આહાહા ! આત્મા જડ કર્મ અને આ અન્ય રથ પટ આદિ બાહ્ય એના પરિણામને એની પર્યાયને જો આત્મા કરે તો એ પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું, તો ત્યાં આ દ્રવ્યનો નાશ થઈ જાય. આહાહાહા ! કહો પ્રેમચંદજી! આવી વાત છે. બહુ કઠણ, મહા સિદ્ધાંત છે આ બધાં, થોડા શબ્દોમાં. આ વાસણમાં નામ લખે છે ને? એ લખવાનાં પરિણામ જે થયા છે, એ પરમાણુના થયા છે, એ ટાંકણે કર્યા નથી, ટાંકણું જ પરિણામી અને એક અક્ષર પડે એ પરિણામ, તો બેય એક દ્રવ્ય થઈ ગયા. આહાહા ! આ વાસણમાં કરે છે ને, નામ, નામ, નામ બધા કરે ને એ પરિણામ જે અક્ષરોના થયા તાંબા, પિતળમાં એ પરિણામ થયું છે એ પર્યાય થઈ છે ને એ પર્યાયના પરમાણું પરિણામી તે કર્તા છે. આહાહા ! એને ઠેકાણે ઓલો કહે કે આ ટાંકણાથી અક્ષર થયા અને મેં આમ કર્યું ધ્યાન રાખ્યું માટે અક્ષર થયા તો એ પરિણામ અને પરિણામી તન્મય એકમેક થઈ ગયા તો જુદું ન રહ્યું દ્રવ્ય. આહાહા! ગાંડા જેવું છે આ તો, હું? જૈનનો મારગ, જૈનમાં રહ્યાં એને ય સાંભળવા મળ્યો નથી. આહાહા! કારણકે કોઈ દ્રવ્ય, અન્ય દ્રવ્યમય થઈ જાય, તો તે દ્રવ્યના નાશની આપત્તિ આવે” સામાના પરિણામ પોતે કરે તો પોતે પરિણામી થઈને તે પરિણામમાં તન્મય થઈ ગયો, તો પોતાના દ્રવ્યનો નાશ થઈ ગયો, એ પરદ્રવ્ય થઈ ગયું પોતાનું દ્રવ્ય રહ્યું નહિ. આહાહાહા ! શું આ સિદ્ધાંત ! મણના અઢી તો ચાર પૈસાનું શેર, પછી એના ગમે એટલા પલાખા કરો. આહાહા ! એમ કોઈ પણ પરમાણુના પરિણામ, એ પરિણામી વિનાનું પરિણામ હોય નહિ અને પરિણામ વિનાનું પરિણામી હોય નહિ. એને ઠેકાણે એ પરિણામને બીજો કહે કે હું કરું, તો એ પોતે તેના Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૯ ૧૧૫ પરિણામમાં તન્મય થઈ ગયો, એટલે પોતાનો અભાવ થઈ ગયો અને એ એને એણે મને કર્યું કાંઈ, એ પરમાણું એ પરિણામ મારા પરિણામ આ શરીરના કર્યા તો એ પરમાણું આંહીં શરીરમાં તન્મય એકાકાર થઈ ગયા. આહાહા ! પરમાણું જુદા રહ્યા નહિ. તો અનંત, અનંતપણે ન રહ્યા. અનંત ભગવાને કીધા પરમાણું તો અનંતપણે ક્યારે રહે? કે બીજાનાં પર્યાયને બીજો દ્રવ્ય ન કરે તો અનંત અનંતપણે રહે, પણ બીજાના પરિણામ ને બીજો કરે તો પોતે સામાના પરિણામમાં તન્મય થઈ ગયો એટલે પોતાનો નાશ થઈ ગયો. (શ્રોતા – જાદો રહીને કરે તો દ્વિકીયાવાદીનો પ્રસંગ આવે) પણ કરી શકે જ નહિ ને, જુદો રહીને કરી શકે નહિ એ તો આંહીં, કરે તો એ પરિણામ અને આ પરિણામી બે અભેદ થઈ જાય, તો પોતાનો તો નાશ થઈ ગયો. આહાહા ! ગળે ઉતારવું ભારે કઠણ, હેં? આમ કર્યું કે, આ કર્યું કે, આ કર્યું. આહાહા ! માટે આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.” શું કીધું ? માટે આ આત્મા વ્યાપ્ય નામ પરની અવસ્થા પોતે વ્યાપક એમ છે નહિ, છે? આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી પોતાના પરિણામ વ્યાપ્ય અને પોતે તેનો કર્તા, પણ પરદ્રવ્યનું વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ છે નહિ. આમાં તો, એક જણો આપણે નથી આવતો ઓલો અમૃતલાલ ઝરિયા, ઝરીયા એ તો કહે બાવા થઈ જાય તો સમજાય. બાવા જ છે સાંભળને, કઈ ચીજ તારી છે કે તું માન એ મારી છે. આહા! બહુ આ સિદ્ધાંત છે મોટો, હ, કોઈપણ પરમાણુની પર્યાય થાય તે પર્યાય વિનાનો જો રહે અને એ પર્યાય બીજો કરે તો એ દ્રવ્યનો નાશ થઈ જાય, અને એ પરિણામ આત્મા કરે તો આત્મા પરિણામી પરિણામમાં ભળી ગયો ત્યાં, તો પરિણામી ને પરિણામ બે જુદા ન રહ્યા એટલે એ પોતે ત્યાં ભળી ગયો. આહાહાહા ! આવું છે. હું? (શ્રોતાઃ- બહુ સરસ) માટે આત્મા વ્યાપ્ય એટલે અવસ્થા પરિણામ, વ્યાપક એટલે દ્રવ્ય એ ભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી. પરદ્રવ્યની પર્યાય વ્યાપ્ય અને આત્મા વ્યાપક એટલે કર્તા, વ્યાપક એટલે કર્તા અને પરદ્રવ્યની પર્યાય તેનું વ્યાપ્ય, એમ બનતું નથી. કહો સમજાણું કાંઈ? આરે ! આરે ! આવી વાતું હવે, આવો જૈન ધર્મ. ભાવાર્થ – “એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બને દ્રવ્યો એક થઈ જાય” બહુ સાદી ભાષામાં મૂક્યું. બીજા દ્રવ્યનાં પરિણામ, બીજો દ્રવ્ય કરે તો બે દ્રવ્ય એક થઈ જાય, કારણકે કર્તાકર્મપણું અથવા કર્તા ને કાર્ય અથવા પરિણામ અને પરિણામીપણું કર્મ એટલે પરિણામ, કર્તા એટલે પરિણામી, એક દ્રવ્યમાં જ હોઈ શકે. આહાહાહા! દરેક પરમાણું એનું કર્તાકર્મપણું એ દ્રવ્યમાં હોય, અન્યથા ન હોય. એ તો સર્વવિશુદ્ધમાં આવ્યું, ઉત્પાદું ઉત્પાનું કારણ કવિય. અજીવના પરિણામ કોઈ પણ પરમાણુના સ્કંધના બીજો ઉત્પાદક ને એ ઉત્પાધે, એમ ત્રણ કાળમાં નથી. આહાહાહા ! એમ આત્માના પરિણામ, રાગદ્વેષ એ કર્મ વ્યાપક થઈને રાગદ્વેષ વ્યાપ્ય કરે, એમ નથી. અત્યારે આ સિદ્ધ આમ કરવું છે, પછી વળી જ્યારે સ્વભાવની સિદ્ધિ કરવી હોય, ત્યારે સ્વભાવની દૃષ્ટિ થઈ જેને એનું કર્મ વ્યાપક અને વિકારી વ્યાપ્ય એ તો ત્યાં નાખી દીધું. આહાહા! Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આંહીં તો ફક્ત હજી દ્રવ્યની ભિન્નતા છે તેને સિદ્ધ કરે છે ફક્ત. પણ જ્યારે સ્વભાવની વાત કરે, ચૈતન્ય સ્વરૂપ ભગવાન એ તો આનંદ ને જ્ઞાનમૂર્તિ પ્રભુ છે, એનું વ્યાપ્ય વિકાર કેમ હોય, એમ કહે છે. એનું વ્યાપ્ય તો નિર્મળ પરિણામ તેનું વ્યાપ્ય, સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર આનંદ એનું વ્યાપ્ય ને આત્મા તેનો વ્યાપક. અને ત્યાં જે રાગ થાય એવો કોઈ આત્મામાં ગુણ નથી કે તેથી રાગ થાય, તેથી તે રાગ પર્યાયમાં થાય છે, તેથી પર્યાયષ્ટિ, વ્યવહારષ્ટિ કર્મમાં નાખી ને કર્મ વ્યાપક અને રાગ એનું વ્યાપ્ય, સ્વભાવ દૃષ્ટિએ. આહાહા ! હવે આ વાણિયાને આવું બધું યાદ ક્યારે રાખવું? હજી તત્ત્વ શું છે, એની ખબરું ન મળે, તત્ત્વમાં શું થાય છે, કેમ થાય છે અને એને ધર્મ થઈ જાય? મિથ્યા મોહ છે મિથ્યાત્વ થાય. મિથ્યાત્વની ભ્રમણાં થાય એને અધર્મ થાય. બીજાના દ્રવ્યની દયા પાળી શકું છું, બીજા જીવની દયા પાળી શકું છું, તો એ દયાના પરિણામ જે થયા અહીંયા, એનું વ્યાપ્ય ન્યાં થયું, વ્યાપક આ ને વ્યાપ્ય ન્યાં થયું, બે ય એક થઈ ગયા, પરની દયા આત્મા પાળી શકતો જ નથી. આહાહા ! (શ્રોતા – પરદ્રવ્યને જાણી શકે પણ કરી શકે નહિ ) જાણવાનું તો બધું ત્રણકાળ ત્રણ લોક જાણે, એમ પણ કહેવું એ વ્યવહાર છે. પરદ્રવ્યને જાણે, પરને જાણે એ કહેવું એ વ્યવહાર છે. ખરેખર તો એ પોતે પોતાની પર્યાય, દ્રવ્યગુણને જાણે છે. આહાહા વીતરાગ મારગ ઝીણો બહુ ભાઈ આહાહા ! અપૂર્વ વાત છે. આહાહા ! કર્તા કર્મપણું અને પરિણામ-પરિણામીપણું, પરિણામ એટલે પર્યાય અને પરિણામી એટલે દ્રવ્ય, એકદ્રવ્યમાં હોઈ શકે. આહાહાહા ! જીવના પરિણામ, એ કર્મ કરે તો કર્મ પરિણામી અને પરિણામ વ્યાપ્ય બે ય કર્મ અને રાગ બે એક થઈ ગયા. સમજાણું કાંઈ? શું કીધું ઈ? કર્મ જડ છે, એ પરિણામી અને આંહી વિકાર પરિણામ થયો, એ એનું પરિણામ તો તો એ કર્મ જ પોતે ભિન્ન, આત્માથી જુદી ચીજ ના રહી, આત્માના પરિણામમાં તન્મય થઈ ગયું કર્મ. આહાહા ! ફરીને એ એક પ્રશ્ન થયો'તો તે દિ' ઘણાં વર્ષ થયા ત્યાં ૯૯ માં રાજકોટ એક સોમચંદભાઈ હતા ને એક ખારા, એણે કહ્યું કે નિશ્ચય શું? એકકોર તમે કહો કે કર્મ વ્યાપક અને રાગ વ્યાય, એક બાજુ કહો કે આત્મા વ્યાપક અને રાગ વ્યાપ્ય, એક પ્રશ્ન થયેલો ૭૫ ગાથામાં આવે છે. ૭૫ ગાથામાં એમ જ આવે કે આત્મા વ્યાપક કર્તા અને નિર્મળ પરિણામ કાર્ય, મલિન પરિણામ કાર્ય અને કર્તા કર્મ, એ સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. આહાહા! પંડિતજી! જો બીજા દ્રવ્યના પરિણામ, પર્યાય બીજો દ્રવ્ય કરે તો એ પર્યાય અને પરિણામ અને પરિણામી બે એક થઈ જાય. પરદ્રવ્યથી ભિન્ન ન રહી શકે અને આ તો પરદ્રવ્યથી ભિન્ન ત્રિકાળ રહેલું છે. તેમ કોઈ પણ દ્રવ્ય કોઈ કાળે પરિણમનની પર્યાય વિનાનું હોય તો, એ પર્યાય વિનાનું દ્રવ્ય, તો એ પર્યાય વિનાનું દ્રવ્ય હોઈ શકે જ નહિ, એ પર્યાયનું કર્તા દ્રવ્ય થઈ જાય પેલો પર, અને આ પરિણામ વિનાનું પરિણામી રહ્યું. સમજાય છે કાંઈ? આત્મામાં જે પર્યાય છે એ પરિણમન વિનાની, પર્યાય વિનાનું કોઈ દિ' દ્રવ્ય હોય નહિ, જો એ પરિણમન વિનાનું દ્રવ્ય થાય તો એ પરિણમન પરનું છે, અને એ પર એનું પરિણામી છે. આત્માનું પરિણમન એ નથી, તો આત્માનો નાશ થઈ જાય અને કર્મ એમાં આમાં ભળી જાય. Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૯ ૧૧૭ કારણકે એ આ પર્યાયનો એ કર્તા એટલે આ કર્મ તન્મય થઈ જાય આત્મામાં. માળે. આહાહા ! આવું ક્યાં હવે નવરાશ, ધંધો બાઈડી છોકરાવને સાચવવા, ધંધો કરવો કે આ કરવું? આહાહા ! અને મોહમયનગરી મુંબઈ તો, “સિદ્ધાંત સમજાય છે” ? આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તો તે દ્રવ્યનો જ નાશ થાય. આ આત્માના પરિણામ છે એ કર્મ કરે તો આ પરિણામી કર્મ અને પરિણામ બે ય એક થઈ ગયા, આ આત્મા રહ્યો નહિ. આહાહાહા! આંહીં તો અત્યારે પુણ્ય-પાપના ભાવ જીવ કરે એમ સિદ્ધ કરવું છે. પરદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? અત્યારે અહીં જ્ઞાની રાગનો કર્તા નથી, એ અહીં અત્યારે સિદ્ધ નથી કરવું. અહીં તો અત્યારે પરદ્રવ્યથી દરેક દ્રવ્ય ભિન્ન, અને દરેક દ્રવ્યના પરિણામ અને પરિણામી એકમેક છે, એ એના પરિણામનો બીજો કર્તા હોય તો બેય દ્રવ્યનો નાશ થઈ જાય છે. આહાહાહા ! છે? આ રીતે જો એકદ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય આ રીતે, કપડાં, કપડાં છે, એ પરમાણુનો પિંડ છે, એની કપડાં એક અવસ્થા છે, હવે એ અવસ્થા કપડાની વણકર કહે કે મેં કરી, તો એ પરિણામ અને પરિણામી બેય એક થઈ ગયા. પોતાની જુદાઈ રહી નહિ, વણકર. આહાહા ! એમ આ બાઈયું પાપડ કરે, વડી કરે, બહુ હુંશિયાર હોય તો બહુ આમ-આમ ખાટલામાં રાખે ને ઓલાં લાકડા, ખાટલાની શું કહેવાય ખાટલાનો આવે અંદર છેડા-છેડો એમાં પાટલો રહે, પાટીયું રહે ને બેઠી હોય ને આમ, બીજા જાણે, ઓહોહોહો ! શું હોંશિયાર? શું વડી કરતા આવડે, ને પાપડ વણતાં આવડે ને, આ કહે છે કે એના પરિણામ જે પાપડના થયા, કે વડીના થયા, એ પરિણામનો કર્તા તું હો, તો પરિણામ અને પરિણામી બે એકમેક થઈ જાય, પણ એ પાપડનાં પરિણામનો કર્તા પાપડના પરમાણુઓ છે. પરમાણું છે એ પરિણામી છે ને પર્યાય તેનું પરિણામ છે. પરમાણું છે વ્યાપક છે ને પર્યાય તેનું વ્યાપ્ય છે. એ વ્યાપ્ય આત્માનું થઈ જાય તો એ દ્રવ્ય ભિન્ન-રહેતું નથી. તું જો તેના પરિણામને કરે તો તારું દ્રવ્ય ભિન્ન રહેતું નથી, ત્યાં તારું (દ્રવ્ય) બીજા હારે ભળી જાય છે. આરે શું હશે આવી (વાત). એક ફેરી ઇન્દોરમાં પંડિતો ભેગા થયા'તા પચાસ પંડિત, એ લોકોએ આનાથી વિરુદ્ધ કરવા સારું અહીંનું સોનગઢનું, કહ્યું કે “પરદ્રવ્યનો કર્તા ન માને તે જૈન દિગંબર નથી” આંહીં કહે છે કે પરદ્રવ્યના પરિણામનો કર્તા માને તે આત્મા નથી. આહાહા ! એ પરદ્રવ્યના પરિણામનો કર્તા માને તે પોતાનું દ્રવ્ય ભિન્ન માનતો નથી, એ પદ્રવ્યમાં ભળી જાવું છે એમ માન્યું એણે. આહાહાહા ! અરેરે આવું ક્યાં પણ. માટે દોષ આવે,” એ મોટો દોષ આવે, “માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.” એક દ્રવ્યના પરિણામનો બીજા દ્રવ્ય (ને) કર્તા કહેવો તે વ્યાજબી નથી. આહાહા ! બહુ ઝીણો સિદ્ધાંત ! આ તો બહારના કામ કરતા બીજાને બતાવે કે જુઓ આ હું કરું છું. જુઓ આ હું કરું છું, અજ્ઞાનને જાહેર કરે છે, એટલે પોતે કામ કરે એટલે જાણે કે કર્તા કામનો, કેવું હું કામ કરું છું. આહાહા! અભિમાન છે મિથ્યાત્વનું. આહાહા! આ આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી તો કર્તા નથી, પરંતુ નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી. આહાહા! ૧૦૦ મી ગાથા અલૌકિક છે. વ્યાપ્ય-વ્યાપક એટલે કે પરિણામ અને પરિણામી એ રીતે પણ પરનો કર્તા છે નહિ. આત્મા એના પોતાના પરિણામનો કર્તા અને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરિણામી પોતે, પરના પરિણામનો કર્તા આત્મા તો પરિણામી ત્યાં અભેદ થઈ જાય છે. એ તો વાત કીધી ઠીક, હવે એ ઉપરાંત અહીં તો સિદ્ધ કરવું છે. આહાહા ! વ્યાપ્ય-વ્યાપક ભાવથી તો કર્તા નથી, વ્યાપ્ય વ્યાપક સમજાણું? વ્યાપ્ય એટલે પરિણામ, વ્યાપક એટલે પરિણામી દ્રવ્ય. વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે કાર્યનો કરનાર દ્રવ્ય. આહાહા ! વ્યાપ્ય વ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ નિમિત્ત નિમિત્તભાવથી પણ કર્તા નથી. આહાહાહા ! એ રોટલી ને ઘટ પટને રથને વણકરને એ કહે છે કે જે દશા થાય તેમાં નિમિત્ત પોતે ને નૈમિત્તિક એ રીતે પણ નથી, ગાથા બહુ ઊંચી છે. આહાહાહા... આહા હા ! એની સાથે “કારણ (શુદ્ધ) પર્યાય” આવી છે ને...! “નિયમસાર માં જ ૧૫મી ગાથા. એક કારણ (શુદ્ધ) પર્યાય છે ધ્રુવ. ધ્રુવ... હોં! જેમ વસ્તુ ધ્રુવ છે, જેમ ગુણ ધ્રુવ છે; તેમ એક કારણપર્યાય પણ ધ્રુવ છે. ૨000ની સાલમાં ઘણો વિસ્તાર કર્યો હતો. ૧ થી ૧૯ ગાથા સુધીનાં વ્યાખ્યાન (પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ગયેલાં છે). કારણ (શુદ્ધ) પર્યાય” સૂક્ષ્મ છે. જેમ ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ અને કાળ-ચાર દ્રવ્ય છે, એમાં તો પારિણામિકભાવની પર્યાય એકસરખી છે. શું કહ્યું સમજાણું? એ જે) ચાર દ્રવ્ય છે (એના) દ્રવ્ય-ગુણ તો એકસરખા જ છે; પણ એની પર્યાય પણ એકસરખી (છે). ઓછી વિપરીત એકેય છે જ નહીં. પારિણામિકભાવની પર્યાય સદાય એકરૂપ (છે). ત્યારે તો એ દ્રવ્ય-ગુણ-પર્યાયનો દ્રવ્ય પૂર્ણ થાય છે. તો આત્મામાં દ્રવ્ય અને ગુણ પૂર્ણ છે; પણ જે પર્યાય રાગાદિની છે એ રાગાદિ તો ઓછા-વધારે થાય છે. રાગનો અભાવ થઈને સમકિત થાય છે. અને સમકિતની-મોક્ષમાર્ગની પર્યાયનો પણ અભાવ થઈને મોક્ષ થાય છે. તો પર્યાય એકરૂપ ન રહી. (જ્યારે ધર્માદિ) ચાર (દ્રવ્યમાં) પર્યાય એકરૂપ છે. તો આમાં (આત્મામાં) પારિણામિકની (પર્યાય ) એકરૂપ હોવી જોઈએ કે નહીં? તો એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (પર્યાય) સિવાય, અંદર (એક) કારણ (શુદ્ધ) પર્યાય (છે). એ બધો વિસ્તાર ૧૫મી ગાથાના (વ્યાખ્યાનમાં) કર્યો છે. દ્રવ્ય એવું ત્રિકાળી ધ્રુવ, એવું ત્રિકાળી સામાન્ય, એવી પર્યાય વિશેષ વિશેષ (એટલે) ઉત્પાદ-વ્યય નહીં. ઉત્પાદ-વ્યય વિનાની “કારણપર્યાય' ધ્રુવ સદેશ અનાદિઅનંત છે. જેમ પેલા ચાર દ્રવ્યમાં એક પારિણામિક પર્યાય અનાદિઅનંત એકસરખી છે એવી અહીંયાં ધ્રુવ-કારણ (શુદ્ધ) પર્યાય અનાદિઅનંત એકરૂપ છે. આહા.. હા! મેં ૨૦OOની સાલમાં એનો નકશો પણ બનાવરાવ્યો હતો. પણ એ વિષે એક મોટા પંડિતને) કહ્યું તો તે સમજ્યા નહીં. વર્ણજીને કહ્યું તો એણે કીધું કે “કારણ (શુદ્ધ) પર્યાય' એવું છે નહીં. પછી હું અચકાણો કે, મોટા પંડિતો ય સમજતા નથી તો (બીજા તો) સમજશે નહીં. (એથી) નકશો બહાર નથી પાડ્યો. એ (વિષય) સૂક્ષ્મ છે, ભાઈ ! દ્રવ્યનો ભાવ, એ કારણ (શુદ્ધ) પર્યાય; એ પારિણામિકભાવમાં જાય છે. એ (ઔદયિકાદિ) ચાર ભાવમાં આવતો નથી. એ ઉત્પાદવ્યય વિનાની પર્યાય “કારણ (શુદ્ધ) પર્યાય છે. આવો માર્ગ છે! એ અહીં કહે છે. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૩૮, નિયમસાર ગાથા-૩૮) Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ગાથા-૧OO * * શા ) ગાથા-૧૦૦ * ** ) निमित्तनैमित्तिकभावेनापि न कर्तास्ति जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे। जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता।।१००।। जीवो न करोति घटं नैव पटं नैव शेषकानि द्रव्याणि। योगोपयोगावुत्पादकौ च तयोर्भवति कर्ता।।१००।। यत्किल घटादि क्रोधादि वा परद्रव्यात्मकं कर्म तदयमात्मा तन्मयत्वानुषङ्गात् व्याप्यव्यापकभावेन तावन्न करोति, नित्यकर्तृत्वानुषङ्गान्निमित्तनैमित्तिकभावेनापि न तत्कुर्यात्। अनित्यौ योगोपयोगावेव तत्र निमित्तत्वेन कर्तारौ। योगोपयोगयोस्त्वात्मविकल्पव्यापारयोः कदाचिदज्ञानेन करणादात्मापि कर्ताऽस्तु तथापि न परद्रव्यात्मककर्मकर्ता स्यात्। આત્મા (વ્યાપ્યવ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ) નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી એમ હવે કહે છે જીવ નવ કરે ઘટ, પટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે; ઉત્પાદકો ઉપયોગયોગો, તેમનો કર્તા બને. ૧૦૦. ગાથાર્થ-[ નીવડ] જીવ [] ઘટને [ન રોતિ] કરતો નથી, [પદંર વ] પટને કરતો નથી, [શેષાનિ] બાકીનાં કોઈ [દ્રવ્યાળિ] દ્રવ્યોને (વસ્તુઓને) [ન a]કરતો નથી;[ a] પરંતુ ચોકોપયોૌ ] જીવના યોગ અને ઉપયોગ [ ઉત્પાવો] ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે [તયો:] તેમનો [ ર્તા] કર્તા [ મવતિ] જીવ થાય ટીકા:-ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે; વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્ય- કર્તુત્વનો (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો) પ્રસંગ આવે. અનિત્ય અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના (પદ્રવ્યસ્વરૂપ કર્મના) કર્તા છે. (રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્ ) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી. ભાવાર્થવ્યોગ એટલે તમન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર-અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય. અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદેષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્ગે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી. ગાથા-૧૦૦ ઉપર પ્રવચન जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे। जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता।।१००।। જીવ નવ કરે ઘટ, પટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે; ઉત્પાદકો ઉપયોગ યોગો, તેમનો કર્તા બને ૧૦૦ મી ગાથા ચાલી'તી તે દિ' ૯૧માં જામનગર માણસો ઘણાં ત્યારે સંપ્રદાય છોડયો નહોતો ને તે દી' સંપ્રદાયમાં હતા ને ૯૧ પછી, અહીં આવીને સંપ્રદાય છોડયો. દાક્તર હતા મોટા પ્રાણજીવન દાક્તર નહિ, અઢી હજારનો પગાર હતો, વ્યાખ્યાનમાં આ ૧૦૦ મી ગાથા ચાલતી, સાંભળી મહારાજ મારો-સોલેરિયમ છ લાખનો જોવા આવો ને, આ તો તમારે દાખલામાં ન્યાયમાં કામ આવશે. જામનગરમાં છે. છ લાખનો સોલેરિયમ સંચો છે મોટો આમ ફેરવેને સૂર્યના તડકાં આપે ને, ઇ-માગશરની વાત છે'૯૧ના પછી આંહીં આવ્યા'તા ને આ ૧00મી ગાથા (શ્રોતા:- સભામાં વંચાતી હશે). સભા-સભા-સંપ્રદાયમાં સભા, ‘૯૦માં આ વાંચ્યું'તું ને ૯૯ ગાથા, નેવુંમાં અમુક વાંચ્યું'તું ને ૯૯ ગાથા સુધી ત્યાં વાંચ્યું'તું રાજકોટ. રાજકોટ ચોમાસું હતું ને છેલ્લું ૯૦, સદરમાં, તે દિ' ત્યાં વાચ્યું'તું ઘણું કરીને ૯૯ સુધી “સો” મી અહીંથી શરૂ કરી'તી એમ હતું કાંઈક, જામનગર. આહાહાહા! ટીકા-ખરેખર જે ઘટ ને પટ ને ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. જડની વાત છે હોં આ, ક્રોધ, ભાવ ક્રોધની વાત નથી ઘટ-પટ-આદિ અને ક્રોધ જડ કર્મ, પરકર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી, એટલે કે વ્યાપક પોતે કર્તા થઈને તે પરિણામ તેનું વ્યાપ્ય, તે તેનું કાર્ય એમ તો નથી. આહાહાહા ! આ બધા વેપારીઓ, બધા હુંશિયાર થઈને કરતા હશે, નહિ? ખરેખર ઘટ પટ વસ્ત્ર, ગમે તે પરદ્રવ્ય જડ, કે ક્રોધાદિક કર્મ જડ, એ પરદ્રવ્યસ્વરૂપ કાર્ય છે, તેને આ આત્મા વ્યાપ્ય વ્યાપકભાવે તો કરતો નથી. પરિણામ અને પરિણામી તે પરિણામ એનું પરિણામી આત્મા એમ તો નથી, કર્તા આત્મા ને કાર્ય એ એમ તો નથી, કારણકે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, એમ કરે તો પરમાં એકાકાર થઈ જાય. જુદું દ્રવ્ય રહે નહિ. આહાહાહા ! Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૦૦ ૧૨૧ ઇન્દોરમાં એક ચર્ચા થઈ'તી પચાસ પંડિતો ભેગા થયેલા વિરોધ આંહીંનો વિરોધ કરવા એટલે “પદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર જૈન નથી” એમ બિચારા શું કરે કોઈ રીતે પોતાનું માન રહેતું ન હોય, અત્યાર સુધી ચલવ્યું હોય, હવે એ બધું ખોટું છે, મિથ્યાત્વ છે એવું આકરું પડે ને. આકરું પડે બિચારા. (શ્રોતા:- આપે તો શ્વેતાંબરમાંથી દિગંબરનો ડંકો બજાવ્યો) હું? દિગંબર તો વસ્તુ જ છે આ, શ્વેતાંબર એ વસ્તુ જ છે ક્યાં, જૈન ધર્મ. ઝીણી વાત છે. આહાહા! કહો વજુભાઈ આ બધા સ્થાનકવાસીના શેઠિયાઓ ગળા સુધી ગરી ગયેલા ન્યાં. આહાહા ! આ અમારે જાદવજીભાઈને એ બધાં કલકત્તામાં નહોતા. પાંજરાપોળમાં પૈસા આપો તમારું કલ્યાણ થશે, ગાયોને-નભાવો, પારેવાને જુવાર આપો, કૂતરાને રોટલા નાખો, આંહીં કે છે તમારે નથી કરતાં અહીં, અત્યાર સુધી હતું, પહેલાં, તો પોપટભાઈ તરફથી અહીં રોટલા કૂતરાને નાખતા સાંભળ્યું છે. હવે આપણને કાંઈ ખબર નથી. પોપટભાઈ તમારા. કોણ નાખે? બાપા આકરું કામ પડે. ખરેખર તો આત્મા સિવાય પરદ્રવ્ય એનાં પરદ્રવ્ય છે એના સિવાય આ આત્મા એ પરનું કંઈપણ કરે તો પરમાં એકાકાર થઈ જાય, વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. કારણકે જો એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે. શું કહે છે? આત્મા છે તે કાયમ નિત્ય છે, જો આત્મા એને નિમિત્ત થઈને કરે, તો સદાય એને પરનું કર્તાપણું નિત્યમાં રહે, આત્મા પણ નિમિત્તપણે આત્મા નિમિત્તપણે કરે નહિ, ઉપાદાનપણે તો કરે નહિ એ તો વાત ગઈ. આહાહા! નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી, કેમ કે એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે, આત્મા નિત્ય છે, પ્રભુ. જો સામાની પર્યાયને નિમિત્તપણે કરે જીવ દ્રવ્ય હોં, પર્યાયની પછી વાત લેશે, જીવ દ્રવ્ય છે વસ્તુ જે છે એ જો સામાને નિમિત્તપણે કરે તો સદાય તેનું કર્તાપણું, નિમિત્તમાં તેને જ્યારે જ્યારે જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં દ્રવ્યને હાજર રહેવું પડે. આહાહા ! આવી વ્યાખ્યા નિમિત્તનૈમિત્તિકભાવે પણ તે કરતો નથી, કારણ કે એમ કરે તો નિત્ય કર્તૃત્વ, સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. આહાહા! જગતની જેટલી અવસ્થાઓ થાય તેમાં જો આત્મા નિમિત્તપણે હોય તો તો જ્યાં જ્યાં અવસ્થા થાય ત્યાં ત્યાં આત્માને હાજર રહેવું પડે, આ નિત્ય છે, આત્મા નિત્ય છે, એ તો નિમિત્તપણે પણ કર્તા નથી. ઉપાદાનપણે તો નથી. આહાહાહા ! વિશેષ આવશે લ્યો. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન ન. ૧૯૮ ગાથા-૧OO શનિવાર, મહા વદ-૫, તા. ૧૭/૨/'૭૯ સમયસાર સો ગાથા, ખરેખર, ખરેખર અહીં વજન છે. ખરેખર ઘટનું કાર્ય થાય છે જે સમયે તે ખરેખર કાર્ય ઘટનું નથી, તે માટીનું છે. ઘડો રથ કે વસ્ત્ર આદિ ઘટાદિ તથા ક્રોધાદિ એટલે જડ કર્મ એ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે, પરદ્રવ્યસ્વરૂપ કાર્ય છે. આહાહાહા! માળે કેટલું નાનું છે જુઓ, શું કહે છે? ઘડો જે કાર્ય છે, તે વખતે કાર્ય છે તે વખતે છે જ, હવે એને નિમિત્ત કોને કહેવું એટલો પ્રશ્ન છે. સમજાણું કાંઈ? એમ વસ્ત્ર થયું છે એ કાર્ય વસ્ત્ર છે, એને નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન છે. તેમ રથ અને ગાડું આદિ છે કાર્ય છે એનું નિમિત્ત કોને કહેવું, એ પ્રશ્ન છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહા ! સમજાય છે કાંઇ ? એમ રોટલી આદિ કાર્ય છે ( એ ) લોટનું કાર્ય છે, કાર્ય તો છે તે સમયે તે કાર્ય થવાનું તે થયું છે, પ્રાપ્યમાંથી કાઢયું આ તો. આહાહા..... શું કીધું, ઈ ? ઘડો જે છે એ કાર્ય છે માટીનું, માટીનું કાર્ય છે, કુંભારનું નહિ, એ તો નહિ પણ હવે ઘડો જે કાર્ય છે એ તો તે સમયે કાર્ય થયું જ છે, હવે તેમાં નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન છે. સમજાણું કાંઇ ? એમ વસ્ત્ર, ગાડું, રથ, રોટલી, ભાષા, ભાષા છે ને, આ ભાષા એની પર્યાય છે ભાષાની પર્યાય છે. આહાહા..... એને નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન છે. છે એને કાળે, ભાષાની પર્યાય તેને કાળે છે. સમજાણું કાંઇ? ખરેખર, ખરેખર છે એમ કહે છે. આહાહાહા ! આ હાથ જે હાલે છે આમ એની અવસ્થા ખરેખર છે જડની. ફક્ત એ કાર્ય છે એ ત્યાં નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન ઉઠયો છે, નિમિત્તથી થાય એ પ્રશ્ન તો ઉડાવી દીધો પહેલે, પણ જે સમયે જે દ્રવ્યનું જે પરિણામ એટલે કર્મ એટલે કાર્ય છે, તેને આ આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવે તો કરતો નથી એટલે ઘડાનું કાર્ય વ્યાપ્ય એટલે કાર્ય અને કુંભાર કર્તા વ્યાપક એમ તો નથી. બીજી રીતે ( કહીએ તો ) ઘડાનું કાર્ય છે એ પરિણામ છે અને એનો પરિણામી કુંભાર છે એમ નથી. આહાહા.... ઘડો કાર્ય છે, તેનો કર્તા કુંભાર છે એમ તો નથી. સમજાણું કાંઇ ? ખરેખર ‘કિલ ’ શબ્દ છે ને ? ‘કિલ ’ એટલે ખરેખર, યથાર્થ, જડ આદિના પરિણામ જે કાળે જેના થવાનાં છે પ્રાપ્ય તે કાળે છે, તેને આ આત્મા, એ જડનાં, જડ કર્મ બંધાય તેમાં જડકર્મ બંધાય એ કર્મ ૫૨માણુઓનું કાર્ય છે, જડકર્મ બંધાય છે એ જડકર્મનું કાર્ય ૫૨માણુનું છે, એને આત્મા વ્યાપ્ય વ્યાપકપણે એટલે એ પરિણામ અને આત્મા પરિણામી એ તો નથી. એ કર્મનાં પરિણામ થયા એ પરિણામ અને પરિણામી ૫૨માણું પણ એ પરિણામ કાર્ય ને પરિણામ અને આત્મા પરિણામી એમ તો નથી. આહાહા.... એમ આ જે ભાષા થાય છે કે આ હોઠ લે છે, એ કાર્ય છે જડનું. આહાહાહા ! એ પરિણામ એનું છે એનો પરિણામી એ ૫૨માણુઓ છે, પણ એ કાર્યનું પરિણામ અને આત્મા એનો પરિણામી, એ પરિણામ કાર્ય અને આત્મા એનો કર્તા એમ નથી. આહાહા! આવું ઝીણું હવે. કહો પંડિતજી ? આંહીં તો પ્રશ્ન થયો, અહીં કર્મ કાર્ય છે ઉ૫૨ ગયું, પ્રાપ્ય ઉપર ગયું લક્ષ, ક્રમબદ્ધ, ક્રમબદ્ઘમાં ઘટનું કાર્ય ઘટ વખતે ઘટ છે. એમ રોટલીનું કાર્ય રોટલી વખતે એનું કાર્ય રોટલીનું છે, એનો કર્તા વેલણું છે, કે બાયડી છે એ કર્તા એ વાત છે નહિ, એટલે એ પરિણામ પરિણામીનો તો નિષેધ કર્યો એટલે કે વ્યાપ્ય-વ્યાપકનો નિષેધ કર્યો, એટલે કર્તાકર્મનો નિષેધ કર્યો. સમજાણું કાંઇ ? ઝીણી વાત બહુ બાપુ ! જૈન ધર્મ બહુ ઝીણો છે. લોકોને સાંભળવા મળ્યો નથી, પડયા એ વાડામાં પડયા રહે એમ ને એમ ! આહાહા ! વીતરાગ જૈન ૫૨મેશ્વર અનંત દ્રવ્યો કહે છે, તે તે દ્રવ્યનાં તે તે સમયનાં તે પરિણામ ત્યાં છે તેને બીજું દ્રવ્ય કરે તો તો એ પરિણામ અને પરિણામી એક થઇ જતાં દ્રવ્યનો નાશ થઇ જાય. આહાહા ! હવે આવી વાતું હોય. ૫૨ જીવની દયાનો, આયુષ્ય સ્થિતિ છે તે છે, ૫૨ જીવ બચ્યો એ એનું કાર્ય તો ત્યાં છે એને લઇને, હવે એને નિમિત્ત કોને કહેવું ? એ બીજાથી બચ્યો છે એ વાત તો છે નહિ, બીજાએ એની દયા પાળી માટે બચ્યો છે, એમ તો છે નહિ, તેમ હોય તો એ Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૨૩ પરિણામ અને આત્મા પરિણામી બે ય એક થઇ જાય, એ કાર્ય એનો કર્તા એ ૫૨માણું છે, તેથી વ્યાપ્ય વ્યાપક એનામાં એનું છે. કર્તા-કાર્ય કર્તા-કર્મ પરિણામી–પરિણામ એમાં છે જડનું જડમાં, ચૈતન્યનું ચૈતન્યમાં. આહાહાહા ! એ જડના પરિણામનો કર્તા આત્મા તો નથી પણ એનો નિમિત્ત કર્તા કહેવો હોય તો એ કોને કહેવો ? આહાહાહા ! ચેતનજી ? શું કહે છે. ( શ્રોતાઃ“છે” એમ કહીને ચાલુ કરી દીધું ) તેથી ભાઈને પૂછ્યું આમાં ‘કર્મ’ શબ્દ પડયો છે, પણ એ કર્મનો અર્થ જ છે, કાર્ય. આહાહા ! ઝીણી વાત બાપુ ! જૈન દર્શન ઝીણું બહુ ! લોકોને વાડાવાળાને મળ્યું નથી, એમ ને એમ અંધારે અંધારે કાઢયું જગતે. આ તો હું કરું, હું કરું. ધંધાના માલમાં કાપડ છે એ વેચાય પાછું કાપડ ત્યાંથી જાય છે. એ કાર્ય કાપડનું કાપડથી થયું છે, એ કાર્ય તો ત્યાં છે, હવે નિમિત્ત કોને કહેવું, એટલો પ્રશ્ન ઊઠે છે. એ ઉપાદાનનું કાર્ય તો ત્યાંથી તેનાથી થયું છે, સમજાણું કાંઇ ? તેને આ આત્મા વ્યાપ્ય એટલે કાર્ય ને વ્યાપક એટલે કર્તા, વ્યાપ્ય એટલે પરિણામ અને વ્યાપક એટલે પરિણામી એ ભાવે તો કરતો નથી. આ તો ભગવાનની વાણી ઝીણી છે ભાઈ ! આ કાંઇ વાર્તા નથી. આહાહાહા ! કા૨ણકે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, શું કહે છે ? કે ઘડાના પરિણામને માટી કરે, એ માટી વ્યાપક–કર્તા ને ઘડો એનું કાર્ય, પણ જો આત્મા એ વ્યાપક થઇને કાર્ય કરે એનું કરે તો તો બે ય દ્રવ્ય એક થઇ જાય, એ માટીમાં-ઘડામાં કુંભારનો આત્મા તન્મય થઇ જાય, એકાકાર થઇ જાય. આહાહાહા ! આ હાથ હલે છે, આ હાથ, એ તો એનું કાર્ય તો ત્યાં એનાથી છે જ હાથથી, પણ એ કાર્ય જો આત્મા કરે, તો આત્મા ત્યાં ગી જાય ભેગો તો આત્માનો નાશ થઇ જાય ! સમજાણું કાંઇ ? આહાહા ! આવી વાતું હવે, આ આત્મા હાથ હલાવી શકે નહિ એમ કહે છે. એ હલાવવાનું કાર્ય તો છે, હલવાનું કાર્ય તો તેનું તેનાથી છે, એ જો આત્માથી હોય તો આત્મા ને પુદ્ગલદ્રવ્ય બે એક થઇ જાય, તો આત્માનો નાશ થઇ જાય. આહાહાહા ! સમજાણું કાંઇ ? આહાહા ! તે તન્મયપણાનો પ્રસંગ, તન્મય એટલે એકમેક થઇ જાય. આહાહાહા ! આ દાઢ જે હલે છે અંદર, એ દાઢનું હલવું એ દાઢનું કર્મ–કાર્ય દાઢમાં છે, એ આત્મા જો દાઢને હલાવે તો એ પરિણામ અને આ પરિણામી બે એક થઇ જાય, તો દાઢના પરિણામ અને આત્મા એક થતાં આત્માનો નાશ થઇ જાય. આહાહાહા ! શું થાય ? વીતરાગ માર્ગ કોઇ બીજી જાત છે આખો. આંહીં તો કહે આ દયા પાળો ને આ કરો ને આ કરો ને, શું કરે ? આહાહા ! આંહીં તો કહે છે કે જગતનાં ઘટ પટ ૨થ આદિ છે ને ભાઈ, બધા દ્રવ્યો. સમજાણું કાંઇ ? આ ટોપી છે એ આમ આમ જે સ૨ખી પહેરે છે, એ કાર્ય તો ટોપીનું છે, હાથનું નહિ, આત્માનું નહિ, એ ટોપી આમ આમ થાય એનું જે કાર્ય છે એ કર્મ છે, કર્મ એટલે કાર્ય એ છે છે, એ આત્માથી નથી. આત્માએ ટોપી આમ ખેંચી ને માટે રહી એમ વાત તદ્દન જુઠી છે. અ૨૨૨ ! આવું કયાં બેસે ? સમજાણું કાંઇ? આંહીં એ શબ્દ ૧૦૦ મી ગાથામાં નાખ્યો, આખો સિદ્ધાંત જૈન દર્શનનું આખું રહસ્ય ! આહાહા ! કે ભગવાને જે અનંત દ્રવ્યો કહ્યા તો અનંત દ્રવ્યમાં જે દ્રવ્યનું જે કાર્ય જે સમયે થાય, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેનો બીજું દ્રવ્ય કર્તા નથી, બીજા દ્રવ્યનું એ પરિણામ નથી, બીજા દ્રવ્યનું એ કાર્ય નથી એટલું સિદ્ધ કરીને હવે નિમિત્ત કોને કહેવું બસ એટલું, નિમિત્તથી થાય છે એ વાત તો ઉડાડી દીધી. સમજાણું કાંઇ ? ( શ્રોતાઃ-નિમિત્ત શોધવાની શી જરૂર પડી ? ) બીજી ચીજ છે, બે ચીજ છે ને ? જ્ઞાન સ્વપ૨પ્રકાશક છે ને ? જ્ઞાન સ્વનેય જાણે અને ૫૨નેય જાણે એવો એનો સ્વભાવ છે. ૫૨ ચીજ છે, ૫ણ ૫૨ ચીજ છે એમાં ૫૨ના કાર્ય એણે કર્યા, એમ નથી. અરે ! આહાહા ! સમજાણું કાંઇ ? જો ૫૨ના કાર્ય, આ કપડાનું કાર્ય, ટોપીનું કાર્ય, આ હોઠ હલે એનું કાર્ય તો છે કહે છે એનું એનામાં, એમાં જો આત્મા એને કરે તો એ પરિણામ અને પરિણામી આત્મા બે ય એક થઇ જાય, આત્મા એમાં જડમાં ભળી જાય. કહો બાબુભાઈ, આહાહાહા ! આવી વાતું છે, જગતથી નિરાળી છે. દુનિયા ગાંડી પાગલ, બધા ડાહ્યા કહેવાય ને, એ બધાં પાગલ છે, ગાંડા આંહીં ૫૨માત્મા કહે છે કે અમે જે કહીએ છીએ તને ખબર નથી; તું પાગલ છો. આહા ! એ ય ! પંડિતજી ! આહાહા ! બહુ ગાથા મૂકી છે, ઓહોહોહો ! આ તો પ્રાપ્ય વિકાર્યને જોતો'તો ને એ એક-એક ગાથામાં બે બે વા૨ છે. ૭૬૭૭-૭૮-૭૯-૧૦૭ બે બે વાર હોં, કારણકે બે-વાર નાખવું ને એ પોતે પોતાનું પ્રાપ્ય, વિકાર્ય ને સામાનું પ્રાપ્ય વિકાર્ય, શું ક્રમબદ્ધની શૈલી ! આહાહાહા ! જોડાનું કાર્ય ચમાર શું કહેવાય એ મોચી, મોચી કરે એનો આત્મા તો એ જોડાના કાર્યનું પરિણામ અને કાર્ય એનો કર્તા ઇ તો બેય તન્મય થઇ જાય ભેગો. આહાહાહા ! આવી વાત કોને બેસે ? સાંભળવા મળતી નથી. બેસે તો કયાંથી બિચારાને, શું કરે ? આહાહાહા ! સમજાણું કાંઇ ? મોચી–કુંભાર જેટલા સોની, એ સોનાનું કાર્ય થાય છે ને દાગીનો, એ દાગીનો છે કહે છે એ સોનાનું કાર્ય, સોનાનું કાર્ય, કાર્યપણે એ છે, એ દાગીનો થયો એ સોનાનું કાર્ય છે, એ સોનીએ કર્યું નથી, આરે આરે આવી વાતું હવે, સોની કરે તો સોની પરિણામી ને એનું પરિણામ, એ તો બેય એકમેક થઇ જાય. આહાહાહા ! બાબુભાઈ ! આ આવી વાતું સાંભળવી એ જૈનમાં જન્મ્યા હોય બિચારાએ સાંભળી ન હોય વાડામાં જન્મ્યા એને. હજી વ્યવહાર શ્રદ્ધાની ખબર ન મળે, નિશ્ચય તો કયાં રહ્યું. સમજાણું કાંઇ? એ ઘટ-પટ આદિ એટલે અનંત પદાર્થો જડનાં, એનાં કાર્યકાળે તે કાર્ય છે, કર્મ છે, કાર્ય છે, તેને આત્મા વ્યાપ્યવ્યાપક ( ભાવે ) તો કરતો નથી, એ જડનાં કોઇનાં વાણીનાં, શરીરનાં, ઘટ પટનાં વસ્ત્રના, રોટલીનાં આહાહા..... કુંભાર તાવડી કરે શું ( કહેવાય ) ઓલું કહેવાય ? શું કહેવાય એ ? દાળભાત રાંધવાનું હાંડલું, ભૂલી જાઈએ છીએ તમારી ભાષા ! એ હાંડલું છે એ માટીનું કાર્ય થયું છે, કુંભાર જો એ કાર્ય કરે તો કુંભાર ત્યાં એકમેક થઇ જાય. આહાહાહા ! આવું તે કયાં વસ્તુ. એય ! ચીમનભાઈ ! આમ ભગવાનનો પોકાર છે. જિનેશ્વરદેવ, કેવળી તીર્થંકરદેવ ! આહાહા! એ ઘટ પટ આદિ અને ક્રોધ એટલે જડ કર્મ હોં કર્મ, જડ કર્મનું કાર્ય જડથી તો છે, એ કાળે તેનો કર્તા આત્મા છે એમ નથી, જડ કર્મ આત્મા બાંધે એમ નથી. કેમકે એ બાંધવાનું કાર્ય તો જડમાં તે સમયે તે છે, એને આત્મા કરે તો આત્મા ત્યાં એકમેક થઇ જાય, એનાં પરિણામમાં પરિણામી ભળી જાય, એનાં કાર્યમાં કર્તા ભળી જાય. આહાહા ! આરે આવી વાતું હવે, આ શું Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧OO ૧૨૫ હશે? આ કહે છે આ જૈન ધર્મની વાત હશે આ? ભાઈ ! અત્યાર સુધી સાંભળ્યું દયા પાળવી, વ્રત કરવા, અપવાસ કરવા, ચોવીહાર કરવો આવું બધું સાંભળીએ છીએ કહે છે, ધૂળે ય નથી સાંભળને હવે. એ બધી ક્રિયા કરીએ કરીએ કરીએ છે એ મિથ્યા અભિમાન છે. સમજાણું કાંઇ? આહાહાહા ! આ (એક) લીટીમાં તો કેટલું ભર્યું છે અંદર? તેને આ આત્મા, તેને આ આત્મા, કે કોઇનો આત્મા કાર્યકારણપણે, પરિણામ પરિણામીપણે, કાર્યકર્તાપણે, વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી, કારણકે જો એમ કરે તો તન્મયપણાનો-પરદ્રવ્યની સાથે એકમેક થવાનો પ્રસંગ આવે. કહો બરાબર છે? ભાષા તો સાદી પ્રભુ ભાવ તો છે જ છે. અરે! આવી કયાં નવરાશ વાણીયાને, એય મનહર? પૈસા આડે, ધંધા આડે નવરાશ કયાં આમાં આખો દિ' હોળી સળગતી હોય પછી, પાસે બે કરોડ પાંચ કરોડ ભેગાં થયા એ જોઇ લો તમારે તો એ પાગલ. આહાહાહા! કહે છે કે એ પૈસો જે આવ્યો એ કાર્ય થયું, એ પૈસાનું કાર્ય છે, એ આત્મા એમ માને કે હું રળ્યો માટે પૈસા આવ્યા, મૂંઢ છે. આહાહાહા! આવું કયાં હશે? ભગવાનના મારગમાં આવું હશે? આ શું છે આ? આ ભગવાનની વાણી છે. સીમંધર ભગવાન ત્રિલોકનાથ બિરાજે છે મહાવિદેહમાં ત્યાં કુંદકુંદાચાર્ય ગયા'તા સંવત ઓગણપચાસ, બે હજાર વર્ષ થયાં, ત્યાંથી આ વાણી આવી છે. આહાહા! ભગવાનનો પોકાર છે જગત પાસે કે તમે ભિન્ન આત્માઓ, ભિન્નનાં કાર્ય કરો એમ માનો (તો) તમારા આત્માનો નાશ થઇ જાય છે. આહાહાહા! બાબુભાઈ ! આ બધા ધંધા હુશિયાર માણસ કરે ને બધાં, દુકાન ઉપર બેઠો હોય ને લોઢાના વેપાર લોઢાનાં કાપડના વહેપારી આ હીરામાણેકના ઝવેરી. કયાં ગયા શાંતિભાઈ નથી આવ્યા? ઝવેરાત હીરા માણેક આમ આપવા ને દેવા ને લેવાને આનું આ મૂલ્ય છે ને આનું આ મૂલ્ય છે એવી ભાષા એ ભાષાનો ય કર્તા તું નથી, ભાષાની પર્યાય થાય એ તો ભાષાને કાળે થાય છે. આહાહાહા! વળી એ તો ત્યાં એક વાત રહી. હવે એથી આગળ જવા માગે છે “નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી” આહાહાહા ! જે કાર્ય જડનું જે સમયે છે, તે સમયે છે. તેનું બીજો કરતો નથી, જો બીજો કરે તો બે ય એકમેક થઇ જાય, એ વાત ત્યાં રહી. હવે કહે છે નિમિત્ત-નૈમિત્તિક ભાવે એ કાર્ય તો ત્યાં થયું છે, પણ બીજો આત્મા તેનો નિમિત્ત કર્તા થાય, એમ છે કે નહિ? નિમિત્તપણે છે કે નહિ આત્મા? ઉપાદાનપણે તો કાર્ય તેનું તેનામાં જડનું જડમાં, વાણીનું વાણીમાં, શરીરનું શરીરમાં. વળી નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. આ રોટલી જે થાય છે, એ રોટલીના પરિણામનો પરિણામી કર્તા પરમાણું છે, એ સ્ત્રી જો રોટલી કરે તો એ સ્ત્રીનો આત્મા રોટલીમાં એકમેક થઇ જાય, તો નાશ થઇ જાય આત્માનો. પણ હવે ત્યારે રોટલી થઇ એ તો એનું કાર્ય થયું. એ વખતે નિમિત્ત, કોનું નિમિત્ત? કે જો આત્માનું નિમિત્ત કહો તો આત્મા તો કાયમ રહેનારો છે, તો જગતના કાર્ય વખતે તેને (કાયમ) હાજર રહેવું પડે. આહાહા ! ઝીણી વાતું છે ભગવાન ! ગાથા ૧૦૦ મી બહુ આકરી છે. નિમિત્તનૈમિતિકભાવે પણ તેનો કર્તા નથી. એટલે શું કહ્યું?કે ઘડો થયો, રોટલી થઇ, કપડું થયું, ગાડું થયું, આ ભાષા થઇ, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ હોઠ હુલ્યો, એ બધું કાર્ય એનાથી જડનું જડથી થયું, પણ એના નિમિત્તપણે આત્મા ને એ નૈમિત્તિક કાર્ય, એમ કહેવાય કે નહિ? એ કાર્ય નૈમિત્તિક અને આત્મા નિમિત્ત, એટલું નિમિત્તનૈમિત્તિકપણે ખરું કે નહિ? આહાહાહા! નિમિત્તથી થયું નથી, થયું છે તો એનાથી પણ આને નિમિત્ત, આત્માને નિમિત્ત કહેવાય કે નહિ? કે આ નિમિત્ત ને આ નૈમિત્તિક એનાથી થયું એવું નિમિત્ત આંહીં કહેવું કે નહિ? આહાહાહા ! એ બાબુભાઈ, આ બધા ડહાપણ કયાં ગયા બધા વાણીયાનાં બધાં, પાંચ પાંચ હજાર પેદા કરે મહિને, વ્યવસ્થા કરે કે આમ બરાબર ધ્યાન રાખે ચોપડાં બરાબર લખે, ઘરાકને સાચવે, નહિ? (શ્રોતા:- અભિમાન છે અભિમાન) ' અરે! ભગવાન વીતરાગનો પોકાર છે જિનેશ્વરદેવનો જગત પાસે એક વાર સાંભળ તો ખરો પ્રભુ તું, એ બધા કાર્ય કાળે, કાર્ય તો ત્યાં થાય છે તે કાર્યનો તું કર્તા નહિ, તું કર્તા હોય તો એ કર્તાકર્મ બે ય એક થઇ જાય, પણ હવે નિમિત્તપણે કર્તા કે નહિ? એની હાજરી છે એટલું તો ખરું કે નહિ? આત્માની હાજરી છે બસ! કાર્ય તો ભલે એનાથી થયું. સમજાણું કાંઇ? અરેરે! આવી વાતું કરે. ચીમનભાઈ ! સાંભળવા મળતી નથી, બાપા શું કહીએ, પ્રભુનાં મારગડા એવા જુદાં છે, વીરનો મારગ, એ મારગ બીજે કયાંય નથી. જિનેશ્વર સિવાય, પરમેશ્વર વીતરાગ સિવાય આ વાત ક્યાંય નથી. એના વાડાવાળાને ય ખબર નથી તો બીજાની તો વાતું શું કરવી? આહાહા.... કહો દાસ શું આ છે, આ તમારા મીલના કામ કર્યા નહિ, બધા તમે? મફતના પૈસા આપતા હશે હજાર બારસો પગાર એ હજાર બારસેં રૂપિયા જે આવે એ આવવાનું કાર્ય તો રૂપિયાનું જડનું છે, એ આત્મા એનું કાર્ય લાવવાનું કરે તો આત્મા તેમાં એકમેક થઇ જતાં આત્માનો નાશ થઈ જાય, એ રસિકભાઈ ! આવું સાંભળ્યું છે કયાંય? એ મનહર? એ પૈસાવાળો ઘણો છે, ભેગા કર્યા છે પૈસા એમ માને છે લોકો, ધૂળે ય નથી કહે છે. અહીં તો પૈસાને કાળે પૈસા અહીંયા આ બાજુ આવ્યા એ તો પૈસાના પરમાણુનું કાર્ય છે, એ આત્મા અહીં પૈસા લાવ્યો એ તો છે જ નહિ, પણ કહે છે પૈસા આવ્યા એમાં આત્માનું નિમિત્તપણું તો ખરું કે નહિ? આવ્યા તો એના કારણે, એના કાર્યથી થઇને આવ્યા પણ આત્માને નિમિત્તે કહેવું કે નહિ? કે “ના” લે? એનું ઉપાદાન તો નહિ પણ એનું નિમિત્તેય નહિ? આહાહા ! હવે ગાંડા જેવું લાગે આ તો પાગલ, આવી વાતું અમારે જૈન ધર્મમાં હશે? બાપુ! તને ખબર નથી. આહાહા ! વીતરાગ ત્રણલોકના નાથ તીર્થકર દેવનો પોકાર છે, મહાવિદેહમાં, આ વાણી મહાવિદેહની છે. સમજાણું કાંઈ? ગાથા બહુ ઊંચી આવી છે. રામજીભાઈ તાકડે નહિ, મંગળવારે આવવાના છે. મંગળવારે આવશે. આહાહાહા ! આ પાનું જે આમ ઉચું થાય છે ને, જુઓ એ પર્યાય થાય, પરમાણું તો કાયમ રહેનારા, આ એની પર્યાય છે, એ પર્યાય એટલે કાર્ય છે, એ કાર્ય આંગળી કરે તો આંગળી એમાં એકમેક થઇ જાય, આત્મા આને ઊંચુ કરે તો આત્મા કર્તા ને આનું કાર્ય બેય એકમેક થાય તો આત્મા એમાં નાશ થાય ને ભળી જાય, આ ! અરે ! આવી વાતું. સમજાણું કાંઇ? કહો વજુભાઈ શું આ મકાન બકાન કર્યાને અત્યાર સુધી, ઇજનેર હતા વાંકાનેરમાં મોટા મકાન હજીરા કર્યા હશે. આ હજીરો થયો મોટો એણે કર્યો હશે? ધ્યાન તો એ રાખતા. અરે! Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧OO ૧૨૭ આ મકાનનું આ જે કાર્ય થયું એ તો તે સમયે તેના પરમાણુનું કાર્ય છે, અરે પ્રભુ આ કેમ બેસે જગતને? તેનો કર્તા આત્મા ઇજનેર કે કડિઓ એનો કર્તા નથી, તે સમયે તે પરમાણુનું કાર્ય ત્યાં છે, તે સમયે તે થવાનું તે થયું છે, પરમાણુથી થયું છે, જડથી થયું છે. અરરર! એને (કડિઓ) ને ડાહ્યો ઇજનેર કરે, તો ઈજનેર એમાં ગરી જાય ભેગો એનાં પરિણામમાં. એનું પરિણામ હોય તો પરિણામી ત્યાં વયો જાય, બાબુભાઈ ! આહાહા! અરેરે આવી વાતું અત્યારે (આ વાત) વિચ્છેદ થઇ ગઇ. સંપ્રદાયમાં દયા પાળો ને આ કરો. અરરર! મારી નાખ્યા જગતને ! આંહીં કહે છે કે પરની દયા(ના) પરિણામ જે થાય એ પરની દયાથી જીવવું થાય એ પરિણામ આત્મા કરે તો આત્મા તેના પરિણામ દયાના જે દશા છે ને સામાની એમાં તન્મય થઇ જાય, માટે પરની દયા આત્મા પાળી શકતો નથી. અરરરર! આકરી વાત ! બાબુભાઈ ! ત્યાં એનું આયુષ્ય ને આત્મા ને ભેગું રહેવાનું કાર્ય છે, તે એનું કાર્ય તેનું ત્યાં છે, એનો આ આત્મા કહે કે હું આને બચાવું તો તારા પરિણામ એ પરિણામ તારા અને તું પરિણામી બે ય એકમેક થઈ જશો. અરરર! હુવે પણ એમાં નિમિત્ત કોક કહેવાય દયા પાળવામાં દયા થઈ તો એનાથી, પણ આ આત્માને નિમિત્ત કર્તા કહેવાય કે નહિ? ઉપાદાન કર્તા એનાં કાર્યનો કર્તા ત્યાં થયો, પણ આને આત્માને નિમિત્તકર્તા કહેવો નિમિત્ત નૈમિત્તિક કહેવો કે નહિ? આહાહાહા! સામે પડયું છે કે નહિ? ચોપડામાં સામે લખાણ છે કે નહિ? આ તો ભગવાનના લખાણ છે, ત્રિલોકનાથ તીર્થંકરદેવ સીમંધર પરમાત્માની વાણી છે. પ્રવચનસાર! પ્રવચનસાર એટલે દિવ્યધ્વનિનો સાર ભગવાનની ઓમ ધ્વનિ નીકળી એનો આ સાર છે. આહાહાહા! વળી નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી, “પણ” કેમ કહ્યું? કે તે એનું કાર્ય આત્મા ને આત્મા તેનો કર્તા એમ તો છે નહિ. પણ નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. આહાહાહા ! તે કામ ક્યારે થાય તે જડના જડ વખતે આ હાલવાનાં પરિણામ, આ આંગળીના પરિણામ, ભાષાના પરિણામ, આ હોઠનાં હલવાના છે તે કાળે તેનાં પરિણામ થાય તેનાથી. આહાહાહા ! તે તે પ્રાપ્ય ને તેનો તે પરમાણું તેને પહોંચી વળે. પ્રાપ્ય ઉપર ગયું 'તું ધ્યાન આજે, આવે છે ને (સમયસાર ગાથા) ૭૬, ૭૭, ૭૮ ને પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્યે ત્રણ બોલ છે. ઝીણી વાત છે-બાપા. આહાહાહા ! તે પરમાણુનું તે પર્યાય છે તે તે તેનું પ્રાપ્ય છે એટલે થવાનું તે થયું તેને પરમાણું પહોંચી વળે છે, બીજો આત્મા તેના કાર્યને (ન) કરે. આહાહાહા ! પાંગળો? આ બધામાં પાંગળો ઇ કાંઇ કરી શકે નહિ? પાંગળો? આહાહા..... પરને માટે પાંગળો, પ્રભુ તને ખબર નથી. આહાહાહા ! પણ પરના કાર્ય તેના કાળે થયાં એમાં આત્માને નિમિત્ત અને નૈમિત્તિક એમ સંબંધ કહેવો કે નહિ? આહાહાહા! સમજાણું? એ નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. આહાહાહા ! નિમિત્તપણે પણ તેનો કર્તા આત્મા નથી. આહાહા ! કારણકે જો એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે. આહાહા ! જો આત્મા નિમિત્ત કર્તા તે અવસ્થાને કાળે નિમિત્ત કર્તા થાય, તો તો જ્યાં જ્યાં જડની અવસ્થા થાય ત્યાં ત્યાં દ્રવ્યની હાજરી રહેવી જોઇએ, તો એનાથી છુટો પડી શકે નહિ. આહાહા! Page #143 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ હુંશિયાર નામા લખે છે કે નહિ ? પાંચ પાંચ હજારના પગાર હોય, મોટા કરોડપતિમાં, આ સુમનભાઈને આઠ હજારનો પગાર મળે છે ને, લ્યો ને ? મોટો છે ને જામનગ૨નો વાણીયો છે ને વેપા૨ી સાડા ત્રણ કરોડની ઉપજ છે, વ૨સની સાડા ત્રણ કરોડની ઉપજ વાણીયાને, એમાં નોકર છે, આપણા સુમનભાઈ રામજીભાઈનો, આઠ હજાર આપે છે, આઠ હજાર માસિક. આહાહાહા ! એ આઠ હજારના પૈસા ઇ શેઠ આપી શકે છે ? એ આત્મા પૈસાને લઇ શકે છે ? શું છે પણ ત્યારે આ બધું દઈ શકવાનું કાર્ય કરી શકતો નથી, લઇ શકવાનું કરી શકતો નથી. પણ દેવા લેવા વખતનું કાર્ય તો તેનું ૫૨માણુનું, તે ૫૨માણુથી થયું. પણ આત્માને નિમિત્તપણે તો કહેવો કે નહિ, આત્માને, એ કાર્ય વખતે આત્મા નિમિત્ત છે કર્તા એટલું તો કહેવું કે નહિ ? આહાહાહા! ૧૨૮ આ કઇ જાતનો ઉપદેશ આ, એ રસિકભાઈ કલકત્તામાં સાંભળ્યું નહિ હોય કોઇ દિ’ આ. આહાહાહા ! સમજાય છે કાંઇ? પહેલો તો એ સિદ્ધાંત સિદ્ધ કર્યો ભગવાને, કે જે કંઇ જડમાં જડના પર્યાયનું કાર્ય જડને લઇને જે સમયે જે કાર્ય થાય તે છે બસ. માટે તેનો આત્મા કર્તા નથી. નહિંતર તો એક કાર્યનો બીજો કર્તા થઇ જાય તો બીજો જીવ ત્યાં ભળી જાય, હવે ઇ કાર્ય તો ત્યાં થયું કહે છે, પણ હવે આત્માને નિમિત્તકર્તા, તો નિમિત્ત છે જોડે ઊભો છે દુકાન ઉ૫૨ બેઠો ને વ્યવસ્થિત કામ લ્યે છે, આ બધું નોકરો પાસે લ્યો દશ વીસ નોકર મોટા, ગયા'તા ને અમે તે દિ' ઓલા રામજીભાઈમાં, રામજી હંસરાજ મુંબઇમાં નહિ? અમરેલીવાળા તે દિ' ગયા'તા ને નોકરો બધા ય ત્રણ ત્રણ હજા૨ના પગારવાળા નોકરના ઠાઠ પડયા’તા પગલાં કરાવ્યા’તા ત્યાં, અમે ગયા તો બધાં ઉભા થઇ ગયા. ત્રણ ત્રણ હજારનો પગા૨ મહિનાનો, ને મોટું કા૨ખાનું રામજી હંસરાજ અમરેલીવાળા ગુજરી ગયા બિચારા એ બધાં કામ નોકરો પાસે લેવાં એ કામ આત્મા કરી શકે કે નહિ ? આહાહા.... ત્યાં શેઠ જ્યારે જાય, ત્યારે ઉભા થઇ જાય લ્યો ! તે ઉભા થવાનું કાર્ય શેઠને લઇને થયું કે નહિ ? પહેલાં કેમ નહોતું ? પહેલાં બેસવાની પર્યાયનું કાર્ય હતું, પછી ઉભા થવાનું કાર્ય જડનું છે એ તો. આહાહા..... અરેરે આ કેમ બેસે ? એ નોકરનો આત્મા પણ એ ઉભા થવાનાં કાર્યને કરે નહિ. પ્રભુ ! આકરું કામ છે ભાઈ, આ તો ગાંડા જેવું ગણે એવું છે પાગલ, પાગલ દુનિયા ૫રમાત્મપ્રકાશમાં લખ્યું છે ને, દુનિયા પાગલ એને સત્ય વાત કહેનારને પાગલ દેખાય એવું છે. પરમાત્મ પ્રકાશમાં લખાણ છે. આ બધા અબજોપતિ, કરોડોપતિ બધાં પાગલ છે, અમે કર્યું, અમે કર્યું, અમે કર્યું બાપ પાસે નહોતું ને બાહુ બળે ભેગું કર્યું. ને ઉદ્યોગપતિ નથી કહેતા ? પાંચ પચાસ કરોડ ભેગાં કર્યા હોય ને ઉદ્યોગપતિ, એનો બાપ કાંઇ કરતો નહોતો અને આણે ઉદ્યોગ વધાર્યો, ધૂળેય નથી કર્યું સાંભળને. એ ઉધોગના બહારના કાર્યનો તું પતિ ધણી થાશ, મૂંઢ છો તારા આત્માનો નાશ કરી નાખે છો તું. આહાહા ! પણ એ કાર્ય વખતે આત્મા છે તેને નિમિત્ત કર્તા કહેવો કે નહિ હવે, કાર્ય તો ભલે એનાથી થયું. બહુ ઝીણી ગાથા. આ ૧૦૦ મી ગાથા ૯૧માં જામનગ૨ વંચાણી'તી. જામનગ૨ છે ને મોટા દાકતર હતા. પહેલાં પ્રાણજીવન દાકતર હતા. અઢી હજા૨નો પગાર માણેકચંદભાઈના દિકરા, અમારે તો બધાની ઓળખાણ ખરીને ૬૬ વ૨સ તો દીક્ષાને થયા છે. બધા કૈંક Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧OO ૧૨૯ ઓળખીતા થયા. આ સોમી ગાથા વાંચતા સંપ્રદાયમાં હતા તે દિ' તો ૯૧ નો માગશર મહિનો આ ૧૦૦ મી ગાથા ચાલતી'તી સંપ્રદાયમાં પણ આ વાંચતા'તા ને અમે તો. એ પ્રાણજીવન દાકતર, મહારાજ આ તમે ન્યાયથી આ વાત કરો છો એ તમારે ન્યાયમાં કામ આવશે મારા દવાખાને જોવા આવો એક છ લાખનો સંચો છે ત્યાં જામનગર, શું કહેવાય છે ? સોલેરિયમ, સોલેરિયમ છ લાખનો સંચો છે જામનગર તે દિ' છ લાખનો હોં, ૯૧ની વાત છે, અત્યારે એને ય ચાલીસ વરસ થઇ ગયાં. એ ય આખો સંચો હાલે આમ બધા ગુમડા બુમડા હોય ને છોકરાવને એને સૂર્યના કિરણો લગાડીને આમ કરે સંચો જોયો'તો ત્યાં એ બધા સંચો હલવું ને આમ કરે તો સંચો હાલેને એ કાર્ય આત્માનું છે? આ ગાથા ચાલતી'તી દાકતર આવતા'તા બધા આવતા'તા મોટો મહેરબાનજી ત્યાં પારસી, દાકતર હતો દાકતર નહિ, દિવાન, મહેરબાનજી દિવાન હતો ત્યાં એ ય વ્યાખ્યાનમાં આવતો'તો બધા આવે તો ખરા, બધા મોટા નામ ધરાવનારા ! સમજે નહિ કાંઇ. આહાહા... મહેરબાનજી પારસી હતા, આમ લૌકિક નીતિવાળો હજારનો પગાર હતો (બસો વધારી) દરબારે બારસો કરી દીધા. હજારનો પગાર હતો આ ૯૧ની વાત છે હોં ૯૧ પહેલાંની વાત છે ૯૦. હજારના બારસેં કર્યા, જોયું કે આ બારર્સે કર્યા કોણે ? મને પૂછયા વિના કર્યું કોણે આ? સાહેબ, દરબારે. દરબારે કર્યું એટલે શું? દરબારના કામ હોય તો હું કાંઇ પોચા કરું, બીજા કરું માટે આ બમેં ભર્યા, કાઢી નાખો બર્સે એ ય એવો હતો મહેરબાનજી પારસી હતો. આવતો વ્યાખ્યાનમાં આવતો એનો છોકરો આવતો વ્યાખ્યાનમાં બમેં ભરીને તમારે એમ કરવું છે કે રાજ્યનું કામ આવે તો મારે કાંઇ ઢીલું બીજું કરવું, હું એ નહિ કરી શકું. હું તો રૈયતનું કામ જે કાયદેસર હશે એટલે રાજ્યનું કરીશ, બર્સે રૂપિયા કાઢી નાખ્યા. તે ઓલા દરબારે ચડાવેલા કાઢી નાખ્યા. એ બિચારા સાંભળવા આવતા પણ આ ૧૦૦ મી ગાથા ઝીણી બહુ હોય. આહાહાહા ! એ બહારના કોઇપણ કાર્યનો કર્તા આત્મા તો નથી, કેમ કે તે કાર્ય તે કાળે તેનાથી નિશ્ચય થવાનું હતું તે થયું, તે કાર્યના કાળમાં આત્માને નિમિત્ત ને નૈમિત્તિક એટલો સંબંધ તો કહેવો કે નહિ. નહિ? દેવીલાલજી ! તેને કરતો નથી કારણ, નિમિત્તનૈમિત્તિક પણ નહિ. આહાહાહા ! અરેરે! ભગવાન ત્રણ લોકના નાથ તીર્થંકરદેવનો પોકાર જગત પાસે છે આ. આહાહા ! કારણ નિમિત્તનૈમિત્તિકપણે નથી કરતો, કારણકે જો એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે, તો જગતની અવસ્થા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આત્માને રહેવું જ પડે હાજર, આત્મા તેનાથી છૂટો પડી શકે નહિ. આહાહાહા ! શું ન્યાય લોજીક ન્યાયથી સિદ્ધ કરે છે. નિરાળો એ માર્ગ છે પ્રભુનો નિ' ધાતુ છે, “નિ' નામ જેવું સત્ય સ્વરૂપ છે તેમાં દોરી જવું જ્ઞાનને એનું નામ ન્યાય. આહાહા.... શું કીધું સમજાણું? કાર્યકાળે કાર્ય પરમાણું જડમાં થવાકાળે તેનું થશે, તેમાં આત્મા તેને કરી શકે નહિ. એક વાત. પણ થવા કાળે થાય તેમાં આત્માને નિમિત્ત કહેવો કે નહિ? આહાહાહા ! જુદી ચીજ છે એટલો નિમિત્ત તો કહો, કે ભાઈ, આ એક છે નિમિત્ત આમાં? થયું છે તેના કાળે તે કાર્ય, સમજાણું કાંઈ? કહો શાંતિભાઈ ! બધું સાંભળ્યું છે, હું કરૂં હું કરું આખો દિ' બધું હોય છે ત્યાં Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ વેપા૨ ને ધંધા ને, ભરતને કહે કે કર આ ફલાણું, કર ફલાણું, ઢીંકડું કર આ તો દાખલો, બધે છે ને ઘરે ઘરે. આહાહાહા ! બાપુ વીતરાગ જિનેશ્વરદેવ ત્રણલોકનો નાથ એનો પંથ કોઇ જાદી જાત છે, કયાંય દુનિયામાં એની હારે મેળ ખાય એવો નથી. આહાહાહા ! કેટલું ભર્યું છે આટલામાં, નિમિત્ત નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી, કા૨ણ કે જો એમ કરે તો નિત્ય સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. જગતની જ્યાં જ્યાં અવસ્થાનું કાર્ય થાય, ત્યાં ત્યાં આત્માનું નિમિત્તપણું ત્યાં હોવું જોઇએ એમ થાય, તો આત્મા છુટો પડી શકે નહિ. આહાહાહા ! સમજાય છે કાંઇ બાપુ ? ઝીણી વાત છે પ્રભુ. આહાહાહા ! પ્રભુનો મારગ છે શૂરાનો એ કાય૨નાં કામ નથી ત્યાં, સમજાણું કાંઇ ? આહાહાહા ! “વચનામૃત વીતરાગના ૫૨મ શાંત ૨સ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ.” આહાહા..... જેના કાળજાં કાયર છે, નપુંસક છે, પાવૈયા, હીજડાઓ, ૫૨ના કામ કરનારા માનનારાઓને પ્રભુ હીજડાઓ કહે છે, પાવૈયાઓ-આહાહાહા ! શું ગાથા છે ‘કલીબ’ નપુંસક કહે છે. હીજડાને જેમ પ્રજા ન હોય, એમ ૫૨ના કાર્ય કરું ને નિમિત્તપણું માને એને ધર્મની પ્રજા ન હોય, એને ધર્મ દશા ન હોય. આરે ! આવી વાતું વે. વાતે વાતે ફેર, હેં ? પાગલ જ માને એવું છે. આહાહા ! નિમિત્તકર્તાપણે જો આત્માને કહો તો જગતનાં જેટલાં કાર્ય થાય ત્યાં ત્યાં તેને નિમિત્તપણે હાજર રહેવું પડે. આહાહાહા ! “અનિત્ય નિમિત્તપણે તેનાં કર્તા છે” શું કહે છે હવે “અનિત્ય અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવાં યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના કર્તા છે” ઝીણી વાત છે પ્રભુ ! શું કહે છે ? પરમાણુથી માંડીને આ સ્કંધના કપડાં-રસ આદિ આખી દુનિયાની ચીજો એ ચીજનું કાર્ય તો તે કાળે તેના સમયે તે થાય એમાં આત્મા કરી શકે નહિ એ તો વાત ઠીક પણ આત્માની હાજરી રહેવી હોય એટલું તો કહો, એ કાર્ય કાળે હાજર હોય બસ, કાર્ય કરે નહિ પણ એ હાજ૨ હોય નિમિત્ત ને નૈમિત્તિક એટલો સંબંધ તો છે કે નહીં ? કે ના. જો એવો સંબંધ હોય તો જગતની દરેક અવસ્થા કાળે તે જીવને ત્યાં ઉપસ્થિત રહેવું પડે, ને જેથી તે રાગ રહિત થઇને આત્માનો ધર્મ કરી શકે નહિ. આહાહાહાહા ! આવો વાદ હવે કયાં એકે એક વાતમાં ફેર, કલાકમાં કેટલી વાતું આવે ? ત્યારે છે શું હવે ? કે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે ૫૨દ્રવ્ય સ્વરૂપ કાર્યના કર્તા છે ( એમ ) કહેવાય, શું કીધું ઇ? કે જે આ ઘટ પટ ૨થાદિ જડનાં કાર્ય થાય તે કાળે તે થશે, હવે એને આત્મા છે નિત્ય છે માટે તેનો નિમિત્તકર્તા નહિ, ત્યારે હવે નિમિત્તપણું કોને લાગુ પડે ? કે જે પ્રાણી, વિકલ્પ રાગ છે અને જોગનો કર્તા થાય છે અજ્ઞાની. આહાહાહા ! એ રાગ વિકલ્પ ઉઠયો છે એનો જે કર્તા થાય છે અને જોગનું કંપન છે એનો જે કર્તા થાય અજ્ઞાની, એ જોગ ને રાગ એ કાર્યકાળમાં નિમિત્ત કર્તા, જોગને રાગને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ફરીને, ચીમનભાઈ ! બરાબર તાકડે હાજર છે ઠીક છે આમાં મુંબઇમાં હોળી સળગી ન્યાં તો બધી. અરેરે ! વીતરાગ મારગ શું છે પ્રભુનો. કહે છે કે જગતના કાર્યકાળે, કાર્ય તો તેનું તેનાથી થાય. બીજાથી ન થાય, આત્માથી. તો આત્મા તેને નિમિત્તપણે છે એમ કહેવું કે નહિ ? Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧OO ૧૩૧ એમે ય નહિ. કેમ કે આત્મા નિમિત્તપણે હોય તો નિત્ય દરેક અવસ્થાઓમાં તેને રહેવું જોઇએ. તો એમ તો બને નહિ. ત્યારે હવે નિમિત્તપણું કહેવું કોને? ઉપાદાન તો તેનું કાર્ય તેનામાં થયું અને તે કાળે થયું, નિમિત્તે આવ્યું માટે થયું એ તો પ્રશ્ન છે નહિ, તે કાળે કાર્ય તેનાં જડના જડ કાળે તેના કાર્ય થયાં. આહાહાહા ! કપડું જડના કારણે ત્યાં વસાણું. આહાહાહા ! ઘડો માટીને કારણે ત્યાં થયો, ગાડાં ને રથ એ લાકડાને કારણે ત્યાં થયાં. સુથારને કે કુંભારને કારણે નહિ. આહાહા ! પણ તે કાર્ય વખતે આત્માને નિમિત્ત કહો, તો આત્મા નિત્ય છે, તો તે કાર્યમાં તેને નિમિત્તપણે કાયમ રહેવું જોઇએ, માટે (આત્મા) નિમિત્ત પણ નહિ, ત્યારે હવે નિમિત્તે કહેવું કોને? ઉપાદાન તો એક કોર રહી ગયું. એના કાળે કાર્ય ત્યાં થયું. આહાહાહા ! કે નિમિત્ત એને કહેવું કે “અનિત્ય એવા સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી, એવા યોગ અને ઉપયોગ” ઉપયોગ એટલે ઇચ્છા, ઇચ્છા જે રાગ થાય છે ને? એ રાગનો જે કર્તા અજ્ઞાની થાય છે, એ દયા દાનનો વતનો વિકલ્પ ઉઠયો છે, એનો અજ્ઞાની કર્તા મિથ્યાષ્ટિ થાય છે, તે મિથ્યાષ્ટિ જીવ એનો રાગ અને મિથ્યાષ્ટિનું કંપન જોગ, એ કંપનનો કર્તા થાય છે, એ જોગ અને રાગ એ જગતના કાર્ય કાળે, એ જોગ ને રાગને નિમિત્ત કર્તાનો આરોપ દેવાય છે. આહાહાહા ! આ તો ગાથા આવે ત્યારે આવે ને? એ કાંઇ, યોગ અને ઉપયોગ નિમિત્તપણે પરદ્રવ્યનાં કાર્ય કર્તા છે, નિમિત્તપણે કર્તા છે, એ કાર્ય તો ત્યાં એનું નહિ પણ નિમિત્ત તરીકે કર્તા એ કહેવામાં આવે છે) કોણ? કે રાગ અને જોગનું કંપન એ એના નિમિત્તપણે તેને કહેવાય, આત્માને નહિ. આહાહા ! હવે એ જોગ અને રાગને નિમિત્ત કહેવાય, કોના?કે જે કોઇ રાગ અને જોગનું કંપન મારું કાર્ય છે, એ કર્તા (થઈને) અજ્ઞાની મૂઢ માને છે, તેના જોગ ને રાગ એ કાર્ય કાળમાં નિમિત્ત કહેવામાં આવે છે. આહાહાહા ! સમજાણું કાંઇ? યોગ અને ઉપયોગ જ રાગાદિ-વિકારવાળા ચૈતન્ય-પરિણામરૂપ પોતાનો વિકલ્પ રાગ અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાનાં વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી એ આત્મા કરતો, જોયું? આહાહાહા ! આત્મા પણ અજ્ઞાની, એ દયાના પરિણામ રાગ છે, તેને કરે, એ રાગ મારું કર્તવ્ય છે એમ માને, જોગ કંપન છે એ મારું કર્તવ્ય છે એમ માને, એ અજ્ઞાનીનો જોગ અને રાગ કાર્યકાળે તેને નિમિત્ત જોગ ને રાગને કહેવામાં આવે છે. આવું કયાંથી કાઢયું કોઈ કહે? કહે કે ભાઈ અમે તો અત્યાર સુધી સમજતા'તા કે દયા પાળો, વ્રત કરો, સામાયિક કરો, પોહા કરો, પડિકકમણાં કરો, એવું હતું ચોવીહાર કરો, છ પરબી બ્રહ્મચર્ય પાળો, છ પરબી કંદમૂળ ન ખાઓ. અરે ભગવાન ! એ બધી વાતું સાંભળને, એ બધા કાર્ય છે. એ જડનાં જડનાં છૂટવાના હોય તે ટાણે તેના કાર્ય થાય, એમાં એ કાર્ય મેં કર્યું એ તો મૂંઢ મિથ્યાષ્ટિ છે. પણ તે કાર્યમાં નિમિત્તપણે આત્માને માનો તો એ નિમિત્તનું કાયમ રહેવું પડશે. તેનાથી છુટો નહિ થાય કોઇ દિ'. પણ અજ્ઞાનીના જોગ અને રાગનો કર્તા અજ્ઞાની થાય છે, જે અનિત્ય છે, જોગનું કંપન અને દયા-દાનનાં પરિણામ એ મારા કર્તવ્ય છે, ને મારું કાર્ય છે, એમ જે અજ્ઞાની મિથ્યાષ્ટિ માને છે તેનો જોગ અને રાગ તેના કાર્યકાળમાં, કાર્યકાળ તો Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેનું તેનાથી થયું પણ આ અજ્ઞાનીના જોગ અને રાગ કર્તા થનારો તેના જોગ અને રાગને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઇ, છે કે નહિ એમાં? અરે સંસારના ચોપડા જોવા હોય મેળવવા હોય તો મેળવે ડાહ્યા, ઘાસતેલ બાળે રાતે મેળવો નામા મેળવો. આ ભગવાન શું કહે છે એના નામા મેળવો છો કોઇ દિ' અહીં. (શ્રોતાઃ- જ્ઞાનીના જોગ ને ઉપયોગને નિમિત્ત કર્તાનો ઉપચાર પણ લાગૂ પડતો નથી) ઇ તો હુજી વાર છે લાંબી વાત છે હજી. ધર્મી જીવ જેને આત્મજ્ઞાન છે એ રાગ ને જોગનો કર્તા નથી. એ જીવને તો રાગ અને જોગ જ્ઞાનમાં નિમિત્ત થાય છે, એ હજી આગળ આવે ત્યારે. ઝીણી વાતું બાપા. આ તો ત્રણ લોકના નાથ જિનેશ્વર પરમેશ્વર એની વાણી છે આ. આહાહા.... આ કોઈ હાલી-દુવાલીની (વાત) નથી. આહાહા! ત્રણલોકનો નાથ સીમંધર ભગવાન બિરાજે છે મહાવિદેહમાં પ્રભુ એની આ વાણી છેકુંદકુંદાચાર્ય સંવત-૪૯ માં ગયા'તા ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યાં ભગવાન આમ કહે છે. આહાહા! રાગાદિ વિકાર” જે કાંઇ રાગ થાય ને, દયાનો, દાનનો, વ્રતનો એ રાગનો જે કર્તા થાય અજ્ઞાની, અને તેનું કંપન થાય આમ પ્રદેશનું, એનો જે કર્તા થાય અજ્ઞાની, એ અજ્ઞાની કર્તા થાય તે રાગ ને જોગ બીજાનાં કાર્ય કાળે તેને નિમિત્ત કહેવામાં આવે છે, કેમ કે એ તો નાશવાન છે, અનિત્ય છે. અને એ ટળશે તો પછી નહિ કરી શકે, નિમિત્ત પણ નહિ થાય. આંહીં તો જ્યાં સુધી જોગ ને રાગનો કર્યા છે ત્યાં સુધી પરના કાર્યકાળે તો ત્યાં કાર્ય થશે જ અને નિમિત્તકર્તા આને કહેવામાં આવે. વિશેષ વાત છે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૧૯૯ ગાથા-૧૦૦ રવિવાર, મહા વદ-૬, તા. ૧૮/૨/'૭૯ સમયસાર ગાથા ૧૦૦ ફરીને, ન્યાં ઓલું પાછું મેળ ખાય, છેક છેલ્લી લીટી છે. ખરેખર નિશ્ચયથી યથાર્થપણે ઘટનો, ઘડાનો, વસ્ત્રનો, રથનો, ગાડાનો, કે પરદ્રવ્યસ્વરૂપ કોઈ પણ પર્યાય એનો આત્મા કર્તા નથી. ઘડો હોય કે વસ્ત્ર હોય, કે રોટલી હોય કે રથ હોય કે ગાડું હોય કે આ હાથની અવસ્થા હોય, એને આત્મા કરતો નથી. કઈ રીતે? અને “ક્રોધાદિ જે કર્મબંધન છે ને? કર્મનું બંધન જે છે, જડનું એના પરિણામને પણ આત્મા કરતો નથી. ખરેખર ઘટઆદિ એટલે ઘટથી ઘડાથી માંડીને જગતની બધી ચીજો પર, અને ક્રોધ એટલે અંદર જડ કર્મનું બંધન, આહાહા! એને એ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે, એ પરદ્રવ્યસ્વરૂપ કાર્ય છે. એનો અર્થ એ થયો કે તે સમયે તે કાર્ય તેનું ઘટ-ઘડો તે કાર્ય, વસ્ત્રનું કાર્ય, મકાનનું કાર્ય કે ગાડાનું કાર્ય, કે રોટલીનું કાર્ય તે વખતે તે કાર્ય છે તેને આ આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવે તો કરતો નથી. આહાહાહા! તે પરચીજનાં પરિણામને, એ પરિણામ કાર્ય ને આત્મા કર્તા, એમ તો નથી. તેમ પરિણામ કર્મ અને આત્મા કરનારો એમેય નથી, તેમ પરદ્રવ્યનાં પરિણામ અને આત્મા પરિણામી, એ પરિણામી પરિણામ એમ પણ નથી. અરરર! એ વ્યાપ્ય-વ્યાપકભાવે એટલે? વ્યાપ્ય એટલે કાર્ય અવસ્થા અને વ્યાપક એટલે એનો કરનારો, એમ પર પદાર્થનાં પરિણામ છે', પર પદાર્થના પરિણામ છે', તે વખતે આત્મા તેનું કાર્ય અને આત્મા કર્તા એવું છે નહિ, વ્યાપ્ય-વ્યાપકભાવે કર્તા છે નહિ. આહાહા! કારણકે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧00 ૧૩૩ આવે, જગતની જડ ચીજોનાં પરિણામ છે ત્યાં પરિણામ એનું છે, એને જો આત્મા એને કરે તો આત્મા એ પરદ્રવ્યમાં એકમેક થઈ જાય. આહાહા ! સમજાય છે કાંઈ? આ શરીર જે હાલે છે એના આમ-આમ એ એનું કાર્ય છે પરમાણુનું, એ છે, તે સમયે તે કાર્ય છે, એને આત્મા જો વ્યાપ્ય એટલે કાર્ય ને પોતે કર્તા એમ થાય, તો આત્મા તેમાં જડમાં એકમેક થઈ જાય. આહાહા.... આવું છે. કારણકે એમ જો કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, એક વાત. સમજાય છે કાંઈ? પર જીવ બચે છે તેનું આયુષ્ય અને આત્માની એમાં રહેવાની યોગ્યતા, એ પ્રમાણેનું કાર્ય ત્યાં છે, એ કાર્યને આત્મા જો કરે, એટલે પરની દયાના ભાવ કરે રાગ, પણ પરની દયા પાળી શકે તો તો એ પરના પરિણામમાં તો વ્યાપ્ય અને આત્મા વ્યાપક તન્મય થઈ જાય, પરની દયાના પરિણામનો રાગ કરે ભલે, પણ એ એનું કાર્ય કરે તો એનું આ પર પરદ્રવ્ય અને આ આત્મા એકમેક થઈ જાય. સમજાણું કાંઈ? ઝીણું છે ભાઈ ! આ ગાથા ૧૦૦ મી ઝીણી છે. એવું તો નથી, એટલે કે જે પરપદાર્થના જે સમયનાં પરિણામ છે, તે પરિણામ તો ત્યાં છે તેને આત્મા કર્તા થઈને તે કાર્ય કરે તો આત્મા તે દ્રવ્યમાં તન્મય નામ એકમેક થઈ જાય, માટે એમ બનતું નથી. આહાહાહા ! કેમ હશે પ્રવીણભાઈ ? આ તમારા લોઢાબોઢાના ધંધામાં શું થાય છે? લોઢાનો કટકો આમ જાતો હોય એ એનાં પરિણામ છે, એ પરિણામનો કરનારો એ લોઢાના પરમાણુઓ પરિણામી છે, જો આત્મા એ પરિણામને કરે, તો આત્મા લોઢામાં એકમેક થઈ જાય, હેં? આહાહાહા ! આવું કામ છે. એ તો ઠીક કહે છે, એ તો નહિં, પણ નિમિત્તનિમિત્તભાવે પણ તેને કરતો નથી. આહાહા ! તે જગતના જડના કાર્ય કાળમાં-આત્મા જો ઉપસ્થિત જોડે હોય તો તે આત્મા નિમિત્ત થાય અને તેનું કાર્ય તો તેમાં થયું છે. આત્મા નિમિત્ત ને આ નૈમિત્તિક કાર્યથાય એમેય નથી. ઝીણી વાત છે પ્રવીણભાઈ ! આવ્યા છો બરોબર રવિવારે એ આવે છે રવિવારે ભાવનગરવાળા આવે ત્યારે આવું ઝીણું આવે છે. રાતે આવ્યું'તું હવે એ તો આવે ત્યારે પાછું ખરું કાંઈ હર વખતે આવે છે અંદરથી? રાતે બહુ અલૌકિક વાત આવી હતી. પોણો કલાક પણ હવે એ તો આવે ત્યારે થાય ને આ તો અત્યારે આ લેખ છે ને અત્યારે. આહાહાહા ! ભાઈ, મારગ તો પ્રભુનો એવો છે કોઈ. કહે છે કે પરના કાર્યના કાળમાં તે કાર્ય પરથી થાય, તેમાં આત્મા એ કાર્યનો કર્તા થાય અને એ કાર્ય એનું હોય તો તો એ આત્મા તેમાં ભળી જાય, એ આત્મા જાદો રહી શકે નહિ, પણ તે જડના કાર્યના કાળમાં, કાળે કાર્ય તો ત્યાં થયું, પણ તેમાં જો આત્મા નિમિત્ત હોય એ નૈમિત્તિક કાર્ય, અને આત્મા નિમિત્ત હોય, તો આત્મા નિત્ય છે, તો નિત્ય તેનું કર્તુત્વ, જ્યાં જ્યાં અવસ્થા થાય ત્યાં ત્યાં આત્માને હાજર રહેવું પડે. આહાહાહા ! બાબુભાઈ ! આવું ઝીણું છે. અરે પ્રભુ શું મારગડા, વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે. આહાહા! ઈશ્વર કર્તા તો નથી પણ ત્યાં સુધી ક્યાં લઈ જવું છે એને, કોઈ પરદ્રવ્ય અથવા જગતના તત્ત્વનો ઈશ્વર તો કર્તા નથી, પણ જગતના તત્ત્વો છે તેનું જે કાર્યકાળ થાય ને કાર્ય થાય, તેમાં તેનો બીજો આત્મા પણ એનો કર્તા નથી, એ તો ઠીક પણ તે પરકાર્ય થાય, તેમાં આત્મા નિમિત્ત Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ 66 છે ને આ નૈમિત્તિક છે એમ પણ નથી. “કા૨ણકે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે,” સર્વ અવસ્થાઓમાં કર્તાપણે રહેવાનો પ્રસંગ આવે. આત્મા, નિત્ય વસ્તુ છે અને એ જે કાર્યના કાળમાં આત્મા નિમિત્ત થાય તો દરેક અવસ્થામાં આત્માની ઉપસ્થિતિ રહેવી જોઈએ. આહા ! ૫૨થી છુટો પડી શકે નહિ. આહા ! ઝીણી વાત છે ભાઈ. આહા ! વીતરાગ મારગ બહુ સૂક્ષ્મ. આહા ! નૈમિત્તિકપણે પણ કરતો નથી તેમ કરે તો નિત્ય, કાયમ કર્તા, નિમિત્તપણે કાયમ કર્તા નિમિત્તપણે હો, કાર્ય કાળ તો ત્યાં થયો છે પણ નિમિતપણે પણ જો કર્તા થાય તો આત્માને જડની દરેક અવસ્થાપણે, નિમિત્તપણે રહેવું પડે. આહાહાહા ! સમજાણું કાંઈ ? બે વાત. ત્યારે તે છે શું હવે ? અનિત્ય (સર્વ) અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ, ફક્ત આત્માનો જે કંપન છે ને પ્રદેશ યોગ અને ઇચ્છા એ રાગ, એ રાગ અને કંપન જે છે, એ જગતના જડનાં કાર્યના કાળમાં એ તો કાર્ય તો થયું છે ત્યાં, એ સમયમાં જોગનો ભાવ અને રાગનો ભાવ, તે ચીજના કાર્યમાં નિમિત્ત કર્તા કહેવામાં આવે છે. કહો હિંમતભાઈ ! આમાં તમે બે ભાઈની વાતું કરતા, ક્યાં અહીં અંદર આવી છે વાર્તા ! આહાહાહા ! શું કહ્યું ઈ ? પ્રભુ એમ કહે છે ત્રિલોકનાથ જિનેશ્વરદેવ ૫૨માત્મા વીતરાગદેવની વાણી, એ સંતોની વાણી આડતિયા થઈને વાણીની વાત કરે છે. દિગંબર સંતો સર્વજ્ઞનો જે ભાવ છે, વાણી છે તેની વાત આડતિયા થઈને કરે છે, ભગવાન આમ કહે છે. આહાહા ! કે શ૨ી૨ના, વાણીના આદિના કાર્ય થાય, તે કાળે તેનું કાર્ય થાય, આ દાળ-ભાત, રોટલીના કટકા થાય દાઢ વચ્ચે, તે દાઢથી તો નહિ, પણ તેના કટકા તેના કાળે થાય તેમાં આત્મા એ કર્તા અને એ રોટલીના કટકા થયા તે એનું કાર્ય એવું તો નથી, જો એવું હોય તો આત્મા એ કટકા રોટલીના કટકા ભેગો ભળી જાય ને જાદો રહી શકે નહિ. આહાહા ! અને એ રોટલીના કટકાના કાળમાં કાર્ય એ કટકા તો થયા તેનાથી, દાઢથી નહિ અને આત્મા જો એને નિમિત્ત કહીએ તો જ્યાં જ્યાં જડની અવસ્થા જડથી થાય, ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે ઉપસ્થિત રહેવું પડે. આહાહાહા ! આવું છે. માટે એમ તો નથી, ત્યારે છે શું ? એને નિમિત્તપણે શું એ ઉપાદાન કાર્ય તો ત્યાં થયું એનાથી પણ તેનામાં એ બીજી ચીજ નિમિત્તપણે, કહેવું કોને ? કે નિમિત્તપણે એને કહેવું કે જોગ જે આત્માનો પ્રદેશ કંપે છે અને જે રાગ (ઈચ્છા ) છે, એને એ કાર્યકાળમાં તેના કાર્યકાળે તે કાર્ય થયું છે તેને આ જોગ ને રાગ તેને નિમિત્તપણે કહેવામાં આવે છે. એ કોના ? કે જે જોગ ને રાગનો કર્તા થાય છે અજ્ઞાની, એના જોગ ને રાગ એના કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આહાહા..... આવો માગ. અરેરે ! પ્રભુ ! એને કાને પડે નહિ એને એ ક્યાં જાય ? હું કરું હું કરું જ્યાં જ્યાં આ કામ જડનાં થાય એ બધા કામ મેં કર્યા. આહાહાહા ! એક નોટ છે નોટ, એ નોટ આમ જાય છે. એ એની અવસ્થા છે એ અવસ્થાનું કાર્ય નોટના ૫૨માણુએ કર્યું છે. હવે એ નોટ આમ જાય છે એ કાર્યકાળમાં આત્મા જો તેનો કર્તા થાય, તો તે કાર્યકાળમાં આત્માને ભળી જવું પડે અંદ૨, માટે તેનો કર્તા એ છે નહિ. હવે આત્મા છે એના કાર્યનો કર્તા એ નથી, પણ હવે એ કાર્યના કર્તાપણે નિમિત્તપણે આત્મા છે કે નહિ? કે નિમિત્તપણે પણ નથી. આહાહા ! નિમિત્તપણે પણ હોય તો જ્યાં જ્યાં એક રોટલીના કટકા Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૩૫ થાય, ત્યાં ત્યાં આત્માને રહેવું પડે, ભલે કાર્ય એનાથી ન થાય. ત્યારે, નિમિત્ત કહેવું કોને ? બીજી ચીજ એક નિમિત્ત છે એમ કહેવું કોને ? કે જે જીવનો કંપન ભાવ છે જોગનો, આ શ૨ી૨નો નહિ, જોગનો કંપન છે ને ઇચ્છા જે રાગ છે, એ રાગ ને કંપનને જડના કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કોના ? કે જે રાગ ને જોગનો કર્તા મિથ્યાદૃષ્ટિ છે, તેના જોગ ને રાગ કાર્યના કાળમાં તેને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આહાહાહા ! આટલું બધું હવે. આહાહા ! કહો સમજાણું છે કાંઈ ? ભગવાન સર્વશ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનું આ ફરમાન છે એમના જ્ઞાનમાં આ ચીજ જાણવામાં આવી છે, તેવી એ ફરમાવે છે. આહાહા ! ( શ્રોતાઃ- કુંદકુંદાચાર્યે શાસ્ત્ર લખ્યા માટે તે પ્રમાણિત છે ને શાસ્ત્ર) ના એનું કાંઈ નહિ, એ નિમિત્તથી કથન છે. એ તે શાસ્ત્રના પરમાણુની પર્યાય ૨ચાણી તેમાં આત્મા તેનો કાર્યનો કર્તા ને એમ તો નથી. છેલ્લે શબ્દ આવે છે ને ? પણ એ કર્તા આ કાર્ય જો આત્માનું હોય તો આત્મા કર્તા ને એ કાર્યમાં ભળી જવું જોઈએ, એ અક્ષરોમાં ભળી જવો જોઈએ આત્મા, આત્મા જુદો રહી શકે નહિ, માટે તેનું કાર્ય કાળમાં વ્યાપ્ય વ્યાપકભાવે કર્તાકર્મપણે પરિણામી પરિણામ પરિણામીપણે તો કર્તા નથી. પણ તેના કાર્ય કાળમાં આત્મા નિમિત્ત છે એમ જો કહો તો જ્યાં જ્યાં ૫૨માણુની અવસ્થા થાય ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે ઉપસ્થિત રહેવું પડે, એ પણ બને નહિ. આહાહાહા ! કહો ચીમનભાઈ બરાબર હમણાં રોકાણા છે. આમાં આવું આવે છે. ત્યારે કે એ ૫૨માણુના અક્ષરો જે બન્યા ટીકાના એ તો એના ૫૨માણુની પર્યાય તે કાળે થવાની હતી તેનાથી થઈ. હવે તેને આત્માને નિમિત્ત ત્યાં નથી, તો નિમિત્ત કહેવું કોને ? એ અક્ષરોમાં જોગ અને રાગ તેને નિમિત્ત કહેવાય, પણ કોનો ? જ્ઞાની કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય જ્ઞાની છે એનો જોગ ને રાગ, એનો જોગ ને રાગ, એને છે જ નહિ, એ જ્ઞાનીને તો જેને આત્મા ચૈતન્ય સ્વરૂપ ભગવાન એવું જિન સ્વરૂપી દૃષ્ટિમાં આવી ગયો, એની પર્યાયમાં વીતરાગતા વર્તે છે અને તે વીતરાગતામાં જોગ ને કંપન, જોગ ને રાગ વીતરાગતામાં જ્ઞાનમાં નિમિત્ત છે, પણ એ જોગ ને કંપનના કર્તાપણામાં નિમિત્ત નથી. આહાહાહા ! આવું છે આ તે કાંઈ વાત, આ ૫૨મેશ્વ૨નો મારગ ઝીણો બહુ બાપુ. આહા ! એ કહે છે કે ટીકાના કાળમાં ૫૨માણુની ક્રિયા થઈ ગઈ. કાળે અમે આત્મા તો કર્તા નથી કેમકે આત્મા કર્તા હોય તો પરિણામ પરિણામી એક થઈ જાય, એ કાર્ય ને આત્મા કર્તા બેય એક થઈ જાય. પણ હવે આત્મા નિમિત્તપણે પણ નથી. નિમિત્તપણે પણ જો હોય તો જ્યાં જ્યાં ૫૨માણુની પર્યાય થાય ત્યાં ત્યાં અમારે ઉપસ્થિત રહેવું પડે. ત્યારે છે શું ? તે ૫૨માણુની જ્યારે ટીકાની પર્યાય થઈ, ત્યાં ત્યાં જોગ ને રાગને નિમિત્ત કહેવું નિમિત્ત, કાર્ય તો ત્યાં છે, પણ એ જોગને નિમિત્ત ( રાગ ) કોનો ? જે જોગ ને રાગનો કર્તા મિથ્યાર્દષ્ટિ થાય છે તેનો જોગ ને રાગ તેને નિમિત્ત કહેવામાં આવે છે. આમાં કેટલું યાદ રહે પ્રવિણભાઈ ? આવ્યો છે ને તમારો મનિષ, ત્યાં કેળવણી અધિકારી છે આ કેળવણી જુદી જાતની છે. આહાહા ! સમજાણું કાંઈ ? “પ્રભુનો મારગ છે શૂરાનો” એ વીરનાં કામ છે બાપા. આહાહા ! એ કાયરના કામ નથી, અજ્ઞાનીને મૂંઢતાના. આહાહાહા ! અક્ષર લખાય છે ને આમ, એ અક્ષર લખાય છે એ ૫૨માણુની Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાય છે, એ પર્યાયનો આત્મા કર્તા એ પર્યાય અક્ષર લખવાનો નથી. એક વાત. જો એ પરિણામ અને પરિણામી, એનું પરિણામીનું આ પરિણામ હોય? અક્ષર લખવાનું તો આત્મા પરિણામી છે એમાં ભળી જાય, ન રહે જુદો, માટે તે લખવાના પરિણામની અવસ્થા તેનો આત્મા વ્યાપ્ય-વ્યાપકપણે પરિણામ-પરિણામીપણે કર્તા કર્મ નથી, પણ એ અક્ષરના લખવા કાળે આત્માને જો નિમિત્ત કહીએ, તો જ્યાં જ્યાં અક્ષરો થવાના હોય ત્યાં ત્યાં એને આત્માને રહેવું પડે, બે વાત. જ્યારે તે અક્ષરો લખવાને કાળે અક્ષરોની પર્યાય અક્ષરથી થઈ. તેમાં આત્માનો જોગ ને રાગ નિમિત્ત કહેવાય, કેમકે જોગ ને રાગ અનિત્ય છે, અને તે પણ કોના? જે રાગ અને જોગ ઉપરની દૃષ્ટિ છે જેને, એ ઇચ્છા ને જોગ ઉપર દૃષ્ટિ જેની છે, તે રાગ ને જોગનો જે કર્તા મિથ્યાષ્ટિ છે, તેનો જોગ ને રાગ કાર્યકાળમાં નિમિત્ત કર્તાપણે કહેવામાં આવે છે. એક શબ્દ ફરે તો આખો ન્યાય ફરી જાય એવું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? છે? યોગ ને ઉપયોગ જ નિમિત્તપણે તેનાં પરદ્રવ્યના કાર્યના કર્તા છે, રાગાદિ-વિકારવાળા ચૈતન્યપરિણામ પોતાના વિકલ્પને, હા, એ રાગાદિ વિકલ્પને પ્રદેશોને પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો, દેખો, આહાહાહા ! એ લખવા કાળે એ ઈચ્છા થઈ અને જોગ કંપ્યો તેનો અજ્ઞાની કર્તા છે. તેથી તે અજ્ઞાની કર્તા, તેનાં જોગ ને રાગ એ અક્ષરો લખવામાં નિમિત્તપણે કહેવામાં આવે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? હવે આવું કહેવું આકરું કહેવું ને સમજાણું? આહાહા ! પોતાના વ્યાપારને કદાચિત, શું કીધું ભાષા? કે અજ્ઞાની આત્મા, જેની વીતરાગ મૂર્તિ પ્રભુ છે, આત્મા તો જિન સ્વરૂપે છે, “ઘટ ઘટ અંતર, જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસોં મતવાલા સમજે ન” ઘટ ઘટ અંતર, જિન સ્વરૂપી પ્રભુ આત્મા તો, જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપી, અકષાય સ્વરૂપી, એ આત્મા એ આત્મા એ અક્ષરોના કાર્યકાળ એ આત્મા આવો જે છે વીતરાગ દ્રવ્ય એ તો નિમિત્ત નથી, ત્યારે કે એ વખતનાં જે યોગ અને રાગ એ જે વીતરાગ સ્વરૂપ આત્મા છે એની જેને દૃષ્ટિ નથી, જિન સ્વરૂપી ભગવાન છે એની જેને દૃષ્ટિ નથી અને એની દૃષ્ટિ ઇચ્છા ને જોગનાં કંપનમાં પડી છે, એવા જોગ ને કંપનનો કરનાર કદાચિત્ આત્મા કર્તા હો, છે? અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી. આહાહાહા! હવે આવું બધું નક્કી કરવું ને, અને એના વિના ધર્મ થઈ જાય, સામાયિક થઈ ગઈ ને પોહા થઈ ગયા ને પડિક્કમણાં, ધૂળેય નથી તારા. આહાહા ! કહે છે કે રાગાદિ વિકારવાળા ચૈતન્યના પરિણામ, એ પોતાના વિકલ્પને કરે અજ્ઞાની, અને આત્માના તો કંપન પોતાના વ્યાપારને કદાચિત્ એટલે કે જ્યાં સુધી મિથ્યાષ્ટિ છે ત્યાં સુધી, અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી એ ઇચ્છા અને જોગના કંપનને, જે વિકાર છે, તેને સ્વરૂપના અજ્ઞાનને લઈ તેનો કર્તા અજ્ઞાની કદાચિત્ અજ્ઞાનભાવમાં કહેવાય કર્તા રાગ અને જોગનો. અને એ રાગ ને જોગ, અક્ષરોમાં લખવાના કાળમાં એ રાગ અને જોગને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આહાહા... સમજાય તેવું છે, ભાષા કોઈ આકરી નથી, પણ ભાવ તો ભલે (જે છે તે છે) સમજાણું કાંઈ? પોતાને કરતો, તે યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા કદાચિત્ ભલે હો. છે? Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧OO ૧૩૭ આહાહા.યોગ અને ઉપયોગનો આત્મા કર્તા કદાચિત્ ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો નિમિત્તપણે પણ નથી. આત્મા જે છે, એ જગતના અક્ષરોના લખવાના કાળમાં એ આત્મા નિમિત્તપણે પણ કર્તા નથી. આહાહા ! પણ અજ્ઞાની રાગ ને જોગનો કર્તા છે, તે યોગ ને રાગને એ અક્ષરના લખવાના કાળમાં, યોગ અને રાગને નિમિત્ત કહેવામાં આવે છે. જે રાગ ને યોગનો કર્તા અને અજ્ઞાની કરે છે તેનો. આહાહાહા! આટલી બધી વાતું હવે, કેટલી શરતું એમાં. છે? જુઓ યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના કર્તા છે. છે ને ચોથી લીટી યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના કર્તા છે. હવે તે રાગાદિ વિકારવાળો ચૈતન્યપરિણામ પોતાના વિકલ્પને અને કંપનને પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ, ઉપયોગનો તો કર્તા આત્મા ભલે હો, આત્મા રાગનો ને કંપનનો અજ્ઞાનથી ભલે કર્તા હો, પણ એ આત્મા પરનો તો નિમિત્તપણે પણ કર્તા નથી. આહાહાહા ! અહીં તો વાંધા બધા ઉપાદાન નિમિત્તના ઝઘડા એ. એ પંડિતજી? સોનગઢવાળા એ ઉપાદાનના એ કાર્યને માને છે, નિમિત્તને માનતા નથી. નિમિત્ત માને પણ નિમિત્ત કર્તા માનતા નથી, વાત સાચી છે તારી. આહાહાહા ! ભાઈ વીતરાગ મારગના તત્ત્વો, વીતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથે કહ્યાં એ સમજવા મહા પ્રયત્ન છે, તે કાંઈ સાધારણ રીતે પકડાય એવું નથી. આહાહાહા ! પહેલાંમાં શું કહ્યું? કે યોગ ઉપયોગ જ નિમિત્તપણે તેના કર્તા છે, કર્તા છે એનો અર્થ જ નિમિત્તપણે છે એમ, ઘડાના કાર્યકાળ, વસ્ત્રનાં વણકરના કાર્યકાળ, ગાડાના કાર્યકાળ, રોટલીના કાર્યકાળ, અક્ષરના લખવાના કાર્યકાળે, યોગ અને ઉપયોગ નિમિત્તપણે કર્તા કહેવાય, પણ કોના? કે જે રાગ અને ઉપયોગનો કર્તા અજ્ઞાની છે તેના જોગ ને રાગને તે કાર્યકાળમાં નિમિત્તપણે તે અનિત્ય વિકારી દશાને નિમિત્તપણે કર્તા કહેવામાં આવે છે. આવું બધું યાદ શી રીતે રાખવું. બાબુભાઈ ! કહો ઓલો પૂછે તમારો ઓલો મોટો છોકરો, શું સાંભળીને આવ્યા? શું કહે કે આ શું છે. સમજાય છે પ્રભુ? આહાહાહા ! આંહીં તો જિનસ્વરૂપી ભગવાન આત્મા બધા વીતરાગ મૂર્તિ છે. આહાહાહા ! એ વીતરાગ મૂર્તિનું જેને જ્ઞાન સમ્યક્ થયું, એને જોગ ને રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞાન ઉપાદાન પોતાથી થાય છે, પણ તે જ્ઞાનમાં જોગ ને રાગ નિમિત્ત છે આમ, પણ જોગ ને રાગમાં પોતે નિમિત્ત છે, એમ અજ્ઞાનીને છે, જ્ઞાનીને નહિ. આહાહા! ફરીને, આ તો વીતરાગ મારગ બાપા, ઘણો ગંભીર એક હાથમાં રોટલી ઉપાડી, એ ઉપડવાનું કાર્ય તો રોટલીમાં જે થયું એ રોટલીના કારણે થયું, આ હાથના કારણે નહિ, હવે એ ઉપડવાના કાર્યમાં આત્માને જો કર્તા કહીએ તો તે કાર્ય એનું ને કર્તા આ, તો એ કાર્યમાં ભળી જાય આત્મા, માટે રોટલીનું બટકું ઉપડ્યું એમાં આત્મા કર્તા નહિ, હવે આત્માનો જે જોગ ને કંપન છે અને અહીંયા કર્તા કહેવાય, પણ કોનો? કે જે જોગ અને રાગનો કર્તા અજ્ઞાની થાય કદાચિત્ અજ્ઞાનમાં, એના જોગ ને રાગને એ રોટલી ઉપડી એનાં કાર્યમાં નિમિત્તકર્તા કહેવામાં આવે. આહાહાહા! કહો ચીમનભાઈ બેય ચીમનભાઈ જોડે બેઠાં છે, આવું છે. અને વાણીયાને નવરાશ ન મળે ધંધા આડે બાઈડી-છોકરા સાચવવામાં રહે અને ધંધામાં રહે ને કોક દિ' કલાક Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સાંભળવા જાય તો ઓલો માથે જે દિયે, “જે નારાયણ” વિતરાગ મારગ બહુ જુદો ભાઈ. આહાહાહા ! એ પહેલી વાત તો કીધી કે જોગ ને ઉપયોગ જ નિમિત્તપણે કર્તા છે, એમ કીધું. હવે કહે છે કે કોનો? જડના કાર્ય કાળે નિમિત્ત કોનો જોગ અને ઉપયોગ? કે જે જોગ ને ઉપયોગનો કર્તા થાય છે તેનો, રાગ અને કંપનનો જે કર્તા થાય, તેનો રાગ ને જોગ એ કાર્યમાં નિમિત્ત કર્તાનો આરોપ તરીકે કહેવાય છે. કહો સમજાય છે કાંઈ? આહાહા! આ રવિવારે આવે છે તમારે એવું ઝીણું મનસુખભાઈ. આહાહાહા ! આવું છે, ગાંડા જેવી વાતું લાગે, પાગલ જેવી વાત લાગે, ઓલા એવું કરે કે આખો દિ' આ કરો, આ કરો, આ કરો, આ કરો, વ્રત પાળો, અપવાસ કરો દાન કરો, દયા પાળો, ભગવાનની ભક્તિ કરો, મંદિર બનાવો, ગજરથ કાઢો, આવું સમજાય તો ખરું, શું સમજવું'તું તેમાં ધૂળમાં? એ તો જડના કાર્ય જડ કાર્ય કાળે થાય એમાં તું ક્યાં એને કરી શકે છે? પણ તે ગજરથના કાર્ય તો જડના જડથી થાય છે, તેમાં આત્માને નિમિત્ત, આત્મા તે કાર્યનો કર્તા નથી. જો કર્તા હોય તો એ કર્તા કાર્યમાં કર્તા ભળી જાય, ભેગો થઈ જાય, ત્યારે કહે જાદો રહીને આત્મા નિમિત્ત થાય કે નહિ? તે જુદો રહીને નિમિત્ત જો થાય તો જ્યાં જ્યાં તેવા કાર્ય થાય ત્યાં આત્માને ઉપસ્થિત રહેવું પડે, માટે આત્મા નિમિત્તપણે પણ નહિ. ત્યારે હવે એમાં નિમિત્ત છે કોઈ કે નહિ? કે હા જોગ અને ઉપયોગ. રાગ અને કંપન તેમાં નિમિત્તપણે કહેવાય. કે કોના? કે જે રાગનો અને જોગનો કર્તા થાય તેના. આહાહાહા ! પંડિતોને આકરું પડે એવું છે આ. કર્તા પરદ્રવ્યનો કર્તા, પરદ્રવ્યનો કર્તા, ઇન્દોરમાં થયું'તું ઇન્દોર પચાસ પંડિત ભેગા થયા, ઇન્દોર “પદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નહિ” હવે આંહીં, અરે ભગવાન શું કરે છે તું આ? લોકોને બચારાને કાંઈ ખબર ના મળે, ધંધા આડે એ નવરો ન મળે, આખો દિ' એમાં ઓલો માથે કહે', જે નારાયણ, હા. સત્ય શું છે અને અસત્ય શું છે એની કાંઈ વિવેકની ભિન્નતાની ખબર ન મળે. સમજાણું કાંઈ ? આહાહા ! આ નોટ પૈસા છે ને, નોટું, એને પચાસ હજાર, પચીસ હજાર આપ્યા મંદિર ખાતે આપ્યા, લ્યો આ ગણવા માંડો આમ, એ નોટની અવસ્થા જે થાય છે, આમ જવાની એ કાર્ય તો એ નોટના પરમાણુનું છે, હવે એ નોટનું કાર્ય જે આમ જવાનું થાય છે, તેને જો આત્મા કર્તા કહો તો આત્મા કર્તા ને એ કાર્ય બે એક થઈ જાય, એટલે આત્મા આમાં ભળી જાય નોટમાં. હવે એમ તો નહિ, પણ એને આત્મા કર્તા કહો, નિમિત્તપણે કર્તા કહો, ઉપાદાનપણે કર્તાનો નિષેધ થઈ ગયો સમજાણું કાંઈ ? એ નોટ આમ જાય છે, એના ઉપાદાનપણે કર્તા હોય તો ત્યાં ભેગો ભળી ગયો. હવે નિમિત્તપણે એ જાય છે એમાં આત્મા, આમ હાથમાં હતું ને આમ આમ તો આત્માને નિમિત્તપણે તેને નોટ જાય છે, તેને કર્તા કહેવાય કે નહિ? કે ના. આત્માને નિમિત્ત જો કહો તો જ્યાં જ્યાં એવા કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને ઉપસ્થિત રહેવું પડે, માટે આત્મા નિમિત્તપણે પણ કર્તા નહિ. ત્યારે હવે કર્તા આમાં કાંઈક એને નિમિત્તપણે કાંઈ કહેવામાં આવે છે કે નહિ? છે તો કાર્ય તેને કાળે થવાનું છે. આહાહાહા ! ત્યારે કહે “હા” યોગ અને રાગ તે કાર્યકાળે તેનો જોગ હતો ને રાગ હતો તે એને નિમિત્તપણે કર્તા કહેવાય. Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૩૯ નિમિત્તપણે કર્તાનો અર્થ ? ત્યાં આમ જાય છે માટે આ નિમિત્ત છે માટે આમ જાય છે નોટ એમ નહિ. ફક્ત જવાનાં કાર્યમાં જોગ ને રાગને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્તથી ત્યાં આમ જાય અને આ કાર્યને કરે છે એમ નહિ. આહાહા ! ત્યારે કહે પણ નિમિત્તપણે કાંઈ છે કે નહિ, કોઈ ચીજ ? એ ચીજ તો એને કાળે થઈ, બીજી ચીજ છે કે “છે” જોગ અને રાગ તેનો નિમિત્તપણે કર્તા કહેવાય. તે પણ કોનો ? કે અજ્ઞાની કદાચિત્ જ્યાં સુધી મિથ્યાર્દષ્ટિ છે ત્યાં સુધી ઇચ્છા ને જોગનો કર્તા થાય છે, તેનો જોગ ને રાગ, કાર્ય તો ત્યાં થયું જ છે, તે કાળે તેને નિમિત્તકર્તા જોગ ને રાગને કહેવામાં આવે છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? આહાહા ! 66 રાગાદિ વિકારવાળા ચૈતન્યપરિણામ પોતાના વિકલ્પને રાગને અને આત્માના પ્રદેશોના કંપનને કદાચિત્ અજ્ઞાનથી, કદાચિત્ કેમ કીધું કે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી રાગ ને જોગનો કર્તા છે, પણ જો જ્ઞાની થયો. આહાહાહા ! ચૈતન્યસ્વરૂપ ભગવાન જિનસ્વરૂપી, વીતરાગ મૂર્તિ પ્રભુ છે, એનું જેને જ્ઞાન થયું એની પર્યાયમાં વીતરાગ પર્યાય થઈ અને એ વીતરાગી પર્યાય કાર્યકાળમાં નિમિત્તપણે પણ વીતરાગી પર્યાય કર્તા નહિ. ત્યારે, તે ધર્મીની વીતરાગી પર્યાય સમ્યગ્દર્શનની પર્યાયમાં, એ રાગ ને જોગ અહીં જ્ઞાન થયું પોતાથી તેમાં જોગ ને રાગને અહીં જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવે. અરેરે ! આવું કામ મોટું હવે, અને એ જોગ ને રાગનો કર્તા જ્યાં સુધી થાય, ત્યાં સુધી, તે તે કાર્ય તો થયું જ છે ત્યાં, તેના જોગ ને રાગને કર્તા કહેવાય, ને જોગ ને રાગનો કર્તા અન્નાની છે માટે. હવે જ્યારે આત્માનું જ્ઞાન થયું જેને સમ્યગ્દર્શન. આહાહાહા ! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, નિર્મળાનંદ, આનંદકંદ છે, એ મલિનપણું એનામાં નથી ને મલિનની પર્યાય પણ એનામાં નથી. જોગ ને રાગ એ એનાં સ્વરૂપમાં નથી. આ રાગ અને જોગ એના સ્વરૂપમાં નથી, તેના સ્વરૂપમાં તો વીતરાગતા ભરી છે. ભગવાન આત્મામાં તો વીતરાગતા ઠસોઠસ ભરી છે. એ વીતરાગતાની જેને દૃષ્ટિ થઈ, સમ્યગ્દર્શન થયું, સમ્યગ્નાન થયું એને જોગ ને રાગ એનો નથી, એ જોગ અને રાગ, એનું જ્ઞાન છે એ એનું છે, શું કહ્યું સમજાણુ ? કહો ચેતનજી ! ધર્મી જીવનું જ્ઞાન ને આનંદ ને વીતરાગી પર્યાય એની છે, એનો જોગ ને રાગ એનો નથી. આહાહા ! કહો પુંજાભાઈ આવું છે બાપુ ! આ તમે પણ ખરે ટાણે આવ્યા છો ને બરાબર... મૂકીને રોકાણા છો. અરે બાપા આ શું ચીજ ભાઈ ! તું વીતરાગી નાથ છો ને નાથ, તું ૫૨મેશ્વર છો પ્રભુ. પ્રભુ વીતરાગી સ્વરૂપને જ અહીંયા આત્મા કહેવામાં આવે છે. આહાહા ! ભગવાન (તું ) તો વીતરાગ સ્વરૂપે છો ને પ્રભુ ! એ વીતરાગ સ્વરૂપનું જેને જ્ઞાન થયું, તેના જ્ઞાનમાં તે રાગ ને જોગનો કર્તા તો ન થાય, ૫૨ની ક્રિયાનો કર્તા તો નથી, પણ જોગ ને રાગનો કર્તા ન થાય, પણ તેને જોગ ને રાગ હોય છે, પણ દૃષ્ટિ પડી છે જ્ઞાનાનંદ સ્વરૂપ ઉ૫૨ એથી વીતરાગી જ્ઞાન થયું છે, તેમાં જોગ ને રાગ નિમિત્ત કહેવામાં આવે છે, ઉપાદાન તો પોતાથી રાગનું જ્ઞાન આમ થયું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? કહો અનોપચંદભાઈ ! આવી વાતું છે. ક્યાં ગયા અમારે ભાઈ. આહાહા..... આમાં વાદ ને વિવાદ કરે બાપા ! “સદ્ગુરુ કહે સહજકા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા”. આહાહા..... સહજનો ધંધો ભગવાન આત્મા વીતરાગ મૂર્તિ પ્રભુ અકષાય સ્વભાવથી ભરેલો ભરચક ભ૨પુ૨ ભરપુર આવે છે ને ભાઈ, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪) સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઇત્યાદિ શક્તિથી ભરપૂર ભરેલો ઓલી ૪૭ શક્તિ લીધીને, પછી કીધું ઇત્યાદિ શક્તિથી ભરપૂર કળશમાં છે. આહાહાહા! ભગવાન આત્મામાં તો જીવતર, ચિતિ, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, કર્તા, કર્મ આદિ અનંત શક્તિઓ, ગુણરૂપશક્તિ, વીતરાગ સ્વભાવરૂપ શક્તિઓ, એનાથી “ભર” સુભર-સુભર છે ઘણું કરીને, સુનિર્ભર છે. ભગવાન આત્મા તો વીતરાગી ગુણોનો ભરેલો, ભરેલો ભગવાન છે. આહાહાહા ! એમાં રાગ કેવો અને જોગનું કંપન કેવું એમાં? આહાહા.... રાતની વાત, એ તો આવે ત્યારે ખરી, સમજાણું કાંઈ? હું? (શ્રોતા:-દરેક પર્યાયનું પ્રયોજન વીતરાગતા છે) એ પછી, અત્યારે આંહીં, વખત ન મળે, વખત દશ મિનિટ છે ઓલું પોણો કલાક હાલ્યું. ચીમનભાઈ હતા કે નહિ? અહીંયા તો વીતરાગ પર્યાયવાળો જીવ, એટલે કે સમ્યગ્દષ્ટિ જીવ, એટલે કે દ્રવ્યસ્વભાવ જે જિન સ્વરૂપી છે, તેની જેને દૃષ્ટિ થઈ છે તે જીવ, તેની પર્યાયમાં તો તેને વીતરાગી સમકિત, વીતરાગી જ્ઞાન ને સ્વરૂપાચરણ હોય એ વીતરાગી પર્યાય, જોગ અને રાગનો કર્તા નથી, અને તેથી તે જોગ ને રાગ એનો કર્તા નથી, તેથી તે સામાના કાર્યકાળમાં પણ જ્ઞાનીના જોગ ને રાગ એના નથી, માટે તે નિમિત્તપણે પણ નથી. આહાહાહા ! ત્યારે હવે ગુલાંટ ખાય છે વાત, કે આત્મા જિનસ્વરૂપી પ્રભુ એવું જેને ધ્યેય ધ્રુવનું પકડયું. આહાહા.... એની શ્રદ્ધા જ્ઞાનમાં વીતરાગી પર્યાય આવી, અને તે વીતરાગી પર્યાયનું જ્ઞાન પણ વીતરાગી આવ્યું, એ જ્ઞાનમાં એ જ્ઞાન, જોગ ને રાગનો કર્તા તો નથી, પરનો કર્તા તો નથી, પરનો નિમિત્તપણે પણ કર્તા નથી. આહાહા... પણ તે સમ્યગ્દર્શન ને જ્ઞાન પરિણામ થયા, તેમાં રાગ ને જોગ જે કમજોરીથી થાય તેનું અહીં જ્ઞાનમાં એને નિમિત્ત કહેવાય. ઉપાદાન પોતે, પોતાથી જ્ઞાન ને વીતરાગી દશા થઈ, પણ તેને જોગ ને રાગને આમાં આહીં નિમિત્ત કહેવાય. આહાહાહા ! કહો દાસ! આવી વાતું છે. આમાં વાદ ને વિવાદ બાપુ દુનિયામાં ત્રણલોકનો નાથ, જિનેશ્વરદેવનો પોકાર છે આ. આહાહાહા! દિવ્યધ્વનિમાં આ વાણી આવી એ કુંદકુંદાચાર્ય દિગંબર મુનિ ભગવાન પાસે ગયા હતા. કુંદકુંદાચાર્ય, બે હજાર વર્ષ પહેલાં, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. આહાહા.... આવી વાણી બીજે ક્યાંય નથી. પણ આટલા વર્ષ ઘણાં કાઢયા તે સાંભળ્યું હશે ને વાડામાં આ વાત સાંભળી'તી? એય સુજાનમલજી! થોડું પણ સત્ય હોવું જોઈએ, લાંબુ લાંબુ મોટું કરેને અસત્યના પૂછડાં મોટા. આહાહાહા ! કહો જતીશભાઈ? આહાહા... એ અજ્ઞાનીનો જોગ એટલે કંપન ને રાગ તેના કાર્યકાળે, કાર્ય તો ત્યાં થાય છે જડનું એના જોગ ને રાગને નિમિત્તકર્તા કહેવાય, હવે એ પણ જોગ ને રાગનો આત્મા કર્તા હો અજ્ઞાનપણે, પણ પરનો કર્તા તો એ નહિ. એ આત્મા પરનો કર્તા તો નહિ, અજ્ઞાનપણે જોગ ને રાગનો કર્તા હો. આહાહા! હવે આવો ઉપદેશ, આમાં શું નવા સાંભળનારાને શું કાંઈ, શું કહે છે આ? દિગંબર ધર્મનું આ સ્વરૂપ છે. જેમ બાહ્યમાં મુનિને વસ્ત્રનો ટુકડો ન હોય એમ અંતરમાં રાગનો કણ ન હોય જેને દ્રવ્યમાં. આહાહા.... દયા, દાન, વ્રતનો વિકલ્પ પણ જેના સ્વરૂપમાં નથી, એવું જે સ્વરૂપ ભગવાન આત્મા, એની જેને દૃષ્ટિ થઈ છે, એનું જેને જ્ઞાન થયું છે, એનો જેને અનુભવ થયો Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૪૧ છે, તે અનુભવના જ્ઞાનમાં ને વીતરાગી પર્યાયમાં, જોગ ને રાગનો તો એ કર્તા નથી, તો ૫૨નો કર્તા તો નથી. પણ જોગ ને રાગ અને તે કાળે જે કાર્ય ૫૨માં થાય, તે જ્ઞાનીના જ્ઞાનમાં એ નિમિત્ત કહેવામાં આવે, આમ નિમિત્ત કહેવામાં આવે, આમ નિમિત્ત નહિ. આહાહા ! આમાં યાદ કેટલું રાખવું પ્રવિણભાઈ ! આવી વાતું છે. ( શ્રોતાઃ- શાસ્ત્ર રચવામાં બીજો નિમિત કોણ ? ) હૈં ? ( શ્રોતાઃ- શાસ્ત્ર રચવામાં બીજો નિમિત્ત કોણ એ તો બતાવો ). કોઈ નિમિત્ત બિમિત્ત નહીં. એ તો કીધું રચવામાં તો રચનાકાળે તો કાર્ય જડથી થાય, ફક્ત નિમિત્ત કોણ ? કે જે યોગ ને રાગ તેને નિમિત્ત કહેવાય, કોના ? જે રાગ ને જોગનો કર્તા થાય અજ્ઞાની એનાં, જ્ઞાની જે કરે છે તે કુંદકુંદાચાર્ય તો કહે છે કે આમાં અમે નિમિત્તપણે પણ નથી. અમારા જ્ઞાનમાં એ જે લખાણું તે ક્રિયા રાગ જે થયો અમારા જ્ઞાનમાં એ નિમિત્ત થયું, જ્ઞાન તો અમારાથી થયું, જ્ઞાન તો અમારા આત્માથી થયું, પણ રાગ ને ઇચ્છાના જે કંપન છે અને જે આ લખવાની ક્રિયા થઈ, એ અમારા જ્ઞાનમાં આમ નિમિત્ત થઈ, એનું જ્ઞાન અમે કર્યું, દેવીલાલજી ! ( શ્રોતાઃ– જી આપે દૃષ્ટિ અપેક્ષાએ વાત કરી, પણ ચારિત્ર અપેક્ષાએ નિમિત કહો ?) નિમિત્ત કોઈ છે જ નહિ. નિમિત્ત કીધું ને ? જોગ ને એ તો બંધ નિમિત્ત કીધું, ચીજ તો એનાથી થઈ, પણ નિમિત્ત કોણ ? કે જોગ ને રાગ, કે કોનો ? કે જેને જોગ ને રાગ મારો માન્યો છે એનો. કહો પંડિતજી ? આ તમારા પ્રોફેસ૨માં ક્યાંય નહોતું આવ્યું આવું ? નહિ. આહાહાહા ! પ્રભુ !( શ્રોતાઃ- તો પછી આપ એમ કહો કે કુંદકુંદાચાર્યનાં જોગ, રાગ નિમિત નથી પણ નોકર્મનો જોગ ને રાગ નિમિત છે) કોઈ નહીં, એ ય નહીં. જડના કાર્યના તો જડના કાર્યમાં આત્મા તો નિમિત્ત નહીં, આત્મા કર્તા ને આ કર્તાનું કાર્ય એમ તો નહિ, પણ કાર્ય તેનાં કાળે થયું તે સમયમાં આત્માના દ્રવ્યને નિમિત્ત કહેવું, એ નહિ. હવે ત્યારે કે નિમિત્ત ક્યાંક કોઈ ચીજ કહેવાની છે કે નહિ ? કે છે, તે કાર્યકાળ તો તે સમયે તે પર્યાય થવાની તે તેનાથી થઈ, પણ તેનું નિમિત્ત કોણ ? કે રાગ, ઇચ્છા ને જોગ તે નિમિત્ત કહેવામાં આવે, કે કોનો ? કે જેણે રાગ ને જોગ પોતાનો માન્યો એનો, છતાં એ રાગ ને જોગનો કર્તા થાય અજ્ઞાની, પણ ૫૨નો કર્તા તો છે જ નહિ, એમ કહે છે. આહાહાહા ! બહુ ઝીણી વાત બાપુ ! ઈશ્વ૨ કર્તા તો નથી પણ ક્યાં સુધી લઈ ગયા ? કે આત્માય કર્તા નથી, ૫૨ના કાર્યનો. આહાહાહા ! અકર્તાપણું, ક્રમબદ્ધમાં અકર્તાપણું આવ્યું છે ને ? ભગવાન આત્મા જિન સ્વરૂપી પ્રભુ, જેનું જિન સ્વરૂપ ધ્રુવ, એવું જેને ધ્યાનમાં-જ્ઞાનમાં આવ્યું, એના પરિણામમાં તો સમ્યજ્ઞાન ને સમ્યગ્વીતરાગ સ્વરૂપ આચરણ આદિ રાગ વિનાની દશા હોય, એ દશાવાન ૫૨નાં કાર્યમાં એ પોતે દશાવાન આવો છે, એ નિમિત્ત નથી, પણ તેના જોગ ને રાગ એ પણ એમાં નિમિત્ત નથી. જે જોગ ને રાગનો કર્તા થાય એ અજ્ઞાનીના જોગ ને રાગ એને નિમિત્ત કહેવામાં આવે. ક્યારે ? કે હવે ગુલાંટ ખાય છે વાત, જે જિનસ્વરૂપી પ્રભુ વીતરાગની મૂર્તિ આત્મા પ્રભુ અંદર છે. આહાહાહા ! એનો જેને અનુભવ ને સમ્યગ્દર્શનજ્ઞાન થયું, એ જીવને એના જોગ ને રાગ ૫૨માં નિમિત્ત તો છે નહિ, પણ એ જોગ ને રાગ આ જ્ઞાનમાં નિમિત્ત છે. સમજાય છે? ભાષા તો સાદી છે પણ ભાવ છે ઝીણાં. ભાઈ ! ત્રણલોકના નાથ ભગવાન Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ મહાવીર, સીમંધર પ્રભુ તો બિરાજે છે. આહાહાહા ! રાતે તો એ ખ્યાલ આવ્યો'તો થોડો સીમંધર ભગવાન, આ આત્મા છે, સીમંધર, વીતરાગી સ્વભાવની મર્યાદાનો ધરનાર ભગવાન છે. આહાહાહા ! સમજાણું કાંઈ? એવો જે ભગવાન આત્મા એનું જેને જ્ઞાન થયું, એની જેને શ્રદ્ધા થઈ, એમાં જેની અંશે રમણતા થઈ તે જ્ઞાનીનું જ્ઞાન, જોગ ને રાગમાં નિમિત્ત નહિ, અને પરના કાર્યમાં નિમિત્ત નહિ, પણ પોતાનું જ્ઞાન જે પોતાથી સ્વપરપ્રકાશક થયું, તેમાં જોગ ને રાગને આંહીં નિમિત્ત આમ કહેવામાં આવે, ઉપાદાન તો પોતાથી થયું છે. આવો ઉપદેશ હવે શું આમાં નવરાશ (ન) મળે વાણીયાને આખો દિ' ધંધો, ધંધો, ધંધો પાપનો અને થોડો વખત મળે ત્યાં બાઈડી છોકરાવને સાચવવામાં રહે રાજી કરવામાં, આહા! હવે આમાં એને ક્યાં બિચારાને ! માથે પાટે બેઠા જે કહે એ “જે નારાયણ” તુલના કરવાના ટાણાં ક્યાં પ્રભુ? આહાહાહા ! સત્ય ને અસત્યનો મેળ કેવી રીતે કરવો? આહાહા ! जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दवे। जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता।।१००।। અલૌકિક વાત છે બાપુ! આ તો સમયસાર ભગવાન કુંદકુંદ આચાર્યની વાણી, નિમિત્તથી કથન છે, વાણી એની નથી, વાણી વાણીની છે. આહાહા ! પાછળથી એ ગાથા આવે છે ને આ ટીકા મેં રચી એમ મોહથી ન નાચો, એ ટીકાની પર્યાય પરમાણુથી થઈ છે ભાઈ, મારાથી નહીં. આહાહા... અહીંયા તો એમ કહ્યું કાર્યકાળ તો છે જ ત્યાં, પણ જોગ ને રાગને નિમિત્ત કહેવાય. એ રાગાદિ વિકારવાળા ચૈતન્યસ્વરૂપ પોતાનો વિકલ્પ અને પ્રદેશો અને એના વ્યવહારને આત્મા કદાચિત્ કરતો હોવાથી, જ્યાં સુધી ઇચ્છા છે, ત્યાં સુધી યોગ અને કંપનનો કર્તા છે. યોગ ને ઉપયોગનો તો આત્મા પણ કર્તા નથી. કદાચિત્ હો, તથાપિ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો તો કર્તા નિમિત્તપણે પણ આત્મા નથી. આહાહાહા ! ગજબ વાત છે. તું ભગવાન છો ને પ્રભુ, ભગવાન, તને ભગવાન તરીકે બોલાવે છે ૭ર ગાથામાં આવે છે ને “ભગવાન આત્મા”. રાગ અને દયા દાનનો વિકલ્પ પણ પ્રભુ તારામાં નથી અને એનો કર્તા પણ તું નથી. આહાહા... પરની દયા ને પરને મારું, એનો કર્તા તો તું નથી. પણ એ રાગ જે આવ્યો એનો ય કર્તા તું નથી. તારું જ્ઞાન સ્વપરપ્રકાશક, જે સ્વને આશ્રયે પ્રગટયું, તેમાં એ રાગ આવ્યો જ્ઞાનમાં, એમાં ઉપાદાન તો તારું, તેમાં રાગને અહીંયા નિમિત્ત કહેવામાં આવે છે, છે આવી વાત સાંભળી'તી ક્યાંય શ્વેતાંબરમાં સ્થાનકવાસીમાં. આહાહા ! | દિગંબર સંતો કેવળીના કેડાયતો કેવળીની વાણી સીધી કહે છે. આરે એના વાડામાં જમ્યા એને એની ખબરું ન મળે. કહો શાંતિભાઈ? થઈ ગયો વખત હોં, એ કહે છે અજ્ઞાની ભલે એના જોગ ને રાગનો કર્તા કદાચિત હો પણ આત્મા તો કર્તા છે જ નહીં. પરદ્રવ્યના પર્યાયનો આત્મા નિમિત્તપણે પણ કર્તા નથી. આહાહા. વિશેષ કહેવાશે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧OO ૧૪૩ પ્રવચન નં. ૨00 ગાથા-૧૦૦ સોમવાર, મા વદ-૭, તા. ૧૯/૨/'૭૯ સમયસાર ૧૦૦ ગાથા, છેલ્લું છે ને થોડુંક, ઝીણી વાત છે, આ અપૂર્વ વાત છે. કે આ જડના કાર્ય અને આ પર આત્માના કાર્ય, તો તેને સમયે તેના થાય પણ તે કાળે, નિમિત્ત કોને કહેવું? તો કહે છે કે કાર્ય તો તેને લઇને તેનું થાય, જડની જડમાં પર્યાય અને આત્માની, આત્મામાં પર્યાય જે કાળે તેને કાર્ય થાય તે થવાનું છે. એ તો એના કારણે ઉપાદાનથી થયું, પણ હવે નિમિત્ત કોને કહેવું? તો કહે છે કે ભાઈ ! આત્મા એ કાર્યમાં નિમિત્ત પણ નહિ, જો આત્મા નિમિત્ત હોય તો દરેક અવસ્થામાં એને હાજર રહેવું પડે. જયંતિભાઈ ! આ તો તમારા વૈષ્ણવમાં તો આ કાંઇ છે નહિ અંદરનું, ભાગ્યશાળી તે આવી ગયા આ બાજુ, કહો આનંદભાઈ. આહાહા! આ ચીજઆંહીં તો કહે છે કે જે આ શરીરઆદિ વાણી કે કર્મ અંદર કે ઘટ, ઘડો, વસ્ત્ર, મકાન વિગેરે આહાહા..... એ જડનાં કાર્ય વખતે તો એ જડ પોતાના કાર્યપણે થાય એનો પર્યાય કાળ છે તે એને કાળે થાય, હવે એમાં નિમિત્ત કોને કહેવું? ઈશ્વર કર્તા તો કયાંય વયો ગયો. પણ પરના કાર્ય ઈશ્વરે કર્યા એ તો નહિ, પણ પરના કાર્ય પરે કર્યા, એ વખતે નિમિત્ત કોને કહેવું? કે નિમિત્ત એને કહેવું કે આત્મા છે તે એને નિમિત્ત નહિ, કેમકે આત્મા નિત્ય વસ્તુ ભગવાન છે જો એને નિમિત્તપણે આત્માને કહો તો જ્યાં જ્યાં અવસ્થાઓ જડની કે ચૈતન્યની થાય ત્યાં ત્યાં તેને ઉપસ્થિત રહેવું પડે, ત્યારે જ્ઞાનીનો આત્મા તો નહિ પણ જ્ઞાનીના નિર્મળ પરિણામ છે, ધર્મીના સમ્યગ્દર્શનશાન આદિ પરિણામ જે દ્રવ્યને અવલંબે થયા તે નિર્મળ પરિણામને, તે કાર્યને નિમિત્ત કહેવાય કે નહિ? આરે ! અરે ! આવી વાતું ભાઈ કે “ના” ત્યારે હવે નિમિત્તે કહેવું કોને અમારે ? બીજી ચીજ તો છે. કે જે પ્રાણી પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે એની (જેને) ખબર નથી અને દયા દાનના પરિણામ રાગ જે છે, તેનો જે કર્તા થાય છે અને કંપન જે જોગ છે તેનો કર્તા થાય છે તે પર્યાય જોગ ને રાગ તેનો કર્તા થાય છે, તે જોગ ને રાગ સામાના કાર્યના કાળમાં, નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આવી શરતું બહુ. આ તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરે ત્રણકાળ ત્રણ લોક જોયા અને વાણીમાં આ આવ્યું. આહાહા ! એ ય છેલ્લે આવ્યું. “યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કદાચિત્ ભલે હો કર્તા” છેલ્લી લીટી છે ને? એ જોગ એટલે આત્માના પ્રદેશ કંપે છે અને ઉપયોગ એટલે અહીંયા રાગ લેવો છે, ઉપયોગ એટલે ઓલો શુદ્ધ ઉપયોગ એ નહિ. રાગનો જ ઉપયોગ છે જે, જે ઉપયોગ રાગમાં જોડાણો છે તે ઉપયોગ અને કંપન એ કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી, યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કદાચિત્ કર્તા ભલે હો. આહાહાહા ! એ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ રાગ એનો અજ્ઞાની અજ્ઞાનપણે ભલે કર્તા હો. આહાહાહા! “તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો નિમિત્તપણે પણ આત્મા નથી” આહાહા ! આવી વાત હવે કયાં! આ ધંધાના કામ થાય છે ને બધાં, આનંદભાઈના હીરાના માણેકનાં હીરાના કામ એ તો હીરો જવાનો હોય છે ત્યારે પોતાના પર્યાયને કાળે ત્યાં જાય. હવે કહે છે કે એમાં નિમિત્ત કોને કહેવું? જોડે બીજી ચીજ છે કે નહિ? આહાહા ! ત્યારે કહે આત્મા બીજો છે એને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પણ નિમિત્ત, એને ન કહેવાય. કારણકે જગતની બધી અવસ્થામાં જો આત્મા નિમિત્ત હોય તો નિત્ય ત્યાં કાયમ રહેવું પડે. આહાહાહા ! પણ તે કાળે જે પ્રાણી જે ઇચ્છા થઇ છે એનો જે કર્તા થાય છે અજ્ઞાની અને કંપનનો જે કર્તા થાય છે અજ્ઞાની તે તેનો કર્તા હો અજ્ઞાનપણે, પણ તે આત્મા પરના કાર્યમાં નિમિત્તપણે પણ કર્તા નથી. એ જોગ ને રાગનો કર્તા જે થાય અજ્ઞાની, તે જોગ ને રાગને તે કાર્યનાં કાર્યકાળે તો કાર્ય ત્યાં થયું છે, પણ આ જોગ ને રાગનો કર્તા થાય તેને તેમાં નિમિત્તકર્તા તરીકે કહેવાય. આહાહાહા ! નિમિત્ત માત્ર જુદી ચીજ છે ને નિમિત્તકર્તા જુદી ચીજ છે. એ શું કહ્યું? કે પરનું જીવન અને મરણનો જે સમય છે, પરનો તે કાળે ત્યાં થાય, જ્ઞાનીને વિકલ્પ આવે એવો કે આને હું બચાવું કે મારું એવો વિકલ્પ, કર્તા નહિ, એ વિકલ્પનો કર્તા પણ નથી. ધર્મી છે તેને એ વિકલ્પ આવે પણ એ વિકલ્પનોય એ કર્તા નથી એક વાત. અને તે બીજાનાં જીવન-મરણ અને તેને સુખદુઃખની સામગ્રીનો કાળ હતો તો તેને સુખદુ:ખની સામગ્રી આવી એની, ત્યારે જ્ઞાની એમ માને કે આમાં તો હું નિમિત્ત માત્ર છું, નિમિત્તકર્તા જુદું અને નિમિત્તમાત્ર જુદું, બેમાં મોટા ફેર. દેવીલાલજી! અરે, હવે આવી વાતું. ભગવાનનો મારગ બહુ જુદો. એવા કાર્યકાળમાં જોગ અને રાગનો કર્તા થાય છે, તે જોગ ને રાગને તેને નિમિત્ત કહેવાય અને એ અજ્ઞાની જોગ ને રાગનો કર્તા થાવ અજ્ઞાનપણે તેથી તે જોગ ને રાગને કાર્યકાળમાં નિમિત્ત તરીકે કર્તા કહેવાય. જ્ઞાનીને નહિ, તેમ આત્માને નહિ. સમજાય છે કાંઇ? જે જડનાં અને પર આત્માનાં કાર્ય તો તે સમયે થવાનું તે થાય હવે એમાં નિમિત્ત કોણ? કે આત્મા નિમિત્ત નહિ એક વાત. ત્યારે નિમિત્તે કહેવું કોને? કે જ્ઞાની છે એને એ રાગ તો આવે, છતાં તે રાગનો કર્તા નથી, તેથી તે જીવન મરણનાં ત્યાં કાર્યકાળમાં જ્ઞાની એમ જાણે છે હું તો નિમિત્તમાત્ર છું નિમિત્તકર્તા નહિ. હેં? ભાઈ આવે છે ને? બંધ અધિકાર, બંધ અધિકારમાં આવે છે સમયસાર નથી અહીંયા. હું! એ નહિ ટીકા જયસેન આચાર્યની ટીકા આ સમયસાર એ તો દેખાય છે. ટીકામાં છે ટીકામાં પણ બંધ અધિકારની વાત થઇ ગઇ છે, ઘણી વાર વાત થઇ ગઇ છે, બસે એકાવન ગાથા બાવન, ત્રેપન, ચોપન, બંધ અધિકારની ગાથામાં, ધર્મી જીવ જે છે જેની દૃષ્ટિ દ્રવ્ય ધ્રુવ ઉપર છે એ સમ્યગ્દષ્ટિ, પર્યાયદેષ્ટિ ઉડી ગઇ છે, તેમ રાગ ને જોગનું કર્તાપણું પણ જેને ઉડી ગયું છે. આહાહાહા ! એવા જે ધર્મી જીવ, તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ત્રિકાળી ચૈતન્યના અવલંબે જે થયું છે, તે નિર્મળ પરિણામમાં, નિર્મળ પરિણામ તો સામા(ના) કાર્યકાળમાં નિમિત્ત પણ નહિ, નિમિત્તકર્તા પણ નહિ. આહાહા... ફક્ત તેને વિકલ્પ ઉઠયો છે, અને એ વસ્તુ સામે જીવન સામાનું થયું છે તો એને કારણે છે, દેહ છૂટયો તે એને કારણે છૂટયો, એને આહાર પાણી પૈસાની સામગ્રી એને ગઇ આના હાથથી એ એના કાળે ગઈ. જ્ઞાની એમ માને કે આમાં તો હું નિમિત્તમાત્ર છું, એ તો એના કારણે આ થયું છે નિમિત્તકર્તા નહિ. આરે ! આરે ! આવી શું વાત ! નિમિત્ત કર્તા તો સામે કાર્ય થયું છે એના જે યોગ રાગ ને ઇચ્છા ને દયા દાનના વિકલ્પનો કર્તા જે થાય તે રાગને સામાના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાનીને નિમિત્ત કહેવાય, કર્તા નહિ. અરે! આરે! સમજાણું કાંઇ? આ આખો દિ' કામમાં લેવા ને કહેવું કાંઈ કામ કરતા જ નથી. કહો, આકરું કામ છે. એ છેલ્લે કહ્યું. યોગ અને Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૪૫ ઉપયોગનો તો આત્મા પણ કદાચિત્ ભલે કર્તા હો અજ્ઞાનપણે, પણ આત્મા, તો પણ પરદ્રવ્યસ્વરૂપ કર્મ, જે સામું જીવન થાય, મરણ થાય, પૈસા જાય, પૈસા આવે, ઘટ પટ ૨થ રચાય એનાં કાર્યનો તો આત્મા કર્તા નિમિત્તપણે પણ નથી. સમજાણું કાંઇ આમાં ? આહાહા ! ભાવાર્થ:- આ તો ધીરાનાં કામ છે ભાઈ. આહાહા..... વીતરાગ જિનેશ્વર ૫૨માત્મા એનો મા૨ગ કોઇ અલૌકિક છે. એ સાધારણ જનતાને તો સાંભળવાય મળતો નથી. આહાહા..... ( શ્રોતા:- કુંદકુંદાચાર્ય શાસ્ત્ર રચવામાં નિમિત્ત માત્ર ) નિમિત્તમાત્ર છે, કર્તા નહિ. ( શ્રોતાઃકુંદકુંદાચાર્યનું જ્ઞાન નિમિત માત્ર કે રાગ નિમિત છે) ઈ રાગ, વિકલ્પ ઉઠયો ઈ નિમિત છે જ્ઞાનમાં તો રાગ અને સામી ક્રિયા થાય તે જ્ઞાનમાં આમ નિમિત્ત છે. આહાહા..... હવે આવી વાત સાંભળવી અને પચાવવી. કહો કાંતિભાઈ ! આ એના પ્લેનમાં હતા મોટા આ પ્લેન જાદી જાતનું છે આ. આ તો પ૨માત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ તીર્થંકરનો ‘પ્રવચનસાર' જે દિવ્ય ધ્વનિ (નો ) સા૨ તે આ ‘સમયસાર’ ભાઈ એની વાત સાંભળવા મળવી પણ પૂર્વના પુણ્યના યોગ વિના મળે નહિ પ્રભુ, બહુ મોટું કામ ! જગતના માનેલા ભાવથી આ આખી વાત જુદી છે. આહાહા..... આ ગાથા જ બહુ ઊંચી છે. આમ માની બેસે અમે ધર્મી છીએ ને અમે જ્ઞાની છીએ એમ માને પણ અંદ૨માં જો રાગ આવે ને એનું કર્તાપણું માને ને સામી ક્રિયા થાય છે એમાં હું નિમિત્તકર્તા તો છું ને ? આહાહાહા તો એ ભાવ અજ્ઞાનભાવ છે, મિથ્યાત્વભાવ છે. આહાહા..... કહો મનહર ! આજ તો સવારમાં યાદ આવ્યું’તું ગાંડાભાઈ આમ તપેલામાં આમ આમ કરતા'તા એ જોયું'તું પાલેજમાં, પાલેજ ઓલા ચુનીલાલ મોતીલાલની દુકાનમાં હતા ને એને કંસારાનો ધંધો હતો અમારા ગાંડાભાઈને ટાંકણે નામ લખે ને એનું નામ. એ બરાબર જોયું છે આજ સવા૨માં યાદ આવ્યું'તું. પણ કહે છે અ૨૨૨ ! આ નામ ઓલું ઠામ લે ને ઇ કહે અમારું નામ આમાં લખો. આહાહાહા ! કહે છે કે એ તો ત્યાં કાર્યકાળ જડનો તે પ્રકારે અક્ષર પડવાનો કાર્યકાળ હતો તે અક્ષ૨ થયો, ટાંકણે કર્યો નથી, આત્માએ કર્યો નથી, આત્માના રાગે ને જોગે કર્યો નથી, પણ તે કરવા કાળમાં જેનો રાગ ને જોગનો કર્તા જીવ જે છે અજ્ઞાની તે હોં, અજ્ઞાનપણે તે જોગ ને રાગ તેને નિમિત્તકર્તા આરોપથી કથન કરવામાં આવે છે. પણ આત્મા તો તેમાં નિમિત્તપણે પણ કર્તા છે નહિ. આહાહાહા ! સમજાય છે કાંઇ ? ભાવાર્થઃ– યોગ એટલે મન, વચન, કાયાના નિમિત્તવાળું આત્મપ્રદેશોનું ચલન, કંપન. યોગની વ્યાખ્યા કહી, સામા કાર્યના કાળે યોગ નિમિત્ત છે. કોનો ? કે જે યોગનો કર્તા થાય તેનો. એ નિમિત્તનો અર્થ જ છે બીજી ચીજ એમ, ત્યાં કાર્ય થાય માટે અહીં જોગનો કર્તા થાય તેને જોગનો નિમિત્તકર્તા સામાને કહેવાય. આવી ઉપાદાન ને નિમિત્તની વ્યાખ્યા. આ તો સર્વજ્ઞ ૫૨મેશ્વર, વીતરાગ ત્રિલોકનાથે જાણેલી, આવેલી વાત છે. યોગ એટલે મન, વચન, કાયાના નિમિત્તવાળું એટલે મન, વચન ને કાયા પુદ્ગલ છે ને, એ તો નિમિત્ત છે. આમાં આત્મપ્રદેશોનું ચલન કંપન, આત્મપ્રદેશ અંદર કંપે એને યોગ કહીએ, ઉપયોગ એટલે જાણવા દેખવાનો ઉપયોગ એ આંહીં નહિ, આંહીં ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ થવું જોડાવું, અહીં જોગ ને ઉપયોગ પરના કાર્યકાળમાં નિમિત્તકર્તા જે કહેવાય છે તે ઉપયોગ એટલે શું? કે જ્ઞાનનું રાગ સાથે જોડાવું એ અહીં ઉપયોગ કહેવામાં આવે છે. આહાહાહા! ઉપયોગ એટલે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તેનું કષાય એટલે પુષ્ય ને પાપના રાગ એની સાથે ઉપયુક્ત થવું, જ્ઞાન, રાગની સાથે જોડાઇ જવું. આહાહાહા ! એને અહીંયા ઉપયોગ, આંહીં ઉપયોગ અને કહેવામાં આવ્યો છે. આ યોગ અને ઉપયોગ ઘડો થવામાં, ઘડો તો ઘડાથી થાય છે, રથ રથથી થાય છે રોટલીરોટલીથી થાય છે, દાળભાત-દાળભાતથી થાય છે, એની પર્યાય એનાથી થાય છે, પણ તેના નિમિત્ત ઘટાદિક અને ક્રોધાદિક, ક્રોધાદિક એટલે જડ કર્મ, જડ કર્મ જે બંધાય છે, મોહનીય કર્મ એ ક્રોધાદિ એટલે આંહીં જડ આઠ કર્મ જડ, એ જડમાં આઠ કર્મની પર્યાયના જડમાં અને બહારના કાર્યકાળમાં અને ક્રોધાદિકને નિમિત્ત છે, કોણ? યોગ અને ઉપયોગ, મન વચન ને કાયા જે આ પુદ્ગલ છે તે તો નિમિત્ત છે અને અંદર કંપન થવું એ ઉપાદાન પોતાનું છે એ કંપનને યોગ કહીએ અને જ્ઞાનનું રાગને દયા દાનને વિકલ્પમાં જોડાણ થઇ જવું તેને ઉપયોગ કહીએ. આહાહા ! પુંજાભાઈ ! આમાં કયાંય નૈરોબીએ ય મળે એવું નથી કયાંય. આહાહા... આવો મારગ પ્રભુનો અરેરે એકલો આવ્યો, એકલો જઇશ, એકલો રહીશ, પરની હારે કાંઇ તારે સંબંધ નથી પરના કાર્યકાળમાં પણ તું નિમિત્ત આત્મા એમ સંબંધ નથી કહે છે. આહાહાહા! ફક્ત એ યોગ અને ઉપયોગ, ઉપયોગ એટલે જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તે પુષ્ય ને પાપ શુભાશુભ ભાવરૂપી કષાયમાં જોડાઈ જાય, જોડાણ થઈ જાય, જોડાણ થઇ જાય. આહાહા... આ યોગ અને ઉપયોગ ઘટ પટ રથ દાળ ભાત શાકની પર્યાય થાય. આહાહાહા ! એ અને ક્રોધાદિક જડ કર્મ બંધાય એમાં આ યોગ અને ઉપયોગ નિમિત્ત છે, નિમિત્ત છે એટલે કે એનાથી થયું છે એમ નહિ, થયું છે તો સામાથી પોતાના કારણે. આહાહા... ફક્ત એ કંપન અને જ્ઞાનમાં ઇચ્છા લોભ રાગાદિનું જોડાવું તે ઉપયોગ ને યોગ, તે તે ઘટાદિકના કાર્યમાં ને જડકર્મના બંધનનાં કાર્યમાં, કાર્ય તો ત્યાં તેને કાળે (થયું છે. ફક્ત) આને નિમિત્ત કહેવામાં આવે છે, પરંતુ આત્માને તેનો કર્તા ન કહેવાય. આહાહાહા ! ભગવાન આત્મા તો નિત્યાનંદ પ્રભુ એને તે ઘટપટનાં કાર્યકાળમાં અને કર્મબંધનના કાર્યકાળમાં આત્માને તો નિમિત્તેય ન કહેવાય. આહાહાહા ઝીણું બહુ ભાઈ ! મારગ એવો સૂક્ષ્મ છે. આહાહા! અરે સાંભળવા મળે નહિ એ કે દિ' વિચારે ને કે દિ' બેસારે? આ મનુષ્યપણું હાલ્યું જાય છે અને દેહ છૂટશે એકલો ચાલ્યો જશે. આહાહા..એકલા કેટલાય વયા ગયા બિચારા, બધું મૂકીને, એનું કયાં હતું. આહા! જ્યાં ત્યાં એ કાર્યકાળમાં એના જોગ ને રાગ નિમિત્ત થાય અને તેથી એનો કર્તા થાય તેથી એમ માને કે હું આનો નિમિત્તકર્તા છું. આહાહાહા ! પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. તે વળી આ યોગને રાગને નિમિત્ત કહેવાય પણ ભગવાન આત્મા તો નિર્મળ નિત્ય છે અને એ કાર્યકાળમાં તેને આત્માને પણ નિમિત્ત કહેવાય નહિ, ધીમેથી તો કહેવાય છે ભાઈ ! આ કંઇ વાર્તા નથી આ તો ત્રણલોકનો નાથ પરમેશ્વરે જે જોયું સિદ્ધાંત, સિદ્ધ થયેલી ચીજો એનું આ કથન છે. આહાહા! ચીમનભાઈ ! Page #162 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧00 ૧૪૭ આ આત્માને સંસાર અવસ્થામાં આત્માને કહેવાય નહિ પણ હવે કહેવાય શી રીતે કે હવે આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર પોતાના સ્વરૂપનું ભાન નથી તેથી, અજ્ઞાનથી માત્ર, અજ્ઞાનથી માત્ર, યોગ ઉપયોગનો કર્તા કહી શકાય. આહાહા ! આત્માને માત્ર યોગ ઉપયોગનો કર્તા અજ્ઞાનપણામાં કહેવાય, પરનો તો કર્તા છે જ નહિ, નિમિત્તપણે. આહા! કહો સુજાનમલજી! આ બધા હોંશિયાર નોકરો હોય ને માણસો હોય ને કામ કરે છે ને બધા કેવા? ( શ્રોતા:- અભિમાન કરે છે) તમારો દિકરો મોટો કામ કરે છે ને. (શ્રોતા- અભિમાનથી) આહાહા ! આ તો દુનિયા આખીની વાત છે. આહાહા.... ઓહોહો ! પ્રભુનો મારગ એ વીતરાગનો મારગ કોઇ અલૌકિક છે ભાઈ. દુનિયાની હારે ક્યાંય મેળ ખાય એવો નથી અને તેથી આ વાતને લોકો એકાંત કહીને ઉડાવી દે છે. આહાહા ! એ સોનગઢવાળાએ એકાંત માર્ગ કાઢયો, નિશ્ચયાભાસ, અરે પ્રભુ સાંભળ ભાઈ, પરમાત્માનું આ વર્ણન છે, કોનું છે આ? સાક્ષાત્ ભગવાન બિરાજે છે ત્યાં ગયા હતા ને ત્યાંથી આ શાસ્ત્ર રચાણાં ભગવાનનો આ સંદેશ છે. જિનવર આમ કહે છે, એમ આવે છે ને બલુભાઈ, પરને જીવાડી, મારી શકું માનનારા મિથ્યાષ્ટિ, જિનવર એમ કહે છે, સર્વજ્ઞ એમ કહે છે, આવે છે ને? આહાહા..... ઓહોહોહો ! જયંતિભાઈને તો અમેરિકા અમેરિકામાં કાંઇ સાંભળવા મળે નહિ ત્યાં આ બધું મફતના હેરાન થાય ને કેમ આનંદભાઈ, ભાઈ ત્યાં જાય છે ને! કહે છે બેચાર મહિના જાય છે ત્યાં. આહાહાહા ! આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કર્તા કહી શકાય. આહાહાહા ! ધર્મીના તો ધર્મના પરિણામથી પણ પરનાં કાર્યકાળે નિમિત્તકર્તા ન કહેવાય, પણ તેને રાગાદિ જે હોય તે તે જ્ઞાનમાં તેને નિમિત્ત છે, તેથી તે રાગને સામામાં નિમિત્તપણું કહેવાય, નિમિત્તપણું, નિમિત્તકર્તા નહિ. સમજાણું આમાં? આહાહાહા ! અરે, આવો મારગ, ભાઈ આ તો પરમાત્મા આ આત્માનો સ્વભાવ જ કેવળજ્ઞાન છે, આત્મા દરેક ભગવાન સર્વજ્ઞસ્વરૂપી જ ભગવાન છે, અરે કેમ બેસે એને? અલ્પજ્ઞ નહિ, રાગ તો નહિ, પુણ્ય તો નહિ પણ અલ્પજ્ઞ નહિ, ભગવાન તું તો સર્વજ્ઞ સ્વરૂપી છો પ્રભુ! વસ્તુ છે ને? એનો જે જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન અપૂર્ણ કેમ હોય? વિપરીત નહિ ને અપૂર્ણ કેમ હોય? આહાહા... એ આત્મા એનો સર્વજ્ઞ એટલે પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે, ત્રિકાળ હોં. આહાહાહા ! એ સર્વજ્ઞ સ્વભાવી જે આત્મા પ્રભુ એ તો પરના કાર્યકાળમાં નિમિત્ત પણ નહિ. આહાહાહા ! એમ સર્વજ્ઞની પર્યાય લોકાલોકને નિમિત્ત કહેવાય. ભાઈ નિમિત્તકર્તા નહિ, લોકાલોકને ભગવાન જાણે છે અને એ જાણવાનો સ્વભાવ જ ભગવાન આત્માનો પૂર્ણ બધાનો, પ્રભુનો છે, એ સ્વભાવની દૃષ્ટિએ જોઇએ, તો એ પરના કાર્યકાળે તો નિમિત્તપણે પણ આત્મા નથી. અને જેણે સર્વજ્ઞપણું પ્રગટ કર્યું, જે સ્વભાવ હતો તે પ્રગટયો, ભગવાન તો સર્વજ્ઞ સ્વરૂપી જ છે પ્રભુ, એ સર્વજ્ઞ પર્યાય પ્રગટી એ લોકાલોકને નિમિત્ત છે, નિમિત્તકર્તા નહિ અને લોકાલોક તે જ્ઞાનમાં નિમિત્ત છે, લોકાલોક જ્ઞાનના કર્તા નહિ, નિમિત્તકર્તા નહિ, ભાઈ. આહાહાહા! આવે છે ને છેલ્લે સર્વ વિશુદ્ધ, સર્વ વિશુદ્ધમાં આવે છે ભાઈ દેવીલાલ? આ કેવળજ્ઞાન જેવો પોતાનો સ્વભાવ પૂર્ણ પ્રભુનો છે, બધા ભગવાન છે ભાઈ એ સર્વજ્ઞ સ્વરૂપી જ તું છો, ભાઈ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તને ખબર નથી. આહાહા.... રાગ ને પુણ્ય દયા, દાનના વિકલ્પ તો તારા નથી ને તારામાં નથી પણ તારામાં તો અલ્પજ્ઞપણુંય નથી. આહાહા..... આંહીં તો સર્વશે જોયેલું કહ્યું એમાં સર્વજ્ઞ સ્વભાવ તારો છે. આહાહાહા ! આકરું કામ! પહેલી તો વાત આવી સાંભળવી મળવી મુશ્કેલી એમાં એને બેસાડવી અંદર. આહાહાહા ! એથી કહે છે કે સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ તું છો ને? એનો અર્થ એ કે રાગાદિ થાય કે પર આદિ થાય તેનો તું જાણનાર દેખનાર સ્વભાવ હોં, નિયમસારમાં તો એમેય લીધું છે ને ભાઈ, કે આત્મામાં જે જ્ઞાનદર્શન છે એ આત્માના ત્રિકાળીને જાણે દેખે (એવો) એનો સ્વભાવ છે પોતાનો, શું કહ્યું છે? નિયમસારમાં છે. –આત્માનો જે જ્ઞાનદર્શન સ્વભાવ છે એ સ્વભાવ, ત્રિકાળી દ્રવ્યને જાણવા દેખવાનું સ્વરૂપ છે, બધા જીવની વાત છે આ હોં. આહા! પણ તેની પર્યાયમાં જે અજ્ઞાન ને રાગદ્વેષ છે, તેથી તેને સર્વજ્ઞસ્વભાવીની સર્વજ્ઞ સ્વભાવી આત્મા છું, એવું રાગના અજ્ઞાનને લઇને, રાગમાં જોડાણને લઇને, સર્વજ્ઞ સ્વભાવના જોડાણ વિના, સમજાણું કાંઇ? સર્વજ્ઞ સ્વભાવી ભગવાન એની સાથે જોડાણ વિના, રાગ ને કંપનની સાથે જોડાણ હોવાથી પર્યાયમાં. અને તેનો તે કર્તા થવાથી એ સર્વજ્ઞ સ્વભાવી આત્મા તો પરના કાર્ય કાળમાં નિમિત્ત પણ નહિ, અને આમ દેખો તો સર્વજ્ઞ પર્યાય જ્યાં પ્રગટ થઈ, એમાં લોકાલોક નિમિત્ત, નિમિત્તકર્તા નહિ અને લોકાલોકમાં કેવળજ્ઞાન નિમિત્ત એ કેવળજ્ઞાન પર્યાય એ લોકાલોકને નિમિત્ત પણ કેવળજ્ઞાન પર્યાય લોકાલોકની કર્તા નહિ, અરે આવું શું? નિમિત્ત શું અને નિમિત્તકર્તા શું? ચીમનભાઈ ! એવી વાતું છે બાપુ. આહાહાહા! અરેરે અનાદિ કાળથી, ધણી પોતાનો ધણીને ધાર્યો નહિ એણે. આહાહા ! જ્ઞાન સ્વભાવી, દર્શન સ્વભાવી, આનંદસ્વભાવી ભગવાન એને એણે ન ધાર્યો, એને એણે ન માન્યો એને લઇને આ રખડી મરે છે, ૮૪ ના અવતાર કરી કરીને. આહાહા... ભલે સાધુ થાય. પંચમહાવ્રત પાળે પણ એ તો રાગ છે. આ સ્વભાવને જાણવાનું હતું એ ન જાણ્યું. સર્વદર્શી, સર્વદર્શી સ્વભાવ જો એ શક્તિ છે આવી સર્વદર્શી ને સર્વજ્ઞ શક્તિ છે આત્મામાં ૪૭ માં આવે છે, એ સ્વભાવ જ સર્વદર્શી સર્વજ્ઞ છે, ત્યારે પર્યાયમાં જે પ્રગટ થયો એ ત્રિકાળી સર્વજ્ઞદર્શી સ્વભાવ એ તો પરકાર્યમાં લોકાલોકને નિમિત્ત પણ નહિ. ભાઈ ! શું કીધું, સમજાણું કાંઇ? જે સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ એ લોકાલોકને નિમિત્ત પણ નહિ, પણ સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવમાંથી સર્વજ્ઞ સર્વદર્શી પર્યાય થઇ તે પર્યાય લોકાલોકને નિમિત્ત કહેવાય, નિમિત્તકર્તા નહિ. આહાહા... અને જે કેવળજ્ઞાન ને કેવળદર્શન એમાં લોકાલોક નિમિત્ત છે, પણ છતાંય લોકાલોક કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા નહિ. આહાહા... સમજાણું કાંઈ? આવી વાતું હોય હવે ઓલા સાધારણ સાંભળીને બેઠા હોય ને જાણે કે આપણે સમજી ગયા, હવે આ મારગડા જુદા પ્રભુ તારા, ભાઈ. આહાહા ! એ આંહીં કહ્યું. આહાહા ! ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી એ આત્મા એ આત્મા તો ઘટ પટ આદિના કાર્યકાળમાં કાર્ય તો તેનાથી થયું, ઘડો કુંભારથી થયો નથી માટીથી થયો છે. રોટલી સ્ત્રીથી થઇ નથી, તાવડીથી થઇ નથી, વેલણાથી થઇ નથી, એ તો એના લોટથી તે રોટલી થઇ છે. આહાહા ! એમ જગતના જેટલા જડના કાર્ય ને આત્માના કાર્ય તેનામાં છે, તે કાર્યકાળમાં સર્વજ્ઞ સ્વભાવી ભગવાન Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૪૯ સર્વદર્શી સ્વભાવી આત્મા તો નિમિત્તપણે પણ નહિ કહે છે. આહાહાહાહા ! ફક્ત અજ્ઞાની જે રાગ ને વિકલ્પ ને જોગનો, ત્યાં દૃષ્ટિ છે, ધ્રુવ ઉ૫૨ દૃષ્ટિ નથી, સમજાણું કાંઇ ? એ ઇચ્છા ને જોગ ઉ૫૨ દૃષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે એણે ધ્રુવ સ્વરૂપ હુંત્રિકાળી છું એ બુદ્ધિ નથી, તેવા પર્યાયબુદ્ધિવાળાનાં રાગ જોગનો એ પર્યાયબુદ્ધિવાળો કર્તા થાય, તે જોગ ને રાગ સામે કાર્યકાળ તો તે થયું છે, તે છે, ત્યારે આને નિમિત્તકર્તા કહેવામાં આવે. આહાહા ! , ગજબ વાતું છે. કેટલાકે તો સાંભળીય નહિ હોય પહેલાં કોઇ દી' એવી વાતું છે, નવરાશ કયાં છે, આખો દિ' ધંધાપાણી પાપના ધંધા આખો દિ' ધર્મ તો નથી પણ પુણ્યના ય ઠેકાણાં નથી ત્યાં. પુણ્ય તો બેચાર કલાક સત્ સમાગમ પણ સત્ સમાગમ મળવો અત્યારે મુશ્કેલ છે પણ કેને સત્ સમાગમ કહેવો. આહાહા.... આ સાધુ થયા માટે આ સત્ સમાગમ છે, એમ તો કાંઇ નથી. દૃષ્ટિ મિથ્યાત્વ છે હજી તો. એ રાગની પર્યાયના કર્તા થાય, ૫૨ના કાર્ય હું છું તો થાય, એવા માનનારા તો મિથ્યાષ્ટિ છે. એ સત્સંગ નથી એ તો અસત્સંગ છે. આહાહા ! હવે અહીંયા ધર્મ તો નથી પણ સત્તમાગમ જે ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાક તો જોઇએ તે ય નથી કે જેથી એને પુણ્ય બંધાય. આહાહાહા ! હવે પુણ્ય બંધાવાના ઠેકાણાં ન મળે એને જાવું કયાં પ્રભુ ? ભાઈ મારગ એવો છે. આહાહાહા ! ઓહોહો ! શું ગાથા, ૧૦૦ ગાથાએ તો ૧૦૦ નંબ૨ કર્યા. મીંડાની કિંમત એકડો આવ્યો ત્યાં વધી ગઇ, ૧૦૦ થઇ ગયો ૧૦૦ ‘સો’ તે. આહાહાહા ! એને વિચારમાં એના જ્ઞાનમાં એને ઓગાળવું જોઇએ. મનન-મનન કરવું જોઇએ. જો કે મનન છે, એ હજી રાગ છે, દુઃખ છે. આહાહા ! પણ એ મનન આવે, અનાદિથી ભિન્ન દશાની શ્રદ્ધા છે, એથી સત્ય શું છે એ સાંભળીને એનો વિચાર ને મનન આવે, પણ એ મનનનો વિકલ્પ છે એ પણ દુઃખરૂપ છે. આહાહાહા ! એ મનનના વિકલ્પનો જે કર્તા થાય એ અજ્ઞાની છે, આહાહા..... તેનો આત્મા ૫૨નાં કાર્યમાં તો નિમિત્ત નથી. ફક્ત અજ્ઞાની મનનનો કર્તા થાય છે, તેથી તે જેનો નિમિત્ત થાય તેનો એમાં નિમિત્તકર્તા કહેવાય છે. ધર્મી જીવને સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ એવું જે તત્ત્વ પ્રભુનું, સચ્ચિદાનંદ પ્રભુ સત્ ચિદ્ નામ જ્ઞાન ને આનંદ જેનું ત્રિકાળી જ્ઞાન ને ત્રિકાળી આનંદ જેનો સ્વભાવ એવા સચ્ચિદાનંદ પ્રભુને જેણે જાણ્યો ને માન્યો, અને જેનો જેને સ્વીકાર થયો, એવા સર્વજ્ઞ સર્વદર્શીનો સ્વીકા૨ થઇને સત્કાર થયો, તેના પરિણામમાં તો નિર્મળતા આવે, શાંતિ આવે, આનંદ આવે. આહાહાહા ! એ પરિણામમાં એને જરી જોગ ને રાગ હોય છે તે તેનાં પરિણામમાં એ આમ નિમિત્ત છે. સમજાણું જયંતિભાઈ ? ઝીણી વાતું છે બાપુ. આહાહાહા ! શું કીધું ઈ ? સર્વજ્ઞ સર્વદર્શી પ્રભુ છે દરેક આત્મા, એવા સર્વજ્ઞ સર્વદર્શી ધ્રુવ એની જેને દૃષ્ટિ થઇ, પરિણામને ધ્રુવમાં સ્થાપ્યા તેને જે પરિણામ નિર્મળ થયાં. સમ્યગ્દર્શનજ્ઞાન આદિ એ પરિણામ ૫૨ના કાર્યમાં નિમિત્ત તો નથી, પણ તે પરિણામમાં જોગ ને રાગ આની કોર નિમિત છે. જ્ઞાન તો પોતાથી થયું છે પણ તેમાં જોગ અને રાગ અને જે કાર્ય થયું તે આ જ્ઞાનમાં નિમિત્ત છે, આવું છે આ તો. સમજાણું કાંઇ ? કેમ કે શાયક સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુ એનું જેને અંતર્મુખ થઇને સ્વીકાર થયો ને દર્શન જ્ઞાનની પર્યાય પ્રગટ થઇ. તે નિર્મળ પર્યાય ૫૨ના કાર્યમાં નિમિત્ત તો નહિ, નિમિત્તકર્તા નહિ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પણ તે જ્ઞાનમાં રાગાદિ થાય અને પર કાર્ય જાણવામાં આવે તે જ્ઞાનમાં એ પરકાર્ય ને રાગ નિમિત્ત થાય, આમ ઉપાદાન તો પોતાથી થયું છે જ્ઞાન, સમજાણું કાંઈ? ઉથલપાથલની વાતું છે. આહાહા ! (શ્રોતા:- ગૌણપણે નિમિત્ત છે) નહિ, નહિ, નહિ, નિમિત્ત છે. આ જ્ઞાન પોતે સ્વપરપ્રકાશક છે ને? સ્વપરપ્રકાશક થયો એટલે પર પ્રકાશમાં એ નિમિત્ત છે એટલું, નિમિત્ત થયું એટલે કે એનાથી થયું છે એ કયાં આવ્યું? ( શ્રોતા – મુખ્યપણે નિમિત્ત છે) નહિ, નહિ, નહિ એ નહિ એમ નથી. એમ નથી પકડાતું. પહેલું તો એ કહી દીધું કે કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે, એટલે શું? લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે, એટલે શું? છે એટલું બસ, અને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત, એટલે શું? એક બીજી ચીજ છે બસ એટલું, એ કેમ કે જ્ઞાનમાં સ્વપરપ્રકાશક પર્યાય પ્રગટી છે. તેમાં સામી ચીજ નિમિત્તનું અહીં જ્ઞાન પ્રગટયું છે, તેથી તેને નિમિત્ત કહેવામાં આવે છે. અરેરે ! આવું ઝીણું બાપુ શું કરીએ, મારગ વીતરાગનો બહુ એક બાજુ રહી ગયો. અત્યારે તો ગરબડ મોટી હાલી અને સત્યની વાતને અત્યારે એકાંત કહીને ઉડાવી દયે છે માળા, કરે શું કરે એને ખબર નથી ને. આહાહાહા ! ઓલી કોર, અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું છે? જેટલું સમજાય એટલું સમજવું બાપુ, આ તો પરમ અમૃતસાગર ભગવાને અમૃતસાગર ઉછાળ્યો છે. પરમાત્માએ અંદર દિવ્ય ધ્વનિ દ્વારા આવું આવ્યું “ઓમકાર દિવ્ય ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે” સાધારણનું કામ કાચું નહિ, ગણધર જે હોય તે તેના અર્થને વિચારે. “અને રચી આગમ ઉપદેશ” અને આગમ ઉપદેશની રચના કરે નિમિત્તથી. આહાહાહા! ભાષા શું કહેવાય. “ભવિક જીવ સંશય નિવારે” જે યોગ્ય ને પાત્ર જીવ હશે, તે આ વાણી સાંભળીને પોતા તરફનું લક્ષ કરીને, સંશયનો નાશ કરે. કાંતિભાઈ ? આહાહા..... શું છે આ? કયા ઘરની વાત આ? ભાઈ ભગવાનના ઘરની વાત છે. બાપુ! અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું. દ્રવ્યદૃષ્ટિથી તો કોઇ દ્રવ્ય, અન્ય કોઇ દ્રવ્યનો કર્તા નથી. દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય જે વસ્તુ છે, એની દૃષ્ટિથી જોઈએ તો તો તે પરદ્રવ્યનું કોઇ પણ નિમિત્તપણે પણ કર્તા નથી. નિમિત્તપણે આ નિમિત્તપણાનો અર્થ કાર્ય તો ત્યાં થયું જ છે. આહાહા ! કુંભાર સમકિતી હોય, હોય નહિ? તો ઘડો તો માટીથી થયો છે ત્યાં એ સમકિતી જ્ઞાની એ દ્રવ્યદૃષ્ટિવંત છે તેથી તે તેનો નિમિત્તકર્તા ઘડાનો પણ નહિ. કુંભારે ય સમકિતી હોય છે ને? એ કયાં ન્યાત નડે છે? આહાહા ! તો એ સમકિતીને વિકલ્પ ઉઠ્યો જરી ઘડો થાય છે તેમાં ત્યાં લક્ષ, પણ તે વિકલ્પનીય કર્તા નથી, તેથી તે ઘડાના કાર્યનો નિમિત્તપણે પણ તે કર્તા નથી. આહાહાહા ! સમકિતી બાઇ હોય અને રોટલી થાતી હોય, તે તો રોટલી તો થઈ તે લોટનું કાર્ય છે તે થયું છે, હવે એમાં સમકિતી જે છે એને સ્વનું જે જ્ઞાન થયું છે, એમાં ઈ પરસંબંધીનું જ્ઞાન પણ હારે થયું છે, તો એ જ્ઞાનમાં તે નિમિત્ત કહેવાય છે પણ એ કાર્યમાં તે ધર્મો અને તેના પરિણામ નિર્મળ એ નિમિત્તપણે પણ કહેવાતા છે નહિ. આહાહા... આવી વાતું હવે. સમજાણું કાંઇ? પાણીનું બેડું ભરીને કુવામાંથી જે સમકિતી(બાઈ) છે, ધ્રુવ ઉપર દૃષ્ટિને લઇને સમ્યજ્ઞાન થયું છે, તે કાર્યનો તેનો આત્મા તો નિમિત્ત નહિ પણ તેનાં નિર્મળ પરિણામે ય નિમિત્ત નહિ, ફક્ત વિકલ્પ ઉઠયો છે એથી નિમિત્ત ( છે તે) વિકલ્પનો કર્તા નહિ તેથી તે આમાં તો નિમિત્તમાત્ર છું એમ એ જાણે Page #166 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧00 ૧૫૧ છે. નિમિત્તકર્તા નહિ, આવું છે. આહાહા ! અરે પરમ સત્ય પ્રભુ એ કાને ન પડે પ્રભુ તારું શું થાય? આહાહા.... એ અબજોપતિ જેને આ સત્ય કાને પડ્યું નથી એને તો વિચાર કયાંથી આવે કહે છે. આહાહા! એ મરીને માંસ આદિ ન ખાતા હોય તો પશુમાં જાય, ગધેડા ને ગધેડી થાય, કાં ગાયનું બચ્ચું, બકરીનું બચ્ચું. આહાહા.... પ્રભુ! પ્રભુ! આ મારગ આવો ભાઈ. આહાહા! કેમકે ત્યાં ક્ષણે ને પળે રાગ ને જોગનો કર્તા થાય, પરનો તો કર્તા નહિ. એ મિથ્યાત્વના પોષણમાં, અનંતા જનમમરણ નિગોદના કરવાની તાકાત છે એમાં, ભાઈ ! ભવ અને ભવના ભાવ વિનાનો તું પ્રભુ. શું કીધું ઈ ? ચાર ગતિના ભવો અને એનો ભાવ રખડવાનો એ ભાવ ને ભવ વિનાનો તું છો. એવી જેને ખબરું નથી. એવું જેને જ્ઞાન નથી, તે રાગ અને પુણ્યના પરિણામમાં હું કર્તા છું એનો. દયાના પરિણામનો કર્તા છું, દયા કરી શકતો તો નથી એ તો કીધું ને, એ તો ત્યાં દયાનું કાર્ય તો ત્યાં થયું છે, એનું આયુષ્ય ને શરીર હતા રહેવાનાં એ તો ત્યાં થયું છે એ કાર્ય છે, પણ આ કહે કે હું આંહીં આવ્યો માટે બચ્યો એ મિથ્યાદેષ્ટિ માને છે પણ જ્ઞાનીને વિકલ્પ આવ્યો, પણ એ વિકલ્પનો ય કર્તા નથી, સામાનું પોતાના જ્ઞાનમાં વિકલ્પ આમ નિમિત્ત થાય જાણવામાં અને તે કાર્ય થયું તે પણ અહીં જાણવામાં નિમિત્ત થાય કારણકે સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી પ્રગટી છે, એમાં એ નિમિત્ત કહેવામાં આવે છે. ઝીણું બહુ ભાઈ ! આજ તો બહુ ઝીણું આવ્યું. આ તો ત્રણ દિ'થી હાલે છે. દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઇ દ્રવ્યનું કર્તા નથી. “પરંતુ પર્યાયષ્ટિથી જોયું”, પર્યાયષ્ટિથી એટલે અજ્ઞાની રાગ ને જોગનો કર્તા થાય એ પર્યાયદેષ્ટિથી, કોઇ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે, કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. આહાહા ! સમજાણું કાંઈ? તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય, અજ્ઞાનીના. એમ લીધું ને, આ તો કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે, એટલે અજ્ઞાન વખતે, શું કીધું ? અજ્ઞાન વખતે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી એ કોઇ વખતે કોઇ અન્ય દ્રવ્યના પર્યાયમાં એ કોઇ વખતે એટલે કે રાગનો કર્તા થાય છે, એ અજ્ઞાનદશાવાળો એ વખતે, આ તો ઓગાળવા જેવું છે બાપુ! આહાહાહા ! હમણાં એક ભાઈ સાંભળ્યું'તું મગજ ફરી ગયું'તું જરી ઓલા જમનાદાસ નહીં. મગજ અસ્થિર થઇ ગયું છે ને લૂગડાં કાઢી નાખે છે ને નગ્ન થઈ ગયો, હું સાધુ થઇ ગયો, મને કેવળ થાશે એમ બકતા'તા આહાહા.... આ વાત જેને પરમાં બહુ લઢણ હોય છે ને મગજ ઠેકાણે ન રહે પછી. આહાહા ! એટલે કે દ્રવ્યનો પર્યાય કોઇ વખતે એટલે કે અજ્ઞાન વખતે કોઇ અન્ય દ્રવ્યના પર્યાયનો નિમિત્ત થાય છે, તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય, નિમિત્ત થાય છે ને? તેથી નિમિત્તકર્તા કહેવાય છે. આહાહાહા! શું ભર્યું છે, કુંદકુંદાચાર્ય અને એમના ટીકા કરનારા અમૃતચંદ્રાચાર્ય ગજબ વાત છે! “પરમાર્ગે દ્રવ્ય પોતાના જ પરિણામનો કર્તા છે”, એ રાગ ને જોગનો કર્તા પોતે છે, અન્યના પરિણામનો તો અન્ય દ્રવ્ય કર્તા નથી. અન્યના પરિણામનો તો અન્ય દ્રવ્ય કર્તા નથી. સમજાણું કાંઇ? એ અજ્ઞાન વખતે રાગનો કર્તા થાય તે કાળે તે કાર્યકાળ તો ત્યાં છે, તેને એ અજ્ઞાન કોઈ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ વખતે એટલે કે અજ્ઞાન જ્યાં સુધી છે, ત્યાં સુધી તો એને કર્તા નિમિત્તકર્તા કહેવાય છે, પણ તેને જ્યારે જ્ઞાન થયું આત્માનું, તો રાગ અને જોગનું કર્તાપણું મટી અને જ્ઞાનમાં સ્વને અને રાગ જોગને જાણવાનો પર્યાય પ્રગટયો, તે વખતે તો એ નિમિત્તકર્તા પણ છે નહિ. આહાહા ! દ્રવ્ય પોતાના જ પરિણામનો કર્તા, અન્યના પરિણામનો અન્ય દ્રવ્ય, દ્રવ્યકર્તા નથી. સમજાણું કાંઇ ? અન્યના પરિણામ તો પરિણામકાળે થયાં એનો દ્રવ્ય, આત્મા દ્રવ્ય કર્તા નથી. એનો પર્યાય અજ્ઞાનકાળે જ્યાં સુધી છે ત્યાં સુધી રાગ જોગનો કર્તા થના૨ો ૫૨ના કાર્યકાળે નિમિત્ત કર્તા કહેવાય છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ. ) પ્રવચન નં. ૨૦૧ ગાથા-૧૦૦ બુધવાર, મહા વદ-૯, તા. ૨૧/૨/’૭૯ સમયસાર ૧૦૦મી ગાથા ફરીને સો. સો. સો ટકા. આહા ! ટીકાઃ- આ નિમિત્ત-ઉપાદાનના બધા ઝઘડાનો નીવેડો છે આમાં, આપણે વાત થઈ ગઈ છે. પણ રામજીભાઈને, નવા આવ્યા છે ને હમણાં અમારે હીરાલાલજી. ખરેખર અહીંથી છે, ‘યત્કિલ’ શબ્દ છે ને સંસ્કૃતમાં, ખરેખર ઘટ પટ આદિ જડ પદાર્થ આદિ, અન્ય ક્રોધાદિ જડ કર્મ–જડ કર્મ, જડ કર્મ જ્ઞાનાવરણી, દર્શનાવ૨ણી આદિ જડ કર્મ એ ૫૨દ્રવ્યસ્વરૂપ કર્મ, એ છે, એટલે કાર્ય તો ત્યાં છે. હવે એની વાત. ખરેખર તો તે જ્ઞાનાવરણાદિની કર્મની પર્યાય, ઘટપટાદિની પર્યાયનો નિજ ક્ષણ છે. તેથી તે કાર્ય છે. શું કહ્યું સમજાણું ? આહાહા ! કાર્ય તો ‘છે’ વે અહીંયા નિમિત્ત કોને કહેવું એ અપેક્ષા, નિમિત્તથી થાય છે, એ પ્રશ્ન અહીંયા નથી. એ તો કીધું ઘટ પટ વસ્ત્ર કપડા, કાગળ ઊંચા નીચા થવા કોઈ પણ ચીજ એ એના નિજ ક્ષણે તે કાર્ય છે, છે ને ? ૫૨દ્રવ્ય સ્વરૂપ કાર્ય છે, ભલે સંસ્કૃત ટીકામાં ‘છે’ શબ્દ પડયો નથી, પણ વસ્તુ છે એમ લેવાનું છે. “યત્કિલ ઘટાદિ ક્રોધાદિ વા ૫૨દ્રવ્યાત્મક કર્મ” બસ ‘કર્મ' કર્મ એટલે છે એમ. સમજાય છે કાંઈ ? આ હાથ આદિ એ અવસ્થા આમ થાય, આમ થાય છે, એ કાર્ય છે, ૫૨દ્રવ્યનું કાર્ય છે, ઘટનું કાર્ય છે, પટનું કાર્ય છે. રોટલીનું કાર્ય છે. સુતારનું ગાડાનું એ કાર્ય છે. એ કાર્ય અહીં છે. છે એ સમયે છે એ પ્રશ્ન પહેલો છે. સમજાણું કાંઈ ? આહાહા! ‘કિલ’ ખરેખર તે તે સમયમાં ઘટનું ઘટપણે કાર્ય છે. પટનું પટપણે કાર્ય છે. રથનું ૨થપણે કાર્ય છે. કર્મનું કર્મપણે કાર્ય છે. તેને આ આત્મા. આહાહાહા.... કેટલો ખુલાસો છે, ગરબડ, ઘણી ક૨ે બિચારા શું કરે ? તેને આત્મા વ્યાપ્ય વ્યાપકભાવે તો કરતો નથી. એટલે કે ઘડાના પરિણામ તે વ્યાપ્ય અને આત્મા વ્યાપક-કર્તા એમ તો નથી. એમ પટનું કાર્ય, એ આત્મા કર્તા અને પટનું કાર્ય વ્યાપ્ય, અથવા પટનું કર્મ અને આત્મા કર્તા અથવા પટના ને ઘટના પરિણામ એને પરિણામી આત્મા અને પરિણામ એનું, એમ નથી. સમજાય છે કાંઈ ? આહાહાહા ! આ બોલવાની ભાષા થાય છે તો કહે છે કે એ ભાષાનું કાર્ય તો છે. જેમ પગ હાલે છે એ કાર્ય છે, રોટલીનું કાર્ય કાર્યપણે છે. આહાહાહા! અક્ષરો લખાય છે એ અક્ષરનું કાર્ય અક્ષ૨૫ણે તો છે. હવે છે એની અપેક્ષા, અને આત્માને એની ( હારે ) સંબંધ શું છે ? તે કાળે તે Page #168 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૫૩ કાર્ય તો છે. તેમાં આત્મા, તે કર્મ અને આત્મા કર્તા એમ નથી. એ કાર્ય વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી. જે પરિણામ-કાર્ય એ પરિણામ અને આત્મા પરિણામી, એવું પરિણામી પરિણામપણું નથી. એ વ્યાપ્યભાવે તો કરતો નથી. જોયું ? હવે નિમિત્તની વ્યાખ્યા લે છે. પણ તે કાર્ય તો છે તે કાળે, નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન ઉઠયો બસ. નવું થાવું છે એમ પ્રશ્ન નથી. કાર્ય તો છે. એ તો પહેલેથી કહ્યું'ને. આહાહાહા ! એ છે એ પ્રશ્ન છે ને. પછી થાય તો પણ છે. છે એનો પ્રશ્ન આંહીં છે ને ? છે એટલી વાત આંહીં કરી, નવું થાય એ વખત પણ છે. સમજાય છે કાંઈ ? આદિ જડ આદિ બધા લીધાં છે. અને કર્મ આદિ જડ આદિ, કર્મ જડ છે. આત્મા તો કંઈ ૫૨નો આત્મા કર્તા, આત્મા બીજા આત્માનો કર્તા એ તો પ્રશ્ન અહીં છે નહિ. છતાં આત્માનું પણ કાર્ય જે સામે છે, એ છે, એને બીજો આત્મા એના પરિણામનો પરિણામી થઈને પરિણામ કરે, વ્યાપક થઈને વ્યાપ્ય કરે, કર્તા થઈને કાર્ય કરે એવું તો છે નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ? કા૨ણકે જો એમ કરે તો તન્મયપણાંનો પ્રસંગ આવે તો ૫૨દ્રવ્યમાં પોતે ભળી જાય ને પોતાની જીદાઈ રહે નહિ. આહાહા ! ઘટનાં પરિણામને જો કુંભાર કરે, તો કુંભાર ઘટમાં ભેગો ભળી જાય, એની હૈયાતિ ભિન્ન ન રહે. પટનાં પરિણામને વણકર કરે તો વણક૨ કપડામાં ભળી જાય. સુતાર ગાડાને કરે, વ્યાપ્ય–વ્યાપકપણે તો ત્યાં ગાડાના કાર્યમાં સુતાર ભળી જાય, તો સુતાર ભિન્ન રહે નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? એક બોલ થયો. તન્મયપણાંનો પ્રસંગ આવે. આહાહાહા ! શું ખુલાસો ! જગતનાં બધા વાંધા અત્યારે ઉઠાવે એય નિમિત્તથી થાય, નિમિત્તથી થાય, સાંભળ તો ખરો ! હવે નિમિત્ત આવે તો થાય, એ પ્રશ્ન અહીં છે નહિ. અહીં તો કાર્યકાળમાં નિમિત્ત કોને કહેવું એ પ્રશ્ન છે. સમજાણું કાંઈ ? ૫૨ની દયા પળે છે એ કાર્ય તો ત્યાં આયુષ્ય ને જીવ જે છે ઈ કાર્ય તો છે હવે એમાં, એ કાર્ય છે, એ પરિણામને આત્મા પરિણામી થઈને કરે, કર્તા થઈને કરે, વ્યાપક થઈને કરે, તો આત્મા તેમાં ભળી જાય, જુદો રહી શકે નહિ. આહાહાહા ! આત્મા ૫૨ની દયાનું કાર્ય કરે ? ગજબ વાત છે, તો આત્મા કર્તા અને એ કાર્ય, એમ બે ભળી જાય, તન્મય થઈ જાય આત્મા, એ જીવ ને શ૨ી૨ છે અને હિંસા( થી ) જાદું પાડે, જુદું પાડવાનું કાર્ય કરે હિંસાનું, તો એ કાર્ય તો તે કાળે થયું છે, તેને જુદું પડવાનું, હવે આત્મા જો એને કરે તો આત્મા ત્યાં ભેગો ભળી જાય, તન્મય થઈ જાય. આહાહાહા ! સમજાણું કાંઈ ? વળી નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી. આહાહા ! એ કાર્ય જે છે ઘટનું પટનું ૨થનું ગાડાનું રોટલીનું શાકનું. આ હાથનું હલવાનું ભાષાનું થવાનું કર્મબંધનના રજકણોનું કર્મપણે પર્યાયપણે થવાનું તે કાર્ય તો છે, હવે એને નિમિત્ત-નૈમિત્તિકભાવે પણ આત્મા કરતો નથી. આહાહાહા ! ઉપાદાન એટલે એનું કાર્ય અને આત્મા કર્તા એ તો છે નહિ, પણ હવે એ કાર્યમાં આત્મા નિમિત્ત છે ? એટલું કાર્ય છે તો ખરું ત્યાં, નિમિત્ત નૈમિત્તિકભાવે પણ, પણ એટલે ? ઓલ્યું તો નથી કર્તા-કર્મ તો નથી, પણ નિમિત્તનૈમિત્તિક ભાવે પણ નથી. નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી, કુંભારનો આત્મા નિમિત્ત અને ઘડો એનું નૈમિત્તિક એ રીતે નથી. ઈ સ્ત્રીનો આત્મા નિમિત્ત અને રોટલીની પર્યાય નૈમિત્તિક એય નથી. આ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ બળખો નીકળવાનું કાર્ય છે, તે તો ત્યાં કાર્ય છે જ એમ કહે છે, હવે એને આત્મા કર્તા થઈને એને કાઢે એમ હોય તો આત્મા તે બળખામાં એકમેક થઈ જાય. એય ! આહાહા! ગજબ વાત છે ને! ૧૦૦ મી ગાથા છે ને! 100 એ 100 ટકા બેય સ્વતંત્ર છે, એમ સિદ્ધ કરે છે. નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી આત્મા, એ કાર્ય થયા પરના તે કાળે આત્મા નિમિત્ત થઈને કરે? નિમિત્ત ન થાય એને, કેમ? એમ કરે તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે છે. તો જ્યાં જ્યાં કાર્યકાળ હોય ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે રહેવું જોઈએ, એની ઉપસ્થિતિ ત્યાં રહેવી જોઈએ, જો નિમિત્તપણે પણ હોય આત્મા, તો આત્મા તો નિત્ય છે. આહાહાહા ! શું શૈલી! આ વાત તો આપણે થઈ ગઈ તી' પણ આ તો વધારે ઓલી જન્મક્ષણ કહીને નાખ્યું. ખરેખર તો તે ઉત્પાદુ ઉત્પા કારણે છે. ઘટનો પર્યાય ઉત્પા છે તે ઉત્પાને કારણે છે, માટીને કારણે નહિ, વ્યયને કારણે નહિ, પણ હવે એ કાર્યમાં નિમિત્ત કોને, નિમિત્ત કોને કહેવું? બીજી ચીજ છે. કેમકે જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક બેયનો જાણવાનો સ્વભાવ છે, ત્યારે હવે અહીંયા જે કાર્ય થયું એમાં નિમિત્ત કોઈ ચીજ છે કે નહિ? ત્યારે કહે જો આત્મા નિમિત્ત હોય તો જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને તે અવસ્થાકાળે રહેવું પડે, તો આત્મા જુદો પડી શકે નહિ, તો એમ છે નહીં. શશીભાઈ ! આ તમારા સાટુ લીધું, કાલ તો હાલી ગયું'તુ ઘણું, પરમ દિ' હાલ્યું'તું થોડુંક રામજીભાઈ આવ્યા, રામજીભાઈ સાટું લીધું ફરીને. આહાહાહા ! આ લોકો તકરાર કરે છે ને બાપુ! ભગવાન વસ્તુની સ્થિતિની મર્યાદા શું છે એ તો પહેલી સમજમાં લે. જે કાળે જે કાર્ય ત્યાં થવાનું તે થવાનું, એ તો છે જ એમ કીધું બસ હવે ત્યારે પ્રશ્ન શું છે, હવે એ કાળે કોઈ નિમિત્તપણું જ્ઞાન કરવા માટે બીજી કોઈ ચીજ છે કે નહિ? કે જો એને આત્મા વ્યાપકપણે કર્તાપણે પરિણામીપણે પરિણામને વ્યાપકપણે, વ્યાપ્ય ને કર્તાપણે કર્મ કરે તો આત્મા તેમાં ભળી જાય, તો જુદો રહે નહિ, માટે એમ છે નહિ, હવે નૈમિતિક કાર્ય તો ત્યાં છે, પણ હવે નિમિત્ત આત્મા જો થાય, તો આત્માને જ્યાં જ્યાં નૈમિતિક કાર્ય છે ત્યાં ત્યાં આત્માની ઉપસ્થિતિ રહેવી જોઈએ. એય ! આ બધા હોંશિયાર માણસો કામ કરતા નથી આમ? આહાહાહા ! શશીભાઈ ! નિમિત્તનૈમિતિકભાવે પણ તેને કરતો નથી. વીતરાગ સર્વજ્ઞદેવ એનાં સિદ્ધાંતો દિવ્યધ્વનિ દ્વારા નીકળ્યા તે આ વાતને પ્રસિદ્ધ કરે છે. આહાહાહા! કારણકે જો એમ કરે તો તે નિત્ય કર્તુત્વપણાનો-સર્વ અવસ્થામાં કર્તાપણે રહેવાનો પ્રસંગ આવે, જોયું? જગતના જડઆદિના કાર્યકાળે. આહાહા! આત્માને સદાય નિમિત્તપણે ત્યાં રહેવું જોઈએ, એવો પ્રસંગ આવે, માટે એમ છે નહિ. આહાહા ! હવે ત્રીજો બોલ, અનિત્ય અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જ, જોયું અહીં, યોગ અને ઉપયોગ જ, યોગ એટલે કે કંપન પ્રદેશનું અને ઉપયોગ એટલે રાગમાં જોડાવું જ્ઞાનને, એવો જે ઉપયોગ, ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ એ પ્રશ્ન આહીં નથી. એ રાગની પર્યાય, એ જ્ઞાન રાગમાં જોડાય તે ઉપયોગ એમ. સમજાણું કાંઈ? આહાહા! અનિત્ય ( અર્થાત્ ) જે સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા, કાર્ય તો કાર્ય કાળે છે જ, હવે અહીં નિમિત્ત, જો આત્માને નિમિત્ત કહીએ તો, બધી અવસ્થામાં તેની ઉપસ્થિતિ રહેવી Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૫૫ જોઈએ. તો એમ બને નહિ, ત્યારે હવે અનિત્ય એવા યોગ ને ઉપયોગ, આ વાણી, મન ને દેહ જે ૫૨માણું છે એ તો નિમિત્ત, અને કંપન થાય છે એ ઉપાદાન પોતામાં, એ કંપન છે અને જે ઈચ્છા અને જ્ઞાન ઈચ્છામાં જોડાય છે, એને અહીં ઉપયોગ કહીએ, તો જે યોગ અને ઉપયોગ જે અનિત્ય છે, તે તે કાર્યના કાળમાં, તે તે યોગ ને ઉપયોગને નિમિત્તપણે કર્તા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આહાહા ! આ તમારું શું પંડાળ–બંડાળ બંધાય છે, આમાં ઈ ? પંડાળના કાર્ય કાળે પંડાળનું કાર્ય ત્યાં થાય છે, એને બાંધનારો એમ માને કે તે મા૨ાથી થાય છે તો તે પોતે ત્યાં ભળી જાય એમાં. હવે આત્માને કહીએ નિત્ય આત્મા, જુદો રહીને એને નિમિત્ત થાય, તો પણ નિત્ય છે એટલે એને કાયમ રહેવું પડે તેમાં, માટે એ પણ આત્મા નિમિત્તેય નથી. હવે અનિત્ય એવા જે રાગ અને કંપન તે કાર્યના કાળને કાળે, આનો યોગ અને ઉપયોગ ઉત્પન્ન થવાનો આનો કાર્યકાળ છે. તે તેને નિમિત્તકર્તા તરીકે કહેવાય, નિમિત્ત કર્તા હોં, નિમિત્ત એકલું નિમિત્ત નહિ, સમજાય છે કાંઈ ? કેમ કે ત્યાં કાર્ય થયું છે ને ? એટલે યોગ અને રાગને નિમિત્તકર્તા તરીકે કહેવાય. આહાહા ! અનિત્ય એવા સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા યોગ ને ઉપયોગ જ, જોયું ? ઉપયોગ જ, ઓલો આત્મા નિત્ય નહિ, આત્મા પરિણામી, પરિણામી તરીકે કર્તા કર્મ નહિ, ફક્ત આ જોગ ને ઉપયોગ જ, છે સંસ્કૃત એમાં, “અનિત્યૌ યોગોપયોગયો સ્ત્યાત્” “ઉપયોગ એવ” એમ શબ્દ છે સંસ્કૃતમાં. આહા.... શું ટીકા ! યોગ અને ઉપયોગ નિમિત્તપણે તેના ૫૨દ્રવ્યસ્વરૂપ કાર્યના કાળમાં નિમિત્તપણે કર્તા છે, એમ જ્ઞાન કરવું. આહાહાહા..... સમજાય છે કાંઈ ? રોટલીના બટકા થઈને જે અંદર કટકા થાય છે, એ કાર્ય તો ત્યાં થાય છે, હવે એ કાર્યને આત્મા વ્યાપક થઈને વ્યાપ્ય કરે તો આત્મા ત્યાં ભળી જાય, માટે એ નહિ. 66 આત્મા નિત્ય છે, એ નિત્ય જો (નિમિત્તપણે ) ૨હે તો દરેક કાર્યના કાળમાં એને ઉપસ્થિત રહેવું પડે, એ નહિ. હવે એ કટકા થાય છે તેમાં, કાર્ય તો ત્યાં થયું જ છે, રોટલીનું બટકાનું, શાકનું કટકાનું, તેમાં યોગ ને ઉપયોગ જ નિમિત્તકર્તા કહેવામાં આવે છે. છે ? યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેમાં ૫૨દ્રવ્યસ્વરૂપ કર્મના કર્તા છે. નિમિત્તપણે એટલે ?નિમિત્તથી થાય છે એમ અહીં પ્રશ્ન નથી. છે તો છે આ વાંધા આખા એ શબ્દ છે ને ? નિમિત્ત આવ્યું એટલે જાણે નિમિત્તથી અહીંયા થયું, અહીં છે તો છે. આહા..... યોગ અને રાગનો ઉપયોગ, એને, તેને કાર્યના કાળમાં આ બાને નિમિત્તકર્તા કહેવામાં આવે. એટલે એ આવ્યું માટે અહીં થયું એમેય નથી, તો તો એનાથી થયું. આહાહા !..... શશીભાઈ ! ભાઈ આવ્યા છે ને હસમુખભાઈ આ સમજવા જેવી વાત છે આ, આખા ઉપાદાન ને નિમિત્તના ઝઘડા છુટા પડી જાય એવું છે. આહાહાહા! ‘રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામરૂપ પોતાના વિકલ્પને” હવે, એ તો નિમિત્તકર્તા કીધો, કોને ? કે રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના કંપનરૂપ પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી, જોયું ? એ રાગ અને કંપનને અજ્ઞાની, અજ્ઞાનપણા વખતે કર્તા હોવાથી, એ કાર્યકાળમાં તેને નિમિત્તકર્તા કહેવામાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવે. અજ્ઞાની રાગ અને યોગ એટલે જ્ઞાનમાં જોડાવાનો રાગ અને કંપનનો અજ્ઞાની કદાચિત્ એટલે અજ્ઞાનકાળમાં કર્તા હોવાથી એને કાર્યકાળમાં તે જોગ ને રાગને કરતો હોવાથી એવા અજ્ઞાનીના જોગ ને રાગ તેને કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કહો હીરાલાલજી! આહાહાગજબ વાત છે. ઓહોહો ! ૧૦૦ ગાથામાં કેટલું સમાડી દીધું છે! લોકોએ મધ્યસ્થીથી શાંતિથી વિચાર કરવો જોઈએ, મનન કરવું જોઈએ. (શ્રોતા - લોકો મધ્યસ્થથી જ્ઞાન કરે એવું બને જ નહીં, અજ્ઞાની એમ જ કરે) સાંભળવા આવે છે ત્યારે એને માટે એમ કહે ને કે સાંભળવા તો તું આવ્યો છો ભાઈ તો હવે સાંભળ તો ખરો, એ શું કહેવાય છે, એ તરફ તારું લક્ષ તો જાય, એમ એનો અર્થ ઈ છે. આહાહા ! એ પોતે પોતાનાં પરિણામનો કદાચિત્ એટલે જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી આત્મા કરતો હોવાથી, તે પણ એ સિદ્ધાંત કર્યો, કે જ્ઞાનમાં રાગનું જોડાવું, એવો જે ઉપયોગ અને કંપન એ પણ અજ્ઞાનથી અજ્ઞાન છે ત્યાં સુધી, અજ્ઞાનથી તેનો એ કર્તા થાય છે, ખરેખર એ વસ્તુ (છે) એનો કર્તા છે નહિ. સમજાણુ કાંઈ ? યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કદાચિત્ ભલે કર્તા હો. શું કહ્યું છે ? એને અહીં કર્તા હો, અને ઓલો ઉપાદાનપણે કર્તા હો, અને પરમાં નિમિત્તપણે કર્તા એને કહેવાય, એમ કહે છે. આહાહાહા ! પરના કાર્ય તો તેના ઉપાદાનકાળે કાર્ય થયું, હવે અહીંયા પણ રાગ ને યોગનું અજ્ઞાનીને અશુદ્ધ ઉપાદાનથી કાર્ય થયું અજ્ઞાનીને, તેને પર કાર્યકાળમાં, અજ્ઞાની જોગ અને રાગનો કર્તા જે અજ્ઞાનપણે થાય છે, તેથી તેને નિમિત્તકર્તા કહેવામાં આવે, અને તેથી તે યોગ અને રાગનો આત્મા કર્તા છે અજ્ઞાનભાવે એમ કહેવામાં આવે, ઉપાદાનપણે કર્તા છે અને પરમાં નિમિત્તપણે કર્તા કહેવામાં આવે એમ કહેવું છે. આહાહાહા ! શું કીધું ઈ? જડના કામના કાર્ય કાળ તો ત્યાં છે, હવે અહીંયા આત્મા અજ્ઞાની જે રાગ અને યોગનો કર્તા અજ્ઞાનભાવે કરે છે, ત્યારે તેથી તેને કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવાય, અને આ જોગ અને રાગનો ઉપાદાન કર્તા છે, જે જોગ અને રાગનો ઉપાદાન કર્તા અજ્ઞાનથી છે, તેના જોગ ને રાગને કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવાય. આહાહાહાહા ! હીરાલાલજી! બહુ સરસ આવ્યુ છે. હોં. આહાહાહા... એ કહે તૂટયું ત્યારે કહે છે કે કોઈ લાકડાથી એ તૂટયું નથી, એમ કહે છે. આવી વાતું છે હવે. આહાહાહા! આ વીતરાગનું તત્ત્વ! ઉપયોગનો અને જોગનો તો આત્મા કદાચિત્ કર્તા હો, એ ઉપાદાન, અજ્ઞાનપણે રાગ જ્ઞાનમાં જોડાય અને કંપનનો કર્તા અજ્ઞાની ઉપાદાનપણે છે, અને પરના કાર્યકાળમાં તેને નિમિત્તકર્તા કહેવાય, આ ઉપાદાન કર્તા જે અજ્ઞાની છે, તેને પરના કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવાય. આહાહાહા.. સમજાય છે કાંઈ ? જે આવ્યું'તું એ જ આવે એવું કાંઈ નથી, આ તો બીજું. આહાહાહા! (શ્રોતા:- પહેલાં પ્રાપ્યની વાત લીધી અને આજે જન્મક્ષણની વાત લીધી) પહેલા પ્રાણની લીધી એ તો આવે ત્યારે આવે ને એ કર્મ જે છે ને એ પ્રાપ્ય છે તે કાળનું, એમ ભાઈ લીધું'તું તે દિ'. આજે કીધું ને પહેલું ઘટાદિ અને ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ વ્યાપ્ય છે, પ્રાપ્ય છે, તે જ સમયનું તે પ્રાપ્ય છે, તેને એ દ્રવ્ય પહોંચી વળે છે, તે સમયમાં તે જ છે. આ જે જન્મક્ષણ લીધી એ પ્રાપ્ય છે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે આવે છે ને? ૭૬ થી ૭૯ અને ૧૦૭ ગાથામાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૫૭ આવે છે પ્રાપ્યનો અર્થ એ છે કે જે દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય તે તેનું પ્રાપ્ય છે, તેને તે પહોંચી વળે છે. તે પર્યાય તે દ્રવ્યની. આહાહાહા! પોતાના વ્યાપારને પોતાના વ્યાપારને પાછું હોં, ઉપાદાનપણે, પરના વ્યાપારને તો નિમિત્ત કર્તાપણે. આહાહાહા..... આ હાથ હાલે, દાઢ હાલે, આ હોઠ હાલે એનો કાર્યકાળ તો ત્યાં છે જ, પણ આત્મા તેના પરિણામને કરે, ને પરિણામી તો બેય એકમેક થઈ જાય, પરિણામ અને પરિણામી જુદા ન હોય, કર્તા કર્મ જુદા ન હોય, વ્યાપ્ય વ્યાપકપણે જુદા ન હોય. વ્યાપ્ય વ્યાપક કહો, કર્તા કર્મ કહો, પરિણામી પરિણામ કહો જુદા ન હોય. જો એ પરિણામ અને પરિણામી, આ કર્મને વ્યાપક કર્તા, આ વ્યાપ્ય ને વ્યાપક આવે તો બેય એક થઈ જાય. માટે એ વાત તો છે નહીં. ફક્ત કાર્ય તો છે ત્યાં, પ્રાપ્યરૂપે છે, જન્મક્ષણ છે જડની. એ વખતે જોગ ને રાગ, જોગ ને રાગ, એને નિમિત્તપણે કહેવાય, કેમ? કે અજ્ઞાની પોતાના ઉપાદાનપણે રાગ ને જોગને કરે છે માટે. આહાહા ! સમજાણું કાંઈ? ભાઈ ! આ થોડું બીજાં આવ્યું પાછું. કાંઈ ઈનું ઈ આવે. શું ગાથા? આહાહાહા ! ખરેખર તો, એમ કીધું ને ખરેખર શબ્દ છે ને, કિલ ઘટનો પર્યાય ઉત્પાદું ઉત્પાથી છે, એ માટીથીયે નથી અને પિંડના વ્યયથી પણ નથી. આહાહાહા ! કેમ કે પર્યાય ઉત્પન્ન થઈ તે સત્ છે, સત્ છે તેને કોઈ હેતુ (હોય નહીં) છે એને હેતુ શું? આહાહાહા ! આવું ઝીણું પડે માણસને પણ વસ્તુસ્થિતિ આ છે, વસ્તુની મર્યાદા આ છે. અને ક્રમબદ્ધમાં પણ એ જ થયું ને, ક્રમબદ્ધમાં પર્યાય તો તે કહે છે, તે છે એવો જે નિર્ણય કરે તે અકર્તા થઈ જાય. રાગનોય અકર્તા થાય અને ખરેખર તો પર્યાય પણ “ભાવ” ગુણને લઈને તે પર્યાય તે કાળે થાય છે એટલે પછી કરવું છે એ પણ નથી ત્યાં. આહાહાહા હા, તેને જાણે છે એમ કહેવું એ પણ જાણવાની પણ પર્યાય છે, એ જાણવાની પર્યાય પણ પકારકરૂપે પરિણમતી પોતે ઊભી થાય છે. આહાહાહા ! વીતરાગી તત્ત્વ, સર્વજ્ઞ પરમેશ્વર (શ્રોતા:- પટ્ટારકમાં તો કર્તાપણું આવે ને ) કર્તા છે ને? પર્યાય-પર્યાયનો કર્તા કીધું ને? અને તેથી તો કહ્યું છે ને પર્યાય પર્યાયનો કર્તા અને સમ્યગ્દર્શનની પર્યાય પર્યાયનો કર્તા, પણ પર્યાયનું લક્ષ જાય છે દ્રવ્ય ઉપર, આશ્રય, એનો ધ્યેય દ્રવ્ય છે, એમ કર્તા થઈને જાય છે. આહાહાહા ! સમ્યગ્દર્શનનું ધ્યેય દ્રવ્ય ઉપર છે, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ. પણ કહે છે કે એ સમ્યગ્દર્શનનો પર્યાય ભૂતાર્થનો આશ્રય લે છે, ભૂતાર્થ છે ને? આશ્રય લે છે પણ એ સ્વતંત્ર કર્તા થઈને આશ્રય લે છે. આહાહાહા ! (શ્રોતા:- અકર્તા કહેવું અને પાછું કર્તા કહ્યું? બે ) રાત્રે પણ કહ્યું તું ને ત્યાં કહ્યું હતું વ્યાખ્યાનમાં ૩૮ ગાથામાં પ્રવચનસારની ભૂત અને ભવિષ્યની પર્યાય અસભૂત છે, અસભૂત છે, પણ જ્ઞાનમાં નિયત નિશ્ચય છે માટે વ્યવહારે ભૂતાર્થ છે વ્યવહારે ભૂતાર્થ છે હોં. જ્ઞાનમાં નિયત છે. આહાહાહા ! - જ્યારે ભગવાન આત્માની પર્યાય એક સમયની ઉત્પાદુ પોતાથી થયો તેમાં લોકાલોકની પર્યાય તેમાં જાણવામાં આવે છે, એ પોતાના પર્યાયના કર્તાકર્મથી જાણવામાં આવે છે, એ પર્યાયો સામે છે માટે અહીં કાર્ય થયું એમ નથી. આહાહાહા.... જ્યારે એ અસભૂત પર્યાય પણ જ્યારે જ્ઞાનમાં નિયતપણે વર્તમાન વિધમાન છે, એમ કહેવી તો પછી પ્રભુ તો એક સમયમાં વિધમાનમાં આખો પડ્યો છે ને? આહાહાહા! Page #173 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એક સમયમાં પ્રભુ વિધમાન છે તેનો આશ્રય લેવો, એ તો છે. તેનો આશ્રય લેવો. આહાહા ! ઓલી તો ભૂત-ભવિષ્યની પર્યાય નથી તેને જ્ઞાનમાં નિયત પ્રત્યક્ષ થાય છે, પ્રત્યક્ષ થાય માટે તે પર્યાયને નથી છતાં એને વ્યવહારે છે એમ કહીએ, ભૂતાર્થ છે. વિધમાન છે. આ પ્રભુ તો એક સમયમાં પૂર્ણાનંદનો નાથ વિધમાન છે ને ! આહાહા! અનંતગુણનો સાગર ભગવાન આત્મા જેના ગુણની સંખ્યાનો પાર નથી. જેની એક સમયની પર્યાયનો પા૨ નથી, અનંતી છે ને ? સમય ભલે એક છે. આહાહાહા ! ૧૫૮ એવા વિધમાન ભગવાન આત્માને વિધમાન તરીકે છે, છે તરીકે છે, જેમાં કાર્ય છે તે તરીકે છે ત્યારે એને નિમિત્ત કહેવાય, એમાં આ છે આત્મા એને દૃષ્ટિમાં લેવો, છે એને દૃષ્ટિમાં લેવો એ તો વસ્તુ છે. આહાહા ! સમજાય છે કાંઈ ? અજ્ઞાની કદાચિત્ અજ્ઞાનથી કરતો હોવાથી જોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા હો, જોયું ? કર્તા ૫૨ને માટે તે નિમિત્તકર્તા, પણ પોતે કર્તા ઉપાદાનથી પોતે છે, અજ્ઞાનથી પોતે યોગ ને ઉપયોગનો કર્તા, નિમિત્તપણે એમ નહિ, ઉપાદાનપણે પર્યાયમાં, દ્રવ્ય તરીકે એનો કર્તા નથી. પણ પર્યાય પર્યાય તરીકે જે યોગ છે ઉપાદાનથી, અશુદ્ધ ઉપાદાનથી કર્તા છે. ખરેખર તો એ જોગ ને રાગ પર્યાય પર્યાયનો કર્તા છે, દ્રવ્ય તો તેમાં નિમિત્ત માત્ર છે, દ્રવ્ય તો નિમિત્ત છે, નિમિત્ત છે એટલે કે એનાથી થયું નથી એમ. આહાહાહા ! જોગ ને રાગને કાળે ત્યાં ઉપાદાન એનું અશુદ્ધ ઉપાદાનથી થયું છે. તેનો અજ્ઞાનભાવે કર્તા હો, પણ એ આત્મા તો ૫૨નો કર્તા નથી એમ કહે છે. છે ? તથાપિ ૫૨દ્રવ્યસ્વરૂપ ૫૨નો કર્તા તો નિમિત્તપણે પણ નથી. આહાહા ! શું કહેવું છે ? કે મિથ્યાર્દષ્ટિ જીવ છે જ્યાં સુધી, ત્યાં સુધી તેને દ્રવ્ય સ્વભાવની ખબર નથી. તેથી તેની પર્યાયમાં રાગ દયા દાન આદિનો રાગ અને કંપન તેનો તે અજ્ઞાનભાવે પર્યાયનો કર્તા હો. દ્રવ્ય તો એનુંય કર્તા નથી. દ્રવ્ય જે છે તે આ જોગ ને રાગનોય કર્તા નથી. આહાહાહા ! આવું ઝીણું. સમજાણું કાંઈ ? તેથી કહ્યું કે જોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા ભલે હો, તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો નિમિત્તપણે પણ નથી. બહુ અધિકાર (સારો ) ઝઘડા મટી જાય એવું છે બધાં. ગાથામાં આવ્યું છે ને વિરુદ્ધનું અહીંયાનું, ૪૬ ગાથાનું, એ અધ્યાત્મીઓ વ્યવહા૨ને માનતા નથી પણ આ વ્યવહા૨ છે આંહીં, ૪૬ ગાથા સમયસારની, વ્યવહાર નથી કોણે કહ્યું ? ( શ્રોતાઃપણ નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય જ ) વ્યવહાર છે એ કોણે ના ( પાડી ) પણ વ્યવહા૨, ધર્મ છે અને વ્યવહારને આશ્રયે ધર્મ થાય એમ નથી. વ્યવહાર ન હોય તો તો પર્યાયેય નથી. વ્યવહાર એટલે પર્યાય, પર્યાય પોતે વ્યવહાર છે. પણ એના આશ્રયથી ધર્મ ને વ્યવહાર મોક્ષમાર્ગ છે, અને એ મોક્ષમાર્ગ છે એમ નથી. આહાહાહા.... કાલે વાંચ્યુ નથી આમાં આવ્યું છે, “જૈનદર્શનમાં” ૫૨મ દી' જોયું'તું, કાલે વાંચ્યુ નથી. એ આટલું લીધું. આહાહાહા.... ૪૬ ગાથામાં આવે છે ને ? એમ કે જો વ્યવહાર ના હોય તો ત્રસ સ્થાવર જીવ જ ન હોય તો હણું એને, રાખને ચોળે એમ થઈ જાય, વ્યવહાર નથી ? ત્રસ ને સ્થાવર જીવો નિમિત્ત-નિમિત્ત તરીકે ય સંબંધ નથી ? આહાહાહા..... એકેન્દ્રીયપણું, બેઇન્દ્રિયપણું, ત્રિઇન્દ્રિયપણું, એવું પર્યાયમાં વ્યવહા૨થી નથી ? નિશ્ચય દ્રવ્યમાં નથી ? પર્યાયમાં નથી ? એ ટાણે દ્રવ્ય તો દ્રવ્ય છે એ શુદ્ધ છે Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ ૧૫૯ પણ પર્યાય એકેન્દ્રિય, બેઈન્દ્રિય તરીકે એ નથી ? આહાહાહા ! આંહીં કહે છે કે પરદ્રવ્યસ્વરૂપ કાર્યનો કર્તા તો નિમિત્તપણે પણ નથી, ત્યારે? દ્રવ્ય તો છે એ નિમિત્તપણે પણ કર્તા નથી, પણ જ્ઞાની જે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન છે એ પણ નિમિત્તપણે કર્તા નથી. ફક્ત તે કાળે જોગ ને રાગને કાળે અને કાર્યકાળે તેમાં જ્ઞાન નિમિત્ત કહેવાય, શું કહ્યું ઈ ? ધર્માનું જ્ઞાન જોગ ને રાગને કાળે તેમાં જ્ઞાન નિમિત્ત કહેવાય જોગ ને રાગમાં અને ઓલું કાર્યકાળમાં પણ જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત કહેવાય, પણ નિમિત્તકર્તા નહિ. અરે! આરે ! આવી વાતું. એ તો કહ્યું નહોતું કે કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે, એટલે શું પણ? એ તે જ્ઞાન નિમિત્ત છે એટલે લોકાલોકને કર્યું છે, એણે? અને લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત છે, એથી લોકાલોકે કેવળજ્ઞાન કર્યું છે? એમ સમ્યગ્દષ્ટિનું જ્ઞાન જોગ ને રાગને કરતું નથી પણ જોગ ને રાગમાં તેનું જ્ઞાન નિમિત્ત કહેવાય અને જે ક્રિયાકાળ, કાર્યકાળ થાય પરમાં તેને જ્ઞાન નિમિત્ત કહેવાય અને તે જોગ ને રાગ અને જે કાર્ય થાય તે જ્ઞાનીના જ્ઞાનમાં સ્વપરપ્રકાશક પોતે પરિણમ્યું છે તેમાં એ જ્ઞાનને આમ નિમિત્ત કહેવાય. આહાહા! આવું છે, શાંતિભાઈ ઝીણું બહુ. (શ્રોતા- આત્મા પોતે જ ઝીણો છે ને) વસ્તુ, વસ્તુ સૂક્ષ્મ? આહાહાહા ! જ્ઞાનનો સાગર છે એ તો. આહાહા ! જ્ઞાનનો સાગર પ્રભુ છે એવું જ્ઞાન થયું તે જ્ઞાન રાગ જોગને શેય તરીકે જાણે છે તેથી તેને જોગ ને રાગને આ જ્ઞાન નિમિત્ત કહેવાય, ઉપાદાન નહિ અને કાર્યકાળ જે જગતનો છે તેમાં જ્ઞાન નિમિત્ત કહેવાય, અને એ જોગ ને રાગ અને કાર્ય જ્ઞાનમાં નિમિત્ત કહેવાય પર્યાયમાં. દ્રવ્યની હારે નિમિત્ત-નિમિત્ત સંબંધ છે નહિ. પર્યાયની વાત છે આ તો. હવે આવું બધું કયાં? સમજાણું કાંઇ? ભગવાન આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપ છે, તેથી જ્યાં સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપ થયું સમ્યગ્દર્શન થયું, સમ્યજ્ઞાન થયું, તે તો જોગ ને રાગનો કર્તા તો નથી, પરનાં કાર્યનો કર્તા તો નથી પણ જોગ ને રાગને પરના કાર્યકાળમાં નિમિત્ત કહેવામાં આવે, નિમિત્તકર્તા નહિ. આહાહા ! સમજાણું કાંઇ? નિમિત્ત ને નિમિત્તકર્તામાં મોટો ફેર, એ તો કહ્યું નહીં? કેવળજ્ઞાન નિમિત્ત છે લોકાલોકને એટલે શું? લોકાલોક થયું છે એનાથી? તો લોકાલોક કેવળજ્ઞાનને નિમિત્ત છે, લોકાલોકે કેવળજ્ઞાન કર્યું છે? નિમિત્તનો અર્થ જ એક ચીજ છે. આહાહા.... ઝીણી વાતું બહુ ભાઈ. આહાહા ! ભાવાર્થ:- યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તવાળું આ કર્મ જડ, જડ એના નિમિત્તવાળું આત્મપ્રદેશોનું ચલન, કંપન આત્મ પ્રદેશોનું કંપન, જોગ અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપર્યુક્ત થવું, જોડાવું ત્યાં આ ઉપયોગ હોં, ઓલો ઉપયોગ જાણવા દેખવાનો ઉપયોગ એ નહિ. આ યોગ અને ઉપયોગ ઘટ પટ રથ ઘડો થાય, રોટલી થાય, મકાન થાય કે કર્મ જડ થાય તેમાં આ નિમિત્ત છે. એ યોગ ને ઉપયોગ તેમાં નિમિત્ત છે, કાર્ય તો થયું ત્યાં, આ જોગ ને ઉપયોગ તેને નિમિત્ત છે, તેથી તેમને તો ઘટાદિક અને ક્રોધાદિકનાં નિમિત્તકર્તા કહેવાય. જોયું? આહાહાહા ! Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્મા તો દ્રવ્ય નિત્ય છે આત્માને તો કર્તા ન કહેવાય પણ જ્ઞાનીના જ્ઞાનને પણ તેનો કર્તા, નિમિત્તપણે ન કહેવાય. આહાહાહા ! સમજાણું કાંઇ? સમ્યગ્દષ્ટિ કુંભાર હોય, એ ઘડાની પર્યાયમાં નિમિત્તકર્તા નથી. ઘડાની પર્યાય તો પર્યાય કાળે તેનો ઉત્પા તો તેના કાળે થયો, પણ જ્ઞાની નિમિત્ત કર્તા ય નથી. પણ સામુકુ જ્ઞાનમાં તેના જ્ઞાનમાં જે જોગ ને રાગ છે તે નિમિત્ત થયું આમ જ્ઞાનમાં, અને ઘટ થયો તે પણ જ્ઞાનમાં નિમિત્ત થયું આમ. આહાહાહા ! કહો હીરાલાલજી બરાબર, આજ ગાથા એવી આકરી આવી છે. આહાહા ! બધાનાં ફડચા છે. અરે દુનિયા કયાં પડી છે શું છે એનું જેને હુજી મનન ને વિચારે ય નથી. આહાહાહા ! કયાં ચાલ્યો જાય છે રખડવા કહે છે કે તેમને તો ઘટાદિક અને ક્રોધાદિક ક્રોધ એટલે કોણ? આ જડ હ, નિમિત્તકર્તા કહેવાય, પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આહાહાહા ! ઘડો વસ્ત્ર દાળ, ભાત, રોટલા, શાક થાય કાર્ય તેમાં આત્માને તો કર્તા ન કહેવાય. જોગ ને રાગને નિમિત્ત છે તેથી એને નિમિત્ત કહેવાય. આત્માને સંસારઅવસ્થામાં અજ્ઞાનથી ત્યારે કહે એ આત્મા કરે, કાંઇક કર્તા છે કે નહિ એ. પરનો કર્તા નહિ, પરનો નિમિત્તથીયેય કર્તા નહિ, આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કર્તા કહી શકાય. આહાહાહા ! રાગ, ઇચ્છા અને કંપન, અજ્ઞાન અવસ્થામાં સંસારી જીવને મિથ્યાષ્ટિને એ રાગ ને જોગનો કર્તા કહેવાય. આહાહાહાહા ! સમજાણું કાંઇ? ભાષા તો સાદી છે પણ હવે જરી, પણ ભાવ તો ભાઈ (જે છે તે છે) આહાહાહા ! તીર્થંકરદેવ જિનેશ્વર પરમાત્મા ત્રિલોકનાથ એની વાણીમાં આવ્યું છે ને આ સત્ છે આ, એ સંતો આ વાણી દ્વારા જગતને કહે છે. આહાહાહા ! પણ એ વાણીની પર્યાયના એ કર્તા નથી. વાણીના કાળે વાણી ઉત્પન્ન થઈ તે વાણીનું કાર્ય. આહાહાહા ! એમાં આત્મા કર્તા નથી વાણીનો. આત્મજ્ઞાની છે એ પણ નિમિત્તપણે કર્તા નથી, અજ્ઞાની જે જોગ ને રાગનો કર્યા છે તે એ જોગ ને રાગને ભાષાના કાળે નિમિત્તકર્તા કહેવામાં આવે, આત્માને તો નિમિત્તકર્તા ય (કહેવાય) નહિ. આહાહાહા ! સમજાણું કાંઇ? અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું:- “દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી.” જોયું? આહાહાહા ! વસ્તુદૃષ્ટિથી જોઇએ તો તો કોઇ દ્રવ્યનું કોઇ નિમિત્તપણે પણ કર્તા નથી. “પરંતુ પર્યાયષ્ટિથી જોઇએ તો દ્રવ્યનો પર્યાય કોઇ વખતે,” અવસ્થાષ્ટિથી જોઇએ તો દ્રવ્યનો પર્યાય કોઇ એટલે અજ્ઞાન વખતે, કોઇ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. આહાહાહા ! બહુ આકરું કામ બાપુ, નવરાશ કયાં હવે આમાં, ધંધાવાળાને ધંધા આડે નવરાશ ન મળે. બાઈડીયું ને છોકરા સાચવવા ને રાંધવા આડે નવરાશ ન મળે, હવે એમાં આ નિર્ણય કરવો. જિંદગી ચાલી જાય છે, આમ ને આમ. આહાહા ! પરમાત્મા ત્રણલોકનો નાથ, જિનેશ્વરનો આ હુકમ છે, એની આ આજ્ઞા છે કે જે કાર્યકાળ થાય. આહાહાહા.. છોકરો જે મોટો થાય છે, શરીર, શરીર મોટું થાય છે ને આત્મા કયાં. એ કાર્ય તેમાં છે, એ કાર્યનો એનો આત્મા ય કર્તા નથી. એ બીજો આત્મા એને એ મોટો થવાની) ક્રિયાનો કર્તા નથી. એ મોટી જાવાન અવસ્થા થઈ એની, તેનો આત્મા નિમિત્તપણે પણ કર્તા Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧OO ૧૬૧ નથી. ત્યારે કેટલીક જુવાન અવસ્થા થઈ મોટી તેમાં જોગ ને રાગને નિમિત્તપણે કર્તા કહેવામાં આવે છે, કાર્ય તો છે જ ત્યાં, હવે એ જોગ ને રાગ કોનો? કે જે અજ્ઞાની છે તેનો. કારણકે જ્ઞાનીને જોગ-રાગ છે જ નહિ, જ્ઞાનીને તો જ્ઞાન છે, જોગ-રાગનું એ જ્ઞાન છે. જોગ-રાગનું જ્ઞાન છે એ અવસ્થા બાળક મોટો થયો તેનું પણ અહીં જ્ઞાન છે. જ્ઞાનમાં એ નિમિત્ત છે, પણ આ આત્મા તેમાં નિમિત્ત નથી. આરે આરે આવી વાત ! એ ય તો પછી આ છોકરાઓને મોટા કરવા કે ન કરવા શું કરવું? એ ચીમનભાઈ, (શ્રોતા - માબાપ ન હોય તો મોટા ન થાય) પણ એ તો પરમાણું છે તો તેની અવસ્થા તે કાળે થવાની તે થાય જ છે. શશીભાઈ ! આવું આકરું છે બાપા! ધન્ય કાળ, ધન્ય અવસર ભાઈ ! પરમાત્મા ત્રણલોકના નાથનું આ કથન છે. આહાહાહા ! જેમ કે આ મંદિર થાય છે પ્રતિમા સ્થાપીએ એ કાર્ય તો ત્યાં થવાનું હતું તે તેનાથી થયું છે જડથી. હવે એમાં આત્મા નિમિત્તપણે પણ કર્તા નથી. અથવા એ કાર્ય અને આત્મા કર્તા એમ નથી, એ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી, (એ) પરિણામ અને આત્મા પરિણામી એમેય નથી. આહાહાહા ! તેમાં આત્મા નિમિત્તપણે પણ આ મંદિરની પર્યાયનો કર્તા નથી, નિમિત્તપણે હોય તો ત્યાં સદાય કાર્યકાળે રહેવું પડે. જ્ઞાનીનું જ્ઞાન પણ ત્યાં નિમિત્તપણે કર્તા નથી. આહાહાહા! આ તો જ્યાં અમે કર્યું, અમે કર્યું, અમે કર્યું અને મંદિરો બનાવ્યા, અમે પ્રતિમા સ્થાપી અમે આ કર્યું, અરે ભગવાન સાંભળ તો ખરો પ્રભુ એક વાર તારી મર્યાદા ક્યાં છે? આહાહાહા ! દ્રવ્યનો પર્યાય કોઇ વખતે કોઇ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે,” તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યનાં પરિણામનાં નિમિત્તકર્તા કહેવાય છે, અજ્ઞાનીના હોં! પરમાર્થે દ્રવ્ય પોતાનાં જ પરિણામનો કર્તા છે. આહાહાહા ! અન્યના પરિણામનો અન્ય દ્રવ્ય કર્તા નથી, એ સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ પણ એ પ્રતિમા મંદિરનું સ્થાપન જે થાય છે તેમાં તેનું જ્ઞાન નિમિત્ત કહેવાય પણ તેનો નિમિત્તકર્તા પણ એ જ્ઞાન નથી. અરેરેરે! આ વાત આકરી ભાઈ ! લ્યો, હવે એક કલાક થઇ ગયો. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ) આહા હા ! વીતરાગ-માર્ગ બહુ સૂક્ષ્મ-ગૂઢ, ભાઈ ! આહા.... હા ! બહારથી (બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ) માને છે. લોકોને અંદર (ના માર્ગનો) પત્તો મળતો નથી. પ્રભુ! એ તો (અનંત) જન્મ-મરણ મટવાના પંથનો માર્ગ તો આ છે, પ્રભુ! ભલે તને દુઃખ લાગે, આકરું લાગે કે આ તો “એકાંત નિશ્ચય થાય છે. (પરંતુ ભાઈ !) નયનો વિષય એકાંત જ છે. પ્રમાણનો વિષય દ્રવ્ય અને પર્યાય બંને હોય છે. પણ નિશ્ચયનયનો વિષય તો એક જ એકાંત ત્રિકાળી વસ્તુ જે છે તે છે. એ સમ્યક્ એકાંત નયનો વિષય આ એક જ છે. સમજાણું કાંઈ? (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૪૧, નિયમસાર ગાથા-૭૭ થી ૮૧) Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ( -१०१ ) A ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात्जे पोग्गलदव्वाणं परिणामा होंति णाणआवरणा। ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी।।१०१।। ये पुद्गलद्रव्याणां परिणामा भवन्ति ज्ञानावरणानि। न करोति तान्यात्मा यो जानाति स भवति ज्ञानी।।१०१।। ये खलु पुद्गलद्रव्याणां परिणामा गोरसव्याप्तदधिदुग्धमधुराम्लपरिणामवत्पुद्गलद्रव्यव्याप्तत्वेन भवन्तो ज्ञानावरणानि भवन्ति तानि तटस्थगोरसाध्यक्ष इव न नाम करोति ज्ञानी, किन्तु यथा स गोरसाध्यक्षस्तद्दर्शनमात्मव्याप्तत्वेन प्रभवव्याप्य पश्यत्येव तथा पुद्गलद्रव्यपरिणामनिमित्तं ज्ञानमात्मव्याप्यत्वेन प्रभवव्याप्य जानात्येव। एवं ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात्।। एवमेव च ज्ञानावरणपदपरिवर्तनेन कर्मसूत्रस्य विभागेनोपन्यासाद्दर्शनावरणवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायसूत्रैः सप्तभिः सह मोहरागद्वेषक्रोधमानमायालोभ नोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि। अनया दिशान्यान्यप्यूह्यानि। હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છે જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણા પરિણામ છે, કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧. थार्थ:- [ ये] [ ज्ञानावरणानि ] शान॥१२॥ [ पुद्गलद्रव्याणां] पुलद्रव्योन। [परिणामाः] परि॥ [भवन्ति] छ [तानि] भने [यः आत्मा] ? मात्मा [ न करोति] ३२तो नथी. परंतु [ जानाति ] 1ो छ [ सः] ] [ ज्ञानी] शानी [भवति] छे. ટીકાઃ-જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાસ થઈને (-વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી, તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુગલદ્રવ્ય વડે વ્યાસ થઈને ઊપજતા પુગલદ્રવ્યના પરિણામ છે, તેમને જ્ઞાની કરતો નથી; પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, પોતાથી (જોનારથી) વ્યાસ થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન ( ५j) तेमा व्यापीने, मात्र शु. ४ छ, तेवी शते रानी, पोथी (शानीथी) વ્યાસ થઈને ઊપજતું, પુગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૬૩ માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. વળી એવી જ રીતે જ્ઞાનાવરણ” પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયના સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. પ્રવચન નં. ૨૦૨ ગાથા-૧૦૧ ગુરુવાર, મહા વદ-૧૦, તા. ૨૨/૨/'૭૯ શ્રી સમયસાર, ગાથા એકસો એક, સો (મી) ગાથા થઈ ગઈ, હવે એ કહે છે કે જ્ઞાની, જ્ઞાનનો જ કર્તા છે. સોમી ગાથામાં એમ આવ્યું કે પરપદાર્થની જે પર્યાય થાય છે એનો કર્તા આત્મા નથી. શરીર, વાણી, મન આદિ-પરપદાર્થ બધાં, એની પર્યાય જે સમયે (જે થવાની) છે, એ એનું કાર્ય એના સમયે, જડનું (કાર્યો જડમાં થાય છે. આત્મા એનો કર્તા નથી. પરંતુ અજ્ઞાની જેમને રાગ અને કંપન એનો કર્તા દૃષ્ટિમાં છે અજ્ઞાની, વિકલ્પ જે છે કંઈ દયા, દાન, આદિના અને કંપન છે, એનો જે કર્તા છે અને એના કાર્યકાળમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ..? - જ્ઞાની તો તે સમયે જે કાર્ય થાય છે એમાં એના જ્ઞાનને નિમિત્ત કહેવામાં આવે છે અને એ જે કાર્ય થાય છે જડ આદિ, એ જ્ઞાનીના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવે છે. ઝીણું છે ભાઈ બહુ. આહાહા ! પદ્રવ્યનો કર્તા તો અજ્ઞાની પણ નથી. આ આત્મા સિવાય આ શરીર, વાણી, મન, કર્મ જડ આદિ ખાવા-પીવાની ક્રિયા આદિ બધી જડની ક્રિયા-એ જડનું કાર્ય, જડમાં જડના સમયે પોતાનાથી એ કાર્ય ત્યાં થાય છે જડમાં, એમાં અજ્ઞાની નિમિત્ત (કર્તા બને છે) અજ્ઞાની એ (જડના) કાર્ય કરતો નથી, પણ કાર્યકાળમાં અજ્ઞાની રાગ ને કંપનનો કર્તા બનવા થવાથી, (જડના) કાર્યકાળમાં એને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આવી વાત ઝીણી બહુ ભાઈ ! જ્ઞાની, જેમની દૃષ્ટિ આત્મજ્ઞાન ઉપર છે અને હું આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છું એવું જેમને અંતર સમ્યગ્દર્શન–જ્ઞાન થયું છે, એમને જ્ઞાનીને એ રાગ ને જોગ આદિ થાય છે, એ બધું એના જ્ઞાનમાં નિમિત્ત ( તરીકે) આવે છે. આહાહા! અને જોગ ને રાગનું કાર્ય જે પરમાં થાય છે એમાં જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત કહેવામાં આવે છે અને જોગ ને રાગ અને પરકાર્ય, જ્ઞાની પોતાના સ્વપરપ્રકાશકપણે પરિણમે છે એમાં એ નિમિત્ત કહેવામાં આવે છે. આ (વાત) તો સોમી ગાથામાં આવી ગઈ. હવે અહીં તો આ કહે છે કે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. જેમને ધર્મ (પ્રગટ્યો), આત્મા આનંદસ્વરૂપ શુદ્ધ સચ્ચિદાનંદ ધ્રુવ આનંદકંદ પ્રભુ છે એની જેમને દૃષ્ટિ થઈ અને જેમની પર્યાયઅવસ્થામાં સમ્યગ્દર્શન જ્ઞાન ને સ્વરૂપાચરણની વીતરાગની પર્યાય ઉત્પન્ન થઈ, એનું નામ ધર્મ છે ને એનું નામ જ્ઞાની કહે છે. આવી વાત છે! Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એ જ્ઞાની!આંહી તો જ્ઞાનીની વ્યાખ્યા કરી, જ્ઞાની એને કહીએ કે જે પોતાનું ચૈતન્યસ્વરૂપ છે એનો જેને અંતર-અનુભવ થયો, હું તો આનંદ ને જ્ઞાન છું. દયા-દાન-વ્રત આદિના વિકલ્પ એ પણ મારી ચીજ નથી. આહાહા ! એવો ધર્મીજીવ, જેની પર્યાયમાં વીતરાગપર્યાયરૂપી ધર્મ પ્રગટ થયો છે, એ વીતરાગપર્યાયને ધર્મ કહે છે. એ ધર્મી-જ્ઞાની, પોતાનું જ્ઞાન નામ પોતાની નિર્મળ વીતરાગીપર્યાય, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જે વીતરાગી પોતાની પર્યાય છે, એનો એ કર્તા છે. હસમુખભાઈ? ઝીણું બહુ બાપુ ! આ દુનિયાથી ચીજ આખી જુદી પ્રભુની, ચીજ આખી જુદી!! એ કહે છે. जे पुग्गलदव्वाणं परिणामा होंति णाणआवरणा। ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी।।१०१।। (આહા !) મૂળ શ્લોક કુંદકુંદાચાર્ય દિગમ્બર મુનિનો. જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલતણાં પરિણામ છે, કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧. ટીકા- જેવી રીતે દૂધ-દહીં કે જેઓ ગોરસ વડે વ્યાસ થઈને (-વ્યાપાઈને) ઊપજતા ગોરસના મીઠા-ખાટા પરિણામ છે-આહાહા ! ગોરસ છે ગોરસ, એમાં દૂધ ને દહીં એ ગોરસના પરિણામ છે. ગોરસની એ પર્યાયો છે. સમજાણું કાંઈ? હુજી તો દાંત છે. (શ્રોતા- ગોરસ એટલે?) ગોરસ છે ને (તે) ગાયનો રસ (છે ને) પછી દૂધ ને દહીં તો પર્યાય છે. આહાહા ! ગોરસ જે સામાન્ય છે એનાં દહીં ને દૂધ ગોરસના પરિણામ છે, દૂધને દહીં (પોતે ) ગોરસ નહીં. જો કે દહીં ને દૂધ ગોરસ દ્વારા વ્યાસ થઈને–ગોરસ દ્વારા થવાવાળા, વ્યાસ નામ પર્યાયમાં થવાવાળા, ઉત્પન્ન થવાવાળા, એ સમયે ગોરસમાંથી દૂધ અને દહીંની પર્યાય ઉત્પન્ન થવાનું કાર્ય છે, એ ગોરસનું કાર્ય છે. (એ) ગોરસમાંથી ખાટા-મીઠા જે દહીં, દૂધના પરિણામ થયાં એ પરિણામ ગોરસના થયા છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી. આહાહાહા ! ગોરસમાંથી જે દૂધ ને દહીં, ખાટા-મીઠા પરિણામ થયા તેને ગોરસનો જોવાવાળો એનો કર્તા નથી. (શું કહે છે) કોઈ પુરુષ બેઠો હોય એ કાર્યકાળ વખતે (એ) દેખે છે–ગોરસનો દેખવાવાળો કે ખાટા-મીઠા પરિણામ (દૂધ ને દહીંની પર્યાય) ગોરસથી થઈ છે. એ પરિણામનો કર્તા ગોરસ છે. એને જોવાવાળો બેઠો છે એ ગોરસના પરિણામનો કર્તા નથી. આહાહા! છે? તેમને ગોરસનો તટસ્થ જોનારતટસ્થ (અર્થાત્ ) દૃષ્ટા, જોયું? તટસ્થ (તટસ્થ) ગોરસના ખાટા-મીઠા પરિણામમાં તટસ્થ (એટલે) ભિન્ન ભિન્ન-તટસ્થ છે, જેમ કાંઠે (બેઠેલો પુરુષ તરંગોને જોવે છે) એમ આ ખાટા-મીઠા પરિણામને કાંઠે બેઠેલો, ગોરસનો (દેખવાવાળો) માણસ તટસ્થ પુરુષ કર્તા નથી એ ગોરસના ખાટા-મીઠા પરિણામને જોવાવાળો તટસ્થ જે છે એ એનો કર્તા નથી. આ પ્રકારે એ તો દષ્ટાંત થયું. એ પ્રકારે જ્ઞાનાવરણાદિક જો કે વાસ્તવમાં જુગલદ્રવ્ય દ્વારા વ્યાસ-જેમ ગોરસ દ્વારા વ્યાસ ખાટા-મીઠા પરિણામ, એ ગોરસનું કાર્ય છે, દેખવાવાળો જે છે ગોરસનો, એનું એ કાર્ય નથી, એમ પુદ્ગલદ્રવ્યના જ્ઞાનાવરણાદિક કે જેઓ ખરેખર પુદ્ગલદ્રવ્ય વડે વ્યાસ થઈને, Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૬૫ આહાહા ! (શું કહે છે?) પુદ્ગલદ્રવ્ય પદાર્થ છે એ જ્ઞાનાવરણાદિ પર્યાયરૂપે પરિણમે છે-એ પુદ્ગલદ્રવ્ય જે છે એ જ્ઞાનાવરણાદિ પર્યાયકાળમાં એ જ્ઞાનાવરણાદિપણે પરિણમે છે, તેનો એ કાળ છે. આહાહા! અને એ પુદ્ગલ દ્રવ્યના જ્ઞાનાવરણાદિ આઠ કર્મની પર્યાય છે એ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે અને એનો કર્તા પુદ્ગલદ્રવ્ય ને પુદ્ગલદ્રવ્યનું એ કાર્ય છે. આહાહા ! ઝીણું બહુ બાપુ! વીતરાગ મારગ. આંહી તો સમય-સમયના જે પરિણામ પુદ્ગલદ્રવ્યના-જ્ઞાનાવરણાદિનાં (થયાં) તે સમયે તેમાં વ્યાપ્ત થયું છે પુદ્ગલ દ્રવ્ય (જેમ) ગોરસ વ્યાપ્ત થયું છે ખાટા-મીઠા (પરિણામ) દહીં ને દૂધમાં તેમ જ્ઞાનાવરણાદિ પર્યાયમાં વ્યાપ્ત થયેલું છે પુદ્ગલ દ્રવ્ય. આહાહા! એ પુદ્ગલદ્રવ્યથી થવાવાળા એ સમયમાં એનું પ્રાપ્ય અથવા એ જ સમયમાં જ્ઞાનાવરણાદિ પર્યાય ઉત્પન્ન થવાનો એનો સ્વકાળ હતો-જન્મક્ષણ( હતી.) આહાહા ! આત્માએ રાગ-દ્વેષ કર્યા માટે ત્યાં આગળ જ્ઞાનાવરણ આદિની પર્યાયને થવું પડયું એમ છે નહીં. અહીંયા તો બીજી વાત કહેવી છે કે જેમ ગોરસના ખાટા-મીઠા પરિણામ એ ગોરસનું કાર્ય છે, એ ગોરસના જોવાવાળાનું એ કાર્ય નથી. આહા! ગોરસના જોવાવાળાના જ્ઞાનમાં એ પરિણામ નિમિત્ત છે અને એ પરિણામ જે ખાટા-મીઠાના થયા એ પરિણામમાં જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત છે. આકરું પડે, આવો મારગ છે. તો અહીંયા કર્મબંધન જે થયું જ્ઞાનાવરણાદિ-જ્ઞાનીની વાત છે ને? તો જ્ઞાનાવરણાદિ પર્યાય થઈ, શાસ્ત્રમાં આવે છે કે ભાઈ સમકિતીને પણ આટલું જ્ઞાનાવરણાદિનું બંધન છે, એમ એના ખ્યાલમાં આવ્યું સાંભળ્યું, તો એ જ્ઞાનાવરણાદિની પર્યાય-પુદ્ગલદ્રવ્યની પર્યાય છે. એ પરિણામ છે એનો જ્ઞાની કર્તા નથી. એ જ્ઞાનાવરણાદિ પર્યાયનો કર્તા ધર્મી નથી. જો કે અજ્ઞાનીય કર્તા નથી, એ તો કહેશે. મિથ્યાષ્ટિ પણ એ પરિણામનો કર્તા નથી, પણ એ પરિણામમાં એનો જે રાગ છે એ નિમિત્ત થાય છે, તો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ જ્ઞાનીને જે પરિણામ થયા કર્મના એ કર્મના પરિણામનો એ જ્ઞાતા છે. ધર્મી તો એના જ્ઞાન પરિણામનો કર્તા છે. આહાહાહા! શાસ્ત્રમાં આઠ ય કર્મની વાતો આવે, આ આત્માએ કર્મ બાંધ્યું ને આત્માએ ભોગવ્યું અને તે પણ તે સમયે જે આઠ કે સાત કર્મબંધનની પર્યાય આંહી થાય છે, એ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે, પુદ્ગલદ્રવ્યનું વ્યાપ્ય છે, પુદ્ગલ દ્રવ્ય પ્રાપ્ત કર્યું છે. તે સમયની જે પર્યાય આઠ કર્મની થઈ એ “પ્રાપ્ય” એ પુગલનું પ્રાપ્ય છે. એને પુગલદ્રવ્ય પહોંચી વળે છે. આહાહા ! આવું ઝીણું છે બાપુ! જ્ઞાની કર્તા નથી. જેને રાગ અને કંપનથી મારી ચીજ ભિન્ન છે એવી ધર્મદષ્ટિ થઈ છે, ધર્મીની ધર્મદષ્ટિ થઈ છે. શું? કે હું રાગ ને કંપનથી મારી ચીજ ભિન્ન છે, હું તો જ્ઞાનાનંદસહુજાત્મસ્વરૂપ છું, આવી દૃષ્ટિ અને જ્ઞાન, નિર્મળપર્યાય ઉત્પન્ન થઈ–વીતરાગી સમ્યગ્દર્શન ને વીતરાગી જ્ઞાન ને વીતરાગી સ્વરૂપ આચરણ સ્થિરતા, એને અહીં જ્ઞાની અથવા ધર્મી કહેવામાં આવે છે. એ ધર્મી, જ્ઞાનાવરણી આદિ પુગલના પરિણામ છે એનો એ ધર્મી કર્તા નથી. આહાહાહા! સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ ! સમયસાર એટલે? આહાહા! જ્ઞાની કર્તા નથી, ધર્મી એને કરે નહીં. ખ્યાલમાં આવ્યું. શાસ્ત્રમાં એવું લખાણ હતું કે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સમકિતીને પણ એટલું જરી કર્મબંધન થાય છે, તો એ પરિણામનો આત્મા કર્તા નહીં, પણ એ પરિણામ પોતાના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ? ધર્મી-સમ્યગ્દષ્ટિ એને કહીએ કે જેમને આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, ચૈતન્યરૂપ, શુદ્ધ ચૈતન્યના જ્ઞાન ને અનુભવ થયો હોય એ ધર્મી છે, એ જ્ઞાની પોતાની જ્ઞાનપર્યાય જે થઈ સમકિત પર્યાય થઈ-સ્વરૂપમાં સ્થિરતાના અંશની જે પર્યાય થઈ એનાં એ (જ્ઞાની) કર્તા છે, પણ એ સમયે કર્મબંધન પર્યાય થઈ એનાં એ કર્તા નથી, કર્તા તો નથી પણ એમાં નિમિત્તકર્તા આત્મા નથી. શું કહ્યું સમજાણું? પુદ્ગલ જે છે એ કર્મપણે થયાં તો એ તો પુદ્ગલનું કાર્ય છે, એમાં અજ્ઞાની જે મિથ્યાદૃષ્ટિ છે (એ માને છે) કે રાગ મારો છેદયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ મારા છે ને મને (તેનાથી) ધર્મ થાય છે, એવો મિથ્યાદેષ્ટિ જીવ, આ પુદ્ગલ કર્મબંધનના પરિણામમાં પરિણામનો એ પણ કર્તા તો નથી પણ એ રાગ અને કંપનનો કર્તા થાય છે મિથ્યાષ્ટિ, એ કારણે બંધનના પરિણામમાં અજ્ઞાનીનો રાગ અને જોગ નિમિત્ત કહેવામાં આવે છે, નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આહાહા! હવે આવું! જૈનમાં કર્મને માટે તો આકરું, ભારે, સમજાણું કાંઈ? આત્મા કર્મને બાંધે ને આત્મા કર્મ તોડેને! જડની પર્યાય, આત્મા કરે અને જડની પર્યાયનો નાશ કરે એ ભ્રમ છે બધો, આકરી વાત છે પ્રભુ! આહાહા! જ્ઞાની તેનો કર્તા નથી; પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, ગોરસનો દેખા-ગોરસને દેખવાવાળો દૂધ ને દહીં, ખાટા-મીઠા પરિણામ થયા તેનો દેખવાવાળો સ્વતઃ દેખવાવાળાથી વ્યાસ થઈને... આહાહા ! –સ્વતઃ દેખવાવાળાથી વ્યાસ થઈને પોતાના પરિણામમાં વ્યાસ થઈને-પોતાથી ( જોનારથી) વ્યાસ થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન ( જોવાપણું ) તેમાં વ્યાપીને, ગોરસના પરિણામને દેખે છે, એ દેખવાવાળાના પરિણામમાં વ્યાપ્ત થઈને. આવું હવે હસમુખભાઈ મુંબઈમાં, આમાં ક્યાં માથાફોડ આખો દિ' પાપના પરિણામ, આખો દિ” આ કર્યું ને આ કર્યું. અરે રે! પ્રભુ તો અહીં એમ કહે છે કે જે કર્મબંધનની પર્યાય જે સમયમાં પ્રાપ્યરૂપે પરમાણું તેને પહોંચે છે-એ કર્મબંધનની પર્યાયને પરમાણું પહોંચે છે અથવા એ કર્મની પર્યાય તે-ક્ષણે ઉત્પન્ન થવાવાળી કર્મની-પુદ્ગલની પર્યાયમાં જન્માક્ષણ હતી, એ પર્યાયનો, અજ્ઞાની આત્મા પણ કર્તા નથી. અજ્ઞાની- મિથ્યાષ્ટિ એ પોતાના રાગ ને જોગ એનો કર્તા હો, અને એ રાગ ને જોગના પરિણામ તો, પરિણામકાળે કાર્ય તો થયું એમાં રાગ ને જોગને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આવી વાતું છે, બહુ ઝીણું બાપુ, પ્રભુનો મારગ, વીતરાગ જિનેશ્વરની શૈલી, સમય-સમયના પરિણામ, કર્મની પર્યાયમાં-પુદ્ગલની પર્યાય ક્રમબદ્ધ જે પર્યાય થવાવાળી હતી એ ક્રમબદ્ધ પણ થઈ, પ્રાપ્ય પણ થયું-જન્મક્ષણ પણ થયું. કહે છે? કે પુગલદ્રવ્ય જે જડ છે એમાં જ્યારે જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ જ્યારે બંધાય છે એ પર્યાય, એ પરમાણુની એ સમય તે થવાવાળી-ઉત્પાદ થવાનો તે કાળ હતોજન્મક્ષણ હતી અથવા આ જ્ઞાનાવરણી આદિ પર્યાય થઈ એને પુદગલ પ્રાપ્ય નામ પહોંચી વળે છે, આત્મા નહીં. આહા! અથવા એ પુદ્ગલ દ્રવ્યની જે પર્યાય થઈ તે સમયે તે જન્મક્ષણે થઈ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૬૭ એમાં પુદ્ગલદ્રવ્ય એનો કર્તા છે. એનો કર્તા અજ્ઞાની પણ નથી, અજ્ઞાની રાગ ને પુણ્ય-પાપ, દયા આદિનો કર્તા થાય છે. તો અજ્ઞાનીના રાગ આદિ, પરમાં ઉપાદાન તો નહીં, તો પર્યાય તો ત્યાં થઈ છે, ફક્ત અજ્ઞાનીના જોગ અને રાગ નિમિત્તકર્તા કહેવામાં આવે છે. હવે જ્ઞાની, ધર્મી જે રાગ અને જોગના કંપનથી ભિન્ન મારી ચીજ છે, જેને સમ્યગ્દર્શન થયું છે ધર્મની પહેલી સીઢી ! આહાહા! હું તો એ દયા, દાન, વ્રત આદિના પરિણામ-રાગ એનો પણ હું કર્તા નથી, હું તો જ્ઞાન છું. આહાહા ! એ જ્ઞાન ને આનંદ હું છું એવા પરિણામ જે થયા, એ વીતરાગી પયાર્યનો એ જ્ઞાની કર્તા છે, અને એ વીતરાગી પર્યાય, જ્ઞાનાવરણી આદિ પર્યાય તેમણે સાંભળી કે અહીંયા છે, તો એ પરિણામમાં એનું જ્ઞાનપરિણામ નિમિત્ત હો અને એના જ્ઞાનપરિણામમાં એ પુદગલપરિણામ કર્મ કાર્ય નિમિત્તરૂપે થયું એને અહીં નિમિત્ત કહો એ બીજી વાત છે. સમજાય છે કાંઈ...? આવી વાતું. નિમિત્ત તો, લોકાલોક નિમિત્ત છે કેવળજ્ઞાનને, કેવળજ્ઞાની ભગવાનને સર્વજ્ઞપણું થયું તો એ સર્વજ્ઞપણામાં લોકાલોક નિમિત્ત છે, એ તો ચીજ એક છે એવું જ્ઞાન કરાવે છે, એવો નિમિત્તનો અર્થ છે. એટલે શું? કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે, અરસપરસ નિમિત્ત છે. એ તો ચીજ એક છે એવું જ્ઞાન કરાવે છે નિમિત્ત છે તો નિમિત્તથી થયું એવું નથી, તો નિમિત્ત ક્યાં રહ્યું? સમજાણું આમાં મોટી ગરબડ છે અત્યારે!! કેવળજ્ઞાન, પરમાત્માને થયું અરિહંત સર્વજ્ઞને એ જ્ઞાનની પર્યાયમાં લોકાલોક નિમિત્ત છે અને પોતાની જ્ઞાનપર્યાય લોકાલોકમાં નિમિત્ત છે, બસ ચીજ છે એવી, એમ ધર્મીને, જ્ઞાની ને સમ્યગ્દષ્ટિ જીવ છે એને પોતાના પરિણામ જે વીતરાગીજ્ઞાન-શ્રદ્ધા આદિ થયાં એનો એ કર્તા છે, અને ત્યાં જે રાગ ને જોગ થયા છે એ રાગ ને જોગમાં આ જ્ઞાન નિમિત્ત છે અને પોતાના પરિણામ જ્ઞાનમાં રાગ અને જોગ અહીંયા નિમિત્ત છે. નિમિત્ત નામ “છે”. આહાહા ! આવો મારગ હવે, વાણિયાને નવરાશ ન મળે ધંધા આડે ઈ વળી કો” ક રામજીભાઈ જેવા (સમય કાઢે !) બીજા ઘણાને તો આખો દિ' ધંધા ને આ ને આ. ભગવાન ! તું તો રાગ અને કંપનથી પણ નિવૃત્તસ્વરૂપ છો, આ તારી ચીજ તો દયા, દાન, વ્રત, ભક્તિના જે વિકલ્પ-રાગ છે એનાથી પણ તારી ચીજ અંદર ભિન્ન છે. આહાહા ! એ રાગનો પણ ધર્મી કર્તા નથી, ધર્મ જેને આત્મષ્ટિ થઈ એ રાગ હોય છે, એનો એ કર્તા નથી. પણ રાગ થાય છે એ રાગ સમ્યગ્દષ્ટિનું સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી થયું છે એમાં રાગ નિમિત્ત કહેવામાં આવે છે. આવું છે, ગાથા તો ૧૦૧ છે આ તો સાદી ગાથા આ છે. જેમ ગોરસનું દૃષ્ટાંત, દેખવાવાળાથી વ્યાસ થઈને- વ્યાસ થઈને ઊપજતું જે ગોરસપરિણામનું દર્શન તેમાં વ્યાપીને, માત્ર જુએ જ છે. ગોરસ જે છે (એ) દૂધરૂપ ને દહીંરૂપ થયું તો એ પર્યાય ગોરસની છે અને ગોરસનું પ્રાપ્ય છે ને ગોરસની ક્ષણ એ છે કે દૂધ ને દહીં-ખાટા મીઠા(પણાની) પર્યાય જે છે એ પર્યાયનો ગોરસનો જોનાર કર્તા નથી, પણ ગોરસનો દેખવાવાળો પોતાના પરિણામને દેખે છે એને જે દેખે છે એવું જે પોતાનું પરિણામ, એમાં વ્યાસ છે. પણ દૂધ-દહીંમાં વ્યાપ્ત તો ગોરસ છે, એમાં ગોરસનો દેખવાવાળાની પર્યાય તેમાં વ્યાસ નથી. આહાહા ! એને જોવાવાળાનું જે પરિણામ છે એ પરિણામમાં ગોરસનો દેખવાવાળો વ્યાસ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે, દૂધ-દહીંમાં વ્યાપ્ત નથી. આહાહા ! આવો મારગ છે. માત્ર દેખે જ છે” –ભાષા દેખો. આહાહા ! એ દૂધ-દહીંની દશા થાય છે ગોરસમાંથી, એનેગોરસને દેખવાવાળો માત્ર દેખે જ છે-એનો કર્તા નથી, અને એમાં ગોરસનો દેખવાવાળો, વ્યાસ નથી તો એમાં પ્રસરતો જ નથી પણ એનો દેખવાવાળો ( જોનાર), ગોરસનું જે પરિણામ થયું દેખવાનું એમાં વ્યાપ્ત છે. આહાહા ! આ તો દાંત થયું. હવે સિદ્ધાંત. (શ્રોતા – દષ્ટાંત કઠણ લાગ્યું!) કઠણ લાગ્યું! (શ્રોતા – દૂધ, દહીંના પરિણામમાં મેળવણ કોણે નાખ્યું?) કોઈએ નાખ્યું નથી. નાખે કોણ? મેળવણ નાખ્યું માટે દૂધ દહીં થયું એવું છે નહીં. એ ગોરસની દૂધ-દહીંની પર્યાયના છે તો એનું (ગોરસનું) કાર્ય. પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ય (સમયસાર ગાથા) ૭૬–૭૭-૭૮ એ સમયે દૂધ-દહીંના પ્રાપ્ય થવાવાળામાં ગોરસ વ્યાપ્ત છે, થવાવાળું કાર્ય એ કાર્ય થવાનું હતું. અરે રે! જગતની ચીજ એવી જ છે. વીતરાગ જૈનદર્શન તો બહુ ઝીણું ભાઈ ! દુનિયા હારે ક્યાંય મેળ ખાય એવો નથી. વાડાવાળાને ય ખબર નથી, હજી સંપ્રદાયમાં પડ્યા હોય એને શું ચીજ છે. આહાહા! એ ગોરસના પરિણામ જે થયા ખાટા-મીઠા એમાં ગોરસ વ્યાસ છે, એમાં ગોરસ પ્રસર્યું છે અને એને દેખવાવાળો છે એનું દર્શન જે થયું દેખવાનું પરિણામ એમાં એ દેખવાવાળો વ્યાસ છે. પરમાં વ્યાપ્ત નહિ. આહાહા ! તેવી રીતે જ્ઞાની, જ્ઞાની નામ ધર્મી જેમને આત્મા, રાગ ને કંપનથી ભિન્ન આત્માનું જ્ઞાન થયું છે, એનું નામ ધર્મી કહેવામાં આવે છે. ધર્મી કોઈ આ દયા-દાન-વ્રત પાળે ને ભક્તિ કરે ને જાત્રા કરે માટે એ ધર્મી છે, એમ છે નહિ. એ તો બધા રાગ છે. આહાહાહા ! એય ! એ રાગથી મારી ચીજ ભિન્ન છે અને હું તો જાણનાર-દેખનાર છું, એવી વીતરાગીપર્યાય-સમ્યગ્દર્શનજ્ઞાન થયું હોય એને અહીંયા ધર્મી ને જ્ઞાની કહેવામાં આવે છે. એ જ્ઞાની, એને રાગ થાય છે (છતાં) એ રાગનો કર્તા નથી. એને કર્મબંધન થાય છે એ પર્યાયનો કર્તા એ નહીં, પણ એ જ્ઞાની, પોતાના સ્વપરપ્રકાશકજ્ઞાન, પોતાના દ્રવ્યના આશ્રયથી જે ઉત્પન્ન થયું છે, એમાં રાગ નિમિત્ત કહેવામાં આવે છે અને જે કર્મબંધનના પરિણામ ખ્યાલમાં આવ્યા એ પણ પોતાના જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવે છે અને કર્મબંધનના પરિણામ થયા અને જે રાગ થયો એમાં જ્ઞાન નિમિત્ત કહેવામાં આવે છે, નિમિત્ત-કર્તા નહીં. આહાહા! આટલી શરતું હવે આવી છે. કહો, હસુભાઈ? ક્યાં આમાં નવરાશ ક્યાં બાપા ! આહાહા.. અરે રે ભાઈ ! ભગવાન ત્રણલોકના નાથ (આમ ફરમાવે છે.) અનંત દ્રવ્યો છે. તો દરેક દ્રવ્ય પોતાની પર્યાય પણ તે તે સમયે વ્યાસ થઈને પરિણમે છે. આહાહાહા ! બીજું દ્રવ્ય એને કરે એવું ત્રણ કાળમાં બને નહીં. આહા ! એ તો ઠીક, પણ પોતાનામાં જે જોગ-કંપન થાય છે-આ મન, વચન-શરીર છે, એ નિમિત્ત અને કંપન છે એ ઉપાદાન, પોતાનામાં પોતાથી એ કંપન અને અંદર દયા, દાન, વ્રત, આદિનો રાગ થયો એ કંપન ને રાગ જે વિકૃત છે, એનો કર્તા જો આત્મા થાય છે, આ મારું કાર્ય છે એમ માનવાવાળા મિથ્યાદેષ્ટિ-અજ્ઞાની-અધર્મી છે. આહાહા! એ અધર્મી જીવ પણ કર્મબંધનની પર્યાય જે થઈ એનો તો એ પણ કર્તા નથી. ફક્ત એને નિમિત્ત, ઉપાદાન ત્યાં થયું જ છે. બસ, આ બાજુમાં Page #184 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૬૯ અજ્ઞાની રાગનો કર્તા છે મિથ્યાર્દષ્ટિ, એ કા૨ણે રાગ ને જોગને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આહા ! ગજબ વાત છે. ઉપાદાન અને નિમિત્તની વાતું. આહાહાહા... હિરાલાલજી, સમજાય છે કે નહીં ? આ તો આવી વાત છે બાપા ! આહાહા ! હાથ તૂટી ગયો છે ને જોયું છે ને ભાઈ ! હાથ તૂટયો તોય ઉંકારો કર્યો નથી, આંખમાં આંસું નહીં ને ઉંકા૨ો નહીં. આહા ! એટલો હિંમતવાન, ત્યારે એમ કહે છે કે એ તો જડની ક્રિયા છે, ખરેખર તો એ પરિણામ જે જડનું થાય છે એ પર્યાયનું પ્રાપ્ય ખરેખર તો તે ક્ષણ જ એ થવાની હતી. આહાહા ! આત્મા એ ક્ષણે જો રાગનો કર્તા થાય, જોગનો કર્તા થાય, તો એ કાર્યમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ રાગ ને જોગથી ભિન્ન મારી ચીજ છે, એમ જ્ઞાનની પર્યાયમાં કર્તા હો તો એને નિમિત્ત કહેવામાં આવે છે, પણ નિમિત્તકર્તા નહીં. આહાહા ! આવી વાત છે બાપા ઝીણી બહુ ! લોકોએ બહારમાં એકલો વ્યવહાર ખેંચી-ખેંચીને દયા, દાન, વ્રત ને ભક્તિ ને તપસ્યા ને પૂજા ને જાત્રામાં ધર્મ મનાવી દીધો છે કે જે રાગ છે, એ તો વિકલ્પ-રાગ છે. આહાહા! આંહી કહે છે કે એ રાગનો કર્તા જે થાય છે એ સમયે જે કર્મબંધન થયું એ તો એમાં પુદ્ગલની પર્યાય થઈ, પણ રાગનો કર્તા જે મિથ્યાર્દષ્ટિ છે તો એ રાગને બંધનમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે નિમિત્ત એકલું નહીં, નિમિત્તકર્તા ! અને જ્ઞાનીને રાગ અને કંપનથી ભિન્ન ભગવાન આત્મા (છે) એવું જ્ઞાન (હોવાથી ) ધર્મ જે વીતરાગી પર્યાય થઈ એ ધર્મી, એ કર્મબંધનની પર્યાયમાં કર્મની પર્યાયનો કર્તા તો નથી પણ એનો નિમિત્તકર્તાયે નથી. આહાહા ! ધર્મી જીવને પોતાનું સ્વ૫૨પ્રકાશક જ્ઞાન જે થયું એ જ્ઞાનમાં જોગ અને કંપનની-બંધનની જે પર્યાયનો ખ્યાલ આવ્યો તો એ પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- આપ તો ચોખ્ખું કરીને સમજાવો છો ) આવું છે. આ ચંદુભાઈ આવ્યા જુઓ, આ બધું સાંભળે છે કે નહીં ? બાપુ !( આ ) વીતરાગનો મારગ ! બીજે વીતરાગ સિવાય ક્યાંય છે નહીં, પણ એનો મારગ સમજવો બહુ દુર્લભ, અશક્ય તો નથી, દુર્લભ તો છે, પ્રભુ ! આહાહા ! આંહી તો પ્રભુ એમ કહે છે, કુંદકુંદાચાર્યની વાણી છે. કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા, સીમંધર ભગવાન બિરાજે છે પ્રભુ મહાવિદેહક્ષેત્રમાં, સંવત ૪૯ માં ગયા હતા કુંદકુંદાચાર્ય, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા, અને એની ટીકા અમૃતચંદ્રાચાર્ય દિગંબર મુનિ હજા૨ વર્ષ પહેલાં થયા, તેમણે આ ટીકા કરી છે. આહાહા ! તો કહે છે, આમાં કહીએ છીએ ને કહે છે–કહ્યું છે ને કે આ અક્ષર જે બન્યા છે એની પર્યાયના કાળમાં–પ્રાસના કાળમાં અક્ષર બન્યા છે, જોગ ને રાગ અમારા નહીં તો એમાં અમે નિમિત્તકર્તા પણ નથી. ( શ્રોતાઃ–અમારા નહીં તો કોના ? ) વિકારના, પુદ્ગલના, નિમિત્તને આધિન થયા, અમારે આધિન નહીં તો એ પુદ્ગલના છે. આહાહા ! બહુ ઝીણું ભાઈ ! અરે રે ! જનમ-મરણ કરી કરીને સોથા નીકળી ગયા છે એનાં, ચોરાશીના અવતાર કરી કરીને બાપા ! આ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન શું ચીજ છે તેની ખબર નથી, બાકી તો વ્રત, તપ ને ભક્તિ ને જાત્રા તો એવા અનંતવાર કર્યાં ! સમજાણું કાંઈ... ? ‘મુનિવ્રતધાર અનંત બૈર ગ્રેવૈયક ઉપજાયો' મુનિવ્રત ધારણ કર્યા, પંચમહાવ્રત લીધા, Page #185 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ૧૭૦ ૨૮ મૂળગુણ પાળ્યા, હજારો રાણી છોડી, રાજકુટુંબ છોડયા. આહાહા.... ‘મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઊપજાયો' આહાહાહા ! ત્રૈવેયક; ત્રૈવેયકમાં અનંત વાર ગયો પણ આત્મજ્ઞાન વિના કંઈપણ સુખ ન મળ્યું–એ મહાવ્રતની ક્રિયા એ રાગ છે–આસ્રવ છે-અધર્મ છે. આહાહા ! એનાથી ભિન્ન આત્મા છે, એનું આત્મદર્શન-આત્મજ્ઞાન-આત્મા આનંદસ્વરૂપનું આચરણ થયું નહીં, તો એ સુખી ન થયા, એમ કહે છે ‘આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયા’ –પંચમહાવ્રતના પરિણામ પણ દુઃખ છે-આસ્રવ છે–રાગ છે. આહાહા ! સમજાણું કાંઈ ? બહુ કામ આકરું ભાઈ ! આહાહા ! એક-એક શ્લોકમાં કેટલી વાત સિદ્ધ કરે છે. જ્ઞાની, ધર્મી જેમને કંપન ને રાગથી પણ ભેદજ્ઞાન થયું છે તેનું નામ ધર્મી ને જ્ઞાની (છે. ) કંપન–જોગનું એમાં નિમિત્ત, મન-વચન-કાયાના પુદ્ગલ પણ ઉપાદાન કંપન પર્યાયમાં એ કંપનના કે દયાદાન રાગના શુભાશુભ ભાવ, એનાથી આત્માનું ભેદજ્ઞાન થયું છે એને શાની કહેવામાં આવે છે. અને રાગ ને જોગ મારા છે–હું એનો કર્તા છું એને અજ્ઞાની ને અધર્મી કહેવામાં આવે છે. આહાહા ! હીરાલાલજી ! આવું બાપા છે. ભાગ્યશાળી આ રહી ગયા આવી ચીજમાં અને માળાને એવું થયું. મનુષ્યપણું રહ્યું છે ને કટકો ગયો, તો કાંઈ મનુષ્યપણું ગયું નથી, અને એમાં ભગવાન આત્મા તો ભિન્ન પડયો છે અંદર. આહાહા ! એનો તો અવયવ ને અંશ તૂટતો નથી. અવયવ-અંશ તૂટતો નથી. આહાહા ! હા, એ ભગવાન આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ અંદર વીતરાગસ્વરૂપ, એમાં રાગ મારો છે દયા દાન વિકલ્પ છે તે મા૨ો છે તો આત્માની શાંતિ તૂટી ગઈ-આત્માનો અવયવ તૂટી ગયો ત્યાં. આહાહા ! ચંદુભાઈ ? આવું છે ભાઈ ! ઝીણી વાત પડે પ્રભુ ! ખબર નથી સમાજને આ શૈલી મળી નથી સાંભળવા ! એ તો વ્રત કરોને... અપવાસ કરોને... જાત્રા કરો... ભક્તિ કરો ને મંદિર બનાવો ને ૨થયાત્રા કાઢો આવું મળ્યું બિચારાને. આહાહા ! ૫૨ની ક્રિયા કરી શકે છે એમ માને અને તેમાં થતો શુભભાવ એ પણ જાણે ધર્મ છે એમ માને છે. આંહી તો પ્રભુ એમ કહે છે કે આ મંદિર બને પચીસ લાખનું કે પચાસ લાખનું કે કરોડનું એ તો એની પર્યાય પ્રાપ્ય તે પુદ્ગલની તે ક્ષણે પ્રાપ્ય થવાવાળી જ હતી તે થઈ છે, એનો કર્તા આત્મા છે નહીં. જે આત્મા ત્યાં છે ને કદાચ એનો શુભભાવ છે તો એ પુણ્ય છે અને એનો જો કર્તા પોતાને માને તો મિથ્યાર્દષ્ટિ છે! ( = પણ, જેણે રાગથી અને આ ક્રિયાથી ભિન્ન પોતાના આત્માને જાણ્યો છે–હું તો શાનજ્ઞાતા-દેષ્ટા-જ્ઞાનસ્વરૂપ છું હું તો આનંદ ને વીતરાગમૂર્તિ આત્મા છું જિન. “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંત૨ જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજે ન” – ઘટ ઘટ અંતર જિન વસે, જિનસ્વરૂપી ભગવાન તો જિન સ્વરૂપે અંદર બિરાજે છે, વીતરાગ મૂર્તિ. આહા ! એવું જેને જ્ઞાન નથી અને એનાથી વિરુદ્ધ જે દયા-દાન-વ્રતાદિ એનું જ્ઞાન ને એનો કર્તા છે એ તો મિથ્યાર્દષ્ટિ છે. એ મિથ્યાર્દષ્ટિની મિથ્યાત્વ ( રૂપ ) આ ક્રિયા જે થઈ એમાં એને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ઉપાદાન તો એ પર્યાયમાં છે એના કા૨ણે થઈ છે એના મિથ્યાર્દષ્ટિનું મિથ્યાત્વ એમાં નિમિત્ત કહેવામાં આવે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૭૧ ધર્માજીવ જે છે. આહાહા ! એ કહ્યું ને જ્ઞાની-ધર્મી જીવ એ તો રાગથી પણ પોતાની ચીજ ભિન્ન છે એવું ભાન ને જ્ઞાન થયું એ જ્ઞાન ને આનંદ પરિણામના એ કર્તા અને એ સમયમાં શુભરાગ આવ્યો તો એ શુભરાગ આ જ્ઞાનમાં નિમિત્ત થયો. જ્ઞાન, જ્ઞાન સ્વપરપ્રકાશક પોતાથી થયું છે એમાં રાગ નિમિત્ત થયો ને પોતાનું સ્વપરપ્રકાશકશાન પોતાથી થયું છે, એમાં આ ક્રિયા થઈ એ નિમિત્ત થઈ. આહાહાહા ! (શ્રોતાઃ- ધર્મની બહારની ઓળખાણ શું?) ધર્મની ઓળખાણ વીતરાગતા. (શ્રોતા:- બહારની ઓળખાણ?) બહારની ઓળખાણ વીતરાગતા, પર્યાય બહાર છે ને? શમસંવેગ-નિર્વેગ આવે છે ને એ વીતરાગતા છે. ઝીણી વાત છે ભાઈ ! શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અનુકંપા એ-પણ અકષાયી ભાવ છે. ઝીણી વાત બહુ બાપુ! અનંત અનંત કાળમાં અનંત વાર મુનિ થયો, અનંત વાર વ્રત લીધાં; અનંતવાર ભક્તિ કરી, સમવસરણ ભગવાનના સમવસરણમાં મહાવિદેહમાં તો અનંત વાર જન્મ્યો, તો મહાવિદેહમાં તો તીર્થકરનો ક્યારેય વિરહ નથી, એ તીર્થકરના સમવસરણમાં પણ અનંત વાર ગયો, ભગવાનની વાણી સાંભળી, પણ રાગને પોતાનો માન્યો ને મિથ્યાત્વ તોડયું નહીં. આહાહાહા! સાંભળવાનો જે રાગ આવ્યો શુભ, એ રાગ મારો છે એવી દૃષ્ટિ મિથ્યાત્વ છે. શું છે આ તે આવી વાત. સમજાય છે ચંદુભાઈ ? આવું ક્યાંથી કાઢયું એમ એક જણ કહેતો'તો. નવો પંથ કાઢયો હશે આ? અરે ! ભગવાન, અનાદિ તીર્થકર કેવળી પરમાત્મા ત્રિલોકનાથ અનંત તીર્થંકરો થયા તેનો આ અભિપ્રાય આ મત છે. અને ભગવાન બિરાજે છે મહાવિદેહક્ષેત્રમાં આ એમના કથન છે ને એમનો આ અભિપ્રાય છે. આહાહા ! આકરું લાગે બાપુ! આહાહા ! એક એક શ્લોકમાં (ગાથામાં) કેટલું ભર્યું છે. ઓહોહો ! ગજબ સંતોની શૈલી દિગંબર મુનિઓની કોઈ (અલૌકિક) શૈલી! આહાહાહા! જ્ઞાની નામ ધર્મી જેમ ગોરસનો પર્યાય દૂધ-દહીં ને દેખવાવાળા, ગોરસના પરિણામને જોવાવાળા, ગોરસનો જોનાર વ્યાપ્ત છે. પણ દૂધ-દહીંના પરિણામમાં વ્યાપ્ત નથી. એવો એ ધર્મી, કર્મ જે બંધન થાય છે, શાસ્ત્રમાં આવે છે, ચોથે ગુણસ્થાને આટલા બંધાય, પાંચમે ગુણસ્થાને આટલા બાંધે ને છઠે એ સાંભળવામાં આવે છે. આહાહા ! એ ધર્મીજીવને પોતાના આનંદ ને જ્ઞાન (સ્વરૂપનું ભાન છે) તો એ જ્ઞાનમાં જ્ઞાનીને એ કર્મબંધનની પર્યાય ખ્યાલમાં આવી કે અહીંયા છે, તો પોતાના જ્ઞાનમાં એ નિમિત્ત થયું એમાં (જ્ઞાની) નિમિત્તકર્તા તો નથી. (માત્ર ) નિમિત્ત, ને એ ચીજ અહીંયા નિમિત્ત! આહાહાહા ! એનો અર્થ, કે એ ચીજ ત્યાં બને છે તો તે પોતાથી બને છે, એટલે ત્યાં નિમિત્ત કોઈ બીજી ચીજ કર્તા છે એમ છે નહીં, ઉપાદાનકર્તા તો નહીં પણ નિમિત્તકર્તા પણ નહીં. હવે અહીંયા આત્મામાં જે જ્ઞાન થયું એ પોતાથી એ પોતાની જ્ઞાન-પર્યાય તો (તે) પોતાથી થઈ એમાં આ (કર્મ) નિમિત્ત છે તો નિમિત્તથી જ્ઞાન થયું એમ છે નહીં. તો એમાં રાગ ને જોગ પણ પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાન ધર્મીને થયું એમાં નિમિત્ત છે. નિમિત્ત છે તો રાગ ને જોગથી જ્ઞાન થયું એવું છે નહીં. આહાહા ! સમજાય છે ભાઈ ! એ હીરાલાલજી? આવી વાતું છે ભગવાન! ભગવાન છો પ્રભુ તું. ભગવાન છોને અંદર. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા ! જેને આત્મા કહીએ એ તો ભગવાન છે. રાગાદિ કહીએ એ તો પુણ્ય-પાપ તત્ત્વ ભિન્ન છે. આહાહાહા ! એ ભિન્ન છે, શરીર-વાણી-કર્મ તો અજીવ તત્ત્વ ભિન્ન છે. નવ તત્ત્વ છે ને? તો તેમાં શરીર-વાણી-કર્મ તો અજીવ તત્ત્વમાં ગયા અને હિંસા, ચોરી, જૂઠ, વિષયના પરિણામ તો પાપતત્ત્વમાં ગયા ને દયા, દાન, ભક્તિ, પૂજા, જાત્રા આદિના પરિણામ પુણ્ય તત્ત્વમાં ગયા, ભગવાન તો એ પુણ્ય-પાપ તત્ત્વથી, જ્ઞાયક તત્ત્વ ભિન્ન છે. આહાહા ! સમજાણું કાંઈ....? તેવી રીતે જ્ઞાનીનું જ્ઞાન, રાગ પુણ્ય પાપના ભાવથી ભિન્ન (છે) જ્ઞાનીને પોતાનું જ્ઞાન થયું તો ભિન્ન છે જ ભિન્ન છે જ-ભિન્ન છે ને ભિન્નતાનું ભાન થયું. ઓલામાં આવે છે ને પ્રજ્ઞાછીણી, રાગ અને સ્વભાવ વચ્ચે તડ છે સંધી છે. આહાહાહા ! શું કહે છે? જેમ પથ્થરમાંરાજકોટમાં એક ફેરે જોયું હતું દીશાએ ગ્યાતા” ને મોટા પથ્થર એમાં દોરો હોય એમાં સુરંગ ચાંપે, પથ્થરા ઊડી જાય. એમ આત્મામાં-ભગવાન સચ્ચિદાનંદપ્રભુ, વીતરાગમૂર્તિ આત્મા છેજિનરૂપી એની પર્યાયમાં જે રાગ છે, રાગ-વિકલ્પ દયા–દાનના, (એ) રાગ ને આત્મા વચ્ચે સંધિ છે, સાંધ છે, (બેય ) એક થઈ ગયા નથી. સમજાણું કાંઈ? ચીમનભાઈ ! આ બધા તમારા મુંબઈમાં? કેવું શું થયું કોઈ ભાઈએ... ગાથાકું લખી છે લાલચંદભાઈએ ૧૫-૧૯ ને એવી કાંઈક લખી છે ને... શું આવે છે. આહાહા! જ્ઞાની નામ ધર્મી સ્વતઃ જાણનારને વ્યાસ થઈને જ્ઞાન જે થયું. આ સ્વતઃ કેમ કહ્યું કે રાગ નિમિત્ત છે તો રાગથી અહીં જ્ઞાન થયું એવું નથી. અહીંયા તો સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી સ્વતઃ થયું છે. રાગ ને જોગ છે તો અહીંયા નિમિત્તનું જ્ઞાન થયું, અહીંયા થયું તો એનો અધિકાર છે આમાં એવું નથી. એનું જાણવું અને પોતાનું જાણવું એવું સ્વપરપ્રકાશક જ્ઞાન સ્વતઃ થયું છે. સમજાણું? ધર્મીને સ્વત: જ્ઞાન થયું છે. એ વ્યાસ થઈને ઊપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે. દેખો! શું કહે છે કે પોતાના સ્વભાવમાં જે આત્માના જ્ઞાનપરિણામ થયા, રાગથી ને કંપનથી ને પરથી ભિન્ન થઈને, તો એમનું જે જ્ઞાનપરિણામ થયું સ્વપરપ્રકાશક ધર્મીને, એમાં વ્યાપ્ત થઈને એમાં વ્યાસ થાય છે. છે? અને પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેમનું નિમિત્ત છે, એ જોગ ને રાગ ને કર્મબંધન જે થયા, તેવું અહીંયા સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી જે થયું એમાં તેઓ નિમિત્ત કહેવામાં આવે છે. આવું છે. ગાથા ચંદુભાઈ, બરાબર ઠીક આવી ગયા છો. (શ્રોતા – નિમિત્તમાત્ર!) કર્તા-હર્તા નહીં. આહાહા ! સમજાણું આમાં? આવું છે બાપુ હળવે-હુળવે ઓગાળવા જેવું છે બાપા! અરે રે! આવો જનમ-મરણ કરીને પોતાના સ્વચ્છેદે માન્યો છે ધર્મ અજ્ઞાનીએ એવા મિથ્યાત્વભાવમાં અનંત ભવ કર્યા ભાઈ, અનંત ભવ થયા. આહા! એ ભવભ્રમણ મટાડવાની ચીજ ભગવાન આનંદ ને જ્ઞાનસ્વરૂપ; પુણ્ય-પાપના તત્ત્વથી ભિન્ન તત્ત્વ અને અજીવ તત્ત્વથી ભિન્ન તત્ત્વ અને અજીવનું કાર્ય ને પુણ્ય-પાપના કાર્યથી આ આત્મા ભિન્ન તત્ત્વ છે. આહાહા ! આવું ભાન થયું તો પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં, જોગ ને રાગ અને પરને નિમિત્ત કહેવામાં આવે છે, ઉપાદાન તો સ્વતઃ પોતાનાથી (જ્ઞાન) થયું. આહાહાહા ! પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે. કોનું નિમિત્ત? સ્વતઃ જ્ઞાની જાણનાર-જાણપણામાં વ્યાપ્ત થઈને એમાં. આહાહા ! Page #188 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૭૩ આમાં તો ઘરે બેસે ને બહુ સમજાય એવું નથી. હીરાલાલજી? માત્ર જાણે જ છે” જુઓ? આવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને, કેવા જ્ઞાનમાં? જે રાગ અને જોગ અને પરકર્મ બંધનની પર્યાય થઈ એ પોતાના જ્ઞાનમાં પોતાના સ્વપરપ્રકાશકજ્ઞાનમાં વ્યાપ્ત છે એમાં નિમિત્ત છે આવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને પોતાનું જ્ઞાન જે થયું એ જ્ઞાનમાં વ્યાસ થઈને પોતાનું પણ જ્ઞાન થયું ને પરનું પણ જ્ઞાન થયું; પોતાનામાં રહીને પોતાનું (જ્ઞાન) થયું ને રાગનું થયું ને પરનું થયું એવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને માત્ર જાણે જ છે. આહાહા ! આ પ્રકારે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે—ધર્મી તો પોતાના વીતરાગી પર્યાય જ્ઞાનનો કર્તા છે. વિશેષ આવશે, (શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ !) ન ર - - - - - - - - - - પ્રવચન નં. ૨૦૩ ગાથા-૧૦૧ શુક્રવાર, મહા વદ-૧૨, તા. ૨૩/૨/૭૯ શ્રી સમયસાર, ગાથા એકસો એક, અહીંયા સુધી તો આવી ગયું છે. પહેલાં... ફરીને, જેમ દૂધ-દહીં કે જે ગોરસ દ્વારા વ્યાસ થઈને, ઉત્પન્ન થવાવાળા ગોરસના જ ખાટા-મીઠા પરિણામ છે. શું કહે છે? ગોરસ જે છે ગોરસ, એનાં દૂધ ને દહીં, ખાટામીઠા પરિણામ છે એ ગોરસના છે–ગોરસની પર્યાય છે. ગોરસના પરિણામ છે, અને ગોરસનો તટસ્થ દેષ્ટાપુરુષ- કર્તા નથી. એ ગોરસમાંથી દૂધ દહીંની પર્યાય પરિણામ થયા તો ગોરસનો જોવાવાળો તટસ્થ (પુરુષ), એ પરિણામનો કર્તા નથી. ખાટા-મીઠા પરિણામનો એ કર્તા નથી. આ તો હજી દૃષ્ટાંત છે. તેવી રીતે જ્ઞાનાવરણી કર્મ કે જે ખરેખર પુદ્ગલ દ્રવ્ય દ્વારા વ્યાસ, જ્ઞાનાવરણી જે કર્મ છે એ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે. આહાહા! એ વ્યાસ થઈને-પુદ્ગલદ્રવ્ય જ જ્ઞાનાવરણીની પર્યાયપણે વ્યાસ નામ કર્તા થઈને, સ્વતઃ ઉત્પન્ન થવાવાળા પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે, એ તો જ્ઞાનાવરણી આદિ કર્મની પર્યાય, પુગલની પર્યાય છે. તેનો કર્તા જ્ઞાની નથી. આહાહા ! જેમને ધર્મી કહીએ, એમની દૃષ્ટિ તો દ્રવ્યસ્વભાવ ઉપર છે. સમ્યગ્દષ્ટિ-જ્ઞાની, જેમની દૃષ્ટિ દ્રવ્ય-જ્ઞાયકસ્વભાવ ઉપર હોવાથી એને તો જ્ઞાનના પરિણામ થાય છે. આ જ્ઞાનાવરણીય પ્રકૃતિ છે એવું ખ્યાલમાં સાંભળવામાં આવ્યું તો જ્ઞાની પોતાના જ્ઞાનપરિણામનો કર્યા છે, અને એમાં એ પરિણામ નિમિત્ત છે. આહા.... આવું ઝીણું છે! સમજાણું કાંઈ? ગોરસના મીઠા-ખાટા પરિણામ એ ગોરસથી ઉત્પન્ન થયા છે (એનો) દેખવાવાળો ખાટા-મીઠા પરિણામનો કર્તા નથી. દેખવાવાળો તો દેખવાના પરિણામનો કર્તા છે. આવો ધર્મી તેને કહીએ, સમ્યગ્દષ્ટિ એને કહીએ. જેમને પોતાની દૃષ્ટિમાં દ્રવ્યસ્વભાવ આવ્યો છે અને દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી જેમને અંત સમ્યજ્ઞાન પ્રગટ થયેલ છે તો એ સમ્યજ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મ છે એવો ખ્યાલ આવ્યો-શાસ્ત્રથી સાંભળ્યું એ વગેરેથી તો એ જ્ઞાનમાં, જ્ઞાનાવરણી કર્મ નિમિત્ત થાય છે. જ્ઞાની જ્ઞાન પરિણામનો કર્તા છે. પણ એ જ્ઞાનાવરણી પર્યાયનો કર્તા જ્ઞાનીધર્મી નથી. આહાહાહા ! બહુ ઝીણું ભાઈ ! સમજાણું કાંઈ. એનો જ્ઞાની કર્તા નથી. શાસ્ત્રમાંથી સાંભળવામાં આવ્યું કે ચોથે ગુણસ્થાને જ્ઞાનાવરણી છે, એમ સાંભળ્યું તો Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં એ કર્મના પરિણામ, સ્વપરપ્રકાશક પોતાનું જ્ઞાન થયું એમાં એ પરિણામ નિમિત્ત થયા. બહુ ઝીણી વાત ભાઈ ! એને ધર્મી કહીએ. જે જ્ઞાનાવરણી કર્મ થાય છે એનો હું કર્તા છું એ તો મિથ્યાષ્ટિ જીવ-અજ્ઞાની છે. આહાહા ! સમ્યગ્દષ્ટિ-જ્ઞાની એને કહીએ કે જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે અને એ સમયમાં જ્ઞાનાવરણીની પર્યાય જે છે-જડની, એનું પણ અહીંયા જ્ઞાન છે, એ જ્ઞાન પોતાથી, પોતામાં છે, એ પોતામાં જે સ્વપરપ્રકાશક જ્ઞાન છે જ્ઞાનીને, એમાં જ્ઞાનાવરણીની પર્યાય નિમિત્ત થાય છેજ્ઞાનમાં નિમિત્ત થાય છે. આવું ઝીણું કામ લોકોને (તો) બાહ્યથી ધર્મ માની લેવો, દયા-દાનવ્રત-ભક્તિ-તપ એ તો બધો રાગ છે. એ કહેશે હમણાં કે એ રાગ છે. જ્ઞાનીધર્મી એનો કર્તા નથી પણ જ્ઞાની (ને) પોતામાં સ્વપરપ્રકાશકશાન પોતાના દ્રવ્યના આશ્રયે થયું છે, એમાં એ દયા, દાન આદિના વિકલ્પ છે એ જ્ઞાનમાં નિમિત્ત છે. આહા ! આવું ઝીણું છે. સમજાણું કાંઈ...? સુક્ષ્મ વાત છે ભાઈ અપૂર્વ, આ તો અનંતકાળમાં ક્યારેય સાંભળ્યું જ નથી યથાર્થપણે એણે ભગવાન આત્મા તો જ્ઞાયક સ્વરૂપ છે-એ રાગરૂપ નથી, કર્મરૂપ નથી, શરીરરૂપ નથી, મનરૂપ નથી, વાણીરૂપ નથી. આહાહા! તેથી પોતાનું સ્વરૂપ જે જ્ઞાયક છે, એનું જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ્ઞાનીને એનું જ્ઞાન થયું છે કે હું તો જ્ઞાયકસ્વભાવ છું-હું જાણનાર છું; જ્યારે આવા જાણનારનું જ્ઞાન થયું તો પોતાનું પણ જ્ઞાન થયું અને એ સમયે જ્ઞાનાવરણી-કર્મના પરિણામનું જ્ઞાન પોતાથી થયું છે એમાં એ નિમિત્ત છે. તો જ્ઞાની એ પોતાના જ્ઞાન-પરિણામનો કર્તા છે, પણ જ્ઞાનાવરણી પર્યાયનો જ્ઞાની કર્તા નથી. આવી વાત છે, કાલે તો આવી ગયું હતું આટલું. પરંતુ જેમ તે ગોરસનો દેખા ગોરસના જે દૂધ-દહીંના પરિણામ થયા એને ગોરસનો દેખા-દેખવાવાળો જે છે સ્વતઃ દેખવાવાળાથી વ્યાસ થઈને જોનાર જોવાપણાના પરિણામમાં વ્યાસ થઈને ગોરસના દૂધ-દહીં આદિ પરિણામ થયાં એનો દેખવાવાળો જે છે એ તો દેખવાના પરિણામમાં એ વ્યાપ્ત છે, એ ગોરસના પરિણામ એમાં એ વ્યાપ્ત નથી. પંડિતજી? આવું ઝીણું છે. દુનિયા કંઈક માને ને કંઈક બેઠી છે, એમાં ધર્મ ક્યાં રહ્યો? આહાહા! એ દર્શનમાં વ્યાપ્ત થઈને માત્ર જુએ જ છે. ગોરસના પરિણામ દૂધદહીં જે થયા એને ગોરસનો દેખા-દેખવાવાળો, પોતાના દેખવાના પરિણામમાં વ્યાપ્ત છે, પણ દૂધ-દહીંના પરિણામનો કર્તા છે નહીં અને એનું વ્યાપ્ય પણ આત્મા નથી. આહાહા ! છે? “માત્ર જુએ જ છે કોણ? કે એ ગોરસના જે દૂધ-દહીં પરિણામ થયા એને ગોરસનો જોનાર માત્ર જુએ જ છે, અને જોનારના પરિણામ એ દેખવાવાળાના પરિણામ દેખવાવાળાથી વ્યાપ્ત છે. આહાહા! અને ગોરસના પરિણામ ગોરસથી વ્યાસ છે. આવી વાત હવે. પ્રિયંકરજી? તેવી રીતે જ્ઞાની-ધર્મી એને કહીએ, સમ્યગ્દષ્ટિ એને કહીએ-જ્ઞાની કહો કે સમ્યગ્દષ્ટિ કહો. સમ્યગ્દષ્ટિ સ્વતઃ જાણનારથી વ્યાસ થઈને-પોતાના સ્વરૂપના જાણવાના પરિણામ, એ પરિણામમાં સમકિતી વ્યાત થઈને એ એનો કર્તા થઈને, એ જ્ઞાનપરિણામ એનું કાર્ય છે. આહાહા! આવી વાતું, હવે ક્યાંય...! એય, દુનિયા ક્યાંય ચાલી ગઈ છે ને (આ) માલ ક્યાંય રહી ગયો. (પોતાથી (જ્ઞાનીથી) વ્યાસ થઈને) ઉત્પન્ન થવાવાળું –ધર્મી જ્ઞાની સ્વતઃ જાણનાર, Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૭૫ પોતાથી જાણનારમાં વ્યાપ્ત થઈને પોતાના જ્ઞાન પરિણામમાં જ્ઞાની વ્યાસ થઈને ધર્મી પોતાના જ્ઞાન પરિણામ જે થયા એમાં વ્યાપ્ત થઈને, વ્યાસ નામ એ જ્ઞાનપરિણામ કાર્ય છે, આત્મા કર્તા છે. ગોરસના પરિણામ કાર્ય છે ગોરસ તેનો કર્તા છે. અહીંયા ધર્મીને સ્વપરપ્રકાશક જ્ઞાન થયું, એમાં ગોરસના પરિણામ નિમિત્ત છે અને એ જ્ઞાન સ્વપરપ્રકાશક પોતાથી થયું છે એ જ્ઞાનપરિણામ ગોરસના પરિણામમાં નિમિત્ત છે. એય ! આહાહા!નિમિત્તનો અર્થ કે “છે” એટલો, આહાહા!મારગ આકરો બાપુ! વીતરાગ સર્વજ્ઞદેવ, એનો ધર્મ અત્યારે તો સાંભળવામાં (પણ) મુશ્કેલ પડે છે. બહારમાં આવા વ્રત કરવા, જાત્રા કરવી, પૂજા કરવી, અપવાસ કરવા, ભક્તિ કરવી, મંદિર બનાવવા, એ ધર્મ છે એ કોઈ ધર્મ-ધર્મ છે નહીં. (શ્રોતા - પડિમા ધ્યે એ?) એ તો વ્રત કીધા ને, પડિમા લઈ લેવી એ તો વિકલ્પ છે–રાગ છે. અહીંયા તો ધર્મી પછી રાગની વાત કહેશે, અત્યારે તો જ્ઞાનાવરણીના જે પરિણામ થયા-જ્ઞાનાવરણી જે પુદ્ગલ છે એનાં એ પરિણામ છે. તેનો ગોરસ કર્તા છે. આત્મા-ધર્મી એને કહીએ કે પોતામાં જ્ઞાન કરે છે અને એને પરિણામ જે પરનું છે એનું પણ અહીંયા જ્ઞાન થાય છે અને એ સ્વપરપ્રકાશક જ્ઞાનના જ્ઞાની કર્તા થઈને પોતાના પરિણામમાં વ્યાપ્ત થાય છે, પણ કર્મની પર્યાયમાં એ વ્યાસ થતા નથી. હસુભાઈ? આમાં ક્યાં આમાં લાદીફાદીમાં આમાં ક્યાંય સુઝ પડતી નથી રૂપિયામાં. આહાહા ! આવો મારગ ભાઈ. આહાહા ! સ્વપરપ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી, શેયશક્તિ દુવિધા પ્રકાશી, નિજરૂપ પરરૂપ ભાસી” -શું કીધું? શેય-આત્મા જોય છે અને એક શરીર, વાણી, કર્મ આદિની પર્યાયો શેય છે. તો શેય બે પ્રકારના થયા. “સ્વપર-પ્રકાશક શક્તિ હમારી' –પોતાને જાણવો એ અમારી શક્તિ છે અને પરને જાણવા એ અમારી શક્તિ છે. “સ્વપરપ્રકાશક શક્તિ હમારી તાતેં વચનભેદ ભ્રમ ભારી” –એટલે જાણે કે પરને પ્રકાશે છે અને પરથી પોતાનામાં જ્ઞાન થયું એવી ભ્રમણા અજ્ઞાનીઓને થાય છે. આહાહા ! સમજાણું કાંઈ? સ્વપરપ્રકાશક શક્તિ હમારી' તો... આત્મા તો સ્વ અને પરને પ્રકાશે, એ પરિણામ એનું છે-એ ધર્મીના પરિણામ-શાનીના પરિણામ, જ્ઞાનના પરિણામ. એ પરિણામમાં આત્મા વ્યાસ થાય છે, ગોરસનો જોનાર પોતાના પરિણામમાં વ્યાપ્ત થાય છે પણ ગોરસમાં વ્યાપ્ત થતો નથી એમ જાણનાર જ્ઞાની આત્મા પોતાના જ્ઞાન પરિણામમાં વ્યાપ્ત થાય છે પણ કર્મના પરિણામમાં વ્યાપ્ત થતા નથી. આહાહા! સમજાણું કાંઈ ? છે? તેવી રીતે ધર્મી-જ્ઞાની એટલે ધર્મી-સમ્યગ્દષ્ટિ પોતાથી જાણવાવાળાથી પોતાથી જાણનાર' એમ પાછું, એ કર્મના પરિણામ જાણ્યા તો એ છે તેથી જાણ્યા એમ નહીં, સ્વતઃ પોતાથી સ્વપરપ્રકાશકના પરિણામ ઉત્પન્ન થયા છે. આહાહા ! અરે રે ! વાત હુજી સાંભળવી કઠણ પડે ધર્મ, ચીજ ઘણી જ અલૌકિક છે. એ કહે છે, “વ્યાત થઈને, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે” –શું કહે છે? ધર્મીજીવ, પોતાને અને પરને જાણવાના પરિણામ કરે છે, એ પરિણામમાં વ્યાપ્ત છે. એ પરિણામમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાનાવરણીની પર્યાય નિમિત્ત છે. સમજાણું કાંઈ? નિમિત્તનો અર્થ - એક ચીજ છે એમ. અહીંયા સ્વપરપ્રકાશક (જ્ઞાન) થયું તો એ નિમિત્તથી થયું એવું છે નહીં. ગોરસના પરિણામને દેખવાવાળાને જ્ઞાન થયું-દર્શન પરિણામ, એ ગોરસના પરિણામથી દેખવાના પરિણામ થયા એવું નથી. એમ જ્ઞાનાવરણીની પર્યાયનું અહીં જ્ઞાન થયું તો જ્ઞાનાવરણી પર્યાયથી જ્ઞાન થયું નથી એ જ્ઞાન થયું છે ધર્મીને પોતાના સ્વપરપ્રકાશક શક્તિથી પોતાનું પણ જ્ઞાન થયું અને જ્ઞાનાવરણી પર્યાયનું પણ જ્ઞાન થયું. તો એ જ્ઞાનાવરણી પર્યાય છે નિમિત્તપણે તો એનાથી જ્ઞાન થયું એવું નથી. અરે રે, આટલા નિયમો ને આટલી શરતું! નવરા ક્યારે થાય? આહા! આવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે, કોનું? કે આવા જ્ઞાનમાં પોતાના આત્મામાં સ્વપરપ્રકાશક જ્ઞાન, સ્વદેષ્ટિથી ઉત્પન્ન થયું-પોતાના જ્ઞાયકભાવની દૃષ્ટિથી ધર્મીને સ્વપરપ્રકાશક જ્ઞાન થયું-એ પર્યાયમાં વ્યાપ્ત થયો આત્મા, અને જ્ઞાનમાં વ્યાસ થઈને માત્ર જાણે જ છે. આ કર્મની પર્યાય, શાસ્ત્રમાં આવે છે કે ચોથે ગુણસ્થાને જ્ઞાનાવરણીની પર્યાય છે, તો જ્ઞાની તો માત્ર જાણે જ છે. આહાહા ! ધર્મી તો જાણનાર જ છે. મારે જ્ઞાનાવરણીનું બંધન છે અને જ્ઞાનાવરણીના પરિણામનો હું કર્તા છું એવું છે નહીં. અને જ્ઞાનાવરણીની પર્યાય, મારા જ્ઞાનમાં નિમિત્ત છે તો તેનાથી અહીં જ્ઞાન થયું એવું પણ નહીં. શશીભાઈ ? આવી વાતું છે હવે આવા મારગમાં. મારગ છે એવો ભાઈ. તારી શક્તિ તો સ્વપરપ્રકાશક છે, તારી શક્તિ સ્વનું પણ કરે ને પરનું પણ કરે, એવી કોઈ શક્તિ-સ્વભાવ તારો નથી. સમજાણું કાંઈ ? કર્મનું બંધન આત્મા કરે અને આત્મા જ્ઞાન પણ કરે એવું છે નહીં. આત્મા તો કર્મબંધનની (જે) પર્યાય છે એનું પોતાનામાં જ્ઞાન કરવાથી જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં એ પ્રકૃતિ નિમિત્ત પડી છે, નિમિત્ત એટલે કે એક ચીજ છે. તેથી એનું જ્ઞાનાવરણી પર્યાય અહીંયા જ્ઞાનમાં નિમિત્ત થઈ તો એ પરિણામથી-એ પરનું જ્ઞાનાવરણીની પ્રકાશક પર્યાય થઈ એવું નથી. કહો હીરાલાલજી? કેટલું યાદ રાખવું. છે? (શ્રોતા:- નિમિત્ત અનુકૂળ પરિણમન કરે છે સાથે સાથે) એ તો એને કારણે એનામાં છે. કર્તા પણ કર્તા એનો બિલકુલ નહીં. (જુઓ ને!) અંદર છે અંદર, એનાથી અહીં જ્ઞાન થયું એમ પણ નહીં, એ જ્ઞાનમાં નિમિત્ત છે, તો એનાથી જ્ઞાન થયું એમ નહીં (શ્રોતાઃ- ઉસને જણાનેકા કામ કીયાને આત્માએ જાનનેકા કામ કીયા) એણે જણાવવાનું કામ કર્યું આણે જાણવાનું કામ કર્યું. જણાવવાનું એટલે નિમિત્ત એ તો એ પહેલાં કહ્યું પહેલાં આવ્યું'તું ને બપોરે આવ્યું હતું શેય, બધું શેય અને એકકોર ભગવાન જ્ઞાન. આહાહા ! આ જગતમાં અનંત દ્રવ્યો છે, બધા દ્રવ્યો, દ્રવ્ય ગુણ પર્યાય શેય, એમાં એક આત્મા જ્ઞાતા. સમજાણું કાંઈ..? ભાઈ મારગ બહુ અત્યારે તો બહુ ગરબડ થઈ ગઈ છે સંપ્રદાયમાં, એટલે આ વાત સાંભળવી પણ મુશ્કેલ પડે. અહીંયા તો કહે છે કે ધર્મી એને કહીએ કે જેને આત્મા આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે એની અંતરસ્વસમ્મુખ થઈને જ્ઞાન થયું છે અને એ જ્ઞાનમાં જે પ્રકૃતિ-કર્મની બંધાય છેપરિણામ એનું પણ જ્ઞાન થયું છે. આહાહા ! સમજાણું? એવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને માત્ર જાણે જ છે, એ જ્ઞાની, જ્ઞાનનો જ કર્તા (છે) પાછું આ સિદ્ધ કર્યું. ધર્મી તો પોતાનું જ્ઞાન કરે છે અને Page #192 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૭૭ પરનું જ્ઞાન કરે છે એ જ્ઞાનના પરિણામનો ધર્મી કર્તા છે. કર્મની પર્યાયનો કર્તા, આત્મા છે નહીં. આહાહા! સમજાણું આ? આ તો કાલે આવી ગયું હતું આટલું આટલું તો કાલ આવ્યું તું. એવી જ રીતે “જ્ઞાનાવરણ” પદ પલટીને કર્મ-સૂત્રનો વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ” લેવું. દર્શનાવરણી કર્મની પર્યાય જે પુગલથી થાય છે. આ પરિણામ વ્યાપ્ય અને પુદ્ગલ એનો વ્યાપક; આત્મા, પોતાના સ્વપરપ્રકાશકમાં દર્શનાવરણી પર્યાય પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે, અને દર્શનાવરણી પર્યાયનું જ્ઞાન અહીંયા થાય છે પોતાનું જ્ઞાન થાય છે અને દર્શનાવરણી પર્યાયનું જ્ઞાન અહીંયા થાય છે, પોતાનું જ્ઞાન થાય છે અને દર્શનાવરણી, પર્યાયનું પણ જ્ઞાન થાય છે. પણ દર્શનાવરણી પર્યાયનો જ્ઞાની-ધર્મી કર્તા નથી. ધર્મી દર્શનાવરણી પર્યાયના જ્ઞાનનો કર્તા છે ને પોતાના જ્ઞાનનો કર્તા છે. એ તો જ્ઞાનપરિણામનો કર્તા છે. કહો, શશીભાઈ આવું છે. એવી જ રીતે “વેદનીય –વેદનીયકર્મ પણ બંધાય છે, શાતા-અશાતા એ કર્મની પર્યાય છે એ પુદ્ગલની પર્યાય છે, એ પુદ્ગલની પર્યાય વ્યાસ કાર્ય છે, તો ધર્મી જીવ, વેદનીય કર્મની પર્યાયને પોતાનામાં પોતાથી જાણવામાં સ્વપરપ્રકાશક જ્ઞાન થયું, એવા જ્ઞાનમાં વેદનીયકર્મને એ જાણે છે. આહાહાહા! પ્રિયંકરજી? આજ તો આ હિન્દી ચાલે છે થોડું, પણ ભાવ તો જે હોય તે આવે ને બીજા ક્યાંથી લાવીએ! ભાઈ ! અરે રે, અત્યારે તો ધર્મ ક્યાંય દૂર અધર્મને નામે ધર્મ.. ધર્મધર્મ બસ એ કહેશે હમણાં. મોહનીય” કર્મ લેવું. મોહનીય કર્મની જે પર્યાય છે એ કર્મ કર્મથી વ્યાપ્ત છે-પુદગલથી વ્યાસ છે. ધર્મી મોહનીયકર્મની પર્યાયના કર્તા નહીં ધર્મી એને કહીએ કે પોતાનો જે જ્ઞાનસ્વભાવ આનંદસ્વભાવ જે છે એનો અનુભવ થયો અને જ્ઞાનને આનંદના પરિણામ પ્રગટ થયાં એ જ્ઞાનપરિણામમાં મોહનીયકર્મને નિમિત્ત કહો, પણ એ પરિણામ જે ઉત્પન્ન થયા, છે એ પોતે પોતાથી એ સ્વતઃ સ્વપરપ્રકાશક પરિણામ ઉત્પન્ન થયા એમાં મોહનીય કર્મનું નિમિત્ત કહો અને મોહનીયકર્મમાં આ જ્ઞાન નિમિત્ત કહો. આહાહા ! પણ ધર્મી મોહનીય કર્મની પર્યાયના કર્તા નથી. આહાહાહા! ચોથે ગુણસ્થાને આયુષ્ય ન હોય ત્યારે સાત કર્મ બંધાય, આયુષ્ય હોય ત્યારે આઠ બાંધે પણ કહે છે કે ધર્મીને જે એ આઠ કર્મની પર્યાય થઈ એ તો પોતાના જ્ઞાનમાંજાણવામાં આવ્યું, મેં બાંધી છે ને મને બંધન થયું છે, એવું છે નહીં. સુક્ષ્મ વાત છે ભાઈ. જિનવરદેવનો મારગ કોઈ અલૌકિક છે. અન્યમતમાં તો ક્યાંય છે નહીં–વીતરાગ સિવાય ક્યાંય છે નહીં આ વાત. સંપ્રદાયમાં પણ આ વાત અત્યારે તો ગૂમ થઈ ગઈ. બસ, દયા પાળો, ભક્તિ કરો, વ્રત પાળો, પડિમા લો, મહાવ્રત લો એ ધર્મ એ તો બધો રાગ છે. અહીંયા કહેશે પછી...... -આયુષ્ય, આયુષ્ય બંધાયું ખ્યાલમાં આવ્યું કે કોઈ સંતોએ કહ્યું કે તને આયુષ્ય બંધાયું ભવિષ્યનું, એ આયુષ્યનું પરિણામ પુગલના પરિણામ છે. ધર્મી, એ પરિણામને જાણે છે, અને પોતાને જાણે છે. એ આયુકર્મના પરિણામ ધર્મી બાંધે છે એવું છે નહીં તેમ એ આયુષ્યકર્મ બંધાયું અને તેનું જ્ઞાન અહીં થયું તો એ આયુષ્યને કારણે થયું એવું છે નહીં. પોતાનામાં સ્વતઃ સ્વપરપ્રકાશક પરિણામથી થયું છે, પરને જાણવાના અને સ્વને જાણવાના પરિણામ કર્તા થઈને થયા છે. સમજાણું? કઠણ તો છે ભાઈ, પણ શું થાય? (શ્રોતા – આયુષ્યનો જેટલો બંધ થાય Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એટલું શરીરમાં રોકાવું પડે ને?) બિલકુલ નહીં, એને કારણે છે નહીં. પોતાની યોગ્યતાથી ત્યાં રહે છે, કર્મને કારણે નહીં. આહાહા ! એ પોતાને કારણે યોગ્યતા છે, એને (કર્મને) કારણે નહીં. અને યોગ્યતા પણ બંધના કારણથી રાગાદિ થયા, એ રાગના પણ જ્ઞાની તો જ્ઞાતા છે. એ આવશે હમણાં, ઝીણી વાત છે ભાઈ ! વીતરાગ જિનેશ્વરદેવનો પંથ જગતથી ન્યારો છે. અહીં આવશે પાછળથી હોં. આયુષ્ય છે તો આત્માને શરીરમાં રહેવું પડે છે, એવું છે નહીં. પોતાની પર્યાયની યોગ્યતાથી આત્મા રહ્યો છે અને એ સમયમાં આયુષ્ય જે છે, એ આયુષ્યના પરિણામનો જ્ઞાની જ્ઞાતા છે-જાણનાર છે અને પોતાને જાણે છે. આયુકર્મ બંધાણું તેને પણ જાણે છે. સ્વપરપ્રકાશક શક્તિ પોતાના પરિણામથી ઉત્પન્ન થઈ છે, એ સ્વપરપ્રકાશક પરિણામ એ ધર્મીનું કાર્ય છે. આયુષ્ય જે બંધાયું એ ધર્મીનું કાર્ય નથી. એમાં છે ને ભૈયા? આહાહા ! “નામ” –નામકર્મ બંધાયું, એક તીર્થંકર પ્રકૃત્તિ બાંધી નામકર્મમાં. તો સમકિતી જ્ઞાની એ પરિણામનો જાણનાર છે, પણ એ પ્રકૃતિનો કર્તા નથી. અને જે ભાવના નિમિત્તથી એ પ્રકૃતિ બંધાણી એ ભાવનો પણ જ્ઞાની કર્તા નથી. આહાહાહા! ષોડશ કારણ ભાવના. એ તો રાગ છે ષોડશ કારણ ભાવનાથી જે તીર્થકરગોત્ર બંધાય છે એ ભાવ તો રાગ છે, બંધનનું કારણ તો રાગ છે, તો જ્ઞાની એ રાગનો પણ કર્તા નથી અને પ્રકૃતિ બંધાણી એ પરિણામનો કર્તા પણ જ્ઞાની નથી. આહાહા ! જ્ઞાની-ધર્મી એને કહીએ કે જે પોતાનું ને પરનું જ્ઞાનરૂપે પરિણમન થયું, એ જ્ઞાનમાં, એ પ્રકૃતિ બંધાણી છે એ ખ્યાલમાં આવ્યું એને કેવળીએ કહ્યું કે તે તમારે તીર્થંકરપ્રકૃતિ બંધાણી છે, તમે તીર્થકર થવાના છો. આહાહા ! તો કહે છે, કે તીર્થંકરપ્રકૃતિ બંધાણી તો એ પુગલનું પરિણામ છે, એ આત્માએ બાંધી છે એમ નથી. તેમ એ સમયમાં પોતાનું સ્વપરપ્રકાશકશાન જે થયું એમાં પ્રકૃતિના પરિણામ નિમિત્ત થયા. જે પરિણામ પ્રકૃતિ બંધાણી તેનાથી અહીં જ્ઞાન થયું એમ પણ નહીં. તેનો કર્તા તો નહીં પણ એ પ્રકૃતિ બંધાણી તેનું પ્રકૃતિનું અહીં જ્ઞાન થયું તેમ પણ નહીં. જ્ઞાન તો પોતાનાથી સ્વપરપ્રકાશક, સ્વના આશ્રયથી થયું એમાં પ્રકૃતિના પરિણામ નિમિત્ત કહેવામાં આવે છે. અરરર ! આવી વાત હવે ક્યાં સમજવી, નવરાશ ક્યાં આખી જિંદગી ચાલી જાય છે. આહાહા ! - ત્રણ લોકનો નાથ જિનેશ્વરદેવ પરમેશ્વરનો આ હુકમ આ એનું ફરમાન છે, કે એ તીર્થકર પ્રકૃત્તિ તમે બાંધશો તો એ પરિણામના તમે જ્ઞાતા છો. આહાહાહા ! એ પ્રકૃત્તિ તમે બાંધી છે એવું નથી, એ તો પરમાણુની પર્યાય છે. અને તેમાં જે ભાવ નિમિત્ત થયો બંધનમાં, એ ભાવ રાગ અધર્મ છે, એ ધર્મ નહીં, ધર્મથી બંધન થતું નથી. આહાહાહા ! (શ્રોતા:- પણ નક્કી તો થઈ ગયું. ને!) શું? (શ્રોતાઃ- કે આ ભવે એ તીર્થકર થશે) તીર્થકર એનાથી થશે, એ જે ભાવથી (તીર્થંકરપ્રકૃતિ ) બંધાણી છે, એ ભાવનો નાશ કરશે, ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય કેવળજ્ઞાનમાં આવશે, તો એ પ્રકૃતિએ શું કર્યું? આહાહા! ઝીણી વાત ભાઈ; વીતરાગ દિગંબરદર્શન-જૈનદર્શન કોઈ અલૌકિક વાત છે! અત્યારે તો ગરબડ થઈ ગઈ ઘણી આહાહા! સમજાણું કાંઈ? ષોડશ કારણ–ભાવના ભાવ(થી) તીર્થંકરગોત્ર બંધાય, એમાં શું છે!? (શ્રોતા – ભાવના તો ભાવેને !) એ તો રાગ આવ્યો, બંધનનું કારણ ધર્મ છે? ધર્મથી બંધન થાય છે? Page #194 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૦૧ ૧૭૯ સમ્યગ્દર્શનશાનચારિત્ર જે આત્માના આનંદના પરિણામ છે એનાથી બંધન થાય છે? તો (જે) બંધન થયું તો રાગથી થયું (તેથી) રાગ છે એ તો વિકાર છે અને એ વિકાર છે તો જ્ઞાતાનું શેય છે-જ્ઞાનીને વિકાર જે દેખાય છે એ વિકારનું જ્ઞાન કરે છે, વિકાર મારો છે એમ જ્ઞાની માનતા નથી. આહાહા ! (શ્રોતા:- ષોડશકારણ ભાવના કોણ ભાવે છે?) ભાવે છે ક્યાં? એ ભાષા છે. આવે છે રાગ-વિકલ્પ એને. સમકિતીને એ વિકલ્પ આવે છે. પણ એ વિકલ્પના કાળમાં પોતાના સ્વપ૨પ્રકાશકશાનમાં એ વિકલ્પ નિમિત્ત છે. અને એ વિકલ્પના કર્તા ધર્મી નથી. એનું જ્ઞાન ને પોતાનું જ્ઞાન એનો કર્તા, જ્ઞાનમાં વ્યાપક છે (તેથી) એ કર્તા છે, જ્ઞાનનો! આહાહાહા ! આવું છે! (શ્રોતા- જ્ઞાનીને રાગ થાય ને એનો કર્તા નહીં?) જ્ઞાનીને રાગ થતો જ નથી. જ્ઞાનીને રાગનું જ્ઞાન થાય છે આવી વાતું બાપુ ! બહુ આકરું કામ છે, આહાહા ! (શ્રોતા:- પર્યાયમાં રાગનું જ્ઞાન થાય છે!) એ રાગ નહિ, એ રાગ મારો એ ય નહિને (હું તો) જ્ઞાનનો કર્તા છું તો રાગ છે તો મારા જ્ઞાનમાં રાગનું જ્ઞાન થાય છે એવું છે નહીં ને એ હજી રાગ(નો બોલ) આવશે ત્યારે કહીશું, આંહી તો હજી “નામ” ને “કર્મ આવ્યું ને ! એટલે જરી લીધું તીર્થકરગોત્ર. નામકર્મમાં પાંચેય શરીર આવે છે. પાંચેય શરીર, એ પાંચેય શરીરનું આ બંધાય કર્મ, એનો ધર્મી સમકિતી જ્ઞાની, એનો જાણવાવાળો છે. એ પરિણામ થયા બંધનના પાંચ શરીરના નામકર્મમાં, તો એનો તો હું જાણનાર છું, મને જાણું છું ને એને પણ હું જાણું છું એ જાણનારના પરિણામોની સાથે મારે કાર્ય-કર્મ કર્તવ્ય છે. વ્યાપ્ય વ્યાપક એની સાથે છે. આહાહાહા ! વ્યાપ્ય નામ કાર્ય ને વ્યાપક નામ કર્તા. આહાહા ! સમજાણું કાંઈ..? એ પ્રકૃતિ બંધાઈ એવું ખ્યાલમાં આવ્યું, તો એનું જ્ઞાન થયું, તો (એ જ્ઞાન) એનાથી થયું નથી, પોતાના જ્ઞાનનું જ્ઞાન કરવાથી સ્વપરપ્રકાશક જ્ઞાન થયું, એ જ્ઞાનમાં એ નિમિત્ત કહેવામાં આવ્યું, તો નિમિત્ત છે તો અહીં પરનું જ્ઞાન થયું એમ પણ છે નહીં, પોતાથી સ્વપરપ્રકાશકશાન થવામાં જે પરિણામ થયા એમાં આત્મા વ્યાપક છે, આ પરિણામનો કર્તા ને પરિણામ એનું કાર્ય છે. આહાહા ! બહુ ઝીણું સંતોએ દિગમ્બર મુનિ. આહાહા ! કેવળીના કડાય તો કેવળીને ખડા રાખ્યા છે અંદર. આહાહા ! એ વાણી આવી, બીજે ક્યાંય શ્વેતાંબરમાં આવી નથી, સ્થાનકવાસીમાં આવી નથી, અન્યમતમાં તો ક્યાંથી લાવે? આહાહા! આ તો વસ્તુનું સ્વરૂપ ભગવાન ત્રણલોકના નાથ પ્રકાશે છે, એ સંતો કહે છે. એ સંતો, આડતિયા થઈને જગતને સર્વજ્ઞનો માલ બહાર પ્રસિદ્ધ કરે છે. આહાહા ! ભાષા તો સાદી છે પણ ભાવ તો ભાઈ (જે છે તે છે!) ! કહો, આણંદજીલાલ ! આવા હોય ત્યાં ઓલા પતરા, પીતળના વાસણ-ઠામમાં તો આવું કાંઈ આવે નહીં ત્યાં, આહાહા ! (શ્રોતા- પૈસા તો આવે ને !) પૈસાય આવતા નથી, એની પાસે તો મમતા આવે છે, પૈસા તો દૂર રહી જાય છે. પૈસાના અસ્તિત્વમાં (પૈસા છે) આત્માના અસ્તિત્વમાં પૈસાનું અસ્તિત્વ આવે છે? આત્માના અસ્તિત્વમાં આ પૈસા મારા એવી મમતા એના અસ્તિત્વમાંપર્યાયમાં આવી, તો એ મમતા તો દુઃખરૂપ છે. ( શ્રોતા- પૈસા કોના) પેસા જડના, જડના પૈસા જડમાં, આત્માના પૈસા ત્રણ કાળમાં નથી. આંહી તો હજી આમાં (એથી આઘી વાત) આવશે. આહાહાહા ! Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગોત્ર” –ગોત્ર ક્યારે બંધાય છે તો એ કર્મની પર્યાય છે એ પરિણામનો કર્તા આત્મા નથી, ફક્ત પોતાના સ્વપરપ્રકાશકજ્ઞાનમાં, ગોત્રકર્મ ખ્યાલમાં આવ્યું-એનું જ્ઞાન થયું. આહાહા ! “અંતરાય' અંતરાયકર્મ, આવે છે ને, ખ્યાલમાં આવ્યું-જ્ઞાનીને ખ્યાલમાં આવે છે કે છેએનું જ્ઞાન થયું, એ અંતરાયકર્મ જ્ઞાની આત્મા બાંધે છે એવું નથી. તેમ અંતરાયકર્મની પર્યાય છે તો અહીં એનું જ્ઞાન થયું એવું છે નહીં. પોતામાં સ્વપરપ્રકાશક જ્ઞાન થવામાં પોતાના પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક છે. સ્વપરપ્રકાશક જ્ઞાન છે પરિણામ ને આત્મા પરિણામી છે સ્વપરપ્રકાશક જ્ઞાન કર્મ ને આત્મા કર્તા-વ્યાપક છે. છે? છતાં આની સાથે “મોહ', એ સાત કર્મસૂત્રોની સાથે લેવા, મોહ એટલે આ દર્શનમોહ ન લેવો અહીંયા, અહીંયા તો જ્ઞાનીની વાત છે ને પરમાં જરી અસાવધાની થઈ જાય છે, રાગ-ચારિત્રમોહથી “મોહ” એનો પણ જ્ઞાનીજાણનાર છે. આહાહાહા ! “રાગ” –જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય એ રાગ. મહાવ્રતના પરિણામ એ રાગમહાવ્રતના બાર વ્રતના પરિણામ એ રાગ, ભગવાનની જાત્રાના પરિણામ એ રાગ, ભગવાનની ભક્તિ-પૂજાના ભાવ એ રાગ. આહાહા ! એ રાગના પરિણામ થયા એ આત્માના નહીં, જ્ઞાની એમ જાણે છે. હું તો રાગનો જાણવાવાળો ને પોતાનો જાણવાવાળો એ પરિણામ મારું કાર્ય છે. રાગ મારું કાર્ય નહીં. આહાહાહા ! ગજબ વાત છે પ્રભુ મારગ પરમાત્મા(નો) સનાતન જૈન દર્શન, આ એનો પ્રવાહ છે. સમજાણું કાંઈ...? આવી વાત શ્વેતાંબરમાં છે નહીં, કેમ કે શ્વેતાંબર તો, ભગવાન (મહાવીરનો) દિગમ્બર ધર્મ હતો એમાંથી, (આજથી) બે હજાર વર્ષ પહેલાં નિકળ્યો છે-દિગંબરમાંથી નીકળ્યો છે, શ્રદ્ધા ભ્રષ્ટ થઈને! એમાંથી સ્થાનકવાસી (સંપ્રદાય) હમણાં નીકળ્યો છે, ચારસો વર્ષ પહેલાં. (શ્રોતા- એમાં શ્વેતાંબર શાસ્ત્રમાં એમ લખ્યું છે કે શ્વેતાંબરમાંથી દિગમ્બર પંથ થયો છે) એ તો અજ્ઞાની તો કહે જ ને? શ્વેતાંબર, શ્વેતાંબર પંથ છે એ ગ્રહિતમિથ્યાત્વ છે. ગોમ્મદસારમાં પાઠ છે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં પાઠમાં આવે છે, ચોખ્ખું. આહાહા ! આવી વાત ક્યાં છે બાપુ? રાગ-ધર્મીને રાગ જે પર્યાયમાં આવે છે કમજોરીથી, તો રાગનો જાણવાવાળો છે જ્ઞાની, રાગ વ્યાય-કાર્ય અને જ્ઞાની કર્તા એવું નથી. રાગ પરિણામ (ને) આત્મા પરિણામી એમ નથી. રાગ વ્યાપ્ય (ને) આત્મા વ્યાપક એમ નથી. ધર્મીને રાગનું જ્ઞાન થયું એ જ્ઞાન વ્યાપ્ય આત્મા વ્યાપક એમ નથી. રાગનું જ્ઞાન થયું એ પરિણામ, આત્મા પરિણામી-રાગનું જ્ઞાન થયું એ કાર્ય (ને) આત્મા કર્તા. આહાહાહા! પર પરિણામ ને આત્મા પરિણામી એમ સંબંધ થઈ જાય. તો આત્મા પરરૂપ થઈ જશે. આહાહા ! સમજાણું આમાં? ધીમેથી તો કહેવાય છે ભાઈ પણ શું થાય કે આ માર્ગ જ એવો છે કે વીતરાગ ત્રિલોકનાથ સીમંધર ભગવાન પાસે ગયા હતા કુંદકુંદાચાર્ય, ભગવાન કુંદકુંદાચાર્ય પ્રભુ પાસે, પ્રભુ બિરાજે છે મહા વિદેહમાં, સીમંધર ભગવાન પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, ત્યાંથી આવીને તો આ (શાસ્ત્રો) બનાવ્યા છે. ભગવાનની વાણી આ છે એમ કહે છે તો એ એમ કહે છે કે ટીકાકાર (અમૃતચંદ્રાચાર્ય) તો ગયા નહોતા ભગવાન પાસે, પરંતુ પોતાના શુદ્ધાત્મા પાસે ગયા હતા ને. આહાહા! Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સચ્ચિદાનંદ પ્રભુ–સત્ જ્ઞાન ને આનંદનો ભંડાર ભગવાન આત્મા, એની સમીપ જે ગયા હતા ત્યારે એના ભાનમાં કહે છે કે જે રાગ છે એનું જ્ઞાન અમને થાય છે. એ જ્ઞાન પણ રાગ છે તો એનું જ્ઞાન થાય છે એમ પણ નથી. અમને એનું જ્ઞાન થાય છે ને અમારું જ્ઞાન એ અમારાથી થાય છે. સ્વતઃ એમ આવ્યું ને પહેલું ? દેખનેવાલા ને એમ આવ્યું ને ? સ્વતઃ વ્યાસ થઈને એમ આવ્યું ને, આ સ્વતઃ જાણનારથી વ્યાસ થઈને, સ્વતઃ વ્યાસ થઈને- આહાહા ! ભાષા.. તે કાંઈ ( ઓહોહો ) ટીકા પ્રિયંકરજી ? આવી વાતું આંહી તો મહાવ્રત ને બારવ્રત-રાગ એ માને ધર્મ, મિથ્યાર્દષ્ટિ છે અજ્ઞાન છે. સંસારમાં રખડવાવાળા ભાવ એ છે. અહીં તો પ્રભુ કહે છે કે રાગ થયો, તો એ જ સમયે રાગનું જ્ઞાન થયું રાગ થયો ને પછી એનું જ્ઞાન થયું એવું છે નહીં. રાગ થયો તે જ સમયે રાગનું જ્ઞાન ને પોતાનું જ્ઞાન થાય છે ધર્મીને–સમ્યગ્દષ્ટિને પોતાનું જ્ઞાન અને રાગ થયો એનું જ્ઞાન, રાગના કાળમાં પોતાનું જ્ઞાન ને પરનું જ્ઞાન, રાગનું જ્ઞાન રાગના કાળમાં થાય છે. આહાહા ! સમજાણું કાંઈ.... ? ઘણાં ભાવો મગજમાં આવી જાય છે, આવીને પાછા વયા જાય છે–આમ કરતાં કરતાં. ગંભી૨ ને ઘણાં (ભાવો ) મગજમાં આવતાં હોય ને આવી ગયો'તો એક આવી ગયો તો હમણાં (પાછો ) વયો ગયો ! ( શ્રોતાઃ- વિકલ્પનો સ્વકાળ છે ને) પર્યાયનો સ્વકાળ છે ને સ્વકાળ છે. એ રાગને જાણવું એ પણ જ્ઞાનનો સ્વકાળ છે અને રાગને જાણવાની પર્યાય ને પોતાને જાણવાની પર્યાય ( શ્રોતાઃ– પર્યાયનો સ્વકાળ છે) એ ષટ્કા૨કથી પરિમિત થઈને પોતાથી ઉત્પન્ન થાય છે. ગાથા-૧૦૧ આહાહા ! જેમાં પોતાનું જ્ઞાન થયું હું આનંદ શાન શુદ્ધ ચૈતન્ય છું અને રાગનું જ્ઞાન થયું, એ પર્યાય એક સમયની ષટ્કારક, પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય આધાર-એ ષટ્કા૨કની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. આહાહાહા ! તો રાગથી આત્માની પર્યાય વ્યાસ નથી થતી, રાગનું જ્ઞાન જે પોતાથી પોતાનામાં થયું એમાં વ્યાસ થાય છે. કહો, હસુભાઈ ? આમાં યાદ રહેવું મુશ્કેલ, પ્રવિણભાઈ પૂછે કે હસુભાઈ, શું સાંભળીને આવ્યા ? શું કહેવું આમાં, કોણ જાણે ? કહે, બહુ ઝીણી વાત. ( શ્રોતાઃ– અભ્યાસ કરે તો બધી ખબર પડે ) અરે, એની તાકાત છે એ સમજવાની પોતાની તાકાત છે. પોતાને અને પરને જાણવાની એ તો પોતાની તાકાત છે. આહાહા ! એ તો બપો૨ના ચાલે છે ને કે પોતાના જ્ઞાન સિવાય બધા દ્રવ્યો જે છે એ બધા દ્રવ્યોને જાણવાની પર્યાય—બધા દ્રવ્યપણે નથી પરિણમતી પણ એનાં જ્ઞાનપણે પરિણમે છે. બધા દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થયું અહીંયાં, એ જ્ઞાનનું પરિણમન એ બધાના જ્ઞાનનું પરિણમન એ આત્મા છે. આહાહાહા ! સર્વને જાણવાવાળો એ આત્મા છે, તો એ સર્વને જાણે એક સમયમાં. એ જાણવાના પરિણામ આત્મા કરે છે માટે એ આત્મા. “રાગ” –ચાહે તો દયાનો રાગ હો, તો પણ એ તો હિંસા છે, પોતાના સ્વરૂપની હિંસા છે. આહાહાહા ! કેમ કે રાગ છે એ અહિંસા નથી, રાગની ઉત્પત્તિ થવી એ તો સ્વરૂપની હિંસા છે. જ્ઞાની, રાગને જાણે છે, ૫૨ની દયા તો કરી શકતા નથી, પણ રાગનો કર્તા પણ જ્ઞાની નથી. આહાહાહા ! એ રાગ થયો, એનું જ્ઞાન એ જ સમયમાં જ્ઞાનીને પોતાના સ્વપ૨પ્રકાશક (જ્ઞાન ) Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરિણામમાં વ્યાસ થઈને થયું છે, રાગથી નહીં, રાગનું નહીં. રાગ વ્યાસ નહિ અને રાગ વ્યાપક થઈને, અહીં જ્ઞાનપરિણામ વ્યાપ્ય થાય છે એવું ય નથી. આહાહાહા ! ઘણું ભર્યું છે ને આ તો. ક્યાંય પાર ન મળે એ મગજમાં જેટલું' જ્ઞાનમાં આવે છે, એટલું બધું વાતુમાં (વાણીમાં ) ન આવી શકે એટલી વાતું છે ભાઈ. આહાહા ! ( શ્રોતાઃ- જ્ઞાની, અજ્ઞાનીના રાગને કેમ જાણે છે ? ) કોને ન જાણે કીધું ને ? બધા દ્રવ્ય ગુણ પર્યાયને જાણેને ? એમાં સામાનો રાગ આ બધું આવી ગયું કે નહિ ? સામાનું મિથ્યાત્વ એ જ્ઞાનનો-પર્યાયનો સ્વભાવ છે કે, સર્વને જાણે ત્યારે તો તે જ્ઞાન પોતે પૂરું કહેવાય છે. પૂરું કહેવામાં આવે છે. સમજાણું કાંઈ... ? જ્ઞાનની પર્યાય, બધા અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે, ત્યારે તો એ જ્ઞાનપર્યાય પોતાની પૂરી થઈ અને બધાને જાણનાર એ એક આત્મા થયો ત્યારે તો આત્મા થયો. આહાહાહા ! એય ભાઈ. જિનેશ્વરદેવ ત્રિલોકનાથ વીતરાગની વાણી કોઈ અલૌકિક છે ભાઈ ! આહાહાહા ! ૫૨માત્મા-૫૨મેશ્વર એમની (વાણી ) સાંભળી એ સંતોએ, કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા. મહાવિદેહમાં; બે હજા૨ વર્ષ થયાં, સંવત-૪૯ ( માં ) આઠ દિવસ ત્યાં રહ્યા હતા પ્રભુ પાસે, બિરાજે છે પ્રભુ ( એ ) ત્યાંથી આવીને આ (પરમાગમો ) બનાવ્યા, ભગવાન આમ કહેતા હતા. આહા ! કે તને પણ મારી ભક્તિનો રાગ આવ્યો છે, એ રાગનો તું જાણનાર છો, રાગનો કર્તા નહિ, આહાહાહા ! સમજાણું કાંઈ... ? (શ્રોતાઃ- અજ્ઞાની તો રાગનો કર્તા છે ને!) અજ્ઞાની તો માને છે, માને છે, છેવટે ખરેખર તો કર્તા થતો નથી, પણ માને છે. આહાહાહા ! એ આવી ગયું છે આપણે, માને છે, નથી આવ્યું ? ૯૪-૯૫ ગાથામાં, એ ગાથામાં આવી ગયું છે પહેલું. માને તો અજ્ઞાની ગમે તે માને. આહાહા! ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ-જ્ઞાનનો પિંડપ્રભુ છે. જેમાં જ્ઞાનની અપરિમિત શક્તિ પડી છે. મર્યાદા બહા૨ અમર્યાદિત સ્વભાવ, એ સ્વભાવનું જેમને સમ્યગ્દર્શનમાં સમ્યજ્ઞાનમાં ભાન થયું. એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં, આહાહા ! એ ઓલા ચારિત્ર અધિકા૨માં આવે છે ને નહિ ? ચારિત્રને શું કીધું એ કહ્યું નહોતું ‘મોક્ષપાહુડમાં’ ભાષા યાદ રહે, ચારિત્રપાઠુડમાં અપરિમિત છે. (શ્રોતાઃ- અક્ષય ને અમેય) અક્ષય, અમેય હા, ઈ ભાષા આત્મામાં જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રપર્યાય થઈ, ( એ ) પર્યાયને અક્ષય ને અમેય કહી છે, વાત થઈ ગઈ છે, આંહી ઘણું પછી ( કહેવાય ગયું છે ), ભગવાન આત્માના દ્રવ્ય ને ગુણ તો અક્ષય ને અમેય છે પણ એની સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર (પર્યાય ) થઈ એ વીતરાગી પર્યાય-ધર્મ થયો એને મોક્ષપાહુડમાં ત્યાં-અષ્ટપાહુડ (છે ) અષ્ટપાહુડ ( તેમાં ) ચારિત્રપાઠુડમાં અક્ષય-અમેય કહ્યું છે. એ પર્યાય અક્ષય છે ને અમેય–એ મર્યાદા વિનાની શક્તિ છે. આહાહા ! સમજાણું કાંઈ... ? આવી વાત છે. અજાણ્યાને તો એવું લાગે (કે) આ શું મારગ. આ કંઈક ક૨વું-ભક્તિ કરવી, જાત્રા કરવી, પૂજા કરવી, મંદિર બનાવવા અને મંદિરમાં સવા૨-સાંજ પૂજા ક૨વી ! એ બાપુ એ જડની ક્રિયા જડમાં છે અને એમાં રાગ થાય છે એ પણ ૫૨માં છે, આત્મામાં નહીં. આહાહાહા ! ( શ્રોતાઃ- રાગ તો પુદ્ગલના પરિણામ કીધાને !) Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૮૩ પુદ્ગલ જ છે એ નિશ્ચયથી. પહેલાં પુગલના પરિણામ કહ્યાં ૭૬, ૭૭ માં પછી પુદ્ગલ જ કહી દીધા છે. આખો શબ્દ પુગલ વાપર્યો છે. આહાહા ! બે દ્રવ્ય-એકકોર પુગલદ્રવ્ય ને એકકોર ભગવાન આત્મદ્રવ્ય. આહાહાહા ! રાગ પણ પુગલના પરિણામ છે. આહાહા ! જો ભગવાનના પરિણામ હોય તો છૂટે નહીં ક્યારેય , એ રાગનો કર્તા પણ આત્મા નહીં, પણ ધર્મીજીવ-સમ્યગ્દષ્ટિ, એ રાગનો જાણવાવાળો રહે છે-રાગનું જ્ઞાન કરે છે ને સ્વનું જ્ઞાન કરે છે, એ જ્ઞાન પરિણામ આત્માનું કાર્ય છે. પણ ધર્મીનું રાગ કાર્ય ને આત્મા કર્તા, એવું છે નહીં. આવું છે અલક મલક જેવી વાતું લાગે આઅગમ્ય-ગમ્યની વાડામાં પડ્યા હોય એને કાંઈ ખબરુંએ ન મળે. અત્યારના સાધુ ને પંડિતો વાતું આ બધી બહાર(ની) કરે-આ કરો... આ કરો-વ્રત કરો ને અપવાસ કરો, આહાહાહા ! (શ્રોતા:- રાગ કરો) રાગ કરો, રાગ કરો, રાગ કરો, રાગ કરો, રાગ કરો! કરો કરો એ તો મિથ્યાત્વભાવ છે. આહાહાહા! “કરે ઈ મરે” –રાગનો કર્તા થાય, એ આત્માનું મરણ કરે છેઆત્માનો નાશ કરી દે છે. આ આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે, એનો અભાવ કરી ધે છે. આહાહા ! સમજાણું કાંઈ.? આકરી વાત ભાઈ, પચવી કઠણ બહુ. આહાહા ! એ ત્યાં સુધી રાગ આવ્યું ને? દ્વિષ” –ઢષના પરિણામ જે થાય છે જરી, એનો પણ જ્ઞાતા, જ્ઞાની તો જ્ઞાતા છે. એનો “જાણનાર છે. પોતાનું સ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ, એનું સમ્યગ્દષ્ટિને અંતર જ્ઞાન થયું છે એ કારણે વૈષના પરિણામ જરી આવ્યા, એના પણ જ્ઞાતા છે-એ દ્રષના પરિણામનું જ્ઞાન, એ જ્ઞાનીનું જ્ઞાન વ્યાપ્ય છે. વૈષ એનું વ્યાપ્ય ને આત્મા વ્યાપક એમ છે નહીં. વૈષ પરિણામ અને આત્મા પરિણામી (તો તો) પરિણામી ને પરિણામ એક થઈ જાય છે, તો ષમાં આત્મા એક થઈ જાય છે આત્મા. આહાહાહા ! પણ દ્વેષ આવ્યો, એનું જે સ્વપરપ્રકાશકશાન થયું એ પરિણામ ને આત્મા પરિણામી તો એક છે, અભેદ છે. સમજાણું કાંઈ....? વિશેષ આવશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૦૪ ગાથા-૧૦૧ શનિવાર, મહા વદ-૧૩, તા.૨૪/૨/૭૯ સમયસાર ૧૦૧ ગાથાનું અહીં સુધી આવ્યું'તું દ્રષ' સુધી આવ્યું છે. “ઢષ” શું કહે છે? કે આ આત્મા જે છે એ અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ છે, સચ્ચિદાનંદ સત્ શાશ્વત ચિદાનંદ જ્ઞાન ને આનંદ અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય આનંદનું એ સ્વરૂપ છે આત્માનું, એવું જેને રાગના દયા દાન વિકલ્પ જે રાગ છે ને? એનાથી ભિન્ન થઈ અને આત્માનું જ્ઞાન થયું હોય, તેને જે કાંઈ રાગાદિ આવે તે રાગનો રાગમાં અડયા વિના રાગને જાણે એવો એનો સ્વભાવ છે. ચિદાનંદ જ્ઞાનમૂર્તિ પ્રકાશ, કરોડો સૂર્યના પ્રકાશ છે એ જડ, ભગવાન આત્માનો પ્રકાશ એ કરોડો સૂર્યથી પણ ભિન્ન જાતનો પ્રકાશ છે અંદર. આહાહા! બપોરે આવશે વળી તમે ઓલું કીધું'તું ને આ બધું, આવું બધું શું કે હું એકને જાણું ને પરને જાણું ને આ જાણું ને, બપોરે આવશે એનો ઉત્તર એ આત્મા કેવડો ને કેવો છે, એ જણાવે છે. આહાહા ! અત્યારે તો આટલી વાત. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ દેહ છે એ તો માટી જડ ધૂળ છે, અંદર દયા, દાન, વ્રત, ભક્તિનાં ભાવ થાય એ પણરાગ ને વિકાર છે. એ વિકારથી અંદર નિર્વિકારી ભગવાન ભિન્ન છે, આ ભગવાન એટલે આત્મા હોં, ભગવાન થઈ ગયા એ એની પાસે. એ આત્મા રાગના વિકલ્પો જે થાય વ્રત, તપ, ભક્તિ, દાન એ બધો રાગ છે, એ રાગ એ આત્મા નથી. તેથી રાગથી ભિન્ન પડી, અંદરમાં જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વરૂપની અંદર સ્વસમ્મુખ થઈને, આનંદનું વેદન આવે, અતીન્દ્રિય આનંદનું વેદન આવે, તેને ધર્મી અને જ્ઞાની કહે છે. આટલી શરતું બધી. આહાહા! એ ધર્મીને એટલે કે આત્મા વસ્તુ છે એનો જે ધર્મ નામ વષ્ણુ સહાવો, જે અનંત અનંત જ્ઞાન, અનંત અનંત શાંતિ, અનંત અનંત પ્રભુતા એવી જે વસ્તુ છે ધર્મી, એનો એ ધર્મ છે સ્વભાવ, અને એ સ્વભાવનું એકાગ્ર થઈને ધર્મની દશા શક્તિમાંથી વ્યક્તિ પ્રગટ થાય, તેને વર્તમાન ધર્મ કહે છે. દ્રવ્ય ધર્મી ત્રિકાળ, એના ગુણો ધર્મ ત્રિકાળ, આ દ્રવ્ય ગુણ પર્યાય લીધા. આહાહા ! એ ત્રિકાળી ભગવાન જે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, એનું રાગના વિકલ્પથી પૃથક થઈ અને સ્વભાવની એકતામાં વેદન જે આવે, એ વેદનમાં તો અતીન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન અતીન્દ્રિય આનંદનું વેદન. આહાહા ! અતીન્દ્રિય જે વીર્ય પુરુષાર્થ છે ત્રિકાળી, એને પણ પર્યાયમાં અનંત ગુણની નિર્મળ પર્યાયની રચના કરી, એ અતીન્દ્રિય વીર્ય છે. એવો જે પર્યાયનો સ્વભાવ, વીતરાગી પરિણામ થવા કેમકે વીતરાગી સ્વરૂપ પ્રભુ છે, એને અવલંબે વીતરાગી પરિણામ થાય તેને અહીંયા ધર્મ કહે છે, અને તેને અહીંયા ધર્મી કહે છે, તેને અહીંયા જ્ઞાની કહે છે. આહાહા ! આવી વાતું કયાંય(નથી). એ જ્ઞાનીને ક્રોધ આવે, કહે છે, અલ્પ કે સર્વજ્ઞ નથી વીતરાગ પૂર્ણ નથી, જરીક ક્રોધ આવે, છતાં એ દૃષ્ટિમાં ક્રોધ વિષય નથી એનો. દૃષ્ટિનો વિષય તો જ્ઞાયક પૂર્ણ છે, એથી ક્રોધ આવ્યો તેને સ્વ તરફની સન્મુખતાની દૃષ્ટિમાં જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં ક્રોધને જાણવામાં આવે, આવી વાતું છે. અજ્ઞાનીને જે રાગાદિ આવે, તેને સ્વભાવ ચૈતન્ય વીતરાગ મૂર્તિ પ્રભુ છે, એની ખબર નથી, તેથી તે દયા, દાન, વ્રતાદિનો રાગ તેનો એ કર્તા થાય છે. સ્વભાવ છે વીતરાગ મૂર્તિ એ રાગનો કર્તા, ભાન થયું એ રાગનો કર્તા કેમ થાય? આહાહાહા ! સ્વરૂપ ચૈતન્ય જાગ્રત સ્વરૂપ કોટાકોટિ સૂર્યથી પણ જેનો પ્રકાશ અનંતગુણો, કોટા કોટિ ચંદ્રોથી પણ જેની શીતળતા અનંતગુણી ભિન્ન છે. આકાશના એક આકાશ છે પણ એવા અનંત આકાશની ગંભીરતા એનાથી પણ ભગવાન અંદર ગુણનો અપાર એવી ગંભીરતા છે, એવો ભગવાન આત્મા અંદર એનું જેને સન્મુખ થઈને, નિમિત્ત અને રાગ ને પર્યાયથી વિમુખ થઈને ધર્મ જેને પ્રગટયો છે સમ્યગ્દર્શન, એ જ્ઞાનીને, એ જ્ઞાની કહો કે ધર્મી કહો, કોઈ પાછું એમ જાણે કે જ્ઞાની એટલે બહુ જ્ઞાન થઈ ગયું હોય એ જ્ઞાની, ધર્મી ભલે બીજો હોય એમ (નથી). આહાહા ! એ જ્ઞાનીને જરીક ક્રોધ આવે તો એ ક્રોધનો સ્વપરપ્રકાશક જ્ઞાતાપણે પ્રગટેલી દશામાં ક્રોધને તે જાણે એના જ્ઞાનમાં ક્રોધ નિમિત્ત થાય, ઉપાદાન તો ક્રોધ સંબંધીનું જ્ઞાન તે પોતાનું જ્ઞાન એ પોતાથી પ્રગટેલું છે. આહાહા ! એમ ક્રોધ. એમ “માન” “માન” નો અંશ આવે, છતાં જ્ઞાની ધર્મી નિર્માન એવા આત્માના પૂર્ણ Page #200 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૮૫ સ્વરૂપનો, જેનો આશ્રય છે, તેથી જે જ્ઞાન પ્રગટયું છે સ્વપ૨પ્રકાશક સ્વતઃ એમાં માન આવે તેનું પણ અહીં જ્ઞાન થાય છે, એ એનું જ્ઞાન કહેવું એ અપેક્ષિત છે, બાકી એનું જ્ઞાન એ પોતાનું જ્ઞાન છે. આહાહા ! એ જ્ઞાનમાં ‘માન’ જાણવામાં આવે ધર્મીને, પણ માનનો એ સ્વામી ન થાય. આહાહાહા ! આવી શરતું બધી. હસુભાઈ ! આ ક્યાં ઓલા કટકાની ખબર પડે નહિ. આહાહા ! એ તો ધૂળ ક્યાંય રહી ગઈ, પણ અહીંયા તો રાગ આવે દયા, દાનનો એ પણ વિકલ્પ ને રાગ એ પણ ઝેર છે. અમૃતસ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર, સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદથી ભરેલો, એને જે રાગ આવે એ પણ ઝેર છે. આહાહા ! એ આપણે આવી ગયું છે ને ભાઈ મનનો વિષય ધર્માસ્તિ આદિ કરે, ઇન્દ્રિયનો વિષય રૂપી કરે. અને ૫૨મ અમૃતરૂપ વિજ્ઞાનઘન મૃતક કલેવરમાં મૂર્છાય. ભગવાન અંદર અમૃત સ્વરૂપ, ૫૨મ અમૃતરૂપ વિજ્ઞાનઘન છે. એ એને છોડીને આ મૃતક કલેવર મડદું છે, આ તો જડ માટી ધૂળ મડદું છે. આ માટી છે આ. મૃતક કલેવરમાં અમૃતરૂપ વિજ્ઞાનથન મૂર્છાઈ ગયો છે, એ અજ્ઞાનપણે મિથ્યા ભ્રાંતિપણે મૂર્ખાઈ ગયો છે તેને પાપનાં પરિણામ થાય છે, પાપના પરિણામ તો રાગાદિક પણ છે, પણ આ તો આમાં મૂર્છાણો ઈ મિથ્યાત્વનાં પાપનાં પરિણામ છે. આહાહા ! ઈ આહીં કહે છે. માન આવ્યું જ્ઞાનીને છતાં તે માનનો, કેમ કે આત્મા છે એમાં અનંતા, અનંતા, અનંતા, અનંતા ગુણો છે સંખ્યાએ પણ કોઈ એક ગુણ વિકાર કરે એવો ગુણ નથી. આહાહા ! સમજાય છે આમાં કાંઈ ? અનંતા, અનંતા, અનંતા, અનંતા, અનંતા, અનંત ને ગમે તેટલા કરો એટલાં ઈ ગુણો છે આત્મામાં. જેમ જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા વિગેરે પણ અનંતગુણમાં કોઈ એક ગુણ એવો નથી વિકાર ગુણ કરે. આહાહા ! ( શ્રોતાઃ- ગુણમાં વિકા૨ હોય તો મટી શકે જ નહીં ? ) પણ એ હોઈ શકે જ નહિ, ને એ ગુણ જ વસ્તુનું વાસ્તવિક વસ્તુ ને વાસ્તવિક જે શક્તિ ગુણ છે એ તો પવિત્ર ને નિર્મળ ને શુદ્ધ જ છે. આહાહા ! એ શુદ્ધ સ્વભાવ છે, એ અશુદ્ધતાને કેમ કરે ? કેમ કે એનાથી વિરુદ્ધ આ તો અનંત અનંત શુદ્ધતા ને રાગ અશુદ્ધ એ જરીક અમુક ગુણની અશુદ્ધતા. એને મારું કાર્ય છે, ને હું કર્તા છું, એમ માનના૨ને અનંત ગુણ પિંડ શુદ્ધ ચૈતન્યઘન એનો એને અનાદર છે. આહાહા ! આવો કેવો ઉપદેશ આવો. બાપુ ! મારગ પરમ સત્ય તો આ છે. આહા ! ઓલા બીજા આવે છે ને તમારા મામા એ કે નહિ બીજા એક મોટા કાકાના દીકરા છે તમારા. હેં ? નારાયણભાઈ, એ છે ને ? એ આવે છે. આવતા પોપટભાઈ વખતે બહુ આવતા નારાયણભાઈ. આહાહા ! તો આ વાત બહુ આકરી બાપા ! જનમ મ૨ણ ૮૪ની યોનિમાં કરી રહ્યો છે, જે દુ:ખી છે. કેમ કે અમૃતસ્વરૂપ ભગવાન આત્મા એને દૃષ્ટિમાં આવ્યો નથી. એની દૃષ્ટિમાં તો એ રાગ ને પુણ્ય ને પાપ ને એના ફળ આ ધૂળઆદિ, એ ઝેરી દૃષ્ટિ છે. જેને પુણ્ય ને પાપ મા૨ા છે એને આ ફળ મારાં, એ દૃષ્ટિ ઝેરી છે, મિથ્યાર્દષ્ટિ કહો કે ઝેરી દૃષ્ટિ કહો. આહાહાહા ! પણ ભગવાન આત્મા એ ઝેરીલા વિકારી પરિણામથી ભિન્ન છે, અમૃત સ્વરૂપ છે, એવું જેને જ્ઞાન થયું સ્વસ્વરૂપનું તે જ્ઞાનમાં સ્વ૫૨પ્રકાશક પરિણતિ ઊભી થાય છે. એમાં એ માન જરી આવ્યું એનું પણ એ જ્ઞાન કરે છે. બાકી શાન તો તે સમયે માન આવે તે સમયે જ્ઞાનની Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાય ષટ્કા૨કરૂપે પરિણમતી સ્વતઃ ઊભી થાય છે, એ માન છે માટે માનનું જ્ઞાન થાય છે એમેય નહિ. આહાહા ! આવી વાતું. }} {{ એમ “માયા ‘માયા” માયાનો કપટનો અંશ જરી આવે, છતાં ધર્મીને તો તે જ કાળે સ્વપ૨પ્રકાશક એવો જે જ્ઞાયકભાવ એનું ભાન છે, તેથી તે પર્યાયમાં સ્વ૫૨પ્રકાશક પર્યાય પ્રગટે એમાં માયા ને જાણે, એમ કહેવામાં આવે. આહાહા ! એમ “લોભ” છે ? લોભ આવે જરી, પણ નિર્લોભી વીતરાગી મૂર્તિ પ્રભુ છે એનું જ્યાં જ્ઞાન છે, તે શાનમાં લોભને કાળે પણ તે જ્ઞાન સ્વપ૨પ્રકાશક પોતાથી સ્વતઃ પરિણમે છે આહાહા ! ( શ્રોતાઃ- મોક્ષની લક્ષ્મી પ્રાસ કરવી એ પણ લોભ છે) મોક્ષની લક્ષ્મી, લક્ષ્મી તો ક્યાંય ધૂળમાં રહી ગઈ ( શ્રોતાઃ- મોક્ષની પ્રાપ્તિ કરવી એ લોભ ) એ ઇચ્છા એ ય નહિ. ઇચ્છા, એ પણ મોક્ષની ઇચ્છાથી મોક્ષ અટકે છે. આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણી વાત છે ભાઈ. બોલ વંચાય છે પાછળનાં, છે ને ? ૧૦૧ ના. 66 ‘નોકર્મ” એટલે શું ? કે જે માતાના પેટમાં જ્યારે આવે છે ને, ત્યારે એને છ પર્યાસિ બંધાય છે આહાર, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મન એ છ પર્યાસિ ને યોગ્ય જે પુદ્ગલો છે તેને અહીં નોકર્મ કહેવામાં આવે છે. આરે આવી વાતું છે. કેટલુંક તો પહેલું જાણવું હોય, આ તો કોલેજ છે. અને કેટલુંક પહેલું જાણપણું હોય તો આ સમજાય એવું છે. આહાહા ! સમજાણું કાંઈ ? કાયા તો પછી આવશે, ‘કાયા’ જે આ ઔદારિક આદિ જે કાય છે એ તો કાયમાં આવશે, પણ આ નોકર્મમાં આહા૨, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા અને મનને યોગ્ય પુદ્ગલ સ્કંધ છે અને ઔદારિક, વૈક્રિયિક અને આહા૨ક એને યોગ્ય જે પુદ્ગલ છે. ઔદારિક, વૈક્રિયક, આહા૨ક એ કાયા શ૨ી૨માં આવશે પણ અહીંયા તો એને યોગ્ય પુદ્ગલસ્કંધ જે છે. આહાહા ! સ્કંધ એટલે ૫૨માણુનો પિંડ જે છે તેને અહીંયા નોકર્મ કહેવામાં આવે છે. આહાહાહા ! ભારે ! માતાના પેટમાં હોય ને સમકિતી, આત્મજ્ઞાન સહિત, કહે છે કે ત્યાં આહા૨ક શ૨ી૨ને, ઇન્દ્રિયને યોગ્ય જે પુદ્ગલ છે તેને તે જાણવાનું કામ ત્યાં કરે છે. હું આમ જાણું ને આમ, ભલે એ ન હોય. આહાહાહા ! કારણકે વસ્તુ જે છે એ તો જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે, પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ આત્મા, તે પ્રજ્ઞાનું જ્ઞાન થયું, તે જ્ઞાનનું ત્યાં જ્ઞાનકાર્ય ભલે એને ખબરે ય ન હોય કે આ આ છે ને, પણ એ વસ્તુ તો એ રીતે બને છે. જે વસ્તુનું શ્રદ્ધા ને જ્ઞાન થયું, એ કાંઈ નકામા પડયા ૨હેતા નથી ત્યાં. સમજાણું કાંઈ આમાં ? આહાહાહા ! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન એનું જ્યાં ભાન થયું ને જ્ઞાન થયું ને શ્રદ્ધા થઈ એ ગમે તે કાળમાં એ કાંઈ શ્રદ્ધા જ્ઞાન નકામા પડયા છે, એમ નથી. હૈં ? એનું કાર્ય છે. આહાહા ! કહો દેવીલાલજી ! આવો કેવો ઉપદેશ, આ કઈ જાતનો છે, ઓલો તો કહે ભાઈ ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, મંદિર બનાવવું એવું સહેલું સટ હતું, ધૂળમાંય કાંઈ નથી સાંભળને હવે. ૫૨નું કરી શકતો નથી ને ૫૨માં તને રાગ થાય છે ને શુભ અશુભ એ પણ ઝેર છે દુઃખ છે એનો કર્તા થાય છે તો અમૃતસાગરનો અનાદર થાય છે. આહાહાહા ! આ ટીકા તો આવ્યું હોય તે પ્રમાણે પછી કહેવાય ને. આંહીં ઝીણું પડે પણ. આહાહાહા ! ' 66 “નોકર્મ” આમ તો “નોકર્મ” બીજા દ્રવ્યકર્મ, ભાવકર્મ (સિવાય ) બાહ્ય ચીજને નોકર્મ Page #202 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૮૭ કહેવાય પણ અત્યારે આમાં આટલું લેવું, ઔદારિક શરીર, વૈક્રિયિક શરીર, આહારક શરીરને યોગ્ય જે પુગલ છે એ શરીર નહિ, એને યોગ્ય જે પુદ્ગલો છે અને આહાર, શરીર, ઈન્દ્રિય, આહાહા! શરીરને યોગ્ય પુદ્ગલ લીધા, શરીર એ કાયામાં આવશે. સમજાણું કાંઈ? આરેરે ! આવી વાતું હવે, કોના ઘરની કાંઈ ખબર ન મળે. (શ્રોતાઃ- પોતાના ઘરની) આહાહા! ભાઈ તારા ઘરની વાત છે. તે સાંભળી નથી, તે કરી નથી. આહાહાહા ! બહારના કડાકૂટા કરી કરીને મરી ગયો પણ તું તો જ્ઞાતા છો ને પ્રભુ! એ બધી ચીજો તો જ્ઞાતાની પરશેય છે ને ! અશેય તો પોતે છે. તું જ્ઞાતા, પ્રજ્ઞા, બ્રહ્મસ્વરૂપ છો ને! પ્રજ્ઞા (નામ) જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ. અરે કેમ બેસે કોઈ દિ' સાંભળ્યું નથી. જ્ઞાન ને આનંદ એ તારું રૂપ છે ને, અને એ બધી ચીજો રાગથી માંડીને બધી આખી દુનિયા એ પરશેય તરીકે તેનું જ્ઞાન કરનાર તું છો, તે શેય નામ જણાવા લાયક તે ચીજ છે. આહાહા ! દેવ, ગુરુ ને આત્મા પણ એનો, આ જ્ઞાનમાં શેય તરીકે છે, એ મારા માનવા તરીકે એના સ્વરૂપમાં નથી, ને આંહીં કે નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ? કઈ જાતનો આવો ધર્મ, કોક કહે માળે નવો કાઢયો સોનગઢવાળાએ એમ કહે છે. (શ્રોતા – નવો જ છે) ભાઈ, ભાઈ મારગ તો આ છે પ્રભુ, અનાદિનું એ સ્વરૂપ જ આવું છે. આહાહા ! એ નોકર્મ શરીરને યોગ્ય જે પુદ્ગલ પરમાણું છે, આહારને યોગ્ય જે આહાર આવે ને, એ પુદ્ગલો છે, ઇન્દ્રિયને યોગ્ય આ ઇન્દ્રિયો થાય એને યોગ્ય જે પુદ્ગલો છે. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસ, એ શ્વાસ છે પુદ્ગલો છે, એ પણ શ્વાસ ને એ આંહીં ન લેવું. આંહીં શ્વાસને યોગ્ય જે પુદ્ગલ છે એને લેવા. આહાહા ! સમજાણુ કાંઈ? મનને યોગ્ય પરમાણું છે, ભાષાને યોગ્ય પરમાણું છે, ઓલામાં આવી ગયું છે ૫૦ થી ૫૫ ભાઈ, ૫૦ થી પ૫ માં નોકર્મની વ્યાખ્યા અંદરમા આવી છે. આ ગાથા ૨૯ બોલની આવે છે ને? આહાહાહા! કહે છે કે પ્રભુ તું આત્મા આનંદનો નાથ છો, અતીન્દ્રિય આનંદનો સાગર અને ભંડાર અપરિમિત આનંદ, મર્યાદા વિનાનો આનંદ, મર્યાદા વિનાનો પ્રભુ તું આટલામાં ભલે હો પણ તારું જ્ઞાન તો અપરિમિત મર્યાદા વિનાનું છે, એવા એવા અનંતા ગુણો મર્યાદા વિનાના, સંખ્યાએ તો મર્યાદા નહિ, પણ શક્તિએ મર્યાદા નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ? એવો જે ભગવાન આત્મા, એનું જ્યાં જ્ઞાન થાય છે, ત્યારે તે જ્ઞાનમાં નોકર્મને યોગ્ય પુગલો છે તેનું જ્ઞાની જ્ઞાન કરે છે. આહાહા ! સમજાણુ કાંઈ? એ માતાના પેટમાં હોય છે ને તોપણ એ ખરેખર તો આમ છે. એક વાત એવી છે કે એ વાત મગજમાં નથી આવતી કે સવાનવ મહિના રહે તો ઉપયોગરૂપ થતો હશે કે નહિ એ કોઈ એ શાસ્ત્રધાર (નથી મળ્યો!) વિચાર તો બધા આવી ગયા હોય ને, સમજાણું કાંઈ? સવારમાં. (શ્રોતા:- શક્યતા શું લાગે છે) શક્યતા તો એ નવ મહિના સુધી કંઈ ખ્યાલ કે આધાર વિના બોલાય નહિ, એ કાંઈ નવું નથી અમારે તો કાંઈ, આ તો ઉપયોગનું સવા નવ મહિનામાં એનામાં સમ્યગ્દર્શનજ્ઞાન થયા એ નિર્વિકલ્પ ઉપયોગ થઈ જાય કે નહિ, એની વાત છે. આહાહા ! સમજાય છે? આ કેમ કીધું આ? કે તે કાળે પણ આહાર શરીરને યોગ્ય છે તેનું Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાન પોતે સ્વતઃજ્ઞાનનો સ્વભાવ છે તે જ્ઞાન કરે છે બસ, સમજાણું કાંઈ? પણ એ વખતે કેટલા વખતે ત્યાં ઉપયોગ શુદ્ધ ઉપયોગ થઈ જાય જ્ઞાતા, શેય ને જ્ઞાન, કોઈ આધાર જોઈએ, આધાર વિના કહેવાય નહિ (શ્રોતા- આપ કહો તે આધાર) આંહીં આવવું જોઈએ ને અંદર? આવ્યા વિના. એવા તો બીજા ઘણાં બોલો છે જે મગજમાં વિચારમાં આવ્યા પણ બેસતા ન હોય. હું? (શ્રોતા – શાસ્ત્રનો આધાર નથી) ક્યાંય એ આપણને જોવામાં આવતું નથી, હશે ક્યાંક ક્યાંક, પણ જોવામાં નથી આવતું. આહાહા! (શ્રોતા – આઠ વર્ષ પહેલાં તો નિર્વિકલ્પ ઉપયોગ ન થાય ) આઠ વર્ષ પહેલાંનું આ સમકિત જ ન થાયને, પહેલું સમકિત લઈને આવે તો થાય, એને તો આવે જ તીર્થકરો તો છે એ જુદી વાત. આ તો એક આત્મા ભગવાન જાગ્યો છે ને જાગ્યો અંદરથી હુહુળતો ઉડ્યો, જાગતો ઉઠયો, એ જાગતો ઉઠયો એ જેને આહાર, શરીર, શ્વાસ, ભાષા ને મન બંધાય છે, કે એને યોગ્ય પુદ્ગલ સ્કંધ છે તેને પણ જ્ઞાનમાં એને ભલે હું આને જાણું પણ એનો સ્વભાવ જ સ્વતઃ જાણવાનો છે. આહાહાહા ! (શ્રોતા:- પર્યાપ્તિના પરમાણુંને ગ્રહણ ન કરે પણ જાણે છે એવું છે બાપુ. આહાહાહા ! “નોકર્મ.” મન “મન” હવે, આ એક મન છે છાતીમાં જેમ આંખ છે આંહીં જડ, માટી આ એવું એક મન જડ છે. અહીં અનંત પરમાણુનો પિંડ, ખિલ્યા કમળને આકારે અહીં છાતીમાં મન છે, જડ છે. આહાહા ! એને પણ જ્ઞાની પોતાના જ્ઞાનમાં તેને જાણે છે. આહાહા! ભાવ મન તો રાગદ્વેષ એમાં આવી ગયું બધું. સમજાણું કાંઈ? મારગ બહુ અલૌકિક છે બાપા. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ કેવળજ્ઞાનથી ત્રણકાળ ત્રણલોક જોયાં. અને એનું જ્ઞાન થયું ને વાણી, વાણીના કારણે નીકળી. એ વાણી પણ પૂજ્ય છે, એમ આવ્યું છે ને બીજા કળશમાં સમયસાર. એ વાણીમાં પણ એમ આવ્યું ત્યાં કે તારો પ્રભુ છે અંદર પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય એનો સ્વીકાર કર, જે તને અનાદિથી રાગ ને નિમિત્ત ને પર્યાયનો સ્વીકાર છે એ મિથ્યા સ્વીકાર છે. આહાહાહાહા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ એનો સ્વીકાર સત્કાર ઉપાદેય કર, કે જેથી રાગાદિ “હેય” થઈ જશે. જો રાગને ઉપાદેય કર્યો તો પ્રભુ ચૈતન્યને હેય કર્યો, પરમાત્મ પ્રકાશ. આહાહા!(શ્રોતાએ અચેતન વાણીને પૂજ્ય કહે તો આત્માને શું કહેવું?) એ અપેક્ષાથી, કથન નિમિત્તથી કહ્યું વ્યવહારથી, વાણીમાં નિમિત્ત સર્વજ્ઞ છે ને, એ અપેક્ષાએ વ્યવહારે એ પૂજ્ય છે. નિશ્ચયથી તો ભગવાન આત્મા જ પૂજ્ય છે. વ્યવહારનય વ્યવહારથી પૂજ્ય છે. એમાં પદ્મનંદીમાં આવે પદ્મનંદી પચ્ચવિંશતિ છે ને, એમાં આવે છે ભાઈ એ ગાથામાં અહીં ઘણીવાર કહેવાઈ ગયું છે, વ્યવહાર પૂજ્ય છે એવું આવે એટલે વ્યવહારનયથી, વ્યવહારનયથી વ્યવહાર પૂજ્ય છે. આહાહા! (શ્રોતા – એ વાત તમે ગુરુદેવ કહો, તે ગમે એવી છે) વ્યવહારથી વ્યવહાર પૂજ્ય એટલે? નહિ, એ તો એક અધ્યાત્મ પંચસંગ્રહ છે ને દીપચંદજીનું. એમાં એક લખાણ છે, કે બહુ ઓલું કરીશ નહિ, વ્યવહાર હેય હેય હેય છે, જ્ઞાન રાખજે જ્ઞાન રાખજે, જો હેય હેય તન્ન કરવા જઈશ તો ભગવાન પણ સાક્ષાત્ તીર્થંકર પણ અપૂજ્ય થશે. આ તો એમાં છે. દીપચંદજીનું અધ્યાત્મ પંચસંગ્રહમાં, વ્યવહારે વ્યવહાર પૂજ્ય છે એટલું રાખજે. અપેક્ષા, શું મારગ તેમાં ખુલાસો ર્યો છે કે વ્યવહાર વ્યવહાર વ્યવહાર હેય છે. એ વ્યવહાર અધર્મ છે રાગ છે એ, પણ ત્રણલોકનો નાથ પણ પૂજ્ય નથી એમ થશે એમાં, એટલે એની હુદ રાખીને કહેજે. (શ્રોતા Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૮૯ હિંમત રાખજે) એ તો એક જાણવા માટે વાત થઈ, આવી વાતું છે બાપુ! મન” એ જડ છે, આત્મા એ જડનો જાણનાર છે. મનનો ઉપયોગ કરનારો નથી. આહાહાહા ! એમ વચન આ વાણી, જડ છે, જડ છે, આત્મા નથી. પુદગલ છે એ વાણીને જ્ઞાની જાણે, વાણી કરું છું હું એમ ન માને એ, તેમ વાણી મારી છે એમ ન માને એ, વાણીનું જ્ઞાન જે છે એ મારું છેપર્યાયમાં. સમજાણું કાંઈ? મારગ બાપા આ એવો છે કોઈ. ઓહોહો ! આ દુનિયાને સાંભળવા મળતો નથી અને એક તો વાણીયા ધંધા આડે નવરાં થતાં નથી, આખો દિ' પાપમાં પડ્યા હોય પ્રપંચમાં એ ય ભલે બે પાંચ દશ કરોડ રૂપિયા હોય પણ બધા... ( શ્રોતા- પૈસા એ પાપ છે) પાપ એકલું પાપ રળવામાં પાપ, વ્યાજ ઉપજાવવામાં પાપ, છોકરાના લગનમાં ખર્ચવા લાખ બે લાખ પાપ, (શ્રોતા:- રોટલા ખાવામાં પાપ હુશે) રોટલા ખાવામાં પાપ, આવી વાત છે ભાઈ. આહાહાહા ! હવે એને આવી વાતું, ભારે ભાઈ આ તો અનંતકાળનો અજાણ્યો મારગ, એને જાણીતો કરવો છે ભાઈ ! એની અચિંત્યતાને, અલૌકિકતા જ હોય ને? આહાહા! વાણી જડ, આંહીં કહે જડને જાણે છે, એ ત્યાં વાણીને પૂજ્ય કીધી, આવ્યું મગજમાં, વ્યવહારથી, વીતરાગની વાણી છે ને સર્વજ્ઞ પરમાત્મા, શબ્દ છે ને એમાં ક્યાંક અનુભવ, શું શબ્દ નથી કળશટીકામાં? (શ્રોતા:- અનુસારી) અનુસારી, અનુસારીનો અર્થ એ કર્યો છે કળશ ટીકામાં, “સર્વજ્ઞને અનુસરીને છે ને?” સર્વજ્ઞસ્વરૂપ છે એને નિમિત્તપણે અનુસરીને વાણી છે ને? અનુસારીણી છે એ નહિ, મારે કહેવું'તું આ પયંતિ, શું કહેવું છે? પ્રત્યગ આત્મા તેને જીવદ્રવ્ય જેમાંથી કહેવાય છે તેનું સ્વરૂપ, તેનો અનુભવ પશ્યન્તિ-પશ્યત્તિનો અર્થ અનુભવશીલ છે, આ આવું લીધું છે અહીં, એ કહેવું'તું છે અહીં મારે, ભાવાર્થ આમ છે કે કોઈ કહેશે કે દિવ્યધ્વનિ તો પુદ્ગલાત્મક અચેતન છે, અચેતનને નમસ્કાર નિષિદ્ધ છે. તેનું સમાધાન, અર્થ એવો કે વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારણી, પણ ઓલું પશ્યત્તિમાં આમ લીધું અનુભવનશીલ છે, વાણી અનુભવનશીલ છે, એટલે કે ભગવાનને અનુસરીને થાય છે. કઈ અપેક્ષા છે એ સમજાણું? વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારીણી તો અર્થમાં કર્યું. એવું માન્યા વિના પણ ચાલે નહિ. આહાહા ! વાણી જડ છે, આમાં ઉતરે (ટેપમાં) એ જડ ઉતરે કે આત્મા? આ અવાજ આવે છે એ જડ છે માટી પરમાણું છે. માટી પરમાણું છે. શબ્દ વર્ગણામાંથી ભાષા ઊઠે છે. આત્મામાંથી ભાષા થતી નથી. અરે રે ! (શ્રોતા- સર્વજ્ઞ અનુસાર વાણી છે) એથી તો નિમિત્તની વાત કરી. બાકી તો ભાષાની પર્યાયને અનુસારે એ ભાષા વર્ગણાને અનુસારે એ ભાષા થઈ છે. આહાહાહાહા! એ કાય” “કાયા” હવે આ કાયામાં આ લેવું. ઔદારિક, વૈક્રિયિક આદિ સમજાય છે? આહાહા ! ઓલામાં ૨૯ બોલમાં તો પાંચ શરીર લીધા છે ત્યાં. ઔદારિક, વૈક્રિયિક આ પાંચ શરીર, ૨૯ બોલ ઓલામાં ૫૦ થી પ૫ ગાથા. આ કાયા એ જડ છે. આ માટી આ કાયા મૃતક કલેવર છે આ મડદું. ચૈતન્ય ભગવાન જે અંદર છે એ તો જડથી ભિન્ન છે અંદર. આહાહાહા! સમજાણું કાંઈ ? આ શરીર છે એ તો કીધું ને હમણાં ૯૬ ગાથામાં “પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે.” આ શરીર જાણે મારું, મારે રાખવું કહો હસુભાઈ તે દિ' નહોતું થતું ઓલું માંદા પડયા ત્યારે, ખબર છે ને? કેવા સપના આવતા'તા એ ભાઈ માંદા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પડયા'તા બહું, એક ફેરી તાકડે હું ત્યાં હતો. એવા સપના આવે છે જાણે આમ થાય ને આમ થાય ઈ તો જગતની વિકૃત લીલા એવી છે (શ્રોતા – આપના દર્શનથી શાંત થઈ ગયું) એ તો થવા કાળે થયું છે. પાછો કૈલાસચંદજી એમ કહે છે કે તમે બીજાને બધાને મિથ્યાદેષ્ટિ ઠરાવો છો ને તમારા અનુયાયીઓ સ્વામીજીના કારણે પૈસા મળે છે, પૈસાવાળા થાય છે તે મિથ્યાષ્ટિ નથી? એમ કહે છે. એય શું કીધું? કોઈ કહે એને જાણવું જોઈએ ને, કૈલાસચંદજી એમ કહે છે કે તમે જ્યારે બીજાને મિથ્યાષ્ટિ ઠરાવો છો ત્યારે તમે, એમ કહે કે સ્વામીજીને લઈને અમારે પૈસા આવે છે, અમે આમ થયું, તો તમે મિથ્યાષ્ટિ નથી? સુજાનમલજી ! ( શ્રોતા:- સ્વામીજીને કારણે થાય એમ માને તો મિથ્યાષ્ટિ, અને વ્યવહારનું કથન હોય તો નહીં) આપણે તો ગમે તે વાત કરો તો એમાં શું થયું. વાત કરે છે. આવું સાંભળવામાં શું વાંધો છે. અને એની વાત સાચી છે એ હિસાબે પરને લઈને પૈસા ન આવે) એ તો પોતાના અંદર પુણ્ય પડ્યા હોય છે એને લઈને એ પૈસાનો યોગ થાય, એ કાંઈ ડહાપણને લઈને નથી અને ખરેખર તો પુણ્યને લઈને કહેવું છે એ પણ નિમિત્તથી કથન છે, પણ એ પરમાણું જ એ જાતના ત્યાં આવવાના હતા એને કારણે ત્યાં આવ્યા છે. ઉપાદાનથી. ' અરે મારગ બહુ જનમમરણના અંતની વાતુ બાપા, અનંત અનંત કાળ અવતાર કરીને સોથી નીકળી ગયા, ભૂલી ગયો, પણ માળો, હેં? કાગડાના, કૂતરાના, મિંદડાના, નારકીના, હાથી ને ઘોડા ને ઇયળ ને, ભવો અનંત અનંત કર્યા. અનંત કાળમાં એ દરેકના અનંત ભવ કર્યા, ભાઈ તું અનાદિનો છો ભાઈ, તો ક્યાં રહ્યો તું? આ પરિભ્રમણના શરીર રખડતામાં રહ્યો ભાઈ. આહાહા! અબજોપતિ પણ, અનંતવાર થયો તું, અને સો વાર માગે ને એક કોળીયો મળે એવો ભિખારી પણ અનંત વાર થયો બાપુ, એ કોઈ નવી ચીજ નથી. આહાહા ! તને તારી ખબર નહોતી તું કોણ છો ? ક્યાં છો? આહાહા ! વિશેષ હવે બપોરે આવશે, આવી બધી વાત “એક જાણે તે સર્વ જાણે,” “સર્વ જાણે તે એક જાણે” કેમ કહ્યું એનું? રાતે કહ્યું 'તું ને તમે, એનો ઉત્તર આવશે અત્યારે તો આ આ તો હાલે છે. આહાહાહા! કાય” “કાયા” ઔદારિક કાય, વૈક્રિયિક કાય આદિ. આહાહા! એ એને જાણનારો ભગવાન છે. જેણે પોતાને જાણ્યો છે તે પોતે કાયાને જાણવાનું કામ કરે છે. કાયા મારી છે એમ નહિ, તેમ કાયા છે માટે કાયાથી કાર્ય કરી શકું કાંઈ એમેય નહિ, તેમ કાયા છે માટે આંહીં જ્ઞાન થયું કાયાને લઈને એમેય નહિ. આહાહા!(શ્રોતા- એને લઈને જ્ઞાન તો થાય ને) એને લઈને નથી થયું, થયું છે સ્વપરપ્રકાશક પોતાના સામથી, પણ આંહીં બતાવવું છે કે એમાં નિમિત્ત કોણ એ બતાવવું છે. આહાહા ! સમજાય છે કાંઈ ? ભાઈ આ તો જનમમરણ રહિતનાં ત્રણલોકનો નાથ જિનેશ્વર વીતરાગ પરમેશ્વર એની આ વાણી છે, એનો માર્ગ જગતથી આખો ય જુદો છે. આહાહા! અરે “વાડા બાંધીને બેઠા, પોતાનો પંથ કરવાને” આ વાડો નથી, આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથના કથનોની વાણીનો સાર છે આ. આહાહા! સમયસાર છેને? આહાહા ! શ્રોત્ર” આ કાન, કાન શ્રોત્ર, એ કાન છે આ તો જડ છે. એ જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એનું જ્ઞાન થયું ધર્મીને, તો એ કાનમાં કાન સંબંધીનું જ્ઞાન પોતાને જ્ઞાન થાય છે, એ પણ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૯૧ પોતાને સ્વપરપ્રકાશક સામર્થ્યમાં કાન નિમિત્ત તરીકે છે, ઉપાદાન તો પોતે કાનનું જ્ઞાન પોતાથી થયું છે. આ કાન તો માટી જડ છે. (શ્રોતા- અંદર ઉઘાડ છે એ તો જીવનો છે ને) એય નહિ એ ભાવ ઇન્દ્રિય એ ઇન્દ્રિય નહિ. ત્રણેયને ઇન્દ્રિય કહેવી, પણ ઝીણી વાત પડે ભાઈ, આ જડ છે આ, એ ઇન્દ્રિય અને અંદર જે એકેક વિષયને જાણે એવો જ્ઞાનનો ઉઘાડ, એકએકને જાણે ગંધને સુંઘે નાક, રૂપને દેખે આંખ, અંદર આંખ હોં આ નહિ આ તો જડ છે અંદર જાણવાનો ઉઘાડ એ ભાવેન્દ્રિય પણ નહીં જે ઇંદ્રિય જિણીતામાં ત્રણ લીધા ૩૧ ગાથા જડ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયથી દેખાતા વિષય ચાહે તો સ્ત્રી કુટુંબ પરિવાર હોય તો પણ એ ઇન્દ્રિય કહેવાય એને, ઇન્દ્રિયનો વિષય તે ઇન્દ્રિય, અરે ત્રણલોકનો નાથ ભગવાન તીર્થંકરદેવ ને સમોશરણ એ પણ ઇન્દ્રિય કહેવાય. આહાહા ! અણીન્દ્રિય તો ભગવાન છે આંહીં અંદર કહે છે. આની અપેક્ષાએ હોં, એની અપેક્ષાએ તો અણિઇંદ્રિય છે ને ભગવાન? આવો મારગ છે. એ શ્રોત્ર” પણ એ કહે છે કે જડ છે આ હોં, ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનસ્વરૂપ છે, એનું જ્ઞાન થયું તેથી તે કાન પણ, કાનનું પણ તે જ્ઞાન કરે છે, કાન મારા છે એમ તો નહિ, તેમ કાન વડે-સાંભળું, હું જાણું છું એમેય નહિ, તેમ કાન છે માટે મને કાન સંબંધીનું જ્ઞાન થયું એમેય નહિ. આહાહાહા ! હવે અહીં ક્યાં પહોંચવું બિચારાને નવરાશ ન મળે આ પાપ આડે, આખો દિ', ધર્મ તો ક્યાંય રહી ગયો, પુણ્યય ન મળે. આહા ! છે. આહાહા ! એ કાન જડ છે. ચક્ષુ, આ જડ, આ કોડા માટી છે ને, એને જ્ઞાની જ્ઞાનમાં જાણે કે આ આંખ છે, આંખ વડે જાણતો નથી જ્ઞાની, તેમ આંખ છે માટે આંહીં આંખનું જ્ઞાન થયું એમેય નથી, તે વખતે જ્ઞાનનો સ્વપરપ્રકાશક પરિણામ ષટ્ટારકરૂપે પરિણમતું જ્ઞાન ઉભું થાય છે. ઓહોહો ! હવે, આમાં ક્યાં, ધર્મને કોને કહેવો. ઘાણ જડ છે આ માટી છે આ તો રાખ થાય છે કે નહીં મહાણમાં (સ્મશાનમાં) એ કાંઈ આત્મા નથી, આત્મા જેને આત્માનું જ્ઞાન થયું છે તે નાકનું જ્ઞાન કરે, નાક મારું છે એમ નહિ, તેમ નાક વડે હું સુંઘું છું એમ નહિ. આહાહાહા ! આવું ઝીણું બહુ જશુભાઈ! આહાહા ! હસમુખભાઈ નથી. આવ્યા નહિ? ભાવનગર, નથી આવ્યા, બપોરે આવશે શનિવાર છે ને? બપોરે આવશે ભાઈ નો આવ્યા હોં. હીરાલાલ! સવારે આવે છે, હાથ કપાઈ ગયોને એક વાર જાવું પડશે જયપુર એમ કહેતા'તા. આ કપાઈ ગયું છે ને આટલું કપાઈ ગયું છે બધું. ચાળીસ પચાસ લાખ હશે, પચાસ સાંઈઠ લાખ રૂપિયા, પીસ્તાલીસ વર્ષની ઉંમર ને નરમ નરમ નરમ છોકરાના લગન કરવા ગયા'તા મોટો ગૃહસ્થ માણસ પીસ્તાલીસ વર્ષની ઉંમર છે, એમાં આમ ડબાને અડીને ઉભા હશે સગાવહાલા મળવા આવ્યા હશે તે ત્યારે ઉપડી ગઈ'તી ટ્રેઈન તે આમ પકડવા ગયા હશે તે પડી ગયા કટકા આ તો કટકા ખબર પડી, પણ માળે ઉંકારો કર્યો નથી, આંખમાં પાણીનું એક ટીપુંય આવ્યું નથી. આવે છે સવારમાં આવે છે એવો બચારો નરમ માણસ છે, બુદ્ધિવાળો માણસ છે. પૈસા પાંચ સાત લાખની પેદાશ છે, પણ નરમ. કહો “જ્ઞાયક” એનો કટકો થયો હાથનો “જ્ઞાયક” એ ય! હસુભાઈ ! આમ બોલ્યો'તો. “જાણનાર છું હું તો.” આહાહા ! અને ત્યાં સુધી બોલી ગયો કે મારે નામે જેટલા પૈસા આવે આમ તો વાણીયાના બધા ભાગ પડે ને ઇન્કમટેક્સ માટે, નહિંતર છે તો બે ભાઈ બે ભાઈને કાંઈ વાણીયા નો પાડે, Page #207 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ૧૯૨ ઇન્કમટેક્સ ભરવો પડે ને એટલે છોકરો છોક૨ાનો છોકરો સૌના નામે લખે. મારે નામે જેટલા આમાં આવે તો મારો દેહ છૂટી જો છૂટી જાય તો શાસ્ત્રમાં આપી દેજોમારે નામે જેટલાં છે, મારો દેહ જો છૂટી જાય તો ત્યાં આપે છે પૈસા ઘણાં ૮૦ હજાર આપ્યા’તા એકવા૨, એકવા૨ ત્રીસ હજાર આપ્યા, એકવાર પચીસ હજાર આપ્યા, આપે છે પૈસા તો બહુ આપે છે, બહુ ઉદાર છે પણ આંહી છેલ્લે રહી ગયો. નહિંતર તો દેહ છૂટી જાત અહીંથી આટલું કપાઈ ગયું, આટલો-આટલો કટકો છે. આહાહાહા ! એ દેહની સ્થિતિ તે કાળે તે પ્રકારે થવાની હતી, અને તે કાળે ખરેખર કપાણું તેનું અહીં જ્ઞાન થવાનું હતું. આહાહાહા ! ઝીણી વાતું બહુ બાપુ ! આવો ધર્મ ક્યાંથી કાઢયો કહે છે. ઓલા ઈશ્વર કર્તા માને છે ને, ઈશ્વ૨ની ભક્તિ કરો, ઈશ્વરને, માળે ઈશ્વરની આંહીં વળી કહે ઈશ્વર કર્તા નથી કોઈ, ત્યારે ભગવાનની પૂજા કરો રાગ, ઇ બધો રાગ છે. સાંભળ આ તો આ ભગવાન અંદર બેઠો. આહાહાહા ! એને જેણે જાણ્યો એને એ “ઘ્રાણ” પણ જાણવામાં ઇન્દ્રિય આવે, જ્ઞાન થાય. '' “૨સન” આ જીભ ૨સ એ જે રસનનું પણ જ્ઞાન છે જીવને. જેણે આત્માનું જ્ઞાન કર્યું તેને આ રસનનું જ્ઞાન છે, રસન એનું નથી જીભ એ આત્માની નથી, આ તો જડ છે માટી. આહાહાહાહા! “સ્પર્શ” આ સ્પર્શ, આ જડ છે, આ સ્પર્શ તો, એનું જ્ઞાન સ્વરૂપમાં એનું જ્ઞાન થાય, પોતાનું જ્ઞાન થાય ત્યારે તેને ૫૨નું પણ જ્ઞાન થાય, એવા સોળ સૂત્રો વ્યાખ્યાન કરવાં, અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં. જેટલા વિકલ્પોના પ્રકાર ને જેટલા અન્યના પ્રકાર છે બધાને આ રીતે વિચારીને ભિન્ન જાણવા. આહાહા ! હવે અજ્ઞાની પણ પ૨દ્રવ્યના ભાવનો કર્તા નથી એમ કહે છે. શું કહે છે? અજ્ઞાની છે આત્માનું જ્ઞાન નથી, ધર્મી નથી, મિથ્યાર્દષ્ટિ છે, એ પણ કાંઈ ૫૨દ્રવ્ય આ શરીરની ક્રિયા કરી શકે, વાણી કરી શકે, પ૨નું કરી શકે એ છે નહિ. અજ્ઞાની જે છે આત્માનું જ્ઞાન નથી, એવા મિથ્યાર્દષ્ટિ પણ કાંઈ શરીરની ક્રિયા કરી શકે કે વાણી બોલી શકે ? આહાહાહાહા ! એ ૫૨નું તો કરી શકે જ નહિ. આહાહા ! અજ્ઞાની પણ દિકરાને ઉપજાવે, દિકરાને પાળે, દિકરાને ભણાવે આ શું બધા તમારા છોકરાં ભણ્યાં, ભાઈએ ભણાવ્યો નહોતો સુમનભાઈને, ૩૫ હજાર ખર્ચીને પાપ કરીને પૈસા કર્યા'તા રામજીભાઈએ વકીલાત કરીને, એ ૩૫ હજાર છોકરામાં વાપર્યા. અમેરિકામાં ભણવા માટે. એય અત્યારે છ સાત, આઠ હજા૨નો પગાર છે મહિને. આવે છે અહિંયા એ આ કરી શકતો હશે ? આહાહા! કોણ આપે બાપા, અજ્ઞાની પણ પ૨નું લેવું દેવાની એ ક્રિયા અજ્ઞાની પણ કરી શકતો નથી. એમ કહે છે કેમકે માટી જડ છે આ પૈસા તો જડ છે ધૂળ છે એને આમ જાવું ને આવવું નોટનું એ આત્મા કરી શકે, ત્રણકાળમાં નહિ, ભારે કામ ભાઈ આવું. ( શ્રોતાઃ- આત્મા પોતે પૈસારૂપ થઈ જાય ) પૈસા, પૈસાને લેવા દેવાની ક્રિયામાં તન્મય થઈ જાય તો પોતે જુદો ૨હે નહિ, જડ થઈ જાય. સમજાણું કાંઈ ? અજ્ઞાની પણ એમ, જ્ઞાની તો રાગનો કર્તા નથી, ૫૨નો તો કર્તા નથી, પણ અજ્ઞાની ૫ણ ૫૨નો તો કર્તા નથી. એમ લેવું છે. અજ્ઞાની કરે તો એ દયા, દાન, વ્રત કામ, ક્રોધ શુભાશુભ ભાવ એ વિકારને કરે, પણ ૫૨નું કરી શકે ( નહીં ). આહાહા ! ધંધા પાણીની Page #208 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૧ ૧૯૩ ક્રિયા, આ લાદીની ક્રિયા તમારા થાણાની, થાન શું કહેવાય એ ? થાણા, થાણા, ત્યાં ઊતર્યા’ તા ને તે દિ’ તમારા ત્યાં, એ બધું આત્મા અજ્ઞાની પણ કરી ન શકે, એમ કહે છે. (શ્રોતાઃ- અજ્ઞાની ભલે ન કરી શકે આત્મા તો કરી શકેને ) આત્મા ૫૨નું કાંઈ કરી શકે નહિ, આત્મા સિવાય, આત્મા કરે તો તે પોતાના પુણ્ય-પાપ ભાવને અજ્ઞાનભાવે કરે, અજ્ઞાનભાવે પણ ૫૨નું કરી શકે નહિ, છોકરાઓનું, બાઈડીઓનું આ બીજાનાં લગન (આત્મા તો કરી શકે તે ) આહાહા! ( શ્રોતાઃ– આ પૈસા બધા પાણીમાં ગયા ) પાણી, કે દી' હતા પૈસા ? રામજીભાઈના પૈસા કે દિ’ હતા. આહાહા ! સમજાણું કાંઈ ? પૈસા તો જડના હતા. આહાહા ! એ આંહીં તો કહે છે કે જડનું તો કાંઈ કરી શકે નહિ, વિશેષ આવશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) એક (અપેક્ષાએ ) સસભંગી લીધી છેઃ જાણવું દેખવું તે ‘ઉપયોગ’ છે એ સ્વ છે, અને એ સિવાય બીજા ગુણ ‘ઉપયોગ' નહીં તેથી તે ૫૨ છે. એવી સસભંગી ચાલી છે. ઉપયોગસ્વરૂપ જે જાણન-દેખન એ અસ્તિ, અને એ સિવાય બીજા જે છે તેની નાસ્તિ; કા૨ણ કે ઉપયોગમાં આ બધા ગુણો નથી, ઉપયોગમાં તો જ્ઞાનદર્શનનો ઉપયોગ જે ધ્રુવ છે તે એના જ્ઞાનની પર્યાયમાં આવ્યું, તો એ ઉપયોગ જે છે તે સ્વ-અસ્તિ છે, અને ઉપયોગ સિવાયના જે અનંતગુણ એમાં ઉપયોગ નથી, એને ઉપયોગ ન કહીએ. એની સસભંગી ચાલી છે. જિજ્ઞાસા: બધા ગુણોથી પર્યાયને ઉપયોગ કહેવાય ? સમાધાનઃ નહીં. ઉપયોગ નહીં. એ તો પછી ચેતના કહેવામાં ય પછી ચેતનાના બધા ગુણ ચેતના કહેવામાં આવે છે, પણ ભાગ (ભેદ) પાડવાથી ચેતના તો જાણન-દેખન એ ચેતના છે. એ હમણાં કહેશે. (શું) સમ્યગ્દર્શન પોતાને જાણે છે? ચારિત્ર પોતાને જાણે કે હું ચારિત્ર છું? –નહીં. જ્ઞાન જાણે છે. ( શ્રોતાઃ ) ચારિત્રને શુદ્ધ ઉપયોગ–અશુદ્ઘ ઉપયોગ ( સંજ્ઞા ) આવે છે ! (ઉત્તર: ) એ વાત આચરણ અપેક્ષાએ છે. એ ‘દ્રવ્યસંગ્રહ' માં આવ્યું છે. બાર પ્રકારના જે ઉપયોગ છેઃ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન-એ ઉપયોગરૂપ ભાવ... બસ ! એ શુદ્ધઉપયોગ ને અશુદ્ધઉપયોગ એમ ત્યાં નથી. શુદ્ધ અને અશુદ્ઘમાં તો આચરણ સાથે આવે છે. ઘણીવાર અહીં વાત થઈ ગઈ છે. શુદ્ધઉપયોગ તો અંદર આચરણનું છે. એકલું જાણવું–દેખવું નહીં. અશુદ્ધઉપયોગમાં મલિન આચરણ છે અને શુદ્ધઉપયોગમાં નિર્મળ આચરણ છે. આચરણ છે શુદ્ધઉપયોગમાં. આહા... હા ! ક્યાં ક્યાં ફેર પડે છે. વાત તો એવી બહુ છે, ‘દ્રવ્યસંગ્રહ' માં લીધું છે: બાર પ્રકા૨નો ઉપયોગ ભિન્ન ચીજ છે અને શુદ્ધ ને અશુદ્ધ ઉ૫યોગ જે આચરણ છે તે ભિન્ન ચીજ છે. સમજાણું કાંઈ ? (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૨૦,નિયમસાર શ્લોક-૭૫ ) Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ( ગાથા-૧૦૨ अज्ञानी चापि परभावस्य न कर्ता स्यात्जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता। तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा।।१०२।। यंभावं शुभमशुभंकरोत्यात्मा स तस्य खलु कर्ता। तत्तस्य भवति कर्म स तस्य तु वेदक आत्मा।।१०२।। इंह खल्वनादेरज्ञानात्परात्मनोरेकत्वाहाध्यासेन पुद्गलकर्मविपाकदशाभ्यां मन्दतीव्रस्वादाभ्यामचलितविज्ञानघनैकस्वादस्याप्यात्मनः स्वादं भिन्दानः शुभमशुभं वा यो यं भावमज्ञानरूपमात्मा करोति स आत्मा तदा तन्मयत्वेन तस्य भावस्य व्यापकत्वाद्भवति कर्ता, स भावोऽपि च तदा तन्मयत्वेन तस्यात्मनो व्याप्यत्वाद्भवति कर्म; स एव चात्मा तदा तन्मयत्वेन तस्य भावस्य भावकत्वाद्भवत्यनुभविता, स भावोऽपि च तदा तन्मयत्वेन तस्यात्मनो भाव्यत्वाद्भवत्यनुभाव्यः। एवमज्ञानी चापि परभावस्य न कर्ता स्यात्। વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છે જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨. ગાથાર્થ-[માત્મા] આત્મા [ ચં] જે [ સુમન શુમમ] શુભ કે અશુભ [માવં] (પોતાના) ભાવને [ રોતિ] કરે છે [ત] તે ભાવનો [...] તે [47] ખરેખર [ કર્તા] કર્તા થાય છે, [1]તે (ભાવ) [ ૨] તેનું [*] કર્મ [ મવતિ] થાય છે [સ: શાત્મા તુ] અને તે આત્મા [તસ્ય] તેનો (તે ભાવરૂપ કર્મનો) [વે] ભોક્તા થાય છે. ટીકા-પોતાનો અચલિત વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પુગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના (વિજ્ઞાનઘનરૂપ) સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે; વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર (અર્થાત્ ભોક્તા) થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુમાવ્યા Page #210 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૨ ( અર્થાત્ ભોગ્ય ) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી. ૧૯૫ ભાવાર્થ:-પુદ્ગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; ૫૨ભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. પ્રવચન નં. ૨૦૫ ગાથા-૧૦૨ રવિવાર, મહા વદ-૧૪, તા. ૨૫/૨/’૭૯ ૧૦૨ ગાથા. હવે અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી, વસ્તુ આ છે પણ અંદર નાખશે ઘણું ઉંડું. અજ્ઞાની પણ, એમ કે જ્ઞાની તો કરતો નથી ૫૨ને, જ્ઞાની તો રાગને ય કરતો નથી. કેમકે જ્ઞાન સ્વભાવ ઉપર દૃષ્ટિ હોવાથી શુદ્ધ ઉપાદાન એની દૃષ્ટિ હોવાથી, એ રાગ છે તે અશુદ્ધ ઉપાદાન છે. તેથી તેનો એ કર્તા નથી. પણ અજ્ઞાની ૫ણ ૫૨નો કર્તા નથી, આંહીં તો કહે છે. જ્ઞાની રાગનો કર્તા નથી. ૫૨નો તો કર્તા નથી. અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો હોં, કર્તા નથી. આહાહા ! जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता। तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ।। १०२ ।। જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેનો વેદક બને. ૧૦૨. એના ફળની પહેલી વાત કરશે. વાત આ છે. હવે ટીકાઃ– “પોતાનો અચલિત વિજ્ઞાનનરૂપ એક સ્વાદ હોવા છતાં”, પાઠમાં છે એનાથી પહેલી વાત એનાથી બીજી વાત કરીને, પછી એ કહેશે. ભગવાન આત્મા, પોતાનો ચળે નહિ એવો વિજ્ઞાનન, એ તો વિજ્ઞાનઘન છે. આહાહા ! વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ છે, એનો તો અતીન્દ્રિય આનંદનો વિજ્ઞાનઘન એક જ સ્વાદ છે. આહાહા ! શું કહ્યું સમજાણું ? સ્વાદ તો દાળ ભાત ૨સગુલ્લા ને મેસુબનો સ્વાદ કઠે લોકો, એ કાંઈ એનો સ્વાદ નથી એને આવતો, એના ઉ૫૨ લક્ષ કરીને રાગ કરે છે એનો અહીંયા સ્વાદ છે. સ્ત્રીના વિષયમાં પણ સ્ત્રીના શ૨ી૨નો ભોગવટો નથી અજ્ઞાનીને, એના પ્રત્યે રાગ થાય છે, રાગને સ્વભાવનો ભેદ પકડી અને રાગને અનુભવે છે સ્વભાવ તો વિજ્ઞાનઘન એક સ્વાદ આનંદરૂપ છે પ્રભુ. આહાહા ! છે! પોતાનો અચલિત વિજ્ઞાનનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ અનાદિકાળનાં અજ્ઞાનને લીધે, પાણીનું પૂર ચાલતું હોય પ્રવાહ એકરૂપે આમ ચાલે, પણ વચ્ચે નાળા અને નળ આવે ખંડ પડી જાય, ભાગ પડી જાય, શું કહે આ નાળા આવે ને વચમાં, પાણી એકરૂપ ચાલ્યું આવતું હોય નાળું આવે વચ્ચે ભાગ પડી જાય, એમ ભગવાન આત્મા વિજ્ઞાનન એકરૂપ સ્વાદ છે એનો પણ વચ્ચે ૫૨ના અને પોતાના એકપણાના અધ્યાસથી આ ખંડ કરે છે, ભેદ પાડે છે. આહાહા ! શું કહે છે ? સમજાય છે ? Page #211 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જેમ નદી ચાલતી આવતી હોય તો પાણી એકરૂપે આમ હોય, પણ વચ્ચે નાળા આવે નાળા, ખંડ પડી જાય, બે ત્રણ પાણીના ખંડ થઈ જાય, એમ ભગવાન આત્મા, એનો એક ધારા વિજ્ઞાનઘન રસ છે પણ અનાદિ અજ્ઞાનને લીધે ૫૨ના અને પોતાના એકપણાના અધ્યાસથી, એકપણામાંથી બે ને અનુભવે છે એમ કહેવું છે. શું બે ? પોતાના એકપણાના અધ્યાસથી એ રાગ પુણ્ય પાપના ભાવ અને પોતે વિજ્ઞાનથન હોવા છતાં એ રાગ ને વિજ્ઞાનથન એ પોતાને, ૫૨ને ને પોતાના એકપણાને લીધે, એની માન્યતામાં એ છે કે આ રાગ તે હું છું. શુભ અશુભ રાગ અને પોતે બે ય એક છે એમ માને છે. એ શુભ અશુભ રાગ અને વિજ્ઞાનઘન પ્રભુ “અનાદિ અજ્ઞાનને લઈને બેયને એક માને છે”. સમજાય છે કાંઈ ? (૮ ૧૯૬ અધ્યાસને લઈને, વસ્તુ સ્વરૂપમાં એ નથી, પણ અધ્યાસ અનાદિનો, પોતાનો સ્વભાવ ને રાગની એકતાનો, આહાહાહાહા ! “મંદ ને તીવ્ર સ્વાદવાળી” શુભ ભાવ મંદ ભાવ છે, અશુભ તીવ્ર છે, એવા “મંદ ને તીવ્ર સ્વાદવાળી” શુભભાવ એવા “મંદ ને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની એ બે દશાઓ વડે” જોયું ? શું કહે છે શુભરાગ થાય શુભરાગ દયા-દાન વ્રત ભક્તિ પૂજાનો શુભ રાગ એ અને અશુભ રાગ હિંસા, જૂઠું, ચોરીનો રાગભાવ. કહે છે કે વિજ્ઞાનન ભગવાન એક હોવા છતાં, કર્મની બે દશાને તે અનુભવે છે, કર્મની એક દશા ય નહિ પાછી. આહાહા ! ઝીણું છે. મંદ ને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની, કર્મનું કર્મ નહિ, કર્મનો અનુભવ નથી અહીંયા, પાઠ તો એવો છે કે પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ, એટલે ખરેખર શુભ ને અશુભભાવ એ પુદ્ગલ કર્મનાં નિમિત્તથી થયેલ, માટે તે પુદ્ગલકર્મનું ફળ છે શુભ ને અશુભ ભાવ એમ કહ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! આવી વ્યાખ્યા છે. વિપાકની બે દશાઓ એમ કીધું ને ? પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ, એનો અર્થ એ થયો કે જે આત્માનો પાક છે એ આનંદ છે, ભગવાન આત્મામાંથી તો અતીન્દ્રિય આનંદનો પાક પાકે, એવો એ પ્રભુ છે. આહાહાહા ! એ અતીન્દ્રિય આનંદના એકરૂપ સ્વભાવને અજ્ઞાનપણે કર્મના વિપાકની મંદ ને તીવ્ર બે ભાવ, એને એકમાંથી તોડીને બેરૂપે કરી નાખ્યો એને. આહાહા ! સમજાય છે કાંઈ ? (શ્રોતાઃ– એકનું બેરૂપ થઈ ગયું ) શુભ અને અશુભ મંદ તો શુભ. ( શ્રોતાઃ– પર્યાયો ? ) બે છે શુભ વખતે અશુભ નથી ને અશુભ વખતે શુભ નથી, માટે બે કહ્યાં છે, મંદ પરિણામ જ્યારે શુભ ભાવ છે, ત્યારે અશુભ નથી, અશુભ છે ત્યારે શુભ નથી. આ તો એકરૂપ છે એના અહીં બે પ્રકાર છે, એમ કહેવું છે. ઝીણી વાત. ભગવાન અંદર અતીન્દ્રિય આનંદનો વિજ્ઞાનયન સ્વરૂપ પ્રભુ છે એની દૃષ્ટિનો, અનાદિથી અભાવને લીધે, કર્મના પાકના બે પ્રકારો શુભ અને અશુભ ભાવ ખરેખર તો કર્મમાં શાતા અશાતાનો ઉદય આવ્યો એને કંઈ આત્મા શુભાશુભભાવ એને કાંઈ અડતો નથી, પણ એના વિપાકનું નિમિત્ત છે અને આંહીં શુભાશુભભાવ પોતાના અશુદ્ધ ઉપાદાનથી કરે છે, એમ સિદ્ધ કરવું છે. શુદ્ધ ઉપાદાન તો વિજ્ઞાનઘન આનંદકંદ પ્રભુ, એનો સ્વાદ તો એકરૂપ અતીન્દ્રિય આનંદનો સ્વાદ એકરૂપ વસ્તુ છે. આહાહાહા ! પણ અજ્ઞાની એકરૂપ સ્વાદના ઉ૫૨ની દૃષ્ટિનો અસ્તિત્વનો હોવાપણાનો નકા૨ કરી, કર્મના પાકના બે પ્રકાર જે શુભ અશુભ ભાવ એ બે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ગાથા-૧૦૨ દશાઓ વડે “પોતાના સ્વાદને ભેદતો થકો દેખો. આહાહાહા ! એ કર્મનો પાક તો અંદર ગયો'તો પણ અહીં પાક લેવો છે એ શુભાશુભ ભાવ એ કર્મનું ફળ છે. આત્મા, આત્માનો એ પાક નથી, આત્માનો પાક તો આનંદ હોય. અને આ તો દુઃખરૂપ શુભ અશુભ ભાવ બેય દુઃખરૂપ કર્મના પાકના નિમિત્તથી અહીં થયેલ હોય એટલું, એનું ફળ એમ કીધું. આ ભગવાન આત્મા આ બાજુથી જોવો તો વિજ્ઞાનઘન સ્વાદ એકલો છે, અને આમથી જુઓ તો એને આમ મૂકીને શુભ અશુભ ભાવ બે દશાઓ કરતો થકો. છે ને? બે દશાઓ વડે પોતાના સ્વાદને ભેદતો થકો. આહાહાહા ! જે ભગવાન આત્મા આનંદ અતીન્દ્રિય સ્વાદ સચ્ચિદાનંદ પ્રભુ એનો તો આનંદનો સ્વાદ એકરૂપે છે. છતાં અનાદિથી તેનો આશ્રય નહિ, તેનો આદર નહિ, તેની હૈયાતિનો સ્વીકાર નહિ, વિજ્ઞાનઘન એવો જે આનંદનો સ્વાદ, પણ એ વસ્તુ છે તેની કબુલાત નહિ, અસ્તિની હૈયાતિની, એવું હૈયાતિવાળું તત્ત્વ છે, એનો જ્યાં સ્વીકાર નથી, અજ્ઞાનને લઈને તેના સ્વીકારથી વિરુદ્ધ, કર્મના પાકના બે પ્રકાર શુભ કે અશુભ, એવી બે દશાઓ વડે, છે? પોતાના સ્વાદને ભેદતો. ઓહોહો ! શુભ અશુભ ભાવના સ્વાદમાં ચૈતન્યના સ્વાદને ભેદતો, હસુભાઈ ! ઝીણી વાતું બહુ બાપુ! ધંધાના.. ભગવાનની ધારા તો કહે છે કે દ્રવ્યસ્વભાવ જે વિજ્ઞાનઘન ને આનંદકંદ પ્રભુ છે, એનો એક જ સ્વાદ, આવ્યું પહેલું ! એક સ્વાદ અંદરમાં પહેલી લીટી! એકરૂપ સ્વાદ છે એનો. પણ તેની હયાતીના સ્વીકાર વિના જ્યારે એની હયાતીનો સ્વીકાર નથી, તો એ છે એવું કંઈક સ્વીકાર તો કરવું પડશે ને? આહાહાહા! ભગવાન વિજ્ઞાનઘન અતીન્દ્રિય આનંદકંદ આત્મા પ્રભુ છે, અરે કેમ બેસે? આહાહા ! અહીં આમ બીડી પીવે ત્યાં તલપ ચઢી જાય જાણે, આવા અપલખણ હવે એને આત્મા.. (ભગવાન કહેવો) ભાઈ પ્રભુ છે તો, તું એકરૂપ આત્મા જ્ઞાન, વિજ્ઞાનઘન ને આનંદના સ્વાદવાળો તું પ્રભુ, પણ તેના તરફનો સ્વીકાર નહિ, તેથી ક્યાંક પોતાની હયાતીનો સ્વીકાર તો કરશે? એ સ્વીકાર આંહીં કર્યો આ બા. શુભ અશુભ ભાવ બે દશાઓ વડે, પોતાને એ બે દશાઓ વડે આનંદકંદ વિજ્ઞાનઘન પ્રભુ એકરૂપ સ્વાદ છે, તે સ્વાદને બે દશા વડે તોડી નાખ્યો છે. સમજાણું કાંઈ? ભાઈ ! આ કાંઈ વાર્તા નથી, આ તો ધર્મની ચીજ છે. ધર્મ કોઈ એક એવી ચીજ નથી કે વ્રત પાળ્યા ને ભક્તિ કરી ને પૂજા કર્યા ને, લાખ બે લાખના દાન આપ્યા માટે ધર્મ થઈ ગયો, ધૂળમાંય ધર્મ નથી કહે છે, એ આ કહે છે. આત્માનો આનંદઘન સ્વભાવ છે, તેનો અંતરમાં સ્વીકાર કરે અને એમાં આનંદનો સ્વાદ અતીન્દ્રિયનો આવે, ત્યારે એને ધર્મ થાય. આવી વાત છે. સમજાણું કાંઈ? આહાહાહા ! (શ્રોતા - કોકની ભીડ ભાંગે તો ધર્મ થાય) ધૂળમાંય થતું નથી. પુણ્ય પરવણી નથી ઓલ્યા મકરસંક્રાતિ આવે, ત્યારે રાડો પાડે પુણ્ય પરવણી, આપો દાન ફલાણું કરો, ધૂળમાંય નથી દાન તારા, એ જડની ચીજ, એ જડ મારી છે એમ માની ને આપે તો એ મહા ભ્રમણાં છે એની, મિથ્યાત્વ (છે) સત્યથી વિરુદ્ધની ભ્રમણાં છે. સમજાણું કાંઈ? આહાહા ! Page #213 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભગવાનનો તો વિજ્ઞાનઘન એક સ્વાદ હોવા છતાં, તેના અસ્તિપણાનો હયાતીનો સ્વીકાર નહીં હોવાથી અનાદિથી અજ્ઞાનને લીધે એ કર્મના પાકના બે ફળ શુભ ને અશુભ શાતા અશાતાનું ફળ એ એમ કહેવું છે. સમજાણું કાંઈ ? શાતા અશાતા સંયોગ આપે છે એ જુદી વસ્તુ છે, અત્યારે તો આમ કહેવું છે. સમજાણું કાંઈ ? સંયોગ આવે પણ અહીંયા શાતા અશાતાનું ફળ જે છે ને વેદવું એ વાત લેવી છે. આહાહા ! એકરૂપ સ્વાદમાં શાતા અશાતાના પ્રકા૨ શુભ ને અશુભ એવા બે કરતો, બે થયા અહીં એક વખતે શુભ ને એ જ વખતે અશુભ એમ નથી, માટે બે થયા એમ કહે છે. આહાહાહા ! એકરૂપ તો ભગવાન આત્મા આનંદનો વિજ્ઞાનઘન એ એકરૂપ છે ત્યારે સામે દ્વિધા કરવી છે ને, બતાવવી છે. આહાહા ! આવો મારગ લોકોએ સાંભળ્યો નથી બિચારાએ, આ જાત્રા કરો ને, ભક્તિ કરો ને વ્રત કરો ને અપવાસ કરો, થઈ ગયો (ધર્મ ) મારી નાખ્યો આત્માને. એ તો બધા વિકલ્પ ને રાગ. એ તો એ જ કહે છે અહીંયા એ રાગના ભાવના ભેદથી એકરૂપ સ્વાદને બે–રૂપે કરી નાખ્યો એણે. આહાહાહા ! મંદ અને તીવ. ભાઈ સમયસાર છે તે અલૌકિક ચીજ છે ! તેની એક એક ગાથા ! એક એક પદ અલૌકિક છે પ્રભુ. આહાહા ! બે દશાઓ વડે, પોતાના વિજ્ઞાનથનરૂપ સ્વાદને દેખો. એ શુભ અશુભના સ્વાદના કા૨ણે વિજ્ઞાનઘન એક સ્વાદ છે, તેના બે કરી નાખ્યા, “ભેદતો થકો અજ્ઞાનરૂપ” શુભ અશુભ ભાવને કરે છે. જોયું ? શુભ ને અશુભ. કે આંહીં તો સિદ્ધ એમ કરવું છે. પાઠ તો છે બીજો, ૫૨નેય કરતો નથી, પણ સ્વને ક૨ે છે, એ શું કરે છે, એ પહેલું બતાવી ને. પાઠ તો એ છે. “જે ભાવે સુહમસુ ં ક૨ેદિ આદા સ તસ્ક ખલુ કત્તા” પણ એ શુભ-અશુભ ભાવ એનું ‘બે' પણું કઈ રીતે છે, એમ બતાવવા આવો વિજ્ઞાનન ભગવાન છે, અતીન્દ્રિય આનંદનું દળ છે પ્રભુ. અતીન્દ્રિય પ્રભુતા, ઈશ્વરતાનો એ કંદ છે. આહાહા ! એનો સ્વભાવ ૨ાગરૂપ ન થવું, અને રાગથી આત્મામાં વીતરાગતા ન થવી એવો એનો સ્વભાવ છે. ૧૯૮ એવા અકાર્યકા૨ણ સ્વભાવરૂપ પ્રભુ વિજ્ઞાનથન જેને રાગ શુભ થાય, એ કા૨ણ અને સ્વાદ આવે એ એનું કાર્ય એમ નથી, એનું કાર્ય તો એકરૂપ સ્વાદ આવે એવું જોઈએ. આહાહા ! ઓલા કર્તાકર્મમાં કીધું છે ને ભાઈ ૬૯-૭૦ જે જ્ઞાતાદેષ્ટા, ઉદાસીન અવસ્થા છે એને છોડીને, છોડીને એટલે જે થઈ છે એને છોડીને છે ? પાઠ તો એવો છે. ૬૯-૭૦ જે ઉત્પન્ન થવી જોઈએ વિજ્ઞાનઘન આનંદની દશા ઉત્પન્ન થવી જોઈએ તેને ઉત્પન્ન નહિ કરતો, શુભ ને અશુભ ભાવના રાગને ઉત્પન્ન કરે છે એ વિજ્ઞાનયન સ્વાદનો ભેદ કરી નાખે છે. આહાહા ! હીરાલાલજી ! આવી વાત છે. આવો ઉપદેશ કઈ જાતનો ? આહાહા ! પ્રભુ તારા ઘ૨ની વાત છે આ. તારું ઘર એવું છે અંદર કે એ તો વિજ્ઞાનઘન ને અતીન્દ્રિય આનંદકંદ છે એ જ તારું ઘર છે. એ બહાર ચલ્લો થાય છે. શેઠીયાના દિકરા એવા હોય સ્વચ્છંદી બહારચલા થાય, લક્ષ્મી વાપરે જ્યાં ત્યાં એના બાપા કહે ભાઈ આ રીતે તું લક્ષ્મીને જ્યાં ત્યાં આપી દે બીજાને, અરેરે ! ખાનદાનની દિકરી છે એને છોડીને તું ભાઈ આ રસ્તે ક્યાં ચઢયો ? એમ ત્રણલોકનો નાથ પોકારે છે. પ્રભુ તારા ઘરમાં વિજ્ઞાનઘનનો સ્વાદ છે ને ! એ શક્તિ Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૨ ૧૯૯ સ્વભાવ છે, છે, છે એ શક્તિ સ્વભાવ વસ્તુ જ છે એ બધી. અહીંયા તો વિજ્ઞાનઘન આનંદ છે, એ શક્તિ જ એક શક્તિ છે એનું અહીં જ્ઞાન થયું, રાગ હોવા છતાં એક સ્વાદ હોવા છતાં, પાછો પર્યાયમાં એનો એક સ્વાદ આવવો જોઈએ એમ કહે છે એ વિના વિજ્ઞાનઘન આનંદ છે એવું જાણ્યું કોણે? આહાહા ! સમજાય છે આમાં? આનંદકંદ પ્રભુ એનો આ આનંદ છે એવી પર્યાયમાં આનંદ આવ્યા વિના આનંદકંદ છે, એમ જાણ્યું કોણે? બસ તો એણે જાણ્યું અત્યારે, એની જ અહીં વાત છે. આહાહાહા ! એ તો પ્રશ્ન નહોતો કર્યો ભાઈએ ત્રિભોવનભાઈ વારીઆએ કે આ કારણપરમાત્મા છે ને કાર્ય કેમ નથી આવતું? તમે એને કારણપરમાત્મા કહો છો ને કારણ હોય તો કાર્ય આવે? ભાઈ કારણ પરમાત્મા વિજ્ઞાનઘન છે એ કબૂલે એને છે કે ન કબૂલે એને છે? એને એ કબૂલે તો છે, નહીંતર એને ક્યાં છે? શું કીધું ઈ? છે જ નહીં એને માટે, છે જ નહિ બીજો ભલે કહે, શું કીધું ઈ ? કે કારણપરમાત્મા કહો કે વિજ્ઞાનઘન સ્વાદરૂપે છે પ્રભુ, એને જે સ્વીકારે છે શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકારે છે અને એ છે. અને એને છે એમ જ્યારે કાર્ય આવ્યું સમ્યગ્દર્શનજ્ઞાનનો સ્વાદ એ કારણનું કાર્ય આવ્યું તે જાણવું. પણ જે કારણ આવું ભગવાન છે એનો સ્વીકાર જ નથી એટલે આ છે, એમ જ નથી. આ છે, પુણ્ય ને પાપના પરિણામ તે છે ત્યાં, આમાં એ ક્યાંથી ન્યાં આવે એ? એને ક્યાંથી માન્યતામાં એ આવે. સમજાણું કાંઈ? આહાહાહા ! વાત તો આંહીં (એવી છે) અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ સિદ્ધ કરવું છે, એમાં આ નાખ્યું. આત્મા એ જડકર્મનો કર્તા નથી, જડ કર્મને કરતો નથી ને જડને ભોગવતો નથી. એ પોતાના શુભાશુભ ભાવને કરે ને શુભાશુભને ભોગવે, અત્યારે એ સિદ્ધ કરવું છે. પાઠ ઈ છે ને “તસ્સ દુ વેદગો” આમ તો સર્વવિશુદ્ધિમાં એવું આવ્યું બૌદ્ધના અધિકારે, એક પર્યાય કરે ને બીજી પર્યાય ભોગવે. એ પર્યાય નહિ. એ ત્યાં તો બીજી શૈલી કરવી છે. બૌદ્ધના અધિકાર જે દ્રવ્ય કરે છે એ જ ભવિષ્યમાં દ્રવ્ય ભોગવે છે, એનો વિષય ત્યાં ભોગવે છે. પણ જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી, એ બીજી પર્યાય એ સંયોગોની અપેક્ષાએ વાત છે. શું કહ્યું? આ સંયોગની આંહીં વાત નથી, આંહીં તો અંદરના ભાવની વાત છે, જે પર્યાયે પાપ બંધાણું એ પર્યાયે પાપના ભોગવવાના કાળે સંયોગને કાળે એ પર્યાય તો નથી, એનું એ છે ને એ વિષય ભોગવે છે, ભોગવે છે, પણ જે પર્યાય કરે છે એ પર્યાય ભોગવતી નથી એ બીજી પર્યાય એ સંયોગોની અપેક્ષાએ વાત છે. શું કહ્યું? આ સંયોગની આ વાત નથી. અહીં તો અંદરના ભાવની વાત છે. શું કહ્યું? જે પર્યાયે પાપ બંધાણું એ પર્યાય પાપના ભોગવવાના કાળે, સંયોગને કાળે તો એ પર્યાય તો નથી, સંયોગને હોં-પાપમાં પ્રતિકૂળ સંયોગ, પુણ્ય હોય તો અનુકૂળ સંયોગ. અહીં જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી, પણ જે દ્રવ્ય કરે છે તે દ્રવ્ય ત્યાં ભોગવે છે. એમ સ્યાદ્વાદ અધિકાર છે. છે ને ભાઈ, સ્યાદ્વાદ આ પ્રમાણે છે. અહીં બીજી વાત છે. આહાહાહા ! અહીંયા તો પોતે વિજ્ઞાનઘનનો રસ છે જે તોડે છે અને શુભાશુભભાવને કરે છે અને વેદે છે પણ એ, કહેશે, જે ભાવને કરે છે તેને જ તે જ સમયે વેદે છે. એનું ફળ પછી વેદાશે એની આંહીં વાત નથી, પછી એ સંયોગી ચીજની અપેક્ષાએ વાત છે. આહાહાહા! સમજાણું Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦) સમયસાર સિદ્ધિ ભાગ-૫ કાંઈ? આવું નવું લાગે બધું નવું, બાપુ શું કરે? આંહીં તો પોતે વેદે છે, કરે છે આત્મ પર્યાય, વેદે છે ય પર્યાય, ત્યાં તો કહે છે, જે પર્યાય કરે છે એનું ફળ સંયોગ આવશે ત્યારે તેને વેદે છે, એ પર્યાય એને વેદે છે એમ કહેવાય. આહાહાહા ! સ્યાદ્વાદની શૈલી તો જુઓ પ્રભુ! આહાહા ! સ્વાદને ભેદતો થકો તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી, એકરૂપ રાગમાં એકાકાર થઈ ગયો છે. આહાહા ! ઝીણી વાત બાપુ, ધર્મ કોઈ એવી ચીજ નથી કે આમ સાધારણ બાહ્યથી (થઈ જાય), વખત મળે નહિ. આહાહાહા ! તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે. ખરેખર તો તે પર્યાયમાં તન્મય છે ને પર્યાયમાં તે પર્યાય કર્તા થાય છે, આત્મા તો દ્રવ્ય છે નિત્ય. પણ આંહી સમજાવવું છે તે શી રીતે? આહા! તે વખતે, આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી ભાષા તો આમ છે આત્મા, પણ એને દ્રવ્ય અને પર્યાય બે સિદ્ધ કરવી છે ને? એ વાત છે. બાકી તો એ એક સમયનો જે શુભાશુભ ભાવ છે, એ પદ્ધારકના પરિણમન થઈને ફેરવે છે. આત્માની એને અપેક્ષા નથી દ્રવ્યની, પણ અહીં તો પર્યાયનું વેદન બતાવવું છે ને? વેદન પર્યાયનું કરવાપણું પર્યાયનું, દ્રવ્યનું કરવું તો એ તો છે નહીં. આહાહાહા ! ઝીણું પડે ભાઈ આ તો સમયસાર છે. આહાહા ! ભગવાન આત્મા, પોતે એમ કહે કે આત્મા તે વખતે તે સમયે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી, એ આત્મા તે વિકારના પરિણામમાં કરતો એટલે વ્યાપક હોવાથી, એ આત્મા તે રાગમાં પ્રસરતો હોવાથી તેને વ્યાપક કહેવામાં આવે છે. આહાહા ! આ કીધું ને આ? તે પર્યાય, કારણકે દ્રવ્ય તો છે ઈ છે. દ્રવ્ય તો મોક્ષના મારગનેય કરતું નથી ને દ્રવ્ય તો મોક્ષનેય કરતું નથી, એવું દ્રવ્ય સકળ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય, તે હું છું. સમજાણું કાંઈ? સમકિતી જ્ઞાનીને આ આત્મા છે તે હું છું આવો કીધો ઈ. આહાહા ! વચ્ચે શુભાશુભ ભાવ આવે એનો એ જાણનાર દેખનાર જ્ઞાન ધારામાં રહે અને રાગ ધારાને જાણે. આહાહાહા ! જ્ઞાનઘારામાં આવ્યું ને કીધું પર્યાયમાં, પ્રગટ પણ કોણ આવે દ્રવ્ય ના આવે, પરિણતિ છે ને? આંહીં તો એને આવ્યો એમ કહેવું છે ને? આત્મા વ્યાપક છે. કારણ એ પોતે આત્માની પર્યાય છે એ પોતે વ્યાપક છે ને? એમ એનું ગયું છે. બધેય ઠેકાણે એક પ્રથા લેવા જાય તો નથી બેસે એવું. નહીંતર તો શુભાશુભ ભાવ ઉત્પાબ્દને કાળે ઉત્પાદુ છે, તે ઉત્પાર્ક્સ દ્રવ્યની પણ અપેક્ષા નથી, પૂર્વના વ્યયની અપેક્ષા નથી ને ધ્રુવની અપેક્ષા નથી ને કર્મની અપેક્ષા નથી. આહાહા! સમજાણું કાંઈ? - એ શુભ કે અશુભ ભાવ તો આની કોર અજ્ઞાની (એક) સ્વાદને ભેદીને બે કરે છે એમ બતાવવું છે ને? તેથી તેનો આત્મા અજ્ઞાનીનો એ દયા દાનના રાગને શુભાશુભ ભાવમાં વ્યાપક હોવાથી અને વ્યાપ્ય આત્મા તે પુણ્યપાપના ભાવમાં પ્રસરતો હોવાથી, વિજ્ઞાનઘનનો નકાર કરવો છે ને? આમાં એ આત્મા, આત્માની (પર્યાય) આમાં વ્યાપક થાય છે. સમજાણું કાંઈ? ભાઈ ધર્મની ચીજ ઝીણી બહુ બાપુ. આહાહાહા! જિનેશ્વર ત્રણલોકનો નાથ પરમેશ્વરે જે કંઈ કહ્યું છે એ કોઈ અલૌકિક વાતું છે. એ અત્યારે તો ક્યાંય છે નહિ. આહાહા! વાડાવાળાનેય Page #216 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૨ ખબર નથી તો બીજાનું તો શું કહેવું. આહાહા ! કહે છે કર્તા સિદ્ધ કરવું છે ને અહીં ? વ્યાપક છે એ કર્તા છે, છે ? ભાવનો વ્યાપક હોવાથી કર્તા, એમ કહેવું છે ને, સિદ્ધ કરવું છે ને ? વ્યાપક હોવાથી કર્તા એટલે શું કહ્યું ? કે શુભ ને અશુભ ભાવ એ ખરેખર કર્મના વિપાકનું ફળ છે, છે પોતાથી થયેલું પણ એ નિમિત્તમાંથી નિમિત્તને લક્ષે થયેલું છે. આત્માને લક્ષે શુભાશુભ ભાવ ન થાય. ભગવાન આત્મા એના આશ્રયથી તો અતીન્દ્રિય આનંદ આવે. એ અતીન્દ્રિય આનંદને છોડી દઈને, એ તો ન્યાં કીધું ને ? ઉદાસીન અવસ્થાને છોડી દઈને, તે એ અવસ્થા હતી ? એ કઈ અપેક્ષા છે? આહાહા ! ગંભીર ગંભી૨ વસ્તુ છે. ૨૦૧ ભગવાન આત્મા વિજ્ઞાનઘન ને અતીન્દ્રિય આનંદ સ્વરૂપે એકલો સ્વાદ હોવા છતાં સ્વરૂપના અજ્ઞાનને લીધે શુભાશુભ ભાવમાં આવીને, આનંદના એકરૂપ સ્વાદને ભેદતો, વ્યાપક થઈને તે પુણ્ય પાપનો કર્તા થાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી વ્યાપ્ય કર્મ, કર્મ સિદ્ધ કરવું છે ને ? આહાહા ! તે આત્મા અને તે ભાવ ક્યો ભાવ ? શુભ-અશુભ ભાવ, તે ભાવ વ્યાપકપણે આત્મા પ્રસર્યો છે. જેણે આત્મા, એ અપેક્ષાએ તેને કર્તા કહેવાય, અને તે ભાવ પણ, તે વખતે, તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી આત્માનું કાર્ય હોવાથી, તેનું તે કર્મ એટલે કાર્ય છે. આહાહા ! અજ્ઞાની આત્માનો પુણ્ય પાપનો ભાવ તે તેનું કાર્ય છે, અને વ્યાપક હોવાથી તે તેનો કર્તા છે. આહાહાહા ! આવું હવે બહુ ઝીણું પડે, એક એક વાત, મૂળ આખા ધર્મની વાત આખી ફરી ગઈ છે. જે જેનાથી ધર્મ થાય, એ ધર્મ શું ? વાત જ બધી ડૂબી ગઈ. આ બહા૨ની વાતું રહી ગઈ. આહાહા..... ધમાલ ધમાલ ધમાલ ! તે આત્માનું વ્યાપ્ય હોવાથી તે આત્માનું વ્યાપ્ય હોવાથી એમ કીધું ને ઓલામાં એમ કીધું’તું આત્મા તે વખતે વ્યાપક હોવાથી, અહીં એમ કહ્યું કે તે આત્માનું વ્યાપ્ય હોવાથી, પર્યાય એની અભેદ છે એમ બતાવવું છે ને અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન એનું છે એ અશુદ્ધ ઉપાદાન. પ્રવચનસા૨માં આવ્યું'ને પહેલી ગાથાઓમાં શુભપણે પરિણમે ત્યારે તન્મય શુભ છે, પર્યાય હોં દ્રવ્ય નહિ, એક પંડિત વળી એમ કહે છે, કે શુભ ( રૂપે ) પરિણમે છે આત્મા જ્યારે, ત્યારે આત્મા શુભરૂપે આખો થઈ જાય છે. તન્મય છે ને ? પણ તન્મય તો પર્યાયની અપેક્ષાએ વાત છે, વસ્તુ શુદ્ધ છે એ તો ત્રિકાળી નિ૨ાવ૨ણ અખંડ આનંદકંદ પ્રભુ છે. આહાહા ! એને તો રાગની હારે ય સંબંધ નથી, પર્યાયને વર્તમાન અંશ ને રાગ સાથે સંબંધ છે. કર્મ જડ છે, એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. સમજાણું કાંઈ ? આહાહા ! વસ્તુ છે ભગવાન પૂર્ણાનંદનો નાથ તે તો સકળ નિરાવરણ છે, અખંડ છે, એક છે, એકરૂપ છે, એમાં કોઈ ભેદ નથી, ને એ ખરેખર તો આત્મા જે આ છે, એ પર્યાયમાં આવતો નથી. સમજાણું કાંઈ ? પર્યાય પર્યાયમાં રહે છે, વસ્તુ વસ્તુમાં રહે છે પણ અહીંયા એ આત્માનો વિકાર થયો એમ બતાવવું છે અશુદ્ધ ઉપાદાનથી. સંસ્કૃત ટીકામાં છે ભાઈ એ જયસેનાચાર્ય ટીકામાં શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાન બેય આંહીં વર્ણવ્યા છે. અશુદ્ધ ઉપાદાનનું વર્ણન ટીકામાં આમાં ટીકા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે ને સંસ્કૃત એમાં. આહાહાહા ! અને ત્યાં પછી કહી દીધું કે આ રીતે સર્વત્ર શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાનની સ્થિતિ છે, સર્વત્ર લાગૂ પાડી દીધું. આ ટીકામાં છે ૧૦૧-૧૦૨. આહાહા ! એ કર્તાકર્મ સિદ્ધ કર્યું. આત્માનો વિજ્ઞાનથન, આનંદ સ્વભાવ તેને ભૂલીને અજ્ઞાનપણે એ સ્વરૂપનાં જ્ઞાન વિના અજ્ઞાનપણે પુણ્ય ને પાપના બે ભાવને આત્મા વ્યાપક થઈને કરતો હોવાથી તે તેનું કાર્ય છે, તે તેનો કર્તા છે, અને આ કાર્ય છે એનું માટે તેનું એ કર્મ છે. વ્યાપ્ય એ છે, છે ? વ્યાપક તે કર્તા ને વ્યાપ્ય તે કાર્ય. આહાહા ! વ્યાપ્ય વ્યાપક આવે છે ને ? સમજાણું કાંઈ ? આહાહા ! વ્યાપ્ય વ્યાપક હોવાથી તેનું કાર્ય છે. વળી એટલું કર્તા સુધી લીધી વાત. વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે ભાવનો ભાવક હોવાથી હવે ભોક્તાની વાત છે, તે વખતે આત્મા તન્મયપણે ભાવનો ભાવક એ ભાવનો ભાવક ક૨ના૨ો હોવાથી, તેનો અનુભવનાર હોવાથી, તે વખતે તે રાગને અનુભવનારો હોવાથી અર્થાત ભોક્તા થાય છે. અનુભવનાર હોવાથી તેનો ભોક્તા, તે જ સમયે કર્તા ને તે જ સમયે ભોક્તા. આહાહાહા ! શું કીધું ઈ ? જે સમયે એ વ્યાપક થઈને રાગને કરે છે, તે રાગને તે જ ક્ષણે દુઃખરૂપે વેદે છે. આહાહાહા ! ( શ્રોતાઃ- અજ્ઞાનીની વાત છે ને ) એની જ વાત છે ને. સમજાણું કાંઈ ? જે ક્ષણે સ્વરૂપને ભૂલી અને કંઈ શુભ અશુભ કોઈ પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ થાય એ શુભ ભાવને વ્યાપક હોવાથી કર્તા ને એ આત્માનું વ્યાપ્ય હોવાથી કર્મ, અને તે જ–તે જ વખતે અને તે જ વખતે તે ભાવનો ભાવક હોવાથી, એ ભાવકનો ભાવ તેવો હોવાથી તેનો ભોક્તા છે, એટલે કે અનુભવે છે. આહાહાહા ! આવું છે. અજાણ્યા માણસને તો એવું લાગે કે શું હશે આ તે ? આ તે કેવી વાત એ ય અત્યારે તો આ વાત આકરી થઈ પડી છે બાપા. આહાહા! ભાવક ભાવનો ભાવક હોવાથી, ઓલામાં એમ હતું તે ભાવનો વ્યાપક હોવાથી કર્તા, વ્યાપક છે ને ? અહીંયા તે ભાવનો ભાવક હોવાથી ( શ્રોતાઃ- વ્યાપ્ય ) ના, એ પછી, વ્યાપ્ય નહિ, તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા માથે, અને અહીં તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર એમ, વ્યાપ્ય–વ્યાપક એ અત્યારે નહીં. સમજાણું ? ફરીને, કે આત્મા તે વખતે શુભાશુભ ભાવમાં તન્મયપણે તે ભાવનો ભાવ વ્યાપક હોવાથી તેનો તે કર્તા અને અહીંયા તે વખતે આ તન્મયપણે ભાવનો ભાવક હોવાથી તેનો ભોક્તા અનુભવના૨ અર્થાત્ ભોક્તા. આહાહાહા! સમજાય છે કાંઈ ? (શ્રોતાઃ- વ્યાપ્ય વ્યાપકમાં કર્તાકર્મ આવ્યું ) એ કર્તાકર્મ આવ્યા, અહીં ભોક્તા ભોગ્ય આવ્યું, બેયની શૈલી આખી જુદી કરી નાખી. ઓલો તો ભાવક છે માટે તેને અનુભવે છે આત્મા, તેથી તેનો અનુભવના૨ો એ, અને તે ભાવ પણ હવે ઓલું વ્યાપ્ય હતું ને કર્મનું ? હવે અહીં ભાવ્ય લેવું છે, ભોગવવાનું ભાવ્ય છે ત્યાં. આહાહા ! વ્યાપ્ય જુદું એ વ્યાપ્ય તો પર્યાય કાર્યરૂપે થયું અને વ્યાપક છે એ કર્તા થયો, અહીં ભાવકનો ભાવ અનુભવનાર હોવાથી તે ભોક્તા છે, અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી, ઓલામાં એમ કહ્યું આત્માનું Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૨ ૨૦૩ વ્યાપ્ય હોવાથી. કર્તાકર્મમાં એમ લેતાં, આત્માનું વ્યાપ્ય હોવાથી કાર્ય છે. આ આત્માનું ભાવ્ય હોવાથી તેનું ભાવ્ય છે એટલે ભોક્તા છે એમ. હીરાલાલજી ! આ એની મેળે સમજાય એવું નથી. પકડાય એવું નથી. ઝીણું બહુ બાપા. આહાહા ! ( શ્રોતાઃ- એટલે તો આહીં આવ્યા છે) ઓહોહોહો ! ભગવાન આત્મા વિજ્ઞાનઘન આનંદના સ્વાદને ભેદતો શુભાશુભ ભાવને વ્યાપકપણે ક૨તો અને વ્યાપ્યપણે તે કાર્ય તેનું કરતો અને તે ભાવ ભાવકનો ભાવ હોવાથી, તે ભાવકના ભાવને ભોગવતો અને તે ભાવ, છે ? તે અનુભવનાર થાય છે, અને તે ભાવ પણ તે વખતે તે આત્માનું ભાવ્ય હોવાથી, કર્મ કાર્ય વખતે વ્યાપ્ય હોવાથી, અને અહીં ભોગવવા વખતે ભાવ્ય હોવાથી, આરે ! આરે ! આવું છે. આ તો અલૌકિક વાતું છે. તત્ત્વની વાત જ આખી અલૌકિક બાપુ. આહાહા! અનુભાવ્યનું ભોગ્ય થાય છે એમ, ઓલું કર્મ છે તો આ ભોગ્ય છે, ઓલું વ્યાપ્ય હોવાથી કર્મ છે, અને ભાવ્ય હોવાથી ભોગ્ય છે. વ્યાપ્ય હોવાથી કાર્ય છે ભોગવવા યોગ્ય હોવાથી ભાવ્ય છે. ભાવ્ય હોવાથી ભોગ્ય છે. ભાવ્ય હોવાથી ભોગ્ય છે. શું કહ્યું ઈ ? વાણીયા કહે પણ આ તો ધર્મ શું આમાં કાંઈ ધર્મ બર્મ નથી. આ વસ્તુ આવી છે, એવું જાણે તો ખરો, ધર્મ ક્યાં હતો ? ભગવાન આત્મા, ખરેખર તો પર્યાયમાં બધું છે. પણ ઓલા સાથે છે ને અભેદ ગણીને, વ્યાપક થઈને વિજ્ઞાનનનાં સ્વાદને તોડતો, અજ્ઞાનપણે વ્યાપક થઈને પુણ્ય-પાપનો કર્તા થાય છે. અને તે શુભાશુભ ભાવ તે આત્માનું વ્યાપ્ય હોવાથી, તે તેનું કાર્ય નામ કર્મ છે. તે ભાવ આત્માનો ભાવકભાવ હોવાથી, ભાવક ભાવ હોવાથી એનો અનુભવના૨ છે, અને તે ભાવ, ભાવ્ય હોવાથી, છે ? ભોક્તા છે, ભોગ્ય છે. ભાવ્ય હોવાથી ભોગ્ય છે. આવું છે. (શ્રોતા:- શુભાશુભને ભોગવે કે હર્ષ શોકને ભોગવે ) એ શુભાશુભને ભોગવે એ જ આવ્યું અંદર ભોગવે છે. ટીકામાં તો શાતા અશાતા લીધી છે ભાઈ જયસેન આચાર્યે. જોકે શાતા અશાતાનો તો સંયોગ છે, છતાં એનું લક્ષ ત્યાં જાય છે, અને એ, એ ભાવને ભોગવે છે એટલું. આહા ! સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- શુભાશુભને કરે ને હર્ષ-શોકને ભોગવે ) એ એક જ છે જે શુભાશુભ કરે છે તે જ હર્ષ-શોક છે, તે તેનો જ ભોક્તા છે, તે અહીં શબ્દ આવી ગયો એ જ પાઠ છે ને “આદા સ તસ્ય ખલુ કત્તા સો તમ્સ દુ વેદગો.” તેનો એ વેદક છે. શુભાશુભ ભાવનો કર્તા અન્નાની તે જ શુભાશુભ ભાવનો વેદક છે, એક જ છે, સમય એક જ છે, ને એની ઈ જ ચીજ છે. આ રીતે અજ્ઞાની પણ ૫૨ભાવનો કર્તા નથી લ્યો ! આ સિદ્ધ કરવું છે પાછું. આહાહા ! કર્મને કરે ને કર્મને, જડને ભોગવે એમ નહિ. એમ કહે છે, કર્મ જડ છે તેને આત્મા કરે અને કર્મના ફળને જડને ભોગવે એમ નથી. એ અહીંયા વિપાકપણે પુણ્ય-પાપ થયા એને વ્યાપકથી કરે ને વ્યાપ્યપણું કર્મ કરે અને આ ભાવકનો ભાવ પોતે કરે કર્મને જડને, ભાવકનો ભાવ હોવાથી અનુભવે છે અને તે ભાવ્ય હોવાથી ભોગ્ય છે. આટલું બધું યાદ રાખવું, બહુ સારી ગાથા આવી છે. ભાવાર્થઃ– પુદ્ગલકર્મનો ઉદય થતાં એ જડને, એ જડ રહ્યો, જ્ઞાની તેને જાણે છે એટલે કે ઉદય થતાં જે ભાવ થયો અંદર એને જ્ઞાની જાણે જ છે. સમજાણું કાંઈ ? પુદ્ગલકર્મનો ઉદય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ થતાં એનો અર્થ એ કે અંદર જે શુભાશુભ ભાવ થયો તેને જ્ઞાની જાણે જ છે, અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે. ધર્મી એને કહીએ કે જે શુભ કે અશુભ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના ભાવ તેને પોતે જ્ઞાનમાં રહી આનંદમાં રહીને જાણે. જ્ઞાનનો જ એ કર્તા થાય, એટલે આત્માના સ્વભાવનો એમ, જ્ઞાની શુભાશુભ ભાવના રાગને કાળે પોતે શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ ઉપાદાન જે છે, તેની પરિણતિને કરતો એ શુભાશુભ ભાવને જાણે, અને જાણવાનું જ્ઞાન એ એનું કાર્ય આહાહા ! સમજાણું કાંઈ? શુભાશુભ ભાવ એનું કાર્ય નહિ. ધર્માનું શુભાશુભ કાર્ય નહિ. આહાહાહા ! આંહીં તો અત્યારે આ શુભ ક્રિયા બધી કરે એ ધર્મ ને એવું મનાઈ ગયું છે. અને આ વાત બહાર આવી ત્યારે કહે એકાંત છે, પ્રભુ તને એકાંત લાગે, ભાઈ એ સમ્યક એકાંત છે. એકાંત છે ખરું, પણ સમ્યક એકાંત છે. આહાહા! જ્ઞાનનો જ કર્તા થાય છે. ધર્મી તો સ્વરૂપ જે જ્ઞાન આત્મા, એનો એ કર્તા રચનારો થાય. આહાહા ! જો કે જ્ઞાનની પર્યાય ષકારકરૂપે પરિણમતી ઊભી થાય છે, પણ અહીંયા આત્મા તેને કરે જ્ઞાનને એમ કહેવું છે. સમજાણું કાંઈ? આહા! જ્ઞાનનો કર્તા થાય છે, એટલે કે પોતાના આનંદની દશા, અહીં જ્ઞાન પ્રધાનથી કથન છે ને? તેથી ઓલું રાગ છે તેને અહીં જાણે છે, એ જાણવાના પરિણામનો એ કર્તા છે. રાગનો કર્તા નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ? જ્ઞાનનો જ કર્તા થાય છે, ખરેખર તો કારકો પર્યાયમાં હોય છે. થવું ને જવું ને આમ ને, એ બધું આમ ષકારક (પર્યાયમાં છે.) ધ્રુવ છે એ તો ધ્રુવ પડયા છે કુટસ્થ છે. સમજાણું? છ કારક જે અંદર છે ગુણરૂપ એ તો કુટસ્થ છે એમાં કાંઈ પલટવું કે બદલવું કરવું કે ભોગવવું એવું એમાં કાંઈ છે જ નહિ. પણ એ આત્માની પર્યાય ગણીને, અશુદ્ધ ઉપાદાનની ગણીને એને કરે છે, એનું કાર્ય કરે છે, એનો કર્તા થાય છે, ભાવક થઈને ભાવ્ય કરે છે ને ભાવ્ય થઈને તેને ભોગવે છે. આહાહા! - અજ્ઞાની અજ્ઞાનને લીધે, કર્મોદયના નિમિત્તે થતાં, એ તો નિમિત્ત છે હોં, પોતાને અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. નિમિત્તનો અર્થ જ ત્યાં એક ચીજ છે એટલું, એનાથી અહીં શુભાશુભ ભાવ થયા એમ નથી. શુભાશુભ ભાવ પોતાની પર્યાયમાં સ્વકાળે ષકારકના પરિણમનથી ઉભા થાય છે. તેને કર્મના નિમિત્તની પણ અપેક્ષા નથી. પણ ઓલું નિમિત્ત સામે એક ચીજ છે ને એનું જ્ઞાન કરાવે છે, આવું જ્યાં આવે ત્યાં વળગે કે જો આ નિમિત્ત આવ્યું, કર્મના નિમિત્તે, નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે. આહાહાહા ધર્મી પોતાના જ્ઞાન, આનંદ, શાંતિ આદિના કર્તા, અજ્ઞાની પોતાના માનેલા છે એવા શુભાશુભ ભાવનો કર્તા ને ભોક્તા છે. અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્યા છે, પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી લ્યો! આહાહા! અજ્ઞાની કાંઈ જડનો કર્તા પરમાણુને કરે આ શરીરના, કાર્ય કરે એ તો અજ્ઞાની ય કરતો નથી. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.) Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ગાથા-૧૦૩ * C ગાથા-૧૦૩ ગાથા-૧૦૩ ). નમક - ) - - न च परभावः केनापि कर्तुं पार्येतजो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दव्वे। सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं ।।१०३।। यो यस्मिन् गुणे द्रव्ये सोऽन्यस्मिस्तु न संक्रामति द्रव्ये। सोऽन्यदसंक्रान्तः कथं तत्परिणामयति द्रव्यम्।।१०३ ।। इह किल यो यावान् कश्चिद्वस्तुविशेषो यस्मिन् यावति कस्मिंश्चिचिदात्मन्यचिदात्मनि वा द्रव्ये गुणे च स्वरसत एवानादित एव वृत्तः, स खल्वचलितस्य वस्तुस्थितिसीम्नो भेत्तुमशक्यत्वात्तस्मिन्नेव वर्तेत, न पुन: द्रव्यान्तरं गुणान्तरं वा संक्रामेत। द्रव्यान्तरं गुणान्तरं बाऽसंक्रामंश्च कथं त्वन्यं वस्तुविशेष परिणामयेत् ? अतः परभाव: केनापि न कर्तुं पार्येत। પરભાવને કોઈ ( દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છે: જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે; અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩. ગાથાર્થ-[ :] જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય ) [ સ્મિન દ્રવ્ય] જે દ્રવ્યમાં અને [ Tળે ] ગુણમાં વર્તે છે [૩] તે [અન્યસ્મિન તુ] અન્ય [દ્રવ્યું] દ્રવ્યમાં તથા ગુણમાં [૧ સમિતિ] સંક્રમણ પામતી નથી (અર્થાત્ બદલાઈને અન્યમાં ભળી જતી નથી);[ સન્યત સંન્તિ:] અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી [સ:]તે (વસ્તુ), [ તતદ્રવ્યમ] અન્ય વસ્તુને [ ] કેમ [પરિણામતિ] પરિણમાવી શકે? ટીકાઃ-જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છેતે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી; અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે?(કદી ન પરિણમાવી શકે.) માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ. ભાવાર્થ-જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પ્રવચન નં. ૨૦૬ ગાથા-૧૦૩ મંગળવાર, ફાગણ સુદ-૧, તા. ૨૭/૨/૭૯ સમયસાર ૧૦૩ ગાથા પરભાવને કોઈ કરી શકે નહિ એમ હવે કહે છે. जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दव्वे। सो अण्णमसंकतो कह तं परिणामए दव्वं ।।१०३।। જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે; અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩. ટીકાઃ– “જગતમાં જે કોઈ જેવડી વસ્તુ” જેવડી વસ્તુ “જે કોઈ જેવડા ચૈતન્ય સ્વરૂપ છે કે અચૈતન્ય સ્વરૂપ” છે? બે ય, પહેલી વાત આમ લીધી. “જગતમાં જે કોઈ જેવડી વસ્તુના જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ,” દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી અનાદિથી વર્તે છે. દરેક દ્રવ્ય પોતાના ચૈતન્ય ચૈતન્યમાં, અચૈતન્ય અચૈતન્યમાં પણ પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. “ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી દરેક આત્મા દરેક પરમાણું પોતાના ગુણ અને પર્યાયમાં વર્તે છે, તે અચલિત મર્યાદાને તોડવી અશક્ય છે, તેથી તે તે પરમાણુની ને તે તે આત્માની તે તે સમયની અવસ્થા બીજો કોઈ કરે અને બીજાનું આ કરે એ મર્યાદા નથી. આહાહા ! (શ્રોતા- પરસ્પર ઉપકાર તો આવે છે) એ ઉપકારનો અર્થ નિમિત્ત. એ ઉપકારનો અર્થ નિમિત્ત છે. એ ત્યાં બધા નાખે છે કે, અત્યારે હમણાં લોકનું (સિમ્બોલ) નાખીને એ પરસ્પર ઉપગ્રહો છાપામાં બધા નાખે અત્યારે, એ ઉપગ્રહનો ઉપકારનો અર્થ નિમિત્ત છે. એ વખતે નિમિત્ત છે એટલું. આહાહા ! અહીંયા તો કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી શકે નહિ, કેમ કે તે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં અનાદિથી (વર્તે છે.) અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી. આહાહાહા ! આ હાથનું હુલવું એ તો એના પરમાણુઓ એના ગુણ ને પર્યાયમાં એ વર્તે છે એને આત્મા એને હલાવી શકે એવી વસ્તુની સ્થિતિમર્યાદા નથી. (શ્રોતા – અમે તો આંગળીને હુલાવીએ છીએ.) કોણ હલાવે ? એ હાલે છે ઈ એને કારણે. આ આવું આકરું કામ છે. આ હોઠ હલે છે હોઠ એ પોતે પોતાના પરમાણું છે તેના ગુણ પર્યાયમાં તે વર્તે છે. એને આત્મા વર્તાવી શકે, હોઠને હુલાવી શકે, ત્રણકાળમાં નહિ. આહાહાહા! આવી વાત છે. આત્મા પરની દયા પાળી શકે, પરની અવસ્થા આયુષ્ય ને શરીર એનું કાર્ય છે ત્યાં, એને બીજો કહે કે હું આને આયુષ્ય આપું ને જીવાડી દઉં, આહાહા.. આકરું કામ છે. આંહીં એ કહે છે. જેટલી વસ્તુ ને જેટલા સ્વરૂપો હોય એમ કહે છે તે પોતે દ્રવ્યમાં અને ગુણમાં, એટલે ગુણ ને પર્યાય નિજ રસથી જ અનાદિથી વર્તે છે. આહા! આત્મા, આત્મા પોતાના ગુણ પર્યાયપણે વર્તે છે, આ પરમાણુઓ પણ એનાં ગુણ પર્યાયપણે વર્તે છે. આત્માને લઈને નહિ, તેમ એને લઈને આત્મામાં નહિ. આહાહાહા ! આ ગાથા ઊંચી છે. “અષ્ણમ સંકંતો” “અણમ સંકેતો” એક શબ્દ આખો છે. ઘડાને કુંભાર કરી શકે નહિ એમ Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૩ ૨૦૭ કહે છે. કેમ કે કુંભાર અન્યદ્રવ્ય છે, ઘડો અન્ય દ્રવ્યની પર્યાય છે, તે કુંભાર અંદર સંક્રમણતો નથી અંદર પેસતો નથી એથી ઘડાને કુંભાર કરી શકે નહિ. (શ્રોતા:- અમારું કર્યું બધુ પાણીમાં જશે) કર્યું શું અભિમાન કર્યું'તું. આહાહાહા ! આકરું કામ છે. આ વકીલાત કરી'તી ને આ વકીલાત ને બધે ભાષાને આ એ પાણીમાં ગયું કહે છે, એમ કહે છે, પણ એ ભાષા જ કે દિ' કરી'તી, ભાષા તો જડ છે. જડની પર્યાયની મર્યાદા એના તો ગુણ પર્યાયમાં એ પરમાણું વર્યા છે, આત્મા એની પર્યાયમાં વર્તાવે ? આહાહા ! (શ્રોતા:- રૂપિયા લીધા છે) રૂપિયા લીધા એ ય મફતના એ રૂપિયા તો તે વખતે આવવાના હતા. કહો હસુભાઈ, હસુમખભાઈ નથી આવ્યા નહીં આજ ભાવનગર, સમજાણું કાંઈ? આહાહાહા ! મહા સિદ્ધાંત છે. જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જેટલી જેવી ગુણપર્યાયવાળી જેવડી અને તે એટલું તે ચૈતન્ય સ્વરૂપ ને અચૈતન્યસ્વરૂપ પાછું એમ, એ દ્રવ્યમાં ને ગુણમાં નિજ રસથી પોતાની શક્તિથી પોતાના સ્વભાવથી દરેક વસ્તુ પોતાના ગુણ ને પર્યાયમાં અનાદિથી જ વર્તે છે. ગુણ એટલે પર્યાયની વાત છે અહીં, સમજાણું કાંઈ? આહાહા ! આકરું કામ છે. ઓલું વ્યવહારને હજી તો વળગ્યો છે, ત્યાં આ હજી એકનું બીજાનું કરે નહિ દયા પાળી શકે નહિ, આ મંદિર બનાવી શકે નહિ આત્મા, એમ કહે છે. હવે થઈ ગયું મંદિર. એટલે, તે તે પરમાણુઓ અને તે તે અચૈતન્ય એનો સ્વભાવ તેમાં તે પરમાણુઓ વર્તી રહ્યા છે. અચલિત ચળે નહિ એ સ્થિતિમાં વર્તી રહ્યાં છે, એમ દરેક આત્મા એક નિગોદના શરીરમાં અનંત જીવ, એ એક એક જીવ પોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. એક જગ્યામાં અનંત જીવ, અને ત્યાં અનંતા તેજસ કાર્પણ પરમાણુઓ દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યું છે. આહાહાહા ! કહો એ કેટલા ભેગા હોવા છતાં એક જગ્યામાં, (શ્રોતા- સંસ્થાનું કામ કરવું કે ન કરવું ) કોણ કરે છે? સંસ્થાનું કામ કરે છે? રામજીભાઈ પ્રમુખ છે અત્યારે કહે છે લોકો. (શ્રોતા – લોકો કહે છે ને આપેય કહો છો) એય! હસુભાઈ! છે આ? કરે છે કોણ? આકરું કામ છે. (શ્રોતા – થાવાનું હોય એ થાય) આ હાથ હલે છે, કહે છે કે એ પરમાણુની ગુણ પર્યાયમાં એ પરમાણુઓ વર્તે છે, એને બીજો આત્મા વર્તાવે એ અચલિત, છે? વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય છે. આહાહાહાહા ! સમજાય છે કાંઈ? આવી વાત છે. કહે નિમિત્ત થઈ ને થાય ને નિમિત્તથી તો કરીએ ને અમે, આ ભાઈ કહેતા'તા ઢેબરભાઈ, આવી જ્યારે વાત આવે કહે નિમિત્ત તો થવાનું, નિમિત્ત એટલે શું? જે કાંઈ કાર્ય થાય છે ત્યાં આ હોય તે પોતાના કાર્યમાં વર્તે છે, પોતાના ગુણ પર્યાયમાં એ એની ગુણ પર્યાયમાં વર્તે છે. (શ્રોતા - એ તો કાંઈ બીજુ માનતા'તા) માન્યા કર્યા, કાલે આવ્યા'તા ને છગનભાઈ આવ્યા'તા વયા ગયા, છગન જોષી આવ્યા'તા ને આવ્યા'તા. દર્શન કરવા આવ્યો છું કહે. આહાહાહા ! એકએક પરમાણું એમાં જે અનંત ગુણો તેની વર્તમાન પર્યાયમાં તે વર્તે છે. તેની મર્યાદાને બીજો પરમાણું કે બીજો આત્મા એની મર્યાદાને તોડે એ બની શકે નહિ. આહાહાહા! આવી વાત છે. ખરેખર અચલિત વસ્તુસ્થિતિ. આહાહા! ત્રણકાળ ત્રણ લોકમાં એ અચળ સ્થિતિ વસ્તુની. અનાદિથી કીધું ને ત્યાં? તેમાં જ પોતાના તેવડા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ દ્રવ્યગુણમાં એટલે પર્યાયમાં પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં વર્તે છે. માટી પોતાના ગુણ અને પર્યાય ઘટમાં વર્તે છે, ઘટનું વર્તન છે એ માટીથી છે, ઘટનું થવું વર્તવું એ કાંઈ કુંભારથી નથી. આહાહા ! રોટલીનું થવું એ એના પરમાણુના ગુણ અને પર્યાયમાં એ રોટલીના પરમાણું વર્તે છે એ મર્યાદાને તોડવી, બીજો કહે કે હું રોટલીને આમ કરું ને આમ કરું, એ બધું અજ્ઞાન છે. (શ્રોતા- હુંશિયાર બાઈ હોય તો) હુંશિયાર-બુશિયાર એની પાસે પર્યાયમાં વર્તીને એની પાસે રહી ગઈ. હુશિયારી ન્યાં જાય છે જ્યાં? કહો શું છે આમાં ચંદુભાઈ ! આ બધા દાક્તર હોશિયાર હોય એ બધા રગ ઝાલીને કરે એમ, બરાબર લોહી આવે તો કહે કે આમ. આહાહાહા ! દરેક પરમાણુમાં દરેક આત્મા તે તે સમયમાં તે વખતે તેના ગુણ પર્યાયમાં વર્તે છે એ અચલિત વસ્તુની સ્થિતિ તોડવી અશક્ય છે. આહાહાહા ! કુટુંબનું પાલન પોષણ કરે છે આત્મા, એ વસ્તુની સ્થિતિ અશક્ય છે. એ કરી શકે નહિ આહાહા! (શ્રોતા:- બાપ દીકરાનું કરી શકે નહીં કાંઈ ) આંહીં કોણ કરે છે, કોણ દિકરાનું? દિકરો કે દિ' હતો એને? આ દિકરાનો આત્મા જાદો, એના શરીરના રજકણ જુદા તું જાદો ને તારું શરીર જુદું. દિકરો કોનો? બાપનું નામ લખે, એ લખે તેમાં લખે ને? આહાહા ! છોકરાનો આત્મા ને તેના શરીરના રજકણો, તે કાળે તેના ગુણ પર્યાયમાં વર્તતા રહ્યા છે, અને બીજો કહે કે હું આને સુધારું ને આને મોટો કરું એ મિથ્યાત્વ ભ્રમ છે. આહાહાહા ! આવું કામ દુનિયાથી જુદી જાત છે. “પોતાના જેવડા દ્રવ્યગુણમાં વર્તી પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી” શું કીધું? દરેક વસ્તુ પોતાની પર્યાયમાં, ગુણ તો ત્રિકાળ છે, પણ દરેક વસ્તુ તે તે કાળે તે તે પર્યાયમાં વર્તતી તે વસ્તુની મર્યાદા તોડવી અશક્ય હોવાથી, પોતાના તેવડા દ્રવ્યગુણોમાં વર્તે છે, પોતાના તેવડા ગુણ પર્યાયમાં તે તે વર્તે છે દ્રવ્ય, પરંતુ દ્રવ્યાંતર, બીજા દ્રવ્યને કે બીજા ગુણ પર્યાયને સંક્રમણ પામતી નથી. બીજા દ્રવ્યમાં ગુણરૂપે કે દ્રવ્યરૂપે કે બીજાની પર્યાયમાં બીજુ દ્રવ્ય સંક્રમણ નામ ભેળસેળ થતું નથી. આહાહાહા! આ તો અક્ષર લખાય, તો કહે છે કે અક્ષરના પરમાણુઓમાં, તેમાં ગુણ ને પર્યાયમાં વર્તતા એ પરમાણું છે, એને ઓલી કલમ છે અને વર્તાવે છે એ વાત ખોટી છે. એમ કલમ આમ હાલે છે એ એની પોતાની પર્યાયમાં વર્તે છે. એને હાથ હલાવે છે ખોટી વાત છે. એમ હાથ જ્યાં આમ હાલે છે એ પોતાના પરમાણુની પર્યાયમાં વર્તે છે, એને આ આત્મા એમ કહે કે હું આ વર્તાવું છું હાથને. આહાહા ! આવું છે. સંપ્રદાયમાં તો આમ કરો આ કરો ને તેમ કરો અપવાસ કરો, વ્રત કરો, આ છોડો, ફલાણું કરો, ઢીંકણું કરો. આહાહા ! મિથ્યાત્વ દશામાં પણ તે આત્મા પોતાની પર્યાયમાં વર્તે છે, માને ભલે, પણ એ તો પોતાના ગુણપર્યાયમાં વર્તે છે, એ પરને લઈને નહિ અને પરની મર્યાદા જે પરમાં પોતાના ગુણ-પર્યાયમાં વર્તે છે, એને આ તોડી શકે (નહીં). આહાહા ! ( વિગ્રહ ગતિમાં જાયને) એ ગતિ એ ય નિમિત્તથી વાત છે, એ તે તે પરમાણું તે સમય તે પર્યાયને પ્રાપ્ત છે તેને કોઈ તોડી શકે નહીં એ નિમિત્તથી કથન છે. પૂર્વના શાતાવેદનીયના Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૩ ૨૦૯ ઉદયથી પૈસા આવ્યા કહે છે કે સગવડતા આવે એ બધી નિમિત્તથી કથન છે, બાકી બાહ્ય પદાર્થ જે છે એ પોતે પોતાના ગુણ પર્યાયમાં વર્તનારા વર્તી રહ્યા છે, એ શાતાના ઉદયને લઈને પણ નહિ. આહાહા ! એક ૫૨મા પણ પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે ને બીજો ૫૨માણું જોડે છે તે તેની પર્યાયને વર્તાવે, ચા૨ ગુણ આંહીં હોય ને છ ગુણ એ હોય તો ત્યાં છ ગુણ થાય, બે ગુણ અધિક, પાઠ છે શાસ્ત્રમાં. ચા૨ગુણવાળો ૫૨માણું હોય, છ ગુણવાળા ૫૨માણું સાથે મળે તો છ ગુણ થઈ જાય પણ એ આને લઈને થાય છે એમ નહિ. છ ગુણ અહીં છે માટે છ ગુણ અહીં પ્રવર્તાવે છે એમ નથી. એ પોતે જ પોતામાં તે વખતે છ ગુણની પર્યાય, છ પર્યાયપણે પરિણમે છે એને બીજો ૫૨માણું અધિકવાળો એને પરિણમાવે છે એમ નથી. કહો આમાં આવી વાત છે. લાદીનો એકએક ૨જકણ એમ કહે છે. ( શ્રોતાઃ- જેવું છાંટે એવું થાય ને ) એ છાંટી શકે જ નહિને ? એ એનો એકએક રજકણ તે તે પોતાની પર્યાયમાં વર્તે છે ને બીજો છાંટે ને ઈ કરે એ વાતમાં કાંઈ માલ નથી. આહાહા ! આવું છે. પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં વર્તે છે, પરંતુ દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્યની પર્યાયમાં એટલે બીજાના ગુણમાં કે દ્રવ્યમાં બીજાના દ્રવ્યમાં કે બીજાની પર્યાયમાં સંક્રમણ પામતી નથી. એક તત્ત્વ પોતાના ગુણપર્યાયપણે વર્તે છે, તે તત્ત્વ અને૨ા દ્રવ્ય ને અનેરી પર્યાયમાં વર્તતું નથી. આહાહા ! ગાથા તદ્ન દરેક પર્યાય તે તે કાળે સ્વતંત્ર તે દ્રવ્યની છે એમ સિદ્ધ કરે છે. આહાહા ! કર્મને લઈને નહિ ત્યાં આનો આધાર ત્યાં આપ્યો છે ને પાછળ સર્વવિશુદ્ધમાં, સર્વવિશુદ્ધમાં આનો આધાર તો આપી દીધો પાછળ, કે જુઓ ૧૦૩ માં આમ કહેવાઈ ગયું છે પાછળ આવે છે આવે છે. અને ‘દ્રવ્યાંતર કે ગુણાંત૨રૂપે નહિ સંક્રમતી' જ્યારે એક વસ્તુ બીજાના ગુણદ્રવ્યપણે ને બીજાની પર્યાયપણે ન સંક્રમે તો અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે ? આહાહાહા ! મોટો ગોટો અત્યારે ચાલે છે ને ? નિશ્ચયથી ન કરે પણ વ્યવહારથી કરી શકે છે એમ કહે છે. કરે શું ધૂળ કરે વ્યવહા૨થી, વ્યવહા૨થી બોલાય કથનથી બોલાય. એ બોલવાની ભાષા એ આત્મા કરે ? કદી ન પરિણમાવી શકે, એક વસ્તુ બીજી વસ્તુના દ્રવ્યરૂપે કે પર્યાયરૂપે સંક્રમી શકે નહિ માટે તેનું કાંઈ કરી શકે નહિ. માટે ૫૨ભાવ કોઈથી કરી શકાય નહિ. આ પરભાવ શબ્દ ૫૨દ્રવ્યની પર્યાયની વાત છે અત્યારે પરભાવ એટલે વિકારી ભાવની વાત નથી. આહાહા! ભાવાર્થ:- “જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી” આહાહાહા ! જીવ રાગમાં વર્તે તો તે કાળે શુભરાગ હોય તો શાતાવેદનીય બંધાય, પણ એ કહે છે કે રાગ આની પર્યાય છે એ આમાં સંક્રમી નથી, એ વખતના ૫૨માણુઓ શાતાપણે પોતાના ગુણની પર્યાયપણે પરિણમ્યા છે, રહ્યાં છે, એ રાગને લઈને થયાં છે એમ નથી. આહાહા ! આયુષ્યનું બંધન થાય, એ જે એનો ભાવ છે તેમાં તે આત્મા વર્તે, પણ એ ભાવને લઈને આયુષ્ય બંધાણું ૫૨માણુંની પર્યાયમાં વર્તે એમ ન બને. આહા ! જેવા કર્મ બાંધ્યા એવા ભોગવવા એમ માણસો નથી કહેતા ? આંહીં તો કહે કે બાંધતો ય નથી ને ભોગવતો ય નથી એ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પોતપોતાના ભાવને કરે ને પોતપોતાના ભાવને ભોગવે. આહા ! એ તો માથે પહેલાં કહી ગયા. ભાવનો વ્યાપક હોવાથી પોતે કર્તા અને ભાવ તેનું વ્યાપ્ય હોવાથી તેનું કાર્ય ખલાસ થઈ ગયું. આહાહાહા ! ભારે વાત ભાઈ ! “જે દ્રવ્યસ્વભાવ તેને કોઈપણ પલટાવી શકતું નથી એ વસ્તુની મર્યાદા છે” એ વસ્તુની મર્યાદા છે. કોઈને આંગણે કોઈ જાય, કોઈની પર્યાયમાં કોક જાય, આંગણે જાય લ્યો ને પર્યાયમાં, દ્રવ્યમાં ભલે નહીં, એમ થઈ શકતું નથી. આહાહા ! “આ કઠેલા કા૨ણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો એમ કહે છે લ્યો. હવે, ભાષા ફેરવી નાખી (જુઓઃ ) “તેવી (-સહજ ) આ દૃષ્ટિ સદા જયવંત છે.” સમ્યગ્દર્શનને ઠેકાણે ત્રિકાળ દૃષ્ટિ જે છે દર્શન, ત્રિકાળ શ્રદ્ધા ( તે ) લીધી છે. ત્રિકાળ... હોં ! કા૨ણ દૃષ્ટિ છે એ ત્રિકાળ અંદર છે. સમ્યગ્દર્શન, એ દૃષ્ટિ, તો પર્યાય છે. પણ એનો જે વિષય છે એમાં જે કારણ ‘દૃષ્ટિ’ સહજ ત્રિકાળ જયવંત વર્તે છે. આહા... હા... હા ! સમજાણું કાંઈ ? જેના ઉપર દૃષ્ટિ પડી તે જ વસ્તુ–સહજ દૃષ્ટિ-અંદર ત્રિકાળ વર્તે છે, ધ્રુવ છે. આહા...હા ! છે.. ! “તેવી” એટલે ‘જેવું જ્ઞાન તેવી' એટલે ‘તે રીતે’ “( –સહજ ) આ દૃષ્ટિ સદા જયવંત છે.” આહા...હા ! સમ્યગ્દર્શનની દૃષ્ટિ તો પર્યાય, (તે ) તો નવી પ્રગટ થાય છે; તે સદા જયવંત નથી. પણ અંદર જે દૃષ્ટિનો વિષય છે, જે સભ્યશ્રદ્ધા-દૃષ્ટિ જે છે, તે સદા જયવંત છે. આહા...હા ! આવો માર્ગ છે!!! જે દૃષ્ટિનો વિષય અંદર છે, જે સભ્યશ્રદ્ધા-દૃષ્ટિ છે, જે ધ્રુવદૃષ્ટિ છે, તે સદા જયવંત વર્તે છે ! આહા...હા ! દૃષ્ટિ સદા જયવંત વર્તે છે, ધ્રુવ ! જે સમ્યગ્દર્શનની પર્યાય એ વિષય કરે છે એને (એવી ) ખબર નથી. પણ જ્ઞાન સાથે છે, જ્ઞાન જાણે છે કેઃ આ દૃષ્ટિની પર્યાય જે ઉત્પન્ન થઈ તેને, જે અંતરદૃષ્ટિ જયવંત વર્તે છે. આહા...હા ! સમજાણું કાંઈ ? (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૧૯, શ્લોક ૭૫ ૫૨નું પ્રવચન,નિયમસાર) Page #226 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૪ गाथा-१०४ *** अतः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता ૨૧૧ শ दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि । तं उभयमकुव्वंतो तम्हि कहं तस्स सो कत्ता ।। १०४ ।। द्रव्यगुणस्य चात्मा न करोति पुद्गलमये कर्मणि। तदुभयमकुर्वस्तस्मिन्कथं तस्य स कर्ता ।।१०४।। यथा खलु मृण्मये कलशे कर्मणि मृद्द्रव्यमृद्गुणयोः स्वरसत एव वर्तमाने द्रव्यगुणान्तरसंक्रमस्य वस्तुस्थित्यैव निषिद्धत्वादात्मानमात्मगुणं वा नाधत्ते स कलशकारः; द्रव्यान्तरसंक्रममन्तरेणान्यस्य वस्तुनः परिणमयितुमशक्यत्वात् तदुभयं तु तस्मिन्ननादधानो न तत्त्वतस्तस्य कर्ता प्रतिभाति । तथा पुद्गलमये ज्ञानावरणादौ कर्मणि पुद्गलद्रव्यपुद्गलगुणयो: स्वरसत एव वर्तमाने द्रव्यगुणान्तरसंक्रमस्य विधातुमशक्यत्वादात्मद्रव्यमात्मगुणं वात्मा न खल्वाधत्तै; द्रव्यान्तरसंक्रममन्तरेणान्यस्य वस्तुनः परिणमयितुमशक्यत्वात्तदुभयं तु तस्मिन्ननादधानः कथं नु तत्त्वतस्तस्य कर्ता प्रतिभायात् ? ततः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता। આ (ઉ૫૨ કહેલા ) કા૨ણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો એમ હવે टुडे छे: આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે, તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને ? ૧૦૪. गाथार्थः-[ आत्मा ] आत्मा [ पुद्गलमये कर्मणि ] पुछ्गलभय ऽर्भभां [ द्रव्यगुणस्य च ] द्रव्यने तथा गुएशने [ न करोति ] ४२तो नथी; [ तस्मिन् ] तेभां [ तद् उभयम् ] ते जन्नेने [ अकुर्वन् ] नहि ऽरतो थst [ सः ] ते [ तस्य कर्ता ] तेनो ऽर्ता [ कथं ] ङेभ होय ? ટીકા:-જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ ૨સથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂકતો-ભેળવતો નથી કા૨ણ કે ( કોઈ વસ્તુનું ) દ્રવ્યાંત૨ કે ગુણાંત૨રૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે; દ્રવ્યાંત૨રૂપે (અર્થાત્ અન્યદ્રવ્યરૂપે ) સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર ૫૨માર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી; તેવી રીતે-પુદ્ગલમય જ્ઞાનાવ૨ણાદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ રસથી જ વર્તે છે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશક્ય છે; દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો. ગાથા-૧૦૪ ઉપર પ્રવચન दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि। तं उभयमकुव्वंतो तम्हि कहं तस्स सो कत्ता।।१०४।। આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે, ગુણશબ્દ અહીં પર્યાય] તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને? ૧૦૪. I લેવી. (સમજવી) | ટીકા- જેવી રીતે માટીમય ઘડારૂપી કર્મ” આહાહા ! માટીમય ઘડારૂપી કર્મ, કે જે માટી રૂપી દ્રવ્યમાં અને માટીની પર્યાયમાં નિજ રસથી વર્તે છે. આહાહા ! માટીમય ઘડારૂપી કાર્ય, કે જે માટીરૂપી દ્રવ્યમાં અને તેની પર્યાયમાં નિજરસથી જ વર્તે, નિજશક્તિથી જ વર્તે છે, નિજશક્તિથી વર્તે છે પરને કારણે વર્તે છે એમ છે નહિ. આહાહા ! ઘડો કુંભાર કરે છે એ ત્રણકાળમાં ખોટી વાત છે એમ કહે છે. આહાહા ! પરની દયા પાળી શકે એ તો ક્યારે કે અહીંની પર્યાય સંક્રમીને ત્યાં જાય તો, એ તો બનતું નથી પછી પરની દયા પાળવી કે પરને મારવો એ ક્યાં રહ્યું આમાં? ભાવ કરે એ ભાવ કરે એ ભાવમાં વર્તે, પણ એ ભાવમાં વર્યો મારવાનો ભાવ એમાં વર્તે, પણ એથી બીજાને મારી શકે એમ બને નહિ. આહાહાહા ! આવું કામ છે બધું. (શ્રોતા- બીજાને જીવાડે) કોણ જીવાડે ? હેં? એ તો કલ્પનાઓ છે, આકરું કામ છે. માટીમય ઘડારૂપી માટીમય, જોયું ભાષા કેવી લીધી છે. માટીનું કાર્ય છે એમે ય ન લેતા, માટીમય ઘડારૂપી કાર્ય, માટીમય ઘડારૂપી કાર્ય એમ, કે જે માટીરૂપી દ્રવ્યમાં અને તેના ગુણમાં એટલે તેની પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. એ માટી પોતાની શક્તિથી જ ઘડારૂપે થયું છે. ઘડારૂપે થઈ એ પોતાની શક્તિથી જ થયું છે નિજરસથી થયું છે. આહાહાહા ! એવું છે બહુ. આ મહાસિદ્ધાંતો છે બધાં, તેમાં કુંભાર પોતાને કે પોતાના પર્યાયને નાખતો, મૂક્તો ભેળવતો નથી. આહાહા ! આવું છે. આત્મામાં અનાદિથી અજ્ઞાનપણે જે રાગદ્વેષ ને મિથ્યાત્વ થાય, તે દ્રવ્ય તેની પર્યાયમાં વર્તે છે. પણ તેને કર્મનો ઉદય અહીં મિથ્યાત્વ કરાવે ને રાગદ્વેષ કરાવે એમ બનતું નથી. પરને લઈને વિકાર થતો નથી એમ કહે છે. મોટો વાંધો છે ને અત્યારે, છે ને શ્વેતાંબરની સામે ને આપણે આમાંય દિગંબરમાં ય પંડિતો કેટલાકે, નિમિત્તથી પણ થાય, કોઈ વાર. આહાહાહા.... આંહીં તો કહે છે કે જે કંઈ આત્મામાં દ્રવ્યપણું અને તેની પર્યાયપણું ભલે પુણ્ય-પાપના પર્યાયપણે હો તેમાં વર્તતો તે કર્મના ઉદયને લઈને અહીં વર્તે છે એમ નથી. કર્મનો ઉદય જડની પર્યાય છે, એની પર્યાયમાં વર્તતા એ પરમાણું છે એ પર્યાય આને વર્તાવે એવું સ્વરૂપમાં નથી. Page #228 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૪ ૨૧૩ આહાહાહા ! એ જ્ઞાનાવરણી કર્મ, એ જ્ઞાનની હીણી દશા કરે એમ થાતું નથી એમ કહે છે. આહાહા ! જ્ઞાન, જડ છે આવરણ, એ જ્ઞાનને આવરે એ ત્રણકાળમાં બનતું નથી એમ કહે છે. આહાહા ! એ જ્ઞાન પોતે જ હીણપણે પોતાની પર્યાયપણે વર્તતું પરની અપેક્ષા એમાં નથી. આહાહાહા ! ભાષા કહેવી જ્ઞાનાવરણી કર્મ જ્ઞાનને આવરે. આંહીં કહે છે કે એ કર્મ જ્ઞાનની પર્યાય હીણી થાય પોતાથી, એમાં એ વર્તે, પણ એ કર્મ એને વર્તાવે હીણાપણે એમ છે નહિ. આહાહા ! (શ્રોતા- અંતરંગ બહિરંગ વ્યાસિ કેમ કીધું છે) વ્યાસિ બહિરંગ છે જ નહિ. બહિ: એટલે બહાર છે બસ, એ નિમિત્ત છે એટલું, પણ એનાથી અહીં થાય છે એમ નથી-તેરની સાલમાં એ જ વાંધો હતો ને ? નિમિત્તથી પણ કોઈ વખતે થાય. પણ કોઈ વખતે થાય એટલે શું? યે સમયે તે દ્રવ્ય પોતાની પર્યાયમાં વર્તતું નથી કે જેથી બીજાં દ્રવ્ય તેને એ પર્યાયમાં વર્તાવે? આહાહા ! કુંભારની ઇચ્છા હોય તો ઘડો કરે, ઇચ્છા હોય તો કોડિયું કરે, એમ છે જ નહિ. આકરું કામ ભાઈ ! આહાહા ! એક તત્ત્વ વસ્તુ છે, એ સત્ છે તેના અનંતા ગુણો છે, અને તેની એક સમયની અનંતી પર્યાય છે. બસ એ દ્રવ્ય પોતાના ગુણ ને પર્યાયમાં વર્તે તેની મર્યાદા તોડવી અશક્ય છે. બીજો કોઈ એને પર્યાયમાં વર્તાવી દે? આહાહાહા ! અંતરાય કર્મનો ઉદય આકરો આવ્યો માટે અહીં વીર્યમાં હીણાપણું થયું વીર્યંતરાયને લઈને તો કહે છે વીર્યંતરાય છે એ જડની પર્યાય છે, એ એના ગુણપર્યાયમાં વર્તે છે, અને આંહીં જે પોતે હીણી દશા વીર્યની થઈ એ પોતે પોતાના ગુણપર્યાયમાં વર્તે છે, એ પરને લઈને હણાપણે વર્તે છે એમ નથી. આહાહા! આવું છે. આ બધા વેપારી બેપારી બધા તોફાન કરતા હશે, નહિ કરી શકતા હોય? આહાહા ! ઉદ્યોગપતિ, નથી કહેતા? આમાં અહીં મારા માં બાપ કાંઈ મૂકી ગયા નહોતા બાપા, ને પોતે પોતાના બાવડે બળે આ બધું ભેગું કર્યું શું કર્યું ધૂળ? ઉદ્યોગપતિ શાંતિ શાહુ, ફલાણા ઉદ્યોગપતિ, ઉદ્યોગપતિ? આહાહા ! પોતાના દ્રવ્ય ને પર્યાયમાં વર્તતું દ્રવ્ય પોતાનું, જે બીજાના દ્રવ્ય તેના ગુણને પર્યાયમાં વર્તતું દ્રવ્ય, તેને આ શું કરી શકે ? કાળ બે નો એક છે ને, આના દ્રવ્ય-ગુણપણે એ પ્રવર્તે છે ને આંહીં પોતાના ગુણ પર્યાયપણે વર્તે, પણ કાળ તો એક છે એમાં કરે શું? આહાહા! આવું છે. કુંભાર પોતાને ને પોતાના ગુણપર્યાયને નાખતો, મૂક્તો, ભેળવતો ત્રણ બોલ લીધાં. એ ઘડાની પર્યાયમાં કુંભાર પોતાની પર્યાયને નાખતો નથી, મૂક્તો નથી, ભેળવતો નથી. આહાહાહા ! કારણકે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી નિષેધ છે. આહાહા! કુંભાર પોતાની પર્યાયને માટીના ઘડાની અંદરમાં મૂકે એવું છે નહિ ત્રણકાળમાં કહે છે. કુંભારની પર્યાય કુંભારના આત્મામાં વર્તતી રહે છે. માટીની પર્યાય ઘડો એ માટીમાં વર્તતી રહે છે, અને એ બીજો એની પર્યાયને અહીં મૂકે જરી એવો આકાર ઘડાનો થાય આવો થાય આવો થાય એમાં પરની કાંઈ પણ અસર નથી. આહાહા ! આવું છે. આ મકાનનાં પરમાણુઓ એની પર્યાયપણે પ્રવર્યા છે એને કોઈ ઇજનેર કે પ્રમુખ થઈને કે કડિયો એને કંઈ કરે, એ બનતું નથી એમ કહે છે. (શ્રોતા- આપણે તો મિસ્ત્રી રાખ્યા'તા) Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ રાખે કોણ? કહો રાયચંદભાઈ ! આવી વાતું છે. ત્યાં તો પંદર લાખનું મંદિર કરે છે તેથી વધારે વધશે કહે છે વાત થતી'તી. આહાહાહા ! બાપુ કોણ કરે ભાઈ ? આહાહા ! અનંત પરમાણુઓનો પિંડ, એમાં એક એક પરમાણું પોતાના ગુણ ને પર્યાયમાં વર્તનારો એ મર્યાદાને કોણ તોડે ? આહાહાહા! એક એક પરમાણું પોતાની મર્યાદામાં વર્તતો એ એક સમયમાં ભેગા અનંતા જીવ છે નિગોદમાં, અને તેની સાથે અનંતા તેજસ ને કાર્મણના પરમાણું છે, પણ તે એક એક આત્મા પોતાની ગુણપર્યાયમાં વર્તે છે, બીજો આત્મા છે એ એની ગુણપર્યાયમાં વર્તે છે આ બે ભેગા વર્તે છે એમ છે નહિ. આહાહાહા ! બહુ આકરું, એમ નિગોદના જીવને બચાવી શકે આત્મા એમ નથી. કારણ કે એ પોતાની પર્યાય ત્યાં મૂક્તો નથી, તે શું કરી શકે? એમ કહે છે. સમજાણું કાંઈ ? પાણીના પરમાણું છે, એ આમ જે પડે છે આમ એ એના પરમાણુની પર્યાયપણે વર્તી રહ્યાં છે. આહાહા ! આત્માએ પાણીને ઉપાડીને પીધું એ વાત ખોટી છે કહે છે. (શ્રોતા:- પાણી કોણ પીએ છે?) કોણ પીવે છે? આહાહા ! તે તે પરમાણું પોતાની પર્યાયમાં ને ગુણમાં વર્તનારા એ બીજાને-બીજામાં વર્તે એવું ત્રણકાળમાં બને નહિ, બીજા વર્તાવે અને બીજામાં વર્તે. આહાહા ! બહુ અભિમાન મોટા છે અભિમાન અંદર, આ કર્યા ને આ કર્યા ને આ કર્યા ને. આહાહા! મિથ્યાઅહંકાર. કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો, પલટી ને પરમાં જવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે. વસ્તુની મર્યાદાથી જ તે નિષેધ છે. આહાહા ! દ્રવ્યાંતરરૂપે અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણાવવી અશક્ય હોવાથી, શું કીધું ઈ? અન્ય દ્રવ્યરૂપે બદલ્યા વિના અંદરમાં ગયા વિના (આવી) વસ્તુસ્થિતિ વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય છે. બીજી ચીજને ક્યારે બદલાવે કે એમાં જો એ ભળી જાય તો, કોઈમાં તો ભળતી નથી કોઈ ચીજ. દરેક પરમાણું ભિન્ન ભિન્ન, દરેક આત્મા ભિન્ન ભિન્ન કામ કરી રહ્યાં છે પોતાનું. આહાહા ! પોતાના દ્રવ્ય અને ગુણપર્યાય બનેને ઘડારૂપી કર્મમાં નહિ નાખતો, છે? પોતાના દ્રવ્ય ને ગુણ બને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો, ઘડારૂપી કાર્ય છે તેમાં કુંભાર પોતાના ગુણ ને પર્યાયને નાખતો નથી ત્યાં પોતાની ગુણ પર્યાયને ત્યાં નાખતો નથી, તો ઘડાને શી રીતે કરે? આહાહા ! એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી એમ હવે કહે છે. કુંભાર ઘડાનો કર્તા અમને તો પ્રતિભાસતો નથી. આહાહા ! દુકાનને થડે માલ લેવા આવે, માલ આપે ને આમ, લ્યો આ ખજુર પાંચ શેર ને આ ફલાણું આ સાકર કહે છે કે એ બધા પરમાણું પોતાની પર્યાયે તે કાળે તે રીતે પ્રવર્તે છે, એમાં બીજો એને પ્રવર્તાવે છે એમ નથી. વસ્તુની મર્યાદા પણ એ તો જે છે, પોતે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં છે બસ એટલું, ત્રણે ય કાળે ત્રણે, કર્મ અને આત્મા, એક ક્ષેત્રે રહ્યાં છતાં પોતપોતાના દ્રવ્યપર્યાયમાં રહેલાં છે. એકબીજાને નિમિત્ત નૈમિતિક કહેવાય. વિકાર કરે તો નિમિત્ત કહેવાય ઈ, ન કરે તો છે એ પણ પોતાની પર્યાયમાં ખરી જાય છે. અહીં આવ્યું છે ને? “દ્રવ્ય મોહ ઉદયે સતે,” ભાવ મોહપણે ન પરિણમે તો એ ઉદય ખરી જાય છે. ટીકામાં છે. આમાં ૪૫. આહાહા ! જડ કર્મનો ઉદય છે મોહનો એ એની પર્યાયમાં વર્તે છે, અને તેથી તે અહીં વિકારને કરાવે એમ છે નહિ કાંઈ. એવો ઉદય છતાં સ્વભાવસમ્મુખ થઈને Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૪ ૨૧૫ મોહપણે ન પરિણમે તો ઈ કર્મપણે ઉદય થયો માટે પરિણમાવે એમ નથી. આહાહા ! નિંદા ને સ્તુતિના શબ્દો, તેના પોતાના ગુણપર્યાયમાં વર્તનારા છે. તે નિંદા કરનારો પણ તેને કરી શકતો નથી શબ્દને નિંદાના. આહાહા !પ્રસંશા કરનારો જે છે એ પ્રશંસાના શબ્દોને એ પ્રશંસા કરનારો કરી શકતો નથી. આહાહા ! તેથી છે ને આવી ગયું ને પાછું આવે છે નિંદા-સ્તુતિ બીજા કરે એમાં તને શું થાય કહે, ઈ ૫૨માણુની પર્યાયપણે એમાં વર્તે છે એમાં તને શું છે ? તારી નિંદા કોણ કરે ? આહાહાહા ! દ્રવ્ય ને ગુણ ઘડારૂપી કર્મમાં નહિ નાખતો ઘડારૂપી કર્મ, કર્મ એટલે કાર્ય માટીનું કાર્ય જે ઘડો છે તેમાં કુંભાર કાંઈ પોતાની પર્યાયને રાગ છે એ રાગ મૂકે અંદર ? સારા ઘડા બનાવે આમ રંગબેરંગી ઓલા શું કહેવાય આસો મહિનાના ગરબા અંદર કાણાંવાળા ને ગરબા આ પાછા ચીતરામણ ઓલું કરે ચારેબાજું ચિતરામણ કરે પુરુષના ને આમ, આમ કહે છે કે એ કાંઈ કરી શકતો નથી ૫૨માં. અરેરે ! કુંભા૨ ૫૨માર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી. તેવી રીતે પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ ૨સથી જ વર્તે છે. પાછું જો લીધું આ કર્મમાં લીધું પાછું. આહાહા ! વાંધા મોટા એ છે ને એમાં એ પ્રશ્ન ચાલ્યો'તો ને ત્યાં એમાં, કે જ્ઞાનાવ૨ણીને લઈને આત્મામાં હિનાદિક દશા થાય જ્ઞાનની, વરણીજી હારે, ઓલાએ પૂછયું મહારાજ, કાનજી સ્વામી તો એમ કહે છે કે જ્ઞાનની હિણી અધિક અવસ્થા તો પોતાથી થાય છે. જ્ઞાનાવરણીથી નહિ ? નહિ, અંગધારી કહે તો ય નહિ, તે૨ની સાલની વાત છે ને બાવીસ વર્ષ થયા. આહાહાહા ! આંહીં કહે છે કે જ્ઞાનાવ૨ણીઆદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યનો અને પુદ્ગલની પર્યાયમાં નિજ ૨સથી વર્તે છે. જ્ઞાનાવરણી કર્મ તો પોતાની પર્યાયમાં વર્તે છે, દ્રવ્યમાં એટલે કે તેની પર્યાયમાં. આહાહા ! તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો–મૂક્તો-ભેળવતો નથી. આત્મા એ રાગમાં ભલે વર્તો, પણ એથી કરીને એ કર્મની પર્યાયમાં એ રાગ પેઠો કે પેસી જશે અને રાગ સંક્રમણ કરીને જ્ઞાનાવરણીનું બનાવ્યું છે એમ નથી. આહાહા ! આ તો આમ ૫૨નો કર્તા નથી એમ સિદ્ધ કરવું છે ને ? આહાહા ! કારણકે કોઈ વસ્તુનું દ્રવ્યાંત૨ કે ગુણાંત૨, તે ગુણાંત૨રૂપે સંક્રમણ થવું અશક્ય છે. આહાહા ! આત્મા પોતે પોતાની પર્યાયમાં વર્તે દ્રવ્યમાં તો છે જ, પછી વિકારીપણે કે અવિકારીપણે પણ એને જ્ઞાનાવરણી જે બંધાય છે એમાં એ પોતે એની પર્યાયમાં વર્તનારા એ ૫૨માણુઓ એને આત્મા બાંધે, આત્મા જ્ઞાનાવરણી કર્મને બાંધે એ ત્રણકાળમાં નથી. તેમ જ્ઞાનાવરણીમાં આંહીં ક્ષયોપશમ થયો પોતાને કા૨ણે તેથી ત્યાં જ્ઞાનાવરણીમાં ક્ષયોપશમ દશા થઈ આને કા૨ણે એમ નથી. આહાહા ! આવું છે. આખો દિ' કરીએ છીએ ને વળી કહે કંઈ કરતો નથી એક સમય કરતો નથી. આહાહા ! છોકરા ડાહ્યા હોય ને દુકાન ચલાવવા બેસાડે કેવી દુકાન ચાલે છે, કે આમ કે. ઓહોહો ! પાંચશે પાંચશેની એક દિવસની પેદાશ આવે કે હજાર રૂપિયાની પેદાશ, છોકરાવ હોશિયાર બહુ, કઠે કર્મી પાડ્યા. કર્મી પાડ્યા. ( શ્રોતાઃ– કર્મી પાક્યા ને ધર્મી નહીંને ) એ આ કામ કર્યું એ માટે કર્મી પાક્યાં એમ કહે છે. આહાહા ! પણ એ કામ કરી શકતા નથી. આહાહા ! Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ હુંશિયાર બાઈ હોય એ પુડલા સારા કરે, વડી સારી કરે, પાપડ સારા કરે ને આ શું કહેવાય તોરણ, તોરણમાં મોતી સરખા ગોઠવે આમ શરીરના આકારે, હાથીના આકારે, ઘોડાના આકારે આમ જ્યાં જ્યાં હોય, તો આંહીં કહે છે કે એ વાત ખોટી છે. કેમ આ હારમાં નથી ગોઠવતા, તોરણમાં હાથીનું રૂપ ગોઠવે, ઘોડાનું, માણસનું. આહાહા ! પરમાણુને એવી રીતે ગોઠવે, કહે છે કે એમાં કાંઈ એણે કર્યું નથી. એણે કરેલો રાગ એ રાગમાં એ વર્તતી હતી. એ રાગ એમાં વર્તતું નહોતું એ ક્રિયામાં રાગ નહોતો વર્તતો, એમાં તો એના પરમાણુની પર્યાય એમાં વર્તતી'તી. આહાહાહા ! બહુ કામ આકરું. આખી દુનિયાથી જુદી જાત પડે પછી એકાંત કહે છે ને પણ આ આખી વાત જ ફેર છે. ઓલા વ્યવહારના વાંધા કહે છે માળે બહુ કાઢયું, સાધુઓએ એણે “પરિજ્ઞાનમાનવા પ્રયોજનવાન” છે, વ્યવહાર, પરિજ્ઞાન કીધું પ્રયોજન જરૂરનું છે એ વસ્તુ કે જેથી અમારે શુદ્ધિ વધે, શુદ્ધિના અંશને વ્યવહાર સભૂત કહ્યો છે, અશુદ્ધતાને નહિ ત્યાં, આંહીં એમ કહે છે. અરે ભાઈ શુદ્ધતાનો અંશ છે ને અશુદ્ધતાનો અંશ છે બેય, વ્યવહારનયે જાણેલો પ્રયોજનવાન છે, બે ય વાત. આહાહાહા ! ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ તે ઉપાદેય છે. બાકી તો પુણ્ય પાપ, સંવર, આસવ, નિર્જરા, બંધ, મોક્ષ એ બહિર્તત્ત્વ છે. બહિર્તત્વ, અંતર્તત્વથી બહિર્તત્વ છે માટે તે હેય છે. સંવર, નિર્જરા હેય છે, આમાં ઓલામાં કહે કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં સંવર ઉપાદેય છે ને નિર્જરા હીતકર છે (શ્રોતા- એ તો પ્રગટ કરવા માટે) ભેદથી તે કથન સમજાવે છે. બહિર્તત્વ સંવર નિર્જરા એ બહિર્તત્વ મોક્ષ એ બહિર્તત્વ અને તેમાં તો એમેય લીધું કે અંત:તત્વ અને બહિર્તત્વ બેયને જાણે એ વ્યવહાર સમકિત છે. નિયમસારમાં છે. અંતઃતત્વ ભગવાન શાયક અને બહિર્તત્વ એ પર્યાય એને માને એ વ્યવહાર સમકિત છે. બે થયાને, બે ત્યાં અંતર્તત્વ ને બહિર્તત્વ તે વ્યવહાર સમકિત છે. આહાહાહા ! એ સંવર, નિર્જરા ને મોક્ષ એ બહિર્તત્ત્વ છે. આત્મા અંતત્વ છે. આસવ ને એ તો બહિર્તત્ત્વ છે જ તે, એ બહિર્તત્વ અને અંતર્તત્વ બેયને જે માને એ વ્યવહાર છે. વ્યવહાર સમકિત છે. એકને જ્ઞાયકપણે તદ્દન પૂર્ણપણે માને તેનું નામ નિશ્ચય સમકિત છે. આહાહાહા ! સંવર, નિર્જરાને ભેળવીને માને તો એ વ્યવહાર સમકિત છે એમ કીધું. ચંદુભાઈ ! આહાહાહા ! ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનઘન, વિજ્ઞાનઘન, પરમ અમૃતનો સાગર પ્રભુ! એ જ એક ઉપાદેય છે બાકી પુણ્ય-પાપ-આસવ-બંધ તો ઠીક પણ સંવર નિર્જરા મોક્ષ એ બહિર્તત્વ. આહાહાહા ! કેમ કે અંતર્તત્વમાં એ નથી. અંતર્તત્વમાં એ અડતું ય નથી, દ્રવ્ય તે પર્યાયને અડતું ય નથી. પર્યાય દ્રવ્યને અડતી નથી. આહાહાહા ! પરની વાત તો અહીં શું કરવી કહે છે. પરનું તો કંઈ પણ એ કરે નહિ, પણ પોતામાં પણ ભેદ પાડીને આત્માને પણ માને ત્રિકાળીને અને બહિર્તત્વને પણ ભેગું માને છે, તો એ પણ બે થઈ ગયા તો વ્યવહાર સમકિત છે, નિશ્ચય સમકિત નહિ. આહાહા ! (શ્રોતાઃ- શેયતત્ત્વ ને જ્ઞાનતત્ત્વની શ્રદ્ધા એ બહિર્તત્વ?) એ ભેદ, એ તો જ્ઞાનપ્રધાન કથન પણ ભેગું કહી દીધું અંદર, જ્ઞાની છે ને એ અહીં વાત થઈ છે. ઘણી વાર, થઈ છે. એનું જ્ઞાન થયું છે એ જ્ઞાન અને આત્મા બે, બે નું એકરૂપ થઈને શ્રદ્ધા, છે, એ નિશ્ચય શ્રદ્ધા ભેગું ગણીને અભેદ-ભેદ કર્યા વિના, જ્ઞાન ને શેય બેયને ભેદ પાડ્યા વિના બેને એક જ Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૪ ૨૧૭ આમ કરીને અભેદ રીતે લેવું એમાં ત્યાં જ્ઞાનપ્રધાન કથન છે, દૃષ્ટિપ્રધાન કથનમાં આમ હોય છે. અને તે ચરણાનુયોગમાં છે ને? એમાં છે સર્વ વિશુદ્ધિ અધિકારમાં, ચરણાનુંયોગમાં. આહાહાહા! અહીંયા તો એકરૂપ દૃષ્ટિના વિષયની અપેક્ષાએ કહ્યું એકરૂપ ત્રિકાળ નિત્યાનંદ પ્રભુ તે જ સમકિતનો વિષય છે. ત્યાં તો એમેય કીધું ને ૩૨૦ માં પર્યાય જાણે છે. સંવર નિર્જરાની પર્યાય પણ જાણે છે કે “હું ત્રિકાળ સકળ નિરાવરણ, વસ્તુ ત્રિકાળી નિરાવરણ, અખંડ છું,” પર્યાયનો ખંડ પણ મારા સ્વરૂપમાં નથી. આહાહા! એક છું દ્રવ્ય ને પર્યાય બે, એ પણ નહિ. આહાહાહા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય છું. મારી નિર્મળ પર્યાય દ્વારા હું પ્રત્યક્ષ કરી શકું છું એ આત્મા છે. આહાહાહા ! પ્રકાશ નામની શક્તિ છે ને એમાં? સ્વસંવેદન પ્રત્યક્ષ કરી શકું છું. અવિનશ્વર છું, કદી મારો પલટો ખાઈને પલટી જાય એવું મારું રૂપ જ નહિ. હું તો ધ્રુવ ધ્રુવ ધ્રુવ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ, શુદ્ધ પારિણામિક ત્રિકાળી સહજ સ્વભાવ એવું જે પરમભાવ એમ જાણે છે કે આ હું છું. સંવર, નિર્જરાની હારે વર્તતી જે જ્ઞાનની પર્યાય એ પર્યાય છે. એમ કહે છે કે હું તો આ છું. સંવર નિર્જરાની પર્યાય હારે જ્ઞાનની પર્યાય છે ને ભેગી, તો ભૂતાર્થને શ્રદ્ધ એટલે એક જ પર્યાય તે તરફ વળી છે એમ નહિ (જાણવામાં એ સાતેય ઉપાદેય કે હેય?) એ બધા ઉપાદેય એટલે જાણવા લાયકમાં આવી ગયું બધું એ આખું વસ્તુ આત્મા જ્ઞાન ને એનું જે શેય એનું થયું જ્ઞાન આમાં, એ ઉપાદેય છે. એ ખડકે, શું કહેવાય એ માલ ખડકે ને બધું, ગોદામમાં, ગોદામમાં નહીં પણ આમ આમ વેપાર દુકાનમાં ડબા આખા રાખે ખાલી, ને એમાં એક એકમાં ભર્યું હોય કોઈમાં બદામ, કોઈમાં પિસ્તા, આખા ઘોડા હોયને લાકડાના, લાકડાના ઘોડા અમારે ત્યાં એ હતું ને દુકાનમાં, ડબા મૂકે ખાલી રાખે ને એમાં એકમાં બદામ હોય, એકમાં પિસ્તા હોય, એકમાં ચારોળી હોય ફલાણું હોય ઢીંકણું હોય માથે નામ લખ્યું હોય, કહો ત્યાં રહે છે કે નહિ, ડબામાં અધ્ધર? આંહીં ના પાડે છે, કે એ બદામ ડબામાં રહી નથી, ડબાને આધારે બદામ ત્યાં રહી નથી. બદામના એક એક રજકણો પોતાના અંદર આધારથી ત્યાં રહ્યાં છે. આહાહાહા ! આવી વાતું છે ઝીણી. નવું લાગે માણસને. પોતાના દ્રવ્ય ને આત્મા કે પોતાના ગુણને એટલે કે પર્યાયને ખરેખર નાખતો-મૂક્તોભેળવતો નથી, કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર (રૂપે) કે પર્યાયાંતર (રૂપે) સંક્રમણ થવું અશક્ય છે. આહાહાહા ! દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુ પરિણાવવી અશક્ય હોવાથી. આહાહાહા! પલટયા વિના પલટન પોતે કરીને એમાં ગરી જાય અંદરમાં તો તો કાંઈ કરે પરને, પણ એ પલટીને અંદરમાં સંક્રમણ તો કરી શક્યો નથી. ખરેખર તો બીજાને અડતું ય નથી દ્રવ્ય. દરેક દ્રવ્ય પોતાના ધર્મને ચૂંબે છે ગુણપર્યાયને પણ અન્ય દ્રવ્યને ને ગુણપર્યાયને અડતું નથી. આહાહા ! આવી વાત છે. અગ્નિ અહીં અડતી નથી આંહીં. અગ્નિના રજકણ જુદા આ રજકણ જુદા ને આંહીં ઉનું થાય જો ઉનું થવાની પર્યાય પોતે વર્તે છે. એમાંથી થયું છે અગ્નિને લઈને નહિ. સમજાણું કાંઈ? આહાહા! પોતાના દ્રવ્ય ને ગુણ બંનેને તે જ્ઞાનાવરણી આદિ કર્મમાં નહિ નાખતો આત્મા, આત્મા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ કર્તા કર્મનો ને આત્મા ભોક્તા કર્મનો એ છે નહિ, એમ કહે છે. આહાહાહા ! પોતાના ભાવનો કર્તા ને પોતાના ભાવનું કારણ ભોક્તા, અજ્ઞાનમાં રાગદ્વેષનો કર્તા ને રાગદ્વેષનો ભોક્તા છે. જ્ઞાનમાં વીતરાગી પર્યાય..... કેમકે એમાં કાંઈક પરકર્મમાં નાખતો એવો આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? કદી ન હોઈ શકે, કદી ન હોઈ શકે માટે ખરેખર આત્મા પુદ્ગલ કર્મનો અકર્તા ઠર્યો. આહાહા ! આઠ કર્મ બાંધ્યા ને આનું આમ થયું ને આટલી પ્રકૃતિ પહેલે ગુણસ્થાને બંધાય ને, ચોથે આટલી બંધાય ને, પાંચમે આટલી બંધાય ત્યાં તો જે હોય છે તે જ્ઞાન કરાવ્યું છે ૧૪૮ કર્મ બંધાય જાજી એવું ઉત્કૃષ્ટમાં ૧૨૨ બંધાય સત્તામાં આટલી બંધાય તે આટલી બંધાય, શું એ તો નિમિત્તની વાતું છે કથન. તે તે પરમાણું તે તે પર્યાય તે કાળે તેમ પરિણમે છે, અને બીજો શી રીતે પરિણમાવે, જો પરિણમાવે તો વસ્તુની મર્યાદા તૂટી જાય છે. આહાહા! માટે આ સિવાય બીજો એટલે કે આત્માને પુદ્ગલકર્મનો કર્તા કહેવો તે ઉપચાર નામ વ્યવહાર છે. એ વ્યવહારને ૧૦૫-૧૦૬ ગાથામાં કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રશ્ન: “જૈન સિદ્ધાંતપ્રવેશિકા' માં ભવ્યત્વને અનુજીવી ગુણમાં લીધો છે ને...! સમાધાન: ખબર છે! ( ત્યાં અર્થ બીજો છે!) સિદ્ધમાં ભવ્યત્વ નથી. (માટે ભવ્યત્વ છે તે ગુણ નથી પણ) યોગ્યતા છે, તે ત્યાં પૂરી થઈ ગઈ. જો ભવ્યત્વને ગુણ ગણો તો જેમ દર્શન–જ્ઞાન છે તેમ તે (ભવ્યત્વ) પણ ત્યાં રહેવો જોઈએ; પણ તે “સિદ્ધમાં નથી'; તો તો પછી એમ કેમ ચાલે? માટે (ખરેખર) ભવ્યત્વ એ ગુણ નથી. પણ ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાયની (યોગ્યતાના) ભેદ છે. (સિદ્ધદશા પ્રાપ્તિની) પર્યાયની યોગ્યતાને ભવ્ય તથા અયોગ્યતાને અભવ્ય કહે છે. (આ કથનનું તાત્પર્ય એ છે કે ભવ્યત્વ અને અભવ્યત્વ-બેમાંથી એક પ્રકારે, દ્રવ્યના પરિણમનની તેવી સ્થિતિ ત્રિકાળ રહેવી એવી જ પર્યાયની કોઈ અહેતુક પારિણામિક યોગ્યતા છે. ). વળી, અમૃતચંદ્ર આચાર્યનું તત્ત્વાર્થસાર” છે. અહીંયાં વ્યાખ્યાનમાં આખું વંચાઈ ગયું છે. (ત્યાં ગાથા-૯૦માં એ કહ્યું છે કેઃ “ભવ્ય અને અભવ્યના ભેદથી જીવ બે પ્રકારના છે. જે સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાને યોગ્ય છે તે ભવ્ય કહેવાય છે અને એનાથી વિપરીત છે તે અભવ્ય કહેવાય છે.” ) એમ એ વ્યવહારથી કહેવામાં આવે છે (કેમકે નિશ્ચયથી જીવ બે પ્રકારના ન હોય!) ત્યાં “તત્ત્વાર્થસાર માં નીચે નોંધ કરી છે (એટલે કે ફૂટનોટ આપી છે) કે એ ભવ્ય-અભવ્ય તો પર્યાયની અપેક્ષાએ વાત છે. ગુણ અપેક્ષાએ વાત હોય તો, ભવ્યત્વગુણ દ્રવ્યમાં નથી. જેમ વૈભાવિકશક્તિ-ગુણ છે તો એ સિદ્ધમાં પણ હોય છે. પણ ભવ્યત્વ સિદ્ધમાં નથી. ત્યાં (જેમ ઔપશમિકાદિ ભાવ રહેતા નથી તેમ) એ ભવ્યત્વની યોગ્યતા પણ રહેતી નથી. તો એ તો પર્યાયની અપેક્ષાએ ભવ્યત્વ અને અભવ્યત્વની વાત કરી છે. સમજાણું કાંઈ ? (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૪૪–૧૪૫, નિયમસાર ગાથા-૭૭ થી ૮૧) Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૫ ૨૧૯ ( ગાથા-૧૦૫ ) अतोऽन्यस्तूपचार: जीवम्हि हेदुभूदे बंधस्स दुपस्सिदूण परिणामं। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।।१०५।। जीवे हेतुभूते बन्धस्य तु दृष्ट्वा परिणामम्। जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण।।१०५।। इह खलु पौद्गलिककर्मणः स्वभावादनिमित्तभूतेऽप्यात्मन्यनादेरज्ञानात्तन्निमित्तभूतेनाज्ञानभावेन परिणमनानिमित्तीभूते सति सम्पद्यमानत्वात् पौद्गलिक कर्मात्मना कृतमिति निर्विकल्पविज्ञानघनभ्रष्टानां विकल्पपरायणानां परेषामस्ति विकल्पः। स तूपचार एव, न तु परमार्थः। માટે આ સિવાય બીજો-એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છે: જીવ હેતુભૂત થતાં અરે!પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. ગાથાર્થ-[ ની] જીવ [દેતુમૂતે]નિમિત્તભૂત બનતાં [વચ તુ] કર્મ બંધનું [પરિણામમ] પરિણામ થતું [E ] દેખીને, “[ નીવેન] જીવે [ર્મ ત] કર્મ કર્યું એમ [૩પવામા2 ] ઉપચારમાત્રથી [ મળ્યતે] કહેવાય છે. ટીકાઃ-આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી “પૌગલિક કર્મ આત્માએ કર્યું” એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી. ભાવાર્થ-કદાચિત થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે. પ્રવચન નં. ૨૦૭ ગાથા-૧૦૫ બુધવાર, ફાગણ સુદ-૨, તા. ૨૮/૨/૭૯ जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणामं। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।।१०५ ।। જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ટીકા – આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં, આહા! કેમ આત્મા જ્ઞાયક સ્વભાવ એ જ્ઞાયક સ્વભાવ એ કોઇ બંધનમાં નિમિત્ત (ન) થાય એને બંધન હોય નહિ, નિમિત્ત થાય એવું જ્ઞાયકમાં છે નહિ. શું કીધું સમજાણું? એ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક છે આત્મા એ જેને અનુભવ થયો હોય એનો, એ પણ બંધમાં નિમિત્ત નથી. આંહીં તો કહ્યું કે ખરેખર ભગવાન આત્મા, સ્વભાવથી જાણક દેખન આનંદ આદિ સ્વભાવથી પૌલિક કર્મને નિમિત્ત (નથી), બંધન થાય તો એને કારણે, બંધન કર્મનું થાય તો એની પર્યાયના પરિણમનના કાળે ત્યાં થાય, પણ એને નિમિત્તભૂત આત્મા હોઇ શકે નહિ, એટલે કે એને બંધન હોઇ શકે નહિ. આહાહાહા! સમજાય છે કાંઇ? ચૈતન્ય વસ્તુ જે જ્ઞાયક આનંદકંદ પ્રભુ એનો જ્યાં અંતર અનુભવ થયો ને આશ્રય લીધો, આંહીં તો સમુચ્ચય વાત કરે છે. પણ એનો અર્થ એ છે કે જ્ઞાયક ચૈતન્ય પ્રભુ જેને એનો આશ્રય લીધો, એને તો દર્શનજ્ઞાનચારિત્ર નિર્મળ થાય, તેથી તેને બંધન ન હોય, બંધન ન હોય માટે બંધનમાં નિમિત્ત પણ એ નથી. આહાહાહા ! શું કહ્યું સમજાણું કાંઇ? ભગવાન આત્મા તો ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ જાણક સ્વભાવી, આનંદ સ્વભાવી અંતર અનંત અનંત ઈશ્વર પ્રભુતા સ્વભાવી આત્મા, એ આત્મા છે અને જેને આત્માનું જ્ઞાન ને અનુભવ થયો છે, તો એ આત્મા છે, એ નવા કર્મ એને બંધાય નહિ અને તેથી નિમિત્ત પણ થાય નહિ, નવા બંધાય નહિ તેથી નિમિત્ત થાય નહિ. ધર્મી જીવને પણ, જ્ઞાયકસ્વભાવ ચૈતન્ય છું, એની જે સત્તાની હૈયાતિ નિર્મળ પૂર્ણાનંદ પ્રભુ, એવું જેને ભાન થયું અને દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમ્યો, એને બંધન નથી તેથી બંધનમાં નિમિત્તપણું થાય એ નથી. આહાહા! આવું સ્વરૂપ છે. એ પહેલી લીટીમાં એ કહે છે. મૂળમાં કહેવું છે તો બીજાં. જીવ હેતુભૂત થતાં ઓલું પરિણામ થાય છે ને હેતુપણે એના પહેલાં આ. નકાર નહિ. નકાર હોય નહિ. જીવના પરિણામ બંધમાં હેતુ દેખીને નિમિત્ત પણ એ પહેલાં બંધના પરિણામ છે એ આત્માનો સ્વભાવ જ નથી, અને નિમિત્ત થવું એ આત્માનો સ્વભાવ નથી. આહાહાહા ! ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ પરમાં નિમિત્ત ન થવું અને પર નિમિત્તથી આમાં કાંઇ થવું એવું જેના સ્વરૂપમાં નથી. એ તો અકાર્યકારણ નામના ગુણથી પરિપૂર્ણ ભરેલો છે પ્રભુ. એથી એ આત્મા જે છે એવું જેને ભાન થયું, જ્ઞાન થયું, એની રમણતા થઈ એને બંધન નથી, તો પછી બંધન નથી તો તેને નિમિત્ત થવું એ એમાં એને છે નહિ. આહાહા ! આવી વાતું છે. શું કરવું આમાં? કરવું એ, કે તેથી પહેલી વાત આ લે છે કે આ બધું બંધન થાય છે એ આંહીં પરમાણુની પર્યાય કાળે એમાં અજ્ઞાનીનો રાગદ્વેષ નિમિત્ત છે. એ નિમિત્ત તો નિમિત્ત છે, પણ એ નિમિત્ત છે માટે ત્યાં થયું છે એમ નથી. ત્યાં તો એ પરમાણુની કર્મ પર્યાયનો કાળ હતો માટે થયું છે. ફક્ત અજ્ઞાનીના રાગદ્વેષને નિમિત્ત, ઉપચારથી એને કહેવામાં આવે કે આ ઓલાં નિમિત્તપણું હતું ને એથી ઉપચારથી કહેવામાં આવે, કે આમણે કર્મ કર્યું એમણે કર્મ બાંધ્યું. આહાહા ! આ લોકમાં ખરેખર આત્મા જ છે, આ લોકમાં તો બધા ઘણાં દ્રવ્યો છે એમ કહે છે પણ Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૫ ૨૨૧ એમાં આ આત્મા જે છે, એ તો સ્વભાવથી જ, એનો સ્વભાવ જ એવો છે જાણવું દેખવું આનંદ જેનો સ્વભાવ એ પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં નવા બંધન, બંધન થાય એ તો એની પર્યાયની યોગ્યતાથી પર્યાય પરિણમે, કર્મ બંધન થાય તે તો પરમાણુની તે કાળે ક્રમબદ્ધ પરિણામનો એનો સ્વભાવ છે એ રીતે પરિણમે છે, પણ આત્મા દ્રવ્ય એને નિમિત્ત પણ ન થાય એટલે કે તેને બંધન ન થાય એમ એનો અર્થ છે. આહાહા ! સમજાણું કાંઇ? પૌગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં, એટલે વસ્તુ છે ભગવાન આત્મા એને બંધન છે નહિ, કેમકે એ અબંધ સ્વરૂપ છે. આહાહા ! પરમાર્થે મુક્ત સ્વરૂપ છે પ્રભુ, તેથી એને સકળ નિરાવરણ કોઈપણ આવરણ વસ્તુને નથી, વસ્તુને શું આવરણ હોય? વસ્તુને આવરણ હોય તો વસ્તુ, અવસ્તુ થઇ જાય. આહાહા ! “સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય” એવું જે તત્ત્વ આત્મા એ તત્ત્વ કર્મના બંધનમાં નિમિત્તભૂત થાય એવો એનો સ્વભાવ નથી. એટલે કે ખરેખર તો એનો આત્માનો એવો સ્વભાવ છે કે એને બંધન જ ન થાય. બંધન ન થાય તેથી નિમિત્તપણું એનું હોઇ શકે નહિ. આહાહાહા! આ તો આવી વાતું છે ભાઈ ! આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મ, પૌદ્ગલિક કર્મ તો તે સમયે પુદ્ગલને કારણે પર્યાય થાય, પણ એને નિમિત્તભૂત પણ નથી આત્મા, એટલે કે એને કર્મબંધન નથી. શું કીધું ચંદુભાઈ ? એને બંધન નથી અબદ્ધ સ્વરૂપ છે, એમ કહે છે. ભગવાન આત્મા તો અબદ્ધસ્કૃષ્ટ ચૌદમી, પંદરમી ગાથામાં આવ્યું છે ને? ચૌદમી, પંદરમી ગાથામાં “જો પસ્સઈ અપાણે” એ છે એવો અબદ્ધ એટલે મુક્ત જ છે. “જો પસઈ અપ્રાણ અબદ્ધપુછં” પરમાણુઓનો પણ જેને સંયોગ સંબંધ નથી અને વિશેષથી રહિત સામાન્ય છે, આ સંયુક્તથી રહિત અસંયુક્ત છે, એમાં રાગાદિનો સંબંધ છે જ નહિ. આહાહા! એવો આત્મા જેને જણાણો પરાશ્રય ભાવથી છૂટી, વ્યવહાર એટલે પરાશ્રય ભાવ છે તેનાથી છૂટી સ્વઆશ્રય ભાવમાં આવ્યો, એ આત્મા એને બંધન હોય નહિ, બંધન હોય નહિ માટે તેને નિમિત્તપણે પણ હોય નહીં. આહાહા ! ઝીણું બહુ ભાઈ આ. પહેલી આ એક લીટીમાં આ છે પછી ગાથાનું કહેવું છે એ પછી કહેશે, પહેલું જે ગાથામાં કહેવું છે એનાથી પહેલા ઉપોદ્યાત કીધો છે. સમજાય છે કાંઇ? આહાહાહા ! જ્ઞાયકસ્વરૂપ ભગવાન એણે કોઈ દિ પણ અભ્યાસ કર્યો જ નથી ને, સંસારના પાપના આડે ધંધો, કયાં નવરો છે. આખો દિ પાપ, આ ધંધા આ કર્યા ને આ કર્યા ને આ કર્યા, એમાં વળી છોકરાઓને અમેરિકામાં મોકલે એટલે જાણે કે, ઓહોહોહો ! શું કર્યું અને જાણે. એમાં તે વળી પાંચ-દશ હજારનો પગાર આવે તો તો અરે ત્યાં તો ભંગીયાને દશ હજાર આવે. અમેરિકામાં ભંગીયા હોય ને ભંગીયા, એ ભંગીયા ઓલા કાઢનાર વિષ્ટા કાઢનાર હોયને, પાયખાનામાં શેઠીયા તો પોતે ન કાઢે કાંઈ. દશ-દશ હજારનો પગાર હોય મોટરમાં આવે છે, પણ આહીનો જરી હોય ને એને દશ હજારનો પગાર એટલે, ઓહોહોહો ! શાંતિભાઈ, જગત ભરમાઈ ગયું છે આખું. એ ભરમાય એવો એનો સ્વભાવ નથી કહે છે. આહાહાહા ! (શ્રોતાઃપર્યાયમાં ભરમાય ) એની પર્યાય પણ એવી નથી કે જેને કંઇ બંધન થાય, તેનું નિમિત્ત થયું એવી એની પર્યાયે ય નથી. જ્ઞાયકભાવની પર્યાય જ્ઞાયક ભાવપણે હોય છે. આહાહા? સમજાણું કાંઇ? આહા ! પહેલો શબ્દ કેટલો અર્થ સમજવા જેવો, ઓલામાં હેતુભૂત કીધું ને? બંધન તો થાય છે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તેને કારણે, એમાં હેતુ, નિમિત્ત, પણ નિમિત્ત કોણ? કે અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત, જ્ઞાનીનો આત્મા નિમિત્ત નથી. આહાહા ! સમજાણું કાંઇ? ખરેખર આત્મા, સ્વભાવ પોતાનો જ્ઞાયક ને આનંદ ને શાંત ને વીતરાગ સ્વભાવ, વીતરાગ સ્વભાવ એને બંધન કેવું? એ તો બંધ રહિત અબંધ સ્વરૂપ છે. આહાહા ! ત્યારે અબંધ સ્વરૂપ છે તો બંધનમાં નિમિત્ત બંધન નથી તો એનું નિમિત્તપણે પણ એનામાં નથી. આહાહાહા ! આવો ઉપદેશ હવે ઓલા કહે દયા પાળો ને વ્રત કરો ને ભક્તિ કરો. (શ્રોતા- પણ દયા પાળવામાં શું વાંધો?) હા, પણ ઇ આ દયા આત્માની, એની ખબર નથી. આહાહા ! આ તો આત્માની દયાની વાત છે. પ્રભુ તું કોણ છો? કે તું જ્ઞાયક છો, અને જ્ઞાયકનું ભાન થયે પણ પર્યાયમાં વીતરાગતા આવે અને વીતરાગતા આવે એને બંધન હોય નહિ અને બંધન ન હોય તો પછી એને વીતરાગપણું, નિમિત્ત હોય એને? અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત હોય, જ્ઞાનીની વીતરાગતા નિમિત્ત ન હોય એટલે બંધન હોય નહીં. આહાહા! પહેલી લીટીમાં એ કહ્યું પાધરું છે એનાથી ઉલટું જીવમાં હેતુભૂત એમ કીધું ને રાગ જે થાય ત્યાં તો બંધન એના કારણે થાય છે, પણ આ નિમિત્ત દેખીને તેને ઉપચારથી આનો કર્તા કહેવામાં આવશે, ખરેખર તો બંધનનો કર્તા તો બંધન છે. પરમાણુની પર્યાય બંધાય છે તે એને જ કારણે પણ એમાં નિમિત્તપણું દેખી, કોનું? કે અજ્ઞાનીના અજ્ઞાન અને રાગદ્વેષનું નિમિત્તપણું દેખી અને તેને બંધનમાં નિમિત્તપણે કરીને એ ઉપચારથી આ કાર્ય કરેલું છે એમ કહેવામાં આવે છે. યથાર્થપણે તો કર્મબંધનની પર્યાય કર્મને લઇને થઇ છે. આહાહાહા ! પણ, છે? આમ હોવા છતાં પણ અનાદિ અજ્ઞાનને લીધે. પાછું એ લીધું કે અજ્ઞાન, વસ્તુ તો એવી છે અનાદિ, કે પુદ્ગલકર્મને નિમિત્ત ન થાય, એવી ચીજ છે એમ અનાદિ એવી ચીજ છે. પણ અનાદિ અજ્ઞાનને લીધે પાછી, સમજાણું કાંઈ? અનાદિ અજ્ઞાનને લીધે હવે વસ્તુ તો અનાદિથી એવી છે, કે જ્ઞાયકભાવ છે અને એ જ્ઞાયકભાવ છે એને બંધન હોય નહિ. ને બંધન ન હોય તો બંધનનું નિમિત્ત શાકભાવ હોઇ શકે નહિ, હવે ગુલાંટ ખાય છે વાત, પાઠમાં જે છે ઈ કહેવી છે. પણ અનાદિ અજ્ઞાનને લીધે હવે એ અજ્ઞાને ય અનાદિનું છે પાછું. આહાહાહા! જ્ઞાયક પ્રભુ અંદર ચૈતન્ય રતન હીરો અનંત અનંત ગુણના શુદ્ધપણાના પવિત્રપણાનો પિંડ છે એ, જેમાં અનંત પ્રભુતા ભરી છે એકએક ગુણમાં અનંતી પ્રભુતા ને ઈશ્વરતા છે, એવો એ પ્રભુ ગુણ છે, એ ઈશ્વર પોતે જ ઈશ્વરગુણ છે, એનો કોઇ કર્તા ઈશ્વર છે એમ નથી. એનો ગુણ જ ઈશ્વર છે, અને તે અનંત ગુણને ઈશ્વરનું રૂપ છે, અનંત ગુણમાં ઈશ્વરનું રૂપ છે, એટલે બધા ઈશ્વરો છે. અનંત ગુણો જે અમાપ છે એ બધાય ઈશ્વર છે, એ ઈશ્વરનો ધરનાર એક ભગવાન આત્મા છે. એ આધેય ને આધાર પણ જેમાં નથી એક ન્યાયે તો. આહાહાહા ! સમજાય છે કાંઇ? એ પોતે જ જગતના અનંત ગુણમય છે, ગુણ આધેય છે અને ભગવાન આધાર છે, દ્રવ્ય (એમેય નહીં). અહીં તો અનંત અનંત અનંત અનંત ગુણનો પવિત્ર શુદ્ધ ચૈતન્યઘન એ આત્મા છે, એવા ગુણવાળો એમે ય નહિ. સમજાય છે કાંઈ? આહાહા ! એ આત્મા સ્વભાવને લઇને બંધનમાં નિમિત્ત થાય એવું એનું સ્વરૂપ નથી. આહાહાહા ! છે? સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં, અનાદિ અજ્ઞાનને લીધે, Page #238 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૫ ૨૨૩ આવો એનો મૂળ સ્વભાવ હોવા છતાં, અનાદિ અજ્ઞાનને, (લીધે ) પોતાની એને ખબર નથી. કે હું કોણ છું, ને કેવડો છું, ને કયાં છું. એ સ્વરૂપના સ્વભાવના અજ્ઞાનને લીધે, કર્મને લીધે નહિ, એમ નથી ( કીધું ), આવો સ્વભાવ છે પણ કર્મને લઇને એ આમ આચ્છદિત થયો છે એમ નથી, એ મોટો ગોટો ઉઠયો છે ને અત્યારે, પોતાના અજ્ઞાનને લીધે. આહાહા ! જે સ્વરૂપ છે તેમાં દૃષ્ટિ ન રાખતા, જેમાં નથી એવા રાગદ્વેષ ઉપ૨ જેની દૃષ્ટિ છે, એ અજ્ઞાનને લીધે કરે છે. આહાહા ! સમજાણું કાંઇ? પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતાં અજ્ઞાનને લીધે, પૌદ્ગલિક કર્મ તો એને કા૨ણે બંધાણું છે, એની પર્યાયે, પણ આ નિમિત્તરૂપ થતાં, આ નિમિત્તરૂપ થતાં એટલે નિમિત્ત થયું ને એમ, આંહી થયું છે તો એની મેળાએ પણ અહીં નિમિત્ત થયું શું ? એને સંબંધ નિમિત્ત નિમિત્તનો થઇ ગયો ને ?નિમિત્તરૂપ થતાં, નિમિત્તરૂપ થતાંનો શું અર્થ ? પૌદ્ગલિક કર્મ તો તે પ્રકારે તે પર્યાયે ક્રમબદ્ધમાં જે ૫૨માણું કર્મરૂપે થવાના છે એ થવાના, થયા છે, હવે અહીં નિમિત્તભૂત થતાં, ઉપાદાનભૂત તો ન્યાં ગયું. આહાહા ! શું કહ્યું ઈ ? કે કર્મ જે અજ્ઞાનીને બંધાય છે, એ તો એના ઉપાદાનની એની પર્યાયથી ત્યાં બંધાણું, હવે આંહીં એનું નિમિત્ત કોણ છે, એ બતાવવું છે, અજ્ઞાનીનું અજ્ઞાન તે નિમિત્ત છે. નિમિત્ત છે, ઉપાદાન તો એની પર્યાયના એને કાળે ત્યાં થયું છે. બહુ ઝીણું આવું. ઓલું સહેલું સટ હતું બધું, લ્યો “ ઇચ્છામિ પડિકકમાં ઈરિયા વિરિયા વિરાણાએ ગમણાં ગમણે તસ્સઉત્તરિ કરેણણું થઇ ગયું સામાયિક, તસ્સ ઉત્તરી કરેણણું” ધૂળમાંય નથી કાંઇ પણ. ભગવાન અંદર બિરાજે છે પ્રભુ અનંત ગુણનો પવિત્ર ધામ, ઓલામાં આવ્યું ને શ્રીમમાં ? “સ્વયં જ્યોતિ સુખ ધામ” અતીન્દ્રિય આનંદનો ધામ છે એ પ્રભુ તો. આહા !દુઃખ ઉત્પત્તિ થાય એવું એનું સ્થાન છે જ નહિ. સ્વયં જ્યોતિ છે. ચૈતન્ય જ્યોતિ સ્વયં પોતે છે. “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન”, ત્યાં પ્રદેશ નાખ્યા છે–શુદ્ધ છે જ્ઞાનપિંડ છે, “ચૈતન્યઘન” નામ અસંખ્ય પ્રદેશી છે, “સ્વયં જ્યોતિ” અપના-પોતાથી છે એમને એમ અનાદિથી અને “સુખ ધામ”, અતીન્દ્રિયઆનંદનું સ્થાન છે એ ત્યાં પાકે તો અતીન્દ્રિય આનંદ પાકે એવું એ ખેતર છે. રાગદ્વેષ પાકે એવું ખેતર આત્મા નથી કહે છે. આહાહા ! સ્વઆશ્રય ભૂલી ને ૫૨ આશ્રયમાં જાય છે, વ્યવહા૨માં, ત્યારે તેને અજ્ઞાન થઇને રાગદ્વેષ થાય છે. આહાહા ! અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને, પૌદ્ગલિક કર્મને એમ કીધું ને ? તો પૌદ્ગલિક કર્મની અસ્તિ તો સિદ્ધ કરી ઉપાદાનથી, એનું, શું કીધું ઈ ? ત્યાં સિદ્ધ ( શ્રોતાઃ- પૌદ્ગલિક કર્મને ઉપાદાનથી સિદ્ધ કર્યું ) છે એમ. એ પૌદ્ગલિક કર્મ આમ સિદ્ધ કર્યું ને એને નિમિત્તભૂત થતાં લ્યો, એને નિમિત્તપણે બીજી ચીજ જે સંયોગી છે આત્માનો વિકારભાવ એ નિમિત્તભૂત એને થતાં એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તરૂપ થતાં, એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી, આહાહા ! કર્મ તો કર્મ પૌદ્ગલિક કર્મ તો ત્યાં છે, હવે આંહીં એને નિમિત્ત કોણ થયું ? કે નિમિત્તરૂપ એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી, એ પોતાના સ્વરૂપના ભાન વિના એ પુણ્ય ને પાપ, દયા ને દાન આદિના વિકલ્પો મારા છે, એ રીતે અજ્ઞાનભાવે પરિણમતો, અજ્ઞાનભાવે થતો, બીજી ભાષા તો પહેલી આવી ગઇ'તી, એકવાર એ રીતે માને છે, વસ્તુ એવી થતી નથી. પહેલાં એ આવી ગયું'તું ભાઈ પહેલાં શ્લોકમાં એ માને છે, ૯૬/૯૭ માં એ ગાથામાં Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવી ગયું છે. આહાહા ! હું રાગ છું એવી માન્યતા ઊભી કરી છે, એ માન્યતા એ વસ્તુ સ્વરૂપમાં નથી. આહાહાહા ! ( શ્રોતાઃ– તો કે ના સ્વપદમાં છે ) એ પર્યાયના સ્વરૂપમાં અજ્ઞાન છે. આહાહા ! પર્યાય દૃષ્ટિવાળાનું એ અજ્ઞાન છે, દ્રવ્યદૃષ્ટિવાળાને અજ્ઞાન હોતું નથી. આહાહાહા ! આવી વાતું છે ભાઈ. જૈન ધર્મ વીતરાગ માર્ગ જે રીતે છે એ રીતે સમજવો એ અલૌકિક વાતું છે. પહેલો સ્વભાવથી નિમિત્તભૂત થાય એવું તો એનું સ્વરૂપ નથી. હવે અજ્ઞાનને લીધે પૌદ્ગલિકકર્મને નિમિત્તનિમિત્તરૂપ થતાં, કોને ? કે પુદ્ગલ બંધાણા છે એને, કેવો ? કે એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી, અજ્ઞાનભાવે સ્વભાવમાં વિરુદ્ધ કરીને રાગ અને દ્વેષ મિથ્યાત્વઆદિપણે પરિણમતો થકો, સમ્યક્ ચૈતન્ય શુદ્ધ છે, તેનું ભાન નથી એટલે સમ્યગ્દર્શન નથી, મિથ્યાદર્શન છે. કારણકે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છે એને ન માનતાં જે રાગના કણ ઉભા થાય છે, જે સ્વરૂપમાં નથી અથવા એનો એકે ય ગુણ નથી. અનંત ગુણ અનંતા અનંત અનંત ગુણ છે એનો એક પણ ગુણ નથી કે વિકૃત થાય અવસ્થામાં, એવો કોઇ ગુણ નથી. આહાહા ! સમજાય છે કાંઇ ? આવું હોવા છતાં, અજ્ઞાનને લીધે એમ કહે છે, પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતાં. આહાહા ! કેટલું સમાયું છે ? પૌદ્ગલિક કર્મ ત્યાં થયું તો છે. હવે એને નિમિત્ત છે કોણ ? કે પોતાને ભૂલેલો અજ્ઞાનને લીધે, અજ્ઞાનભાવે પરિણમતો અજ્ઞાનને લીધે અજ્ઞાનપણે પરિણમતો એમ. આહાહા ! સ્વરૂપના ભાન વિના અભાનપણે પરિણમતો. આહાહા ! આવું ઝીણું. અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી, પર્યાય લીધી પાછી હવે, દ્રવ્યની તો ના પાડી પહેલી, દ્રવ્યનો સ્વભાવ તો નિમિત્તરૂપે થવું એવો છે જ નહિ, પણ અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં પૌદ્ગલિક કર્મ થયું છે તેમાં નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, એમ અજ્ઞાનીઓ માને છે. એ ઉપચાર છે એમ કહે છે. મેં આ રાગદ્વેષ કર્યા માટે ત્યાં પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થયું એમ નથી, છતાં આ રાગદ્વેષ કર્યા માટે ત્યાં પૌદ્ગલિક ઉત્પન્ન થયું, નિમિત્ત થયું માટે ત્યાં થયું છે? પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે તેથી પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું ? એવો નિર્વિકલ્પ ભગવાન આત્મા, વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ પ્રભુ છે,વિજ્ઞાનઘન સ્વભાવ છે, જેમાં વિકલ્પનો પ્રવેશ નથી, જેમાં વિકલ્પ રાગ ઉત્પન્ન થાય તેવો કોઇ ગુણ નથી. આહાહાહા ! સમજાણું કાંઇ ? સામે છે ને પુસ્તક !વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ. આહાહા !વિજ્ઞાનદ્દન પ્રભુ આ ઓલા વિજ્ઞાન કહે છે લોકો એ નહિ હોં, એ આ તો પોતે વિજ્ઞાનઘન છે, એમાં તો સંસા૨નો વિકલ્પ નથી, એમાં તો ખરેખર વર્તમાન પર્યાયનો ખંડ જે ભેદ છે, એ એમાં નથી, એવો વિજ્ઞાનન પ્રભુ, ત્યાંથી ભ્રષ્ટ થયો, એનો આશ્રય ન લેતાં, નિશ્ચયનો આશ્રય ન લેતાં, વ્યવહારનો આશ્રય કર્યો, વ્યવહા૨ ૫ાશ્રય છે, એ એના સ્વભાવથી ભ્રષ્ટ થયો. આહા ! સમજાણું કાંઇ? શબ્દો થોડા પણ માલ ઘણો છે ભાઈ. આહા ! આ વાચ્યું છે કે નહિ હસુભાઈ કોઇ દિ’ આ ? વાંચ્યુ છે પણ આ રીતે નો સમજાણું હોય. અમારો માસ્તર તો ભણવા વખતે, એક નરોત્તમ બ્રાહ્મણ હતો, પછી બૈરા આંહીં નહોતા એટલે ૫૨ણ્યો હોય કે ન હોય, નહોતા એટલે ઘરે રાંધે રાતે, પછી હોંશિયાર છોકરા હોયને રાંધવા વખતે બોલાવે, બેસો તમે, ઓલાં રાંધતા Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૫ ૨૨૫ હોય ને બધાની આમ પરીક્ષા લ્યે ને, આમ સીધું સમજાવે, પણ પહેલું વાંચીને આવજો એમ કહે, આ પાઠ વાંચીને આવજો, એ તમને શું સમજાણું ને હું એનો અર્થ શું કરું છું એનો આંતરો તમને દેખાશે, ભાઈ સમજાણું ? ચંદુભાઈ ! એક નરોત્તમ બ્રાહ્મણ હતો ઘણાં વર્ષ પહેલાંની પોણો સો વર્ષ પહેલાંની વાત છે (શ્રોતા:- અમારે વાંચીને આવવું એમ આપ કહો છો ) કેટલુંક એને વાંચન જોઈએ, તો એને સમજણ પડે. આ તો કોલેજ છે. આહાહા ! સમયસાર એટલે ? આહાહા ! એમાં પાસ થયો એ કેવળજ્ઞાનને પામશે. આહાહા ! એ એમ કહેતા'તા. ( શ્રોતાઃ– પાસ તો ગુરુ કરે ને ? ) એનો આત્મા કરે, કોણ ગુરુ ? ગુરુ કયાં, ગુરુનો આત્મા જાદો એનો આત્મા દો. આહાહાહા ! ગુરુને નિમિત્ત બનાવવું હોય તો એ તો રાગ થાય. અને રાગ તો એના સ્વભાવમાં છે નહિ. આહાહા ! મોક્ષ પાડમાં ત્યાં સુધી કહ્યું છે સોળમી ગાથામાં “૫૨દવ્યાવો દુગ્ગઇ” ભગવાન એમ કહે કે મારા સામું તું જોઇશ તો તારી ચૈતન્યગતિ નહિ થાય, દુર્ગતિ-દુર્ગતિ રાગ થશે. આહાહાહાહા ! ત્રણલોકનો નાથ સર્વજ્ઞદેવની દિવ્ય ધ્વનિમાં એ આવ્યું કે તું મારા સામું જોઇશ, અમે ૫૨દ્રવ્ય છીએ, પરાશ્રય થશે. વ્યવહા૨નો આશ્રય થશે, રાગ થશે, તારો આશ્રય કરીશ તારી સામું જોઈશ તો નિશ્ચયનો આશ્રય થશે તને વીતરાગતા આવશે. આહાહાહા ! વ્યવહા૨ ૫૨આશ્રય, આવે છે ને છેલ્લે ? પરાશ્રય છે ને ? તારાથી પર છીએ માટે અમારો આશ્રય લેવાથી વ્યવહારનો આશ્રય લીધો. અને તેથી તને ચૈતન્યની જે જ્ઞાનાનંદ આનંદની ગતિનું પરિણમન જોઇએ, એ નહીં થતાં, જે રાગ, ગતિથી વિરુદ્ધ રાગનો દુર્ગતિનો છે ઈ ચૈતન્યની ગતિ નથી. આહાહા ! ભગવાન એમ કહે કે અમારી સામું જોતાં તને દુર્ગતિ થશે તારી ગતિ જે ચૈતન્યની છે એ નહિ રહે એમ દુર્ગતિ એટલે રાગ, રાગ એ દુર્ગતિ એ ચૈતન્યની ગતિ નથી. આહાહાહા ! કહો આ ભક્તિવાળાને એવું લાગે કે ભક્તિથી ધર્મ થશે ને ભક્તિ ભગવાનની ખૂબ કરીએ અમે. આહાહા ! એવી તો ભક્તિ અનંતવા૨ કરી છે સમવશ૨ણમાં મહાવિદેહમાં અનંતવા૨ જન્મ્યો છે. ( શ્રોતાઃ-નિશ્ચય ભક્તિ વગ૨ની એ ભક્તિ જ ન કહેવાય ) પણ એ વ્યવહારે ભક્તિ કયારે કહેવાય ? કે નિશ્ચય સ્વભાવ હોય. પણ આતો એકલી ભક્તિ કરો પણ એવી ભક્તિ તો અનંતવા૨ કરી છે. સાક્ષાત્ આમ સમવશરણમાં હીરાના થાળ, કલ્પવૃક્ષના ફૂલ, (મણી રતનના દીવા ) જય ભગવાન એ તો ૫૨દ્રવ્ય તરફ લક્ષ રાખતા હોય એ તો રાગ છે. એ રાગ તે આત્માના અનંત ગુણ પવિત્ર છે એની એ ગતિ, પરિણમન નથી. આહાહાહા ! અનંતા, અનંતા, અનંતા, અનંતા ગુણોનો ઢગલો પોતે છે, પવિત્ર, વિજ્ઞાનઘન પ્રભુ છે, એનું એ રાગ કાર્ય નથી, એને ભૂલીને તું અહીંયા ૫૨માં પ્રયોગ ક૨વા જાય છે, રાગ થાય છે. આ વીતરાગ મારગ તું તારી સામું જો, એમ કહે છે. અમારી સામું જોતાં, તારી સામું જો, એટલે કે તારો આશ્રય લે, એટલે કે તું વિજ્ઞાનન છો ત્યાં તારી દૃષ્ટિ મૂક. આહાહાહા ! આવું સ્વરૂપ છે. આવું નિમિત્તપણું થાય, કોને કહેવાય ? કે ઓલું બંધાણું છે ને આમાં નિમિત્તભૂત થાય, અજ્ઞાન રાગદ્વેષ તેથી પુદ્ગલ ઉત્પન્ન થયું જાણે, એણે એમ માન્યું, થયું છે તો એને કા૨ણે ત્યાં, પણ હું નિમિત્ત છું ને માટે થયું ને ? એ પ્રશ્ન હતો પહેલાં ત્યાં રાજકોટમાં એમ કે ૫૨માણું ન્યાં Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ બંધાય, રાગ આંહીં છે તો બંધાય ને? રાગ નો હોય તો કાંઈ બંધાય છે? માટે એટલું રાગને કારણે બંધાય છે ને? એમ નથી. બંધાવાનું તો એના ઉપાદાનની પર્યાય એનામાં છે ફક્ત એનું નિમિત્તિ કોને કહેવું, કે અજ્ઞાનીનું અજ્ઞાન, રાગદ્વેષનું અજ્ઞાન નિમિત્તરૂપ દેખતાં આ “મેં' કર્યું એમ ઉપચારથી માને છે, એ કોણ ? નિર્વિકલ્પ વિજ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ (છે તે) માને છે. આહાહાહાહા ! છે? અભેદ વિજ્ઞાનઘન સ્વભાવ પ્રભુ એમાંથી ભ્રષ્ટ થયો ને રાગનો કર્તા થયો. પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત આદિ વિકલ્પ છે એનો કર્તા થઇને વિજ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ થયો, વિકલ્પ પરાયણ છે, અહીંથી ભ્રષ્ટ થયો ને અહીં તત્પર છે. આહાહાહા ! કીધું સમજાણું? વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ અને વિકલ્પ પરાયણ, આ સ્વભાવથી ભ્રષ્ટ થયો, ત્યારે તત્પર કયાંય છે કે નહીં? કે રાગનો વિકલ્પ છે એમાં તત્પર છે અજ્ઞાની. આહાહાહા ! ગાથા બહુ ઊંચી છે. આહાહા! ભાવ ઘણા ઉંડા ભરેલા બહુ, ઓહોહો !નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવ પ્રભુ એના અજ્ઞાનને લીધે, બંધનમાં હું નિમિત્ત છું માટે તે કર્મ મેં કર્યું, એવો ઉપચાર મને લાગુ પડે છે. એ અજ્ઞાનીને ઉપચાર લાગુ પડે છે. ખરેખર એનું યથાર્થ કાર્ય તો એનું નથી પણ હું નિમિત્ત થયો ત્યારે ત્યાં થાય છે ને ? થાય છે તો એના પર્યાય પ્રમાણે, પણ હું નિમિત્ત હોઉં ત્યારે થાય ને? એ વિના કયાં થાય છે? એ વિના પરમાણુમાં તો બંધનની પર્યાયની યોગ્યતા જ નથી એનામાં. આહાહા ! એ પ્રશ્ન ચાલ્યો'તો ત્યાં રાજકોટ, ત્યાં રાગ થયો છે, ત્યારે ત્યાં બંધન થાય છે ને? એમ નથી, બંધનનો પર્યાય તો તે કાળે થયો પણ તેને નિમિત્ત હતો રાગ, એને એમ માને છે કે રાગ હું છું, તો આ બંધન થયું ને? નહીંતર કેમ થાત? પણ એ બંધનનો પર્યાયનો કાળ છે ને તું ફક્ત એમાં નિમિત્ત, રાગ નિમિત્ત છે. આહાહા ! આવો ઉપદેશ ને આવી વાતું લ્યો. | વિજ્ઞાનઘન સ્વભાવ ભગવાન એનાથી, અજ્ઞાનને લીધે ભ્રષ્ટ થયો, અને રાગના વિકલ્પનો સૂક્ષ્મ વિકલ્પ પણ હો પણ તેમાં પરાયણ નામ તત્પર થયો, અહીંથી ભ્રષ્ટ થયો, અહીં તત્પર થયો. અજ્ઞાનીઓનો વિકલ્પ છે એ વિકલ્પમાં તત્પર છે, એવા અજ્ઞાનીઓનો એ વિકલ્પ છે, શું? કે આને હું નિમિત્તરૂપ છું માટે, ન્યાં થાય છે ને એમ, એવો અજ્ઞાનીનો વિકલ્પ છે. તે વિકલ્પ ઉપચાર જ છે, તે વિકલ્પ ઉપચાર છે. અજ્ઞાની નિમિત્તભૂત થયો માટે નિમિત્ત થયું એ ઉપચાર બોલે છે, એ યથાર્થ નથી. યથાર્થ તો બંધનના પરિણામ બંધનથી થયા, પણ હું નિમિત્ત છું માટે થયું માટે એવો ઉપચાર બંધનમાં હું છું, એમ અજ્ઞાની ઉપચારથી માને છે. ઉપચારથી કહો કે વ્યવહારથી કહો. (શ્રોતાઃ- એ ઉપચારથી માને છે અજ્ઞાની કે અજ્ઞાનથી) એ ઉપચારથી ખરેખર એને કયાં છે. પરનું તો એમાં છે જ નહિ, માને છે ઉપચારથી એમ આંહીં આચાર્યને સિદ્ધ કરવું છે ને? હું નિમિત્ત છું ને એમ કહ્યું છે ને? પહેલું એ વસ્તુ નિમિત્તભૂત નથી, છતાં હું નિમિત્ત છું એમ કીધું ને માટે અજ્ઞાન થયું ને? તેથી આ થયું માટે ત્યાં થયું ને? માટે હું એનો ઉપચારથી કર્તા છું એ અજ્ઞાનીને લાગુ પડે છે. આહાહાહા ! આવું છે, પરમાર્થ નથી, એ નિમિત્તથી થયું ત્યાં એમ કહેવું એટલો ઉપચાર છે, પરમાર્થ છે નહિ. આહાહાહા! ભાવાર્થ- મૂળ તો વાત એવી છે કે ક્રમબદ્ધમાં તો જે પરમાણુની જે સમય પરિણમવાની યોગ્યતા છે તે પરિણમે છે, હવે અહીં અજ્ઞાનીનો રાગદ્વેષ નિમિત્ત છે, એથી આ નિમિત્ત છું માટે Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૫ ૨૨૭ ત્યાં થયું ને એમ માનીને હું એનો કર્તા છું એ ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર તો એનો કર્તા નથી, પણ નિમિત્તપણું છે અજ્ઞાનીનું એથી હું ઉપચારથી કર્તા છું એમ એ માને છે. અજ્ઞાની ઉપચારથી છું એમ માને છે, જ્ઞાની તો ઉપચારથી પણ નથી એને, કેમકે બંધન જ જ્યાં નથી પછી વ્યવહારનો ઉપચાર ને નિમિત્ત છું એ આવ્યું જ કયાં? આહાહાહા ! આવી અટપટી વાતું બધી કદાચિત્ થતા, કદાચિત્ કેમ લીધું? કે અજ્ઞાનભાવને કારણે થાય છે, ત્યાં કદાચિત્ થતા નિમિત્ત નૈમિત્તિક ભાવ, નૈમિત્તિક બંધન થયું છે અને નિમિત્ત એનો અજ્ઞાનભાવ, એ કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ, કહેવો, “છે' ? તે ઉપચાર છે. આહાહાહા! કદાચિત થતા અજ્ઞાનભાવને કાળે, એમ કદાચિત્ નૈમિત્તિક ભાવમાં કર્તાકર્મભાવ કહેવો ખરેખર તો કર્તાકર્મભાવ છે જ નહિ, પણ અજ્ઞાનભાવે નૈમિત્તિક દશા ત્યાં થાય, ત્યાં રાગ એનું નિમિત્ત દેખીને, કર્તાકર્મભાવ કહેવો, કર્તાકર્મ કહેવો, કે રાગનો હું કર્તા ને એ મારું કાર્ય કર્મબંધન રાગ મેં કર્યો તો કર્મબંધન થયું ને એવું કહેવું તે ઉપચાર છે, વ્યવહાર છે, યથાર્થ નથી અયથાર્થ છે. આહાહા! આવી જ એક ગાથા ગઈ લ્યો. આહાહા ! એ ઉપચાર કઇ રીતે છે (એ) હવે કહે છે જુઓ એમ સિદ્ધ કરે છે, આચાર્ય પોતે સિદ્ધ કરે છે ને ? ઓલો માને ગમે તેમ પણ ઈ માને પણ કાંઈ પરમાં પેસે છે, ઈ તો ગાથા આવી ગઈ. સંક્રમણ કરે છે, ત્રીજી ગાથામાં આવી ગયું. કોઇ દ્રવ્યની પર્યાય કોઇ દ્રવ્યની પર્યાયમાં સંક્રમે છે, પલટાવે છે, ને ત્યાં જાય છે, ને પેસે છે? આહાહા ! સંક્રમણ કર્યા વિના એને કરે, એ વાત ખોટી છે. સંક્રમણ થતું નથી ને કર્તા માને છે એ તો વાત ખોટી છે. આહાહા ! શરીર વાણી મનના બધા કામ ચાલે છે જડનાં, એ જડનાં કામમાં હું નિમિત્ત તો છું ને? હું નિમિત્ત તો છું ને? આહાહા ! એમ અજ્ઞાની ઉપચારથી પણ પરનો કર્તા માને છે, એ યથાર્થ તો એનો કર્તા છે જ નહિ, પણ હું નિમિત્ત થયો ત્યારે ન્યાં બંધાણું કે નહિ? રાગ ન હોત તો કેમ બંધાત? પણ ન હોત તો એ પ્રશ્ન જ કયાં છે અહીં? આંહીં રાગ છે અને ત્યાં બંધાયેલું છે, એનો પ્રશ્ન છે. આહાહા ! એમ કે મેં રાગ ન કર્યો હોત તો બંધાત, માટે નિમિત્તથી બંધાણું છે, એમ છે જ નહિ. આહા ! સમજાણું કાંઇ? આખી મોટી ભૂલ છે અત્યારે. નિમિત્તનૈમિત્તિકની મોટી ભૂલ. જેને જે દ્રવ્યની જે પર્યાય તે સમયે તે થવાની એટલું નક્કી ન કરે, એને આ નિમિત્ત આવ્યું માટે થયું એ મોટો ભ્રમ છે. આહાહા! કોઇ પણ દ્રવ્યની તે સમયની જન્મક્ષણની પર્યાય તે સમયનો જન્મ ઉત્પત્તિનો કાળ એનો છે. તેથી તે પરમાણુની કર્મબંધનની પર્યાય કહો, શરીરની કહો, એનો ઉત્પત્તિનો કાળ છે ક્ષણ, તેથી તે એમાં થાય છે, અજ્ઞાની નિમિત્ત દેખીને મેં કર્યું એવું ઉપચારથી માને છે, ભગવાન કહે છે કે એ ઉપચાર છે, બસ, એ કાંઇ એને કર્યું? હું નિમિત્ત છું માટે કર્યું એમ? નિમિત્ત છું માટે થયું ને રાગ નો કર્યો હોત તો ત્યાં થાત? પણ નો રાગ કર્યો હોત તો (નો) થાત એ પ્રશ્ન અહીંયા કયાં છે? આંહીં તો રાગ થયો છે અને ત્યાં પણ કર્મબંધન થયું છે, એને આ નિમિત્તથી મેં કર્યું એમ તે માને છો, એ ઉપચાર છે. આહાહાહા! આવી વાત છે. કેટલી સહેલી વાત હતી, સામાયિક કરે ને પડિકકમણા કર્યું ને, હેં(શ્રોતા – સહેલી એટલે રાગ) અહીં અજ્ઞાનને કંઇ ભાન ન મળે. આહાહા! Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગાથા-૧૦૬ कथमिति चेत् जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। ववहारेण तह कदं णाणावरणादि जीवेण।।१०६ ।। योधैः कृते युद्धे राज्ञा कृतमिति जल्पते लोकः। व्यवहारेण तथा कृतं ज्ञानावरणादि जीवेन।।१०६ ।। यथा युद्धपरिणामेन स्वयं परिणममानैः योधैः कृते युद्धे युद्धपरिणामेन स्वयमपरिणममानस्य राज्ञो राज्ञा किल कृतं युद्धमित्युपचारो, न परमार्थः। तथा ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयं परिणममानेन पुद्गलद्रव्येण कृते ज्ञानावरणादिकर्मणि ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयमपरिणममानस्यात्मन: किलात्मना कृतं ज्ञानावरणादिकर्मेत्युपचारो, न परमार्थः। હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દષ્ટાંતથી કહે છે યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે, એમ જ કર્યા વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. ગાથાર્થ:- [યોધ:યોદ્ધાઓ વડે [ યુદ્ધ તે] યુદ્ધ કરવામાં આવતાં, “[રાજ્ઞી તમ]રાજાએ યુદ્ધ કર્યું [તિ ] એમ [ નો:]લોક[ નન્યતે ](વ્યવહારથી) કહે છે [તથા] તેવી રીતે “[ જ્ઞાનાવરણા]િ જ્ઞાનાવરણાદિ કર્મ [ નીવેન કd] જીવે કર્યું? [વ્યવહારેT] એમ વ્યવહારથી કહેવાય છે. ટીકાઃ-જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે “રાજાએ યુદ્ધ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે “આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું એવો ઉપચાર છે, પરમાર્થ નથી. ભાવાર્થ યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં “રાજાએ યુદ્ધ કર્યું એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં “જીવે કર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૬ ૨૨૯ ગાથા-૧૦૬ ઉપર પ્રવચન जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। ववहारेण तह कदं णाणावरणादि जीवेण।।१०६ ।। યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે, એમ જ કર્યો વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. વ્યવહારથી યોદ્ધાઓ, “જેમ યુદ્ધ પરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ” આહાહા! લડવા જાય યોદ્ધાઓ, યુદ્ધના પરિણામે પરિણમતા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતા, યુદ્ધ પરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિશે રાજાએ યુદ્ધ કર્યું એમ બોલાય, યુદ્ધ પરિણમતા જીવો, યોદ્ધાઓ એણે યુદ્ધ કર્યું એ યુદ્ધ પરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા. આહાહા ! રાજા તો ઘરે બેઠો હોય ને ખાતો હોય ને, આ યુદ્ધ લડતા હોય ત્યાં એમ બોલે ને કે રાજા આવ્યો છે લડવા, રાજા લડવા આવ્યો છે રાજા. આહાહા ! પહેલાં એવું હતું, લડાઇ ચાલે ને કયાંક યુદ્ધ કરવું હોય તો સાંજે ગાયુંના ટોળા જંગલમાં હોય ને જંગલમાં, એ પાછી વળતી હોય ગામમાં તો એ યુદ્ધવાળા આવ્યા હોય એ ગાયોને પાછી વાળે, ગામમાં પેસવા ન , ત્યારે પ્રજાને ખબર પડે ત્યાં રાજાને ખબર પડે કે કોઇ લડવા આવ્યું છે. ને ગાયું સાંજે આવે ને આમ એ લડનાર ન્યાં કહેવા ન જાય, પણ આ ગાયુંને પાછી વાળે એટલે પેસવાનું ટાણું હોય ને પાછી વાળે ત્યારે રાજાને ખબર પડે કે કોઇ લડવા આવ્યો છે. અને એ પછી મોકલે બીજા માણસને તો એનાથી ઓલ્યા ચાલ્યા જાય, ભાગી જાય, એ રીતે પરિણમ્યા છે તો યોદ્ધા પોતાના પરિણામથી, કાંઇ રાજા એ પરિણામે નથી પરિણમ્યા પણ રાજાનો એટલો હુકમ હતો એટલું ગણીને, રાજાએ કર્યું એમ કહેવામાં આવે છે. આહાહાહા ! દાખલામાં તો બે ત્રણ કીધા. મેઘ, વાદળા, કાચબી થાય તો એ વાદળાને નિમિત્ત કહેવાય. તે વિના નિમિત્ત કહેવાય? પણ એ કાચબી થઇ છે એ કંઇ આનાથી થઇ નથી. કાચબી થાય છે ને આમ. ન્યાં પોતાની પર્યાયથી થાય છે, મેઘધનુષ્ય એ વાદળાને લઇને નથી થયું. જેમ સૂર્યના કિરણો હોય માટે આમ થાય સામે સૂર્ય આથમતો હોય ને આમ, કાચબી આમ (આમ એટલે વિરૂદ્ધદિશામાં) થાય, ત્યાં ન થાય પણ એ તો તે કાળે તે પરમાણુ પોતાનાથી પરિણમ્યા છે ત્યારે આને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા! ભારે ! સૂર્યને લઇને નહિ, વાદળાને લઇને નહિ, કાચબી થવાના પરમાણુને તે જ સમયે એનું કાચબી પર્યાયપણે થવું એવો એનો કાળ હતો, માટે કાચબી થઇ એમ. એમ કર્મ બંધનનો પર્યાય તો એનાથી થયો પણ અજ્ઞાની જોડે નિમિત્ત છે, એથી કહે છે મેં એને કર્યું એવો ઉપચાર કરવામાં આવે છે. આહાહાહા ! રાજાએ યુદ્ધ કર્યું એવો ઉપચાર છે. યુદ્ધ પરિણમતા યોદ્ધાઓ લડાઇ કરે અને રાજાએ યુદ્ધ કર્યું છે એ કહેવું એ ઉપચાર છે, કેવો દષ્ટાંત લીધો, જુઓને? પરમાર્થ નથી. તેમ Page #245 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાનાવરણાદિકર્મ પરિણામે પોતે પરિણમતા, “જ્ઞાનાવરણાદિકર્યપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય” આહાહા ! અહીંયા પુદ્ગલદ્રવ્ય પરિણમે છે કે અજ્ઞાનીનો આત્મા ત્યાં પરિણમે છે ? ( શ્રોતાઃ- પુદ્ગલદ્રવ્ય પોતે પરિણમે છે) એ પોતે જ પોતાનો સ્વયંકાળ છે એનો, કર્મ પરિણામે પોતે નહિ પરિણમતા, કર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે. આહાહા ! જ્ઞાનાવરણી કર્મ કરવામાં આવતા, પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવ૨ણી કર્મ ક૨વામાં આવતા. આહાહાહા ! ઓલો અધિકાર આવે છે ને ? અનાથી મુનિનો એમાં એક ગાથા છે એમાંથી લેવ૨ાવે બધા “અપ્પા કત્તા વિકત્તાએ” આત્મા કર્મનો કર્તા છે, ને આત્મા કર્મનો ભોક્તા છે, એ તો ભાવકર્મને કરે અજ્ઞાનભાવે, એનો ભોક્તા એમ છે, ૫૨નો કર્તા ને ભોક્તા એ ત્રણકાળમાં છે નહિ. ૨૩૦ જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ ક૨વામાં આવતા, એ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા. એવા આત્મા વિષે. આહાહા ! જ્ઞાનાવરણાદિપણે અજ્ઞાની પરિણમે છે ? એ તો પરિણમે છે એ તો રાગ અને અજ્ઞાનભાવે, પણ આ જે થયું છે એ તો પુદ્ગલ પોતે જ્ઞાનાવરણીપણે પરિણમ્યું છે. આહાહાહા! ‘છ’ કા૨ણે જ્ઞાનાવ૨ણી બંધાય, એમ આવે છે ને ? આહાહા ! ન્યાં ‘છ’ કારણે બંધાય. એય પંડિતજી ! આ પણ ઇ કહે છે કે નિમિત્ત થાય એને લઇને બંધાય, એ પરિણમે નહીં એમ કહે છે. આહાહા ! છ કા૨ણે જ્ઞાનાવરણી બંધાય, છ કા૨ણે દર્શનાવ૨ણી બંધાય, એમ દરેક કર્મના બંધનના પરિણામ છે, પણ એ પરિણામ કર્મરૂપે પરિણમે છે એમ નહિ. આહાહાહા ! આ ‘જ્ઞાનસાગર’માં, જામનગરવાળાનું ‘જ્ઞાનસાગર' જોયું છે જ્ઞાનસાગર જામનગરનું, પુનાતરનું પહેલું ૬૮ માં એ મળ્યું'તું ‘જ્ઞાનસાગર' છે. પુનાતરથી બનાવેલું એમાં બધા થોકડાઓ આ બધા છે, છ પ્રકારે જ્ઞાનાવરણી બંધાય, છ પ્રકા૨ તેં કર્યા માટે જ્ઞાનાવરણી બંધાય એમ, એ આંહીં ના પાડે છે. એ તો ઉપચારનાં કથન છે. આહાહાહા ! પણ એ છ કારણનું જ્ઞાનની અશાતના ને એ નિન્દ્વવ છ ગુણ, અહીં બોલ્યાને, છ બોલ, એ ન કર્યા હોત તો કર્મ બંધાત ? પણ એ ન કર્યું હોત તો ન બંધાત એ પ્રશ્ન જ અહીંયા કયાં છે? આંહીં તો બંધાયેલું છે એમાં નિમિત્ત કોણ છે ? અને નિમિત્ત હોવા છતાં તે કર્મપણે ઇ પરિણમતો નથી, પરિણમે છે પોતાનાં અજ્ઞાન ને રાગદ્વેષ ભાવે. આહાહા ! આવું છે. આકરું. પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતા આઠે ય કર્મ હોં. આહાહાહા ! દર્શનમોહ્રપણે કર્મ પરિણમે, એ પુદ્ગલ પોતે પોતાથી પરિણમે છે, ફક્ત મિથ્યાત્વ એમાં નિમિત્ત છે. આહાહા ! ( શ્રોતાઃ- પણ મિથ્યાત્વ સ્વભાવ ન હોત તો ? ) એ પ્રશ્ન, એ જ વાંધા છે ને ? ન હોત તો ? પણ છે હવે એનો પ્રશ્ન શું? છે એને અહીં છે, અહીં દર્શનમોહ મિથ્યાત્વમાં પરમાણુની પર્યાય બંધાય છે, એને નિમિત્ત કોણ ? કહે અજ્ઞાનીનું મિથ્યાત્વ. આહાહા ! એ પ્રશ્ન થયો'તો ને રાજકોટ થયો'તો એ જ્યારે મંદિર થયું ને ત્યારે એમ કે મૂળશંક૨ભાઈએ પ્રશ્ન કર્યો'તો એમ રાગ ન હોત તો બંધાત ? માટે એટલો રાગ થયો તો બંધાણું ને ? એમ પ્રશ્ન હતો. તે દિ' કીધું એમ નથી. ન હોત તો, બંધાત એ પ્રશ્ન જ નથી. અહીંયા Page #246 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૬ ૨૩૧ રાગ બંધાય એના પરમાણુની પર્યાયનો કાળ છે તેથી ત્યાં અજ્ઞાન પરિણમ્યું છે. અહીં અજ્ઞાની પોતે તેને નિમિત્તભૂતે મિથ્યાતપણે પરિણમે છે. આહાહા ! બહુ ઝીણું આવું. જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતો, કોણ આત્મા. એ તો પુદ્ગલ પરિણમ્યા છે ત્યાં તો, પોતે નહિ, એવા આત્મા વિષે આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું એવો ઉપચાર છે, વ્યવહાર છે, પરમાર્થ નથી. આહાહા! ભાવાર્થ- યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં “રાજાએ યુદ્ધ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. પર ચીજ કરી નથી. તેમ પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં. આહાહાહા ! પુદ્ગલદ્રવ્યને કેમ ખબર પડી કે આણે આવો ભાવ કર્યો, માટે મારે આમ થાવું પડયું? પણ કાંઇ ખબરની, વાત અહીં કયાં છે? ખબરની વાત તો તે આત્મા જ સિદ્ધ થશે, છ દ્રવ્ય સિદ્ધ નહિ થાય. ખબરવાળાની વાતો કરવા જઈએ તો એકલો આત્મા સિદ્ધ થશે. છ દ્રવ્ય નહિ. ખબર નથી પણ તેને તે જ પણે, તે જ પ્રકારે, તે સમયનો તે જ પર્યાયપણે પરિણમવાનો એ સ્વભાવ છે. આહાહાહા ! એને ખબર છે કે એણે આંહીં રાગદ્વેષ કર્યો માટે એ નિમિત્ત છે માટે પરિણમું એમ છે? આહાહા! એક એક તત્ત્વ ભાઈ એવી વાત છે, સૂક્ષમ. જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં કોણ? પુદ્ગલે જીવે કર્મ કર્યું એવું ઉપચારથી કહેવાય છે, ખરેખર છે નહિ. આહાહાહા! ૧૦૭ હેં? (શ્રોતા- કહેવાય છે ખરું કે ) કીધું ઉપચાર છે ઓલો નિમિત્ત છે તે માને છે. હું છું તો ત્યાં થયું ને? એટલે વ્યવહાર થયો. એ ખોટું વ્યવહારે ય ખોટો અજ્ઞાનીનો વ્યવહારે ય ખોટો છે. આહાહા ! જ્ઞાનીનો વ્યવહાર સમ્યગ્દર્શનશાનચારિત્રપણે પરિણમવું એ જ્ઞાનીનો વ્યવહાર, નિશ્ચય તો દ્રવ્ય છે. આહાહા ! સમજાણું કાંઇ? “પરમાર્થ વચનિકામાં” આવે છે કે મોક્ષમાર્ગ છે એ વ્યવહાર છે, નિશ્ચય મોક્ષમાર્ગ હોં, વ્યવહાર મોક્ષમાર્ગ તો છે જ નહિ એ તો પરમાર્થ વચનિકામાં આવે છે. ખરેખર તો દ્રવ્ય વસ્તુ જે અખંડાનંદ પ્રભુ, તે નિશ્ચયનો વિષય છે, પણ તેમાં સમ્યગ્દર્શનશાનચારિત્રપરિણામ થાય તે વ્યવહાર છે, પર્યાય છે માટે એ વ્યવહાર છે એમ. ઓલા દ્રવ્યની અપેક્ષાએ તેને વ્યવહાર કહેવાય, અને રાગને મોક્ષમાર્ગ કહેવો એની અપેક્ષાએ તેને અહીં નિશ્ચય કહેવાય. શું કહ્યું? ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ અખંડાનંદ છે એની અપેક્ષાએ તો એ પરિણામ થયા. મોક્ષનો માર્ગ એ વ્યવહાર છે, દ્રવ્ય નિશ્ચય છે, પર્યાય વ્યવહાર છે પણ તેને નિશ્ચય ક્યારે કહેવો? કે ઓલો રાગાદિને વ્યવહાર-મોક્ષમાર્ગ કહ્યો, ત્યારે આને નિશ્ચય કહ્યો, આની અપેક્ષાએ આને નિશ્ચય કહ્યો, ને આની અપેક્ષાએ આને વ્યવહાર કહ્યો. આમાં શું થાય છે? (શ્રોતા:ઘડીકમાં વ્યવહાર કહેવો અને એને ને એને પાછો નિશ્ચય કહેવો) કઇ અપેક્ષાથી કોને વ્યવહાર કહેવો એ? અપેક્ષા કઇ? ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તે મોક્ષમાર્ગના પરિણામ તે વ્યવહાર છે, પર્યાય છે એટલે વ્યવહાર છે. પંચાધ્યાયમાં તો એ રીતે લીધું છે, પર્યાય માત્ર વ્યવહાર છે. ગાથાની અંદર, પર્યાય છે એ જ વ્યવહાર છે, ખંડ છે ને? ભેદ છે ને? અભેદ વસ્તુ ભગવાન આત્મા તે નિશ્ચય છે. આહાહા ! એ નિશ્ચય સ્વભાવની અપેક્ષાએ આત્માના આશ્રયથી દર્શનશાન ચારિત્ર થયું એ પણ પર્યાય છે, માટે વ્યવહાર છે, અહીં નિમિત્તરૂપે જે દયા, દાનના, વ્રતના Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરિણામ હતા દેવ, ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના પરિણામ એને આંહીં નિમિત્તે કહેવું. સમજાણું? એની અપેક્ષાએ આ ઉપાદાનમાં આને નિશ્ચય કહેવું. સમજાણું કાંઇ? અને સાધનનું સાધ્ય કીધું છે એ આ અપેક્ષાએ. સાધ્ય તો સાધ્યથી છે, સાધન ઉપચારથી કહ્યું છે, વ્યવહારરત્નત્રય સાધન ને નિશ્ચય સાધ્ય, એ તો ઉપચારથી કહ્યું છે. આહાહાહા ! યથાર્થ સાધન છે નહિ. એ આંહીં કહે છે. હવે ૧૦૭ વિશેષ કહેશે લ્યો. (શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ) અહીં તો એવું નથી, પ્રભુ! અહીં તો જુઓઃ કાળલબ્ધિ ને ક્રમબદ્ધ એ પર્યાયમાં થાય છે ને ? તો પર્યાયનો નિર્ણય ક્યારે થાય છે? કેઃ દ્રવ્યનો આશ્રય લે ત્યારે નિર્ણય થાય છે. પર્યાયના આશ્રયે પર્યાયનો નિર્ણય થતો નથી. સમજાણું કાંઈ ? એક ન્યાય કરી ફેરવે તો અંદર (તત્ત્વ) બધું ફરી જાય એવું છે. એમ કે અમારે તો ક્રમબદ્ધ આવશે ત્યારે (સમકિત) આવશે. પણ એ ક્રમબદ્ધ આવશે” એનો નિર્ણય છે તને? “હું કરું હું કરું. હું કરું” – એવી તો બુદ્ધિ છે, તો “ક્રમબદ્ધમાં આવશે” એ નિર્ણય ક્યાંથી આવ્યો? ક્રમબદ્ધમાં તો કર્તા બુદ્ધિ ઊડી જાય છે. ક્રમબદ્ધમાં તો જ્ઞાતા દ્રષ્ટાબુદ્ધિ થઈ જાય છે. આહા... હા! ભાઈ ! એમ છે. (શ્રોતા:) ક્રમબદ્ધ જ જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરે છે! (ઉત્તર) એ ક્રમબદ્ધનો નિર્ણય કર્યો એમાં સમ્યગ્દર્શન અને જ્ઞાન અંદર સ્વભાવ તરફ આવ્યા. (શ્રોતાઃ) આપે કહ્યું કે ક્રમબદ્ધનું જ્ઞાન તો અક્રમ ઉપર લક્ષ જાય તો; તો એનું લક્ષ જયારે જાય એ પણ ક્રમબદ્ધમાં આવે ને ? (ઉત્તર) પણ (એ) ક્રમબદ્ધમાં નિર્ણય શો? એ નિર્ણય પણ કર્યો કોણે? ક્રમબદ્ધની વાતો કરવી છે એને? (શ્રોતા:) નિર્ણય કરવામાં એવો ક્રમ આવે? (ઉતર ) ક્રમ આવે, તો (પણ) નિર્ણયનો પુરુષાર્થ કરશે ત્યારે એને ક્રમબદ્ધનો નિર્ણય થશે. એ તો કહ્યું ને..! કાળલબ્ધિમાં પણ એ છે કે-કાળલબ્ધિનું જ્ઞાન ક્યારે થાય છે કે, જ્યારે પોતાના સ્વભાવસભુખ પુરુષાર્થ- “આ હું ધ્રુવ, પૂર્ણાનંદનો નાથ, શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળથી ત્રિકાળ શુદ્ધ છું,' એવો પુરુષાર્થ-કર્યો ત્યારે, ક્રમબદ્ધ (નો નિર્ણય થયો) અને કર્તાપણાની બુદ્ધિ છૂટી ગઈ. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૫૩, નિયમસાર ગાથા-૭૭ થી ૮૧) Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૭ ૨૩૩ ( ગાથા-૧૦૭ ). " अत एतत्स्थितम्उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य। आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्यं ।।१०७।। उत्पादयति करोति च बध्नाति परिणामयति गृह्णाति च। आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यम्।।१०७।। अयं खल्वात्मा न गृह्णाति, न परिणमयति , नोत्पादयति, न करोति, न बध्नाति, व्याप्यव्यापकभावाभावात्, प्राप्यं विकार्य निर्वत्र्वं च पुद्गलद्रव्यात्मकं कर्म। यत्तु व्याप्यव्यापकभावाभावेऽपि प्राप्यं विकार्यं निर्व] च पुद्गलद्रव्यात्मकं कर्म गृह्णाति परिणमयति उत्पादयति करोति बध्नाति चात्मेति विकल्पः स किलोपचारः। હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યું - ઉપજાવતો, પ્રણમાવતો, રાહતો, અને બાંધે, કરે પુદ્ગલદરવને આતમા વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. ગાથાર્થ [માત્મા] આત્મા[પુતદ્રવ્યમ] પુદ્ગલદ્રવ્યને[ ૩ત્પાવત] ઉપજાવે છે, [ રોત્તિ ] કરે છે, [વદના]િ બાંધે છે, શું પરિણામતિ] પરિણમાવે છે [૨] અને [મૃાતિ] ગ્રહણ કરે છે-એ [ વ્યવહારનયસ્થ] વ્યવહારનયનું[વજીવ્યમ] કથન છે. ટીકા:-આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાણ, વિકાર્ય અને નિર્વત્યં-એવા પુદ્ગલદ્રાવ્યાત્મક (-પુગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્થ-એવા પુદ્ગલદ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે” એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે. ભાવાર્થ-વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુગલદ્રવ્યને રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે. પ્રવચન નં. ૨૦૮ ગાથા-૧૦૭ ગુરુવાર, ફાગણ સુદ-૩, તા. ૧/૩/'૭૯ હવે કહે છે કે ઉપરના હેતુથી આમ કર્યું – શું કીધું? જેમ યોદ્ધા યુદ્ધ લડે છે એને એમ કહેવું કે રાજા લડે ને, એ તો ઉપચાર વ્યવહાર કથન છે, એમ કર્મબંધન જે થાય છે તે તેની પર્યાયની Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ યોગ્યતાથી ત્યાં થાય છે, પણ જોડવાળો જે અજ્ઞાની એને નિમિત્ત થાય છે, એ નિમિત્તનું શું સ્વરૂપ છે એમ બતાવે છે, એની ઝીણી વાત થોડી છે. उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य। आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ।।१०७।। ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો, અને બાંધે, કરે પુદ્ગલદરવને આતમા-વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. ટીકાઃ– “આ આત્મા ખરેખર, યથાર્થપણે વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે”શું કહે છે? કર્મ જે છે બંધાય છે કર્મ, એ અવસ્થા અને આત્મા વ્યાપક એનો અભાવ છે. આ ભાષા એવી વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ એટલે કર્મ જે બંધાય છે, જડપરમાણુ એની પર્યાય વ્યાપ્ય છે અને એ પરમાણું એમાં વ્યાપક કર્તા છે, આત્માને એની સાથે વ્યાપ્યવ્યાપકનો અભાવ છે. એટલે? કે કર્મબંધનની જે પર્યાય છે એ આત્માએ કરી અને આત્મા એનો કર્તા છે એમ છે નહિ. આહા ! આ તો અંદરની વાત લ્ય છે. જેવો ભાવ કર્તા હોય તેવી ત્યાં કર્મની પ્રકૃત્તિ બંધાય, છતાં એ પ્રકૃતિ પરમાણું પોતાના કારણે બંધાય છે, આને કારણે નહિ. આહાહા ! ખરેખર વ્યાપ્યવ્યાપકભાવના અભાવ, વ્યાપ્ય એટલે અવસ્થા, પરિણામ, વ્યાપક એટલે કર્તા પરિણામી. એવા ભાવના અભાવને લીધે, શું કહે છે? આ તો અધ્યાત્મ સિદ્ધાંત છે, કે કર્મ જે બંધાય છે, એ પરમાણુની પ્રદેશ, સંખ્યા, એમાં સ્થિતિ, અનુભાગ અને પ્રકૃતિ. પ્રદેશ, પ્રકૃત્તિ, સ્થિતિ અને અનુભાગ, શાસ્ત્રમાં એવું આવે છે ને કે જોગને લઈને પ્રકૃત્તિ(ને) પ્રદેશ (અને ) કષાયને લઈને સ્થિતિ ને અનુભાગ. એમ આવે શાસ્ત્રમાં કહે છે કે એ નિમિત્તથી કથન છે. એ સામાના જોગને લઈને પ્રદેશ પ્રકૃતિ પડે છે એને કષાયને લઈને સ્થિતિ ને અનુભાગ એમાં છે એમ નથી. આહાહા ! ઝીણી વાત છે થોડી. - વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ, એટલે કર્મની અવસ્થા થઈ એ પરિણામ છે અને આત્મા એનો પરિણામી છે, એ અવસ્થા થઈ તે વ્યાપ્ય કાર્ય છે, આત્મા એનો કર્તા છે, એનો અભાવ છે. સમજાણું કાંઈ? આહાહા ! જે અંદર જેટલો કંપન છે જોગ અને કષાયભાવ છે, ત્યાં સામે પ્રકૃત્તિ, પ્રદેશ, અનુભાગ પડે છે ઈ એને કારણે છે, આત્મા એનો કર્તા છે ને એ એનું કાર્ય છે, એમ છે નહિ. આહાહા ! ઝીણું બહુ છે હસુભાઈ ! આ તો અભ્યાસ કરે તો પકડાય એવું છે, વીતરાગ મારગ ઝીણો બહુ. આ તો કર્મ આત્મા કરે, આત્મા કર્મ કરે અને આત્મા ભોગવે. કહે છે કે એ વાત ખોટી છે. કર્મ કર્મથી પુગલ છે ને એ? પુદ્ગલ છે એ પોતાથી ત્યાં બંધાય છે, પોતાથી ત્યાં સ્થિતિ પડે છે, પ્રદેશની સંખ્યા પણ પોતાને કારણે હોય છે અને પ્રકૃતિનો સ્વભાવ પણ એને કારણે ત્યાં થાય છે. આહાહા ! એટલે વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, એટલે કાર્ય અને કારણ એના અભાવને લીધે ખરેખર એ પરમાણુની પર્યાય, કર્મ બંધાય છે એ વ્યાપ્ય છે, અને આત્મા વ્યાપક છે એમ તો નથી, એ પર્યાય કાર્ય છે ને આત્મા કર્તા છે એમ તો નથી. એ પર્યાય પરિણામ છે અને આત્મા પરિણામી છે એમ નથી. (શ્રોતા- વ્યાયવ્યાપક અમારી બોલીમાં આવતું નથી) આહા ! આવું ક્યાં પણ તમારા પાપના બધા થોથાં, એ હસુભાઈ? કરોડોના વેપારમાં એઈ ગુંચાઈ ગયો અંદર મજુર Page #250 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૭ ૨૩૫ મોટા, ( શ્રોતાઃ– તમે ભલે મજૂર કહો પણ અમે તો શેઠ છીએ ) શેઠ છે. શેઠ બેઠ ને હેઠ. એક ફેરી કીધું'તું, જેઠમલજી હતા ને લીંબડી સંપ્રદાયના સાધુ એક ફેરી ચુડામાં ગયા હશે, એટલે જરીક ઓલા ભાઈ હતા દોશી, કેવા ? રાયચંદ દોશી કે નહિ કેવા દોશી ? રાયચંદ દોશી નહિ, બીજા હતા ભૂલી ગયા નામ, આ નારણભાઈના સાસરાના બાપ, ભૂલી ગયા નામ, બહુ હોશિયાર હતો માણસ, વૃદ્ધ બહુ ઘણી અવસ્થા, તો જેઠમલજી આવ્યા એટલે કોઈ ઉભા ન થયા, એટલે કે માળા ઉભા તો થાવ, પછી આ કહે કે “જેઠી બેસને હૅઠી,” ઉભા થવાનું અમને શું કહેશ ? એ શું ભૂલી ગયા નામ રાયચંદ દોશી તો બીજાનું નામ ભાઈ નહિ યાદ આવે પણ નારાયણભાઈના વેવાઈ હતા, નારાયણભાઈ આપણા નારાયણભાઈ એ દીક્ષા લીધી'તી ને એના સાસરાના બાપ થાય, વિરમગામ આ તો ઘણા વર્ષની વાતું છે પોણો સો વર્ષ. આહાહા ! આંહીં કહે છે કે જે કાંઈ, આહાહા ! અહીંયા જેવો રાગ કરે ને જોગનું કંપન છે તેટલા પ્રમાણમાં ત્યાં કર્મની પ્રકૃત્તિ, સ્થિતિ અને અનુભાગ બંધાય, છતાં તે કર્મની પ્રકૃતિ ને અનુભાગ સ્થિતિનો આત્મા કર્તા નથી. સમજાણું કાંઈ ? તો પછી આ તમારા બહા૨ના કામોનો કર્તા આત્મા ત્રણકાળમાં છે નહિ. આહાહા ! ( શ્રોતાઃ- નિશ્ચયે નહીં વ્યવહા૨ે છે) વ્યવહારે આ કલ્પનામાત્રથી બોલવા માટે છે, વ્યવહા૨ કલ્પના માત્ર છે. ( શ્રોતાઃ- લૌકિક વ્યવહાર ) લૌકિક વ્યવહારે ય ખોટો બધોય. આહાહા ! એ આંહીં કહે છે. આત્માને કર્મ ૫૨માણું સાથે પરિણામી–પરિણામ સંબંધ નથી અથવા કર્તા–કર્મ સંબંધ નથી, જ્યારે ત્યાં અંદર જેવો જોગ ને કષાય હોય, રાગ એવું ત્યાં સ્થિતિ, ૨સ ને પ્રકૃત્તિ, પ્રદેશ હોય છતાં ય તે ૫૨માણુની પર્યાયનો આત્મા કર્તા નથી. તો આ વળી બહા૨ના કામમાં બધા તમારા, આ પૈસા લેવા દેવા આ આમ કર્યું ને આમ માલ લીધો આ દીધો એ બધી ક્રિયા આત્મા કરી શકતો નથી એમ કહે છે, કેમ કે એ ક્રિયા જે થાય છે બહા૨ની, ૫૨૫દાર્થની એમાં આત્મા વ્યાપ્ય છે, ને આત્મા વ્યાપક છે એવું છે નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? આ હાથ હાલે છે ાઓ, એ હાથ હાલે છે ઈ એના પરમાણુની પર્યાયને લઈને ક્રિયાવતી શક્તિથી આમ હાલે છે. આત્મા તે પર્યાયનો વ્યાપ્ય અને વ્યાપક એવું નથી. આ અવસ્થા વ્યાપ્ય એટલે કાર્ય અને આત્મા કર્તા એમ ત્રણ કાળમાં નથી. આરેરે ! આવી વાતું વે. કહો સમજાણું કાંઈ ? ૫૨ની હારે સંબંધ શું છે પણ ? જ્યારે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એ કર્મના આંહીં તો અંત૨ના જેવો જોગ ને કષાય હોય જીવમાં, અજ્ઞાનીની વાત છે અહીં, એટલા પ્રમાણમાં સામે પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ પડે. છતાં તે સ્થિતિ, પ્રકૃત્તિ, પ્રદેશ ને અનુભાગનો આત્મા કર્તા નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ- કર્મ બંધાણા તો કહેવાય તો એમ જ ને કે આત્માએ કર્મ બાંધ્યા ) ઈ બધી, ઈ સાટું તો કહે છે કે એ તો કથન નિમિત્તનો વ્યવહાર છે, કલ્પનાનો વ્યવહાર છે, વિકલ્પ. આહાહા ! એ ઘટનું એમાં કહ્યું છે ને–ટીકામાં, ઘટ, કુંભાર જેમ ઘડો કરતો નથી, ઘડાનું કાર્ય માટીથી થાય છે, એટલે કાર્ય ઘડાનું અને કર્તા કુંભાર એનો અભાવ છે. વ્યાપ્ય વ્યાપક એટલે કાર્ય કા૨ણનો એની સાથે અભાવ છે. ઘડો કુંભાર કરતો જ નથી. પણ ઘડો પોતાની અવસ્થાથી ત્યાં માટીમાંથી થયો છે, પણ નિમિત્ત કુંભાર છે, એટલે વ્યવહા૨થી ઉપચારથી કથન ક૨વામાં આવે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે કે કુંભારે આ ઘડો કર્યો, બાકી વાસ્તવિક છે નહિ. આહાહા!(શ્રોતા- ક્યા કુંભારે ઘડો કર્યો) એ કહે ગમે તે માણસ, કે ભાઈ આવો હોશિયાર કુંભાર હતો માટે થયો ઘડો. એણે કર્યું નથી કાંઈ, ઘડાની પર્યાય કરી નથી કાંઈ, ફક્ત જોડે નિમિત્ત હતો તેથી વ્યવહારે એણે કર્યો એમ કલ્પનાથી, વ્યવહારથી, ઉપચારથી કહેવામાં આવે છે. વ્યવહારથી, ઉપચારથી, આરોપથી. આવી વસ્તુ આકરી ભાઈ ! (શ્રોતા- આ મકાન કડિયાએ નથી બાંધ્યું ) આ રામજીભાઈએ બાંધ્યું છે આ? પ્રમુખ હતા તે દી' તે. આ મકાનના પરમાણુ, પરમાણુની પર્યાય આ પ્રકારે એની પરમાણુથી થઈ છે, એ પર્યાય છે અને એનો કર્તા એ પરમાણું છે. પણ આ જોડે માણસો હોય કે આ વજુભાઈ હતા ને રામજીભાઈ હતા આ કાર્યના કરનારા, એ નિમિત્તથી કથન છે. બાકી એ આ મકાન બન્યું એનું કાર્ય આત્માએ કર્યું, એમ ત્રણકાળમાં છે નહિ. આહાહાહા ! આમાં તો બહુ. જાઓ “પ્રાપ્ય” હવે સિદ્ધાંત સ્થાપે છે, આ તો બાપુ બહુ ઝીણું. એ કર્મ જે પરમાણુઓ છે, એમાં પ્રકૃત્તિ નામ સ્વભાવ છે પરમાણુનો અને સ્થિતિ છે એની મુદત, અમુક કાળ રહે, એના પ્રદેશ છે પરમાણુની સંખ્યા. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ ચાર, એ ચાર, એ ચાર પડે છે એ પરમાણુમાં એમાં એ પરમાણું એ ચારની અવસ્થાના એ કર્તા છે. આહાહાહા ! આત્મા એનો કર્તા નથી. કેમ કે “પ્રાપ્ય” કે એ પરમાણુઓમાં જે સમયમાં એ અનુભાગ સ્થિતિ પડે છે એ વખતે તેનું કાર્ય તેમાં હતું જ, તેનું કાર્ય હતું તેને એ પરમાણું પહોંચી વળે છે. આહાહા! કુંભાર પહોંચી વળતો નથી. રોટલી થાય છે એ રોટલીના પરમાણુનું પ્રાપ્ય છે, રોટલી થઈને એ પ્રાપ્ય કહેવાય, પરમાણું એને રોટલીના પરમાણું એને પ્રાપ્ત કરે છે. બાઈ એને પ્રાપ્ત કરે છે રોટલી એ વાત બોલવામાં કથન છે, વસ્તુ છે નહિ. ( શ્રોતા – ખરાબ રોટલી કરે તો કોને ઠપકો દેવો) કોને કરે ? કોઈ ખરાબ નથી, એ તો એને કારણે થઈ છે. આહાહા! પ્રાપ્ય” કર્મની અવસ્થા જે સમયે બંધાય છે, એ બંધની અવસ્થા તે પ્રાપ્ય છે, એ સમયનું તે કાર્ય છે, તેને તે પરમાણું કર્મના પરમાણું પ્રાપ્ત કરે છે, આત્મા નહિ. આહાહા! શાંતિભાઈ ! આ બધું હીરા માણેક ને આ બધા જે આખો દિ કરે છે ને? ધંધા આમ કર્યા ને આમ કર્યા, પાણી ફેરવે. ‘પ્રાપ્ય’ અહીં તો જેવો જોગ ને કષાય હોય, તે પ્રકારે પ્રકૃતિની સ્થિતિ ને અનુભાગ ને પ્રદેશ હોય, છતાં તે-તે થયેલી કર્મની પ્રકૃતિની પર્યાય એની સ્થિતિની પર્યાય એનો આત્મા કર્તા નથી. આહાહા ! કહો આખો દિ આ બધા લાદીના ધંધા કરે પથરા આમ કરે ને તેમ કરે. એ તો અજ્ઞાન છે, માનેલું. એવી વાત છે ભાઈ. “પ્રાપ્ય” આ શબ્દ ૭૬, ૭૭, ૭૮, ૭૯ માં આવ્યો છે આ, એ અહીંયા ૧૦૭ માં આવ્યો છે આ, ને આ શબ્દ પ્રવચનસારમાં પરમી ગાથામાં આવ્યો, “પર”માં આવી ગયો ને? પ્રાપ્ય વિકાર્ય. આહાહા ! મૂળ એમ કહેવું છે, કે અક્ષર લખાય છે ને આમ અક્ષર, એ અક્ષરની પર્યાય છે તે વ્યાપ્ય છે, કાર્ય છે એનો કર્તા એ પરમાણું છે, અક્ષર પડ્યો ને અક્ષર, “વીતરાગાય નમઃ” એ અક્ષર પડ્યો સામે, એ થયો છે એ એનાં પરમાણુઓએ એની પર્યાય કરી છે. આહાહા ! લખનાર એનું કાર્ય કરે છે એમ નહિ. આર. આરે ! આવી વાતું હવે. અહીંયા તો નજીકમાં જેવા જોગ ને કષાય હોય એવા પ્રમાણમાં પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ હોય છતાંય તે પર્યાયનો Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૭ ૨૩૭ કર્તા આત્મા નથી. તો પછી આ દૂર જ રહી ચીજો આખી...... આહાહા! સમજાણું કાંઈ? પ્રાપ્ય એટલે તે સમયે તે કાર્ય પરમાણુના સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, અને પ્રકૃતિ એની અવસ્થા ત્યાં થવાની હતી જ તે, તે થઈ છે, થઈ છે તેને પરમાણું પ્રાપ્ત કરે છે. આત્મા નહિ. આહાહા! “વિકાર્ય” એ પરમાણુમાં જે સ્થિતિ આદિ પડી એ પૂર્વની અવસ્થા બદલીને થઈ એનું નામ વિકાર્ય, પણ એ પર્યાય છે એની, કર્મની પર્યાય, જડની છે. નિર્વત્થ” એ કર્મની પર્યાય ઉપજી પહેલી ધ્રુવ તરીકે પર્યાય છે અને પ્રાપ્ત કરી, પછી પૂર્વથી બદલીને વિકાર્ય થયું અને એ ઉપજી, એ ત્રણેયનો કર્તા તે પરમાણું ને પુદ્ગલ છે. આવું છે હવે આકરું કામ. બાહ્યથી લઈએ તો સામો જીવ છે એનું આયુષ્ય અને શરીર. એનું પ્રાપ્ય છે ત્યાં, એનું એને શરીર અને આયુષ્ય એની પર્યાયને પ્રાપ્ય એના પરમાણું છે. બીજો એમ કહે કે મેં એની દયા પાળી, મિથ્યાદેષ્ટિ મૂંઢ છે. આવું છે. વીતરાગ મારગ ભાઈ, જિનેશ્વરનો મારગ કોઈ જુદી જાત છે, એ ક્યાંય છે નહીં એ સિવાય. ઝીણી બહુ વાતું બાપુ. આહાહા! પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ય, ઓહોહો! આ શબ્દો જ્યાં હોય ત્યાં સ્વતંત્રતા માટે નાખ્યા છે. એવા પુદ્ગલદ્રાવ્યાત્મક પરમાણું જે બંધાય છે કર્મના, એ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ કર્મને ગ્રહતો નથી. “આત્મા તેને ગ્રહતો નથી.” આહાહા ! આમ કહેવાય કે જોગને લઈને પરમાણું ગ્રહે, પ્રકૃતિ ને પ્રદેશ એ તો નિમિત્તના કથન વ્યવહારના, ઉપચારનું કથન છે વાસ્તવિક છે નહિ. આહાહા! જ્યાં ત્યાં આવે છે ને દ્રવ્યસંગ્રહમાં બધું આવે છે જોગથી પ્રકૃત્તિ પ્રદેશ પડે, એમાં પરમાણુની પ્રકૃત્તિનો સ્વભાવ થાય, અને એના પ્રદેશની સંખ્યા થાય, એ જોગના નિમિત્ત. ઉપાદાન તો એનું છે, એના કારણે ત્યાં થાય છે, આત્માના કારણે નહિ. અને કર્મમાં સ્થિતિ પડે ૭૦ ક્રોડા ક્રોડીની કે થોડી આદિ એ મુદત કર્મની સ્થિતિ, એનો કર્તા, એની સ્થિતિનો એના પરમાણું છે, આત્મામાં અહીં કષાય થયો માટે સ્થિતિ આમાં પડી એમ નથી. આરે ! આરે! અનુભાગ કર્મનું, અનુભાગ ફળ એ પણ ત્યાં એની યોગ્યતાથી ત્યાં પ્રાપ્ય થાય છે. આહાહા! જ્યાં નિમિત્તનિમિત્ત સંબંધ ત નજીકનું છે એમાંય પણ એ એનો કર્તા નથી, તો પછી આ બીજા બધા કાર્ય બાહ્યના હાલવાના, ચાલવાના, બોલવાના એ કાર્યનો આત્મા કર્તા છે જ નહિ. આહાહાહા ! (શ્રોતા:- જીવ રાગ કરે તો ત્યાં તે જ પ્રકારનું કર્મ બંધાય છે). એ કીધું ને કિીધું ત્યાં એવા પ્રમાણે થાય છે, છતાંય એનો કર્તા એ સ્વતંત્ર દ્રવ્ય છે. એ, એ તો કહ્યું ત્યાં જોગ અને કષાયથી, જોગથી પ્રકૃત્તિ, પ્રદેશ, કષાયથી સ્થિતિ, અનુભાગ એવા શબ્દો આવે છે, શાસ્ત્રમાં, પણ એ તો કહે છે કે નિમિત્તનું જ્ઞાન કરાવવા ઉપચારથી કથન કર્યું છે. વાસ્તવિક આમાં કર્મમાં સ્થિતિબંધ પડે કે પ્રદેશની સંખ્યા વધે કે પ્રકૃતિ થાય ત્યાં સ્વભાવ, એનો કર્તા આત્મા છે નહિ. કહો, દેવીલાલજી! આહાહાહા! પ્રાપ્ય એટલે છે પર્યાય થવાની, થવાને કાળે તે પ્રાપ્ય તેને એ પરમાણું પહોંચે છે, વિકાર્ય પૂર્વની અવસ્થા બદલીને થયું એટલે વિકાર્ય એમાં એ એના પરમાણું બદલાય છે, નિર્વર્ય, ઉપજયું એ ત્રણેય એક જ પર્યાયના બોલ છે. “એવા પુદ્ગલદ્રવ્યસ્વરૂપ, પુદ્ગલજડદ્રવ્યસ્વરૂપ કર્મને ગ્રહતો નથી” એવા કર્મને આત્મા પ્રહતો નથી. પ્રદેશને ગ્રહતો નથી આહાહાહા ! સમજાણું કાંઈ? પરિમાવતો નથી. આહાહા ! એના અનુભાગને એ કરતો નથી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઉપજાવતો નથી, એ પર્યાયને એ આત્મા ઉપજાવતો નથી. એટલે કે કરતો નથી. બાંધતો નથી. આહાહાહા! અનુભાગ બંધ થાય એને એ બાંધતો નથી. આહાહા! એક રૂપિયો છે ને? આ રૂપિયો આપ્યો એટલે આમ. હવે કહે છે કે એ રૂપિયાના પરમાણુની જે દશા એ વખતે આમ જવાની અવસ્થા એ એનું પ્રાપ્ય છે, અને આંહીં તે આવી ગયું એટલે હતું વિકાર્ય દશા થઈ પલટી, અને તે વખતે તે ઉપજી. એ પૈસા નોટ દીધી ને ગઈ આમ એની પર્યાયનો કર્તા આત્મા નથી, પણ આંહીં એને (નોટ) દીધી માટે ગઈ એમ નથી, આવું છે કહો રમણીકભાઈ ! ડોહાએ આ સાંભળ્યું નહોતું ત્યાં તમારે-આહાહા ! આવો મારગ. જુઓ આંગળી છે ને આ, આમ થઈ, હવે એ થઈ એની પર્યાય તે આમ થવાની હતી તે થઈ છે, તેને પરમાણું પહોંચી વળે એ પ્રાપ્ય કહેવાય, અને આમ હતી ને આમ થઈ એ બદલ્યું એટલે વિકાર્ય કહેવાય અને થઈ છે તે જ ઉપજી છે એ નિપજી છે એ એના કારણે એ આત્માના કારણે, આત્માએ એને આંગળીને હલાવી ત્રણ કાળ ત્રણલોકમાં નહીં. (શ્રોતા:- મડદા તેની આંગળી હલાવે?) મડદાના પરમાણું અંદર પર્યાયે પરિણમે છે એની. આહાહાહા ! આવું છે. બહુ ટૂંકું નાખ્યું. પુદ્ગલદ્રવ્યકર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી પરમાણુની પર્યાય પલટાવીને પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી. વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ હોવા છતાં આત્મા એ કર્મની પર્યાયમાં કાર્યકારણનો અભાવ હોવા છતાં, કર્તાકર્મનો અભાવ હોવા છતાં પણ પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ય એવા પુદ્ગલદ્રાવ્યાત્મકકર્મને આત્મા ગ્રહે છે, એ બધો વ્યવહાર કહેવામાં આવે છે. ઉપચાર છે, ખરુંખરું સ્વરૂપ છે નહિ. આહાહાહા ! આ રોટલી છે રોટલી, એનું બટકું થઈને આમ મોઢામાં આવે, તો કહે છે કે એ રોટલીના પરમાણુઓ જે છે, એનું બટકું થયું ને કટકો, અહીં એ વખતે એ પ્રાપ્ય એ અવસ્થા થવાની હતી, કટકો રોટલીનો થવાનો હતો એ પ્રાપ્ય, એને એ પરમાણું રોટલીના પરમાણુ, પ્રાપ્ત કરે છે. આહાહાહા ! અને અહીંથી આમ આવ્યું એ પર્યાય બદલી એ પણ પરમાણુએ બદલાવી છે, હાથે નહિ. અને તેમાં નિપજી છે એ પરમાણુની અવસ્થા આંહીં ટુકડા થવાની એ પરમાણુએ નિપજાવી છે, દાઢે નહિ, હાથે નહિ, મોઢે નહિ. આરે આવું બેસવું કઠણ પડે. મારગ એવો છે બાપુ! ભગવાન તો છે, એ તીર્થકર એને તો અનંત દ્રવ્ય દેખ્યા છે. ભગવાન ત્રિકાળ સર્વજ્ઞ છે પરમેશ્વર છે જિનેશ્વર છે એણે તો એક સમયમાં ત્રણકાળ ત્રણ લોક જોયા છે તો ત્રણકાળના જોનારાએ આ જોયું એણે, કે જગતના પરપદાર્થના જે કાર્ય થાય છે તેનાથી થાય છે બીજો એમ કહે કે મારાથી થયું એ તો વ્યવહારનું કથન, ઉપચારનું કથન છે, વાસ્તવિક છે નહિ. આહાહાહા ! પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવા પુદ્ગલદ્રાવ્યાત્મક કર્મને આત્મા પ્રહે છે, જો પરિણમાવે છે, અનુભાગ આવ્યો, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે. આમ પાંચ બોલ છે. એવો જે વિકલ્પ ખરેખર તો એ ચારમાં કરે છે એમ લેવું. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ ચારને કરે છે એટલે ઓલા પાંચ બોલ થઈ ગયા, સમજાય છે કાંઈ ? આહા! બાંધે એવો જે વિકલ્પ છે અજ્ઞાનીનો એવો જે વિકલ્પ છે કે આ પરમાણુની પર્યાયમાં હું છું, તે થયા, હું નિમિત્ત છું ને? જોગ કષાય મારો નિમિત્ત છે ને માટે ત્યાં થયું. આ વાત તો અજ્ઞાનીની છે, જ્ઞાનીને તો આત્મસ્વરૂપનું ભાન Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૭ ૨૩૯ છે કે હું તો જ્ઞાતાદેષ્ટા છું. તેથી તેના પરિણામ બંધમાં નિમિત્ત થાય એ નથી, એને બંધ જ નથી. આહાહા! ધર્મી જેને આત્મા શુદ્ધ ચેતન્યમૂર્તિ છે, શુદ્ધ ચૈતન્ય ભગવાન છે, એવું જ્યાં ભાન થયું છે ધર્મીને, તે ધર્મીના પરિણામ વીતરાગી પરિણામ હોય છે, કે જેથી તેને બંધન થાય, અને નિમિત્ત થાય એવું છે નહિ. હા ! ધર્મી જીવને આત્મા જ્ઞાયકસ્વરૂપ છે એવું શુદ્ધ ચૈતન્ય અખંડ અભેદ છું એવું ભાન છે, એને એ વખતે રાગ થાય ને પ્રકૃત્તિ પણ થોડી બંધાય, પણ છતાં તે રાગ અને પ્રકૃત્તિ તે આના જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞાન તો પોતાથી થયું છે. સમ્યગ્દર્શનમાં જ્ઞાન પોતાથી આત્માથી થયું છે, છતાં તે જ્ઞાન ઉપાદાન પોતાથી થયું, છતાં આ જે પ્રકૃત્તિ ને પ્રદેશ ને રાગ આદિ છે એ શાનમાં નિમિત્ત કહેવાય છે, આ પ્રકૃત્તિ પ્રદેશમાં આત્મા નિમિત્ત છે એ નહિ, જ્ઞાનીનો આત્મા નિમિત્ત છે એ નહિ. આહાહાહા ! અજ્ઞાનીનો આત્મા જે જોગ ને રાગને કરે છે અજ્ઞાની, એને જે પ્રકૃત્તિની સ્થિતિ પડે છે એમાં એ જોગ ને રાગ નિમિત્ત છે, પણ એ નિમિત્તથી કહ્યું કે આ જોગ ને રાગને લઈને આ પડે છે, એ વ્યવહાર છે. આહાહાહા ! આમાં નવરાશ લે ને નિવૃત્તિ લે ત્યારે થાય એવું છે એમ ને એમ આ કાંઈ... વીતરાગ મારગ ઝીણો બહુ. ઇરિયા, વીરિયામાં આવે છે ને ? ઇચ્છામિ પડિક્કમણામાં, ઠાણા ઉઠાણમ્ જીવીયા ઉ વોવિયા તસ્સમિચ્છામિ દુકડમં ને એ આવે છે? એ ક્યાં અર્થની એ ખબ૨ ભાન છે ? કહે છે ઘડીયો હાંક્ય જાય ને કોઈ જીવને કે કોઈને એક સ્થાનથી બીજે સ્થાને મૂકયો હોય, તો આંહીં કહે છે કે એ એક સ્થાનથી બીજે સ્થાન તું મૂકી શક જ નહિ. આહાહાહા ! એ જીવને એક સ્થાનેથી બીજે સ્થાને જાય એ, એ જીવની પર્યાય છે એ જાતની એને લઈને આમ બીજે ગયો છે, તેં આંહીંથી જીવને આમ હડસેલ્યો માટે આઘો ગયો છે એમ નથી. ( શ્રોતાઃ- સાચવીને લેવો ને મૂકવો એવો પાઠ તો આવે છે) એ તો નિમિત્તના કથન કોણ સાચવે ને કોણ લ્યે, એ તો જતના રાખવાનો ભાવ આવ્યો બાકી. ( શ્રોતાઃ– સામેથી એ તો એમ કહે છે) શાસ્ત્રમાં એવો પાઠ આવે છે નીચે જીવ હોય તો પગને ઊંચો કરવો, પગ ઊંચો કરી શકે છે આત્મા ? કરી શકે નહિ ભાઈ, આંહીં તો ફક્ત ત્યાં પ્રમાદ ન થાય એટલું બતાવવા સાટુ વાત કરી છે. આકરું કામ બહુ બાપુ, અત્યારના સંપ્રદાયથી તો આખી વાત જુદી છે. આહાહા ! વીતરાગ મારગ એવો ઝીણો. આહાહા ! આંહીં તો, આંહીં જોગ ને રાગ હોય એના પ્રમાણમાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ પડે, છતાં તે અનુભાગ કર્મની સ્થિતિ અનુભાગનું પ્રાપ્ય કર્મ એ આત્માનું નહિ, એ કર્મનું છે. આહાહા ! છતાં નિમિત્ત દેખીને કહેવું કે આની સ્થિતિથી આને આમ કર્યું, એ તો ઉપચાર વ્યવહા૨ આરોપ છે, આરોપીત કથન છે યથાર્થ કથન નથી. આહાહા ! એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે, ઉપચાર એટલે આ દવા કરે ને ઉપચાર કરે એ હશે ? કેમ દવા કરે છે ત્યારે નથી ઉપચાર કરતા, એમ નહિ, આંહીં ઉપચાર એટલે વ્યવહાર, કલ્પના, છે નહિ એને કહેવું, કલ્પના છે. આહાહા ! મોટા ઉદ્યોગપતિ થાય છે, આ ધંધા કરે. પોપટભાઈના બાપા પાસે ક્યાં હતું આવું બધું આવું, અત્યારે બધું થઈ ગયું કરોડો રૂપિયા છે આ ધ્યાન રાખીને મેળવ્યું નહિ હોય ? વેપાર. હૈં? આહાહાહા ! એ ૫૨માણુઓ જે ઠેકાણે જવાના હોય તેના કાર્યનો કર્તા એ ૫૨માણું છે. આરે ! આરે ! જડ તેનું પ્રાપ્ય છે. તે કાળે તે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪) સમયસાર સિદ્ધિ ભાગ-૫ આમ જવાનું જે પ્રાપ્ય કાર્ય હતું તેને પરમાણું પહોંચી વળ્યા છે. ઓલા કહે મેં આમ આમાં આપ્યા એ વાતમાં માલ કાંઈ નથી. આવું છે. એટલે એક ગાથાનો ઘણો ઉપચાર કરી નાખ્યો. પ્રાપ્ય, વિકાર્ય, નિર્વત્થ નાખ્યું. ૭૬, ૭૭, ૭૮, ૭૯ માં. આહાહા ! તે સમયે ક્રમમાં પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાગ, પરિસ્થિતિ પ્રવર્તવાનો કાળ જ છે એનો. એની જન્મક્ષણ જ એ છે. આહાહાહા ! જે એ કર્મની પર્યાય ઉત્પન્ન થઈ તે ઉત્પન્ન થવાનો એનો જન્મક્ષણ છે. આત્માએ એને કર્મની પર્યાયને ઉપજાવી એમ નથી. આહાહા ! આંહીં તો આખો દિવસ મુંબઈ જાઓ તો, ઓહોહોહો.. ધમાલ ધમાલ ધમાલ આખો દિ' મોહમયી નગરી–આ કર્યું ને આ કર્યું ને ઓલા સટ્ટાવાળાને એક ફેરી જોયું'તું ભાઈ શેર બજાર નહિ ઓલું દરિયાને કાંઠે સટ્ટાનું કરતા”ને, કોલાબા કોલાબા એક ફેરી જોયું'તું, હું એ માલ લેવા ગયેલો ને અમારી દુકાનનો પાલેજથી માલ લેવા ગયેલો, એમાં એક મારવાડી હતો ધમાલ ધમાલ કરતો એ આનો આ ભાવ છે, એનો આ ભાવ છે. આમ કરો, ગાંડ ગાંડા લાગે પણ એ વાત તો અડસઠ પહેલાંની વાત છે, સંવત-૬૮ એ પહેલાંની વાત આ બધી કોલાબા હતા ને અને ત્યાં લંડનથી તાર આવતો પછી એ ઉપરથી આ લેવડદેવડ કરે, એવું હતું કામ તે દિ' ની વાત છે, પણ એક મારવાડી હતો એ તે પણ આમ તમારે ઢીંચકો હતો. આ કરો, આમ કરો, તેમ કરો, શું કરે છે કીધું આમ. આ બધા ગાંડા, માળા લીધા દીધા બહુ કરે. એ ભાષા થાય છે એ આત્મા કરતો નથી એમ કહે છે. એ ભાષા થાય છે અને પરમાણું પહોંચી વળે છે એના પ્રાયને. આહાહાહા ! એ આત્મા ભાષા કરે છે એમ કહેવું એ તો ઉપચાર ને વિકલ્પનું કલ્પનાનું કથન છે, વાસ્તવિક છે નહિ. આહાહાહા ! બહુ નાખ્યું છે આમાં તો, આ કેમ કે આંહીં જેવો જોગ ને રાગનો કર્તા અજ્ઞાની છે, એથી તેને કર્મબંધન થાય છે, તે કર્મબંધન ને સ્થિતિના જે પ્રકૃત્તિ પ્રદેશ છે, એનું કાર્ય તો એનું એણે કર્યું છે, છતાં આ આત્માએ કર્યું એમ કહેવું એ વ્યવહાર ને ઉપચાર છે, કલ્પના છે ખરેખર તો. આહાહા! જુઓ આ ચશ્મા છે ને? આમ થયો એ આંહીં થવાનું એનું પ્રાપ્ય અવસ્થા થવાની હતી, તેથી આંહીં ઊંચે આવીને એ પોતે થયું છે, એ પ્રાપ્ય છે એનું. (શ્રોતા – ચમા ઉંચા આંગળીથી થયા છે) આંગળીથી થયું નથી. આહાહા ! એનું પ્રાપ્ય જ એ વખતે એ હતું કે પોતે આંહીં બદલીને અહીં આવ્યું, એ વિકાર્ય પણ એનું હતું. અને ઉપજ્યુ, નિર્વત્થ એ એનું હતું એના કાર્યને આત્માએ કે આંગળીએ કર્યું એ નિમિત્તના કલ્પનાના કથનો છે. આહાહા! ( એ કલ્પના અવસ્તુ છે કે વસ્તુ છે?) કલ્પના છે, કલ્પના મિથ્યાત્વની કલ્પના છે. પણ મિથ્યાત્વની કલ્પના એ પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્યે એનું છે. આહાહા ! એ કલ્પના પરને માટે કહેવું તે ઉપચાર છે એમ કહેવું છે. એ પર પ્રકૃતિ ને સ્થિતિ, અનુભાગ પડયા એને આત્માએ કર્યું એમ કહેવું ઉપચાર છે, પણ પોતે રાગદ્વેષ ને જોગને કર્યો એ તો યથાર્થ છે, અજ્ઞાનભાવે, અજ્ઞાનભાવે અશુદ્ધ ઉપાદાને કર્યું એ અજ્ઞાનભાવે બરાબર છે. ઝીણું બહુ ઝીણું. ૧૦૭ મી ગાથાનો ભાઈએ પહેલાં હતા ફુલચંદજી “જૈન તત્ત્વ મીમાંસા” અહીંયા આવ્યા'તા, એમ કહે બીજાના કાર્ય તો સ્વતંત્ર એનાથી થાય પણ જોડવાળો છે એનાથી થાય એમ કહેવું એ કલ્પના ને ઉપચાર છે. આ ગાથાનો ન્યાય આપેલો નવા તત્ત્વ મિમાંસામાં કે Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૭ ૨૪૧ જૂનામાં ય હશે ખબર નથી. આહાહા ! કાર્ય આ ચોપડીનું પાનું ફરે છે ને આમ કર્યું ને, ઉઘાડયું છે એ કાર્ય થયું છે એ ૫૨માણુને કા૨ણે આ આંગળીને કા૨ણે નહિ. એની એ વખતે આમ થવાનું પ્રાપ્ય અવસ્થા થવાની હતી તેને ૫૨માણું પહોંચી વળે છે, આમ હતી ને બદલીને વિકાર્ય થયું ને નિર્વર્ત્ય એના ૫૨માણુએ એ કામ કર્યું છે. આ આંગળીથી આમ થયું એમ કહેવું એ કલ્પનાનું, ઉપચારનું, વ્યવહારનું કથન છે. આહાહાહાહા ! તો આ બધા આખો દિ' ધંધા કરે, છોકરાઓની પાસે અનુભવ કરાવીને કરે, કેમ પોતે ઘણું પચાસ સાંઈઠ વરસ કામ કર્યું હોય, છોકરા નાના હોય તો એને અનુભવ આપે ને કે લ્યો આમ કરવું તમારે આમ આમ. આહાહાહા ! બધી ગપ છે કહે છે. આહાહા! વીતરાગ મારગ પરમેશ્વર, જિનેશ્વરનો મારગ કોઈ અલૌકિક છે અત્યારે તો સંપ્રદાયમાં ય ગોટા ઉઠયા છે, આનું આમ દયા પાળો ને પાંજરાપોળ કરો ને પૈસા આંહીં દયો ને એ બધી ક્રિયાઓના કર્તા માને છે, મિથ્યાર્દષ્ટિ છે. આહાહાહા ! કેમ કે તે ક્રિયાની અવસ્થા તે કાળે તેના ૫૨માણુમાં થવાની હતી તે થઈ છે, એને આત્માએ કરી, પૈસા દીધા લીધા એ બધું કલ્પનાનો ઉપચાર, વ્યવહાર છે, સાચી વાત નથી. ઓહોહોહો ! રાયચંદભાઈ, આ રાયચંદભાઈએ તો હમણાં બે લાખ આપ્યા, નહિ ? નૈરોબી, પંદર લાખનું મંદિર થયું ને નૈરોબી આફ્રિકા, નૈરોબી બે હજાર વર્ષમાં દિગંબર જૈન (મંદિર) નહોતું ત્યાં, જેઠ સુદ અગિયારસે મુરત કર્યું, પંદર લાખનું મંદિર કરવાના છે. એમ તો હજી વધારે થશે વીસ લાખ, બે લાખ ને બે હજાર એણે આપ્યા છે. એને દિકરો નથી ને બાઈડી–ભાયડો બે છે ને માં છે એ ત્રણ છે, એટલે પછી પૈસા, બે લાખ બે હજા૨નું મંદિરમાં ખાતમુહૂર્ત કર્યું આફ્રિકામાં નૈરોબી, કહે છે કે પણ એ પૈસા મેં આપ્યા એમેય નથી. આહાહા ! પણ આપે કોણ ને લ્વે કોણ, ઈ જવાના હોય એ જાય, એ ગયા વિના રહે જ નહિ. આપણે નથી કહેવત અહીંયા ગુજરાતીમાં આપણે, ખાના૨નું દાણે દાણે નામ છે એમ કહે છે. આપણે ગુજરાતીમાં ખાના૨નું દાણે દાણે નામ છે ન્યાં ? પણ જે ૫૨માણું ત્યાં આવવાના તે આવવાના ને નહિ આવવાના તે નહિ આવવાના. આહાહા ! એવું છે. આ તો દાખલા, અઢી રૂપિયાનું મણ તો ચા૨ પૈસે શેર, પછી દાખલા એના લેવા હોય તો પંદર શે૨ના કેટલા તો પંદર આના આ બધા દાખલા લેવાય વસ્તુ સ્થિતિ એ છે, કોઈ પણ પદાર્થની અવસ્થા તે કાળે તેને જન્મક્ષણ હોય તે થાય તેને આત્મા કરે એ વાત તદ્દન ખોટી છે. એમ બોલાય વ્યવહા૨થી કે આણે કર્યું એ કલ્પના ને ઉ૫ચા૨થી કથન છે. આહાહા !( શ્રોતાઃ- સ્ત્રીએ બગાડયું હોય કામ ને નુકશાન જાય તો ) એ નુકશાન જાય તો ય એ પર્યાય થવાની હતી એમ. આહાહા ! આકરું બહુ કામ ભાઈ, વીતરાગ મારગ દરેક વસ્તુ સ્વતંત્ર છે. પરમાણુમાં પર્યાય ઉત્પન્ન થવાનો કાળ છે તેથી પ્રકૃતિ ત્યાં કર્મની થાય છે. આહાહા ! આંહીં રાગ આણે કર્યો માટે થયું છે એમ નથી. રાગ તો નિમિત્તમાત્રથી, ઉપચારથી કથન છે. આહાહા ! ભાવાર્થ:- વ્યાપ્યવ્યાપકભાવ વિના, એટલે કે કર્તાકર્મ વિના, કર્તાકર્મપણું કહેવું, એમ, કર્તાકર્મ વિના, આત્મા કર્તા નહિ ને એ એનું કાર્ય નહિ, એના વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે. આહાહા ! થોડા શબ્દોમાં ઘણું ભરી દીધું છે. આ તો આખો દિ' અમે કરીએ ને અમે કરીએ, આહાહા... માટે આત્મા પુદ્ગલદ્રવ્યને ગ્રહે છે, જોગથી ગ્રહે છે, એ ઉપચાર છે. કષાયથી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સ્થિતિરસ પડે છે એ ઉપચાર છે, વ્યવહાર પરિસમાવે છે એને ને કર્મપણાની અવસ્થારૂપે પરિણમાવે છે ઉપજાવે છે ઇત્યાદિ કહેવું તે ઉપચાર માત્ર છે. આહાહા ! હવે પૂછે છે કે ઉપચાર કઈ રીતે છે? એનો કોઈ દષ્ટાંત આપો તો અમને સમજાય એમ કહે છે. જયસેનાચાર્યની ટીકામાં દ્રવ્ય-ગુણ-પર્યાય આવે છે. તો એમ જ કોઈ વખતે એવો અર્થ કર્યો હતો કેઃ “કારણપર્યાય' છે ને ત્રિકાળ ! શું કહ્યું? ફરીઃ દ્રવ્ય ત્રિકાળ છે ધ્રુવ, શુદ્ધ પરિપૂર્ણ ગુણ પણ પરિપૂર્ણ શુદ્ધ ધ્રુવ છે. અને એક કારણપર્યાય ઉત્પાદ-વ્યય વિનાની એ પણ ધ્રુવ છે. એ કારણપર્યાય છે. પણ તે આ ઉત્પાદ-વ્યયવાળી નહીં. નિયમસાર' ૧૫મી ગાથામાં એ (વિષય) આવ્યો છે. સમજાણું કાંઈ ? અનંતગુણ છે; એની પર્યાય “કારણપર્યાય” છે ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવ કેમ? ૨૦૦૨ ની સાલમાં સ્પષ્ટ કર્યું હતું કે, જેમ ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ એ ચાર (દ્રવ્યની) પર્યાય પારિણામિકભાવની એકધારાવાહી છે. – શું કહ્યું? ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ; એની જે પર્યાય છે પારિણામિકભાવની (તે) એકધારા (રૂપે છે). ત્યાં તો કોઈ બીજો ભાવ નથી, એકધારીસરખી (પર્યાય છે). ત્યારે પર્યાય, ગુણ અને દ્રવ્ય મળીને દ્રવ્ય છે. તો એમ આત્મામાં એવી એકધારાવર્તી પર્યાય ક્યાં આવી? ઉત્પાદ-વ્યય ( રૂપપર્યાય) માં તો સંસારની વિકૃત અવસ્થા છે; મોક્ષમાર્ગમાં અપૂર્ણ શુદ્ધઅવસ્થા છે; અને મોક્ષમાં સંપૂર્ણ શુદ્ધઅવસ્થા છે. એ તો પર્યાયમાં ભેદ પડી ગયો, એકધારા ન રહી. –આ વાત, નિયમસાર” ગાથા: ૧ થી ૧૯ સુધીનાં વ્યાખ્યાન (૨૦૦૨ માં થયાં તે પ્રકાશિત થયાં છે) એમાં લીધી છે. એક મોટો નકશો બનાવ્યો હતો. (તે વિષે બે મોટા વિદ્વાનોને) પૂછયું, પણ કાંઈ સમજ્યા નહીં. તો બીજા (લોકો ) શું સમજશે? એટલે નકશો મૂકી દીધો. ત્યાં “કારણપર્યાય' ધુવને બતાવવો છે. જેનું દ્રવ્ય ધ્રુવ છે ત્રિકાળ, એવો ગુણ ધ્રુવ છે એવી, ઓલી (ધર્માસ્તિકાય આદિ) ચાર દ્રવ્યમાં એકસરખી પર્યાય છે એવી, આ આત્મામાં એકસરખી (કારણપર્યાય છે). પણ એ તો ઉત્પાદ- વ્યયવાળી પર્યાય નથી. ઘણો સૂક્ષ્મ (વિષય) છે, ભાઈ ! ઉત્પાદવ્યય (પર્યાયમાં) તો વિકૃતિ છે, અપૂર્ણ શુદ્ધતા છે, પૂર્ણ શુદ્ધતા છે એવા ભેદ છે, એકધારા આવી નહીં. તો આત્મામાં દ્રવ્ય-ગુણની એકધારા ( રૂ૫) પર્યાયવિના પૂર્ણ દ્રવ્ય કેવી રીતે હોય? તો “નિયમસાર” ૧૫ મી ગાથામાં લીધું કેઃ (જેમ) જે આખો દરિયો છે દરિયો, એની જે સપાટી એકસરખી છે. તેમ એ જે એક સામાન્ય દ્રવ્ય ત્રિકાળ છે તેમાં, અર્થાત્ આ સામાન્ય દ્રવ્ય-ગુણ છે તેમાં, એક “કારણપર્યાય' એકસરખી સપાટી છે. (પણ) (એ) ઉત્પાદ-વ્યય ( રૂ૫) નથી ! ઝીણી વાત છે. સમજાણું કાંઈ ? ભાઈ શીતલપ્રસાદે લીધું છે કેઃ દ્રવ્ય, ગુણને પર્યાયથી આમાં એકાગ્ર થવું, એ કારણપર્યાય. (પણ એ અર્થ અહીં બરાબર નથી, કેમકે) “એમાં એકાગ્ર” તો એ તો નવી ( ઉત્પાદરૂપ) પર્યાય થઈ. અને ઓલી (કારણપર્યાય) તો ત્રિકાળ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ધારાવાહી, ઉત્પાદ-વ્યય વિનાની છે. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૭૫-૧૭૬, નિયમસાર શ્લોક-૧૦૯)] Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથો-૧૦૮ ૨૪૩ ( ગાથા-૧૦૮ ) - S•S कथमिति चेत् जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो। तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।।१०८।। यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः। तथा जीवो व्यवहारात् द्रव्यगुणोत्पादको भणितः।।१०८।। यथा लोकस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको राजेत्युपचारः, तथा पुद्गलद्रव्यस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको जीव इत्युपचारः। હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દષ્ટાંતથી કહે છે ગુણદોષઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી, ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮. ગાથાર્થ-[યથા] જેમ [૨ના] રાજાને [તોષગુણોત્વા: તિ] પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર [ વ્યવહા૨]વ્યવહારથી [ ભાભકિત] કહ્યો છે, તથા ] તેમ [ નીવડ] જીવને [દ્રવ્યોત્વા:] પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [વ્યવIRI] વ્યવહારથી [મળતઃ] કહ્યો છે. ટીકાઃ-જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તો પણ તેમનો ઉત્પાદક રાજા છે” એવો ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુગલદ્રવ્યના ગુણદોષોને અને પુગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે તોપણ-“તેમનો ઉત્પાદક જીવ છે' એવો ઉપચાર કરવામાં આવે છે. ભાવાર્થ-જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગાથા-૧૦૮ ઉપર પ્રવચન जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो। तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।।१०८ ।। ગુણદોષ ઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી, 1 ગુણ શબ્દ અહીં 1 ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮.! પર્યાય છે. ! ટીકાઃ- જેમ પ્રજાના ગુણદોષોને એમ નથી કહેતા? કે જેવો રાજા તેવી પ્રજા, એમ બોલે છે. (શ્રોતા- યથા રાજા તથા પ્રજા) એ તો કથન માત્ર છે, રાજા મહાપાપી હોય અને ઓલો અંદર ધર્મી હોય. એમાં શું થાય? ઈ તો કથન માત્ર, એમ કીધું, રાજા જેવો હોય એવી એની અસર પડે પ્રજામાં, રાજા એવી પ્રજા, એ નિમિત્તનું કથન છે. બાકી રાજા એ પ્રજા, રાજાની પર્યાય બીજી ને ઓલાની પર્યાય પ્રજાની પર્યાય બીજી છે. આહાહાહા ! છે? પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે, શું કીધું? કે પ્રજા જે છે એ દોષ કરે છે એમાં વ્યાપ્ય એનું છે, અને વ્યાપક એ કર્તા છે. એનો પ્રજા, પ્રજા જે દોષ કરે છે એ દોષ એનો વ્યાપ્ય એટલે કાર્ય છે અને એનો કર્તા એ અજ્ઞાની આત્મા છે. વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે, સ્વભાવથી પ્રજાના પોતાના ભાવથી તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં એ પ્રજાના પોતાના ભાવથી, પર્યાય નિર્મળપર્યાય કે દોષ બેયની ઉત્પત્તિ થતાં, આહાહા ! જો કે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ છે. પ્રજાના ગુણની દશા ને અવગુણની દશા એને અને રાજાને અભાવ છે. રાજાને કારણે કાંઈ પ્રજા ગુણદોષ કરતી નથી. આહાહા ! છે? રાજાને અભાવ છે. શું કીધું ઈ? કે જેવો રાજા તેવી પ્રજા, એમ જે કહેવામાં આવે ને પ્રજાના ગુણદોષ રાજા છે, માટે થયા છે એમ નથી. આહાહા ! રાજા(ના) નર્ક જનારના પરિણામ હોય, પ્રજા મોક્ષ જનારની પર્યાયવાળી હોય. આહાહા ! દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. આ તો દૃષ્ટાંત, રાજા એવી પ્રજા, એ વ્યવહાર કર્યો એમ, વ્યવહારથી બોલાય છે એમ. વાસ્તવિક એમ છે નહિ. તેમનો પ્રજાના ભાવથી ગુણદોષની ઉત્પત્તિ થતાં પ્રજાના ભાવથી ગુણ ને અવગુણની ઉત્પત્તિ પ્રજાના ભાવથી છે, કાંઈ રાજાને કારણે નથી. જો કે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ છે. પ્રજાના ગુણદોષની પર્યાયને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે, એટલે કાર્ય ને કર્તાનો અભાવ છે. ગુણદોષનું કાર્ય રાજાથી થયું એમ નથી, તોપણ તેમનો ઉત્પાદક રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. જોયું? નિમિત્ત દેખીને ઉપચાર કરવામાં આવે છે. જેવી રાજા એવી પ્રજા. આહાહા ! (શ્રોતા – બાપ એવા બેટા) બાપ તેવા બેટા, એ બધી ખોટી વાત, બાપ હોય નર્કમાં જનાર હોય, દિકરો મોક્ષમાં જનાર હોય, બાપ હોય મોક્ષમાં જનારો હોય ને દિકરો નર્કમાં જનારો હોય. આહાહા! એનો બાપ હોય એવા બેટા હોય બધી વાતું એ તો, તીખા ક્રોધ, માન, કષાય સેવ્યા હોય તો એ મરીને એનો બાપ હોય એ ઢોરમાં જાય અને છોકરો રાગ મંદઆદિ Page #260 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૮ ૨૪૫ કર્યો હોય તો પુણ્ય હોય તો કોઈ સ્વર્ગમાં જાય, માણસમાં જાય એની સાથે શું સંબંધ છે. એ સ્ત્રી મરીને પશુ થાય ને પતિ મરીને સ્વર્ગમાં જાય એમાં શું છે. સ્ત્રી મરીને સ્વર્ગમાં જાય પતિ મરીને નર્કમાં જાય. જેને અર્ધાગના કહે આ અર્ધાગના ધૂળે ય નથી અર્ધાગના સાંભળને, મારું અડધું અંગ અને તારું અડધું અંગ એમ થઈને બેય અમે એક છીએ. આહાહા ! મારી નાખ્યા ! પરને પોતાનું માનીને કહે. આહાહા! ઓલું કહ્યું'તું ને એક ફેરી ઘણાં વર્ષની વાત છે. ૮૬ ની સાલમાં ચોમાસું હતુ ને અમરેલી, અમરેલી-લીલાધરભાઈ તમારા મકાનની જોડે અપાસરો છે ને? ત્યાં ચોમાસું હતું ૮૬માં, એમના બાપ ત્યાં હતા તે વખતે. પછી ત્યાં આંહીં અમરેલી, શું કહેવું'તું? ત્યાં રહેતા ત્યાં એનું કાર્ય થાતું'તું કાંઈ, ગમે તે તો છતાંય તે કાર્ય અમે કરીએ છીએ એમ માનતા કે ભાઈ આ કાંઈ કરે છે હોં. મકાનમાં પાણી બાણી નાખતા નવું મકાન થતું'તું ને ત્યાં, કોણ કરે? કરનાર બીજો ને જાણનારો બીજો, કહેવું'તું કાંઈક બીજું, ના ના કરતા'તા ત્યાં એ તો કહી દીધી વાત. પરની પર્યાયને હું કરું છું એવું કથન છે તે ઉપચાર છે, આરોપિત છે પરદ્રવ્યની જે સમયે જે પર્યાય થાય તે સમયે થવાની ત્યાં એ એના કારણે, એના દ્રવ્યથી થવાની, બીજાથી નહિ. ઉત્પત્તિ થતાં, જો કે ગુણદોષોને અને રાજાને વ્યાયવ્યપાકભાવનો અભાવ છે. તો પણ તેમનો ઉત્પાદક રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. આહાહા ! સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી, આહાહાહા ! શું કહે છે? જે કર્મ બંધાય છે એને પોતાના સ્વભાવથી ગુણદોષોની ઉત્પત્તિ થતાં, કર્મમાં અશાતાઆદિ પડે ને શાતા આદિ પડે જશકીર્તિ પડે ને અજશકિર્તી બંધાય. આહાહા ! એ કર્મની પ્રકૃત્તિના ગુણદોષોને અને આત્માને નિમિત્ત-નિમિત્ત સંબંધ છે, પણ એથી કર્તાકર્મ છે નહિ. આહાહા ! એ અજ્ઞાનીને કારણે હોં, અજ્ઞાની જે રાગ ને જોગનો કર્તા થાય, એને નિમિત્ત સંબંધ છે. કર્તા તરીકે હોં, જ્ઞાની નિમિત્ત કહેવાય, પણ એ કર્તા નહીં. આહાહા ! સમકિતી હોય. વેપારી ધંધો સમકિતી, એ બેઠો હોય થડે એ આ લેવડ-દેવડ થાય એ ક્રિયાનો કર્તા નથી. એ તો જાણનાર છે, પોતે પોતાને જાણવાનું કામ કરે છે, એમાં ઓલો નિમિત્ત થાય છે, એ કાર્યમાં નિમિત્ત થાય છે એમ નહિ, પણ આ પોતાના જ્ઞાનમાં એ નિમિત્ત થાય છે. આરે ! આરે ! હવે આવી વાતું નિમિત્ત થાય છે એટલે કે એનાથી થાય છે એમ નહિ, જ્ઞાનીનું કામ જ્ઞાન તો પોતાનું સ્વપરપ્રકાશક પોતે પર્યાય પ્રાપ્ત થઈને પોતે કરી છે. આહાહા ! એમાં જે રાગ આવ્યો એનું જ્ઞાન થયું, પ્રકૃત્તિ બંધાશે એવો ખ્યાલ આવ્યો સાંભળવામાં, સાંભળીને પ્રકૃત્તિ તેનું જ્ઞાન થાય એનો કર્તા તો નહિ, પણ રાગ ને જોગનોય કર્તા જ્ઞાની નહિ. આહાહા! પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને, પુદ્ગલના ગુણદોષ એટલે શું? પુદ્ગલને ગુણદોષ હોય? પણ પુગલમાં શાતાઆદિ બંધાય અને અશાતા બંધાય એ ગુણદોષ કહેવાય, જસકીર્તિ બંધાય એ ગુણ કહેવાય, અપજશકીર્તિ બંધાય એ દોષ કહેવાય. આહા ! તીર્થંકરપ્રકૃત્તિ બંધાય એ ગુણ કહેવાય અને નર્કનું આયુષ્ય બંધાય એ પરિણામને દોષ કહેવાય, એ એમ ઓલાને દોષ કહેવાય, પરમાણુને દોષ “ન' કહેવાય કહે છે. આહાહા ! બહુ આમાં ફેરફાર કરવાનો ઘણો પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને, પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને છે? અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ હોવાને લીધે, એ ૫૨માણુમાં જસકીર્તિ બંધાય, શાતાવેદનીય બંધાય, તીર્થંકરપ્રકૃતિ બંધાય, આહારક શરી૨ બંધાય, પ્રકૃત્તિમાં હોં, અને અજ્ઞાનથી અપજશકીર્તિ બંધાય, નર્કગતિનું આયુષ્ય બંધાય એ બધા દોષ કહેવાય, એ પુદ્ગલના દોષ ને ગુણ એ પુદ્ગલ કરે છે. અરેરે ! સમજાણું કાંઈ આમાં ? છે ? પુદ્ગલદ્રવ્યના દોષોને અને પુદ્ગલને વ્યાવ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ ભાવથી જ પુદ્ગલદ્રવ્યના પોતાના જ ભાવથી તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં પ્રકૃત્તિનો, કર્મનો તે પર્યાય તે કાળે પ્રાસ થવાનો છે તેને તે પ્રકૃત્તિ કરે છે, આત્મા નહિ. આમ ઉત્પત્તિ થતાં જો કે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકનો અભાવ છે. કર્મની પ્રકૃત્તિના શાતાઆદિ બંધાવી કે અશાતાપણું થવું જશકીર્તિ, અપજસકીર્તિ ને વ્યય એવા ગુણદોષોને અને જીવને વ્યાવ્યવ્યાપકભાવનો અભાવ છે, એટલે કે કર્તાકર્મનો અભાવ છે એ પર્યાય કાર્ય ને આત્મા કર્તા એમ તો છે નહિ. તોપણ તેમનો ઉત્પાદક જીવ છે એવો ઉ૫ચા૨ ક૨વામાં આવે છે. ઉપચાર કરવામાં, નિમિત્તનું જ્ઞાન કરાવવા, આરોપ છે. ઉપચાર એટલે આ દવા કરે ઉપચારને એ છે ? એ ય દવા કરવી એ ઉપચાર છે, મટવું ન મટવું એ એની પર્યાયને આધારે છે. ઉપચાર કહે છે ને, ઉપચા૨ કંઈક કરો, ઉપચાર કરો એટલે વ્યવહાર કરો ત્યાં તો થવાનું હશે તે થાશે. એ કાંઈ દવાથી ન્યાં રોગ મટી જાય છે ? આહાહા ! આવું કામ બહુ આકરું લોકોને એવો ઉપચાર કરવામાં આવે છે. આહાહા ! ભાવાર્થ:- જગતમાં કહેવાય છે, કે જેવો રાજા તેવી પ્રજા. એમ બોલાય છે ને ? એ તો ઉપચારનું કથન છે. ક્યાંના રાજા ને ક્યાં પ્રજા. આહાહા ! રાજા મુસલમાન હોય માંસ ખાતો હોય પ્રજા આર્ય માણસ હોય ને દારૂ–માંસને અડતી ય ન હોય પ્રજા, પણ બહારથી નિમિત્તથી એમ કહેવાય ભાષા, આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. ઓલા કર્મ હારે મેળવવું છે. આમ કહીને પ્રજાના ગુણદોષોનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવાય, તેવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોનો એ પ્રકૃત્તિમાં જે જશકીર્તિ અપજશકીર્તિ આદિ બંધાય એનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. આહાહાહા ! એ ૫૨માર્થદૃષ્ટિએ જોતાં તો તે સત્ય નથી, એ સાચું નથી. આહાહા ! શરીરની પર્યાય મુંબઈથી આંહીં આવવાની થઈ એ ૫૨માણુની પર્યાય છે એ પર્યાયનો કર્તા એ ૫૨માણું છે. ( પ્લેન નહીં ) એ પ્લેન ફલેનનું કાંઈ નથી, એ ૫રમાર્થ નથી. કીધું ને એ સત્ય નથી. એ ગાડીમાં આવ્યા કે પ્લેનમાં આવ્યા એ સાચું નથી એ એમ કહે છે. આવું છે. નિમિત્તના કથન છે એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને ઉત્પન્ન કરના૨ જીવને કહેવામાં આવે છે. જેમ પ્રજાના દોષોને રાજાના કહેવામાં આવે એમ કર્મમાં થયેલી પર્યાયના ગુણ અવગુણની દશા એને આત્મા વડે ક૨વામાં આવે એ ૫૨માર્થ દૃષ્ટિએ જોતાં એ સાચું નથી. વસ્તુની સ્થિતિથી જોતા એ વાત સાચી નથી. ( શ્રોતાઃ- શાસ્ત્રમાં લખ્યું છે ને ? ) શાસ્ત્ર બાસ્ત્ર કોણ લખે ? શાસ્ત્રમાં અક્ષરની પર્યાય થાય છે તેનો કર્તા એ અક્ષર છે. આહાહા ! એ પ્રાપ્ય એનું છે. એ ૫૨માણું તે વખતે ને અક્ષ૨૫ણે પરિણમવાના હતા તે થયા છે. કલમથી થયા નથી, લખનારે કર્યા નથી. આહાહાહા ! છાપનારે છાપ્યું નથી. છાપનારે રાગ કર્યો છે. એને હું છાપું એવું અભિમાન કરે છે. આવું કામ છે. વિશેષ કહેવાશે.( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૩ ૨૪૭ ( શ્લોક-૬૩ ) (વસન્તતિલ1) जीवः करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।।६३।। હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ-[ યદિ પુનર્થ નીવ: નવ રાતિ] જો પુગલકર્મને જીવ કરતો નથી [તર્દિ] તો [તત વક: તે] તેને કોણ કરે છે? [તિ મિશઠ્ઠયા વ] એવી આશંકા કરીને, [તર્દિ] હવે [તીવ્ર-રચ-મોહ-નિવય] તીવ્ર વેગવાળા મોહનો (કર્તાકર્મપણાના અજ્ઞાનનો) નાશ કરવા માટે, [પુત્રી નર્મનું સીત્યંત ] પુદ્ગલકર્મનો કર્તા કોણ છે. તે કહીએ છીએ;[ yત ]તે (હે જ્ઞાનના ઇચ્છુક પુરુષો!) તમે સાંભળો. ૬૩. પ્રવચન નં. ૨૦૯ શ્લોક-૬૩ તથા ગાથા ૧૦૯ થી ૧૧૨ શુક્રવાર, ફાગણ સુદ-૪, તા. ૨/૩/ ૭૯ સમયસાર કળશ-૬૩. जीव: करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।।६३।। “યદિ પુદગલકર્મ જીવઃ ન કરોતિ” શિષ્યનો પ્રશ્ન છે. સમજવાનો કામી છે એથી એને સાંભળ એમ કહે છે. “કૃણુત” કીધું ને? “ણુત સાંભળ. પુદ્ગલકર્મને જીવ કરતો નથી. જો પુદ્ગલકર્મને જીવ કરતો નથી, તો તેને કોણ કરે છે? “ઇતિ અભિશંક્યા એવ” એવી આશંકા કરી, આશંકા એટલે શંકા નહિ, પણ મને સમજાયું નથી, એનું નામ આશંકા. શંકા એટલે તમારું કહેવું ખોટું છે એમ શંકા, એ નહિ. આશંકા કીધી, આ કેમ છે, શું છે, તે મને સમજાતું નથી. એવી આશંકા કરીને હવે “તીવ્ર રય મોહ નિવણાય” તીવ્ર વેગવાળા મોહનો કર્તાકર્મપણાના અજ્ઞાનનો નાશ કરવા માટે પુદ્ગલકર્મ કર્ણ સંકીર્યતે', પુદ્ગલકર્મનો કર્તા કોણ છે? તે કહીએ છીએ, કૃણત શબ્દ આવ્યો છે. આમાં લો, વંદિતુમાં શ્ણુત નથી આવ્યું, વાચ્છામિ આવ્યું છે. પહેલી ગાથા, કહીશ. અહીં તો સાંભળ, એ આવ્યું છે. કારણકે વસ્તુ છે ને આત્મા એ દ્રવ્ય છે તે કર્તા નથી એમ સિદ્ધ કરવું છે. દ્રવ્ય તો શુદ્ધ છે એ કર્તા રાગનો કે કર્મનો કે એ ગુણસ્થાનનો એ કર્તા એ છે જ નહિ. આહાહા ! જેની દૃષ્ટિમાં મિથ્યાત્વ ગયું છે એ તો ઠીક પણ મિથ્યાત્વ હોય તોય કહે છે કે દ્રવ્ય સ્વભાવ છે એ મિથ્યાત્વઆદિ ગુણસ્થાન કર્મને કરે છે, આત્મા નહિ. આહાહા ! એ કહે જો “કૃણુતા” હે જ્ઞાનના ઈચ્છક, તમે સાંભળો. આહાહા ! Page #263 -------------------------------------------------------------------------- ________________ २४८ ગાથા-૧૦૯ થી ૧૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ * * * * * * * * * * T T सामण्णपच्चया खलु चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा ।। १०९ ।। तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो । मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ।। ११० ।। एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जम्हा । ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा ।। १११।। गुणसण्णिदा दु एदे कम्मं कुव्वंति पच्चया जम्हा । तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ।। ११२ ।। सामान्यप्रत्ययाः खलु चत्वारो भण्यन्ते बन्धकर्तारः। मिथ्यात्वमविरमणं कषाययोगौ च बोद्धव्याः ।। १०९ । तेषां पुनरपि चायं भणितो भेदस्तु त्रयोदशविकल्पः । मिथ्यादृष्ट्यादिः यावत् सयोगिनश्चरमान्तः।।११०।। एते अचेतनाः खलु पुद्गलकर्मोदयसम्भवा यस्मात् । ते यदि कुर्वन्ति कर्म नापि तेषां वेदक आत्मा।।१११।। गुणसंज्ञितास्तु एते कर्म कुर्वन्ति प्रत्यया यस्मात्। तस्माज्जीवोऽकर्ता गुणाश्च कुर्वन्ति कर्माणि ।। ११२ ।। पुद्गलकर्मणः किल पुद्गलद्रव्यमेवैकं कर्तृ; तद्विशेषाः मिथ्यात्वाविरतिकषाययोगा बन्धस्य सामान्यहेतुतया चत्वारः कर्तारः । ते एव विकल्प्यमाना मिथ्यादृष्ट्यादिसयोगकेवल्यन्तास्त्रयोदश कर्तारः । अथैते पुद्गलकर्मविपाकविकल्पत्वादत्यन्तमचेतनाः सन्तस्त्रयोदश कर्तारः केवला एव यदि व्याप्यव्यापकभावेन किञ्चनापि पुद्गलकर्म कुर्युस्तदा कुर्युरेव; किं जीवस्यात्रापतितम् ? अथायं तर्कः-पुद्गलमयमिथ्यात्वादीन् वेदयमानो जीवः स्वयमेव मिथ्यादृष्टिर्भूत्वा पुद्गलकर्म करोति । स किलाविवेक:, यतो न खल्वात्मा भाव्यभावकभावाभावात् पुद्गलद्रव्यमयभिथ्यात्वादिवेदकोऽपि कथं पुनः पुद्गलकर्मणः कर्ता नाम ? अथैतदायातम्-यतः पुद्गलद्रव्यमयानां चतुर्णा सामान्यप्रत्ययानां विकल्पास्त्रयोदश विशेषप्रत्यया गुणशब्दवाच्याः केवला एव कुर्वन्ति कर्माणि ततः पुद्गलकर्मणामकर्ता जीवो, गुणा एव तत्कर्तारः। ते तु पुद्गलद्रव्यमेव । ततः स्थितं पुद्गलकर्मणः पुद्गलद्रव्यमेवैकं कर्तृ । 3 Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૪૯ પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છે - સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા. - મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯. વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦. પુગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧. જેથી ખરે “ગુણ” નામના આ પ્રત્યયો કર્મો કરે, તેથી અકર્તા જીવ છે, “ગુણો' કરે છે કર્મને. ૧૧૨. ગાથાર્થ [વવાર:]ચાર[ સામાન્યપ્રત્યય:] સામાન્ય *પ્રત્યયો [ રવતુ]નિશ્ચયથી [ વન્ધર્તા ] બંધના કર્તા [ ભજો] કહેવામાં આવે છે. [મિથ્યાત્વમ] મિથ્યાત્વ, [વિરમi] અવિરમણ [૨] તથા [વષયયો] કષાય અને યોગ (એ ચાર) [વોલ્યા :] જાણવા. [ પુન: f a] અને વળી [તેષi] તેમનો, [ સાં ] આ [ ત્રયોદ્રશવિકલ્પ:] તેર પ્રકારનો [ મે: ત] ભેદ [ભણિત ] કહેવામાં આવ્યો છે[ નિશ્ચાદડ્યાતિ:]મિથ્યાદેષ્ટિ (ગુણસ્થાન) થી માંડીને [ સંયોગિન: વરમન્ત: વાવેત] સયોગકેવળી (ગુણસ્થાન) ના ચરમ સમય સુધીનો, [ત્તે] આ (પ્રત્યયો અથવા ગુણસ્થાનો) [7]કે જેઓ નિશ્ચયથી [બતના:] અચેતન છે [ યમાત્] કારણ કે [પુનિવસર્મવાદ] પુદ્ગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે [તે] તેઓ [તિ] જો [ ] કર્મ [ કુત્તિ] કરે તો ભલે કરે; [ તેષાં ]તેમનો (કર્મોનો) [ વેઢ: ]િ ભોક્તા પણ [ માત્મા ન] આત્મા નથી.[ ચાત] જેથી તે] આ[ TMÍજ્ઞિતા:ત] ગુણ” નામના [પ્રત્યયા:] પ્રત્યયો [*] કર્મ [પુર્વત્તિ] કરે છે [તસ્માર્] તેથી [ નીવડ] જીવ તો [ વર્તા] કર્મનો અકર્તા છે[૨] અને [ગુણ:] “ગુણો'જ[ ff] કર્મોને [ દુર્વત્તિ] કરે છે. ટીકા ખરેખર પુદ્ગલકર્મનો, પુગલદ્રવ્ય જ એક કર્તા છે; તેના વિશેષો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં (અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં), મિથ્યાદેષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્યા છે. હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે “પુગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાદેષ્ટિ થઈને પુલકર્મને કરે છે”. (તેનું સમાધાનઃ-) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે *પ્રત્યયો- કર્મબંધના કારણો અથવા આસવો Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ ફલિત થયું કે-જેથી પુગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષ પ્રત્યયો કે જેઓ “ગુણ' શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુગલકર્મોનો અકર્તા છે, ગુણો' જ તેમના કર્તા છે; અને તે “ગુણો'તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. ભાવાર્થ-શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (-કરનારું ) છે; જીવ કર્તા નથી. જીવને પુગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે. ગાથા ૧૦૯ થી ૧૧૨ ઉપર પ્રવચન सामण्णपच्चया खलु चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा।।१०९।। तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो। मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ।।११० ।। एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जम्हा। ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा।।१११ ।। गुणसण्णिदा दु एदे कम्मं कुव्वंति पच्चया जम्हा। तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ।।११२।। સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા, -મિથ્યાત્વને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯. વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦. પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧. જેથી ખરે “ગુણ” નામના આ પ્રત્યયો કર્મો કરે, તેથી અકર્તા જીવ છે, “ગુણો કરે છે કર્મને. ૧૧૨. ટીકાઃ- “ખરેખર પુગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. આહાહા ! એ બીજી જાત એ બધી અચેતન પરિણામ છે ૧૩ ગુણસ્થાનના, એ બધા અચેતન પુદ્ગલ છે એમ આંહીં ઠરાવવું છે, ભગવાન આત્મામાં એ ક્યાં છે? એ તો ૬૮ ગાથામાં આવી ગયું છે, ગુણસ્થાન Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૫૧ તેર, ગુણસ્થાન આત્મામાં નથી. પુદ્ગલકર્મનો પુગલદ્રવ્ય જ એક કર્તા છે એક વાત. તેના વિશેષો ચાર છે. એકકોર પુદ્ગલ એક, એના વિશેષ ચાર એનાં, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્યા છે, પહેલાં એક કર્તા છે કહ્યું, પછી એના ભેદ ચાર કીધા, તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં ચારના ભેદ કર્તા એકના ચાર અને ચારના તેર. આહા! અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં મિથ્યાષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્યા છે. આહાહાહા ! અહીં તો એને ત્યાં સુધી સમજાવવું છે કે ભાઈ દ્રવ્ય છે ને જે શુદ્ધ ચૈતન્યદ્રવ્ય એનું લક્ષ કર, તો મિથ્યાત્વ છે ને, એ બધા નાશ થઈ જશે, એ બધા કર્તા છે એ કર્તાપણું તારામાં નહિ રહે. આહાહાહા ! ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય છે, એમાં મિથ્યાત્વથી માંડીને આ તેર ગુણસ્થાન એ આ સ્વરૂપમાં નથી, એ તો પુદ્ગલકર્મના કારણે થતાં ચાર ને તેર ભેદ પડ્યા છે એ પુદ્ગલકર્મ, કરે તો કરો તારે શું છે. આહાહાહા ! એમ કરીને જીવ શુદ્ધ દ્રવ્ય છે, એ સિદ્ધ કરવું છે. શુદ્ધ જીવ દ્રવ્ય છે એ આના કર્તા નથી. આહાહાહા ! તેર છે તે પણ આવ્યું ને તેર હવે જેઓ પુદગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી તેર તો નામ આપ્યા, પહેલું પુગલકર્મ બંધનું કારણ કીધું એના ચાર ભેદ કીધા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એના તેર ભાવ સયોગીકેવળી સુધી, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી, તેર પ્રકાર તો પુલકર્મનો પાક છે, એમાં ભગવાન આત્માના આનંદનો પાક ત્યાં નથી. આહાહાહા ! અત્યારે એને, એની અશુદ્ધ પર્યાયો છે, એ બધી પુદ્ગલમાં નાખી દીધી છે. છે? કહે છે કે જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. એ તેરેય ગુણસ્થાન અચેતન છે, એ તો ૬૮ ગાથામાં આવી ગયું છે. જડ છે, એ કરે તો કરો, ચૈતન્ય ભગવાન આત્મા આનંદનો નાથ સ્વરૂપ પ્રભુ. આહાહા ! અહીં તો મિથ્યાત્વથી લીધું છે સમકિત થાય ને બંધ ન પડે ને આ થાય, પણ આહીં તો મિથ્યાત્વ(ની વાત છે) વસ્તુનું સ્વરૂપ, વસ્તુ એવી બનેલી છે. વસ્તુ એવી છે શુદ્ધ ચૈતન્યઘન કે જેને મિથ્યાત્વઆદિ પણ એમાં નથી. એ બધું પુગલકર્મના વિપાકનું ફળ મિથ્યાત્વાદિ એમ કહે છે. આહાહાહા ! શું કહ્યું? સમ્યગ્દર્શન પછી તો એમ કહે કે ભાઈ અચેતન છે અને અચેતન તે કર્તા, પણ આહીં તો એ મિથ્યાત્વથી માંડીને કહ્યું, મિથ્યાત્વ છે એ પુદ્ગલકર્મના વિપાકનું ફળ છે, તારા આત્મામાંથી વિપાક થાય ને મિથ્યાત્વ થાય એવી વસ્તુ નથી. આહાહા ! સમજાણું કાંઈ? ( શ્રોતા - આત્મા મિથ્યાત્વ કેવી રીતે કરે?) શુદ્ધ તો એની દૃષ્ટિ કરાવવી છે એને, વસ્તુ શુદ્ધ છે, મિથ્યાત્વ એ પણ પુદ્ગલકર્મના વિપાકનું ફળ છે, એ ચૈતન્યનું ફળ નથી. આહાહા! “શુદ્ધ જાણે તે શુદ્ધને અનુભવે, અશુદ્ધ જાણે તે અશુદ્ધને પામે આવે છે કે નહિ? આહાહા ! ઝીણું બહુ. વસ્તુ છે એ દ્રવ્ય જે વસ્તુ છે, એ તો “સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિકભાવ પરમ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય છે.” આહાહા ! એ દ્રવ્ય કર્મને કેમ કરે ? એની પર્યાયના ભેદ પડે છે, પર્યાયના ભેદ, એ પણ પુગલકર્મનો પાક છે, એમ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ કહે છે. આહાહાહાહા ! મિથ્યાત્વ છે એ પણ દર્શનમોહનો પાક છે. અવ્રત છે એ ચારિત્ર મોહનો પાક છે, એ બધા કર્મના પાકના તેર ભેદ છે. આહાહા ! ઝીણી વાત છે જરી અંદર, આહીં તો એથી આગળ લઈ જશે. જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી, કોણ ? મિથ્યાત્વથી માંડીને સયોગી તે૨ ગુણસ્થાન, એ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. સયોગી ગુણસ્થાન અચેતન છે. ગુણસ્થાન છે ને ? આહાહાહા ! ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણ સ્વરૂપ પ૨મ પારિણામિક છે સ્વભાવ, આહાહા... તેમાં આ ક્યાં છે ? પુદ્ગલકર્મના વિપાક, પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. એવા આ તે કર્તાઓ જ, એ તે૨ મિથ્યાત્વ, સાસાદાન, મિશ્ર, અવિરતિ, વિતાવિરતી, વિરતી સક્ષમ, આઠ, નવ, દશ, અગિયાર, બા૨, તે૨ એ જીવ કર્તાઓ કેવળ અચેતન એવા આ તેર કર્તાઓ, અચેતન એવા તે૨ કર્તાઓ, પુદ્ગલકર્મના પાક એવા જે અચેતન તે૨ ગુણસ્થાન, કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને કરે તો ભલે કરે. આહાહા ! ( કહે છે ) એટલે ? કેવળ વ્યાપ્યવ્યાપકભાવે, એ વ્યાપક થઈને નવું કોઈ કર્મ બંધાય વ્યાપ્ય, તો એ એમાં જાય કે મય છે એનામાં જાય છે, વ્યાપ્યવ્યાપક ખરેખર તો ૫૨માં દરેક દ્રવ્યનું વ્યાપક દ્રવ્ય છે અને પર્યાય વ્યાપ્ય છે, એ આહીં નથી લેવું, આહીં તો એ કહે છે કે તેર ગુણસ્થાન જે છે, એ વ્યાપક છે અને નવા કર્મ બાંધે છે એ વ્યાપ્ય છે. એ કર્મ વ્યાપક છે ને વ્યાપ્ય નવું કર્મ તે વ્યાપ્ય છે. ૫૨દ્રવ્ય છે, જે આ તે૨ ગુણસ્થાન છે એ તો કર્મના પાકનું ફળ. જે હવે એ કહે છે કે નવા કર્મ બાંધવામાં ભલે એ બાંધે વ્યાપ્યવ્યાપક થઈને એ વિકારી ભાવ છે એ પ્રસરીને ભલે નવા કર્મ વ્યાપ્યને બાંધે, એમ અહીં સંબંધ લેવો છે. આહા ! નહીંતર વ્યાપ્યવ્યાપકભાવ તો એક દ્રવ્યમાં કર્તા તે વ્યાપક, કર્મ, કાર્ય તે વ્યાપ્ય, એમ હોય, પણ આંહીં તો એકદમ તદ્દન શુદ્ધ વસ્તુ લેવી છે એકદમ, ચૈતન્યદ્રવ્ય લેવું છે. દ્રવ્ય છે, એ તે ગુણસ્થાન અચેતન છે, એ ચેતન નહીં, એ તેર ગુણસ્થાન અચેતન છે ચેતન નહિ. આહાહા ! ચૈતનસ્વભાવ જે આત્માનો એ જ પોતે તેર ગુણસ્થાનને કેમ કરે, એ તો અચેતન છે, એ તો કરે નહિ પણ નવા કર્મ બાંધે ને એ ક્યાં પોતે અચેતન ગુણસ્થાન જ જ્યાં ચેતનના નથી તો નવા બાંધવા એ તો ત્યાં રહ્યું નહિ. એ થોડીવાર ભલે, થોડીવાર કેમ કહ્યું છે ? કે જેને આ સાંભળવાની ઇચ્છા હતી અને શુદ્ઘ દ્રવ્યના ઉપ૨ આશ્રય કરવાનો ભાવ હોય, તેને તો એ મિથ્યાત્વ આદિ ભાવ હોય તોય અલ્પકાળમાં ટળી જશે, હા બધું ય ટળી જશે. આહાહા ! જીવ, કરે તો ભલે કરે, ( પુદ્ગલ કરે તો ભલે કરે ) એ તેર ગુણસ્થાન પુદ્ગલ છે એ નવા કર્મને કરે તો કરો, એ ત્યાં કહે છે. આહા ! આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો ક૨ે તો ભલે કરો; તેમાં જીવને શું આવ્યું ? દ્રવ્ય જે છે એ તો શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે એ નવું કર્મ બંધાણું તો કહે છે એ ગુણસ્થાનને કા૨ણે એને નવું બંધાણું, એ વ્યાપ્યવ્યાપક એમાં ગયું. આત્મા ક્યાંય એમાં આવતો નથી. આહાહા! આત્મા તો તેર અચેતન ગુણસ્થાનમાં આવતો નથી તો પછી નવા બંધનમાં, એ ક્યાં છે ? આહાહા ! ઝીણું છે, જરી અટપટું છે. આમાં નાખ્યું છે ને જયસેન આચાર્યે, હળદર અને ફટકડી લાલ રંગ બેથી થાય, એકથી Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૫૩ ન થાય એવું નાખ્યું છે. દિકરો એમ કે એકથી ન થાય, બે જણા હોય તો થાય આદમી અને બાઈ, એમ બે નો દિકરો, એકનો દિકરો નથી એમ કહીને અહીંયાં એ પુદ્ગલકર્મનું કાર્ય છે એમ એને બતાવવું છે. ચૈતન્યની પર્યાય છે એની યોગ્યતા પણ પુદ્ગલ ભેગું છે ત્યારે એ કાર્ય થયું છે, એમ કહે છે. એ આ ટીકામાં છે આમાં. આહાહા ! તેર કર્તાઓ જ કેવળ પાછું, છે? મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરતિ, સમ્યગ્દષ્ટિ, વિરતા વિરતિ, શ્રાવક વિરતિ મુનિ, અપ્રમત સાતમુ આદિ તેર, એ અચેતન છે, તેરે ય ગુણસ્થાન, એ ૬૮માં ય આવી ગયું છે. જવથી જવ થાય એમ આવી ગયું છે. આગળ, પુગલથી પુદ્ગલ થાય એમ. જેઓ પુગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી, અત્યંત અચેતન છે.-એવા તેર કર્તાઓ જ કેવળ આમાં લે, માળાઓ નાખે છે, જુઓ કર્મને લઈને થયું આ ગુણસ્થાન, અહીં બીજી વાત સિદ્ધ કરવી છે એ બધું પુદ્ગલ આ છે આ અપેક્ષાએ, ઓલી અપેક્ષાએ લેવા જાય તો પર્યાય તો એની છે ને પોતે કરેલી છે ક્રમબદ્ધમાં પણ એના સ્વરૂપમાં નથી. જેને સ્વરૂપનું લક્ષ કરવું છે એને ભલે મિથ્યાત્વ આદિ હો, છતાં આ સ્વરૂપના લક્ષે એ બધા તેર કર્તાઓ છે, તેનો પોતે જ્ઞાતા થઈ જાય છે. પછી મિથ્યાત્વેય ટળી જાય છે, અને ઓલું ય ટળી જાય છે. આહાહા ! ઝીણી વાત એમાં જીવને શું આવ્યું?” પુદગલકર્મને કરે પુદ્ગલ તો કરો, તેર વ્યાપ્યવ્યાપકથી, કર્તાકર્મથી ઠીક. આહાહા ! એ તેર ગુણસ્થાન કર્તા અને નવું બંધાય તે તેનું કર્મ. આહાહા ! એ કહે થોડીવાર હાલે. વસ્તુ જે આમ છે પૂર્ણ એના ઉપર જો એનું લક્ષ ગયું તો એને આ તેર ગુણસ્થાન કર્તાપણું થોડા વખત કરે તો, (કરે એમાં) જીવને શું આવ્યું? જીવ તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે, એનું આગળ વધતા લક્ષ ત્યાં હશે તો આ મિથ્યાત્વઆદિ પણ ટળી જશે, એ તેર ગુણસ્થાન ટળી જશે ને એ તેર ગુણસ્થાન એમાં રહેશે નહિ. આહા! મિથ્યાત્વેય નહિ રહે ને શુદ્ધ દ્રવ્ય શું કરે? જ્યારે દ્રવ્ય બેસે એને, એમ કહેવું છે. ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય વસ્તુ છે એ તો સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય એવું દ્રવ્ય છે એનું જેને લક્ષ થાય, એને ભલે કહે છે કે આ તેર છે એ કરે થોડો કાળ, પણ એમાં જીવને શું આવ્યું? આહાહા ! સમજાણું કાંઈ? સમ્યગ્દષ્ટિ તો કર્તા નથી જ, ગુણસ્થાનનો કર્તા નથી, જેમ આ છે અને એના ગુણસ્થાન છે એને અચેતન કહીને કર્મના-પાક ગણીને, જીવદ્રવ્ય સ્વભાવ છે એનો એ પાક ક્યાં છે? ભગવાન તો આનંદમૂર્તિ પ્રભુ છે, અતીન્દ્રિય આનંદનો સાગર છે. આહાહા! સુખદરિયો નહોતું આવ્યું સ્તુતિમાં? ગુણભરેલો સુખદરિયો. આહાહા ! અતીન્દ્રિય આનંદનો દરિયો છે સ્તુતિમાં આવ્યું'તું ગુણભરિયો, સુખદરિયો. આહા ! પૈસા બૈસામાં સુખ નથી એમ કહે છે. બાઈડી ને છોકરાં ને મકાન ને આબરું ને એમાં સુખ નથી એમ કહે છે. સુખ છે તારામાં. એટલું સુખ ભર્યું છે કે જો તારું ત્યાં લક્ષ જાય તો મિથ્યાત્વ આદિ તેર ગુણસ્થાન થોડીવાર કર્મ કરે તો કરો, તારા જીવને પછી કાંઈ છે નહિ. આહાહા ! જરી ઝીણી વાત છે હોં. આહાહાહા! આત્મા દ્રવ્ય છે, આવો જે અસ્તિ પરમાનંદની મૂર્તિ પ્રભુ, દરેકનો આત્મા હોં, એ છે એ મિથ્યાત્વને કેમ કરે? મિથ્યાત્વ એ પુદ્ગલકર્મનો પાક છે. આહાહા ! ભાષા એમ લીધી છે આમ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ કીધુંને? કૃણુત એમ કીધું'તું ને ઓલામાં અર્થ શું કર્યો'તો, છે? હે જ્ઞાનના ઇચ્છક પુરુષો કૃણુત, સુણો અમૃતચંદ્રાચાર્ય કહે છે સાંભળ ભાઈ, વાત તો એને ય ઓલો જ્ઞાનનો ઇચ્છુક છે એ, એને કહે છે કે સાંભળ. આહાહા ! તું એવી ચીજ છો અંદર જીવદ્રવ્ય કે જેમાં આ તેર ગુણસ્થાન નથી અને તેથી તે ગુણસ્થાનને તું પ્રભુ ચૈતન્ય છો, તો ગુણસ્થાનને અચેતન કહીએ છીએ. આહાહા ! એ અચેતન નવા કર્મને થોડો સમય કરે તો કરો, જીવને શું આવ્યું? આહા! આ ગાથાઓ જુદી જાતની છે. અશુદ્ધ નિશ્ચયથી જે પર્યાય થાય છે અને વ્યવહાર ગણીને પુદ્ગલના કર્મનો પાક ગણ્યો. અહીંયા એકલો દ્રવ્યસ્વભાવ જે છે ચૈતન્યમૂર્તિ જ્ઞાનનો કંદ છે, અતીન્દ્રિય આનંદનો રસકંદ વસ્તુ છે. આહાહા ! એ વસ્તુમાં વળી આ મિથ્યાત્વ ને ગુણસ્થાન ને કુણસ્થાન એમાં ક્યાં છે. આહાહા ! માટે તે બધાં પુદગલકર્મના વિપાક છે, પુગલકર્મનું ફળ છે, ચૈતન્યનું નહિ. આહાહા ! એને લક્ષ ફેરવાવે છે. સાંભળ કરીને લક્ષ ફેરવાવે છે. આ અંદર ભગવાન, ભલે કહે છે મિથ્યાત્વાદિ ગુણસ્થાન હોં, પણ આમ અંદરમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદ છે, જો તેનું ત્યાં લક્ષ કરવા જઈશ તો ત્યાં એ ૧૩ ગુણસ્થાન થોડીવાર બંધનનો કર્તા થાય તો થાવ, તારા જીવ દ્રવ્યને કાંઈ નથી. આહાહાહા ! ઓહોહો! એક બાજુ કહે કેનિશ્ચયથી રાગનો કર્તા નિશ્ચયથી જીવ છે. ૧૮૯ ગાથામાં છે પ્રવચનસાર, નિશ્ચયથી છે, નિશ્ચયનયથી છે રાગ ને પુણ્યપાપના પરિણામનો નિશ્ચયનયથી કર્તા છે ૧૮૯ ગાથા. ત્યાં એની પર્યાયમાં છે એમ બતાવવું છે, પણ અહીં તો વસ્તુ જ્યાં અંદર પૂર્ણાનંદ જ્યાં પર્યાયેય એમાં નથી અંદર, ક્ષાયિકભાવ, ઉપશમભાવ પણ જેમાં નથી. તેવો સહજ પરમ પારિણામિક સ્વભાવરૂપ પિંડ પ્રભુ. આહાહા ! સહજ પરમસ્વભાવભાવનો પિંડ આત્મા, એ શું કરે? કહે છે, એ ગુણસ્થાનને શું કરે, અને એ નવા કર્મને ય શું કરે? આહાહા! અટપટુ છે થોડું, હેં? (શ્રોતાઃ- આપ ચોખ્ખું કરી દો ) આટલું તો કરીએ છીએ, અંદર શ્ણુત એમાંથી શબ્દ છે, એ ય, જ્ઞાનના ઈચ્છક સાંભળ એમ કીધું છે ને? વંદિતું એમાં સાંભળ એમ નથી આવ્યું ત્યાં, વાચ્છામિ આવ્યું છે, કહીશ. આંહીં તો અમૃતચંદ્રાચાર્ય પોતે કહે છે કે જો તને આમાં શંકા પડે કે આ પુદ્ગલકર્મનો કર્તા કોણ? આત્મા કર્તા નહિ, તો પુદ્ગલકર્મ તો થાય છે, કહે સાંભળ સાંભળ તારે સમજવું હોય તો સમજ એ પુદ્ગલકર્મ છે ૧૩ ગુણસ્થાન, એ પુદ્ગલકર્મના વિપાક છે, એથી તે અચેતન છે, એ અચેતન થોડા અચેતનને કરે, નવું બંધન ને વ્યાપ્યવ્યાપક થઈને, જીવ દ્રવ્યને શું છે? આહાહાહાહા ! જીવદ્રવ્ય વ્યાપક થઈને ગુણસ્થાન કરે એ તો છે નહિ. તો પછી નવા કર્મ બાંધે એ તો એનાં દ્રવ્યસ્વભાવમાં નથી. આહાહાહા ! કથની જુદી જાતની છે, કેવળ વ્યાપ્યવ્યાપકભાવે જોયું? તેર કર્તાઓ કેવળ વ્યાપ્યવ્યાપક ભાવે આત્માને શું સંબંધ છે, કહે છે. આહાહા ! કાંઈ પણ પુગલકર્મને જો કરે તો ભલે કરે, આહાહા ! તેમાં જીવને શું આવ્યું? ભગવાન તો જે ચિદાનંદઘન છે એમાં કાંઈ ઓછપ કે ઉણપ છે નહિ. આહાહા ! એમાંથી પાછું કોઈ એમ કાઢે કે જોયું વિકાર થાય છે એ કર્મને લઈને થાય છે, આંહીં તો સ્વભાવની સ્થિતિ સિદ્ધ કરવી છે, કે ભગવાન તારો સ્વભાવ ચેતન સ્વભાવ છે. અને આ ૧૩ ગુણસ્થાનો અચેતન સ્વભાવ છે, એમ ભિન્ન કરવું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહા ! Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૫૫ અશુદ્ધ નિશ્ચયથી, ત્યાં શુદ્ધ નિશ્ચયથી કીધું છે ૧૮૯ ગાથામાં, શુદ્ધ નિશ્ચયથી આ રાગનો કર્તા જીવ છે, એટલે કે રાગની પર્યાયમાં એનું પોતાનું ઉંધું બળ છે, પણ આંહીંયા બીજી અપેક્ષા છે, અહીંયા તો દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત, દ્રવ્યસ્વભાવ એવો દ્રવ્યસ્વભાવ છે, કે જેને ગુણસ્થાન અડતા નથી. આહાહાહા ! એ ગુણસ્થાન પુદ્ગલકર્મના પાક હોવાથી અચેતન છે, પ્રભુ ચેતન છે. એ અચેતન નવા કર્મના અચેતનને વ્યાવ્યવ્યાપકભાવથી કરે તો કરો ચેતનને શું છે ? આહાહાહા ! ચેતનજી ! એ કહ્યું'તું તે દિ' કહ્યું'તું પહેલાં કહ્યું'તું પણ આશય આવો છે આંહીં, ઓલો કહે છે કે પુદ્ગલકર્મને કરે નહિ, ત્યારે કરે છે કોણ ? એમ પૂછ્યું ને ? છે તો ખરું પુદ્ગલકર્મ બંધાય છે, પુદ્ગલકર્મ છે, અને તમે કહો છો ને કે એ કર્મને આત્મા કરે નહિ, ત્યારે છે કોણ કર્તા એનો ? જો તારે સમજવું હોય તો સાંભળ આ રીતે જ્ઞાનના ઇચ્છક. આહાહાહા ! ભૃણું, એક શૃણુ ઓલામાં આવે છે, ગાથા શ્લોક આવે છે ને ધવલમાં, ત્યાં હા હા સાંભળ આવે ને એટલે એ તો નામ આવે છે, અષ્ટપાહુડ સકર્ણા, કાનવાળા સાંભળ. અહીં તો આ કહેવું છે ને અપેક્ષાએ, આ મહાપ્રભુ અંદર છે તને ભલે નો બેસે પણ એ મહાપ્રભુ છે અંદર, ચૈતન્ય આનંદનો કંદ છે એ. આહાહા ! એમાં ૧૩ ગુણસ્થાન એમાં નથી, અને થોડાક ૧૩ ગુણસ્થાન છે એ પ્રત્યય આસવો છે, એ પુદ્ગલકર્મના પાક છે આસ્રવ છે થોડા, એ થોડા નવા આસવને કરે તો કરો, દ્રવ્યને શું છે ? આહાહાહા ! દેવીલાલજી ! અટપટું છે. એમાંથી પાછું ઉપાદાનમાં થાય, એ નિમિત્તથી થાય એ કાઢીને આ કાઢે, તો આંહી કામ નથી. આંહી તો શુદ્ધ ઉપાદાન પ્રભુ છે, અશુદ્ધ ઉપાદાન તે નિમિત્તને આધીન થાય છે એથી અશુદ્ધ ઉપાદાનને આંહી ત્યાં અચેતન કરી નાખ્યો છે. પુદ્ગલ કરીને, અચેતન કીધું ને ? પુદ્ગલકર્મને કીધું એને ભેગા ચાર ભેદ કીધા, એના ભેદ આ તેર કીધા, એ બધા અચેતન છે, ચૈતન્ય વસ્તુ જે અંદર આ ચેતન ચેતના, જેમાં એકલો શાશ્વત ચૈતન્યસ્વભાવ પડયો છે, શાશ્વત ચૈતન્યસ્વભાવ એ પોતે કેમ કરે કર્મને ? આહાહા ! એમ કરીને જેને સમજ્યો નથી ને પૂછે છે, આશંકા એને કહે છે, ભાઈ ધ્યાન તો રાખ હું કહું એ કઈ અપેક્ષાથી છે. આહાહાહા ! પ્રભુ તારું દ્રવ્ય જે છે વસ્તુ તને એનો વિશ્વાસ નથી. અવ્યક્તપણે પણ વિશ્વાસ નથી, એને આંહીં વિશ્વાસ કરાવે છે, આહાહા ! એવા તેર ગુણસ્થાનો હોવા છતાં અચેતન હોવા છતાં, ચેતન તો ચેતન છે, ચેતનમાં અચેતન આવ્યા નથી. અને ચેતન અચેતનમાં આવતો નથી. આહાહાહા ! આકરું કામ છે. શું આવ્યું ? કાંઈ જ નહિ. આ તર્ક છે હવે સામાવાળાનો કે પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો જીવ, પોતે જ વેઠે છે ને ? એ શંકાકાર શિષ્ય કહે છે, પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો ભોગવતો જીવ પોતે મિથ્યાષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે. વેદતો, તમે કર્તા ન કહો પણ વેઠે છે કોણ? જડ વેદે ? આહાહાહા ! જીવ પોતે જ મિથ્યાર્દષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે, વેદતો થકો હોં, છે? પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો જે તેર અચેતન કીધાને, એને વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યાર્દષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે. “તેનું સમાધાન આ તર્ક ખરેખર અવિવેક છે.” જડને આત્મા ભોગવતો નથી, જડને આત્મા કરતો નથી. એ તો અચેતન આવી ગયું ને એ તો જડને ભોગવતો નથી, આંહીં વિકાર તે આંહીં જડ છે ને. તે૨ ગુણસ્થાન જડ કીધા, પછી ? તેરમું ગુણસ્થાન તારું નથી. એમ ગાતા'તા અમારે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ધીરૂભાઈ-ધીરૂભાઈ નહિ, અનુપમચંદભાઈ લાઠીવાળા. આહાહા! ચૈતન દ્રવ્ય જે છે, ચેતન દ્રવ્ય જે છે એ બધાય એના ગુણો ચૈતન્યસ્વરૂપ છે, અને તે પણ અખંડ, અભેદ, પૂર્ણ છે, એવું જે જીવ દ્રવ્ય એ તેર ગુણસ્થાન કર્મને કરે ને થોડું બંધાય તો ભલે બાંધો, એને વસ્તુને શું છે? આહાહા ! આંહીંયા તો મગજમાં એમ આવ્યું'તું તેદિ કહ્યું'તું કે એવો જીવ લીધો છે, કે જે છે મિથ્યાત્વમાં પણ પુગલ-પુગલને કરે ને જીવ ન કરે એ કેમ છે. આ શું કહો છો તમે, મને સમજાતું નથી, શંકા નહિ પણ આશંકા, કહે સાંભળ ભાઈ, એ અચેતન મિથ્યાત્વાદિ ભાવ છે, એ પુદ્ગલને કરે તો કરો, ત્યારે શિષ્ય કહે છે પણ પ્રભુ તમે કર્તા એને નો કીધું પણ વેદે કોણ? જડ વેદે? અચેતનને વેદે છે કોણ? પુદગલકર્મના ફળને વેદે છે કોણ? આત્મા વેદે છે, માટે કર્તા એને કહેવાનું? કે સાંભળ સાંભળ એ તારો અવિવેક છે. એ પુલકર્મને આત્મા વેદે નહિ. આહાહા! સમજાણું કાંઈ? આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી” પુદ્ગલકર્મ ભાવક એનો જે ભાવ્ય આ તેર ગુણસ્થાન આદિની પર્યાય એનો અભાવ હોવાથી ભાવ્યભાવક ભાવનો અભાવ હોવાથી, ભાવક જે કર્મ એનું જે ભાવ્ય એ તેર ગુણસ્થાન એ પુદ્ગલનું ને પરિણામ એવો જે ભાવ એનો અભાવ હોવાથી, આત્મામાં તેનો અભાવ છે. આહાહા! કર્મના પાકથી થયેલો અચેતન ગુણસ્થાનનો ભેદ એ ખરેખર એ ભાવ્ય છે, એ કર્મ ભાવક છે તેનું એ ભાવ્ય છે, એ કર્મ ભોગવે તો ભોગવો. આત્માને શું છે? આહાહા! અટપટું છે. કેમકે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી, પ્રભુ, ચૈતન્ય દ્રવ્ય છે તેમાં જે આ પુદ્ગલ રાગાદિનો ભાવ, કર્મનો ભાવ છે વિપાક, તેને આત્મા કેમ વેદે ? આહાહા ! કેમ કે એ ભાવકના ભાવ્યનો ભાવ છે. ભગવાન જ્ઞાયક ને એનો એ ભાવ છે એમ નથી. આહાહા ! આવું ઝીણું છે આવું. આહાહા ! ભગવાન અંદર આનંદનો નાથ, અતીન્દ્રિય આનંદ ઠસોઠસ ભરેલો શાશ્વત, શાશ્વત વજ, શાશ્વત હીરલો છે પ્રભુ! એ અચેતનમાં કેમ આવે? એ અચેતન જે છે એ તો પુદ્ગલના કાર્ય છે, અને એનાથી નવું બંધાય થોડું તો ભલે બાંધો. ત્યારે શિષ્ય કહે પણ તમે કર્મનું કર્તા તો ભલે ઉડાડયું, પણ વેદે છે કોણ? જડ વેદે દુઃખને? સાંભળ સાંભળ કહે છે. એ રાગને વેદે એ ભાવ્યભાવક છે એ પરનો છે તેને વેદે ? આત્મા ન વેદે, એ તો જ્ઞાયકમૂર્તિ પૂર્ણાનંદ છે ઈ એને વેદે? આહાહા ! તો દ્રવ્યને નિરાળો સિદ્ધ કરવો છે. દેવીલાલજી! આવું છે. ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી, એ કર્મ છે એ ભાવક છે અને એનું ભાવ્ય એ એનું છે કર્મનું, એનો તો ભગવાન આત્મામાં અભાવ છે, ભાવક ભાવ્યનો ભાવ, કર્મ ભાવક છે એનું ભાવ્ય જે દુઃખનું આવવું દુઃખાદિ કે સુખ કલ્પના એ બધું ભાવકનું ભાવ્ય છે. એ એના ભાવનો જીવમાં તો અભાવ છે. આહાહા ! કઈ અપેક્ષા છે, એ અપેક્ષા સમજવી જોઈએ ને? પાછું બધે ઠેકાણે મૂકી હૈ કે જુઓ ઉપાદાનથી ય થાય ને નિમિત્તથી ય થાય છે. જુઓ આંહી ચૌદ ગુણસ્થાન, તેર તો નિમિત્ત છે એનું પોતાનું ઉપાદાન અંદર નથી, શુદ્ધ ઉપાદાન કઈ અપેક્ષા છે. બાપુ આંહીંયા તો ભગવાન દ્રવ્ય એકદમ સકળ નિરાવરણ અખંડ પ્રતિભાસમય પરમાત્મા પોતે, એ પરમાત્મા પોતે Page #272 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૫૭ ગુણસ્થાનમાં ક્યાં આવે છે? તેથી તે ગુણસ્થાન આ ચેતન છે, તો તેને અચેતન કહ્યા છે. એ અચેતન નવા કર્મને થોડાં બાંધે તો બાંધો, એમાં શું વાંધો. આહાહાહા ! આમાં તો એ આવ્યું કે જેનું લક્ષ જો ચૈતન્ય દ્રવ્ય ઉપર જાય છે ભલે હજી મિથ્યાત્વ છે ભાઈ એ તે દિ' કહ્યું'તું પહેલાંય કહ્યું'તું. ચૈતન્ય હીરો, જ્ઞાનનો રસકંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ, આનંદનો ઢગલો છે. એ તો, આનંદનો ઢગલો આત્મા, જ્ઞાનનો ઢગલો આત્મા, શાંતિનો ઢગલો, એ ધ્રુવ ચીજ છે. આહાહાહા! એ ચૈતન છે એ ગુણસ્થાન અચેતન કર્મના પાકના ફળને, એ કેમ કરે? આહાહાહા ! એ અચેતન ગુણસ્થાન જે છે એ નવા કર્મને વ્યાપ્યવ્યાપક થઈને કરે તો કરો. આહા ! એકકોર પુગલ નાખી દીધું ને એકકોર ચૈતન્ય રાખ્યું છે સામે. આહાહા ! સમજાય છે કાંઈ ? (શ્રોતા- એટલે એમ થયું ને આત્મા દુઃખને વેદે નહીં, જાણે છે.) ઈ ઈ એની ખોટી વાત, આંહીં બીજી વાત, એ બીજી વાત છે. આંહીં તો કર્તા નથી કહેવો તો વળી વેદતો ક્યાંથી આવે? જ્ઞાની આ તો મિથ્યાત્વદૃષ્ટિથી માંડીને તેરવાળાને કર્તા નથી ને ભોક્તા નથી એમ કહે છે. અને એ તો કહેવું સમકિતી છે અને હવે સુખનું વેદના હોય, દુઃખનું વેદન ન હોય, તો તો રાગ છે એ દુઃખનું વેદન છે. એક સમયમાં બેય છે, એ અપેક્ષા બીજી છે અને આ અપેક્ષા બીજી છે. એ તો પાછું સમ્યગ્દષ્ટિને જ્યાં હોય ત્યાં એમ કહેવાય છે કે એને સુખનું જ વેદન છે મુખ્યની વાત લીધી હોય, ગૌણ જે દુઃખનું વેદન છે એ સમ્યગ્દષ્ટિના વિષયમાં ન લ્ય. કારણ જ્ઞાનનો વિષય જ્યારે ચાલતો હોય ત્યારે બધુંય લ્ય ભેગું, જ્ઞાનધારા ને કર્મધારા નથી આવ્યું? બે ય, કર્મધારા એ દુઃખરૂપ છે, જ્ઞાનધારા એ સુખરૂપ છે. આહાહા ! અહીંયા તો હજી મિથ્યાત્વને પણ જીવમાં નથી ને મિથ્યાત્વ મિથ્યાત્વને નવું થોડુંક કરે, એમાં આત્માને શું આવ્યું?એ. આહાહાહા ! એ પણ થોડી વાર કરે હોં, આ એને છુટી જવાનો. જેને આત્મ દ્રવ્ય જે છે, એ કર્મ કરતું નથી અને અચેતન કરે છે, એ ચેતનથી જુદું છે, અને એ અચેતન નવા કર્મને કરે તો કરો, અને વેદે છે એમ જો તું કહે કે વેદન તો, આ તો કહે કે એ તારો તર્ક અવિવેક છે. વિકારને વેદવું એ જીવનું સ્વરૂપ નથી. આહાહા ! તો વિકારી દ્રવ્ય થઈ ગયું? દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. આહાહાહા ! આવા પ્રકાર હોય, કઈ અપેક્ષાથી, કહ્યું છે ને? દ્રવ્ય સ્વભાવ ભગવાન મહાપ્રભુ બિરાજે છે. મહાત્મા છે એ, નાનો આત્મા નથી. મહાત્મા છે, મહાત્મા પ્રભુ છે અંદર. એમાં કોટા-કોટિ સૂર્યના કરતાં પણ પ્રકાશનો પાર નથી ચૈતન્યનો, બેહદ ચૈતન્ય ધાતુ આવી છે ને ભાઈ ? બેહદ ચૈતન્ય ધાતુ ત્યાં રોકાઈ ગઈ છે. રોકાઈ ગઈ છે એ વસ્તુ નથી રોકાણી, વસ્તુ તો વસ્તુ છે. આહાહા ! પર્યાય રોકાઈ ગઈ છે એની. એને અહીં રોકાવાની અવસ્થાને અચેતન કહીને, ચેતનથી જુદી પાડી છે. આહાહા ! ઝીણું છે અટપટું છે તેથી ધીમેથી કહેવાય છે. પણ આમાંથી પછી એમ જ કાઢી નાખે, એકાંત જ કરી નાખે કે મિથ્યાત્વ, મિથ્યાત્વ આત્માને કરે છે એ કર્મ કરાવે છે. એ આંહીં તો વસ્તુનું જે ત્રિકાળી સ્વરૂપ છે તેનું લક્ષ કરાવવા, એ મિથ્યાત્વઆદિ બધા ગુણસ્થાનો એમાં નથી અને તેથી તે અચેતન છે. ચેતનની સામે તે અચેતન છે, અને અચેતન અચેતનને થોડું કરે તો કરો દ્રવ્ય સ્વભાવમાં ક્યાં આવ્યું છે. આહાહાહા ! Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ કારણકે ભાવ્યભાવકભાવનો અભાવ, બધા ભાવ્યભાવક ભાવનો અભાવ, બધા ભાવ ભાવ, ભક્લા જે કર્મ જે છે પુગલ તેર ગુણસ્થાન, પુદ્ગલ છે. એ ભાવક છે અને એનું ભાવ્ય નવું કાંઈક કરવામાં આવે એ એનું ભાવ્ય કહેવાય. એવા ભાવકનું જે ભાવ્ય, એવો જે ભાવ, ભાવકનો ભાવ્ય એવો જે ભાવ, એનો સ્વરૂપમાં અભાવ છે. શું કહ્યું? ભગવાન ચૈતન્ય સ્વરૂપની આગળ જે ગુણસ્થાન છે, તે ભાવક છે અને એનું ભાવ્ય નવું બંધાય એ એનું ભાવ્ય છે, અથવા કર્મ ભાવક છે અને તેર ગુણસ્થાન એનું ભાવ્ય છે. આહાહાહા ! એવા ભાવકના ભાવ્યનો ભાવ એનો પ્રભુમાં અભાવ છે. આહાહાહા ! કહો પંડિતજી! આહાહાહા ! (શ્રોતાએને ને એને પ્રવચનસારમાં જીવનો કહ્યો છે.) એ કઈ અપેક્ષાએ કહ્યું એ જાણવું જોઈએ ને? એથી આ જયસેન આચાર્યે હળદરનું કહે, એમ કે પુત્ર છે એ બેયનો થઈને છે, એમ કે પર્યાય છે આની અને બીજું પુગલકર્મ એમ નાખ્યું છે, એમાં અહીં આ ઠેકાણે ટીકામાં, પણ એનું એકાંત લઈ લ્ય તો એમે ય નથી. ખરેખર તો પર્યાય છે તે કાળે વિકૃત અવસ્થા છે તે સમયે તે તે કાળે ઉત્પન્ન થાય, તે ઉત્પન્ન પણ કોને? કે જેનું લક્ષ દ્રવ્ય છે, ક્રમબદ્ધનું લક્ષ તેને દ્રવ્ય લક્ષ છે, ક્રમબદ્ધના લક્ષવાળો અકર્તા છે અને અકર્તા છે તે માટે જ્ઞાતાદેષ્ટા છે, અને જ્ઞાતાદેષ્ટા છે એ જ્ઞાનને જાણે છે, અંદર જ્ઞાયકને જાણે છે, એને એ રાગાદિનો ભાવ, એનો નથી, એ પરનો છે એમ કહીને કાઢી નાખ્યું છે. સમજાણું કાંઈ ? એને એ રાગ પછી કર્મ જ કરાવે છે, એ એની પર્યાયની, એના કોઈ ગુણમાં એવો કોઈ ગુણ નથી, દ્રવ્ય તો એવું છે, પણ દ્રવ્યના અનંતગુણોમાં એકેય ગુણ એવો નથી, કે રાગને કરે, એવો એકેય ગુણ નથી અનંતા અનંતા ગુણો. તે અનંતા અનંતા ગુણોનો કંદ રસકંદ પ્રભુ દ્રવ્ય છે. આહાહા ! એ કહે છે, એ ગુણસ્થાનને કેમ કરે? અને ગુણસ્થાન કર્મને કરે તો કરો. આહાહા ! અને વેદે તો એ વેદો, ત્યાં જાય છે આત્મા એને વેદે છે, રાગને, દુઃખને એ કર્મનું ફળ છે એને આત્મા વેદે નહિ એ તો કર્મ વેદે, પર વેદાય છે. આહાહાહા ! અહીં તો આનંદનું વેદન છે, એનું અહીં હજી તો એને સાંભળનારને લક્ષ દ્રવ્ય ઉપર કરાવી અને આ કોણ બાંધે છે કર્મ એ એને સમજાવવું છે. આહાહા ! પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો જીવ પોતે જ મિથ્યાષ્ટિના કર્મને કરે છે એમ શિષ્ય તર્ક કર્યો, તેનો જવાબ “આ તર્ક ખરેખર અવિવેક છે” કારણકે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુગલદ્રવ્યમય મિથ્યાત્વઆદિનો ભોક્તા પણ નથી. આહાહા ! જીવ દ્રવ્ય છે એ મિથ્યાત્વને, રાગને ભોગવે શી રીતે? વસ્તુ છે એ તો. (શ્રોતા:- શિષ્ય પર્યાયથી વાત કરી) એ તો વાત એ રીતે જ કરે ને, એને તો આમ વેચાય છે ને, એમ કહે, પણ ઓલી વસ્તુ છે એ ક્યાં વેદે છે? એ એમાં છે જ કયાં? ત્યાં જા ને. આહાહાહા ! રાગ વેદાય છે એ તો પુગલનું વેદન છે. અરેરે ! આવું છે, કેમ કે પ્રભુ આત્મામાં ક્યાં છે એ ? રાગનું કરવું નથી, તેમ રાગનું વેદવું વસ્તુમાં ક્યાં છે? આહાહાહા ! આવો ચૈતન્ય પ્રભુ મહાત્મા, મોટો મહાત્મા મહું– આત્મા પોતે અંદર છે. એ વિકારને કેમ કરે ને વિકારને કેમ ભોગવે. આહાહાહા ! (શ્રોતા:કઠણ છે) કઠણ છે તેથી તો હળવે હળવે કહેવાય છે જરી. મારગ એવો છે બાપુ, આહાહા ! આ તો પરમ સત્ય છે, ત્રિલોકનાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવની વાણી છે. આહાહાહા ! પ્રભુ તું દ્રવ્યસ્વભાવ Page #274 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૫૯ છે ને તારો, એમ કહે છે. તારો દ્રવ્ય સ્વભાવ છે એ તો ત્રિકાળ નિરાવરણ છે ને? એને આવરણ હોય તો તો એને ગુણસ્થાનના ભેદ પડે. સમજાણું કાંઈ ? આહાહા! એ તો પર્યાયને સંબંધ રાગનો છે (પણ) દ્રવ્યને સંબંધ રાગનો છે જ નહિ. આહાહા ! સમજાય એટલું સમજવું બાપુ, આ તો વીતરાગ પરમેશ્વર ગહન વિષય છે. આહા! કહે છે કે પ્રભુ ચૈતન્ય દ્રવ્ય જે છે આખું, એને હિસાબે તો આ તેર ગુણસ્થાન યુગલ છે, અચેતન છે કર્મના પાકના છે પ્રભુનો પાક નહિ ત્યાં, પ્રભુ તો આનંદનો નાથ છે તેના પાકમાં તો અતીન્દ્રિય આનંદ પાકે ત્યાં. એમાં રાગ પાકે એ નહિ. એ તો પુદ્ગલનો પાક છે. માટે તું વેદનારો આત્મા છે, તો કર્તા ઈ છે એમ જે તું કહેવા માગે છો તો એ તારો તર્ક ખોટો છે. આમ કર્તા નથી તેમ તેનો વેદક પણ નથી. સુજાનમલજી! આવી વાત છે. આહાહાહા ! નિશ્ચયથી પુગલદ્રવ્યમય મિથ્યાત્વાદિ, મિથ્યાત્વને તો પુદ્ગલ કીધા મિથ્યાત્વ પરિણામ, અવિરતિ પરિણામ, કષાય પરિણામ, સજોગમાં પણ જે જોગ પરિણામ, એ બધા પુગલ કીધાં, પુદ્ગલના પરિણામના પાક તો પુદ્ગલ કીધાં. આહાહાહા ! એ તો ઓલામાં આવે છે ને ૭પ (ગાથામાં )પુદ્ગલપરિણામ કહીને પછી પુગલ કહી દીધું છે. પુદ્ગલ દ્રવ્ય હા, ઈ ! આહા! તારો નાથ અંદર બિરાજે છે ચૈતન્ય હીરો, ચૈતન્ય સ્ફટિક રતન એ સ્ફટિક રતનમાં કાળા, પીળા, લીલા રંગની ઝાંય આવી ક્યાંથી? આહાહા ! જ્યારે સિદ્ધ કરવું હોય તો એ કાળી, પીળી, રાતી ઝાંય તો એની યોગ્યતા છે, એથી થઈ છે, એ તો પર્યાયને સિદ્ધ કરવી હોય ત્યારે, પણ જ્યાં દ્રવ્ય જ સિદ્ધ કરવું છે એકલું, અહીંયા, આહાહા! નહીંતર કાંઈ સ્ફટિકમણીમાં કાળા રંગના ફુલ હોય અને ઝાંય પડે છે એ કાંઈ એને લઈને નથી પડતી, એની પોતાની યોગ્યતા છે. પર્યાયની એની પોતાની યોગ્યતા છે, લાકડામાં અહીં રાખશો નહિ પડે, એમાં યોગ્યતા એની નથી, એ કહ્યું'તું ને, દાખલો દિવાસળીનો બીડી પીવાય તો આનીકોર બળને આની કોર ટાટું હોય, દિવાસળીનો છેડે ટાઢો હોય અને ઓલું ઉનું હોય, અને લોઢું હોય પાંચ હાથનું લાંબુ સળીયો, ચાર તસુ અગ્નિમાં મૂકો ઠેઠ સુધી જાશે, હું? લાકડાને નહિ લાગે. લાકડાને તો આ બે ત્રણ આગળનો હોય સળી પણ સળગે તો અહીં ઉનું થતું નથી એની પોતાની યોગ્યતા છે અને લોઢું ત્યાં પાંચ હાથનું હોય ને ચાર તસુ અગ્નિમાં મુકો આટલું આમ, તરત ઉનું ઠેઠ ઉનું (થશે ) ઝાલી નહિ શકાય, એની પોતાની યોગ્યતા છે, સમજાણું કાંઈ? એમ જ્યારે વિકારને સિદ્ધ કરવો હોય એની પર્યાયમાં ત્યારે એની પોતાની યોગ્યતા છે. આહાહા! પણ અહીં તો પર્યાય નહિ, આ તો દ્રવ્ય સિદ્ધ કરવું છે, એકલું દ્રવ્ય અંદર ચૈતન્ય હીરો “સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય એવું શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું, ખંડજ્ઞાન તે હું નહિ.” આહાહા ! એ સમ્યગ્દષ્ટિ આમ ભાવે છે, પણ આ તો સમ્યગ્દર્શન પહેલાં પણ એને આ સમજાવે છે. એ ય! આહાહા ! પ્રભુ તું મોટો મહાપ્રભુ છો તું એની વાત તો તું ભૂલી ગયો અને આ કરે ને આ કરે ને આ વેદે ને આ કરે ને એ શું છે, જે રાગને કરે નહિ, ગુણસ્થાનને કરે નહિ, એને વેદે નહિ, એ વાત અંદર પડી તો પડી રહી ચીજ આખી. આહાહા! સમજાણું કાંઈ ? શાંતિભાઈ ! આ હીરામાણેકમાં તમારે ક્યાંય આવ્યું ન હોય, તમારે ત્યાં, આને લાદીમાં ન આવ્યું હોય ક્યાંય, તમારે વકિલાતમાં ક્યાંથી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬O સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવે. આહાહા! પુદ્ગલદ્રવ્ય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી. તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય? જ્યારે તેનો ભોક્તા પણ નથી તો કર્તા કેમ હોય ? આહાહાહા ! માટે એમ ફલિત થયું એનું ફળ એ આવ્યું કે જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો પ્રત્યય કહો કે આસવ કહો, પુદ્ગલદ્રવ્યમય એક તો એક વાત ત્યાંથી ઉપાડી, પુગલદ્રવ્યમય પહેલાં કહ્યું 'તું ને ખરેખર પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે, તે આંહીં લીધું, પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ, પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ સામાન્યપ્રત્યયો એટલે આસવો એના ભેદરૂપ તેર વિશેષ આસવો કે જેઓ “ગુણ” શબ્દથી કહેવામાં આવે છે, ગુણ એટલે ગુણસ્થાન, ગુણ એટલે ગુણસ્થાન. આહાહા! આવું ક્યાં નવરાશ માણસને, આમાં બાઈયુને ને તો બચારાને છોકરા સાચવવા એક, બે વર્ષનો ને એક ચાર વરસનો છે. એક છ વરસનો, આઠ વરસનો, છ સાત છોકરા સાચવવાના એકલા, આમાં ક્યાં આવું નિર્ણય કરવા વખત મળે. જિંદગી ચાલી જાય છે. આહાહા ! પ્રભુ, તું એક ચૈતન્ય રતન એ અચેતનમાં કેમ આવે પ્રભુ? ચૈતન્ય હીરલો એ અચેતન રેતીમાં, ધૂળમાં કેમ આવે એ. એમ કહે છે અચેતન કીધું ને? ચૈતન્ય રતન હીરો પ્રભુ એ ગુણસ્થાન અચેતન છે, એ ધૂળમાં આ હીરો ક્યાંથી આવે? આહાહાહા ! અને જ્યારે વેદનને તું કહેતો હો તો એ પણ અમે કહીએ છીએ કે ભગવાન જે આનંદનો નાથ પ્રભુ છે એ અચેતનમાં, વેદનમાં ક્યાંથી આવે એ? આહાહા ! (શ્રોતા:- દ્રવ્ય લેવું છે.) પણ પ્રભુ મોટો મહાદ્રવ્ય, દ્રવ્ય એટલે બાપા શું કહીએ. આહાહા ! આંહીં તો એને ય તર ગુણસ્થાનની પર્યાયને પણ પુદ્ગલનું કર્મ ઠરાવ્યું છે તેં, આહાહાહા ! એ ચૈતન્ય વસ્તુ મહા પ્રભુ મહાત્મા છે, એ મોટો આત્મા મહાપ્રભુ છે. આવે છે ને મહા પદાર્થ. આહાહા! ભાઈ એ વસ્તુ મહાપદાર્થ પ્રભુ છે, ભલે તને એમ શંકા પડી કે ત્યારે કર્મ કોણ કરે? ભાઈ મહાપરમ પ્રભુ ચૈતન્ય છે, એમાં અચેતનપણું ક્યાંથી આવે? કે જેથી અચેતનને આત્મા કરે? એ મહાપ્રભુ ચેતન છે, એ અચેતન વેદનમાં ક્યાંથી આવે? એ ભગવાન પૂર્ણાનંદનો નાથ છે આ તો મિથ્યાષ્ટિને પણ મિથ્યાત્વથી માંડીને એનો કર્તા દ્રવ્ય નથી એમ કીધું છે. સમજાણું કાંઈ ? પણ કોને? કે જેને આ શું છે એ જાણવાની ઇચ્છા છે અને લક્ષ દ્રવ્ય ઉપર કરવું છે એને. આહાહાહા ! માટે એમ ફલિત થયું કે પુદગલ દ્રવ્યના ચાર સામાન્ય પ્રત્યયો, મિથ્યાત્વાદિ ચાર આસવ. તેર વિશેષ પ્રત્યયો જેમનું નામ ગુણસ્થાન છે તેઓ જ કેવળ કર્મોને કરે છે. આહાહાહા ! ભગવાન દ્રવ્ય સ્વભાવ ગુણસ્થાનને કરે નહિ. તો પુદ્ગલકર્મને કેમ કરે? નવા બાંધે કેમ એને બાંધવુ ક્યાં. આહાહા! કેવળ કર્મોને કરે છે. તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે “ગુણો” જ તેમના કર્તા છે. ગુણો એટલે ગુણસ્થાન તેર ગુણસ્થાન તેમના કર્તા છે, અને ગુણો તો પુદ્ગલદ્રવ્ય જ છે, એ તેર ગુણસ્થાન તો પુદ્ગલના પરિણામ કહ્યા'તા, એ પુદ્ગલદ્રવ્ય છે. એ તો પહેલેથી પુદ્ગલદ્રવ્ય કીધું 'તું. આહાહા ! ખરેખર પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. આહાહાહા! તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો Page #276 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૬૧ પુદ્ગલ દ્રવ્ય જ એક કર્તા છે. આહાહાહા ! તે તે પરિણામ તેર ગુણસ્થાનના એ અચેતન છે અને એ અચેતન અચેતનનો કર્તા, અને નવું થોડું બાંધે કદાચ એ, તો પણ એ અચેતન અચેતનનો કર્તા, આત્મા ચૈતન્યદ્રવ્ય ભગવાન છે એને કાંઈ લાગે વળગે નહિ. એવું એ ચૈતન્ય દ્રવ્ય છે. એવું અહીં લક્ષ કરાવવું છે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૨૧૦ ગાથા-૧૦૯ થી ૧૧૨શનિવાર, ફાગણ સુદ-૫, તા. ૩/૩/ ૭૯ શ્રી સમયસાર, એકસો નવ, દશ, અગિયાર, બાર ( એનો) ભાવાર્થ છે, ભાવાર્થ છે ને? ભાવાર્થ છે અહીં, ભાવાર્થ – સૂક્ષ્મ વાત છે. શાસ્ત્રમાં સિદ્ધાંતમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. પ્રત્યયો નામ આસવો-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ આદિ પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. શું કહે છે? સિદ્ધાંતમાં ભગવાનની વાણીમાં પ્રત્યયો, એટલે આસવ, (એ) પ્રત્યયો છે ને આસવ, (એટલે શું?) જે ભાવથી નવા કર્મ આવે છે એ ભાવને અહીંયા આસવ કહેવામાં આવ્યા છે. પ્રત્યય નામ આસવ. ભગવાને મિથ્યાશ્રદ્ધા, અવિરતિ ભાવ, પ્રમાદભાવ, કષાયભાવ ને યોગભાવ એને સિદ્ધાંતમાં બંધના કર્તા કહ્યા છે. એ બંધના કરનાર છે, નવા કર્મ બાંધે છે. “ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે” –આ સિદ્ધ કરવું છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ બંધ-બંધના કારણ છે. એમ ગુણસ્થાન પણ બંધના કારણ છે, તેરેય ગુણસ્થાન ઝીણી વાત છે. ગુણસ્થાન પણ વિશેષ પ્રત્યય જ છે. ઓલા સામાન્ય પ્રત્યય કહ્યા. આહાહા! મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આ વિશેષ પ્રત્યયો છે. તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે” આહાહા! હજી ગુણસ્થાનના નામ ન આવડે તો હવે એને બંધના કર્તા(કહેવા) આહાહા! જેમ નીસરણી (સીડી) ચડવામાં જેમ નીસરણી હોય, ત્યાં મેડી ચડવામાં એમ આત્માની પર્યાયમાં ચૌદ પ્રકારના સ્થાન હોય-ચૌદ પ્રકારના ભાવ, એ ભાવમાં તેર પ્રકારના ભાવ છે, એ મિથ્યાત્વાદિ ચાર આસવ છે. એનાં વિશેષ ભેદો છે આ. વિશેષ ભેદ છે તેથી ગુણસ્થાન બંધના કર્તા છે. “અર્થાત્ પુલકર્મના કર્તા છે' –આ ગુણસ્થાન જે તેર કહ્યા, એ નવા કર્મના બંધના કર્તા છે. અહીં શુદ્ધનિશ્ચયનયથી કથન છે. અને તે ગુણસ્થાનઆદિ અશુદ્ધનિશ્ચયથી પર્યાયમાં છે. અને એ કારણે એને વ્યવહાર પણ કહેવામાં આવે છે. અહીંયા તો શુદ્ધનિશ્ચયનયનું કથન છે. આહાહા! ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્યઘન અનંતગુણનો રાશિ પિંડ પ્રભુ, એમાં આ આસવો છે નહીં. એ ચૈતન્યસ્વરૂપ છે એમાં આસવો અચેતન છે, એ છે નહીં. આવી વાત.! હવે શું કહે છે આમાં ? આત્મા ચૈતન્યસ્વરૂપ છે, જ્ઞાયકસ્વરૂપ જાણકસ્વભાવ આનંદસ્વભાવ, તો એમાં પરદ્રવ્ય તો નથી. શરીર, વાણી, મન, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ-પરિવાર એ તો એમાં છે નહીં, એ ભિન્ન ચીજ છે, પણ એમાં જે પર્યાયમાં ભેદ પડે છે-મિથ્યાશ્રદ્ધા, અવિરતિભાવ, વ્રતનો વિકલ્પ આદિ એ પણ આસ્રવ જ છે નવા બંધના કારણો છે. સમજાય છે કાંઈ....? અરે રે પ્રભુ. -મિથ્યાત્વ આદિ સામાન્ય પ્રત્યય અને ગુણસ્થાન વિશેષ પ્રત્યય આસવો હવે એટલું તો Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ કહ્યું, તો હવે છે શું? કે આ આત્મામાં રાગ દ્વેષ, પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થાય છે એ છે શું? કે એ અચેતન છે. આહાહાહા ! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ, એ રાગાદિ ભાવમાં આવતો નથી રાગ અને રાગનો કર્તા આત્મામાં અનંત ગુણ છે એમાં આ સ્વભાવ નથી. આહાહાહા ! તો જે તેર ગુણસ્થાન મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ-સામાન્ય ને વિશેષ તેર, એ અચેતન છે. આહાહા ! ઓલા બંધના કર્તા કહ્યા કેમ કે એ અચેતન છે. એ ચૈતન્ય ભગવાન આત્માનો સ્વભાવ નહીં. આહાહાહા!(શ્રોતા- એ તો પર્યાય છે!) એ કીધું નહીં? એ તો અશુદ્ધનિશ્ચયનયથી પર્યાય છે. અશુદ્ધનિશ્ચયનય વ્યવહારમાં જાય છે. વ્યવહારનો આંહી નિષેધ કરવો છે. ઝીણી વાત છે બાપુ! ધર્મ એ કોઈ ચીજ એવી છે અત્યારે તો સાંભળવા મળવું મુશ્કેલ છે. આહાહા ! એથી તો એ ચોરાશીના અવતાર(માં) રખડી મર્યો છે. કહે છે, એ આસવને લઈને, એ આસવ મારા છે, એવી માન્યતાને લઈને ચાર ગતિમાં રખડવાના, ચોરાશીના અવતાર અનંતવાર થયા, અને જ્યાં સુધી એ મિથ્યાત્વભાવ છે આસવો મારા છે, ત્યાં સુધી એને અનંત સંસારમાં રખડવું પડશે. આહાહા ! ત્રણ વાત કરી આમ તો. શું ત્રણ?કે મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ, એ સામાન્યસંક્ષિપ્તમાં આમ ટૂંકામાં આસવો છે. અને તેર ગુણસ્થાન એનાં વિશેષ છે, એ પણ પ્રત્યયો, આસવો છે. એટલી વાત. હવે એ કર્મબંધનના કારણો છે, આત્મા નહિ. કહે છે ત્યારે કેમ? કે એ અચેતન છે-અચેતન છે. આહાહાહા! ભગવાન આત્મા, ચૈતન્યબિમ્બ ચૈતન્યના પ્રકાશનું નૂર એનું પૂર છે પ્રભુ અંદર. આ રાગ-દ્વેષ-ગુણસ્થાન આદિ, ચૈતન્યજ્ઞાયકભાવનો અભાવ છે જેમાં. આહાહાહા ! એ કારણે એ ગુણસ્થાનો અને મિથ્યાત્વ-અવ્રત–આદિ અચેતન કહેવામાં આવ્યા છે. એક બાજુ ભગવાન ચૈતન્ય ને એક બાજુ આ પર્યાયમાં રાગ આદિ–ગુણસ્થાન અચેતન. આવું આકરું છે, કહો હસુભાઈ ? બહુ આકરું કામ બાપા. જનમ-મરણ રહિત થવાનો કોઈ માર્ગ, આ તો રખડવાના માર્ગમાં પડયા છે દુનિયા આખી ચોરાશીના અવતારમાં રખડશે. આહાહા ! ક્યાંય, રાજા મરીને ભૂંડ-ભૂંડ થાય. આહા! શેઠિયા મરીને ગાય થાય. આહાહાહા ! કેમ કે વસ્તુ શું છે એની ખબર નથી-આત્મા શું ચીજ છે? તો આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો કંદ છે. એ ચૈતન્યસ્વભાવી આત્મા, એમાં જે આ પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ ક્રોધના ભાવ થાય છે એ ભાવ છે એ અચેતન છે. આહાહાહા ! ગળે ઊતરવું કઠણ પડે એવું સાંભળતાં. જેટલો અંદર દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ ક્રોધના ભાવ એને અહીંયા આસવ કીધાં છે કેમ કે એ પરિણામ, નવા બંધના કારણ છે નવા બંધના એ કારણો છે. આહાહાહા ! એમ સિદ્ધ કરીને પછી કહે છે એ બંધના કારણ છે કેમ? કે એ અચેતન છે. આહાહા ! દયાનો ભાવ આવવો (એ) રાગ છે દયા. આહાહા! શરીર, વાણી, મન અને કુટુંબકબીલાને સાચવવાનો ભાવ આવે એ તો પાપ, પણ દયાનો ભાવ આવે એ પુણ્ય, પણ એ પણ બંધનું કારણ છે. કેમ બંધનું કારણ છે? ભગવાન ચેતન છે, ત્યાં એ રાગ છે એ અચેતન છે, એમાં ચૈતન્યનું કિરણ નથી, જેમ સૂર્યના કિરણમાં પ્રકાશ હોય છે એમ ચૈતન્ય સ્વરૂપ પ્રકાશની Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૬૩ મૂર્તિ પ્રભુ, એનાં કિરણ એ રાગમાં આવતા નથી, રાગ અચેતન છે. મહાવ્રતના પરિણામ, બારવ્રતના પરિણામ અચેતન છે એમાં ચેતનનો અભાવ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ પ્રત્યય અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે. આહાહાહા ! અચેતન કહીને રાગાદિ ભાવ પુદ્ગલમય જ છે. ઝીણી વાત પ્રભુ ! એણે કદી સાંભળ્યું નથી, કદી કર્યું નથી. આ દુનિયાના ઢસરડા કરી કરીને મરી ગયો, પાપ કરી કરીને આખો દિ' ચાર ગતિમાં. આહાહાહા ! સાંભળવા મળે તો પાછું એવું મળે કે તમે આ વ્રત કરો, તપ કરો, આ કરો, પૂજા કરો, ભક્તિ કરો, તો તમારું કલ્યાણ થશે....... તો આંહી કહે છે પ્રભુ એક વાર સાંભળ તો ખરો. એ પૂજા ને ભક્તિ ને દયા ને દાન ને વ્રત ને તપના ભાવ જે છે એ તો રાગ છે, ને એ રાગ છે એ આસ્રવ છે, કેમ ? કે એ અચેતન છે, ચેતન નથી. આહાહાહા ! શાંતિભાઈ ! હીરા તો અચેતન છે, પણ હીરાના પૈસા લીધા– લેવાના ભાવ થયા હોય એ અચેતન છે મમતા, અને દાન માટે ખર્ચ્યા રાગ મંદ કરીને, એ રાગ અચેતન છે, એમ કહે છે. (શ્રોતાઃ– એમાં ક્યાં જ્ઞાન છે?) શું ? જ્ઞાન નથી માટે અચેતન છે. આહાહાહા ! એનો ભાઈ છે ને, મધુએ આ મકાન લીધું ને નવનીતભાઈનું, એંસી હજાર રૂપિયા કાઢયા'તા ત્યાં ભાવનગ૨, “સસ્તુ સાહિત્ય ” કાઢે છે ને ત્યાં ! ( શ્રોતાઃ– એક લાખ આપ્યા ’તા ) લાખ, લાખ આપ્યા હતા. એંસી હજાર તો ભાઈ હીરાભાઈએ-હીરાલાલે આપ્યા'તા, એક લાખ આપ્યા’તા. આંહી વાત એ છે પણ લાખ એ શું ચીજ છે, એ તો અચેતન-જડ છે, હવે તને દેવાનો ભાવ આવ્યો એ પણ રાગ છે, એ પણ અચેતન છે. આનંદભાઈ ! આવું છે. અંદર વસ્તુ ચૈતન્યસ્વરૂપ, જ્ઞાનનો સાગર પ્રભુ, અતીન્દ્રિય આનંદથી ભરેલોચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન એની અનંત કાળમાં કદી ખબર કરી નથી, કદી ખબર કરી જ નથી. આહાહાહા ! એ માટે ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો હુકમ છે કે પ્રભુ, એક વા૨ સાંભળ તો ખરો. અરે, મનુષ્યદેહ મળ્યો... આમ ચાલ્યો જાય છે બાપા અવતાર. આહાહા ! એ આત્મા અંદર ચૈતન્યસ્વરૂપ આનંદકંદ એ પુણ્ય ને પાપના આસવ-ભાવથી ભિન્ન છે અને એનાથી પુણ્ય-પાપના ભાવ અચેતન હોવાથી ભિન્ન છે. ભિન્ન છે. આવી જાય છે બધું. સમજાણું આમાં ? ચાહે તો શુભવિકલ્પ આવે કે અશુભ રાગ, બન્ને ભાવ અચેતન છે. ચૈતન્યભગવાન આત્મા એનો એમાં અભાવ છે. આહાહા ! י જેમ સાકરનો ગાંગડો છે, સાકરનો એમાં ઉ૫૨માં કંઈક મેલ છે (કેમ કે ) બાળક છે ને આમ સાકર ખાતો હોય ( ને ) ઉપર હાથ અડાડે તો મેલ હોય તો મેલ છે એ સાકર નથી, મેલ તો ભિન્ન ચીજ છે, એમ સાકર નામ અતીન્દ્રિય આનંદનો સાકરનો ગાંગડો છે પ્રભુ. આહાહાહા ! ને એમાં આ પુણ્ય ને પાપ મેલ એ અચેતન છે. આહાહા ! આ શ૨ી૨-બી૨ તો અચેતન ક્યાંય રહી ગયું આ તો ધૂળ-જડ છે માટી. આહાહા ! પૈસા અચેતન ને ધૂળ છે. ( શ્રોતાઃ– બાજરો કેમ આવે છે?) બાજરો-બાજરો અચેતન છે એને એના કા૨ણે આવવું હોય તો આવે, પૈસાથી બાજરો આવતો નથી, પૈસા એ બીજી ચીજ છે, બાજરો બીજી ચીજ છે. બાજરો કહે છે ને હિન્દીમાં ? આહાહા... થોડામાં ઘણું ભરી દીધું છે. એકકો૨ ૨ામ ને એકકોર ગામ, એકકો૨ પ્રભુ અંદ૨ સચ્ચિદાનંદ પ્રભુ જેમાં પવિત્ર અનંતા ગુણો ચૈતન્યના ભર્યાં છે, એનાથી પુણ્ય ને પાપના Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને તેરેય ગુણસ્થાન, બધાંને અહીંયા અચેતન કહ્યા, એટલે પુદ્ગલ કહ્યા છે? અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, પુગલદ્રવ્યમય જ છે, એમ. આહાહા ! એ અશુદ્ધનિશ્ચયનયથી છે ને? એ રાગ, ગુણસ્થાન, મિથ્યાત્વ, અવ્રત, વ્રતના વિકલ્પ આદિ બધું પુદ્ગલદ્રવ્યમય જ છે, જડ છે. જડ તો બીજા ચાર દ્રવ્યો પણ છે—ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ પણ આ પુદગલદ્રવ્ય જ છે-એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ...? હવે એ અચેતન ચીજ છે, એ પોતાની છે એવી માન્યતા મિથ્યાત્વ છે. જૂઠી શ્રદ્ધા છે. જૂઠી નામ, જૂઠા ભવના કરવાના કારણે અનંત છે. જૂઠી શ્રદ્ધામાં અનંત ભવ કરવાનો ગર્ભ છે અરે, પ્રભુ શું કરે? વિપરીત માન્યતામાં અનંતા ચોરાશીના અવતાર કરવાનો ગર્ભ છે. ઓહોહો ! તેથી એમ સિદ્ધ થયું કે પુગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા છે' આહાહાહા! એ અચેતન જે તેર ગુણસ્થાન, મિથ્યાત્વ આદિ પુદ્ગલદ્રવ્ય છે એ જ પુદ્ગલદ્રવ્યના કર્તા છે, નવા કર્મબંધના એ કર્તા છે, આત્મા નહીં. આહાહા ! આમાં નવા માણસને તો સમજવું શું! સાંભળ્યું ન હોય કોઈ દિ'કાંઈ. આખો દિ'સંસારના પાપ એકલા, ધર્મ તો નથી પણ પુણ્યના ય ઠેકાણાં નથી. અહીં કોઈ વખતે સહેજ પુણ્ય કરે કે આપે લાખ કે પચાસ હજાર, લાખ બે લાખ, પાંચ હજારદશહજાર....... પણ એ “એરણની ચોરી ને સોયનું દાન' –એરણની ચોરી છે, સોનીને ત્યાં એરણ હોય છે ને લોઢાની એની ચોરી ને સોયનું દાન એમાં ક્યાં મેળ ખાય. (શ્રોતા:- પૈસા વાપરે ને પુણ્ય પણ નહીં?) પૈસા વાપરવામાં પણ જો એ રાગ મંદ કરે તો પુણ્ય, એ પુણ્ય કેટલું? થોડું. અને પાપ તો ઘણું મોટું–ત્રેવીસ કલાક બાવીસ કલાક પાપ કરતો હોય એમાં “એરણની ચોરી ને સોયનું દાન' કિરણભાઈ ! આવી વાતું છે બાપુ!ન્યાં ક્યાંય સંભળાય એવું નથી મુંબઈમાં ! આહાહાહા ! એ ય! (શ્રોતા- કરવું શું અમારે ?) આ કહ્યું ને આત્મા જ્ઞાયકસ્વરૂપ છે ને એનાં ઉપર દૃષ્ટિ કર અંદર. એ વિના તારા જન્મ-મરણ નહિ મટે. મરી ગયો તું તિર્યંચના ભવ નરકના ભવ પશુના અનંત શરીર કરી કરીને કીડા કાગડા કંથવા એવા અનંત અનંત ભવ કર્યા પ્રભુ! હવે એ હવે ભવ ન કરવો હોય તો... આત્મા અંદર ચૈતન્યમૂર્તિ, રાગથી રહિત છે, એની અંદર અનુભવ-દષ્ટિ કર. આહાહાહા ! આવું કામ છે. આહાહા! આંહી તો હજી નવરો થાય નહિ ને ચોવીસ કલાકમાં એને આ કહે કે તારે વિકલ્પ ઊઠે જે દયા દાન આદિનો એનાથી ભિન્ન છે. એને ત્યાં જા. આહીં ઊભો ન રહે ઊભો એમાં ન રહે, એમ કહે છે કહો, રાયચંદભાઈ? આ રાયચંદભાઈએ બે લાખ રૂપિયા આપ્યા હમણાં ત્યાં નૈરોબી, મંદિર કર્યું છે ને મંદિર આ જેઠ સુદ અગિયારસનું ખાતમુહૂર્ત છે. મંદિર (બનવાનું) છે પંદર લાખ રૂપિયાનું આફ્રિકા-નૈરોબી. આ રાયચંદભાઈએ બે લાખ બે હજાર આપ્યા, ફક્ત એનાં ઓલામાં દેરાસરનું ખાતમૂહૂર્ત કરવામાં દિકરા-દિકરી નથી બાયડી-ભાયડો ને બા ત્રણ જણા. હુમણાં જેઠ સુદ અગિયારસે મુરત થયું ને? ખાત (મુહૂર્ત !) આફ્રિકામાં બે હજાર વરસમાં ત્યાં દિગમ્બર મંદિર નહોતું, અત્યારે હવે) એ તૈયાર થવાનું છે. જેઠ સુદ-૧૧ છે, શું કહેવાય? ભીમ અગિયારસે ખાત મુહૂર્ત એમના હાથે ખાતમૂહુર્ત થયું છે. બે લાખ ને બે હજાર, આપ્યા આમણે! તેથી શું પણ, એ રાગની મંદતા-રાગની મંદતા હોય તો પુણ્ય થાય, એ કંઈ ધર્મ Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૯ થી ૧૧૨ ૨૬૫ નથી, (શ્રોતા – કેટલા રૂપીયા આપે તો ધર્મ થાય) (અરે !) કરોડ આપે તો ય શું છે? એમાં (જો) કરોડ રૂપિયા મારા છે એમ માનીને આપે તો તો મિથ્યાત્વ છે, પાપ મિથ્યાત્વનું પાપ છે. આહાહા ! આકરું કામ ભાઈ, જનમ મરણથી રહિત થવાનો રસ્તો બાપુ. આહાહા ! આહાહા! પ્રભુ કહે છે- પ્રભુ કહે છે કે એક વાર સાંભળ તો ખરો! પ્રભુ તું તારા અનંતકાળના પરિભ્રમણના ભાવનું શું સ્વરૂપ છે, એ સાંભળ તો ખરો. આહાહા ! પ્રભુ તું ચૈતન્યમૂર્તિ ને અંદર અનંત અનંત ગુણોનો પિંડપ્રભુ છો, ચૈતન્ય હીરો, જેની કિંમત ન મળે, અણમોલ ચીજ છે અંદર, ભગવત્ સ્વરૂપ છે-જિનસ્વરૂપ છે. આહાહા! “ઘટ ઘટ અંતર જિન બસે ને ઘટ ઘટ અંતર જૈન મત મદિરાકે પાન સોં, મતવાલા સમજે ન” -આહાહા! એ વીતરાગી સ્વરૂપે બિરાજે છે અંદર તું અત્યારે હોં. ત્રિકાળ એનું સ્વરૂપ જ વીતરાગ સ્વરૂપ જ ક્યાં છે ચૈતન્યસ્વરૂપ વીતરાગસ્વરૂપ અકષાયસ્વરૂપ પરમાનંદસ્વરૂપ પરમ પ્રભુતા સ્વરૂપ. આવો ભગવાન અંદરમાં દ્રવ્યસ્વભાવ છે. એનાથી વિરુદ્ધમાં આ પુણ્ય ને પાપ ને તેરે ય ગુણસ્થાન આદિ ભાવ આસવ, એ નવા બંધના કારણ છે–સંસારમાં પરિભ્રમણનું કારણ છે. ઓહોહો! આકરું કામ. સોનગઢવાળા જ આવું કહે છે કે બીજા કહે છે? આવું કહે છે લોકો એમ. અરે, ભગવાન પણ સાંભળ તો ખરો તું, જો તો ખરો જરીક. સંસારના નામાં તપાસે છે ને તારી પાસે મારા દશહજાર (લેણાં) છે, ઓલો કહે કે પણ પાંચ હજાર મારા ચોપડામાં નીકળે છે તમારા લેણાં! ઓલો કહે કે દશહજાર નીકળે છે. લાવો, કાઢો ત્યાં મેળવે માળા' વાણિયા, ઘાસતેલ બાળીને આંહી નામું મેળવવું હોય ભગવાન શું કહે છે ને હું શું માનું છું! આહાહા ! (શ્રોતા આવડે નહીં તો મેળવે શી રીતે?) માટે તો કહે છે ને કે હવે આવો મનુષ્યભવ મળ્યો, એમાં આવા ભવના અભાવની વાત જો ન સાંભળી ખરેખર તો ભવના અભાવ કરવા માટે આ ભવ છે. આહાહા ! ભવનો અભાવ કરવાની આ ચીજ છે. આહાહા ! –આટલામાં ઘણું સમાડી દીધું, તેથી આ સિદ્ધ થયું એટલે એ મિથ્યાત્વ, અવિરતિ, વ્રતવિકલ્પ આદિ જે બધું છે એ આસવ છે, બંધના કારણ છે. કેમ કે એ અચેતન છે, કેમ કે એ પુદ્ગલ છે, એ જીવ નહિ. (શ્રોતા – આપ કહો છો જીવ, વિકાર કરે નહીં!) દ્રવ્ય વિકાર કરે નહીં દ્રવ્ય તે વિકાર કરે, વસ્તુ? એ તો પર્યાયમાં વિકાર થાય છે એ અચેતન છે-જડ છે. આહાહા! ચૈતન્ય હીરો-સૂર્યના કોઈ પ્રકાશમાં અંધકાર હોય? સૂર્યના કેટલા કિરણો નિકળે છે? હજારો, કોઈ કિરણ કોલસાના જેવું હોય કોઈ ? એમ ભગવાન આત્મા(માં) એવા તો અનંતા અનંતા સૂર્યના પ્રકાશના કિરણો ગૌણ છે. અહીં તો એવો અનંત પ્રકાશનું નૂર ભર્યું પડ્યું છે અંદર. આહાહાહા ! પણ એની સામું જોવાનુંય ક્યાં છે, પરમાં જોઈ-જોઈને આખી જિંદગી કાઢી અનંત ભવ. આહાહા ! એ અંદર ભગવાન બિરાજે છે પ્રભુ આ દેહ-દેવળમાં એ શરીર સ્ત્રી-પુરુષ- એ તો જડના છે. એ કાંઈ આત્મા નથી. અંદર ભગવાન આત્મા, પરમબ્રહ્મ, આનંદકંદ, જ્ઞાયકનીમૂર્તિ, અનંતગુણ-પવિત્રતાની ખાણ, એવો ભગવાન આત્મા, એમાં જે પર્યાયમાં આવા પુણ્ય-પાપના આસવભાવ થાય છે એ અચેતન છે, એ ચૈતન્યની જાતના નહિ એ કારણે એને પુદગલ દ્રવ્ય કહેવામાં આવ્યા છે. તો એ પુદ્ગલદ્રવ્ય પુગલદ્રવ્યનો કર્તા છે. નવા બંધનનો એ પુગલદ્રવ્ય Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પુદ્ગલનો કર્તા છે, આત્મા નહીં! આહાહાહા! આંહી તો ત્યાં સુધી કહ્યું કે મિથ્યાત્વભાવ છે ને એ પણ મિથ્યાત્વભાવ છે એ અચેતન, આસવ છે અને એ પુદ્ગલદ્રવ્ય છે. ભગવાન તો એ મિથ્યાત્વથી ભિન્ન છે અંદર. આહાહાહા ! મિથ્યાત્વ છે અને અહીં પહેલાં બતાવે છે. સમજાણું કાંઈ..? ઓલું તો સહેલું હતું કે વ્રત કરો, તપ કરો, દયા કરો, દાન કરો, પૂજા, દાન, શિયળ, તપ, ભાવના એ ધર્મના ચાર પ્રકાર થઈ રહ્યું લ્યો. આંહી કહે છે કે દાનનો ભાવ તારો રાગ હોય એ પુદ્ગલ છે. બ્રહ્મચર્ય-શિયળ આ શરીરનું પાળવાનો ભાવ, એ રાગ અને પુદ્ગલ છે, આ ઉપવાસ કરું આદિના વિકલ્પ છે એ પણ પુલ છે. અ ! દાન, શિયળ, તપ, ભાવના એટલે આંહી એ (ધર્મ) માને છે. ઇચ્છા-અપવાસ કર્યો બે-ત્રણ મહિનાના અપવાસ કર્યા, એ અપવાસમાં તારો વિકલ્પ હતો, એ રાગ છે. એ તો પુદ્ગલ છે. આહાહાહા! (શ્રોતા- ઉપાશ્રયમાં આવું બધું કીધું હોય તો મારે) મારે. આંહી ક્યાં સોનગઢ-આંહી તો જંગલમાં પડ્યા છીએ ( લોકોને) જે માનવું હોય એ માને, આંહી કાંઈ કોઈ પક્ષ નથી કંઈ, વાડો નથી આંહી. આહાહા! આંહી તો પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, ગણધરો ને ઇન્દ્રોની વચ્ચે આ વાત કરતા હતા, મહાવિદેહમાં ઇન્દ્રો અને ગણધરની વચ્ચે આ વાત કરે છે. કુંદકુંદાચાર્ય ગયા હતા ત્યાં, આઠ દિવસ રહ્યા હતા, તેઓ(એ) અહીં આવીને આ શાસ્ત્ર બનાવ્યા, એનો આ પોકાર છે. એનાં પછી એક હજાર વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય થયા, એમની આ ટીકા છે. આહાહા ! બધી ખબર હતી એને. આવે છે ને શાસ્ત્ર પ્રવચનસારમાં આવે છે, ભગવાન પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, પહેલું આવે છે. શરૂઆતમાં. આહાહા ! આ કાલ વાંચ્યું'તું ને એનો ભાવાર્થ છે. તેથી એમ સિદ્ધ થયું કે પુદગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (કરનારું) છે; જીવ કર્તા નથી, જીવને પુગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે. ભગવાન આત્મા-જીવ જે ચૈતન્યબિંબ પ્રભુ જે દ્રવ્યસ્વભાવ, આનંદ ને જ્ઞાન છે એ કાંઈ પુલકર્મનો કર્તા નથી. પુદ્ગલનો બંધ એ રાગાદિની પર્યાય એ બંધ પુદગલ છે. અને એ પુગલ બંધના કર્તા છે. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે. આ છેલ્લા શબ્દો આ ભગવાન આત્મા વસ્તુ છે, વસ્તુ, શુદ્ધ ચૈતન્ય ધાતુ ચૈતન્ય ધાતુ, જેમાં ચૈતન્ય ધારી રાખ્યા છે, એવો ભગવાન ચૈતન્યમૂર્તિ જ્ઞાયકસ્વભાવ આનંદમૂર્તિ, એને પુગલકર્મનો કર્તા માનવો અજ્ઞાન છે. મિથ્યાત્વ છે. આહાહાહા! હવે આ કહે છે કે જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી. Page #282 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૩ થી ૧૧૫ *** गाथा-११३,११४,११५ न च जीवप्रत्यययोरेकत्वम् जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो । जीवस्साजीवस्स Deve ૨૬૭ य एवमिह जो द जीवो सो चेव द णियमदो तहाऽजीवो । दु दु अयमेयत्ते दोसो एवमणण्णत्तमावण्णं ।। ११३ ।। पच्चयणोकम्मकम्माणं ।। ११४।। अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा। जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ।। ११५।। यथा जीवस्यानन्य उपयोगः क्रोधोऽपि तथा यद्यनन्यः। जीवस्याजीवस्य चैवमनन्यत्वमापन्नम् ।। ११३।। एवमिह यस्तु जीवः स चैव तु नियमतस्तथाऽजीवः। अयमेकत्वे दोष: प्रत्ययनोकर्मकर्मणाम्।। ११४।। अथ ते अन्यः क्रोधोऽन्यः उपयोगात्मको भवति चेतयिता। यथा क्रोधस्तथा प्रत्ययाः कर्म नोकर्माप्यन्यत्।। ११५।। यदि यथा जीवस्य तन्मयत्वाज्जीवादनन्य उपयोगस्तथा जडः क्रोधोऽप्यनन्य एवेति प्रतिपत्तिस्तदा चिद्रूपजडयोरनन्यत्वाज्जीवस्योपयोगमयत्ववज्जडक्रोधमयत्वापत्तिः। तथा सति तु य एव जीवः स एवाजीव इति द्रव्यान्तरलुप्तिः । एवं प्रत्ययनोकर्मकर्मणामपि जीवादनन्यत्वप्रतिपत्तावयमेव दोषः। अथैतद्दोषभयादन्य एवोपयोगात्मा जीवोऽन्य एव जडस्वभावः क्रोधः इत्यभ्युपगम:, तर्हि यथोपयोगात्मनो जीवादन्यो जडस्वभावः क्रोध: प्रत्ययनोकर्मकर्माण्यप्यन्यान्येव, जडस्वभावत्वाविशेषात् । नास्ति तथा जीवप्रत्यययोरेकत्वम्। વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છેઃઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો, તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ૧૧૩. તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે; नोऽर्भ, प्रत्यय, ऽर्भना खेऽत्वमां पहए। होष खे.११४. Page #283 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે, તો ક્રોધવત્ નોકર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧૫. ગાથાર્થ:-[ યથા]જેમ[ નીવચ]જીવને[ ઉપયોગ: ]ઉપયોગ[અનન્ય: ] ]અનન્ય અર્થાત્ એકરૂપ છે[ તથા ] તેમ [ વિ ] જો [ ોધ: અપિ ] ક્રોધ પણ[ અનન્ય: ] અનન્ય હોય તો [વસ્] એ રીતે [નીવસ્ય] જીવને [૬] અને [અનીવસ્ય] અજીવને [અનન્યત્વમ્] અનન્યપણું [ આપન્નક્] આવી પડયું. [ વસ્ TM ] એમ થતાં,[ ફઇ ]આ જગતમાં [ય: તુ] જે [ નીવ: ] જીવ છે [ સ: વ તુ] તે જ [નિયમત: ] નિયમથી [તથા ] તેવી જ રીતે [ લખીવ: ] અજીવ ઠર્યો; ( બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો; ) [ પ્રત્યયનોર્નર્મળા[] પ્રત્યય, નોકર્મ અને કર્મના [yત્વે ] એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ [ અયમ્ વોષ: ] આ જ દોષ આવે છે. [ અથ ] હવે જો ( આ દોષના ભયથી ) [તે] તારા મતમાં [ોધ: ] ક્રોધ [અન્ય: ] અન્ય છે અને [ ઉપયોગાત્મø: ] ઉપયોગસ્વરૂપ [ શ્વેતયિતા] આત્મા[અન્ય: ] અન્ય [મવૃત્તિ ] છે, તો [ યથા ોધ: ] જેમ ક્રોધ [તથા ] તેમ [ પ્રત્યયા: ] પ્રત્યયો [ ર્મ ] કર્મ અને [નોર્મ અપિ] નોકર્મ પણ [ અન્યત્] આત્માથી અન્ય જ છે. ૨૬૮ ટીકા:-જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે, -એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે કા૨ણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી ( અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે ). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી. ભાવાર્થ:મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આસવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. · પ્રતિપત્તિ = પ્રતીતિ; પ્રતિપાદન. .. ચિદ્રૂપ જીવ. - Page #284 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૩ થી ૧૧૫ ૨૬૯ * * * * * * * * * * * * * * * ગાથા-૧૧૩ થી ૧૧૫ ઉપર પ્રવચન બહુ સરસ વાત છે. ટીકા, એની ટીકાઃ- “જેમ જીવના ઉપયોગમયપણાને લીધે” જીવ તો જાણન–દેખન ઉપયોગમય છે. આહાહા ! ભગવાન આત્મા તો જાણન–દેખન ઉપયોગમય છે, છે? અભિન્ન છે-જીવનો ઉપયોગ એ જીવથી અભિન્ન છે. આહાહાહા ! એવી જ રીતે “જડ ક્રોધ પણ અનન્ય છે' એમ ક્રોધ પણ અનન્ય છે જેમ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, એનો જ ઉપયોગ છે જાણન-દેખન એ અભિન્ન છે, એમ જો ક્રોધને પણ અભિન્ન ગણો જ્યારે જડ ક્રોધ પણ અનન્ય છે એમ કહો તો ... “એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે” –એવી જો પ્રતીતિ કરવામાં આવે, તો ચિતૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે.” આહાહાહા... કહે છે? કે જીવ જે છે એ ઉપયોગમય છે. જાણન દેખન ઉપયોગમય છે. તેથી ઉપયોગ ને જીવ અનન્ય છે, અનેરા-અનેરા નથી, અભિન્ન છે. એમ ક્રોધ, માન, માયા, લોભ, રાગાદિ જો આત્માથી અનન્ય છે, તો આત્મા અજીવ થઈ જાય. આહાહા! ભગવાન આત્મા, જેમ જાણન-દેખન ઉપયોગમય છે, એ જાણન-દેખનથી તો અનન્ય-અભિન્ન છે આત્મા, તેવી રીતે જો ક્રોધ, રાગ, દ્રષ-ક્રોધ શબ્દ લીધો છે દ્વેષનો-દ્રષના બે ભાગ, ક્રોધ અને માન (અને) રાગના બે ભાગ માયા અને લોભ. આહાહા ! એમાં અહીં વળી ઇચ્છા લ્યો અત્યારે તો વધારે ઠીક પડશે. આ ઇચ્છા જ થઈ એ પણ આત્માની સાથે અનન્ય હોય છે. તો ક્રોધ જડ છે, આ જડ ઇચ્છા છે. એ ઇચ્છા જડ છે, આત્મા જ્ઞાન દર્શનના ઉપયોગમય છે. એ ઉપયોગથી આત્મા અનન્ય અભિન્ન છે, એમ ઇચ્છા આત્માથી અનન્ય થઈ જાય તો ઇચ્છા તો જડ છે જડથી અનન્ય થઈ જાય, તો આત્મા જડ થઈ જાય. આહાહા ! ઝીણો વિષય છે. જેમ જીવન ઉપયોગમયત્વને કારણ, ઉપયોગમયત્વને કારણે હોં, ઉપયોગમય છે. જીવથી ઉપયોગ અનન્ય છે-અભિન્ન છે. એ પ્રકારે જડ ઇચ્છા પણ અનન્ય જ છે. કોઈ એમ માને કે આ ઇચ્છા છે (તે) મારાથી અનન્ય છે, મારી સાથે તે અભેદ છે, યદી એવી જો પ્રતિપત્તિ- એવી પ્રતીતિ કરવામાં આવે તો ચિટૂપ જીવ એ જડના અનન્યત્વને કારણે, જડના અનન્યત્વના કારણે-એકમેક હોવાને કારણે, તે જ અજીવ સિદ્ધ થશે. આહાહા ! કારણ, કારણ કે જીવના ઉપયોગમયત્વની જેમ જાણન–દેખન એ આત્મામાં અભિન્ન છે એમ ઇચ્છા થઈ એ ઇચ્છા પણ આત્માથી અનન્ય હોય તો આત્મા જડ થઈ ગયો. આહાહાહા ! આવું સાંભળવું મુશ્કેલ પડે એવું છે ! આહાહાહા ! ભગવાન આત્મા ઇચ્છા માત્ર જે છે એ આત્મા જેમ જાણન-દેખન ઉપયોગમય છે એમ ઇચ્છા આત્માની સાથે અભિન્ન હોય તો ઇચ્છા જડ છે, તો જીવ જડ થઈ જશે. આહાહા ! ધર્મકથા સૂક્ષ્મ છે. આહાહા ! ઇચ્છા માત્ર, લોભ, માન, ક્રોધ, માયા, રાગ, હાસ્ય, વિષય વાસના, રળવાના ભાવ, દાનના ભાવ, એ ભાવ બધા અચેતન છે. આહાહા ! જેમ એ ભગવાન આત્મા જાણન-દેખન ઉપયોગથી અભિન્ન છે, એમ જો ઇચ્છા ને રાગ આદિ કહ્યા ને એ અજીવ છે પુદ્ગલ છે, એનાથી જો અનન્ય-એકમેક હોય તો જીવ, જડ બની જશે, ગજબ વાત છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહાહા ! એ ‘મોક્ષની ઇચ્છા' પણ જડ છે, એમ કહે છે ( શ્રોતાઃ– એ તો પુદ્ગલ છે, ) ભાઈ ! એણે ધર્મ સાંભળ્યો નથી, અત્યારે તો હા... હો મોટી ધમાલ, મોટા હાથી કાઢે ને એના ૫૨ ચડે ને રથ કાઢે ને, બે પાંચ દશ લાખ ખર્ચને, આહાહા ! સંઘવીની પદવી આપે એને મોટી. આહાહા ! પ્રભુ, તારી મોટી ભૂલ થઈ છે, કહે છે કે તું ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદ ને પ્રકાશની મૂર્તિ, અનંત સૂર્યનો પ્રકાશ હોય એથી પણ તારો ચૈતન્યપ્રકાશ અનંતગણો અંદર પડયો છે. આહાહા ! અનંત ચંદ્રની શીતળતાથી પણ તારામાં અનંતી શીતળતા–વીતરાગી શાંતિ પડી છે–શાંતિ પડી છે, અને આકાશની જેમ ગંભીરતા છે, પાર નહિ લોક બહાર આકાશ ! ક્યાં પૂરું થઈ થયું આકાશ ? ક્યાંય પૂરું થતું નથી. આકાશ... આકાશ... આકાશ... એમ આ તારામાં અનંત ગુણો અપાર ભર્યાં છે. આહાહા ! અને દરિયાની ગંભીરતાનો પાર નહીં, એવી તારી ગુણશક્તિની ગંભીરતાનો પાર નહિ એવો ભગવાન આત્મા, મહાપ્રભુ ! એ લોભ રાગ ઇચ્છા પુણ્ય કે પાપ આદિ ભાવ મારા છે એવું માને તો એ ભાવ તો પુદ્ગલ છે, અને પુદ્ગલમય-જડ છે તો તું જડ થઈ જઈશ. આહાહા ! આકરું કામ છે બાપુ ! દુનિયાથી જુદી જાત છે ભાઈ અહીં. (શ્રોતાઃભેદજ્ઞાન કરાવો છો !) ઓલા તો એમ કહે છે કે દયા પાળો, વ્રત પાળો, ભક્તિ પૂજા કરો એ સાધન છે લ્યો હવે જડ સાધન છે ? આહાહા ! ચિદ્રૂપજીવ, જ્ઞાનસ્વરૂપ પ્રભુ એ ચૈતન્ય જ્ઞાનનો પુંજ પ્રભુ, એ ઇચ્છા રાગ ને પુણ્યપાપના ભાવ અચેતન-પુદ્ગલ છે તો એ આત્માથી અનન્ય થઈ જાય તો આત્મા જડ થઈ જાય. આહાહાહા ! એનાથી પણ તારી ચીજ ભિન્ન છે ભગવાન, એ ભિન્ન ચીજને તપાસ, અંદર જો. આહાહાહા ! આવી વાત છે. જીવ, જડના અનન્યત્વના કા૨ણે, જીવના ઉ૫યોગમયતાની જેમ-જેમ ભગવાન આત્મા જાણન–દેખન ઉપયોગમય છે, એમ જડ ક્રોધમયતા પણ આવી જશે, જેમ ક્રોધ, માન, માયા, લોભ ઇચ્છા માત્ર પોતાની છે તો એ જડ થઈ જશે. ઝીણું બહુ છે. એ પ્રકારે આમ થવાથી જીવ છે તે જ અજીવ સિદ્ધ થશે. એ રાગ દયા-દાનનો, ભક્તિનો, પૂજાનો રાગ, એ રાગ પુદ્ગલ છે અચેતન છે. જેમ આત્મા ને ઉપયોગ એક જ છે એમ જો રાગ ને એક જ માનો તો જીવ જડ થઈ જશે. આહાહાહા ! જીવ, અજીવ થઈ જશે, છે ? અંદર છે કે નહીં ? અજીવ સિદ્ધ થશે. – ‘એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય ’ –શું કહે છે એ ? જ્યારે રાગાદિ પુદ્ગલ છે એ જો પોતાના માની લ્યો, તો આત્મા જડ થઈ જાય અને બીજી ચીજ છે એનો લોપ થઈ જશે, કા૨ણ કે જડ તો અહીં આવી ગયા. જડ, જીવમાં આવી ગયા, જડ ચીજ છે બાહ્ય, એનો લોપ થઈ જશે ! શું કીધું ? સમજાણું કાંઈ... ? ફરીથી, કે ભગવાન આત્મા એ તો જાણન-દેખન ઉપયોગસ્વરૂપી જ પ્રભુ અનાદિ છે. તો એ તો ઉપયોગ, એની સાથે અનન્ય છે. અભિન્ન છે. તેવી રીતે રાગ, ઇચ્છા, ક્રોધ, માન, માયા, લોભ પણ પોતાના હોય તો એ ચીજ તો અચેતન છે જડ છે પુદ્ગલ છે. પુદ્ગલ છે તો, આત્મા જડ થઈ ગયો ! તો તો બીજા જડ છે, એનો તો લોપ થઈ ગયો જડ ( ચીજ છે ) એ તારામાં ઘુસી ગઈ. આહાહાહા ! આવું સાંભળવાનું મળતું નથી આ. અને મુંબઈ જેવી નગરી મોહમયી ! હો.. હા ! ... હો... હા ! ધમાલ... ધમાલ ! આહાહા ! ભારે લાગે વાત તો. Page #286 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૩ થી ૧૧૫ ૨૭૧ આંહી તો એનું સ્વરૂપ (બતાવીને) ભેદજ્ઞાન કરાવે છે,-એ રાગ, ચાહે તો દયાનો હોય કે ભક્તિનો હોય પણ ઉપયોગ છે એ જાણન–દેખન ઉપયોગ છે એ ઉપયોગ છે એ આત્માનો છે-અનન્ય છે. અનેરો-અનેરો ઉપયોગ ને અનેરો જીવ એમ છે નહીં. એમ, ઉપયોગ અનન્ય જેમ છે એમ રાગાદિ-ઇચ્છા આદિ એ આત્માની સાથે અનન્ય થઈ જાય, તો એ જડ થઈ જશે કારણ કે રાગ ઇચ્છા જડ છે. તેથી આંહી કહ્યું કે બાકીના દ્રવ્યનો પણ લોપ થઈ જશે. જડ અહીંયા આવી જશે તો જડનો લોપ થઈ જશે. આવું ઝીણું છે. આ ટીકા તો હજાર વરસ પહેલાંની છે, બે હજાર પહેલાંના શ્લોક છે. કુંદકુંદાચાર્ય ગયા હતા ભગવાન પાસે, આઠ દિવસ રહ્યા હતા. (શ્રોતા:- અમને તો હમણાં મળ્યું છે) આહાહાહા ! એક જ શ્લોકે બસ છે, આંહી તો. “જડ ને ચૈતન્ય બન્ને પ્રગટ સ્વભાવ ભિન્ન” આહાહા... –એ પુણ્યનો ભાવ, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા(નો) ભાવ છે એ રાગ છે. અરરર! આ લોકો તો કહે છે ને કે રાગ કરો તો ધર્મ થાશે. જડ કરો તો ચૈતન્ય થાશે. આંહી તો કહે છે બાપુ, તેમાં ચૈતન્યના નૂરના પ્રકાશનો અંશ ક્યાં છે? રાગ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિમાં ચૈતન્ય સ્વરૂપના જ્ઞાનનો અંશ એમાં છે નહીં, છે નહીં તો એ કારણે અચેતન થયાં, અચેતન થયાં તો ખરા પણ અચેતન તો પુગલ થયા, કે અચેતન તો પુદગલદ્રવ્ય છે અને એ જડ જડનું કારણ છે બંધનું. ચૈતન્ય બંધનું કારણ કેમ થાય? પુદગલદ્રવ્ય રાગભાવો છે અને એ નવા બંધના કારણ છે. “એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે.” –અને એ પ્રકારે આમ થવાથી પર જે જીવ છે તે જ અજીવ સિદ્ધ થશે-સિદ્ધ એટલે અજીવ થઈ ગયા એમ. “એ રીતે અન્યદ્રવ્યનો લોપ થાય.” એ પ્રકારે પ્રત્યય, આસવ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, શુભાશુભ ભાવ, નોકર્મ, આહાર, શરીર, ઇન્દ્રિયો, શ્વાસ, ભાષા, એને યોગ્ય પુગલો અને કર્મ જડ એ પણ જીવની સાથે અન્ય છે, જીવથી અન્ય છે, પણ જો માનો કે જીવથી અનન્ય છે તો આવી પ્રતીતિમાં પણ તે જ દોષ આવે છે. શું કીધું? કે જેમ રાગ દ્વેષ આત્માથી અન્ય છે (તેઓ) અન્ય છે. એને અનન્ય માનો તો એ દોષ આવશે કે જડ થઈ જશે. એવી રીતે પ્રત્યયો, નોકર્મ ને કર્મ-શરીર આદિ, વાણી આદિ જીવથી અનન્ય છે જીવથી એકમેક છે જીવના છે, એવી પ્રતિપત્તિ અંગીકાર કરવામાં એ જ દોષ આવે છે. આહાહા ! (શ્રોતા:પ્રત્યય એટલે?) બધાય કીધાને પ્રત્યયો-આસવો કીધાને અને આ પછી કર્મ ને નોકર્મ બીજી ચીજ પ્રત્યય તો ફક્ત આ પહેલાં ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાનનો ભાવ એ પ્રત્યય છે, આસવ (છે) અને એમાં કર્મ ને નોકર્મ બીજી, જુદી ચીજ છે. એમ કે જ્યારે પ્રત્યય જે છે એ તારા થઈ જાય, તો તું જડ થઈ જઈશ ને જડનો લોપ થઈ ગયો. જ્યારે આમ છે તો એવા બીજા પ્રત્યયને તમે માની લો ગુણસ્થાનોને અને કર્મને માની લો તો, તમે જડ થઈ જશો. આહાહાહા! બહુ આકરું કામ છે, ભેદજ્ઞાન છે બાપુ નવરાશ ક્યાં આવે આમાં? પાપની પળોજળ છે આખો દિ' આહાહાહા ! માટે “હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે.” છે? આ રીતે દોષ આવે માટે તારે જો સમજવું હોય Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તો, ઉપયોગસ્વરૂપ તે જીવ અન્ય જ છે જુદો છે. અને જડસ્વભાવ રાગ દ્વેષ ક્રોધ આદિ અન્ય જ છે. આહાહાહા ! તો જેમ ઉપયોગાત્મક જીવથી જડ સ્વભાવ ક્રોધ અન્ય છે, –ઉપયોગસ્વરૂપ જાણન–દેખન એવા જીવથી આ રાગ જડસ્વભાવ ભિન્ન છે એ પ્રકારે પ્રત્યય ભિન્ન છે-આસવ તેર નોકર્મ ભિન્ન છે–ભાષા આદિ અથવા આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ, ભાષાને યોગ્ય પુગલ ભિન્ન છે. કર્મ પણ અન્ય છે જડ (છે). આહાહાહા ! આટલી ગાથામાં, આટલું ભર્યું છે. કીધું? કે જે રાગાદિ, પુણ્યઆદિ, દયા દાનના વિકલ્પ ઊઠે છે, જેમ ઉપયોગસ્વરૂપ આત્માથી (ઉપયોગ) અનન્ય છે. તેવી રીતે રાગથી આત્મા અનન્ય થઈ જાય તો આત્મા જડ થઈ જશે, એ જડની ભિન્નતા રહેશે નહીં, જડ થઈ જશે. તો જડનો લોપ થઈ જશે. આહાહાહા ! તો જેમ ક્રોધ આત્માના સ્વરૂપથી અન્ય છે, એમ પ્રત્યય નામ તેર ગુણસ્થાન અન્ય છે, એમ કર્મ પણ અન્ય છે ને નોકર્મ પણ અન્ય છે. આહાહા! સમજાણું કાંઈ? થોડામાં ઘણું છે પણ હવે, શું કરે ? આ તો સિદ્ધાંત છે. સર્વજ્ઞ ભગવાન જિનેન્દ્રદેવના શ્રીમુખે નીકળેલી વાણી છે, અત્યારે તો વાડામાં તો મળે એવું નથી. ભારે મુશ્કેલી. જ્યાં હોય ત્યાં વ્રત પાળો ને આ કરો ને. આ કરો ને... આ કરો ને. આહાહાહા! તપસ્યા કરો કર્યું ને બલુભાઈએ, તપસ્યા કરી હતી ને વર્ષીતપ કર્યો'તો, સાંભળ્યું'તું તમારા ભાઈબંધ બલુભાઈ દાક્તર, ત્યાં નહિ આટકોટવાળા વરસીતપ કર્યું તું. ખરો આદમી લાંઘણું છે કીધું બધી તારી. (શ્રોતા- આપ પારણામાં તો ગયા'તા) ઇ પણ ન્યાં આહાર વહોરવા, તો ગયા'તા ત્યાં આટકોટ, એના બાપ રાજકોટમાં હતા, ચુનિલાલ. લાંઘણું છે બધી આ ભાન વિના વરસીતપ શેના તારા તે પછી તો સમજાયું કે ભારે થઈ હજી આત્મા શું ચીજ છે, વિકલ્પ શું ચીજ છે, શરીર કોણ ચીજ છે, એની ભિન્નતાની તો ખબર નહીં અને તને અપવાસ થઈ ગયા? ઉપવાસમાં તો ઉપવાસ ચૈતન્ય રાગથી ભિન્ન છે એવી ચીજમાં ઉપ નામ સમીપ જઈને વસવું અંદરમાં આનંદસ્વરૂપમાં વસવું એનું (નામ) ઉપવાસ છે. આ તો બધા અપવાસ છે. અપ નામ માઠો વાસ, રાગની ઇચ્છામાં રહ્યા એ તો જડમાં રહ્યા (છે). આહાહા! સમજાણું કાંઈ? આટલી ગાથામાં કેટલું ભર્યું છે લ્યો, “તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે' કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી. શું કહે છે? કે જેમ ક્રોધ જડસ્વભાવ છે એમ તેર ગુણસ્થાનો પણ જડસ્વભાવ છે અને કર્મનો પણ જડસ્વભાવ છે અને નોકર્મનો પણ જડસ્વભાવ છે. આ શરીરનો જડસ્વભાવ છે, કર્મનો જડસ્વભાવ છે એમ પુણ્ય પાપ રાગ દ્વષનો જડસ્વભાવ છે. એક, એકમાં બધું નાખી દીધું. આહાહાહા ! (શ્રોતા બધાને સંયોગમાં નાખી દીધા) સંયોગી અને આ ભાવ બેય એકમાં નાખી દીધા જડ, પૈસા, પૈસા- શું હશે આ તમારા હીરાનું? અહીંયા તો ભગવાન નવતત્ત્વ છે ને? તો પાપતત્ત્વ, પુણ્ય તત્ત્વ ભિન્ન છે. એનાથી ભિન્ન આત્મતત્ત્વ. તો નવ છે ને? જીવ, અજીવ, પુણ્યપાપ, આસવ, બંધ, નિર્જરા, સંવર ને મોક્ષ તો એ પુણ્યતત્વ ભિન્ન છે, ભગવાન ભિન્ન છે. એ રાગ જડ છે અચેતન છે, એમાં જ્ઞાયક ચૈતન્ય ક્યાં આવ્યો અને જ્ઞાયક ચૈતન્યમાં જે રાગ, તારો Page #288 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૩ થી ૧૧૫ ૨૭૩ માની લીધેલો તે રાગ અચેતન પુદ્ગલ (છે). તો તું પુદ્ગલ થઈ જઈશ, જડ થઈ જઈશ. આહાહા ! આંધળો થઈ જઈશ. આકરું કામ છે. કર્મ પણ જડ છે, એ પ્રકારે જીવ અને પ્રત્યયમાં એકત્વ નથી, પ્રત્યય એટલે આસવ-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને તેર ગુણસ્થાન એ બધા પ્રત્યયમાં નાખ્યા. “આ રીતે જીવને અને પ્રત્યયોને એકપણું નથી.” એ ગુણસ્થાનના ભાવ અને આત્મામાં એકપણું નથી–એ તદ્ન ભિન્ન છે. આહાહાહા ! ભાવાર્થ- મિથ્યાત્વ અંદર આવ્યા'તા ને ચાર મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ, ચાર પહેલાં આવ્યા'તા પહેલાં પહેલાંમાં આવી ગયા હતા. મિથ્યાત્વાદિ આસવ તો જડસ્વભાવ છે. વિપરીત માન્યતા હોં. માન્યતા (ને) આંહી જડસ્વભાવ કહ્યો. પરમાણું તો જુદા મિથ્યા માન્યતા છે એ જડસ્વભાવ છે. અને જીવ ચૈતન્યસ્વભાવ છે. ભગવાન તો જાણક સ્વભાવની મૂર્તિ પ્રભુ છે. યદી જડ અને ચૈતન્ય એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યોનો લોપ થવાનો મહાદોષ આવે છે. એ પુણ્ય ને પાપ તત્ત્વ ભિન્ન છે, એ જડ થઈ જાય, તો જડ રહેતો નથી બહારમાં, પ્રત્યયથી માંડીને બધા પદાર્થો જડ છે. એકકોર આત્મા-ચૈતન્યરાજા ઉપયોગમય રાજા આત્મા ભિન્ન છે. આહાહાહા ! એ તો શુદ્ધ ઉપયોગ જાણન-દેખન સ્વભાવવાળો આત્મા ભિન્ન છે. એ સિવાય બધુંય આ ઇચ્છાથી લઈને, કર્મ, નોકર્મ, શરીર, વાણી, મન, પૈસા, પૈસા બધું જડ છે. એ જડ, તારા થઈ જાય તો તું જડ થઈ જઈશ–પૈસા મારા છે નોટો મારી છે-પૈસા મારા છે. (શ્રોતાઃ- આટલા વર્ષથી પૈસા અમારા છે એમ કીધું તો જડ ન થયો) જડ થયું જ એ માને છે માન્યતામાં નથી થયું શું? માન્યતામાં જડ છે એ ય. આવું છે. એટલા માટે નિશ્ચયનયનો આ સિદ્ધાંત છે શુદ્ધ નિશ્ચયનો આ સિદ્ધાંત છે કે આસવો ને આત્મામાં એકત્વ નથી. એ અજ્ઞાનભાવ જે રાગાદિ, પુણ્ય, પાપ ભાવ છે અને આત્મામાં એકત્વ- છે નહિ. (શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રગટ થાય છે, તે હું નથી. સ્વના આશ્રયમાં હેય- ઉપાદેય બંનેનું જ્ઞાન પણ વ્યવહાર છે. (અર્થાત્ ) હેય-ઉપાદેય બેઉનું જ્ઞાન, એ વ્યવહાર જ્ઞાન કહેવાય. અને એકલું ચૈતન્યનું જ્ઞાન, તેને નિશ્ચયજ્ઞાન કહેવાય છે. (હેય-ઉપાદેયને) જાણવું એ વચમાં આવે છે. – “આ હું નહીં' એમ. સમજાવવું હોય તો શું સમજાવે? “આ રાગ તે હું નથી” એમ કહેવા જાય તો પણ વિકલ્પ ઊઠે છે. પણ સમજાવવું હોય તો કેમ સમજાવે? “હું તો (શુદ્ધ ચૈતન્યમય) લક્ષણવાળું એક પરમજ્યોતિ ધામ સદાય છું' “અને આ જે ભિન્ન લક્ષણવાળા (વિવિધ ભાવો પ્રગટ થાય છે) તે હું નથી” એમ એમાં નાસ્તિ (સાથે) હોય છે. એની, સ્વભાવમાં નાસ્તિ છે. પણ એમાં (પોતામાં) એ અસ્તિ છે. આહા.. હા! “તે હું નથી.” (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં.૮૪, નિયમસાર ગાથા-૫૦ નો શ્લોક) Page #289 -------------------------------------------------------------------------- ________________ २७४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ गाथा-११६,११७,११८,११८,१२० *** F F F ****** अथ पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति सांख्यमतानुयायिशिष्यं प्रतिजीवेण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण । जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि ।। ११६।। कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।।११७।। जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण । ते समयपरिणमंते कहं णु परिणामयदि चेदा । । ११८ । । अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा ।। ११९।। णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव ।। १२० ।। जीवे न स्वयं बद्धं न स्वयं परिणमते कर्मभावेन । यदि पुद्गलद्रव्यमिदमपरिणामि तदा भवति कार्मणवर्गणासु चापरिणममानासु कर्मभावेन संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा जीव: परिणामयति पुद्गलद्रव्याणि कर्मभावेन तानि स्वयमपरिणाममानानि कथं नु परिणामयति चेतयिता।।११८।। अथ स्वयमेव हि परिणमते कर्मभावेन पुद्गलं द्रव्यम् । जीव: परिणामयति कर्म कर्मत्वमिति मिथ्या ।। ११९।। नियमात्कर्मपरिणतं कर्म चैव भवति पुद्गलं द्रव्यम् । तथा तद्ज्ञानावरणादिपरिणतं जानीत तच्चैव ।। १२० ।। ।। ११६।। 1 1 ।। ११७।। तदा यदि पुद्गलद्रव्यं जीवे स्वयमबद्धं सत्कर्मभावेन स्वयमेव न परिणमेत, तदपरिणाम्येव स्यात् । तथा सति संसाराभावः । अथ जीव: पुद्गलद्रव्यं कर्मभावेन परिणामयति ततो न संसाराभावः इति तर्कः । किं स्वयमपरिणममानं परिणममानं वा जीवः पुद्गलद्रव्यं कर्मभावेन परिणामयेत् ? न तावत्तत्स्वयमपरिणममानं परेण परिणमयितुं Page #290 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૬ થી ૧૨૦ ૨૭૫ I पार्येत; न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्यते । स्वयं परिणममानं तु न परं परिणमयितारमपेक्षेत; न हि वस्तुशक्तय: परमपेक्षन्ते । ततः पुद्गलद्रव्यं परिणामस्वभावं स्वयमेवास्तु। तथा सति कलशपरिणता मृत्तिका स्वयं कलश इव जडस्वभावज्ञानावरणादिकर्मपरिणतं तदेव स्वयं ज्ञानावरणादिकर्म स्यात्। इति सिद्धे पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वम्। હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે (અર્થાત્ સાંખ્યમતી પ્રકૃતિ-પુરુષને અપરિણામી માને છે તેને સમજાવે છે ) :જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે ! ૧૧૬. જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે, સંસા૨નો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૧૭. જો કર્મભાવે પરિણમાવે જીવ પુદ્દગલદ્રવ્યને, કયમ જીવ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે ? ૧૧૮. સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે, જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં-મિથ્યા બને.૧૧૯. પુદ્ગલદરવ જે કર્મપરિણત, નિશ્ચયે કર્મ જ બને; જ્ઞાનાવ૨ણઇત્યાદિપ૨િણત, તે જ જાણો તેહને.૧૨૦. ગાથાર્થ:-[ Ëવત્ પુર્વાભદ્રવ્યમ્ ] આ પુદ્ગલદ્રવ્ય [ નીવે] જીવમાં[ સ્વયં] સ્વયં [બધું ન] બંધાયું નથી અને [ર્મભાવેન] કર્મભાવે [ સ્વયં] સ્વયં [ત્ત પરિળમતે] પરિણમતું નથી [ વિ] એમ જો માનવામાં આવે [તા] તો તે [ અપરિગામિ ] અપરિણામી [ભવત્તિ ] ઠરે છે; [૬] અને [ હાર્મળવળાપુ] કાર્યણવર્ગણાઓ [ ટર્મમાવેન ] કર્મભાવે [ અપરિળમમાનાસુ ] નહિ પરિણમતાં, [ સંસારચ] સંસારનો [ અભાવ: ] અભાવ [ પ્રસંનતિ ] ઠરે છે [વા] અથવા [ સાંણ્યસમય: ] સાંખ્યમતનો પ્રસંગ આવે છે. વળી [ નીવ: ] જીવ [ પુાતદ્રવ્યા]િ પુદ્ગલદ્રવ્યોને [ર્મભાવેન ] કર્મભાવે [પરિામયતિ] પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે [ સ્વયમ્ અપરિળમમાનાનિ] સ્વયં નહિ પરિણમતી એવી [જ્ઞાનિ] તે વર્ગણાઓને [ શ્વેતયિતા] ચેતન આત્મા [છ્યું નુ ] કેમ [ પરિણામત્તિ ] પરિણમાવી શકે ? [ ગ્રંથ ] અથવા જો [પુર્વીલન્ દ્રવ્યમ્ ] પુદ્ગલદ્રવ્ય[ સ્વયમેવ ≠િ ] પોતાની મેળે જ [ ર્મભાવેન ] કર્મભાવે [પરિણમત્તે ] પરિણમે છે એમ માનવામાં આવે, તો [ નીવ: ] જીવ [f] કર્મને અર્થાત્ પુદ્ગલદ્રવ્યને [ ર્મત્વમ્] કર્મપણે [ પરિણામયતિ ] પરિણમાવે છે [ તિ] એમ કહેવું Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ [મિથ્યા] મિથ્યા કરે છે. [નિયમતિ] માટે જેમ નિયમથી [વર્મપરિણતં] *કર્મરૂપે પરિણમેલું [પુતિમ દ્રવ્યમ] પુદ્ગલદ્રવ્ય [ રૈવ ] કર્મ જ [ભવતિ છે [તથા] તેવી રીતે જ્ઞાનાવરણ વિપરિપતં] જ્ઞાનાવરણાદિરૂપે પરિણમેલું [ત] પુદ્ગલદ્રવ્ય [ તત્ ર ] જ્ઞાનાવરણાદિ જ [ નાનીત ] જાણો. ટીકાઃ-જો પુદગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. ( કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “જીવ પુગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે -શું જીવ સ્વયં અપરિણમતા પુગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જોન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. * કર્મ = કર્તાનું કાર્ય, જેમ કે માટીનું કર્મ ઘડો. પ્રવચન નં. ૨૧૧ ગાથા-૧૧૬ થી ૧૨૦ રવિવાર, ફાગણ સુદ-૬, તા.૪/૩/ ૭૯ શ્રી સમયસાર, એકસો પંદર ગાથા થઈ ગઈ છે. ૧૧૬ થી ૧૨૦. સાંખ્યમતનો અનુયાયી શિષ્ય એટલે શું કે પુદ્ગલ અને જીવ જે છે એ પરિણમતા નથીબદલતા નથી, બીજા એને બદલાવે એમ કહેવાવાળો શિષ્ય સાંખ્યમતનો અનુયાયી છે. ચાહે તો જૈન હો. પુદગલ જે કર્મ, આંહી તો આવી ગયું ને (કે) જ્ઞાનાવરણી કર્મ જે બને છે એ પુદગલની પર્યાય છે, પુદ્ગલથી બને છે. આત્માએ રાગ-દ્વેષ કર્યા તો કર્મની પર્યાયને થવું પડયું એવું છે નહીં. સમજાણું કાંઈ ? જડ અને ચૈતન્યનો પરિણમન સ્વભાવ છે, બદલવાનો સ્વભાવ છે, તો પોતાથી બદલે છે, પરથી બદલતું નથી, એ વાત કહે છે. जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण। जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि।।११६ ।। कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।।११७।। Page #292 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૬ થી ૧૨૦ ૨૭૭ जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण। ते समयपरिणमंते कहं णु परिणामयदि चेदा।।११८ ।। अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं। जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा।।११९ ।। णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्वं। तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव।।१२० ।। જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે ! ૧૧૬. જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે!૧૧૭. જો કર્મભાવે પરિણાવે જીવ પુદ્ગલદ્રવ્યને, કયમ જીવ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮. સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે, જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં-મિથ્યા બને. ૧૧૯. પુગલદરવ જે કર્મપરિણત, નિશ્ચય કર્મ જ બને; જ્ઞાનાવરણઇત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦. સૂક્ષ્મ છે થોડો અધિકાર! ટીકાઃ- શું કહે છે? સાંભળો કે આત્મામાં જે રાગ દ્વેષ થાય છે, એ સમયે જે કર્મબંધન થાય છે, એ કર્મબંધન શું રાગ, દ્વેષ કરાવે છે? એ કર્મબંધન થાય છે એ પોતાની પુદ્ગલની પર્યાયનો પરિણમનનો કાળ છે તો એ જ્ઞાનાવરણી ઉત્પન્ન થાય છે. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! જ્ઞાનાવરણીપણે જે પુદ્ગલ બને છે, તો એ એનાં પરમાણુની વર્ગણા જે છે કર્મ એ પર્યાય કર્મરૂપે થવાનો એ કાળ છે તો એ પરિણમે છે. એ કર્મની પર્યાય જે થાય છે એ આત્માથી થાય છે એમ નથી, એ સ્વતંત્ર દ્રવ્ય છે. સમજાણું કાંઈ....? આવું કહે છે કે આત્મા કર્તા ને ભોક્તા કર્મનો, તો એ વાત છે નહીં. આત્મા તો પોતામાં અજ્ઞાનભાવે કરે અજ્ઞાનને (કાં) જ્ઞાનભાવે કરે જ્ઞાનને, એને કરે ને ભોગવે, કર્મને આત્મા કરે ને એને ભોગવે, એવું થતું નથી. વાત ઝીણી છે જરી. -જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં ન બંધાયું થયું જ્ઞાનાવરણી પુગલ સ્વયં પોતાની પરિણતિથી જો જીવ સાથે બંધન ન હો, તો સ્વયં ન બંધાઈને, કર્મભાવથી સ્વયમેવ પરિણમતું ન હોય તો. આહાહાહા ! જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ છે, એ સ્વયં પોતાની પરિણતિથી પરિણમે છે. આત્માએ રાગ દ્વેષ કર્યા, મિથ્યાત્વ કર્યું માટે એને કર્મપણે પરિણમવું પડ્યું એવું છે નહિ. આવી વાત છે. આ તો અંદરમાં જેટલા રાગ દ્વેષ કરે, એટલા કર્મની પર્યાય પોતાથી બંધાય, તો જ્યારે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અંતરમાં આવો નિમિત્ત-નિમિત્ત સંબંધમાં નિમિત્તની અપેક્ષા નહીં. આ દેહની ક્રિયા જે થાય છે એમાં આત્માની અપેક્ષા કંઈ પણ નથી. એ પરમાણું શરીર છે. એ પોતાની પર્યાયપણે પરિણમે છે, આમ-આમ આત્મા એને હલાવી શકે ત્રણકાળમાં નહિ. આહાહા ! સમજાણું કાંઈ...? અંતરમાં જેટલા રાગ-દ્વેષ ને અજ્ઞાન કરે એ પ્રમાણે, પુગલકર્મની પર્યાય, પુદગલથી થાય, એ પણ પોતાના રાગ દ્વેષના કારણે નહીં, જ્યાં નિમિત્ત-નિમિત્ત સંબંધ નજીક છે તો પણ નિમિત્તથી એમાં પરિણમન થાય છે, એવું નથી. આહાહાહા ! તો આ તો આખો દિ' અમે કરીએ છીએ-શરીરનું, વાણીનું કરીએ છીએ શરીરને આ પૈસા દઈએ છીએ-લઈએ છીએ, એ બધી ક્રિયા જડની છે, જડથી સ્વતંત્ર થાય છે, આત્માથી નહીં. કહો, હસમુખભાઈ ! આવી વાત છે. આહાહા ! કહે છે તેં શું હાથ ભગવાનને જોડયા આમ-આમ ક્રિયા ( જોડવાની) કોણે કરી? આ હાથ જોડયા એ કોણે કર્યું? આત્માએ કર્યું? નહિ, એ પર્યાય જડની છે, એ સમયે એ રીતે પરિણમી છે, આત્મા એનો કર્તા છે નહીં. આહાહાહા ! સ્વાહા. ભક્તિમાં કરે છે ને પૂજામાં, એ સ્વાહાની ભાષા આત્મા નથી કરતો, એ પરમાણુની ભાષા વર્ગણાની પર્યાય સ્વાહાપણે પરિણમી છે. આહાહાહા ! આવી વાત છે. છે? જો પુગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું પોતાથી બંધાય છે આત્માથી નહીં. કર્મભાવે સ્વયમેવ ન પરિણમે-એટલે બીજી ભાષામાં સ્વયં ન બંધાય અને સ્વયમેવ પરિણમે નહીં, તો તે અપરિણામી જ સિદ્ધ થશે. તો પુદગલ અપરિણામી ઠરે છે. નહીં બદલાવવાવાળું સિદ્ધ થશે, તો નહિ બદલવાનો સ્વભાવ નહિ તો બધાનો બદલવાનો સ્વભાવ છે. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ લોકો કહે છે ને કે આત્મા જેવાં કર્મ બાંધે એવા ભોગવે, પણ આંહી તો કહે છે કે આત્મા બાંધેય નહીં, કર્મ તો પુદગલની પર્યાય છે તો પુદ્ગલથી બંધાય છે. અને કર્મનું ભોગવવું આત્માને છે જ નહીં, એ તો જડની પર્યાય છે. ભોગવે અજ્ઞાની તો પોતાના રાગ દ્વેષને ભોગવે, અને ધર્મી છે એ તો પોતાના જ્ઞાન ને આનંદને ભોગવે, કર્મનો ભોગવટો તો અજ્ઞાનીને પણ નથી. આવી વાત છે. દુનિયાથી ઊંધું છે બધું. આહાહા ! અને એમ થતાં, સંસારનો અભાવ થાય, શું કહે છે? પુદ્ગલ ( જો ) પોતાથી કર્મપણે ન પરિણમે, તો જીવની સાથે કર્મબંધન છે જ નહીં તો પછી સંસારનો અભાવ થઈ જશે. સમજાણું કાઈ ? કર્મ પોતાથી-પુદ્ગલ પોતાથી કર્મરૂપ ન પરિણમે તો તો આત્મામાં (કર્મ) તો છે નહીં, કાંઈ નિમિત્તપણે કર્મનું તો સંસારનો અભાવ થઈ જશે. છે? કેમ કે જો પુદ્ગલદ્રવ્ય કર્મરૂપ નહીં પરિણમે તો જીવ કર્મ રહિત સિદ્ધ થશે, તો આત્મા કર્મ રહિત થશે, (કર્મ) નિમિત્તપણે તો છે, આ તો નિમિત્તપણું ય ન રહ્યું, તો પછી સંસાર કોનો? આહાહાહા ! અહીં જો એમ તર્ક ઉપસ્થિત કરવામાં આવે કે “જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે (તેથી સંસારનો અભાવ થતો નથી) યુક્તિ-ન્યાયથી વાત છે. સૂક્ષ્મ (છે) ભાઈ વેપારીને તો મુશ્કેલ પડે એવું છે. જીવ, પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે કોઈ એમ કહે કે જીવ છે એ પુદગલકર્મની પર્યાયને–પરિણમાવે છે. એમ જો કોઈ કહે “તેથી સંસારનો અભાવ થતો નથી “તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને આ પ્રમાણે કરવામાં આવે છે” :- શું જીવ સ્વયં અપરિણમતા Page #294 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૬ થી ૧૨૦ ૨૭૯ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને ? આહાહા ! શું કહે છે, પુદ્ગલ ( દ્રવ્ય ) કર્મરૂપે પરિણમતું નથી એને જીવ ( કર્મરૂપે ) પરિણમાવે છે ? આહાહા ! આ શ૨ી૨ આમ આમ ચાલે છે તો એ નહિ પરિણમતાને, આત્મા પરિણમાવે છે? એ તો પોતાથી પરિણમે છે–એ સ્વયં પરિણમે છે, આત્માથી નહીં.આહાહા ! અહીં તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ નજીકમાં જે રાગ-દ્વેષ આદિ છે એ પ્રમાણે કર્મ બંધાય છે, છતાં એ પુદ્ગલ પોતાની પર્યાયથી બંધાય છે, આ રાગ દ્વેષથી નહીં. નિશ્ચયથી તો નિમિત્તની અપેક્ષા પણ નથી. આહાહાહા ! ટીકામાં છે. શું ? શું કહે છે ? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય આઠ કર્મ છે, એ આઠ કર્મ, પુદ્ગલની જડની પર્યાય છે. એ પુદ્ગલની પર્યાય કર્મની એનાથી થાય છે, આત્મા એને પરિણમાવે છે ને આત્મા કર્મ બાંધે છે એવું છે નહીં. અરે અરે ! આવી વાતું હવે. જીવ, સ્વયં અપરિણમતાને બીજા દ્વારા પરિણમાવી શકે નહીં, શું કીધું ? જો પુદ્ગલ કર્મરૂપે ન પરિણમે તો જીવ એને પરિણમાવી શકે, એવું ત્રણકાળમાં બને નહીં. આહાહા ! આ આંગળી આમ-આમ ચાલે છે અંદર પોતાની પર્યાયથી આમ થતું ન હોય તો આત્મા એને નહીં પરિણમતાને પરિણમાવી શકે એવું છે નહીં. પુનાતર ? ઝીણી વાત છે બહુ. આહાહાહા ! આ દાઢ છે દાઢ રોટલીના ટુકડા થાય છે તો કહે છે કે રોટલીના ટુકડા ( પણે ) પરિણમવાની શક્તિ એમાં છે કે દાઢે કર્યા ? જો ટુકડા થવાની પરિણમન શક્તિ એમાં ન હોય તો બીજા એને પરિણમાવી શકે, એમ ત્રણકાળમાં બને નહીં. અને પોતાનાથી જો બને તો બીજા કોઈની અપેક્ષા છે નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ ? '' “શું જીવ સ્વયં અપરિણમતા એવા પુદ્ગલદ્રવ્યને કર્મભાવરૂપે પરિણમાવે છે ?” કર્મ નથી પરિણમતાને શું જીવ એને પરિણમાવે છે કર્મને ? આહાહા ! છે ? તો, પ્રથમ સ્વયં અપરિણમતાને બીજા દ્વારા પરિણમાવી શકાય નહીં, જો પરિણમવાની શક્તિ એમાં નથી તો બીજા એને પરિણમાવી શકે એવું બને નહીં. આહાહા ! આકરું કામ છે આ ચશ્મા છે ને ચશ્મા ? આમ-આમ ( નાક ઉ૫૨ ) આમ અહીં આવ્યા છે એ એની પરિણમન શક્તિના કારણથી છે. આંગળીથી કે આત્માથી અહીં ઉપર આવ્યા છે, એમ છે નહીં, એમ કહે છે. આહાહા ! આ જિનવરની વાત દુનિયાથી ( જુદી જાત ! ) શરીર જડ છે, વાણી જડ છે તો એ જડની પર્યાય જડથી પોતાનામાંથી થાય છે. આત્મા અંદર છે તો (તેની ) પ્રેરણાથી જડની પર્યાય થાય છે શરીરની એવું છે નહીં. આહાહા! આંહી તો અંતરની વાત લીધી (છે), કે આત્મા, પુદ્ગલદ્રવ્યને કર્મપણે નથી પરિણમાવતો એને આત્મા પરિણમાવી શકે ? એ કહે છે, જુઓ ! આહાહાહા ! แ કા૨ણ કે જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ.” –એ જ્ઞાનાવરણી આદિમાં પુદ્ગલની પરિણમવાની શક્તિ ન હોય તો બીજા કોઈ શક્તિ આપી શકે એવું છે નહીં. ઝીણી વાત બહુ બાપુ. આહાહા ! જૈનધર્મ, ઝીણો બહુ. લોકોને વિચારમાં ન મળે મનનમાં ! આત્મા કર્મ બાંધે ને આત્મા કર્મ તોડે. કર્મ તો પુદ્ગલની પર્યાય છે, એને આત્મા શી રીતે બાંધે ? અને કર્મ તો પુદ્ગલની પર્યાય છે તોડે તો એની પર્યાય તોડે, આત્મા જડની પર્યાય તોડી શકે ? આહાહાહા ! સમજાણું કાંઈ... ? Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ (“જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ.”)-સ્વયં પરિણમવાની શક્તિ નથી તો બીજા કોઈ અન્ય કોઈ કરી શકતા નથી. છે? “વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય” – પુદ્ગલમાં જ્ઞાનાવરણીપણે પરિણમવાની શક્તિ ન હોય તો એને અન્ય કોઈ કરી શકે નહીં. આત્મા એને જ્ઞાનાવરણીપણે પરિણમાવી શકે એવું છે નહીં, ઝીણી વાત છે બહુ, આ ગાથા કર્તાકર્મની છે ને? આહાહા! આ તો અંતરની વાત છે, જે ખાસ. અહીં રાગ દ્વેષ ને અજ્ઞાન કરે એટલું કર્મ બાંધે, છતાં એ કર્મ પોતાની પર્યાયથી બંધાય છે, આ રાગ દ્વેષથી નહીં. એ તો નિમિત્ત છે કર્મ, એ સમયે પોતાના ઉપાદાનથી પુદ્ગલ-ચીજ કર્મરૂપે થાય છે. આત્મા અને પરિણાવી શકે નહીં. જો એમાં પરિણમવાની શક્તિ ન હોય તો બીજા એને શક્તિ આપી શકે નહીં. જે પોતાથી પરિણમે છે તો બીજાની અપેક્ષા છે નહીં. આવી વાતું છે. વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે ને આ ન્યાયના આ વિષયો ઝીણાં, આહાહાહા ! શું કહ્યું આ? સમજાણું કાંઈ... ? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, અંતરાય, આયુષ્ય, કોઈ કહે કે અમે અમુક પરિણામ કર્યા, તો આયુષ્ય બાંધ્યું એ જૂઠ છે. આયુષ્યના પરમાણું આયુષ્યપણે પરિણમવાની શક્તિથી પરિણમ્યા છે, તે આયુકર્મમાં નિમિત્ત, પરિણામ થયા પરિણામ પણ તે પરિણામ તો હવે આયુષ્યના પરિણામ જે બંધાયા એ પુદ્ગલની પર્યાયથી બંધાણા છે. આહાહા ! જો એ પુદ્ગલની પરિણમવાની શક્તિ ન હોય તો બીજા (કોઈ એને ) શક્તિ આપી શકે નહીં અને જો પોતામાં શક્તિ હોય તો બીજાની અપેક્ષા છે નહિ. આવું ઝીણું છે બાપુ, વીતરાગ મારગ અલૌકિક છે. “જો વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તો તેને અન્ય કોઈ કરી શકે નહિ માટે પ્રથમ પક્ષ અસત્ય છે-જૂઠો છે, અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય,”દેખો! આહાહા ! કર્મ છે (એ) પોતાની પર્યાયથી પરિણમે છે, તો બીજાની અપેક્ષા એને છે નહીં, અને પરિણમતું નથી તો બીજા કોઈ પરિણમાવી શકે એવું છે નહીં, આરે... અરે! આવી વાતું છે. આ વકીલોના જેવું છે ન્યાય, લોજિકથી વાત કરે છે. લોજિક ન્યાયથી વાત કરે છે. આહાહાહા ! માટે પ્રથમ પક્ષ અસત્ય છે. અને સ્વયં પરિણમતાને તો પર અન્ય પરિણમાવનારની અપેક્ષા ન હોય, આઠકર્મની પર્યાય પુદ્ગલદ્રવ્યથી પોતાથી થાય છે, પોતાથી એટલે પુદ્ગલથી, આત્માથી નહીં. (શ્રોતાઃ- જીવના વિકારથી થયું) એ પ્રશ્ન જ નહિ અહીં, એ સમયે કર્મની પર્યાય પરિણમવાનો સ્વકાળ છે, તો પરિણમે છે. અહીં રાગ-દ્વેષ હોય ભલે પણ એ નિમિત્તની અપેક્ષા વિના, પોતાથી પરિણમે છે, સૂક્ષ્મ વાત છે ભાઈ, જૈનધર્મ સમજવો એ ઘણી સૂક્ષ્મ વાત છે. આ તો અત્યારે જડની વાત છે, પછી જીવની કહેશે, (શ્રોતા- આઠ કર્મોની જુદી જુદી જાત છે) એ જાત જ જુદી, પર્યાયપણે પરિણમવું, એ પરમાણુમાં એ સમયે એવી તાકાત છે, જ્ઞાનાવરણીપણે થવું-દર્શનાવરણીપણે થવું-વેદનીયપણે થવું એમ આયુષ્યપણે થવું અંતરાયપણે થવું, એ કર્મપણે એ પરમાણુમાં એ શક્તિ એમાં છે એનાથી એ પર્યાય થાય છે. (શ્રોતાઃ- દ્રવ્ય કર્મના રજકણ ઝીણા અને રૂપીયા મોટાં) મોટા રૂપિયાને તો રૂપિયો, તો કહે છે ને કે આ રૂપિયા છે, નોટ, એ નોટ આમ જાય છે, તો કહે છે કે તારો વિકલ્પ આવ્યો કે Page #296 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૬ થી ૧૨૦ ૨૮૧ આને હું નોટ દઉં માટે તે જાય છે તો એમાં પરિણમન શક્તિ નથી-આ જવાની શક્તિ નથી તેનામાં કહે છે ને તેં (દેવાના ભાવ) કર્યા તો પૈસા ગયા (એમ છે નહીં ) (શ્રોતા:- તો પહેલાં કેમ નહોતા ગયા?) પહેલાં? પણ તે સમયની પર્યાયની વાત છે કે પહેલાં બીજી પર્યાય હતી, પહેલા બીજી પર્યાય હતી, અત્યારે કર્મની પર્યાય એમાં છે ! આહાહાહા ! આવું કામ છે ઝીણું. વીતરાગ મારગ જૈન પરમેશ્વર “પ્રત્યેક દ્રવ્યને નિત્ય પરિણામી' કહે છે–પ્રત્યેક પદાર્થ નિત્ય નામ કાયમ રહીને બદલે છે, તો બદલે છે તો બીજું એને બદલાવે એવું છે નહીં. આહાહાહા ! આકરું કામ છે ભાઈ !( શ્રોતા- બીજો સમજાવી તો શકે ને) એ સમજાવી શકે તો ભાષા, ભાષા જ આત્માની નથી. આત્મા, ભાષા કરી શક્તો નથી, ત્રણકાળમાં એ (ભાષા) પુગલની પર્યાય છે–ભાષા વર્ગણાથી ભાષા થાય છે. આત્માથી ભાષા થતી નથી. (શ્રોતા – ભાષાથી શિષ્ય સમજી તો જાય છે ને) એ સમજણ એનાથી એ સમજતો નથી, એનાં ઉપાદાનની યોગ્યતાથી ત્યાં સમજે છે. શબ્દ આવ્યો માટે એ સમજણમાં આવ્યું એને એવું નથી. શબ્દ જડ ભિન્ન ચીજ છે અને એનાથી એને સમજણમાં આવે છે (એમ નથી) એને એની ઉપાદાનની યોગ્યતાથી સમજણમાં આવે છે. આહાહા ! આવું બધું ઊંધું છે-જગત ઊંધું એનાથી ઊંધું ઘડો ઊંધો હોય ને ઘડો, તો એના ઉપર સવળો (ઘડો) ન બેસે. ઊંધા ઉપર ઊંધો જ રહે. (શ્રોતા – આમ નાખે તો બેસે ?) એ એના ઉપર પણ બીજું નાખવું પડે એમ એક દ્રવ્યનો ઊંધો તર્ક છે કે એક દ્રવ્ય, અમે પરિણાવી શકીએ છીએ–બદલાવી શકીએ છીએ, તો બધા દ્રવ્યોને બદલાવી શકીએ છીએ, એવી એની માન્યતા થઈ, આહાહાહા ! આકરું કામ છે ભાઈ ! આ બે બોલ થયા. કે પુગલ, કર્મરૂપે પરિણમવાની શક્તિ છે તો પરિણમે છે કે શક્તિ નથી ને પરિણમે છે? જો પરિણમવાની શક્તિ છે તો બીજાની અપેક્ષા નથી ને પરિણમવાની શક્તિ નથી તો બીજો શક્તિ આપી શકે નહીં. આહાહા ! (શ્રોતાઃ- ધર્મ કરવો એમાં આને શું કામ છે?) હા, ઈ (જ) કહે છે કે તારે તું જડની પર્યાય મારાથી થઈ, એમ તું માનવાવાળો - તારી દૃષ્ટિ મિથ્યાત્વ છે અને તારામાં રાગ થાય છે, એ કર્મથી થાય છે, એ દૃષ્ટિ મિથ્યાત્વ છે. રાગ ને દ્વેષ, વિષયવાસના આદિ તારાથી ઉત્પન્ન થાય છે, કર્મને કારણે થાય છે, એ જૂઠ છે એમ બતાવવું છે. (શ્રોતા:- રાગ-દ્વેષ પુદ્ગલના પરિણામ છે) નહિ, નહિ એ કઈ અપેક્ષાએ કહ્યું છે, એ તો જીવનો (સ્વભાવ નથી એ અપેક્ષાએ વાત છે) અહીં તો પોતાની પર્યાય રાગાદિ પોતાથી થાય છે. એ સિદ્ધ કરવું છે. પછી સ્વભાવની દૃષ્ટિ બતાવવી હોય જે સ્વભાવ ત્રિકાળ આનંદકંદ પ્રભુ છે તો એ દૃષ્ટિની અપેક્ષાએ વિકારી પરિણામ પુદ્ગલ છે-આવું નિમિત્તને આધિન થાય છે એવું કહી દીધું છે. થયાં છે પોતાથી છતાં પોતાના સ્વભાવમાં રાગ દ્વેષ કરવાની શક્તિ નથી. આત્મા આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ એ વિકાર કરે એવી કોઈ (શક્તિ) અનંત ગુણમાં એવો કોઈ ગુણ નથી એ કારણે ત્યાં સ્વભાવની દૃષ્ટિ કરાવવા, વિકારને-જે કર્મની પર્યાયમાં થાય છે એ કર્મના નિમિત્તના આધિન થઈને થાય છે, એમ બતાવીને છોડી દે એ. ઝીણી વાત છે અત્યારે તો એ વાત નથી. અહીં તો ફક્ત રાગ અને દ્વેષ ને અજ્ઞાન તું તારાથી કરે છે, એ આવશે પછી આગળ કે કર્મનો ઉદય આવ્યો ને તારે રાગ કરવો પડયો એવું છે નહીં એ સ્ત્રીવેદનો ઉદય છે તો અહીં Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨. સમયસાર સિદ્ધિ ભાગ-૫ વાસના થઈ એવું છે નહીં-પુરુષવેદનો ઉદય ત્યાં છે તો તને વાસના થઈ એવું છે નહીં. સમજાણું કાંઈ? સ્વતંત્ર, તારી વિકારી પર્યાય કરવામાં તું સ્વતંત્ર છો કર્મથી વિકારી પર્યાય થઈ એવું છે નહીં. આહાહા! સમજાણું કાંઈ? એમ કર્મમાં કર્મની પર્યાય આત્માથી થઈ એમ છે નહીં. આહાહાહા ! “સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય” આહાહા! દેખો અપેક્ષાની ના પાડે છે. પુદ્ગલ કર્મરૂપે પરિણમે છે સ્વયમેવ, તો એને બીજાની અપેક્ષા છે નહીં. આહાહાહા ! ઝીણું બહુ ભાઈ વખત (કાઢવો) નિવૃત્તિ લેવી થોડી, તે પછી મનન કરવું તો સમજાય એવી વાત છે. આખો દિ' ધંધા કરે છે કે શું) જડની પર્યાય આત્મા કરી શકે છે કે નહીં ? (નથી કરી શકાતી) એમ કહે છે. દુકાને બેસીને આમ આ દીધા-આ લીધા ફલાણું દીધુંલીધું (કરે છે ને !) (શ્રોતા – જડની પર્યાય જડ કરે છે એમ માનીને ધંધો કરીએ તો એમાં શું વાંધો?) દુકાન પણ દુકાનની (ક્રિયા) કરી શકે જ નહિ ને દુકાનની કોઈ પર્યાય પૈસા લેવા દેવા, માલ દેવો લેવો, એ આત્મા કરી શકતો જ નથી ત્રણ કાળમાં, એ તો જડની પર્યાય છે. સમજાણું આમાં? એવી વાત છે. (કહે છે કે, સ્વયં પરિણમતાને અન્ય પરિણમાવનારની અપેક્ષા નથી. જુઓ, પરમાણું પોતાથી પરિણમે છે. જુઓ આ લાકડી છે, તો એ લાકડી અહીંયા પડી છે તો એ એની પરિણમન શક્તિથી અહીંયા આવી છે. આંગળાથી નીચે આવી છે એવું છે નહીં. (શ્રોતા- અંગુલી ન હોય તો) પણ અડે જ ક્યાં? એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું જ નથી ક્યારેય, એ ત્રીજી ગાથા છે સમયસાર (તેમાં કહ્યું છે ) અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ ભગવાન કહે છે કે એક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને ચૂંબે છે. ચુંબતે નામ સ્પર્શે છે પણ અન્ય કોઈ (દ્રવ્યને ચુંબતું નથી). ત્રીજી ગાથામાં છે, આ સમયસાર છે ને (એમાં) ત્રીજી ગાથામાં છે, દેખો, એ ટીકાની પાંચમી લીટી છે-છઠ્ઠી કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે, સ્પર્શે છે તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તો પણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. આહાહા(આ વિશ્વમાં) દરેક આત્મા, દરેક પરમાણુઓ પોતામાં જે ગુણ-પર્યાયો છે એને ચુંબન કરે છે એને સ્પર્શે છે-અડે છે, તો પણ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી-અડતા નથી એકબીજાને સ્પર્શ નથી કરતા એક પરમાણુ બીજા પરમાણુને અડતું નથી. આત્મા, બીજા પરમાણુને સ્પર્શે નહીં. આહાહા! સમજાણું કાંઈ...? ભજીયા આમ તીખા-તીખા હોય છે ને તીખાં કહે છે ને, મરચાં-મરી હોય છે ને? તો એ તીખા મરચાં છે તો એ જીભને અડતા નથી. કેમકે એક તત્ત્વ પોતાના ગુણ-પર્યાયને અડે છે, બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, અડતું નથી. અડતા નથી, સ્પર્શતા નથી, ક્યારેય ચૂંબતા નથી. ઓહોહો ! એક દ્રવ્ય બીજા (દ્રવ્યને) ચુંબતું નથી. આહાહાહા ! આ વાત છે. બાળક નાનું હોય ઓલા ચૂંબે છે ને તો કહે છે કે આ હોઠ એ ગાલ સાથે હોઠ અડયો જ નથી અને હોઠ છે એને આત્મા ક્યારેય સ્પર્યો નથી. અને ગાલ ભીનો થયો એ પોતાથી થયો Page #298 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૬ થી ૧૨૦ ૨૮૩ છે. આકરી વાત છે ભાઈ જૈનધર્મ-સર્વજ્ઞથી જાણેલો! એ અલૌકિક વાત છે. આ તો એવું માટે તો આંહી કહેવાય છે ને? સાંખ્યમતના અનુયાયી હોય. જૈનમાં પણ કહેનારા એવા છે ને? કે કર્મ પોતાથી બંધાય છે, એ આત્મા કર્મ બાંધે છે તો એ સાંખ્યમતના અનુયાયી છે, એ જૈન નહીં. એને જૈનની ખબર નથી. આહાહાહા ! એ આવ્યું તે પહેલાં અહીંયા (મથાળે) સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રત્યે, જૈનમાં આવ્યા છીએ પણ જો સાંખ્યમતને અનુસારે પોતાના પરિણામ પોતાથી છે એવું ન માનીને, પરનું પરિણમન હું કરી શકું છું અને મારું પરિણમન પર કરી શકે છે એવું માનવાવાળા મિથ્યાષ્ટિ-સાંખ્યમતી છે, એ જૈન છે નહીં. આંહી આવ્યું કે, દેખો આવ્યું આ, પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબન કરે છે, ત્રીજી ગાથા છે, પાંચમી લીટી છે, પાંચમી. આહાહાહા ! દરેક પદાર્થો, બધા પદાર્થો, બધા પદાર્થ છે? પોતાના દ્રવ્યમાં પોતાના પદાર્થમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોનો ચક્રને ચુંબન કરે છેસ્પર્શ કરે છે, તથાપિ પરસ્પર એક બીજાને સ્પર્શ કરતા નથી. આહાહાહા ! આ હાથ અહીં અડે છે આ શરીરને? કે નહીં. અગ્નિ કરે કોણ? એ સમયની પર્યાય એવી છે, પરિણમન થવાની યોગ્યતાથી પરિણમે છે અગ્નિથી નહીં. વીંછીનો ડંખ આત્માને-શરીરને અડતોય નથી, ઝંખના પરમાણું ભિન્ન છે ને શરીરના ભિન્ન છે. આહાહા! અરે, એને ક્યાં પહોંચવું? આહાહા!ત્રીજી ગાથા દરેક પરમાણુ પ્રત્યેક પરમાણું અને પ્રત્યેક આત્મા, એકનિગોદમાં, (અનંતાનંત) નિગોદના જીવ છે, અંગુલના અસંખ્ય ભાગમાં શરીર અસંખ્ય છે નિગોદના, અને એક એક શરીરમાં અનંત જીવ છે નિગોદમાં અને એક એક જીવ એક શ્વાસ ને આદિ એક છે, છતાં એકબીજાને અડતાં નથી. આહાહા !નિગોદ-લીલ, ફુગ કાય, અનંતકાય એક (કટકી) આટલી અમથીમાં અનંતકાય છે, અનંત શરીર છે, અનંત શરીર તેજસ-કાર્માણ છે, અને ઔદારિક અસંખ્ય છે, એક એક પરમાણું અને એક એક આત્મા એક-બીજાને ક્યારેય સ્પર્શતા નથી. આહાહા ! આ વાત બેસવી કઠણ નવરાશ ન મળે. (શ્રોતા:- જ્ઞાનમાં તો જીવ પકડાય છે) પકડાણું નથી જીવને. શરીરને પ્રાપ્ત થયા છે. પોતેપોતે, આ મારું છે એમ માન્યું છે એમ કહે છે. શરીર તો માટી છે-જડ છે, આ તો માટી છે, એ તો મસાણની રાખ થાશે, એ તારી ચીજ ક્યાં છે? તારામાં શું (એ) છે? આહાહા! શરીરને આત્મા ચુંબતો નથી-અડતો નથી શરીરને ક્યારેય આત્મા અડયો જ નથી અને શરીર આત્માને ક્યારેય અડતું નથી. ( શ્રોતા- શરીર ને આત્માને સંયોગ છે) સંયોગ, એ તો ક્રિયા–સંયોગની વાત કરે છે (પરંતુ) સંયોગ-સંબંધ જ નથી. એ તો પર તદ્દન છે. તદન પર સંબંધ છે. આહાહાહા ! “નાસ્તિ સર્વોડપિ સમ્બન્ધઃ” (શ્લોક ) ૨૦૦ આવે છે ને? બસોમો કળશ છે. સર્વોપિ સંબંધ નિષેધાઃ- એક તત્ત્વને, બીજા તત્ત્વને કોઈપણ સંબંધ છે નહીં. આહાહાહા! દુનિયામાં અત્યારે આખો મારગ ફેરવી નાખ્યો લોકોએ, વ્રત કરવા-વ્રત કરવાના ભાવ છે એ રાગ છે, અને પરની દયા પાળે કે ન પાળે, એનાં રાગથી દયા પળાતી નથી, પરને અડે ય નહિ પછી દયા ક્યાંથી પળે? પરનું આયુષ્ય ને શરીરને રહેવાનું હોય તો એનાં કારણથી રહે છે, બીજો કહે કે હું દયા પાળી શકું છું પરને અડી શકે જ નહીં પછી (પરની) દયા ક્યાં પાળી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ શકે છે? (શ્રોતા – પાણીમાંથી માખી કાઢેને આંગળીથી) એ કાઢે, કાઠે કોણ? બધી વાતું છેવિકલ્પ હોય, આંગળીથી નીકળવાની હોય તો નીકળે. આકરી વાત છે ભાઈ પાણીમાં નાખી પડી (ગઈ) હોય ને એ માખી એ તારાથી નથી નીકળતી, એ આંગળીથી પણ આંગળી પણ એને અડતી ય નથી, માખીને આંગળીઓ અડતી નથી. એ માખી, પોતાના શરીરની પર્યાયથી ઊંચી આવે છે, બહાર નીકળી જાય છે, આહાહાહા ! કેમ બેસે આ? આ શરીર અનુકૂળ હોય–બહારના પૈસા અનુકૂળ હોય, પછી પ્યાલા ફાટી જાય. અહીંયા તો કહે છે કે એક પરમાણું બીજા પરમાણુને ક્યારે ય અડતું નથી. એક આત્મા એક પરમાણુંને તથા એક આત્મા બીજા આત્માને ક્યારે ય સ્પર્શતો નથીઅડતો નથી. સ્પર્શતો જ નથી ને. (શ્રોતા- ખાટું ગળ્યું થાય તો ખબર પડે છે) એ ખાટું થાય, એ ખાટાને જાણે છે, એ ખાટાની પર્યાય, આત્માને અડતી નથી. આવું છે. દુનિયાથી ઊંધું છે બધું ઊંધાથી ઊંધું, દુનિયા ઊંધી શરીરને, આ એક શરીરને બીજા શરીરનો સ્પર્શ કરે, ત્રણ કાળમાં થતું નથી. શરીર પોતાની પર્યાયથી પોતાનો સ્પર્શ કરે છે, એ બીજો સ્પર્શ કરે બીજાના શરીરને, ક્યારેય બનતું નથી. એ રાગ કરે એ રાગ કરે અજ્ઞાન કરે, પણ શરીરની સ્પર્શ ક્રિયા એ કરી શકે છે એવું છે નહીં. અને એ રાગ કરે એ પણ કર્મનો ઉદય છે તો રાગ કરે છે, એવું પણ નથી. આહાહાહા ! (શ્રોતા:છદ્મસ્થ જીવ સ્પર્શ કર્યા વિના કેવી રીતે જાણે?) આ ખબર નથી પણ બે ભિન્ન છે કે નહીં? અન્ય છે કે નહીં? એટલું જાણે છે કે નહિ? અન્ય છે એ અન્યનું શું કરે ? ( શ્રોતા:- ખ્યાલમાં આવતું નથી) એ ખ્યાલમાં તો આવે જ નહીં, એને ખ્યાલમાં લાવવું પડશે. અનંત દ્રવ્ય છે કે નહિ? અનંત દ્રવ્ય છે કે એક દ્રવ્ય છે? ભગવાને (અદ્વૈત-સર્વજ્ઞદવે) અનંત આત્મા, અનંત પરમાણુઓ કહ્યા છે, તો અનંત છે તો અનંતપણે રહીને અનંત રહે છે કે એકબીજાને સ્પર્શીને રહે છે? આહાહા ! આકરી વાત છે ભાઈ ! પ્રભુનો મારગ છે શૂરાનો આ વીરાના કામ છે. આહાહાહા ! અનંત આત્મા અને અનંતા પરમાણુ પરમાત્માએ કહ્યા, તો અનંતા અનંતમાં (અનંતપણે) રહે છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે તો, બીજું ત્રીજાને સ્પર્શે તો અનંત (અનંતપણે) નથી રહેતાં-ભિન્ન ભિન્ન અનંત છે એ ભિન્ન ભિન્ન નથી રહેતા. આહાહા ! સમજાણું કાંઈ....? અહીં શબ્દો છે. “જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ.” –આહાહા! આ પગ પણ ચાલે છે એ એની પરિણમન શક્તિથી ન ચાલે તો આત્મા શક્તિ આપે ચાલવાની, એમ ત્રણકાળમાં બનતું નથી, પગ પગથી ચાલે છે, આત્માથી નહીં. આહાહા! અને પગ જે જમીનને અડીને ચાલે છે પગ છે જડ-પરમાણુ (એ પગના પરમાણું) નીચેની જમીનને અડતા નથી. એ વિના હાલે? (શ્રોતા – આપ રોજ ના પાડો છો) છે ને આ તો એક દ્રવ્ય, બીજા દ્રવ્યને સ્પર્શતું નથી એ ઉપરનો પ્રશ્ન છે. પગ જમીનને અડતો જ નથી. આહાહાહા ! જમીનને આધારે પગ ચાલતો જ નથી. આવી વાત છે–વીતરાગ તત્ત્વ છે–સર્વશે દેખ્યું છે કે અનંત તત્ત્વ છે. પ્રત્યેક પદાર્થ પોતાના ગુણ-પર્યાયમાં છે, બીજાના ગુણ પર્યાયમાં કયાંથી જઈ શકે? ગુણ-પર્યાય એટલે પરિણમન એનું. આહાહા ! અહીં તો ત્યાં સુધી લીધું કે તને રાગ હોય ષ હોય અને કર્મબંધન હોય તો કર્મબંધન Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૬ થી ૧૨૦ ૨૮૫ તારાથી થયું છે એવું છે નહીં. એ સમયમાં પુદ્ગલની પરિણમન ( શક્તિ ) કર્મ થવાની તાકાતથી એ પર્યાય થાય છે. એનાં ઉપાદાનથી થાય છે, તારાથી નહીં. આહાહા ! આયુષ્ય પણ બંધાય છેભવિષ્યનું આયુષ્ય બંધાય, તો તારાથી બંધાતું નથી, તેં બાંધ્યું નથી. આયુષ્યના ૫૨માણુની પર્યાયથી આયુષ્ય બંધાય છે. આવું સૂક્ષ્મ છે, રાયચંદભાઈ. આહાહા ! ( શ્રોતાઃ- સમજવા જેવું છે ) આવી વાત છે કહો, પૂંજાભાઈ ! આહાહા ! આંહી તો ૫૨માત્મા એક તત્ત્વને, બીજા તત્ત્વ ક્યારેય અડતા નથી. અરે રે ! આહાહા ! મરચાં ખાય છે ઢોકળા કહે છે ને શું કહે છે ? ઢોકળાં કહે છે ને ? તેના ઉ૫૨ મરચાની ભૂકી નાખે છે ને ? મરચું તીખું–આમ તો તીખાશ છે એ તો મરચામાં રહી એ હોઠમાં એની તીખાશ આવી નથી અને હોઠ એને (તીખાસને ) અડતો નથી. આહાહાહા ! આ સિદ્ધાંત, વીતરાગનો સિદ્ધાંત છે, ત્રણ લોકના નાથ, તીર્થંકરદેવ ઇન્દ્રો છે ( સાંભળવા આવે છે પ્રભુને ! ) વસ્તુ છે એ ભિન્ન-ભિન્ન છે, ભિન્ન છે તો ભિન્નને સ્પર્શ કરી શકે નહીં બસ એટલું ચાહે આત્મા હોય કે ચાહે ૫૨માણું હોય, ભિન્ન ચીજને ભિન્ન ચીજ કોઈ સ્પર્શે જ નહીં તો પછી કરે ક્યાંથી ? આહાહાહા ! એ જ કહે છે ને ‘જે શક્તિ સ્વતઃ ન હોય એને અન્ય કોઈ કરી શકે નહિ’ -આ મહાસિદ્ધાંત છે. જે તત્ત્વમાં શક્તિ પોતાનામાં ન હોય અને એને બીજો શક્તિ આપી શકે એવું છે નહીં, એમ કહે છે. આ જીભ ચાલે છે એ આત્મા એને અડે તો ચાલે એવું છે નહીં એમ કહે છે. આ પરમાણુમાં પરિણમન એવી ચાલવાની શક્તિ છે તો ચાલે છે. એને આત્મા શક્તિ આપે, એવું છે નહીં. આ જીભ ચાલે છે અને એ જીભ ખાંડ-સાકરને અડતી નથી. અને ખાંડ-સાકર જીભને અડતા નથી. આહાહાહા ! કેમ કે એક બીજામાં અભાવ છે. એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અભાવ છે, અભાવ હોવાથી એક તત્ત્વને બીજું (તત્ત્વ ) અડતું નથી ( સ્પર્શતું નથી ) ક્યારેય આવું છે આકરું. આ હોશિયાર માણસ વેપા૨માં, બરોબર થડે બેઠો હોય ને આમ તડામા૨ કરે, સાચવે ને આમ લીએ ને–આમ દીએ ને આમ કરો ને, આ કરોને, આ કરોને. આહાહાહા ! પ્રભુ તું તારી ચીજમાં શું છે, સાંભળ એ ચીજમાં શું છે એનાં કા૨ણથી પલટાય છે–પલટા મારે છે એને જાણ તો ખરો તારું અભિમાન નીકળી જશે ને શ૨ી૨ને, વાણીને, કુટુંબને, સ્ત્રીને, પુરુષને, દિકરાને હું પાળી શકું છું-પોષણ કરી શકું છું, ત્રણકાળમાં છે નહિ. ( શ્રોતાઃ–હુશિયારીથી વકીલાત નહોતી કરી ? ) વકીલાત, વકીલાત નહોતી કરી, અભિમાન કર્યાં'તા રામજીભાઈ વકીલ હતા એ વખતે પહેલાં નંબરના હતા ! જ્જને વકીલ આમ કાયદો કાઢીને બતાવે કે આનું આમ છે ને આનું આમ છે. વકીલ પણ એ તો ભાષા હતી, ત્યાં રામજીભાઈએ શું કર્યું તેમના આત્માએ ? ( શું કર્યું ? ) આહાહા ! ( શ્રોતાઃ– ધોળા દિ’એ તારા બતાવે !) ઈ બતાવે તો એ વાત કરતો'તો હતો ઓલો ભાઈ મણિલાલ અમારો, કે રામજીભાઈ એમ કે જ્જને તા૨ા બતાવે ધોળે દી'એ જ્જને, ઓલી હતી ને, તર્ક કરે ને ? પણ એ વાણી–વાણી જડની છે પ્રભુ. એ વાણી આત્માની નહીં. આત્માએ એ વાણી કરી જ નથી. આહાહા ! અહીંયા તો નજીકના સંબંધમાં પણ કરી શકે નહીં, એમ બતાવે છે. કે જ્યાં રાગ દ્વેષ થાય છે અજ્ઞાન થાય છે ત્યાં કર્મબંધન થાય છે, એ કર્મબંધનની પર્યાય એનાથી (પુદ્ગલદ્રવ્યથી ) થાય છે–સ્વયં Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરમાણુથી, (થાય છે) આ રાગથી નહીં. આહાહાહા ! જ્યાં નિકટ સંબંધ છે ત્યાં પણ પરિણમન એનાથી થાય છે તો જે દૂર સંબંધ છે– (જેવાં કે) સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, આબરું-કીર્તિ, મકાન એ તો ક્યાંય પર છે અને આત્મા કરી શકે નહીં ત્રણ કાળમાં! આ મકાન (પરમાગમ મંદિર) બન્યું એ કોઈ આત્માએ બનાવ્યું છે? કડિયાએ. રામજીભાઈ પ્રમુખ હતા લ્યો, આ અમારા વજુભાઈ ઇજનેર હતા, એ તો મકાનની પર્યાય પરમાણુની એ સમયે એવી થવાની હતી તો થઈ છે, બીજા કહે કે મારાથી મકાન બન્યું છે ભ્રમણા છે-અજ્ઞાન છે. આહાહા ! આવી વાત છે. પ્રભુની પ્રતિમા પધરાવે છે તો તે પ્રતિમાના પરમાણું ભિન્ન છે ને તારો આત્મા ભિન્ન છે, તો એ પરમાણુની ક્રિયા તું કરી શકે છે એવું છે નહીં. તારામાં રાગ આવે છે, શુભ. આહાહાહા ! આકરું કામ છે. અહીંયા વિશેષ આંહી છે. જે પરમાણુમાં ને આત્મામાં સ્વતઃ પોતાથી શક્તિ ન હોય, એને અન્ય કોઈ કરી શકે નહિ; આ શબ્દોમાં મહાસિદ્ધાંત છે. એટલા માટે પ્રથમ પક્ષ અસત્ય છે-જૂઠા છે અને સ્વયં પરિણમનારને અન્ય પરિણમાવનારની અપેક્ષા હોતી નથી માટે બીજો પક્ષ પણ જૂઠો છે કેમકે તેથી જે કર્મ બાંધે છે (બંધાય છે) પોતાથી તો એને પરની (અન્યની) અપેક્ષા છે નહીં. આણે રાગ કર્યો તો ત્યાં મોહનીય કર્મ બંધાણું ને, એમ કહે છે. આહાહાહા ! એ વાત જૂઠી છે. આહાહા ! આમ રાગ ન કર્યો હોત તો મોહનીયકર્મ બંધાત? પણ એ પ્રશ્ન ક્યાં અહીંયા અહીંયા તો રાગ કર્યો તો તારી પર્યાયમાં તેં કર્યો અને દર્શનમોહ કે ચારિત્રમોહના પરમાણું થયા પર્યાય તો એ જડમાં થયા છે–જડથી થયા છે. આહાહા ! જ્ઞાનાવરણી, આવે છે ને પંડિતજી છ કારણે જ્ઞાનાવરણી (કર્મ) બંધાય છે, એ પરિણામ જીવ કરે અજ્ઞાની પણ એ જ્ઞાનાવરણી બંધાય છે એ પરમાણુની પર્યાય પોતાથી થાય છે. એ જ કારણ જ્ઞાનાવરણીના બંધનના ભાવ કર્યા તો અહીં જ્ઞાનાવરણી (કર્મ) બંધાયું એવું છે નહીં. એમ દર્શનાવરણી એમ વેદનીય, એમ મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય આકરી વાત ભાઈ. જેમ ઈશ્વર કર્તા નથી કોઈ ચીજનો, એમ તું પણ કોઈ પરચીજની પર્યાયનો કર્તા નથી. આહાહા ! જડ છે (પર્યાય) થઈ જાય. “સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય, કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. -એક ટોપી ઓઢે છે ને ટોપી તો કહે છે કે એ પર્યાય ટોપીની જે થાય છે કે એ પરમાણુથી થાય છે, આંગળીઓથી નહીં, આત્માથી નહીં. આહાહા ! કપડું ઓઢે છે (ને) આમ-આમ કરે છે ને, આ ભાગ હોય એમાં, તો એ પર્યાયનો કર્તા પરમાણું છે, આંગળાથી એમ થયું જ નથી, ને આત્માથી એમ થતું જ નથી. આવા સિદ્ધાંત છે ભાઈ. આહાહાહા! આ બે સિદ્ધાંતે તો ગજબ કર્યો છે. કોઈ પરમાણું કે આત્મા પરિણમતા નથી, તો બીજા એને પરિણાવે છે એવી શક્તિ જ બીજામાં નથી, અને પોતાથી પરિણમે છે તો બીજાની (અન્યની) અપેક્ષા છે નહીં. આહાહા ! આકરું કામ છે. અત્યારે (તો) બધા બહારના વ્યવહાર વ્યવહાર કરી-કરીને, આ કર્યું ને આ કર્યું ને આ કર્યું, ધર્મને નામે પણ બધી ગરબડ ગોટા, આણે ગજરથ ચલાવ્યો ને, એણે મંદિર Page #302 -------------------------------------------------------------------------- ________________ २८७ ગાથા-૧૧૬ થી ૧૨૦ બનાવ્યા ને, પદવી મળે ને? શું પણ ધૂળેય નથી ત્યાં. આહાહાહા ! રાગ કર્યો (હોય તો) ક્રિયા તો જ્યારે થાય છે ત્યારે એના કારણે થાય છે. આહાહાહા ! આ બે શક્તિમાં બધું આવી જાય છે. –કે સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ, એક વાત, (અને) પ્રત્યેક પદાર્થ જો પોતાનાથી બદલે નહિ તો બીજા (અન્ય દ્રવ્ય) એને બદલાવી શકે એવું થતું નથી. કેમકે વસ્તુમાં જો સ્વતઃ શક્તિ ન હોય પોતામાં પલટવાની, બદલવાની શક્તિ ન હોય, તો એને અન્ય કોઈ કરી શકે નહીં. આહાહા ! એટલા માટે પ્રથમ પક્ષ અસત્ય છે. બીજું, સ્વયં પરિણમતાને–એને કારણે એની એ પર્યાય થાય છે ઉપાદાનથી, હાથની, પગની, વાણીની, ખાવા-પીવાની (ચીજની) એ સમયે જે પર્યાય થાય છે. આહાહાહા! રોટલીના ટુકડા થાય આમ ને એ આત્મા કરી શક્તો નથી, એમ કહે છે. અને પછી રોટલી નાખવી છે (દાળમાં) ચટણી (સાથે) એ આત્મા કરી શકતો નથી. પાગલ જેવું છે, દુનિયાની પાસે, આંહી દુનિયા પાગલ છે એની પાસે, આહા, આ પાગલ જેવી વાત લાગે એ રોટલીનો આવડો ટુકડો લઈને આમ કરે ને દાળમાં લઈને ચટણી સાથે તો એ ક્રિયા આત્મા નથી કરી શકતો. (શ્રોતા પાપડના ટુકડા કરે છે ને?) એ ટુકડાય કરી શકતો નથી, પાપડના ટુકડા થવાની પર્યાયના કાળે એ પરિણમન થાય છે, ટુકડા થાય છે. અરે! એક તણખલાના બે ટુકડા કરવાની આત્મામાં તાકાત નથી' –શ્રીમદ્ રાજચંદ્રજીનું વચન છે. એક તણખલું એ તણખલાંના બે કટકા કરવાની આત્મામાં શક્તિ નથી. કેમ કે એ (ટુકડા) પોતાથી થાય છે અને બીજું દ્રવ્ય કેમ કરે ? આહા ! આવી વાતું છે. “વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.” દેખો, ભાષા, નિમિત્તની અપેક્ષા નથી રાખતી. આહાહાહા નિમિત્ત આવ્યું તો આમ (આ ક્રિયા) થઈ છે ને? નિમિત્ત થયું તો આમ થયું ને? એવી વાત જૂઠી છે. અહીં તો આમ કહે છે. આહાહા ! એટલા માટે બીજો પક્ષ પણ અસત્ય છે. શું કીધું? સ્વયં અપરિણમતાને (કોઈ બીજું) પરિણમાવી શકે એ જૂઠ છે અને સ્વયં) પરિણમતાને (કોઈ બીજું) પરિમાવે એ પણ જૂઠ છે. કોઈ પણ પદાર્થ જો પરિણમતું નથી એને બીજું (દ્રવ્ય ) પરિણમાવી શકે એ પણ જૂઠ છે. અને પોતાથી પરિણમે છે તો બીજું પરિણાવી શકે એ પણ જૂઠ છે. લોજિક છે ને? આહાહાહા ! (શ્રોતા:- કાલ પ્રત્યાતિ એક સાથે નહોત તો આ શંકા જ ન કરી હોત.) કાલ, ઈ ભલે હોય જીવ સાથે, હોય તો (પણ) એનાથી થતું નથી. એ તો એનાથી એટલે કહેવાય છે. નિમિત્ત, એનાથી થતું નથી–નિમિત્તથી પરમાં કાર્ય થાય છે એ ત્રણકાળ ત્રણલોકમાં નહીં. પોતાના ઉપાદાનની સ્વતઃ શક્તિથી પોતાનામાં પર્યાયનું કાર્ય થાય છે. સત્ય એવું છે ભાઈ. આવું હોવાથી, તેથી પુદ્ગલદ્રવ્ય પરિણામ સ્વભાવવાળા સ્વયમેવ હો. એ કર્મપણે પરિણમે છે તો પરિણમન એનો સ્વભાવ છે. એમ હોતાં જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ. દાખલો આપે છે એ માટી જ ઘડારૂપે પરિણમી છે. કુંભારે ઘડો નથી કર્યો-ઘડાને કુંભારે કર્યો નથી. આહાહાહા ! ઘડારૂપે પરિણમેલી માટી જ સ્વયં ઘડો છે, માટી ઘડારૂપે પરિણમી છે એ માટી જ છે, એ કુંભાર નથી. કુંભારે ઘડો બનાવ્યો નથી. આહાહા ! રોટલી, સ્ત્રી બનાવે છે? તો ના, નહીં. વેલણ ફેરવી શકે છે લોટ બાંધીને વેલણું ફેરવી શકે Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે આત્મા? તો કહે, ના. વેલણથી રોટલી થઈ ? તો ના. (શ્રોતા:- રાજકોટમાં એક બાઈ એવી હતી કે પગની આંગળીઓથી રોટલી બનાવે !) ઈ ઈ ખોટું-એ બધી જૂઠી વાત આ રોટલીરોટલી એ વખતે રોટલી થવાનો કાળ હતો (પુદ્ગલપર્યાયનો) આવી વાત છે, જગતથી જુદી ! આહાહા ! આવું સાંભળવું મળવું મુશ્કેલ ! આ વાત બેસે ક્યાંથી અંદર? કહે છે આખો દીઠું કરું-હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે” –ગાડું ચાલતું હોય ને ગાડા નીચે કૂતરું ચાલતું હોય ને એનું કાઠું અડે ને એને તેથી કૂતરાને (થાય કે, જાણે ગાડુ મારાથી હાલે છે. એમ થાય કે મારાથી ગાડું ચાલે છે, એમ આ જગતના આ પરમાણું આદિ જીવ આદિ પરિણમે પોત-પોતાની ક્રિયાથી (સૌ) પરિણમે છે, બીજો કહે મારાથી થાય છે-દુકાન ઉપર બેઠો હોય બરાબર, પછી માલ લેવાનો-દેવાનો બરાબર એનો ભાવ છે, લઈ જાવ બહેન લઈ જાવ ! એ બધી ભાષાની પર્યાય આત્મા કરી શકતો નથી, એમ કહે છે. આરે આરે ઊંધું બહુ ભાઈ ! (શ્રોતા:- આટલા બધા માણસો બોલે છે ને) કંઈ ભાષા-ભાષા કોણ કરે? જડની પર્યાય જડથી થાય છે. આહાહાહા ! મરતી વખતે દેહ છૂટવાને કાળે, ભાવ થયો થોડો કે મારી પાસે પચાસ-લાખ કરોડ બે કરોડ છે. હું પાંચ લાખ દઉં (ધર્માદા નામે) અરે, મેં પાપ કરી-કરીને કર્યું, તો થોડું પુણ્ય લઉં, પણ એ જીભ ચાલે નહીં, વાચા બંધ થઈ ગઈ', વાચા બંધ થઈ ગઈ કે આત્માએ વાચા બંધ કરી ? વાચા? હું એ એ પાંચ લાખ-પાંચ લાખ (થોડી ભાષા થઈ ) ને છોકરા એવા હોંશિયાર હોય ને બધા બાપુજી, અત્યારે પૈસાને નો સંભારીએ, એ જાણે કે પાંચ લાખ (દેવાનું) કહેશે, તો આપવા પડશે પાછા. બધા સુખી, બધા એવા જ છે બધા હોં. બાપુજી અત્યારે પૈસાને ન યાદ કરીએ પણ ઓલો કહે છે કે પણ પાંચ લાખ દેવાના છે (પૂરું બોલે) ત્યાં તો વાચા બંધ થઈ ગઈ–વાચા ચાલી નહીં, થઈ રહ્યું જાવ. વાચા કોણ કરી શકે? વાચા બંધ થઈ ને એમ કહે છે ને? વાચા થાય છે એ તો વાચાથી થાય છે. આહાહાહા! ઝીણું બહુ ભાઈ. આકરું. “એમ હોતાં ( હોવાથી) જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ.” –ઘડારૂપે પરિણમિત કોણ થયું છે? માટી કે કુંભાર ? ઘડારૂપ પરિણમન અવસ્થા કોની થઈ છે? માટીની. ઘડારૂપે પરિણમિત માટી જ સ્વયં ઘડો છે-એ ઘડો છે એ સ્વયં છે. આહાહા! કુંભારથી ઘડો થયો નથી. (શ્રોતા:- માટી માટીરૂપે હતી ત્યારે ઘડો કેમ ન થયો) ન થઈ? એ વખતે થવાની પર્યાય નહોતી માટે નથી થઈ. એની પર્યાય થવાની હોય ત્યારે કુંભાર નિમિત્ત હો, પણ એનાથી બન્યો નથી. આહાહાહા ! બન્યો નથી એનાથી, પાણીનું બેડું રાખે છે ને ઇંઢોણી માથે, તો કહે છે કે ઇંઢોણી માથાને અડી નથી અને ઇંઢોણી ઉપર ઘડો રહ્યો જ નથી. ઘડો ઘડાની પર્યાયમાં પોતાથી ત્યાં રહ્યો છે. માથા ઉપર નહીં. અર૨૨૨! આવી વાત ! ગાંડા જ કહે ને દુનિયા. એ આમ હાલે (ઘડો) માથે લઈને આમ, ને કોઈ તો વળી એમ ને એમ લઈ જાય, તે કો'ક વળી લાંબુ હોય બે-ત્રણ એક હાથ રાખે આમ-પાણીના બેડા ઉપર. (શ્રોતા- એ અવગાહન શક્તિ આકાશની છે!) (ના), એની પોતાની શક્તિ પોતાની છે આકાશની નહીં. એ એક બેડું આમ ચાલે એ પરમાણુની પર્યાય ગતિ કરવાની પોતાની શક્તિ છે. એય ! Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૪ ૨૮૯ હસુભાઈ, આવું સાંભળવા મળે એવું નથી ન્યાં મુંબઈમાં હોળી સળગે છે બધી આખો દી'પૈસા તો ભલે (મળે ) બે-પાંચ કરોડ, દશ કરોડ થઈ જાય, ધૂળમાં શું છે ? આહાહાહા ! એ પ્રકારે જડસ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિમિત થએલ પુદ્ગલદ્રવ્ય જ છે. એ જ્ઞાનાવરણી પરિણમ્યા એ પુદ્ગલદ્રવ્ય જ છે. પુદ્ગલદ્રવ્ય પરિણમ્યા છે. (જેમ ) માટી ઘડારૂપ પરિણમી છે, તો માટી જ છે. અને પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણીપણે પરિણમ્યા એ પુદ્ગલ છે. એ આત્મા છે નહીં. આ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !) શ્લોક-૬૪ (૪૫નાતિ) स्थितेत्यविध्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता ।।६४।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [ કૃત્તિ ] આ રીતે [પુશલક્ષ્ય] પુદ્ગલદ્રવ્યની [ સ્વભાવભૂતા પરિગામશક્ત્તિ: ] સ્વભાવભૂત પરિણમનશક્તિ [ વસ્તુ અવિઘ્ના સ્થિતા ] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [ તસ્યાં સ્થિતાયાં ] એ સિદ્ધ થતાં, [ સ: આત્મન: યમ્ ભાવ ોતિ ] પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે [ તસ્ય સ: પુવ ર્તા ]તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે. ભાવાર્થ:-સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ૬૪. પ્રવચન નં. ૨૧૨ શ્લોક-૬૪ તથા ગાથા ૧૨૧ થી ૧૨૫ સોમવાર, ફાગણ સુદ-૭, તા. ૫/૩/’૭૯ स्थितेत्यविध्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता ।। ६४ ।। ( કહે છે કે ) આ પ્રકારે પુદ્ગલદ્રવ્યની શું કહે છે અહીંયા કે જે કર્મ બંધાય છે એ પોતાની પર્યાયથી બંધાય છે, કર્મ એની પર્યાય કરે છે એ નહીં જ્ઞાનાવરણી-દર્શનાવરણી આઠ પ્રકારના કર્મ એ સમયમાં, એની પરિણમનશક્તિથી કર્મ થાય છે, આત્મા કરે તો થાય છે એવું નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯) સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા ! ખરેખર તો એ સમયે, એ કર્મવર્ગણા જે છે એ, એ-રૂપે પરિણમવાની લાયકાતવાળા પરિણમે છે, પરમાણું તો ઘણાં છે એ જ એની પર્યાયમાં તે કાળે જ્ઞાનાવરણી-દર્શનાવરણી વિગેરે આઠ કર્મ, એ પુગલદ્રવ્યની સ્વભાવભૂત પરિણમન શક્તિ(થી) એનો સ્વભાવ જ પરિણમનશક્તિ છે એની એ કોઈ આત્મા કર્મ બાંધે ને આત્મા કર્મના પરિણામ કરે એવું છે નહીં. (આ રીતે પુદ્ગલદ્રવ્યની સ્વભાવભૂત પરિણમન શક્તિ) નિર્વિઘ સિદ્ધ થઈ. કોઈનું વિઘ નહીં, એ પરિણમનશક્તિ-પરિણમન પોતાથી છે. એ અનાદિ-અનંત પરિણમનશક્તિ છે. છે? “તસ્યાં સ્થિતાયાં' –ત સ્થિતામાં એટલે એમાં તે અનાદિ-અનંત પરિણમન છે. માટે પરમાણુમાં પરિણમન અનાદિ-અનંત છે. એ સિદ્ધ થતાં “સ: માત્મન: સમ ભાવ રાતિ' તે પોતાના સ્વરૂપને “યમ માવં વરાતિ'-પુગલ (દ્રવ્ય) પોતાના જે ભાવને કરે છે- “ત : વ વર્તા' તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે. પુદ્ગલ દ્રવ્ય પોતાના જે ભાવનો કર્તા છે-એ કર્મની પર્યાય પુદ્ગલ કરે છે એનો એ કર્તા છે, એ આઠ કર્મ બંધાય એના પરિણામનો કર્તા એ પુદ્ગલ છે, આત્મા નહિ. (શું કીધું?) પુદ્ગલની પરિણામશક્તિ છે અનાદિ-અનંત, એ પરિણામશક્તિ છે એ કારણે એ સમયે પરમાણુઓ કર્મરૂપે પરિણમે એ પોતાથી પરિણમે છે, તો એ પરિણમનના કર્તા એ પુદ્ગલ છે અને પરિણામ એનું કાર્ય છે. કહો, સમજાય છે આમાં? પુદ્ગલદ્રવ્ય પોતાના નિજ ભાવને કરે છે. “સ:માત્મ:' છે? પોતાના નિજ ભાવને કરે છે એનો કર્તા પુગલદ્રવ્ય જ છે. આહાહાહા ! આત્મા કર્મને બાંધે ને આત્મા કર્મને ભોગવે એમ છે નહીં, એમ કહે છે. ભાવાર્થ- સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે, બધા આત્માઓ અને પરમાણુઓ, બધાં દ્રવ્યો, પરિણમન-બદલવાની શક્તિવાળા છે, એટલા માટે પોત-પોતાના ભાવના સ્વયં જ કર્તા છે. આહાહાહા ! પરમાણું અને આત્માઓ સમય-સમયે (પોતાની) પરિણતિમાં પોતે જ કર્તા છે અને પરિણતિ એનું કાર્ય છે. પુગલદ્રવ્ય પણ પોતાના નિજ ભાવના કર્તા છે. જે ભાવને-કર્મપર્યાયને કરે તો એ ભાવના એ સ્વયં જ કર્તા છે. આહાહા! નિકટ સંબંધમાં રહેલા કર્મ પણ પોતાની પર્યાયથી પરિણમે છે એમ કહે છે. આ આત્મા એ કર્મ બાંધે ને એ પરિણમે એવું છે નહીં. તો (પછી) દૂર જે છે-શરીર, વાણી, મન, કર્મ એની જે પરિણતિ થાય છે એ તો એના કારણે સ્વયં થાય છે, આત્માથી નહીં. હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે, પુદ્ગલદ્રવ્યનું (પરિણામીપણું ) પહેલાં સિદ્ધ કર્યું (ગાથા૧૧૬ થી ૧૨૦) હવે જીવનું પરિણામીપણું (ગાથા-૧૨૧ થી ૧૨૫ માં સિદ્ધ કરે છે આચાર્યદેવ !) Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૧ થી ૧૨૫ गाथा-१२१,१२२,१२३, १२४, १२५ ૨૯૧ *** जीवस्य परिणामित्वं साधयति ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं । जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि ।। १२१ ।। अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा । । १२२ ।। पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं । तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो । । १२३ । । अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी । कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा ।। १२४ ।। कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा । माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो।। १२५ ।। न स्वयं बद्धः कर्मणि न स्वयं परिणमते क्रोधादिभिः । यद्येष: तव जीवोऽपरिणामी तदा भवति।।१२१।। अपरिणममाने स्वयं जीवे क्रोधादिभिः भावैः । संसारस्याभाव: प्रसजति सांख्यसमयो वा।।१२२।। पुद्गलकर्म क्रोधो जीवं परिणामयति क्रोधत्वम्। तं स्वयमपरिणममानं कथं नु परिणामयति क्रोधः ।। १२३ ।। अथ स्वयमात्मा परिणमते क्रोधभावेन एषा ते बुद्धिः । क्रोध: परिणामयति जीवं क्रोधत्वमिति मिथ्या ।। १२४ ।। क्रोधोपयुक्तः क्रोधो मानोपयुक्तश्च मान एवात्मा । मायोपयुक्तो माया लोभोपयुक्तो भवति लोभः । । १२५ ।। *** यदि कर्मणि स्वयमबद्धः सन् जीवः क्रोधादिभावेन स्वयमेव न परिणमेत तदा स किलापरिणाम्येव स्यात् । तथा सति संसाराभावाः । अथ पुद्गलकर्म क्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयति ततो न संसाराभाव इति तर्कः । किं स्वयमपरिणममानं परिणममानं वा पुद्गलकर्म क्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयेत् ? न Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ तावत्स्वयमपरिणममानः परेण परिणमयितुं पार्येत; न हि स्वतोऽसती शक्ति: कर्तुमन्येन पार्यते। स्वयं परिणममानस्तु न परं परिणमयितारमपेक्षेत; न हि वस्तुशक्तयः परमपेक्षन्ते। ततो जीवः परिणामस्वभावः स्वयमेवास्तु।तथा सति गरुडध्यानपरिणतः साधक: स्वयं गरुड इवाज्ञानस्वभावक्रोधादिपरिणतोपयोगः स एव स्वयं क्रोधादि: स्यात्। इति सिद्धं जीवस्य परिणामस्वभावत्वम्। હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે - કર્મ સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણામે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે ! ૧૨૧. ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૨૨. જો ક્રોધ-પુગલકર્મ-જીવને પરિણાવે ક્રોધમાં, કયમ ક્રોધ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩. અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે-તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં-મિથ્યા બને.૧૨૪. ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે, માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫. ગાથાર્થ-સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ ![ US:] આ [ ની:] જીવ [ fr] કર્મમાં [સ્વયં] સ્વયં [વદ્ધ: ન] બંધાયો નથી અને [ોધાિિમ:] ક્રોધાદિભાવે [સ્વયં] સ્વયં [ન પરિણમતે] પરિણમતો નથી [લિ તવ ]એમ જો તારો મત હોય તો ]તો તે (જીવ)[ પરિણાની]અપરિણામી [ ભવતિ] ઠરે છે; અને [ નીવે ] જીવ [સ્વયં] પોતે [ોઘાલિમિ: માવૈ:ક્રોધાદિભાવે [ સપરિમાને] નહિ પરિણમતાં, [સંસારચ] સંસારનો [ભાવ:] અભાવ [કસનતિ] ઠરે છે [વા] અથવા [ સરક્યસમય:] સાંખ્યમતનો પ્રસંગ આવે છે. [પુનિવર્ષ છોઘઃ] વળી પુદ્ગલકર્મ જે ક્રોધ તે [ નીવું] જીવને [ોધત્વમ્] ક્રોધપણે [પરિણામતિ] પરિણાવે છે એમ હું માને તો એ પ્રશ્ન થાય છે કે [સ્વયમ પરિણમમાનં] સ્વયં નહિ પરિણમતા એવા [ H] જીવને [ોઘ:] ક્રોધ [ શું નુ] કેમ [પરિણામતિ] પરિણમાવી શકે? [A] અથવા જો [શાત્મા] આત્મા [સ્વયમ] પોતાની મેળે [ોઘમાવે] ક્રોધભાવે [પરિણમતે] પરિણમે છે [ષા તે વૃદ્ધિઃ] એમ તારી બુદ્ધિ હોય, તો [ોધ:] ક્રોધ[ નીવં] જીવને[ોધત્વમ]ક્રોધપણે [પરિણામતિ] પરિણાવે છે [તિ] એમ કહેવું [ મિથ્યા]મિથ્યા કરે છે. માટે એ સિદ્ધાંત છે કે [ ધોયુp:] ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત્ જેનો ઉપયોગ Page #308 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૧ થી ૧૨૫ ૨૯૩ ક્રોધાકારે પરિણમ્યો છે એવો) [ માત્મા] આત્મા [ોઘ:] ક્રોધ જ છે, [માનોપયુp:] માનમાં ઉપયુક્ત આત્મા [ માનઃ વ] માન જ છે, [ માયોપયુp:] માયામાં ઉપયુક્ત આત્મા [માયા] માયા છે [૨] અને [ નોમોપયુp:] લોભમાં ઉપયુક્ત આત્મા [સોમ:] લોભ [ મવતિ] છે. ટીકાઃ-જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “પુગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે - પુગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.(આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. ભાવાર્થ-જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું. ગાથા-૧૨૧ થી ૧૨૫ ઉપર પ્રવચન ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं। जदि एस तुज्झ जीवो अप्परिणामी तदो होदि।।१२१ ।। अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।।१२२ ।। पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं। तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो।।१२३ ।। अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी। कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा।।१२४ ।। कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा। माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो।।१२५ ।। કર્મ સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણમે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે! ૧૨૧. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૨૨. જો ક્રોધ-પુદ્ગલકર્મ-જીવને પરિણાવે ક્રોધમાં, યમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩. અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં-મિથ્યા બને.૧૨૪. ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે, માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫. ટીકા--જો જીવ, કર્મમાં સ્વયં ન બંધાતો હોય- કર્મનાં સ્વયં પોતાના અપરાધથી જો ન બંધાતો હોય, આત્મા સ્વયં અપરાધ કરે છે મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ જો એ સ્વયં ન કરે, તો જીવ, કર્મમાં પોતે જ ન બંધાતો હોય- (અર્થાત્ ) ક્રોધાદિભાવમાં (જીવ) સ્વયમેવ પરિણમતો ન હોય તો ક્રોધાદિમાં એ પરિણમે નહીં તો એ વાસ્તવમાં અપરિણામી સિદ્ધ થશે. કહે છે? ક્રોધ તો શબ્દ લીધો છે (પણ) ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, વિષયવાસના એ રૂપે જો આત્મા પરિણમતો ન હોય, તો એ પરિણમનહીન ઠરે. વિકારરૂપે પરિણમે નહીં તો એ અપરિણામી ઠરે. વિકારરૂપે પરિણમે છે જીવ એમ સિદ્ધ કરવું છે, અહીંયા. વિકાર જીવનો સ્વભાવ નહિ માટે ( વિકાર) કર્મનું કાર્ય છે એ વાત અહીં અત્યારે સિદ્ધ નથી કરવી, અત્યારે તો જીવ, જે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, મિથ્યાત્વ, વિષયવાસનાદિ એ પણે એ આત્મા પરિણમે છે. આહાહા ! એ બીજી વાત હતી કહ્યું ને એ તો. એ તો સ્વભાવષ્ટિ કરાવવા એ વાત હતી. અહીં તો એની પર્યાયનો એ જ કર્તા છે એમ સ્વયં સિદ્ધ કર્તા છે, એ સિદ્ધ કરવું છે. આહાહા ! પહેલાં એ (આત્મા) પોતે જ દોષ કરે છે એ દોષ કર્મ કરાવે છે તો તો દોષ રહિત ઠરે એમ છે નહીં. દોષ કર્મ કરાવતું નથી, કર્મ તો નિમિત્તમાત્ર છે. અને નિમિત્તના વિના પણ પોતાના અપરાધથી અજ્ઞાની જીવ, ક્રોધ, માન, માયા, રાગ દ્વેષ, દયા, દાન, પુણ્ય પાપના ભાવપણે થાય છે. આહાહાહા ! (જે જીવ ખરેખર અપરિણામી જ ઠરે.) એમ થતાં સંસારનો અભાવ થાય. જો આત્મા, સ્વયં વિકારપણે ન પરિણમે તો સંસારનો અભાવ થશે. વિકારપણે પરિણમે છે-મિથ્યાત્વપણે, રાગ-દ્વેષપણે, પુણ્ય-પાપના ભાવપણે સ્વયં જીવ પરિણમે છે, સ્વયમેવ-સ્વયં જીવ સ્વયમેવ પરિણમે છે, કર્મના કારણે વિકારરૂપે પરિણમે છે એમ છે નહીં. આહાહા! (શ્રોતા – જૈનમાં કર્મ જ બળવાન છે) એ વાત જ ખોટી છે, જૈનધર્મ તો અનુભૂતિમાત્ર છે. પોતાની અનુભૂતિ-પોતાનું કાર્ય કરે એ એ જ જૈનધર્મ છે. અનુભૂતિ ! (શ્રોતા – કોઈ વખતે તો આપ શુદ્ધ ઉપયોગને જૈન ધર્મ કહો છો) એ બધું-અનુભૂતિ કહો કે શુદ્ધઉપયોગ કહો બધી એક જ વાત છે. અનુભૂતિ કહો, શુદ્ધઉપયોગ કહો, વીતરાગતા કહો, અકષાયભાવ કહો એ તો એક જ વાત છે. આહાહાહા ! Page #310 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૧ થી ૧૨૫ ૨૯૫ જો અહીં એમ તર્ક કરવામાં આવે કે “પુદગલ કર્મ જે ક્રોધાદિ છે તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે” –શું કહે છે કે તારી એવી માન્યતા હોય કે પુગલકર્મ જે ક્રોધાદિ જડ છે ને, જડ એ જીવને ક્રોધ-માનપણે પરિણાવે છે કર્મનો ઉદય આવે એવું અહીં (જીવન) પરિણમાવે છે પરમાણું એ ઉદય આવીને આત્માને દોષ કરાવે છે, નહીં ? છે? ઝીણી વાત છે! જો આંહી આ તર્ક ઉપસ્થિત કરવામાં આવે કે પુગલકર્મ ક્રોધાદિક છે જડ, એ જડ એ જીવને ક્રોધાદિકભાવપણે પરિણમાવે છે. જડનો ઉદય જે છે એ આત્માને વિકારરૂપે પરિણાવે છે–આમ જો તમે કહો છો તો એનાથી બે દોષ આવે છે. “તેથી સંસારનો અભાવ થતો નથી”-શિષ્યનો પ્રશ્ન છે તો એનું નિરાકરણ બે પક્ષ લઈને આ પ્રકારે કરવામાં આવે છે. સાંભળો! પુગલકર્મ ક્રોધાદિક છે જડ તે સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ, શું કીધું? જે સ્વયં પરિણમતાને કે જે પુદ્ગલકર્મ ક્રોધાદિક છે, જડ એ જડ સ્વયં અપરિણમતાને પરિણાવી શકે નહિ.) જે કોઈ પરિણમતો નથી જીવ, એ જીવને ક્રોધાદિભાવરૂપે પરિણમાવે જડકર્મ આંહી આત્મા વિકારપણે ન પરિણમે અને ક્રોધપણે જડ છે એ ( જીવને) વિકારપણે પરિણમાવે તો એમાં આ કહે છે દેખો સ્વયં પુગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિપણે પરિણમાવે? સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહીં. કહ્યું? કે જીવમાં જે વિકાર થાય છે, ક્રોધ, માન, માયા, લોભ, ઇચ્છા એ જડક્રોધ કરાવે છે, આત્મા નથી પરિણમતો એને ક્રોધ (જડપ્રકૃતિ ) પરિણાવે છે કે શું પરિણમતાને પરિણાવે છે? કે નહિ પરિણમતાને પરિણાવે છે ક્રોધજડ? કે પરિણમતાને પરિણાવે છે જડ? આહાહા! ન્યાયથી વાત મૂકી છે. છે? પુદ્ગલકર્મ ક્રોધાદિક છે જડ-જડ તે સ્વયં અપરિણમતો આત્મા, પરિણમતો નથી, એવા બીજા જીવને ક્રોધાદિકભાવે પરિણમાવે છે? જડ. જડકર્મ આત્મામાં વિકારભાવે (આત્માને) પરિણમાવે છે કે સ્વયં પરિણમતા છે કે સ્વયં આત્મા વિકાર કરે ને જડકર્મ પરિણમાવે એવું છે? આહાહા ! બે પ્રશ્ન થયા, (શું?) કે જડકર્મ જે છે એ આત્મા વિકારરૂપે પરિણમતો નથી એને જડ પરિણમાવે છે? કે પોતે પરિણમે છે એને (જડકર્મ) પરિણમાવે છે? ( શ્રોતા:- સ્વયં પરિણમતાને કોણ પરિણમાવે એનું શું કામ છે?) એ માટે તો કહે છે. આત્મા વિકારપણે ન પરિણમતો હોય અને જડકર્મનો ઉદય એને વિકારપણે પરિણાવે તો તો તારી અપરિણમિત-જે પરિણમતા નથી એને કેમ પરિણમાવી શકે, અને પરિણમે છે પોતાનાથી જે વિકાર (પણે ) પરિણમે છે તો પરની અપેક્ષા ક્યાં રહી પોતાના કારણે વિકાર કરે છે એમાં પરની અપેક્ષા છે નહીં. લોજિકથી વાત કરે છે ભાઈ. વાણિયામાં આવું આવે નહીં, ક્યાંય વેપારમાં ધંધામાં એકલા પાપ કરે છે એમાં આવું ક્યાંથી આવે? આ તો ભગવાન ત્રિલોકનાથ એમ કહે છે કે પ્રભુ તું એમ માની લે, કે હું તો પરિણમનહીન છું-પરિણમન મારામાં નથી (અને) એ જડ છે એ મને પરિણમન કરાવે છેકર્મનો ઉદય છે એ મને દોષ કરાવે છે, તો જો એમ કહો તો એ પરિણમતાને પરિણમાવે છે કે નહીં પરિણમતાને પરિણાવે છે? જો પરિણમતાને પરિણાવે છે તો એવું હોય નહીં, સ્વયં પરિણમે છે એને પરની અપેક્ષા Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ નહીં. નહિ પરિણમતાને-પરિણમાવે તો જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. પરની શક્તિ પરમાં એ શક્તિ દઈ શકે નહીં. છે? દેખો! આ તો વાત સારી આવી, કાલ તો પુદ્ગલની હતી, આ જીવની છે. સ્વયં અપરિણમતાને સ્વયં જો આત્મા વિકારરૂપે ન પરિણમતો હોય તો, પર દ્વારાપરિણમાવી શકાય નહિ, પોતાનાથી જો આત્મા વિકારપણે ન પરિણમે તો પરથી વિકારરૂપ પરિણમાવી શકાતો નથી. આહાહાહા ! સમજાણું કાંઈ....? સ્વયં અપરિણમતાને–આત્મા પોતાથી દોષને (કરતો ન હોય) મિથ્યાભ્રાંતિ, રાગ-દ્વેષ, વિષયવાસના આદિથી પોતે પરિણમતો નથી એ નહિ પરિણમતા જીવને પરદ્વારા નહિ પરિણમાવી શકાય-નહિ પરિણમવાવાળાને પરદ્વારા પરિણાવી શકાય નહિ. જડથી આત્મામાં વિકાર થતો નથી, ક્યારેય કહે છે. અમારે કર્મનો ઉદય આવ્યો તો અમારે વિકાર કરવો પડયો, મૂઢ છે એમ કહે છે. સમજાણું કાંઈ? અમને (આ) ક્રોધ આવ્યો, એ કર્મનો-ક્રોધનો ઉદય આવ્યો, આકરા તો અમને ક્રોધ થયો ! તું ક્રોધરૂપે (સ્વયં) પરિણમ્યો છો કે એને તને પરિણમાવ્યો છે? કે તું નથી પરિણમતો-અપરિણામી છો ને તને પરિણમાવ્યો ? ત્યારે કહે કે મને પરિણમતાને પરિણમાવ્યો તો તું વિકારપણે પરિણમે છે, બીજો શું પરિણાવે? અને જો ન પરિણમતો હો તો એ પર પરિણમાવે એવી શક્તિ છે નહીં. આહાહાહા ! છે? સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ. કારણ કે જે શક્તિ સ્વતઃ ન હોય પરિણમન શક્તિ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. પોતાનામાં પરિણમન શક્તિ ન હોય તો કર્મ પરિણમન શક્તિ કરાવી દે એમ ત્રિકાળમાં છે નહીં. આરે ! આવી વાતું તો સમજવી ! ઓલું તો સામાયિક કરે ને પડિક્કમણા કરે થઈ ગયો ધર્મ. આ ભક્તિ કરે ભગવાનની લ્યો, અરે, ભાઈ હજી તારી ચીજમાં શું છે? પરચીજ શું છે? એવી ભિન્નતાની ખબર નહિ ત્યાં તો અજ્ઞાન છે. આહાહાહા ! સમજાણું કાંઈ...? સ્વયં અપરિણમતાને–અન્ય વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તો-જો આત્મામાં પરિણમવાની શક્તિ સ્વતઃ ન હોય તો એને અન્ય કોઈ કરી શકે નહિ તો કર્મ એને કરી શકે નહિ. ભાષા તો સાદી પણ ભાવ તો ઝીણાં છે. આહાહા ! વળી એક ઠેકાણે એમ કહે કે વિકાર આત્મા કરતો જ નથી, વિકાર કર્મ કરે છે એ તો હજી બીજી ચીજ (અપેક્ષા) છે, કરે છે તો એ પણ દષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ–સ્વભાવ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ પર દૃષ્ટિ થઈ, તો પર્યાયમાં વિકાર કરવાનો કોઈ ગુણ નથી, એ કારણે વિકાર પોતાનું કાર્ય નથી એ જડનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું. પણ... આંહી તો પોતાની પર્યાયમાં વિકાર થાય છે, એ કર્મથી નહિ, એટલું સિદ્ધ કર્યા પછી, એ સ્વભાવષ્ટિની વાત કરે છે. સમજાણું કાંઈ....? આહાહાહા! સ્વયં પરિણમતાને તો અન્ય પરિણમાવાવાળાની અપેક્ષા હોતી નથી. કેમ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. આહાહા ! વિકારરૂપે પરિણમે એમાં કર્મની અપેક્ષા નથી, સમજાણું કાંઈ ? એ દાંત આપ્યું છે ને એમાં, સ્ફટિક છે ને સ્ફટિક સ્ફટિક રતન, તો લાલ, પીળા ફુલ હોય તો એમાં ઝાંય પડે છે, એ પોતાની યોગ્યતાથી પરથી નહિ. જો ફૂલ છે એનાથી સ્ફટિકમાં જો લાલ-પીળી ઝાંય પડતી Page #312 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૧ થી ૧૨૫ ૨૯૭ હોય તો, પરથી થઈ પરથી થતી જ નથી પોતાની યોગ્યતાથી થાય છે. આમ લાકડી અથવા લાકડાનો સ્થંભ લ્યો એમાં લીલા-પીળા ફૂલ મૂકવાથી ઝાંય પડતી નથી, પોતાની યોગ્યતા નથી. લાકડામાં લાલ-પીળા ફૂલ મૂકો તો ત્યાં લાલ-પીળી ઝાંય પડતી નથી, એની યોગ્યતા નથી, અને સ્ફટિકમાં યોગ્યતા છે તો પોતાની યોગ્યતાથી લાલ-પીળી ઝાંય પડે છે. એમ લોઢું જે અગ્નિથી ઊનું થઈ જાય છે તો એ લોઢું અગ્નિથી ઊનું થઈ જાય છે, એ અગ્નિથી થતું નથી. લોઢાનો (ઊના થવાનો) સ્વભાવ છે તો થઈ જાય છે. બે. હવે ત્રીજું (દષ્ટાંત) માટીનું. આ તો દાખલા છે. હમણાં આવશે, ઘડારૂપે માટી પરિણમે છે, તો એ માટી ઘડારૂપ છે. તો (કુંભાર) ઘડાનો કર્તા નહિ. ઘડો કાર્ય છે ને માટી કર્તા છે. ઘડાનો કર્તા કુંભાર છે એમ નથી. આહાહા ! સુતાર લાકડાને ઘડતો નથી. સોની દાગીના બનાવતો નથી, વણકર કપડું વણી શકતો નથી. (શ્રોતા:- કર્મમાં ભેદ કેમ કર્યો) જ્યારે એ તો કર્મમાં, હવે આવે છે. આસવ-આસવ શું છે, એમાં કોઈ ( વિપાક) થાય છે એ પ્રકૃતિ અત્યારે ન હોય તો વિપાક ન આવે-વિપાક આવે તો, એ તો કર્મની વાત છે, અંદર એનાં પરિણમનની વાત છે. આત્માની સાથે સબંધ નથી એને. આહાહાહા ! કહે છે? (શ્રોતાઃ- જીવ વિપાકમાં તો જીવને) જીવ વિપાકને, વિપાક છે નહીં એમાં (જીવ) પોતાના વિકારથી પરિણમે છે ને પોતાના વિકારને ટાળે છે બસ. પ્રકૃતિમાં ય વિપાક શું છે, એ બીજી ચીજ છે. એ તો કેટલીક પ્રવૃત્તિ સત્તામાં પડી છે તો એ અવિપાક કહેવામાં આવે છે. ઉદયમાં આવે છે એ વિપાક કહેવામાં આવે છે. એ તો પરની જડની વાત છે એનાથી આત્મામાં કોઈ વિકાર થાય, કર્મનો વિપાક આવ્યો તો આત્મામાં કર્મ (થી) વિકાર થાય, એવી ચીજ છે નહિ. આહાહા! સમજાણું કાંઈ? આવું (સમજવા) નવરાશ ક્યાં? સત્યનો નિર્ણય કરવાને વખત ન મળે, જડ-જડની (પર્યાયને) બનાવે, ચૈતન્ય ચૈતન્યને બનાવે! ચૈતન્ય પોતાના વિકારી કે અવિકારી આ બેય લેશે હવે, અહીં તો વિકારની વાત છે, પછી લ્ય છે ચૈતન્ય પોતાના નિર્મળ જ્ઞાનદર્શનને બનાવે, કાં રાગ-દ્વેષને બનાવે, પણ પરને તો બનાવી શકે નહીં અને પરથી પોતાનામાં (કંઈ પણ) બની શકે નહીં. આહાહાહા ! સ્વયં પરિણમતાને તો અન્ય પરિણમાવનારની અપેક્ષા હોતી નથી. દેખો ! આહાહા! જો આત્મા એ સ્વયં પોતાથી વિકારરૂપ પરિણમે છે તો પરની અપેક્ષા એને છે નહિ. આહાહા ! વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી, મહાસિદ્ધાંત આ. દરેક વસ્તુની શક્તિ-જે વસ્તુમાં પોતાનું પરિણમન કરવાની શક્તિ છે એ પરની અપેક્ષા રાખતી નથી. સમજાણું કાંઈ? આહાહા! આ હાથ ચાલે છે, દેખો ! તો કહે છે કે એ હાથની પરિણમનશક્તિ એમાં છે, એનાથી છે. એમાં જો શક્તિ ન હોત ને આત્મા અને શક્તિ દઈ શકે ચલાવવાની એવું છે નહીં. એનાં કારણે આ હાથ ચાલે છે, આત્માના કારણથી નહીં. આહાહાહા ! પોતાનામાં જો પરિણમનશક્તિ ન હોય તો બીજા પરિણમન શક્તિ શી રીતે આપી શકે ? અને પોતાનામાં જો શક્તિ પરિણમનની હોય તો બીજાની અપેક્ષાની શું જરૂર રહી ? આહાહા ! ઝીણું બહુ! જૈનમાં તો કર્મ-કર્મ રામવિજય હતાં ને એ ઓલા ખેડાવાળા જેઠાભાઈ હતા દેરાવાસી, પછી આંહીનું સાંભળ્યું એટલે લાગ્યું કે માળું, આ તો ભારે લાગે છે સાચી વાત તો આ લાગે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે, પછી એને એમ થયું કે જો આ અમારા સંપ્રદાયમાં મળે તો આપણે ફેરવવું મટે. પછી પ્રશ્ન મૂક્યા પચાસ સાધુઓમાં! કોઈએ ઉત્તર આપ્યો નહિ. એક જણે આપ્યો બધો ખોટો, પછી છેવટે રામવિજયને મળ્યા કે આપણે ચર્ચા કરીએ, ત્યાં રામવિજય પણ કહે, પહેલી વાત આ, કે કર્મ વિકાર કરાવે કે ન કરાવે? કર્મ વિકાર કરાવે છે એ માન્ય હોય તો હું ચર્ચા કરીશ. મૂળ.... ત્યાં આખી લાઈનફેર છે. શ્વેતાંબર શૈલીમાં આખી સિદ્ધાંતની શૈલી જુદી છે. આહાહા ! પણ હવે આકરું પડે જિંદગી આખી (એમાં) કાઢી હોય ને, મા-બાપ એમાં હોય, એમાં દિકરા હોય, એ કરતા હોય એમને એમ કર્યા કરતા હોય, હવે એમાંથી રામવિજયને અને એને ચર્ચા થઈ જેઠાભાઈ, આવે છે ને જેઠાભાઈ આવે છે આપણે ચર્ચા કરીએ (તો) રામવિજય કહે, પહેલી આ શર્ત, કર્મથી વિકાર થાય છે એ શર્ત. આ કહે, એ માન્ય નહિ–એ વિકાર પોતાથી થાય છે, કર્મથી નહીં. આહાહાહા ! પોતાથી જો પરિણમે છે. આત્મા તો વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. તો કર્મના ઉદયની અપેક્ષા નથી રાખતી–ભલે નિમિત્ત હો પણ એની અપેક્ષા રાખે નહિ, કે એ છે માટે મારે પરિણમવું પડ્યું એવી અપેક્ષા નથી. સમજાણું કાંઈ ? આહાહાહા ! કસાઈ જે બોકડા કાપે છે, તો કહે છે કે એમાં જે મિથ્યાત્વભાવ છે, એ કોઈ કર્મો કરાવ્યો નથી એણે કર્યો છે. આહાહા ! મહા તીવ્ર પાપના એ પરિણામ જીવે કર્યા છે. કર્મો કરાવ્યા છે? કર્મ ઉદયમાં આવ્યું ને આવો કષાય કરવો પડ્યો, એવું છે નહીં. આહાહા ! કોઈએ થપ્પડ મારી અને ક્રોધ થયો, તો કહે છે કે ) ક્રોધ થયો એ તો પોતાથી થયો છે, થપ્પડ મારી માટે એનાથી ક્રોધ થયો એ વાત જૂઠી છે, એમ કહે છે. -જો પોતાનામાં ક્રોધરૂપે પરિણમવાની શક્તિ ન હોય તો થપ્પડ શું કરે? અને પરિણમવાની શક્તિ છે તો પરની અપેક્ષા ક્યાં રહે? આહાહાહા ! કહો, રાયચંદભાઈ? આવું છે જુદું, આહાહાહા ! આ જૈનમાં તો કર્મ જ, હોળી ગરી ગઈ છે કર્મ કરાવે... કર્મ કરાવે, કર્મ કરાવે. હોળી ગરી ગઈ છે. (શ્રોતા- એટલે કર્મની પૂજા કરે છે ને!) કર્મદહનની પૂજા જડની. આંહી તો (સંવત) એકોતેરથી કહેતા આવીએ છીએ, ૭૧ની સાલ, કેટલા વરસ થયાં ? ચોસઠ–લાઠી ચોમાસું હતું (કીધું) વિકાર પોતાથી થાય છે, કર્મથી બિલકુલ નહીં, એ વાત બહાર નીકળીને એ ય ઝંઝટ લાગી! (પ્રથમ) સ્થાનકવાસીમાં આવ્યું, એ શ્વેતાંબરમાં ગઈ વાત, એણે વિરોધ કર્યો દિગંબરમાં ગઈ, દિગંબરોએ વિરોધ કર્યો! આહાહા ! નહીં! કર્મથી વિકાર થાય છે. વર્ણજી (ગણેશપ્રસાદ વર્ણી) સાથે ચર્ચા થઈ હતીને? તેની સાલ ! (તેઓ કહે ) નિમિત્તથી થાય છે. મેં કીધું જુઓ દેખો ! “પંચાસ્તિકાય બાસઠ ગાથા” બધા પંડિતો હતા, બધા બેઠા'તા વિકાર પોતાથી થાય છે પરની અપેક્ષા-કારકની એને છે નહીં. કર્મના-નિમિત્તના કારકોની અપેક્ષા વિકાર કરવાવાળાને છે નહીં. તો (વાત) નો બેઠી ! (કહેવા લાગ્યા) નહિ, નહિ એવું છે નહીં. પોતાનાથી થાય તો સ્વભાવ થઈ જાય એનો, પણ એ વિકાર કરવાનો સ્વભાવ-પરિણમન એની શક્તિ છે. આહાહાહા! બે ચર્ચા મોટી થઈ, એક આ થઈ ને એક ક્રમબદ્ધ!દરેક પદાર્થ ક્રમબદ્ધ છે-એક પછી એક પર્યાય થવાવાળી એ જ થશે. એ કહે નહિ, એક પછી એક પણ એક પછી આજઆવવાવાળી છે ને આ જ આવે ને આજ હોય એમ નહીં, (તો પછી) ક્રમબદ્ધ ક્યાં રહ્યું? ઝીણી Page #314 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૧ થી ૧૨૫ ૨૯૯ વાત ભાઈ બહુ! સુક્ષ્મ વાત (છે). આહાહાહા ! અહીંયા તો કહે છે, સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; જો શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ પરિણમાવી શકે નહિ. સ્વયં પરિણમતાને તો અન્ય પરિણમાવનારની અપેક્ષા નથી હોતી–આત્મા એ વિકાર કરે છે તો કર્મની નિમિત્તની અપેક્ષા નથી હોતી નિમિત્ત હો, પણ ઓલું નિમિત્ત છે માટે આંહી વિકારપણે પરિણમે છે એવું છે નહીં. આહાહા! કેમ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા નથી રાખતી. ઓહોહોહો!મહાસિદ્ધાંત ! દરેક આત્મા ને દરેક પરમાણુ, પ્રત્યેક સમયે જે પરિણમન કરે છે એ પરની અપેક્ષા નથી રાખતા. આહાહાહા ! સમજાણું કાંઈ ? મહાસિદ્ધાંત છે આ “વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા નથી રાખતી” –પ્રત્યેક પદાર્થ પોતાની પરિણમન (શક્તિથી) પરિણમન કરે છે એ પરની શક્તિની અપેક્ષા રાખતી નથી. આહાહા ! માસ્તર બરાબર ભણાવનાર છે અને છોકરો ઠોઠ નિકળે છે, કેમ કે એની પરિણમનશક્તિ નથી, તો માસ્તર શું કરે? વિશેષ ભણવાની શક્તિ ન હોય તો માસ્તર શું કરે? વિશેષ ભણવાનો ક્ષયોપશમ નથી તો એને-શબ્દ ને શાસ્ત્ર શું કરે? આહાહા ! સમજાણું કાંઈ...? એક જ માસ્તર હોય ને પચાસ છોકરાં હોય (તેમાંથી) જે છોકરો એક છે તે પોતાની યોગ્યતાથી પાસ થાય છે ને એક નાપાસ થાય છે, તો પોત-પોતાના કારણે, માસ્તરના કારણે નહીં. માસ્તર તો એ એક જ બધાને ભણાવવાવાળા છે. આહાહા ! (શ્રોતા – બધાને કર્મનો ક્ષયોપશમ જુદો જુદો છે?) એ કર્મ નહીં, પોતાનો ક્ષયોપશમ જોઈએ, કર્મ તો નિમિત્ત-જડ છે, પોતાના ક્ષયોપશમ ભાવની પર્યાયની કમી છે પોતાને કારણે, એ કારણથી એ ઠોઠ નિશાળીઓ નીકળે છે, કર્મને કારણે નહીં. (શ્રોતાઃ- જેતપુરમાં પુરુષોત્તમ હતો, ભગુ પશુ હતો એકડેએકથી દશ સુધી આવડે પછી ન આવડે) હા, એ તો ભગો હતો ને? જેતપુરનો ભગો કંદોઈ હતો, એકથી દશ સુધી શીખ્યો પછી આવડે નહિ, એ સિવાય (કાંઈ ) મને, બીજો મળ્યો તો અમરેલી દશાશ્રીમાળી વણિયા પણ તબડકા તાણે–આમ મજુરી કરે ! આહાહા ! મકાન ચણવામાં (મજુરીએ જાય ) આ સીત્તેરની વાત છે. મેં એને પૂછયું એલા તું વાણિયો છે દશાશ્રીમાળી ને આ શું? (તે) કહે મહારાજ! એક થી દશ સુધી શીખ્યો છું, પછી કહે મહારાજ ! મને કાંઈ આવડતું નથી. એટલે હું મજુરી કરું છું. તબડકા તાણે ને અંદર માટી-ચૂના ને ફલાણું ને મકાનના કામમાં એમ એ પોત-પોતાની યોગ્યતાથી છે એ કર્મથી નથી. આહાહા! આ તો મહાસિદ્ધાંત. આત્મા, પોતાની પર્યાયમાં પરિણમવાની યોગ્યતા પોતાથી છે. ચાહે તો જ્ઞાનપણે પરિણમો કે રાગપણે પરિણમો એ આવશે, આગળ આવશે કળશમાં. પણ એ પોતાના કારણથી છે. કર્મ છે તો રાગ થાય છે એવું નથી. અને કર્મનો ક્ષયોપશમ હોય તો અહીં જ્ઞાન વધે છે એવું પણ નથી. આહાહાહા ! “આ રીતે બન્ને પક્ષ અસત્ય છે?” કોણ? કે પરિણમનવાળાને પરિણમાવે છે તું એમ કહે તો એ વાત જૂઠી છે (અને) નહિ પરિણમતાને તું પરિણમાવી શકે એ વાત પણ જુઠી છે. નહી પરિણમનારને પરિણમાવી શકે એવી શક્તિ પરમાં હોતી નથી. આહાહાહા! સમજાણું Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આમાં ? અહીં આકાશ છે એ આકાશના છે અહીંયા પ્રદેશ, એને ઊંચો કરી શકે છે કોઈ ? અહીં પ્રદેશ છે આકાશના ઊંચા કરી શકે છે? આ લાકડીને ઊંચી કરી શકે છે ? ( ના-ના ) એની પરિણમન શક્તિથી ઊંચી થાય છે, આંગળીથી નહિ, હાથથી નહિ. આહાહાહા ! દરેક ૫૨માણુમાં અનાદિ-અનંત પરિણમન શક્તિ છે, તો એ ૫૨માણું જ્યારે પરિણમે છે તે કાળે તે પોતાના પરિણામનો કર્તા છે. એમ ભગવાન આત્મા અનાદિ અનંત પરિણમન શક્તિ છે અનાદિ-અનંત તો જ્યારે જ્યારે એ પરિણમે છે તો એ પોતાની પરિણમન શક્તિથી પરિણમે છે. ૫૨ના કા૨ણથી–કર્મથી, નોકર્મથી, એનાથી એવું છે નહીં. આહાહાહા ! આમાં શું કરીએ ભાઈ, ઘરે આવો છોકરો પાડ્યો, એને લઈને અમારે આમ થવું પડયું, એ બધી ખોટી વાત (છે. ) તારી પર્યાયની યોગ્યતાથી તું વિકાર કરે છે. આહાહા ! ‘યોગ્યતા હી શ૨ણું' આવે છે નહીં ? આવે છે “યોગ્યતા હી શ૨ણું” –દરેક દ્રવ્યની તે તે સમયની યોગ્યતા છે, એ વાત છે. ૫૨ના કા૨ણે એમાં કંઈ થાય છે એવું છે નહીં. આહાહાહા ! ( કહે છે) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો ત્રિકાળી સ્વયમેવ હો જીવ, બદલવાના સ્વભાવવાળો સ્વયમેવ હો, એ જીવ, ક્રોધ, માન, માયા, લોભ કરે તો સ્વયં પોતાથી કરે છે, કર્મથી બિલકુલ નહીં. આહાહા ! ( લોકો ) કહે છે ને કે ભાઈ અમારે તો ક્ષમા રાખવી હતી પણ ક્રોધનો એવો ઉદય આવી ગયો કર્મનો (તેથી ) મારે એ ( ક્રોધ ) કરવો પડયો, જૂઠ છે બધું ! આહાહાહા ! કમાવાનો ભાવ કર્મનો ઉદય છે ત્યાં સુધી અમારે દુકાનમાં કમાવું પડે, જોડાવું પડે જૂઠ વાત છે બધી. એ ત્યાં દુકાન (માટેનો ) વિકાર કરે છે તો તે તું તારા સ્વતઃ પરિણામ કરવાવાળો છે, કર્મથી એ થયા જ નથી. ધંધાના વિકા૨ ને દુકાને બેસવાના ભાવ જે થાય છે એ વિકારી એ આત્મા સ્વયં પોતાથી પરિણમે છે, એ વિકારને પરિણમાવવાવાળા દુકાનના ધંધા નથી ને કર્મેય નથી. ધંધા એ નોકર્મમાં જાય છે કર્મ, કર્મમાં જાય છે. આહાહાહા ! ‘આ રીતે બન્ને પક્ષ અસત્ય છે’ –એટલા માટે જીવ પરિણમન સ્વભાવવાળો સ્વયમેવ હો. બદલવાનો સ્વભાવ અનાદિ–અનંત છે. તો એ સમયે પણ વિકા૨નું પરિણમન પોતાથી છે, ૫૨થી છે નહીં. આવું હોવાથી ‘જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક, પોતે ગરુડ છે તેમ.' ગરુડ થઈ જાય, જાણે કે હું ( જ ) ગરુડ છું ! આહાહા ! ઓલામાં પાડાનો દાખલો આપ્યો, તો-પાડાનું ધ્યાન કરતાં-કરતાં (જાણે કે હું) પાડો થઈ ગયો એમ લાગે છે. તેમ, અજ્ઞાનસ્વભાવવાળા –અજ્ઞાન સ્વભાવ એનો, જ્ઞાનીને ક્રોધ-માન-માયા આવે છે એનું તો જ્ઞાન થાય છે જ૨ી સૂક્ષ્મ વાત છે. જ્ઞાનીને જરી રાગઆદિ અસ્થિરતા થાય છે, એને મિથ્યાત્વ ગયું છે–સમ્યગ્દર્શન થયું છે–આત્માનું ભાન થયું-આત્માનું જ્ઞાન થયું છે એને જરી રાગ આવે છે તો એ રાગના કર્તા નથી પણ રાગના જાણનાર રહે છે. આહાહાહા ! આંહી તો અજ્ઞાની રાગને કરે છે, એવા અજ્ઞાનીની વાત લીધી છે. એમ લીધી છે દેખો ! અજ્ઞાનસ્વભાવવાળા-પોતાના સ્વરૂપનું ભાન નહિ એવો ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે-ક્રોધમાં જેનો ઉપયોગ પરિણમિત છે એવો જીવ સ્વયં ક્રોધ છે. ( જેમ ) માટીથી ઘડો થયો તો ઘડો માટી છે... માટીથી ઘડો થયો તો ઘડો માટી છે. એમ જીવથી ક્રોધ થયો તો ક્રોધ જીવ છે. એ જીવનો ક્રોધ છે. આહાહાહા ! Page #316 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૧ થી ૧૨૫ ૩૦૧ કર્મની રાડ મોટી છે આ જૈનમાં, પહેલેથી મોટી તકરાર, એકોતેરમાં આ વાત મૂકી'તી તો ગરબડ થઈ ગઈ મોટી, દામોદરશેઠ હતા એક દામનગરના પૈસાવાળા! દશ લાખ રૂપિયા તે દી” સાઈઠ વરસ પહેલાં, એમણે એકદમ વિરોધ કર્યો, કર્મથી વિકાર ન થાય? કીધું બિલકુલ નહીં. એક ટકોય નહીં, સોએ સો ટકા આત્મા વિકાર ને દોષ કરે છે, એ પોતાથી કરે છે, કર્મની અપેક્ષા એમાં છે નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ...? અને વર્ણાજી હારેય એ ચર્ચા થઈ, વર્ણીજીએ કલકત્તા મોકલ્યો પત્ર, એ (કાનજીસ્વામી) એમ કહે છે કે પોતાથી વિકાર થાય છે, પરથી નહીં, મોટી ભૂલ છે. શાહૂજી છે ને? શાહૂજી, એ લાવ્યા પત્ર, ગજરાજીને ત્યાં ભોજન હતું, ભોજન કર્યા પછી શેઠ (શાહૂજી ) લાવ્યા હતા આ પત્ર આવ્યો છે, વિકાર કેમ થાય છે? કીધુંઃ ઉત્તર દઈ દીધો છે બધો ત્યાં. વિકાર પોતાથી થાય છે, કર્મથી નહીં! મોટો પંડિત હોય કે ગમે તે હોય. હો. આહાહાહા ! અજ્ઞાની–અજ્ઞાનીની વાત છે ને અહીંયા ! જ્ઞાનીને તો આત્મા શુદ્ધ ચૈતન્ય છે, એના ઉપર દષ્ટિ છે, જ્ઞાનીની–ધર્મીજીવની ! શુદ્ધ ચૈતન્ય-ધ્રુવ-અખંડ-અભેદ-જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ હોવાથી, એ તો જ્ઞાન ને-આનંદની પર્યાયના કર્તા છે. આહાહાહા ! છ ખંડનું રાજ્ય કરતો દેખાય પણ એ એનો કર્તા છે નહીં, ચક્રવર્તી સમકિતી છતૃહજાર સ્ત્રી, છન્ને કરોડ પાયદળ અને એનો કર્તા છે નહીં. એની પોતાના સ્વભાવ ઉપર દૃષ્ટિ હોવાથી, જ્ઞાતા-દષ્ટાના પરિણામ થયા તો જાણનારદેખનાર છે. આહાહાહા ! એવો સ્વભાવ છે. જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ,” અજ્ઞાન સ્વભાવવાળા ક્રોધાદિરૂપે ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ વિગેરે, વિષયવાસના રૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે, એનો ઉપયોગ એમાં પરિણમ્યો છે એવો જીવ સ્વયં ક્રોધાદિ છે. જોયું? જીવ જ સ્વયં ક્રોધાદિ છે. માટીથી ઘડો થયો, તો ઘડો એ જ માટી છે. એમ જીવથી ક્રોધ થયો તો જીવ જ ક્રોધાદિ છે. આવી વાતું છે. વીતરાગનો મારગ જાણવો, જૈનમાં જન્મ્યા એને ય ખબર નથી, એમને એમ હાંક્ય રાખે માથે કીધું એ “જે નારાયણ થઈ રહ્યું. આહાહાહા ! ‘(ક્રોધાદિરૂપે) જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે –જોયું? જીવ જ સ્વયં ક્રોધ, માન, માયા, લોભ છે. છે ને અંદર? “ ક્રોધોપયોગી ક્રોધ જીવ માનોપયોગી માન છે ક્રોધ ઉપયોગ તો ક્રોધો, માન ઉપયોગ તો માન જ છે- જીવ એવો છે. માટીથી ઘડો થયો તો ઘડો માટી જ છે. આહાહા ! તેલની ધાર થઈ તો એ તેલ જ છે. (તેલની) ધાર બીજાએ કરી એમ છે નહીં. આહાહાહા ! વાસણમાં ઘી છે? તો કહે ના, “ઘી' ઘીમાં છે-ઘી ઘીમાં છે એ જ ઘી છે વાસણમાં, વાસણ વાસણમાં છે એ તો જડ છે, એ તો બીજી ચીજ છે એમાં ઘી નથી. આહાહા ! પણ એ ઘી, ઘી ઉપર રહે છે–અહીંયા પણ ઘી, ઘીને આધાર છે (વાસણ) છૂટી જાય તોપણ ઘી, ઘીને આધારે છે. (શ્રોતા:- કાશીથી એક બ્રાહ્મણ આવ્યો'તોને એણે પ્રયોગ કર્યો હતો ને) કર્યો હવે ખોટા બધા. આહાહા ! આંહી તો કહે છે કે જે દ્રવ્ય, જે દ્રવ્ય જે સમયે પરિણમન કરે છે એ પરિણમન એ દ્રવ્યનું છે. જે સમયે જે દ્રવ્ય પરિણમન કરે છે એ દ્રવ્ય જ છે. દ્રવ્ય જ એ છે-એ દ્રવ્યનું પરિણમન તો દ્રવ્ય એ જ છે. આહાહાહા! રોટલી બને છે તો રોટલી લોટ છે. લોટથી બની છે રોટલી તો રોટલી લોટ જ છે. રોટલી સ્ત્રીએ કરી એવી વાત છે નહીં. આહાહાહા ! જાઓને Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ મહાસિદ્ધાંત મૂક્યો છે ને ? “અજ્ઞાન સ્વભાવયુક્ત ક્રોધાદિ છે” –આ તો અજ્ઞાનીની વાત છે ને ? ક્રોધ, માન, માયા, લોભ વિકા૨રૂપે પરિણમે છે અજ્ઞાની, ( એ ) પોતાથી સ્વતઃ પરિણમે છે, કર્મના ઉદયને કા૨ણે પરિણમે છે એવું છે નહીં. જેનો ઉપયોગ પરિણમ્યો છે–જેનો ઉપયોગ એવો જીવ, જીવનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ, જીવ જ સ્વયં ક્રોધરૂપ છે. આહાહાહા ! એક બાજુ તો કહેવું કે જીવ તો જ્ઞાતા-દેષ્ટા અખંડાનંદ પ્રભુ છે ! ( અને ) આંહી વિકા૨૫ણે પરિણમે છે તો એને જીવ કહે છે. આહાહાહા ! એ જીવનું પરિણામ છે ને વિકાર તો... પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિ વિકા૨ તો વિકા૨૫ણે પરિણમે છે એ જીવ જ છે. ( આહા !) એ જીવ જ છે, અજીવ નહીં-જડ નહીં–કર્મ નહીં એમ કહે છે. આહાહા ! આ કાલે આવ્યું’તું પુદ્ગલનું, આજ આવ્યું છે જીવનું ! ‘જીવ જ પોતે ક્રોધાદિ છે’ ભાષા દેખો, જીવ જ નિશ્ચય સ્વયં ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, આત્મા જ ક્રોધ માન માયારૂપ છે ! આહાહાહા ! અજ્ઞાની રાગ ને ક્રોધ માનરૂપે થઈ ગયો, તો અજ્ઞાની જીવ જ ક્રોધરૂપે છે. કહો, કર્મ ક્રોધરૂપે થયું છે એવું છે નહીં. આહાહાહા ! આકરી વાત છે. વાણિયાને નવરાશ ન મળે, સત્યનો નિર્ણય ક૨વાની, એમ ને એમ જિંદગી ચાલી જાય. આહાહાહા ! ‘આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું' –જીવનું પરિણામ સ્વભાવત્વ (સિદ્ધ થયું ) આહાહાહા ! બહુ ગાથા સરસ છે આ ! જ્ઞાની જ્ઞાન થયા પછી ( એ ) બીજી વાત છે. પણ જ્યાં સુધી અજ્ઞાન છે, તે અજ્ઞાનપણે પોતાથી વિકા૨૫ણે પરિણમે છે. એ અજ્ઞાનમાં કર્મના કા૨ણે અજ્ઞાનપણે પરિણમે છે એવું છે નહીં. આહાહા ! એ પ્રશ્ન થયો હતો ને ત્યાં, કે જ્યારે જ્ઞાન ક્ષયોપશમરૂપે થાય છે આત્મામાં વધ-ઘટ થાય છે જ્ઞાનમાં ઘટાડો-વધારો થાય છે, એ પોતાથી થાય છે, જ્ઞાનાવરણીથી નહીં. તો વર્ણીજી કહે, નહિ ! એ જ્ઞાનાવરણીથી એ બધી (વાત ) એમ ચાલી'તી ! એમ બિચારા ! એનો કાંઈ વાંક નથી ! એ પ્રથા ત્રણેય સંપ્રદાયમાં સ્થાનકવાસીમાં, દેરાવાસીમાં, દિગમ્બરમાં ત્રણેયમાં કર્મને લઈને વિકાર થાય છે, કર્મને લઈને વિકાર થાય છે આહાહાહા ! એમ કહ્યું એણે કર્મથી વિકાર થાય છે, કર્મથી ન થાય તો સ્વભાવ થઈ જાય. ( કીધું: ) અરે, સ્વભાવ પર્યાયનો પરિણમન સ્વભાવ છે. પરિણમન સ્વભાવ છે તો થાય છે, એમાં, કર્મથી બિલકુલ નહીં. એક ટકોય નહીં પચ્ચીસ ટકા કર્મના ને પોણોસો ટકા પુરુષાર્થના અહીંયા વિકારમાં એક વળી પચાશ ટકા કહેતો'તો એ અહીં આવ્યો'તો જીવણધ૨ ! આવ્યો’તો તે, શેઠની હારે, શેઠ હુકમીચંદ શેઠ ! પચાસ ટકા નિમિત્તના ને પચાસ ટકા ઉપાદાનના (હરામ ), કીધું: સો ટકા નિમિત્તના નિમિત્તમાં ને ઉપાદાનના ઉપાદાનમાં, આમ ભગવાન ત્રિલોકનાથના વચનો છે. કીધું, માનો ન માનો તમે જાણો ! શેઠ આવ્યા'તા ને ત્રણ વાર ( અહીં સોનગઢ ) વીસ કરોડ રૂપિયા, સાથે એક જીવણધર પંડિત હતો, નિમિત્તથી થાય છે ? કીધું, એવું છે નહીં. એ કહે પચાસ, પચાસ ટકા રાખો ને. આહા ! ન એક વળી અમારે પ્રશ્ન થયો હતો સોએ સો ટકા રાખને વિકાર કરવામાં સોએ સો ટકા તારા. અને વિકાર નહીં કરવામાં પણ સો એ સો ટકા તારા. કર્મ છે તો વિકાર થયો છે એવું છે નહીં, કર્મ ખસ્યા તો અવિકારી થયો એમ પણ છે નહીં. આહાહાહા ! એ પ્રશ્ન પહેલાં ચાલ્યો હતો Page #318 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૧ થી ૧૨૫ ૩૦૩ દામનગર, કે તમે એમ કહો છો કે કર્મથી અહીં (જીવમાં) વિકાર થતો નથી. તો એટલું તો રાખો એકાવન ટકા વિકાર કરવાનો પુરુષાર્થ પોતાનો ને ઓગણપચાસ ટકા કર્મનું આંહી, આંહી વધારે રાખો, આવો પ્રશ્ન થયો હતો, આંહી તો ઘણાં પ્રશ્નો થાય છે ને પહેલેથી જ ( પ્રશ્નો) આવે છે ને એકાવન ટકા રાખો કારણ... બોલ આવ્યો ને બે ટકા અહીં વધી ગયાને આત્માના પુરુષાર્થમાં વિકારના ૫૧ ટકા-૪૯ ટકા કર્મના કીધું: એક ટકોય કર્મનો નહીં (વિકાર થવામાં) એકાવન ટકા શું, સોએ સો ટકા વિકાર-કરવામાં (જીવ) સ્વયં પોતાથી કરે છે. મોટી ચર્ચા ચાલી હતી. એ ત્રણેય સંપ્રદાયમાં આ જૈનપણામાં માને એટલે કર્મને જ માનનારા ! અન્ય (મતમાં) ઈશ્વરને માને કે ઈશ્વર કર્તા (છે.) આ જૈનમાં કર્મ કર્તા ગરી ગયા! હવે, ઈશ્વર તો ચૈતન્ય છે અને આ તો જડ. જડેશ્વર થઈ ગયો અંદરથી ! આહાહાહા ! શું કરીએ ભાઈ, અમારે કર્મનો ઉદય છે, ન છોડી શકીએ અમે, કર્મનો ઉદય મંદ પડે તો અમે છોડી શકીએ, એ જૂઠ વાત છે. પોતાના સ્વયમેવ પુરુષાર્થથી વિકાર કરે છે અને પોતાના સ્વયમેવ સવળા પુરુષાર્થથી વિકારનો નાશ કરે છે. પરની અપેક્ષા એમાં છે નહીં. આહાહાહા ! આ તો જીવની વાત હાલે છે, બહુ સરસ છે (ગઈકાલે) એમ પુદ્ગલમાં લીધું. આહાહાહા ! એમાં પરિણમન શક્તિ છે ને એમાં, કર્મ પરમાણું છે એમાં એ પરમાણુમાં પરિણમનશક્તિ અનાદિઅનંત છે કે નથી? અનાદિ-અનંત છે કે નહિ? (છે.) તો જ્યારે કર્મપણે પરિણમ્યા તો એ પરિણમન શક્તિ અનાદિ-અનંત પરિણમનશક્તિ એ વખતે ય છે. આહાહાહા! કર્મરૂપે થયા, (આ આત્મા પણ (વિકારરૂપે થયો )!) પરમાણુમાં પરિણમન શક્તિ છે કે નહીં? છે, અનાદિ-અનંત (છે) તે આમ આમ થાય છે, તો એ પરિણમન અનાદિ-અનંત છે. તો એ પરિણમન એનું છે ને એનાથી એ કામ કરે છે. આત્મા એને હલાવી શકે છે કે આત્મા બોલી શકે છે, ત્રણ કાળ–ત્રણલોકમાં નહિ. આહાહા ! આવી વાત બેસવી, ધર્મ તો હજી સ્વતંત્ર છે–દોષ એ સ્વતંત્ર છે, ને ધર્મ પણ સ્વતંત્ર છે. દોષ, એ પોતાની પર્યાયમાં, પરલક્ષથી (જીવ) સ્વતંત્ર કરે છે, ધર્મ પોતાના લક્ષથી (જીવ) સ્વતંત્ર કરે છે! આહાહા ! (આત્મા) વિકાર પરના લક્ષથી સ્વતંત્ર કરે છે, પરલક્ષ કર્યું તો એનાથી (પરથી) થયું નથી, અને સમ્યગ્દર્શનશાન-ધર્મ પોતાના લક્ષથી સ્વતંત્ર કરે છે, દર્શનમોહનો ક્ષયોપશમ હોય તો અહીં સમ્યગ્દર્શન થાય છે-મિથ્યાત્વ જાય તો-દર્શનમોહ તો સમકિત થાય છે એવું નથી. આહાહા ! કહો, પંડિતજી? ત્યાં શું અત્યાર સુધી શીખ્યા'તા બધું ત્યાં? એ તો જ્યાં હોય ત્યાં એ જ માંડે છે બધાને. આહાહાહા! બહુ સરસ વાત છે! જો પરિણમનશક્તિ પોતાનામાં ન હોય તો બીજો શક્તિ દઈ શકે એ ત્રણકાળમાં બને નહીં. માટીમાં ઘડો થવાની શક્તિ ન હોય તો કુંભાર એ શક્તિ દઈ શકે નહીં. લોટમાં રોટલી થવાની લોટની શક્તિ ન હોય તો રોટલી બને નહીં. લોટની શક્તિથી રોટલી થાય છે, એમ ન હોય તો બીજા કોઈ સ્ત્રી આદિ રોટલી બનાવી શકે એમ છે નહીં, કેમ કે પરમાં જે શક્તિ નથી બીજો શક્તિ આપી શકતો નથી અને પરમાં શક્તિ છે તો પરની શક્તિની અપેક્ષા નથી. આહાહાહા! - આ તો ચાર પૈસાની શેર તો મણના અઢી રૂપિયા. આ દાખલા આ તો સમજવા માટે (છે) સિદ્ધાંત આ કે અઢી રૂપિયાનું મણ તો ચાર પૈસાનું શેર કે સાડા સાડત્રીસના? કે સાડા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સાડત્રીસના સાડી સાડત્રીસ આના. એ તો બધી એની કુંચી ! એમ પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પર્યાય, વિકૃતપણે કે અવિકૃતપણે, ૫૨માણુમાં પણ વિભાવપણે કે સ્વભાવપણે, એમ. આહાહાહા ! તે તે સમયમાં તે તે પરિણતિનો કર્તા તે દ્રવ્ય છે, માટે તે પરિણતિ તે દ્રવ્ય છે. એ પરિણતિ દ્રવ્ય છે. એ પરિણતિ બીજું દ્રવ્ય છે એમ નહિ. આહાહાહા... સમજાણું કાંઈ.. ? આ હુશિયાર માણસો બધું કરે ને ઓલું શું કહે, દુકાનના ધંધા ને કોણ કરે ભાઈ ? એ... ય પુનાતર ! ધંધા કરે આ ? બાઈડીયું હોશિયાર હોય તો ભરત ભરે ! તકતા નહીં શું કહેવાય તકતા નહીં એ આભલા નાખીને આમ ભરે ચારે કોર તખ્તો. આભલાથી આખો-પૂરો હોય, થોડો-થોડો દબાય એવી રીતે ભરે ને એ બધું ભરતા આવડે છે કે નહિ ? આવડે એ કરી શકે કે ન આવડે એ કરી શકે ? એ તો એની પરિણમવાની શક્તિ (છે) એ રીતે થાય છે થઈ છે, એમાં બીજી શક્તિ ક્યાંથી લાવવી ? એનાં કા૨ણે આ બને છે ભરત ! શું કહેવાય ? ભરત-ભરત ! આહાહાહા ! આવી વાતું ! આ વાત તો આમ જ છે! આહાહા ! બહુ વાત, આ જીવનો અધિકાર છે ને ? ઓહોહોહો ! મિથ્યાત્વનું પરિણામ થયું તો કહે છે કે જીવ મિથ્યાત્વરૂપ પરિણમે છે તો જીવ જ મિથ્યાત્વ છે. ક્રોધરૂપ પરિણમે છે તો જીવ જ ક્રોધ છે. વિષયવાસનાપણે પરિણમે છે તો જીવ જ વિષયવાસનારૂપ છે. આહાહા ! બીજું દ્રવ્ય નહિ એમ કહે છે. આહાહા ! બહુ સિદ્ધાંત. એક સમયમાત્રનું દરેક દ્રવ્યનું પરિણમન પોતાથી થાય છે કેમકે અનાદિ અનંત પરિણમન છે. તો એ પરિણમન સમય-સમયમાં જે થાય છે એમાં બીજા કોઈની અપેક્ષા નથી, કારણ કે જો ન પરિણમે તો બીજું કોઈ પરિણમાવી શકે નહીં અને પરિણમે છે તો બીજાની અપેક્ષા નહિ. આહાહા ! આવું સાંભળવું. મારગ એવો છે ભાઈ. એ રખડે છે અજ્ઞાનથી અનાદિથી, સત્ને અસત્ માને ! અને અસત્યને સત્ય માને, એ માન્યતા ઊંધી-ઊલટી. આહાહા ! દયા પાળવાનો ભાવ થયો એ પોતાથી ( આત્માથી ) થયો છે, કર્મથી નહિ એમ કહે છે. પણ એ રાગ છે, એ રાગનો કર્તા થાય છે તો એ અજ્ઞાની છે. આહાહાહા ! એ ૫૨ની દયા તો પાળી શકતો નથી, કેમકે ૫૨ની શક્તિ ત્યાં રહેવાની છે આયુષ્યની તો બીજો છે જે એને જીવાડી શકે એમ છે નહીં. આહાહાહા ! એ આવ્યું ને ( શ્રી સમયસાર ) બંધ અધિકારમાં કે હું ૫૨ને જીવાડું-૫૨ને મારું, ૫૨ને સુખી કરું, ૫૨ને દુઃખી કરું, એ બધી માન્યતા અજ્ઞાનીની છે. આહાહા ! હું ૫૨ને કર્મથી બંધાવું૫૨ની મુક્તિ કરાવી દઉં એ બધા ( અભિપ્રાય ) મિથ્યાત્વ ભાવ છે. એ મુક્તિ તો પોતાના વીતરાગ ભાવથી થાય છે અને એ સંસા૨ બાંધે છે પોતાના અજ્ઞાન રાગભાવથી, બીજો કહે કે હું એને કરાવી દઉં ( શ્રોતાઃ- ગુરુ શિષ્યને ભણાવે છે ને!) કાંઈ ભણાવે નહીં–આ તો કોણ ભણાવે ? એ તો બધી વાતું છે. કોણ કોને કરે જે જે પરિણમન જે સમયમાં જે ( જે ) દ્રવ્યનું થાય છે તો એ દ્રવ્યમય છે. એ તો એને બીજું દ્રવ્ય શું કરે ? આહાહા ! શરીર જે અહીં રહ્યું છે જીવ નીકળી જાય તો આમ થઈ જાય. જીવ અંદર છે તો જીવને કા૨ણે આમ આવું રહ્યું છે ? પોતાના કા૨ણે આવું સ્થિર છે એ પર્યાય છે તો એનાથી સ્થિર છે એવું નથી, શરીરમાંથી જીવ નીકળી જાય તો શરીર પડી જાય આમ થઈ જાય છે એમ છે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા: :- પ્રમાણ વચન ગુરુદેવ ! ) Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૫ ૩૦૫ પ્રવચન નં. ૨૧૩ ગાથા-૧૨૧ થી ૧૨૫ તથા શ્લોક-૬૫ બુધવાર, ફાગણ સુદ-૯, તા. ૭/૩/૭૯ શ્રી સમયસાર, (ગાથા) ૧૨૧ થી ૧૨૫ નો ભાવાર્થ છે ને? ગાથા ચાલી ગઈ છે. જીવ પરિણામ સ્વભાવ છે. શું કહે છે? ભાવાર્થ છે ભાવાર્થ ! જીવ પરિણામસ્વભાવ છેઅનાદિથી જીવ ધ્રુવપણે રહે છે અને પરિણામસ્વભાવ પણ અનાદિનું છે. પલટવું બદલવું એ પોતાનો સ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધ, માન, માયા, લોભમાં જાય છે તો એ રૂપે પરિણમે છે, કોઈ કર્મ પરિણાવે છે એવું છે નહિ. બીજી ચીજ એને વિકારરૂપે પરિણમાવી શકે એવી ચીજ નથી. આહાહાહા ! પોતાનો ઉપયોગ જાણન-દેખન જે ઉપયોગ છે, એ ક્રોધાદિરૂપે પરિણમે છે, રાગ દ્વેષ-રાગના બે ભાગ માયા ને લોભ, વૈષના બે ભાગ ક્રોધ ને માન. પરિણમન સ્વભાવ હોવાથી વિકારરૂપે પરિણમે છે, તો એ પરિણામ એનું કાર્ય છે (ને) કર્તા આત્મા છે. પરનું કાર્ય તો કિંચિત્ કરી શકતો નથી. આહાહાહા ! આ હાલવું ચાલવું બોલવું એ ક્રિયા આત્મા કરી શકતો નથી. અભિમાનમાં અજ્ઞાનથી માને છે કે હું આમ કરું છું- શરીરનું કામ કરું, સેવા કરું પરની, પરની દયા પાળી શકું, પરને મદદ કરી શકું એવો મિથ્યાષ્ટિ જીવ પોતાને ભૂલીને આવું અભિમાનનું મિથ્યાત્વ કરે છે. આહાહા ! પોતાના પરિણામમાં ક્રોધ, માન, માયા, લોભ કરે છે. મિથ્યાત્વ પણ પોતાના પરિણામમાં કરે છે અને એ પરિણામનો કર્તા આત્મા છે. એ વિકારનો કર્તા, કર્મના કારણે છે એમ છે નહિ. એમ પોતાના પરિણામ સિવાય બીજી કોઈ ચીજ શરીર, વાણી, મન, કુટુંબ કબીલા ધંધા, એ બધાયની પર્યાય આત્મા કરી શકે એવું ત્રણકાળમાં નથી. આહાહા ! એ કહ્યું ને ! ‘ત્યારે સ્વયં ક્રોધાદિરૂપ જ થાય છેજ્યારે મિથ્યાત્વપણે પરિણમે છે હું પરનું કરું પરને સુખી કરું પરને દુઃખી કરું પરને સગવડતા દઉં છું એને અગવડતા દઉં એવું અભિમાન મિથ્યાત્વ કરે છે ત્યારે મિથ્યાત્વરૂપે પરિણમે છે. આહાહા ! એ કોઈ દર્શનમોહકર્મ એને મિથ્યાત્વરૂપે પરિણાવે છે એવું છે નહિ. આહાહા ! એ સ્વયં ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું. હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે – ( શ્લોક - ૬૫ ) (૩૫નાતિ) स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत्स कर्ता।।६५ ।। Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [તિ] આ રીતે [ નીચ] જીવની [સ્વમાવમૂતા પરિણામશ:] સ્વભાવભૂત પરિણમનશક્તિ [ નિરન્તરયા રિસ્થતા] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [તસ્યાં સ્થિતીયાં] એ સિદ્ધ થતાં, [ : સ્વચ ચં ભાવે વર તિ] જીવ પોતાના જે ભાવને કરે છે [તસ્ય વસ: વર્તા ભવેત્] તેનો તે કર્તા થાય છે. ભાવાર્થ-જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે. ૬૫. શ્લોક-૬૫ ઉપર પ્રવચન स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत्स कर्ता।।६५ ।। શ્લોકાર્થ, આ પ્રકારે જીવની સ્વભાવભૂત, સ્વભાવભૂત પરિણમવું એ સ્વભાવભૂત શક્તિ છે, પર કોઈ પરિણમાવે તો પરિણમે એવી કોઈ ચીજ નથી. આહાહા ! સ્વભાવભૂત પરિણમનશક્તિ “નિરંતરાયા સ્થિતા – નિર્વિઘુ સિદ્ધ થઈ-જીવની પોતાની પરિણમનશક્તિ નિર્વિઘૂ સિદ્ધ થઈ–એનાં પરિણમનમાં કોઈ વિઠ્ઠ કરે કે બીજું કોઈ સહાય કરે તો પરિણમન થાય, એવું છે નહિ. આહાહા ! એકલો પોતાનો આત્મા પોતાના પરિણામનો કર્તા છે. બીજાના પરિણામનો એ કર્તા નથી. અને બીજા કોઈ એને પરિણમન કરાવતા નથી. આહાહા!(શ્રોતાકુગુરુનો સંગ કરવાની મનાઈ કેમ કરી?) એ તો પરિણામ તારા મિથ્યાત્વના ન થાય એ કારણે, એને (જે) મિથ્યાત્વ થાય છે એ કુગુરુના સંગથી નથી થતું, પોતે ઊંઘી-ઊલટી માન્યતા કરે છે, તો પોતાના પરિણામ ઊલટા થાય છે. એવી વાત છે સૂક્ષ્મ વાત છે! કોઈ પણ ક્ષણે ને પળે, કોઈ પણ સંયોગી ચીજથી એનામાં કંઈ થતું નથી. (શ્રોતાઃ- કોઈ વાર તો નિમિત્તથી થાય) ત્રણકાળમાં નહીં, ત્રણ કાળમાં, કોઈ નિમિત્તથી એનામાં કંઈ થાય છે, એવી દ્રવ્યની પરિણતિ શક્તિ, એવી છે જ નહિ. પોતાના કારણે પરિણમન શક્તિથી કરે છે. આહાહા! અનેકાન્ત (એ છે કે) આંહી પોતાનાથી પરિણમન કરે છે, પરથી નહીં, એ અનેકાન્ત ! પોતાના પરિણામ પોતાથી કરે છે, ચાહે તો મિથ્યાત્વ કરો, ચાહે તો રાગ દેષ કરો ચાહે તો સમ્યગ્દર્શનશાનના કરો, પણ પોતે પોતાના પરિણામના કર્તા છે, પરના પરિણામનો કર્તા નહીં. આહાહા ! એક સિદ્ધાંત પણ યથાર્થ બેસી થાય તો એને બધા ખુલાસા (સમજાય જાય !) બધા દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્ય કરી શકે એવું ત્રણ કાળમાં (છે) નહીં. આહાહા ! જુઓ ને આ વાત સાંભળી'તી આજ સાંભળી'તી. આહાહા ! જુવાનજોધ આંહી બેઠો'તો ગુસ્વારે પચીસ વર્ષનો જુવાન, રમણિક સંઘવીનો દિકરો, લઠ્ઠ અહીં પાસે બેઠો'તો જુવાનજોધ Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૫ ૩૦૭ નિરોગી-કંઈ નખમાંય રોગ નહીં, સવા વર્ષનું પરણેતર, આહાહાહા ! આ શુક્રવારે તો અહીંયા હતા એના બાપ ને દિકરો બેય, એ પાલીતાણા ગયા'તા, ત્યાં કંઈ ખાધું ને પેટમાં દુઃખાવો ઊપડયો બે દિવસે અમદાવાદ, દેહ છૂટી ગયો! આહાહાહા! ભાઈ, આ હમણાં બેઠા'તા ત્યાં બેઠા'તા એક ક્ષણમાં પરિણમન થવું, શરીરની પર્યાય છે, એ રોષે રોકી શકે નહીં, લાખ દવા આપે તોપણ શું એમાં? એની દેહની પરિણતિ શક્તિ જ્યાં છૂટવાની છે એ સમયે છૂટશેજ, ત્રણ કાળમાં એને કોઈ રોકી શકે નહીં. આહાહા ! એમાં દવા બવા કામ કરે એવું છે નહીં. દર્શન કરતો'તો ઊભો ઊભો. ઓહોહો ! એકાએક શું થયું શુક્રવારે તો ગયા આ તો હજી બુધવાર થયો! આહાહાહા ! જે સમયે જે દેહની પરિણતિ-પર્યાય થવાની છે (એ) થાય જ છે એને રોકવાને કોઈ સમર્થ છે નહિ, દાક્તર કે દવા એ પરિણમનને બદલાવી શકે (નહીં) આહાહા ! આવી ક્ષણિક અવસ્થા દરેકની, ભિન્ન ભિન્ન પોતાની પરિણતિ ક્ષણે ક્ષણે નિર્મળ કે મલિન પોતાથી થાય છે. એ કહે છે કે દેખો, જીવની સ્વભાવભૂત પરિણમનશક્તિ “નિરન્તરાયા સ્થિતા” નિરંતર એટલે કોઈના વિઘ વિના સિદ્ધ થઈ. કોઈના આશ્રયે પરિણમન શક્તિ છે એમ છે નહિ. આહાહાહા ! આ શરીર પણ ચાલે છે દેખો. આ આંગળી ચાલે છે તો એનાં પરિણમનથી છે, આત્માથી નહીં. એવી જે અવસ્થા પરિણમનની, એનાં પરમાણુની છે, એ પરિણમનની શક્તિથી પરમાણું પલટે છે, આત્માથી નહિ ઇચ્છાથી નહિ. આહાહા ! એવી દરેક પરિણમનની શક્તિ, દરેક પદાર્થની અનાદિ અનંત, પરિણમન સ્વભાવ છે. તો જ્યારે જ્યારે પરિણમે છે તે તો પોતાનાથી પરિણમે છે, પરથી નહીં અને પરને (કારણે) નહીં. રજનીભાઈ ! આ ધંધા-ધંધાનું કાંઈ કરી શકાતું નથી એમ કહે છે. આહાહા ! મુંબઈમાંય કાંઈ કરી શકતા નથી, એમ કહે છે. આહાહા ! કોઈ પણ પ્રાણી, કોઈ પણ ક્ષેત્રે કે કોઈ પણ કાળે પોતાની પર્યાયનો-પરિણતિનો કર્તા છે, પરની પરિણતિનો કોઈ ક્ષેત્રે, કોઈ કાળે, કોઈ દેશમાં, પરનો કર્તા નથી. વાત એવી આકરી બાપુ! આહાહા ! આ ચાલે છે પગ, પગ ચાલે છે ને? તો કહે છે કે એ પગની પરિણતિથી પગ ચાલે છે, આત્માથી નહિ, અરે ! આ કેમ બેસે લોકોને ? ( શ્રોતા – જીવતો જીવ છે માટે નહીં) જીવ, જીવતો પરિણમન પોતાના પરિણામ પોતામાં કરે, પરમાં શું કરે? આહાહાહા! અરે, દુનિયાને ક્યાં ખબર જિંદગી ચાલી જાય છે. આહાહા ! કઈ ક્ષણે દેહ છૂટશે ને ક્યાં જશે, એની ખબરું ય નથી, એને. આહાહા ! એ પગ ચાલે છે આ આમ-આમ ડગલા ભરે છે ને તો કહે છે કે એ પર્યાય પગની એ પરમાણુંની પર્યાય છે ચાલવાની, આત્મા બિલકુલ પગને ચલાવતો નથી. આહાહાહા! અને પગ ચાલે છે તો આત્માના પરિણામથી પગ ચાલે છે કે પગના ચાલવાથી આત્માના પરિણામ છે, એમ છે નહીં. આહાહાહા ! (પોતે) પોતાના પરિણમનમાં સ્વતંત્ર છે. પરના પરિણમનમાં પર સ્વતંત્ર છે. કોઈ કોઈના આશ્રયથી ને અવલંબનથી (પરિણમન) થાય છે એવી વસ્તુસ્થિતિ નથી, વસ્તુની સ્થિતિની મર્યાદામાં એ છે. પરની સ્થિતિ ને મર્યાદા પરમાં છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ વિતરાગનું તત્ત્વ બેસવું. આહાહા ! Page #323 -------------------------------------------------------------------------- ________________ 30८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જીવ પોતાના જે ભાવનો કર્તા છે ચાહે તો જ્ઞાનાનંદના ભાવને કરે કે ચાહે તો રાગના (ભાવને) કરે, જીવ પોતાના જે ભાવનો કર્યા છે તે ભાવનો તે કર્તા થાય છે. છે? આહાહાહા ! ભાવાર્થ- જીવ પણ પરિણામી છે જેમ પરમાણું પરિણામી છે, એ તો પહેલાં આવી ગયું કે આત્મા રાગ કરે ને કર્મબંધન થાય તો એ કર્મબંધનની પર્યાયનો કર્તા કર્મ છે, એ કર્મબંધનની પર્યાયનો કર્તા આત્મા નથી, જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ જે છે એ પોતાના પરિણમનથી બંધાય છે, એ આત્મા એને બાંધે છે એવું છે નહીં. આહાહાહા! અરે, વાત કંઈ ખબર નહીં એને અનાદિથી મૂઢતામાં ચાલ્યો જાય છે. જિંદગી ! કર્મબંધન (જે) થાય છે એ પરમાણુની પર્યાયમાં પરમાણુથી કર્મબંધનની પર્યાય થાય છે, આત્માથી નહીં. આત્માએ રાગ-દ્વેષ કર્યા તો ત્યાં કર્મબંધનનો કર્તા આત્મા છે એવું છે નહીં. કર્મબંધનના પરમાણુની પર્યાયના-પરિણામના કર્તા એ કર્મ પરમાણું છે, આત્મા નહીં. અહીંયા તો કહે છે કે જીવ પોતાના પરિણામનો કર્યા છે, પરનો નહીં. એ વાત અહીં સિદ્ધ કરી છે. પહેલાં એ વાત સિદ્ધ કરી હતી. જીવ પણ પરિણામી છે, તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે. હવે, જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છેઃ આહા. હા! મુનિઓ-કુંદકુંદાચાર્ય આદિ( એ) જંગલોમાં શાસ્ત્રો રચ્યાં. તાડપત્રો ત્યાં પડ્યાં હતા, લઈ લીધાં. સળીઓ વડે કરીને (અક્ષરોનાં) કાણાં પાડ્યાં. તે (લખાણ કરેલાં) પત્રો ત્યાં પાછા મૂકીને (તેઓ) ચાલ્યા ગયા! હારે રાખ્યાં નહીં! લખનારને (સાચવવાની) કંઈ પડી નથી કે લાવ... હું ગામવાળાને તાડપત્ર આપી દઉં! પણ ગૃહસ્થોને ખબર હોય કે મુનિરાજ જંગલમાં છે અને કંઈક શાસ્ત્ર લખે છે. એટલે એ મુનિરાજ ત્યાંથી વિહાર કરે એટલે તે ત્યાં જાય અને તાડપત્ર ત્યાં પડયાં હોય એને ભેગાં કરે ને ઉપાડીને (સાચવી લે). આહા.. હા! આવી વાત છે! મુનિરાજની દશા !! અંતરના આનંદમાં ઝૂલી રહ્યા છે. બહાર નીકળતાં એને દુઃખ લાગે છે. આ (વિકલ્પ) છોડીને ક્યારે અંદરમાં જઉં ? એમ વારંવાર સાતમું ગુણસ્થાન આવે છે. આહા.. હા ! આવી વાતો છે!! અરે! અનંત કાળનાં આ દુઃખ, જેને નાશ થાય છે, બાપા! એનો ઉપાય તો અલૌકિક જ હોય ને..! સમજાણું કાંઈ? એ ( પંચરત્ન) પાંચ ગાથા પૂરી થઈ. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૮૨, નિયમસાર શ્લોક-૧૦૯) Page #324 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૬ ગાથા-૧૨૬ છેઃ ૩૦૯ GOL तथाहि जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स । णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ।। १२६ ।। यं करोति भावमात्मा कर्ता स भवति तस्य कर्मणः । ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः ।।ર૬।। एवमयमात्मा स्वयमेव परिणामस्वभावोऽपि यमेव भावमात्मन: करोति तस्यैवकर्मतामापद्यमानस्य कर्तृत्वमापद्येत । स तु ज्ञानिनः सम्यक्स्वपरविवेकेनात्यन्तोदितविविक्तात्मख्यातित्वात् ज्ञानमय एव स्यात् । अज्ञानिनः तु सम्यक्स्वपरविवेकाभावेनात्यन्तप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वादज्ञानमय एव स्यात्। જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો.૧૨૬. ગાથાર્થ:- [આત્મા ] આત્મા [ચં ભાવક્] જે ભાવને [ રોતિ] કરે છે [તસ્ય ટર્મન: ] તે ભાવરૂપ કર્મનો [સ: ] તે [ f] કર્તા [ભક્તિ] થાય છે; [ જ્ઞાનિન: ] જ્ઞાનીને તો [સ: ] તે ભાવ [ જ્ઞાનમય: ] જ્ઞાનમય છે અને [અજ્ઞાનિન: ] અજ્ઞાનીને [ ઞજ્ઞાનમય: ] અજ્ઞાનમય છે. ટીકા:-આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને ક૨ે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે ( અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે ). તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કા૨ણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ( સર્વ ૫૨દ્રવ્યભાવોથી )ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કા૨ણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. ભાવાર્થ:-જ્ઞાનીને તો સ્વપ૨નું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વપ૨નું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગાથા-૧૨૬ ઉપર પ્રવચન जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स। णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स।।१२६ ।। જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬. ટીકા -આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે-આત્મા દરેક, સ્વયમેવ= સ્વયં+એવ એટલે સ્વયં જ. આહાહા!દરેક આત્મા એ સ્વયં જ સ્વયમેવ એવ એટલે નિશ્ચયથી, સ્વયં જ પરિણામસ્વભાવવાળા છે. બદલવાના સ્વભાવવાળા છે. તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાને-કર્તા તે થાય છે. શું કહે છે? આહાહા! જે ભાવનું એ પરિણમન કરે છે એ ભાવનો તે કર્તા છે. છે? પરિણમન સ્વભાવ-તોપણ બેય લેવા છે ને હવે, પોતાના જે ભાવનો કર્તા છે જે ભાવે જેનો કર્તા થાય છે એ ભાવનો જ-એ પરિણામનો જ, નિશ્ચયથી કર્મત નામ કાર્યને પ્રાપ્ત થયેલ જ કર્તા થાય છે, અર્થાત્ આ ભાવ આત્માનું કર્મ છે. કર્મ નામ કાર્ય, કર્મ એટલે જડકર્મ એ આંહી નહિ, આત્મા જે પરિણામને કરે છે એ પરિણામ એનું કર્મ છે, કર્મ નામ કાર્ય. આહાહાહા ! આત્મા જે સમયે જે પરિણામનો કર્તા છે, એ કર્તાનું એ પરિણામ એ તેનું કર્તાનું કાર્ય છે. સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે પ્રભુ પણ ભાવ તો ઊંડા છે. આહાહા ! ટોપી ઓઢી શકતા નથી, એમ કહે છે. એ ટોપીમાં પરમાણુની પર્યાય છે તો એ પર્યાય-પરિણમન કરીને ટોપી ત્યાં રહી છે, પોતાના આત્માથી નહીં. આ વાત દુનિયાને આકરી લાગે. આહાહા ! વીતરાગ જિનેશ્વરદેવ પરમાત્માનો આ હુકમ છે, ગણધરો ને ઇન્દ્રોની વચ્ચે પરમાત્મા આમ ફરમાવતા હતા, એ વાણી અહીંયા આવી છે. મહાવિદેહમાં ગણધરો ને એકાવતારી ઇન્દ્રો અત્યારે ત્યાં છે, (દિવ્યધ્વનિ ) સાંભળવા આવે છે તો પરમાત્મા આ કહેતા હતા, આ કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા, ભગવાનનો આ હુકમ છે, કે દરેક આત્મા પોતાના પરિણામનો કર્યા છે, સ્ત્રી કુટુંબ પરિવારને બચાવી શકે સંભાળ રાખી શકે એ ત્રણકાળમાં નહિ. આહાહાહા ! સૂક્ષમ વાત છે ભાઈ. આહા ! પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે (અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે)” –અરે, સિદ્ધાંત મૂકીને ન્યાય આપે છે. તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે –શું કહે છે? ધર્મી જીવ છે જેને આત્માનું જ્ઞાન છેએ (ટીકાના) શબ્દોમાં શું પડ્યું છે જુઓ એટલામાં કે તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે – ભાવ એટલે પર્યાય, જ્ઞાની નામ ધર્મી-સમ્યગ્દષ્ટિ, જેને “જ્ઞાયકભાવ હું છું” એવો અનુભવ છે. એવા જ્ઞાનીને એ પરિણામ જે થાય છે એ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. ધર્મીને જ્ઞાનમય સમ્યગ્દર્શન, સમ્યકુશાંતિ, સમ્મચારિત્ર એ જ્ઞાનમય આત્મમય પરિણામ છે, એ પરિણામના કર્તા જ્ઞાની છે. આહાહા ! ધર્મી જીવ દયા, દાન ને રાગ આદિના પરિણામના પણ કર્તા નથી. આહાહાહા! Page #326 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૬ ૩૧૧ મુંબઈમાં તો આકરું પડે ભારે આ. આ તમારા જેવા કરોડપતિઓને તો આકરું પડે, આકરું. છોકરાઓ કરોડપતિ છે બધા, ધૂળપતિ છે. ( શ્રોતાઃ– એ ધૂળ વગર દાણા આવે છે ? ) ધૂળ વિના જ દાણા આવે છે, એ તો કીધું ને ? ‘ખાનેવાલેકા નામ દાને દાને પે હૈ’-એનો અર્થ શું ? કે જે દાણા આવવાના છે આવશે જ, નહિ આવવાવાળા નહિ આવે. તારા પ્રયત્નથી આવે છે (આવશે ) એવું છે નહીં ? ( શ્રોતાઃ– પૈસા વિના આવે છે ) પૈસા વિના જ આવે છે આવ્યું કે નહીં શેઠ–ખાના૨નું નામ છે દાણા ઉ૫૨ ? નામ ( છે ) એનો અર્થ છે કે જે ૫૨માણું આવવાવાળા છે, એ, એ સમયે આવશે, તારા પ્રયત્નથી નહિ આવે, તું રાગ ક૨ે તો એવો આહાર આવશે, એવું છે નહીં. ( શ્રોતાઃ- પૈસા વગર આવે છે?) પૈસા ! પૈસા કોણ દે ? પૈસા પણ પરમાણુની પર્યાય છે–જવાવાળી જાય છે એનોય કર્તા આત્મા નહીં. નોટ ગણી-ગણીને જાય છે, એ નોટના પરિણામના કર્તા (તે ) નોટ છે. આત્મા માને કે હું એને દઉં છું એ કાર્ય મારું છે, મૂંઢ છે. ( શ્રોતાઃ– એ તો હાથ ચલાવે !) હાથ ચલાવું છું એમ માને છે ( આવી માન્યતાવાળો ) એ મૂંઢ છે. આહાહાહા ! એ ૫૨માણુની પરિણમન ( એ પરિણમન ) શક્તિ એમાં છે, તો એ પરિણમનથી એ હાથ હાલે છે. એ પરિણામ હું કરું છું મિથ્યાત્વદૃષ્ટિ-અજ્ઞાની છે. આખી દુનિયા પાગલ છે. આવી વાત છે પ્રભુ. જુઓ ને, ક્ષણભંગુર છે શરી૨ ! આ એ લઠ્ઠ જેવું શરીર ક્ષણમાં દેહ છૂટી ગયો. આહાહા ! અને આયુષ્ય હોય તો જીર્ણ શરીર હોય તોય પાંચ-પચ્ચીસ વ૨સ કાઢે, એ પરિણમન થવાની પર્યાય છે તો એટલા (વરસ ) કાઢે ! નહિતર... જુવાનજોધ, લઠ્ઠ જેવું શરી૨ (શ્રોતાઃ- પણ દાક્તર તો કંઈક કરેને ) દાક્તર ? દાક્તર-દાક્તરનું શું દાક્તર પોતે મરી ગયા બિચારા, દાક્તરનો બાપ નહોતો અહીંયા છ વરસ સુધી અસાધ્ય એ પછી કંઈક આપેને, અસાધ્ય મરી ગયો ! છ વ૨સ સુધી દાક્તરનો બાપ મોટો દાક્તર, આ રાજકોટમાં પણ એમાં શું કરે ? આહાહાહા! આંહી તો ૫૨માત્મા એમ કહે છે કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય તો આડતિયા થઈને માલ બતાવે છે ૫૨માત્માનો આ ફરમાન છે, ભાઈ ! આહાહાહા ! એ ભાવ જ્ઞાનીને-ધર્મીને જ્ઞાનમય જ છે. ધર્મીના તો જ્ઞાન શ્રદ્ધા શાંતિ આનંદમય પરિણામ છે. ધર્મીના પરિણામ, રાગ પુણ્ય દયા દાન એ પરિણામ એના છે નહિ. આહાહાહા ! શરીરના પરિણામ તો એના નથી પણ અંતરમાં દયા-દાનના પરિણામ આવે છે એ જ્ઞાનીના નથી. આહાહાહા ! જ્ઞાનીના પરિણામ, એ રાગ– દ્વેષનું જાણવું અને પોતાને જાણવું એવા જ્ઞાન પરિણામ, શ્રદ્ધાપરિણામ, શાંત પરિણામ, વીતરાગપરિણામ, એ જ્ઞાનીનું કાર્ય છે. આહાહા ! ધર્મી જેમને જ્ઞાયકભાવ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા દૃષ્ટિમાં આવ્યો છે, એની દૃષ્ટિમાં શાયક ચૈતન્યના પરિણામ થાય છે, જાણનાર–દેખનાર, શ્રદ્ધા, ઠરવું, શાંતિ, વીતરાગતા, આનંદ એ પરિણામના એ કર્તા છે. એ બધા જ્ઞાનમય ભાવ છે. એમાં રાગાદિક વિકલ્પ છે નહીં. આવી વાત છે ભાઈ. ઝીણું બહું આકરું બાપુ ! આ ચોપાનિયા કાઢવા ને માસિક કાઢવા અને હું કાઢું છું એ મૂંઢ છે. (શ્રોતાઃ- એ ચોપાનિયા માટે તો લખાય છે ) લખાય છે કોણ લખે ? લખવાના અક્ષ૨, ૫૨માથું પોતે પોતાની Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાયથી ત્યાં અક્ષર પડે છે. (શ્રોતાઃ- આ જીતુભાઈ લખે છે ને!) જીતુભાઈ લખે છે એ ખોટી વાત છે. આહાહાહા ! આવી વાતું છે ગળે ઊતરવું કઠણ જગતને. એ જુવાનજોધ શરીર નિરોગી જેના નખમાંય રોગ ન હોય ને (એક) ક્ષણમાં ઉત્પન્ન થાય, પેટમાં દુખાવો કંઈ ખાધું પાલીતાણા જઈને, આંહીંથી શુક્રવારે ગયો. શુક્રવારે, આજે તો બુધવાર છે, ત્યાં તો આમ પેટમાં દુખાવો ઉત્પન્ન થયો! આહાહાહા! જે સમય જે પર્યાય થવાની (એ થાય જ.) એ વઢવાણ લઈ ગયા ને પછી અમદાવાદ લઈ ગયા, દેહ છૂટી ગયો શરીર જોયું હોય તો લઠ્ઠ જેવું. બાબુભાઈ બેઠા ત્યાં પાછળ, પાછળ હમણાં આંહી પગે લાગતો'તો તે બુધવારે અહીં હતો. આહાહા ! પચ્ચીસ વરસનો જુવાન, એના બાપનો એકનો એક દિકરો, એની મા મરી ગયેલા, એ બાપ ને દિકરો ને દિકરાની વહુ, હવે સાસરો ને વહુ બે રહ્યા. અરે રે! કોણ કોના બાપા? કોણ કોને રોકે? આહાહા ! અભિમાન, અભિમાન, અભિમાન, મિથ્યાત્વનું અભિમાન ! હું એનો કર્તા છું હું એનો રક્ષણ કરવાવાળો હું એને મદદ કરવાવાળો છું! હું એને રાખું છું, જ્ઞાનીને એવા પરિણામનો કર્તા હું છું એવું છે નહીં. આહાહાહા! ચક્રવર્તીના રાજ્ય હોય જ્ઞાનીને, છ ખંડ ને છગ્નેહજાર સ્ત્રીઓ પણ જ્ઞાની, એનાં પરિણામ મારા છે, એમ માનતા નથી અને હું એને રાખી શકું છું એમ માનતા નથી, અને પોતાનામાં રાગાદિ થાય છે એ મારું કર્તવ્ય છે એમ માનતા નથી. આહાહા! હું તો જ્ઞાન ને આનંદ છું, સચ્ચિદાનંદ પ્રભુ સત્ શાશ્વત સત્ શાશ્વત, જ્ઞાન, આનંદ ને શાંતિનો સાગર હું છું, આવી દષ્ટિ જ્યારે ધર્મીની થઈ તો એનાં પરિણામમાં શાંતિ ને વીતરાગતા ને સ્વચ્છતા જ્ઞાન ને પ્રતીતિના પરિણામ એનાં છે. એનાં પરિણામ રાગ, દયા, દાન, વ્રતના પરિણામ એનાં નહિ. આહાહાહાહા ! આવું આકરું કામ છે. અરે ! જનમ-મરણથી મરી ગયો છે, અત્યાર લગી અનંતકાળથી ભાઈ, ચોરાશીના ચોરાશી લાખ યોનિમાં, એક એક યોનિમાં અનંત અવતાર કરી ચૂક્યો છે મિથ્યાત્વને લઈને, એ મિથ્યાત્વ પરને પોતાનું માનવું ને પોતાનું સ્વરૂપ) પોતે ભૂલી જવું. આહાહાહા! ભગવાન આનંદનો નાથ છે તેને ભૂલી જવો, અતીન્દ્રિયજ્ઞાન ને આનંદનો સાગર નાથ ! એને ભૂલી જવું અને પર, પોતાના નથી તેને પોતાના માનવા. આહાહાહા! એમ માનીને મિથ્યાત્વથી અનંતકાળ(થી) રખડે છે. કહે છે કે જ્ઞાની થાય છે તો જ્ઞાનમય પરિણામ છે. આહાહાહા ! એ ભગવાનની ભક્તિના પરિણામ પણ એનાં નહિ. આહાહાહા ! એ શાસ્ત્રના વાંચનના વિકલ્પ ઊઠે છે એ પણ જ્ઞાનીના નહિ, સાંભળવામાં જે વિકલ્પ ઊઠે છે, એ જ્ઞાનીનો નહીં. આહાહા! ઝીણી વાત છે પ્રભુ, ધર્મીના તો ધર્મપરિણામ, વીતરાગી, શાંતિ ને જ્ઞાતાપરિણામ એનાં છે. એ પરિણામ તેનું કાર્ય છે-કર્મ છે અને એ પરિણામના આત્મા કર્તા છે. આહાહાહા ! આ પુસ્તક બનાવવા ને પુસ્તક વેંચવા ને, એ બધું જડની પર્યાય છે. (શ્રોતા:- આપણે તો નક્કી કર્યું છે કે પુસ્તકનો જ પ્રચાર કરવો) કોણ કરે? વિકલ્પ ઊઠે, પણ એ ક્રિયા પરથી થાય છે તો થશે! પ્રચાર-પ્રસાર કરે કોણ? પોતાની પર્યાયમાં કરે કે પરમાં કરે? આકરી વાત છે બાપુ! અત્યારે તો ફેરફાર બહુ થઈ ગયો છે, અત્યારે તો સંપ્રદાયમાં આખી લાઈન ફરી ગઈ છે. આહાહા ! મૂળ સત્યને શોધવાની દરકાર જ જગતને ઓછી, જેમાં પડયાં એમાં માનીને Page #328 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૬ ૩૧૩ બેસીને થઈ રહ્યું જિંદગી ગાળવી. (શ્રોતાઃ- પ્રચાર માટે તો બહાર જવું પડે ને !) કોણ જાય ? કોણ આવે ? શરીરની પર્યાય શરી૨માં થવાવાળી થાય છે તો થશે આત્મા શરીરને ચલાવી શકે ને પુસ્તક દઈ શકે ને એવું છે નહીં. આહાહાહા ! કહો, શાંતિભાઈ ? આ તમારે બધા પૈસાવાળાને આ ભારે મોંઘું પડે એવું છે. ( શ્રોતાઃ– પૈસાવાળાને તો સોંઘું છે પૈસા કમાવા ને એમાં રોકાઈ જવું ! ) ધૂળે ય કમાતો નથી, અરે એ જડની પર્યાય છે, એ જેમાં જવાવાળી જશે જ, રહેવાવાળી રહેશે, આત્મા એ પર્યાયનો કર્તા છે નહીં. આહાહા ! ધર્મી તો એ સંબંધી જે રાગ થાય છે એ રાગના પણ કર્તા નહીં, કેમ કે જ્ઞાનમયમાં પ્રભુ તો સર્વજ્ઞસર્વજ્ઞ સ્વભાવી ચૈતન્ય પ્રભુ આત્મા, એ સર્વને જાણે કે સર્વનું કંઈક કરે ? ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી વસ્તુ છે, સર્વજ્ઞપર્યાય પ્રગટ થાય છે તો કેવળીને પણ આ આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ પડયો છે, તો સર્વજ્ઞસ્વભાવમાં સર્વ જાણવાનો સ્વભાવ છે એનો, પણ પોતાના સિવાય રાગાદિ ૫૨નું કરવાનો એનો સ્વભાવ છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? એમાં શરી૨ જુવાન હોય, પચીસ વરસનો જુવાન બચારો કેવો હતો એ, એ તો સાંભળવા આવ્યા’તા બિચારા, બાપ-દિકરો બેય હજી શુક્રવારે તો અહીંથી ગયા, નખમાં રોગ નહોતો, હમણાં તો પગે લાગતા આમ, મારું ધ્યાન જાતું કીધું રમણિકનો દિકરો લાગે છે. આહાહાહા ! લ્યો પણ એ દેહની પર્યાય જે ક્ષણે પડવાની હોય બાપું. આહાહાહા ! એ પર્યાયનું પરિણમન તેનું પોતાનું છે, અનાદિ પરિણામ એનાં છે જેમ અનાદિ ધ્રુવ એ છે-૫૨માણુ ને આત્મા ધ્રુવ છે અનાદિ, એમ પરિણામ પણ અનાદિના છે. એ પરિણમન કરે છે અનાદિથી ( એ ) પરિણમન કરે છે. આહાહા ! તો વર્તમાન પરિણમન પણ એવું છે એનું. આહાહા ! જ્ઞાનીનું વર્તમાન પરિણામ જ્ઞાન ને શ્રદ્ધા છે. આહાહાહા ! ( શ્રોતાઃ- જ્ઞાનીના તો જ્ઞાનમય ભાવ ) એ કીધાં ને જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ છે. એ શબ્દમાં શું આવ્યું ? ધર્મી જીવ, જેને સમ્યગ્દર્શન છે હું આત્મા પૂર્ણ આનંદસ્વરૂપ છું ચિન છું-આનંદકંદ છું, હું શાયકસ્વભાવથી પરિપૂર્ણ છું અનાદિ જ્ઞાયક ભાવથી હું ધ્રુવ જ છું. અનાદિ જ્ઞાયક ભાવથી હું સામાન્ય ધ્રુવ જ છું, એવી દૃષ્ટિ થઈ તો એ ધર્મીને તો જ્ઞાનમય, શ્રદ્ધામય, શાંતિમય-સ્વચ્છતામય, પ્રભુતામય, વીતરાગતામય કેમ કે આત્મા પોતે વીતરાગસ્વરૂપ છે તો એની પર્યાયમાં વીતરાગતા જ આવે છે. આહાહાહા ! તો કહે છે ને નીચે સમ્યગ્દર્શન સરાગી છે, એમ છે નહીં. જિનસ્વરૂપી આત્મા–જિનસ્વરૂપી, વીતરાગસ્વરૂપી છે, તો સમ્યગ્દર્શનની પર્યાય વીતરાગી ( જ ) છે. ચોથે ગુણસ્થાને છે, ભાઈ, આહાહા ! “ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન; મત મદિરાકે પાનસોં, મતવાલા સમજે ન.” આહાહા ! મત એટલે મદિરા દારૂ પીધો છે એ સમજે નહિ કે હું શું ચીજ છું ને પરિણામ કોને કહેવાય, અહીં મારે એમ કહેવું છે કે ચોથે ગુણસ્થાને સરાગ સમકિત (હોય ને ) આગળ વીતરાગ સમકિત, સમ્યગ્દર્શન એ વીતરાગ પર્યાય છે. કેમ કે આત્મા વીતરાગ જિનસ્વરૂપ છે. ભગવાન આત્મા જિનસ્વરૂપ છે, ત્રિકાળ જિનસ્વરૂપ છે, તો જિનસ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન એનું હોય એ વીતરાગી પર્યાય જ થાય છે. ચોથે ગુણસ્થાને પણ સમ્યગ્દર્શન વીતરાગી પર્યાય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહાહા ! ભાઈ ! વસ્તુનું સ્વરૂપ તો આવું છે. જિન સ્વરૂપી પ્રભુ, વીતરાગ ચૈતન્યમૂર્તિ આત્મા, એનું ભાન ને જ્ઞાન થયું તો એ પર્યાયમાં વીતરાગીશાન, વીતરાગીસમકિત, વીતરાગી આચરણ બધું વીતરાગી હોય છે, રાગી નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? કેમ કે વસ્તુ જિનસ્વરૂપી છે પ્રભુ, તો જિનસ્વરૂપના પરિણામ તો જિનસ્વરૂપી વીતરાગી હોય છે. એ કોઈ એમ કહે કે ચોથે ગુણસ્થાને સરાગ સમકિત હોય, તો એ તો રાગ ચારિત્રનો દોષ બતાવવો છે, સમકિત તો વીતરાગી પર્યાય છે. આ તો જ્ઞાનીનો જ્ઞાનભાવ આ છે. સમજાણું કાંઈ... ? આહાહાહા ! આમાં ક્યારે સમજવાનો વખત લ્યે એ મનુષ્યપણું જાય એ પાછું ક્યારે આવે ? અનંત કાળે મનુષ્યપણું મળે ! ઉ૫૨ા-ઉ૫૨ કોઈ વખતે મનુષ્યભવ મળે તો આઠ ભવ મળે પછી નવમે ભવે કાં મોક્ષ ને કાં નિગોદમાં જાય ! આહાહા ! અરે રે ! એની દરકાર કરી નહિ એણે, દયા નહીં દયા-પોતાની દયા નહિ હોં પોતાની ! આહાહા ! પોતાની દયા, ૫૨ની દયા કોણ કરી શકે છે ? આહાહાહા! પોતાનો ચૈતન્યસ્વભાવ ભગવાન સર્વશે દેખ્યો, એવો જ પોતાને દેખવામાં આવે. આહાહા ! સર્વજ્ઞસ્વભાવ, સર્વજ્ઞપર્યાયમાં બધા જીવનો દેખવામાં આવ્યો. સર્વજ્ઞ પર્યાયમાં એવો જ સર્વજ્ઞસ્વભાવ સમ્યક્દષ્ટિમાં દેખવામાં આવે છે, તો એ દૃષ્ટિ પણ વીતરાગી પર્યાય છે. એટલે જ્ઞાનીના જ્ઞાનમય પરિણામનો અર્થ વીતરાગમય પરિણામ છે. આહાહા ! આનો અર્થ જ એવો છે, છે? તે ભાવ જ્ઞાનીના જ્ઞાનમય ( હોય છે. ) એટલે વીતરાગ-ધર્મીને વીતરાગી દૃષ્ટિ થઈ છે, વીતરાગી જ્ઞાન થયું છે વીતરાગી સ્વભાવમાં આચરણ થયું છે અંશે, તો એ બધા પરિણામ વીતરાગી ભાવ એનાં (ધર્મીનાં ) છે. એ વીતરાગીભાવના તે કર્તા છે ને વીતરાગીભાવ તેનું કાર્ય છે. આહાહાહા ! આવું કામ છે બાપા શું થાય !( શ્રોતાઃધર્મીની ઓળખાણ તો અંતર-બાહ્ય લક્ષણોથી થાય છે ને !) અંદર સર્વજ્ઞ થયો ને આત્મા સર્વજ્ઞ છે એવી દૃષ્ટિ થઈ ત્યારે અંતરભાન થયું હું જ સર્વજ્ઞ છું. સર્વજ્ઞની પર્યાય છે એ તો ૫૨ છે. ( શ્રોતાઃ– બાહ્ય ચિહ્ન હોવું જોઈએ ને!) બાહ્ય ચિહ્ન આ છે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન એ ચિહ્ન ! આહાહા! સમ્યક્ નામ જેવો સર્વજ્ઞસ્વભાવ છે, એવી અંદર નિર્વિકલ્પ પ્રતીતિ થવી અને નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન થવું, એ એનું લક્ષણ છે. એ પરિણામના તો જ્ઞાની કર્તા છે. ઝીણી વાત છે ભાઈ ! અત્યારે તો બહુ ગરબડ હાલી, ગોટા ચારે કોર નવરાશ, વેપારીઓને નવરાશ ન મળે વાણિયાને ધંધા આડે અને આ સત્ય અને અસત્યનું મિલાન કેમ કરવું ? રજનીભાઈ ? સાચી વાત છે ને પોપટભાઈના દિકરા છે. પોપટભાઈ મોહનલાલ કરોડપતિ છે, કરોડપતિ હોં પાછા એક નહિ છ છોકરાં, પાસે ઘણાં કરોડો છે, ધૂળ છે મોટી ! અનંત ગુણનો પતિ પ્રભુ ! આહાહા! અનંતાનંત ગુણની સંખ્યાની મર્યાદા છે નહીં એટલા અનંત ગુણ છે આત્મામાં કે અનંત અનંત અનંત અનંત અનંત અનંત ( ને ) અનંતગુણા કરો તો પણ અનંતમાં આ છેલ્લો છે એવું આવે નહિ, અંદરમાં એવા અનંત અનંત અનંત ગુણનો ભંડાર ભગવાન છે. અરે રે! એ બધા ગુણો વીતરાગસ્વભાવી છે, અર્થાત્ વીતરાગી Page #330 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૬ ૩૧૫ સ્વભાવી આત્માનું જ્ઞાન થયું તો એની પર્યાયમાં વીતરાગતા જ આવે છે. આહાહાહા! આ એક શબ્દમાં આટલું ભર્યું છે. આ ભાવ કર્તાનો ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. જ્ઞાનીને જ્ઞાનમય જ છે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઊઠે છે પણ એનું જ્ઞાનીને જ્ઞાન છે, એમને આ વ્યવહાર-રત્નત્રયનો રાગ, એ જ્ઞાનીનું કાર્ય નહિ. સમજાણું કાંઈ....? છે? ત્રીજી લીટી છે ત્રીજી, એમાં ઘણું ભર્યું છે આ કાંઈ કથા નથી, વાર્તા નથી, આ તો ભગવાનની કથા ભાગવત કથા છે. આહાહા ! ત્રણ લોકનો નાથ વીતરાગ સર્વશદેવ પરમેશ્વર અકષાય કરુણાથી વાણી નીકળી છે, એ સંતો, જગત પાસે જાહેર કરે છે. પ્રભુ, તું કેવો છો, તારામાં તો અનંતગુણ–વીતરાગી સ્વભાવ છે ને પ્રભુ, કોઈ કષાયવાળો ગુણ છે નહિ તારામાં, રાગ કરવો એવો કોઈ ગુણ છે જ નહિ, દયા પાળવી, ભક્તિ કરવાનો રાગ એ રાગ કરવો, એવો તારામાં અનંતગુણમાં કોઈ ગુણ છે નહીં. એ અનંતગુણ વીતરાગી છે. કેમ કે જિનસ્વરૂપ છે તો અનંતગુણ જિનરૂપી–વીતરાગી સ્વરૂપ છે. એની જ્યાં દૃષ્ટિ થઈ તો વીતરાગી પર્યાય એ એનું કાર્ય છે. કર્તા આત્મા વ્યવહારથી કહે છે. પર્યાય વીતરાગી કાર્ય, નિશ્ચયથી તો વીતરાગી કાર્ય ને વીતરાગી કર્તા એ પર્યાય છે. આહાહા ! આકરી વાતું બહુ બાપુ ! લોકો કંઈક ટૂંકમાં માનીને બેસી જાય ! અમે સમજી ગયા! ભાઈ, વીતરાગી મારગની ગહનતા, આહાહા ! ત્રણ જ્ઞાનના ધણી એકાવતારી ઈન્દો સાંભળવા આવે છે, તો તેની ગંભીરતા કેટલી હશે? એકાવતારી એકભવતારી ! સુધર્મ દેવલોક (ના) ઇન્દ્ર ને ઇન્દ્રાણી એકભવતારી-એક મનુષ્યભવ કરીને મોક્ષમાં જશે એવી તાકાત છે. શાસ્ત્રમાં લખાણ છે કે એ પણ સાંભળવા આવે છે, ત્રણશાનના ધણી એકાવતારી એકભવતારી તો એ વાણી કેવી હશે ભાઈ? આહાહા! એ અસંખ્ય દેવનો લાડો! સ્વામી ! એ ત્યાં(થી) છોડીને સાંભળવા આવે ભગવાન પાસે અને એને પોતાને ખબર છે કે હું એક ભવ કરીને મોક્ષ જવાવાળો છું. મારે છેલ્લો ભવ મનુષ્યનો છે, હવે ખબર છે, તો પણ સાંભળવા આવે છે. પ્રભુ! એ વાણી કેવી હોય. (શ્રોતા:એ કાંઈ વેપાર નથી કરતા) કરોડો અપ્સરા હોય, અસંખ્ય દેવનો સ્વામી છે, બત્રીસ લાખ તો વિમાન છે, એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે, કરોડો અપ્સરાઓ છે. મારું કાંઈ નથી, હું છું ત્યાં એ ચીજ નથી, એ ચીજ છે ત્યાં હું નથી. હું તો આનંદ ને જ્ઞાનમય આત્મા છું. એ સ્ત્રીઓ અને બત્રીસલાખ વિમાન એ મારા નથી. અરે, મારા દેવ ને અમારા ગુરુ એ પણ નહિ કેમ કે એ પરદ્રવ્ય છે. એ મારા ક્યાંથી થશે? ઝીણી વાત છે પ્રભુ! આહાહા ! (શ્રોતા:- પ્રભુ થવાની વાત છે) પ્રભુ થવાની જ વાત પ્રભુ પોતે પ્રભુ જ છે-આત્મા ભગવાન પ્રભુ છે તો પ્રભુપણે થઈ જશે. પણ પ્રભુની પ્રતીતિ આવનારની વાત છે અહીં. આહાહાહા ! આંહી તો શું કહે છે કે કર્તા થાય છે એ ભાવ આત્માનું કર્મ છે. આત્મા એનો કર્તા આ ભાવ જ્ઞાનીનો જ્ઞાનમય “જ'! “જ' શબ્દ પડ્યો છે. આહાહા ! ધર્મી-ધર્મ કરવાવાળો, એને કહીએ કે ધર્મીના પરિણામ ધર્મમય-વીતરાગમય હોય, એ વીતરાગમય (ભાવ) કાર્ય છે ને આ વીતરાગમયનો કર્તા આત્મા છે. બસ, બીજો લગાવ છે નહિ. આહાહા ! સમજાણું કાંઈ..? Page #331 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અરે! આવા અવસર ક્યારે મળે ? આવી વાત મહા પુણ્ય હોય તો સાંભળવા મળે. અંત૨માં રુચિ ક૨વી એ તો અલૌકિક વાત છે. ‘તે ભાવ’ તે ભાવ એટલે કર્તાનું જે કાર્ય છે તે ભાવ, કર્તાનું કાર્ય છે એ ભાવ, જ્ઞાનીનો જ્ઞાનમય છે. છે શેઠ ? એટલા એક શબ્દમાં શું છે ? એ શબ્દ છે ઉ૫૨ ‘તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે’–શું છે ? હા, એ. તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. આહાહાહા ! ૩૧૬ ‘તે ભાવ’ એટલે ? જે કાર્ય થયું તે ભાવ, જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે. જે કાર્ય થયું એવો જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય ભાવ છે. જ્ઞાની એના કર્તા છે અને ભાવ-જ્ઞાનમય આનંદમય થયો એ એનું કાર્ય છે. ગજબ વાત છે. આંહી તો એમ કહેવું છે કે જ્ઞાનમય ભાવમાં, રાગમય ભાવ છે જ નહિ એટલે કોઈ સમકિતને-સરાગસમકિત, છે ને રાગ સહિત સમકિત છે એ વાત છે નહિ. આહાહા! (શ્રોતાઃ- ચારિત્રને ભેગું ભેળવીને વાત છે) એ તો બીજી વાત, એ તો રાગ છે અસ્થિરતાનો પણ સમકિત રાગ સહિત નથી રાગ છે નહિ, કેમ કે આત્મા જિનસ્વરૂપી છે, વીતરાગસ્વરૂપ છે તો એની અનંતશક્તિઓ જેટલી છે એ બધી વીતરાગસ્વરૂપ છે, તો વીતરાગસ્વરૂપ શક્તિની વ્યક્તતા થાય વીતરાગમય વ્યક્તતા થાય છે, રાગની વ્યક્તતા એમાં હોતી નથી. આહાહાહા ! કમજોરીથી રાગ આવે છે તો એનો પણ અહીં જ્ઞાતા-દૃષ્ટા રહીને વીતરાગભાવમાં રહે છે. રાગમાં જ્ઞાની રહેતા નથી. આહાહાહા ! આવો મારગ છે ભાઈ ! ( શ્રોતાઃ- આવો જ માર્ગ હોય શકે ) બીજો હોય શી રીતે ? જગતની હોંશું, એ બધી હોંશું પાપની છે. જ્ઞાનીને તો એ હોંશ હોતી નથી. આહાહાહા ! ધર્મીનો ઉત્સાહ હોય છે આત્મામાં, અજ્ઞાનીનો ઉત્સાહ હોય છે વિકા૨માં, ૫૨માં હોય છે, એ તો માને પણ ખરેખર તો વિકાર હોય એમાં ઉત્સાહ છે એનો અજ્ઞાનીનો, જ્ઞાનીનો ઉત્સાહ સ્વરૂપ સન્મુખ છે, એથી સ્વરૂપ જ વીતરાગી જિનસ્વરૂપ જ છે, વીતરાગ સ્વરૂપ (છે) તો એમાં સમ્યગ્દર્શન થાય છે, એ વીતરાગી પર્યાય છે. સમ્યજ્ઞાન થાય છે (એ) શાસ્ત્રજ્ઞાન નહીં, શાસ્ત્રજ્ઞાન એ જ્ઞાન નથી, સ્વરૂપ જ્ઞાનમય એમાંથી જ્ઞાન આવે છે એ વીતરાગી જ્ઞાન છે, અને સ્વરૂપમાં આચરણ કરવું જે છે એ-પણ આચરણ વીતરાગી પર્યાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ જ્ઞાનીને, ‘તે ભાવ’ તે ભાવ એટલે ? જે કર્તાના થનારા ભાવ, કર્તાનો જે ભાવ એ ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. ઝીણી વાત બહુ, ‘કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે’ કેમ કે એને સમ્યક્ પ્રકારે જુઓ, જ્ઞાનમય ભાવ કેમ છે ? કેમ કે આ બધા ભાવ સમ્યક્ પ્રકારે સાચી રીતે ધારણાથી પણ નહીં એમ કહે છે. કા૨ણ કે તેને સમ્યક્ પ્રકારે, સ્વપરના વિવેક વડે સ્વપરના વિવેકથી, પોતે જ્ઞાતા આનંદમય ને રાગ ભિન્ન, એવો સ્વપરનો વિવેક થયો છે. રાગાદિ દયા દાનના ( ભાવ ) આવે છે, એનાથી પણ આત્મા ભિન્ન, (છે) એવો સ્વપરનો વિવેક છે. આહાહા ! ‘સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે' સર્વ ૫૨દ્રવ્યભાવોથી ભિન્ન, ૫૨દ્રવ્ય નામ શ૨ી૨, વાણી, મન, કુટુંબ એ તો ઠીક પણ રાગાદિ પણ ૫૨દ્રવ્ય છે. એનાથી પણ ભિન્ન. આહાહા ! ‘આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે'-ધર્મીને આત્માની ખ્યાતિ આ ટીકાનું નામ Page #332 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૬ ૩૧૭ આત્મખ્યાતિ છે, આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આહાહા ! તો આત્માની ખ્યાતિ, પ્રસિદ્ધિ, ધર્મીને આત્માની પ્રસિદ્ધિ થઈ છે. અજ્ઞાનીને વિકારની પ્રસિદ્ધિ થાય છે. સમજાણું કાંઈ...? ( શ્રોતા:- ગુરુથી જ્ઞાન મળે ત્યારે થાય ને ) કોઈથી મળતું નથી, પોતાથી મળે છે. શેઠ ? પોતાથી મળે ત્યારે ગુરુગમથી મળ્યું એમ નિમિત્તથી કહેવામાં આવે છે. કોઈથી મળતું નથી. ( શ્રોતાઃ– પોતાથી મળે પછી ગુરુને નિમિત્ત કહેવાયને !) એ કર્યું તો પછી વ્યવહા૨થી કહેવામાં આવે છે, નિમિત્ત હતું–એ ગુરુ નિમિત્ત હતા. પણ આ મળે, પછી કહેવામાં આવે છે, ( શ્રોતાઃએ પહેલા) એ પહેલાં એને મળ્યા જ ક્યાં છે? આંહી તો ગુરુથી, ત્રણલોકનો નાથ ને ત્રણલોકના નાથની વાણી, એ પણ ઇન્દ્રિયનો વિષય છે. આહાહા !( શ્રી સમયસાર ) એકત્રીસમી ગાથામાં આવ્યું છે. આ ભગવાન ત્રણલોકના નાથ આમ બિરાજે છે સમોસ૨ણમાં અને વાણીદિવ્યધ્વનિ નીકળે છે, તો એ ઇન્દ્રિય છે, જો પોતાનું લક્ષ ત્યાં જશે તો રાગ થશે. આહાહા ! અને ભગવાન તો એમ કહે છે કે અમારા ઉપર તારું લક્ષ જશે તો તારી ચૈતન્યગતિમાં દુર્ગતિ થશે, દુર્ગતિ નામ રાગ થશે. ( શ્રોતાઃ– છતાં પણ સમોસરણમાં દોડતાં–દોડતાં જાય છે !) દોડતાં–દોડતાં જતા નથી, અંતરમાં (નિજની ) ભાવનામાં એકાગ્ર થતા જાય છે. એ રાગ આવે છે એના પણ જ્ઞાતા થઈને જાય છે. આવી વાતું છે, ઝીણી વાત બાપુ ! જિનસ્વરૂપી ભગવાન એને ૫૨ની અપેક્ષામાં જ્ઞાન શી રીતે હોય ? એને તો પોતાના જ્ઞાનમય વીતરાગી ભાવ છે, એ એનું કાર્ય છે. કેમ કે સભ્યપ્રકારે સ્વપરનો વિવેક થઈ ગયો છે. રાગનું-૫૨નું તો ઠીક પણ, ૫૨સંબંધી (જે ) રાગ આવ્યો એનો પણ વિવેક થઈ ગયો રાગથી હુંભિન્ન છું. ભિન્ન આત્માની ખ્યાતિ-આત્માની પ્રસિદ્ધિ અત્યંત ઉદય પામી છે. આત્માની પ્રસિદ્ધિ અત્યંત પ્રગટ થઈ ગઈ છે હું તો આનંદ છું હું શાંતિ છું હું વીતરાગ-સ્વચ્છ છું. એવી (આત્માની પ્રસિદ્ધિ) અત્યંત ઉદય નામ પ્રગટ થઈ ગઈ છે. આહાહા ! એ કારણે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે. સમજાણું કાંઈ ? બહુ કળશ ઊંચો છે. અમૃતથી ભર્યાં છે કળશ. આહાહાહા !. અમૃતનો સાગર ભગવાન એની સન્મુખ જ્યાં થયો ને જ્ઞાન થયું તો રાગથી ભિન્ન થઈને–સ્વપ૨નો વિવેક થયો, તો ત્યાં વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય છે. અને આ ભાવ અજ્ઞાનીને, એ ભાવ નામ કાર્ય જે થાય છે અજ્ઞાનીને, અજ્ઞાનમય છે. રાગમય ભાવ છે, પુણ્યમય ભાવ છે, પાપમય ભાવ છે, એ અજ્ઞાનભાવ છે. ૫૨ની સાથે તો કાંઈ સંબંધ છે નહિ, અજ્ઞાની કર્તા થઈને અજ્ઞાન ભાવ રાગાદિ દ્વેષનો કર્તા થાય છે. દયા, દાન, વ્રત, આદિ પરિણામનો અજ્ઞાની કર્તા થાય છે એ અજ્ઞાનીનું કાર્ય છે. આહાહા ! ( શ્રોતાઃ– અજ્ઞાની ૫૨નું ન કરી શકે ? ) પરનું શું ધૂળ કરે ? એ માટે તો આ ગાથા છે. જ્ઞાની જ્ઞાનનો કર્તા, અજ્ઞાની અજ્ઞાનનો કર્તા, ૫૨નો કર્તા તો છે નહીં. આહાહા ! ગાથા બહુ ઊંચી છે. આહાહાહા ! કેમ ? અજ્ઞાનમય ભાવ છે ? કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે રાગ અને ભગવાન ભિન્ન છે એનો વિવેક અજ્ઞાનીને છે નહિ. ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે– સામે–સામે વાત લીધી છે જ્ઞાનીને ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત પ્રસિદ્ધ થઈ ગઈ છે ( અને ) અજ્ઞાનીને ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ !) Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પ્રવચન ન. ૨૧૪ ગાથા-૧૨૬ ગુરુવાર, ફાગણ સુદ-૧૦, તા.૮/૩/’૭૯ શ્રી સમયસાર, એકસો છવીસ ગાથાનો ભાવાર્થ, ભાવાર્થ છે ને બે લીટી છે, બે લીટી! ભાવાર્થ-જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે'ધર્મી એને કહીએ કે જેને રાગ-વિકલ્પ અને આત્માના સ્વભાવનું ભેદજ્ઞાન થયું છે. ધર્મી, જ્ઞાની કે ધર્મી બેય એક છે. ધર્મી એને કહીએ કે જેમને પુણ્ય-પાપના ભાવ જે રાગ છે એનાથી પોતાનો સ્વભાવ ધ્રુવ-શુદ્ધ ભિન્ન છે એવું ભેદજ્ઞાન થયું છે. છે? “જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે એનો અર્થ આ છે, આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે અને પુણ્ય-પાપ, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના પરિણામ એ રાગ છે, એ રાગ, “પર” છે અને આનંદ ને જ્ઞાનસ્વરૂપ “સ્વ” છે. એ સ્વ પરની જુદાઈનું, ભિન્નતાનું, પૃથકતાનું ભાન થઈ ગયું છે. આહાહા ! સમજાણું કાંઈ..? એમને એટલા માટે જ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન થયું છે, એટલે એ કારણે એ પોતાને પોતાના જ્ઞાનમયભાવનું જ કર્તુત્વ છે. ધર્મીને તો પોતાના જ્ઞાન-દર્શન-શ્રદ્ધા-શાંતિ-આનંદસ્વચ્છતા એવા પરિણામનો કર્તા એ તો છે. ધર્મી તો પોતાના નિર્મળ–શુદ્ધ-પવિત્ર પરિણામનો કર્તા છે. સમજાણું કાંઈ? છે? હવે એને પોતાના જ્ઞાનમયભાવ, જ્ઞાનમય એટલે ? જ્ઞાન-જાણવુંદેખવું આનંદ-શાંતિ-સ્વચ્છતા વિગેરે શુદ્ધ પરિણામ જે છે, રાગથી ભિન્ન છે એવા શુદ્ધ પરિણામનું કર્તુત્વ ધર્મીને હોય છે. આહાહા ! (શ્રોતા- ચોથે ગુણસ્થાને એવું થાય !) ચોથા ગુણસ્થાનથી એ વાત છે. આત્મા અનંત અનંત ગુણનો પિંડપ્રભુ! અનંત અનંત સામાન્ય સ્વભાવનો પિંડ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત (આનંદ) અનાદિ સામાન્ય સ્વભાવ જે ધ્રુવ છે, એની દૃષ્ટિ ધર્મીને થઈ છે, તે કારણથી દૃષ્ટિમાં ધ્રુવતા આવી છે, તો પુણ્ય ને પાપના પરિણામ તેનાથી પૃથક થયો છે. ચાહે તો ભગવાનની ભક્તિનો ભાવ હો, દેવ ગુરુ ને શાસ્ત્ર જે છે એ પર છે, શાસ્ત્ર પણ પર છે દેવ પર છે ગુરુ પર છે. તે એની ભક્તિનો ભાવ છે એ રાગ છે. (શ્રોતા:- જ્ઞાની ભક્તિ તો કરે ને!) એ રાગ આવે છે, એને જાણે છે-જાણનારમાં રહેવું એ જ્ઞાનીનું કર્તવ્ય છે. રાગ આવે છે એ કર્તવ્ય એનું નહીં. આકરી વાત છે ભાઈ ! આહાહાહા ! (શ્રોતા- શૂન્ય થઈ જાઓ!) શૂન્ય, રાગથી શૂન્ય જ છે આત્મા. અહીં શું કહે છે? જ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન થયું છે તેથી આ કારણે તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. શબ્દો તો સહેલા છે શેઠ? ભાવ તો ભાવ જે છે તે છે. આહાહા ! ધર્મી એને કહીએ, સમ્યગ્દષ્ટિ એને કહીએ, જ્ઞાની એને કહીએ, બધુંય એક જ છે, કે જેમને પોતાનો આત્મા, અનંત અનંત જ્ઞાન (નું) ધામ-આનંદનું ધામ-શાંતિધામ, ધૃવધામનું ધ્યાન થઈ ગયું છે ને દૃષ્ટિમાં આવી ગયું છે ધ્રુવધામ-સ્થાન જે પોતાનું છે ધ્રુવ, એની દૃષ્ટિમાં આવી ગયો છે તો એને રાગ, દયા, દાન, ભક્તિ આદિના જે વિકલ્પ છે એનાથી પણ જ્ઞાન ભિન્ન થઈ ગયું છે. આહાહા ! આવી વાત છે ભાઈ. સમજાણું કાંઈ? તો તેથી પોતાના જ્ઞાનમય પોતાનું જાણવું દેખવું શ્રદ્ધા, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, આનંદ Page #334 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૬ ૩૧૯ એવા નિર્મળ પરિણામનું જ એમને કર્તૃત્વ છે. આહાહા ! અને અજ્ઞાનીને સ્વપ૨નું ભેદશાન નથી, ચૈતન્ય ભગવાન શુદ્ધ ચૈતન્યઘન અનંત અનંત અનંત ગુણ પવિત્રતાનું ધામ પ્રભુ છે અને રાગ આદિ વિકલ્પ ઊઠે છે એ ૫૨ છે, એવા પરનું ને સ્વનું, અજ્ઞાનીને ભેદજ્ઞાન થયું નથી, જુદાપણાનું ભાન થયું નથી. આહાહાહા ! છે ? એટલા માટે ભેદજ્ઞાન નથી તે કા૨ણે, રાગની ક્રિયા ભક્તિની (ક્રિયા ) ભગવાનની –દયા, વિનયની (ક્રિયા ) શાસ્ત્રના બહુમાનનો જે રાગ છે, એ રાગ અને પોતાના સ્વભાવનું ભેદજ્ઞાન અજ્ઞાનીને નહિ હોવાથી, મારગ તો આવો છે ભાઈ, આહાહા ! અજ્ઞાનમય ભાવનું જ કર્તૃત્વ છે અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નથી, તે કા૨ણે ૫૨નું અને સ્વનું જુદાપણાનું ભાન નથી, એ કા૨ણે અજ્ઞાનમય ભાવનો જ કર્તા છે. એ તો દયા દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ એનો એ અજ્ઞાની કર્તા છે. આ ભાવાર્થ થયો. હવે આ કહે છે કે જ્ઞાનમય ભાવથી શું થાય છે, અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે એ શ્લોક( ગાથા ) કહે છે. ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત-મુનિ એને બનાવેલ છે. ગાથા૧૨૭. જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છેઃ ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. ચારે અનુયોગોમાં કહેવાની વાતનું ફળ વીતરાગતા છે. પણ એ વીતરાગપણું પણ સ્વાશ્રયે થાય માટે નિશ્ચય કહ્યું; છતાં, તે વીતરાગપણું દ્રવ્યમાં નથી. એ તો ૫૨મ વીતરાગમૂર્તિ પ્રભુ છે ! ત્યારે કહે કેઃ છે ને...! પર્યાયમાં છે. તે વ્યવહા૨માર્ગે છે, એમ કહીએ છીએ. હવે, એકકો૨ ધર્મધ્યાન અને શુક્લધ્યાનને નિશ્ચય કહ્યો. એકકો૨ વ્યવહાર કહ્યો. બેય (ધ્યાન ) ને અંતર્મુખાકાર સ્વાશ્રય નિશ્ચય કહ્યો. અને અહીં કહે છે કે, એ તો વ્યવહા૨માર્ગ છે. આહા... હા ! ( પાઠમાં ) એમ છે કે નહીં ? હવે, લોકોને આ બેસવું મુશ્કેલ પડે. પોતાની દરકાર કરે નહીં એને શું ( કહેવું ), બાપા ? આ રીતે વસ્તુ પૂર્ણ શુદ્ધ છે. જેમાં પર્યાય નથી. એવી જેને દૃષ્ટિ ન થાય તો તો તેણે આત્માનો સ્વીકાર કર્યો નથી. જે વસ્તુમાં મોક્ષમાર્ગની પર્યાય, ધ્યાનની પર્યાય પણ નથી; એવું જે પૂર્ણ સ્વરૂપ ભગવાનઆત્મા, એનો સ્વીકાર પર્યાયમાં થાય; જે પર્યાય એમાં નથી; પણ પર્યાયમાં એનો સ્વીકાર થાય; ત્યારે તેને સમ્યગ્દર્શન કહેવાય. છતાંય, એ સમ્યગ્દર્શનની પર્યાય દ્રવ્યમાં નથી, (એમ ) શુદ્ઘનય કહે છે. આ તો ૫૨મ સત્ય ત્રિલોકનાથ જિવેંદ્રના મુખારવિંદથી નીકળેલું છે. માથે (ટીકામાં ) આવી ગયું છે. “એમ ૫૨મ જિવેંદ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.” (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૩૦૧,નિયમસાર નો શ્લોક-૧૧૯ ) Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨) સમયસાર સિદ્ધિ ભાગ-૫ ( ॥-१२७ ) किं ज्ञानमयभावात्किमज्ञानमयाद्भवतीत्याह अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि। णाणमओ णाणिस्स दुण कुणदि तम्हा दु कम्माणि।।१२७।। अज्ञानमयो भावोऽज्ञानिनः करोति तेन कर्माणि। ज्ञानमयो ज्ञानिनस्तु न करोति तस्मात्तु कर्माणि।।१२७।। अज्ञानिनो हि सम्यक्स्वपरविवेकाभावेनात्यन्तप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वा द्यस्मादज्ञानमय एव भावः स्यात्, तमिस्तु सति स्वपरयोरेकत्वाध्यासेन ज्ञानमात्रात्स्वस्मात्प्रभ्रष्टः पराभ्यां रागद्वेषाभ्यां सममेकीभूय प्रवर्तिताहङ्कारः स्वयं किलैपोऽहं रज्ये रुष्यामीति रज्यते रुष्यति च; तस्मादज्ञानमयभावादज्ञानी परौ रागद्वेषावात्मानं कुर्वन् करोति कर्माणि। __ज्ञानिनस्तु सम्यक्स्वपरविवेकेनात्यन्तोदितविविक्तात्मख्यातित्वाद्यस्मात् ज्ञानमय एव भावः स्यात्, तस्मिस्तु सति स्वपरयो नात्वविज्ञानेन ज्ञानमात्रे स्वस्मिन्सुनिविष्ट: पराभ्यां रागद्वेषाभ्यां पृथग्भूततया स्वरसत एव निवृत्ताहङ्कार: स्वयं किल केवलं जानात्येव, न रज्यते, न च रुष्यति; तस्मात् ज्ञानमयभावात् ज्ञानी परौ रागद्वेषावात्मानमकुर्वन्न करोति कर्माणि। જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છે - અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને; પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને. ૧૨૭. uथार्थ:- [ अज्ञानिनः ] Hशानीने [ अज्ञानमयः ] Hशानभय [ भावः ] माछ [तेन] तथा सानी [कर्माणि] भने [ करोति] ३२ छ,[ ज्ञानिनः तु] भने शानीने तो [ ज्ञानमय: ] शानभय ()छ [तस्मात् तु] तेथी शानी [ कर्माणि ] भने [न करोति ] ३२तो नथी. ટીકા-અજ્ઞાનીને, સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં (હોવાથી), સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મસ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્યો છે એવો પોતે “આ હું ખરેખર રાગી છું, દ્વેષી છું ( અર્થાત્ આ હું રાગ કરું છું, દ્વેષ કરું છું ) એમ (માનતો થકો) રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે Page #336 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૭ ૩૨૧ અજ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે. જ્ઞાનીને તો, સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક પ્રકારે સ્થિતિ) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથભૂતપણાને (ભિન્નપણાને) લીધે નિજરસથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી. ભાવાર્થ-આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે “આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તેજ મારું સ્વરૂપ છેતેજ હું .”આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીણી કરે છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે. જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે “જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીણી કરતો નથી, કેવળ જ્ઞાતા જ કહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી. ગાથા-૧૨૭ ઉપર પ્રવચન अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि। णाणमओ णाणिस्स दुण कुणदि तम्हा दु कम्माणि।।१२७।। અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને; પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને. ૧૨૭. ટીકા:- સૂક્ષ્મ વાત છે ભાઈ, અનંત કાળમાં એણે ભેદજ્ઞાન કર્યું નથી ! અને “ભવજ્ઞાન પ્રસિદ્ધ સિદ્ધા વેવિન વોવનમ”- જે કોઈ અત્યાર સુધીમાં મુક્તિ પામ્યા છે, એ ભેદજ્ઞાનથી પામ્યા છે રાગથી પોતાનું સ્વરૂપ ભિન્ન છે એવા ભેદજ્ઞાનથી સિદ્ધિને પ્રાપ્ત કરી છે. “ભેદજ્ઞાન સિદ્ધા સિદ્ધા યે કિલ કેચનમ્” –જેટલા પણ મુક્તિને પામ્યા છે એ બધાય રાગથી ભિન્ન નિજ સ્વરૂપને પ્રાપ્ત કરીને પામ્યા છે. અને “તચૈવ અભાવ તો બદ્ધા”_ભેદજ્ઞાનના અભાવથી બંધાયા છે. આહાહા ! પોતાનું સ્વરૂપ જ્ઞાયક ચૈતન્ય આનંદ, શુદ્ધ ચિદાનંદ પ્રભુ અને રાગના ભાવ મલિન ને દુઃખરૂપ, બેયની એકતાના ભાવથી બંધાયા છે. અને એ બંધાયા છે એ જ સંસારમાં રખડે છે, સૂક્ષ્મ છે ભાઈ, મારગ તો આવો છે. જુઓ! વર્તમાનમાં તો ગરબડ બહુ થઈ ગઈ છે પ્રભુ માર્ગ તો આવો જ છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ટીકા:-અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે –શું કહે છે? નવ તત્ત્વ છે ને! તો પુણ્ય ને પાપ, આસવ-બંધ તત્ત્વ ભિન્ન છે અને આત્મતત્ત્વ ભિન્ન છે. આહાહા ! દયા-દાન-વ્રત-ભક્તિ આદિના પરિણામ તો આસ્રવ તત્ત્વ રાગ તત્ત્વ બંધતત્ત્વ છે. આહાહા ! ભગવાન આત્મા તો એનાથી જ્ઞાયકતત્વ, અબંધતત્ત્વ ભિન્ન છે. એ “અજ્ઞાનીને સમ્યક પ્રકારે – સમ્યક પ્રકારે એમ કેમ કહ્યું? કે ધારણામાં તો એણે લઈ લીધું હતું ‘અગિયાર અંગ” ભણ્યો હતો, તો કે રાગથી આત્મા ભિન્ન છે. રાગ તત્ત્વ પુણ્ય તત્ત્વ છે, આત્મા જ્ઞાયકતત્ત્વ છે, એવું ધારણા (જ્ઞાન) કર્યું હતું, પણ સમ્યક પ્રકારે ભેદજ્ઞાન નહોતું કર્યું. આહાહા! ઝીણી વાત છે ભાઈ. જિનેશ્વરનો મારગ, દુનિયામાં ક્યાંય છે નહીં, એનો મારગ કોઈ અલૌકિક છે. અહીં તો કહે છે કે અજ્ઞાનીને સાચા પ્રકારથી સ્વપરનો વિવેક ન હોવાથી, ન હોવાને કારણે સાચા પ્રકારથી સ્વપરની જુદાઈનું જ્ઞાન નહિ હોવાથી, રાગની ક્રિયા ને સ્વભાવની ક્રિયા બેય ભિન્ન છે, જ્ઞાનસ્વભાવ-આનંદસ્વભાવ અને રાગભાવ એ બેયની ક્રિયા ભિન્ન છે, એવા ભિન્નનું ભાન ન હોવાથી, અજ્ઞાની-મિથ્યાષ્ટિ જીવ, અનાદિકાળથી વિવેક નહિ હોવાથી વિવેક ન હોવાને કારણે, ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. આહાહા ! એ રાગની ક્રિયાના પરિણામથી ભિન્ન આત્મા આનંદસ્વરૂપ, એવા ભિન્ન આત્માની પ્રસિદ્ધિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. આથમી ગઈ છે, અસ્ત નામ આંધળો થઈ ગયો છે. આહાહાહા ! ભગવાન આનંદમૂર્તિ પ્રભુ અનંત ગુણનો પિંડ સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ ! છે એને રાગની એકતાબુદ્ધિમાં ભેદજ્ઞાનની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ છે, આથમી ગઈ છે, એનો સૂર્ય અસ્ત થઈ ગયો છે. (શ્રોતા:- ક્યારથી અસ્ત થઈ ગયો છે?) અનાદિથી ! આહાહા! ભગવાન અંતર અતીન્દ્રિય આનંદનો પિંડપ્રભુ (છે). અજ્ઞાનીને એ રાગ અને આત્માની પ્રસિદ્ધિ નથી. રાગ ભિન્ન છે ને મારી ચીજ ભિન્ન છે, એવું ભાન નથી. તો અનાદિથી ભિન્ન આત્માની પ્રસિદ્ધિ, રાગથી ભિન્ન આત્માની સિદ્ધિ અસ્ત થઈ ગઈ છે. આહાહા ! માલ, માલની વાત છે ભાઈ આંહી તો, વીતરાગ મારગ છે, જિનેશ્વરદેવ પરમેશ્વર-પરમાત્મા એમની આ વાણી છે, કુંદકુંદાચાર્ય તો એ ભગવાનની વાણી સાંભળવા ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, ત્યાંથી આવીને (શાસ્ત્ર ) બનાવ્યા. ભગવાન આમ કહે છે, પ્રભુ એ તો એ કહે કે ભગવાન, કહે બેય એક જ વાત છે. છતાં ય જિનવરદેવ આમ કહે છે “બંધ અધિકાર'માં છે. જિનવર પરમાત્મા એમ કહે છે કે અજ્ઞાનીને સ્વ-શુદ્ધચૈતન્યઆનંદ અને પર-રાગઆદિ-દુઃખ ને આકુળતા એ બેયની ભિન્નતાનું ભાન નહિ હોવાથી આત્મખ્યાતિ-આત્માની પ્રસિદ્ધિ રાગની એકતાબુદ્ધિમાં, આત્માની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ (છે.) આહાહાહા ! સમજાય છે ભાઈ ? રજનીભાઈ, ભાષા તો સાદી છે, પણ ભાવ ઝીણાં છે ને પ્રભુ. અનંત અનંત ગુણનો ધામ ભગવાન નિત્યાનંદ પ્રભુ! જેમાં દયા-દાન-ભક્તિ આદિના વિકલ્પનો પણ જેમાં અભાવ છે, તો આવી ચીજનું ભાન નથી, તો રાગ અને સ્વભાવ બેયને એક માનવાથી, આત્મા જે છે શુદ્ધચૈતન્ય, (એની) પ્રસિદ્ધિ અને અસ્ત થઈ ગઈ. આહાહા! અરે, આવી વાત સાંભળવા ય ન મળે, તો કેમ પ્રયત્ન ક્યારે કરે ને ક્યારે (અનુભવ કરે ?) આહાહા ! Page #338 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૭ ૩૨૩ (કહે છે કે ) અજ્ઞાનીને, સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે-ન હોવાને કારણે, ભિન્ન આત્માની રાગની ક્રિયાથી ભગવાન ભિન્ન છે, એવા ભિન્ન આત્માની, ખ્યાતિ નામ પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ અત્યંત અસ્ત થઈ ગઈ–અંધ થઈ ગયો છે, એ રાગને જ દેખે છે ને પુણ્યને દેખે છે, આત્માને દેખતો નથી. આહાહાહા ! આ પુણ્યના ફળ, ધૂળ-ધૂળ મળે, પાંચપચાસ લાખ, કરોડ બે કરોડ એને દેખે, પણ શું છે શું તારી ચીજ છે એ તો અજીવ તત્ત્વ છે. દયાદાનના પરિણામ એ પુણ્ય તત્ત્વ છે, હિંસા-જૂઠું-મમતામાં પૈસા મારા એવી મમતાના પરિણામ તો પાપ તત્ત્વ છે, તો અજીવ અને પુણ્ય-પાપ તત્ત્વથી જ્ઞાયકતત્ત્વ તો ભિન્ન છે. આહાહા ! આકરું કામ છે ભાઈ, સત્ય વાત બહુ, ભગવાનની કહેલી એવી એ ભગવાન સિવાય એ મારગ ક્યાંય છે નહિ. જિનેશ્વર સિવાય કોઈ સ્થાનમાં આ વાત સત્ય છે નહિ. આહાહા ! અહીં તો પરમાત્મા જે વાત કહે છે કે એ જ સંતો, જગત પાસે પ્રસિદ્ધ કરે છે. પ્રભુ! તને બેસે ન બેસે, સત્ય તો આ છે. ભગવાન આત્મા સસ્વરૂપ, એની ખ્યાતિ પ્રસિદ્ધિ એની હોવી જોઈએ અજ્ઞાનીને. રાગ ને પુણ્ય પાપની પ્રસિદ્ધિમાં આત્માની ખ્યાતિ પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ– આંધળો ગઈ ગયો છે. આહાહા ! શું કહે છે જુઓ ! કે જે અંદર પુણ્ય-પાપના ભાવને દેખવાવાળો, પોતાના છે એમ માનીને આત્મા એનાથી ભિન્ન છે એ એમાં અંધ થઈ ગયો છે અને પુણ્ય ને પાપના ભાવને જ દેખે છે. અને એ જ મારી ચીજ છે ને એમ માનીને, પુણ્ય પાપથી ભિન્ન ભગવાન આત્મા (ને નહિં દેખતો) આંધળો, અજ્ઞાની અંધ થઈ ગયો છે! “છે જ નહિ જાણે આત્મા’ આહાહા ! સમજાણું કાંઈ....? અસ્ત થઈ ગઈ, અસ્ત ગઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે. દેખો અજ્ઞાનીને, સ્વપરનું ભેદજ્ઞાન-પૃથકતા નહિ હોવાને કારણે ભિન્ન આત્માની પ્રસિદ્ધિ જ્ઞાનમાં આવી નહીં, અને રાગાદિ પુણ્ય પાપના પરિણામ એના ખ્યાલમાં આવ્યા, તો એ અજ્ઞાનમય ભાવ જ હોય છે–એ રાગાદિ ભાવ એ અજ્ઞાનમય ભાવ જ છે, એમાં આત્માનું જ્ઞાન ને આનંદ એમાં છે નહીં. આહાહાહાહા! ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો, શાસ્ત્રની ભક્તિનો રાગ હો, પણ એ રાગ છે, અજ્ઞાન છે, અજ્ઞાન અર્થાત્ એમાં આત્માના જ્ઞાનનાં કિરણ નથી-જ્ઞાનનો અંશ એમાં નથી. આહાહાહા! (શ્રોતા – એવી વાત કોને ચે?) ભાગ્યવાન હોય એને રુચે આ તો, ( શ્રોતા:- જે પુરુષાર્થ કરે એને ચે), અહીં પુરુષાર્થ (વાળાની વાત છે) સંસારનો અંત કરવો હોય, એની વાત છે. ભગવાન તમારું નામ તો ભગવાનદાસ છે. (શ્રોતા:- પણ એ રીતનું પરિણામ જોઈને ને!) ભગવાન તરીકે તો પ્રભુ બોલાવે છે બોતેર ગાથામાં, ભગવાન આત્મા ! આહાહા ! એ તો પુણ્ય ને પાપના તત્ત્વથી ભિન્ન ભગવાન છે ને ! અજ્ઞાનીને ભિન્નનો ભાસ નહિ હોવાથી, આત્મા પ્રસિદ્ધ છે એની પ્રસિદ્ધિ અને (નથી તેથી) અંધ થઈ ગયો. સાક્ષાત્ બિરાજે છે પરમાત્મા રાગથી ભિન્ન, એની અજ્ઞાનીને, અંધકાર અજ્ઞાનમાં એની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ અને રાગની પ્રસિદ્ધિ જાગૃત થઈ ગઈ. એ રાગ એટલે પુષ્ય ને પાપના ભાવની અજ્ઞાનીને પ્રસિદ્ધિ છે એનું ભાન છે. ઝીણી વાત છે ભાઈ વર્તમાનમાં તો બહુ ગરબડ થઈ ગઈ એટલે લાગે એને, આ વળી શું છે આમાં આ તો એકાંત છે, એકાંત છે એમ કહે છે, તો કહો. પ્રભુ! Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આંહી તો પરમાત્મા કુંદકુંદાચાર્ય સંત દિગમ્બર ! મહામુનિ-ભાવલિંગી સંત છે, અનંત આનંદની દશા અંદર પ્રગટ થઈ છે અને રાગ આવે છે તો એને પણ પોતાના જ્ઞાનમાં રહીને, પર છે એમ જાણે છે. પોતાનો છે એમ જાણતા નથી- વિકલ્પ આવ્યો છે અમૃતચંદ્રાચાર્યને ટીકા કરવાનો પણ જાણે છે, કે એ વિકલ્પ પર છે, મારી ચીજમાં એ છે નહીં. હું મારામાં છું ને રાગ પર છે, એવું જાણીને ભિન્ન, રાગથી ભિન્ન પોતાનામાં રહે છે. આહાહાહા ! આવો મારગ કઠણ પડે એટલે માણસને સહેલો રસ્તો બતાવી દે કોઈ આ દાન કરીને, ભક્તિ કરોને, પૂજા કરો. (શ્રોતાઃ- સહેલો ક્યાં છે ઊંધો છે!) પણ, એ કરી શકેને ઝટ દઈને, વ્રત પાળે ને, અપવાસ કરે ને, આ શેઠિયાઓને પૈસા ખરચવાનું કહે, એ પાંચ-દશ લાખ (ખર્ચે) તે એમાં શું ન્યાં કરોડપતિ હોય એમાં પાંચ લાખ ખર્ચે, ધૂળમાં, એમાં મનાવી દે ધર્મ, ધૂળમાંય ધર્મ નથી ! આંહી તો એમ કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ...? એ આંહી કહે છે, બહુ સરસ ગાથા છે. આહાહા! લો, શેઠ? આ તમે આવ્યાને આ ગાથા સરસ આવી ગઈ છે. (શ્રોતા:- સમજવા તો આપશ્રીએ બોલાવ્યા છે!) “અજ્ઞાનમય ભાવ જ હોય છે. દેખો ! અજ્ઞાનમય ભાવ જ હોય છે-અજ્ઞાનીને રાગ અને પુણ્યના ભાવ છે એ અજ્ઞાન છે, તેનું-અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી તેથી રાગમય ભાવ જ એને અજ્ઞાન (જ) હોય છે, એ રાગ એ અજ્ઞાન છે. અજ્ઞાન અર્થાત મિથ્યાત્વ નહિ, પણ રાગમાં જ્ઞાનસ્વરૂપ ચૈતન્યના કિરણ નથીજ્ઞાનનો અંશ નથી, એ કારણે અજ્ઞાની, એ રાગ-અજ્ઞાન એટલે મિથ્યાત્વ છે એમ નહીં, પણ રાગમાં જ્ઞાનસ્વરૂપ ભગવાનાનો અંશ એમાં નથી એ કારણે રાગને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. આહાહાહા ! રાગ એ અજ્ઞાન છે, જ્ઞાન નહીં, આત્માનું જ્ઞાન નહીં એ. આહાહાહા ! સમજાણું કાંઈ ? અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં સ્વપરના એકત્વના અધ્યાસને લીધે દેખો, અજ્ઞાની, સ્વઆત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે અને રાગ આકુળતા ને દુઃખરૂપ છે-એ બેયના સ્વપરના એકત્વના અધ્યાસ બે છે તે એક એકતાનો અધ્યાસ છે એવી એની ટેવ પડી ગઈ છે એને, અને એનો જ પરિચય છે. “શ્રુતપરિચિત અનુભૂતા”—એ વાત સાંભળી છે ને! પરિચયમાં આવી ગઈ છે, ને રાગની એકતાનો અનુભવ છે. આહાહાહાહા ! છે અંદર? આ અત્યારની વાત નથી, આ તો હજાર વર્ષ પહેલાના અમૃતચંદ્રાચાર્યે લખ્યું છે. બે હજાર વરસ પહેલાં કુંદકુંદાચાર્યની ગાથા છે. એની આ ટીકા છે. સોનગઢની આ ટીકા નથી. (શ્રોતા:- પણ ટીકા છપાય છે ક્યાંથી?) છપાય ગમે ત્યાંથી, ગમે તે સ્થાનેથી પણ (શ્રોતાઃ- છાપખાનામાં) ગમે તે છાપખાને છપાય, એમાં શું છે. આહાહાહા ! “તે હોતાં સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી થયેલો. ભગવાન તો જાણન-દેખન જ્ઞાતા-દેષ્ટા પ્રભુ છે. એ આવ્યું હતું ને આપણે અનાદિ જ્ઞાનસામાન્ય સ્વભાવની ઉપર, અનાદિ જ્ઞાન સામાન્ય જે સ્વભાવ ત્રિકાળ, એમ અનાદિ દર્શન સામાન્યસ્વભાવ, (એમ), અનાદિઆનંદ સામાન્ય સ્વભાવ, અનાદિ પુરુષાર્થ સામાન્યસ્વભાવ, એમ અનાદિ સામાન્ય અનંતગુણ સ્વભાવ, એ આત્મા છે. એનાથી ભિન્ન રાગાદિ તો ભિન્ન ચીજ છે. અહીંયા તો કહે કે વ્રત કરો, તપ કરો, અપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો એનાથી Page #340 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૭ ૩૨૫ કલ્યાણ થશે. આવી મિથ્યાદૃષ્ટિની મિથ્યાશ્રદ્ધા છે, અને પ્રરૂપણા પણ મિથ્યાત્વની છે. આહાહાહા ! આકરી વાત છે ભાઈ. વીતરાગ માર્ગ આ છે. વીતરાગમાર્ગમાં રાગથી લાભ હો તો એ વીતરાગ માર્ગ છે જ નહીં. એ તો રાગી-અજ્ઞાનીનો મારગ છે, એ જૈન મારગ નહીં. એ રાગથી લાભ માનવાવાળા જૈન માર્ગ નહીં. આહાહાહા! જૈનસ્વરૂપી આત્મા છે ને? વીતરાગસ્વરૂપી પ્રભુ છે, એ રાગથી તો ભિન્ન છે, તો અજ્ઞાનીને રાગ અને વીતરાગ સ્વભાવ, બેયની એકતાનો અધ્યાસ થઈ ગયો છે. આહાહાહા! પૃથકતાનો અધ્યાસ હોવો જોઈએ ભેદજ્ઞાન, એને ઠેકાણે એકતાનો અધ્યાસ થઈ ગયો છે. આહાહા ! છે? સ્વપરના એકત્વના અધ્યાસને કારણે, જ્ઞાનમાત્રથી-નિજમાંથી આત્મસ્વરૂપમાંથી ભ્રષ્ટ થયો છે. આહાહા ! જાણન–દેખન આનંદ ભગવાન આત્મા, એ રાગની ક્રિયા અને આત્માને એક માનવાથી, આત્માના જ્ઞાનથી-શાંતિથી ભ્રષ્ટ થયેલ. સમજાય છે? આત્મ સ્વરૂપથી. છે? ભ્રષ્ટ થયેલો પર એવા રાગ-દ્વેષની સાથે એક થઈને પોતાનું જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, વીતરાગસ્વરૂપ પ્રભુ આત્મા, એનાથી ભ્રષ્ટ થઈને, પર એવા રાગાદિ, દેખો ! પહેલાં કહ્યું હતું ને કે નિજમાંથી ભ્રષ્ટ થયોનિજમાંથી ભ્રષ્ટ થયો અને પર એવા રાગદ્વેષ સાથે એકત્વ કરીને, નિજમાંથી ભ્રષ્ટ થયો. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ, એનાથી ભ્રષ્ટ થયો અજ્ઞાની, રાગની એકત્વબુદ્ધિમાં, રાગને પોતાનો માનીને, રાગની સાથે એક થઈને, એ રાગની સાથે એક બનીને “જેને અહંકાર પ્રવર્યો છે.” આહાહા! એ પુણ્યભાવ ને પાપભાવ એ હું છું અહમ્....અહમ્....અહમ્ ત્યાં રહ્યો છે “અહંઅહીં જ્ઞાનાનંદમાં આવવો જોઈએ એને છોડીને રાગમાં અહં આવી ગયો છે. આહાહા ! સમજાણું કાંઈ? “જેને અહંકાર પ્રવર્યો છે એવો પોતે “આ હું ખરેખર રાગી છું” ખરેખર અજ્ઞાનીને, હું રાગી છું ભાઈ ! હું રાગનો કરવાવાળો છું-રાગી છું. હું જ્ઞાતા-દેખા આનંદ છું એ તો અસ્ત થઈ ગયું. આહાહા ! સૂક્ષ્મ વાત છે ભાઈ ! અપૂર્વ વાત છે. અનંતકાળમાં ક્યારેય કર્યું નથી. અનંત અનંત કાળ થયો, દિગમ્બર મુનિ પણ અનંત વાર થયો. “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો,” મુનિવ્રત ધારણ કર્યા, અઠ્ઠાવીસ મૂળગુણ લીધા, પાંચ મહાવ્રત લીધા, નગ્નપણા લીધા પણ એ બધી ક્રિયા, રાગની ક્રિયા છે, એ તો આહાહાહા!( શ્રોતા:- કાળલબ્ધિ નહીં પાકી હોય) પુરુષાર્થ નથી કર્યો, કાળલબ્ધિ શું કરે? કાળલબ્ધિ પુરુષાર્થથી પાકે છે કે નહિ? આહાહા! પોતાનો કાળ-ક્રમબદ્ધમાં જે આવે છે-ક્રમબદ્ધમાં પુરુષાર્થ અકર્તાપણાનો છે. કાળલબ્ધિમાં ક્રમસર જે આવવાવાળું છે(એ) આવે છે પણ આવો નિર્ણય કરવાવાળાને રાગના અકર્તાપણાનો પુરુષાર્થ થઈ જાય છે, અને જ્ઞાતા-દેણાનો પુરુષાર્થ થાય છે. આહાહાહા! આવી વાત છે ભાઈ. સર્વવિશુદ્ધ (અધિકારમાં) એમ કહ્યું છે, ક્રમબદ્ધમાં. ક્રમબદ્ધ થશે–સમય સમયમાં જે કમપર્યાય છે તે થશે, પણ કોને? એ નિર્ણય છે? કે જે રાગનો અકર્તા થાય છે અને જ્ઞાતા-દેખા થાય છે, એને ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે. આહાહાહા ! આવી વાતું મોંઘી. આમાં કાંઈ મળે એવું નથી. તમારા ત્યાં પથ્થરા બથરામાં, ઈ છ ભાઈયું ભેગાં થાય, ત્યાં આવી વાત છે? ત્યાં છે? પૈસા મળ્યા પાંચ લાખ ને દશ લાખ ધૂળ લાખને થઈ રહ્યું! રસોડા જુદા ને ધંધો ભેગો! Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા ! વાહરાગનું રસોડું ભેગું-રાગ એ મારો છે-અજ્ઞાનીને, પણ મારો પાક એ જ રાગ છે, મારો પાક જ રાગ, દયા-દાનનો ભાવ એ મારો આ પાક છે, એમ અહંકાર ! અજ્ઞાનીને રાગનો અહંકાર છે, પણ રાગથી ભિન્ન મારી ચીજ એ આનંદકંદ છે એ વાત તો અસ્ત-અંધ થઈ ગઈ છે. ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! - ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવનું ફરમાન આ છે–ભગવાનનો આ હુકમ છે, કે અજ્ઞાનીને, છે? રાગ-દ્વેષની સાથે એક થઈને, જેને અહંકાર પ્રવર્યો છે એવો પોતે (સ્વયં) સ્વયં કર્મના કારણે નહીં–સ્વયં જ હું વાસ્તવમાં રાગી છું એમ માને છે. આહાહા! હું તો પુણ્યવાન પુણ્ય કરું છું, દયા કરું છું, ભક્તિ કરું છું એ જ હું છું, એમ અજ્ઞાની માને છે. આહાહાહા! કહો, પંડિતજી? આવી આકરી વાત છે. છે? અંદર છે કે નહિ આ પાઠ? સામે પુસ્તક પડયું છે. (શ્રોતા – પણ એમાં કાંઈ સમજાય એવું નથી) ઘરનાં ચોપડા વાંચતા આવડે છે, ને ! આ વાંચતા ન આવડે! એમ કહે છે. વીતરાગની વાણી છે આ! આહાહાહા ! ખરેખર હું રાગી છું, અજ્ઞાનીને રાગની ખબર નથી હજી. ભક્તિનો રાગ છે, એ રાગ છે એનીય ખબર નથી. ભગવાનની ભક્તિ કરવી, વ્રત કરવા, શાસ્ત્રની ભક્તિ કરવી, શાસ્ત્રનો વિનય કરવો, એ (ભાવ) બધા રાગ છે. આહાહા! અજ્ઞાનીને, એ રાગ હું છું એવું જાણે છેરાગથી મારી ચીજ ભિન્ન છે એમ નથી જાણતો. આમ છે ભાઈ મારગ તો. આહાહા ! અરે, સાંભળવા મળે નહીં, એ વિચારે કેમ અને ક્યારે કરે આ. આહાહાહા ! મનુષ્યપણું ચાલ્યું જાય છે મોતની નજીક જાય છે તો મોત ! દેહનો અંત આવવાનો સમય તો નિશ્ચય છે એ દેહનો છૂટવાનો સમય નક્કી છે, તો જેટલો સમય જાય છે એ મોતની-મરણની સમીપ જાય છે. આહાહા! આમ છે ને ભગવાન. ભગવાન તારી ચીજ તો અંદર નિર્મળાનંદ છે ને નાથ ! આહા! તો એને ન જાણીને, રાગ હું છું હું રાગી છું દ્રષી છું. અર્થાત્ હું રાગનો કર્તા છું, એ રાગ મારું કર્તવ્ય છે. દયા-દાન-વ્રત-ભક્તિનો રાગ છે, તો એ અજ્ઞાની માને છે કે રાગ મારું કર્તવ્ય છે– કર્તા-કર્મ અધિકાર છે ને? કર્તા માને છે એ અજ્ઞાની છે એમ કહે છે. આ તો તમારી બીડીયું બીડીયુનું તો ક્યાંય રહી ગયું. તમાકુંબમાકું તો ધૂળ બહાર રહી ગઈ. આહાહા ! અહીં આ રાગી હું છું, રાગ કર્તા હું છું, રાગી હું છું અર્થાત્ આ હું રાગને કરું છું. (શ્રોતાઅર્થાત્ રાગ મારો છે) એ રાગ મારો છે, કહો એ રાગ મારો છે તો રાગી હું છું કહો એ રાગનો કર્તા હું કહો એક જ વાત છે. આહાહા ! છે? આ હું રાગ કરું છું ષ કરું છું એમ માનતો થકો રાગી અને શ્રેષી થાય છે. આહાહા! ભગવાન તો વીતરાગમૂર્તિ છે પ્રભુ અંદર. એને તો અસ્ત કરી દીધો છે, છે નહીં જાણે એમ કરી દીધું છે. આહાહા! ભગવાન વીતરાગમૂર્તિ, અનંતગુણનું ધામ, શાંત સાગર, એ તો જાણે છે નહીં અને આ રાગની ક્રિયા એ હું છું રાગી હું છું રાગનો કર્તા હું છું. તેથી અજ્ઞાનમય ભાવને કારણે, આ કારણે, તેથી એટલે આ કારણે, અજ્ઞાનમયભાવને કારણે અજ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષને કરતો થકો કર્મોને કરે છે. એ રાગ-દ્વેષ કર્મ છે, કર્મ એટલે વિકારીકર્મ, એટલે જડકર્મની વાત નથી અહીંયાં. એ શુભાશુભ ભાવ છે એ કર્મ એટલે રાગનું કાર્ય, એ મારું કાર્ય Page #342 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૭ ૩૨૭ છે. આહાહા ! બહુ શ્લોક, થોડામાં પણ ઘણું ભરી દીધું છે. અરે રે ! દુનિયાને મળે નહીં, બિચારા એમ ને એમ રખડયા કરે. ( શ્રોતાઃ- ક્યાંથી મળે સોનગઢમાં આવે તો મળે. ) સોનગઢને થયા કેટલો, વખત ઘણો થઈ ગયો. માંદા છે એવું સાંભળ્યું હતું, શેઠ માંદા છે શોભાલાલજી ! ઠીક નથી એમ સાંભળ્યું હતું બે–ચાર મહિના પહેલાં, શરીરની સ્થિતિ છે બાપા ! શ્લોક ( ગાથા ) તો બહુ સરસ છે. તેથી અજ્ઞાનમય ભાવને લીધે, અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ પોતાને ૫૨ એવા રાગ-દ્વેષરૂપ કરતો થકોઠું રાગ ને દ્વેષનો કર્તા છું એમ માનીને રાગ-દ્વેષનું કાર્ય કરે છે, કર્મ નામ રાગનો કર્તા. બહુ સરસ વાત છે. હવે, જ્ઞાની, હવે ધર્મ કેવો હોય છે ? અજ્ઞાની કેવો હોય છે એ વાત કરી. હવે ધર્મી કેવો હોય છે ? ‘જ્ઞાનીને તો’, જ્ઞાની કહો કે ધર્મી કહો, ધર્મીને તો, સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક દ્વારા, સાચા પ્રકા૨થી સ્વ આત્મા આનંદમૂર્તિ છે અને ૫૨-રાગાદિ છે એ સ્વપરનો વિવેક, ભિન્નનું ભાન છે. ધર્મીને સ્વ આનંદસ્વરૂપ અને રાગ દુઃખરૂપ એ બન્નેનું ભિન્ન જ્ઞાન છે. 6 જ્ઞાનીને તો, સમ્યક્ પ્રકારે યથાર્થપણે, સ્વપ૨ના વિવેક દ્વારા ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી’–આહાહાહા ! ધર્મીને તો, રાગથી આત્મા ભિન્ન છે એવી ખ્યાતિઆત્માની પ્રસિદ્ધિ થઈ છે. હું તો આનંદ છું, શાંત છું, વીતરાગી છું, અકષાય છું, આનંદ છું, એવી આત્માની પ્રસિદ્ધિ જ્ઞાનીને, રાગથી ભિન્ન પ્રસિદ્ધિ થઈ ગઈ છે. આહાહા ! કહો, આવી વાત છે. ભાષા ઘણી ટૂંકી છે પણ ભાવ ઘણાં ભર્યાં છે અંદર, આહાહાહા ! શું કરે ? આત્માની ખ્યાતિ અત્યંત ઉદય ઓલામાં અસ્ત થઈ ગઈ. આમાં રાગથી ભિન્ન આત્માનો ભાવ પ્રગટ થયો છે હું તો અનુભવ આનંદ ! હું જ્ઞાયક છું, હું વીતરાગસ્વરૂપ છું મારી શાંતિ જ મારો સ્વભાવ છે. રાગ આદિ વિકલ્પ એ મારો સ્વભાવ નહિ. આહાહાહા ! ‘અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે.’–ધર્મીને તો, આત્મમય જ ભાવ હોય છે. જ્ઞાનમય શબ્દે આત્મમય. શુદ્ધ આત્મા જે આનંદ-જ્ઞાન-શાંતિ-વીતરાગ સ્વભાવ છે. તો એ બધા (ભાવ) વીતરાગ ભાવમય જ આત્માના ભાવ હોય છે. ધર્મીને તો વીતરાગમય ભાવ જ થાય છે, રાગમય ભાવ નહિ. આહાહા ! આવી વાતું છે. આ એમાં દુનિયામાં હોંશુંમાં પડયા હોય બિચારા, પૈસા ને બાઈડી-છોકરાં ને કુટુંબ ને એમાં આ વાતો ક૨વી. ( શ્રોતાઃ- નોકર હોય ને ચાકર હોય !) નોકર ને ચાકર ને ધૂળમાં બધી હોળી છે. આહાહા ! સીત્તેર લાખનું મકાન નથી કીધું, આમોદવાળા રમણિકભાઈ પાંચ-છ કરોડ રૂપિયા. સીત્તેર લાખનું તો એક મકાન છે. શેઠ ? જોયું છે કે નહિ ? અમે ન્યાં હતા ત્યારે અમે ઊતર્યા’તા ત્યાં ૮૭ મી ( જન્મ જયંતી ) ત્યાં કરી હતી ને આમોદવાળા, અમારે પાલેજની પાસે આમોદ છે ને ? નરમ માણસ છે, પાંચ-છ કરોડ રૂપિયા (છે) અને સીત્તેર લાખનું તો એક મકાન છે, જોયું છે ભાઈ તમે કે નહીં ? ત્યાં ઊતર્યા હતા અમે ૮૭મી ( જયંતી ) માં દરિયા કાંઠે ! સીત્તેર લાખનું તો એક મકાન, એવા એવા તો ઘણાં મકાન ને પાંચ-છ કરોડ રૂપિયા, તે એનાં મકાનમાં ઊતર્યા’તા. ( શ્રોતાઃ- સીત્તેર લાખનું એક મકાન, તો અમને થાય કે અમારેય આવું Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ હોય તો!) એવી હોળી હોય તો? એ તો હોળી છે! (શ્રોતાઃ- આપ તો ઊતર્યા'તા એમાં!) ઊતર્યા'તા એ તો અમે રહ્યા હતા, અમે તો અમારામાં હતા, ત્યાં (અમે) નહોતા. (શ્રોતા – એ તો સંયોગ છે) એ તો સંયોગી ચીજ છે. આંહી એ લોકો બિચારા (આવે) એની મા, ડોસી છે ને બહુ નરમ છે, વૃદ્ધ છે ને પ્રેમ ઘણો છે, એની માને બહુ પ્રેમ, છોકરાઓનેય પ્રેમ છે, ત્યાં ભાઈ મોટાને (પ્રેમ છે) અમે ત્યાં વડોદરા દિગમ્બર મંદિરનો પાયો નાખ્યો ને, માગશર સુદ દશમે, પચ્ચીસ હજાર રૂપિયા) દીઘા, શાંતિભાઈએ પચ્ચીસ હજાર દીધા, આ મંદિર પાંચ લાખનું મંદિર (બનશે ) તો મંદિર તો એનું એ પાંચ લાખનું મંદિર બનાવવું છે, બે લાખની તો જમીન લીધી છે. રહ્યા હતા ને અમે બાવીસ દિવસ રહ્યા હતા, પાંચ દિ' વડોદરા રહ્યા હતા ને અમે બાવીસ દિવસ રહ્યા હતા (તેમાં) પાંચ દિ' વડોદરા, આઠ દિ' અમારે પાલેજ, દુકાન હતી ને અમારી ત્યાં આઠ દિવસ ! પછી અમદાવાદ આવ્યા ને અહીં, માગશર વદ બારશે અહીં આવ્યા, હવે આ ઓલું ફાગણ વદ એકમ, બુધવારે રાજકોટ. આહાહાહા ! આંહી કહે છે કે “જ્ઞાનમય ભાવ જ હોય છે અને તે હોતાં, સ્વપરના ભિન્નત્વને વિજ્ઞાન ને કારણ –ધમને તો, પરની જુદાઈના વિજ્ઞાનના કારણે” જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ છે. આહાહાહા ! જ્ઞાન ને આનંદમાં ધર્મી તો સુ-વિશેષ, નિષ્ટ=સ્થિત એ અંદર છે, એ રાગમાં છે નહિ. શરીરમાં તો નથી પરમાં તો નથી મકાનમાં તો નથી, પણ રાગમાં નથી. આહાહા ! આવી વાતું ભારે આકરી બાપા! ભિન્નત્વ-સ્વપરની જુદાઈને કારણ, વિજ્ઞાનને કારણે જ્ઞાનમાત્ર એવા નિજમાં જ્ઞાનમાત્ર-આનંદમાત્ર-વીતરાગ સ્વભાવ હું છું એમાં સુનિવિષ્ટ (એટલે કે) સમ્યક્ પ્રકારથી સ્થિત થયેલો. આહાહાહા ! જ્ઞાન-આનંદ શાંતિ-સ્વચ્છતા પ્રભુતા આદિ અનંતગુણમાં સ્થિત છે. ધર્મી રાગમાં સ્થિત નથી. આહાહાહા ! પર એવા રાગ દ્વેષથી ભિન્નત્વને કારણ, આહાહા ! પુણ્ય ને પાપના ભાવ એ તો ભિન્ન પર છે. ઓહોહો! દયા–દાન-વ્રત-ભક્તિ, દેવ-ગુ—શાસ્ત્રનું બહુમાન-વિનય, એ બધું રાગ છે, એ પર છે. પર એવા રાગ-દ્વેષથી ભિન્નત્વને કારણે નિજ રસથી જ' –પોતાના આનંદરસ ને શાંતરસથી જ “જેને અહંકાર નિવૃત્ત થયો છે'–નિજરસથી જ પરનો અહંકાર નિવૃત થયો છે–રાગ-દ્વેષના ભિન્નત્વને કારણે એમ. રાગ-દ્વેષના ભિન્નત્વને કારણે, નિજરસથી જ જેને અહંકાર નિવૃત થયો છે, આત્માના આનંદને કારણે, રાગથી ભિન્ન થઈને, પરનો અહંકાર નિવૃત્ત થયો છે-“રાગ મારો છે” એવો અહંકાર છૂટી ગયો છે. લક્ષ્મી મારી છે, શરીર મારું છે એ તો ક્યાંય દૂર રહી ગઈ, એ તો ધૂળ બહાર છે. આહાહાહા ! સમજાણું કાંઈ....? પણ, દયા-દાનનો રાગ એ મારો છે એનાથી નિવૃત્ત થઈ ગયો છે. આવી વાત. અહમ્હું તો શુદ્ધ ચૈતન્યઘન-આનંદ છું, રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયો છે, તો એમાં દિકરા મારા ને બાઈડી મારી ને છોકરા મારા ને પૈસા મારા ને મકાન મારા, એ તો ક્યાંય ધૂળ રહી ગઈ ! આહાહા ! બહુ આકરું આ કામ ભાઈ ! વીતરાગ મારગ, જ્ઞાનમાં આવવું અલૌકિક વાત છે! આહાહાહા ! અહીં તો કહે છે કે ભલે તને રાગની આસક્તિ ન છૂટે, પણ શ્રદ્ધામાં રાગનો અહંકાર છૂટી જવો જોઈએ. સમજાણું કાંઈ ? આહાહા! રાગની આસક્તિ તો જ્ઞાનીને પણ હોય છે, પણ એનો Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ગાથા-૧૨૭ અહંકાર–એ મારી ચીજ છે એ શ્રદ્ધામાંથી છૂટી ગયો છે. સમજાણું? આવું વ્યાખ્યાન ! આવો મારગ ! (શ્રોતાઃ- આ એક જ પરમ સત્ય વાત છે) આવી વાત છે બાપુ! શું થાય? દુનિયાને એકાંત લાગે, નિશ્ચયાભાસ જેવું લાગે, વ્યવહારનો લોપ કરે છે એમ લાગે, મારગ તો છે તો આવો વ્યવહાર, જેટલી રાગની ક્રિયા છે એ પોતાની માનવી એ તો મિથ્યાષ્ટિ–અજ્ઞાની છે, આહાહા! શરીર મારું છે, કર્મ મારા છે એ તો બીજી વાત રહી ગઈ, એ તો સ્થૂળદેષ્ટિ મિથ્યાત્વ છે, પણ દયા-દાન-વ્રત-ભક્તિનો રાગ પણ મારો છે એ પણ મિથ્યાત્વ ભાવ છે. આહાહાહા ! (શ્રોતા – જ્ઞાનીને તો, રાગ ભિન્ન ભાસે છે તો અનાસકિત થઈ જાય છે) આસકિત તો છે, અનાસકિતનો અર્થ-શ્રદ્ધામાં છૂટી જાય છે, આ મારું છે એ દષ્ટિ છૂટી જાય છે. આહાહા! ગીતા, ગીતા કહે છે કે “કામ કરવું પરંતુ અનાસકિતભાવે કરવું” તો આ એવું છે જ નહીં. કામ કરે એ જ આસકિત ને મિથ્યાત્વભાવ છે. આંહી તો આસકિતનો અર્થ અસ્થિરતા છે, પણ એનો સ્વામી આત્મા છે એ છૂટી ગયો છે. ધણીપતું છૂટી ગયું છે. રાગ, લંગડો થઈ ગયો છે. આહાહા ! મારી ચીજ તો શુદ્ધ ચૈતન્યઘન-આનંદકંદ પ્રભુ, એનાં પાકમાં તો વીતરાગી પર્યાયનો પાક થાય છે, એ જ મારું કર્તવ્ય છે, રાગ મારું કર્તવ્ય છે એવું જ્ઞાનીને છૂટી ગયું છે. આહાહા ! એ વાત તો બાપુ સત્ય વાત ઘણી અલૌકિક છે! અસત્ય વાત તો બેઠી છે અનાદિથી. આહાહા! રાગી હું છું એ રાગનો કર્તા છું નહિ, એમ હોવાથી સ્વપરના ભિન્નત્વને કારણે રાગવૈષના ભિન્નત્વને કારણે, નિજરસથી એનો અહંકાર નિવૃત્ત થયો છે. દેખો “એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે સ્વયં (પોતે) ખરેખર માત્ર, માત્ર, બિલકુલ રાગનો કર્તા ન થતો માત્ર જાણે જ છે. કહો, સમજાણું? રાગી અને દ્વેષી નથી થતો. આહાહા ! એ મેલ છે, હું તો નિર્મળાનંદપ્રભુ છું. આહાહા ! નિર્મળ-વીતરાગ સ્વભાવી આત્મા હું છું, એ રાગ, મારો છે એમ થતું નથી, સમ્યષ્ટિ ચોથેગુણસ્થાનેથી, છ ખંડના રાજ્યમાં દેખાય ચક્રવર્તી એ આવે છે એમાં, સોગાનીજીમાં છ ખંડમાં દેખાય છે પણ એ અખંડને સાધે છે. એવું છે “દ્રવ્યદૃષ્ટિપ્રકાશમાં છ ખંડને સાધતા નથી, એ તો અખંડ આત્મા સમ્યગ્દર્શનને અખંડને સાધે છે. અંતરના અભિપ્રાયની વાત કોઈ બીજી જ છે. અભિપ્રાય રાગથી છૂટી ગયો છે, અભિપ્રાય આત્મા આનંદ હું છું એવો અભિપ્રાય થઈ ગયો છે. એ અભિપ્રાયમાં રાગ મારો છે એવું છૂટી ગયું છે. અજ્ઞાનીને અભિપ્રાયમાં “હું શુદ્ધ છું એ અભિપ્રાય છૂટી ગયો છે, અને રાગ મારો છે એવો અભિપ્રાય થઈ ગયો છે. આહાહાહા! (કહે છે) “નિજરસથી અહંકાર છૂટી ગયો છે એવો સ્વયં વાસ્તવમાં માત્ર જાણે જ છે” જાણે જ છે, આહાહા ! “સ્વ-પર પ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી, શેયશક્તિ દ્વિવિધા પ્રકાશી સ્વરૂપા-પરૂપા ભાસી.” સ્પશેય એ આનંદ-કંદ છે, ને પર રાગાદિ એવું શેય, બન્ને ભિન્ન છે. આહાહા ! એમ જ્ઞાનીને રાગનો અહંકાર છૂટી ગયો છે, અને પોતાના પૂર્ણાનંદની શ્રદ્ધાનો અભિપ્રાય દેઢ થઈ ગયો છે. આહાહા! સમજાણું કાંઈ..? કહો, શાંતિભાઈ ! આમાં ક્યાં કાંઈ મળે એવું છે જ્યાં? (શ્રોતામાટે તો આવ્યા છે) અરે રે! આવું મનુષ્યપણું એનો એક એક સમય કૌસ્તુભમણિ જેવો છે, એક એક સમય, એમાં આ વાત સમજણમાં ન આવે, સાંભળવામાં ન આવે. આહાહા ! અરે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ રે! તો કે દી' સમજણમાં આવે? દુર્લભ વસ્તુ છે ભગવાન, અશક્ય તો નથી પણ દુર્લભ તો છે. છે? આહાહાહાહા ! (જ્ઞાની) રાગી દ્રષી થતા નથી–રાગ-દ્વેષ કરતા નથી જ્ઞાની, તેથી જ્ઞાનમય ભાવને કારણે ધર્મીને તો જ્ઞાનમય, આનંદમય, શાંતમય, વીતરાગમયભાવને કારણે, જ્ઞાની-ધર્મી પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ નહિ કરતો થકો, પોતાને રાગ-દ્વેષરૂપ નહીં કરતો, કર્મોને કરતો નથી. રાગદેષરૂપી કાર્યને કરતો નથી. રાગ-દ્વેષરૂપી કર્મ નામ ભાવકર્મ, એને કરતો નથી એમ કહે છે. જડકર્મની અહીં વાત નથી, એ ભાવકર્મ-જે દયા-દાન-વ્રત-ભક્તિ ને કામ ક્રોધાદિ જે છે એ ભાવકર્મનો જ્ઞાની કર્તા નથી. આહાહા ! આવો મારગ લોકોને એ રસ્તે ચઢાવી દીધા, જાત્રા કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, અપવાસ કરો, ધર્મ થઈ જશે. બિચારા રખડી મરવાના રસ્તે પડયા છે, મિથ્યાત્વને રસ્તે. આહાહા! (શ્રોતા – કંઈક તો થશે) થશેને કંઈક, જનમ-મરણ કરશે, અને મિથ્યાત્વના ભાવ છે તો નિગોદમાં જશે. આહાહા !મિથ્યાશ્રદ્ધાના ફળમાં તો અનંત નિગોદમાં (જશે) જે એ અનંતકાળે ત્રસ નહિ થાય એમાં જઈશ, ભાઈ બાપુ તને ખબર નથી. આહાહા ! વીતરાગ પરમાત્મા શું કહે છે એની તો ખબર નથી અજ્ઞાનભાવથી પોતાને માન્યો છે તો પોતાને રાગ-દ્વેષરૂપ ન કરતા થકા, કર્મ, કર્મ નામ રાગ દ્વેષ કાર્ય રાગ-દ્વેષ કર્મોને નથી કરતો રાગ-દ્વેષરૂપી ભાવકર્મને જ્ઞાની કરતા નથી. જડ કર્મની વાત તો અહીં છે નહિ. જડ કર્મને તો અજ્ઞાની પણ કરી શકતો નથી, જડ કર્મ તો જડની પર્યાય સ્વતંત્ર બને છે, પણ આંહી તો જ્ઞાની, રાગ-દ્વેષરૂપી કાર્યને પણ કરતો નથી. એનો જાણનાર-દેખનાર રહેવાવાળો, અભિપ્રાયમાં રાગના કર્તા જ્ઞાની થતા નથી. અજ્ઞાની અભિપ્રાયમાં રાગનો કર્તા થઈને, આત્માનું અજ્ઞાન કરે છે. આહાહા! બહુ ગાથા ૧૨૭-બેય વાત આવી, અજ્ઞાનીની અને જ્ઞાનીની. આહાહા! રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી. જેમને રાગથી ભગવાન ભિન્ન નવ તત્ત્વ છે, એમાં રાગ તત્ત્વ-પુણ્ય-પાપ તત્ત્વ છે. આત્મા તો જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે, આમ ભિન્ન છે એમ નહિ માનવાવાળો રાગ ને જ્ઞાનની એકત્વબુદ્ધિમાં, રાગને પોતાનો માને અને જ્ઞાની, રાગ ને સ્વપરનું ભેદજ્ઞાન થયું છે એ કારણથી રાગમાંથી અહંકાર છૂટી ગયો છે, જ્ઞાનાનંદમાં અહંપણું દઢ-શ્રદ્ધાપણું આવી ગયું છે, એથી રાગનો કર્તા થતો નથી, જ્ઞાતા-દષ્ટા રહીને રાગને જાણે છે. એનું નામ ધર્મી ને જ્ઞાની કહેવામાં આવે છે. (વિશેષ આવશે) (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૧૫ ગાથા-૧૨૭ શુક્રવાર, ફાગણ સુદ-૧૧, તા. ૯/૩/ ૭૯ (ભાવાર્થ-) આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો રાગ-દ્વેષનો ઉદય આવતાં,પ્રકૃતિ છે જડ, એનો ઉદય આવવાથી, પોતાના ઉપયોગમાં રાગ-દ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે, કર્મ પ્રકૃતિ તો જડ છે એનો ઉદય આવે છે, ત્યારે આત્માના ઉપયોગમાં મલિન સ્વાદ આવે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૭ ૩૩૧ એ કર્મની પ્રકૃતિમાં નિમિત્તમાં જોડાવાથી પોતાના ઉપયોગમાં મલિન-રાગ-ક્રોધમાનાદિના પરિણામ થાય છે, એ સ્વાદ મલિન છે. આહા! અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી અજ્ઞાનીને, આ મલિન સ્વાદ મારી ચીજ નથી, (તેવી તેને) ખબર નથી, મારી ચીજ તો જ્ઞાન ને આનંદ છે એવી ખબર નથી, તો એ મલિન ભાવને જ પોતાના માને છે. સૂક્ષ્મ વાત છે ભાઈ આ. આહાહાહા ! જે કર્મના નિમિત્તે પોતાની પર્યાયમાં, પોતાથી મલિનપરિણામ થાય છે, એનો સ્વાદ મલિન છે. આહાહા! ચાહે તો શુભાશુભ ભાવ હોય (પણ) એનો સ્વાદ મલિન છે, એ મલિન સ્વાદનો અજ્ઞાનીને ભેદ ન હોવાથી, કે આ મલિન સ્વાદ મારી ચીજ નથી, હું તો આનંદ ને જ્ઞાન છું એવું ભેદજ્ઞાન અજ્ઞાનીને નથી. આહાહા ! કેમ ! બાબુભાઈ નથી આવ્યા? ( શ્રોતા:- તબિયત બરાબર નથી.) ઠીક ! સમજાણું કાંઈ...? સૂક્ષમ વાત છે ભગવાન ! આહાહાહા! આત્મા તો આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે! એનો ઉપયોગમાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપનો મલિન સ્વાદ આવે છે, એ પોતાની ચીજ નથી, અજ્ઞાનીને એનું ભેદજ્ઞાન નહિ હોવાથી, આ મલિન સ્વાદ જ હું છું (એમ માને છે.) ભગવાન આત્મા તો નિર્મળાનંદ-જ્ઞાન-આનંદસ્વરૂપ છે, એની અજ્ઞાનીને ખબર નથી. આહાહા ! છે? અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથીઅજ્ઞાનીને સ્વ તો હું આનંદ ને જ્ઞાન છું અને પર આ રાગદ્વેષ સ્વાદ આદિ પર છે, એવો “પર” અને “સ્વ”નો (ભેદ નહિ હોવાથી) –ભેદજ્ઞાન નથી, (તેથી તે) એમ માને છે કે આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ જ મારું સ્વરૂપ છે. આહાહા ! શુભ-અશુભ રાગ આવે છે એ મલિન છેમેલ છે –દુઃખ છે, એ સ્વાદનો અને આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો–સ્વપરનું ભેદજ્ઞાન નથી તેથી આ સ્વાદ જ હું છું ( એમ માને છે), જડનો સ્વાદ નથી આવતો મેસુબ ખાય છે કે રોટલી, એનો સ્વાદ નથી એ તો જડ છે એમાં અનુકૂળ-પ્રતિકૂળ માનીને જે રાગ-દ્વેષ થાય છે એ મલિન સ્વાદ છે. આહાહા ! મલિનસ્વાદ અને મારીચીજ ભિન્ન છે, એવું અજ્ઞાનીને અનાદિકાળથી ભેદજ્ઞાન નહિ હોવાથી, આ મલિન સ્વાદ જ હું છું (એમ અજ્ઞાની માને છે.) સમજાય છે કાંઈ...? ઝીણી વાત છે. પ્રભુ! આહા! અત્યારે તો ઘણી ગરબડ થઈ ગઈ, ત્યાં લોકોને આવું બેસવું-સાંભળવું કઠણ પડે છે ભાઈ ! પ્રભુ! તું કોણ છો? તું તો જ્ઞાનને આનંદ છો પ્રભુ! તારા ઉપયોગમાં જે રાગ-દ્વેષ મલિનતા દેખાય છે એ તારી ચીજ નથી, એ તારું સ્વરૂપ નથી, એ તો મેલનું સ્વરૂપ-કર્મનો મેલ છે-ભાવકર્મનો મેલ છે હોં, જડનો નહીં. સૂક્ષમ વાત છે ભાઈ ! આહાહા! ભેદજ્ઞાન નહિ હોવાથી એ માને છે કે આ રાગ-દ્વેષ મલિન ઉપયોગ જ મારું સ્વરૂપ છે-એ શુભ-અશુભ રાગ થાય છે એ મલિન છે, બેય. આહા! દયા-દાન-વ્રત-ભક્તિ (આદિના) ભાવ છે એ રાગ છે-રૂપીમલિનભાવ છે, અને હિંસા, જૂઠ, ચોરી, ભોગ-વિષયવાસના, કામ-ક્રોધ (આદિના) અશુભ ભાવ મલિન છે, એ બેય મલિન છે. એ મલિન ભાવ છે તે જ હું છું એમ અજ્ઞાની માને છે) એવું માનીને તે જ હું છું એ પ્રકારે રાગ-દ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી-૮ષી કરે છે” આવી વાત ઝીણી ઘણી ભાઈ ! આહાહા ! એ રાગ અને દ્વેષના પરિણામ થાય છે એમાં અહંબુદ્ધિ કરતો-આ હું છું એ મારું કાર્ય છે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ને મારી ચીજ છે. આહાહાહા ! ભગવાન આત્મા તો સ્ફટિક જેવો નિર્મળાનંદ છે. સ્ફટિકમાં જેમ લાલ અને પીળા ફૂલના નિમિત્તે અંદરમાં (સ્ફટિકમાં ) ઝાંય પડે છે, લાલ-પીળી એ સ્ફટિકનો સ્વભાવ નથી. સ્વભાવની પર્યાયમાં એવી લાલ-પીળી ઝાંય દેખાય છે, એ સ્ફટિકનું સ્વરૂપ નથી. એમ આત્માના ઉપયોગમાં, શુભ-અશુભ રાગનું-મલિનનું જે સ્વાદ આવે છે એ આત્માનું સ્વરૂપ નથી. આહાહા! આવું કામ શેઠ! રાગ-દ્વેષ પરિણામ એ પોતાનું સ્વરૂપ નહીં. વિકૃત છેચાહે તો શુભરાગ હો કે અશુભરાગ હો પ્રભુ, એ મલિન છે-મેલ છે-દુઃખ છે આકુળતા છે, એ આકુળતાથી મારી ચીજ ભિન્ન છે, આવું અજ્ઞાનીને ભાન નહિ હોવાથી એ મલિન પરિણામ જ હું છું એવો અહંકાર કરે છે. ઝીણી વાત છે ભાઈ ! આહાહાહા ! છે? શબ્દ તો સાદા છે, બહુ સંસ્કૃત ને વ્યાકરણ ને એની કોઈ આમાં જરૂર નથી-સંસ્કૃત ને વ્યાકરણને એની કોઈ જરૂર નથી આમાં. આહાહા ! “જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે” જેમ નિર્મળતા સ્ફટિકની સ્ફટિક અમે જોયું છે આવડું! સ્ફટિક! જામનગરમાં! (શ્રી સમયસારની) સોમી ગાથા ચાલતી હતી એકાણુની સાલની વાત છે, એકાણું આવ્યું ને એકાણું અહીંયા એકાણુંના માગશર માસમાં વ્યાખ્યાન ચાલતું હતું અને સોમી ગાથા, તો (સાંભળવા) બધા આવતા હતા, મોટા-મોટા! આમ વૈદ આવતા ઘણાં! દાક્તર-દાક્તર ઘણાં દાક્તર આવતા હતા (તેમાં) એક અઢી હજારનો પગાર શું નામ? પ્રાણજીવન દાક્તર, બધા આવતા હતા, દાક્તરે ય આવતા પણ આ વાત બેસવી કઠણ. પછી એણે (મને ) કહ્યું કે મારે ત્યાં એક છ લાખનું “સોલેરિયમ” સંચો છે છ લાખનો. એ વખતની વાત હોં! છ લાખ, ચાલીશ વરસ પહેલાંની તે દાક્તર કહે જોવા પધારો મહારાજ ! તમારે દષ્ટાંત આપવામાં કામ આવશે, સોમી ગાથા ચાલતી હતી સમયસારની તો એમણે એ સ્ફટિક બતાવ્યું આવડું મોટું) આવડું, સ્ફટિક નિર્મળ ! નિર્મળ ! એમ આત્મા તો સ્ફટિક રતન જેવો નિર્મળાનંદ પ્રભુ છે. આહાહા ! એ સ્ફટિકમાં જેમ લાલ અને પીળા ફૂલની ઝાંય પોતાની યોગ્યતાથી દેખાય છે પણ એ સ્ફટિકનું સ્વરૂપ નહીં, એમ આત્માની પર્યાયમાં, કર્મના નિમિત્તે, પોતાનાથી ઉત્પન્ન થયેલ શુભાશુભ ભાવ, એ મલિન પર્યાય છે, એ પોતાનું સ્વરૂપ નથી. એ મલિનતાને અજ્ઞાની પોતાની માનીને અહંબુદ્ધિ કરે છેઅજ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરે છે. ઓહોહોહો! પ્રભુ તો વીતરાગસ્વરૂપ-જ્ઞાતા-દેષ્ટા આત્મસ્વભાવ છે, એને અજ્ઞાની પોતાને રાગ-દ્વેષરૂપ કરે છે (અર્થાત્ માને છે) હું તો રાગી છું ને! ષી છું ને! પૈસાવાળો અને લક્ષ્મીવાળો છું એ તો (વાત) ઘણી દૂર રહી ગઈ. રજનીભાઈ ? એ તો દૂર રહી ગઈ મૂઢતા. પૈસાવાળા, તો એની વાત (તો) અહીંયા છે નહીં કંઈ, (પણ) અહીંયા તો પરમાત્મા એમ બતાવે છે કે પ્રભુ, તું તો સ્ફટિક જેવો નિર્મળ છે ને ! તારો ત્રિકાળી સ્વભાવ તો નિર્મળ ને આનંદ છે ને નાથ!!તારી પર્યામયાં-ઉપયોગમાં જે રાગ-દ્વેષના મલિન ભાવ દેખાય છે એ તારી ચીજ નહીં, પણ અજ્ઞાનીને આ પુણ્ય-પાપના મલિન ભાવ મારા છે એમ કર્તા થાય છે. આહાહાહા! ભારે ભાઈ જવાબદારી છે? “અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગ-દ્વેષરૂપ કરે છે.” છે શેઠ? ત્યાં તમારા ચોપડામાં ક્યાંય આવે નહિ આ વાત ! બીજી વાત છે પ્રભુ! આહાહા! Page #348 -------------------------------------------------------------------------- ________________ ગાથો-૧૨૭ ૩૩૩ ચૈતન્ય હીરલો, અંદર આનંદનો નાથ પ્રભુ! એનાં ઉપયોગમાં રાગ-દ્વેષ ને મલિનતા જે ભાસે છે, અજ્ઞાની એને પોતાના માનીને કર્તા થાય છે. કેમ કે એની દૃષ્ટિ પર્યાય-રાગ ને પર્યાય ઉપર છે, પર્યાય ઉપર હોવાથી રાગ-દ્વેષ મારા છે ને હું કર્તા છું, એમ અજ્ઞાની માને છે. એટલા માટે એ કર્મોને કરે છે, “કર્મો' શબ્દ એ શુભ-અશુભભાવ, કર્મ એટલે જડ નહીં. આહાહાહા ! ભગવાન આત્મા જ્ઞાતા-દષ્ટા સ્વભાવ એને છોડીને શુભ-અશુભ ભાવ જે ભાવકર્મ છેવિકારી એનો કર્તા છે. છે? આહાહા! કર્મ એટલે જડ નહીં પુણ્ય-પાપના ભાવ-ભાવકર્મ જે છે એ ભાવકર્મનો અજ્ઞાની કર્તા થાય છે. આહાહાહાહા ! “આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે”—હવે, નવું કર્મબંધન આ અજ્ઞાનભાવથી થાય છે. શુભ-અશુભ ભાવ મલિન છે એ મારા છે આવું અજ્ઞાની આમ કરતો થકો નવું કર્મબંધન કરે છે–નવું કર્મબંધન થાય છે. કરે છે એવું નથી ત્યાં. અજ્ઞાનમય ભાવથી કર્મબંધન થાય છે. જડ કર્મની પર્યાય જડથી થાય છે. અજ્ઞાની તો પોતાના રાગ-દ્વેષ છે એમ માનીને રાગ-દ્વેષ કરે છે બસ. અને એનાથી કર્મબંધન જડની પર્યાય, જડથી ઉત્પન્ન થાય છે. એ કર્મબંધનમાં નિમિત્ત છે. કર્મ પરિણામ ને કર્મબંધનની પર્યાય પોતાથી સ્વતઃ કર્મપર્યાય થાય છે. આહાહા ! કેટલું ધ્યાન રાખવું? કહો, શાંતિભાઈ? આવી વાત છે, હીરા-માણેક લેવા-દેવાની ક્રિયા તો કરતો નથી, એમ કહે તો એ વાત તો અહીંયા છે જ નહીં. એનો તો કોઈ કર્તા હોય છે કે નહીં. આ લાદીમાં છાંટે છે ને ! ભિન્ન ભિન્ન શું કહેવાય એ તમારે ? રંગ છાંટેને દાણા ભિન્ન ભિન્ન, ભિન્ન ભિન્ન લાદીમાં વિચિત્રતા દેખાય, જોયું છે? ત્યાં જામનગરમાં, જામનગરમાં એક વઢવાણના લાદીના વેપારી મોટા છે, ત્યાં અમે દૂધ પીવાને ગયા હતા (ત્યાં જોયું'તું) બાકી તો બધી લાદી આખા ભિન્ન ભિન્ન જરી દેખાય, તે જોયું હતું અમે, તો ભિન્ન ભિન્ન જાતની ભાત અંદર છાંટે, એને નહિ ખબર હોય, અહીંયા અમને (પણ) કંઈ ખબર નહોતી. લાદી, તમારે થાણામાં મોટું (કારખાનું) લાદીનું છે, થાણામાં મોટું લાદીનું, પંદર લાખનું એક મકાન છે. આહાહા ! ત્યાં ઊતર્યા હતા ને અમે જોયું હતું. આહાહા ! એની તો અહીં વાત જ છે નહીં, ઈ લાદીનું કામ કરે ને આમ છાંટે ઈ વાત તો અહીંયા છે જ નહીં. એ તો લાદીનું કામ લાદી કરે, પણ અજ્ઞાનીને એમાં જે રાગ-દ્વેષ ભાવ થાય છે, એ મલિનભાવ છે. એ મલિનભાવના કર્તા બનીને નવું બંધન કરે છે. આહાહા ! ભાવકર્મથી પોતાના નવા કર્મ બંધાય છે. છે? આ પ્રકારે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે અને કર્મબંધન થાય છે, ચારગતિમાં રખડવાના ભાવ. આહાહાહા ! હવે, ધર્મી લીધા-જ્ઞાનીની વાત કહે છે) પહેલાં અજ્ઞાનીની વાત કરી. હવે ધર્મી-જ્ઞાની, જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી એ પુણ્ય-પાપના મલિનભાવ એ હું નહી–હું એનો કર્તા નહીં, એ મારી ચીજ નહીં. જ્યાં પુણ્ય-પાપના (ભાવ) મારા નહીં તો બીજી પુણ્ય-પાપનાં ફળ એ ચીજ દુનિયાની, એ ચીજ મારી છે એમ તો જ્ઞાની માનતા નથી ત્રણ કાળમાં. આહાહા ! ધર્મી એને કહીએ કે એમને ભેદજ્ઞાન હોવાથી, એ પુણ્ય-પાપના ભાવ જે મોહ છે એનું ભેદજ્ઞાન છે, એ મારી ચીજ નહીં, હું તો જ્ઞાનાનંદ સ્વભાવી છું. રાગ ભાવ એ મારી ચીજ નહીં. આવું ધર્મીને ભેદજ્ઞાન (વર્તે છે.) ધર્મી કહો જ્ઞાની કહો ભેદજ્ઞાન હોવાથી એ એમ જાણે છે કે Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાનમાત્ર શુદ્ધઉપયોગ છે એ જ મારું સ્વરૂપ છે. એ અશુદ્ધ જે પુણ્ય-પાપનો ઉપયોગ એ હું નહિ, હું તો શુદ્ધઉપયોગ જ હું છું. આ અશુદ્ધ ઉપયોગને જાણવા-દેખવાનો મારો શુદ્ધ ઉપયોગ એ હું છું. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! અનંત કાળમાં કર્યું નથી ક્યારેય અને હજી આ સંસારમાં પણ આખી જિંદગી રાગ-દ્વેષ..રાગ-દ્વેષ કરીને આખી જિંદગી ચાલી જાય છે અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં. એમાં આ વાત સમજવી આકરી પડે એને. આહાહાહા! ધર્મીને ભેદજ્ઞાન હોવાથી એ એમ જાણે છે કે “જ્ઞાનમાત્ર-જ્ઞાનમાત્ર જાણવું જાણવુંઆનંદ એવો શુદ્ધ ઉપયોગ છે, જાણવાનો શુદ્ધ વેપાર છે-નિર્મળ વેપાર છે જાણવા-દેખવાનો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ છે એ જ મારું સ્વરૂપ છે. આહાહાહા ! શરીર, કર્મ, પૈસા, મકાન તો નહિ પણ અંદર શુભાશુભ ભાવ છે, પર્યાયમાં ઉત્પન્ન થાય છે, એ મારા નહિ. આહાહાહા ! દ્રવ્યસ્વભાવનું જ્ઞાન થવાથી દ્રવ્યસ્વભાવનું જ્ઞાન થવાથી, ભાવ તો જ્ઞાનીને પણ રાગ આદિ થાય છે પણ એ (ભાવ) મારા નથી–હું નથી, હું નહીં. આહાહા ! રાગ થાય છે શુભાશુભ રાગ આવે છે પણ ધર્મી તો એનો જ્ઞાતા-દેષ્ટા, શુદ્ધપરિણામ એ જ હું છું. આહાહા ! રાગ ને દ્વેષ, પુણ્ય-પાપના પરિણામ ભાવ હું નહીં. આહાહાહા ! છે કે નહીં અંદર? આ તો અમારા શેઠ, નવા તો છે ને સાંભળે, બીડીમાં ગૂંચાઈ ગયા હોય ત્યાં ધંધામાં, આહા એ તો સૌની વાત છે ને. એ તો મોઢા આગળ (બેઠા) હોય એ શેઠની વાત (કરાય!) કેમ રજનીભાઈ ? (શ્રોતા – રાગાદિ ભાવ એ વખતે થાય છે ને ) રાગભાવ થાય છે તો પણ ત્યારે પોતાના જ્ઞાનસ્વરૂપની દૃષ્ટિ છે તો હું જ્ઞાતા-દ્રષ્ટા છું, દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ હોવાથી હું તો જ્ઞાતા દેષ્ટા છું એ રાગ-દ્વેષ હું નહીં. આહાહા ! ઝીણી વાત છે પ્રભુ! આ અનંતકાળથી, એ વાત ચાલતી નથી ને. ઝીણી વાત છે ભાઈ! આહાહાહા ! આંહીંયા તો ધર્મીને શુભ-અશુભ રાગ આવે છેભક્તિનો રાગ આવે છે, વિનયનો રાગ આવે છે પણ એ મારી ચીજ નહીં, હું તો એનો જાણનાર-દેખનાર-શુદ્ધઉપયોગ જ હું છું. આહાહાહા ! આવી જવાબદારી, આટલી શરતું ધર્મની. સમજાણું કાંઈ...? આહાહાહા ! જ્ઞાની-સમકિતી ચક્રવર્તી હોય તો છન્ન હજાર રાણીઓ હોય છે અને વિષયની વાસના પણ આવે છે પણ એ હું નહિ, હું તો એની દૃષ્ટિમાં નહિ જવાવાળો અને પોતાનામાં રહીને પોતાને જાણનાર ને પરને જાણનાર હું છું. આહાહા ! સમજાણું કાંઈ ! ભાઈ ! વીતરાગ મારગ બહુ સૂક્ષમ છે પ્રભુ! અરે રે, એણે અનંત કાળમાં કદી શું આત્મા અને શું મેલ–રાગ છે. એનું ભેદજ્ઞાન ક્યારેય કર્યું નહીં, તો ચાર ગતિમાં રઝળવાના ભાવ છે એ તો. આંહી પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા અરિહંતદેવ ફરમાવે છે એ સંતો ફરમાવે છે. આહાહા ! સંતો કહે છે પ્રભુ! ભેદજ્ઞાની જીવ જે છે એ તો મારું સ્વરૂપજ્ઞાન માત્ર છે-આનંદ છે તે જ હું છું, રાગ-દ્વેષ કર્મોનો રસ છે, કર્મો નામ ભાવકર્મ છે, એ કર્મ છે એ વિકારનો રસ છે મારો નહીં. આહાહાહા ! સૂરજના કિરણ કોઈ કોલસા જેવા હોતા નથી. હોય છે? સૂરજના કિરણ તો સફેદ હોય છે. એમ મારી પર્યાય તો સફેદ-શુદ્ધ છે. એ મલિન જે કોલસા જેવા કિરણ છે એ સૂરજના નહીં, એમ પુણ્ય-પાપના ભાવ ધર્મી પોતાના માનતા નથી. આહાહાહા ! તો, પુણ્ય-પાપના ફળરૂપ જે ચીજો બાહ્ય છે એને તો એ ચીજ મારી છે એવું હોતું Page #350 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૭ ૩૩૫ નથી. એ તો ત્રણકાળમાં મારી નહીં. આહાહાહા ! ચક્રવર્તી ! ( એને) સ્ફટિકના મહેલ હોય છે, સ્ફટિકના મહેલ ! એક સ્ફટિક આવડું (એ) સ્ફટિકના અબજો પૈસા એવા સ્ફટિકનો આખો મહેલ. આહાહાહા ! છન્ન હજાર સ્ત્રીઓ, એ મારી ચીજ નહીં, હું તો એ નહીં. આહાહા ! છે? ( શ્રોતા- દિકરા કેટલા ?) દિકરા ચોસઠ હજાર, દિકરી બત્રીસ હજાર, બત્રીસ હજાર જમાઈ, શેઠ? ચક્રવર્તી હોય છે ને ચક્રવર્તી, ચોસઠ હજાર ( દિકરા), છન્ને હજાર ( રાણીઓ) દિગંબરમાં કહે છે અને શ્વેતાંબરમાં ચોસઠ હજાર કહે છે. અને છન્ને કરોડ પાયદળ છે, છન્ને કરોડ ગામ છે, બોંતેર હજાર નગર, અડતાલીસ હજાર પાટણ છે, અંદર રાગ આદિ આવે છે પણ એ હું નહીં એ મારા નહીં. છે? (શ્રોતા – ચક્રવર્તી ભોજન શેનું લેતા હશે) ભોજન? ભોજન એ કહ્યું હતું ને. એક ફેરી બત્રીસ કવળનું ભોજન. એનું એક દિવસનું ભોજન, કરવા માટેના રસોઈયા હોય છે, એ રસોઈ તો રસોયા કરે છે પણ ત્રણસો સાઠ (દિવસની રસોઈ બનાવવા માટેના) એક અધિકારી હોય છે, તો એ અધિકારી ત્રણસો સાઠ દિવસની તૈયારી કરે ! (તેમાં) એક એક દિવસની રસોઈ (શી બનાવવી?). શું કીધું? (એ અધિકારી) રસોઈ બનાવે નહીં, રસોઈ શી બનાવવી (એની સૂચના આપે ) આજે આ રસોઈ એમ ત્રણસો સાઠ દિવસ સુધીની, વિચાર કરી કરીને એ મોટો અમલદાર હોય છે અબજોપતિ ! આહાહા! એ ત્રણસો સાઠ દિવસ-બાર મહિનાની તૈયારી કરી હોય છે કે આ દિવસે આ આહાર, આ પાણી, આ ભસ્મ આ. સમજાણું? શું કહેવાય તમારે પાણી આ મોસંબી કે વિગેરે વિગેરે, એ મોસંબીના રસમાં ભસ્મ નાખવી–ભસ્મ, માણેકની ભસ્મ, મોતીની ભસ્મ-ત્રણસો સાઠ દિવસની તૈયારી કરે એક એક દિવસે રસોયાને હુકમ કરે રસોયા રસોઈ બનાવે, રસોઈ કરે નહીં, તૈયારી કરે. રસોયાને એ બતાવે કે આજે આ કરવું-આ કરવું મહારાજા સાહેબ માટે, અને એનો ચક્રવર્તીનો બત્રીસ કવળનો (આહાર) એમાંના એક કવળનો આહાર છન્ને કરોડનું પાયદળ પણ પચાવી શકે નહીં, એવો બત્રીસ કવળનો આહાર (ખોરાક ચક્રવર્તીનો હોય છે) આહાહા ! પણ આ હું નહીં, એ મારા નહીં. આહાહા ! એનો વિકલ્પ ઊઠે છે જરી, એ પણ હું નહીં, હું તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ-શુદ્ધસ્વરૂપ છું. આહાહાહાહા ! હું તો જાણનાર-દેખનાર છું એ તો મારા જ્ઞાનના પરશેય છે. આહાહાહાહા... ભાઈ ! સમ્યગ્દર્શન ને ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. આહાહા ! અત્યારે તો સાંભળવા ય મળતી નથી (આ વાત !) ગરબડ થઈ ગઈ ઘણી ગરબડ થઈ ગઈ ! ઓહોહો! એક વ્રત પાળ્યા ને ભક્તિ કરી ને જાત્રા કરી ને ત્યાં ધર્મ થઈ ગયો. એ ભક્તિ ને જાત્રા ને વ્રતનો ભાવ તો રાગ છે. આહાહા! આ રાગ મારો છે એમ માનીને અજ્ઞાની, મલિન પરિણામનો સ્વામી થાય છે અને નવા કર્મબંધનને કરે છે. કર્મબંધન થાય છે એ કંઈ કરતો નથી. આહાહા! ધર્મી જીવ, ચક્રવર્તીનું રાજ્ય હોય-છ ખંડનું પણ હું તો શુદ્ધચૈતન્ય છું, પ્રભુ! મારી સંપદા તો આનંદ ને જ્ઞાનની મારી સંપદા છે. એ શુભ-અશુભભાવ પણ મારા નથી મારું કર્તવ્ય નથી. આહાહાહા ! સમજાણું કાંઈ..? આવો ધર્મી જીવ, શુભાશુભ ભાવને મલિન જાણીને, જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. આહાહા ! આવી શરતું-આવી જવાબદારી. લોકો તો કંઈક કંઈક માનીને બેસી ગયા, Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ બિચારા. આહાહા! જિંદગી ચાલી જાય છે. આહા! વાસ્તવિક તત્ત્વ સાંભળવા મળે નહીં. આહાહા! આ શાસ્ત્રનું બહુમાન કરવું એ પણ એક વિકલ્પ ને રાગ છે, એમ કહે છે, આવે છે પણ એ રાગ પણ મારી ચીજ નહીં. આહાહાહા ! હું તો પોતાના સ્વરૂપમાં, પરનો જાણનાર-દેખનાર હું છું. આહાહા ! એ આવ્યું કે, મારું સ્વરૂપ નહીં, એ તો રાગદ્વેષ કર્મોનો રસ છે-જડનો ભાવ છે, એ પુણ્ય-પાપના ભાવ એ અચેતન છે, હું ચૈતન્ય છું. એ શુભાશુભ ભાવમાં મારા ચૈતન્યનો રસ નથી, એ તો જડનો રસ છે. આહાહાહા ! શુભાશુભ ભાવ એ અચેતનરસ છે કર્મોનો રસનો અર્થ એ જડનો રસ જડમાં છે. આહાહા ! શુભ-અશુભ ભાવ એ અચેતન રસ છે એ મારું સ્વરૂપ નહીં. આ પ્રકારે-આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો થકો શુભ અશુભ ભાવ આવે છે પણ અહંબુદ્ધિ નહીં કરતો થકો જ્ઞાની પોતાને રાગી-દ્રષી કરતો નથી'- અહંબુદ્ધિ નહિ કરતો થકો જ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરતો નથી, આવી વાત છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકરનો પોકાર, ઇન્દ્રો ને નરેન્દ્રો ને ગણધરોની વચ્ચે આ વાત કરતા હતા, એ વાત અહીંયા કહેવામાં આવે છે. આહાહાહા ! કેવળ જ્ઞાતા જ રહે છે-ધર્મી તો જાણનાર-દેખનાર હું છું. એ રાગને દ્વેષ મારી ચીજ નથી. મારી હોય તો મારાથી જુદી પડે નહીં એ તો જુદી ચીજ છે અને જુદી પડી જાય છે. સિદ્ધમાં રહે છે? તો એ મારી ચીજ નથી. મારી ચીજ તો મારાથી જુદી ન પડે, મારી ચીજ તો જ્ઞાન-દર્શનને આનંદ, એ મારી ચીજ છે. આહાહાહા ! સમજાણું કાંઈ...? કોણ ભાઈ? છેલ્લે બેઠું તું? નવા છે? (શ્રોતા:- શાર્દુલભાઈ રબારી) શાર્દુલભાઈ? ઠીક! ઠીક ! સમજાણું આમાં? આહાહાહાહા ! ધર્મી-જ્ઞાની એને કહીએ કે પોતાનો ધ્રુવ નિત્યાનંદ પ્રભુ ! ધ્રુવ ઉપર દૃષ્ટિ હોવાથી–ધ્રુવ શબ્દમાં સ્વભાવમાં તો એકલો આનંદ ને જ્ઞાન ભર્યા છે-આનંદ ને શાંતરસ ભર્યો છે. આહાહા ! તો ધર્મી એ શાંતરસનો સ્વામી હોવાથી, પુણ્યને પાપ-કર્મરસનું સ્વામીપણું છૂટી જવાથી, કેવળ જ્ઞાતા જ રહે છે. આહાહા ! થોડા શબ્દમાં આટલો (ભાવ) ભર્યો છે અંદર. આહાહા ! આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે, સમયસાર ! ભગવાનના શ્રીમુખે નીકળેલી વાણી છે ભાઈ ! સંતો, જગત પાસે જાહેર કરે છે. અહીંયા તો કહે, પુણ્ય પરિણામ કરો, દયા-દાન-વ્રત-ભક્તિ, તપ આદિ, એનાથી કલ્યાણ થશે, એનું તો ચાલે છે ને અત્યારે. અહીં કહે છે કે પુણ્ય પરિણામને પોતાના માને એ તો મિથ્યાષ્ટિ-અજ્ઞાની છે. આહાહા ! જ્ઞાની એ પુણ્ય પરિણામને તો કર્મનો રસ માને છે, મારો રસ નહીં. મારો રસ તો શાન્ત અને આનંદરસ છે. સમજાણું કાંઈ....? શું છે એ પુસ્તક લાગે છે, શું છે એ પુસ્તક છે? (શ્રોતા- પ્રભાવના) પ્રભાવના છે પુસ્તકની ? આહાહાહાહા ! આનંદનો નાથ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ સત્ નામ શાશ્વત, જ્ઞાન ને આનંદ આદિ અનંતગુણનો પવિત્રતાનો પિંડ પ્રભુ છે. એનો તો સ્વીકાર નહીં ને શુભ-અશુભ ભાવનો સ્વીકાર, એ અજ્ઞાનભાવ નવા કર્મબંધનનું કારણ છે. જ્ઞાનીને તો એ ભાવ મારા નહીં, એ તો Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૬૬ ૩૩૭ જ્ઞાતા જ રહે છે, તેથી તે કર્મોને ક૨તા નથી, કર્મ શબ્દે પુણ્ય ને પાપ હોં! શુભ-અશુભ કર્મ અહીંયા-શુભાશુભ કાર્ય એ છે ને ? એ કર્મ, કર્મ એટલે જડની અહીંયા વાત નથી. શુભ-અશુભ કર્મોને ક૨તા નથી, તેથી જ્ઞાનમય ભાવથી કર્મબંધન થતું નથી. તો એમને કર્મબંધન થતું નથી, એ શુભાશુભ ભાવ થોડા થયા એની પણ નિર્જરા થઈ જાય છે છૂટી જાય છે, પોતાનું સ્વરૂપ જ્ઞાતાદૃષ્ટામાં રહેતાં એ છૂટી જાય છે. આહાહાહાહા! હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છે ઃ - શ્લોક - દ ( માર્યા ) ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः સર્વ: જીતોડ્યમજ્ઞાનિનો નાન્ય:।।૬૬।। હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:-[ જ્ઞાનિન: ત: જ્ઞાનમય: વ ભાવ: ભવેત્ ] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [ પુન: ] અને [ અન્ય: TM ]અન્ય ( અર્થાત્ અજ્ઞાનમય ) ન હોય ? [ ઞજ્ઞાનિન: ત: સર્વ: ત્રયમ્ અજ્ઞાનમય: ]વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [ અન્ય: ન ] અન્ય (અર્થાત્ જ્ઞાનમય ) ન હોય ? ૬૬. શ્લોક-૬૬ ઉ૫૨ પ્રવચન ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः ૬૬।। ‘જ્ઞાનિન: તા: જ્ઞાનમય: વ ભાવ: ભવેત્'-અહીં પ્રશ્ન આ છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય ? આહાહા ! ધર્મીને તો જ્ઞાનમય-આનંદમય-શાંતમય પરિણામ કેમ થાય છે? શિષ્યનો પ્રશ્ન છે, અને અન્ય કેમ થતો નથી ?–જ્ઞાનીને રાગાદિ અજ્ઞાનમય ભાવ કેમ થતા નથી ? ‘અજ્ઞાનિન: ત: સર્વ: અયમ્ અજ્ઞાનમય:'-અજ્ઞાનીને સર્વ ભાવ અજ્ઞાનમય જ કેમ હોય છે ? આહાહા ! જેને આત્મા આનંદને જ્ઞાનસ્વરૂપી ભગવાન પ્રભુ છે એની ખબર નથી અજ્ઞાનીને, ( એ ) અજ્ઞાનીને અજ્ઞાનમય ( જ ) ભાવ કેમ હોય છે ? તથા અન્ય કેમ નથી થતા ? આહાહા ? છે અજ્ઞાનીને, જ્ઞાનમય-ધર્મમય ભાવ કેમ થતા નથી અને જ્ઞાનીને અધર્મ એટલે અજ્ઞાનમય ભાવ કેમ થતા નથી ? આ પ્રશ્ન છે. સમજાણું કાંઈ... ? Page #353 -------------------------------------------------------------------------- ________________ 33८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ॥था-१२८-१२८ णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो। जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया।।१२८।। अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो। जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स।।१२९ ।। ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः। यस्मात्तस्माज्ज्ञानिन: सर्वे भावा: खलु ज्ञानमयाः।।१२८ ।। अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः। यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः।।१२९ ।। यतो अज्ञानमयाद्भावाद्यः कश्चनापि भावो भवति स सर्वोऽप्यज्ञानमयत्वमनतिवर्तमानोऽज्ञानमय एव स्यात्, ततः सर्वे एवाज्ञानमया अज्ञानिनो भावाः। यतश्च ज्ञानमयागावाद्यः कश्चनापि भावो भवति स सर्वोऽपि ज्ञानमयत्वमनतिवर्तमानो ज्ञानमय एव स्यात्, ततः सर्वे एव ज्ञानमया ज्ञानिनो भावाः। આ જ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯. uथार्थ:- [ यस्मात् ] ॥२४॥ ॐ [ ज्ञानमयात् भावात् च ] शानमय मामाथी [ ज्ञानमयः एव ] शानभय ४ [भावः ] मा [जायते] उत्पन्न थाय छ [ तस्मात् ] तेथी [ ज्ञानिन: ] थानीन[ सर्वे भावाः ] सर्व मापो [ खलु ] ५२५२ [ ज्ञानमयाः ] ॥नमय ४ होय छे. [ च] भने, [ यस्मात् ] ॥२४॥ 3 [अज्ञानमयात् भावात् ] शानमय मामाथी [अज्ञानः एव ] मशानभय ४ [भावः] मा [जायते] उत्५ थाय छ [तस्मात् ] तेथी [ अज्ञानिनः ] Alu [ भावा:] मायो [अज्ञानमयाः ] मानमय ४ोय छे. ટીકા ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો Page #354 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૮-૧૨૯ ૩૩૯ બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે. ભાવાર્થ:-જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે. ગાથા-૧૨૮-૧૨૯ ઉ૫૨ પ્રવચન ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः । यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावा: खलु ज्ञानमयाः ।। १२८ ।। अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः । यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः।। १२९।। વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કા૨ણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખ૨ે; ૧૨૮. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને.૧૨૯. ટીકાઃ-માલ-માલ આવ્યો છે ! માખણ છે માખણ ! છાશમાંથી માખણ કાઢે છે ને ! છાશ તો કાઢી નાખે છે આમ હાથ નાખે એટલે, આમ કરીને છાશ નીકળી જાય ને આમ માખણ લઈ લે છે એમ માલ-માખણ છે અહીંયા તો........આહાહા ! ‘ખરેખર (વાસ્તવમાં ) અજ્ઞાનમય ભાવમાંથી' –શું કહે છે ? ટીકા છે ને ! વાસ્તવમાં નામ ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી–જે રાગ અને પુણ્ય-પાપના ભાવ મારા છે એવું ‘અજ્ઞાનમય ભાવથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે.’–પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવ, એ અજ્ઞાન છે ને અજ્ઞાની અજ્ઞાનથી પોતાના માને છે. તો અજ્ઞાનમયભાવમાંથી અજ્ઞાનભાવને નહિ ઉલ્લંઘતો એને જ્ઞાનભાવ ક્યારેય થતો નથી. આહાહાહા ! એના બધા અજ્ઞાનમય ભાવને નહિ ઉલ્લંઘતો અજ્ઞાનમય થાય છે. સ્વરૂપ આનંદ ને જ્ઞાનમય ચૈતન્ય ભગવાન છે, એનું જેને જ્ઞાન નથી અને રાગ-દ્વેષ પરિણામ મારા છે એમ માનીને અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવનું ઉલ્લંઘન નહિ કરતો એને (અજ્ઞાનીને ) અજ્ઞાનમય ભાવ જ થાય છે. આહાહા ! એને જ્ઞાનમયભાવ ક્યારે ય નથી થતા. આહાહા ! ‘વાસ્તવમાં અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય ( બધોય ) અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય હોય છે.' આહાહા ! રાગ ને પુણ્ય પરિણામ મારા છે તેથી અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય ઉત્પન્ન થાય છે, ચાહે તો દયા પાળે ! રાગ કરે ! Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભક્તિ કરે ! પૂજાના ભાવ એ બધા ભાવ અજ્ઞાનમય ભાવ છે. આહાહા ! સૂક્ષમ વાત છે ભાઈ ! રજનીભાઈ ! ત્યાં આવું બધું સાંભળવા મળે એવું નથી, ત્યાં કાંઈ મુંબઈમાં. આહાહા ! પૈસાના દરેડા થાય ત્યાં ધૂળના. આહાહા ! ભગવાન આત્મા ! કહે છે કે જે રાગ અને પુણ્યના પરિણામને પોતાના માને છે, એવા અજ્ઞાનીને બધા ભાવો અજ્ઞાનમય જ થાય છે ( એ ) અજ્ઞાનમય ભાવને ઉલ્લંઘતો નથી, એ ચાહે તો ભગવાનની ભક્તિ કરતો હોય, પુણ્ય કરતો હોય, શુભભાવ આવે છે ને, દાન કરતો હોય, કરોડોનું દાન કરે એવો ભાવ હોય એને પણ એ (બધા ભાવ ) અજ્ઞાનીના રાગભાવ એ અજ્ઞાનમય ( જ ) છે. એને– ઉલ્લંઘતો નથી. આહાહા ! સમજાણું કાંઈ ? જેને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની ખબર નથી અને જે પુણ્ય ને પાપના વિકલ્પ જે રાગ છે મેલ છે એને પોતાના માનીને અજ્ઞાની છે, એ અજ્ઞાનીના બધા ભાવ ( અજ્ઞાનમય થાય છે. ) આહાહાહા ! ભગવાનના સમોસ૨ણમાં જાય છે અને સાંભળે છે તો રાગ આવે છે, એ રાગનો ભાવ મારો છે એવું જ એ માને છે. (આ રીતે) અજ્ઞાનભાવને અજ્ઞાની ઉલ્લંઘતો નથી, અજ્ઞાનભાવને છોડતો નથી. ગજબ વાત છે. આવી વાત સાંભળવી પણ કઠણ પડે. આહાહા ! ‘તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે.’–એટલા માટે અજ્ઞાનીઓના બધા ભાવ, જ્યાં જ્યાં એને શુભ-અશુભ ભાવ થાય છે, એ બધા ભાવો મારા છે, એવો અજ્ઞાનભાવમય હોય છે. આહાહા ! સાંભળવાનો જે રાગ થયો તો રાગ મારો છે એવો અજ્ઞાનભાવ ( હોય છે. ) રાગ છે એ રાગને એ ઉલ્લંઘતો ઓળંગતો નથી. આહાહાહા ! ભગવાનની ભક્તિ કરે-પંચ ૫૨મેષ્ટિની તો પણ રાગ છે અને રાગ મારો છે, એવા અજ્ઞાનભાવમાં રાગને ઉલ્લંઘતો નથી એ. (અર્થાત્ ) રાગમાં રચ્યો-પચ્યો છે. આહાહાહા ! આવી વાત છે. અત્યારે સંપ્રદાયમાં તો આકરું પડે એવું છે. સંપ્રદાયમાં તો એ ચાલે વ્રત કરો..ઉપવાસ કરો...દાન કરો...મંદિર બનાવો...સાધુને આહાર આપો...કલ્યાણ થશે તારું. એ બધી રાગની ક્રિયાને ધર્મ માને છે, એવા રાગને ધર્મ માનવાવાળા અજ્ઞાની કોઈ પણ સમયમાં એને અજ્ઞાનભાવને-રાગભાવને ઓળંગતા નથી-બધામાં અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે ( એમ ) કહે છે. ( શ્રોતાઃ- પૈસા કમાવા એ અજ્ઞાનભાવ ?) ભાઈ ? પૈસા કમાવાની તો વાતે ય આંહી ક્યાં છે ? આંહી તો ભગવાનની વાણી સાંભળવા જાય તો–પણ અજ્ઞાની ( એ ) રાગને પોતાનો માને છે, તો ત્યાં ( તે ) અજ્ઞાનભાવને ઉલ્લંઘતો નથી. આહાહાહા ! ભગવાન ત્રણલોકના નાથની આરતી ઊતારે તો એય રાગ છે, તો (એ) રાગને પોતાનો માને છે તો રાગ-અજ્ઞાનભાવને નથી ઉલ્લંઘતો એ. આહાહાહા !( શ્રોતાઃ–પ્રભાવનાનું શું ? ) પ્રભાવના ? પ્રભાવના અંદરમાં થાય છે બાહ્યમાં નહિ એ જ કહે છે, શુભભાવ આવે છે તો વ્યવહા૨ પ્રભાવના કહે છે શુભભાવને પણ છે બંધનું કારણ. પ્રભાવના તો પોતાનો આનંદમૂર્તિ ભગવાન આત્મા, એનાં આનંદ ને શુદ્ધિ ઉત્પન્ન થાય એ પ્રભાવના છે. દુનિયાથી નિરાલું છે શેઠ ? શું કરીએ ! અરે, પ્રભુનો વિરહ પડયો, વીતરાગ રહ્યા નહિ અને વીતરાગની વાણી આ રહી ગઈ ! આહાહા ! વીતરાગની વાણીનો પોકાર આ છે–જે કોઈ પ્રાણી રાગના વિકલ્પને પોતાનો માને છે, Page #356 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૮-૧૨૯ ૩૪૧ એ અજ્ઞાની ગમે તે પ્રસંગમાં જાવ તો એ અજ્ઞાનભાવને ઓળંગતો નથી, એ રાગથી ભિન્ન મારી ચીજ છે, એમ નથી માનતો. આહાહા! આવું કામ છે, ઝીણી વાત બાપા શું થાય, ભાઈ ! પ્રભુ, તારી ચીજ તો નિર્મળાનંદ છે ને. આહા! જ્ઞાતા-દેખા-આનંદ-શાંતિ-સ્વચ્છતા-પ્રભુતા એવી શક્તિઓથી ભર્યો પ્રભુ તું છો, ને એનું ભાન હોવાથી, જ્ઞાતા-દષ્ટાના ભાવ તને રહેશે, રાગ આવશે તો એનો પણ તું જ્ઞાતા રહીશ. અજ્ઞાનીને તો રાગ મારો છે તો તે ત્યાં અજ્ઞાનભાવને ઉલ્લંઘતો નથી, ત્યાં રાગ જ ઉત્પન્ન થાય છે એને. આહાહાહા ! (શ્રોતા- જ્ઞાનીને અનંતાનુબંધીનો રાગ આવતો (જ) નથી!) ત્યાં છે જ નહીં ને રાગ. રાગ, એ અસ્થિરતાનો રાગ આવે છે, એનો પણ જ્ઞાતા, પોતાના જ્ઞાનમાં રહીને, પરને ભિન્ન જાણે છે. શેઠ? ભાષા તો સાદી છે, પ્રભુ! વસ્તુ તો એવી છે. આહાહા ! “પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો મુજ રોગ લે હરિ”– દલપતરામનું છે. આંહી તો આંહી ઉતારવાનું છે, હોં! એ દલપતરામ પંચોતેર વરસ પહેલાં અમે ભણતા હતા ને તો આ કવિતા) આવતી હતી, એ ચોપડીમાં આવતી હતી ગુજરાતીમાં, પ્રભુતા પ્રભુ તારી તો ખરીપ્રભુ, તમે અનંત આનંદના નાથ ! તારી પ્રભુતા તો અનંત શક્તિથી ભર્યો પડયો છે. ( ત્યારે જ) ખરી કે એ તારી પ્રભુતા, મુજ રોગ લે હરિ-પ્રભુતાની દૃષ્ટિમાં રાગને અજ્ઞાનનો નાશ થઈ જાય છે, એ રોગ છે. આહાહા ! શરીરનો રોગ, એ તો જડનો રોગ છે, એ કાંઈ આત્માને અડતો નથી. આહાહા! ભ્રાંતિ સમ રોગ નહીં, છે ને. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદગુરુ વૈધે સુજાણ, ગુરૂઆશા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર-ધ્યાન.શ્રીમના વાક્ય છે. ગુજરાતી છે. આત્મભ્રાંતિ સમ રોગ નહિ-આ ભગવાન આત્મા રાગ ને પુષ્ય ને પાપમય છે, એ ભ્રાંતિ છે. આહાહા ! આત્મભ્રાંતિ સમ રોગ નહિ, અને સગુરુ વૈધ સુજાણ-ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ ને ઔષધ વિચાર, ધ્યાન! એ આત્મા આનંદમયનો વિચાર ને એમાં એકાગ્રતા એ ઓષડ છે અજ્ઞાન નાશ કરવાનું. આહાહા! આ તો બહારની ધમાધમ ! હા, હા. કરીને, પ્રચાર કર્યો ને પ્રસાર કર્યોને ! આ કર્યું ને...આ કર્યું ને–આ થયું ને! આ થયું ત્યાં અંદર અરે, ભૈયા, પ્રભુ કોણ પ્રચાર કરે? કોણ પ્રસાર કરે? ભાઈ ! આહાહા ! તારી ચીજ તો આનંદ ને વીતરાગસ્વરૂપ છે, એ વીતરાગ સ્વરૂપની પર્યાય પ્રગટ થાય, એ તારો પ્રસાર ને પ્રચાર છે. આહાહાહા ! (શ્રોતાઃ- આમાં નવી દુનિયા બીજું શું કરે?)આહાહા ! કરે? માટે તો આ સાંભળવા આવ્યા છો અહીંયા, શું કરવા (આવ્યા છો ) સાગર મૂકીને શેઠ? ત્યાં મૂકીને આવ્યા છે ને અત્યારે. મકાન-મકાન કરાવ્યા છે ને, શું મારગ છે એ (વાત) સાંભળવા ય મળતી નથી. પ્રભુ! વાત સાચી છે. આહાહા! અહીંયા તો કહે છે કે ચાહે તો રાગ શુભ હોય કે અશુભ હોય, પણ એ રાગ મારી ચીજ છે, તો એણે પોતાનો વીતરાગી મૂર્તિ ભગવાન જિન સ્વરૂપનો અનાદર કરી દીધો. એ ભ્રાંતિ થઈ એનેમોટો રોગ થયો. આહાહાહા!આંહી તો કહે છે કે જ્ઞાની ને અજ્ઞાનીની (વાત) પહેલા લીધી અહીંયા, “વાસ્તવમાં અજ્ઞાનમય ભાવમાંથી–આ અજ્ઞાનીને બધાય ભાવ અજ્ઞાનમય Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ હોય છે, અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ ભાવ થાય છે. આહાહા ! રાગ આદિ હો-રૌદ્રધ્યાનના પરિણામ પણ આવે છે, પણ જ્ઞાનમયભાવને ઓળંગતા નથી, એને જાણી લે છે. આહાહા ! શાંતિભાઈ? આવું ક્યાંય મળતું નથી સાંભળવા મળે એવું નથી. બહારમાં ને બહારમાં રહે એટલે, ઓલો હોંગકોંગમાં, પૈસા લાખો પેદા કરે ને લાખો હૈ એટલે જાણે કે ધર્મ થઈ ગયો. આહાહા ! ભગવાન, તારી ચીજ (આત્મા) તો જ્ઞાતા-દષ્ટા ને વીતરાગ સ્વરૂપ છે ને નાથ. આહાહા! એવું જ્ઞાન જેને થયું, એના બધા ભાવ જ્ઞાનમય-આનંદમય–વીતરાગમય થાય છે, રાગ આવે છે તો એને પણ જાણે છે, પોતાના જ્ઞાનમાં રહીને, પર પરીકે જાણે છે. આહાહા ! રાગ તો આવે છે જ્ઞાનીને પણ આવે છે–દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય કરે, ભક્તિ કરે, આવે છે પણ એ રાગને પણ પોતાના જ્ઞાનમાં રહીને, પૃથક્ જ્ઞાન કરે છે. અજ્ઞાની રાગને પ્રગટ કરીને અજ્ઞાનમય ભાવ માને છે. રજનીભાઈ ? આવું છે બાપુ! ક્યાંય મળે એવું નથી હોં. મુંબઈમાં ય ન મળે. (શ્રોતા ન મળે તો કરવું શું?)-આ કરવું-અંદર આનંદનો નાથ છે એના તરફ નજર કરવી. આહાહાહા ! (શ્રોતા- દુકાન ચલાવવી કે નહિ?) દુકાન કોણ ચલાવે છે? આહાહા ! આત્મા આનંદમયજ્ઞાનમય-વીતરાગમય-શુદ્ધસ્વરૂપી ભગવાન છે, એની દૃષ્ટિ થવાથી, જે કોઈ ભાવ આવે છે રાગ આદિના, એનો તો ( જ્ઞાની) જ્ઞાતા-દષ્ટા રહે છે. આહાહા ! દુકાન ચાલતી હોય તોપણ એનો જ્ઞાતા-દ્રષ્ટા છે. દુકાન હું ચલાવું છું-નોકર ચલાવે છે એમ નથી માનતા. આહાહા ! આવી વાત શેઠે તો બહુ પૈસા ભેગા કર્યા હતા, સાઈકલમાં જઈને, ચારે કોર બીડીયું-બીડીયું-બીડીયું, તમાકુ...તમાકુતમાકુ-એમ વાતું કરતા'તા લોકો, કે શેઠ પહેલાં ફરતા'તા ને પછી ખૂબ વેપાર વધાર્યો છે. આહાહા! બુલંદ શહેરના રાજા કહેવાય છે. બે ભાઈઓ શોભાલાલ ને ભગવાનદાસ! અરે, રાજા કોના બાપુ?! આહાહા! “રાજતે શોભતે ઈતિ રાજા'—સત્તરમી ગાથામાં આવે છે ને પોતાના આનંદસ્વરૂપમાં રાજતે...શોભે એ રાજા છે, રાગમાં શોભે એ તો અરાજા-કરાજા અજ્ઞાન છે. આહાહા ! છે? (અહીંયા) આવ્યા ને ! ભાવ કરે છે એ બધાય જ્ઞાનમયનું ઉલ્લંઘન કરતા નથી, દેખો ! જ્ઞાનીના કોઈ પણ ભાવ થાય છે એ બધા જ્ઞાનમયતાનું ઉલ્લંઘન નથી કરતા, ચાહે તો વિષયવાસનાનો ભાવ આવે, પણ છે પર (ભાવ) એનું જ્ઞાન કરે છે (જ્ઞાની) એમાં જોડાય જતા નથી. આહાહા ! આવી વાત છે. ક્યાંય પણ પોતાના જ્ઞાનમયભાવને ઉલંઘતા નથી. ગમે તે ભાવ આવે-આર્તધ્યાન આવી જાય, રુદ્રપ્રધાન આવી જાય, પણ પોતાના ધ્યાનમય, જ્ઞાન એનું કરે છે, એ રુદ્રધ્યાનનો હું કર્તા છું ને એ મારી ચીજ છે, એમ માનતા નથી. આહાહાહા ! જ્ઞાનમય જ થાય છે તેથી જ્ઞાનીઓને બધા ય ભાવ જ્ઞાનમય જ થાય છે, લ્યો! ધર્મીને બધાય ભાવ જ્ઞાનમય-આનંદનમય શાંતિમય-સ્વચ્છતામય-પ્રભુતામય–શુદ્ધભાવ જ ઉત્પન્ન થાય છે. થઈ ગયો વખત ને! થઈ ગયો લો! (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #358 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૮-૧૨૯ ૩૪૩ પ્રવચન ન. ૨૧૬ ગાથા-૧૨૮-૧૨૯ શનિવાર, ફાગણ સુદ-૧૨, તા. ૧૦/૩/ ૭૯ ભાવાર્થ – “જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે –સૂક્ષમ વાત છે ભગવાન ! જ્ઞાની જે છે ધર્મી, એની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી છે-રાગાદિ થાય છે એનાં ઉપર દૃષ્ટિ નથી. આહાહા ! જ્ઞાની એને કહીએ (કે) જેમને આત્મા, પુણ્ય ને પાપના વિકલ્પથી ભિન્ન પોતાની ચીજ છે, એવું દૃષ્ટિમાં–અનુભવમાં આવ્યું હોય, એને અહીંયા જ્ઞાની અથવા ધર્મી કહેવામાં આવે છે. તો જ્ઞાનીનું, વાસ્તવમાં જ્ઞાનીનું પરિણમન-ધર્મની દશા-ધર્મીની અવસ્થા, અજ્ઞાનીના પરિણમનથી ભિન્ન પ્રકારનું છે. છે? અજ્ઞાની છે એ પોતાના પુણ્ય ને પાપના ભાવ જે છે એને પોતાના માનીને એની રુચિ કરીને રાગમાં પરિણમે છે. આહાહાહા! અજ્ઞાની, આત્માના સ્વભાવનો અજાણ, એ પુણ્ય ને પાપના શુભ-અશુભ જે ભાવ થાય છે એની રુચિ કરીને, આ મારી ચીજ છે એમ અજ્ઞાનપણેવિકારપણે પરિણમે છે. સમજાણું કાંઈ...? “જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે” આહા ! મિથ્યાષ્ટિ, જ્યાં (જેને) રાગની રુચિ છે, ચાહે તો શુભરાગ હો કે અશુભરાગ હો, પણ રાગની જેને રુચિ છે એ અજ્ઞાની છે. અને અજ્ઞાનીને રાગની રુચિમાં રાગનું જ પરિણમન થાય છે, મિથ્યાષ્ટિને કારણે, રાગનીસચિમાં, એની દશા થાય છે. છે? અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમયએ પુણ્ય ને પાપના ભાવ, જે વિકાર છે, એની રુચિમાં અજ્ઞાની વિકારપણે જ પરિણમે છે. આહાહા! સૂક્ષમ વાત છે ભાઈ ! જૈન દર્શન! વીતરાગ માર્ગ! કોઈ અલૌકિક છે. આહાહા! અજ્ઞાનીનું પરિણમન અને જ્ઞાનીનું પરિણમન જુદી જુદી (જાતનું ) છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે. આહાહા! એ શુભ-અશુભ રાગ છે, એમાં આત્માનું જ્ઞાન નહિ, આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચિદાનંદ આત્મા છે, તો આ પુણ્ય-દયા-દાન-વ્રત-ભક્તિ કામ-ક્રોધના ભાવમાં એ જ્ઞાનનો અંશ નથી, એ કારણે પુણ્ય-પાપના ભાવને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા છે. આહાહા! ભાઈ નથી આવ્યા? (શ્રોતા- મોડા આવશે ) સમજાણું કાંઈ..? જ્ઞાનીનું જ્ઞાનમય ને અજ્ઞાનીનું અજ્ઞાનમય (પરિણમન છે.) “તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે. સૂક્ષમ વાત છે ભાઈ ! (શું કહે છે?) જેની દૃષ્ટિ પોતાના આનંદ ને જ્ઞાનસ્વરૂપ ઉપર છે નહીં અને વ્રત, તપ, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ, ભાવ ઉપર દૃષ્ટિ છે, એ અજ્ઞાનીને ક્રોધ-માન-વ્રત અને તપ એ બધા શુભ ભાવ, ક્રોધ-માન અશુભ ભાવ (છે), વ્રત-તપ શુભભાવ છે. ઇત્યાદિ સમસ્ત ભાવ (સર્વ ભાવ ) અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી આ અજ્ઞાનીને એ ભાવ મારા છે, એમ માનીને અજ્ઞાનભાવનું ઉલ્લંઘન કરતા નથી. આહાહાહા ! શરીર, વાણી, મન, તો જડ છેપર છે, કર્મ જડ છે પણ અંદરમાં આત્મામાં, જે ક્રોધ-માન-માયા-લોભ વિકાર અશુભ થાય છે અને વ્રત-તપ-ભક્તિના શુભભાવ થાય છે, એ બધાયની “સચિ' અજ્ઞાનીને છે-આ ભાવ મારા છે ને હું એ-રૂપ છું, આવી મિથ્યાષ્ટિને કારણે, અજ્ઞાનીને શુભ-અશુભ ભાવ સમસ્ત, Page #359 -------------------------------------------------------------------------- ________________ उ४४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અજ્ઞાનજાતિના છે- અજ્ઞાનજાતિનું ઉલ્લંઘન નહિ કરવાથી, એટલે રાગ એ અજ્ઞાન છે રાગમાં આત્મા નહિ. આહાહાહા ! શુભ-અશુભ-વ્રત-તપના ભાવ પણ શુભરાગ છે, એ કોઈ ધર્મ નથી, એ રાગની ચિમાં અજ્ઞાનીને, શુભાશુભ રાગ (છે તે) અજ્ઞાનમય જાતિને ઉલ્લંઘતા નથી. એ અજ્ઞાનમય ભાવમાં રહે છે. આહાહાહા ! આવી ઝીણી વાત હવે. શેઠ? વ્રત-તપ-ભક્તિ-પૂજાના ભાવ, શુભરાગ એની રુચિ અજ્ઞાનીને છે. અજ્ઞાનીને રુચિ છે. થાય છે અજ્ઞાનીને રુચિ છે, આ ઠીક છે. આહાહાહા ! ઝીણી વાત ભાઈ ! એ કહે છે ને દેખો, તેથી અજ્ઞાનીના ક્રોધ-માન-વ્રત-તપ-ક્રોધ, માન અશુભ ભાવ છે, વ્રત, તપ શુભભાવ છે પરંતુ એ સમસ્ત ભાવ અજ્ઞાનજાતિના છે. આહાહા ! એ વિકારભાવ છે એ બધા અજ્ઞાનજાતિના છે, આત્માનું જ્ઞાન એમાં છે નહિ, એ તો વિકાર છે-વિભાવ છે-અશુદ્ધ છે. અશુદ્ધભાવમાં અજ્ઞાનીને પ્રેમ ને રુચિ છે એને સ્વભાવની દૃષ્ટિ છે નહીં. હું જ્ઞાન ને આનંદ છું એવું તો ભાન છે નહીં એ અજ્ઞાની, પોતાના શુભ-અશુભ ભાવની જાતને ઉલ્લંધતો નથી–એ શુભ-અશુભ ભાવ મારો છે એવું માનીને પરિણમે છે. આહાહા ! આવો મારગ છે. આકરો લાગે લોકોને શું થાય. અનંત કાળમાં અનંત અનંત અનંત કાળથી, જેની આદિ નથી એવા અનાદિ કાળથી શુભ-અશુભ ભાવ તો અનંતવાર કર્યા છે, એ તો રાગભાવ છે, એ આત્મભાવ નહીં, એ સ્વભાવ ભાવથી વિરુદ્ધ ભાવ છે. તો અજ્ઞાનીઓને શુભ-અશુભનો પ્રેમ હોવાથી, અજ્ઞાનજાતિને એ ઉલ્લંઘતા નથી–એ અજ્ઞાન જાતિને છોડતા નથી. આહાહાહા ! છે અંદર છે કે નહિ? આકરી વાત ભાઈ ! વીતરાગ જૈનદર્શન! જૈન પરમેશ્વર ત્રિલોકનાથ સીમંધરસ્વામી ભગવાન બિરાજે છે મહાવિદેહમાં, ત્યાં કુંદકુંદાચાર્ય ગયા હતા સંવત-ઓગણપચાસ, બે હજાર વર્ષ પહેલાં, દિગમ્બર મુનિ કુંદકુંદાચાર્ય. ત્યાંથી આવીને આ સંદેશ લાવ્યા. આહાહાહા! (કહે છે) કે અજ્ઞાની, પોતાના શુભ-અશુભભાવની રુચિવાળા, એ શુભાશુભભાવ અજ્ઞાનભાવ છે. એ આત્મસ્વભાવ નહીં, તો અજ્ઞાની, પોતાના અશુભભાવને અને શુભભાવની રુચિને છોડતા નથી અજ્ઞાનજાતિને છોડતા નથી. છે કે નહિ શેઠ? (શ્રોતાઃ- આપને દેખા હું તો હૈ) આ તો અર્થ હજાર વર્ષ બે હજાર વરસ પહેલાંના છે. આહાહાહા! “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો–પંચ મહાવ્રત લીધા, પાંચ સમિતિ-ગુતિ આદિ બધો વ્યવહાર કર્યો પણ એ તો બધો રાગ છે. આહાહા ! રાગની રુચિથી મને ધર્મ થશે, એવું અજ્ઞાનીને રાગની અજ્ઞાનજાતિ છોડતા નથી. આહાહાહા! સૂક્ષમ વાત છે ભાઈ ! છે કે નથી? ક્રોધ, માન ને વ્રત ને તપ બધા વિકલ્પ છે-રાગ છે બધા ઇત્યાદિ સમસ્ત ભાવ અસંખ્ય પ્રકારના શુભભાવ અને અસંખ્ય પ્રકારના અશુભ ભાવ-સમસ્ત ભાવ, અજ્ઞાનજાતિનું ઉલ્લંઘન ન કરવાથી, એ અજ્ઞાનની જાત છે એ બધા, અજ્ઞાની એને છોડતા નથી. અજ્ઞાનમય જ છે-એનાં તો બધા ભાવ અજ્ઞાનમય જ છે. આહાહાહા ! અને...જ્ઞાનીના સમસ્ત ભાવ, જ્ઞાન જાતિનું ઉલ્લંઘન નહિ કરતા. ધર્મીના ભાવ આનંદમય-જ્ઞાનયમ-શાંતમય-અવિકારમય એવા ભાવ થવાથી એ જ્ઞાનમય ભાવને એ ઉલ્લંઘતા નથી. જ્ઞાનમય ભાવને છોડીને અજ્ઞાનભાવ(ને) પોતાના માનતા નથી. આહાહાહા ! Page #360 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૮-૧૨૯ ૩૪૫ આવી વાતું ! એય ! છે? પણ, આ તમારા કરોડપતિઓને તો આમાં સૂઝ પડે નહીં કે આ શું કહે છે? ધૂળના પત્તિ બધા છે ને કરોડપતિઓ. આહાહા! આ દયા, દાન, વ્રત, તપ એ ભાવ રાગ છે ને એની રુચિવાળા એ રાગને છોડતા નથી, એ અજ્ઞાનજાતિના ભાવ છે, એમ કહે છે, એ. શેઠ? આહાહા! (શ્રોતા:- તેઓ બધા પોતાની માન–બડાઈને માટે કરે છે) માન-બડાઈ માટે નહીં પણ એ વિકારભાવ મારા છે એવું માને છે બસ. આહાહા! આત્મા, તો નિર્વિકારી સચ્ચિદાનંદ પ્રભુ છે. “સિદ્ધ સમાન સદા પદ મેરો” “ચેતનરૂપ અનુપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો”—એ તો ચૈતન્યસ્વરૂપ ભગવાન સિદ્ધસ્વરૂપી અંદર છે એની દૃષ્ટિની ખબર નહીં એનાં જ્ઞાનની ખબર નહીં, તો એનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપના ભાવની ખબર ને રુચિ કરે છે તેથી અજ્ઞાનજાતિના ભાવને છોડતા નથી. જ્ઞાનીને, પોતાના જ્ઞાનસ્વભાવની દૃષ્ટિથી, એમાં રાગ આવે છે પણ રાગના જ્ઞાતા-દેણા રહીને, (પોતાના) જ્ઞાનમાં ને દર્શનમાં ને પ્રતીતમાં ને આનંદમાં રહે છે. આહાહા ! સમજાણું કાંઈ....? જ્ઞાની, જ્ઞાનજાતિના સમ્યકજ્ઞાન-સભ્યશ્રદ્ધા-સમ્યક શાંતિ-વીતરાગતા(આદિ) એ જ્ઞાનજાતિના ભાવ છે, એ જ્ઞાનજાતિના ભાવ જ્ઞાની છોડતા નથી ઉલ્લંઘતા નથી એને ઉલ્લંઘીને રાગ-અજ્ઞાનભાવને પ્રેમ કરતા નથી. (શ્રોતા:- બાહ્ય પ્રવૃતિ તો જ્ઞાની અજ્ઞાનીની એક સરખી હોય છે, તો એની પહેચાન શી રીતે કરીએ) બાહ્ય પ્રવૃત્તિ સરખી પણ અંદરની દૃષ્ટિમાં ફેર છે. સમકિતી (જ્ઞાની) હોય ચક્રવર્તીના રાજ્યનો રાગ દેખાતો હોય, પણ અંદર દૃષ્ટિમાં ફેર છે. એ રાગ, રાગ મારી ચીજ નહિ હું તો આનંદ-સચ્ચિદાનંદ પ્રભુ છું-જ્ઞાયક સહજાનંદચિદાનંદ-સહુજાત્મસ્વરૂપ–પરમાત્મ જ્ઞાયકભાવ એ હું છું. હું પર્યાય જેવડો ય નહિ, રાગ હું નહિ– પુણ્ય-પાપ-દયાદાન એ મારી ચીજ નહીં, એવો ચક્રવર્તીનો રાગ (છે) પણ સમ્યગ્દષ્ટિ પોતાને ( શાકભાવ સ્વરૂપ) માને છે. આહાહા ! અને અજ્ઞાની, ત્યાગી થયો-સાધુ નામ ધરાવીને, પણ અંદરમાં પુણ્યના જે ભાવ છે વ્રત-તપના એ મારા છે, મારું કર્તવ્ય છે રાગ મને કલ્યાણનું શરણ છે મિથ્યાષ્ટિ એ ભાવ કરે છે. આહાહા ! છે? કુંદકુંદાચાર્યના વચન છે, ભગવાન સમોસરણમાં બિરાજે છે, એનાં વચનો છે ત્યાંથી આવ્યા છે. છે? જ્ઞાનમય જ માત્ર-જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે –એટલા માટે તો જ્ઞાનયુક્ત કહ્યા, અજ્ઞાનમય છે અજ્ઞાનીના તેથી તેના સમસ્તભાવ અજ્ઞાનજાતિનું ઉલ્લંઘન ન કરવાથી અજ્ઞાનમય જ છે. - હવે, આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -કળશ છે, કળશ અમૃતચંદ્રચાર્ય મુનિ આ ગાથા કુંદકુંદાચાર્યની છે. (એમને) બે હજાર વર્ષ થયાં, એ દિગમ્બર મુનિ! જે ભગવાન (સીમંધરનાથ) પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, (આ) એમની ગાથા છે. અને એમના પછી હજાર વર્ષે અમૃતચંદ્રાચાર્ય થયા દિગમ્બર સંત, એમની આ ટીકા છે, એમનો આ કળશ છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ 4) C શ્લોક-૬૭ ) (અનુકુમ). ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते॥६७।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ:- [જ્ઞાનિનઃ] જ્ઞાનીના [સર્વે ભાવ:] સર્વ ભાવો [ જ્ઞાનનિવૃત્તા: દિ] જ્ઞાનથી નીપજેલા (-રચાયેલા )[ મવત્તિ]હોય છે[1] અને [ જ્ઞાનિનઃ] અજ્ઞાનીના [સર્વે જે તે] સર્વ ભાવો [૩જ્ઞાનનિવૃત્તા:] અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [ ભવન્તિ] હોય છે. ૬૭. શ્લોક-૬૭ ઉપર પ્રવચન ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।।६७।। શ્લોકાર્થ :- જ્ઞાની નામ ધર્મીને સમસ્ત ભાવ જ્ઞાનથી રચાયેલા હોય છે. હું જ્ઞાતા છું, હું દેષ્ટા છું-આનંદ છું-શાંતિ છું-વીતરાગ છું એવા ભાવ જ્ઞાનીને હોય છે. આહાહાહા ! ચાહે તો ચોથા ગુણસ્થાને સમકિતી હો, પણ એમને તો શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ વીતરાગપરિણામ છે, એ જાત એની છે. આહાહા ! છે? જ્ઞાનીના તો સમસ્ત ભાવો-સર્વ ભાવો જ્ઞાનથી રચાયેલા હોય છે. જ્ઞાનથી રચાયેલા-શાંતિથી રચાયેલા–વીતરાગભાવથી રચેલા-આનંદથી રચેલા ભાવ હોય છે. આહાહાહા ! એનું નામ જ્ઞાની અથવા ધર્મી કહીએ. અજ્ઞાનીના સમસ્ત ભાવ અજ્ઞાનથી રચાયેલાં હોય છે-અજ્ઞાનીના સર્વ ભાવ-ચાહે તો દયાદાન-વ્રત-ભક્તિ-તપ કરતા હોય પણ એ બધો રાગ ને અજ્ઞાનમય છે એને પોતાના માનીને એમાં પડયા છે, અજ્ઞાનજાતિના ભાવ છે બધા. આહાહાહાહા ! હવે આ અર્થને દૃષ્ટાંતથી દેઢ કરે છે, હવે કુંદકુંદાચાર્ય દૃષ્ટાંત કહે છે. આ માર્ગ સમજવા માટે કાં તો વીતરાગ સંસ્કાર જોઈએ અને કાં તો વીતરાગી સંત જોઈએ. બાકી એ સિવાય આ માર્ગ બહુ ઝીણો છે; (પોતાની મેળે સમજી લે તેમ નથી). કાં તો સમ્યગ્દષ્ટિ જોઈએ, કાં એને પૂર્વના કોઈ સંસ્કાર જોઈએ; તે વિના આ તો બેસે એવી નથી. એ વસ્તુસ્થિતિ છે. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૨૦૪, નિયમસાર ગાથા-૮૩) Page #362 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦–૧૩૧ ગાથા-૧૩૦-૧૩૧ अथैतदेव दृष्टान्तेन समर्थयते कणयमया भावादो जायंते कुंडलादओ भावा । अयमयया भावादो जह जायंते दु कडयादी ।। १३० ।। अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायंते। णाणिस्स दु णाणमया सव्वे भावा तहा होंति ।। १३१ ।। कनकमयाद्भावाज्जायन्ते कुण्डलादयो भावाः। अयोमयकाद्भावाद्यथा जायन्ते तु कटकादयः।। १३०।। अज्ञानमया भावा अज्ञानिनो बहुविधा अपि जायन्ते। ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवन्ति ।। १३१।। ३४७ यथा खलु पुद्गलस्य स्वयं परिणामस्वभावत्वे सत्यपि, कारणानुविधायित्वात् कार्याणां, जाम्बूनदमयाद्भावाज्जाम्बूनदजातिमनतिवर्तमाना जाम्बूनदकुण्डलादय एव भावा भवेयुः, न पुन: कालायसवलयादय:, कालायसमयाद्भावाच्च कालायसजातिमनतिवर्तमानाः कालायसवलयादय एव भवेयुः, न पुनर्जाम्बूनदकुण्डलादयः। तथा जीवस्य स्वयं परिणामस्वभावत्वे सत्यपि, कारणानुविधायित्वादेव कार्याणां, , अज्ञानिनः स्वयमज्ञानमयाद्भावादज्ञान - जातिमनतिवर्तमाना विविधा अप्यज्ञानमया एव भावा भवेयुः, न पुनर्ज्ञानमयाः, ज्ञानिनश्च स्वयं ज्ञानमयाद्भावाज्ज्ञानजातिमनतिवर्तमानाः सर्वे ज्ञानमया एव भावा भवेयुः, न पुनरज्ञानमयाः । હવે આ અર્થને દૃષ્ટાંતથી દૃઢ કરે છેઃ જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પણ લોહુમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧. गाथार्थः-[ यथा ]ेभ[ कनकमयात् भावात् ] सुवर्णभय भावभांथी [ कुण्डलादयः भावाः] सुवर्णभय डुंडण वगेरे लावो [ जायन्ते ] थाय छे [ तु ] भने [ अयोमयकात् भावात् ] लोड़मय लावभांथी [ कटकादयः ] लोहभय ऽडां वगेरे लावो [ जायन्ते ] थाय छे, [ तथा ] तेभ् [ अज्ञानिनः ] अज्ञानीने ( अज्ञानमय भावभांथी ) [ बहुविधा: अपि ] अनेऽ प्रडरना [ अज्ञानमयाः भावाः ] अज्ञानमय लावो [ जायन्ते ] थाय छे [तु]अने Page #363 -------------------------------------------------------------------------- ________________ उ४८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ [ જ્ઞાનિનઃ] જ્ઞાનીને ( જ્ઞાનમય ભાવમાંથી) [ સર્વે] સર્વ [ જ્ઞાનમયા: ભાવ:] જ્ઞાનમય ભાવો [ મવત્તિ] થાય છે. ટીકાઃ-જેવી રીતે પુદ્ગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય; તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને-કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેનેઅજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને-જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય. ભાવાર્થ-જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. અવિરત સમ્યગ્દષ્ટિ (-જ્ઞાની) ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે તો પણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે-આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે; કારણ કે (જ્ઞાની) પોતે ઉધમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી; જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે તેથી તે ક્રોધાદિભાવોનો અન્ય શેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે ગાથા-૧૩-૧૩૧ ઉપર પ્રવચન कनकमयागावाज्जायन्ते कुण्डलादयो भावाः। अयोमयकाद्भावाद्यथा जायन्ते तु कटकादयः।।१३०।। अज्ञानमया भावा अज्ञानिनो बहुविधा अपि जायन्ते। ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवन्ति।।१३१ ।। Page #364 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦–૧૩૧ ૩૪૯ જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧. ટીકા છે એની ટીકા! “જેવી રીતે પુદગલદ્રવ્ય” આ જડદ્રવ્ય છે-પુગલ, “સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં—પુદ્ગલદ્રવ્ય સ્વયં પરિણમવાના સ્વભાવવાળું છે. પ્રત્યેક પુદ્ગલ પોતાના પરિણામ સ્વભાવવાળાં છે. પરિણમન કરવું બદલવું એવો સ્વભાવ છે. તો પણ કારણ જેવાં કાર્યો થતાં હોવાથી બદલે છે પણ કારણ જેવાં કાર્ય થાય છે. શું? કે સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ-આદિ ભાવો જ થાય સોનાના દાગીના થાય છે એ સુવર્ણમય છે. દાગીના શું કહે છે? જેવર. સુવર્ણના દાગીના સુવર્ણમય હોય છે. છે? સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને ઉલ્લંઘન નહિ કરતા, સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય છે ) “કારણ જેવું કાર્ય–સોનામાંથી આ ઉપાદાન જેવું કાર્ય, સોનું છે એમાંથી કુંડળ આદિ સોનાના હોય છે. છે? પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય. સોનામાંથી સોનામય ભાવ થાય છે, સોનામાંથી લોખંડમય ભાવ નથી થતા લોઢું લોઢું. આહાહા ! સોનાના કુંડળ આદિ ભાવ થાય છે એ સોનામય જ છે પરંતુ લોખંડમય કડાં આદિ ભાવ નથી થતા અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય. આહાહા ! “કારણ જેવું કાર્ય’–સુવર્ણ કારણ છે તો એનું કાર્ય સુવર્ણમય છે. લોટું કારણ છે તો એનું કાર્ય કડાં આદિ લોઢામય જ છે. આ તો દષ્ટાંત દીધું ભગવાન કુંદકુંદાચાર્ય, દિગમ્બર સંત! આહાહાહા! છે? પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવ નથી થતા, સોનામયભાવમાંથી સોનાનાં કડાં આદિ થાય છે એ લોઢામય નથી અને સુવર્ણમય છે. અને લોહમય ભાવમાંથી લોઢું જ થાય છે સુવર્ણ થતું નથી. સમજાણું કાંઈ? હજી તો (આ) દષ્ટાંત છે સોનામાંથી સોનાની જાતના દાગીના બને છે (એ) લોઢામય નથી હોતા અને લોઢામાંથી લોઢાની જાતના ઉત્પન્ન થાય છે. (એ) સુવર્ણમય નથી હોતા. એ દૃષ્ટાંત થયું. “તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં'—જેમ પુદ્ગલ બદલવાના સ્વભાવવાળું હોવા છતાં સોનું છે(તે) સુવર્ણપણે પરિણમે છે અને લોખંડ છે(તે) લોખંડમયપણે પરિણમે છે. લોખંડ છે તે સોનામયપણે પરિણમતું નથી ને સોનું છે તે લોહમયપણે પરિણમતું નથી. તેવી રીતે જીવ પરિણમનસ્વભાવવાળો છે. છે? (જીવ) પરિણમન સ્વભાવવાળો હોવા છતાં–કારણ જેવું કાર્ય થતું હોવાથી, અજ્ઞાનીને- જો કે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનીના તો બધા (ભાવ) રાગ-પુણ્ય-દયા–દાન-વ્રત-ભક્તિ-કામ-ક્રોધ, અજ્ઞાનમય ભાવની જાતના છે. આહાહાહા ! લોખંડમાંથી લોખંડના દાગીના થાય છે એમ કીધું ને! તેવી રીતે અજ્ઞાની, પોતાના ત્રિકાળ આનંદ સ્વરૂપનું ભાન નહિ હોવાથી, એ અજ્ઞાનીને રાગ થાય છે-શુભાશુભ એ શુભઅશુભ રાગનો અજ્ઞાનમયભાવ એને થાય છે. અજ્ઞાનીને અજ્ઞાનમય શુભાશુભભાવ થાય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ લોઢામાંથી લોઢાની ચીજો થાય છે એમ અજ્ઞાનીને, અજ્ઞાનમયભાવમાંથી પુણ્ય-પાપના ભાવ અજ્ઞાનમય (ભાવ) થાય છે. આહાહા! આમને આમ વખત ગાળ્યા છે શેઠ? જિંદગીમાં નિર્ણય કર્યો નહિ? શેઠને ઠપકો દઈએ છીએ ! પૈસા ને આમાં! આ ચીજ-આ ભગવાન આમ કહે છે. આહાહા ! એ દૃષ્ટાંત તો કેવું છે દેખો ને ! સોનામાંથી સોનાના બધા દાગીના, દાગીના-જવર થાય છે. લોઢામાંથી લોઢાના દાગીના થાય છે. લોઢામાંથી સોનાના (દાગીના) થાય છે? સોનામાંથી લોઢાની (ચીજો) થાય છે? એમ અજ્ઞાનીને અજ્ઞાનજાત-રાગને પુણ્ય-પાપના ભાવ, અજ્ઞાન છે એ ભાવ, એવા (ભાવ) ઉત્પન્ન થાય છે. આહાહા ! ( શ્રોતા- એ તો બન્નેની જાત જ જુદી જુદી છે) બેય જાત જ જુદી છે એ તો બતાવે છે. આહાહા ! ઝીણી વાત ભાઈ ! વીતરાગ સર્વજ્ઞદેવ પરમેશ્વર ત્રિલોકનાથના કથન કોઈ અલૌકિક છે. ક્યાંય આ વાત છે નહિ બીજે, બીજા મારગમાં આવી ચીજ ક્યાંય છે નહિ. આહાહા! કેવું દૃષ્ટાંત ! કુંદકુંદાચાર્યે પોતે દૃષ્ટાંત દીધું છે. કુંદકુંદાચાર્યે દષ્ટાંત દીધું છે, કે સોનામાંથી સોનાની જાતના આભરણ (દાગીના) થાય છે. લોઢામાંથી લોઢાના તાવીયા, આદિ થાય છે. એમ અજ્ઞાનીને, પોતાના ચિદાનંદ સ્વરૂપનું ભાન નથી–શ્રદ્ધા નથી–જ્ઞાન નથી અને પુણ્ય ને પાપ (ના ભાવની) રુચિનો ભાવ છે તેથી અજ્ઞાનીને, અજ્ઞાનમય પાપ-પુણ્યના ભાવ ઉત્પન્ન થાય છે. આહાહાહા ! ઝીણી વાત પડે ભાઈ ! આહાહા! અરે, દુનિયાને નિવૃત્તિ ક્યાં? ધંધા આડે નિવૃત્તિ ન મળે. એક તો જાણે આખો દી' પાપ એમાં ય નિવૃત્તિ મળે તો સાંભળવા જાય (ત્યાં) સાચું સાંભળવા ય ન મળે એને. આહાહાહાહા ! આંહી તો પરમાત્મા ત્રિલોકનાથની આજ્ઞા કે હુકમથી, સંતો ભગવાનની વાત આડતિયા થઈને કરે છે, માલ તો ભગવાનનો છે, ભગવાન આમ કહે છે અજ્ઞાનીને, અજ્ઞાનમય ભાવ થાય છે. લોખંડમય લોઢાથી (લોઢાના) આભરણ થાય છે. એમ અજ્ઞાનીઓને, પુણ્ય ને પાપની રુચિવાળાને શુભ કે અશુભ ભાવના પ્રેમીને, બધા શુભ-અશુભભાવ અજ્ઞાનમય થાય છે. આહાહા! ભાષા તો સાદી છે ને પ્રભુ! પણ ઝીણી વાત ભાઈ ! અનંત કાળમાં એણે કદી સત્ય લીધું જ નથી. એમ ને એમ અનાદિકાળથી પુણ્ય ને પાપની રુચિ કરીને એમાં ધર્મ થઈ જશે (એમ માન્યું છે) દયા-દાન-વ્રત-ભક્તિના શુભભાવ એમાં ધર્મ થઈ જશે એમ અજ્ઞાની અનાદિથી માને છે. આહાહા! (શ્રોતા:- અગિયાર અંગ ભણે તો ય એ પુણ્યથી ધર્મ થાય એમ થોડું કહે!) (અરે!) અગિયાર અંગ ભણ્યો હોય તોય આમ માનતો હતો. (શ્રોતા:- પ્રરૂપણા તો એવી નથી કરતા કે પુણ્યથી ધર્મ થાય.) પુણ્યથી ધર્મ ન થાય એમ કહે, પણ અંદરમાં દૃષ્ટિમાં (અભિપ્રાયમાં) ફેર છે. આહાહા ! બહારથી કહેતા હોય અગિયાર અંગ ભણ્યો છે એ (પણ) અંદરથી પરિણમનમાં ફેર છે. (શ્રોતા:- અંદરની વાત તો કેવળી જાણે !) કેવળી જાણે નહીં, આત્મા જાણે. કેવળી જાણે...કેવળી જાણે...પ્રત્યક્ષ પ્રરૂપણા કરે છે કે રાગથી ધર્મ થાય છે, દયાદાન-વ્રત-ભક્તિ-પૂજા (ના ભાવથી) ધર્મ થાય છે. પ્રત્યક્ષ અજ્ઞાન છે (એ શું ) દેખવાની ચીજ છે? આહાહાહા ! સમજાણું કાંઈ..? આ તો સ્થૂળ અજ્ઞાન છે, સૂક્ષમ તો અંદરમાં રાગની રુચિ રહેવી અને Page #366 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦–૧૩૧ ૩૫૧ સ્વભાવ આનંદની રુચિનો નાશ કરવો, એનું નામ અજ્ઞાન છે. ઝીણી વાત છે ભાઈ ! સમયસાર છે. ભગવાનના શ્રીમુખે નીકળેલી દિવ્યધ્વનિ ! પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવના શ્રીમુખે નીકળેલ પ્રવચન સમયસાર'- આત્માનો સાર. આહાહા! તો કહે છે, શું કહ્યું? દેખો ! અજ્ઞાનીને, જે સ્વયં અજ્ઞાનમયભાવ છે તેના અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જાતિના ઉલ્લંઘન નહિ કરતા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવ જ થાય છે. આહાહાહા! જેમને શુભ-અશુભ ભાવ, પુણ્ય-પાપનો પ્રેમ છે-ચિ છે એ અજ્ઞાની, એ અજ્ઞાનીના બધા અજ્ઞાનમય ભાવ પુણ્ય-પાપ ઉત્પન્ન થાય છે-જાત-વિકારી જાત ઉત્પન્ન થાય છે. એને ધર્મ ઉત્પન્ન થતો નથી. આહાહાહા ! છે કે નહિ અંદર? આહાહા! આ તો બે હજાર વર્ષ પહેલાંની વાત છે. કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત ! ભગવાન પાસે ગયા હતા ને (ત્યાંથી) આવીને આ શાસ્ત્ર રચ્યા છે. લોકોને અર્થની ખબર નહિ, પોતાને નિવૃત્તિ નહિ અને એમ ને એમ જિંદગી અનાદિ અજ્ઞાનમાં ગાળે છે. આહાહાહા ! એ શું (કયો) અજ્ઞાનમય ભાવ છે, અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનજાતિના જ ભાવ કરે છે, અને અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવ છે, પરંતુ જ્ઞાનમયભાવ નથી થતો. દષ્ટાંત દીધું હતું કે, સોનામાંથી સોનાના જ આભરણ થાય છે ને લોઢાના નહીં, એમ અજ્ઞાનમાંથી અજ્ઞાનમય જ ભાવ થાય છે-લોઢામાંથી લોઢાના જ ભાવ થાય છે, સોનાના નહીં. અજ્ઞાની, અજ્ઞાનભાવને ઉલ્લંઘતા નથી, અજ્ઞાનીને જ્ઞાનભાવ થતો નથી, સમ્યક દર્શનજ્ઞાનના ભાવ એને થતા નથી, પુણ્યના પ્રેમીને મિથ્યાષ્ટિને પુણ્યભાવનો પ્રેમ છે તો વિકાર જ ઉત્પન્ન થાય છે. આહાહા !(શ્રોતા મિથ્યાદેષ્ટિ સુલટા શી રીતે બને?) એ તો કહે છે કે ઊંધી દૃષ્ટિ ફેરવી દે-રાગની રુચિ છે (તે દૃષ્ટિ) છોડીને, આત્મા આનંદ પૂર્ણાનંદ પ્રભુ છે-જ્ઞાયક છેશુદ્ધચૈતન્યઘન છે, એની દૃષ્ટિ કર તો ગુલાંટ ખાઈશ. આહાહા ! સમ્યગ્દર્શન અને કહે છે કે ભૂતાર્થ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદપ્રભુ એના આશ્રયથી જે દૃષ્ટિ હોય એ સમ્યગ્દર્શન (છે.) અને રાગ ને પુણ્ય-પાપની દૃષ્ટિ છે એ મારા છે એ મિથ્યાષ્ટિ. આહાહા! અસત્ય દૃષ્ટિ-જૂઠી દષ્ટિ. આહાહા ! તો અજ્ઞાનીમાં અજ્ઞાનમય ભાવ થાય છે, પરંતુ જ્ઞાનમય ભાવ નથી થતાં-જ્ઞાનીના જે ભાવ છે એ સ્વયં જ્ઞાનમય ભાવ છે–ધમ જીવને તો હું આનંદ ને જ્ઞાન-આનંદસ્વરૂપ છું-હું તો જ્ઞાતા-દષ્ટા છું, રાગ ને પુણ્ય-પાપ એ મારી ચીજ નહીં. આહાહાહા ! પુણ્ય-પાપ કે આ બહારધૂળ-માટી છે એ તો હું નહીં, પુણ્યથી આ પૈસા મળે ધૂળ એ તો હું નહીં પણ અંદરમાં પુણ્યપાપ ભાવ થાય છે એ પણ હું નહીં. આહાહા ! આકરું કામ છે ભાઈ ! અનંત કાળ (વિત્યો) “અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુસંતને મૂક્યા નહિ અભિમાન”અભિમાન મૂક્યા નહીં, સંત શું છે ( ભાઈ ?) સાચી વાત કોણ કહે? ખબર નહિ એને. જ્ઞાનમય, જ્ઞાનીના કે જે સ્વયં જ્ઞાનમય ભાવ છે-ધર્મીને તો જ્ઞાતા-દષ્ટા, શાંતિ-આનંદ ને વીતરાગતા (ના) ભાવ છે. સમજાણું કાંઈ...? એના જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનની જાતિના ઉલ્લંઘન નહિ કરતા. એ જ્ઞાતા-દેષ્ટા શાંતિ ને આનંદાદિ એ ભાવનું ધર્મી ઉલ્લંઘન નથી કરતા અને (જે) ઉલ્લંઘન કરે છે ને રાગને પોતાનો માને છે (એ અજ્ઞાની છે) જ્ઞાની એમ માનતા Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ નથી. તો પછી આ તમારા પૈસા બૈસા તો ક્યાંય બહાર રહી ગઈ ધૂળ. આ તો પુણ્ય-પાપના ભાવ મારા માને નહીં, એ જ્ઞાની છે. (શ્રોતા – પૈસાથી તો મોટા કામ ચાલે !) ધૂળમાંય ચાલતા નથી, મોટા માને છે, માટી છે-ધૂળ એ તો પુદ્ગલ છે, પુદ્ગલથી પુદ્ગલની પરિણતિ થાય છે. આહાહા ! (શ્રોતા:- પૈસાથી તો પ્લેનમાં આવે છે!) શું? કોણ આવે છે પોતાને કારણે આવે છે, પૈસાને કારણે (નહીં) કંઈક આ શરીરની ગતિ થાય છે, આમ પ્લેનથી શરીર આવે છે? એ પોતાની ક્રિયાથી આવે છે. આહાહા ! આકરી વાત ભાઈ ! આત્મા પણ પ્લેનમાં જાય છે, એ પોતાની ક્રિયા(વતી ) શક્તિની ગતિ થવાથી એ જાય છે. (શ્રોતા – ક્રિયાવતી શક્તિને કારણે આત્મા જાય છે) ક્રિયા(વતી) પોતાની શક્તિ છે, પરની શું શક્તિ છે? આહાહા ! સૂક્ષમ વાત છે ભાઈ ! દુનિયામાં તો અત્યારે, એટલી ચાલે છે (અહંકારની) કે બહુ બધી ઊંધી ગરબડ. નિવૃત્તિ ન મળે ધંધા આડે ને સાંભળવા કલાક જાય, કલાક સાંભળે તો કહે સામે “જે નારાયણ’–સત્ય ને અસત્યમાં શું ફેર છે, એનું મિલાન કેમ છે, એ (સમજવાની) દરકાર નહિ અને એને બે-પાંચ, પચીસ લાખ, કરોડ બે કરોડ રૂપિયા) મળ્યા હોય તો થઈ રહ્યું. જાવ હું પહોળો ને શેરી સાંકળી થઈ ગઈ. મોટો થઈ ગયો હું. આહા! આંહી કહે છે કે મિથ્યાષ્ટિના મિથ્યાત્વભાવને કારણે, રાગની રુચિને કારણે, તેના બધા મિથ્યાત્વભાવ-રાગ આદિના ભાવ એને ઉત્પન્ન થાય છે, અને જ્ઞાનીને આત્માની રુચિ છેઆનંદની રુચિ છે, રાગની રુચિ નથી. (છૂટી ગઈ છે, તેથી ધર્મીને તો આનંદ ને જ્ઞાન પરિણતિ આવે છે, એ જ્ઞાન ને શાંતિની પરિણતિને ઉલ્લંઘીને રાગની પરિણતિને પોતાની માનતા નથી. આહાહા ! આકરું કામ લાગે-આકરું લાગે એવું છે બાપુ ! અને એકાંત લાગે. (આ એકાંત છે પણ) સમ્યક એકાંત આ જ (છે.) આહાહા ! અરે, અનંતકાળ..અનંતકાળ વીત્યો ચોરાશીના અવતાર, સ્વર્ગમાં અનંતવાર ગયો, નવમી રૈવેયક સ્વર્ગમાં અનંત વાર ગયો તો એ કંઈક પુણ્ય કરીને ગયો હશે ને કે પાપ કરીને? નવમી રૈવેયક ! મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો મુનિવ્રત લીધા-પંચમહાવ્રત પાળ્યા પણ એ તો રાગ છે,-આસ્રવ છે-દુઃખ છે. આહાહાહા ! એનાથી સ્વર્ગ મળે, સ્વર્ગમાંથી નીકળીને તિર્યંચમાં (જન્મીને) ઢોરમાં જશે, પશુ નર્કમાં જશે! આહાહાહા ! અને જ્ઞાની સમકિતી, આત્મજ્ઞાન થયું હોય, શ્રેણિક રાજા ! નરકનું આયુષ્ય પહેલાં બંધાઈ ગયું હતું પછી આ સમ્યગ્દર્શન થયું હું રાગ નહિ હું તો જ્ઞાતા-દેષ્ટા આનંદ છું તો નર્કગતિનું આયુષ્ય લાંબું હતું તે છૂટીને ઘટી ગયું (પહેલી) તેંત્રીસ સાગરની સ્થિતિનું હતું તે ઘટીને ) ચોરાશી હજાર વરસ (ની સ્થિતિ) રહી ગઈ. ક્ષાયિક સમકિતી-આત્મજ્ઞાની રાગની રુચિ છૂટી ગઈ–રાગ એ મારી ચીજ નહિ, હું તો આનંદ ને જ્ઞાન છું, એવી દૃષ્ટિમાં ચોરાશીહજાર વરસની સ્થિતિ રહી ગઈ તો નરકમાં ગયા છે પણ છે સમકિતી, અને તીર્થકરગોત્ર બાંધે છે. ભવિષ્યમાં આવતી ચોવીસીમાં પહેલાં તીર્થકર થશે. આહાહા ! એ આત્મજ્ઞાન ને આત્મદર્શનના પ્રતાપથી છે. અને... આત્મજ્ઞાન ને સમ્યક્દર્શન, વિના-આત્માના ભાન વિના જેટલી પુણ્યાદિ ક્રિયાઓ કરે એ બધી ક્રિયાથી સ્વર્ગમાં થશે, કદાચિત્ ત્યાંથી નીકળીને આ કરોડપતિ અબજપતિ! આ Page #368 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦–૧૩૧ ૩૫૩ શેઠિયા ધૂળના. શેઠ કહે છે એમ થાય. એ ત્યાંથી મરીને નર્કમાં જશે કાં ઢો૨માં-પશુમાં જશે ! આહાહા ! આવી વાત છે ભાઈ ! ( શ્રોતાઃ- બધુંય નિષ્ફળ !) નિષ્ફળ નહીં પણ સફળ-સફળ છે. પાપ ( ભાવ ) કર્યા છે એ સફળ છે-પાપ કર્યું છે તે સફળ છે-નર્કયોનિ મળશે અને કોઈ પુણ્ય થોડું કર્યું હોય તો ‘એરણની ચોરીને સોયનું દાન’–એની શું ગણતરી આવી, ધર્મ તો કર્યા નહિ પોતે. આહાહા ! ' હું તો આનંદસ્વરૂપ ! પુણ્ય ને પાપ અને પાપ ક્રિયાથી ભિન્ન, મારી ચીજ ( આત્મા ) છે. મારી ચીજમાં તો પુણ્ય-પાપેય નહિ ને પુણ્ય-પાપના કર્તા( નો ભાવ ) પણ હું નહીં. આહાહાહા ! આવી દૃષ્ટિ જ્ઞાનીની હોય છે તો જ્ઞાનીની જાતમાં બધા જ્ઞાનમય જ ભાવ થાય છે. એમાં અજ્ઞાનમય રાગ આદિ ભાવ હોતા નથી-રાગ આવે છે ધર્મીને, કહેશે, હમણાં કહેશે અજ્ઞાનમય ભાવ નથી હોતા ( નથી થતા ). છે ? ભાવાર્થ છે ને ! ભાવાર્થ:- ‘જેવું કા૨ણ હોય તેવું જ કર્મ થાય છે’-કા૨ણ જેવું જ આંહી કાર્ય થાય છે, ઉપાદાન જેવું હોય છે તેવું કાર્ય થાય છે. ‘એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે' અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે. લ્યો ! આભૂષણો તો કહે છે. એ પ્રકારે અજ્ઞાની સ્વયં અજ્ઞાનમય ભાવ હોવાથી, તેના અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ થાય છે એને તો રાગની રુચિ છે પુણ્યની રુચિ દયા-દાન-વ્રત-આદિ એ તો અજ્ઞાન છે. તેથી (તેને ) બધા ભાવ અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે. આહાહા ! આકરું કામ છે ભાઈ ! આહાહા! અનંત કાળ...અનંત-અનંતકાળ વીતી ગયો, ચોરાશી લાખ યોનિઓમાં અનંત વા૨ અવતાર લીધા, સ્વર્ગમાં પણ અનંત વાર ગયો, નર્કની યોનિઓના અવતા૨થી સ્વર્ગના અવતાર અસંખ્યગુણા અનંતા કર્યા, પુણ્ય કર્યું તો સ્વર્ગમાં ગયો પણ એમાં શું થયું ? ધર્મ તો ન થયો, રાગની રુચિથી પુણ્ય કર્યાં તો ત્યાં ગયો અને રાગની રુચિ છોડીને હું તો આનંદ છું– જ્ઞાતા છું એવી દૃષ્ટિ કરી નહીં. આહા ! સૂક્ષ્મ છે. છે ? જ્ઞાનમયભાવ થાય છે અજ્ઞાનીને શુભઅશુભ ભાવમાં-દેખો ! અજ્ઞાનીનો ખુલાસો ( કે ) ‘અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે.' મિથ્યા દૃષ્ટિ રાગનો પ્રેમ છે. જેને રુચિ રાગની છે, ચાહે તો દયા દાન, વ્રત, ભક્તિ, તપનો રાગ પણ એની રુચિ છે એ અજ્ઞાની છે. શુભ-અશુભ ભાવોમાં શુભ ને અશુભ ભાવમાં આત્મબુદ્ધિ હોવાથી–એ મારી ચીજ છે ( ભાવ છે )એમ આત્મબુદ્ધિથી માને છે. નવ તત્ત્વમાં આ પુણ્ય-પાપ તત્ત્વ ભિન્ન છે ને ભગવાન આત્મા ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. અજ્ઞાનીને મિથ્યાદૅષ્ટિને અનાદિથી શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી એના સમસ્તભાવ અજ્ઞાનમય છે. અવિરત સમ્યક દૃષ્ટિ હવે ચોથે ગુણસ્થાને અવિરત સમ્યક દૃષ્ટિને વ્રત-તપ હજી આવ્યા નથી, નિશ્ચિત વ્રત હો ! વ્રત સમકિત વિનાના તો અનંતવાર કર્યા. એ કોઈ વસ્તુ નહિ પણ સમ્યક દર્શન પછીના ચારિત્રના જે ભાવ સ્વરૂપમાં રમણતા આવવી જોઈએ એ નથી તો સમ્યક્દષ્ટિને એ ચારિત્રના મોહના ઉદયથી ક્રોધ આદિ ભાવ પ્રવર્તે છે.-ક્રોધ, રાગ આદિ આવે છે. તથાપિ એને એ ભાવોમાં આત્મબુદ્ધિ નથી. આહાહા ! ધર્મીને રાગ આવે છે. પણ ધર્મીને Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ રાગમાં આત્મબુદ્ધિ નથી. મારી ચીજ નથી એમ માને છે. તે એને પરના નિમિત્તથી ઉત્પન્ન ઉપાધિ માને છે. શુભ-અશુભ ભાવ આવે છે. પણ પરના નિમિત્તથી એ ઉપાધિ છે. એ મારી ચીજ નહિ. મારી ચીજ હોય એ વિકારી ન હોય નિર્વિકારી એ મારી ચીજ છે. આહાહા! એને ક્રોધાદિ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. ધર્મીને અંતર આત્મદેષ્ટિ છે. આનંદ ને જ્ઞાનમય હું છું. એવી દૃષ્ટિને કારણે ક્રોધાદિ થાય છે પણ એ ખરી જાય છે. એ ભાવમાં પોતાનું સ્વામીપણું માનતા નથી. આહાહા ! એ ભાવમાં આત્મબુદ્ધિ નથી તે એને પરના નિમિત્તથી ઉત્પન્ન ઉપાધિ માને છે. એને કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. તે ભવિષ્યનો એવો બંધ નથી કરતા.-થોડો રાગ આવે છે ધમને તો થોડો બંધ પણ થાય છે. બાકી તો જ્ઞાતા દૃષ્ટાનો ભાવ વિશેષ છે. તેથી થોડો રસ પડે, છે? એને ભવિષ્યનો એવો બંધ નથી પડતો કે જેનાથી સંસાર પરિભ્રમણ વધે. સંસાર પરિભ્રમણ વધે એવા ભાવ જ્ઞાનીને આવતાં નથી. આહાહા! એવો બંધ પણ પડતો નથી થોડો રાગ આવે છે જાણે છે કે મારી ચીજમાં મારી કમજોરી છે પણ મારું કર્તવ્ય નથી. એ મારી ચીજ નહિ તો એને જરી રાગના કર્તા કર્મમાં સ્થિતિ રસ પડે છે. પણ અનંત સંસાર વધે એવું થતું નથી. આહાહા ! છે? કેમ કે જ્ઞાની સ્વયં ઉધમી થઈને ક્રોધાદિ ભાવરૂપ પરિણમતા નથી. પુરુષાર્થ કરીને રાગ મારો છે એવું માનીને પરિણમતા નથી (રાગ ) મારે કરવા લાયક છે. એમ માનીને રાગાદિ કરતાં નથી. કમજોરીથી થાય છે. એને જાણે દેખે છે. થોડો રસ પડે છે. પણ સંસારની વૃદ્ધિ થતી નથી. આહાહા! જેનાથી સંસાર વધે એવો ઉધમ નથી. તથાપિ ઉદયની બળજોરીથી પરિણામ થાય છે. એટલે કે પોતાના પુરુષાર્થમાં કમજોરી છે. એટલું કર્મના નિમિત્તથી બળજોરી કહેવામાં આવે છે. કર્મથી થયું એમ નહિ પણ પોતાની કમજોરી છે. એટલો રાગ સમકિતીને પણ આવે છે.) ભરત ચક્રવર્તી હતા. બે ભાઈ વચ્ચે લડાઈ થઈ.-બાહુબલી ને ભરતજી વચ્ચે. એ તો સમકિતી જ્ઞાની હતા. રાગ આવ્યો. પણ રાગ એટલો ન આવ્યો અને પોતાને એટલે કે આ રાગ ભિન્ન છે એમ જાણે છે. સ્વયં ઉદ્યમી થઈને એ રાગાદિ નથી કરતો. ઉદયની બળજરીનો અર્થ નીચે આપેલો છે. (ફૂટનોટમાં નીચે અર્થ છે.) સમ્યક દૃષ્ટિની રુચિ સર્વદા શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યે હોય છે. ધર્મીની રુચિ શુદ્ધઆત્મા-સર્વદા શુદ્ધ આત્મા પ્રત્યે સદા રહે છે. રાગની રુચિ ધર્મીને હોતી નથી. એની ક્યારેય રાગ દ્વેષાદિ ભાવોની રુચિ થતી નથી. આહાહા ! ભારે કામ ભાઈ ! એને જે રાગદ્વેષાદિ ભાવ થાય છે એ ભાવ જો કે એની સ્વયંની નિર્બળતાને (લીધે) તથા એના સ્વયંના અપરાધથી થાય છે. કંઈ કર્મના કારણથી નથી થતાં, કર્મ તો જડ છે. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ” કર્મ તો જડ છે એ શું કરે? મારી કમજોરીથી મારામાં રાગ આવે છે. એવું જ્ઞાની જાણીને એના સ્વામી નથી થતા. આહા! - અજ્ઞાની રાગ ને દ્વેષનાં સ્વામી થઈને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. ધર્મી પોતાના સ્વરૂપને જાણીને રાગ આવે છે એને પોતાનો નહિ માનીને પોતાના સ્વરૂપને ભૂલતા નથી. આહાહા! આવી વાતું આકરી. Page #370 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૦-૧૩૧ ૩૫૫ શરીરની જડ અવસ્થા છે. એ તો માટી છે. તો માટી–ધૂળ એની કેવી અવસ્થા થવી એ જડથી થાય છે. આપણાથી નહિ. આહાહા ! સ્વયં જ ઉધમી થઈ નથી પરિણમતા છે અહીંયા નીચે? અપરાધી જ છે. છતાં પણ તેઓ રુચિપૂર્વક નથી કરતાં. જ્ઞાનીને રુચિ નથી રાગની પણ કમજોરીથી રાગ આવે છે. એને જાણે છે. જડ દ્રવ્ય કર્મ આત્માની ઉપર લેશ માત્ર પણ જોર કરી શકતા નથી. પણ એવું સમજવું કે આ વિકારી ભાવોના થવાથી પણ સમ્યકર્દષ્ટિ મહાત્માની શુદ્ધાત્મ દ્રવ્યદૃષ્ટિમાં કિંચિત પણ કમી નથી. સમ્યકષ્ટિ ધર્મી જીવને આત્માની રુચિ આનંદની રુચિ થઈ છે. સમ્યકષ્ટિ મહાત્માની શુદ્ધાત્મદ્રવ્ય રુચિમાં કિંચિત પણ કમી નથી આવી. માત્ર ચારિત્ર આદિ સંબંધી નિર્બળતા છે. રાગ આવે છે એવો આશય બતાડવાને માટે આમ કહ્યું છે. જ્યાં જ્યાં કર્મની બળવતા-કર્મની જબરજસ્તી કર્મનું જોર બતાવવાનું કથન આવે ત્યાં-ત્યાં એવો આશય સમજવો કે પરના કારણથી થતું નથી. કર્મ તો જડ છે. આપણી કમજોરીથી રાગ આવે છે. પણ પોતાના સ્વરૂપમાં રહી શકતા નથી સ્થિર જ્ઞાતા દેષ્ટાનું તો ભાન છે. પણ સ્થિર રહી શકતા નથી તો (અસ્થિરતા)નો રાગ આવે છે. તો એને જાણે છે. પણ પોતાનો માનીને એને કરતાં નથી. આહાહા ! કેટલી શરતું! કેટલા ભાવ!ભાઈ આવું છે પ્રભુ! વીરનો મારગ છે શૂરાનો કાયરનાં કામ નહીં. આંહી પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એનો સમ્યકદર્શનનો મારગ અલૌકિક છે. આહાહા! કહે છે, ધર્મીને તો સમ્યકષ્ટિ મહાત્માની, સમ્યકષ્ટિને મહાત્મા કહ્યા. આહા! શુદ્ધાત્મા દ્રવ્ય રુચિમાં કિંચિત પણ કમી નહિ. ચારિત્રનો દોષ છે. એને જ્યા-જ્યાં કહેવામાં એવું આવ્યું છે. કર્મની બળવતા (કહી છે.) બાકી કર્મની બળવતાથી થતાં નથી. પોતાના અપરાધથી એ થાય છે. આહાહા ! શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી ( હતા.) તીર્થંકર ગોત્ર બાંધતા હતા. પણ મૃત્યુ વખતે જરી ઝેરી હીરો ચૂસ્યો દેહ છુટી ગયો. પણ એ તો ચારિત્રનો દોષ છે. સમકિતનો દોષ નથી. રાગની રુચિ નથી પણ રાગ આવ્યો. અસ્થિરતાનો તો એ દોષ ચારિત્રનો છે. દેહ છૂટીને નર્કમાં ગયા. આયુષ્ય નર્કનું બંધાયું. સમકિતી છે. તીર્થકર ગોત્ર બાંધ્યું છે. ત્યાં પણ તીર્થકર ગોત્ર બાંધે છે. આગામી ચોવીસીમાં ત્યાંથી નિકળીને શ્રેણીકરાજાનો જીવ સમકિતી હતો. વ્રત ચારિત્ર ન હતા પણ સમકિતના પ્રતાપથી ભવિષ્યના પહેલા તીર્થકર થશે. વ્રતચારિત્ર હતા નહિ. છતાં આગામી ચોવીસીમાં ભરતક્ષેત્રમાં પહેલાં તીર્થંકર થશે. એ સમકિતનો આવો મહિમા છે. અને મિથ્યાત્વનો એવો મહિમા છે કે મુનિ થઈને પણ રાગને પોતાનો માને તો એ મિથ્યાત્વી મરીને સ્વર્ગમાં જાય પણ ત્યાંથી નીકળીને તિર્યંચ થઈને નર્કમાં નિગોદમાં જશે. આહાહા ! સમજાણું કાંઈ? આકરી વાત છે. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. છે? જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરીને પરિણમતા નથી- ધર્મી જ્ઞાતાપણાનું ઉલ્લંઘન કરીને રાગમાં પરિણમતા નથી. આહાહાહા ! કર્તા નથી. આહા ! જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. આત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાં ધર્મીની દૃષ્ટિ-સમ્યકષ્ટિની સદા રહે છે. એની દૃષ્ટિમાં રાગ આવતો નથી–રાગ આવે છે તો એની દૃષ્ટિનો Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ વિષય નહીં, એ ક્રોધાદિ ભાવોના અન્ય શેયોની જેમ (જ) જ્ઞાતા છે. દેખો! આહાહા ! ક્રોધ પણ આવી જાય થોડો, લોભ પણ આવી જાય, તો અન્ય દ્રવ્યોને જેમ જાણે છે તેવી રીતે એને જાણે છે. પોતાના જ્ઞાનસ્વભાવમાં રહીને રાગને જાણે છે. પણ પૃથક્ તરીકે, મારી ચીજ (છે) એવું એ માનતા નથી. આહાહાહા... વાત ગજબ છે પ્રભુ! સમ્યગ્દષ્ટિ ને મિથ્યાદૃષ્ટિની વાત સમજવી, આહાહા! આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે. ધમીના સમસ્ત ભાવ સુવર્ણમાંથી સુવર્ણના જ આભૂષણ થાય છે એમ જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ થાય છે. આહાહાહા ! જાણન–દેખન (જાણનાર-દેખનાર) આ તો એનો ભાવ છે. રાગ આદિ ભાવને એ જાણે છે પણ રાગ પોતાનો છે એમ સમકિતી માનતા નથી. અને મિથ્યાષ્ટિ પોતાના શુદ્ધચૈતન્યને માનતો નથી, એ રાગને માને છે ને રાગની ક્રિયાથી મને લાભ થશે એમ મિથ્યાષ્ટિ ત્યાં માને છે. સમ્યગ્દષ્ટિને તો પોતાના સ્વભાવમાંથી મને લાભ થશે શાંતિ વીતરાગતા-કેવળ જ્ઞાન પણ મારા સ્વભાવમાંથી (જ) આવશે, કોઈ બાહ્ય ક્રિયાકાંડથી આવશે નહિ એમ માને છે. આહાહાહા ! લ્યો! હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે – શ્લોક-૬૮ (અનુસુમ) अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्। द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।।६८।। હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે - શ્લોકાર્થ:- [ અજ્ઞાની] અજ્ઞાની [ જ્ઞાનમયમાવાનામ ભૂમિમ] (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં [વ્યાખ્ય] વ્યાપીને [દ્રવ્યર્નમિત્તાનાં ભાવીનામ] (આગામી) દ્રવ્યકર્મનાં નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના [દેતુતામ તિ] હેતુપણાને પામે છે (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે). ૬૮. શ્લોક-૬૮ ઉપર પ્રવચન अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्। द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।।६८।। આહાહા! અજ્ઞાની- મિથ્યાષ્ટિ, જેને રાગની રુચિ છે, ચાહે તો પુણ્ય-દયા-દાન-વ્રતતપનો રાગ છે પણ રુચિ છે એની તો એ મિથ્યાષ્ટિ છે, એ અજ્ઞાની છે. આહાહા ! કેમ થયું? બહાર ઉલટી થઈ. આહાહાહા ! શરીરની સ્થિતિ જુઓ! આંહી જુઓને! બે-ચાર-પાંચ દી” પહેલાં જુવાન માણસ, પચીસ વરસની અવસ્થા, જુવાન લઠ્ઠ જેવું શરીર, એના બાપને એકનો Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૬૮ ૩૫૭ એક દિકરો, આંહી બેઠા’તા. હવે એને એકદમ કાંઈ રોગ ન મળે, પાલીતાણા ગયા એમાં રોગ થયો તો બે દિવસે દેહ છૂટી ગયો. પચ્ચીસ વરસની જુવાન અવસ્થા લઠ્ઠ જેવું શરીર, આંહી મારી સામે બેઠા હતા, ગુરુવારે તો અહિંયા બેઠો'તો શુક્રવારે અહીંયાથી નીકળ્યા, રવિવારે દેહ છૂટી ગયો. આહાહાહા ! દેહની સ્થિતિ આવી છે ભાઈ ! માટી–જડ છે જેટલી સ્થિતિ છે એટલી રહેશે, છૂટી જશે ફટાક દઈને, રાખી રહે નહિ સંભાળીને ( રાજ્યે ) રહે નહિ, એવું છે. અહીંયા કહે છે, અજ્ઞાની (અજ્ઞાનમયમાવાનામ્ ભૂમિામ્ ) પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકા, અજ્ઞાનીની ભૂમિકા આ પુણ્ય ને પાપ મારા છે એજ એની ભૂમિકા છે. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ પુણ્ય, હિંસા-જૂઠું, ચોરી વિષયના ભાવ પાપ, અજ્ઞાનીને એ પુણ્ય-પાપના ભાવની ભૂમિકા છે. એ પુણ્ય-પાપના ભાવ મારા છે એ ભૂમિકા એની (અજ્ઞાનીની ) છે. આહાહા! અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને (દ્રવ્યકર્મનિમિત્તાનાં ભાવાનામ્ ) દ્રવ્યકર્મના નિમિત્ત અજ્ઞાનઆદિ ભાવો, દ્રવ્યકર્મ તો જડ છે પણ એના નિમિતમાં પોતાનું જોડાણ હોવાથી, એ દ્રવ્યકર્મના નિમિત્ત, અજ્ઞાનીના ભાવોના હેતુપણાને પામે છે. અર્થાત્ દ્રવ્યકર્મોના નિમિત્તરૂપ ભાવોના હેતુ બને છે. જડકર્મ નિમિત્ત છે પણ વિકા૨ ક૨ે છે તો એનો હેતુ બને છે. આહાહા ! નવા કર્મ બને છે અજ્ઞાનીને. જ્ઞાનીને નવા કર્મ બનતા નથી થોડો રાગ ( આવે ) છે તો એનાં બને છે પણ એ તો જરી જશે, થોડો છે આટલો રાગ છે તો એટલું દુઃખ છે–એટલો વિકા૨ છે જ્ઞાનીને પણ. આહાહા ! અહીં દૃષ્ટિની મુખ્યતામાં એને ગૌણ કરી દીધો છે. જ્ઞાનની દૃષ્ટિથી જ્યારે લઈએ તો જ્ઞાનીને પણ રાગ આવે છે, એનું દુ:ખનું વેદન (પણ ) છે. અને જેટલું પરિણમન રાગનું છે એના કર્તા પણ એ છે. જ્ઞાનદૃષ્ટિથી કર્તા (છે ). પરિણમન છે એ મારું છે, તો હું તેનો કર્તા છું પણ ( રાગ ) કરવાલાયક છે એમ એ (જ્ઞાની )માનતા નથી. આમ જ્ઞાનીની દૃષ્ટિમાં ફેર છે, અને અજ્ઞાનીની દૃષ્ટિમાં ( રાગ ) કરવાલાયક છે એમ માને છે. તેમના હેતુપણાને પામે છે ( અર્થાત્ દ્રવ્યકર્મના નિમિત્તરૂપ હેતુ બને છે. ) –દ્રવ્યકર્મનો હેતુ બને છે, નવા બંધાય ને જૂનાને હેતુ-નવું કર્મ બાંધે છે, વિકાર કરીને ( અજ્ઞાની ) નવા કર્મ બાંધે છે. એ અર્થની ગાથાઓ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ !) એકકોર ( કહે કેઃ ) દ્રવ્ય અને પર્યાય માને એ સમ્યગ્નાન છે. નિશ્ચયથી દ્રવ્ય અને પર્યાય પોતાના છે એમ માને એ સમ્યજ્ઞાન છે. અહીં કહે છે કે, એ પર્યાય (બંને ધ્યાનની ) જે કીધી એ અંદ૨ દ્રવ્યમાં નથી. તેથી બે ( ચીજ ) થઈ ને ? દ્રવ્ય અને પર્યાય બે થઈ ને ? ( તો એ ) બેને જાણવું–માનવું એ જ્ઞાન, સમ્યગ્માન છે. આહા... હા ! પણ એમાં બેપણું કેમ થયું ? કેઃ દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી. એ રીતે નિશ્ચયથી જ્ઞાન થયું છે એવી જે જ્ઞાનની પર્યાય છે તે પણ સદાશિવમય ભગવાનઆત્મા (માં નથી ). (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૨૯૯, નિયમસાર શ્લોક-૧૧૯ ) Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ( uथा-१२-१33-१३४-१3५-१36 अण्णाणस्स स उदओ जा जीवाणं अतचउवलद्धी। मिच्छत्तस्स दु उदओ जीवस्स असदहाणत्तं ।।१३२।। उदओ असंजमस्स दु जं जीवाणं हवेइ अविरमणं। जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ।।१३३ ।। तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो। सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा।।१३४।। एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु। परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं।।१३५।। तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया। तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ।।१३६ ।। अज्ञानस्य स उदयो या जीवानामतत्त्वोपलब्धिः। मिथ्यात्वस्य तूदयो जीवस्याश्रद्दधानत्वम्।।१३२।। उदयोऽसंयमस्य तु यज्जीवानां भवेदविरमणम्। यस्तु कलुषोपयोगो जीवानां स कषायोदयः।।१३३ ।। तं जानीहि योगोदयं यो जीवानां तु चेष्टोत्साहः। शोभनोऽशोभनो वा कर्तव्यो विरतिभावो वा।।१३४।। एतेषु हेतुभूतेषु कार्मणवर्गणागतं यत्तु :। परिणमतेऽष्टविधं ज्ञानावरणादिभावैः।।१३५।। तत्खलु जीवनिबद्धं कार्मणवर्गणागतं यदा। तदा तु भवति हेतु वः परिणामभावानाम्।।१३६ ।। अतत्त्वोपलब्धिरूपेण ज्ञाने स्वदमानो अज्ञानोदयः। मिथ्यात्वासंयमकषाययोगोदया: कर्महेतवस्तन्मयाश्चत्वारो भावाः। तत्त्वाश्रद्धानरूपेण ज्ञाने स्वदमानो मिथ्यात्वोदयः, अविरमणरूपेण ज्ञाने स्वदमानोऽसंयमोदयः, कलुषोपयोगरूपेण ज्ञाने स्वदमान: कषायोदयः, शुभाशुभप्रवृत्तिनिवृत्तिव्यापाररूपेण ज्ञाने स्वदमानो योगोदयः। अथैतेषु पौद्गलिकेषु मिथ्यात्वाद्युदयेषु हेतुभूतेषु यत्पुद्गलद्रव्यं कर्मवर्गणागतं Page #374 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ થી ૧૩૬ ૩૫૯ ज्ञानावरणादिभावैरष्टधा स्वयमेव परिणमते तत्खलु कर्मवर्गणागतं जीवनिबद्धं यदा स्यात्तदा जीवः स्वयमेवाज्ञानात्परात्मनोरेकत्वाध्यासेनाज्ञानमयानां तत्त्वाश्रद्धानादीनां स्वस्य परिणामभावानां हेतुर्भवति। આ જ અર્થપાંચ ગાથાઓથી કહે છેઃ અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨, જીવને અવિ૨તભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩. શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ જે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫. કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬. ગાથાર્થ:- [ નીવાનામ્] જીવોને [યા ] જે [ તત્ત્વોપધ્ધિ: ] તત્ત્વનું અજ્ઞાન (અર્થાત્ વસ્તુસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન ) છે[ સ: ] તે [ અજ્ઞાનસ્ય ]અજ્ઞાનનો [હવય: ] ઉદય છે[ તુ ]અને[ નીવચ ]જીવને[જ્ઞશ્રદ્દધાનત્વમ્]જે(તત્ત્વનું ) અશ્રદ્ધાન છે તે [ મિથ્યાત્વક્ષ્ય ] મિથ્યાત્વનો [ ૩વય: ] ઉદય છે; [ તુ ] વળી [ નીવાનાં ] જીવોને [ચક્]જે[ વિમળમ્]અવિરમણ અર્થાત્ અત્યાગભાવ છે તે[ અસંયમસ્ય]અસંયમનો [ ૩વચ: ] ઉદય [ મવેત્] છે[ g] અને [ નીવાનાં ] જીવોને [ય: ] જે [ તુષોપયોગ: ] મલિન (અર્થાત્ જાણપણાની સ્વચ્છતા રહિત ) ઉ૫યોગ છે [ સ: ] તે [ ષાયોવય: ] કષાયનો ઉદય છે; [ તુ ] વળી [ નીવાનાં ] જીવોને [ ય: ] જે [ શોમન: અશોમન: વા] શુભ કે અશુભ [ર્તવ્ય: વિરતિભાવા: વા] પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ [ વેદોત્સાહ: ] (મનવચનકાયા-આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે [તં] તે [ યોનોવયં] યોગનો ઉદય [ નાનીર્દિ ] જાણ. [ તેવુ ] આ ( ઉદયો ) [ હેતુભૂતેષુ ]હેતુભૂત થતાં[ યત્તુ] જે[ ાર્મળવ{ાતા ] કાર્યણવર્ગણાગત (કાર્યણવર્ગણારૂપ) પુદ્ગલદ્રવ્ય [જ્ઞાનાવરળવિમાવૈ: અવિધ ] જ્ઞાનાવ૨ણાદિભાવોરૂપે આઠ પ્રકારે [ પરિણમતે ] પરિણમે છે, [ તત્ ।ર્મળ-વર્ગખાતું] તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય[ યા] જ્યારે [ હતુ]ખરેખર[ નીવનિવદ્ધ]જીવમાં બંધાય છે[તાતુ]ત્યારે [ નીવ: ] જીવ [ પરિણામમાવાનામ્](પોતાના અજ્ઞાનમય ) પરિણામભાવોનો [ હેતુ: ] હેતુ [ ભવતિ ] થાય છે. ટીકાઃ-તત્ત્વના અજ્ઞાનરૂપે ( અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે ) જ્ઞાનમાં Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સ્વાદરૂપ થતો ( -સ્વાદમાં આવતો ) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ ( નવાં ) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય ચાર ભાવો છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે ) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્યણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્યણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે. ભાવાર્થ:-અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્યણવર્ગણારૂપ નવાં પુદ્ગલો સ્વયમેવ જ્ઞાનાવ૨ણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કા૨ણ પોતે જ થાય છે. મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી. પ્રવચન નં. ૨૧૭ ગાથા-૧૩૨ થી ૧૩૬ રવિવાર, ફાગણ સુદ-૧૩, તા. ૧૧/૩/’૭૯ अण्णाणस्स स उदओ जा जीवाणं अतचउवलद्धी । मिच्छत्तस्स दु उदओ जीवस्स असद्दहाणत्तं । । १३२ ।। उदओ असंजमस्स टू जं जीवाणं हवेइ अविरमणं । जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ । । १३३ । । तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो। सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा ।। १३४ ।। एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु । परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं। । १३५ । । तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया । तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ।। १३६ ।। Page #376 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ થી ૧૩૬ અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨, જીવને અવિ૨તભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩. શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ જે, તે અવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫. કાર્યણવ૨ગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬. ૩૬૧ સૂક્ષ્મભાવ છે થોડો. ટીકાઃ– છે ને પાંચ ગાથાની “તત્ત્વના અજ્ઞાનરૂપે અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે”આત્મા આનંદ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે. તેના અભાવથી કર્મનો ઉદય જે હોય છે એ અજ્ઞાનરૂપથી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. એ કર્મનો ઉદય છે એ અજ્ઞાનનો ઉદય છે. પાપનું પછી કહેશે. પણ જે અજ્ઞાનનો ઉદય છે કર્મનો એ બંધનું કારણ છે. ક્યારે ? એ પોતાના પરિણામ વિકારી પરિણામનો હેતુ આત્મા બને ત્યારે. ત્રણ ભાવ છે. સુક્ષમ વાત છે. થોડી ગાથા આ ફેરી આકરી આવી ગઈ. તત્ત્વનું અજ્ઞાન-આત્મા આનંદ સ્વરૂપ છે એની જેને દૃષ્ટિનો અભાવ છે. તેથી વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ જ્ઞાનમાં સ્વાદરૂપ થતી તે અજ્ઞાનનો ઉદય છે. એ જડનો ઉદય છે. એનો સ્વાદ આવે છે અજ્ઞાનમય. આહા ! આત્મા તો અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. પણ એની રુચિ અનાદિથી છે નહિ. એ આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. સુખ સ્વરૂપ છે. અનંત-અનંત જ્ઞાન ને આનંદનો ભંડાર છે. એની રુચિનો અભાવ અનાદિથી છે, અતત્ત્વની રુચિ છે. કર્મનો ઉદય છે. એ તત્ત્વ-અતત્ત્વની રુચિ એ અજ્ઞાનભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણી છે પ્રવીણભાઈ ! ઝીણી વાત છે તમારે ન્યાં એ પથ્થ૨ ક૨તાં. નરેન્દ્રભાઈ ! કાલે ગયા ભાઈ ! બે આવ્યા આજ આવ્યા. આહાહા! શું કહે છે ? તત્ત્વના અજ્ઞાનરૂપ. વસ્તુ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એનું ભાન નહિ હોવાથી પોતાની પર્યાયમાં કર્મના ઉદયનો જે સ્વાદ આવે છે. એ અજ્ઞાન છે. એ જ્ઞાન નહિ, આત્માનું જ્ઞાન નહિ એ પરાધિન દુઃખરૂપ છે. આહા ! છે ? તેના ચાર પ્રકાર છે. અતત્ત્વનો ઉદય જે જડનો છે. એના ચાર પ્રકાર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગનો ઉદય એ નવીન કર્મના હેતુ છે. એ જૂના કર્મ છે એ નવીન કર્મના હેતુ છે. ક્યારે ? જ્યારે અજ્ઞાની રાગ, દ્વેષ અને મિથ્યાત્વભાવ કરે છે ત્યારે જૂના કર્મ જે છે એ નવા કર્મના બંધના કા૨ણ છે. ક્યારે ? આત્માનો સ્વભાવ જે છે એની રુચિનો અભાવ છે જેને અને પુણ્ય ને પાપનો પ્રેમ છે. શુભઅશુભ રાગનો પ્રેમ છે. એ મિથ્યાર્દષ્ટિ જીવના પરિણામ નવા બંધનમાં નિમિત્તરૂપ-હેતુરૂપ થાય છે. આહાહા! Page #377 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પુરાણા કર્મ ઉદયમાં આવે છે સ્વતંત્ર અને નવા બંધાય છે એ પણ સ્વતંત્ર ને એમાં આત્માના પરિણામ વિકારી નિમિત્ત થાય છે એ પણ સ્વતંત્ર. આવું ( સમજવા ) ક્યાં નવરાશ છે ? નિવૃત્તિ લઈને આ તત્ત્વ શું છે ? સર્વજ્ઞ ભગવાન શું કહે છે? આહાહા ! આત્મામાં અતત્ત્વની રુચિ જે ઉત્પન્ન થાય છે. એ ખરેખર તો કર્મનો ઉદય છે. ઉદય છે એ તત્ત્વનો અરુચિ ભાવ છે પણ અહીં ભાવ પછી લીધો છે. એ જે તત્ત્વનો અરુચિ ભાવ કર્મનો ઉદય એ બંધનું કા૨ણ છે પણ એ બંધનું કા૨ણ ક્યારે ? કે તત્ત્વનો જે ઉદય છે એમાં જોડાણ કરીને પોતાના સ્વરૂપની દૃષ્ટિ ભૂલીને રાગ-દ્વેષના પરિણામ મારા છે. અને મિથ્યાત્વભાવ મારો છે એવું માને છે. એ પરિણામ નવા બંધમાં જૂનો બંધ નિમિત થાય છે બંધમાં તો એમાં નવા બંધમાં આત્માના પરિણામ અજ્ઞાન નિમિત થાય છે. આવું ક્યાં આમાં. પ્રવીણભાઈ ! તમારે ન્યાં પથ્થરામાં આવે નહિ. આ કાંઈ કાલ હતા ને ભાઈ રજનીભાઈ એમના ભાઈ છે. આ છ ભાઈઓ છે. આ બીજા નંબ૨ના ને ઓલા છઠ્ઠા નંબરના પોપટલાલ મોહનલાલ કરોડપતિ છે. ધૂળ ! ધૂળ ! ( શ્રોતાઃ- ધૂળ વિના કાંઈ ચાલે છે.) ધૂળ વિના જ ચાલે છે. અનાદિથી પોતાનું આત્મદ્રવ્ય પોતાથી છે. ૫૨ દ્રવ્યથી તો અભાવ છે. આ આંગળી છે એ પોતાથી જ છે ને એમાં બીજી આંગળીનો અભાવ છે. તો એ અભાવથી જ એ ટકી રહી છે. એમ પોતાનો આત્મા પોતાથી છે ને પરદ્રવ્યના અભાવથી જ ટકી રહ્યો છે. ક્યાં વાતને સમજે નહિ ને કાંઈ અનાદિ અજ્ઞાનમાં પડયા. ચાર ગતિમાં રખડે છે. ૩૬૨ અહીંયા કહે છે કે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર અજ્ઞાનના પ્રકા૨ છે. શું ? જો કે નવીન કર્મોના હેતુ છે. પુરાણા ઉદય નવીન કર્મનો હેતુ છે. ક્યારે ? કે અજ્ઞાની પોતાનામાં અજ્ઞાનભાવ કરે છે ત્યારે. સૂક્ષમભાવ છે. આહા ! આત્મા તો આનંદસ્વરૂપ પ્રભુ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ-સત્ત શાશ્વત, જ્ઞાન ને આનંદનો ભંડા૨ આત્મા છે. એની જેમને રુચિ નથી અને જેને પુણ્ય ને પાપના પરિણામની રુચિ છે એ ભાવ મિથ્યાત્વ કર્મનો ઉદય છે. એ ઉદય છે એ નવા બંધમાં કા૨ણ થાય છે. પણ એ નવા બંધમાં કા૨ણ ક્યારે થાય છે ? કે અજ્ઞાની પોતાના મિથ્યાત્વ ભાવને કરે છે. અજ્ઞાનભાવને કરે છે. ત્યારે નવા બંધમાં નિમિત્ત થાય છે. જૂના કર્મ સ્વતંત્ર ઉદયમાં આવે છે. નવા કર્મ સ્વતંત્રપણે પોતાથી પરિણમે છે. અને અજ્ઞાની પોતાથી સ્વતંત્ર અજ્ઞાનભાવના કર્તા થાય છે. આવી વાત છે. સમજાણું કાંઈ ? એ કહે છે દેખો, મિથ્યાત્વ, અસંયમ, કષાય, યોગનો ઉદય જો કે કર્મોના હેતુ છે. નવા કર્મના ચા૨ હેતુ છે. અજ્ઞાનમય ચાર ભાવ છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે. તત્ત્વનું અશ્રદ્ધાન એટલે કે આત્માની શ્રદ્ધા નહિ. અને પુણ્ય ને પાપને તથા પુણ્ય-પાપના ફળ આ લક્ષ્મી ધૂળ આદિ એનો હું છું. અને એ મારી ચીજ છે. એવી માન્યતા મિથ્યાશ્રદ્ધા–અજ્ઞાન છે. શું કરવું આમાં ? સમજાણું કાંઈ ? જે મિથ્યા શ્રદ્ધા છે ૫૨ વસ્તુ જે કર્મનો ઉદય છે એને પોતાનો માનવો અને ઉદયનું ફળ જે આવે છે વિકારાદિ પોતાનામાં પોતાના કારણથી એને પોતાનો માનવો અને કર્મના ઉદયથી લક્ષ્મી આદિ મળે છે એને પોતાના માનાવા. એ મિથ્યા શ્રદ્ધા, પાખંડ શ્રદ્ધા, અજ્ઞાન શ્રદ્ધા છે. આહાહા! કહો કાંતિભાઈ ! આવું મુંબઈમાંથી નીકળવું ભારે આકરું પડે નવરા થવાનું મુશ્કેલ પડે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ થી ૧૩૬ ૩૬૩ જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય છે. અવિ૨મ૨ણ જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો અસંયમનો ઉદય છે. કર્મનો ઉદય છે. અસંયમનો ઉદય છે. કલુષ મલિન ઉપયોગરૂપીથી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે. અને શુભ ને અશુભ પ્રવૃતિ અર્થાત્ શુભ ને અશુભ ભાવ ચાહે તો દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજાના ભાવ શુભ છે. બંધના કા૨ણ છે. આહાહા ! અશુભ છે હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ વાસના, કામ, ક્રોધ, લોભ, રાગ, રતી, અરતી અશુભ એ બંધના ભાવ પણ એ કર્મનો ઉદય છે. એ એમાં જ છે. એ નવા બંધના કારણ છે. પણ ક્યારે ? આત્મા પોતાના અજ્ઞાનભાવથી રાગ, દ્વેષ ને મિથ્યાત્વ ભાવ કરે છે ત્યારે. આહાહા !! સૂક્ષમ છે વાત. આજ દિવસ મોટો છે ને ! ( શ્રોતાઃ- જીવ આવા ભાવ કેમ કરે છે ?) કરે છે અજ્ઞાનથી, ભાન નથી તેથી કરે છે. જુઓને આ પૈસા દેખે ને ખુશી થઈ જાય છે. આહાહા ! ધૂળ છે એને પોતાની ચીજ એમ માને છે. આહાહા ! અને લાલચંદજી જેવા દીકરા હોય તો મારા દીકરા એમ માને છે. એ મુરખ છે મુ૨ખ એમ કહે છે અહીંયા. ડાહ્યો દીકરો તો ૫૨ છે એનો આત્મા તો ૫૨ છે શરીર ૫૨ છે ૫૨ આત્મા છે. એમાં તારે શું આવ્યું ? સમજાણું કાંઈ ? છેને ? ભગવાન પોતાની ચીજથી, અહીંયા તો પોતાના આનંદ સ્વરૂપમાં વિકાર પરિણામ મિથ્યાશ્રદ્ધા મિથ્યાજ્ઞાન રાગદ્વેષના પરિણામ થાય છે એ પોતાના સ્વતંત્ર પોતાના પરિણામથી ઉત્પન્ન થાય છે. કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે. તો કર્મનો ઉદય અહીંયા તો કહે છે કે એ નવા બંધમાં કા૨ણ છે. પણ ક્યારે ? કે અજ્ઞાની પોતાના સ્વભાવને ભૂલીને અતત્ત્વનું શ્રદ્ધાન કરે છે મિથ્યાશ્રદ્ધા કરે છે રાગ, દ્વેષ કરે છે પુણ્ય-પાપ કરે છે. ત્યારે નવા કર્મમાં નિમિત્ત છે. નવા કર્મ તો પોતાનાથી ને પોતાના પરિણામથી બને છે. એટલે કે નવા ૫૨માણું કર્મપણે પોતાના સ્વતંત્ર બંધાય છે. પુરાણા કર્મ પણ સ્વતંત્ર ઉદયમાં આવ્યા છે અને આત્મા પણ પોતાનામાં વિકા૨ સ્વતંત્ર પોતાનાથી કરે છે. આહાહા ! આવી વાત છે. છે ? શુભાશુભ પ્રવૃતિ કે નિવૃતિનો વેપાર-અશુભથી નિવૃત્તિ ને શુભથી પ્રવૃતિ એ પણ બંધનું કારણ છે. આહાહા ! દયા, દાન, વ્રત, ભકિત, પૂજા એ બધા ભાવ શુભ છે. એ કર્મનો ઉદયભાવ છે પોતાનો સ્વભાવ નથી. આહાહા ! ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ આનંદમૂર્તિ છે એની તો એને ખબર નથી અને એ પુણ્ય-પાપના ભાવ ને કર્મનું નિમિત્ત છે. એ પોતાનાથી થયા છે. અને નિમિત્ત ૫૨ના બંધનું કારણ છે. તો પોતાથી વિકાર કરે છે. તો બંધપણાના હેતુ થાય છે. પુરાણા કર્મ નવા બંધમાં હેતુ ત્યારે થાય છે કે જ્યારે આત્મા પોતાના અજ્ઞાનભાવથી રાગદ્વેષને પોતાના માને છે ત્યારે, આહાહા ! આટલું શીખવું ક્યારે ? બહારના વેપાર-ધંધામાં નવરો નહિ. એકલું પાપ ! એમાંથી પુણ્યના ઠેકાણા નહિ. ધર્મ તો ક્યાંય રહ્યો. ( શ્રોતાઃ– ધંધો ન કરે તો ઘર કેવી રીતે ચાલે ?) કોણ કરે ? એને તો લાખો રૂપિયાની પેદાશ છે. બે લાખ, ચાર-પાંચ લાખ રૂપિયા પેદાશ છે તોય પણ સખ નહિ. આહાહા ! અહીંયા તો ૫૨માત્મા એમ ફરમાવે છે કે પુરાણા કર્મ છે એનો ઉદય આવે છે. તો નવા બંધનું કારણ છે. પણ ક્યારે ? જ્યારે આત્મા પોતાની અતત્ત્વ શ્રદ્ધાને કરે છે. પુણ્ય-પાપને પોતાના માને છે અને પુણ્ય પરિણામથી મને લાભ થશે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ પુણ્ય છે. એનાથી Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ મને લાભ થશે, એવી મિથ્યા શ્રદ્ધા કરે છે. તોય મિથ્યા શ્રદ્ધા અને રાગ-દ્વેષના પરિણામ નવા બંધનમાં નિમિત્ત હેતુ કહેવામાં આવે છે. ઝીણી વાત છે બાપા! આ બહુ આકરી. જગતને તત્ત્વની ખબર નહિ ને એમ ને એમ અનાદિથી ચાલ્યા જાય છે. દરકાર નહિ. બહારના પૈસાને આબરૂ, કીર્તિ મેળવવામાં હોંશ ને હરખ. ભગવાન આત્મા કોણ છે? એ કર્મનો ઉદય આવે છે. ત્યારે પોતાના પરિણામ એમાં એને નિમિત્ત થાય છે. (અર્થાત્ ) વિકારી પરિણામ આત્મા કરે છે. એમાં પુરાણું કર્મ નિમિત્ત થાય છે. અને પુરાણું કર્મ નવા બંધમાં નિમિત્ત ક્યારે થાય છે? કે જ્યારે અજ્ઞાની રાગ-દ્વેષના પરિણામ કરે છે ત્યારે જૂનું કર્મ નવા બંધમાં કારણ છે. ને નવા બંધમાં વિકારી પરિણામ નિમિત્ત છે. હવે આટલી બધી વાત તેથી તો કેટલીય વાર કહેવાય છે. કે એક આત્મા છે. એક જડ કર્મ છે બે. હવે જડ કર્મનો ઉદય આવે છે. જડ-કર્મ છે જે વસ્તુ છે. એ જડ-કર્મમાં જડ-કર્મ સતામાં પડયા છે. તો એમાં જ્યારે ઉદય આવે છે. ત્યારે નવા કર્મ બંધનમાં એ કર્મ નિમિત્ત થાય છે. પણ ક્યારે ? કે જ્યારે અજ્ઞાની મિથ્યાશ્રદ્ધા ને રાગ-દ્વેષ કરે છે. ત્યારે નવા બંધનમાં જૂનું કર્મ નિમિત છે. અને નવા બંધનમાં આ પરિણામ આત્મા વિકાર કરે છે એ પરિણામ નિમિત્ત છે. નિમિત્તનો અર્થ છે કે બીજી એક ચીજ છે. એ નિમિત્તથી કર્મ બંધાતું નથી. કર્મ તો કર્મથી બને છે. જૂનું કર્મ પણ જૂના કર્મનો ઉદય આવ્યો છે અને તેથી આત્મામાં વિકાર થાય છે એવું પણ નથી અને આત્મામાં વિકાર થયો તો નવું કર્મ બંધાય છે એવું પણ નથી. નવું કર્મ તો પોતાની પર્યાયથી ત્યાં બંધાય છે. એમાં વિકારી પરિણામ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત કહો, વ્યવહાર કહો, ઉપચાર કહો, વિકલ્પ કહો. આહાહા ! આવી વાત છે. (શ્રોતા- જૂના કર્મ તો પોતે જ બાંધ્યા'તાને) પડયા તે પડયા એ તો જડ હવે ઉદય આવ્યો. સત્તામાં પડયા હતા. અંદર પ્રગટ આવ્યા તો આવ્યા. તો આત્મા પોતાના પરિણામમાં જ્યારે વિકાર કરે છે તો એ જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અને નવો વિકાર કરે છે તો નવા બંધનમાં નિમિત્ત કહેવામાં આવે છે. અને નવા બંધનમાં જૂના કર્મ નિમિત ક્યારે થાય છે? કે આત્મા વિકાર કરે છે. ત્યારે જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અને નવા કર્મ બંધનમાં વિકારી પરિણામને નિમિત્ત કહેવામાં આવે છે. કહો પ્રવીણભાઈ ! આવી વાતું છે. છે? ઝીણી વાત છે ને. તમારે બધા સ્થૂળ બધા માથા ફોડતા હોય ત્યાં પથ્થરામાં ને લાદીમાં, ન્યાં તો લાદી છે. થાણામાં લાદી છે કે નહિ ગામમાં બીજો ધંધો છે? અમે તો થાણામાં ઊતર્યા હતા. બે દિ' ત્યાં થાણામાં. લાદી ને ત્યાં પંદર લાખનું મકાન છે અને લાદીનો વેપાર છે. આ તો કરોડપતિ માણસ છે. ધૂળ-ધૂળ. પુદ્ગલ માટી છે માટી વિના અનાદિથી ચાલ્યું છે. રાગ વિના ચલાવ્યું નથી રાગ કરે છે પુણ્ય પાપના ભાવ કરે છે. તો મિથ્યાત્વ ભાવ થાય છે ને એના કારણથી નવું કર્મ બંધાય છે, સંસારમાં રખડવા માટેનું. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! ત્રણ વાત કરી છે. જૂનું કર્મ એક વસ્તુ છે ને. આ એક જડ કર્મ છે કે નહિ? આ પૂર્વે એણે પુણ્ય પાપના મિથ્યાત્વ ભાવ કર્યા હોય પૂર્વે મિથ્યાત્વ અને રાગ-દ્વેષના ભાવ કર્યા હોય તો તે નિમિત્ત બનીને કર્મ તો પોતાનાથી બંધાય છે જડ તો છે. જડ-કર્મ છે આ કર્મનો ઉદય આવે છે આ પુણ્ય (નું ફળ) મળે છે. એ ક્યાંથી મળે છે? એ અંદરમાં પુણ્યનો ઉદય આવે છે. પૈસાને Page #380 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ થી ૧૩૬ ૩૬૫ ધૂળ દેખાય છે. કરોડ રૂપિયાને પાંચ કરોડ રૂપિયાને ધૂળ કરોડ મળે ક્યાં એની પાસે ક્યાં મળે છે? એની પાસે તો મમતા મળે છે. મને મળ્યા મારા છે એવી મમતા એની પાસે છે. પૈસા તો પૈસામાં રહ્યા છે. પ્રવીણભાઈ ! ઝીણી વાત લાગી છે થોડી. ઝીણી તો છે ને ભાઈ. આ બીજા નંબરના છે ને આ છઠ્ઠા નંબરના છે નરેન્દ્ર. કાલ ગયા હતા એ ત્રીજા નંબરના પેલા આવ્યા હતાં પહેલા નંબરના ચાર આવી ગયા ચાર, બે રહી ગયા વચમાં. આહાહા ! આવે છે ને લોકો આવે છે. પ્રેમ છે પણ હવે આ સમજવાનો વખત લેવો જોઈએ ને ભાઈ. અરે, અનંત કાળથી આ રખડે છે. સચ્ચિદાનંદ પ્રભુ સત્ત, શાશ્વત જ્ઞાન આનંદ ને શાંતિનો સાગર પ્રભુ છે, એની રુચિનો અભાવ અને પુણ્ય-પાપના ક્ષણિક કૃત્રિમ વિકાર ભાવ એની રુચિ અને પુણ્ય-પાપના ભાવના બંધનમાં પડયા કર્મ અને એનો ઉદય આવવાથી આ લક્ષ્મી મળી સ્ત્રી, કુટુંબ, પરિવાર સાનુકૂળ ભલે મળ્યા. એનો પ્રેમ એ પરિભ્રમણનું કારણ છે. આહા! પરિભ્રમણના કારણનો અર્થ શું છે? દુઃખના કારણ છે. કેમ દાક્તર? આકરી વાત છે ભાઈ. કહો શાંતિભાઈ ! આ બધા લાખોપતિ પહેલાં બેઠા ધૂળમાય છે નહીં કાંઈ. એ પેસા જડ છે. માટી છે. ધૂળ છે. અને તે છે. (શ્રોતા:- માણસો કેટલું ખોટું કરે છે.) એ આવે એ બધાં ભિખારા છે. આંહી તો પરમાત્મા એમ કહે છે કે કોઈ પૈસા, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબને માગે છે. આવો આવો એ મોટા માગણ ભિખારી છે. અહીંયા ક્યાં માખણ છે? માખણ-બાખણ આંહી ક્યાંય છે નહીં કાંઈ. શાસ્ત્રમાં પાઠ છે ભાઈ હો. “વરાકા” કહ્યા છે. આ માગણ છે ને માગણ (એને “વરાકા” કહે છે.) અહીં દરબાર આવ્યા હતા ને દરબાર ભાવનગરના દાક્તર ભાવનગર દરબાર કૃષ્ણકુમાર આવ્યા હતા. આંહી એને તો કરોડની ઉપજ છે. એક કરોડની ઊપજ વર્ષની રાજ કરે રાજ આવ્યા હતા. બે વાર વ્યાખ્યાનમાં આવ્યા હતા. કીધું દરબાર એક મહિનામાં પાંચ લાખ માગે એ સાધારણ માગણ છે ભિખારી છે. કરોડ માગે એ મોટો ભિખારી છે માગણ છે. મને આપો મને આપો એ મોટા માગણ છે. (શ્રોતા- પ્રભુ પણ માગ્યા વગર મળી જાય તો ) એય માગણ છે. માગે છે કે લાભ મને થાય રાજ, લક્ષ્મી આવા મળે ને કુટુંબી આવા હોય ને દીવાન આવા હોય મકાન-મકાન પચાસ-પચાસ લાખ કરોડ બે કરોડના મકાન આવા હોય ( એ માગનારા ) ભિખારી છે. પોતાની અંતર લક્ષ્મી આનંદ જ્ઞાન પડી છે. અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાન લક્ષ્મી એની તો દરકાર નહિ ને આ ધૂળની લક્ષ્મીના માગણ મોટા ભિખારી છે. એમ કહે છે આંહી તો. (શ્રોતા- પણ એ ધૂળ, લક્ષ્મી વિના ચાલે છે ખરું?) બચાવ કરે છે તમારો વકીલ છે તો વાત સાચી છે. એમ કે તમે ભલે કહો પણ એના વિના ચાલતું નથી અમારે એના વિના. અરે ભગવાન એક દ્રવ્ય છે પોતાનું તત્ત્વ એ પરદ્રવ્યના અભાવથી તે વિકારી ટકી રહ્યું છે. આહાહા! ભગવાન અંદર આત્મા સચ્ચિદાનંદપ્રભુ એ તો રાગ વિના જ ટકી રહ્યું છે. કર્મ વિના જ ટકી રહ્યું છે. પરની સામગ્રી વિના જ ટકી રહ્યું છે. પોતાની સત્તાથી રહેલ છે. પોતાની સત્તા પરથી છે એમ છે નહિ. આહાહા ! પોતાની સત્તા નામ પોતાનું હોવાપણું પોતાનાથી છે પરથી નહિ. તો પરના કારણે આત્મા છે એવું ત્રણ કાળમાં છે નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? સૂક્ષમ વાત Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે ભાઈ ! પરમાત્મા કર્તા-કર્મનો અધિકાર બતાવે છે. સંતો આડતીયા થઈને જગતને દેખાડ છે કે પ્રભુ તારી ચીજ તો એવી છે કે પૂર્વ કર્મનો ઉદય આવે છે જડ એ જડ છે. તો કહે છે કે એનાથી નવું કર્મ બંધાવામાં એ નિમિત્ત થાય છે. પણ ક્યારે? કે તું અતત્ત્વ શ્રદ્ધાન મિથ્યાત્વ, રાગ-દ્વેષ, અજ્ઞાનભાવ કરે, શુભાશુભ ભાવ કર ત્યારે તારા એ ભાવ કર્મમાં નિમિત છે અને પૂર્વનું કર્મ એને એટલે એ ભાવને નિમિત્ત છે. આહાહા ! સમજાણું કાંઈ? નવા કર્મ બંધાય છે. આઠ પ્રકારના કર્મ એ પૂર્વના કર્મનો ઉદય છે તો બંધાય છે. એકવાત. પણ ક્યારે? આત્મા એમાં રાગદ્વેષના પરિણામને અજ્ઞાનનો હેતુ બને ત્યારે પોતાના રાગ-દ્વેષ ને અજ્ઞાનનો હેતુ બને ત્યારે પૂર્વનું કર્મ નવા બંધમાં હેતુ છે. ને એ નવા બંધમાં આત્માના પરિણામ નિમિત છે (નહીં) નિમિત હેતુ છે ઉપચારથી છે. આંહી કોઈ એનાથી કર્મ થયા એવું છે નહિ. અને કર્મના કારણથી વિકાર થયો એવું પણ છે નહિ. અને કર્મના કારણથી નવા કર્મ બંધાણા એમ છે નહીં. અને નવા કર્મમાં રાગ-દ્વેષ ને અજ્ઞાન પરિણામ છે એ પણ એના કારણે. નવા કર્મ બંધાણા એવું પણ છે નહિ. બધા પોતપોતાની પરિણતિથી સ્વતંત્ર કામ કરે છે. દેવીલાલજી? આકરી વાતું ગાથા આવી છે. આજ પાંચ વર્ષ પુરા થશે. દાક્તર આપણા ત્રીસની સાલમાં થયા હતા ને આ ત્રીસને પાંત્રીસ પાંચ વર્ષ થયા. આ ચાર વર્ષે તો હતા નહિ અહીંયા. તેરસે અહીંયા હતા નહિ. બહાર હતા. આ પાંચમે વર્ષે અહીંયા છે. ત્રીસની સાલમાં બન્યું છે એ છવ્વીસ લાખનું છવ્વીસ લાખનું મકાન છે. છવ્વીસ હજાર માણસ આવ્યા હતા. આવ્યા હતા તમે? પોપટભાઈ આવ્યા હતા !! અગિયાર લાખનો ખર્ચ થયો. છવ્વીસ હજાર માણસ !! લાખનો ખર્ચ, (મકાન-મકાનના છવ્વીસ લાખ) ને આ અગિયાર લાખ, સાડત્રિસ લાખ થયા. એ તો બનવાની ચીજ બને છે. કોણ બનાવે? કોણ લાવે? ભાઈ એ બિલકુલ કોઈ કરે નહિ. રામજીભાઈને નિમિત્ત કહેવામાં આવે છે. કે ધ્યાન રાખે તો છે. એનાથી બંધાયું નથી. રામજીભાઈ ધ્યાન રાખે છે ને આમ અમારે વજુભાઈ ધ્યાન રાખે છે. વજુભાઈ છે ને ઈજનેર ઇજનેર છે ને છોડીને બેઠા છે ને અત્યારે તો તેઓ નિમિત્ત હતા. એનાથી જ્યારે બન્યું મંદિર તો એનાથી બન્યું નિમિત્તથી બન્યું નથી. આહાહા ! (શ્રોતાઃ- પોતપોતાના કારણે આકાર થયા) સાકાર શું હતું? આ તો બહુ બનવાની ચીજ બની છે. પોતાથી પણ બનતી નથી. આવ્યા'તા ને! દેખ્યા હતા સ્વપ્નામાં આખું આકાશ (ને એમાં) ચંદ્ર જોયા હતા અને સ્વપ્નામાં આખા આકાશમાં શાસ્ત્ર જોયા હતા–શાસ્ત્રના પાટીયા છે આપણે (પરમાગમ મંદિરમાં ) એવા એવા આખાય આકાશમાં રાત્રે જોયા હુતા સ્વપ્નમાં! આખાય આકાશમાં આવડા-આવડા ત્રણ હાથ લાંબા ને દોઢ હાથ પહોળા એવા એવા આખા આકાશમાં રાત્રે (પાટિયા) જોયા હતા. અતઃ એવા બની ગયા દેખો ! ઘણા વરસ પહેલાંની વાત છે આ તો એકોતેરની સાલની વાત છે. ત્યારે સ્વપ્નામાં જોયું હતું, એ રાણપુર પાસે છે ને એ ગામ કયું ગામ? વેજલકા ! રાણપુરની વચ્ચે વેજલકા ગામ છે. એ તો બનવાની ચીજ બને, એને કોણ બનાવે! આહાહા ! આંહી તો કહે છે પ્રભુ! તું તારી ચીજ ભૂલીને જે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ કરે છે અને એનો કર્તા થાય છે એ તો મિથ્યાત્વભાવ છે. આહાહા ! મેં મંદિર બનાવ્યું મેં એ ધર્મ Page #382 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩ર થી ૧૩૬ ૩૬૭ કર્યો-એનાથી (મને) ધર્મ થશે એ બધા મિથ્યાષ્ટિ છે. રાયચંદભાઈ? (શ્રોતા – હવે વાંધો નહિ) હવે તો બની ગયું છે ને એમ કે વાંધો નહીં. આ બને છે ને અહીં આફ્રિકામાં છે ને નૈરોબી, પંદર લાખનું મંદિર બનાવ્યું છે. જેઠ સુદ-૧૧ આફ્રિકા છે નૈરોબી, તો જેઠ સુદ-૧૧ મુહૂર્ત થઈ ગયું છે-પંદર લાખનું મંદિર પંદર લાખનું બનાવ્યું છે. એમાં બે લાખ બે હજાર રૂપિયા) એમણે દીધા છે. આ રાયચંદભાઈએ! આ જુઓ આંહી બેઠા છે. બે લાખ બે હજાર ખાતમુહૂર્તમાં દીધા છે. અત્યારે પંદર લાખનું કરશે મંદિર! હજી વિશેષ થશે. પેસાવાળા ઘણા છે ત્યાં, આમંત્રણ છે ત્યાં લઈ જવાનું! શું થાય છે એ જોશું. આગામી ડિસેમ્બરમાં ડિસેમ્બરમાં! આહાહા ! જે સમય જે થવાનું એ થાય છે કોણ કરે કોણ કરે!! આહાહા! અજ્ઞાની અભિમાન કરે છે, નિમિત્તનું જ્ઞાન તો જ્ઞાન કરાવવાની વાત છે પણ નિમિત્તથી થયું એવી વાત છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? રાયચંદભાઈએ બે લાખ ને બે હજાર આપ્યા, એ તો નિમિત્તનું કથન કરે છે. બે લાખ ને બે હજાર એના જવાના પૈસા હતા તો ગયા છે, એ તો એમાં નિમિત્ત છે. રાયચંદભાઈએ રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. પુણ્યમાં ધરમ-બરમ નહીં. આહાહા! આવી વાત છે ભાઈ ! કાંતિભાઈ ? આહાહાહા ! શાંતિભાઈ ? અહીંયા કહે છે કે “શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે.” આ પૌદગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિક ભાવથી આઠ પ્રકારથી સ્વયમેવ પરિણમે છે. આહાહા ! પુરાણા આઠ કર્મના ઉદયમાં, નવા કર્મ બને છે. એ સ્વયમેવ બને છે. પોતાની પર્યાયની યોગ્યતાથી નવું કર્મ બને છે. એ પુરાણા કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? “તે કાર્મણવર્ગણાગત પુગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય નવા કર્મ જ્યારે જીવની સાથે નિમિતપણે બંધાય ત્યારે સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે – અજ્ઞાની પોતાના અજ્ઞાનને કારણે સ્વયમેવ ભગવાન આત્માને ભૂલીને-અજ્ઞાની સ્વયમેવ=સ્વયમસેવ=નિશ્ચયથી અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને કારણે સ્વપરની એકત્વબુદ્ધિને કારણે, એ મિથ્યાત્વભાવ છે. રાગ ને પુણ્ય-પાપના પરિણામ ને હું એક છું તેવો અધ્યાસ અજ્ઞાનીનો છે તે મિથ્યાભાવ છે. આહાહાહા ! થોડું થોડું પણ ધ્યાન રાખે તો સમજાય એવું છે ભાઈ ! નરેન્દ્ર? આહાહા ! ભાષા તો ભાઈ આકરી જે હોય એ આવે, શું કરીએ? કહે છે પૂર્વના પુદ્ગલકર્મ જે છે જડ, એ નવા બંધમાં નિમિત છે નિમિત્ત! નવો બંધ તો પોતાથી થાય છે, પણ નિમિત્ત ક્યારે થાય છે? કે જ્યારે આત્મા મિથ્યાશ્રદ્ધા કરે છે પુણ્યપાપના પરિણામ મારા છે-શુભ-અશુભ ભાવ મારું કર્તવ્ય છે, એવી મિથ્યાશ્રદ્ધા અને રાગ-દ્વેષ કરે છે તો નવા કર્મમાં એ પરિણામ નિમિત્ત છે, ત્યારે પુરાણા કર્મ, નવામાં નિમિત્ત કહેવામાં આવે છે. ભાઈ, આવી વાત છે, આ વકિલાતમાં આવી વાત આવે નહિ, દાક્તરમાં આવી આવે નહિ, શેઠિયાની બીડી-તમાકુંમાં આવી વાત આવે નહિ. વકીલાતનું જ્ઞાન એ કુશાન છે. આ દાક્તરના જ્ઞાન એ કુશાન છે. તો હવે આ શેઠિયાના બીડી-તમાકુના જ્ઞાન એ તો કુજ્ઞાન જ છે. મોટો કરોડોનો વેપાર છે બીડીનો. ઓહોહો ! પ્રભુ! તું સાંભળ તો ખરો કહે છે. આહાહા! Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જૂના કર્મ છે એની સત્તા છે, એની પહેલાં શ્રદ્ધા કરાવે છે. કર્મ છે, એકલો આત્મા છે ત્યારે શુદ્ધ છે- શુદ્ધ છે એને કર્મ હોતા નથી. (એમ એક મત છે) તો જૂના કર્મ પૂર્વે (જીવે) બાંધ્યા છે, શુભાશુભભાવ-અજ્ઞાનથી એ છે તો એ કર્મ જ્યારે પાકમાં આવે છે, ત્યારે નવું બંધન થાય છે, તો બંધન સ્વયમેવ પોતાથી થાય છે (તેમાં) જૂના કર્મ તો નિમિત્ત છે. પણ નિમિત્ત કયારે થાય છે? એ અજ્ઞાની જ્યારે તત્ત્વ-અશ્રદ્ધાન, રાગ-દ્વેષ-પુણ્ય-પાપ મારા છે અને રાગ-દ્વેષથી મને લાભ થાય છે એમ મિથ્યાત્વ ને રાગ-દ્વેષ પરિણમે (પરિણમે છે) એ નવા કર્મમાં બંધન થાય છે, તો જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અરે! આરે! આટલી બધી વાતું હવે કહો, નરેન્દ્ર? ન્યાં ક્યાંય આવી વાત આવે છે તમારે, છ ભાઈયું વચ્ચે વેપારમાં-ધંધામાં? આહાહાહા ! અમારે ય ન્યાં દુકાનના ધંધા હતા ત્યાં પણ આ વાત કોઈ સાંભળતું નહોતું, હું તો ભગત' કહેવાતો પહેલેથી, હું તો દુકાને બેસી શાસ્ત્ર વાંચતો તે દી” હોં! એ ચોસઠ-પાસઠ સાલ-સંવત ૬૪-૬૫, ઘરની દુકાન છે પાલેજમાં છે મોટી દુકાન છે. ચાલીસ લાખ રૂપીયા છે વાંચતા હતા, આચારાંગ, સૂયગડાંગ બધા શાસ્ત્રો ! પિતાજી શ્વેતાંબર હતા તો (શ્વેતાંબર) શાસ્ત્ર બધા વાંચતો હતો દુકાન ઉપર, વાત થતી ચોસઠ-પાંસઠની સાલ, તમારા જનમ પહેલાની વાત! ચોસઠ-પાંસઠ કેટલા વરસ થયા? હેં? એકોતેર વરસ થયાં, હું તો ત્યાં શાસ્ત્ર વાંચતો હતો, કોઈ બીજા નહોતા વાંચતા, બધા ધંધામાં મશગુલ ! હું તો “ભગત' કહેવાતો હતો ને ! પહેલેથી શાસ્ત્ર વાંચતો હતો કે શું કહે છે શાસ્ત્ર? આ ઘણાં શાસ્ત્ર વાંચતો અધ્યાત્મશાસ્ત્ર વાંચતો હતો, કબીરનું વાંચતો હતો, કબીર છે ને કબીર ને તો અમે “જૈન સમાચાર' મગાવતા હતા “માસિક' (પત્ર) વાડીલાલ મોતીલાલનું અમદાવાદનું તો એમાં ભેટમાં આવ્યું'તું કબીરનું એ પણ જોયું! સ્થાનકવાસી હતા ને અમેતો, ઠીક લાગતા એ વખતે. પછી તો સમયસાર હાથમાં જ્યાં આવ્યું! ૭૮ની સાલ, ફાગણ માસમાં, આહાહા ! આ ચીજ બીજી કીધું. શરીર રહિત થવું હોય તો આ જ છે કીધું આ સમયસાર! ૭૮ ના ફાગણ માસમાં હાથમાં આવ્યું. ચીજ ! શેઠિયાને કહ્યું, દામોદરશેઠ, દશ લાખ રૂપિયા (તે દી' મેં કીધું ) શેઠ, અશરીરી (થવાનું) પુસ્તક છે. ત્યારે તો સાંભળ્યું) પછી (મેં) મુહપત્તિ (છોડી) નીકળ્યા પછી વિરોધ થઈ ગયા. ભાઈ મારગ બીજો છે ભાઈ ! આહાહાહા! શ્વેતાંબર ને સ્થાનકવાસી ધર્મ તો દિગમ્બરમાંથી નીકળ્યા છે, બે હજાર વર્ષ પહેલાં શ્વેતાંબર નીકળ્યા છે અને સ્થાનકવાસી, શ્વેતાંબરમાંથી પાંચસો વરસ પહેલાં નીકળ્યો છે. એ તો મૂળ ધર્મ-જૈન ધર્મ છે નહીં. આહાહાહા! હવે એટલી તપાસેય કોણ કરે! નવરાશ ક્યાં વેપાર-ધંધા આડે! એ દેવીલાલજી? એ ય સ્થાનકવાસી છે ને! આહાહા ! આ “સ્થાનક' તો આત્મા જ્ઞાયકસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! એમાં વસવાવાળા એ ભગવાન આત્મા સ્થાનકવાસી છે. આનંદનો નાથ અંદર સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ ધ્રુવ નિત્યાનંદ આત્મા છે. એમાં વસવું એ વાસ્તુ છે ને એ પોતાનું નિજઘર છે. બાકી, પરઘરનું વાતું કરવું એ તો પાપ છે એકલું. આહાહાહા! સમજાણું કાંઈ...? (શ્રોતા:- તો શું કરવું?) આ કરવુંસમજવું. આ એ બધા દાક્તર-બાક્તર બધાએ મમતા છોડી દેવી. આ ઓલાને કાંઈક નીકળ્યું'તું ને તમારે નહિ, દાક્તરની વહુએ રૂપિયા મૂક્તા'તા ને પચ્ચીસ હજાર ક્યાંક, છે ધર્મચક્ર! ખબર Page #384 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨ થી ૧૩૬ ૩૬૯ છે ને ખબર છે! ધર્મચક્ર નીકળ્યું હતું તે એમાં મોટા દિકરા દાક્તર છે ને, એની વહુએ કેટલા, પચીસ હજાર મૂક્યા હતા, નામ આવ્યું છાપામાં, આંહી તો નામ વાંચ્યા હોય. જોયું હોય, પચીસ હજાર. એમાં બસ એમ માની લ્ય કે, ઓહોહો ! અમે કેટલો ધર્મ કર્યો, પચીસ હજાર દીધા. ધૂળમાંય ધર્મ નથી રૂપિયા ક્યાં એના બાપના હતા? જડના હતા. પ્રવિણભાઈ ! પૈસા પોપટભાઈના હતા તો પોપટભાઈના હોય તો પોપટભાઈ હારે ન લઈ જાય? આહાહા ! કોઈના ક્યાં છે બાપા! જડના જડ છે ભાઈ ! આહાહા ! અહીંયા તો પ્રભુ એમ કહે છે, પ્રભુ ! તારામાં શુભ-અશુભ ભાવ થાય એ-પણ તારી ચીજ નહિ ભાઈ ! એ તો વિકાર છે નાથ! એ દુઃખ છે એ દુઃખ(ના) રૂપને તું પોતાના આનંદસ્વરૂપ પ્રભુ છે! એ પુણ્ય-પાપના પોતાના માને છે, પ્રભુ, તારી છેતરપિંડિ થઈ જાય છે. આહાહા ! એવી વાત છે, જગતથી ઊંધી છે. આહાહા! તે કાર્મણ વર્ગણાગત પુગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે દેખો ! દેખો શું કહે છે? એ આત્મા મિથ્યાશ્રદ્ધા ને રાગ-દ્વેષ કરે છે એ સ્વયમેવ કરે છે, કોઈ કર્મથી થાય છે રાગ-દ્વેષ ને અજ્ઞાન, એવું છે નહિ. કે અમારે કર્મનો ઉદય એવો આકરો આવ્યો તો અમારે વિકાર કરવો પડયો, બિલકુલ જૂઠ છે. આહાહાહા ! સમજાણું કાંઈ...? કોને પડી છે આ? આ દુનિયામાં જરી ઠીક લાગે ત્યાં એય થઈ રહ્યું. જાઓ.....! શું કહે છે દેખો! નવું કર્મ જ્યારે બને છે ત્યારે સ્વયમેવ અજ્ઞાનથી આત્મા, પોતાના સ્વયમેવ અજ્ઞાનથી, સ્વપરના એકત્વના અધ્યાસને કારણે, સ્વ-આત્મા આનંદ છે ને પુણ્યપાપના ભાવ વિકાર-દુઃખ છે. બન્નેના એકત્વના અધ્યાસને કારણે બેયના એકત્વના અધ્યાસને કારણે. આહાહા ! આ શરીર-ફરીર તો ક્યાંય રહી ગયું દૂર ધૂળ ! આ તો.. પૈસાય ક્યાંય (દૂર) રહી ગયા, બાયડી-છોકરાં, કુટુંબ, દેશ, ગામ. આહાહા ! અહીંયા તો કહે છે કે સ્વપરનો અધ્યાસ અજ્ઞાનીનો-ચિદાનંદપ્રભુ સચ્ચિદાનંદ આત્મા એ “સ્વ” અને પુણ્ય-પાપના મિથ્યાભાવ “પર” અને પુણ્ય-પાપના ફળરૂપ સંયોગ, લક્ષ્મી–આદિ “પર” –એ સ્વ-પરના એકત્વના અધ્યાસને કારણે –સ્વપરની એકત્વબુદ્ધિને કારણે, કહો આ તો ભાષા સમજાય છે કે નહિ? આહાહાહા ! સ્વયમેવ – અજ્ઞાનથી–પોતાના અજ્ઞાનથી, કર્મને કારણે નહીં. કર્મનો ઉદય છે તો અજ્ઞાન થયું છે એવું છે નહીં. આહાહા ! આહાહા ! છે કે નહિ અંદર? અટપટું છે પણ ભાષા જરી....આ અમારે પ્રવિણભાઈ તો હુજી આજ આવ્યા, ઘણા વખતથી કાલ વાટ જોતા'તા ઓલા, આહાર વખતે કહે મોડા થઈ ગયા કાલે આહાર હતો ને ભાઈનો, ભાવનગર! હવે આવે ત્યારે આવે, રાત્રે આવ્યા પછી... અહીંયા કહે છે કે સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વથી-સ્વપરનું એકત્વ સ્વ એટલે ભગવાન આનંદસ્વરૂપ અને પુણ્ય ને પાપ-દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ “પર”—એ પર અને સ્વની એકત્વબુદ્ધિને કારણે, આહાહાહાહા ! છે? અજ્ઞાનથી સ્વયમેવ સ્વપરના એકત્વનો અધ્યાસ, અધ્યાસ એટલે, અભ્યાસ–આ અભ્યાસ થઈ ગયો અનાદિથી. આ અભ્યાસ કર્યો છે એણે. આહાહાહા! મિથ્યાશ્રદ્ધા, પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામના Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭) સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવ અને હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગના ભાવ એ “પર” છે. ભગવાન “સ્વ” ભિન્ન છે. અનાદિથી સ્વ-પરની એકત્વબુદ્ધિને કારણે, આહાહા! અમૃત ને ઝેરની એકતાબુદ્ધિ થઈ ગઈ, ભગવાન અમૃતસ્વરૂપ છે. આત્મા અતીન્દ્રિય આનંદમય પ્રભુ છે અને પુણ્ય-પાપના ભાવ ઝેર છે. આહાહા ! એ અમૃત ને ઝેરની એકત્વબુદ્ધિના અભ્યાસથી, નીચે છે ને છેલ્લી લીટી, ત્યારે જીવ સ્વયમેવ ત્યારે એટલે ? જ્યારે (જીવ) નવું કર્મ બાંધે છે ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના અધ્યાસને કારણે, તત્ત્વ-અશ્રદ્ધાનને કારણે આદિ તત્ત્વનું અશ્રદ્ધાન-હું આનંદ છું જ્ઞાન છું એ નહિ, હું તો પુણ્ય છું- પાપ છું, પુણ્ય-પાપના ફળ હું છું-એવા અતત્ત્વ શ્રદ્ધાનથી પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો –એ પોતાના અજ્ઞાનમય પરિણામ જે અજ્ઞાનીના, એનો એ હેતુ જીવ થાય છે. અજ્ઞાન પરિણામભાવોનો હેતુ જીવ થાય છે-અજ્ઞાનભાવનો હેતુ જીવ થાય છે અને એ પરિણામ નવાબંધમાં હેતુ થાય છે. આટલી વાતું હવે ક્યાં? સમજાણું કાંઈ..? ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ વીતરાગ સ્વરૂપ પરમાત્માનો હુકમ આ છે. ઇન્દ્રો ને ગણધરોની વચ્ચે પરમાત્માની વાણી આ નીકળતી હતી. આહા ! પ્રભુ! તને પૂર્વ કર્મનો ઉદય આવીને નવું બંધન થાય છે, પણ તું તારા સ્વયમેવ અજ્ઞાનભાવને કારણે પરિણમે છે–એ પરિણમન થયું કર્મના કારણે એ અજ્ઞાન ને રાગ-દ્વેષ થયા નથી, કર્મને કારણે મિથ્યાશ્રદ્ધા થઈ એવું છે નહીં. આહાહાહા ! આંહી તો કહે, કર્મનો એવો ઉદય આવ્યો તો અમારે રાગ કરવો પડયો? મૂંઢ છે! એ રાગ ને દ્વેષ ને મિથ્યાભાવ સ્વયમેવ અજ્ઞાનથી કરે છે. આંહી તો એમ કહે (કહે છે કે, પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે' પોતાના ભાવનો હેતુ થાય છે બંધનો હેતુ તો નિમિત્ત પછી. આત્મા અતીન્દ્રિય આનંદ પ્રભુ નિત્યાનંદ ધ્રુવ એને ભૂલીને, ક્ષણિક પુણ્ય-પાપના કૃત્રિમ–અનિત્ય ભાવ એને સ્વયમેવ અજ્ઞાનભાવ પોતાના પરિણામનો આત્મા હેતુ બને છે. આહાહાહા! એ પરિણામનો હેતુ થતો નથી ને એ પરિણામ નવા બંધમાં હેતુ થાય છે. છે? “પરિણામભાવોનો હેતુ થાય છે” એમ કહ્યું ને ! નવા કર્મમાં હેતુ થાય છે એ પછી, આ તો અજ્ઞાની નવો વિકાર-કર્મ કરે છે એનો હેતુ આત્મા થાય છે. આહાહાહા ! અને એ પરિણામ નવા બંધનમાં નિમિત્ત છે. નવું બંધન સ્વતંત્ર થાય છે. આ વિકાર કર્યો તો નવું બંધન થયું એમ નથી. નવું બંધન પોતાના પરમાણુંની પર્યાયમાં કર્મ થવાની યોગ્યતાથી કર્મ બંધાય છે. આહાહાહા ! એ નિમિત્ત, ત્યારે નિમિત્ત કહેવામાં આવે છે, જ્યારે આત્મા પોતાના અજ્ઞાનપરિણામમાં હેતુ થાય ત્યારે નવા કર્મમાં નિમિત્ત થાય, ત્યારે જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. નહિતર જૂના કર્મ તો ખરી જાય છે. આહાહાહાહા! જૂના કર્મ ઉદય હો, પણ આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપની દૃષ્ટિ કરે છે તો એ જૂના કર્મનો ઉદય ખરી જાય. પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપમાં હું છું તો સચ્ચિદાનંદ શુદ્ધચૈતન્ય સ્વરૂપ-હું તો જ્ઞાયક જાણન–દેખન સ્વભાવસ્વરૂપ હું, એવી દૃષ્ટિ કરે તો પૂર્વના કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. પણ પૂર્વના ઉદયમાં પોતાના પરિણામ અજ્ઞાનભાવથી-મિથ્યાત્વભાવથી રાગ-દ્વેષ, પુણ્ય-પાપના કર્તા છે, તો એ પરિણામનો હેતુ આત્મા થાય છે ત્યારે નવા કર્મમાં એ નિમિત્ત Page #386 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩ર થી ૧૩૬ ૩૭૧ છે. ત્યારે નવા કર્મમાં, જૂના કર્મ નિમિત્ત કહેવામાં આવે છે. આહાહાહા ! (શ્રોતા:- વસ્તુ તો શુદ્ધ છે ને!) અજ્ઞાન કરે છે ને! શુદ્ધ છે તો વસ્તુએ શુદ્ધ છે, પરિણામમાં અશુદ્ધતા કરે છે, એ...સ્વયમેવ કરે છે કીધું ને! અજ્ઞાનભાવથી આત્મા પોતાના સ્વભાવને ભૂલીને વિકારી પરિણામનો કર્તા અજ્ઞાની થાય છે. આહાહાહા ! ચાહે તો શુભ-અશુભ (ભાવ) આવ્યા ને. આવે છે ને શુભ-અશુભ? શુભાશુભ પ્રવૃત્તિ-શુભમાં પ્રવૃત્તિ ને અશુભમાં નિવૃત્તિ અને બેય પ્રકારના પરિણામ વિકાર છે. આહાહાહા ! ધંધાપાણીમાં અશુભભાવ હતો તો એ નિવૃતિ કરી અને પછી દયા–દાન-પૂજાભક્તિના ભાવમાં પ્રવૃતિ કરી, તો એ બધા ભાવ શુભાશુભ વિકાર છે. આહાહાહા ! એ વિકારી પરિણામ અજ્ઞાની સ્વયમેવ પોતાનાથી સ્વતંત્ર કર્તા થઈને કરે છે, કર્મ કરાવે છે એ નવું બંધન થાય તો વિકાર આત્મા કરે છે એવું છે નહીં. અટપટી વાત છે ભાઈ ! આહાહાહાહા! ભાવાર્થ – અજ્ઞાનભાવના ભેદરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે. એ તો પુદ્ગલના પરિણામ છે પૂર્વનો ઉદય. સમજાણું કાંઈ...? અને તેમનો સ્વાદ અતત્ત્વ-શ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. મિથ્યારાગ-દ્વેષ આદિનો સ્વાદ તે ઉદયરૂપનિમિત્તરૂપ થઈને, “પર' એ કર્મનો ઉદય નિમિત્તરૂપ થવાથી, તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્ગણારૂપ નવાં પુદ્ગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે. આહાહા ! પૂર્વનું કર્મ તો નિમિત્તરૂપે ઉદય થયું એટલું બસ. નવાં કર્મ કાર્મણવર્ગણારૂપ જે બને છે નવા-નવા (કર્મ) એ સ્વયમેવ પોતાના પરિણામથી બંધાય છે. છે? “અને જીવની સાથે બંધાય છે.” એ નવું (કર્મ) અને એ સમય જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અત્તત્ત્વશ્રદ્ધાનાદિ ભાવરૂપે પરિણમે છે-જીવ પોતાના અજ્ઞાનભાવથી અત્તત્ત્વશ્રદ્ધાન-પુણ્યને ધર્મ માનવો, પાપને સુખ માનવું-પાપના પરિણામમાં સુખ વિષયની વાસનામાં મજા માને છે, પુણ્યમાં ધર્મ માનવો, એવી અતત્ત્વ-શ્રદ્ધાન અજ્ઞાની સ્વયમેવ પોતાથી કરે છે. આહાહાહા ! આકરું પડે એવું છે. નરેન્દ્ર? ન્યાં ક્યાં તમારા છ ભાઈમાં, ક્યાંય મળે એવું નથી ત્યાં ક્યાંય! બધા બેઠાં હોય ને બધી વાતું પાપની કરતાં હોય બધી નહીં ? આ તો આકરી વાત છે ને ભાઈ ! આહાહા! અનંત કાળમાં કદિ સાંભળી નથી, સત્ય વાત સાંભળી નથી. એ (સમયસાર) ગાથામાં આવે છે ને! ચોથી ગાથા “શ્રુતપરિચિત અનુભૂતા: પ્રભુ, તે રાગ-દ્રષના ભાવ કરવા એ તો અનંત વાર સાંભળ્યું છે અને તારા પરિચયમાં આવ્યું છે અને તારા અનુભવમાં રાગ-દ્વેષના અજ્ઞાનભાવ, અનાદિથી (તેને) અનુભવમાં આવ્યા છે. આહાહા! શ્રુત પરિચિત અનુભૂતાઃ—એ સર્વસ્વ, કામ-ભોગ કામ નામ રાગ ને ભોગ નામ ભોગવવાંએ રાગને કરવો ને રાગને ભોગવવો એ (વાત) તેં પ્રભુ! અનંતવાર સાંભળી છે, અને તારા પરિચયમાં ને અનુભવમાં અનંતવાર આવી છે. પણ એનાથી પૃથક ___ 'सुदचरिचदाणभूदा सव्वस्स वि कामभोगबंधकहा' एयत्त्त्स्सु वलंभो णवरि ण मुलहो विहतस्स।।४।। પણ, એ રાગથી ભિન્ન, એ પુણ્યક્રિયાના પરિણામથી પણ ભગવાન ભિન્ન, એ વાત પ્રભુ તે સાંભળી નથી! આહાહાહા ! એમ કહે છે. આ નરેન્દ્રભાઈ ! સાંભળીય નથી એમ કહે છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભગવાન એમ કહે છે, ચોથી ગાથામાં કહે છે, પ્રભુ ! તેં રાગથી પુણ્ય-પાપથી-એ પરિણામથી, એનાથી ભિન્ન તારી ચીજ છે, પ્રભુ! તેં સાંભળી નથી હોં ! સાંભળી નથી, કાને પડી પણ તને રુચિ નહીં, આમ તો ભગવાનના સમોસરણમાં અનંતવાર ગયા. મહાવિદેહમાં અનંત વાર જન્મ થયો છે, મહાવિદેહમાં ભગવાન (તીર્થકરદેવ) તો બિરાજે છે, કાયમ ત્યાં પણ તું ગયો સમોસરણમાં, વાણી સાંભળી ભગવાનની સાક્ષાત્ પણ (તેને) રુચિ નહિ. રાગથી ભિન્ન (આત્મા છે) એ વાત કરી પણ તને રુચિ નહિ, રાગની રુચિ કરે છે તો પછી એ હું જૂઠું કરું છું સાંભળવાથી શું? સાંભળવામાં તો આવ્યું છે. આહાહાહા! એ વાત કરે છે કે રાગથી ભિન્ન એકત્વ (વિભક્તની) વાત પ્રભુ તે સાંભળી નથી. અને તારા પરિચયમાં રાગથી ભિન્ન ભગવાન (આત્મા છે ) તારો (પણ) તને અભ્યાસ પરિચય આવ્યો નહિ. અને રાગથી ભિન્ન ભગવાન આત્મા (છે) એનો અનુભવ ક્યારેય સાંભળ્યું , નહિ. પરિચય કર્યો નહિ ને અનુભવમાં આવ્યું નહિ. એમ કહે છે. આહાહા! જ્યાં જન્મે છોકરું ત્યાંથી એ ય આ ધૂળની ને આ ભણ્યોને-દુનિયાની વાતું આ કર્યું ને આ કર્યું ને ધૂળ કરી ધૂળ, એલ-એલ-બીનું પુછડું વળગાડયું એણે વકીલને આમ, દાક્તરને એમ-બી–બી. એસનું પૂછડું વળગાડે! દાકતરને વકીલનાં બધા કુશાનના પૂંછડાં છે. આહાહાહા ! આંહી શું કહે છે? દેખો! પુગલ પરિણામ છે એનો સ્વાદ અતત્ત્વ શ્રદ્ધાનાદિ છે ઉદય નિમિત્ત થવાથી કાર્મણવર્ગણારૂપ નવીન યુગલ સ્વયમેવ જ્ઞાનાવરણાદિકર્મ (રૂપે) પરિણમે છે. અને જીવની સાથે બંધાય છે. અને તે સમયે જીવ પણ–સમય, સમય તો એ જ પૂર્વકર્મનો ઉદય આવવો, નવું બંધન થવું અને નવા બંધનમાં પોતાના વિકારી પરિણામ નિમિત્ત થવાત્રણેયનો સમય એક છે. શું કીધું એ? છે? અને એ સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે. આહાહાહા ! ઝીણી વાત છે! પણ વાત તો અલૌકિક છે ભાઈ ! આહાહા ! સમય એક-ટાઈમ એક, પૂર્વના કર્મનો ઉદય આવવો, ટાઈમ એક નવો બંધ થવો, ટાઈમ એક અને અજ્ઞાનભાવે જીવના પરિણામ, ટાઈમ એક! એક સમયમાં ત્રણેય થાય છે. આહાહા! ભાષા તો સાદી છે ભાઈ ! ભાવ તો સૂક્ષ્મ છે, પણ શું કરીએ ! જે ભાવ હોય છે આવે ને બીજા શું કરે? ત્રણેયનો સમય એક છે. આહા ! છે? મિથ્યાત્વઆદિનો ઉદય થવો, નવીન પુદ્ગલોનું કર્મરૂપ પરિણમવું-બંધાવું અને જીવના પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવરૂપ પરિણમવું એ ત્રણેય એક જ સમયમાં હોય છે. આહાહા ! ભાષા તો સાદી છે પ્રભુ! ખ્યાલમાં તો લેવું જોઈએને પ્રભુ! આ શું કહે છે...બધા સ્વતંત્ર ! પોતે જ પોતાથી પરિણમે છે. આહાહા ! કર્મનો ઉદય સ્વતંત્ર, નવા બંધન સ્વતંત્ર, અને અજ્ઞાની રાગ-દ્વેષાદિ-અજ્ઞાન કરે છે એ સ્વતંત્ર! ત્રણેય સ્વતંત્ર છે. એક સમયમાં હોય છે. કોઈ કોઈનું પરિણમન કરતું નથી. કર્મનો ઉદય આત્માને વિકાર કરાવતો નથી, વિકાર પરિણામ નવા કર્મને બંધન કરતું નથી, જૂનાં કર્મ નવા કર્મને કરતા નથી, નવા બંધનમાં આ વિકારી પરિણામ (કંઈ ) કરતા નથી, બધા સ્વતંત્ર છે. જૂનાં કર્મનો ઉદય, નવા કર્મનું બંધાવું ને આત્માના વિકારના પરિણામ, ત્રણેયનો સમય એક છે. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #388 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭–૧૩૮ गाथा-१३७-१३८ 393 जीवात्पृथग्भूत एव पुद्गलद्रव्यस्य परिणामः जइ जीवेण सह चिय पोग्गलदव्वस्स कम्मपरिणामो । एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा।।१३७।। एक्कस्स दु परिणामो पोग्गलदव्वस्स कम्मभावेण । ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो । । १३८ ।। यदि जीवेन सह चैव पुद्गलद्रव्यस्य कर्मपरिणामः । एवं पुद्गलजीवौ खलु द्वावपि कर्मत्वमापन्नौ । । १३७ ।। एकस्य तु परिणाम: पुद्गलद्रव्यस्य कर्मभावेन । तज्जीवभावहेतुभिर्विना कर्मणः परिणामः ।। १३८ ।। यदी पुद्गलद्रव्यस्य तन्निमित्तभूतरागाद्यज्ञानपरिणामपरिणतजीवेन सहैव कर्मपरिणामो भवतीति वितर्कः, तदा पुद्गलद्रव्यजीवयोः सहभूतहरिद्रासुधयोरिव द्वयोरपि कर्मपरिणामापत्तिः। अथ चैकस्यैव पुद्गलद्रव्यस्य भवति कर्मत्वपरिणामः, ततो रागादिजीवाज्ञानपरिणामाद्धेतोः पृथग्भूत एव पुद्गलकर्मणः परिणामः । જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે: भे ऽर्भ३५ परिणाम, छ्व भेजा ४, पुछ्‌गलना बने, તો જીવને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે ! ૧૩૭. પણ કર્મભાવે પરિણમન છે એક પુદ્ગલદ્રવ્યને, लवभावहेतुथी अलग, तेथी, अर्मना परिणाम छे. १३८. गाथार्थ:-[ यदि ]भे [ पुद्गलद्रव्यस्य ] पुछ्गलद्रव्यने [ जीवेन सह चैव ] कपनी साथे ४ [ कर्मपरिणाम: ] अर्भ३५ परिणाम थाय छे ( अर्थात् बन्ने लेजां थधने ४ ऽर्भ३ये परिएामे छे ) खेभ मानवामां आवे तो [ एवं ] खे रीते [ पुद्गलजीवौ द्वौ अपि ] ५छ्गल अने लव बन्ने [ खलु ] ५२५२ [ कर्मत्वम् आपन्नौ ] अर्भयाने पामे. [तु] परंतु [ कर्मभावेन ] ऽर्भभावे [ परिणाम: ] परिणाम तो [ पुद्गगलद्रव्यस्य एकस्य ] पुछ्‌गलद्रव्यने खेऽने ४ थाय छे [ तत् ] तेथी [ जीवभावहेतुभिः विना ] वभाव३५ निभित्तथी रहित ४ अर्थात् भुहुं ४ [ कर्मण: ] ऽर्भनुं [ परिणाम: ] परिणाम छे. Page #389 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ટીકા:-જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ ( અર્થાત્ બન્ને ભેગાં મળીને જ ), કર્મરૂપ પરિણામ થાય છેએમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિઅજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે. ભાવાર્થ:-જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે. પ્રવચન નં. ૨૧૮ ગાથા-૧૩૭-૧૩૮ ૩૭૪ સોમાવા૨, ફાગણ સુદ-૧૪, તા. ૧૨/૩/’૭૯ બે ગાથા છે ને ! હવે અહીં પ્રતિપાદન કરે છે કે, જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે. जइ जीवेण सह चिय पोग्गलदव्वस्स कम्मपरिणामो । एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा।।१३७।। एक्कस्स दु परिणामो पोग्गलदव्वस्स कम्मभावेण । ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो । । १३८ । । જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદ્ગલના બને, તો જીવને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે ! ૧૩૭. પણ કર્મભાવે પરિણમન છે એક પુદ્ગલદ્રવ્યને, જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮. (ટીકા:-) શું કહે છે ? કે ‘જો પુદ્ગલદ્રવ્યને, કર્મ પરિણામના નિમિત્તભૂત એવા’શું કહે છે કે કર્મ જે બને છે, એ પોતાના પરિણામથી બને છે, જીવ એને બાંધતો નથી–કર્મરૂપી પરિણામ જીવ કરતો નથી. આહાહા ! જીવ અજ્ઞાનભાવથી રાગ-દ્વેષ ભાવરૂપ હો પણ એ પુદ્ગલપરિણામ, એ જીવ કરે છે એવું નથી. કર્મબંધના પુદ્ગલપરિણામ સ્વયં પોતાથી પરિણામ થાય છે. જીવના અજ્ઞાનના રાગ-દ્વેષભાવ તો નિમિત્તમાત્ર છે. આહાહા ! સૂક્ષ્મ વાત છે. આત્મા જ્યારે રાગદ્વેષ ને અજ્ઞાન કરે છે, પુણ્ય ને પાપ ભાવ માાં છે એમ અજ્ઞાનભાવથી રાગ-દ્વેષ કરે છે તો એ સમયમાં કર્મ બને છે તો એ કર્મ બાંધે છે. એ આત્મા નથી બાંધતો, ભિન્ન છે પદાર્થ, દોષ–દોષ કર્યોને-રાગ-દ્વેષ એ દોષ થાય છે, કર્મ–બંધ કરે એ જડની પર્યાય કરે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! આહાહાહા ! એમ અહીં રાગ કરેઢું આ હાથ ચલાવું એવો રાગ કરે, ઈ હાથ ચલાવી શકે છે, રાગથી Page #390 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭–૧૩૮ ૩૭૫ હાથ ચાલે છે? (ના.) હાથનું ચાલવું તો હાથની પર્યાયથી ચાલે છે, રાગ તો નિમિત્ત કહેવામાં આવે છે. પણ મેં રાગ કર્યો માટે હાથ ચાલ્યો એ વાત જૂહી છે. આમાં ક્યાંય (મેલ) મળે એવું નથી મેળ ખાય આંહી એવું. આહાહાહા ! આ તો બહારની વાત તો ભિન્ન છે પણ અત્યંતરમાં જેવા રાગદ્વેષ ને અજ્ઞાન જીવ કરે છે અને એ સમયે જે કર્મબંધન થાય છે એ પોતાના પરિણામથી કર્મબંધન થાય છે.આત્માથી નહીં. આત્મા એ કર્મરૂપે પરિણમતો નથી. આહાહા ! સમજાણું કાંઈ? જો પુદગલદ્રવ્યને, કર્મપરિણામના-કર્મ પરિણામ જે થાય છે એને નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાન પરિણામે -રાગ-દ્વેષ, દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધના ભાવ મારાં છે એવો અજ્ઞાની (જીવ) એ ભાવને પોતાના માનીને રાગ-દ્વેષરૂપ પરિણમે છે. સમજાણું કાંઈ ? એ રાગ-દ્વેષ ને અજ્ઞાન નવા કર્મમાં નિમિત્ત છે. પણ નવા કર્મ આત્મા બાંધે છે એવું નથી. નવાં કર્મ પરિણામ, પુદ્ગલપરિણામના પુદ્ગલ દ્રવ્ય કરે છે. આત્મા એનો કર્તા છે નહીં. અંદરમાં જેટલા અજ્ઞાનમાં રાગ-દ્વેષભાવ કરે એ તો નિમિત્ત, પણ એ ભેગાં-પુદ્ગલના પરિણામ પણ જીવ કરે-બે મળીને પુગલના પરિણામ થાય એમ છે નહીં. આવી સૂક્ષ્મ વાત ! બહારમાં પણ કહે છે કે રાગ કરે અને પરની દયા પાળી શકે રાગથી, પણ એ કારણ બને એમ છે નહીં. પરનું પરિણમન તો એનાં કારણથી થાય છે. રાગ તો નિમિત્તમાત્ર છે. એ રાગ, પરની દયા પાળી શકે એ તો બાહ્યની વાતું છે. રાગ આવ્યો તો પુગલની રચના બની એવું નથી, એમ કહે છે. પુદ્ગલની રચના બને છે, એ રાગ આવ્યો તો રાગથી પુદ્ગલની શાસ્ત્રની રચના બની, એવું છે નહીં. શાસ્ત્રની રચના પુલપરિણામથી બની છે (તેમાં જ્ઞાની કે) અજ્ઞાનીનો રાગ નિમિત્તમાત્ર છે. સમજાણું કાંઈ...? રાગનો કર્તા થઈને અજ્ઞાની રાગને કરે છે, એ સૂત્ર-રચનામાં નિમિત્ત માત્ર છે. પણ જે સૂત્રરચના પુદ્ગલની થાય છે એ પુદ્ગલથી થાય છે. આહાહા ! એ તો બાહ્ય-નોકર્મની વાત છે. અહીં તો અંદરમાં ભાવકર્મ કરે છે જીવ, અને એ સમયે જે દ્રવ્યકર્મ બંધાય છે એ જીવ કર્મોને બાંધે છે ને જીવ પોતાના રાગને પણ કરે છે, એવું છે નહીં. જીવ ને પુદ્ગલ મળીને પુગલનું પરિણામ થાય છે એમ છે નહીં. ભારે વાત ભાઈ આ તો. (શ્રોતાઃ- દેખવામાં તો આવે છે) શું દેખવામાં આવે છે? માને છે એ ભ્રમ. શેઠ? આવું છે ભગવાન ! માને છે એ, તો રાગનો ભાવ કરે, (એ) અજ્ઞાની છે. જ્ઞાનીને તો રાગ આવે છે, એ રાગના પણ જાણવાવાળા રહે છે. તો એને તો કર્મબંધન છે નહીં. રાગ છે થોડો એટલો બંધ છે, પણ એ તો અલ્પ સ્થિતિ–રસનો બંધ છે, એનો એ આત્મા સ્વામી નથી, પોતાને રાગ આવ્યો એના પણ એ આત્મા સ્વામી નથી, ધર્મીને રાગ આવે છે પણ રાગના સ્વામી નથી. આહાહા ! અને એ સમયે જે કર્મની પર્યાય બને છે એ રાગ આવ્યો તો બને છે એમ છે નહીં. ઝીણી વાત છે ભાઈ ! અહીંયા તો સમય-સમયની ભિન્નતા (નું) વર્ણન કરે છે. આહા! છે? “જો પુદ્ગલ દ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા” –નવું કર્મ જે બને છે પુદ્ગલપરિણામથી, એમાં નિમિત્તભૂત એવા “રાગાદિ-અજ્ઞાન પરિણામ રાગનો કર્તા છે અજ્ઞાની” એની અહીંયા વાત છે. રાગ મારો છે એમ રાગનો કર્તા થઈને અજ્ઞાની, રાગનો કર્તા થાય છે, Page #391 -------------------------------------------------------------------------- ________________ ३७६ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એ અજ્ઞાન પરિણામથી પરિણમેલો જીવની સાથે -અજ્ઞાન પરિમિત રાગી-અજ્ઞાની છે, તો એની સાથે જ અર્થાત્ બને ભેગાં મળીને જ એ રાગના પરિણામ અને પુદ્ગલના પરિણામ બન્ને મળીને થયા છે, એવું છે નહીં. આવું સાંભળવા ય મળે એવું નથી ત્યાં ક્યાંય. આખો દી' અમે કરીએ... આ કરીએ છીએ. આ કરીએ છીએ નરેન્દ્રભાઈ ? આ પથ્થરામાં શું તમારે કહેવાય એ લાદી. આહાહાહા ! અજ્ઞાનીએ રાગ કર્યો તો પથ્થર જે ઊપડે છે (ઊપાડે છે) એ ક્રિયા એ રાગવાળાએ કરી એવું છે નહીં. એ પરિણમન, પુદ્ગલ પર્યાયથી પુદ્ગલ ઊંચા આમ થયા છે. એ તો બહારની વાત છે. આંહી તો અંદરની વાત છે કહે છે. આહાહા ! જે અજ્ઞાની પુણ્ય ને પાપના ભાવ જે વિકલ્પ-રાગ કરે છે એ પોતાના માનીને અજ્ઞાની રાગને કરે છે, એ નિમિત્ત અને નવું કર્મ બંધાય છે એ પોતાથી બંધાય છે, એ આત્મા નવાં કર્મને બાંધે છે-નવાં કર્મને પરિણાવે છે બાંધવામાં એમ નથી. સમજાણું કાંઈ ? ( શ્રોતા-જેટલા ટકા રાગ થાય તેટલા ટકા કર્મ બંધાય?) જેટલા ટકા કરે એટલા (બંધાય) પણ એનાથી-રાગથી નહીં. આહાહા! આવી વાત છે. જેટલા ટકા રાગ-દ્વેષના પરિણામ કરે પોતાના માનીને અજ્ઞાની, એટલા પ્રમાણમાં સામે કર્મબંધન હો, પણ એ કર્મબંધનમાં એ રાગ તો નિમિત્ત છે, કર્મબંધનના પરિણામ તો કર્મથી થયા છે, રાગથી થયા છે એમ નહીં. આહાહાહા ! આવી વાતું હવે, હેં ? ( શ્રોતા - રાગ ન કરે તો કર્મબંધન થાય?) એ પ્રશ્ન અહીં ક્યાં છે? આ અજ્ઞાની કરે છે. નિમિત્ત, એની વાત છે. રાગના કર્તા નથી ને જ્ઞાની છે એની વાત અહીં છે નહીં. જ્ઞાનીને રાગ આવે છે પણ એ રાગના જ્ઞાતા છે-એ રાગનો જ્ઞાતા કહેવો એ વ્યવહાર છે. એ તો પોતાની પર્યાયનો જાણવાવાળો છે. આવી વાતું આકરી ભાઈ ! સમજાણું કાંઈ? ધર્મી જીવ તો જ્ઞાયકસ્વરૂપ હું છું, પર્યાયમાત્ર પણ હું નહીં, તો રાગ માત્ર તો ક્યાં? નિમિત્ત તો ક્યાં રહ્યું? આહાહા! જ્ઞાયકમાત્ર હું અભેદ છું. “પંચાધ્યાયમાં તો લીધું છે ને, આંહી “પંચાધ્યાયમાં આત્મા ગુણસ્વરૂપ છે (જો) એમ કહો તો ગુણ ને ગુણી, ભેદ થઈ ગયો, વ્યવહાર થઈ ગયો, એ-પણ હું નહીં. આત્મા સત્તસ્વરૂપ છે એ ય પણ ભેદ થઈ ગયો, એવું ય છે નહીં. આત્મા દ્રવ્ય છે, એ દ્રવ્ય છે એમ કહો તો ભેદ થઈ ગયો, એવું ય છે નહીં. એ દ્રવ્ય કહો, સત્ત કહો, ગુણ કહો-જે છે તે છે. આકરી વાત ભાઈ ! સમજાણું કાંઈ? “પંચાધ્યાય” માં છે. અહીંયા તો જે આત્મા પોતાનું સ્વરૂપ ચૈતન્યમૂર્તિ-શાયક છે, એવા (આત્માને જે ) જાણતા નથી ને પોતાની પર્યાયમાં પુણ્ય-પાપ-દયા-દાન-વ્રત-ભક્તિ (આદિના) પરિણામ આવે છે એનો કર્તા થઈને અજ્ઞાની થાય છે. એને કર્મબંધન થાય છે એ જીવ (થી) નહીં, કર્મ બાંધે છે જીવ (એમ તો નહીં) જીવ તો પોતાનામાં અજ્ઞાનપરિણામને કરે છે. સમજાણું કાંઈ ? નવાં કર્મ બને છે એ પુગલના પરિણામ છે, એ જીવે કર્યા એવું છે નહીં. જીવ પોતાનામાં રાગ પણ કરે અને પુગલ બંધના પરિણામ પણ કરે એમ હોતું નથી. આહાહા ! સૂક્ષ્મ વાત છે ભાઈ ! વીતરાગ માર્ગ સૂક્ષ્મ છે ભાઈ ! લોકોને સમજવા મળતો નથી અને એને નવરાશે ય નથી ધંધા આડે, પ્રવિણભાઈ ? આહાહા ! આવો મારગ ક્યાં છે? આહાહા ! અહીંયા તો જ્ઞાયકસ્વરૂપ ભગવાન છે (અભેદ). એ ગુણ છે અને ગુણવાળો છે એવો પણ ભેદ નહીં, વાત બહુ સૂક્ષ્મ છે ભગવાન ! આ ધર્મી છે ને ધર્મવાળો છે-ધર્મ સ્વભાવ Page #392 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૭–૧૩૮ 3७७ છે ધર્મ, પર્યાય પછી, ધર્મ સ્વભાવવાળો છે એવો ભેદ પણ સભૂત વ્યવહાર (નો) એ પણ નહીં, એનો પણ નિષેધ છે. આહાહા ! આત્મા તો જ્ઞાયકસ્વરૂપ ! સત્ત સ્વરૂપ ! ધૃવરૂપ! દ્રવ્યરૂપ-ગુણરૂપ જે કહો તે તે રૂપ છે, ભેદ નહિ એવી (અભેદ) દૃષ્ટિ કરવાથી, અને સમ્યગ્દર્શનધર્મની પ્રથમ-પહેલી સીઢી ઉત્પન્ન થાય છે. આહાહા ! અહીં તો એ નયમાં એવું જાણે છે અને જે એ રાગ આવે છે, દયા-દાન-વ્રત-ભક્તિ-તપશાસ્ત્રવિનય-ગુરુનો વિનય-દેવનો વિનય, એ બધો રાગ છે. આહાહાહા ! એ રાગનો કર્તા થાય છે, અજ્ઞાની કહ્યો ને? રાગાદિ–અજ્ઞાનપરિણામ કહ્યા. સમજાણું કાંઈ? રાગ છે એ અજ્ઞાન છે, રાગમાં જ્ઞાન નથી. જ્ઞાનસ્વરૂપ ભગવાન છે એ તો રાગથી ભિન્ન છે. પણ રાગાદિ અજ્ઞાન પરિણામથી પરિણમે છે જીવ અજ્ઞાની. આહાહા ! એ પરિણામ જીવની સાથે બન્ને મળીને-જીવ રાગ-દ્વેષના પરિણામ પણ કરે અને નવાં પુદ્ગલના પરિણામ પણ કરે, બન્ને મળીને થાય છે એમ છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ? ખાવાની ઇચ્છા પણ કરે અને દાઢ પણ હલાવે ખાવાના (માટે) એવા બે કામ નથી કરતાએમ કહે છે. આહાહા ! આ તો બહારની વાત (થઈ ) અહીં તો અંતરની વાત, જેટલા ટકા વિકાર કરે એટલા ટકા (પુગલ) બંધાય તો પણ બંધના પરિણામનો કર્તા જીવ નથી. શાંતિભાઈ? આમ છે. આહાહાહા ! બહારની તો વાત શું કરવી? આહાહા! હીરો ઉપાડ્યો હાથમાં, ઇચ્છા થઈ તો એ ઇચ્છાનો કર્તા થયો કે આ મારી ઇચ્છા છે, તો એ ઇચ્છાથી એ હીરો ઊંચો થયો હાથમાં એવું છે નહીં. આત્મા રાગ પણ કરે અને હીરાની ઊંચી થવાની ક્રિયા-પરિણમનની કરે એમ બને નહીં. આહાહાહા ! આવી વાત છે. સાંભળવી જ્યારે કઠણ પડે, કોઈ દી સાંભળી ન હોય ને! નવરાશ ક્યાં છે અંદર. અરેરે ! સાચું શું છે? આહાહાહા ! (શ્રોતા-જરા સરળ કરોને) આ સરળ જ છે. જેવું છે એવું કહેવું એ સત્ય સરળ છે, કે એનાથી વિરુદ્ધ કહેવું સરળ (સહેલું લાગે) એ તો અસત્ય છે. શેઠ? આહાહાહા! અહીં તો સરળ ભાષાથી કહીએ છીએ આજકાલ. ભગવંત! તમે રાગના કર્તાપણે-અજ્ઞાનપણે કરો છો તો તમારા પરિણામ રાગ છેઅજ્ઞાનમય છે ને એ સમયે નવાં કર્મ બાંધે છે ઈ તમારા રાગ પરિણામ થયા માટે બંધાય છે, એવું છે નહીં. એ વખતે પુલદ્રવ્યના પરિણામ પોતાથી થયા છે (બંધાયા છે), આત્મા રાગ પણ કરે ને પુદ્ગલના પરિણામ પણ કરે, એમ બને નહીં ક્યારેય. આહાહા! આવી વાત સત્ય તો આમ સરળ છે, એનાથી વિરુદ્ધ કરે તો અસત્ય છે. આહાહાહાહા ! છે? અર્થાત બંને મળીને જ કર્મરૂપ પરિણામ થાય છે–એમ વિતર્ક કરવામાં આવે તો... કોઈ એમ માને કે હું રાગ પણ કરું અને પુદ્ગલના પરિણામ પણ બંધનના પરિણામ પણ કરું-એવો તર્ક ઉપસ્થિત કરવામાં આવે તો જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ' –જેમ હળદર અને ફટકડી મળે તો લાલ (રંગ) રૂપ પરિણામ થાય છે ને ! આ (હળદર) પીળી ને (ફટકડી) ધોળી (બન્નેના મળવાથી) લાલ રંગ થઈ જાય ! તેમ પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. –બન્નેને કર્મરૂપ પરિણામની આપત્તિ આવી જાય, (આહા!) પુદ્ગલ અને જીવદ્રવ્ય બન્નેને કર્મરૂપ પરિણામની આપત્તિ આવી જાય. આહાહાહાહા ! જીવ રાગ પણ કરે અને કર્મના પરિણામ પણ કરે એમ થઈ જાય Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એવું છે નહીં. આહાહા ! ‘પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે.’ એ પુદ્ગલ (દ્રવ્યના ) પુદ્ગલ (કર્મરૂપ ) પરિણામ થાય છે, એ આત્માથી ભિન્ન છે. આત્માએ અજ્ઞાનરૂપ રાગ કર્યો પણ એ પુદ્ગલ-પરિણામથી આ અજ્ઞાન પરિણામ ભિન્ન છે. એ અજ્ઞાન પરિણામથી, કર્મ–પરિણામ થયા, એવું છે નહીં. આથી સ૨ળ ભાષા કેવી કરે ? મારગ તો આ છે. અરે રે, અનંતકાળ થયો ફરતાં-ફરતાં-ફરતાં. પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મરૂપ પરિણામ તો થાય છે. ‘તેથી જીવનું રાગાદિઅજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે' –જોયું ?નિમિત્ત કંઈ કરતું નથી, એ બતાવે છે, એનાથી ભિન્ન જ પુદ્ગલ પરિણામ છે. રાગથી ભિન્ન જ પુદ્ગલપરિણામ છે. આહાહાહા ! ભાવાર્થ:- ‘જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. –બન્નેને કર્મપરિણામ સિદ્ધ થાય-આત્માને પણ કર્મ સિદ્ધ થાય અને જડને ય સિદ્ધ થાય. ‘પરંતુ જીવ તો જડ કર્મરૂપ કદી પરિણમી શકતો નથી’ છે ? ( જીવ તો ) પરિણામ (જડનું) નથી કરતો. ‘તેથી જીવનું રાગાદિ-અજ્ઞાન પરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્ય કર્મનું પરિણામ છે.' આહાહા ! અંત૨માં આમ ભિન્ન છે તો બહા૨ની વાત શું કરવી ? આહાહા ! આ શરીરને હું ચલાવું છું ને હું બોલું છું ને હું બીજાને પૈસા આપી શકું છું ને પૈસા લઈ શકું છું. આહાહા ! હું બીડી બનાવી શકું છું ને' શેઠની વાત છે, શું કહેવાય, ઓલા તમાકુ તમાકુ નહીં, પાંદડા–પત્તા ટિમરુના અને બીજા, ઓલા નહીં નાના-નાના બીડી વાળે છે ને તો બે-ત્રણ પાન ભેગાં કરી બીડી વાળે છે ને, ટીમરૂ-વનસ્પતિના પાન, એની બીડી વાળે છે. બે–ત્રણ પાન ( ભેગાં કરે ) શું કહેવાય ? આપ્યા-આપ્યા ! ભૂલી જાઈએ ભાઈ તમારી ભાષા ! આપ્યા, બે ત્રણ ભેળાં કરીને, તો કહે છે કે અજ્ઞાની રાગ ક૨ે ને એ બીડી કરે એમ બની શકતું નથી. આહાહા ! આ શેઠના ઘ૨નો દાખલો આપ્યો. શેઠને ઘરે ( કારીગરો ) કામ કરે છે ને બીડી વાળવાનું. આહા ! આંહી કહે છે કે આત્મા રાગ પણ કરે અને કર્મબંધનના પરિણામ પણ કરે, એવું ક્યારેય થતું નથી. કર્મના પરિણામ કર્મથી થાય છે ને અજ્ઞાનીના રાગ પરિણામ-અજ્ઞાનથી થાય છે, ભલે, બંધમાં નિમિત્ત હો પણ નિમિત્ત એને કંઈ (પણ ) કરી શકતું નથી. આહાહા ! નિમિત્ત અકિંચિત્કર છે. આહાહા ! સ્વતંત્ર છે એ તો પર્યાય સ્વતંત્ર-એક એક સમયની પર્યાય સ્વતંત્ર છે. કોઈથી ( બીજા ) કોઈની (પર્યાય ) થાય છે એવું છે નહીં. હવે એ પ્રતિપાદન કરે છે કેઃ– પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે, હવે બીજું લીધું, ઓલું જીવના પરિણામથી પુદ્ગલ (દ્રવ્યનું ) પરિણામ ભિન્ન છે, હવે પુદ્ગલ-પરિણામથી જીવનું પરિણમન ભિન્ન છે. ( એમ કહે છે. ) પુદ્ગલ કર્મનો ઉદય આવ્યો તો જીવને રાગ-દ્વેષ કરવા પડયા એવું છે નહીં. રાગ-દ્વેષ અજ્ઞાની પોતાનાથી ( સ્વયં ) કરે છે ને પુદ્ગલનો ઉદય પોતાથી આવ્યો, તો પુદ્ગલ પણ પોતાથી પરિણમ્યા અને પુદ્ગલ આત્માને રાગ-દ્વેષ કરાવે, એવું ત્રણ કાળમાં હોતું નથી. આહાહાહા ! આ મોટા વાંધા છે અત્યારે, આ કર્મને લઈને થાય... કર્મને લઈને થાય. Page #394 -------------------------------------------------------------------------- ________________ गाथा-१3८-१४० 3७८ we (uथा-१3८-१४० ) पुद्गलद्रव्यात्पृथग्भूत एव जीवस्य परिणामः जीवस्स दुकम्मेण य सह परिणामा हु होंति रागादी। एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा।।१३९ ।। एक्कस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं। ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो।।१४०।। जीवस्य तु कर्मणा च सह परिणामाः खलु भवन्ति रागादयः। एवं जीवः कर्म च द्वे अपि रागादित्वमापन्ने।।१३९ ।। एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः। तत्कर्मोदयहेतुभिर्विना जीवस्य परिणामः।।१४०।। यदि जीवस्य तन्निमित्तभूतविपच्यमानपुद्गलकर्मणा सहैव रागाद्य-ज्ञानपरिणामो भवतीति वितर्कः, तदा जीवपुद्गलकर्मणोः सहभूतसुधाहरिद्रयोरिव द्वयोरपि रागाद्यज्ञानपरिणामापत्तिः। अथ चैकस्यैव जीवस्य भवति रागाद्यज्ञानपरिणामः, ततः पुद्गलकर्मविपाकाद्धेतोः पृथग्भूतो एव जीवस्य परिणामः। પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે જીવના, કરમ ભેળા જ, જો પરિણામ રાગાદિક બને, તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે! ૧૩૯. પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦. थार्थ:- [ जीवस्य तु] ®पने [कर्मणा च सह ] भनी साथे ४ [ रागादयः परिणामाः] २aul प२॥मो [खलु भवन्ति ] थाय छे (अर्थात् बन्ने मेला थने २॥६३ परिशमे छे) अम मानवामां आवे [ एवं] तो मेरी [ जीवः कर्म च] ७५ भने धर्भ [ द्वे अपि] पन्ने [ रागादित्वम् आपन्ने] २ ५९॥ने पा. [तु] परंतु [ रागादिभिः परिणामः] Auहिमाचे परि॥मती [ जीवस्य एकस्य] छपने मेऽने ४ [ जायते ] थाय छ [ तत्] तेथी [ कर्मोदयहेतुभिः विना] ध्य३५. निमित्तथी २हित ४ अर्थात् नहुँ ४ [ जीवस्य ] ®पर्नु [परिणामः ] ५२९॥ छ. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮O સમયસાર સિદ્ધિ ભાગ-૫ ટીકાઃ-જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. ભાવાર્થ-જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બનેને રાગાદિ રૂપ પરિણામ ઠરે. પરંતુ પુગલકર્મ તો રાગાદિ રૂપે (જીવરાગાદિ રૂપે ) કદી પરિણમી શકતું નથી; તેથી પુગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. ગાથા-૧૩૯-૧૪૦ ઉપર પ્રવચન. जीवस्स दु कम्मेण य सह परिणामा हु होति रागादी। एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा।।१३९ ।। एक्कस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं। ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो।।१४०।। જીવના, કરમ ભેળા જ, જો પરિણામ રાગાદિક બને, તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે! ૧૩૯. પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦. આ દુનિયા એમ કહે છે ને (સંવત) એકોતેરથી વાંધા છે કર્મ કરાવે.. કર્મ કરાવે સ્થાનકવાસીમાં ને દેરાવાસીમાં ને દિગમ્બરમાં ય એ નીકળ્યું છે. એ નીકળ્યું છે કે નહીં? કર્મ છે તો વિકાર થાય છે-કર્મ છે તો વિકાર થાય છે. આહાહાહા ! આણે લખ્યું છે ભાઈએ, આ ફૂલચંદજી છે ને, એણે એમાં લખ્યું છે, એમ કે એમ લખ્યું છે “આ કોઈ સોનગઢનું કોઈ વ્યક્તિવિશેષની દૃષ્ટિનું ઉદ્ઘાટન નથી. લખ્યું છે આમ સમય સમયની પર્યાય પોતાથી થાય છે અને જ્ઞાયકભાવ” દૃષ્ટિનો વિષય છે. ભેદ નહીં, આવી સોનગઢની વ્યક્તિવિશેષનું કથન નથી, એ તો વસ્તુના સ્વરૂપનું કથન છે, એમ કહે છે. આ કોઈ સોનગઢ અથવા કોઈ વ્યક્તિ વિશેષની દૃષ્ટિનું. નામ મારું ન લીધું. પરંતુ અનાદિ કાળથી ચાલ્યું આવી રહ્યું છે સનાતન યથાર્થ મારગ છે. વર્તમાનમાં સોનગઢ એ જ સનાતન અને યથાર્થ મોક્ષમાર્ગનો, માર્ગનું દિગ્દર્શન કરાવી રહ્યા છે. ૩૩ પાનું છે આ તો બીજી આવૃત્તિ છે, પહેલીમાં આ નથી, આ બીજીમાં છે, આ બીજી Page #396 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯–૧૪૦ ૩૮૧ આવી છે ને હમણાં નવી આંહી હમણાં (અમારા વ્યાખ્યાન ) સાંભળી ગયા' તા ને પંદર દિવસ. આહાહાહા ! એમ કે આ સોનગઢનો મા૨ગ છે એમ નહીં, આ તો સનાતન મારગ છે. એ સોનગઢ કહે છે ને. ( શ્રોતાઃ- આપેન સત્યનું ઉદ્દઘાટન કર્યું ) કહે છે ને મારગ તો આવો છે. આહાહાહાહા ! હું તો ( સંવત ) એકોતે૨થી કહેતો' તો કે કર્મથી વિકાર થતો નથી. મોટી તકરાર થઈ સંપ્રદાયમાં સ્થાનકવાસીમાં, ત્યાંથી તકરાર થઈ પછી દિગંબરમાં આવ્યા તો ન્યાં તક૨ા૨ થઈ, કઢે નહીં ? કર્મથી વિકાર થાય છે, કહે છે કે વિકાર પોતાથી થાય તો તે સ્વભાવ થઈ જાય. તકરાર મચાવી દીધી છે (પણ ) વાત તો આવી જ છે–મારગ તો આવો જ છે ભગવાન ! એ તો ૫રમાત્મા (સીમંધરનાથ ) સમોસરણમાં બિરાજે છે મહાવિદેહમાં એ કહે છે એ જ અહીં કહે છે. ત્યાંની વાત અહીં આવી છે. સમજાણું કાંઈ ? ત્રણ લોકનો નાથ ૫૨માત્મા સીમંધર ભગવાન ( ની ) વાણીમાં આવે છે, એ વાણી આ છે, આવી દિવ્ય વાણી ભરતક્ષેત્રમાં આવી ગઈ. દેવ, ગામમાં આવી ગયા. દેવ-ક્ષેત્રમાં આવી ગયા. અત્યારે લોકોને આ ‘ચીજ’ શું છે? આહાહા ! આ (પં.) ફૂલચંદજીએ લખ્યું છે. આ સોનગઢની વાત છે એ સનાતન મારગની (યથાર્થ-સત્ય ) વાત છે, એ કોઈ ઘ૨ની વાત છે નહીં. આહાહા ! આ નવામાં નાખ્યું, પહેલાં જૂના (પુસ્તકમાં ) નથી, જૂની આવૃત્તિમાં નથી. આહાહા ! શું કહે છે ? ટીકાઃ- ૧૩૯, ૧૪૦ ની ટીકા. ટીકાઃ- જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ –પુદ્ગલકર્મની સાથે એટલે કે પુદ્ગલકર્મ અને રાગ બન્ને એકત્ર થઈને, રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે, એવો કોઈ તર્ક કરે– ‘રાગાદિ-અજ્ઞાન પરિણામ થાય છે એમ વિતર્ક કરવામાં આવે તો...’ મોટો આ વાંધો હતો ત્યાં આમ. કર્તા નો ઈસરીમાં આ વાંધા. ( તે કહે ) કર્મથી વિકા૨ થાય છે. (મેં કીધું: ) બિલકુલ નહીં-કર્મથી વિકાર નહીં, ‘પંચાસ્તિકાય’ ની બાસઠ ગાથા જુઓ ! ( વિકાર થવામાં ) કર્મના કા૨કોની કોઈ અપેક્ષા છે નહીં. ન બેઠી આ વાત આ વાત ચાલતી નહોતી, એટલે કાંઈ દોષ નહીં. સારા સંપ્રદાયમાં ત્રણેયમાં કર્મથી વિકા૨ થાય છે–કર્મથી વિકાર થાય છે બસ, એ જ ચર્ચા ચાલતી' હતી. ( તેમની દલીલ )વિકાર સ્વભાવમાં નથી તો ક્યાંથી થાય, કર્મથી થાય. આ વાતનો અહીંયા નિષેધ કરે છે અહીં. આહાહા ! ‘જો જીવને, રાગ-દ્વેષ-અજ્ઞાનપરિણામ એ નિમિત્તભૂત એવું જે ઉદયગત-ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ' એટલે બન્ને મળીને, રાગ-દ્વેષ આત્મા પણ કરે અને પુદ્ગલ પણ રાગ-દ્વેષ કરાવે. જીવને અજ્ઞાનભાવ બેય મળીને થાય. પહેલાંની ગાથામાં એ હતું કે પુદ્ગલપરિણામ ને જીવના પરિણામ, બન્ને મળીને પુદ્ગલના પરિણામ કરે, અને અહીં આવ્યું કે રાગદ્વેષના પરિણામ અને કર્મનો ઉદય એ બન્ને મળીને રાગ-દ્વેષના પરિણામ કરે, એમ છે નહીં. આહાહા ! સૂક્ષ્મ તો વાત છે શું કરીએ ? આહાહા ! છે ? બન્ને ભેગાં મળીને જ રાગાદિ-અજ્ઞાન પરિણામ થાય છે.’ આવો તર્ક ઉપસ્થિત ક૨વામાં આવે તો, દેખો ! આવો તર્ક ઉપસ્થિત કરવામાં આવે એ તર્ક અહીં થયો હતો ત્યાં (ઈસરીમાં ) કે કર્મ વિકાર કરાવે, કર્મ વિના વિકાર થાય છે ? કીધું: હા, જુઓ ! બાસઠ ગાથા‘પંચાસ્તિકાય’ કર્મ–કા૨ક વિના વિકાર પોતાથી થાય છે, કર્મ તો નિમિત્ત-માત્ર છે, નિમિત્ત Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અકિચિંત્થર છે. આત્માને વિકાર કરાવવામાં કર્મ અકિંચિત્કર છે. આહાહા ! આ વાત એવી છે. “એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બનેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ-બન્ને મળીને લાલરંગ થાય છે, તેમ (એ પ્રકારે) જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ–અજ્ઞાનપરિણામ આવી પડે.” –બન્નેને રાગાદિ પરિણામની આપત્તિ આવી પડે. –પુદ્ગલ અને આત્મા બન્ને મળીને વિકાર થાય છે તો પુદ્ગલ પણ વિકાર કરાવે ને આત્મા પણ વિકાર કરે-એમ બેય મળીને ( વિકાર) થાય છે એવું હોતું નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? મિથ્યાત્વભાવ ને અજ્ઞાનભાવ એ કરે છે તો તેમાં દર્શન મોહનું કર્મ ઉદયમાં આવ્યું તો એણે અહીંયા મિથ્યાત્વ કરાવ્યો, તો મિથ્યાત્વભાવ જીવ પણ કરે અને કર્મ પણ કરે-બેય મળીને વિકાર થયો, એમ છે નહીં. આહાહા! ચારિત્રમોહનો ઉદય આવ્યો અને અહીં રાગ થયો, તો ચારિત્રમોહના ઉદયે રાગ કરાવ્યો ને આત્માએ પણ રાગ કર્યો, બન્ને મળીને રાગને કર્યો, એવું છે નહીં. કહો, પંડિતજી? આહા! આ ચર્ચા તો (સંવત) એકોતેરથી છે, વાંચ્યું નહોતું તે દિ' તો સમયસાર જોયું નહોતું. આહાહા ! સમયસાર તો ૭૮ મી સાલમાં આવ્યું. ૭૮, ૭૮ માં સમયસાર (હાથમાં) આવ્યું હતું, પણ એકોતેરમાં અંદરથી (આવ્યું હતું કે, બિલકુલ કર્મથી આત્મામાં વિકાર થાય છે એ બિલકુલ જૂઠી વાત છે. ( આ વાત ) સાંભળીને તો ગભરાઈ ગયા માણસો. અમારા ગુરુ હુતા તો એ તો સાંભળતા હતા, બહુ ભદ્રિક હતા, બહુ બુદ્ધિ નહીં. પાંચ-પાંચ હજાર માણસની વચ્ચે વ્યાખ્યાન દેતા હતા. ગંભીર હતા, બહુ ગંભીર પણ, દૃષ્ટિની ખબર નહીં અને આ તત્ત્વ પણ હતું જ નહીં ને. પણ આ વાત સાંભળતા હતા, અમે બપોરના બોલતા હતા એક કલાક બપોરના, એકોતેર (માં કહ્યું) પૌષધ કરીને બેઠા હોય ને (કીધું:) કર્મથી વિકાર બિલકુલ થતો નથી. જો કર્મથી વિકાર થાય છે તો બે દ્રવ્યો મળીને વિકાર થાય છે, એવી ચીજ છે નહીં. સમજાણું કાંઈ? ભ્રાંતિ કરે છે મિથ્યાત્વની-સંશયની વાત હતી તે વખતે, સંશયની વાત હતી મૂળ તો ભગવતી સૂત્રમાં, તો મિથ્યાત્વ કરે છે આ જીવ, એ કર્મ-મિથ્યાત્વનો ઉદય છે-દર્શનનો તો એ મિથ્યાત્વ કરાવે છે, એવું છે નહીં. પુરુષાર્થથી આત્મા વિકાર કરે છે ને પુરુષાર્થથી વિકારને ટાળે છે. પણ એવી ક્યાં નવરાશ મળે માણસને ! હા હો.. હા... હો ! કારણ કે કેટલા માણસ ત્યાં ભેગાં થયા તો શેત્રુજય.. શેત્રુંજય! હતો ને મેળો કાલે-છ ગાઉનો મેળો હતો કાલે, તેરસનો દિવસ હતો ને, પ્રદક્ષિણાનો છ ગાઉની. તો કોઈ કહેતું” તું સાઈઠ હજાર, સીત્તેર હજાર માણસ. પણ એટલા તો નહીં વીસ-પચીસ હજાર માણસ હશે, માણસ બહુ થાય ત્યાં. ત્યાં વાંકાનેર એક ફેરી દિક્ષા હતી-રામવિજયજી, એકલી દિક્ષા અજ્ઞાનની. માણસ ત્યાં ભેગા થયા એ બધાં ત્યાં ગયા હશે. હજુ સમકિત કોને કહેવું એ વાતની ખબર નહીં અને એ તો ચોખ્ખું કહે છે રામવિજયજી-કર્મથી વિકાર થાય છે-કર્મથી વિકાર થાય છે, કર્મ વિના વિકાર થતો જ નથી. આંહી તો આ વાત કહે છે, કર્મ પણ વિકાર કરાવે ને આત્મા પણ વિકાર કરે- (એમ) બેય સાથે મળીને વિકાર થાય છે? એમ છે નહીં, એમ અહીંયા કહે છે. બેય એક થઈ ગયા, એ તો દાખલા માટે કહ્યું છે એ તો રાગકર્મ ને આત્મા બેય મળીને વિકાર કરે તો (જેમ ફટકડી ને Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯-૧૪) ૩૮૩ હળદર) બેયનો લાલ રંગ થઈ ગયો ( પરંતુ ) એવું છે નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે. વેપારીને નવરાશ ન મળે અને વાત સૂક્ષ્મ રહી ગઈ જૈન ધર્મની....... પ્રવિણભાઈ? વેપારીઓને બધાને નવરાશ ન મળે ધંધા આડે, આખો દી' પાપ! નરેન્દ્રભાઈ ? આ લાદી ને લીધા ને દીધા ને આ કર્યું ને આ કર્યું. આહાહાહા ! (પદાર્થની શોભા શેનાથી વધે?) શેનાથી પણ શોભા? શેઠ! ઠીક કહે છે, અજ્ઞાનની શોભા વધે. આહાહાહા ! દુકાનની સંભાળ રાખવી, બરોબર માલ રાખવો, જોયું છે ને! ફલાણાં આમ કરવું ને આમ કરવું ઘરનો માલ હોય ઈ મોઢા આગળ મૂકવો, જેથી લોકો દેખે. શું છે પણ કોણ મૂકે મોઢા આગળ? કહો, કાંતિભાઈ, શું તમારે છે ઓલો લોટ-ચૂરણ-ચૂરણ ! શું કહેવાય છે ? પ્લાસ્ટીકનો ભૂક્કો! પ્લાસ્ટીકનો ભૂક્કો! રાગ પણ કરે ને પ્લાસ્ટીકના ભૂક્કા પણ દઈ શકે, એવું છે નહીં. અને પ્લાસ્ટીકનો ભૂક્કો રાગ કરાવે ને આત્મા પણ રાગ કરે, એમ છે નહીં એમ કહે છે. કહો, સુજાનમલ્લજી? ( શ્રોતા:- બે વચ્ચે કંઈ સંબંધ તો ખરો કે નહીં? નિમિત્ત સંબંધ છે-નિમિત્તનિમિત્ત સંબંધનો અર્થ શું છે? કોઈ, કોઈનો કર્તા નહીં ! આહાહા ! એ તો કહ્યું ને કે નિમિત્ત છે. કહ્યું ને જુઓ. જીવને રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત” –અજ્ઞાન પરિણામ જીવમાં, એમાં નિમિત્તભૂત કર્મનો ઉદય પણ કર્મનો ઉદય વિકાર કરાવે ને આત્મા વિકાર કરે એવું છે નહીં. નિમિત્ત તો કહ્યું એ તો પુદ્ગલના બંધમાં પણ અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત કહ્યાં પણ નિમિત્ત કરાવે છે પર પરિણામમાં એમ છે નહીં. નિમિત્ત તો અકિંચિત્કર છે–પરના પરિણામમાં અને કર્મ પણ પોતાને વિકાર કરાવવામાં અકિંચિત્કર છે. અહીં પ્રશ્ન એ આવ્યો હતો શેઠ આવ્યા” તા ને હુકમીચંદજી! એકની સાલમાં એ જીવણધરજી હતા સાથે, તો કહેઃ પચાસ ટકા કર્મના અને પચાસ ટકા જીવના એમ લ્યોને. ૫૦ % ઉપાદાનના ને પO% નિમિત્તના-કર્મના એમ લ્યો ને કીધું: એક ટકોય નિમિત્તનો નહીં ને એક ટકોય ઉપાદાનનો નહીં–સોએ સો ટકા નિમિત્તના નિમિત્તમાં ને સોએ સો ટકા ઉપાદાનના ઉપાદાનમાં ! શેઠ? આવ્યા શેઠ પહેલાં એકની સાલમાં પછી અમારે દામોદર શેઠ એ વળી એમ કહેતા હતા, દામોદર શેઠ આગળ ચર્ચા થઈ ત્યારે દામોદર શેઠ કહે ૫૧% પુરુષાર્થના રાખો ને ૪૯% કર્મના રાખો. આહાહા!મોટી ચર્ચા, ઘણી (ચર્ચા) થતી હતી. એક ગૃહસ્થ હતા (દામોદર શેઠ દામનગરના) સીત્તેરવર્ષ પહેલાં દશ લાખ રૂપિયા હતા, ચાલીસ હજાર રૂપિયાની ઉપજ હતી, દામોદર શેઠ આંહી દામનગરના હતા, આવ્યા હતા દામોદર શેઠ! દષ્ટિ વિપરીત તન્ન એની તો એ કહેતા હતા કે તમે પુરુષાર્થ કહો છો વિકારમાં તો વિકારમાં પુરુષાર્થના ૫૧% રાખો અને ૪૯% કર્મના રાખો. શેઠ? આમ બોલ્યા હતા. જીવણધરજી બિચારા વળી કહે કે ૫૦% નિમિત્તના ને ૫૦% ઉપાદાનના રાખો. બીજો કહેતો'તો એક પંડિત હતો, આવ્યો તો પણ હું બોલું મહારાજની સામે? મૂળ, એ વાત ચાલતી નથી ત્રણેય સંપ્રદાયમાં મૂળ આખી પ્રથા જ ફરી ગઈ-ઊલટી થઈ ગઈ. સ્થાનકવાસી, શ્વેતાંબરમાં તો કર્મ-ઉપાદાન જ કથન છે અને આંહી દિગમ્બરમાં તો સત્ય વાત પડી છે અંદરમાં–શાસ્ત્રમાં. આ શું લખ્યું છે? આ શાસ્ત્ર શું કહે છે? કે કર્મનો ઉદય નિમિત્ત Page #399 -------------------------------------------------------------------------- ________________ 3८४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે વિકારમાં પણ કર્મનો ઉદય વિકાર કરાવે છે એવું બિલકુલ છે નહીં, કહો, પંડિતજી? આમ છે કે નહીં એમાં આ પ્રોફેસર છે. આહાહાહા ! અમારા કર્મનો ઉદય આવ્યો આકરો એમાં (તેથી) વિષય-વાસના થઈ. જૂઠ છે એમ કહે છે. કર્મ, વિષય-વાસના કરાવે ને તું વિષય-વાસના કર, એવું બન્ને મળીને થાય છે? ના. ના. એકલાથી થાય છે, કર્મથી બિલકુલ નહીં. આહાહાહાહા ! સમજાણું કાંઈ? એ ઓલાએ હમણાં મૂકયું” તું સુલતાનસિંહે બુલંદશહેરનો છે ને!એણે મૂકયું” તું કે જુઓ, કોઈ વખતે પાણીનું જોર હોય તો ચાલવું પડે ને કર્મનું જોર હોય તો આત્મા ચાલી નહિ શકે. કર્મની મંદ અસર થઈ... કઈ અપેક્ષાની વાત છે? એ તો અંદર કર્મ-વિકારની તીવ્રતા હો તો આત્મા જોર નહિ કરી શકે, મંદતા હો તો એ સમયમાં આત્મા પુરુષાર્થ કરી શકે. કર્મનું શું? “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાયી” –એ તો ભક્તિમાં આવે છે. પણ વિચાર કોને કરવો છે? બધાં “જે નારાયણ' છે? ટીકા, એ પ્રકારે જીવ અને પુદ્ગલકર્મ બન્નેમાં બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામની આપત્તિ આવી જાય, તો એવું છે નહીં. પરંતુ એક જીવને જ રાગાદિ-અજ્ઞાન પરિણામ તો થાય છે. એને પુદગલકર્મનો ઉદય જો કે જીવના રાગાદિ-અજ્ઞાન પરિણામ નિમિત્ત છે. નિમિત્ત હોય પણ એ કરાવે છે એવું છે નહીં. આહાહા ! મોટો આ વાંધો ત્રણેય સંપ્રદાયનો. શ્વેતાંબરમાં તો કર્મની વ્યાખ્યા જ કર્મથી થાય છે. વ્યવહાર નહિ, કર્મથી વિકાર... કર્મથી વિકાર... પહેલાંથી જ એમ, એટલા માટે બિચારા શું કરે? રામવિજય એ (જ) કહે છે. એક ખેડાવાળા છે ને આપણા જેઠાભાઈ, ખેડાવાળા નહિ. એ શ્વેતાંબર હતા પણ અહીંયાનું સાંભળીને એને શંકા પડી ગઈ કે આ મારગ કંઈક જુદો લાગે છે, તો પ્રશ્નો-પચાસ પ્રશ્ન કાઢયા, શ્વેતાંબરમાં દીધા (અને તેમણે) એમ કીધું આપણા શ્વેતાંબરમાં આ પ્રશ્નોનું સમાધાન નીકળે તો મારે માર્ગ બદલવો ન પડે. પચાસ પ્રશ્ન કાઢયા, અહીં સાંભળીને, કોઈએ જવાબ ન દીધો, એકે દીધો તો જૂઠા. પછી રામવિજય સાથે ચર્ચા કરવા ગયા, જેઠાભાઈ આવે છે ને પાઘડીવાળા–લાલ પાઘડી (પહેરે છે) જેઠાભાઈ, રામવિજય હારે (ચર્ચા માટે ) ગયા હતા, તો રામવિજયે પહેલાં જ કહ્યું (કે) કર્મથી વિકાર થાય છે એવું માન્ય છે તમારે (તો ચર્ચા કરીએ) આ કહે, મારે માન્ય નથી. આંહીનું સાંભળ્યું” તું ને. રામવિજયે પહેલાં કહ્યું ચર્ચા કરીએ પણ તમારે આ માન્ય છે કે કર્મથી વિકાર થાય છે કર્મથી વિકાર થાય છે એવી માન્યતા છે, તો આપણે ચર્ચા કરીએ, તો આ (જેઠાભાઈ ) કહે કે અમારી માન્યતા છે નહીં હજી ચર્ચા (તો થઈ નથી ને તેની સાથે ) ચર્ચા શું કરવી ? પરદ્રવ્યથી વિકાર થાય છે (એવી પરાધિન શ્રદ્ધા છે) આહાહાહા ! પોત-પોતાના અપરાધથી, પોતાને ભૂલીને હેરાન થઈ ગયો (છે) “અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા' - પોતાની ભૂલથી પોતાનામાં રાગને અજ્ઞાન થાય છે, પરથી થતા નથી. આહાહા! અરે રે, વાણિયાને નવરાશ નહિ ને સત્ય નિર્ણય કરવાનો વેપાર-ધંધા આડે, છે? વાત સાચી છે, વાત સાચી ભાઈ ! (પણ) ગળથૂથીમાંથી મળ્યું છે એ વાત સાચી છે. આહાહાહા ! ત્યાં તો અમારે દુકાન ઉપર અમે હતા તો ત્યાં એક વેદાંતી આવ્યા'તા. પરમહંસ આવ્યા Page #400 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯-૧૪) ૩૮૫ હતા, અને વેદાંતી કબીરવાળા આવ્યા હતા, તો એમની (સાથે) ચર્ચા થઈ હતી, એ પાંસઠછાસઠ (સાલની) વાત છે. તો અમે જૈન લોકો પણ (તેમને) જોવા ગયા તે દી' ઉંમર તો બેયની નાની ઓગણીસ-વીસ વરસની (હશે) તો એ કહે કે, ઈશ્વર, જીવનો કર્તા ઈશ્વર છે ( વિશ્વનો કર્તા ઈશ્વર છે) કબીરપંથી કહે ઈશ્વરે ક્યાં ઊભા રહીને (આ) સૃષ્ટિ બનાવી, ઈશ્વરે ક્યાં ઊભા રહીને આ સૃષ્ટિ (રચી?) ઊભો ક્યાં રહ્યો ઈશ્વર? પછી અમારી સામું જોયું અમે જૈન! સામે કબીર (પંથી) હો કે કેમ ભાઈ? મેં કહ્યું, વાત બરાબર (કે) ઈશ્વર ક્યાંક ઊભો તો (રહ્યો) હશે ને! તો જગત (વિશ્વ) થાય કે નહીં? કોણે બનાવ્યું ને સામગ્રી ક્યાંથી લાવ્યા? એ મોટી ચર્ચા થઈ હતી પ્રવિણભાઈ ? આ તમારા જનમ પહેલાંની વાત છે. પાંસઠછાસઠ અમને તો પહેલેથી શોખ હતો ને. એ દુકાન ઉપરથી અમે ગયા, ચર્ચા થતી'તી ધર્મશાળાએ બહાર, બતાવી'તી ને ભાઈ. નહિ, ધર્મશાળાએ બહાર છે ત્યાં ચર્ચા થતી'તી તે અમે ગયા જૈન લોકો જોવા કે એમ શું કહે છે મોટા મહાત્મા આવ્યા છે. બે જણા ( એક વેદાંતી, એક કબીરપંથી) ઓલા કબીરપંથી કહે, ઈશ્વર કર્તા છે નહીં, ઓલો (પરમહંસ) કહે ઈશ્વર કર્યા વિના સૃષ્ટિ થઈ નથી, તો આ કબીર (પંથી) કહે, ઈશ્વર કર્તા હો તો ઈશ્વરને કોણે બનાવ્યા? અને ઈશ્વરે ક્યાં ઊભા રહીને સૃષ્ટિને બનાવી, અને સામગ્રી ક્યાંથી લાવ્યા ઈશ્વર? શેઠ, ઓલો કબીર (પંથી) અમારી સામું જુએ, અમે જૈન હતાને, કેમ ભાઈ? મેં કીધું: વાત બરાબર છે આ હવે. આહાહા ! અમે તો પહેલેથી જ સત્તર-અઢાર વરસની ઉંમરથી આ બધો રસ છે ને, વેપાર કરતા હતા પણ આમાં રસ હતો. (શ્રોતા:- રસ તો આપ ત્યાંથી લઈને જ આવ્યા હતા ને) વાત તો સાચી છે, વાત તો આવી છે. આહાહાહા ! ભાઈ, અમારા કુંવરજીભાઈ હતા, લો, અમારા ફઈના દિકરા, ભાગીદાર! હવે આ વાતની એને ખબર નથી, અમે ત્યાં ગયા'તા, સાંભળ્યું 'તું છતાં ય હીરાભાઈના મકાનમાં મને એક વાર પૂછેઃ મહારાજ, ઈશ્વર કર્તા છે કે નથી? અરે રે! આ શું કહે (છે?) અમારા કુંવરજીભાઈ હતા ને ભાગીદાર, એનાં છોકરાંવ છે ને અત્યારે છોકરાઓ છે એ છોકરાઓ નરમ-છોકરાઓ નરમ ! છે પૈસાવાળા છે ને ! ચાલીસ લાખ રૂપિયા છે ત્રણ-ચારલાખની પેદાશ છે છોકરાંઓની, ત્રણ જુદા પડી ગયા છે ત્રણ, પણ એ બધાં... ઓલો ભાગીદાર! અમે આ કર્તા, કર્તા (નીવાત) સંભળાવતા એને સંભળાવી હતી કે આ લોકો આમ કહે છે ને ખોટી વાત છે એ લોકોની ઈશ્વર કર્તાની, ઈશ્વર કર્તા-હર્તા છે નહીં. જગત સ્વતંત્ર છે. અને પાછા આંહી મને પૂછે છે હીરાભાઈના મકાનમાં એકાણુંમાં ત્યાં હતા ને! ત્રણ વરસ (ત્યાં ને પછી) ચોરાણુંમાં અહીં આવ્યા સ્ટાર ઓફ ઈન્ડીયામાં, હીરાભાઈનું મકાન છે જોયું છે ને, મહારાજ, આ ઈશ્વર કર્તા છે ને, શું તમે કહો છો? કાંઈ ભાન ન મળે બિચારાને, પેદાશમાં ખેંચી જાય આખો દી' બે લાખની પેદાશ વરસની ખેંચી જાય ત્યાં ધૂળમાં ન મળે નહી, મરીને હેરાન થઈને ઢોરમાં ગયો હશે-તિર્યંચમાં ઊપજ્યો હશે. આહાહાહા ! શું આ બાપા! આંહી પરમાત્મા એમ કહે છે. છે? કે પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાન પરિણામની આપત્તિ આવી જાય. શું કહે છે. કે રાગ-દ્વેષ આત્મા પણ કરે ને કર્મ પણ કરાવે તો બન્નેને રાગદ્વેષ થવાની આપત્તી આવી જાય, તો એવું છે નહીં (પરંતુ ) એવું છે શેઠ? Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરંતુ જીવને એકને જ રાગાદિ–અજ્ઞાનપરિણામ તો થાય છે.” દેખો ! એ ત્યાં પણ ચર્ચા થઈ હતી ઈસરીમાં. કીધુ: કર્મથી વિકાર બિલકુલ થતો નથી, કર્મ તો ષકારક-કારક એના છે નહીં, (૫) ફૂલચંદજીએ કબૂલ કર્યું, બીજા (પંડિતોએ) વિરોધ કર્યો કે, નહીં. એ પ્રશ્ન ત્યાં આવ્યો કલકતા, શેઠ લાવ્યા શેઠ શાંતિપ્રસાદ, કે ત્યાંથી પ્રશ્ન ત્યાં આવ્યો વિકાર કર્મથી નથી થતો? તો કીધું કે ત્યાં જવાબ દઈ દીધો છે, ચાલો ઊઠો, ગજરાજજીને ત્યાં ભોજન ( હતું ) ગજરાજજી છે ને ત્યાં કલકતામાં, ત્યાં ભોજન હતું, ભોજન કરીને બેઠા હતા ત્યાં શાહુજી આવ્યા શાંતિપ્રસાદ આવ્યા, ચાલીશ કરોડના આસામી છે ને તે આવ્યા કે આ પત્ર આવ્યો છે ત્યાંથી ચાલીશ કરોડ (ના આસામી) સીધા કે આ વિકાર જો પોતાનાથી થાય તો તો (જીવનો) સ્વભાવ થઈ જાય, માટે કર્મથી વિકાર (થાય). કીધું: જવાબ દઈ દીધો છે ત્યાં. શેઠ હોય તો અમારે શું છે. શેઠ હોતો તમારે જવાબ દઈ દીધો છે ત્યાં વિકાર પોતાથી થાય છે કર્મથી બિલકુલ (થતો) નથી. ગાથા પંચાસ્તિકાયની બાસઠ ગાથા જુઓ (કાઢો-દેખો કે) અમારી વાત છે નહીં. –કર્મના નિમિત્તને કારણે વિકાર થાય છે એવી અપેક્ષા છે નહીં. આ (સંવત-૧૯૧૩) તેની સાલની વાત છે. આ શેઠિયાય ત્યાં હતા પણ તેને કયાં ભાન હતું ને, આ તમારી કયાં એકની વાત છે. આ તો તમારી વાત કરતા'તા ઓલો દાખલો છે ને, બધાંય એમજ માનતા શેઠ! આહાહા ! આ શું કહે છે દેખો! આ ગાથા એવી આવી ગઈ છે પરંતુ જીવને એકને જ રાગાદિઅજ્ઞાનપરિણામ તો થાય છે. દેખો! છે? તેથી પુલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિઅજ્ઞાનપરિણામ નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. પુગલના ઉદયથી-કર્મના ઉદયથી જીવનું અજ્ઞાનપરિણામ તન્ન ભિન્ન છે. આહાહાહા ! સમજાય છે? અંદર વિકાર થાય છે તો કર્મ નિમિત્ત છે, પણ કર્મના નિમિત્તથી વિકાર તદ્દન ભિન્ન છે. એ કર્મ કરાવે છે એવું છે નહીં. આહાહાહા ! કે ભાઈ, અમને ઈચ્છા થાય છે. આ કર્મ આવ્યું તો આવો ભાવ આવ્યો, બિલકુલ જૂઠ છે. તારી કમજોરીથી વિકાર થાય છે. તારા અપરાધથી તારામાં થાય છે, કર્મ બિલકુલ (વિકાર) કરાવતું નથી. એમ આ ગાથામાં કહે છે ને, પોકાર કરે છે. પરિણામ એમ કે વિકાર જો કર્મથી ન થતો હોય તો વિકાર સ્વભાવ થઈ જાય. પણ પર્યાયનો ધર્મ છે એ પર્યાય પોતાથી વિકૃત થાય છે, એ સમયનું પરિણામ કમબદ્ધમાં એ આવે છે-પોતાથી થાય છે, પરથી થતું નથી. માનો ન માનો મારગ “આ” છે. અને છેવટે પછી દયા, દાન ને ભક્તિના પરિણામ ધર્મના કારણ છે. એમ કોઈ કહે તો એ મિથ્યાત્વ છે. પરિણામ થાય છે, પોતામાં પોતાથી દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ પણ (એ) છે. શુભ (ભાવ) એ શુભ (ભાવ) બંધના કારણ છે ને એનાથી ધર્મ થાય છે (એ) બિલકુલ જૂઠ વાત છે. જેમ કર્મ ને આત્મા બન્ને મળીને વિકાર નહીં એમ વિકાર ને આત્મા બન્ને મળીને ધર્મ નહિ. વિકાર પરિણામ ભિન્ન છે ને આત્માનો સ્વભાવ તન ભિન્ન છે. આહાહાહા ! (શ્રોતા-કર્મ પણ વિકાર ન કરાવે ને થાય સ્વાધિન) આત્મા સ્વાધિન છે અશુદ્ધ નિશ્ચયથી પોતાનાથી છે, વ્યવહારનયથી–આ કરે છે. કર્મ, તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત કરતું નથી, કરાવતું નથી બિલકુલ. આહાહા ! એમ શુભરાગ સ્વભાવનો આશ્રય લઈને ધર્મ થાય છે. શુભરાગ Page #402 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૯-૧૪) ૩૮૭ એમાં મદદ કરે છે કષાયની મંદતા-શુભ ઉપયોગ (એ) બિલકુલ નહીં. આહાહાહા ! પણ નિર્ણય કરવાનો અવસર નહિ ને ભાઈ. નરેન્દ્રભાઈ? તમારે છ ભાઈઓમાં વચ્ચે ક્યાં નવરાશ છે? સૌને એમ છે ને બાપા! એમ છે. આહાહા ! અમારે દુકાનમાં (હું હતો ) ત્યારે તો હું એક, એકકોર બેસતો ને હું વાંચું, “ભગત” અને બીજા સૌ ધમાલ કરતા આખો દી', સાધુ ગામમાં આવે તો ય આહાર ઓરાવવા ન આવે એ તો ધંધા ને દુકાનમાં મશગુલ. અને હું તો દુકાન છોડી દઉં, સાધુ આવ્યા છે ગામમાં પછી આપણે એને આહાર-પાણી આ તે (સગવડતામાં લાગી જાઉં) (એ લોકો બીજા) દુકાન છોડે નહીં જાતે એ લોકો તો રાતે આઠ વાગ્યે જાય. આખો દી' સાધુ આવ્યા હોય તો બિચારા સામુંય ન જોવે. કીધું: આ તે શું છે ! તમારા ધંધાની એટલી નિવૃત્તિ ન મળે ધંધા આડે! ધંધા કરે છે, બરાબર ચાલે છે ને સાંજે બર્સે-ત્રણસેંની પેદાશ થાય છે તો ય કે સાધુ આવે તો પછી રાતે આઠ વાગ્યા જાય-નામું-બામું લખી બંધ કરીને દુકાન ને પછી જાય. સાધુ કહે, “રાતડિયા આવ્યા. આહાહા ! ધંધા આડેના પ્રેમ આડે નિવૃત્તિ કયાં એને કરવી. (શ્રોતાઃ-ધંધામાં રૂપિયા મળે ને.) ધૂળમાંય રૂપિયા મળતા નથી, મમતા મળે છે, ત્યાં નહીં ભાઈ પ્રવિણભાઈ ? આહાહા! (એને) મમતા મળે છે, પૈસા તો દૂર દૂર રહી જાય છે. આંહી ભગવાન કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્યનો પોકાર છે કે આત્મામાં વિકાર થાય છે તો કર્મને આત્મા બેય મળીને વિકાર થાય છે એ બધી (વાત) જૂહી છે. એ તર્ક છે જે સમજણને માટે, એ તર્ક ઉપસ્થિત કરવામાં આવે છે ને ? તો તારી વાત જૂઠી છે. આત્મા એકલો સ્વતંત્ર વિકારનો કર્તા થઈને વિકાર કરે છે-કર્તા, સ્વતંત્ર છે પરની અપેક્ષા છે નહીં. આહાહા ! (શ્રોતા:સિધ્ધાંત છે ને કે પરાશ્રિત વ્યવહાર ને નિશ્વય સ્વઆશ્રિત) પરાશ્રિત વ્યવહાર, નિશ્ચય સ્વાશ્રય તો સ્વાશ્રય એટલે સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ ! (નિજાત્મા) એનો આશ્રય એ સ્વાશ્રય ! વિકાર છે પરાશ્રિત, પરાશ્રિત છે પણ કરે છે પોતાનાથી, વિકાર કરાવે છે કોણ? પરાશ્રિત પર કરાવે છે? પરનો આશ્રય કરે છે–આશ્રય કરે છે સ્વતંત્ર ! પોતાનો આત્મા કરે છે આશ્રય. અરે, એ તો ગુણભેદ કરો તો ય વ્યવહાર છે. વ્યવહારનો અર્થ શું કે “ભેદ કરવો’ એ વ્યવહાર તો એ પરાશ્રય થઈ ગયો. તમે અભેદમાં ભેદ પાડો છો એ તો ભેદ થઈ ગયો. અભેદ ચિદાનંદ પ્રભુ! અખંડાનંદ પ્રભુ છે. આહાહા ! જેમાં વિકાર તો નથી પણ પર્યાય જેમાં નથી એવો જ્ઞાયકભાવ એની દૃષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન ને ધર્મની શરુઆત છે. આહાહા ! બાકી, બધાં થોથાં છે, એ કહે છે જુઓ. ભાવાર્થ:- જો એમ માનવામાં આવે કે “જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે.” દેખો ! છે ને? જીવ અને કર્મ મળીને રાગ-દ્વેષ, વિષય-વાસના, મિથ્યાત્વ આદિ ભાવ, બેય મળીને પરિણમે છે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ સિદ્ધ થશે તો રાગાદિ પરિણામ બન્નેને સિદ્ધ થાય, જડને પણ રાગાદિ (થાય) ને આત્માને પણ રાગાદિ (થાય), પરંતુ પુગલકર્મ તો રાગાદિરૂપે જીવરાગાદિરૂપે કદી પરિણમી શકતું નથી. પુદ્ગલકર્મ તો રાગાદિરૂપજીવરાગાદિરૂપ કયારેય પરિણમી શકતું નથી–આત્માને રાગ કદાપિ કરાવી શકે નહીં. છે? રાગાદિ શબ્દ પરિણામ રાગ-દ્વેષ, વિષયવાસના, મિથ્યાત્વ આદિ બધાં વિકારભાવ સમજવા. Page #403 -------------------------------------------------------------------------- ________________ ३८८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા! એ જીવરાગાદિરૂપ ક્યારેય પરિણમાવી શકતું નથી, કોણ ? પુદ્ગલકર્મ ! પુદ્ગલકર્મ જીવના રાગદ્વેષરૂપ કદી પરિણમાવી શકે નહીં. આહાહા ! એટલા માટે પુદ્ગલકર્મનો ઉદય જો કે રાગાદિ પરિણામનું નિમિત્ત છે, ભલે હો ! કર્મનો ઉદય નિમિત્ત છે. એનાથી ભિન્ન જ-ઉદયથી ભિન્ન જ પોતાના રાગાદિ પરિણામ છે. કર્મથી થતા નથી ને કર્મે કરાવ્યા નથી. આહાહા ! મોટો વાંધો આ ‘ઇસરીમાં' (શ્રી ગણેશપ્રસાદ વર્ણીજી સાથે ) આ ચર્ચા મોટી ચાલી હતી–મોટી ચાલી'તી ! ( i ) ફૂલચંદજીએ કબૂલ કર્યું હતું કે સ્વામીજી ( સદ્ગુરુ શ્રી કાનજીસ્વામી ) કહે છે કે વિકાર નિશ્ર્ચયથી, ૫૨ના કા૨ક વિના, (પોતાથી ) થાય છે એમ બોલ્યા. એક ફૂલચંદજી નીકળ્યા. આંહી આપણા બેઠા'તા રામજીભાઈ ને હિંમતભાઈ બધાં હતા, (સંવત ) તે૨ની સાલ, કેટલા વરસ થયા ? બાવીસ, બાવીસ ! અહીં એ કહે છે, રાગ-દ્વેષ વિકાર પોતાની પર્યાયમાં પોતાથી થાય છે સ્વતંત્ર અજ્ઞાનપણે કર્મ મળીને થાય છે તો બન્ને મળીને થાય છે તો તો બન્નેને રાગ આવ્યો, બન્ને મળીને જ, જડ ને ચૈતન્યના પરિણામ ભિન્ન એકદમ ભિન્ન. કર્મના પુદ્ગલથી રાગાદિ અજ્ઞાનભાવ, કર્મથી ભિન્ન છે તો ભિન્નને ભિન્ન (વિકાર ) કરાવે એવું ક્યારેય હોતું નથી. તેથી એનાથી ભિન્ન જ જીવના પરિણામ છે. લ્યો ! આહાહાહાહા! હવે અહીં નયવિભાગથી કહે છે કે આત્મામાં કર્મ બદ્રસૃષ્ટ છે કે અબદ્ધસૃષ્ટ છે–તે હવે કહે છે ગાથા-૧૪૧ છે જરી સૂક્ષ્મ વાત આવશે, વિશેષથી...... ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ !) અહીં તો કરવાલાયક છે જે નિર્મળપર્યાય એ પણ જેમાં નથી. આહા... હા ! આત્મા ‘કર્તા’ અને નિર્મળપર્યાય ‘કર્મ’ –એ પણ ઉપચાર છે, (એમ કહે છે). સમજાણું કાંઈ ? “તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઉપજી”ભાષા જોઈ ? “થય સા થમત્ર નાતા” -પાઠ એમ છેઃ આ કેમ ઉત્પન્ન થઈ ! આ પર્યાયની, મોક્ષમાર્ગની વાતો બધી કથન (માત્ર છે), વસ્તુમાં નથી; (તો ) ઉત્પન્ન ક્યાંથી થઈ– “આમાં કઈ રીતે ઉપજી.” પછી અર્થ કર્યોઃ “અર્થાત્ ધ્યાનાવલી આ પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે.” ઉપજી એટલે પર્યાયમાં નિર્વિકલ્પ (ધ્યાનાવલી ) ઊપજી ને...! ( એ ) વસ્તુમાં ક્યાં છે? આહા... હા ! ભારે વાત આવી છે! (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૩૦૫, નિયમસાર શ્લોક-૧૨૦) Page #404 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૧ उ८८ ( ગાથા-૧૪૧ ) किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह जीवे कम्मं बद्धं पुढें चेदि ववहारणयभणिदं। सुद्धणयस्स दु जीवे अबद्धपुढे हवदि कम्मं ।।१४१।। जीवे कर्म बद्धं स्पृष्टं चेति व्यवहारनयभणितम्। शुद्धनयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म।।१४१ ।। जीवपुद्गलकर्मणोरेकबन्धपर्यायत्वेन तदात्वे व्यतिरेकाभावाज्जीवे बद्धस्पष्टं कर्मेति व्यवहारनयपक्षः। जीवपुद्गकर्मणोरनेकद्रव्यत्वेनात्यन्तव्यतिरेकाज्जीवेऽबद्धस्पृष्टं कर्मेति निश्चयनयपक्षः। આત્માનાં કર્મ બદ્ધસ્પષ્ટ છે કે અબદ્ધસ્પષ્ટ છે' -તે હવે નયવિભાગથી કહે છે - છે કર્મ જીવમાં બદ્ધસ્પષ્ટ-કથિત નય વ્યવહારનું; પણ બદ્ધસ્પષ્ટ ન કર્મ જીવમાં-કથન છે નય શુદ્ધનું. ૧૪૧. ગાથાર્થ-[ની] જીવમાં [ વર્મ] કર્મ [ વધું](તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે [૨] તથા [] સ્પર્શાયેલું છે [કૃતિ] એવું વ્યવહારનયમતિમ] વ્યવહારનયનું કથન છે [1] અને [ નીવે] જીવમાં [વર્ષ ] કર્મ [ગવદ્ધસ્કૃષ્ટ] અણબંધાયેલું, અણસ્પર્શાયેલું મવતિ] છે એવું[ શુદ્ધનયW] શુદ્ધનયનું કથન છે. ટીકા:-જીવના અને પુદ્ગલકર્મના એકબંધ પર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. પ્રવચન નં. ૨૧૯ ગાથા-૧૪૧ મંગળવાર, ફાગણ સુદ-૧૫, તા. ૧૩/૩/'૭૯ અધિકાર ઘણો સૂક્ષ્મ છે, પણ યથાર્થ છે-અનંતકાળમાં જીવે યથાર્થપણે તો સાંભળી નથી (આ) વાત. ઓહોહો ! એ વાત! સમયસાર ૧૪૧ ગાથા! અહીં જરી સૂક્ષ્મ કહે છે. હવે અહીં નવિભાગથી કહે છે કે આત્મામાં “કર્મ બદ્ધ સ્પષ્ટ છે કે “અબદ્ધસ્પષ્ટ છે' -એકસો એકતાલીસ (ગાથા છે). આહાહા! जीवे कम्मं बद्धं पुढें चेदि ववहारणयभणिदं। सुद्धणयस्स दु जीवे अबद्धपुढे हवदि कम्म।।१४१ ।। Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે કર્મ જીવમાં બદ્ધસૃષ્ટ-કથિત નય વ્યવહા૨નું; પણ બદ્ધસૃષ્ટ ન કર્મ જીવમાં–કથન છે નય શુદ્ધનું. ૧૪૧. ટીકા :– એકસો એકતાલીસની ટીકા, જીવના અને પુદ્ગલકર્મના, ભગવાન આત્મા જીવ અને પુદગલકર્મ જડ, એ એકબંધપર્યાયપણાથી, બેયને બંધ સંબંધ છે નિમિત્ત નિમિત્ત, પરની સાથે તો કોઈ સંબંધ છે જ નહિ, પણ આંહી કર્મની સાથે (જે ) સંબંધ છે એ વ્યવહા૨નયથી છે. છે ? એકબંધ પર્યાયપણાથી જોતાં, તેમને તે કાળે ભિન્નતાનો અભાવ છે. કર્મ જડ છે અને આત્મા ચેતન ભગવાન આનંદસ્વરૂપ છે, બેય એક સમયમાં...બંધપર્યાયની એમાં દૃષ્ટિથી જુઓ, તો વ્યવહા૨નયથી એને છે, બંધ છે. આહાહા ! એવો વ્યવહારનયનો પક્ષ છે. સૂક્ષ્મ છે ભાઈ ભગવાન આત્મા, ચૈતન્યસ્વરૂપ અંદર આનંદસ્વરૂપ પ્રભુ, એની પર્યાયમાં કર્મજડનો સંબંધ, બંધની પર્યાયદૃષ્ટિથી જોવાથી, વ્યવહારનયથી છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? જીવના અને પુદ્ગલકર્મના અનેક દ્રવ્યપણાથી જોવામાં આવે તો ભગવાન આત્મા દ્રવ્ય ભિન્ન છે, કર્મ૨જકણ એ ભિન્ન ચીજ-ભિન્ન ચીજ છે, બહારની તો વાત શું ક૨વી ? તો આત્મતત્ત્વ જે અંદર સચ્ચિદાનંદ પ્રભુશુદ્ધ આનંદધન આત્મા, એને કર્મનો સંબંધ નિશ્ચયથી છે નહીં, વર્તમાન પર્યાયદેષ્ટિથી જોવાથી વ્યવહારર્દષ્ટિથી પક્ષ છે એમ કહેવાય છે. આહાહા! નિશ્ચયથી જુઓ. છે ? જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જો તો જીવ ભિન્ન તત્ત્વ છે, કર્મ ભિન્ન તત્ત્વ છે, બેય દ્રવ્ય એક નથી. કર્મ જડ અને પ્રભુ ચૈતન્ય આત્મા ભગવાન એ બેય દ્રવ્ય જ ભિન્ન છે. બહા૨ની તો વાત શું કહેવી ? આહાહા ! બધાં ભિન્ન પદાર્થ, પોતપોતાને કા૨ણે છે બધા, પણ અહીંયાં કર્મનો સંબંધ જે છે અંદરમાં નિશ્ચયદૃષ્ટિથી દેખો તો ભગવાન આત્મા અને કર્મનો સંબંધ છે જ નહીં. આહાહા ! સૂક્ષ્મ વાત છે ભાઈ. અનંતકાળમાં ક્યારે'ય કર્યું નથી. ઓહો..ચોરાશી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરતાં-કરતાં અનંત ભવ વીત્યા પણ આ આત્મા અંદર કર્મના સંબંધ વિનાની ચીજ છે, એવો નયનો પક્ષ પણ કદી કર્યો નહિ. આહાહા ! સમજાણું કાંઈ... ? ઘણી સૂક્ષ્મ વાત છે, અધિકાર. આહાહા ! આ શરીર તો માટીજડ ધૂળ છે એ તો આત્મામાં છે નહીં. અહીંયા તો આઠ કર્મ જે અંદર છે, એ પણ આત્માની ચીજમાં એ ચીજ નથી. કેમકે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. આહાહા ! આવી વાત છે. વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ ૫૨માત્મા, ઈન્દ્રો ને ગણધરોની વચ્ચે આ કહેતા હતા. પ્રભુ બિરાજે છે મહાવિદેહમાં સીમંધ૨ ભગવાન, ત્યાંથી આ વાણી આવેલી છે. ભગવાન એમ કહે છે કુંદકુંદાચાર્ય, કે ભગવાન એમ કહેતા હતા, કે આત્મા અંદર વસ્તુ છે ભગવાન અંદર, એને કર્મનો સંબંધ કહેવો એ વ્યવહા૨ છે, ઉપચાર છે આરોપિત કથન છે. પણ એ તો કર્મના સંબંધ રહિત જીવ ભિન્ન ચીજ છે. એ નિશ્ચયનયનો પક્ષ છે. પક્ષનો અર્થઃ– હું કર્મ બંધનથી રહિત છું એકલો, એવો એક નયનો એક વિકલ્પનો પક્ષ છે, સૂક્ષ્મ વાત છે ભાઈ. ૫૨માત્મા જિનેશ્વર વીતરાગ પરમાત્માનું કથન અત્યારે બહુ ગૂમ થઈ ગયું છે. આંહી ૫૨માત્મા કહે છે એ...કુંદકુંદાચાર્ય આડતીયા થઈને ભગવાનની વાત કરે છે. આહાહા! Page #406 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૧ ૩૯૧ પ્રભુ તારી ચીજ જે અંદર છે, એ કર્મના સંબંધથી રહિત પ્રભુ છે. આહાહાહા ! પણ એ કર્મના સંબંધથી રહિત છે, એવો એક વિકલ્પ કરવો એ નિશ્ચયનયનો પક્ષ છે. એ પણ આત્માનું સાધન નથી. આહાહા ! એ સાધન નહિ, આગળ કહેશે, કેમકે એવો બંધ કર્મથી બંધ છે આત્માનો સંબંધ છે, એવા વ્યવહારનો નિષેધ તો અમે પહેલેથી જ કરતા આવ્યા છીએ. પણ અહીંયા આત્મા કર્મથી રહિત છે-કર્મબંધ રહિત છે, એવી અંદર ચીજ છે ચૈતન્યસ્વરૂપ ભગવાન, એ કર્મના સંબંધથી રહિત છે, એવો એક નિશ્ચયનયનો પક્ષ એટલે વિકલ્પ છે નિશ્ચયનયનો પક્ષ એટલે વિકલ્પ એટલે રાગ છે પક્ષ. આહાહા ! સમજાણું કાંઈ ? તો, કહે છે (જીવના અને પુગલકર્મના અનેક દ્રવ્યપણાથી જોતાં તેમને) અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. પક્ષ એટલે વિકલ્પ છે. સમજાણું કાંઈ? ભાઈ, ગાથા તો બહુ ઊંચી આવી છે હવે. આહાહા ! ભગવાન ત્રિલોકનાથ એમ કહે છે પ્રભુ, તારી ચીજ અંદર કર્મથી ભિન્ન છે એવો વિકલ્પ તને થાય છે-નિશ્ચયનયનો પક્ષ, એ પણ તારે છોડવો પડશે.રાયચંદભાઈ! આહાહા ! આવી વાત છે. તારે જન્મ મરણથી રહિત થવું હોય, ચોરાશીના અવતારમાં રખડીને અનંતવાર જનમ-મરણ કરીને થાક્યો નથી, થાક નથી લાગ્યો, કે છે એ જનમ-મરણ રહિત થવું હોય તો પહેલાં, આત્મા કર્મથી બંધાયેલ નથી એવો જે નિશ્ચયનયનો વિકલ્પ છે ત્યાં સુધી આવ્યો, પરંતુ તેથી શું? છે પણ તેથી શું? (જુઓ !) ૧૪૧ ની પાછળ ગાથા ૧૪૨ ની શરૂઆત (મથાળે) પણ તેથી શું? નિશ્ચયનયથી ભગવાન આત્મા કર્મબંધના સંબંધથી રહિત છે એવો જે પક્ષ એટલે વિકલ્પ એટલે રાગ છે એ નિશ્ચયનયનો પક્ષ છે. આહાહાહા ! પ્રભુ! આંહી સુધી તું આવ્યો, તેથી શું? રમણીકભાઈ ? આહાહા ! આવો મારગ છે પ્રભુ. આહાહાહા !ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમેશ્વર કેવળજ્ઞાની પરમાત્માની દિવ્યધ્વનિ દ્વારા આવેલી વાત એ આગમમાં રચાયેલી છે. આહાહા ! ઓમકાર દિવ્યધ્વનિ સાંભળીને આગમ રચ્યાં. આહાહા ! એ આગમ સાંભળીને ભવિજીવ સંશય ટાળે છે. આહા ! (સંશય) શું? કે હું કર્મનો સંબંધ તો મારામાં છે જ નહીં, એ તો પહેલેથી નિષેધ કરતા આવ્યા છીએ, શરીર તો જડ-માટી છે એનાથી તો કોઈ સંબંધ છે નહીં, સ્ત્રી-કુટુંબ પરિવાર પર વસ્તુ છે એનાથી આત્માનો કોઈ સંબંધ છે નહિ, અહીંયાં તો કર્મ જે જડ છે-પૂર્વે જે એણે પુણ્ય-પાપના ભાવ કર્યા હતા એથી કર્મ બંધાણી છે એ કર્મનો સંબંધ છે એ પણ વ્યવહારનયનું ઉપચારિક કથન છે. આહાહા ! ભગવાન ! તું તો કર્મના સંબંધથી રહિત છો ને? એવો નિશ્ચયનયનો પક્ષ કરે છે એ પણ એક વિકલ્પ છે એમ કહે છે. આહાહાહા! મારગ વીતરાગનો મારગ અલૌકિક છે બાપુ, શું કીધું? સમજાણું કાંઈ ? વિષય ઘણો સત્ય છે. જેને આત્માનું કલ્યાણ કરવું હોય અને જનમમરણ ચોરાશીના અવતાર કરતાં કરતાં અનંતભવ ગયા પ્રભુ, એથી જો છૂટવું હોય, તો હું કર્મસંબંધથી રહિત છું એવો એક નિશ્ચયનયનો વિકલ્પ છે ત્યાં સુધી આવ્યો તેથી શું, એમ કહે છે. આહાહાહા ! ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ અંદર શુદ્ધ ચિદાનંદ આત્મા, વસ્તુ છે એ કર્મના સંબંધના ભાવથી તો રહિત છે. કેમકે કર્મ પ૨૫દાર્થ છે એનો તો એમાં અભાવ છે. પણ અભાવ છે એવો એક નિશ્ચયનયનો સ્વઆશ્રયનો વિકલ્પ ઊઠાવે છે હું અબદ્ધ છું એવો વિકલ્પ એટલે રાગની વૃત્તિ ઉત્પન્ન થઈ.અહીં સુધી આવ્યો, તેથી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ શું? (શ્રોતા- એ વિકલ્પનું શું કરવું) ઈ જ કહે છે વિકલ્પને તોડી નાખ, તો તને લાભ-કલ્યાણ થશે. કોણે પૂછયું? (શ્રોતા:- નવલચંદભાઈએ) આ ઈ જ કહે છે. આહાહા ! (શ્રોતા:- એકલા એકલા શું કરવું?) એકલા આ કરવું અંદર, વિકલ્પ તોડીને (નિર્વિકલ્પ)સ્વરૂપમાં એકાગ્ર થવું. આહાહા! ભગવાન આનંદપ્રભુ આત્મા, સચ્ચિદાનંદ સત્ એટલે શાશ્વત જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ અંદર એનો પણ નિશ્ચયનયના પક્ષનો વિકલ્પ ઊઠાવે છે, તેથી શું? ત્યાં સુધી આવ્યો તેથી શું તારે લાભ શું છે એમાં તારે? આહાહા ! સમજાણું કાંઈ? 1 ઝીણી વાત છે પ્રભુ! આહા! ભગવાન અંદર આત્મા, કર્મબંધનના સંબંધ રહિત છે, પરનો તો સંબંધ છે જ નહીં, પણ કર્મબંધનનો સંબંધ જે એકક્ષેત્રાવ ગાયું છે, એનાથી પણ હું સંબંધ રહિત છું, એવો એક સ્વાશ્રિત વિકલ્પ ઊઠાવે છે, રાગની વૃત્તિ, નિશ્ચયનયથી હું અબદ્ધ છું પરથી રહિત છું એવો વિકલ્પ એટલે રાગની વૃત્તિ ઊઠે છે એને આંહી કહે છે કે એનાથી શું? ત્યાં સુધી આવ્યો તોય તારું કલ્યાણ નહિ થાય. ઝીણી વાત આ તો પ્રભુ. આહાહા ! પ્રભુ ચૈતન્યમૂર્તિ ભગવાન અંદર આનંદસ્વરૂપ છે, એના નિશ્ચયના પક્ષમાં તું આવ્યોઅને ઊભો રહીને ત્યાં રોકાઈ જઈશ તો તને લાભ નહિ થાય. આહાહાહા! અરે, ચોરાશીના અવતારમાં રખડતાં પ્રભુ, કહે છે કે અહીંયાં સુધી આવ્યો કેટલીય વાર. આહાહા ! સમજાણું કાંઈ ? મારી ચીજ અંદર વસ્તુ છે, એને કર્મનો સંબંધ છે એનો તો નિષેધ કરતા આવ્યા છીએ, આગળ કહેશે. પણ અહીં તો કર્મસંબંધ રહિત છે, એવી એક વિકલ્પ વૃત્તિ ઊઠે છે, નિશ્ચયનયના પક્ષની સ્વાશ્રયે, પ્રભુ ત્યાં સુધી આવ્યો તેમાં તારું કલ્યાણ શું થયું? સમજાણું કાંઈ? દેવગુરુ શાસ્ત્રની ભક્તિવિનય એ તો વિકલ્પ છે એની તો અહીં વાત છે નહિ, આહાહા ! એનાથી તો તારું કલ્યાણ થશે, એવું છે નહિ, પણ તું અંદર વસ્તુ કર્મના-જડના સંબંધરહિત વસ્તુ છે, કેમકે એ કર્મ પણ દ્રવ્ય છે ને તે પણ એક વસ્તુ છો, તો એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ છે નહીં, આ રીતે આવ્યો અંદર કે હું તો અબદ્ધ છું–કર્મના સંબંધના બંધથી રહિત છું છે એવું પણ આવો વિકલ્પ ઊઠાવે છે. આહાહાહા ! પ્રવિણભાઈ ! તમારે ત્યાં પૈસા બૈસામાં આ સાંભળવા મળે તેવું નથી ત્યાં ક્યાંય. પૈસાને તો કાંઈ સંબંધ નથી કહે છે તારે ને શરીરને તો કાંઈ સંબંધ નથી. આ તો જડ-માટી–ધૂળ છે પણ અંદર કર્મબંધન જે છે, તારા ભાવથી કર્મબંધન જે થયું કર્મના કારણથી હું બંધસહિત છું એ પણ વ્યવહારનયનો પક્ષ વિષય છોડી દે, એ તો છોડી દે, પણ હું બંધરહિત છું–કર્મના સંબંધથી હું રહિત છું (અબદ્ધ છું) એવો નિશ્ચયનયમાં આંગણે આવીને વિકલ્પ ઊઠાવે છે, તેથી શું? આહાહાહા! આવો પ્રભુનો મારગ છે ભાઈ. દુનિયામાં તો કંઈક-કંઈક રોકાઈને ક્યાંય પડ્યા છે. (શ્રોતા - શરૂઆતમાં તો એવો વિકલ્પ આવતો જ હશેને ) આવે પણ કહે છે કે તેથી શું? એ તો કહે છે. અહીં સુધી તું આવ્યો તેથી શું થયું તારે? ભગવાન તારી ચીજ (આત્મા) તો જે એ નિશ્ચયનયનો વિકલ્પ છે, તેનાથી રહિત છે અંદર એ વિકલ્પ તારો હોય તો ક્યારેય છૂટે નહીં. એ તારો છે નહીં. આહાહાહા! હું કર્મબંધન રહિત છું એવી જે વિકલ્પની વૃત્તિ ઊઠે છે ત્યાં સુધી આવ્યો પણ કહે છે પરમાત્મા, તેથી શું થયું તારે? એનાથી તને લાભ શું થયો? આહાહાહા! (શ્રોતાઃ- સમ્યક એકાંતનો પક્ષ એ હું નહીં?) એ આ છું એવો ભેદ કરે છે ને વિકલ્પ ઊઠે છે Page #408 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૧ ૩૯૩ એ નહીં. મારગ પ્રભુના. એ વિકલ્પ છે એ રાગ છે. હું અબદ્ધ છું અમૂઢ છું શુદ્ધ છું એવો વિકલ્પ ઊઠે છે, એ રાગ છે. એ નિશ્ચયનયના પક્ષનો સ્વની અપેક્ષાથી ઊઠેલો રાગ છે. તો એથી તને લાભ શું થયો? સમજાણું કાંઈ ? બીજાથી તો લાભ નહીં. આહાહા ! દેવગુરુશાસ્ત્રની ભક્તિ કરવી, એ તો રાગ છે એનાથી તો તને લાભ નથી. આહાહા ! પરમાત્મા એમ ફરમાવે છે, ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એની આજ્ઞા પ્રમાણે કુંદકુંદાચાર્ય જગતને જાહેર કરે છે. પ્રભુ તું અંદર છે ને ચીજ સચ્ચિદાનંદ પ્રભુ. “સિદ્ધસમાન સદા પદ મેરો” આહા! ચેતનરૂપ અનૂપ અમૂરત “ચેતનરૂપ અનૂપ અમૂરત' એને કોઈ ઉપમા નથી અમૂર્તિક વસ્તુ છે, “સિદ્ધ સમાન સદા પદ મેરો' આહાહા ! આવો વિકલ્પ આવે છે ત્યાં સુધી ક્યાં તારું કાર્ય થયું? આવી વાત છે ભગવાન! આહાહા ! ભાગ્યશાળીને તો કાને પડે એવી વાત છે, એવી ચીજ અત્યારે બહુ ગુપત થઈ ગઈ પ્રભુ શું કરીએ? સંપ્રદાયમાં તો આ વ્રત કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને (તેથી) કલ્યાણ થાશે ને તારી દેશે, એ તો ક્યાંય વાત રહી ગઈ. પણ આંહી તો હું આત્મા અબદ્ધ એટલે છે એ અબદ્ધ એટલે મુક્તસ્વરૂપી જ છે આત્મા, પણ મુક્તસ્વરૂપ છું, અબદ્ધ છું એવો વિકલ્પ જે વૃત્તિ ઊઠે છે, એ બંધનું કારણ છે. આહાહા ! છે? ગાથા બહુ સારી આવી ગઈ છે. અમારા રમણીકભાઈ આવ્યા છે ને રમણિકભાઈ પાલેજ હિંમત બહુ કરી છે. વખાણ બહુ કરતા. આ બાપુ થાય છે (થવા યોગ્ય ) શું થાય તે બધું, આ સંસારમાં શું ન બને? એ કહ્યું ને. એ તો આમ લગન થતા'તા મંડપમાં હતા, નીચે સર્પ આવ્યો, ડંખ માર્યો તો મરી ગયો (વરરાજા) તો લગન કરતા-કરતા મરી ગયો, ઢળી ગયો. આહાહા!દેહની સ્થિતિ પુરી થવાની બાપા એને કોણ રોકે ? એક સમય પણ અધિક જિનેન્દ્રદેવ પણ ફેરવી ન શકે, પ્રભુ! આહા! આંહી તો કહે છે પ્રભુ. હું અબદ્ધ છું, જ્ઞાન છું, શાંતિ છું, આનંદ છું, સ્વચ્છ છું, પ્રભુ છું મારી ચીજ પરમેશ્વર સ્વરૂપ છે. એવો વિકલ્પ ઊઠાવે છે રાગ, પ્રભુ એથી તને શો લાભ છે? આહાહા! ઝવેરીની દુકાનમાં અંદર આવ્યો પણ અંદર આવીને આવું કરવા (લાગ્યો) કે આ ઝવેરાત છે ને આ છે ને આ છે ને, એથી તને શો લાભ થયો? આંગણું છોડીને અંદરમાં જા. આહાહા! આવી વાત છે. છે? તેથી શું? અર્થાત્ આંહીં સુધી તું આવ્યો તેથી તારા આત્માનો લાભ શું છે? તેથી ધર્મ શું થયો? એ વિકલ્પ છે તે આસ્રવ છે, બંધનો ભાવબંધ છે. આહાહા! બંધરહિત છું એવો વિકલ્પ પણ ભાવબંધ છે. આ વીતરાગ આમ કહે, વીતરાગ એમ કહે, કે અમારી ભક્તિ કરવાથી પણ તને તો રાગ થશે. તમારા દ્રવ્યનો આશ્રય લે, તો તને ધર્મ થશે. આહાહા! દ્રવ્યના આશ્રયમાં પણ નિશ્ચયનયના વિકલ્પમાં ઊભો રહીશ, તો પણ આત્માનો આશ્રય નહીં લઈ શકે. શાંતિભાઈ ! આવું છે પ્રભુ! આહાહા! જે આત્મા તે બને નયપક્ષોને ઓળંગી ગયો છે-પાર થયો છે દેખો. છે જે આત્મા બને નયપક્ષો-વ્યવહારનો પક્ષ તો છૂટી ગયો, પણ નિશ્ચયનયના પક્ષને પણ છોડીને જે છોડી ચૂક્યો છે એને, પાર થયો છે તે જ સમયસાર છે. એ આત્મા છે. શું કહ્યું સમજાણું? હું અબદ્ધ છું મુક્ત છું, એવો વિકલ્પ નયપક્ષનો છે એ પણ છોડીને અંદરમાં આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે સમયસાર આત્મા છે. ત્યારે એને સમ્યગ્દર્શન થાય ને કલ્યાણ થાય છે. આહાહા ! (જુઓ ને!). Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે કે નહીં ? ન્યાં તો કાંઈ વખત મળતો નો હોય વાંચવામાં સમયસાર( શ્રોતાઃ- વાંચીએ છીએ ને) પણ એ વખત તો ક્યાં લ્યે છે વાંચવા માટે ? આહાહા ! વાંચે તો સૂઝ પડે એવું નથી. આહાહા ! પ્રભુ, તું કોણ છો અંદર ? તારી ચીજ તો ‘હું અબદ્ધ છું’ એવા વિકલ્પથી પણ પા૨ છે. આહાહા ! સમજાણું કાંઈ ? જે આત્મા બન્ને નયપક્ષોને પાર કરી ચૂક્યો છે વ્યવહા૨ના પક્ષને તો (છોડાવવા જેવો કહીને નિષેધ કરતા ) આવ્યા છીએ, પણ નિશ્ચયનયનો પક્ષ પણ છોડી દે! પક્ષ છોડી દે આહાહા ! ભગવાન તો અંદર શુદ્ધચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે. એનું અવલંબન લઈને અનુભવ નિર્વિકલ્પ બનીને કર તો તને સમ્યગ્દર્શન થશે ને જન્મ-મ૨ણનો અંત થશે. આહાહા ! એ ગાથા પૂરી થઈ જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે એમ હવે ગાથામાં કહે છે :– એ હવે ગાથા દ્વારા કહે છે. એ વાત જરી લોકોને આકરી પડે : ‘કારણપર્યાય’. એ વાત ચાલતી નથી ને.. ! ચાલતી નથી—કયાય છે નહીં. કા૨ણપર્યાય ફકત ૧૫મી ગાથા ‘નિયમસા૨’ મા જ લીધી છે. અને એનો અર્થ ખૂબ સ્પષ્ટ કર્યો હતો તે વખતે. અને એ કાઈ ચાલે ? આ તો અંતરની વાતો છે, બાપુ !( કારણપર્યાય ) બીજે નથી. ત્યાં જ લીધી છે. ચાદમી ગાથા... પછી ૧૫મી ગાથામા લીધું છે. અહીંયાં મોક્ષમાર્ગ છે ને ! “ આ ‘નિયમસાર' મેં મારી ભાવના માટે બનાવ્યું છે” –એમ કુંદકુંદ-આચાર્યે કહ્યું. તો સારમા સાર વસ્તુ એમા નાખી છે. ઝીણી વાત છે, પ્રભુ ! ૧૫મી ગાથામા છે સ્પસ્ટઃ “કા૨ણપાય” એ ધ્રુવ છે. જેમ દ્રવ્ય ધ્રુવ છે, ગુણ ધ્રુવ છે. સમુદ્ર જેમ કાયમ છે, એનું જળ કાયમ છે, એની સપાટી પણ ઉપર કાયમ છે. અને આમ ઉ૫૨ પાણીનો જે લોઢ આવે છે. ઓછોવતો. (તેમ ) એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, એ તો પછી ઉ૫૨નો લોઢ છે. આ તો ઝીણી વાત છે, બાપુ ! બધી વાતો સમજવી પડશે, બાપુ ! શું થાય ? પણ અત્યારે આ વાત ચાલતી નથી. એટલે એકદમ સમજાવવી અને સમજવી (જરી અઘરી છે). ‘કારણપર્યાય’ ધ્રુવ છે, એ વાત ચાલતી નથી. વળી ‘કા૨ણપર્યાય ધ્રુવ’ એમ કેમ કહ્યુ ? પર્યાય કહેવી અને ( તે ) ધ્રુવ ? ! ( શ્રોતાઃ ) આ પર્યાય શ્રુતપ્રમાણ કહેવાય ? ( ઉત૨: ) પ્રમાણ એટલે ? કહ્યુ ને...! કેટલી વાતો થઈ ગઈ. ( કા૨ણપર્યાય એ ધ્રુવ છે). અને ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પણ પર્યાય છે ( પણ એ ઉત્પાદવ્યયરૂપ છે ). પછી પ્રશ્ન શું થાય છે ? દ્રવ્ય–ગુણ છે એ પારિણામિક ભાવ છે. અને એ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવની પર્યાય છે તે પ્રગટ મોક્ષમાર્ગપર્યાય છે. ( શ્રોતાઃ ) આ પર્યાય કઈ ગણવી ? (ઉત૨: ) આ ત્રણમાંથી ગમે તે– ઉપશમ હોય, ક્ષયોપશમ હોય, ક્ષાયિક હોય. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૭૬-૧૭૭,નિયમસાર શ્લોક-૧૦૯ ) Page #410 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૯૫ 30) - C ગાથા-૧૪૨ ) * - - તત: વિક્રમ कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं। पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो।।१४२।। कर्म बद्धमबद्धं जीवे एवं तु जानीहि नयपक्षम्। पक्षातिक्रान्तः पुनर्भण्यते यः स समयसारः।।१४२।। यः किल जीवे बद्धं कर्मेति यश्च जीवेऽबद्धं कर्मेति विकल्पः स द्वितयोऽपि हि नयपक्षः। य एवैनमतिक्रामति स एव सकलविकल्पातिक्रान्तः स्वयं निर्विकल्पैकविज्ञानघनस्वभावो भूत्वा साक्षात्समयसार: सम्भवति। तत्र यस्तावज्जीवे बद्धं कर्मेति विकल्पयति स जीवेऽबद्धं कर्मेति एकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामतिः यस्तु जीवेऽबद्धं कर्मेति विकल्पयति सोऽपि जीवे बद्धं कर्मेत्येकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामति; यः पुनर्जीवे बद्धमबद्धं च कर्मेति विकल्पयति स तु तं द्वितयमपि पक्षमनतिक्रामन् न विकल्पमतिक्रामति। ततो य एव समस्तनयपक्षमतिक्रामति स एव समस्तं विकल्पमतिक्रामति। य एव समस्तं विकल्पमतिक्रामति स एव समयसारं विन्दति। પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, -એમ હવે ગાથામાં કહે છે - છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયનો સાર” છે. ૧૪૨. ગાથાર્થ-[ નીવે] જીવમાં [ ] કર્મ[વદ્ધમ] બદ્ધ છે અથવા [ ગવદ્ભ] અબદ્ધ છે- [વં તુ] એ પ્રકારે તો [ નયક્ષમ] નયપક્ષ [નાનાદિ] જાણ; [પુનઃ] પણ [...] [પક્ષાતિPI7:] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો )[મખ્યતે] કહેવાય છે [સ:]તે [સમયસર:] સમયસાર ( અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે. ટીકા-જીવમાં કર્મ બદ્ધ છે” એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે” એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષને અતિક્રમે છે (-ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘન સ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે કે)-જે “જીવમાં કર્મ બદ્ધ છે” એમ વિકલ્પ કરે છે તે “જીવમાં કર્મ અબદ્ધ છે” એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી, અને જે “જીવમાં કર્મ અબદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે પણ “જીવમાં કર્મ બદ્ધ છે” એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી; વળી જે “જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે” એમ વિકલ્પ કરે છે તે, તે બને Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પક્ષને નહિ અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે –અનુભવે છે. ભાવાર્થ-જીવ કર્મથી “બંધાયો છે” તથા “નથી બંધાયો'-એ બન્ને નયપક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડયો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો; કોઈએ અબંધ પક્ષ પકડયો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો; અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષ રૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તેજ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે. હવે, “જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? એમ કહીને શ્રીમાનું અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩કળશરૂપ કાવ્યો કહે છે ગાથા-૧૪૨ ઉપર પ્રવચન कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं। पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो।।१४२।। છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયનો સાર' છે. ૧૪૨. ટીકા – એકસો બેંતાલીસ (ગાથાની) ટીકા “જીવમાં કર્મ બદ્ધ છે” એવો જે વિકલ્પ-રાગ અને “જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે રાગ એ બને નયપક્ષ છે. નયનો “પક્ષી છે. નાતિકાન્ત અંદરમાં નથી ગયો. આહાહા ! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ એ વિકલ્પથી પાર, વિકલ્પથી અતીત છે, જે તે નયપક્ષને અતિક્રમ્યો થકો-જે તે (બને) નયપક્ષને અતિક્રમે છે, અધિકાર એવો આવ્યો છે ભાઈ. ' અરે! આ મનુષ્યપણામાં કરવા લાયક હોય તો આ છે. બાકી બધાં થોથાં છે. આ ભવ તે ભવના અભાવ માટેનો ભવ છે. આહાહા ! એ ભવનો અભાવ કેમ થાય? એ કહે છે. જે એ નયપક્ષને અતિક્રમે છે એને ઉલ્લંઘન કરી દે છે. વિકલ્પ-રાગ છે એને છોડી દે છે. આહાહા ! સૂક્ષ્મ વાત છે પ્રભુ. આહાહા! આત્માને તો “ભગવાન” તરીકે બોલાવે છે બોંતેર ગાથામાં ભગવાન તરીકે બોલાવે છે. ભગવાન આત્મા એ તો જ્ઞાનઘન-આનંદકંદ વિકલ્પાતીત, રહિત છે. સૂક્ષ્મ વાત છે ભાઈ લોકો તો બહારથી જાણે કાંઈક દયા–દાન–વ્રત ને ભક્તિ કરે તો જાણે કે તે કલ્યાણ થઈ જશે આ જાત્રા કરે લ્યો ને શેત્રુજાની ને સન્મેદશિખરની એ તો રાગ છે. એય? આ છ ગાઉ ફર્યાને ઉઘાડે પગે રાગ છે, નરેન્દ્રભાઈ, આંહી તો આવી વાત છે પ્રભુ! આહાહા! એ વિકલ્પ ઊઠે છે એનાથી ભગવાન શૂન્ય છે. એવો રહિત પ્રભુ અંદર છે. આહાહા! ત્રિલોકનાથ વીતરાગ પરમેશ્વર કેવળજ્ઞાની સમોસરણમાં વર્તમાન બિરાજે છે, એ કહે છે એ આ વાત છે. ઈન્દ્રો ને ગણધરોની વચ્ચે મહાવિદેહ જમીન પર છે (એ) ક્ષેત્ર. ભગવાન Page #412 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૯૭ પાંચસે ધનુષનો દેહ છે, બે હજાર હાથ ઊંચા છે. આહાહા! કરોડપૂર્વનું આયુષ્ય છે. કરોડપૂર્વ? એક પૂર્વમાં સીત્તેર લાખ કરોડ ને પ૬ હજાર કરોડ વરસ જાય એવો એક પૂર્વ (નો કાળ છે) એવા કરોડપૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. અત્યારે વર્તમાન છે ને હજુ તો ઘણા વર્ષ રહેવાના છે, બેહજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, ત્યાંથી આ સંદેશ લાવ્યા. આહાહાહા ! આકરી વાત છે પ્રભુ, આહા! હજી બહારના વેપાર-ધંધામાંથી છૂટવું કઠણ પડે એને. આહાહા ! એને આંહી તો કહે છે કે કર્મબદ્ધ છે એ વ્યવહારનો પક્ષ તો છોડી દે, પણ બંધ રહિત છે એવો નિશ્ચયનયનો પક્ષ પણ છોડી દે, આહાહા ! છે? જે તે નયપક્ષને અતિક્રમે છે-ઉલ્લંઘન કરી દે છે છોડી દે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમ્યો થકો એ સમસ્ત વિકલ્પને છોડીને, સ્વયં નિર્વિકલ્પ પ્રભુ અંદર, અનંત પુરુષાર્થ છે. વિકલ્પને છોડીને વિકલ્પ શબ્દ રાગ, વૃત્તિ છોડીને સ્વયં નિર્વિકલ્પ પ્રભુ છે અંદર-ચૈતન્યમૂર્તિ ભગવાન અંદર બિરાજે છે પ્રભુ, તારા દર્શન કરવા હોય તો ત્યાં જા. આહાહાહા! આ ભગવાનના દર્શન તો અનંત વાર કર્યો, મૂર્તિના ને સમોસરણના ને ભગવાન સાક્ષાત ભગવાનના એ તો રાગ છે. આવે છે પણ રાગ છે. આ તો અંદરમાં પ્રભુ, નિર્વિકલ્પ જ્ઞાનઘન-આનંદકંદ પ્રભુ આત્મા અતીન્દ્રિય આનંદનો ખજાનો છે. અતીન્દ્રિય અનંતગુણરૂપ છે-અનંત ગુણવાળો એવુંય નહિ. અનંત અનંત અનંત અનંત અનંત જેનો અંત નહીં એવો અનંત ગુણનું જેનું એકરૂપ પ્રભુ અંદર છે, એ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ છે. આહાહા ! તારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય, ધર્મની પહેલી સીડી ધર્મની પહેલી સીડી, તો ઈ વિકલ્પોને છોડીને પ્રભુ અંદર આનંદસ્વરૂપ નિર્વિકલ્પ છે, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને એક', વિકલ્પ છે એતો બીજી ચીજ થઈ ગઈ, એનાથી ભિન્ન થઈને, આહાહા! ભિન્ન થઈને અભેદ નિર્વિકલ્પ એટલે વિકલ્પનો અંશ નહીં જ્યાં, એ નિર્વિકલ્પ અભેદ ચીજ છે. એકરૂપ ચીજ છે એને કર્મનો સંબંધ તો નહીં, પણ વિકલ્પનો ય સંબંધ નહીં. આહાહા ! એકડે એક ને બગડે બે, જો વિકલ્પ ઊઠાવે છે તો આત્મામાં બગાડ થાય છે, કહે છે ને એનાથી રહિત એકરૂપ આત્માને પકડે છે તો નિર્મળતા પ્રગટ થાય છે. ઝીણી વાત બહુ ભાઈ ! આહાહા! આવું મનુષ્યપણું મળ્યું એમાં આવી સત્ય વાત સાંભળવા ન મળે અરે ઈ કે દિ' સમજે ને કે દિ' કરે? આહાહા! જિંદગી ચાલી જાય છે. જેટલો સમય જાય છે એ મૃત્યુની સમીપ જાય છે, મૃત્યુનો સમય નક્કી છે. હૈ? નક્કી છે, ભગવાને દેખ્યું છે કે આ સમય આ ક્ષેત્રે આ સ્થિતિયે આયુ પૂરું થઈ જશે. આયુષ્ય આ પ્રમાણે આટલું છે. આહાહા ! એ જુવાન હો કે, આહા! કહ્યું હતું ને એક વાર. મલકાપુરમાં એક સ્વરૂપચંદ છોકરો છે, સ્વરૂપચંદ કુંવારો હતો ત્યારે પણ મોક્ષમાર્ગ (પ્રકાશક) છે ને ટોડરમલ્લનું કંઠસ્થ કર્યું હતું અને પછી મોટો વેપારી છે કાપડનોદશહજારનો તો તે દિ' હતો અત્યારે તો મોટો હશે, “તે દિ'દશહજારનો કાપડનો વેપારી કુંવારો હતો ને મોટો ધંધો. મોક્ષમાર્ગ પ્રકાશક મોઢે પછી ઈ પરણ્યો પછી એનો એક મિત્ર હતો, અઠયાવીસ વર્ષનો જુવાન. એ બન્ને વાતુ કરતા'તા. નખમાં રોગ નહીં, સ્વરૂપચંદ કહે મહારાજ...અમે બે બેઠા'તા ને વાતું કરતા'તા એમાં આમ ચ્યું મેં આમ જોયું ત્યાં મરી ગયો, સ્વરૂપચંદ છે છોકરો મલકાપુરમાં. આંહી તો પ્રચારેય ઘણો થઈ ગ્યો છે ને? છોકરો આખું મોક્ષમાર્ગ પ્રકાશક કંઠસ્થ–મોઢે પ્રશ્ન કરતો એના ઉપરથી લાગતું કે, ઓહો ! આ તો આને Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આટલું બધું ઘણું યાદ છે, ઈ કહે મહારાજ મારો મિત્ર બેઠો 'તો (મારી) જોડે ને નખમાં રોગ નહીં ને આ વાત કરતાં ઉંડુ થયું મેં જોયું તો એ મરી ગયો હતો, દેહ છૂટી ગયો'તો દેહની સ્થિતિ પૂરી થવાની હોય ત્યારે થાય ને એમાં એક સમયનો ફેરફાર કોઈ કરી શકે નહીં. આહાહા! કેવળી ફેરફાર ન કરી શકે. સ્વામિ કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે ને? જે સમયે જનમ-મરણ જ્યાં જેમ થવાના છે એને ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરવી ન શકે. આહાહા ! આંહી તો પ્રભુ તારી દેહની સ્થિતિ પૂરી થાય એ પહેલાં આ કરવાનું છે આ ભાઈ બાકી, થોથાં છે બધું ભલે કરોડ, બે કરોડ રૂપિયા મળી જાય ને ધૂળ મળે ને, એય? આહાહા ! વસ્તુ આત્મતત્ત્વ એ નિશ્ચયથી હું મુક્ત છું-અબદ્ધ છું એવો જે વિકલ્પ વૃત્તિ ઊઠે છે એને અતિક્રમીછોડીને અંદર નિર્વિકલ્પ વસ્તુ આત્મતત્ત્વ છે, એને જેને વિકલ્પનો સંબંધ નથી. અભેદ ને એકરૂપ વસ્તુ છે જેમાં વિકલ્પ બે-પણું છે નહીં, એવો નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘન સ્વભાવરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ. આહાહાહા ! પહેલાં તો ઘી એવા હતા પહેલાં, પચાસ વર્ષ પહેલાં શિયાળામાં, એવું ઘી હોય કે એમાં તાવિથો માંડ માંડ પેસે અંદર, આંગળી ઘુસાડે તો ફાંસ લાગે, ધીની ફાંસ લાગતી એવાં ઘી હતાં. દગો દગો નહોતો ને ત્યારે, તો હવે તો દગા (થઈ ગયા ભેગ થયાં) એ ઘીની ફાંસ લાગે, (એવું જામેલું કે ) માગશર મહીનાનું ઘી, અમે તો જોયેલું છે ને, ચેલા-ચોરાસી ગામ છે ને જામનગર પાસે એવુ થીનું ઘી કે આંગળી પેસે નહીં એમાં તાવિથો (પેસાડે) તાવિથો પણ માંડ માંડ ખેંચે એમ આ જેમાં તાવિથો ને આંગળી ન પેસે, એમ એવો ભગવાન વિજ્ઞાનઘન છે એમાં રાગ કે વિકલ્પ પ્રવેશ ન થઈ શકે. આહાહાહા! આવી વાત છે. આહાહા! દેહ તો માંસ, હાડકાં ચામડાં છે પ્રભુ મસાણની રાખ થશે આની તો. આંહી અગ્નિ પડશે ને નીકળશે આંહીથી. હળહળહળ આ તો માટી છે, માટી છે એ આટલી નહીં રહે-મસાણમાં માટી આટલી નહીં રહે થોડીક રહેશે અને એનો પવન આવશે તો (શ્રોતા:- ઈ એ ઊડી જશે.) રજકણ, રજકણ તારાં રખડશે ને જેમ રખડતી રેત, પણ પછી નરતન પામીશ ક્યાં ચેત ચેત નર ચેત’ –રજકણ તારાં રખડશે, એ રખડશે રાખ થઈ જશે, જેમ રખડતી રેત-રેતી જેમ રખડે છે. આહાહા ! શું કહેવાય છે ? (શ્રોતા:- વંટોળિયો) વંટોળિયામાં તરણા ઊડ ને એમ ઊડી જઈશ બાપા પછી નરતન પામીશ ક્યાં? ચેત, ચેત નર ચેત. આહાહા! પ્રભુ આવા સમયમાં ચેતવાના કાળમાં જો ન ચેત્યો તો પ્રભુ ફરી એવો સમય તને ક્યારે મળશે? આહાહાહા ! વસ્તુ એવી અંદર છે, ભગવાન આત્મા નિર્વિકલ્પ છે. એકરૂપ છે અને વિજ્ઞાનઘન ઘન પિંડ વિજ્ઞાનનો ઘન, એ સ્વભાવ રૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યારે સમયસાર આત્માનો અનુભવ થાય છે. વિકલ્પને તોડીને નિર્વિકલ્પદૃષ્ટિ કરવાથી નિર્વિકલ્પનો અનભવ થાય તો સાક્ષાત્ સમયસાર એટલે “આત્મા છે” એવો(અનુભવ ) થાય છે. આહાહાહા ! આવી વાત છે ભારે! સમજાણું કાંઈ? - સાક્ષાત્ સમયસાર થાય છે, જેવો આત્મા છે તેવો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એમ કહે છે. વિકલ્પને તોડીને. આહાહા ! એ તો સત્તરમી ગાથા, રાજકોટ લખી છે. કે આ વાંચવી એ લોકો સત્તરમી ગાથામાં એવું Page #414 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૩૯૯ છે, સમયસાર કે આ જ્ઞાનની પર્યાય જે છે ને જ્ઞાનની પર્યાય, રાગ નહીં, વિકલ્પ નહિ જ્ઞાનની પર્યાય જે છે ને વિચાર-પર્યાય એમાં આત્મા જ જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ અનાદિથી જ્ઞાનની પર્યાયમાં આત્મા જ જાણવામાં આવે છે. આહાહા ! પણ એ ત૨ફ નજર નહીં, નજરું રાગ ને પર્યાય ઉપર નજર પડી હોવાથી, પર્યાયમાં જણાનારો આત્મા જણાય જ એવો સ્વભાવ ભગવાન કહે છે. તારી જ્ઞાનની પર્યાયમાં, પર્યાયનો સ્વપ૨પ્રકાશક સ્વભાવ હોવાથી, તારી પર્યાય સ્વને જાણે છે, અંદ૨ દ્રવ્યને જાણે છે. આહાહા ! પણ તારી નજર ત્યાં નથી. સમજાણું કાંઈ ? ઈ સત્તરમી ગાથા, રાજકોટમાં લખી છે ન્યાં શરૂ કરવાની છે. આહાહા ! આ ભગવાન આત્મા...એની જે વિચારધારા છે જ્ઞાનપર્યાય' પર્યાય જ્ઞાન છે ને પર્યાયમાં જ્ઞાન છે–અવસ્થામાં જ્ઞાન છે ને એ જ્ઞાનમાં, આત્મા ત્રિકાળી જણાય છે, એમ ભગવાન કહે છે. એ પર્યાયનો સ્વભાવ જ્ઞાનનો સ્વપ૨પ્રકાશક છે તો સ્વને જાણે જ છે. આહાહાહા ! પણ,એ જાણે છે પર્યાયમાં, શાયકદ્રવ્ય, પણ પર્યાય ઉપર લક્ષ હોવાથી દ્રવ્યનું લક્ષ કર્યું નહીં-જાણવામાં આવે છે એને જાણ્યો નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? આવી વાત છે પ્રભુ, વીતરાગ મારગ આહાહા ! એ સિવાય ક્યાંય છે નહીં, જિનેશ્વર પરમાત્મા સિવાય, ક્યાંય મારગ છે નહીં. આંહી કહે છે કે એવો વીતરાગ તારી પર્યાયમાં, કેમ કે પર્યાય જ્ઞાનપર્યાય છે, તો જ્ઞાનપર્યાયનો સ્વભાવ તો સ્વપ૨પ્રકાશક છે, સ્વ પ્રકાશે છે જ, પર્યાયમાં દ્રવ્ય અખંડ નિર્વિકલ્પ છે એનું જ્ઞાન થાય જ છે, પણ તારી નજર ત્યાં નથી. નજરું રાગ અને પર્યાય ઉપર હોવાથી...પર્યાયમાં ભગવાન દેખાય છે–જણાય છે તો પણ દેખી શકતો નથી. આહાહા! સત્તરમી ગાથામાં એમ કહે છે, ૫૨માત્મા જિનેશ્વરદેવ વીતરાગ ભગવાન એમ કહે છે પ્રભુ, તારી વર્તમાન પર્યાય ભલે અજ્ઞાન હો, પણ એ પર્યાયમાં તારી ચીજ સ્વ એ જાણવામાં આવે છે. તારી પર્યાયનો સ્વભાવ એવો છે કે સ્વને જાણે. પણ જાણે છતાં તારી નજર ત્યાં નથી, તારી નજર પર્યાય ને રાગ ઉ૫૨ હોવાથી પર્યાયમાં જણાતો હોવા છતાં પણ ન જાણ્યો. આહાહાહા ! સમજાણું કાંઈ ? હવે આવી વાત છે. એમાં જુવાન માણસ હોય ને બે પાંચ-પચ્ચીસ લાખ હોય તો જુઓ. હું ‘પહોળો ને શેરી સાંકડી' થઈ ગઈ. આહાહાહા ! પ્રભુ, તું ક્યાં છો ? અંદરમાં છો તું નિર્વિકલ્પ વિજ્ઞાનઘન છો નાથ. આહાહા ! તારામાં હું નિશ્ચયથી અબદ્ધ છું એવો વિકલ્પેય નથી પ્રભુ તારામાં. આહાહા ! સત્તની પરાકાષ્ટા પ્રભુની ‘આ’ છે. અરે સાંભળવા ય મળે નહીં. આહાહા ! એ કે દિ' સમજે, એ ક્યારે સમજે ને ક્યારે અંત૨માં જાય ? આહાહા ! છે ? (વિજ્ઞાનઘનસ્વભાવરૂપ ) થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યારે એને અંતરમાં આનંદનો અનુભવ થાય છે. ઈ તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રભુ છે. તો વિકલ્પને છોડીને અંદરમાં તું જા, તો તને આનંદનો-અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે તને. જે અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ ઈન્દ્રના ઈન્દ્રાસનો પણ સડેલાં મીંદડાં ને સડેલા કૂતરાં હોય એવા ઈન્દ્રના ઈન્દ્રાસન ને ઈન્દ્રાણીનાં સુખ સડેલાં મીંદડાં ને સડેલા કૂતરાં જેવાં લાગે તને. આહાહા ! એવો આત્માના સમ્યગ્દર્શનમાં આત્માનો સ્વાદ આવે છે, એ સ્વાદ આગળ તને બધી ચીજો કૂતરાં ને મીંદડાં જેમ સડે મરીને એવાં ઈન્દ્રના ઈન્દ્રાસનના અને ઈન્દ્રાણીનાં સુખ, એ સડેલાં કૂતરાં ને મીંદડાં જેવાં લાગશે તને. આહાહાહા ! Page #415 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવો મારગ છે બાપા, બહુ ઝીણો અત્યારે તો ચાલતો નથી, અત્યારે તો બધું આમ વ્યવહાર કરો, આ કરો ને આ કરો ને આ કરો, ધર્મનો પ્રચાર કરો, હજી તને ખબર નથી ધર્મ શું ને ધર્મનો પ્રચાર ક્યાંથી કરતો'તો ? આહાહા ! પ્રચાર તો તારામાં થાય કે બહા૨માં થશે ? આહાહા ! લોકોને બહારની હો'હા એવી રૂચે કે અંદરમાં આ શું ચીજ છે ? ( શ્રોતાઃ– બહા૨મેં બોજા કમ પડતા હૈ. ) બહા૨માં બોજો ઓછો પડે છે ? બહારમાં બોજા વધે છે. આહાહા ! એમ કે ‘આ’ બોજો લાગે ને આકરી વાત લાગે ને ઓલું હળવું લાગે. (શ્રોતાઃ– એ તો સ્થૂળ વાત હોય ને ! ) આંહી તો કહ્યું કે પ્રભુ તું એકરૂપ છો વિજ્ઞાનન છો, અબદ્ધ છો–મુક્ત છો, સ્વરૂપ તો મુક્ત જ છે, અબદ્ધ કહો કે મુક્ત કહો પણ મુક્ત છે એવો જે વિકલ્પ ઊઠાવે છે રાગ, એનાથી તને મુક્તનો લાભ નહીં થાય. આહાહા ! કાલ આવ્યું’તું પ્રવચનમાં શુભઉપયોગ, દેવ ગુરુ જતિ ને એની પ્રતિમા એની પૂજા ભક્તિ વિનય, એ બધો શુભઉપયોગ છે એ આત્માનો સ્વભાવ નહિ. આહાહા ! ૪૦૦ ત્યાં વિશેષ સમજાવવામાં આવે છે કે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે, ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં–બદ્ધ છે એવો વિકલ્પ કરે છે તો અબદ્ધ છે એવા વિકલ્પને તજે છે. ( છતાં ) વિકલ્પને અતિમતો નથી–એક પક્ષના વિકલ્પનું અતિક્રમણ કરતો હોવા છતાં ‘વિકલ્પ ’નું અતિક્રમણ કરતો નથી. એ ‘બદ્ધ’ છે એવા વિકલ્પમાં આવ્યો એ ‘અબદ્ધ’ના વિકલ્પને છોડે છે પણ ‘વિકલ્પ’ને છોડતો નથી ઈ, અબદ્ધનો વિકલ્પ છોડે છે ( પરંતુ ) વિકલ્પનું અતિક્રમણ કરતો નથી. શું કહ્યું સમજણમાં આવ્યું ? કે હું કર્મ બદ્ધ છું એવો વિકલ્પ કરે છે, હું કર્મબંધનરહિત છું એવા વિકલ્પને તજે છે ( છતાં ) એ ( એવા ) વિકલ્પને છોડતો હોવા છતાં વિકલ્પને છોડતો નથી. સમજણમાં આવ્યું ?આહાહા ! ત્યાં આવું કાંઈ નૈરોબીમાં મળે તેવું નથી રાયચંદભાઈ ? ( શ્રોતાઃ– માટે તો આપને ત્યાં તેડી જાય છે. ) ( અન્યશ્રોતાઃ- આંઠી જેવો એક શબ્દ પણ ક્યાંય મળે એમ નથી. ) મળે એમ નથી. આહાહાહા ! બે લાખ આપ્યા છે એમણે ત્યાં, આફ્રિકામાં મંદિર બને છે ને જેઠ સુદ અગિયા૨સે, બે લાખ એમણે આપ્યાં, બે લાખ બે હજાર ઉપરાંત એક લાખ અગિયાર હજા૨ તીર્થ ફંડમાં આપ્યાં, ત્રણ લાખ આપ્યાં. પણ વાત ઈ ( એમાં ) રાગની મંદતા હોય તો પુણ્ય છે ધર્મ નથી. ( શ્રોતાઃ– એક તો રૂપિયા ય જાય ને ધ૨મ થાય નહીં ! ) રૂપિયા પણ ક્યાં એના હતા ? રૂપિયા તો જડ છે. શેઠ ! તમારી દલીલ કરે છે. એક તો પૈસા ય જાય ને વળી પુણ્યબંધન થાય. (ધર્મ ન થાય ! ) ( શ્રોતા:- પુણ્ય ભલે થાય ત્યારે ) એ તો અજીવ તત્ત્વ છે, અજીવતત્ત્વ, જીવતત્ત્વનું આત્માનું થાય છે ? આંહી તો વિકલ્પ-પુણ્ય તત્ત્વ એ પણ જીવતત્ત્વનું નથી થતું-હું અબદ્ધ છું એવો વિકલ્પ તે પુણ્યતત્ત્વ છે, શુભરાગ છે એ પણ આત્માનો નહિ. આહાહાહા ! આહાહા ! મારગ બાપુ ૫રમેશ્વરનો વીતરાગનો કોઈ અલૌકિક છે અને એ વીતરાગ ૫૨મેશ્વ૨ સિવાય બીજે ક્યાંય છે નહીં જૈન પરમાત્મા સિવાય આ મારગ ક્યાંય નથી. બધે કલ્પિત કહ્યો છે બધાએ–કોઈ ઈશ્વર કર્તા ને કોઈ આ કર્તા ને-કોઈ ક્ષેત્રપાલને કોઈ દેવી-દેવલા ને કોઈ હનુમાનને ફલાણાને માનો ને ભ્રમણા બધી ભ્રમણા. આહાહા ! આંહી તો ૫રમાત્મા-આત્મસ્વરૂપે ૫૨મસ્વરૂપ વિજ્ઞાનઘન એનો ‘હું આવો છું' એવો Page #416 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૪૦૧ વિકલ્પ છોડે છે, તો વિજ્ઞાનઘનને પ્રાપ્ત કરે છે, બાકી કહે છે કે કર્મ બદ્ધ છે એવો વિકલ્પ કરે છે, “કર્મબદ્ધ નહીં” એ વિકલ્પને છોડે છે પણ આ વિકલ્પને છોડતો નથી, એક વાત છે? “જે જીવમાં કર્મ અબદ્ધ છે' બીજી (વાત) “કર્મ જીવમાં અબદ્ધ છે એવો વિકલ્પ કરે છેરાગ કરે છે, તે પણ “જીવમાં કર્મ બદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં “જીવમાં કર્મ બદ્ધ છે” એને તો છોડે છે-કર્મનો સંબંધ છે એવા વિકલ્પને છોડે છે પણ અબદ્ધ છે એ વિકલ્પને અતિક્રમતો નથી (એટલે કે ) વિકલ્પને છોડતો નથી. આહાહા! આવી વાતું હવે, સાંભળવા મળે નહિ. આહાહા! છે? હું અબદ્ધ છું એવો વિકલ્પ આવે છે તો કર્મનો બંધ છે એવો વિકલ્પ એણે છોડ્યો પણ અબદ્ધ છું એવો વિકલ્પ છોડતો નથી. સમજાણું કાંઈ ? એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં, વિકલ્પને અતિક્રમતો નથી. આહાહા! “જીવમાં કર્મ બદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમ્યો હોવા છતાં, વિકલ્પને અતિક્રમતો નથી. વળી જે “જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે” એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. આહાહા! બદ્ધ છું ને “બદ્ધ નથી” –એવો એક વિકલ્પ છે એ. સમજાણું? “જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે” એવા બન્ને પક્ષનું અતિક્રમણ કરતો હોવા છતાં..વિકલ્પનું અતિક્રમણ નથી કરતો, બદ્ધ નથી અબદ્ધ નથી એવો વિકલ્પ કરે છે પણ વિકલ્પ છોડતો નથી. આહાહા ! સમજાણું કાંઈ? પાઠમાં બે અર્થ કહ્યા છે, ટીકામાં ત્રણ લીધા. બદ્ધનો વિકલ્પ છોડે પણ બીજો અબદ્ધનો નથી છોડતો, અબદ્ધનો છોડે છે તે છોડતો નથી ને બદ્ધનો, બદ્ધનો ને અબદ્ધનો બન્નેનો વિકલ્પ કરે છે, છતાં એ વિકલ્પને છોડતો નથી. આહાહા ! એવી વાત છે. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે. આહાહા ! તે જ સમસ્ત વિકલ્પનું અતિક્રમણ કરે જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. આહાહા! હું અબદ્ધ છું એવા વિકલ્પને છોડે છે. તે આત્માને પ્રાપ્ત કરે છે, તેને સમ્યગ્દર્શન થાય છે, બીજાને સમ્યગ્દર્શન થતું નથી. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૨૦ ગાથા-૧૪૨ તથા શ્લોક-૬૯ સોમવાર, વૈશાખ સુદ-૧૧, તા.૦૭/૫/૭૯ ૧૪૨ ગાથા, માથે આવ્યું છે ૧૪૧ ગાથામાં કે જીવને કર્મનો સંબંધ છે, બંધ છે. એ પણ એક વ્યવહાર પક્ષ છે અને કર્મ બંધ નથી એવો એક નિશ્ચયનયનો પક્ષ છે. અહીંયા હવે કહે છે, પણ તેથી શું? અહીં સુધી આવ્યા તેથી શું? પરનું તો કરી શકતો નથી કાંઈ, પરથી તારામાં કાંઈ થતું નથી. એ ઉપરાંત અહીંયા તો પોતાની સ્થિતિ છે પર્યાયમાં, બંધ, કર્મના બંધનો સંબંધ છે એ વ્યવહાર છે–અહીં એ વ્યવહારનો પક્ષ તો નિષેધ કરતા આવ્યા છીએ છતાં અહીંયા અબદ્ધ છે, આત્મા અબદ્ધ છે એવો જે વિકલ્પ છે, તેથી શું? તેથી આત્માનું કાર્ય શું સિધ્ધ થયું એમ કહે છે. આહાહાહા ! આ તો પરના કરી દે કામ ત્યારે કામ થાય. અહીંયા Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તો કહે છે તારામાં અબદ્ધ છું, શુધ્ધ છું, એક છું. અખંડ એવો તને વિકલ્પ આવ્યો, એ વિકલ્પ આવ્યો, પક્ષ આવ્યો હજી, એ પક્ષ આવ્યો એનાથી તને લાભ શું થયો. આહાહાહા ! આવી વાત છે. તેથી શું? જે આત્મા તે બંને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. ઠીક! ચોથે ગુણસ્થાને સમયસાર છે. कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं। पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो।।१४२।। છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયનો સાર” છે. ૧૪૨. ટીકા :- “જીવમાં કર્મ બદ્ધ છે' વ્યવહાર સંબંધ છે એવો જે વિકલ્પ તથા “જીવમાં કર્મ અબદ્ધ છે” એવો જે વિકલ્પ, રાગ તે બન્ને નયપક્ષ છે, બેય નયનો પક્ષ છે નયનું નિશ્ચય સ્વરૂપ નથી, પક્ષ છે એમ કીધું. જે તે નયપક્ષને અતિક્રમે છે અબદ્ધ છું કે બદ્ધ છું એ તો જાણે વ્યવહારનો નિષેધ કરતાં આવ્યા છીએ, અબદ્ધ છું એવો જે વિકલ્પ છે એને જે ઓળંગી જાય છે, છોડે છે, તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો બધાં વિકલ્પને છોડતો થકો, પોતે નિર્વિકલ્પ, અનુભવમાં નિર્વિકલ્પ અભેદ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને, વિજ્ઞાનઘન સ્વભાવ થઈ સાક્ષાત્ સમયસાર થાય છે, આવી વાત છે, હજી લોકોને બહારથી કાંઈક વ્યવહારથી આ કરીએ ને દયા પાળીએ ને આ કરીએ ને વ્રત કરીએ ને ભક્તિ કરીએ ને તપસ્યા કરીએ. (શ્રોતા- પણ નિશ્ચય વિનાનો વ્યવહાર ક્યાંથી આવ્યો ) પણ વ્યવહારેય ક્યાં છે? વ્યવહાર ઈ ક્યાં છે. વ્યવહાર આ છે કે બદ્ધ છે, અબદ્ધ છે. એવો વિકલ્પ છે એ વ્યવહાર છે. ઓલો તો વ્યવહારેય ક્યાં છે? આ પણ વ્યવહાર નિશ્ચય કરે તો થાય નિર્વિકલ્પ એક, એક શબ્દ છે. અબદ્ધ છું એવો પણ વિકલ્પ છે એ બીજા પણું છે. એનાથી રહિત નિર્વિકલ્પ એક વિજ્ઞાનધન સ્વભાવ રૂપ થઈને, આહાહા... છેલ્લામાં છેલ્લો સાર છે. સાક્ષાત સમયસાર થાય છે. ત્યારે તે સમયસાર નિર્વિકલ્પ વેદન થાય વિકલ્પ વિનાનો ત્યારે તે સમયસાર છે અને જેવો છે તેવો અનુભવાયો – આહાહાહા ! અહીં સુધી છે. હજી ઓલા તો કહે વ્યવહારથી નિશ્ચય થાય ને આનાથી આ થાય. અહીં તો કહે કે નિશ્ચયનો વિકલ્પ છે સ્વની અપેક્ષાનો જે વિકલ્પ છે નિશ્ચયનો એય નહીં. બીજા વિકલ્પ દયા દાનના તો બહારની અપેક્ષાની–પર દીશાના આ તો સ્વ તરફના હું અબદ્ધ છું – એ તો સ્વ તરફનો (વિકલ્પ) છે. આહાહા! એવો જે વિકલ્પ છે તેને જે છોડે છે તે નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવ થઈને સાક્ષાત સમયસાર છે. ત્યાં ( વિશેષ સમજાવવામાં આવે છે કે ) –જે “જીવમાં કર્મ બદ્ધ છે” એમ વિકલ્પ કરે છે કર્મનો સંબંધ છે જીવને, સર્વ સંબંધ નિષેધ કર્યા છે છતાં સંબંધ છે વ્યવહારથી એવો કોઈ વિકલ્પ એટલે રાગ કરે છે તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને છોડતો હોવા છતાં, એ અબદ્ધને લક્ષમાંથી છોડે છે. બદ્ધને લક્ષમાં લે છે. આહાહાહા ! જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને છોડતો નથી. હુ અબદ્ધ છું, હું બદ્ધ છું એને અબદ્ધ સ્વભાવનો Page #418 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૪૦૩ વિકલ્પ છોડયો. પણ બદ્ધ છું એવા વિકલ્પમાં રહ્યો. આવું આકરું કામ બહુ. અને જે જીવમાં કર્મ અબદ્ધ છે. કર્મ અને આત્મા વચ્ચે તો અત્યંત અભાવ છે, તેથી ભગવાન આત્મા તો અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે તે પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને છોડતો હોવા છતાં, વ્યવહારને એણે છોડયો, પણ આ નિશ્ચયનો પક્ષ છોડ્યો નહીં. અબદ્ધ છે એ નિશ્ચયનો પક્ષ છે પક્ષ હોં. આહાહા! આકરું કામ ગાથા એવી છે જરી જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં “બદ્ધ છે” એને છોડે છે ભલે છતાં વિકલ્પને છોડતો નથી. અબદ્ધ છું અબદ્ધ છું મુક્ત છું મુક્ત છું, એવી વૃત્તિ અંદરમાં અને આશ્રયે અને લશે, એટલે કે આ અબદ્ધ છે તેના લક્ષે, એવો વિકલ્પ કરે છે. આહાહાહા ! પણ તો એ રાગ છે એ બંધનનું કારણ છે, ત્યાં સુધી આત્માનો પત્તો, એને ન ખાધો. આહાહાહા! વળી જે “જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે' –એ વિશેષ નાખ્યું છે” ગાથા કર્તાએ, એમ વિકલ્પ કરે છે તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો-બેય પક્ષને છોડતો નથી, તેથી (તેપણ) વિકલ્પને અતિક્રમતો નથી-બે પક્ષ લીધા. પેલા બદ્ધ લીધો પછી અબદ્ધ લીધો અને આંહી (હવે) બદ્ધ ને અબદ્ધ બેય છે એ પણ એક વિકલ્પ છે. આહાહા! વિકલ્પને અતિક્રમતો નથી તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, ઈ અબદ્ધનોય વિકલ્પ છોડી દે અબદ્ધ છું એટલે કે મુક્ત છું- અબદ્ધનો અર્થ મુક્ત છું...મુક્ત છું એવો એક વિકલ્પવૃત્તિ, એનો પક્ષ છે, પક્ષાતિક્રાન્ત થયો નથી, એ પક્ષ છે એને છોડી દે. આહાહાહા ! છે? તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. આહાહા ! –સૂક્ષ્મ જ્ઞાનનો ઉપયોગ થઈ ને વિકલ્પ છે એ સ્થળ ઉપયોગ છે. એ સ્થૂળ ઉપયોગ વડે, સૂક્ષ્મ વસ્તુ આત્મા અનુભવમાં ન આવે. આહા ! સૂક્ષ્મ ઉપયોગ કરે, કે જે વડે એ જણાય-એ વડે જણાય એનું નામ સમયસાર (છે.) તે સમયસારને પ્રાપ્ત કરે છે એટલે અનુભવે છે. એટલે? અબદ્ધસ્વરૂપ છું, મુક્તસ્વરૂપ છું તે આંગણે આવીને વિકલ્પ આવ્યો કે આ આ આ મુક્તસ્વરૂપ છે, કેમકે વસ્તુ છે વસ્તુ છે એ બદ્ધ ન હોય, આવરણ ન હોય વસ્તુને પરની હારે સંબંધ ન હોય. એ પર્યાયને પર હારે નિમિત્ત-નિમિત્તિ સંબંધ છે. વસ્તુ છે એ સંબંધ વિનાની છે. એવો પણ એક વિકલ્પ ઊઠ્યો એને છોડે આહાહાહા... આવી વાતું હવે. (શ્રોતા- વિકલ્પ છોડે તે શૂન્ય ન થઈ જાય?) શૂન્ય થઈ જાય ને.વિકલ્પથી વિકલ્પથી શૂન્ય સ્વભાવથી ભરેલો. આહાહા ! કેમ કે અસ્તિ તત્ત્વ છે ને મોજૂદગી તત્ત્વ વસ્તુ છે ને- વસ્તુ છે તો તે કંઈ ખાલી નથી. એની શક્તિઓના ગુણથી ખાલી નથી. એવી અનંત શક્તિઓનો સંગ્રહ છે એનું એકરૂપ દ્રવ્ય છે. એને વિકલ્પ...અબદ્ધ છું, એવો પણ વિકલ્પના પક્ષમાં ઊભો રહે, ત્યાં સુધી અનુભવ એને સમયનો આત્માનો ન થાય. આહાહા! વિકલ્પથી શૂન્ય થાય ત્યારે આ હાથ આવે. ઓલા એમ કહે છે કે શૂન્ય થઈ જાવ શૂન્ય થઈ જાવ, એ એમ નહીં વિકલ્પથી શૂન્ય થઈ જાવ. (શ્રોતા – એ તો પણ આત્માનો આશ્રય નિર્વિકલ્પ કરે ત્યારે થાય) ઓલા કહે છે ને રજનીશને કે શૂન્ય થઈ જાવ, શૂન્ય થઈ જાય તો શૂન્ય થાય તો અસ્તિ છે કે નહીં કોઈ ચીજ છે તો વિકલ્પથી શૂન્ય થાય, પણ વસ્તુથી તો વસ્તુનો અનુભવ થાય. આહા..હા..હા ! ઝીણી બ. Page #419 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવાર્થ :- જીવ કર્મથી બંધાયેલો છે તથા નથી બંધાયેલો–એ બન્ને નયનો પક્ષ છે. બંને જ્ઞાનના અંશનો પક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડયો વ્યવહાર–તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યોકોઈએ અબંધપક્ષ પકડયો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો. આહાહા ! અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. આહાહા ! એમ કે બેય માનવું જોઈએ અનેકાન્ત છે. બદ્ધ પણ છે ને અબદ્ધ પણ છે. અનેકાન્ત અમે માનીએ, નહિ તો એકાંત થઈ જશે. એમ કરીને એ બેયના પક્ષનો વિકલ્પ કરે છે. વિકલ્પ કરે છે, બાકી નિશ્ચય તો નિર્વિકલ્પ અબદ્ધ જ છે નિશ્ચયથી તો નિર્વિકલ્પ અબદ્ધ જ છે.પણ અબદ્ધનો વિકલ્પ અને બદ્ધનો વિકલ્પ એ અનેકાંત છે એમ જે માને ને બેને અમે માન્યું માટે અનેકાન્ત, એ અનેકાન્ત નથી. મિથ્યા અનેકાન્ત છે. ૪૦૪ સમ્યક્ એકાંત-વિકલ્પ વિનાની ચીજ છું, અબદ્ધ સ્વરૂપનો અનુભવ, તે સમ્યક્ એકાંત છે. અને સમ્યક્ એકાંત થયું, એ પછી પર્યાયનું જ્ઞાન કરે એને વ્યવહાર અને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. પણ આ સમ્યક્ દ્રવ્ય તરફના વલણવાળું જ્ઞાન થાય એ જ્ઞાન પર્યાયને જાણે પછી, એ વ્યવહા૨ થયો એ અનેકાન્ત થયું. એક આ અને એક આ બે અનેકાન્ત. આહાહા ! આવી વાતું છે. કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું પરંતુ એવા વિકલ્પોને છોડી, આહાહા ! આખો સંસાર, ૫૨ ત૨ફના લક્ષવાળો વિકલ્પ એ પણ સંસાર છે, જે વિકલ્પની દશા ખરેખર તો ઈ મનના સંગની-૫૨ ત૨ફની છે. એ સ્વરૂપ નથી. આહાહા ! એ બન્ને પક્ષને છોડી, જે કોઈ પણ પક્ષ ન પકડે, તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી શુદ્ધ પદાર્થનું સ્વરૂપ ‘જાણી’, તે–રૂપ સમયસારને એટલે શુદ્ધાત્માને પામે છે. તે અંદર સમ્યગ્દર્શનમાં શુદ્ધાત્માને પામે છે. આહાહા ! ને આંહીથી પહેલું આવ્યું'તું ને. તેથી શું ? આંહી સુધી આવ્યો તેથી શું ? આહાહાહા ! વ્રત પૂજા ને ભક્તિ ને નિયમ ને પંચકલ્યાણક ને ધમાધમ, ઓહોહો ! એમાં તો એ એકદમ રાજી– રાજી થઈ જાય છે આપણે કાંઈક ધ૨મ કર્યો. એ તો ક્યાં'ય રહી ગ્યું પણ અંતરમાં સ્વ તરફના વલણવાળો વિકલ્પ જે રાગ એ પણ બંધનું કા૨ણ છે. અહીં કર્તા કર્મમાં એ વિકલ્પ તેનો કર્તા, વિકલ્પ તેનું કર્મ એ તો મિથ્યાત્વ ભાવ છે. આહાહાહા ! નિર્વિકલ્પ ચીજ જે અંદર છે એનો અનુભવ દૃષ્ટિ લઈને કરવો તે જ એક સમયસાર ને આત્મા છે. આહાહા ! નયપક્ષ પકડવો તે રાગ છે, જોયું ? ચાહે તો નિશ્ચયનયનો હો, પણ એ નય ઉ૫૨ લક્ષ રાખવું તે રાગ છે, આંહી રાગવાળી નય લીધી છે. આમ ‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો, પ્રાપ્તિ કરે નિર્વાણની’ –એ ( જે કહ્યું ) એ વિકલ્પ નહીં ત્યાં, ત્યાં એમ છે, આંહી તો વિકલ્પનો પક્ષ લીધો છે. અને બાકી તો ‘શુદ્ઘનય’ અને આમેય આવ્યું છે ને..વિદ્વતજનો ભૂતાર્થ તજી, વ્યવહા૨નું વર્તન કરે ત્યાં ભૂતાર્થનો આશ્રય કરે તો કલ્યાણ થાય એમ આવ્યું એમાં વિકલ્પ નહીં. વિદ્વતજનો વિદ્વાનો ભણી–ભણીને વ્યવહાર કાઢે એમાંથી, લખાણ વ્યવહા૨નાં ઘણાં, ભણનારાં આગમના અભ્યાસીઓ, ઈ એમાંથી વ્યવહાર કાઢે, પણ ભૂતાર્થને છોડે એમ કહે. આહાહા ! વિદ્વતજનો ભૃતાર્થ તજી ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ, પૂર્ણાનંદ પ્રભુ તેનો આશ્રય છોડી અને વ્યવહા૨માં Page #420 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ૪/૫ વર્તન કરે, એને મુક્તિ નથી. આહાહા ! (શ્રોતા- અનુભવ પેલા કોઈ સાધન હોય કે નહીં?) કાંઈ સાધન બાધન નથી. તદ્મ નિરપેક્ષ છે. આહાહા ! વિકલ્પ જે અબદ્ધનો આવ્યો તેય સાધન નથી પછી પ્રશ્ન (શું?) હેં? આહાહા ! આ સાધન કહ્યું ને પ્રજ્ઞાછીણી. જ્ઞાનની જે પર્યાય, પર તરફ જે વળેલી છે તે જ્ઞાનને અંતરમાં વાળવું, વિકલ્પ વિના એ સાધન છે. આહાહાહા ! આકરું કામ છે. પહોંચી ન શકે માટે એને કાંઈ ઢીલું કરી શકાય છે? આહાહા ! સોનાનો ભાવ જે હોય, એ ભાવે ન સોનું લઈ શકે તો એને કાંઈ લોઢાના ભાવે એને કહેવાય? કે આ લોઢાનો ભાવ આ છે માટે સોનાનો (એ ભાવ) ગણી કાઢો. આહાહા ! એમ આત્મા વીતરાગ મૂર્તિ પ્રભુ એને વીતરાગભાવે જ એનો અનુભવ થાય, એના સ્વભાવનું સાધન એ છે. “અલિંગગ્રહણ'માં આવ્યું છે ને. છઠ્ઠો બોલ “પોતાના સ્વભાવથી જ જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે ત્યાં સાધન-ફાધન કાંઈ કહ્યું નથી. “અલિંગગ્રહણ”, વીસ બોલ, એનો છઠ્ઠો બોલ છે. “પોતાના સ્વભાવથી જ જાણવામાં આવે-સ્વભાવથી જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે', એવું એનું સ્વરૂપ જ એવું છે. આહાહા ! તેથી લોકોને એકાંત લાગે છે ને? તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે, જોયું? એ ચોથે ગુણસ્થાને વીતરાગ સમયસાર થાય છે. આહા! કેટલાક વળી કહે કે સરોગસમકિત છે ચોથે ઈ તો ઓલો ચારિત્રનો દોષ છે એમ કરીને ગયું છે, ચોથું ગુણસ્થાન સમ્યગ્દર્શન એ વીતરાગ છે, કેમકે પોતે જિનસ્વરૂપ-વીતરાગ છે, અને એનું અવલંબન લઈને વિકલ્પ તોડીને એનો અનુભવ કર્યો એ સમ્યગ્દર્શન વીતરાગ છે. વસ્તુ વીતરાગ સમ્યગ્દર્શન પર્યાય વીતરાગ, સમ્યજ્ઞાન પર્યાય વીતરાગ, અને સ્વરૂપનું આચરણની એકાગ્રતાનો અંશ એય વીતરાગ. આહાહાહા ! આવું છે, જગતને ક્યાં પડી ? જિંદગીયું હાલી જાય છે, આ તત્ત્વ અંદર એવું છે નિર્મળાનંદ પ્રભુ, “ઘટ ઘટ અંતર જિન વસે,અને ઘટ ઘટ અંતર જૈન' –એમ કેમ કહ્યું? કે એ જૈનપણું કાંઈ બહારની ક્રિયાના ત્યાગમાં છે એવું કાંઈ નથી. આહાહા ! બહારમાં ત્યાગી થાય તો એ જૈન છે, એમ નથી. ઘટમાં જૈનપણું વસે છે. એટલે કે એ વિકલ્પના ત્યાગમાં, સ્વભાવની દૃષ્ટિમાં જૈનપણું વસે છે. આહાહાહા! બે શબ્દ લીધા છે ને? ઘટ ઘટ અંતર “જિન વસે” ને “ઘટ ઘટ અંતર જૈન” –જૈન ઘટમાં વસે છે, એનો અર્થ શું થયો? કે આ બહારનો ત્યાગ કરે ને બાયડીછોકરાં છોડે ને દુકાન-ધંધા છોડે તો એ જૈન છે. (એમ નથી) આહાહા ! અંત દૈષ્ટિમાંથી રાગની એકતા તોડી છે અને સ્વભાવની એકતા થઈ છે તે જૈન, જિનનો જૈન થયો. જિનસ્વરૂપ જે હતું ત્રિકાળી, એમાં એકાગ્ર થયો-રાગની એકાગ્રતા તોડી, એ ઘટઘટ અંતર જૈન વસે. આહાહાહા! જૈનપણું આ બહાર ત્યાગ કરે ને...આ પૂજા બહુ કરે ને ભગવાનની ચાર ચાર કલાક, પાંચ-પાંચ કલાક પૂજા કરે, ને આરતી ઊતારે ને બહુ માટે એ જૈનપણું છે એ જૈનપણું છે એમ નથી કહે છે, જૈનપણું ઘટમાં છે-આહાહાહા! જ્યાં જિનરૂપી પ્રભુ છે, તેમાં એકાગ્રતા તે જૈન છે. બહારમાં તો ચક્રવર્તીનું રાજ પણ હોય, ઈન્દ્રના ભોગ હોય, કરોડો અપ્સરાયું હોય, પણ જૈનપણું એ કાંઈ એને લઈને નથી. અંતર્મા જિનસ્વરૂપી પ્રભુ એને વિકલ્પ રહિત, રાગ રહિત અનુભવવો એ જિનનું જૈનપણું છેજિન એવો જે ભગવાન આત્મા, એની પર્યાયમાં જૈનપણું ‘આ’ છે. આહાહા ! Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ (શ્રોતા-મહાવત જૈનમાં જ હોય છે.) મહાવ્રત-ફાવ્રતની આંહી વાત જ નથી..મહાવતે ય રાગ છે. આહાહા ! આંહી તો બીજો શબ્દ કહેવો'તો આ તો થોડા માણસ છે ને “ઘટ ઘટ અંતર જૈન વસે ઈશું એમ. “ઘટ ઘટ અંતર જિન વસે ઈ તો ઠીક, ઈ તો વસ્તુ પણ “ઘટ ઘટ અંતર જૈન વસે 'ઈ એ શું?“ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન” “મત્ત મદિરાકે પાનસો મતવાલા સમઝે ન.” –પોતાના મતમાં (હઠાગ્રહથી માને કે ) લ્યો, આણે બાયડી છોડીને આણે છોકરાં છોડ્યાં ને રાજ છોડ્યાં ફલાણું ફલાણું છે માટે એ ધર્મી નથી. આહાહા! જૈનપણું ઘટમાં છે. રમણિકભાઈ? આહાહા ! જેમ જિનપણું એ વસ્તુનું સ્વરૂપ જ “જિન” છે, વીતરાગી અકષાયી મૂર્તિ પ્રભુ છે, એ પણ ઘટમાં, અને તેની એકાગ્રતા (થવી) વિકલ્પ તોડીને એ પણ ઘટમાં, બહારમાં સાધન જોવા જાય તો હજારો રાણીઓ. મોટાં મકાનો. ચક્રવર્તી જેવાને તો બત્રીસ કવળનો આહાર જેનો એક કવળ છનું કરોડ પાયદળ પણ પચાવી શકે નહીં. છતાં તે જૈન છે. આહાહાહા! અને બહારના ત્યાગી છે, બધું છે મહાવ્રત પાળે છે, વસ્ત્રનો ટુકડોય નથી જોડે, પણ અંદરમાં એ રાગની ક્રિયા છે તે હું છું તે ધરમ છે, એ અજૈન છે. એ ઘટમાં અજૈન છે. બહારમાં ભલે આમ ત્યાગી-મહાવ્રત ને નગ્ન દેખાતો હોય. આહાહાહા ! એ આંહી કહ્યું. વીતરાગ સમયસાર થવાય, જોયું? આહાહા !ત્રિકાળી જ્ઞાયકભાવ પૂરણ આનંદનું હોવાપણું એને અનુભવવાથી વીતરાગતા પ્રગટ થાય છે, એ વીતરાગતા તે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. આહાહાહા ! કહેવાનો આશય તો બનારસીદાસને ઈ હતો, અમૃતચંદ્રાચાર્યને ય ઈ કહેવું છે. ઘટ ઘટ અંતર “જૈન” વસે, એમ કહેવાનો આશય છે કે તમે બહારની પ્રવૃત્તિ દેખશો માટે તેને સમકિત થયું એમ નહીં. ચક્રવર્તીને રાજ્ય હોય છે મોટું (છ ખંડનું ને) છનું હજાર સ્ત્રીને પણ અંદરમાં (ઘટમાં) જ્યાં વિકલ્પથી ભિન્ન પડી, જેવો ભગવાન જિનસ્વરૂપે છે તેવો જે અનુભવે છે, વેદે છે. તે જૈન છે. બહારમાં ભલે ચક્રવર્તીનું રાજ હોય ઈન્દ્રના ઈન્દ્રાસન હોય. આહાહા! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન' પણ મત્તમદિરાકે પાનસોં પણ પોતાનો મત્ત ને મદિરા બસ, બહારનો ત્યાગ જોઈએ, ફલાણું જોઈએ, આમ જોઈએ, એ વિના ત્યાગી કહેવાય? એણે તો પોતાના મત્તના મદિરા-દારુ પીધાં છે. આહાહા ! અને ઈ બહાર ત્યાગી હોય બિલકુલ કપડાંનો ટુકડોય નહીં, પણ અંદરમાં જૈનપણું નથી, કેમકે જિનને પકડ્યો નથી, વિકલ્પ રહિત થયો નથી, તેથી તે જિન થયો નથી, તેથી તે જૈન થયો નથી. જિનને પકડયો નથી માટે તે જૈન થયો નથી. આહાહા! મુનિ હોય, નગ્ન હોય, હજારો રાણીઓ છોડે ને બેસે, જંગલમાં વસે વાઘ ને વરૂ જંગલમાં ત્રાડ નાખતા હોય ત્યાં બેઠો હોય. તેથી શું? આહાહા! મૂળ તળિયાને ન પકડ્યું તળને ચિદાનંદ વીતરાગમૂર્તિ પ્રભુ એને પકડતાં જે વીતરાગ દશા થાય, એને અહીં સમયસાર પામ્યો કહેવાય એ આત્મા પામ્યો કહેવાય એ જૈન થયો કહેવાય. અજૈનપણાનો નાશ કર્યો કહેવાય. આહાહા ! આવી વાતું છે. હવે, “જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? કોણ એ રાગને છોડીને અનુભવ ન કરે એમ. એમ કહીને શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છે :- ત્રેવીસ કળશ છે, જૈનપણુંનો અર્થ Page #422 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૨ ४०७ સમજાણો કીધો–એમાં મર્મ છે, બહારની પ્રવૃત્તિ જોઈને તું કહે છે કે આ જૈન નથી, એમ નથી. અને બહા૨ની નિવૃત્તિ દેખીને તું એમ કહે કે આ જૈન છે એમેય નથી. આહાહાહા ! અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ,અસ્તિપણે પૂર્ણાનંદ વીતરાગ, એને જેણે વિકલ્પ રહિત વીતરાગભાવે જોયો જાણ્યો તે જૈન છે. અને જૈન કોઈ વાડો ને સંપ્રદાય નથી. જૈન કોઈ એક પક્ષ ને પંથ નથી. તે વસ્તુનું સ્વરૂપ છે. જે વસ્તુ જિનસ્વરૂપ છે–વસ્તુ જિનસ્વરૂપ છે તેને તેના વિકલ્પ રહિત થઈને વીતરાગભાવપણે સમયસારને પ્રાપ્ત કરવો એ જૈન. એટલે એમાં કોઈ પક્ષ કે વાડો નથી. એ ૨મેશભાઈએ કહ્યું છે ને જૈન કોઈ પંથ નથી, વાડો નથી, પક્ષ નથી. ધર્મપિતાએ સ્વરૂપ બતાવ્યું છે ઈ તો આંહીથી વાંચી-વાંચીને ! આહાહા ! સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ એણે તો વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે. આ બે આંતરા, આકરા પડે છત્તું હજા૨ સ્ત્રી, કરોડો અપ્સરાઓ તેને ‘જૈન’ કહેવા અને વસ્ત્રનો ટુકડોય ન રાખે, જંગલમાં વસે, પંચમહાવ્રત નિરતિચાર-ચોખ્ખાં પાળે, છતાં તેને અજૈન કહેવું. અ૨૨૨! એ ૨મતું અંદરના રાગ ને રાગ રહિતની અપેક્ષા છે. બહારની હારે કાંઈ સંબંધ નથી. બહા૨થી (સંયોગ ) ઘટાડવા માંડયો માટે રાગ ઘટયો, એમ નથી. રાગને રૂંધ્યો છે, કષાય રૂંધ્યો છે. બહેનમાં વચનામૃતમાં આવે છે ને કષાયને રૂંધ્યો છે–દાબી રાખ્યો છે, ફાટશે ત્યારે કસાઈખાના માંડશે પાછો. આહાહા ! અને આ બહા૨નો સંયોગ હશે ઘણો છતાં અંદ૨માં રાગની એકતા તોડીને જૈનપણું જિનમાંથી પ્રગટ કર્યું, એ દશાએ કેવળજ્ઞાન લેવાના. આહાહાહા ! ઓલા ( એ ) રાગને રૂંધ્યો છે, એકતા તોડી નથી, પ્રવૃત્તિમાં છોડી દીધું ઘણું કામકાજ રાગ એણે દુકાન-ધંધા છોડી દીધા છે પણ અંદ૨માં રાગની એકતા છે, તે જૈન નથી. અરેરે ! આકરું લાગે ને ? નગ્નમુનિ હોય, કપડાં રાખે નહિ, અઠયાવીસ મૂળગુણ પાળતા હોય, કહે છે એ જૈન નથી લે ? ( શ્રોતાઃઅઠયાવીસ મૂલ ગુણને પંચમહાવ્રત તો જૈનમાં જ આવે છે. ) હૈં ? જૈનમાં આવે છે પણ એ તો રાગ છે, રાગ છે એ જૈનપણું નથી કાંઈ. આહાહા ! આકરું કામ છે. આંહી એમ કહે છે જ્યારે રાગના અભાવની ભાવના એને ખરેખર કોણ પરિણમાવે ? એમ કહીને શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છે ઃ– શ્લોક-૬૯ (ઉપેન્દ્રવજ્ઞા) य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्ता स्त एव साक्षादमृतं पिबन्ति ।। ६९ ।। શ્લોકાર્થ:- [યે વ] જેઓ [નયપક્ષપાતું મુખ્ત્યા] નયપક્ષપાતને છોડી Page #423 -------------------------------------------------------------------------- ________________ ४०८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ [ સ્વરુપHT:](પોતાના) સ્વરૂપમાં ગુમ થઈને [ નિત્યમ] સદા [ નિવસત્તિ] રહે છે [તે ઈવ] તેઓ જ,[વિત્પનાdવ્યુતરશાન્તવિતા:] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, [ સાક્ષાત અમૃd fપત્તિ] સાક્ષાત્ અમૃતને પીએ છે. ભાવાર્થ-જ્યાં સુધી કોઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯. કળશ - ૬૯ ઉપર પ્રવચન य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्ता स्त एव साक्षादमृतं पिबन्ति।।६९ ।। જેઓ નયપક્ષપાતને છોડી–એનો અર્થ એવો નથી કે નયે અબદ્ધ કીધો માટે એ ખોટું છે અબદ્ધ, અને કોઈ બીજું જ હશે. હા, એમ કહે છે ને ઓલો જિનેન્દ્રવર્ણી વાણીમાં આવ્યું પણ બધું આવ્યું નથી માટે કાંઈક બીજું પણ હશે, (શ્રોતા:- પણ આનાથી વિરુદ્ધનું તો ન હોય ને) અરે, ભાઈ આનાથી વિરુદ્ધ અને પ્રભુ, ક્યાં જઈને અટક્યો તું? આ તો ત્રિલોકનાથ પરમાત્માએ જેટલું કહેવાય, તેટલું થોડું કહેવાણું જેટલું કહેવાણું એટલું સત્ છે, એનાથી વિરુદ્ધ હોય નહીં, એનો વિસ્તાર હોય એનાથી, સમજાય છે? કહ્યું તેનો વિસ્તાર હોય, કહ્યું તેનું વિરુદ્ધ (કથન) ન હોય. આહાહાહા ! આવું થોડા ફેરે કેટલો ફેર પડે છે? પણ (શ્રોતા- બધોય ફેર પડે છે) બધોય ફેર થાય છે. જેઓ નયપક્ષપાતને છોડી, પોતાના સ્વરૂપમાં ગુપ્ત (થઈને), આહાહા ! જ્ઞાન ને આનંદ પ્રભુ, તેમાં ગુપ્ત થાય છે, રાગનું અગુપ્તપણું છોડે છે. આહાહા! “છોડે છે એ પણ એક નાસ્તિથી કથન છે, બાકી “છોડે છે એ કાંઈ નથી, ઉપદેશમાં શું આવે? બાકી સ્વરૂપમાં જાય છે, એટલે વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, તેથી તે વિકલ્પને “છોડે છે” એમ કહેવામાં આવે છે, નામમાત્ર કથન. આહાહાહા ! જેઓ નયપક્ષપાતને છોડી, પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ સચ્ચિદાનંદ પ્રભુ, વીતરાગસ્વરૂપે જિન, ત્રિકાળ જિનસ્વરૂપી પ્રભુ, ત્રિકાળ જિનસ્વરૂપી નિરાવરણ પ્રભુ. આહાહા ! ત્રિકાળ. રાગની સાથે પણ સંબંધ નથી એવો પ્રભુ, રાગને સંબંધ છે એ એક સમયની પર્યાય હારે છે, વસ્તુ છે, દ્રવ્ય છે એને તો કંઈ સંબંધ છે જ નહીં. એવો જે નયપક્ષ રહિત, પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે સદા રહે છે. આહાહા ! કોઈક વાર થઈ જાય ને વળી પાછા પડી જાય ને, એ પ્રશ્ન આંહી નથી લેતાં. આહાહા! એ વસ્તુમાં સદાય રહે છે એમ કહ્યું ને? સદાય રહે છે. આહાહા ! શું વાણી. જેણે વિકલ્પને Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૯ ૪૦૯ તોડી-તોડી એ તો ભાષા કહેવાય, ન્યાં ભાઈ હતા ને અરૂણભાઈ પ્રોફેસર એણે આ લખ્યું હશે ને ઈ પ્રમાણે ભાષણ આપ્યું હશે, ઈ લખ્યું'તું મને બતાવતો'તો એમ કે મેં આમ લખ્યું આમ સમજે તો તોડી નાખે ને છોડી નાખે ને બંધનો નાશ કરે, કહ્યું ભાઈ, એ તો બધાં અપેક્ષાના કથન છે. પણ છે માણસ નરમ, બહુ ખુશી થયો–બહુ ખુશી થયો, દરરોજ સવારે બપોરે આવતો ને કહેતો કે, ઓહોહો આ વાત! નહિ તો ત્યાં તો પ્રોફેસર છે ભાવનગરમાં મોટી પાઠશાળામાં (શ્રોતાઃ- જેતપુરના રહીશ છે.) જેતપુરનો છે? પણ માણસ ભારે નરમ-સવાર, બપોર, રાત બરાબર આવે સમયસર. આત્મા રાગને તોડી શકે, એ પણ નહીં. આહાહા! બંધનને બંધને આત્મા તોડે એ નહીં, અરે ભગવાન તો બંધનને તોડે તો નહીં પણ ભગવાન તો નિર્જરા કરે નહીં. આહાહાહા ! એ મોક્ષ કરે નહીં, એ તો જાણે, વસ્તુસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રજ્ઞાબ્રહ્મ છે. આહાહા ! | (સમયસાર,) ત્રણસો વીસ (ગાથામાં) આવ્યું છે ને? ઉદય ને નિર્જરા, ઉદય તો ઠીક, પણ નિર્જરાને જાણે” -નિર્જરાને કરે નહીં એમ કીધું. જ્યારે આખું મૂળતત્ત્વ લ્યો, બંધને “જાણે એ તો ઠીક પણ મોક્ષને જાણે, મોક્ષના મારગને પણ જાણે. એ જ્ઞાનનો પર્યાય, એવો જ ઉત્પન્ન થાય કે એનેય જાણે ને પોતાને જાણે, એ રીતે એનો ઉત્પન્ન થવાનો એનો સ્વકાળ એનો હોય છે. મોક્ષની પર્યાય થઈ માટે આંહી જ્ઞાને તેના અવલંબનથી એને જાણ્યું એમેય નહીં. આહાહા ! એ જ્ઞાનસ્વભાવી ભગવાન નિર્જરાને -કર્મની નિર્જરા અથવા અશુદ્ધતા ટળે, એને જાણે એને ટાળે નહીં “મોક્ષને જાણે મોક્ષને કરે નહીં. (શ્રોતા- ક્યાં ઊભા રહેવુ) ક્યાં ઊતર્યું.આંહી તો હુજી પરની દયા પાળવી ને પરની હિંસા કરવી ને મંદિર બનાવવા ને પૈસા બનાવવાને-એ બધું કરી શકે છે? અરે રે પ્રભુ મારગ બહુ જુદો પ્રભુ છે. આહાહા ! મૂળ મારગ હાથ આવવો ખલાસ થઈ ગયો અને સંસારનો અંત છે. આંહી તો કીધું છે સદા રહે છે-આત્મામાં વસે છે. આહાહા! એમાં (લીન) રહ્યો, રહ્યો એ કેવળજ્ઞાન લેશે. આહાહા! પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે, તેઓ જ, તેઓ જ. એમ છે ને તે એવ, એવા એટલું કહીને એકાંત કરી નાખ્યું છે. સમ્યક એકાંત છે આંહી. કથંચિત્ આમ ને કથંચિત્ આમ એનું નામ અનેકાન્ત એમ નથી. “આ જ “ વિત્પનીનષ્ણુતાન્તવિતા' જેમનું ચિત્ત, વિકલ્પજાળથી રહિત શાંત થયું છે. આહાહા! વિકલ્પની જાળ આકુળતા છે. પ્રભુ અનાકુળ આનંદ છે. એ વિકલ્પની જાળથી રહિત થઈ શાંત ચિત્ત થયું છે વિકલ્પની આકુળતા ગઈ છે, તેથી નિર્વિકલ્પ શાંત થયો છે. આહાહા ! એવા થયા થકા-શું કીધું? એ શાંત થયું છે એવા થયા થકા,પુરુષાર્થ કીધો છે. પોતે, પોતાથી થયા થકા, આહાહા! કર્મનો અભાવ થયો માટે આમ થયા, કાળલબ્ધિ આવી માટે ધ્યા? (એમ નથી.) આંહી તો “એવા થયા થકા બસ એટલું, એને કાળલબ્ધિ આવી ગઈ ભેગી. આહા! પુરુષાર્થથી ભગવાન આત્માને વીતરાગભાવે જ્યાં જાણો–એવા થયા થકા, સાક્ષાત્ અમૃતને પીએ છે. એ વિકલ્પ છે ઈ ઝેર છે. આહાહા! હું અબદ્ધ છું એવો પણ એક વિકલ્પ છે પક્ષ, એ ઝેર છે. કેમ કે આત્મા અમૃતસ્વરૂપ છે. અમર અમૃતસ્વરૂપ છે અમર અમૃતસ્વરૂપ છે એ અમૃતસ્વરૂપથી રાગ વિરુદ્ધ હોવાથી, એ ઝેર છે. આહાહા ! અબદ્ધ છું એક છું, એવો વિકલ્પ પણ ઝેર છે કહે છે. આહાહાહા ! આવો મારગ વીતરાગનો, વીતરાગ નહીં તારો, તારો સ્વભાવ જ એવો છે. એ તો જે છે એવો કહે છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ‘સાક્ષાત્ અમૃત પીવન્તિ' એટલે ? પ્રભુ અમૃતસ્વરૂપ તો હતો પણ, વિકલ્પને તોડીને સાક્ષાત્ વર્તમાન અમૃતને પીએ છે. અમૃતસ્વરૂપ તો હતો, ત્રિકાળ અમૃતસ્વરૂપ ભગવાન છે. આહાહા ! એથી કીધું કે સાક્ષાત્ વર્તમાનમાં અમૃતને અનુભવે છે–એ વિકલ્પ તોડનાર સાક્ષાત્ આનંદને અનુભવે છે. અમૃતને અનુભવે છે. આહાહા ! એ વિકલ્પ છે તે ‘ઝે૨’ છે. એમ યું કે નહીં ? મહાવ્રતના પરિણામ તો ઝેર છે પણ હું અબદ્ધ છું એવો વિકલ્પ પણ પ્રભુ, અમૃતના સાગર પાસે એ ઝેર છે. આહાહા ! ૪૧૦ કેટલી ધી૨જ જોઈએ ? એને સંકેલવા માટે કેટલી અંદર ધગશ જોઈએ. આહા ! આહાહા ! સાક્ષાત્ અમૃત પીએ છે. આહાહા ! ઓલામાં આવ્યું છે ને ત્યાં પુણ્ય-પાપ ( અધિકા૨માં ) કે આ તમે બધું કાઢી નાખ્યું વ્રત મહાવ્રત આદિ તો પછી એને શરણ શું ? (મુનિરાજને શ૨ણ શું ?) એ આવી ગયું છે, એ શ૨ણ આત્મા, એ –આનંદનો અનુભવ કરે એ શ૨ણ છે. ક૨વાનું કંઈ છે નહીં, એની તો તમે ના પાડી વ્રત નેતપ નેઅપવાસ ને આ ને આ, વિનય ને ભક્તિ ને પૂજા ને ભગવાનનો વિનય કે ‘ના’ એ વિકલ્પ બધાંય. આહાહા! ત્યારે આ બધું કરવાનો નિષેધ કર્યો તો એને છે હુવે છે શું ? છે અણકરાયેલો ભગવાન અમૃતસ્વરૂપ છે, એનું વેદન કરે ઈ સાક્ષાત્ અમૃત પીએ છે, એમ કહેવાય છે. આહાહા ! જેમ શે૨ડીના રસને ઘૂંટડે ઘૂંટડે જેમ પ્રેમથી પીએ છે, એમ ભગવાન આત્મા અમૃતનો સાગર પ્રભુ, રાગની વિકલ્પની વૃત્તિ તૂટીને સાક્ષાત્ અમૃતના ઘૂંટડા પીએ છે કો' આનું નામ સમ્યગ્દર્શન ને સમ્યગ્નાન છે. આહાહા ! ( શ્રોતાઃ- સાક્ષાત્ એટલે ?) કીધું ને આંહી પર્યાયમાં જેવું છે એવું પર્યાયમાં આવ્યું એમ કીધું'તું–આમ તો ( વસ્તુ ) અમૃતસ્વરૂપ જ છે એમ કહ્યું હતું અમૃતસ્વરૂપ છે જ. પણ પર્યાયમાં સાક્ષાત્ અમૃત પીએ છે. આહાહા ! આવી વાતું. સાંભળવી ય કઠણ પડે વીતરાગ ૫રમાત્મા આમાં કાંઈ સંખ્યાની કાંઈ જરૂર નથી આને કે બહુ સંખ્યા ઝાઝી હોય તો સાચું. આહા ! વિકલ્પજાળથી ભિન્ન રહિત શાંત થયું થકું એવા થયા થકા, એમ કહે છે ને થયા થકા એટલે પોતાના પુરુષાર્થથી, સ્વભાવરૂપ થયા થકા, વિભાવને તોડીને–તૂટીને, સ્વભાવરૂપ થયા થકા એટલે કર્મ ખસ્યું માટે થયા એમ કાંઈ નહીં. – પોતાના પુરુષાર્થથી શાંત ચિત્ત થયા થકા, સાક્ષાત્ પર્યાયમાં અમૃત એ આનંદને પીએ છે. એ દ્રવ્ય ને ગુણરૂપે તો અમૃત હતું અંદ૨, પણ - આ વિકલ્પ તોડયો ત્યારે સાક્ષાત્ પર્યાયમાં અમૃતને પીએ છે. આહાહાહા ! નિર્વિકલ્પ રસ પીજીએ, આહાહા !વિકલ્પની જાળ ! આ તો શાંત ને ધી૨જનાં કામ છે ભાઈ, આ કોઈ પક્ષ ને વાડો બાંધીને લાખો માણસને તેને માને તો સાચું ને વિદ્વાનો માને તો સાચું, એવું કાંઈ નથી. વિદ્વાનો તો કીધું ને, વિદ્વાનો ભૂતાર્થ તજીને વ્યવહારમાં વળગ્યા છે, એ વિદ્વાનો, એ એ વખતે કીધું છે ભગવાને-કુંદકુંદાચાર્ય ભગવાને. આહાહા ! ભૂતાર્થ તજી વ્યવહા૨માં વર્તન કરે, પણ મુક્તિ તો નિશ્ચયઆશ્રિત આત્માને છે. આહાહા ! જેનું હજી જ્ઞાન જ સાચું નથી વ્યવહારનું, ને એ સાચા જ્ઞાન વિના ૫૨મ સત્યસ્વરૂપ ત૨ફ કેમ ઢળી શકશે ? પરમ સત્ય પ્રભુ છે અંદર-સત્ સાહેબ પૂર્ણાનંદનો નાથ એનાં બાહ્યલક્ષવાળા જ્ઞાનમાં પણ હજી ભૂલ છે, વિપરીત છે, એ અંદ૨માં નહિ જઈ શકે. વસ્તુનું સ્વરૂપ એમ છે. ‘નહિ Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૯ ૪૧૧ જઈ શકે” નો અર્થ એ છે કે વસ્તુની સ્થિતિ જ એવી છે. આહાહા ભાવાર્થ :- જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યારે કોઈ એમ કહે કે આ પરમાત્માએ આમ કહ્યું કે હજી પક્ષ છે, માટે પક્ષ છોડી દે તો કાંઈ બીજી ચીજ હશે? એમ નથી. આંહી તો ફક્ત ઓલો વિકલ્પને જ પક્ષપાત (કહ્યો છે) વસ્તુ તો જે વિકલ્પ નિર્ણય કર્યો ને જોઈ એ તો વસ્તુ બરાબર તેવી જ છે. એમ કે આ વિકલ્પ ઊઠયો ને જે નિર્ણય કર્યો છે એથી કાંઈ બીજી ચીજ હશે તો? પક્ષપાત છોડી દેપક્ષને છોડી દે બીજી કોઈ ચીજ અંદર હશે, ઓલો કહે છે! જિનેન્દ્ર વર્ણી કહે છે. આહાહાહા ! અરરર! ભણી ભણીને આ કાઢયું. બાપુ આંહી તો ફક્ત, એ પર તરફનો વિકલ્પ છે તેને છોડી, વસ્તુ તો વિકલ્પમાં જે જાણી છે, ઈ તો એવી જ છે. પણ વિકલ્પ તોડ્યો નહોતો માટે તું વિકલ્પના બંધમાં બાકી હતો, વિકલ્પ તોડ્યો તો જે વિકલ્પ નિર્ણય કર્યો હતો કે વસ્તુ આવી છે–આવી છે, એવી જ વેદનમાં આવી છે. સમજાણું કાંઈ? પક્ષ છોડ્યો માટે કોઈ બીજી રીતે વેદનમાં આવી છે કે બીજી રીતે આત્માનું સ્વરૂપ અંદર જણાયું છે, એમ નથી. આહાહાહા ! જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે, ઓલા કહેતા'તા ઈ ગોંડલના, ગોંડલનો હતો ને બનારસીભાઈ ‘દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે' –કોઈપણ “દર્શનનું લક્ષ ન રાખવું કહે, એ વળી એવો અર્થ કરતા, કાંઈ ખબર ન મળે “દર્શન મોહ વ્યતીત થઈ, ઉપજ્યો બોધ જે' -એની દિકરી હતા ને આપણે આંહી રહેતા ને બનારસીદાસ, ત્રિભોવનભાઈના મકાનમાં રહેતાં નીચે, આંહી સોનગઢ એ “દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે” એ “દર્શન' કોઈપણ દર્શનનો પક્ષ ન રાખવો. ( શ્રોતા- એતો બધુંય સરખું છે એ તો અજ્ઞાન છે.) પણ આંહી તો ‘દર્શનમોહ' ની વ્યાખ્યા છે –“દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે' જે દર્શનમોહ વિપરીત પ્રતીત છે (શ્રદ્ધા છે) એનાથી વ્યતીત થયો-દર્શનમોહ એનાથી વ્યતીત થયો,એથી કરીને જે કાંઈ ( વિકલ્પસહિત) જાણ્યું તું કહયું'તું ઈ વસ્તુમાંથી કંઈક (આત્મવસ્તુ ) બીજી નીકળશે-બીજી કોઈ ચીજ એક વ્યાપક ને ફલાણું ને ઢીકણું ને-અંતરમાં કોઈ પક્ષ રહી ગયો એમાં કોઈ બીજી ચીજ જણાઈ જાય એમ નથી. વસ્તુ તો છે એ જ રીતે (વિકલ્પમાં) જાણી છે એ રીતે જ છે. આહાહા ! ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જયારે નયોનો સર્વ પક્ષપાત છૂટી જાય છે ત્યાં સુધી ‘ચિત્તનો ક્ષોભ” મટતો નથી, એને માટે છે વસ્તુ કોઈ અંદર બીજી છે, એમ નહીં. સમજાણું કાંઈ? ચિત્તનો ક્ષોભ મટતો નથી, જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે પણ એનો અર્થ એવો નથી, કે જૈનનું તત્ત્વ છે-અનંત આત્માઓ છે-આત્મા છે અનંત ગુણનો પિંડ, એ પાછું પક્ષપાત છૂટી જાય ને બીજું નીકળે પાછું એમાંથી ? એમ નથી. એવો અર્થ કરે છે કેટલા’ક. | સ્વરૂપમાં પ્રવૃતિ થાય છે પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગદશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, આ વાત છે. સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. વાત આમ છે. પક્ષપાત છોડી દે એટલે બીજી ચીજ અંદરથી નીકળે જિનેન્દ્રવર્ણી એમ કહે છે, ભગવાને કીધું એમાંથી કેટલુંક આવ્યું છે ને બાકી ઘણું બાકી છે તેથી બીજું પણ હશે કાંઈકબીજી જાતનું. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ કીધું છે એ જ પ્રમાણે છે, પણ વિકલ્પ સહિત જે જાણે છે તેથી એને એનો અનુભવ થતો નથી. વિકલ્પ રહિત થાય તો કેવું છે તેવો જ અનુભવ થાય એને અહીંયા ધર્મ અને સમયસાર (શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ, સગુરુદેવનો જય હો!) કહે છે. પ્રવચન નં. ૨૨૧ શ્લોક ૬૯ થી ૯૧ ઉપર પ્રવચન મંગળવાર, વૈશાખ સુદ-૧૨, તા.૮/૫/૧૭૯ સમયસાર, ઓગણોસીત્તેરમો જે કળશ છે ને, તેનો ભાવાર્થ છે. છે ને? શબ્દાર્થ આવી ગયો છે ભાવાર્થ. જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે-પરવસ્તુ મારી છે એ વાત તો ક્યાંય રહી ગઈ, પરનું કાંઈ કરવું, એ પણ ક્યાંય રહી ગયું, ફક્ત આંહી તો આત્મા વસ્તુ છે, એમાં નિમિત્ત તરીકે રાગનો સંબંધ છે, સ્વભાવમાં એ નથી પણ કહે છે જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહેહું અબદ્ધ છું, શુદ્ધ છું, એવો પક્ષ પણ રહે રાગ ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. આહાહા ! અંતરમાં નયનો પક્ષ રહે ત્યાં સુધી ચિત્તમાં ક્ષોભ વિકલ્પ છે એ ક્ષોભ છે. આંહીયા તો હજી વ્યવહાર, રત્નત્રય કરે વ્યવહાર, તો નિશ્ચય થાય. આંહી ઊંધે રસ્તે ચડી ગયા છે. એ વ્યવહારેય પણ કહેવાય નહિ, નિશ્ચય વિના. આંહી કહે છે, જ્યાં સુધી વસ્તુનું સ્વરૂપ છે એવો પણ એક નયપક્ષ જો રહે સ્વરૂપ છે એવું, એવું છે એવો પણ એક નયનો પક્ષ વિકલ્પ રહે, ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. આહાહાહા ! ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન થતું નથી એમ કહે છે. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય-બધો પક્ષપાત મટી જાય હું શુદ્ધ છું, પૂર્ણ છું, અખંડ છું એવો પણ એક નયનો પક્ષ, વિકલ્પ છે રાગ એ છૂટી જાય, ત્યારે વીતરાગ દશા થઈ (કહો) આંહી તો એ લીધું હજી તો, વીતરાગ કોઈ કહે તો આગળ થાય સાતમે. આ તો વીતરાગ દશા જ છે, નયપક્ષનો વિકલ્પ છોડી, અને સ્વભાવનો અનુભવ કરે દૃષ્ટિ કરીને એ દૃષ્ટિ વીતરાગ છે, એ અનુભવ જ વીતરાગ છે, ધર્મનું પહેલું પગથિયું આ છે. આરેરે ! નયોનો સર્વ પક્ષપાત મટી જાય. આહાહા ! બીજું તો બધું જાય બીજા મને મદદ કરે, તો મને કંઈક લાભ થાય એ વાત-પક્ષ તો ક્યાંય જાય, એ પક્ષ તો બધાંય ખોટાં છે, પણ વસ્તુ રહે સ્વરૂપ છે એનો પણ નયનો પક્ષ રહે ત્યાં સુધી વીતરાગદશા ન થાય. ત્યાં સુધી તો રાગ દશા છે. આવો મારગ સર્વ નયપક્ષો મટી જાય, ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા (થાય). જોયું? વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય (છે.) આહાહા! છેલ્લામાં છેલ્લું છે. સંપ્રદાયમાં તો છે નહિ આ વાત. લોકોને આકરી લાગે કે આ શું છે? આ તો ધરમ જેને પ્રગટ કરવો હોય ધર્મ વસ્તુ તો છે, વસ્તુમાં તો ધર્મ એટલે સ્વભાવ છે, પણ પર્યાયમાં જેણે પ્રગટ કરવો હોય, એણે તો બધાં નયપક્ષના વિકલ્પો પણ છોડી દેવા પડશે. ત્યારે તેને વીતરાગ દશા થઈને, સ્વરૂપની શ્રદ્ધા, જોયું હુજી તો “સ્વરૂપની શ્રદ્ધા', સ્થિરતા પછી. આહાહા ! ત્યારે તો “સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ' થાય છે. જે ઓલી વિકલ્પવાળી હતી તે રાગવાળી ક્ષોભવાળી હતી. આહાહા ! Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૬૯ ૪૧૩ આ રીતે વિકલ્પ તોડીને અંદરમાં સ્વરૂપ છે તેનો અનુભવ કરે, ત્યારે નિર્વિકલ્પ દશા થાય, ત્યારે સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. ઓલો વિકલ્પ હતો ત્યાં સુધી પરમાં પ્રવૃત્તિ હતી. આહાહાહા ! પરની દયા પાળું કે વ્રત પાળું કે ભક્તિ કરું એ તો વળી ક્યાંય રહી ચું, એ તો બધાં સ્થૂળ રાગ, આહાહા ! આ તો અંતર ભૂમિકામાં એ એની જાત છે જેવી, તેનો પણ વિકલ્પ, એનાં પક્ષને પણ છોડી, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે એને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. જ્યાં સુધી નયપક્ષ ને રાગ હતો, ત્યાં સુધી રાગમાં પ્રવૃત્તિ અને ક્ષોભ હતો. એને છોડીને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે, ત્યારે અતીન્દ્રિય સુખ અનુભવાય છે. આહાહા ! બહુ ટુંકૂ. શાંતિથી આવું સાંળભવાનું ય મળે નહીં, એ બિચારા શું કરે ક્યાં જાય? આટલી ત્રણ લીટીમાં તો કેટલું નાખ્યું છે, જોયું? આહાહા !( શ્રોતા:- આખુ જૈન શાસન આવી ગયું ) આખું આવ્યું વસ્તુ છે વસ્તુ, એ પોતે છે એ નિરાવરણ છે, નિર્વિકલ્પ છે, અભેદ છે, એવી વસ્તુમાં પણ વિકલ્પ કરવો કે આવો છું આવો છું આવો હું છઉં, એવો વિકલ્પ કરવો એ ક્ષોભ છે કહે છે. આહાહા ! એ આકુળતા છે એ દુઃખ છે. આહા !તેને છોડી, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય એ શુદ્ધસ્વરૂપમાં અંદર રમે-એકાગ્ર થાય, અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે–સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે સ્વરૂપ અતીન્દ્રિય છે તેથી અતીન્દ્રિય અનુભવ થાય છે. સ્વરૂપ અતીન્દ્રિય છે, અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રભુ છે, એમાં પ્રવૃત્તિ થતાં, અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ત્રણ લીટીમાં તો કેટલું મૂક્યું. કંઈકનો નિષેધ થઈ ગયો. હવે એના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે તે તત્ત્વવેદી (એટલે ) તત્ત્વનો જાણનાર, તત્ત્વનો અનુભવનાર સ્વરૂપને પામે છે. શ્લોક-૭૦ (૩૫નાતિ) एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७०।। (શ્લોકાર્થ :-)(વર્લ્ડ:) જીવ કર્મથી બંધાયેલો છે ( ) એવો એક નયનો પક્ષ છે અને (ન તથા) જીવ કર્મથી બંધાયેલો નથી (૫૨) એવો બીજા નયનો પક્ષ છે; (રૂતિ) આમ (વિતિ) ચિસ્વરૂપ જીવ વિષે (દ્રિયો) બે નયોના (દ્વ પક્ષપાતી) બે પક્ષપાત છે. (ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:) જે તત્ત્વવેદી (વસ્તુ સ્વરૂપનો જાણનાર) પક્ષપાત રહિત છે (તસ્ય) તેને (નિત્ય) નિરંતર (વિત) ચિસ્વરૂપ જીવ (રવતુ વિત ઇવ સ્ત) ચિસ્વરૂપ જ છે ( અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અનુભવાય છે). ભાવાર્થ :- આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે, અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે, એ રીતે જીવ-પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિક૯૫) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી ? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો, પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦. શ્લોક-૭૦ ઉપર પ્રવચન एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७० ।। -જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નયનો પક્ષ વિકલ્પ છે. વ્યવહારનો એક વિકલ્પ છે. જીવ કર્મથી બંધાયેલો નથી-એવો બીજો નિશ્ચયનયનો એક વિકલ્પ છે. આમ ચિસ્વરૂપ જીવ ભગવાન -જ્ઞાનસ્વરૂપ પ્રભુ તો છે ચૈતન્યમૂર્તિ, એવો જીવ, એમાં બે નયોના બે પક્ષપાત છે. વસ્તુ સ્વરૂપ તો શુધ્ધ નિર્વિકલ્પ છે. પણ એ વસ્તુના સંબંધમાં, બે નયોના પક્ષપાત છે. જે તત્ત્વવેદી એટલે કે જે તત્ત્વનો અનુભવનાર તત્ત્વનો વેદી એટલે તત્ત્વનો જાણનાર, એટલે કે ઈ તત્ત્વની વેદનાર પક્ષપાત રહિત છે. અબદ્ધ છું કે અબદ્ધ છું, એના પક્ષથી પણ એ તો રહિત છે. આહાહા ! ક્યાં ધીરજ? ક્યાં લઈ જવી વાત? ને ક્યાં અટક્યો છે બહારમાં, આહા! તેને પક્ષપાત રહિત છે તેને નિરંતર ચિસ્વરૂપ જીવ- વિવિવેવ' પહેલું કહ્યું'તું ને કે ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે એમ હતું-વિતિ-ચિત્ સ્વરૂપ વિષે-વિતિ ચિસ્વરૂપ જીવ વિષે, એમ હતું પહેલાં, એમાં બે નય હતી એમ હતું ને? એને જાણનારી નય અથવા તે પોતે જ શુદ્ધનય-વસ્તુ, એને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે-પહેલું તો એ સિદ્ધ કર્યું કે પહેલેથી વ્યવહારને તો અમે ગૌણ કરીને નિષેધ કરતા આવ્યા છીએ, એટલે એની વાત તો એક કોર રાખ હવે, પણ શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું, કે ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે-એ પક્ષપાતથી ચૈતન્યના પરિણામ, –પરનિમિત્તથી વિકલ્પથી અનેક થાય છે. તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે. આ જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે ભગવાન શુદ્ધ ચૈતન્ય માત્ર અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૭૦ ૪૧૫ એ રીતે જીવ પદાર્થને શુદ્ધ કહ્યો, નિત્ય કહ્યો, અભેદ ચૈતન્ય માત્ર સ્થાપી, સમ્યગ્દર્શનનો વિષય જે આ શુદ્ધ, બુદ્ધ ને નિત્ય, અભેદ ચૈતન્યમાત્રને સ્થાપીને. હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત ક૨શે, અમે સ્થાપી આવ્યા છીએ, શુધ્ધ અભેદ ચૈતન્યમાત્ર છે, પણ એનો જે પક્ષપાત ક૨શે, એનાં વિકલ્પમાં રોકાશે, તેપણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. આહા ! એ શુદ્ધ, બુદ્ધ ને અભેદ એવો જે આત્મા છે, એને અમે શુદ્ઘનયથી સ્થાપતા આવ્યા છીએ, પણ તેના વિકલ્પમાં જો રોકાશે એમ કહે છે. એ વસ્તુ છે એવી, પણ આ આવો છે ને આવો છે છે એવા વિકલ્પમાં રોકાશે તે પણ શુદ્ધસ્વરૂપના સ્વાદને નહિ પામે. એ રાગના સ્વાદને પામશે ઝેરના. આહાહા ! આ આત્માનો અતીન્દ્રિય આનંદ, એનો એને પર્યાયમાં સ્વાદ નહિ આવે. વસ્તુ તો વસ્તુ છે-વિકલ્પથી અતીન્દ્રિય આનંદ અતીન્દ્રિય જ્ઞાન પણ એને શુધ્ધ સ્વરૂપના સ્વાદને પર્યાયમાં નહિ પામે. આહાહા ! પર્યાયમાં તો રાગનું વેદન શુભ રહેશે. આહાહા ! અશુદ્ઘનયની તો વાત જ શી ? શું કીધું ? આહાહા !ત્રિકાળી શુદ્ધ, બુદ્ધ નિત્ય અભેદ એનો પણ વિકલ્પ ને પક્ષ રહેશે, તો એને શુદ્ધનો સ્વાદ નહિ આવે. આહાહા ! આવી વાતું છે. આ જૈન ધ૨મ હશે આવો..કહેશે. ( શ્રોતાઃ- વીતરાગતા પ્રગટ કરવી એનું નામ જ જૈનધર્મ છે. ) હા, વીતરાગતા પ્રગટ કરવી એ વીતરાગસ્વરૂપ જ છે એનો એણે વિકલ્પ છોડીને વીતરાગતા પ્રગટ કરવી એ જૈનધર્મ છે. એ (વાત ) ચોથા ગુણસ્થાનની હોં. આહાહા ! આંહી તો હજી એ નયપક્ષને છોડીને ચોથાગુણસ્થાનની વાત કરે છે. વીતરાગપણાની પર્યાયને પ્રગટ કરે અને વિકલ્પ જે છે તેના પક્ષને છોડી દે ત્યારે તેને અતીન્દ્રિય આનંદજે વીતરાગી આનંદ છે એનો એને વીતરાગી આનંદનો અંશે સ્વાદ પર્યાયમાં આવે, પરિપૂર્ણ તો વસ્તુ છે. ત્યારે આ પર્યાયમાં થોડો (સ્વાદ ) આવે. આહાહા ! આવું છે. અશુદ્ઘનયની તો વાત જ શી ? પણ જો કોઈ શુદ્ઘનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે. આહાહા ! છેલ્લામાં છેલ્લી હદ છે. વાસ્તવિક ભગવાને કહેલું, આત્મતત્ત્વ છે એવું, એનો વિકલ્પ ક૨શે, એમ કહે છે ‘છે’ એવું ભલે, આહાહા ! પણ એનો વિકલ્પ ‘છે’ એવો એનો પક્ષ કરીને રાગમાં રોકાશે, ત્યાં સુધી વીતરાગતા નહિ થાય. આહાહા ! વીતરાગતા થયા વિના ધરમ નહિ થાય. આહાહા !( શ્રોતાઃ–એ વિકલ્પ કેમ મટે ) એ કીધું ને વિકલ્પ મટાડવા આમ જાય તો વિકલ્પ મટે. નિર્વિકલ્પ ચીજ છે તેમાં દૃષ્ટિ કરે તો વિકલ્પ મટે. આહાહા ! છેલ્લો ‘સાર’ છે. પક્ષપાતને છોડી, જોયું ? એ વિકલ્પને છોડી, કથન શું કરવું ? ( શ્રોતાઃ- અંદ૨માં જાય તો છૂટી જાય. ) એ વિકલ્પને છોડી, પક્ષપાતને છોડી... ચિત્માત્ર સ્વરૂપને વિષે લીન થવું લ્યો. આહાહા ! સૂક્ષ્મ-જ્ઞાનનો સૂક્ષ્મ ઉપયોગ કરી અને અંદ૨માં જવું–લીન થવું, એ સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ છે. આહાહા ! આવું છે. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપને વિષે લીન થયે જ લીન થયે ‘જ’ લ્યો, ‘જ’, કીધું એકાંત. સમયસારને પમાય છે. ત્યારે તે સમયસાર આત્મા એને પામે છે. ( શ્રોતાઃ–એ પર્યાય કીધી ) પર્યાયમાં સમયસારને પામે છે. સમયસાર વસ્તુ તો છે ત્રિકાળ નિ૨ાવ૨ણ નિર્દોષ, પણ વિકલ્પ છોડીને, પક્ષપાત છોડીને, જ્યારે અંદર લીન થાય, ત્યારે સમયસારને પમાય છે. વાત તો બહુ સારી છે પણ લોકોને આકરી લાગે. આહાહાહા ! આમ ધરમ થાય... દયા પાળવી ને Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ વ્રત ક૨વાં ને તપ–અપવાસ કરવા ને તેનાથી ધર્મ થાય અધરમ થાય. આંહી તો પક્ષપાત કરે તોય વિકલ્પ ને અધરમ થાય અબદ્ધ સ્પષ્ટ છું સિદ્ધસ્વરૂપ છું, એવો વિકલ્પ ઊઠાવે તો પક્ષ એ પણ દુઃખ ને રાગ છે. આવું છે! માટે શુદ્ધનયને જાણીને, જાણવી ખરી કે આ વસ્તુ કેવી છે એમ કે...જાણીને–સર્વજ્ઞપરમેશ્વર જે આત્મા કહે છે અને બીજાઓ આત્મા કહે છે એમાં મોટો ફેર છે. આહાહા ! શ્વેતાંબરમાં કહ્યો છે ને સર્વજ્ઞ કહે છે એમાંય ફેર છે આત્માની શૈલીમાં ફેર છે બેયમાં માટે પહેલું શુદ્ધનયને જાણીને, એમ કહે છે. બીજાંઓથી જુદું કહે છે એ શું છે, એને જાણીને, વિકલ્પમાં આવીને એનો પણ પક્ષપાત છોડી દઈને, આહાહા ! શુદ્ધસ્વરૂપનો અનભવ કરી–શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર, ઈ સ્વરૂપાચરણ, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર. આહાહા ! હજી તો આ ચોથાગુણસ્થાનનું સ્વરૂપ–ચારિત્ર, સમકિતીનું. આહાહા ! સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. બહુ ટુંકું ! ક્યાંના ક્યાંય હજી અટક્યા હોય. આહાહા પછી શ્લોક છે આ બધાં છેલ્લામાં લઈ લીધું. છેલ્લામાં છે જુઓ ભાવાર્થ એ બધાં કળશો થઈ ગ્યાને ભાવાર્થ છે બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ ( આદિ ) બધાંને ભેગાં કર્યાં છે, બધામાં વાત એક જ કરી છે. શ્લોક - ૭૧ (૩૫નાતિ) एकस्य मूढो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७१।। શ્લોકાર્થ:-[ મૂઢ: ] જીવ મૂઢ (મોહી ) છે[ VT ] એવો એક નયનો પક્ષ છે અને [ન તથા ] જીવ મૂઢ (મોહી ) નથી [ પરફ્ય] એવો બીજા નયનો પક્ષ છે, [ત્તિ ] આમ [વિત્તિ ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ ધૈયો: ] બે નયોના [ ૌ પક્ષપાતૌ ] બે પક્ષપાત છે. [ ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત: ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે[તસ્ય] તેને [ નિયં]નિરંતર [વિત્]ચિત્સ્વરૂપ જીવ[ વસ્તુવિદ્વ અસ્તિ ] ચિત્સ્વરૂપ જ છે( અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે ). ૭૧. શ્લોક - ૭૨ (૩૫નાતિ) एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७२।। Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૭૧ થી ૮૯ ૪૧૭ श्लोअर्थ:-[ रक्तः] व रागी छे [ एकस्य ] खेवो खेऽ नयनो पक्ष छे अने [ न तथा ] लव रागी नथी [ परस्य ] वो जीभ नयनो पक्ष छे; [ इति ] आभ [ चिति ] थित्स्व३५ छ्व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः]े तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [ चित् ] थित्स्व३५ ̈व [ खलु चित् एव अस्ति ] थित्स्व३५ ४ छे. ७२. श्लोऽ - 93 ( उपजाति ) एकस्य दुष्टो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव ।। ७३ ।। श्लोऽार्थः- [ दुष्टः ] ̈व द्वेषी छे [ एकस्य ] जेवो खेड नयनो पक्ष छे भने [ न तथा ] ̈व द्वेषी नथी [ परस्य ] खेवो बीभ नयनो पक्ष छे; [ इति ] आम [ चिति ] थित्स्व३५ छ्व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] ò तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [चित् ] थित्स्व३५ छ्व [ खलु चित् एव अस्ति ] [थित्स्व३५ ४ छे. ७३. શ્લોક ( उपजाति) एकस्य कर्ता न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७४।। · ७४ - श्लोऽर्थ:-[ कर्ता ] वर्ता छे [ एकस्य ] जेवो खेऽ नयनो पक्ष छे अने [ न तथा ] ̈व ऽर्ता नथी [ परस्य ] खेवो जीभ नयनो पक्ष छे; [ इति ] आभ [ चिति ] थित्स्व३५ ̈व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ यः तत्ववेदी च्युतपक्षपातः] ò तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [ चित् ] थित्स्व३५ ̈व [ खलु चित् एव अस्ति ] थित्स्व३५ ४ छे. ७४. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ Als - ७५ ) (उपजाति) एकस्य भोक्ता न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खल चिच्चिदेव।।७५।। Raisil:- [भोक्ता] १.मोऽuछ [एकस्य ] ओपो नयनो ५६ छ भने [न तथा] १. मोऽ। नथी [ परस्य ] मेवोली नयनो ५६ छ; [इति ] आम [ चिति] थित्स्१३५ ७५.विषे [द्वयोः] Qनयोन।[द्वौ पक्षपातौ] पक्षात छ.[ यः तत्त्ववेदी च्युतपक्षपातः] तत्वही ५१५२हित छ [ तस्य] तेने [नित्यं] निरंतर [ चित्] यित्स्प३५७५ [खलु चित् एव अस्ति यत्स्५३५४ छे. ७५. ( els - 96 (उपजाति) एकस्य जीवो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७६ ।। eोर्थ:- [ जीव: ] ७५ ७५ छ [ एकस्य ] भयो मे नयनो ५६ छ भने [न तथा] 04 4 नथी [ परस्य ] मेयो की नयनो ५६ छ; [इति ] माम [ चिति] थित्स्५३५ ७५ विषे [द्वयोः] लेनयोन। [द्वौ पक्षपातौ] बे. ५१५त छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ? तत्त्वही ५१५२डित छ [ तस्य ] तेने [नित्यं] निरंतर [ चित्] थित्स्५३५ ७५. [ खलु चित् एव अस्ति]यित्स्५३५ ४ छे. ७६. ( शो - ७७ ) (उपजाति) एकस्य सूक्ष्मो न तथा परस्य चिति द्वयोाविति पक्षपाती। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७७।। alsuर्थ:- [ सूक्ष्मः ] 94 सूक्ष्म छ [ एकस्य ] मेयो मे नयनो ५६ छ भने [न तथा ] ७५ सूक्ष्म नथा [ परस्य ] मेयो बी नयनो ५६ छ; [इति ] भाम [ चिति] Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૭૧ થી ૮૯ ૪૧૯ यित्स्व३५ विषे [द्वयोः] बेनयोन। [द्वौ पक्षपातौ] . ५क्षत छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] तत्वही पक्षातरहित छ [ तस्य] तेने [ नित्यं ] निरंतर [ चित्] यित्स्प३५ ७५. [ खलु चित् एव अस्ति]यित्स्व३५४ छ. ७७. ( Als - ७८ ) (उपजाति) एकस्य हेतुर्न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७८।। श्लोार्थ:- [ हेतु:] 94 हेतु (१२४) छ [ एकस्य ] मेवो मे नयनो ५६ छ भने [न तथा ] ७५ हेतु (१२४६) नथी [ परस्य ] मेवो जी नयनो ५६ छे; [इति] माम [ चिति]यित्स्५३५ पविषे [द्वयोः ] लेनयोन।[द्वौ पक्षपातौ] ५क्षत छे. [यः तत्त्ववेदी च्युतपक्षपात:] ४ तत्त्वही पक्षातरहित छ [ तस्य ] तने [ नित्यं ] निरंतर [ चित्]यित्स्५३५. 4. [ खलु चित् एव अस्ति] यित्स्५३५ ४ छे. ७८. ( els - ७८ (उपजाति) एकस्य कार्यं न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिचिदेव।।७९ ।। सोडार्थ:- [ कार्य] 94 आर्य छ [ एकस्य ] मेयो मे नयनो ५६ छ भने [न तथा] 04 आर्य नथी [ परस्य मेवो की नयनो ५६ छ; [ इति] भाम [ चिति] यित्स्प३५ विषे [द्वयोः] बेनयोन। [द्वौ पक्षपातौ] बे. पक्षपात छे.[ यः तत्त्ववेदी च्युतपक्षपातः] तप ५१५२हित छ [तस्य] तेने [नित्यं] निरंतर [ चित्] यित्स्५३५ ५. [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ छे. ७८. ( लो - ८० (उपजाति) एकस्य भावो न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८०।। Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ श्लोsर्थि:- [भावः] ७१ मा छे (अर्थात् मा१३५ छे) [ एकस्य ] मेयो मेऽ नयनो ५६ छ भने [न तथा] १ मा नथी (अर्थात समाव३५ छ) [ परस्य] मेयो की नयनी ५१ छ; [इति] म [ चिति] यित्स्५३५ विषे [द्वयोः] बे नयोन। [द्वौ पक्षपातौ] ले ५१५त . [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] ४ तत्त्ववेदी पक्षातरहित छ [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [ चित्] यित्स्व३५ ७५ [ खलु चित् एव अस्ति] यिस्प३५४ छे.८०. ( श्लोs - ८१ ) (उपजाति) एकस्य चेको न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८१।। सोडार्थ:- [ एकः] ®५ मे छ [ एकस्य ] मेयो मे नयनो ५६ छ [ च] भने [न तथा] ७५ नथी (-अनेछ )[परस्य] मेयो की नयनो ५६ छ; [ इति] माम [ चिति]यित्स्५३५ विषे [द्वयोः ] लेनयोन।[द्वौ पक्षपातौ]ले ५क्षत छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] तत्त्वही पक्षातरहित छ [तस्य] तेने [नित्यं] निरंतर [ चित्] यित्स्व३५ ७५ [ खलु चित् एव अस्ति ] यित्स्५३५४ छे. ८१. ( लो - ८२ (उपजाति) एकस्य सान्तो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८२।। मोर्थ:- [ सान्तः] ७५ सia (-अंत सहित) छ [ एकस्य ] मेवो मे नयनो ५६ छ भने [न तथा] ७५ सात नथी [परस्य भयो नी नयनो ५६ छ; [इति] साम [ चिति]यित्स्प३५ विषे [द्वयोः] बेनयोन।[द्वौ पक्षपातौ] ५क्षत छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] तत्त्वही पक्षातरहित छ [ तस्य] तेने [ नित्यं] निरंतर [ चित्] यित्स्व३५ ०५. [ खलु चित् एव अस्ति ] यित्स्१३५ ४ छे. ८२. Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૭૧ થી ૮૯ ૪૨૧ श्योs - ८3 ) (उपजाति) एकस्य नित्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८३।। वोडार्थ:- [ नित्यः ] नित्य छ । एकस्य ] मेवोनयनो ५० छ भने न तथा] पनित्य नथी [ परस्य ] मेवोली नयनो ५६ छ; [इति] आम [ चिति] यित्स्व३५ ®. विषे [द्वयोः] बेनयोन। [द्वौ पक्षपातौ] बे पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] तत्त्वही पक्षातरहित छ [ तस्य ] तेने [ नित्यं] निरंतर [ चित्] यित्स्५३५ . [ खलु चित् एव अस्ति] यित्स्५३५ ४ छ. ८3. ( Is - ८४ (उपजाति) एकस्य वाच्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८४।। दोsर्थ:-[ वाच्यः ] 94वाय्य (अर्थात यथनथी ही शाय शेयो) [ एकस्य] वो मे नयनो ५० छ भने [न तथा] 04पाय (-पयनगोय२) नथी [ परस्य] मेयो की नयनो ५६ छ; [इति] भाम [ चिति] यिस्५३५ . विषे [द्वयोः] बे नयोन। [द्वौ पक्षपातौ] ये पक्षात . [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्ववेही पक्षातरहित छ [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [ चित्] यित्स्व३५ ७५ [ खलु चित् एव अस्ति]यित्स्५३५४ छ.८४. - ८५. (उपजाति) एकस्य नाना न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८५।। सोार्थ:-[ नाना] 04 न॥३५ छ [ एकस्य] मेवो मे नयनो ५६ छ भने [न तथा ] ७१ नन३५ नथी [ परस्य] मेयो की नयनो ५६ छ; [इति] भाम Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ [चिति] यित्स्व३५ ७५ विषे [द्वयोः] बेनयोन। [द्वौ पक्षपातौ] वे पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] ? तत्पी ५१५२हित छ [ तस्य] तेने [नित्यं ] निरंतर [चित्] यित्स्व३५ ७५ [खलु चित् एव अस्ति]यित्स्व३५ ४ छ.८५. ( als-८६ ) (उपजाति) एकस्य चेत्यो न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८६ ।। मोर्थ:-[ चेत्यः ] »येत्य (-येायोग्य ) छ [ एकस्य ] मेयो मे नयनो ५६ छ भने [न तथा] 04 येत्य नथी [ परस्य ] अवो बी नयनी ५१ छ; [इति] साम [ चिति] यत्स्व३५ १०५ विषे [द्वयोः] बेनयोन।[द्वौ पक्षपातौ] ५१५त छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] ॐ तत्व ५१५२डित छ [ तस्य] तेने [ नित्यं ] निरंतर [ चित्]यित्स्५३५ ७५ [ खलु चित् एव अस्ति]यित्स्५३५.४ छे. ८६. ( लो - ८७ ) (उपजाति) एकस्य दृश्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८७।। Neोर्थ:- [दृश्य: ] ७५ हेश्य (हेमावायोग्य) छ [ एकस्य ] मेयो मे नयनो ५० छ भने [न तथा] 04 हेश्य नथी [ परस्य ] मेवो की नयनो ५१ छ; [इति] साम [ चिति] यत्स्व३५ १०५ विषे [द्वयोः] बेनयोन।[द्वौ पक्षपातौ] ५१५त छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] तत्त्वही पक्षातरहित छ [तस्य] तेने [नित्यं] निरंतर [ चित्]यित्स्५३५ ७५ [ खलु चित् एव अस्ति] यित्स्५३५४ छ. ८७. ( श्लोs - ८८ (उपजाति) एकस्य वेद्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८८।। Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૭૧ થી ૮૯ ૪૨૩ શ્લોકાર્થ:-[ વેદ્ય: ] જીવ વેધ (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય ) છે[T] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા ] જીવ વેધ નથી [પરફ્ય] એવો બીજા નયનો પક્ષ છે; [ કૃતિ ] આમ [ વિત્તિ ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ હ્રયો: ] બે નયોના [āૌ પક્ષપાતી ] બે પક્ષપાત છે.[ ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત: ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ તસ્ય ] તેને [ નિત્યં ] નિરંતર [વિત્] ચિત્સ્વરૂપ જીવ [ વસ્તુ વિત્વ અસ્તિ ] ચિત્સ્વરૂપ જ છે. ૮૮. શ્લોક - ૮૯ (૪૫નાતિ) एकस्य भातो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८९ ।। શ્લોકાર્થ:- [ માત: ] જીવ ‘ભાત’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે [VT]એવો એક નયનો પક્ષ છે અને [ન તથા ] જીવ ‘ભાત’ નથી [પરસ્ય] એવો બીજા નયનો પક્ષ છે; [ કૃતિ ] આમ [ વિત્તિ ] ચિત્સ્વરૂપ જીવ વિષે [āયો: ] બે નયોના [કો પક્ષપાતì] બે પક્ષપાત છે.[ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત: ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ તસ્ય ] તેને [ નિત્ય] નિરંતર [વિત્] ચિત્સ્વરૂપ જીવ [ હતુ વિત્ વ અસ્તિ] ચિત્સ્વરૂપ જ છે ( અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે). ભાવાર્થ:-બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કર્તા અકર્તા, ભોકતા અભોકતા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કા૨ણ અકા૨ણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દેશ્ય અદૃશ્ય, વેધ અવેધ, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે. જીવમાં અનેક સાધા૨ણ ધર્મો છે પરંતુ ચિત્ત્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે. ૮૯. શ્લોક-૮૯ ઉ૫૨ પ્રવચન બદ્ધ અબદ્ધનો વિકલ્પ છોડવો, તેમ મૂઢ છે ને અમૂઢ છે એનો વિકલ્પ છોડવો, પર્યાયમાં મૂઢ છે ને વસ્તુએ અમૂઢ છે, એવો વિકલ્પ છોડવો. રાગી અરાગી, વ્યવહા૨ે ૨ાગી છે, નિશ્ચયે અરાગી છે. એનોય પક્ષ છોડવો. દ્વેષી અદ્વેષી, પર્યાયમાં દ્વેષ છે, વસ્તુ અદ્વેષી છે, એનો પક્ષ છોડવો. એ તો પહેલું કહેતા આવ્યા છીએ કે વ્યવહારનો પક્ષ તો છોડાવતા આવ્યા છીએ. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ બદ્ધનો, મૂઢનો, રાગીનો, દ્વેષીનો...આંહી તો હવે અબદ્ધનો, અમૂઢનો, અરાગીનો, અદ્વેષીનોએનો વિકલ્પ છોડાવે છે આંહી. ઈ આવી ગયું ને પહેલું વ્યવહા૨નો પક્ષ તો છોડાવતા આવ્યા છીએ. આહાહા ! કર્તા અકર્તા–એક પક્ષ કહે છે કે રાગનો કર્તા છે વ્યવહારે, નિશ્ચયથી અકર્તા વસ્તુ છે. પણ એ પક્ષપાત અકર્તાપણાનો પક્ષપાત પણ છોડી દેવો, છોડી દઈને કર્તા છે એમ નહીં, ચિદાનંદ જ્ઞાનસ્વરૂપ છે એ અકર્તા છે એવો જે વિકલ્પ છે–રાગ છે એને છોડીને અકર્તાપણાનું વેદન ક૨વું, અકર્તાપણાના સ્વરૂપનું વેદન કરવું. આહાહા ! ભોક્તા અભોક્તા–એક (પક્ષ ) કહે છે કે રાગનો ભોક્તા છે, બીજો કહે છે ભોક્તા નથી. રાગ (નો ) ભોક્તા નથી એ વાત સાચી છે, પણ છતાં એનો જે પક્ષરૂપ વિકલ્પ છે, એને છોડી દેવો. ઓલો વ્યવહા૨નો તો નિષેધ કરતા આવ્યા જ છીએ, એ પહેલું કીધું–ભોક્તા (છે ) એનો તો નિષેધ કરતા આવ્યા છીએ, અભોક્તાનો નિષેધ (કર ) હવે તો આંહી એમ કહે છે. ‘અભોક્તા છે’ પણ એનો વિકલ્પ જે રાગ, એના પક્ષપાતમાં રહેવું, છોડી દેવું. આપે આરે આવું ક્યારે (કરે!) સાંભળવા મળે એવું નથી. આહાહા ! જીવ અજીવ, એક કહે કે જીવ છે, બીજો કહે કે જીવ નથી, ૫૨ની અપેક્ષાએ. ‘જીવ છે’ એવો વિકલ્પ પણ છોડી દેવો, જીવ નથી એ તો વ્યવહારનો વિકલ્પ પ્રથમથી જ છોડાવતા આવ્યા છીએ. જીવ છે, એનો પણ વિકલ્પ છોડી દેવો. આહાહા ! સૂક્ષ્મ સ્થૂલ-સૂક્ષ્મ છે ઈ છે. સ્થૂલ છે ઈ વિકલ્પને તો છોડાવતા આવ્યા છીએ, પણ સૂક્ષ્મ છે એના વિકલ્પને પણ છોડવાનું ( કહે છે ). ‘કા૨ણ અકા૨ણ’ કા૨ણ છે ઈ વ્યવહા૨ કહેવાય છે, અકારણ છે એ નિશ્ચય છે. કોઈનું એ કા૨ણ જ નથી. આહાહા ! એને જ હવે નિષેધ ક૨વા માટે, કા૨ણ તો નથી કોઈનું પણ એ કોઈનું અકા૨ણેય નથી. અકારણ છે એવો એક પક્ષ છે વિકલ્પ છે ( એને ય છોડી દેવો. ) ‘કાર્ય અકાર્ય’ કાર્ય કોઈનું નથી, તેમ અકાર્ય છે, એવો પણ એક વિકલ્પ છે એય છોડવાનો (છે. ) ‘ભાવ અભાવ’–ભાવ છે ખરો ઈ ૫૨થી અભાવ છે. અભાવનો તો નિષેધ છે, પણ ‘ભાવ’ ના વિકલ્પનોય નિષેધ છે. આહાહા ! ‘છે ભાવ’ સ્વરૂપ (પણ ) એના વિકલ્પનો નિષેધ છે. હવે આવું ઝીણું ( કહે છે ) ‘એક અનેક’-અનેકની દૃષ્ટિ તો છોડાવતા આવીએ છીએ, વ્યવહા૨, પણ એક રૂપે છે–એક રૂપે છે, એવો જે વિકલ્પ પણ છોડાવે છે, ઝીણું છે થોડા માણસમાં ઠીક આ ‘સાન્ત અનન્ત’–સાન્ત એટલે પર્યાયથી સાન્ત છે, વસ્તુથી અનંત છે. પર્યાયથી સાન્ત છે, એનો તો નિષેધ છે, પણ વસ્તુ અનંત છે અનંત-અનંત છે. ‘નિત્ય અનિત્ય’–અનિત્યનો તો નિષેધ કરતા જ આવ્યા છીએ, પણ નિત્યના પક્ષનો વિકલ્પ છોડવો. આહાહા ! ‘વાચ્ય અવાચ્ય’-વચનથી કહેવા લાયક છે, એ અપેક્ષા તો છોડતા આવ્યા છીએ, અવાચ્ય-વચનથી કહી શકાય નહીં એવું છે એનો ય પણ વિકલ્પ છોડી દેવો. ‘નાના અનાના’–અનેક પ્રકારે છે એનો તો નિષેધ કરતા આવ્યા છીએ, પણ અનેક પ્રકાર નથી, એક જ પ્રકા૨ છે એવો પણ વિકલ્પ છોડી દેવો. ‘ચેત્ય અને અચેત્ય’–ચેત્ય જાણવા લાયક છે, અચેત્ય-જાણવા લાયક નથી. જાણવાલાયક નથી એ તો નાસ્તિ થઈ, જાણવાલાયક છે પણ છતાં એનો વિકલ્પ છોડવા લાયક છે. ‘દૃશ્ય અદૃશ્ય ’દેખવા Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૦. ૪૨૫ લાયક છે ને દેખવાલાયક નથી. ઈ તો છે ઈ છે. એ દેશ્યનો વિકલ્પ તો છોડ્યો, પણ અદેશ્યનો વિકલ્પ ય છોડવો. વેધ અવેધ વેદવા યોગ્યને અવેદવા યોગ્ય–વેદવા યોગ્ય છે. અને જે વેદવા યોગ્ય નથી એનો વિકલ્પ તો છોડાવતા આવ્યા છીએ, વેદવા યોગ્ય છે એનો વિકલ્પ છોડવા યોગ્ય છે. આહાહાહા ! “ભાત-અભાત”—ભાત જણાય એવો છે પ્રત્યક્ષ થાય એવો છે, અભાત પ્રત્યક્ષ થાય એવો નથી. આ પ્રત્યક્ષ થાય એવો છે ઈ અસ્તિ છે, પ્રત્યક્ષ થાય એવો નથી એનો તો નિષેધ કરતા આવ્યા છીએ, પણ પ્રત્યક્ષ થાય છે એનો વિકલ્પ પણ તેનો નિષેધ કરીએ છીએ. આહાહા ! નવા માણસને તો આમાં કાંઈ સૂઝ પડે નહીં, આવું સ્વરૂપ છે. ઈત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક જે રીતે કહેવા માગ્યું છે, તે રીતે સમજીને, વિવક્ષા એટલે જે રીતે કહેવામાં આવી છે વસ્તુને તે રીતે જ સમજીને, તત્ત્વનો એટલે કે વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને, વિકલ્પ દ્વારા વસ્તુસ્વરૂપનો નિર્ણય કરી નયોના પક્ષપાતને છોડ છે પછી નયનો જે વિકલ્પ છે રાગ એને છોડે છે, તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ પાઠ છે ને? વિવિવેવ-જ્ઞાન છે તે જ્ઞાનનો જ અનુભવ રહે છે. એક વિકલ્પનો ક્ષોભનો અનુભવ મટી જાય છે માળે અર્થ પર્ણ.... જીવમાં અનેક સાધારણ ધર્મો છે.પરંતુ ચિત સ્વભાવ તેનો પ્રગટ અનુભવ યોગ્ય અસાધારણ ધર્મ છે-એ શું કીધું? જીવમાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ અસાધારણ ધર્મો છે જે પોતામાં પણ છે અને બીજામાં પણ છે એવા અનેક સાધારણ ધર્મો છે. પરંતુ ચિત્ત સ્વભાવ તેનો પ્રગટ અનુભવ ગોચર અસાધારણ ધર્મ છે એ જાણનાર ધર્મ એક જ વસ્તુમાં અસાધારણ જીવ કોઈ બીજામાં નથી અને એવો કોઈ બીજો પોતામાંય નથી. એક જ ચિત સ્વભાવ એવો જે ભગવાન અસાધારણ, કે જે સ્વપરને જાણે, બીજા ધર્મો પોતામાં છે પણ એ અતિ તરીકે છે જાણનાર નથી. જાણનાર તો આ એક અસાધારણ ચિત સ્વભાવ જ છે. આ તો ચિદ એવ ચિદ એવ અનુભવ કર –કેમ કહ્યું એમ એનો ખુલાસો એમ જીવમાં અનેક સાધારણ એટલે આત્મામાં પણ છે, જડમાં પણ છે, બીજા આત્મામાં પણ છે– એવા ધર્મો છે પરંતુ ચિત્ત સ્વભાવ એનો પ્રગટ અનુભવગોચર છે. કારણકે પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ છે – પણ એ દ્વારા અંદરમાં જાય તો પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ થાય – ચિત્ત સ્વભાવ તેનો પ્રગટ અનુભવ ગમ્ય અસાધારણ એ એક જ ગુણ એવો છે ( જ્ઞાન કે સર્વને જાણે છે ) એ અનંતગુણ જાણતા નથી. આ, જ્ઞાન ગુણ જ જાણે છે, બીજા ગુણને ય જાણવા હોય તો તે જાણનારથી પ્રસિદ્ધ થાય. આત્મામાં આનંદ છે ઈ આનંદ નહિ પ્રસિદ્ધ કરી શકે, આનંદને જાણનારું જ્ઞાન (છે તે ) પ્રસિદ્ધ કરશે કે આનંદ છે ઈ “જાણનાર’ પ્રસિદ્ધ કરશે. આનંદ છે એ અસ્તિત્વ છે પણ આનંદમાં જાણવાનો સ્વભાવ નથી. માટે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે ભગવાન તો જ્ઞાનસ્વરૂપ જ છે બસ. બીજા ગુણો છે, પણ બીજા અસાધારણ નથી એટલે કે બીજા પણ છે માટે એથી જુદું પાડવાનું સાધન છે. જ્ઞાન તે આત્મા, અસ્તિત્વ તે આત્મા એમ કહીએ તો “છે' –અસ્તિત્વ છે. “છે' તો Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આત્મા તો “છે” તો પરમાણું ય છે. માટે એનાથી આત્મા જુદો ન પડે. “જાણનાર આત્મા છેપ્રજ્ઞાબ્રહ્મ-પ્રજ્ઞાચક્ષુ-જ્ઞાનચંદ્ર-જ્ઞાનસૂર્ય-એ ચૈતન્યસ્વરૂપ, એનાથી બીજાં બધાથી જુદો પાડી શકાય એવો એક જ એ ગુણ છે. છે? આહા...હા ! તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે. ( શ્લોક-૯૦ ) (વસત્તતિનવા) स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नय पक्षकक्षाम्। अन्तर्बहिः समरसैकरसस्वभावं स्वं भामेकमुपयात्यनुभूतिमात्रम्।।९।। ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છે - શ્લોકાર્થ-[ā] એ પ્રમાણે [સ્વેચ્છા-સમુછનત્-બનત્પ- વિજ્ય-નાનામ]જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [મહતી ] મોટી [નયપક્ષ વક્ષામ] નયપક્ષકક્ષાને (નયપક્ષની ભૂમિને ) [ વ્યતીત્ય] ઓળંગી જઈને (તત્ત્વવેદી) [ સન્ત:વદિ:] અંદર અને બહાર [સમરસૈ રસસ્વમાનં] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [ અનુભૂતિમાત્રને મૂર્વ ભાવમ] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને )[૩પયાતિ] પામે છે. ૯૦. શ્લોક-૯૦ ઉપર પ્રવચન स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नय पक्षकक्षाम्। अन्तर्बहि: समरसैकरसस्वभावं स्वं भामेकमुपयात्यनुभूतिमात्रम्।।९०।। (કહે છે) એ પ્રમાણે સ્વેચ્છા-સમુચ્છલઅનલ્પ-વિકલ્પ-જાલમ્ જેમાં બહુવિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે. શું કહે છે? ભગવાન તો ચિસ્વરૂપ આનંદસ્વરૂપ ધ્રુવ વીતરાગસ્વરૂપ જ છે. એમાં (હું) આવો છું ને તેવો છું તેવા વિકલ્પ, એની મેળે ઊઠે છે, એ સ્વભાવમાં નથી એમ કહે છે. આહાહા! ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા, એ તો ચિસ્વરૂપ-આનંદસ્વરૂપશુદ્ધસ્વરૂપ સ્વતઃ છે. એમાં જે આ વિકલ્પ ઊઠે રાગ, હું અબદ્ધ છું ને શુદ્ધ છું ને એક છું ને એ બધી બહુ વિકલ્પની જાળો આપોઆપ ઊઠે છે. આપોઆપ એટલે? દ્રવ્યગુણથી નહીં. પર્યાયથી Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૦ ૪૨૭ આપોઆપ ઊઠે છે. આહાહા ! વસ્તુમાં એ વિકલ્પ ઊઠે એવો સ્વભાવ નથી. આહાહા! એવો એ ચૈતન્ય છે. બહુ વિકલ્પોની જાળો “આપોઆપ ઊઠે છે. એટલે કે આત્માના દ્રવ્યના અવલંબન વિના, દ્રવ્યના આશ્રય વિના, પર્યાયમાં પરના લક્ષે વિકલ્પની જાળ આપોઆપ ઊઠે છે. આહાહા ! એ વિકલ્પની જાળ કીધી-દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ એ તો છે જ “જાળ” પણ (હું) આવો છું અબદ્ધ છું-અસ્પર્શી છું એને અહીંયા વિકલ્પની “જાળ” કીધી. એ જાળમાં ગૂંચાય ગયો કહે છે. આહાહા! આહા...હા! એવી મોટી નયપક્ષકક્ષામેં જોયું? આપોઆપ ઉઠે છે એવી મોટી નયપક્ષામ છે, નયપક્ષકક્ષામ્ નયપક્ષની ભૂમિ, ભગવાને કહેલો એવો આત્મા શુદ્ધચૈતન્યઘન એવો પક્ષનો વિકલ્પ ઊઠે જે નયનો, તેને ઓળંગી જા–એને ઓળંગી જઈને, જે તત્ત્વવેદી મન્ત:વહિ: –અંદર અને બહાર સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા-અંદરમાં સમતા વીતરાગમૂર્તિ છે, અને પર્યાયમાં પણ વીતરાગતા પ્રગટી છે. આહાહા ! મન્ત:વદિ. –અંતર તો વીતરાગમૂર્તિ આત્મા છે જ પણ બહાર, સમતા-સમરસ–બહારમાં પણ વિકલ્પની જાળ તોડી, તોડી એમ ઉપદેશ કહેવાય છે. બાકી આંહીં સ્થિર થાય છે એટલે (વિકલ્પની જાળ) તૂટી જાય છે. સમરસ એક રસ જ સ્વભાવ-સમતારસ રૂપ એક જ જેનો એકરસ સ્વભાવ છે. આહાહા! ભગવાનનો તો વીતરાગ સ્વભાવ જ છે, એકલો સમતા સમતા સમતા વિકલ્પની જાળ વિનાનો સમરસ સમરસ–સમતારસ-એકરૂપ વીતરાગરસ, આહાહા ! એવું જે આત્માનું સ્વરૂપ એવું છે. આહાહા ! સમતા-રસરૂપી એક રસ જ જેનો-ઓલી વિકલ્પ છે ઈ અસમતા હતી. હું નિશ્ચયે આવો છું ને વ્યવહારે આવો છું ને, એ બધી વિકલ્પની જાળ અસમતા હતી, ક્ષોભ હતો, મોહુ હતો. આહાહા! એને છોડીને, છે ને ઓળંગી જઈને છોડીને એટલે ઓળંગી જઈને સમતા રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે, આહાહા!વીતરાગ, રાગના વિકલ્પની જાળ વિનાનો, સમતાસ્વરૂપ જ પ્રભુ છે. સમતા એને બહારથી લાવવી નથી. સમતાસ્વરૂપ છે એવો અંતરમાં છે, એવો પર્યાયમાં સમતાસ્વરૂપ પ્રગટ થાય છે. આહાહા ! એ વિકલ્પ છે એ અસમતા છે-એ ક્ષોભ છે એને છોડીને સમરસ પર્યાયમાં, અંદરમાં તો છે-પર્યાય બહાર છે, પર્યાય અંદરમાં નથી. આહા ! અંદરમાં એટલે દ્રવ્યસ્વભાવમાં સમતારસનો પિંડ છે, પણ જ્યારે વિકલ્પ છોડે છે ત્યારે પર્યાયમાં સમતારસ-વીતરાગરસ-શાંતરસ આવે છે. આહાહા! એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન કહેવાય છે. હજી તો આ ધર્મની પહેલી સીડી. આહાહાહા ! સમરસ એક રસ છે ને? “એક રસ, જેવો અંદર સમતા-વીતરાગમૂર્તિ પ્રભુ છે “એવો જ” પર્યાયમાં એકરસ વીતરાગ પર્યાય એકરસ પ્રગટી, એકરસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને અનુભૂતિમાત્ર “એક–સમરસ સમતા સ્વરૂપ ત્રિકાળ છે,તેની પર્યાયમાં અનુભૂતિમાં સમતા આવી અનુભૂતિમાત્ર એક પોતાના સ્વરૂપને પામે છે. બધાં વિકલ્પોને છોડી, નિશ્ચયનયના, શુદ્ધનયના પક્ષના વિકલ્પોને પણ છોડી, ત્રિકાળી સમતારસનો પિંડ અંદર, તેને પર્યાયમાં સમરસ-અનુભૂતિ આવે છે. આહાહા! અજાણ્યા માણસને તો આ શું સૂઝે શું કહે છે આ? આવો તો જૈનધરમ હુશે? લ્યો, આ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ મિચ્છામિ પડિક્કમણું ઈરિયા વહિયા-તસ્સઉત્તરી કરણેણં એ જડની ક્રિયાઓ ને રાગ છે. વીતરાગ મારગ તો ‘આ’ છે. સમરસ એક સમરસ દ્વિઘા-પણ નહીં જ્યાં. આહાહાહા ! જેવો સમતા ૨સ, વીતરાગરસસ્વરૂપ છે એવો જ અનુભૂતિમાં (પર્યાયમાં ) એકસ– સમરસ પ્રગટયો, એક પોતાના ભાવને-પોતાના સ્વરૂપને પામે છે, તે જીવ પોતાના આત્માના સ્વરૂપને-પામે છે. તે જીવ મોક્ષના મારગમાં આવ્યો. આહાહા ! ( શ્રોતાઃ– વ્યવહા૨ છોડાવ્યો.. ) વ્યવહાર શું ?નિશ્ચય છોડાવ્યો છે નિશ્ચયનો પક્ષ છોડાવ્યો છે, વ્યવહા૨નો પક્ષ તો છોડાવતા આવ્યા છીએ, એ તો પહેલું કીધું છે એની વાત તો છે જ નહિ. એ તો પહેલું આવી ગયું ને ૭૦ મા કળશના ભાવાર્થમાં શરૂઆતમાં જ છે કે, આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન ક૨વામાં આવ્યું છે. એમ પહેલેથી જ વ્યવહા૨ને ગૌણ કરીને છોડાવતા આવ્યા છે. આમાં તો નિશ્ચયનો પક્ષ છે એને છોડાવ્યો છે. આહાહા! સાંભળેલું સાંભળવાય મળે નહીં, સાંભળવાય મળે નહીં, ઝીણું...શું કહે છે આ તે અંદર ખ્યાલમાં લાવવું મુશ્કેલ. આહાહા ! વિકલ્પ સહિત ખ્યાલમાં લાવવું મુશ્કેલ. આહાહા ! આંહી તો વિકલ્પથી પણ પાર વ્યવહા૨ના બંધ એક અનેક આદિના વિકલ્પોને તો છોડાવવા-છોડવાનું ( કહેતા ) આવ્યા છીએ, અહીં તો એક નિશ્ચયનો જે પક્ષ છે-શુદ્ધનિશ્ચયે અભેદ છે-જાણવાલાયક છે-અનુભવવા લાયક છે વેદવાલાયક છે, એવો જે વિકલ્પ છે, તેને આંહી છોડાવી અને સમરસ પ્રભુ આત્મા છે, એની એકરૂપ દશા–ઓલી સમ૨સ વસ્તુ છે ને વિકલ્પ રાગ તો વિષમતા થતી'તી, આ સમરસ વસ્તુ છે, એને વિકલ્પ છોડીને એકાકાર (– લીન ) થયો તો સમરસ એક ભાવ થયો–જેવો ભાવ હતો એવો ભાવ થયો. આહાહા ! અનુભૂતિ માત્ર એક પોતાના સ્વરૂપને પામે છે. આહાહા ! બહુ ઊંચી વાત હતી. વસ્તુની સ્થિતિ ‘આ’ છે. ‘ઊંચી’ ( કહી ) એટલે ‘નીચી’ કોઈ બીજી દશા છે, એમ નહિ. કો'ક કહેતું'તું બહા૨માં કે લોકોને એમ થયું કે આવું છે બધેય ઊંચી છે વાત બહુ ઊંચી છે, સોનગઢની એમ. ઓલા મુંબઈમાં કહેતા'તા પણ ઊંચી છે એટલે બીજી કોઈ હેઠેની છે ? ઊંચી કહો કે સાચી કહો, ‘આ એક જ છે’ ઊંચી કહીને હેઠલું બીજું અમારું પણ કંઈક છે એમ નથી. આંહીયા તો વ્યવહા૨નો પક્ષ જ છોડાવતા આવ્યા છીએ. વ્રત ને ભક્તિ ને તપને એ તો વિકલ્પ ને રાગ છે, એને તો છોડાવતા આવ્યા છીએ, પણ નયના પક્ષ બેજ્ઞાનના પક્ષ બે છે એક પર્યાય પક્ષ જોનાર ને એક દ્રવ્યપક્ષ જોના૨, પણ બેય જોના૨, એવા પર્યાયને જોનાર પક્ષનો તો નિષેધ કરતા આવ્યા છીએ, અથવા ગૌણ કરતા આવ્યા છીએ. આહાહા! પણ ત્રિકાળી વસ્તુ જે છે, ચૈતન્યમૂર્તિ જે વિકલ્પ રહિત છે તેને સમરસ ભાવે, વેદવો ને જાણવો, એનું નામ ભાવને પ્રાપ્ત કર્યો, સ્વરૂપને પ્રાપ્ત કર્યું, એણે જીવને જાણ્યો. આહાહા! Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૦ ૪૨૯ ( શ્લોક-૯૧ ) (રથોદ્ધતા) इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोचलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं कृत्स्नमस्यति तदस्मि चिन्महः।।९।। હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છે : (શ્લોકાર્થ-)(પુણ-૩-ન-વિવરુત્વ-વવિમિ:૩૭નત) પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી ( રૂમ વન વકૃત્નમ રૂદ્રનામ) આ સમસ્ત ઇંદ્રજાળને (એચ વિષ્ણુરામ પવ) જેનું *સ્કુરણ માત્ર જ (તક્ષ) તત્પણ (સ્થતિ) ભગાડી મૂકે છે (તત નિંદ: સ્મિ) તે ચિત્માત્ર તેજ:પુંજ હું છું. ભાવાર્થ - ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિ—કાસ હું છું. ૯૧. * ફુરણઃ-ફરકવું તે ધનુષ્ય ટંકાર કરવો તે શ્લોક-૯૧ ઉપર પ્રવચન હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છે : इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोचलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं कृत्स्नमस्यति तदस्मि चिन्महः।।९१।। (કહે છે કે :) પુષ્પન–૩–વેન– વિત્પ–વીમિ: ૩ઋતુ –પુષ્કળ, ઉત્ત એટલે મોટા. આહાહા! ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી–ભગવાન તો અંદર સમરસસ્વરૂપ છે. આત્મા તો અંદર જિનસ્વરૂપ જ વીતરાગસ્વરૂપ જ છે. એ અત્યારે છે? ત્રણે કાળે પ્રભુ જિનસ્વરૂપ જ છે આત્મા. એનો સ્વભાવ-સ્વભાવ વીતરાગી સ્વભાવનું સામર્થ્ય જ તે જ જીવ છે. આહાહા! આંહી કહે છે કે એમાં પુષ્કળ, મોટા / ઉત્ નો અર્થ મોટા કર્યો છે. ચંચળરૂપ વિકલ્પ છે, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી રૂમ–પવન—97 દૃન્દ્રનાનમ –આ સમસ્ત ઈન્દ્રજાળ જેમ માયાજાળ છે ને? આ કે.લાલ. નથી કહેતા, કે લાલની માયાજાળ, જાદુગર! જાદુ (કરે છે ને) આવ્યો'તો ત્યાં મુંબઈ હતો તે, એકવાર સાંજે છેલ્લે દિ' આવ્યો'તો, જાદુગર, માયાજાળ કહેવાય છે, એમ આંહી વિકલ્પની બધી માયાજાળ છે, કહે છે. જે જેવું સ્વરૂપ છે તેવું ન Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ બતાવતાં, વિકૃતસ્વરૂપ તેને બતાવે, એવા પુષ્કળ મોટા ચંચળ વિકલ્પ તરંગો વડે ઊઠતી, આ ઇંદ્રજાળ આ ઇંદ્રજાળ છે, એ આત્મસ્વરૂપ નહિ. આહાહાહા ! ઇંદ્રજાળ છે ઈ તો કહે ( છે. ) જેમ ઈન્દ્ર જેમ આમ હજ્જારો રૂપ ધારણ કરે ને ? સંકેલે તો બસ એકલો. આ સમસ્ત ઇંદ્રજાળને ‘વિરળ’ વ’ જેનું સ્ફુરણ માત્ર જ અતીન્દ્રિય આનંદ સ્વભાવ ભગવાન, એમાં એકાગ્ર થતાં માત્ર, એ અતીન્દ્રિય આનંદનો અંશ સ્ફુરણ પ્રગટ થતાં, વિકલ્પની જાળ ક્યાંય ચાલી જાય છે. આહાહા ! ઇંદ્રજાળને જેનું સ્ફુરણમાત્ર, છે ને નીચે (ફુટનોટમાં અર્થ છે કે ) સ્ફુરણ = ફરકવું તે; ધનુષ્યટંકાર કરવો તે, ધનુષનો આમ ટંકાર થાય ત્યાં લશ્કર ચાલ્યું જાય. એમ ભગવાન આત્મા અંદર જ્ઞાતા-દૃષ્ટા આમ થયો જ્યાં અંદર ત્યાં વિકલ્પજાળ ભાગી જાય બધી. આહાહાહા ! યસ્ય વિષ્ણુળદ્વ-જેનું સ્ફુરણ માત્ર ‘જ' q- છે ને યસ્ય વિરળન્ ‘વ’નિશ્ચય કર્યું–એને બીજાની જરૂર નથી કહે છે. આહાહા ! એ ભગવાન આનંદનો નાથ જયાં એક અંશે સ્ફૂરે છે તત્ક્ષણ-ભગાડી મુકે છે ઇંદ્રજાળ ને વિકલ્પની જાળ ત્યાં રહેતી નથી. બહુ આજ તો માલ–માલ બધો આવ્યો, માણસ થોડા છે. આહાહા ! (શ્રોતાઃ- વિકલ્પજાળ ગઈ કે નિર્વિકલ્પ થયો ) ‘તત્ ક્ષણ’ પાછું એમ. ( કહે છે) ‘વિષ્ણુર્ળન્ વ’– જરી પણ અંદ૨ સ્ફુરણ થઈ આત્મા આનંદમાં જાગ્રત થયો વિકલ્પ છોડીને, ત્યાં સ્ફુરણમાત્રથી, સ્ફુરણમાત્રથી આત્માથી, તત્ક્ષણ ભગાડી મૂકે છે તત્ વિન્નઇ: અસ્મિ−તે ચિન્માત્ર તેજ:પુંજ હું છું. આહાહાહા ! તે જ્ઞાનસ્વરૂપ-ચેતનસ્વરૂપ તે હું છું. એમ સમકિતી પોતાના આત્માને આવો માને છે. આહાહા ! ભાવાર્થ :- ચૈતન્યનો અનુભવ થતાં, સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે તે ક્ષણે જ. આંહી ઉત્પન્ન થયો ને ત્યાં વ્યય થાય એમ કહે છે. કેમકે ક્ષણ તો એકની એક જ છે. જે ક્ષણે શાંતિ ઉત્પન્ન થઈ તે જ ક્ષણે વિકલ્પની અશાંતિનો વ્યય થયો. કા૨ણ કે સમય તો એક છે ને ? આહાહા ! તે ક્ષણે જ વિલય પામે છે, એવો ચિકાશ હું છું. વિશેષ કહેશે.( શ્રોતાઃ–પ્રમાણ વચન ગુરુદેવ !) ( હવે કહે છે કેઃ ) “ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી” આત્મભગવાન, એ તો ઉપયોગ જ સ્વરૂપ છે. ત્રિકાળ જાણવું-દેખવું, એવું એનો ઉપયોગ સ્વરૂપ છે. એનો કાયમી સ્વભાવ અને સ્વરૂપ તો ઉપયોગ છે. એ ત્રિકાળ દર્શનશાન છે, એને પણ ઉપયોગ કહેવામા આવે છે. આહા...હા ! સ્વયં ઉપયોગ હોવાથી “મુકતમોહ( મોહ રહિત ) થયો થકો” –પર્યાયમાં પણ સ્વયં ઉપયોગરૂપ હોવાથી મુકતમો‚ થયો થકો ( અર્થાત્ શું કહે છે ? કેઃ ) પરત૨ફની સાવધાનીનો રાગાદિ ભાવ (હતો ) એનાથી સ્વત૨ફના અત્યંત ભેદજ્ઞાનને લઈને રાગથી મુકત થયો છે. –આવું મુનિપણું ! અને એ મુનિપણા વિના મુકિત નથી ! (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૯૮, નિયમસાર ગાથા-૮૨ ) Page #446 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૩ ४१ O we -१४3) १४३ ) पक्षातिक्रान्तस्य किं स्वरूपमिति चेत्दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो।।१४३।। द्वयोरपि नययोर्भणितं जानाति केवलं सतुसमयप्रतिबद्धः। न तु नयपक्षं गृह्णाति किञ्चिदपि नयपक्षपरिहीनः।।१४३।। यथा खलु भगवान्केवली श्रुतज्ञानावयवभूतयोर्व्यवहारनिश्चयनयपक्षयोः विश्वसाक्षितया केवलं स्वरूपमेव जानाति, न तु सततमुल्लसितसहजविमलसकलकेवलज्ञानतया नित्यं स्वयमेव विज्ञानघनभूतत्वात् श्रुतज्ञानभूमिकातिक्रान्ततया समस्तनयपक्षपरिग्रहदूरीभूतत्वात् कञ्चनापि नयपक्षं परिगृह्णाति, तथा किल यः श्रुतज्ञानावयवभूतयोर्व्यवहारनिश्चयनयपक्षयोःक्षयोपशमविजृम्भितश्रुतज्ञानात्मकविकल्प प्रत्युद्गमनेऽपि परपरिग्रहप्रतिनिवृत्तौत्सुक्यतया स्वरूपमेव केवलं जानाति, न तु खरतरदृष्टिगृहीतसुनिस्तुषनित्योदितचिन्मयसमयप्रतिबद्धतया तदात्वे स्वयमेव विज्ञानघनभूतत्वात् श्रुतज्ञानात्मकसमस्तान्तर्बहिर्जल्परूपविकल्पभूमिकातिक्रान्ततया समस्तनयपक्षपरिग्रहदूरीभूतत्वात्कञ्चनापि नयपक्षं परिगृह्णाति, स खलु निखिलविकल्पेभ्यः परतरः परमात्मा ज्ञानात्मा प्रत्यग्ज्योतिरात्मख्यातिरूपोऽनुभूतिमात्र: समयसारः। “પક્ષાતિકાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?'-એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છે નયદ્ધયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩. Puथार्थ:- [ नयपक्षपरिहीनः ] नय५३थी २डित , [ समयप्रतिबद्धः ] समयथा प्रतिबद्ध थयो थलो (अर्थात् यित्स्व३५ मामाने अनुभवतो थओ), [द्वयोः अपि] पन्ने [नययो:] नयोन। [भणितं] थनने [ केवलं तु] [जानाति] 180 ४ छे [तु] ५२तु [ नयपक्षं] नयपक्षने [ किञ्चित् अपि] ४२॥ ५४॥ [ न गृह्णाति ] A६५। ६२तो नथी. ટીકા-જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતેજ વિજ્ઞાનઘન થયા Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ હોઇને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડ (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી, તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, અતિ તીણ જ્ઞાનદેષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત,ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે(અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવ વડે) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઇને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્ષલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના પ્રહણથી દૂર થયો હોવાથી, કોઇ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર,પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર સમયસાર છે. ભાવાર્થ-જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી ( જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વિશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું. પ્રવચન નં. ૨૨૨ ગાથા-૧૪૩ બુધવાર, વૈશાખ સુદ-૧૩, તા. ૯/૫/૭૯ સમયસાર ૧૪૩ ગાથા-પક્ષાતિક્રાન્તનું એટલે સમયસાર ૧૪૩ ગાથા પક્ષને ઓળંગી ગયેલાનું શું સ્વરૂપ છે?' –એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે. ઝીણી છે થોડી. પક્ષાતિકાન્ત એટલે કે પક્ષરૂપ જે નયો વ્યવહાર (નય)ને નિશ્ચયનય બેય નય, એનો પક્ષ છૂટી ગયો છે એનું શું સ્વરૂપ? અંતરમાં એ પક્ષ છુટી ગયો એનું શું સ્વરૂપ છે? પક્ષને ઓળંગી ગયેલાનું શું સ્વરૂપ છે એમ, એવો જેનો પ્રશ્ન હોય એના ઉત્તરરૂપ ગાથા કહે છે. એકસો તેતાલીસ दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो।।१४३।। નયદ્ધયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩. છેલ્લામાં છેલ્લી આ ગાથાનો “સાર” છે. ટીકા – જેવી રીતે, આ તો દેષ્ટાંત આપે છે કેવળી ભગવાનનું, એની હારે મેળવે છે. પાઠમાં તો “યપારિરીખો' કહ્યું છે પણ એને કેવળી હારે મેળવે છે, જેવી રીતે કેવળી Page #448 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૩ ૪૩૩ ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે-એ તો વિશ્વના સાક્ષી છે કેવળી. તેવી રીતે છે? છઠ્ઠી લીટી જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે, તેવી રીતે જે શ્રુતજ્ઞાની આત્મા, યોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનસ્વરૂપ વિકલ્પો, ઉત્પન્ન થતા હોવા છતાં, પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહનિવૃત થયો હોવાને લીધે ઓલામાં કેવળીને વિશ્વના સાક્ષીપણાને લીધે અને આમાં શ્રુતજ્ઞાન સ્વરૂપ વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં, પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે આ બેનો મેળ કર્યો. આહા ! ભગવાન તો ચોખ્ખા સાક્ષી છે, નીચે..નયપક્ષરહિત જીવ, આહાહા! શ્રુતજ્ઞાનથી ઉત્પન્ન થતા વિકલ્પો-વૃત્તિ-ભેદ, તેને પકડવાનો ઉત્સાહ નિવૃત થયો છે. એ વિકલ્પો છે તેના પ્રત્યે ઉત્સાહનિવૃત્ત થયો છે, આહાહા!એટલે જેમ કેવળી સાક્ષીપણાને લીધે છે તેમ આને વિકલ્પથી ઉત્સાહ નિવૃત્ત થયો છે. તેથી એ પણ અંદર સાક્ષીપણે છે. ઝીણી ગાથા છે. શ્રુતજ્ઞાની આત્મા, ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનસ્વરૂપ વિકલ્પ, ભેદો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થયો છે. –ઉત્સાહનિવૃત્ત થયો હોવાને લીધે કેવળી વિશ્વના સાક્ષીપણામાં છે ત્યારે શ્રુતજ્ઞાની વિકલ્પને પકડવાના ઉત્સાહથી નિવૃત થવાને લીધે..આહાહા ! અનુભવ વખતની વાત છે. જ્યારે આત્માનો અનુભવ થાય છે, વિકલ્પના પક્ષથી રહિત થાય છે. ત્યારે તેની સ્થિતિ કેવી છે, એનું વર્ણન છે. “પક્ષીતિકાન્ત” કિધો ને? એક બોલ થયો. બીજો શ્રુતજ્ઞાનના અવયવભૂત કેવળીને પહેલી લીટીમાં શ્રુતજ્ઞાનના અવયવ-એવા વ્યવહાર ને નિશ્ચય એ શ્રુતજ્ઞાનનો અવયવ છે, શ્રુતજ્ઞાન અવયવી છે, વ્યવહારનય ને નિશ્ચયનય એનાં અંશો એના અવયવ છે. તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. કોણ? કેવળી. શ્રુતજ્ઞાનના અવયયભૂત-શ્રુતજ્ઞાન અવયવી ને નિશ્ચય ને વ્યવહાર તેના ભાગ–અવયવ, એવા વ્યવહાર ને નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને જ એટલે કે એને છે નહીં ખરેખર, પણ આંહી તો કહે છે સ્વરૂપને જ કેવળ જાણે છે. વ્યવહાર-નિશ્ચયનય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. કોણ? કેવળી. આહાહા ! સમજાય છે કાંઈ...? કેવળજ્ઞાની ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત કારણે કે એને શ્રુતજ્ઞાન છે નહીં, તેથી તેના બે ભાગ વ્યવહાર-નિશ્ચયનય તેમને છે નહીં, તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે કે એટલે એને છે ને એને જાણે છે એમ નહીં. આહાહા ! જાણે છે બસ. શ્રુતજ્ઞાનમાં બે નયો છે, એ છે ને એને જાણે છે એમ નહીં, કેમકે નયો તો એમને છે જ નહીં એથી જાણે છે એમ કહેવામાં આવ્યું છે. ઝીણું છે ભઈ, આજની ગાથા. કાલે'ય આવ્યું'તું સવાર-બપોર ને આજે આ (ઝીણું તત્ત્વ છે ગાથાનું) હમણાં થોડાં માણસ છે આજ, ઓલાં બહાર ગયા છે ને બધાં. આહાહા ! કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત, શ્રુતજ્ઞાન જ નથી એને, એથી એના અવયવો જે વ્યવહાર ને નિશ્ચયનયના પક્ષો ય નથી એથી તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. એનો અર્થ ? એ નય છે અને જાણે છે એમ નહીં. (શ્રોતા:- નયનું આવું સ્વરૂપ છે તેમ તે જાણે છે.) એ સ્વરૂપ છે બસ એટલું જ, જ્ઞાનમાં જાણે છે બસ એટલું જ. જાણે છે જેમ બધાને જાણે છે એમ જાણે છે બસ એટલું, નયને જાણે છે ઈ જુદો એમ નથી. આહાહાહા ! તેમના સ્વરૂપને જ એમ શબ્દ છે Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ને ? એટલે એ તો જ્ઞાતા-દ્રષ્ટા છે જ ભગવાન તો. –એથી નયના સ્વરૂપને જાણે એમ કહેવું એ તો નય પહેલાં હતી અને ગઈ અને એનું જ્ઞાન રહ્યું, તે જ્ઞાનથી જ્ઞાનને જાણે છે બસ. આહાહાહા ! ( શ્રોતાઃ– ખંડ ખંડ જાણે ) ખંડ ખંડ ન જાણે, ભેદ છે ને એ તો શ્રુતજ્ઞાનનો ભેદ છે ને અને આને છે શ્રુતજ્ઞાન નીચેનાને. એ વે લેશે જુઓ બીજો બોલ, આનો બીજો બોલ નીચેનો શ્રુતજ્ઞાનના અવયવભૂત, જુઓ આઠમી લીટી શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહા૨ નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે. જોયું ? બેયને એક જ કહ્યું. કેમકે જયાં વિકલ્પ જ નથી, આ હું અબદ્ધ છું, શુદ્ધ છું એવો જ્યાં વિકલ્પ જ નથી, ત્યાં જાણે છે, કોને ? જાણનારને જાણે છે બસ. આહાહા ! કેવળજ્ઞાની જેમ શ્રુતના અવયવને ( જે ) એમને નથી, છતાં ‘જાણે છે’ એમ કહેવું, કેવળ જાણે છે એ તો જાણનાર જ છે બસ. આહા ! એમ આ વ્યવહાર નિશ્ચયના પક્ષોના સ્વરૂપને જ પક્ષ છે ને એને જાણે છે એમ નહીં. પક્ષ (તો ) છે નહીં એને કેવળ જાણે છે, જાણવું છે બસ ! અનુભવ વખતે જાણવું એક જ છે. ઝીણું છે ભાઈ.. ! કેવળ જાણે છે, છે ને. બે ( બોલ થયા ) ત્રીજું, પરંતુ કેવળી, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ–સ્વાભાવિક વિમળ સકળ કેવળજ્ઞાન વડે–કેવળજ્ઞાન વડે, બસ ન્યાં ભગવાન સહજ કેવળજ્ઞાન વડે અને આંહી ત્રીજું અહીં અતિ તીક્ષ્ણ જ્ઞાનદૃષ્ટિથી ગ્રહવામાં આવેલા, અતિ તીક્ષ્ણ અનુભવકાળે જ્ઞાનદૃષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-દિત, ચિન્મય સમયથી, પ્રતિબદ્ધપણાને લીધે અર્થાત ચૈતન્યમય આત્માના અનભવને લીધે, તે વખતે કેવળ આટલો શબ્દ છે. અનુભવ કાળે ત્યાં નયનો પક્ષ નથી. ભગવાનને સદાય છે, આને અનુભવ કાળે આટલો ફેર. આહાહા ! ઝીણી વાતું બહુ કેવળીને સદાય જ્ઞાન છે, ત્યારે શ્રુતજ્ઞાનીને અનુભવકાળે-તે જ વખતે પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને-પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, ઓલામાં એમ હતું નિરંતર પ્રકાશમાન સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે, એમ હતું. આંહી પોતે જ વિજ્ઞાન(ઘન ) ક્યારે ? –અનુભવના કાળમાં-અંતરના અનુભવના કાળમાં, પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, આ ઈ ચોથો બોલ થયો. ત્રણ બોલ થયાને ‘સદા’ પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને, ઈ ચોથો બોલ છે જુઓ ! એ કેવળજ્ઞાની–સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને, એ કેવળજ્ઞાની, આંહીયા ( શ્રુતજ્ઞાની ) પણ અનુભવ વખતે પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, આહાહા ! બસ, એ ચાર (બોલ થયા ) એ ચાર ત્યાં સુધી થયા. પાંચમો ( બોલ ), શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે, કેવળી. કેવળીને શ્રુતજ્ઞાનની ભૂમિકા જ નથી. શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે... અહીં શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના, અતિક્રાન્તપણા વડે–આહાહા ! કેવળી, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે–એમને શ્રુતજ્ઞાનની ભૂમિકા છે નહીં ત્યારે આને ( શ્રુતજ્ઞાનીને ) અનુભવમાં, શ્રુતજ્ઞાનસ્વરૂપ સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના ‘અતિક્રાન્તપણા’ વડે –એને હતા ખરા, એનાં અતિક્રાન્તપણા વડે, પાંચ બોલ થયા. છઠ્ઠો બોલ શ્રુતજ્ઞાન, કેવળીને, શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે, છે? કેવળી શ્રુતજ્ઞાનની ભૂમિને ઓળંગી ગયા હોવાને લીધે, સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈપણ નયના પક્ષને ગ્રહતા નથી. છઠ્ઠો બોલ. આહાહા ! શું કહ્યું ? કેવળી શ્રુતજ્ઞાનની Page #450 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૩ ૪૩૫ ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે, સમસ્ત નયપક્ષના પ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી. એ કેવળી. હવે આંહી સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, નીચે છે? આ તો સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી, નય “પક્ષને ગ્રહતો નથી, ઓલામાં નયપક્ષના પ્રહણથી દૂર થયા હોવાથી, આંહી (સાધક) નય પક્ષને ગ્રહતો નથી. ઝીણું બહુ બાપુ! આહાહા! કો' સમજાણું કાંઈ ? છ બોલ થયા. ફરીને, કેવળી ૧. જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે એ પહેલો બોલ છે ? તેવી રીતે છઠ્ઠી લીટી, તેવી રીતે જે શ્રુતજ્ઞાની આત્મા, ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પ થતા હોવા છતાં, પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થયો છે એમ. વિકલ્પ પ્રત્યે ઉત્સાહ નિવૃત થયો છે. આવું ઝીણું! ૨. શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચય પક્ષો, તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે.. શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર-નિશ્ચય નય પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે.. ૩. પરંતુ નિરંતર પ્રકાશમાન સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે–આંહીયા તો સહુજ, વિમળ સકળ કેવળજ્ઞાન વડે છે. આને અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી, ગ્રેહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત જોયું ઓલાને તો હજી કેવળીને સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન નિરંતર છે. ને આંહી આને કહે છે કે અતિ તીક્ષ્ણ જ્ઞાનદૃષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ, નિત્ય ઉદિત, ચિન્મય, સમયથી પ્રતિબદ્ધપણા વડે-એ વખતે અનુભવમાં ચિન્મયનો અનુભવ થયો. ૪. “સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને'... એમ છે ને? કેવળીમાં. ચૈતન્યમય આત્માના અનુભવ વડે “તે વખતે”—અનુભવ વખતે પોતે વિજ્ઞાનઘન થયો હોઈને કેવળીમાં ઓલામાં કેવળીમાં “સદા” પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને, એમ છે ને એ ચોથો બોલ છે. અહીંયાં ચૈતન્યમય આત્માના અનુભવ વડે તે વખતે અનુભવ વખતે વિજ્ઞાનઘન થયો હોઈને એ ચોથો બોલ. ૫. પાંચમો, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે... ભગવાન, એમાં શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પ તથા બહિર્બલ્પ વિકલ્પોની ભૂમિકાના, અતિક્રાન્તપણા વડે, આટલી વાત ! ૬. છઠ્ઠો બોલ–શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે, સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી-કેવળી, કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી એ છઠ્ઠો. એમ (શ્રુતજ્ઞાનીને) સમસ્ત નયપક્ષના પ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી... તે આત્મા, કેવળી હારે મેળવ્યો એને (શ્રુતજ્ઞાની-સાધકને) આહાહા! ક્યારે? વાંચતો હોય ને, ભણતો હોય ને, બોલતો હોય ને કહેતો હોય ત્યારે નહીં એમ અંદરમાં નયપક્ષ કરતો હોય ત્યારે પણ નહીં, જ્યારે એ નયપક્ષને છોડી, હું અબદ્ધ છું, શુદ્ધ છું, એક છું એવો પણ એક વિકલ્પ છે-જ્ઞાનનાં પક્ષનો ક્ષયોપશમને લઈને ઉત્પન્ન થતો એવો એક વિકલ્પ છે, ક્ષાયિકને તો એ થાય જ નહીં પણ એ વિકલ્પને છોડીને, તે વખતે એટલે અનુભવ વખતે, એકલો જ્ઞાતાદૃષ્ટા છે. આહાહા ! છે? આહાહા! કેવળી સદાય વિજ્ઞાનઘન છે, આ તે વખતે વિજ્ઞાનઘન છે. કેવળી, શ્રુતજ્ઞાનની ભૂમિકાને Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ અતિક્રાન્તપણા વડે-કેવળી, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે પણ આને શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પ તથા બહિર્બલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે, આહા..હા ! કેવળી કોઈપણ નય પક્ષને ગ્રહતા નથી, શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે, સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાને લીધે, કોઈપણ નય પક્ષને ગ્રહતા નથી. કોણ? કેવળી.એમ શ્રુતજ્ઞાની સમસ્ત નયપક્ષના પ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નય પક્ષને pહતો નથી. લ્યો! બે વાર તો આવ્યું. (શ્રોતા-મોક્ષમાર્ગ સરળ કરી દીધો) મોક્ષ મારગ નયના વિકલ્પથી પાર છે, એમ કહે છે. વ્યવહાર–રત્નત્રયની વાત તો શું કરવી? પણ એની જે ચીજ છે, એમાં શ્રુતજ્ઞાનના ઉઘાડથી, શ્રુતજ્ઞાનના અવયવભૂત નિશ્ચયનય ને વ્યવહારનયના વિકલ્પો, એનાથી પણ રહિત, એકલો શ્રુતજ્ઞાનનો વિજ્ઞાનઘન થયો, વિજ્ઞાનઘનને અનુભવે છે. આહાહા! આ સમકિત-દર્શન ઉત્પત્તિના કાળની વાત છે આ તે વખતે વિકલ્પ હોતો નથી. વ્યવહાર રત્નત્રયનો તો આશ્રય હોતો નથી. આહાહા ! વ્યવહારના નયનોય વિકલ્પ હોતો નથી. પણ નિશ્ચયનયના પક્ષનો પણ વિકલ્પ હોતો નથી. આહાહા!એને આંહી અનુભવકાળમાં વિકલ્પરહિત, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થયું. આહાહા ! આવી વાત છે. લોકોને આકરી પડે. તે આત્મા” આવો થયેલો જે અનુભવમાં આવેલો આત્મા, જેને કેવળી હારે છ બોલ મેળવ્યા તે આત્મા'...ખરેખર સમસ્ત વિકલ્પોથી “અતિ પર' –નયપક્ષના જે બધાં વિકલ્પોથી અતિ પર... આહાહા ! પરમાત્મા એ પોતે પરમાત્મા થ્યો પરમ આત્મા, પરમ સ્વરૂપ આત્મા એકલો, વિકલ્પના રાગથી રહિત પરમ આત્મા. આહાહા ! એ પરમાત્મા પરમ સ્વરૂપ કીધું, એ શું કે જ્ઞાનાત્મા-પરમસ્વરૂપ શું પણ? કે જ્ઞાનસ્વરૂપ એકલો જ્ઞાનાત્મા. આહાહા! બે (બોલ થયા) પ્રત્યજ્યોતિ પરથી પૃથક ભિન્ન, આહાહાહા!સર્વજ્ઞજ્યોતિ શક્તિ-સ્વભાવ સર્વજ્ઞજ્યોતિ છે ને? એ પ્રત્યજ્યોતિ છે. આહાહા ! આત્મખ્યાતિરૂપ ઈ ચોથો બોલ, ઈ ટીકામાં છે (ટીકાનું નામ) “આત્મખ્યાતિ' છેને? આત્મખ્યાતિ-આત્માની પ્રસિદ્ધિરૂપ વિકલ્પમાં આત્માની પ્રસિદ્ધિ નહોતી, રાગની પ્રસિદ્ધિ હતી. એ રાગના વિકલ્પોને છોડીને સ્વરૂપનોવિજ્ઞાનઘનનો અનુભવ તે આત્મખ્યાતિ, આત્મા પ્રસિદ્ધિ પામ્યો. આત્મા જે વિજ્ઞાનઘન છે, પર્યાયમાં પ્રસિદ્ધિ પામ્યો. જે સ્વભાવરૂપ છે એ પર્યાયમાં ખ્યાતિ-પ્રસિદ્ધિ થઈ ગઈ, કે આ આત્મા. આહાહા ! વિકલ્પના રાગ વિનાનો નિર્વિકલ્પ આનંદ અને નિર્વિકલ્પ જ્ઞાન એ આત્મખ્યાતિ, એ આત્માની પ્રસિદ્ધિ-આત્મા છે એ તો ત્રિકાળ છે, પણ આંહી તો પર્યાયમાં એની ખ્યાતિ, પ્રસિદ્ધિ આવી. આહાહાહા ! પરમાત્મા જોયું? એ ચોથાગુણસ્થાને પણ પરમાત્મા કહ્યો-વિકલ્પ રહિત પરમાત્મા, જ્ઞાનાત્મા-પ્રત્યજ્યોતિ-ભિન્ન જ્યોતિ ચૈતન્ય-પૂર્ણાનંદ પોતાના અસ્તિત્વથી અને વિકલ્પઆદિના નાસ્તિત્વથી એવી પ્રત્યજ્યોતિ ભિન્ન ચૈતન્યજ્યોતિ આત્મખ્યાતિરૂપ..આહા..! ગાથા એક ગાથા એ તો. આહાહા ! આત્મખ્યાતિરૂપ અનુભૂતિ માત્ર સમયસાર છે. તે વખતે અનુભૂતિમાત્ર આનંદનો અનુભવ-આત્માનો અનુભવ, વિકલ્પથી રહિત, એકલો જ્ઞાન ને આનંદ ને શાંતિનો અનુભવ એકલો-અનુભૂતિમાત્ર રાગનો લેશ નહીં જેમાં...એકલો અનુભૂતિ માત્ર. એ સમયસાર છે. આટલા વિશેષણો આપ્યા –પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિરૂપ અને Page #452 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૩ ૪૩૭ અનુભૂતિમાત્ર એ સમયસાર-આ સમયસાર (છે). સમયસાર કોઈ વાણીમાં નથી, કોઈ લખાણમાં નથી, કોઈ વિકલ્પમાં નથી એમ કહે છે. આહાહા! એવો જે ભગવાન આત્મા, સમયસાર સ્વરૂપ પરમાત્મસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ સમુચ્ચય-પરમ સ્વરૂપ, પરમ સ્વરૂપ તો પરમાણુનેય પરમસ્વરૂપ છે. પણ અહી પરમસ્વરૂપ કેવું કે જ્ઞાનસ્વરૂપ એમ, જ્ઞાનાત્મા અને તે પણ પ્રત્યજ્યોતિ પરથી તદ્ન ભિન્ન, અને આત્મખ્યાતિ-જે વસ્તુ જેવી છે તેવી પર્યાયમાં પ્રસિદ્ધ થઈ. આહાહા! અતીન્દ્રિય આનંદનું વેદન–અતીન્દ્રિય જ્ઞાનની કળા ખીલી-અતીન્દ્રિય વીર્યની કળા ખીલી -અતીન્દ્રિય પ્રભુત્વની કળા ખીલી, ઈશ્વર પ્રભુ પોતે એની પણ આત્મખ્યાતિમાં પર્યાયમાં કળા ખીલી ઈશ્વરતાની પણ કળા ખીલી એ કળા ખીલી, કેવળજ્ઞાનની કળાને પમાડશે માટે તેને “કળા” એમ કહેવામાં આવી છે. આહાહા! એવો આ સમયસાર છે. (શ્રોતા-આને માટે ક્યાંય એકાંતમાં બેસીને કાંઈ વિચારણા કરવી પડે ખરી) એકાંત તો આ થયું, વિકલ્પરહિત છે ત્યાં બીજું કયું પછી એકાંત ને જ્યાં બેઠો હોય ત્યાં વિકલ્પરહિત છે ત્યાં...ઝીણી વાત છે ભાઈ...એકદમ! સમયસાર ચોથેગુણસ્થાને હજી, અનુભૂતિના કાળમાં, કેવળ વિજ્ઞાનઘન થયો હોવાથી, વિકલ્પને તો પકડવાના ઉત્સાહથી તો નિવૃત્ત થઈ ગ્યો છે. આહાહાહા! વિકલ્પો આવે, શ્રુતજ્ઞાન છે તેથી, પણ તેને પકડવાનો ઉત્સાહ, ઉત્સાહથી ત્યાંથી નિવૃત્ત થઈ ગયો છે. અને અંતરમાં ઉત્સાહ ગયો છે. વિકલ્પને પકડવાના ઉત્સાહથી નિવૃત્ત થયો છે. ભગવાન પૂર્ણાનંદથી ભરેલો પ્રભુ તેમાં તેનો ઉત્સાહ ભળી ગયો છે. આહાહા! હવે આવું સ્વરૂપ હવે છે એ વાડાવાળાને ઓલા વ્યવહારવાળા ને કહે, આવું શું કહેતા હશે એ? આ તો કોઈ કેવળીની વાત હશે, એમ કહે. કેવળીની વાત છે જ પણ છે ચોથાગુણસ્થાનની. આહાહા ! અનુભૂતિના કાળની વાત છે બાપુ ! કેવળજ્ઞાન પ્રગટ કરવાનું બીડું એની આ વાત છે. આહાહા ! આમાં વાદ વિવાદ કરવા જાય, કોની હારે વાદ કરે ? (શ્રોતા – અનાદિનો બહારમાં અભ્યાસ છે ને?) બહારનો ને એનો વિકલ્પનો...એ અંતર છે તદ્દન વિકલ્પ રહિત. એ ચીજ જ એવી છે એ વાત એને સાળભવા નથી મળી. વસ્તુ જ એવી છે. એ પરમાનંદમૂર્તિ-વીતરાગમૂર્તિ-જિનસ્વરૂપી એ છે.આહાહાહા ! એ વસ્તુ જ જિનસ્વરૂપ વીતરાગસ્વરૂપ જ છે. એનું જ્યારે એને ભાન થાય-જ્ઞાન થાય ત્યારે પર્યાયમાં વીતરાગતા આવે છે. પણ વસ્તુ વીતરાગસ્વરૂપ છે જ ત્રિકાળ. આહાહાહા ! એ વીતરાગ કહ્યું હતું ને “ઘટ ઘટ અંતર જિન વસે' –એ જિનસ્વરૂપ જ છે. અકષાય સ્વભાવ સ્વરૂપનો પિંડ છે. વીતરાગમૂર્તિ છે. વીતરાગ જ્ઞાન, વીતરાગી જ્ઞાનમૂર્તિ એ છે. એ ત્રિકાળ એવો જ છે. પણ ઈ પકડવામાં જ્યારે આવે ત્યારે એને એવો છે એમ જણાય. એ વિના છે તો છે. આહાહા ! જ્યારે એનાં વિકલ્પથી રહિત થઈ-નિર્વિકલ્પપણે જ્યારે એને જાણે, ત્યારે એને એમ થયું કે આ તો જિનસ્વરૂપ જ છે. વીતરાગમૂર્તિ જ આત્મા છે. આહાહા! આ પ્રશ્ન કર્યો'તો ને ભાઈએ, ત્રિભોવનભાઈએ, વારીયા એમ કે કારણપરમાત્મા છે તો કાર્ય હોવું જોઈએ. પણ કારણપરમાત્મા છે..એ કોને પ્રતીતમાં આવ્યું? જેને પ્રતીતમાં આવ્યું નથી, એને કારણપરમાત્મા ક્યાં છે? એને ભલે ત્યાં હો. આહાહા ! કારણપરમાત્મા કહો કે Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જિનસ્વરૂપ કહો કે વિકલ્પાતીત કહો અનુભૂતિસ્વરૂપ કહો એ પણ છે, એ છે તેના અસ્તિત્વનુંવિકલ્પના ભાવનું નાસ્તિત્વપણું, એવું એના ખ્યાલમાં આવે, ત્યારે તે કારણપરમાત્મા છે એમ આવ્યું ત્યારે એને પર્યાય સમ્યગ્દર્શન કાર્ય થયું જ છે, એને અનુભૂતિ ને સમ્યગ્દર્શન થયું જ છે, પણ એને શ્રદ્ધામાં પકડે ત્યારે ને? માને ત્યારે ને, માન્યતામાં પર્યાયમાં ને રાગમાં વિકલ્પમાં તે રોકાઈ ગયો છે, હવે એને કારણપરમાત્મા ક્યાં છે? છે ભલે શક્તિએ, પણ એને ક્યાં છે? આહાહા ! એ પોતાના જ્ઞાનસ્વભાવ દ્વારા, જ્ઞાતા વસ્તુને પકડે, ત્રિકાળી જ્ઞાયકભાવ અને વર્તમાન, જ્ઞાનની પર્યાય દ્વારા પકડે, ત્યારે તેને જાણવામાં આવે કે આ પરમાત્મા છે. ત્યારે તેને જાણવામાં આવે કે આ જિનસ્વરૂપ છે. આહાહા ! ત્યારે તેને સમ્યગ્દર્શનમાં-સમ્યક્ જેવું સત્ય પૂરણ છે તેનું દર્શન એટલે પ્રતીત થઈ. આહાહા! સમ્યગ્દર્શન સમ્યક સત્ય પરિપૂર્ણ પરમાત્મા, વિકલ્પ વિનાની ચીજ જ છે–વસ્તુમાં વિકલ્પ કેવો? વસ્તુ છે તેમાં અપૂર્ણતા કેવી? વિકૃતતા કેવી? આહાહા ! એને આવરણ કેવું? આહાહા! નિરાવરણ..પૂરણ... એવી દૃષ્ટિ થઈ જ્યારે જ્ઞાન-અનુભવમાં, ત્યારે એને માટે આ જિનસ્વરૂપ છે એમ આવ્યું, ત્યારે આત્મખ્યાતિ થઈ, ત્યારે આત્મા છે એવો પ્રસિદ્ધિમાં આવ્યો. આહાહાહા ! સમજાય છે કાંઈ..? ભારે ગાથા ભાઈ એકસો તેંતાલીસ. જેવો છે તેવો કેમ થવું....ઈ વાત છે. જેવો છે તેવો કેમ થવું? એ વાત છે. આહાહા! ભાવાર્થ:- જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી, એનો અર્થ એવો નથી કે નયનો પક્ષ ઉત્પન્ન થાય છે, ત્યાં એમ ન સમજવું, જાણે છે. કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપને એટલે નયનો પક્ષ છે જાણે છે એમ નહીં. તેના સ્વરૂપને પણ એને નય છે જ નહીં. એમ એ જાણે છે. આહાહા ! આવું છે. જેમ કેવળી ભગવાન સદાય એ તો જાણનાર-જ્ઞાતાદૃષ્ટા છે બસ થઈ રહ્યું. એટલે પછી નયપક્ષનો જે ભાગ હતો એમ બીજાને વિશ્વને જાણે છે એ વિશ્વમાં નયપક્ષ પણ ભેગો આવી ગયો, પણ એ, એને નથી, હવે. વિશ્વથી જેમ ભિન્ન પડયો-એમ નયપક્ષથી ભિન્ન પડયો, એ નયપક્ષને જાણે છે એટલે વિશ્વને જાણે છે ભેગો આ જાણે છે નયપક્ષ છે ને એને જાણે છે, એમ નથી. જેને શ્રુતજ્ઞાન જ નથી, શ્રુતજ્ઞાનના ભેદ નિશ્ચય ને વ્યવહાર છે. આહાહા! આ વ્યવહારવાળાને આકરું લાગે આ ચરણાનુયોગમાં આમ કહ્યું છે દ્રવ્યાનુયોગમાં ભલે તમારે એમ હોય ચરણાનુયોગમાં વ્રત પાળવા, અતિચાર પાળવા એ સાધન છે ઈ, એમ કરીને એ નાખે છે. ભાઈ એ વાતેય ખોટી છે. એ ચરણાનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે. આહાહા ! ચરણાનુયોગમાં વાત કરે એની ભૂમિકા પ્રમાણે વ્રત આવે, નિયમ આવે. આહાહા ! પણ એનું તાત્પર્ય શું? એને છોડીને વીતરાગતા કરવી, એ એનું તાત્પર્ય છે. એમાં રહેવું ને એને રાખવું, એમ ચરણાનુયોગનું પણ તાત્પર્ય એમ નથી. આહાહા ! (શ્રોતા:- પણ હોય ત્યારે કેવું હોય છે એ જણાવ્યું છે) એ તો એને જણાવે, પાંચમા ગુણસ્થાને આવા વ્રત હોય, છઠે આવું હોય, પણ એનું તાત્પર્ય તો..એનાથી રહિત થઈને વીતરાગતા કર, એ એનો સાર છે. એમાં રહે ને, પાળ ને એનાથી તને લાભ થાય એમ ત્યાં છે નહીં. શું થાય? ( શ્રોતા- બારમા ગુણસ્થાન સુધી શ્રુતજ્ઞાન હોય છે ને?) એ તો ક્યાંય શુભને શ્રીમમાં આવે છે ને ખબર છે. એ તો શ્રુતજ્ઞાન છે એટલું જણાવ્યું છે. એને એમ ન થઈ જાય કે હું પૂરો Page #454 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૩ ૪૩૯ થઈ ગયો એમ. ઈ છે ખરું છે કે હજુ બા૨મા ગુણસ્થાન સુધી શ્રુતનું અવલંબન છે, એમ આવે છે ( શાસ્ત્રમાં ) શ્રીમમાં આવે છે લોકો આને પકડે એમ આવે છે. એ તો બા૨માં ગુણસ્થાને શ્રુતજ્ઞાન છે, એમ જણાવ્યું છે. બારમા ગુણસ્થાને તો ચાર જોગેય કહ્યા છે. સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર એ ચારેય કહ્યા છે તેથી શું ? આહાહા ! એથી કાંઈ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને, આગળ વધી ગયો છે, એમ નથી. આહાહા ! શ્રુતજ્ઞાનની પર્યાયનું અવલંબન લઈને વધ્યો છે એમેય નથી. આંહી તો એ શ્રુતજ્ઞાનની પર્યાય અથવા એના ભેદો એ તો એકકોર રહ્યા, પણ શ્રુતજ્ઞાનની પર્યાય જે છે વિકલ્પ વિનાની, એનો પણ આશ્રય લેવાનો નથી. એ તો પર્યાય છે, એમાંથી પર્યાય પ્રગટ નહીં થાય. આહાહા ! પૂરણ આનંદસ્વરૂપ ભગવાન જેમાં શ્રુતજ્ઞાનની પર્યાયના આશ્રયની પણ જયાં જરૂર નથી. આહાહાહા ! શ્રુતજ્ઞાનની પર્યાયને પણ બહિઃતત્ત્વ કીધું નિયમસાર. આહાહા ! કેવળજ્ઞાનને બહિ:તત્ત્વ કીધું છે. આહાહા ! ( શ્રોતા:-પર્યાય છે એટલે ) પર્યાય છે ને ? અંતઃતત્ત્વ તો એકસ્વરૂપે ત્રિકાળી પ્રભુ, એનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ થાય ત્યારે એને અંતઃતત્ત્વ છે આ...એમ ખ્યાતિ પ્રસિદ્ધિ થઈ. પ્રસિદ્ધિ થાય પર્યાયમાં, પણ પ્રસિદ્ધિ થઈ કોની ? એની (ત્રિકાળીની ). પર્યાયમાં પર્યાયની પ્રસિદ્ધિ નહીં. ( શ્રોતાઃ-આત્માની ત્રિકાળી આત્માની ) એ તો આવ્યું ને ૩૨૦ ગાથામાં ધ્યાતા...ખંડખંડ જ્ઞાનને અનુભવતો નથી. ખંડખંડ જ્ઞાનને લક્ષમાં લેતો નથી. જ્ઞાતા, ધર્મી જે સકલનિ૨ાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષપ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પ૨મભાવ લક્ષણ નિજ ૫૨માત્મદ્રવ્ય-જે આ તે હું છું એવો પણ એક ભેદ વિકલ્પ નથી ત્યાં ( અભેદ છે ) જે સકલ નિરાવરણ તે હું છું, અખંડ તે હું છું...એક તે હું છું અવિનશ્વર તે હું છું પ્રત્યક્ષપ્રતિભાસમય શુદ્ધ પારિણામિક ૫૨મભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. આહાહા ! આમ છે. એ જ આંહી કહે છે. વિકલ્પ છોડી દઈને ત્રિકાળમાં દૃષ્ટિ થઈ એટલે નિર્વિકલ્પ અનુભવ થયો, એ આત્મખ્યાતિ થઈ. એને ૫રમાત્મા કહીએ, પર્યાય પ્રગટી એને હોં! ૫૨માત્મા જાણવામાં આવ્યો એટલે પર્યાયમાં ૫રમાત્મા એને કહેવામાં આવે છે. જ્ઞાનાત્મા કહીએ, પ્રત્યજ્યોતિ કહીએ, આત્મખ્યાતિ કહીએ આત્મખ્યાતિરૂપ અનુભૂતિ, આત્માની પ્રસિધ્ધિરૂપ અનુભૂતિ માત્ર સમયસાર છે. આહાહા ! ભાવાર્થ :– જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી છે. એટલે એ તો જેમ બધાને–લોકાલોકને જાણે છે એમ ‘જાણે છે’, એ બધું જાણે છે એનો અર્થ એ કે લોકાલોકમાં એ આવી ગયું બધુ. નય છે ને એને જાણે છે એમ નહીં. આહાહાહા ! તેમ શ્રુતજ્ઞાની પણ, જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ, એકલો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ, જોયું ! શુદ્ધ ચૈતન્યમાત્રભાવ અસ્તિ અનુભવન કરે છે, એ પર્યાય. શુદ્ધચૈતન્યમાત્રભાવ એ વસ્તુ અનુભવન કરે છે તે પર્યાય ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે એટલે કે તેને નયપક્ષનો વિકલ્પ છે જ નહીં. એમ નયપક્ષ છે ને જ્ઞાતા છે એમ નહિ. આહાહા ! નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે ત્યારે મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય, એક નયનો પક્ષ કરે ને બીજા નયને લક્ષમાંથી છોડી દે તો તો મિથ્યાત્વ સહિત રાગ થાય. મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. Page #455 -------------------------------------------------------------------------- ________________ ४४० સમયસાર સિદ્ધિ ભાગ-૫ પ્રયોજનનાં વસે એક નયને પ્રધાન કરી-ત્રિકાળીની દૃષ્ટિ કરાવવા, પર્યાયને ગૌણ કરી, એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે, કહે છે ને બોલે છે ને, પ્રરૂપણા કરે ને કહે રાગ રહે એમાં એટલો. અને જ્યારે નયપક્ષને છોડી, વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ છે. વસ્તુ સ્વરૂપ જે ત્રિકાળ છે. ધ્રુવ ભગવાન નિત્યાનંદ પ્રભુએકલો જ્ઞાયકસ્વભાવ ભાવ, એને કેવળ જાણે જ છે—જાણે જ ત્યારે તે વખતે, જાણે ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે. લ્યો આંહી તો આમ કહ્યું આ જે નયપક્ષ છોડીને થાય, એને વીતરાગ કીધો. ઓલા તો ના પાડે છે ના, ના વીતરાગ તો ઓલાએ કીધું નિર્વિકલ્પ સમકિત થાય સાતમે જ્ઞાનસાગરે એમ કહ્યું, શાંતિસાગરેય એમ કહેતા'તા છેલ્લે બોલી ગયા'તા. નિર્વિકલ્પ સમકિત તો સાતમે થાય. આહાહા ! હવે, આંહી તો જ્યારે નયપક્ષને છોડી શ્રુતજ્ઞાની પણ વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ, ત્યારે તે કાળે પછી ભલે વિકલ્પ ઊઠે કહે છે, “પણ તે કાળે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક-શ્રુતજ્ઞાની ચોથે અનુભૂતિના કાળમાં વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું. આ લોકોને કઠણ પડે છે. ચોથે ગુણસ્થાને સમકિત સરાગ હોય બસ વીતરાગ નહીં. (શ્રોતા – એ લોકો એ તો એ ભેળવીને વાત કહે છે) પણ ઈ ક્યાં ? એ તો બીજી ચીજનો રાગ છે એ વસ્તુમાં સમ્યગ્દર્શન છે એમાં રાગ કેવો ? સમ્યગ્દર્શન છે એ વીતરાગી જ છે જુઓને આ શું કીધું? (શ્રુતજ્ઞાની) કેવળીની માફક વીતરાગ જેવો છે કીધું. સમ્યગ્દર્શન–અનુભૂતિના કાળમાં-વિકલ્પ વિનાની દશા વીતરાગ જ છે. આહાહા! પ્રભુ પ્રભુ પ્રભુ શું થાય? વાદ-વિવાદે ચડે તો કાંઈ પાર ન આવે. જ્યારે નયપક્ષોને છોડી, છોડી–એ પણ અપેક્ષા છે. સ્વરૂપ તરફ ઢળી ગ્યો ત્યાં નયપક્ષ છૂટી ગ્યો, એને નયપક્ષને છોડે છે, છોડે છે એ કથન છે ન્યાં છોડવું ક્યાં રહે છે? એ તો લક્ષ પર ઉપર છે. પણ ઉપદેશની શૈલીમાં શું આવે? કથન પદ્ધતિમાં શું આવે. એ અંદર પૂર્ણાનંદનો નાથ, વીતરાગમૂર્તિ જ્યાં અનુભવમાં આવ્યો તે નયપક્ષને છોડે છે એમ કહેવું એ તો સમજાવ્યું છે. આહાહા! નયપક્ષ રહેતો નથી એટલે છોડ્યો છે એમ કહ્યું. આહાહા ! આત્મા આનંદમૂર્તિ પ્રભુ એના અતીન્દ્રિય આનંદના અનુભવના કાળે, નયપક્ષ છોડે છે એમ કહ્યું, પણ એનો અર્થ કે નયપક્ષ છે નહીં. ભાષા શું કહેવી !આહાહા ! એ તો કેવળીને ય એમ કહ્યું, કેવળી નયપક્ષને જાણે છે-બાપુ ભાષા શું થાય? (કેવળીને) નયપક્ષ છે ક્યાં તે જાણે છે! એ પોતે જ પોતાના સ્વને જાણે છે એમ પરને સ્વપરપ્રકાશક છે, એવું જાણવાનું કામ છે. નયપક્ષ-વિકલ્પ છે માટે જાણે છે એમ કાંઈ છે નહીં. આહાહા! શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે, એમ જાણવું. પહેલાનાં અર્થ કરનારે પણ કેટલું બધું સ્પષ્ટીકરણ કર્યું છે. જયચંદ પંડિતે. (શ્રોતા-ભાવાર્થ ફરીને લ્યો) ફરીને લઈએ. જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપને નય પક્ષ છે નહીં, પણ બધાને જાણે છે એમ ભેગુ જાણે છે એમ કહેવામાં આવ્યું. તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ જાય છે. જોયું? ભગવાનને (કેવળીને) છે જ નહીં, આને છે પણ રહિત થઈ જાય છે. શુદ્ધતચૈન્યમાત્ર ભાવનું અનુભવન-એકલો શુદ્ધચૈતન્ય શુદ્ધચૈતન્યમાત્ર ભાવ-અતિ પૂરણ એનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૯૨ જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે, હવે શ્રુતજ્ઞાનમાં પણ એક નયને જો સર્વથા ગ્રહણ કરે, બીજો નય ગૌણપણે લક્ષમાં ન રાખે તો તો મિથ્યાત્વ સહિત રાગ છે. ( શ્રોતાઃ–જાણવાને માટે રાગ ?) છે જ. એક નયને જ પકડે ને –જેમ દ્વવ્યાર્થિક નયને એકલાને જ પકડે પણ પર્યાય નથી જ તો ( તેને )મિથ્યાત્વસહિત રાગ છે. પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરે, જોયું ? આ દ્રવ્યનું પ્રયોજન ભૂતાર્થ છે તે જ સત્ છે ‘ભૂવત્વમસ્તિો વસ્તુ' (ગાથા-૧૧) એ પ્રયોજન છે ભૂતાર્થનો આશ્રય કરાવવાનો–સમ્યગ્દર્શન કરાવવા. એથી એને ત્યાં ભૂતાર્થનો આશ્રય ને છતાં ગૌણપણે પર્યાય-વ્યવહા૨ નથી એમ કહ્યું, વ્યવહા૨ અભૂતાર્થ-જૂઠ્ઠો છે એમ કરીને, એમ નહિ. એને ગૌણ કરીને નથી મુખ્ય (દ્રવ્યને ) ક૨ીને નિશ્ચયનું લક્ષ કરાવવા, ગૌણ કરીને નથી તેનું લક્ષ છોડાવવા, અભૂતાર્થ કહ્યું છે. સર્વથા અભૂતાર્થ માને તો એકાંતમિથ્યાત્વ છે. આહાહા ! છે ? ૪૪૧ મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે, અને જ્યારે નયપક્ષને છોડી મિથ્યાત્વ વિના રાગ આવે, નયપક્ષ છે તે ( શ્રુતજ્ઞાનીને ) આ પર્યાય છે, આ ત્રિકાળી દ્રવ્ય છે એવું આવે પણ એ મિથ્યાત્વ વિનાનો રાગ, એ રાગ એકલો ચારિત્રમોહનો રાગ (છે ). જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ( ત્યારે તે ) એ વખતે તો શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે. એમ જાણવું. (શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ !) શ્લોક-૯૨ ↑ ↑ ↑ ↑ (સ્વાગતા) चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकम् । बन्धपद्धतिमपास्य समस्तां चेतये समसारमपारम्।। ९२ ।। તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છે : શ્લોકાર્થ :- [વિશ્ર્વભાવ-ભન્ન-ભવિત-ભાવ-અભાવ-ભાવ-પરમાર્થતા પુ[] ચિત્સ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે (-કરાય છે)એવું જેનું ૫૨માર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા [અપારમ્ સમયસારન્] અપાર સમયસારને હું; [સમસ્તાં વન્યપદ્ધત્તિક્] સમસ્ત બંધપદ્ધતિને [ અપાસ્ય] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, [ શ્વેતયે ] અનુભવું છું. ભાવાર્થ :-નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પા૨ નથી એવા સમયસારરૂપી ૫૨માત્માનો અનુભવ જ વર્તે છે, ‘હું અનુભવું છું’ એવો પણ વિકલ્પ હોતો નથી-એમ જાણવું. ૯૨. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પ્રવચન નં. ૨૨૩ શ્લોક-૯૨ ગુરુવાર, વૈશાખ સુદ-૧૪, તા. ૧૦/૫/'૭૯ સમયસાર, કળશ-કળશ છે ને? ૯૨ चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयै कम्। बन्धपद्धतिमपास्य समस्तां चेतये समसारमपारम्।।९२।। (શ્લોકાર્થ-) (જિસ્વભાવ-ભર–ભાવિત–ભાવ–31માવ–માવ–પરમર્થતયા ) ચિસ્વભાવના પુંજ વડે જ, અંદરમાં જ્ઞાનસ્વભાવનો પુંજપ્રભુ! એ ચિસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે. ભાવ–3માવ–ભાવ એમ છે ને. ભાવ એટલે ઉત્પા ને અભાવ એટલે વ્યય ને ભાવ એટલે ધ્રુવ. જ્ઞાનસ્વભાવ, અંતરમાં સ્વભાવ જે જ્ઞાન છે એ પુણ્ય-પાપ ને વિકલ્પથી પાર છે. એવા ચિસ્વભાવ વડે જ ચિસ્વભાવના પુંજ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય ને ધ્રુવ ભવાય છે. એટલે કે ધ્રુવનું ધ્યાન કરતાં ઉત્પાદ-વ્યય થાય છે. ત્રણ થઈને એકત્વ છે. આહા! નવી નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયનો વ્યય થાય, ધ્રુવપણે કાયમ રહે, (આત્મા) -એ ચિપુંજની દૃષ્ટિ વડે ઉત્પાવ્યય ને ધ્રુવ ભવાય છે એમ કહે છે. આહાહાહા ! ચિસ્વભાવ જે-જ્ઞાનસ્વભાવનો પુંજ પ્રભુ એ વડે પોતાના ઉત્પાવ્યય ને ધ્રુવ ભવાય છે એમ. ચિપુંજ વડે પોતે ત્રણે ભવાય છે એમ કહે છે. આહા ! કેમકે જ્ઞાયકસ્વભાવ ઉપર દૃષ્ટિ જતાં, એ ચિસ્વભાવના પુંજ વડે ઉત્પાનિર્મળ પર્યાય થાય છે, પૂર્વની પર્યાયનો વ્યય અભાવ થાય છે–વર્તમાન પર્યાયનો ભાવ થાય છે, પૂર્વનો અભાવ થાય છે અને ધ્રુવ ભાવ તરીકે કાયમ છે. આહાહા ! આવું છે. ચિસ્વભાવના પુંજ વડે “જ'અભેદ વડે જ એમ કહે છે. કોઈ રાગ નહીં, ઉત્પાદ-વ્યયનું લક્ષ નહીં, ચિસ્વભાવનો પુંજ..એ વડે પછી ઉત્પાવ્યય-ધ્રુવ (થાય )-ભવાય છે. આહાહા ! જ્ઞાનસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાવ્યય-ધ્રુવ ભવાય છે. એટલે કે ચિસ્વભાવનાં પુંજની દૃષ્ટિ વડે પોતાનાં જ ઉત્પાવ્યય-ધ્રુવ કરાય છે. એમ કહે છે, રાગને કરાય છે ને એ વાત અહીંયાં નથી. (શ્રોતા-પરને કરી શકાય જ નહીં) આંહી રાગ કરાય, એ પ્રશ્ન જ નથી આંહી, આંહી તો ચિત્ સ્વભાવના પુંજ વડે જત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ પડવાથી, એ ચિસ્વભાવના પુંજ વડે જ તેનાં નિર્મળપર્યાયનો ઉત્પાદુ, નિર્મળપર્યાયનો વ્યય અને ધ્રુવ એ ચિસ્વભાવના પુંજ વડે જ એ ત્રણેય હોય છે, એમ કહે છે. ભવાય છે-કરાય છે-હોય છે. આહાહા! આવું ઝીણું. એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથીછે ને (શ્લોકમાં) ૫રમાર્થતયા' –એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી, જે એક છે. ઉત્પા–વ્યય ને ધ્રુવ ત્રણ થવા છતાં એ ચિસ્વભાવના પુંજ વડે કરીને એ એક જ છે. એવા ‘પIR સમયસારમ્' –અપાર સમયસાર-જેમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૨ ૪૪૩ જેનો પાર નથી એવા સ્વભાવના ભાવ વડે સમયસારને હું અપાર સમયસારને હું, એવો જે પાર વિનાનો સ્વભાવ જેનો અપાર જ્ઞાનાનંદ આદિ અનંત એવા સમયસારને હું સમસ્તા, વંઘપદ્ધતિમ' –સમસ્ત બંધપદ્ધતિને વિકલ્પ તો નહીં પણ કર્મના નિમિત્તથી થતા ભાવો બીજા કોઈપણ ભાવ-બધાથી રહિત, સમસ્ત બંધપદ્ધતિને દૂર કરીને કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને એમ, આહા! બહુ ટુંકુ. જેણે આત્માનું કરવું હોય, એણે આત્માનો ચિજ્ઞાન પુંજ એવો પ્રભુ એ વડે કરીને, ઉત્પાદ, વ્યય ને ધ્રુવ થાય. આહાહા ! એમ કરતાં વ્યવહારનાં વિકલ્પથી પણ આ ઉત્પાદું વ્યય થાય, એમ નહિ. ચિસ્વભાવ પ્રભુ જ્ઞાન સ્વભાવનો પુંજ, અપાર શક્તિનો સાગર, તેના વડે જ પોતાનાં એટલે તેનાં ઉત્પાવ્યય ને ધ્રુવ કરાય છે, ભવાય છે, થાય છે. આહાહા ! સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને, કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, ‘વેતયે” (હું) અનુભવું છુંએનું નામ સમ્યગ્દર્શન ને જ્ઞાન છે. આહાહા! ભાવાર્થ-નિર્વિકલ્પ અનુભવ થતાં-ચિ જ્ઞાનસ્વભાવ પ્રભુ એને દૃષ્ટિમાં ધ્રુવને લેતાં, નિર્વિકલ્પ દશા થતાં જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી, કેવળજ્ઞાનાદિ એટલે ઓલી પર્યાયની વાત નથી આ.કેવળજ્ઞાન ને કેવળદર્શન ને કેવળ આનંદ એવા અનંત અનંત ગુણોનો પાર નથી, એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. આહાહા ! એકસો તેતાલીસ ગાથાનો શ્લોક છે ને એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, એનું નામ આત્મા, એનું નામ આત્મજ્ઞાન, એનું નામ આત્મદર્શન. આહાહા! બહુ ટુંકું. “હું અનુભવું છું' એવો પણ જ્યાં વિકલ્પ હોતો નથી ભેદ. આહાહા ! જ્ઞાનાનંદ સ્વભાવ પૂરણ, પરમાત્મા, અપાર ગુણનો દરિયો, એને અનુભવું છું, એમાં અનુભવું છું એવો પણ જ્યાં વિકલ્પ નથી. (શ્રોતા અનુભવને જાણે તો ખરો ને?) એ બે ભેદ નથી ત્યાં. અનુભવે છે છતાં અનુભવું છું એવો વિકલ્પ નથી. અનુભવે છે એ તો દ્રવ્યમાં દૃષ્ટિ આપીને, આહાહા ! નિર્વિકલ્પ આનંદનો અનુભવ, એ આ અનુભવ કરું છું એવો પણ ભેદ ક્યાં છે ત્યાં? વિકલ્પ ક્યાં છે ત્યાં? ( શ્રોતા- પણ કરે છે ત્યારે અનુભવ થાય છે ને) વેદાંત કહે છે ને કે આત્મા અનુભવું છું એ શું? અનુભવું છું એ તો બે ભેદ થઈ ગયા, એમ આંહી નથી. અહીં આત્મા અનુભવું છું, એ અનુભવું છું એ વસ્તુ ને વસ્તુનો અનુભવ એ છે (પરંતુ) અનુભવું છું એવો વિકલ્પ નથી. ચેતનજી! ઓલા કહે છે કે આત્મા ને એનો અનુભવ એ તો દૈત થઈ ગયું, વસ્તુ અદ્વૈત છે એમ કહે છે (વેદાંત માને છે ) તદ્દન જૂઠી વાત છે. તદ્દન અજ્ઞાન છે. આહાહા! અનુભવાય છે એ પર્યાય છે, છતાં અનુભવું છું, એવો વિકલ્પ નથી. અનુભવું છું એવો ભેદ છે ત્રિકાળી વસ્તુને અનુભવું છું એવો ભેદ છે, પણ ભેદનો વિકલ્પ નથી. આહાહા ! આવું સ્વરૂપ છે. “હું અનુભવું છું' એવો વિકલ્પ પણ હોતો નથી એમ જાણવું. એ એકસો તેંતાલીસ (ગાથાનો) કળશ થયો. હવે (ગાથા-) એકસો ચુંમાલીસ. Page #459 -------------------------------------------------------------------------- ________________ ४४४ गाथा-१४४ 777 पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते સમયસાર સિદ્ધિ ભાગ-૫ सम्मद्दंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं । सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो ।। १४४ ।। सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम्। सर्वनयपक्षरहितो भणितो यः स समयसार: ।१४४।। अयमेक एव केवलं सम्यग्दर्शनज्ञानव्यपदेशं किल लभते । यः खल्वखिलनयपक्षाक्षुण्णतया विश्रान्तसमस्तविकल्पव्यापारः स समयसारः। यतः प्रथमतः श्रुतज्ञानावष्टम्भेन ज्ञानस्वभावमात्मानं निश्चित्य, ततः खल्वात्मख्यातये, परख्यातिहेतूनखिलाएवेन्द्रियानिन्द्रियबुद्धीरवधार्य आत्माभिमुखीकृतमतिज्ञानतत्त्वः, तथा नानाविधनयपक्षालम्बनेनानेकविकल्पैराकुलयन्तीः श्रुतज्ञानबुद्धीरप्यवधार्य श्रुतज्ञानतत्त्वमप्पात्माभिमुखीकुर्वन्नत्यन्तमविकल्पोभूत्वा झगित्येव स्वरसत एव व्यक्तीभवन्तमादिमध्यान्तविमुक्तमनाकुलमेकं केवलमखिलस्यापि विश्वस्योपरि तरन्तमिवाखण्डप्रतिभासमयमनन्तं विज्ञानघनं परमात्मानं समयसारं विन्दन्नेवात्मा सम्यग्दृश्यते ज्ञायते च; ततः सम्यग्दर्शनं ज्ञानं च समयसार एव । પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે-એમ હવે કહે છેઃ સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સા૨’ છે. ૧૪૪. गाथार्थः-[ यः ]ò[ सर्वनयपक्षरहितः ] सर्व नयपक्षोथी रहित [ भणितः ]ऽहेवामां आव्यो छे [ सः ] ते [ समयसार: ] समयसार छे; [ एषः ] आने ४ (-समयसारने ४ ) [ केवलं ] ठेवण [ सम्यग्दर्शनज्ञानम् ] सभ्यग्दर्शन अने सम्यग्ज्ञान [ इति ] खेवी [ व्यपदेशम् ] संज्ञा ( नाम ) [ लभते ] भजे छे. ( नाम भुां डोवा छतां वस्तु खेऽ ४ छे.) ટીકા:-જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનનું નામ મળે છે. ( સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન સમયસા૨થી भुहां नथी, खेऽ ४ छे.) પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, ૫૨ પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વા૨ા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાનતત્ત્વને (-મતિજ્ઞાનના Page #460 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૪ ૪૪૫ સ્વરૂપને ) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઇને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉ૫૨ જાણે કે ત૨તો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, ૫૨માત્મારૂપ સમયસા૨ને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે(અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ભાવાર્થ:-આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તેજ ‘સમ્યગ્દર્શન’ અને ‘સમ્યજ્ઞાન' એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન કાંઇ અનુભવથી જુદાં નથી. ગાથા ૧૪૪ ઉપર પ્રવચન પક્ષાતિક્રાન્ત જ-નિશ્ચયે અબદ્ધ છું-મુક્ત છું એવો જે નયનો પક્ષ, વિકલ્પ એનાથી અતિક્રાન્ત સમયસાર છે, નયનો પક્ષ છે ઈ સમયસાર નથી. આહાહાહા ! ક્યાં જાવું એને ? (શ્રોતાઃ- ત્રિકાળીમાં ) પક્ષાતિક્રાન્ત જ સમયસાર છે એટલે ? હું આત્મા...બદ્ધ છું ને ઈ તો પ્રશ્ન છે જ નહીં આંહી હવે, એ વ્યવહા૨નો તો નિષેધ કરતા આવ્યા છીએ, એ આવી ગયું પહેલાં, આમાં આવી ગયું પહેલો કળશ છે એમાં આવી ગયું ને ? જુઓ ઈ જ આવ્યું જુઓ ? ( કળશ૭૦ ભાવાર્થ ) ‘આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ઘનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે’ પહેલા કળશમાં છે. આહાહા ! એ જ આંહી ગાથામાં છે. આંહીયા તો કહે છે, પ્રભુ આ તો શાંતિના મારગ છે બાપા ! આ કોઈ વિદ્વતાના ને ક્રિયાકાંડના ધમાલ ને એ કોઈ મારગ નથી. ભગવાન જ્ઞાનસ્વરૂપ એનો જે વિકલ્પ છે કે હું જ્ઞાન છું અબદ્ધ છું એવા વિકલ્પથી-પક્ષથી અતિક્રાન્ત એ સમયસાર છે, એમ નિયમથી ઠરે છે–એમ ચોક્કસ એ રીતે વસ્તુનું સ્વરૂપ નક્કી થાય છે એમ હવે કહે છે. એકસો ચુમાલીસ. सम्मदंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं । सव्वणयपक्खरहियो भणियो जो सो समयसारो।।१४४।। સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સા૨’ છે. ૧૪૪. ટીકાઃ– જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી-ખરેખર કેમ કીધું ? કે સૂક્ષ્મ અંદ૨ પણ જો નયપક્ષ રહી જાય તો ખરેખર નયપક્ષ રહિત નથી. સૂક્ષ્મ પણ અંદર, હું અબદ્ધ છું પૂરણ છું મુક્ત છું, એવો સૂક્ષ્મ પણ એક રાગનો અંશ રહે નહીં. આહાહા ! ખરેખર Page #461 -------------------------------------------------------------------------- ________________ ४४६ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એમ ખરેખર, સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી નયનો જે પક્ષનો વિકલ્પ છે એમાં તો આત્માનું ખંડિતપણું થાય છે, એમ કહે છે. આહાહા! એમાં અખંડનો અનુભવ થતો નથી. એ વિકલ્પ થતાં અખંડ જ્ઞાનસ્વરૂપ પ્રભુ ખંડપણાને-ભેદપણાને–ભંગપણાને પામે છે. આહાહા ! ખરેખર જે સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી, કોઈ પણ નયનો પક્ષનિશ્ચયનો પક્ષ પણ જ્યાં નથી, હવે નિશ્વયનો પક્ષ નથી એટલે કે નિશ્ચયથી જે જાણ્યું છે, એથી કાંઈ બીજું નીકળશે એમાં એમ નથી. આહાહા! જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નથી થતો એમ કીધું. નય પક્ષ છોડે છે એટલે વસ્તુ કાંઈક બીજી જાતની નીકળે છે, એમ નથી. ફક્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી-આટલી વાત છે. શું એ કહ્યું? હું પરિપૂર્ણ અખંડ અભેદ છું એવા એક વિકલ્પથી પણ ખરેખર, વાસ્તવિક તત્ત્વ છે એ ઉપર દૃષ્ટિ હોવાથી અનુભવમાં, એવા વિકલ્પથી પણ ખંડિત થતો નથી. આહાહાહા ! દયા, દાન, વ્રત ને તપના વિકલ્પ રાગ (એ તો) ક્યાંય રહી ગયા. આહાહા ! ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેને સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે, અટકાવ્યો છે એમેય નહીં. જેનો સમસ્ત વિકલ્પોનો, આહાહા ! (વ્યાપાર અટકી ગયો છે) સૂક્ષ્મ રાગની વૃત્તિ, સ્વ તરફના, મુક્ત સ્વરૂપ તરફના વલણની સૂક્ષ્મ વૃત્તિ, એ વ્યાપાર અટકી ગયો છે. આહાહા ! આવું વસ્તુનું સ્વરૂપ છે. એમાં વાદ-વિવાદથી પણ પાર પડે એવું નથી. ઘણે ઠેકાણે એવું આવે કે વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય-જયસેન આચાર્યની ટીકામાં. તેથી જ્ઞાનસાગરે એનો અર્થ કર્યો છે ને ? આ વિધાસાગરના ગુરુ એમાં ઈ આવે છે બહુ જયસેન આચાર્યની ટીકામાં, વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય –એ તો જ્ઞાન કરાવ્યું છે વ્યવહારનયનું. આહાહા! આંહી તો કહે છે, એ વ્યવહારના વિકલ્પની તો વાતું શું કરવી, પણ વસ્તુ છે તેના તરફના વલણવાળી કોઈ વૃત્તિ-વસ્તુ છે પહેલા જાણી નહોતી ને પછી જાણી કે આ તો પૂરણ વસ્તુ છે, અખંડ છે, આખો પરમાત્મસ્વરૂપ છે, એવો એક પક્ષ જે વિકલ્પ ઊઠતો હોય તો, એનાથી પણ આ વસ્તુ ખંડિત થતી નથી. આહાહાહા ! સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એટલે છે નહીં ત્યાં. આહાહા! આવું છે. અટકી ગયો છે એવો છે,જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે, એવો છે. ખંડિત નહિ થતો હોવાથી, વિકલ્પ અટકી ગયો છે એવો છે, એમ કહે છે. આહાહા ! શું ટીકા તે સમયસાર છે. એનું નામ સમયસાર છે. ખરેખર આ એકને જ એટલે કે વિકલ્પ અટકી ગયો છે અને જેમાં વિકલ્પથી ખંડિતપણું થતું નથી, એવો અખંડ આત્મા અનુભવમાં આવ્યો, તે સમયસાર છે, ખરેખર આ એકને જ, એ સમયસાર વિકલ્પરહિત-નિર્વિકલ્પ અનુભવ થયો તે એકને જ કેવળ સમ્યગ્દર્શન, આહાહાહા ! સમ્યગ્દર્શન કોઈ વ્યવહાર છે ને કોઈ બીજું પણ છે, સમ્યગ્દર્શનનો પ્રકાર કોઈ બીજો પણ છે, એમ નથી. આ એકને જ એકને “જ” વિકલ્પની વૃત્તિઓ રોકાઈ ગઈ ને એકલો આત્મા પૂર્ણાનંદ-ચિદાનંદ પ્રભુ અનુભવમાં આવ્યો, તે એકને જ તે એકને જ કેવળ સમ્યગ્દર્શન-એકલું સમ્યગ્દર્શન તેને કહેવાય છે. આહાહા ! (શ્રોતા-પછી સવિકલ્પ આવે છે ને ત્યારે !) એ અપેક્ષા પછી આને જ સમ્યગ્દર્શન કહે છે, વિકલ્પ પછી આવે પણ તેનો આદર ક્યાં Page #462 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૪ ४४७ છે? એ તો જ્ઞાનનું શેય થઈ ગયું, પરણેય પરશેય છે, આ તો સ્વૉય અખંડપણે જે અનુભવાણો, એ એકને જ સમ્યગ્દર્શન નામ અપાય છે એમ કહે છે-નામ અપાય છે એમ કીધું ને? વ્યપદેશ. આહાહાહા ! વ્યપદ્દેશ' –એને જ સમ્યગ્દર્શન એ એકને જ કહેવાય છે. આહાહાહા! જુઓને અત્યારે વ્યાખ્યાઓનો ફેરફાર ખરેખર આ એકને જ વિકલ્પ રહિત, નિર્વિકલ્પ દેષ્ટિ થઈ અનુભવ, તે કાળે તેને એ એકને જ તેને જ કેવળ સમ્યગ્દર્શન એટલે કે એકલું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે, જોયું? આહાહાહા! ત્યારે તો એને “વ્યપદ્દેશન' એક તેને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન એવી સંજ્ઞા એને એવું નામ મળે છે. આહાહા! એક પરમાત્મસ્વરૂપમાં નમી ગયો છે ને અનુભવ છે, તેને એકને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નામ અપાય છે. નામ મળે છે. આહાહા! એટલે? કે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન, સમયસાર જે પરમાત્મ સ્વરૂપ ભગવાન, એનાથી જુદાં નથી. એ પૂરણ નિર્વિકલ્પસ્વરૂપ જે ચિદ્દન ભગવાન અનુભવમાં આવ્યો વિકલ્પથી રહિત, એને જ કેવળ એકને જ એકલું સમ્યગ્દર્શન નામ એને એકલાને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નામ મળે છે–સમ્યક નામ મળે છે. એને ત્યારે જ નામ મળે છે, આહાહા ! આવો માલ છે. (શ્રોતાઃ- વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે ને ?) બીજું કોઈ છે જ નહીં. છે જ નહીં નામ નહીં ગંધ નહીં આને જ ફક્ત નામ અપાય છે, કહે છે. આહાહા ! કહો બાબુભાઈ ! આવી વાત છે. એકલો ભગવાન આત્મા, અભેદ વિકલ્પની લાગણી અટકી ગઈ છે, અને એકલો આનંદઘન અનુભવવામાં આવ્યો છે, તેને જ કેવળ–તેને જ એકલું એમ આખું કેવળ નથી કહેતા કેવળ મૂરખ છે આખો-કેવળ ગધેડો છે, એમ કેવળ સમ્યગ્દર્શન આને જ કહેવાય છે. આહાહા ! ટીકા તે ટીકા છે ને એ ચપલેશ+' નો અર્થ કર્યો. સમવંસળTIPસો નઃિ ‘ત્તિ વરિ વવધેસં' આહાહા! કેવળ તેને જ, આહાહા! (શ્રોતા- ચોખ્ખું કરી નાખ્યું બધું). પૂર્ણાનંદનો નાથ, વીતરાગ સ્વરૂપે અનંત અનંત કેવળજ્ઞાન એટલે એકલા જ્ઞાનગુણ આદિથી ભરેલો, એનો જે અનુભવ, વિકલ્પ વિનાનો, વિકલ્પના પક્ષ વિનાનો એમ કે પહેલેથી કોઈ વિકલ્પથી નિર્ણય કર્યો છે કે આવો છે તો એને કાંઈ સમ્યગ્દર્શનજ્ઞાન નામ અપાય કે નહીં? આહાહા! એમ કે પહેલો નિર્ણય કર્યો વિકલ્પથી નય, નિક્ષેપ, પ્રમાણથી એમ આવ્યું'તું તેર ગાથામાં તોંતેરમાં આવ્યું'તું –આમ નિશ્ચય કરીને, એ નિશ્ચય કર્યો આવો છે, આવો છે એને સમ્યગ્દર્શનજ્ઞાન નામ અપાય કે નહીં? ના, કેવળ આ વસ્તુ સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પર્યાયમાં નિર્વિકલ્પપણે અનુભવમાં આવ્યો, અનુભવમાં તો પર્યાયમાં આવ્યો છે પણ આવ્યો છે કોણ કે એ પૂરણ સ્વરૂપ છે એ, એવા કેવળ એકને જ આવા અનુભવવાળાને એકને જ, બીજો કોઈ પ્રકાર નથી, કે સરાગ સમકિત છે ને ફલાણું-ઢીંકણું છે ને. આહાહાહા ! આ વીતરાગી પર્યાય છે, છે ચોથાગુણસ્થાને. આહાહાહા ! વ્યાપાર વિકલ્પોનો અટકી ગયો છે, એવો છે. એવો ઈ છે એમ કહે છે, વસ્તુ એવી છે. આહાહા ! નયના પક્ષનો નિશ્ચયના પક્ષનો પણ વિકલ્પ અટકી ગયો છે, એવો એ છે. આહાહા! શું Page #463 -------------------------------------------------------------------------- ________________ ४४८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પણ ટીકા? અમૃત રેડ્યાં છે. અમૃતચંદ્રાચાર્યે, લોકોને કિંમત નથી. એનાં શબ્દોમાં કેટલું-શું છે? એ ભગવાન એ આખો છે કહે છે, એ જે અનુભવમાં વિકલ્પ અટકી ગયો, એવી ચીજ છે ઈઈ ચીજ જ એવી છે. અને તેને એકને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ અપાય છે. છે? આહા ! અર્થાત્ તે દર્શન ને જ્ઞાનની પર્યાય, દ્રવ્યથી અભેદ છે. સમયસારનો આખો આત્મા તેનાથી, તે દર્શન જ્ઞાનની પર્યાય અભેદ છે એ આત્મા જ છે. આહાહાહા ! વ્યાવેશમ્' કહીને તોએ કથન એને એકને જ કથન કરવામાં આવે છે અથવા એકને જ નામ અપાય છે, એને સમ્યક્દર્શન જ્ઞાન, એવી સંજ્ઞા એને જ મળે છે. આહાહાહા ! ડોલાવી નાખ્યો છે. અને આંહી તો તકરારું હજી બહારની, વ્યવહાર સાધન છે ને એને ઉથાપે છે ને અરે પ્રભુ સાંભળને ભાઈ... એ સાધન કહ્યું છે એ તો જ્ઞાન કરવા માટે, હતું એને જાણે, સ્વપરપ્રકાશક છે સ્વપરપ્રકાશક છે તે પરપ્રકાશક છે એને જાણવા કહ્યું. એવો જે ભગવાન આત્મા, એવો જ છે. વિકલ્પ અટકી ગયો છે, એવો જ છે, એ કાંઈ નવો ચ્યો નથી કાંઈ, એવો તો છે જ, તે સમયસાર છે, ખરેખર આ એકને જ, આહાહા ! શું ટીકા ! ખરેખર આ એકને જ.. ‘જ'કથંચિત્ આને ને કથંચિત્ બીજાને એમ ન કહ્યું ત્યાં-કથંચિત્ આને સમ્યગ્દર્શન પણ કહેવું ને કથંચિત્ વ્યવહારને કહેવું એ આહીં વાત જ નથી. આહાહા ! વ્યવહાર સમ્યગ્દર્શન” એ સમ્યગ્દર્શન છે જ નહીં. એ તો રાગ છે એ તો આનો એ આરોપ કરીને કથન કરવામાં આવ્યું છે, અહી તો કહે છે કે ખરું નામ તો આને જ પડે છે. આહાહા ! ઓલાને કથન કરવામાં આવે એની વાત તો ક્યાંય રહી ગઈ. વ્યવહારને કથન કરવામાં આવે વ્યવહારનું એ નહીં. આ તો આ એકને જ કેવળ કથન-સંજ્ઞા નામ આ તો મળે. ત્યારે તેને સમયસાર હાથ લાગ્યો! આહાહા ! એને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નામ મળે છે. આહાહા ! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન, ઓલાં નામ મળે છે એમ કીધું ને એટલે જરી એ સમયસારથી જુદાં નથી, એક જ છે. જે પર્યાય અભેદ થઈ છે, એ સમયસાર છે. કારણ કે સમયસાર ત્રિકાળી છે એ તો કાંઈ અનુભવમાં-વેદનમાં આવતો નથી. ધ્રુવ છે પણ તેનાં લક્ષે આખો માલ પર્યાયમાં જે અનુભવમાં આવ્યો નિર્વિકલ્પપણે એના એકને જ કેવળ સમ્યગ્દર્શન એટલે પૂરણ સમ્યગ્દર્શન, સાચું સમ્યગ્દર્શન, સત્ય સમ્યગ્દર્શન-કેવળ સમ્યગ્દર્શન–એટલે સત્યસમ્યગ્દર્શન ને સત્ સમ્યજ્ઞાન શાસ્ત્રના ભણતરને ય પણ જ્ઞાનનું નામ અપાતું નથી. આંહી તો કહે છે. આહાહા ! પ્રભુ, પ્રભુ એ ભગવાન જે જ્ઞાનની મૂર્તિ પ્રભુ એ જે અનુભવમાં આવ્યો, એને જ સમ્યજ્ઞાનનું નામ મળે છે. સમ્યગ્દર્શનનું નામ મળે છે અને એને જ સમ્યજ્ઞાનનું નામ મળે છે. આહાહાહા ! શાસ્ત્રના ભણતરવાળાને કે વિદ્વાનને કે અગિયાર અંગ ભણી ગ્યો ને કથા આવડે વાર્તા આવડે ને જગતને કહેતાં માટે એને સમ્યજ્ઞાન નામ મળે? કે ના, ના, ના. ભગવાનનો ભેટો થયો છે જેને. આહાહા ! ભગવાન ચિદાનંદ સમયસાર એનો જ્યાં અનુભવ થયો, તેને સમ્યજ્ઞાન નામ મળે છે. આહાહા! શું શૈલી (શ્રોતા-બહુ મોંઘુ કરી નાખ્યું!) જેવું છે એવું કરી નાખ્યું. આહાહા! એમ કીધું ને જુઓને વ્યાપાર અટકી ગયો છે, એવો છે “ઈ' એવો છે' ચેતનજી? ( શ્રોતા – જેવું છે એવું કીધું છે ભાઈ એથી ઢીલું કરે તો વિપરીત થઈ જાય). Page #464 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૪ ૪૪૯ મોંઘુ કર્યું નથી એવો છે. જેવો છે તેવો જાહેર કર્યો છે. આહાહા ! છે ત્રણ લીટી. પછી ઓલો તો કૌંસ છે, પણ છે ત્રણ લીટી. હવે આંહી સમ્યક્રચારિત્રની વાત નથી. હજી તો સમ્યગ્દર્શનજ્ઞાન ચોથા ગુણસ્થાનની વાત છે. આંહી ચારિત્રની વાત નથી. (કોઈક કહે છે ને!) આ સાતમે ગુણસ્થાને થાય ત્યારે એને સમ્યગ્દર્શનશાન નિર્વિકલ્પ કહેવાય એમ કહે છે ને એમ કહે છે. પ્રભુ એમ નથી ભાઈ ! આહાહા ! એ વિકલ્પ અટકી ગયો છે, એવો છે ત્યાં જણાણો, એને સમ્યગ્દર્શન-જ્ઞાન કહેવાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન ને ચારિત્ર કહેવાય છે એમ નથી. હારે આંહી લીધું એ તો સ્વરૂપાચરણ ચારિત્ર ભેગું છે પણ એ લીધું નથી. અહીં તો આ બે વાત. આહાહાહા! આ ગાથા ગજબ છે. (શ્રોતાઓગણીસમી વારમાં ખુલાસો ઘણો આવ્યો!) હવે, એને વિસ્તાર છે. વસ્તુસ્થિતિ તો આ છે. પ્રથમ હવે અહીંયા કીધું શ્રુતજ્ઞાનના અવલંબનથી, જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, હજી વિકલ્પ સહિત છે આ. આ વિકલ્પ લીધો કે કેવું છે (આત્મસ્વરૂપ) ચીજ, પ્રથમ, તાવત્ છે ને શબ્દ મૂળતો. આહાહા ! પ્રથમ જ શબ્દ છે સંસ્કૃતમાં ‘યત: પ્રથમત:' પ્રથમ, કહેવાનું એ છે કે શ્રુતજ્ઞાનના અવલંબનથી–ભગવાને કહેલાં શ્રુતજ્ઞાન, એનાં અવલંબનથી...જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરી, છે વિકલ્પવાળો આ. જ્ઞાનસ્વભાવ ભગવાન આત્મા જાણન, જ્ઞાન પ્રધાનથી જ આ આખો આત્મા લીધો છે, જ્ઞાન જ આત્મા બસ આટલું. કારણ કે બીજા બધાં ગુણો હયાતિ રાખે પણ એની પ્રસિદ્ધિ જ્ઞાન જ કરે છે, એની એ બીજા ગુણો (પોતે ) પ્રસિદ્ધિ કરતાં નથી, એ (સર્વ) ગુણોની જાણપણાની પ્રસિદ્ધિ તો જ્ઞાનથી થાય છે, અનંતગુણો બીજા જ્ઞાન સિવાય એની પ્રસિદ્ધિ જ્ઞાન જાણીને એ પ્રસિદ્ધ કરે છે તેથી જ્ઞાનમય જ આત્મા છે એમ કિધું. એમ હજી તો શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને હજી અનુભવની વાત નથી હજી આ પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે નિર્ણય કર્યો કે આ પ્રભુ તો જ્ઞાનસ્વભાવ છે. ચૈતન્ય પ્રભુ તો જ્ઞાન સ્વભાવ છે. એમાં બીજો કોઈ રાગ કે વિકલ્પ એનાં છે. જ નહીં. કર્મનો સંબંધ ને રાગનો સંબંધ, એ વસ્તુમાં છે જ નહીં. એવો પહેલાં વિકલ્પ દ્વારા, આત્માનો નિશ્ચય કરી, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે આત્મખ્યાતિ, હજી તો વિકલ્પથી નિર્ણય કર્યો-આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે–અનુભવ માટે પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણોપરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણો, આહાહાહાહા ! આત્માની પ્રગટ પ્રસિદ્ધિને કારણે માટે પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વાર-ઇંદ્રિયદ્વાર ને મનદ્વાર એ તો પર પ્રસિદ્ધિનાં કારણો છે. આહાહાહા ! આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એક વાત. આ બાજુમાં પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયો દ્વારા અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ, પરની પ્રસિદ્ધિનાં દ્વારમન ને ઇંદ્રિયો એ તો પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો છે. તે બધીને તે બુદ્ધિઓને મર્યાદામાં લાવીને આનો અર્થ કીધો ભાઈ કીધો છે ને ફૂલચંદજીએ વિવાર્ય છે ને? “વેન્દ્રિયાનિન્દ્રિયેવૃદ્ધીરથવિધાર્ય' –એનો અર્થ જાણીને કર્યો છે આ જૈન તત્વ મિમાંસામાં બીજાં અવધાર્ય એટલે જાણીને એમ અર્થ કર્યો છે. અવધાર્યું છે ને ભાઈ સંસ્કૃતમાં “અવધાર્ય' નો અર્થ ભાઈએ મર્યાદા કર્યો છે. મૂળ સંસ્કૃતમાં છે ચોથી લીટી, પુરરસ્થાતિ હેતૂનરિવતા વેન્દ્રિયાનિન્દ્રિયવૃદ્ધીર વધાર્ય' એમ છે, અંદર છે. ચેતનજી? એનો અર્થ ભાઈએ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એમ કર્યો છે કે એને “જાણીને આહાહા ! એ અવધાર્યનો અર્થ, તે બધીને મર્યાદામાં લાવીને, એટલે કે મન ને ઇંદ્રિય દ્વારા પ્રવર્તતી, પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણો એને આ બાજુ જરી ઢાળીને, અટકાવીને, જેણે મતિજ્ઞાન તત્ત્વને એટલો અર્થ કર્યો છે મતિજ્ઞાનના સ્વરૂપને તત્ત્વ એટલે સ્વરૂપ એવો અર્થ કર્યો છે આત્મસંમુખ કર્યો છે એવો, જે મનદ્વારા પરપદાર્થની પ્રસિદ્ધિ મતિજ્ઞાનથી થતી હતી મતિજ્ઞાનમાં અલ્પજ્ઞાન કે જ્ઞાનમાં મનદ્વારા પરની પ્રસિદ્ધિ થતી'તી એને મર્યાદામાં લાવી, તે મતિજ્ઞાનને સ્વસમ્મુખ કર્યું. લ્યો આ પામવાની આ રીત. આહાહાહા! મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું. સમજાવવું છે તે શી રીતે સમજાવે. બાકી આ મતિજ્ઞાન છે ને એને આત્મસન્મુખ કરું છું ને, એ તો હજી વિકલ્પ છે. આંહી તો હજી સમજાવવું છે આમ જે છે ને આમ વાળી દે છે બસ. જે મનના દ્વારા પર પ્રસિદ્ધિનું કારણ જે મતિજ્ઞાન હતું તેને ત્યાંથી રોકીને મર્યાદામાં લાવીને અથવા તેનું જ્ઞાન કરીને એ મતિજ્ઞાનને આત્મસન્મુખ કર્યું તે જ્ઞાનને આત્મસન્મુખ કર્યું. આહાહાહા ! કહો આ રીત નથી? આ પામવાની આ રીત નથી? પછી બીજી કઈ રીત હોય?કે દેવગુરુ-શાસ્ત્રની બહુ ભક્તિ કરે ને તો એ તો પરપદાર્થની પ્રસિદ્ધિ છે, એનાથી. આહાહા ! આંહી તો જે મન ને ઈન્દ્રિય, પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણ હતાં, એને હવે આત્માની પ્રસિદ્ધિને પ્રગટ કરવા, તે મતિજ્ઞાનને અંતર વાળે છે. આહાહાહા !..(મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે એવો, એ એક મતિની વાત કરી, કારણકે મતિપૂર્વક શ્રત છે ને–ખરેખર શ્રુતમાં સમાધિ ને શાંતિ છે. પહેલું આ હોય છે. આહાહા! (હવે કહે છે) તથા અનેક પ્રકારના નયપક્ષોના શ્રુતજ્ઞાન, ‘શ્રતવિકલ્પ નથ:' તેથી નાના એટલે અનેક પ્રકારનાં નયપક્ષોના આલંબનથી થતાં, નયપક્ષના આધારથી–આલંબનથી થતા, અનેક વિકલ્પો વડ, આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિ, છે? ત્યાંય અવધાર્ય છે ત્યાંય છે ભાઈ અવધાર્ય–ત્યાંય અવધાર્ય શબ્દ છે. શ્રુતજ્ઞાનની બુદ્ધિઅવધાર્ય છે ને? ઓલામાં અવધાર્ય છે ને મતિમાં આવે છે. (શું કહે છે?) તથા નાના પ્રકારના નયપક્ષોના-આંહી તો નયપક્ષોના હોં? બીજાની વાત જ નહિ. વ્યવહારના–દયા–દાનના ને ઢીંકણા-ઢીંકણાની વાતું જ નથી. આંહી તો ફક્ત નયપક્ષોના આલંબનથી, થતા અનેક વિકલ્પો વડે ઈ લીધા ઓલા દેવ-ગુરુ શાસ્ત્રની ભક્તિ આદિના (શુભભાવો) એની તો આંહી વાતેય નથી, એ તો સ્થૂળ રાગની વાતેય નહિ, આંહી તો એનાં આંગણામાં, એનાં પક્ષના જે વિકલ્પો છે. એનાં તરફના વલણવાળા વિકલ્પો છે, વલણ છે પણ હજી વિકલ્પ છે એનાથી ઉત્પન્ન થતા અનેક વિકલ્પો વડે “આકુળતા” ઉત્પન્ન કરનારી, જુઓ આંહી લીધું, દુઃખ ઉત્પન્ન કરે છે. આહાહા! શ્રુતજ્ઞાનની બુદ્ધિને પણ, એવા શ્રુતજ્ઞાનની બુદ્ધિને પણ મર્યાદામાં લાવીને (શ્રોતા- અવધારીને) ત્યાંય એને અવધાર્ય કીધું છે-શ્રુતજ્ઞાનને ઢાળીને, આમ (મન-ઇંદ્રિયો તરફ) ઢળે છે તેને આમ (સ્વરૂપતરફ) ઢાળીને. આહાહા! શ્રુતજ્ઞાનતત્ત્વને પણ, પણ કેમ કીધું ઓલા મતિને કીધું તું ને મતિને છે આત્મસંમુખ કરીને એટલે આને પણ એમ-શ્રુતતત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, આહાહા... અત્યંત વિકલ્પ રહિત બિલકુલ વિકલ્પનો એક અંશ ન મળે ત્યાં હવે, સૂક્ષ્મ વિકલ્પનો અંશ નથી જ્યાં ગુણ-ગુણીનો ભેદ પણ જ્યાં નથી, Page #466 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૪ ૪૫૧ આને અનુભવું છું એવો જે સૂક્ષ્મ વિકલ્પ એ પણ જ્યાં નથી, અત્યંત વિકલ્પ રહિત, બિલકુલ રાગરહિત. ઓહોહોહો ! ભગવાન આખોય એવડો જ છું. અત્યંત વિકલ્પ રહિત થઈને, એ રીતે વસ્તુનું સ્વરૂપ અત્યારે એમ છે એમ કહે છે. અત્યંત વિકલ્પ રહિત થઈને, થઈ શકે છે એવું જ એનું સ્વરૂપ છે. આહાહાહા ! અરે.. ! અત્યંત વિકલ્પ રહિત થઈને, સમજાવવું છે તે શું સમજાવે ? તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં તત્કાળ નિજ આનંદ ૨સ, વિકલ્પ હતો ત્યાં દુઃખ હતું, શ્રુતનું છે ને આંઠીયાં-આકુળતા હતી ને અહીંયા નિજ૨સ હવે આનંદ આવ્યો. આહાહા ! એ શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરતાં, વિકલ્પ જાળમાં હતો ત્યારે તો આકુળતા ને દુઃખ હતું. આહાહા ! શ્રુતજ્ઞાનના વિકલ્પો એ પણ આકુળતાને દુઃખરૂપ છે પ્રભુ ! આ તો શુભભાવ સાધારણ જે શુભભાવ, એની તો શું વાત કરવી. આ તો શ્રુતજ્ઞાનના વિકલ્પો એય આકુળતા ને દુઃખરૂપ છે. આહા ! એને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં, ભગવાન વિકલ્પથી રહિત થયો, શ્રુતજ્ઞાનના વિકલ્પથી રહિત થયો, ત્યાં ભાવશ્રુતજ્ઞાન પ્રગટયું, નિજરસ-પોતાના આનંદના રસથી જ, નિજરસથી જ એમ. કોઈની પણ મદદ વિના. આહાહા ! તત્કાળ નિજ૨સથી જ, પોતાના સ્વભાવના સામર્થ્યના રસથી જ પ્રગટ થતાં...આહાહા ! આદિ મધ્ય અંત રહિત ભગવાનનું અંદર સ્વરૂપ અંદર એને આદિ નથી, એને મધ્ય નથી, એને અંત નથી એ તો છે, છે, છે. આહાહા ! આદિમધ્ય-અંત રહિત પ્રભુ છે અંદર (નિજાત્મા ), આદિ મધ્ય–અંત રહિત, અનાકુળ, એ અને એકલો આનંદ-આનંદ અનાકુળ છે. કેવળ એક, આહાહા ! એકલો ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા, આખાય વિશ્વના ઉપ૨ જાણે કે ત૨તો હોય એ તો સમજાવે છે વિશ્વ ઉ૫૨ તરે છે એવો ત્યાં ભેદેય ક્યાં છે ત્યાં, ઉ૫૨ તરે છે એટલે જુદો પડી જાય છે એટલે વિશ્વ ઉ૫૨ તરે છે એમ કહેવામાં આવે છે. બાકી વિશ્વ ઉપ૨ તરું છું ને ભિન્ન છું એનાથી જુદો છું એવોય વિકલ્પ ક્યાં છે ત્યાં. આહાહા ! આદિ મધ્ય અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉ૫૨ જાણે કે ત૨તો હોય ઉ૫૨ જ એકલો રાગ ને સંસારનો આખો ભાવ ચૌદ બ્રહ્માંડ, એનાથી જુદું તરતું ચૈતન્યતત્ત્વ ભિન્ન. આહાહા ! બહુ વાત સારી આવી ગઈ. તેમ અખંડ પ્રતિભાસમય અખંડ પ્રતિભાસમય, પ્રતિભાસમય છે તેવો જ્ઞાનમાં ભાસ થયો છે. પ્રતિભાસમય, છે તેવો જ્ઞાનમાં ભાસ થયો ‘પ્રતિભાસ’ થયો છે એવો જાણવામાં આવ્યો. આહાહા ! અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન-અનંત અનંત જેની હદ નથી એવું સ્વરૂપ જેનું–સ્વભાવ જેનો અમર્યાદિત અનંત વિજ્ઞાનઘન પ્રભુ પરમાત્મારૂપ. લ્યો, આંહી તો ૫૨માત્મારૂપ કહ્યું. આહા ! હજી તો સમ્યગ્દર્શન-શાન નામ અપાય છે એ આને. આહા...હા ! ભગવાન આત્મા કહેતા એ એકવા૨ કોક એમ કહેતુ એ તો ભગવાન આત્મા કહે છે. અહીં તો કહે છે વિજ્ઞાનન, ૫રમાત્મારૂપ સમયસારને જ્યારે આ આત્મા અનુભવે છે જ્યારે આત્મા અનુભવે છે, તે વખતે જ તે કાળે જ આત્મા સમ્યક્ષણે શ્રદ્ધાય છે. એ વેળા પહેલાં શ્રદ્ધે છે ને વિકલ્પથી નિર્ણય કર્યો છે માટે સાચી શ્રદ્ધા છે ( એમ નથી ). તે વખતે જ આત્મા સાચી રીતે શ્રદ્ધાય છે. ત્યારે જ સાચી રીતે શ્રદ્ધાય છે. ત્યારે જ સાચી રીતે જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ( શ્રોતા::- પ્રમાણ વચન ગુરુદેવ ) Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પ્રવચન નં. ૨૨૪ ગાથા-૧૪૪ તથા શ્લોક-૯૩ શનિવાર, વૈશાખ વદ-૧, તા. ૧૨/૫/૭૯ સમયસાર ૧૪૪, એનો ભાવાર્થ :- આત્માને પહેલાં આગમજ્ઞાનથી, એટલે ભગવાને કહેલાં શાસ્ત્રજ્ઞાનથી, જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને, વાત તો એ છે કે પોતે ઉત્પાદ, વ્યય ને ધ્રુવએટલો સત્ છે આત્મા. એમાં ઉત્પાદ-વ્યય તો પર્યાય છે, એ પર્યાયમાં પર તરફનું લક્ષ છે, તો પર તરફનું લક્ષ હોવાથી પહેલું આગમથી જ્ઞાન કરવું એમ કહે છે. આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ, આત્મા ચૈતન્ય ધ્રુવ, એ તો જ્ઞાયકસ્વરૂપ છે. એ ઉત્પાવ્યયની પર્યાય, એને-ત્રિકાળનેજ્ઞાયકસ્વરૂપ તરીકે જાણે છે. સત્ તો બેય સત્ છે. ઉત્પાદુ વ્યય છે તે સત્ છે, (પોતામાં છે ને) પરની હારે કોઈ સંબંધ નથી. ઉપજે-વિણસે એવી પર્યાયનું અસ્તિત્વ પણ ક્ષણિક અને સમય પૂરતું છે. અને આખું તત્ત્વ છે એ મહાપ્રભુ જ્ઞાયકતત્ત્વ છે. એને પર્યાયને પર દ્વારા જે અનાદિથી લક્ષ છે, તો કહે છે કે એ લક્ષ છોડી દઈને, આગમજ્ઞાનથી–ભલે પરલક્ષ છે, પણ આગમજ્ઞાનથી, જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરી–ભગવાન જ્ઞાનસ્વરૂપ છે..જ્ઞાયક છે.પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનનેઇંદ્રિય અને બુદ્ધિ જે પરપદાર્થને પ્રસિદ્ધ કરે છે તેને મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈનેઆ બાજુ લાવીને એમ. આહા! અહીંયા મેળવી દઈને લખ્યું છે ઓલામાં ગૌણ કરીને મર્યાદામાં લાવીને (કહ્યું છે.) ઝીણી વાત છે. જે વસ્તુ છે અંદર જ્ઞાયકભાવ, એને વર્તમાન જ્ઞાન પર્યાયમાં પરલક્ષી જ્ઞાન અનાદિથી છે તો એ પરલક્ષીમાંથી આગમજ્ઞાન કરીને, આગમજ્ઞાન પણ પરલક્ષી છે(છતાં) તે આગમજ્ઞાનથી પહેલાં આત્માનો નિર્ણય કર, કે આત્મા શું ચીજ છે? ભલે, હુજી નિર્વિકલ્પ નથી. આ આત્મા અંદર જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યના પ્રકાશનું પૂર છે એ તો..ચૈતન્યના પ્રકાશનું નૂર એવું ઈ સ્વરૂપ છે એનું, એમ કરી પછી એ ઇંદ્રિય બુદ્ધિને આ બાજુ વાળી દેવી-જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને. આહાહા! એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા એમાં તે મતિજ્ઞાનની બુદ્ધિને આમ વાળી લેવી. જુઓ આ ઉપાય. તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી ત્યાં એટલું કહ્યું. શ્રુતજ્ઞાનથી જે નયોના વિકલ્પ હતા એની પર્યાયના અસ્તિત્વમાં, શ્રુતજ્ઞાન સંબંધી નિશ્ચયથી અબદ્ધ છું વ્યવહારથી બદ્ધ છું, જ્ઞાયક છુંનિશ્ચયથી, વ્યવહારે વર્તમાન પર્યાયમાત્ર છું, એવા જે વિકલ્પો હતા શ્રુતજ્ઞાનના, શ્રુતજ્ઞાનના વિકલ્પ, તેને મટાડી, શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરી, એ વર્તમાન શ્રુતજ્ઞાનની દશા એવી જે એની પર્યાય, એ પર્યાયને પણ વિકલ્પ રહિત કરી, આવો છે ઉપાય. શ્રુતજ્ઞાનને પણ એટલે મતિજ્ઞાનને તો કર્યું પણ શ્રુતજ્ઞાનને પણ, નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો. આહાહા ! અંદર એકરૂપ વસ્તુ છે, ધ્રુવ જ્ઞાયક પોતાનું અસ્તિત્વ, પર્યાયનું અસ્તિત્વ છે પણ તે એકરૂપ નથી. ભિન્ન ભિન્ન છે, એથી અંતરની વસ્તુ જે છે એ એક, અખંડ ઓલામાં આવ્યું છે ને (ગાથા) ૩૨૦ માં અખંડ, એક-ત્યાં એમ લીધું છે. સકલ નિરાવરણ, અખંડ એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય ત્યાં એમ લીધું છે. આહાહા ! વર્તમાન ઉત્પાદ-વ્યયની પર્યાયનું અસ્તિત્વ પણ તારામાં છે, અને ત્રિકાળી જ્ઞાયક ધ્રુવનું Page #468 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૪ ૪૫૩ અસ્તિત્વ પણ તારામાં છે. પણ બેનાં અસ્તિત્વમાંથી ઉત્પાવ્યયનું અસ્તિત્વ જે છે એ પરતરફના વલણવાળું છે અનાદિથી, એને આગમજ્ઞાનથી એને આત્મા તરફ લાવ! આહાહા ! પછી, વિકલ્પને મટાડી એ ઉત્પાવ્યય ને ધ્રુવમાં ભેળવી દે, ભેળવી દે એટલે ત્યાં મેળવી દે, ત્યાં દૃષ્ટિ સ્થાપ. આહાહા ! એ એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, ભેદનોય નહિ, જ્યાં રાગનો નહિ, એક અખંડ “પ્રતિભાસ” -જ્ઞાનની પર્યાયમાં આખું પ્રતિભાસ' થાય, આખો આત્મા એનો અનુભવ કરવો. આહાહા ! અનુભવ કાંઈ દ્રવ્યનો થતો નથી, પણ એ અખંડ એક જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થયો” આખી ચીજ છે, એ પર્યાયમાં અનુભવ થાય, એ અખંડ એકનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે. આહાહા ! આવું ઝીણું. (કહે છે) એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, તે જ “સમ્યગ્દર્શન” અને “સમ્યજ્ઞાન” એવાં નામ પામે છે. આહાહા ! જ્ઞાયકભાવ જે છે-અસ્તિત્વનાં તો અંશો ત્રણ છે એનાં, ઉત્પા વ્યય ને ધ્રુવ. પણ જે ધ્રુવ જ્ઞાયકભાવ જે ધ્રુવ છે, ધ્રુવ તરીકે તો પરમાણુય છે. આ ધ્રુવ તો જ્ઞાયકભાવ છે આ. એ જ્ઞાયકભાવ તરફના વિકલ્પના લક્ષને છોડી દઈ, આ બાજાને એ બાજુ વાળી દે. એવો એક અખંડ જ્ઞાયક સ્વભાવનો, પર્યાયમાં “પ્રતિભાસ થઈને અનુભવ કરવો, દ્રવ્ય એ કાંઈ પર્યાયમાં આવતું નથી, પણ પર્યાયમાં પ્રતિભાસમાં આખી ચીજ જેવડી છે તેનું જ્ઞાન થાય છે. આહાહા! તેનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન. હવે આ તો મુદ્દાની પહેલી રકમની વાત છે. આ વાત વિના પાધરા (સીધા) વ્રત ને તપ ને ચારિત્ર ને બાપુ ક્યાંથી આવ્યા ઈ? તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એવાં નામ પામે છે. એટલે એને જ ખરેખર તો નામ મળે છે. આહાહા ! જે અખંડ જ્ઞાયકભાવ સરૂપે છે પરિપૂર્ણ એવા અખંડ એક પરિપૂર્ણનો, જ્ઞાનની પર્યાયમાં ભાસ થઈને અનુભવ કરવો તે જ એકને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન એને નામ મળે છે. આ તો ધ્યાનની વાત છે. હેં? આત્મા જ્ઞાયકસ્વરૂપ, (શ્રોતા:- કોઈ ઠેકાણે કહે શુદ્ધઉપયોગ કરે કોઈ ઠેકાણે કહે આત્માનો અનુભવ કરે) એનો અર્થ જ ઈ. જ્ઞાયક તરફના વિકલ્પમાંથી છૂટીને ધ્યાનમાં જ્યાં જાય છે ત્યારે તેનો અનુભવ થાય છે. આહા ! આવી ચીજ છે. જનમ મરણ રહિત થવાની તો આ રીત છે. બાકી બધી વાતું ગમે તે કરે, સાધુપણું તો હજી ક્યાં છે. આ તો હુજી સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન, બેની વાત છે. ચારિત્રની તો અહીં હજી વાતેય નથી. આહાહા ! (શ્રોતા પહેલાંની વાત છે ને!) પહેલી જ છે વાત આ. ચોથા ગુણસ્થાનની આ વાત છે. આહાહા! અખંડ, એક, આનંદનો નાથ પ્રભુ, અનંત અનંત જેમાં શક્તિઓ અને જેની શક્તિઓનો સ્વભાવ જેનો અપરિમિત એવું એ અખંડ તત્ત્વ જે છે, ઈ એકરૂપ છે. એમાં પર્યાયનો પણ જેમાં ભેદ નથી, એવા અખંડને અનુભવવો એટલે પર્યાયમાં એનો અનુભવ થવો, એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન, એવાં નામ પામે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. એ ત્રિકાળી જ્ઞાયક ભાવનું અસ્તિત્વ, ઉત્પાદ-વ્યયનું અસ્તિત્વ તો ક્ષણિક છે, એ ઉત્પાદવ્યયમાં વિકલ્પો ઊઠે છે એ બધાં પર તરફનાં ઉપાધિવાળા ભાવ છે. એનું મૂળ અસ્તિત્વ તો ત્રિકાળી જે છે ધ્રુવ, તેનાં ઉત્પાદ-વ્યય એ છે એ પણ અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વની Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાયમાં આખા ધ્રુવને જ્ઞાનમાં લઈ, એનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન, એ કોઈ અનુભવથી જુદી ચીજ નથી. આહાહાહા... આવું ઝીણું પડે. હજી આ તો પહેલી શરૂઆતની પહેલી ભૂમિકા. ધરમની પહેલી ભૂમિકા ! ( શ્રોતાઃ- પર્યાયના અનુમાનથી ધ્રુવ દેખાય છે કે સીધો દેખાય છે) પર્યાયથી અનુમાન કેવું વળી ? ‘પ્રતિભાસ' કીધો ને, પર્યાયમાં આખો જણાય છે. ઓલામાં ય આવે છે ને અહં પુ પ્રત્યક્ષ પ્રતિમાસમય, ૩૨૦ ( ગાથા ) જયસેન આચાર્યની ટીકા. આહાહા ! આ તો મારી (નાખે ) મરી જવું હોય જેને સંસા૨થી, એની વાત છે. સંસારથી મરીને જીવને જાગતો ક૨વો, જીવને જીવતો રાખવો. આહાહાહા ! રાખવો એટલે છે જ તે એવો જેવો ઈ અખંડ જીવતી ચીજ જીવતો જીવ છે, તેને ઈ પર્યાયમાં પ્રતિભાસમય થઈને એને અનુભવવો, એ અનુભવમાં સમ્યગ્દર્શન ને જ્ઞાન, એના નામ પડે છે. આહાહા ! અનુભવ કહેવાથી અંદર એકાગ્ર ધ્યાન છે એમ કહેવું છે...આ એમ કે વિચાર કરતાં કરતાં કે સાંભળતાં કે એમાંથી સમ્યગ્દર્શન થઈ જાય તો એમ નથી, એમ કહે છે. આહાહા ! એ અનુભવ સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. શ્લોક-૯૩ T T T T T T T (શાર્દુલવિન્દ્રીડિત) आक्रामन्नविकल्पभावमचलं पक्षेर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम् । विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंच्यनैकोऽप्ययम्।।९३।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્થ :-[ નયાનાં પક્ષ: વિના ] નયોના પક્ષો રહિત,[ ચત્તતં અવિત્વ માવસ્] અચળ નિર્વિકલ્પભાવને [ આગમન્] પામતો [ ય: સમયસ્ય સાર: ભક્તિ ] જે સમયનો (આત્માનો ) સાર પ્રકાશે છે [સ પુષ: ] તે આ સમયસાર (શુદ્ધ આત્મા ) [ નિવૃત: સ્વયમ્ઞાસ્વાદ્યમાન: ]કે જે નિભૃત (નિશ્ચળ, આત્મલીન ) પુરુષો વડે સ્વયં આસ્વાધમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે ) તે [ વિજ્ઞાન-વ્ઝ રસ: ભગવાન] વિજ્ઞાન જ જેનો એક૨સ છે એવો ભગવાન છે, [ પુણ્ય: પુરાળ: ઘુમાન્ ] પવિત્ર પુરાણ પુરુષ છે; [ જ્ઞાનં વર્શનમ્ લપિ અયં ] જ્ઞાન કહો કે દર્શન કહો તે આ ( સમયસાર ) જ છે; [ અથવા ક્િ]અથવા વધારે શું કહીએ ?[ યત્શ્વિન અપિ અયમ પુ: ] જે કાંઈ છે તે આ એક જ છે ( -માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે ). ૯૩. Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૩ ૪૫ ૫. શ્લોક-૯૩ ઉપર પ્રવચન आक्रामन्नविकल्पभावमचलं पक्षेर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्। विज्ञानैकरस: स एष भगवान्पुण्य: पुराण: पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंच्यनैकोऽप्ययम्।।९३।। आक्रामन्न विकल्प भावम अचलं पक्ष यानां विना, सारो यः समयस्य भाति - સમયસ્ય ભાતિ, શુદ્ધ ભાસે છે કહે છે. સમયસાર ભાતિ નિમૃતૈ એ તો નિભૂર્ત નિશ્ચિત પુરુષને નિમૂર્ત સ્વામીનું સ્વર્ય, વિજ્ઞાન રસ + એષ ભ|વીન પુષ્ય-આંહી તો હજી સમ્યગ્દર્શનજ્ઞાનમાં “ભગવાન” આવ્યો આ તો ઓલા ભગવાનનું નામ પડે ત્યાં રાડ પાડે છે ભગવાન આત્માને કહે છે અરે ભગવાન અત્યારે હોય? અરે, ત્રણે કાળે હોય અત્યારે શું સાંભળને હવે ! વસ્તુ તારી દૃષ્ટિ જ ઊંધી છે, એ તો અત્યારે ભગવાન જ છે. તને જ્યારે દૃષ્ટિમાં આવે ત્યારે “છે' એમ માલૂમ પડે, દૃષ્ટિમાં આવ્યા વિના...છે તો છે ભગવાન જ છે. આહા...હા ! નયોના પક્ષો રહિત છે? અચળ નિર્વિકલ્પ ભાવને પામતો, આહા....હા! (શ્રોતા- ઈ શ્લોક અધૂરો છે) એ શ્લોક થઈ ગયો આપણે મગજમાં. વિજ્ઞાનમેરસ સ શેષ માવાન પુરાણ પુમાન, જ્ઞાન ટર્શનમય મિથવા યવિષ્યને વ્યય—પ્રભુ એ છે. આહાહા ! જે કોઈ કહો તે પ્રભુ એ છે. આહાહા ! એને બ્રહ્મા કહો, વિષ્ણુ કહો, શિવ કહો, પરમાત્મા કહો, અરિહંત કહો. આહાહા ! (કહે છે) નયોના પક્ષો રહિત એનો અર્થ હવે, આવનં વિન્ય ભાવમ -નયોના પક્ષમાં જે હું આવો છું ને તેવો છું એવી વૃત્તિઓનો, વિકલ્પનું ઉત્થાન થાય છે, તેને રોકીને, એ તો આવ્યું તું ને કંઈક, એની મેળાએ થાય છે. પહેલાં ક્યાંક આવ્યું તું ને કળશમાં આવ્યું'તું. (શ્રોતા:- વિકલ્પ જાળ) વિકલ્પની જાળ પોતાની મેળે, નહિ ક્યાંક છે ને ક્યાંક નહોતું આવ્યું? પોતાની મેળે થાય છે એમ કે બધું યાદ રહે છે કાંઈ શ્લોક યાદ રહે છે કાંઈ...વિકલ્પ જાણે એની મેળાએ થાય છે. એનો અર્થ કે એ વસ્તુમાં નથી એમ. પહેલાં આવ્યું'તું. (શ્રોતાઃ- નેવું કળશમાં છે.) નેવું (મો) કળશ, આ આંહી કળશ (ટીકા) છે ને? ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છે - જુઓ! શ્લોકાર્થ, એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો સ્વેચ્છા' “આપોઆપ ઊઠે છે... આહાહા ! એટલે? કે જેમાં વિકલ્પ છે જ નહીં, અધ્ધરથી, અધ્ધરથી ઉત્પન્ન થાય છે. આહાહા! જેનાં અસ્તિત્વમાં દ્રવ્યગુણપર્યાયમાં એ (વિકલ્પો) છે જ નહીં. આહાહાહા ! એ પર્યાય એટલે કારણ પર્યાય એ ત્રિકાળી (પર્યાય ) દ્રવ્યગુણપર્યાય છે એમાં તો વિકલ્પ ઉત્પન્ન થાય એવું સ્થાન જ નથી. સ્વેચ્છા' એની મેળાએ ( વિકલ્પ) ઉત્પન્ન થાય છે. આહા ! પરનું લક્ષ કરે છે તેથી સ્વભાવમાં નથી, એવા સ્વેચ્છાએ એની મેળે એ વિકલ્પ ઉત્પન્ન થાય છે. આહા ! Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એને, નિર્વિકલ્પ ભાવને પામતો “ય: સમયસ્થ સાર: ભાતિ' આત્માનો શુદ્ધ આત્મા પ્રકાશે છે, ભાતિ નો અર્થ કર્યો. “ય: સમયસ્થ સાર: ભાતિ' -ત્યાં સમયસાર એટલે આત્મા શુદ્ધચૈતન્યઘન, ભાતિ –પ્રકાશે છે. આહાહા ! : સમયસ્થ સાર: ભાતિ આકરું કામ બહુ ભાઈ. આહાહા ! લોકોને, પહેલી વસ્તુની શરૂઆત વિના ઉપરની બધી વાતું. વ્રત ને તપ ને, અભિગ્રહ ને, આહાહા ! આ મૂળ ચીજ જે આત્મા આવો છે, ઈ ઓલામાં ન આવ્યું ૧૭, ૧૮ માં એમ કે આત્મા આવો જાણો છે ને માન્યો છે, કે માનવામાં એમ આવ્યું છે કે આમાં ઠરીશ એટલી અશુદ્ધતા જશે. કર્મ ટળશે. આહાહા ! ઈ એની ક્રિયા ઈ શ્રદ્ધામાં એમ આવે છે. આહાહા ! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ દૃષ્ટિમાં ને જ્ઞાનની પર્યાયમાં ભાસે છે પૂરણ જ્યારે, તે ભાસેલી ચીજમાં ઠરવું છે એ શ્રદ્ધા-સમકિત એમ માને છે. સમકિત થતાં એને એમ થાય છે કે “આ શુદ્ધચેતન્યમાં જેટલું આનંદમાં ઠરીશ, એટલું કર્મ અથવા અશુદ્ધતા ટળશે.” –કોઈ અપવાસ, બપવાસ કરીશને આટલાં અપવાશ કરીશને છ મહિનાનાં ફલાણા કરીશને આટલું પ્રાયશ્ચિત લઈશ તો એવું નથી એમાં કાંઈ. આહાહા ! આ સમયસાર આત્માનો સાર એટલે શુદ્ધાત્મા, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત, વિકલ્પ રહિત, રાગના આશ્રય રહિત, ત્રિકાળી ભગવાન શુદ્ધચૈતન્યઘન એવો ‘સમસ્યસાર: ભાતિ' સાર તે ભાતિ એવો શોભે છે, પ્રકાશે છે, –અનુભવમાં આવે છે. આહાહા ! હીરાલાલજી? આવી વાત છે. તમારો રોકાણો છે આંહી સાંભળવા, રાજેષ, રોકાણો છે સાંભળવા. આહા ! આવી ચીજ છે. તે સમયસાર સ US: તે આ સમયસાર શુદ્ધ આત્મા નિમ્રતે: સ્વયં માસ્વાદ્યમાન:નિશ્ચળ એટલે ચિંતા વિનાના પ્રાણીથી નિમૃત: ચળાચળ વિકલ્પથી રહિત એવા નિમૃત: પુરુષોથી, આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે. –સ્વયં આસ્વાધમાન છે અને આનંદના આસ્વાદ માટે કોઈની અપેક્ષા નથી. આહાહા ! આ તો હજી સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનની વાત ચાલે છે. હવે એને કોઈ એમ લઈ લ્ય કે આ તો કોઈ એલ.એલ.બી ને એમ.એ.ની વાત છે. આહાહાહા ! નિભૂત પુરુષો વડે (એટલે) ચંચળતાના વિકલ્પ વિનાના પુરુષ વડે, આહા! એવા આત્મા વડે-પુરુષ એટલે આત્મા, એ વડે સ્વયં-અતીન્દ્રિય આનંદના આસ્વાધમાન લેવાય છે. આહાહા!-અતીન્દ્રિય આનંદનો અનુભવ નિકૃત પુરુષો વડે, આહાહાહા ! ચંચળતાના વિકલ્પો વિનાના પુરુષો વડે આસ્વાદ લેવાય છે. આહાહા! તે વિજ્ઞાન એક રસ ભગવાન, હજી તો ચોથા ગુણસ્થાનની વાત કરે છે ને ત્યાં પ્રભુને ભગવાન કીધો, એ આકરું લાગે માણસને, બાપુ! ભગવાન જ છો-પરમેશ્વર છો. એ આડત્રીસ ગાથામાં આવ્યું ને પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે. એક સમયની પર્યાયની પાસે જ પડયો છે પ્રભુ! ઉત્પાદની જે પર્યાય છે એની અંદરમાંઅંતરમાં પાસે પડ્યો છે બહારમાં નહીં. એક સમયની પર્યાયમાં-ઉત્પાક્ની પર્યાયમાં..અંતમાં જોતાં ભગવાન ત્યાં સમીપમાં જ પડ્યો છે. આહાહાહા Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૯૩ ૪૫૭ એવો વિજ્ઞાન એક ૨સ ભગવાન, આહાહા ! વિજ્ઞાન જ જેનો એક ૨સ છે–વિજ્ઞાન જ જેનું એક સ્વરૂપ છે, વિજ્ઞાન જ જેનું એકલું તત્ત્વ છે. વિજ્ઞાન ‘જ' –કથંચિત્ વિજ્ઞાન છે ને કથંચિત્ અલ્પજ્ઞતા છે, કે બીજું છે એવું કાંઈ છે નહીં. એકાંત વિજ્ઞાન ‘જ’ વિજ્ઞાન ‘જ' એકલો... વિજ્ઞાનઘન જે રસ-વિજ્ઞાનનો જ જેનો ૨સ છે. એવો ભગવાન છે. એવો આ આત્મા ભગવાન છે. નિર્વિકલ્પમાં અનુભવ થતાં, તે વિજ્ઞાન૨સ તેનું એક સ્વરૂપ છે એવો એ ભગવાન છે. આહાહાહા ! વિજ્ઞાન ‘એક રસ ’ –ભેદ નહીં અખંડ એકરસ આખો પ્રભુ ! આહા...હા ! અનંત...અનંત... અનંત...અનંત...અનંત વિજ્ઞાન સ્વભાવ જેની મર્યાદા નથી, પરિમિતતા નથી, હ્રદ નથી એવો બેહુદ ભગવાન જેનો વિજ્ઞાન એક ૨સ છે. આહાહાહા! એવો એ ભગવાન છે. ચોથા ગુણસ્થાનવાળો અનુભવ કરે ત્યારે કહે આવો વિજ્ઞાન એક ૨સ ભગવાન છે, એમ કહે છે. આહાહા ! આવી વાત લ્યો. એમ પુખ્ય: પુરાન: પુમાન –આ પુણ્યનો અર્થ પવિત્ર છે. એ પુણ્ય જે બપોરે કહેવાયું તે શુભઉપયોગ ને દુઃખનો વિજય ને એ નહીં, આ પુણ્ય એટલે પવિત્ર ભગવાન એકલા પવિત્રતાના ગુણોનો પિંડ પ્રભુ છે. એકલા પવિત્રતા, અનંતગુણના પવિત્રતાનો ૨સકંદ છે. આહા ! આત્મા એટલે શું ? આહાહા ! જેની પાસે સિદ્ધભગવાનની પર્યાય પણ જ્યાં તુચ્છતા ગણાય. આહાહા ! એવો જે ભગવાન આત્મા પવિત્ર, એક વાત. ‘પુરાણ’, અનાદિનો છે કહે છે. આહા ! તને, જણાણો એટલે એમ લાગે કે આ અત્યારે પણ એ અનાદિનો ભગવાન એવો છે જ. આહાહા ! ખ્યાલમાં આવ્યો ત્યારે તને લાગ્યું કે આ છે પણ ઈ તો અનાદિનો એવો હતો જ– હતો એવો તને અનુભવમાં આવ્યો છે. આહા ! શું કળશ ! આહાહાહા ! અમૃત રેડયાં છે, અમૃતચંદ્રે તો, આહા...હા ! હવે એમાંય દોષ કાઢે કેટલા ’ક તો કિલષ્ટ ભાષા છે ને ઢીંકણું છે ને ફલાણું છે ને, કોણ, અમૃતચંદ્રાચાર્ય ચાલતા સિદ્ધ છે. આહા ! હશે જ્યારે ભરતક્ષેત્રમાં એક હજાર વર્ષ પહેલાં...આહાહા ! એ પુરુષ પવિત્ર છો પ્રભુ તું, તું પુરાણ છો, પુરાણો છે, નવો નથી એ તો જુનો અનાદિનો...અનાદિ... અનાદિ...જેની ક્યાંય આદિ નથી એવો તું પ્રભુ પુરાણ છો. આહાહા ! એવા મહાપ્રભુના અસ્તિત્વને અનુભવ.... તેમાં તને આત્માના, આનંદનો સ્વાદ આવશે...અને ભવનો અંત આવશે... ભવ નહિ હવે...આહા ! પુરાણ પુરુષ છે એ અનાદિ આત્મા છે. જ્ઞાનં વર્શનમ્ અપિ અયં –તેને જ્ઞાન કહો, ત્રિકાળી હો જ્ઞાયક, જ્ઞાન, ધ્રુવ, જ્ઞાન પારિણામિક ત્રિકાળી ૫૨મ પારિણામિક સ્વભાવ એવો જ્ઞાન, એને દર્શન કહો, તે આ સમયસાર જ છે. આહાહાહા ! ‘અથવા ર્િ' અરેરે ! વધારે શું કહીએ ? આહાહા ! યત્ વિષ્વન અપિ અયન : જે કાંઈ છે તે આ એક જ છે, એના નામ ભલે જુદાં જુદાં પાડો કે આ જ્ઞાન ને આ દર્શન ને આ આનંદ ને સત્તા, અસ્તિત્વ ને વસ્તુત્વ ને...સ્વચ્છત્વ ને... પ્રભુત્વ ને એ નામ પાડો ગમે તેટલા પણ વસ્તુ તો તે અખંડ એક છે. જે છે ઈ એક જ છે. આહાહાહા ! ‘યત્ ધ્વિન ગપિ ઞયમ !' જે કાંઈ છે તે આ એક જ છે. માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે. આહાહાહા ! બહુ સરસ કળશ આવ્યો. એનાં જ્ઞાનમાં નિર્ધાર તો કરે આવું, જ્ઞાનમાં આવો નિર્ધાર કરે કે આ વસ્તુ, પૂરણ ધ્રુવ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એક સમયની પર્યાયમાં પણ જે નથી. એવો પૂરણ પરમાત્મા અનંત ભગવાનસ્વરૂપ, તે વિકલ્પ રહિત થઈને અનુભવી શકાય છે, કેમકે એનાં સ્વભાવથી એ અનુભવાય છે. વિકલ્પ છે ઈ કાંઈ એનો સ્વભાવ નથી, એ તો વિભાવ છે. એ આવે છે ને અલિંગગ્રહણ'માં પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે” છઠ્ઠો બોલ છે ને? આહાહાહા ! શું વાત એય અમૃતચંદ્રાચાર્યનું છે ને અલિંગગ્રહણ. આહાહા! પોતાના સ્વભાવથી જણાય એવો તે ભગવાન પ્રત્યક્ષ જ્ઞાતા છે. આહાહાહા ! એ વિકલ્પથી તો જણાય નહીં પણ પરોક્ષ રહી શકે તેવી એ ચીજ નથી. આહાહાહા ! જો તું તેના તરફ ઢળને ઝુકાવ કર તો. આહાહા ! જે કાંઈ છે તે આ પ્રભુ એક ભગવાન શાયક અનંત ગુણની રાશિ, અનંતગુણની રાશિ, એમાં ગુણભેદનાં વિકલ્પને પણ જ્યાં અવકાશ નથી. એવો એક ગુણરાશિ ઢગલો પડ્યો છે મોટો. આહાહાહા! અનંતગુણનો ડુંગર, સુખનો સાગર કહેવો હોય ત્યારે દરિયો કહેવાય આ મોટપવાળો અનંતગુણનો ડુંગર. જે છે તે એ એક જ છે કહે છે. માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે. ભગવાનને પણ એક હજાર ને આઠ નામે કહેવાય છે ને. સ્તુતિ છે ને ભગવાનની એક હજારને આઠ નામ. અનંત નામથી પણ કહે તોય પુરું પડે એવું નથી. આહાહા! કે જેના ગુણ અનંતા...અનંતા...અનંતા.. અનંતા...અનંતા...અનંતા...અનંતા એવા અનંતાનો અંત નહીં, અનંતાના અનંતાનો અંત નહીં એવો મોટો રાશિ ગુણનો સ્વભાવ છે, વસ્તુ છે, સત્ છે એને કોઈ મર્યાદા છે નહીં, એવી એ ચીજ છે, એને ગમે તે નામથી કહો તો પણ પ્રભુ, એ છે ઈ છે. આહાહા ! ( શ્લોક - ૯૪ ) (શાર્વવિદ્રીડિત) दूरं भरिविकल्पजालगहने भ्राम्यन्निजोधाच्चयुतो दूरादेव विवेक निम्नगमनान्नीतो निजौधं बलात् विज्ञानैकरसस्तदेकर सिनामात्मानमात्मा हरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।।९४।। આ આત્મા જ્ઞાનથી શ્રુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છે શ્લોકાર્ધ - [તોયેવત] જેમ પાણી પોતાના સમૂહથી વ્યુત થયું થયું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે; તેવી રીતે [મચં] આ આત્મા [નિન-ગોવાવ્યુત:] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચુત થયો થકો [ મૂરિ- વિન્ય નાન-દતૂરં-શ્રામ્યન] પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને [તૂરત વ ] દૂરથી જ [ વિવેવ-નિમ્ન- મનાત] વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા [ નિન-મોહેં-વનાત Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૪ ૪૫૯ નીતઃ] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો;[તwp-સિનામ] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [ વિજ્ઞાન - ૫સ: માત્મા] જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા,[માત્માનમ માત્મનિ વ નાદરન] આત્માને આત્મામાં જ ખેંચતો થકો ( અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને), [સવા તાલુકતતાન યાતિ] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ભાવાર્થ - જેમ જળ, જળના નિવાસમાંથી કોઈ માર્ગ બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા, એમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઈ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪. શ્લોક-૯૪ ઉપર પ્રવચન આ આત્મા જ્ઞાનથી શ્રુત થયો હતો તે જ્ઞાનમાંજ આવી મળે છે એમ કહે કહે છે – दूरं भरिविकल्पजालगहने भ्राम्यन्निजोधाच्चयुतो दूरादेव विवेक निम्नगमनान्नीतो निजौधं बलात् विज्ञानैकरसस्तदेकर सिनामात्मानमात्मा हरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।।९४ ।। આ આત્મા જ્ઞાનથી શ્રુત થયો હતો, હવે ઈ કહે છે જરી, તે જ્ઞાનમાં જ આવી મળે છે, પહેલી સિદ્ધિ કરે છે કે એ શ્રુત થયો હતો અનાદિથી, વસ્તુ તો વસ્તુ છે, પણ પર્યાયથી વ્યુત થયો હતો, પર્યાયથી ચુત નહોતો થયો ને અનુભવમાં આવે છે એમ નહીં એમ. આહાહાહા ! આવો ભગવાન આત્મા છતાં, પોતાના સ્વભાવથી (ટ્યુત થયો હતો ) પર્યાયમાં હોં વસ્તુમાં નહીં, વસ્તુ તો વસ્તુ છે. આહાહાહા ! પર્યાયમાં શ્રુત થયો હતો. આહાહાહા ! તે જ્ઞાનમાં જ આવી મળે છે. જે પર્યાયથી ચુત થયો હતો તે જ પર્યાયમાં જાય છે ને એમાં મળી જાય છે, વસ્તુ છે ઈ તો ચુત થતી નથી, એને તો આવરણેય નથી ને મેલેય નથી ને કાંઈ નથી જે છે તે છે દ્રવ્ય, આહાહાહા ! પણ આંહી સમજાવવું છે કે અનુભવ કરવો કીધું તો ત્યારે એ તો પર્યાય થઈ, ત્યારે કે એની પર્યાયમાં ભૂલ તો છે, ત્યારે અનુભવ કરવાનું કહેવાય છે ને પણ ઈ પર્યાયની વાત છે. આહાહાહા ! આત્મા સ્વભાવ જે જ્ઞાન સ્વરૂપ છે, (જ્ઞાનથી) ટ્યુત થયો હતો, તે જ્ઞાનમાં જ આવી મળે છે. આહાહા ! એમાં જ, જે છે તેમાં જ આવીને મળી જાય છે. આહાહા ! એમ હવે કહે છે. હવે આવી વાતું હવે, ઓલી તો દયા પાળવી, માણસો ભેગાં થાય, આ..સવારથી આવવું ધંધો બંધ કરવો, પોષાહ કરો. એમાં વળી સૂઝેય પડે. આહા... એ ક્યાં ચીજ છે એમાં પ્રભુ એ ભગવાન પરિપૂર્ણ છે પ્રવૃત્તિમાં (ક્યાં છે) એ પર્યાયથી ટ્યુત થયો છે એટલું છે. પણ પ્રવૃત્તિ છે એ એની છે બહારની ઈ એની નથી. પર્યાયમાં શ્રુત થયો છે, એટલે એનામાં છે, પણ એથી Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬) સમયસાર સિદ્ધિ ભાગ-૫ આ બહારની પ્રવૃત્તિ બધી જે કરે છે માટે એની છે ને એનાથી છે એમ નથી. આહાહા! મોટા ગજરથ ને...વરઘોડા ને ફલાણા નીકળે આમ, વરસીતપ કરે તે મોટી ઘોડાગાડીને. કેટલાં માણસ બેસે માથે ને આમ ને. (ધમાધમ ) ઈ કહે છે કે ઈ તો તારામાં આવ્યું નથી કોઈ દિ'...તું ફક્ત, પર્યાયથી ચુત થયો છો. આહાહાહા ! (શ્રોતા-એટલો દોષ છે) એટલો દોષ છે, બીજું પરનું ને આ બધું ય તેં કર્યું ને મેં કર્યું એ બધુ કાંઈ છે જ નહિ. એ બધી કલ્પના તો તદ્ન મિથ્યા. આહાહા ! શરીરની ક્રિયાઓ અને વાણીની ક્રિયાઓ એમાં તો તું આવ્યો ય નથી ને તારાથી તે થયું ય નથી. અને એનાથી તું ભ્રષ્ટ થયો છે એય નથી. એ તો તારામાં નથી પછી પ્રશ્ન જ ક્યાં છે? ભગવાન પૂર્ણાનંદ ધાતુ-ધાતુ જે ઉત્પાદ-વ્યય-ધ્રુવ વસ્તુ એ ઉત્પાદ્રવ્યયમાં ચુત થઈ છે. ધ્રુવમાં શ્રુત થઈ નથી. ધ્રુવ તો ધ્રુવ જ છે, ભગવાન સ્વરૂપ ત્રિકાળ છે. આહાહાહા ! પર્યાયમાં અવસ્થામાં ટ્યુત થઈ છે. એથી કરીને પરનું કરે છે એમે ય નથી. આહા ! અને એ ચુત થઈ છે ઈ પરને લઈને શ્રુત થઈ છે, એમે ય નથી. આહાહા! શ્રુત થઈ છે માટે પરનાં કાર્યો કરે છે એમેય નથી અને ચુત થઈ છે માટે કર્મે બીજી ચીજે તેને ગ્રુત કરાવી છે (એમે ય નથી.) એથી કહ્યું ને જેમ પાણી-જેમ પાણી પોતાના સમૂહથી ટ્યુત થયું થÉનદીમાં...નદી ચાલતી હોય ને મોટી એમાંથી પાણી જરી આમ વનમાં વળી જાય-વનમાં વળી જાય નીચા ઢાળમાં, એ પાણી પોતાના સમૂહથી શ્રુત થયું થયું, દૂર ગહન વનમાં ભમતું-ગહન વનમાં એ પાણી નદીમાંથી ઢળતું ઢળતું વનમાં ચાલ્યું જાય આમ ને આમ કહે છે. ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા, એને તરત જ પાછું વાળવું એમ કહે છે. દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પાણીનું વહેણ એ વનમાં હતું ત્યાંથી અટકાવીને એમ કહે છે. પોતાના સમૂહ તરફ બળથી જેની કોર નદી છે પ્રવાહમાંથી આવ્યું'તું ત્યાં પાછું એને વાળી દેવું. આહાહા ! પોતાના સમૂહુ તરફ બળથી વાળવામાં આવે, પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું, પાણીમાં; એના પાણીને લઈને ખેંચાતું પછી કોઈ બહારના જોરની જરૂર નહીં, એ પાણીમાં પાણી ભળ્યું તો એ પાણી, પાણીના જોરે હાલે પછી, એને લઈને ખેંચાતું, ખેંચતું-પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું, એ ઢાળ વાળ્યો એટલે જેની કોર નદી હાલી જાય છે એની કોર પાણી ખેંચાતું, ત્યાં ખેંચાઈ જાય છે. આહા ! પ્રવાહરૂપ થઈને-પછી પાણીમાં ભળીને પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે એ નદીનાં પૂર વહેતાં હોય એમાંથી નીકળ્યું'તું આમ જરી વનમાં, પાછું જઈને ત્યાં ભળી જાય. આહાહા ! તેવી રીતે, આ તો દષ્ટાંત થયો, આ આત્મા નિન–શોધાતુ વ્યુત: આહાહા ! પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી વ્યુત નિન-મૌધાતુ-વ્યુત: ભાષા તો એવી છે પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી વ્યુત થયો થકો-એનો અર્થ કે જે પર્યાય વિજ્ઞાનઘનસ્વભાવ જોઈએ તે તરફ નથી, એટલે વિજ્ઞાનઘનથી તો ટ્યુત થઈ છે મૂળ થઈ છે તો પર્યાય (ટ્યુત ), વિજ્ઞાનઘનસ્વભાવ છે એ કાંઈ ચુત થતો નથી. આહાહાહા! આ આત્મા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી વ્યુત થયો થકો, પર્યાયમાં હોં. આહાહા ! મૂરિ– વિત્પનાન–દનેતૂરં–શ્રાપ પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં એટલા વિકલ્પની જાળું ઊભી કરે. આહાહા! Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૪ ૪૬૧ એક પછી એક, એક પછી એક, એક પછી એક વિકલ્પ, પૂણીમાં પૂણી સાંધે જેમ-૩ની પૂણી (કાંતતા કાંતતા) એક થઈ રહે ને બીજી જોડે (એ રીતે ) એ વિકલ્પની જાળ, જાળ હોં? છે ને! મૂરિ–વિવેકપંનીન–ાહને પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો, શરીરમાં ને પરમાં ભમતો એમ નહીં, શરીરમાં કે કર્મમાં કે પરમાં ભમતો એમ નહીં. આહાહાહા ! પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં, આહાહા.... ભગવાન આખો વિજ્ઞાનઘન ભગવાન તેના તરફની પર્યાયમાં શ્રુત થઈને, પર્યાયમાં એ વિકલ્પજાળ ગહન વન–એટલી વિકલ્પની જાળ ઊભી કરી કે જેમાંથી ગહનપણું-ગંભીરપણું ઊંડાણ ઊંડાણ હાલ્યો જ જાય વિકલ્પની જાળમાં. આહાહા! પ્રપુર– મૂરિ– વિત્પના–સાહન –ગહન, ગહન વન વિકલ્પની જાળ તે પણ પાર ન મળે. આહાહા ! ભગવાન વિજ્ઞાનઘનસ્વભાવ તરફ ઝૂકાવ છોડીને, પર તરફના ઝૂકાવના જાળના ગહન વનમાં ( વિકલ્પોથી) ત્યાં ભમી ગયો, વનમાં દૂર ભમતો થકો-વિકલ્પની જાળ, સ્વભાવથી ભિન્ન દૂર છે ને? વ્રત–તેને દૂરથી જ દૂરથી જ એટલે ત્યાં ન જાય ત્યાં પાછી વાળી લે એમ કીધું વિકલ્પ આઘા, લાંબા ન જાય...પાછા વાળી લ્ય (એટલે કે) દૂરથી જ વિવે–નિમ્ન– નામના વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા-ભેદજ્ઞાન,આહાહા! વિવેકરૂપી ભેદજ્ઞાનનો ઢાળવાળો મારગ જેમ ઓલું પાણી ઢાળ માર્ગે નદીમાં હાલ્યું જાય તે એ વહેતું વહેતું નદીમાં હાલ્યું જાય, એમ વિવેકરૂપી ઢાળ-એ વિકલ્પથી ભિન્ન પડવાનો ભેદજ્ઞાનરૂપી ઢાળ(રૂપી) મારગ દ્વારા નિન–ગોવં–વનાત્ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ, બળથી વાળવામાં આવ્યો. આહાહા ! પર્યાયને. વિજ્ઞાનઘન તો છે ઈ છે. આહા...હા ! પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો, એટલે એમ કે પોતાના પુરુષાર્થથી કર્યું છે કામ. કર્મ કંઈ ઘટયું ને કર્મ કાંઈ મારગ આપ્યો ને...આમ એ નથી, એમ કહે છે. પોતાના બળથી પોતાના વિજ્ઞાનઘન સ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. જીવને આહાહા ! ત––સિનામું -કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને, આહાહા ! એ વિકલ્પનો જે રસ હતો તે પાછો વાળ્યો તે વિજ્ઞાનઘનના રસના રસીક જીવ. આહાહા! એ આનંદના રસના રસીલા જીવ અંદરમાં વળી ગયા કે' છે. આહાહા! કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા જીવ એટલે -એકલા વિજ્ઞાનઘનના જ રસીક, વિકલ્પમાત્ર નહીં, પર્યાયનો આશ્રય નહીં. આહાહા ! એકલા વિજ્ઞાનઘનના “જ” આ એકાંત કર્યું. (શ્રોતા-છ આવશ્યક ક્યારે કરવા ?) એ આવશ્યક આ. છ એ આવશ્યક આવી ગયા. અરે દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે તેય અઆવશ્યક (છે ). આવે છે ને “નિયમસાર'માં કાલે સજજાય આવી ગઈ હતી, દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણનો વિચાર કરે એ અનાવશ્યક અરે શુભરાગ આવે ભગવાનની ભક્તિનો એય અનાવશ્યક આવશ્યક નહીં. આવું છે. વિજ્ઞાનg૨H: માત્મા, પણ કોને ? ત૬ સિનામ વિજ્ઞાનઘનના રસિલા પુરુષોને, વિજ્ઞાન-–૨: માત્મા, જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. વિજ્ઞાનઘનના રસિલા પુરુષોને, વિકલ્પોને દૂરથી જ પાછા વાળીને, જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. વિજ્ઞાનધનના રસિલા પુરુષોને, એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. આ એની પદ્ધતિ ને રીત છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એવો તે આત્મા, આત્માને આત્મામાં જ ખેંચતો થકોજેમ ઓલું પાણી, પાણીને ખેંચતું હતું ને ? પાણી ત૨ફ જતાં પાણી ખેંચતું'તું ને પાણી...એમ આ બાજુ આત્માને આત્મામાં જ અંદર એકાગ્ર થતો, ખેંચતો થકો એટલે અંદર લીન થતો થકો, જ્ઞાન જ્ઞાનને ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને સવા નતાનુ૫તાન્—આયાતિ -સદા વિજ્ઞાનસ્વભાવમાં આવી મળે છે. આહાહા ! એ વિકલ્પ તરફના વલણને છોડી, જે વિજ્ઞાનનથી પર્યાયમાં ભ્રષ્ટ થયો હતો, તે જ પર્યાયને અંદરમાં વાળતાં, વિજ્ઞાન જ જેનો એક ૨સ છે, તેને વિજ્ઞાનથનરસ થઈ જાય છે, એને બીજું બાકી કાંઈ રહેતું નથી. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ ) ૪૬૨ પ્રવચન નં. ૨૨૫ શ્લોક-૯૪-૯૫ રવિવા૨, વૈશાખ વદ-૨, તા. ૧૩/૫/૭૯ સમયસાર કળશ-૯૪ એનો ભાવાર્થ છે. જેમ જળ, જળનાં નિવાસમાંથી કોઇ માર્ગે બહાર નિકળી, વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઇ ઢાળવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાનાં નિવાસસ્થાનમાં આવી મળે; એ દૃષ્ટાંત છે. તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી, જ્ઞાન ને આનંદ સ્વભાવ... એની રુચિ છોડી અને મિથ્યાશ્રદ્ધા, રાગાદિનો કર્તા અને મિથ્યાત્યાદિનું મારું સ્વરૂપ એમ મિથ્યાત્વાદિના ભાવે સ્વભાવથી બહા૨ નીકળ્યો, જ્ઞાન ને આનંદ સ્વભાવ, નિત્ય, સત્તા પોતાનું મૌજુદગી, અસ્તિત્વ આપનાર પ્રભુ, તેની સત્તાનો સ્વીકાર કર્યા વિના એકલો રાગાદિનો સ્વીકાર એ મિથ્યાત્વનાં માર્ગે, સ્વભાવનાં માર્ગથી છૂટી ગયો એ... આહા ! J, મિથ્યાત્વનાં માર્ગે, સ્વભાવથી બહાર નીકળી, વિકલ્પોનાં વનમાં ભ્રમણ કરતો હતો. એક પછી એક વિકલ્પ રાગની વૃત્તિઓ, એમાં ભ્રમણ કરતો હતો... વિકલ્પરૂપ વનમાં ભ્રમણ કરતો હતો, આહા ! “ કોઇ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા ” આહાહા ! સ્વભાવ ચૈતન્ય કાયમ, નિત્ય ધ્રુવ અને રાગ પરલક્ષી, કૃત્રિમ, બંધ સ્વરૂપ, એમ બેનાં ભેદજ્ઞાનનાં લક્ષણ દ્વારા રાગનું બંધનું લક્ષણ રાગ, ભગવાન આત્માનું લક્ષણ જ્ઞાન, બેનાં લક્ષણભેદે, અંતર ભેદશાન કરી, ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો એટલે કે સ્વભાવની દૃષ્ટિ ને રુચિ થઇ, એ રુચિ જ પોતાને ખેંચે છે અંદર તરફ, પાણીમાં જેમ ભેગું ભળતાં પાણી પાણીને ખેંચીને ભેગું ભળી જાય છે, પછી પાણી, પાણીને ખેંચીને પ્રવાહમાં જાય છે, એમ સ્વભાવ, શુદ્ધ, પૂરણ સ્વભાવ, પ૨માત્મા, સત્તા સ્વરૂપ પ્રભુ, એની જ્યાં દૃષ્ટિ, ભેદજ્ઞાન થયું રાગથી એ પોતાનો સ્વભાવ જ પોતા તરફ ખેંચે છે હવે. ૫૨ ત૨ફથી છૂટી ગયો. સ્વ તરફનાં ઝૂકાવમાં, પોતાનો સ્વભાવ જ ખેંચતો થકો, એને ૫૨ની કોઇ મદદ ને અપેક્ષા રાગની વ્યવહારની નથી, એમ કહે છે. ( શ્રોતાઃ-ત્રિકાળી સ્વભાવ ખેંચે છે કે પર્યાય ) એ પર્યાય, પર્યાય.., ત્રિકાળી નહીં પર્યાયમાં સ્વભાવનું રાગથી ભિન્ન પડયું, તો એ પર્યાય સ્વભાવ એવો છે કે સ્વતઃ ખેંચાય અને અંત૨ તરફ જાય છે. પર્યાયની વાત છે. પર્યાય એની તરફ ઢળે છે, પોતાનાં સ્વભાવને પોતે ખેંચે છે અંદ૨માં, જેને ૫૨ની કોઇ અપેક્ષા નથી. આહાહા ! રાગ કે વિકલ્પ કે દેવ ગુરુ ને શાસ્ત્ર એ પણ પરદ્રવ્ય છે. તેની પણ જયાં ( અપેક્ષા નથી ), રાગથી જ્યાં ભિન્ન ભેદજ્ઞાન થયું તે જ્ઞાનની Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૪ ૪૬૩ પર્યાય સ્વાભાવિક પોતાના તરફ ખેંચે છે. આહાહા! રાગ, રાગ તરફ ખેંચાતું હતું, એક પછી એક પછી એક રાગ. આ રાગના લક્ષણને બંધ લક્ષણ જાણી, અંતર અબંધ સ્વરૂપ તરફનો ઝુકાવને ઢળતો ઢાળવાળો માર્ગ, એ બાજુ, સ્વભાવમાં ઢળતો માર્ગ, સ્વભાવમાં વળતો મારગ, એ મારગ, મારગને ખેંચીને અંદરમાં એકાગ્ર થાય છે. આહાહા ! આમ છે. પોતે જ પોતાને ખેંચતો આ તો પર્યાયની વાત છે. દેષ્ટિ ભલે દ્રવ્ય પર છે, પણ પર્યાયમાં રાગથી ભિન્ન પડયો એ સ્વભાવની પર્યાય પોતે જ પોતાને ખેંચતો પોતાનાં વિજ્ઞાનઘન સ્વભાવમાં જોયું?એ ત્રિકાળ પોતે પોતાને ખેંચતો એ નિર્મળ પર્યાય છે, રાગથી ભિન્ન પડેલી. આહાહા ! એ આત્મા આનંદનો સાગર, અમાપ, ગુણનો ભંડાર, એનાં તરફથી ઝુકાવને લઇને, એની દશા તેના સ્વભાવ તરફ ખેંચાય છે. આહા!પર તરફનું જે ખેંચાણ રાગને પોતાનું જાણ્યું હતું, પોતાનું માન્યું હતું તે, તેથી તેમાં તેનું ખેંચાણ હતું. આહા! પોતાની મૌજુદગી, હૈયાતી, સત્તાનું સત્ત્વ, સનું સત્ત્વ, સત્ એવો પ્રભુ, એનું સત્ત્વપણું એટલે ગુણ ને અનંતાદિગુણ, એની દષ્ટિને લઇને, તે દૃષ્ટિનું જોર સ્વભાવ તરફ ખેંચે છે. આહાહા! (શ્રોતા - શ્રુતની લબ્ધિ, દેશનાંલબ્ધિ..) :- હૈ.? એ લબ્ધિ-બબ્ધિ અહીંયા નહીં. એ દેશના–બેશનાં લબ્ધિ અહીંયા નહીં. એ તો કયાંય પરમાં ગઈ. દેશનાલબ્ધિથી થયેલું જે જ્ઞાન, તે પણ પરલક્ષી છે. આહાહા! અહીંયા તો પર તરફનાં, લક્ષનાં ઝુકાવમાં હતો. તે ગુલાંટ મારે છે પલ્ટો મારે છે કેમ કે પર્યાયને પલટવાનો સ્વભાવ છે, એ જ્યાં સ્વભાવ તરફ ઢળે છે, ત્યારે ત્યાં પલટો ખાઇને સ્વભાવ સન્મુખ, જુઓ પોતામાં પોતે પોતાને ખેંચતો એ દશા, પોતાનાં વિજ્ઞાનઘન એ ત્રિકાળ, પોતાનાં વિજ્ઞાનઘન એ સ્વભાવ, જેમાં વિકલ્પનો અવકાશ તો નથી, પણ જેમાં વર્તમાન જે પર્યાય એનાં તરફ ઢળે છે, એ પર્યાયનો પણ એમાં અવકાશ નથી. આહાહા ! એ તરફ પર્યાય ખેંચાય છે, પોતાનાં વિજ્ઞાનઘન સ્વભાવમાં આવી મળે છે. જેમ પાણીનાં પૂરમાંથી પાણી ખેંચાઇને વનમાં જતું હતું, ઢાળમાર્ગે પાછું નદીના પ્રવાહમાં વયું ગયું. એમ પ્રભુનો પ્રવાહ વિજ્ઞાનઘન છે. આહાહા ! જેમ નદીનું પૂર ચાલ્યું જતું હતું, એમાંથી પાણીનો થોડો ભાગ આમ નીકળીને વનમાં જતું હતું જઇને ઢાળમાર્ગે પાછું ભળી ગયું એમ ભગવાન વિજ્ઞાનઘન છે. (એનું જ્ઞાન) રાગનાં પરનાં માર્ગે ઢળી ગયેલું હતું, એને પોતે પોતાના સ્વભાવ તરફનાં રાગથી ભેદજ્ઞાન પડેલાં ભાવથી, તે ભાવ ખેંચતું ત્યાં પ્રવાહમાં ભળી ગયું, પાછું જે આમ બહાર હતું. ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, પાણીનો પ્રવાહ આમ હતો, આ ધ્રુવ પ્રવાહ, આહાહા. એમાં એ નિર્મળ પર્યાય એમાં ઢળી ગઈ, ભળી ગઈ, ભળી ગઇનો અર્થ? ઢળી ગઈ છે, કંઇ પર્યાય ને વિજ્ઞાનઘન એક થતાં નથી. પણ આમ જે વલણ ને ઝુકાવ હતો, ભેદજ્ઞાન વડે વિજ્ઞાનઘન સ્વભાવ તરફ મળી ગયો ઝુકાવ, એનું નામ આત્માનો અનુભવ છે. એનું નામ એ આવ્યું છે ને ગાથામાં એને સમ્યગ્દર્શન ને જ્ઞાન નામ પમાય છે. વ્યપદેશમ્” નવરંગ વ્યપદેશમ્ શબ્દ છે. આહાહા ! એ ભગવાન પોતાનો વિજ્ઞાનઘન સ્વભાવ, તેમાં જે વર્તમાન પર્યાય આમ ઢળે છે, તે અનુભવ છે, એ અનુભવમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, “વ્યપદેશ' તેવી સંજ્ઞા ત્યાં મળે છે, કે આ સમ્યગ્દર્શન ને જ્ઞાન; આમાં ચારિત્રની વ્યાખ્યા Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ નથી, અહીંયા તો એકલું સમ્યગ્દર્શન ને જ્ઞાન, સ્વરૂપાચરણ છે તે વાતને ગૌણ રાખ્યું છે. આહાહા ! ( શ્રોતાઃ- આગમ પ્રમાણે શ્રદ્ધા ખરી કે નહીં ?) આગમ પ્રમાણે શ્રદ્ધા, એ રાગ છે. (શ્રોતાઃ- આવું તો કો’ક જ કરી શકે ?) એ તો રાગ છે. (શ્રોતાઃ- આવું તો બે–ચાર જ કરી શકે ?) કરી શકે છે કેટલાં એનું અહીંયા કામ નથી, કરી શકાય છે આ રીતે. અનંત કરી ગયા અનંત, કરી શકાય છે, તો અનંત કરી ગયા. આહાહા ! બપોરે તો નહોતું આવ્યું પ્રવચનસાર, મુનિરાજ એમ કહે છે, અરે ! પુરુષને પ્રેમવાળી સ્ત્રી, જેમ પુરુષને મળવાં જાય છે, એમ અંદર શુભરાગને મળવાં વ્યભિચાર તરફ જાય છે, એનાથી હું પાછો વળું છું, એનો હું નિકંદન ક૨વાં મેં કટીબદ્ધ, કડબદ્ધ, કેડબાંધી છે. આહાહા ! એ વ્યભિચારી સ્ત્રી જેમ પ્રેમપાત્રને મળવાં જાય છે, એમ અમે આ શુભભાવ એ વ્યભિચારી છે, ત્યાં જ્યાં આમ જાય છે, વે એમાં એને એનું નિકંદન કરવા અમે તૈયાર થયા છીએ. આહાહા! પંચમઆરાનાં પંચમઆરામાંથી હજાર વર્ષ પછી થયા સાધુ એ એમ પોકારે છે. આહાહા ! અમને આવો કાળ છે માટે અમે કરી શકતા નથી, એમ નથી ત્યાં કહ્યું. આહાહા ! ચીજ છે તેને કાળ જ લાગુ પડતો નથી, પ્રશ્ન શું ? ત્રિકાળી છે, તેને વર્તમાન પર્યાય પણ જ્યાં ૫૨કાળ તરીકે કહેવાય છે. આહાહા ! એને પાંચમાં આરો ને ચોથો આરો ને હલકો આ૨ો છે ને ઢીંકળો આરો છે ને એ ત્યાં લાગુ નથી પડતું. આહાહા ! એ તો શુભભાવનો અભાવ કરવા, નિકંદન કરવાં કેડ બાંધી છે, એમ કહે છે. અહીં તો મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ત્વ ત૨ફ ઢળે છે, એટલી જ અહીંયા તો વાત છે, અહીંયા તો આટલી જ વાત છે, ૧૪૪ ગાથા છે ને કા૨ણકે એને સમ્યગ્દર્શન ને જ્ઞાન વ્યપદેશ, તેને સમ્યગ્દર્શન, જ્ઞાન, સંજ્ઞા, વ્યપદેશ, નામ મળે છે, આહાહા ! આવું સ્વરૂપ છે. એ ૯૪. શ્લોક-૯૫ (અનુષ્ટુમ્ ) विकल्पक: परं कर्ता विकल्पः कर्म केवलम् । न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।। ९५ ।। હવે કર્તાકર્મ અધિકા૨નો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છેઃ શ્લોકાર્થ:-[વિજ્ઞ: પરં ર્તા ]વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને[વિજ્ય: હેવલમ્ ર્મ ]વિકલ્પ જ કેવળ કર્મ છે; ( બીજાં કોઈ કર્તા-કર્મ નથી; )[ સવિqચ] જે જીવ વિકલ્પસહિત છે તેનું[ Íર્મ ] કર્તાકર્મપણું [ ખાતુ ] કદી [ નશ્યતિ ન] નાશ પામતું નથી. ભાવાર્થ:-જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૯૫ અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫. શ્લોક-૯૫ ઉપર પ્રવચન विकल्पकः परं कर्ता विकल्प: कर्म केवलम् । न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।।९५।। ૪૬૫ વિકલ્પક: મિથ્યાત્વનો વિકલ્પ ક૨ના૨, “કઃ” છે ને.. વિકલ્પકઃ છે, મિથ્યાત્વનો ક૨ના૨ એમ કહેવું છે. આહાહા ! સ્વરૂપ વિજ્ઞાનન પ્રભુ એનાં ત૨ફનાં ઝુકાવને છોડીને, મિથ્યાત્વભાવનો ક૨ના૨ો જ મિથ્યાત્વને કરે છે, આહાહા !વિકલ્પક: એ મિથ્યાત્વને ક૨ના૨ જ કેવળ મિથ્યાત્વ કર્તા છે. આહાહા ! એમ કહ્યું એમાં કે ઇ ભઈ, વિકલ્પ જે મિથ્યાત્વનો છે, એ કોઇ દર્શન મોહનીય કર્મ છે, માટે આ થયો છે, એમ નથી. એ વિકલ્પક: કર્તા, એ મિથ્યાત્વભાવ જ. આહાહા ! અશુદ્ધભાવ જ એનો કર્તા છે. અશુદ્ધભાવ અશુદ્ધભાવનો કર્તા છે, મિથ્યાત્વ એ મિથ્યાત્વનો કર્તા છે, એમ કહીને કંઇ કર્મ કોઇ કર્તા છે ને કર્મનો ઉદય આવ્યો આકરો એને માટે આ વિકલ્પ આવ્યો છે, ને મિથ્યાત્વ થયું છે, એમ નથી. આહાહા ! વિકલ્પ ક૨ના૨ જ મિથ્યાત્વ કરનાર જ, રાગ ને અશુદ્ધતાને પોતાની માનનાર, રાગ ચાહે તો શુભ હો.. એ તો બપો૨ે આવી ગયું છે ને એ તો દુઃખનાં વિજયને જાહેર કરે છે. શુભભાવ, પુણ્યબંધ થઇ સામગ્રી મળે, તેની તૃષ્ણા ત૨ફ ઢળે ને દુ:ખ ત૨ફ જ તેનો વેગ છે. આહાહા ! એ દુઃખને જાહેર કરે છે, શુભભાવ પણ દુઃખને જાહેર કરે છે, શુભભાવમાં દુઃખનો વિજય છે, પ્રભુનો એમાં પરાજય છે. આહાહા ! અહીંયા વિકલ્પ જ ક૨ના૨ છે એમ વિકલ્પ ક૨ના૨ જ એ મિથ્યાત્વ જ મિથ્યાત્વનો ક૨ના૨ છે એમ, કર્મને લઇને આ મિથ્યાત્વ કરનાર લઇને મિથ્યાત્વ થયું એમ નથી. આહાહા ! કા૨ણકે પોતાનું અસ્તિત્વ જ ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્તમાં જ એનું અસ્તિત્વ સમાઇ જાય છે. ઉત્પાદ–વ્યય એટલે પર્યાય ને ધ્રુવ એમાં જ એનું અસ્તિત્વ સમાઇ જાય છે, હવે એનાં અસ્તિત્વમાં પોતાની ભૂલ, પોતાથી થાય છે, એનાં અસ્તિત્વમાં એનાં અસ્તિત્વથી તેની ભૂલ પોતાથી થાય છે. આહાહા ! ૫૨ને ને એને કંઇ સંબંધ નથી, એમ કહે છે. แ વિકલ્પ કરનાર જ ‘જે’ છે ને ? કથંચિત્ કર્મ મિથ્યાત્વને કરે ને કથંચિત્ મિથ્યાત્વ મિથ્યાત્વને કરે એમ અનેકાંતથી કહે છે એ એમ નથી. એકાંત આમ છે તે જ અનેકાંત છે. મિથ્યાત્વ મિથ્યાત્વને કરે છે ને કર્મથી તે થતું નથી, એ અનેકાંત છે. આહાહા ! એટલું જોર છે “કઃ” શબ્દમાં, વિકલ્પક: આહાહા !વિકલ્પોનો ક૨ના૨ો જ કેવળ કર્તા છે. આહાહા ! કેવળ કર્તા, એકલો કર્તા, એ જ કર્તા, બીજો કોઇ કર્તા, કર્મ ? કે નહીં. આહાહા ! અને વિકલ્પકઃ કેવળ કર્મ, કર્તા લેવોતો ને એટલે વિકલ્પકઃ કર્યો હતો હવે એને કર્મ બનાવવું છે, કાર્ય એટલે પછી “કઃ” ની કાંઇ જરૂર નહીં. વિકલ્પ એક કેવળ કર્મ, મિથ્યાત્વ જ કેવળ કાર્ય છે. મિથ્યાત્વ જ કેવળ કાર્ય છે. આહાહા ! બીજા કોઇ કર્તા-કર્મ નથી, બીજું કોઇ કર્તા ને મિથ્યાત્વ કર્મ, એમ નથી. આહાહા! Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એનું જે અસ્તિત્વ છે, એને પરનાં અસ્તિત્વ સાથે કોઈ સંબંધ નથી, પોતાનો જે ઉત્પાદ– વ્યય ને ધ્રુવનું જેટલું અસ્તિત્વ છે, તે અસ્તિત્વમાં, ઉત્પાદવ્યયનાં મિથ્યાત્વભાવમાં કરનારો એ મિથ્યાત્વભાવ જ છે. સ્વભાવ સન્મુખ ન થયો, મહાપ્રભુ જોડે બિરાજે છે, આહાહા... પર્યાયને અંતર્મુખમાં અંતરાત્મા, પૂર્ણ–આત્મા, જ્ઞાયકભાવ, પરમ સ્વભાવભાવ બિરાજે છે, તે તરફનું લક્ષ છોડી, પામરનાં મિથ્યાત્વભાવમાં લક્ષમાં આવી, તે તેનું કર્મ, કર્તા ને તે તેનું કાર્ય બસ. આહાહા! પરદ્રવ્યની હારે કાંઇ સંબંધ નથી. પરદ્રવ્ય છે એ પણ ઉત્પાદ-વ્યય ને ધ્રુવવાળાં પદ્રવ્ય પણ તેનાં કાર્ય વિનાનો કોઇ દિ' નથી, તો તેનાં કાર્યથી આત્માનું કાર્ય થાય કે આત્મા પણ મિથ્યાત્વનાં કાર્યકાળે તે મિથ્યાત્વનું જ કર્તા છે, તેનું કાર્ય બીજો કોઇ કરે તો આ કાર્ય વિનાની દશા થઇ જાય છે, કાર્ય વિનાની દશા, એટલે પર્યાય વિનાનું દ્રવ્ય તે દ્રવ્ય જ હોઇ શકે નહીં. આહાહા ! વિકલ્પ જ કેવળ કર્મ કાર્ય છે, એ મિથ્યાત્વભાવ, ચિદાનંદપ્રભુનો સ્વીકારનો અભાવ અને અશુદ્ધતાનો સ્વીકારનો અભાવ, છે તો તેના અસ્તિત્વમાં પુણ્યભાવ તરીકે તે જ મિથ્યાત્વ તે જ કરનાર છે, ને તે જ મિથ્યાત્વ નામ અશુદ્ધભાવ તે તેનું કાર્ય છે. આહાહા ! અશુદ્ધતા છે તીવ્ર મિથ્યાત્વની માટે કોઈ કર્મનાં કોઇ નિમિત્તનું અનુભાગનું કંઇ જોર હતું માટે ત્યાં થયું છે, તેનું જરી પણ મિથ્યાત્વનાં કાર્યમાં તેની કોઇ પણ મદદ છે, એમ નથી. આહાહા ! (શ્રોતા - આવો શુદ્ધાત્મા પોતાની મેળે, કેવી રીતે ભૂલ કરે?) એ ભૂલ પોતે પોતાથી પોતે ભૂલ કરી છે, શુદ્ધાત્મા તો ત્રિકાળી છે, એ અનાદિ છે, ભૂલ કરી એ પણ અનાદિ છે, જો ભૂલ ન હોય તો આનંદનું વેદન જોઇએ. કેમ કે, એ તો ભગવાન આનંદસ્વરૂપ છે, અને તેનાં કાર્યને નહીં કરતાં, રાગને કરે છે એ સ્વતંત્ર કરે છે. ખરી રીતે તો એ મિથ્યાત્વ ને રાગ ષકારકપણે પરિણમતું કરે છે, જેને પરની અપેક્ષા તો નથી, પણ પોતાનાં દ્રવ્યગુણની અપેક્ષા જેને નથી. આહાહા ! એવું એ મિથ્યાત્વ કર્તા, અશુદ્ધ એનું કાર્ય તે ષકારકનાં પરિણમનથી થાય છે. અશુદ્ધ કર્તા, અશુદ્ધ કર્મ, અશુદ્ધ સાધન, અશુદ્ધ પોતા માટે કર્યું, અશુદ્ધથી થયું, અશુદ્ધનાં આધારે થયું. આહાહા ! તેથી એમ કહ્યું, વિકલ્પ જ કેવળ એનું કાર્ય છે, રાગ જ એનું કાર્ય છે, મિથ્યાત્વ જ એનું કાર્ય છે. આહાહા! ભારે કામ ભાઈ ! બીજા કોઈ કર્તા-કર્મ નથી. જરીએ કોઈ બીજાનાં અસ્તિત્વ અનંત છે, એથી એમાં કર્તા નથી. એ તો ભાઈ આવ્યા'તા ત્યાં મુંબઇ, એક રામદાસ છે. પચાસ કરોડ, મોટી કંપની નામ શું કાંઇક છે? (કિલાચંદ) કિલાચંદ, પચાસ કરોડ, વિષ્ણુ છે, બૈરાઓ આપણાં જૈન છે, શ્વેતાંબર આવ્યા'તા કર્તા છે, કર્તા છે,દર્શન કરવા આવ્યા હતા નાળિયેર મુકયું, એક હજાર રૂપિયા મુક્યાં, મેં કીધું કર્તા છે તો એટલું સમજો, નરસિંહ મહેતાએ તો એમ કહ્યું કે, જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્હયો નહીં. ત્યાં તો આત્મા ઉપર મુકયો છે, જ્યાં લગી ઈશ્વર ને આત્મા જાણ્યો નહીં, એક વાત. અને જ્યાં લગી આત્મા તત્ત્વ ચિક્યો નહીં તે એમ સિદ્ધ કરે છે કે, તે એક તત્ત્વ સિવાય, બીજા તત્ત્વો પણ છે, ભલે આ સર્વજ્ઞની શૈલી પ્રમાણે ત્યાં નથી, ત્યાં તો એક ઓથે-ઘે જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્હયો નહીં. ત્યાં આત્મા સિવાય, બીજા તત્ત્વોને જાણ્યાં, બીજા તત્ત્વો છે. તારાં તત્ત્વ સિવાય ઈશ્વર તત્ત્વ છે એમ ભલે તું કહે પણ આને તેં જાણ્યું નહીં Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૯૫ ૪૬૭ ને એને જાણ્યું... આહાહા... એમ થયું ને એમાં ? ભાઈ, તમે શાંતિથી વિચાર કરો, પોતાનું અસ્તિત્વ છે, પોતાનું અસ્તિત્વ ઉત્પાઠ્યય અને ધ્રુવ એટલામાં જ સમાઇ ગયું છે. અત્યારે પણ અને ત્રિકાળ એની પોતાની ઉત્પાદ્બયની સત્તાની મર્યાદા સિવાય બહાર મર્યાદા એની જાતી નથી કોઇ દિ', એવાં ઉત્પાદ્, વ્યય ને ધ્રુવવાળું હવે એને તો ઇ ન બેસે, ઉત્પાદ્-વ્યય ને. પણ અહીં તો કહે છે કે, ધ્રુવ તો છે, પણ અહીંયા એને ભૂલીને મિથ્યાત્વભાવ જે પર્યાયમાં કર્યો છે, તે સ્વતંત્ર કર્તા થઇને કર્યો છે. આહાહા ! સ્વતંત્ર કર્તા થઇને કર્યો છે ને સ્વતંત્ર કર્તા થઇને તોડી શકે છે. તોડી શકે છે, એ પણ એક કથન અપેક્ષા છે, સ્વભાવ સન્મુખ ઢળે છે એટલે એ ભાવ ઉત્પન્ન થતો નથી, તેને તોડે છે એમ કહેવું, એ કહી શકાય ઉપદેશની શૈલીમાં. આહાહા! “સવિકલ્પસ્ય જ એ જે જીવ વિકલ્પસહિત છે, આહાહા ! જે જીવ નિર્વિકલ્પ ભગવાન વિજ્ઞાનનથી સંસ૨ણું ખસી ગ્યો છે, સંસ૨ણ ખસી ગયો છે, મિથ્યાત્વરૂપી સંસાર છે. આહાહા ! સ્વભાવ, વિજ્ઞાનઘન છે, તે મુક્ત સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ કહ્યું, મુક્ત સ્વરૂપ. એ પર્યાયમાં બંધભાવમાં રાગમાં આવ્યો, એ પણ સ્વતંત્રપણે રાગનો કર્તા થઈને કાર્ય કરે છે. આહાહા ! વાંધા છે આ બધાં ઘણાં... એ ક૨મને લઇને કાંઇક થાય, કરમ કાંઇક–કાંઇક કરે અંદર શેમાં કરે ઈ ? પોતાનાં અસ્તિત્વમાં કરે કે કો'કનાં અસ્તિત્વમાં કરે ? આહાહા ! બીજાનાં અસ્તિત્વના ઉત્પાદ્-વ્યયનું અસ્તિત્વ છે,અને આનું અસ્તિત્ત્વ ત્યાં જાતું નથી,ને આનું ઉત્પાદ્-વ્યય ત્યાં જાય તો આ ઉત્પાદ–વ્યય વિનાનું દ્રવ્ય, દ્રવ્ય જ રહેતું નથી, એ પોતાના જ ઉત્પાદ્, વ્યય ને ધ્રુવની સત્તામાં જ અનાદિ-અનંત પોતે છે. એ સત્તાને ભૂલીને ત્રિકાળી સત્તાને ઉત્પાદ્-વ્યય ભલે એ સત્તા એની છે, પણ તે અંશરૂપ સત્તા છે. ત્રિકાળી મહાસત્તા પ્રભુની તેને ભૂલીને, મહાપ્રભુ, ચૈતન્ય ભગવાન, ૫૨મેશ્વર પ્રભુ, આહાહા ! આપણે આવ્યું'તું આમાં વિજ્ઞાનઘન એક જ ભગવાન છે, પેલામાં આવી ગયું છે ૯૩ માં, વિજ્ઞાનએકરસ, ભગવાન આત્મા, છે ? વિજ્ઞાન એક ૨સ ભગવાન એવો જે ભગવાન, છે ? આ...હા...હા... એ તો વિજ્ઞાન૨સઘન ભગવાન સ્વરૂપે છે, એ પર્યાયમાં ભૂલ કરીને કા૨ણ કે બે માંથી એક તો હોય ને ? કાં એનું દ્રવ્ય વિજ્ઞાનઘન ઉ૫૨ લક્ષ હોય, કાં એનું વર્તમાન અંશ પર (લક્ષ ) હોય, સત્તા તો બે ય છે. એટલે કાં એનું લક્ષ ત્રિકાળી ઉ૫૨ હોય તો તો ભૂલ ન થાય, અને ભૂલેલો છે એનો અર્થ, એ વર્તમાન પર્યાયમાં એની સત્તામાં, એનાં અસ્તિત્વમાં, પૂરણ સ્વરૂપથી વિરૂદ્ધભાવ એવાં મિથ્યાત્વને પોતે સ્વતંત્રપણે કર્તા થઇને કરે છે. આહાહા ! ( શ્રોતાઃ- પૈસા, દાન આપીને કેટલાંક કામ સુધારી દઈએ છીએ ) ધૂળેય સુધારતાં નથી, આ દાકતરો દવા-બવા કરીને સુધારતાં હશે એમ ને... ? આ દાકતર રહ્યાં ત્રણેય...વકીલો બીજાને જીતાવી દેતાં હશે ? આહા ! દરેક દ્રવ્યનું ઉત્પાદ્વ્યય ને ધ્રુવની સત્તામાં જ જેનો સમાવેશ છે. આહાહા ! આ તો વસ્તુનું સ્વરૂપ છે, એની ઉત્પા–વ્યયમાં ભૂલ કરે અને ટાળે, ૫૨ને લઈને નહીં ને સ્વને લઇને નહી... ત્રિકાળીમાં નહીં. આહાહા ! આવું સ્વરૂપ છે. જે જીવ વિકલ્પ સહિત છે, જેમ ત્રિકાળી વિજ્ઞાનઘન છે, તેમ જે જીવ રાગસહિત છે, અને તે જ હું છું એમ માન્યું છે, આહાહા ! આમ પ્રભુ, ત્રિકાળી વિજ્ઞાનઘન છે, તે છે, તે તે રીતે જ છે. એનાથી વિરૂદ્ધ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જેણે રાગસહિત છે એમ જાણ્યું છે, તેનું કર્તા-કર્મપણું કદી નાશ પામતું નથી.” આહાહા ! શ્લોક તે શ્લોક છે ને. આહા ! જે જેનાં સ્વરૂપમાં નથી, એવાં રાગ ને મિથ્યાત્વને કરે છે, તે કર્તાકર્મ પોતાનું વિકલ્પ જે કરે છે, તેનો વિકલ્પનો નાશ કદી થતો નથી, કર્તા કર્મપણું કદી નાશ થતું નથી. આહાહા! મિથ્યાત્વ તે કર્તા ને મિથ્યાત્વ તે તેનું કર્મ. આહાહા! ત્રિકાળી વિજ્ઞાનઘન પ્રભુ, એક સમયની ઉત્પાદ-વ્યયની સ્થિતિમાં જેની દૃષ્ટિ છે તે તેનાં ઉત્પાદ-વ્યયને કરે ને તે તેનું કર્મ-કાર્ય છે, કર્તાકર્મ ત્યાં છે. આહાહા ! સમજાય છે કાંઇ? એનું કર્તા-કર્મપણું પોતાનાં ઉત્પાવ્યય સિવાય બીજે નથી. જે જીવ વિકલ્પ સહિત છે, આહાહા... જેમ વિજ્ઞાનઘનનો નાશ કદી થતો નથી, તેમ મિથ્યાત્વનો કર્તાકર્મ પણાનો જે કર્તા થાય છે, તે તેનું કર્મ, એ કર્તાનું કર્તા કર્મપણું નાશ નહીં પામે. આહાહા! આમ ગુલાંટ ખાય તો આ નાશ પામતું નથી ને આમ ગુલાંટ ખાય તો આ નાશ નથી પામતું. આહાહા ! આવી ચીજ છે. જે જીવ વિકલ્પ સહિત છે, તેનું કર્તા કર્મપણું કદી નાશ પામતું નથી. આહાહા! જેમ ત્રિકાળી વિજ્ઞાનઘન પ્રભુ કદી નાશ પામતો નથી, એમ જે મિથ્યાત્વનાં અશુદ્ધભાવને કરે ને કર્તાને અશુદ્ધભાવ કર્મ, ત્યાં સુધી તે વિકલ્પ સહિત છે, કર્તા-કર્મનો એનો નાશ થતો નથી. આહાહા ! જ્યાં સુધી તેની કર્તા-કર્મપણાં ઉપર બુદ્ધિ છે, એ કદી નાશ, કર્તા-કર્મપણાને નાશ નહીં પામે, એમાં રહ્યો છે ત્યાં સુધી નાશ નહીં પામે, એટલે ઈ તો ઈ જ થયુંને? આહાહા! ભાવાર્થ-જ્યાં સુધી વિકલ્પભાવ છે, ત્યાં સુધી કર્તા કર્મભાવ છે. ભગવાન વિજ્ઞાનઘન ત્રિકાળી સત્તા સત્ છે, તેમાં તેની પર્યાયમાં જ્યાં સુધી રાગ એકત્વબુદ્ધિ છે, મિથ્યાત્વભાવ છે, ત્યાં સુધી કર્તા કર્મ ભાવ છે. જ્યારે વિકલ્પનો અભાવ થાય, ત્યારે મિથ્યાત્વના કર્તા કર્મપણાનો અભાવ થાય, ત્યારે કર્તા કર્મભાવનો પણ અભાવ થાય, મિથ્યાત્વભાવનો જ્યાં અભાવ થાય, ત્યારે જ તે મિથ્યાત્વ કર્તા ને કર્મપણાનો અભાવ થાય. આહાહા! એક નાનો શ્લોક હતો પણ તેમાં આટલું બધુ ભર્યું છે. “વિકલ્પકઃ કર્તા વિકલ્પ, વિકલ્પકઃ” આહાહા! શરીર, વાણી, મન એ પણ ઉત્પા વ્યયવાળા છે ને? તે તેનાં કર્તા-કર્મ તેના તેનામાં છે, તો બીજાનાં કર્તા-કર્મપણામાં આત્માનું કર્તા કર્મપણું જરી પણ મદદ કરે છે એમ નથી. જેમ જીવનાં ઉત્પાદું વ્યયનાં મિથ્યાત્વનાં કર્તા કર્મપણામાં, બીજા દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ-વ્યયનાં મિથ્યાત્વનાં કર્તા-કર્મપણામાં બીજા દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદું વ્યય ધ્રુવવાળું ભલે હોય, પણ આનાં કર્તા-કર્મપણામાં એની મદદ નથી. આહાહા ! સમજાય છે કાંઈ? આવું ઝીણું છે. આ તો કહે સામાયિક કરો, પોષા કરો, પડિકમણાં કરો, કરો, કરો, કરો..( શ્રોતા- કરોતિ ક્રિયા થઈ.) પ્રભુ, જ્યાં સુધી કરો કરો છે, ત્યાં સુધી કર્તા કર્મપણાનો નાશ નહીં થાય. અને જ્યારે એ કર્તા-કર્મપણાનો નાશ પામે, ત્યારે એ કર્તા-કર્મપણાનો એક અંશ પણ ઉત્પાદવ્યયમાં નહીં રહે. આહાહા ! એટલે કે જ્યારે વિજ્ઞાનઘન, ભગવાન સત્તા મહાપ્રભુની એની સત્તાનાં સ્વીકારમાં જયાં આવ્યો, એટલે મિથ્યાત્વનું કર્તા-કર્મપણું નાશ થયું, મિથ્યાત્વનું કર્તાકર્મપણું નાશ થઇ ગયું, એટલે કે વિજ્ઞાનઘન ભગવાન આ તો હજુ સમ્યગ્દર્શનની વાત છે, ૧૪૪ મી છે ને આ. પાઠમાં ઇ છે ને સમ્યગ્દર્શન જ્ઞાન “વ્યપદેશ'નવરંગ વ્યપદેશે, નવરંગ શબ્દ છે, કેવળ એને નામ પમાય છે પ્રભુ. આહાહા ! Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૫ ૪૬૯ પૂર્ણાનંદનો નાથ મહાપ્રભુ. આહાહા ! એમાં જેનો સ્વભાવનો સત્કાર સ્વીકાર થયો, આહાહા ! એ દૃષ્ટિને ને એ જ્ઞાનને જ સમ્યગ્દર્શન ને જ્ઞાન, સંજ્ઞા, નામ અપાય છે. આહા ! વ્યવહાર સમકિત ને વ્યવહાર દર્શન એ વાતેય કરી નહી. આને જ નામ અપાય, એમ કહે છે. વ્યવહાર કયાં ગયો આમાં, વ્યવહાર સમકિત જોઇએ... (શ્રોતાઃ- માત્ર સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન નામ અપાય છે કે વાસ્તવિક છે?) એ નામ અપાય છે એનો અર્થ એમ કે, એને જ કહેવાય છે એમ એ સિવાય બીજાને નહીં, એમ કહેવું છે. વ્યાજબી તો વ્યાજબી છે, પણ સમ્યગ્દર્શન ને જ્ઞાન એને જ કહેવાય છે, એને જ નામ અપાય છે, એ જ વસ્તુ છે, એ સિવાય બીજી કોઇપણ રીતે સમ્યગ્દર્શન ને જ્ઞાનનું નામ પણ આપી શકાતું નથી. (શ્રોતા – એ રાગનો ત્યાગ કર્યો એ નામમાત્ર છે?) નામ નહીં વસ્તુ એટલે, તેને જ નામ અપાય છે, એમ એટલે વસ્તુ આમ છે...(શ્રોતા- એ રાગનો ત્યાગ કર્યો એ નામ અપાય છે?) એ ત્યારે જ એને નામ અપાય છે, નહીંતર તો એને નામેય નથી, એમ કહે છે. ઈ કાલે ઘણુ કીધું'તું બહુ ઝીણી લીધી'તી ૧૪૪, એક-એક શબ્દનો અર્થમાં ઘણું ઝીણુ ગયું'તું. પણ બપોરે બહુ ઝીણુ લીધું 'તું પુણ્ય પાપનાં ભાવ, શુભભાવ દુઃખને જાહેર કરે છે, પ્રેમવાળી સ્ત્રી જેમ પ્રેમીને મળવા જાય, એમ જેને શુભભાવનો પ્રેમ છે ને તે ત્યાં કરવા જાય છે, આચાર્યોનાં શબ્દો એકદમ મંત્રો છે એકદમ મંત્રો છે. થોડામાં ઘણું કહ્યું છે. થોડું લખ્યું થોડુ કહ્યું, ઘણું કરીને જાણજો. આહાહા! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, એને ઘણાં નામ લાગુ પડે છે, એને પરમાત્મા કહેવાય છે, જ્ઞાનાત્મા કહેવાય છે, ૧૪૪ છેલ્લે છેલ્લી લીટી પ્રત્યજ્યોતિ કહેવાય છે, આ તો બધાં હજી સમ્યગ્દર્શન જ્ઞાનની દશાની વાત છે. પરમાત્મા કહેવાય જ્ઞાનાત્મા કહેવાય. આહાહા! એ શ્રુતજ્ઞાનીને વિકલ્પ આવે, છતાં તેના પ્રત્યે ઉત્સાહનિવૃત્તી છે, આહાહા... ભગવાનને તો નયને જાણે છે ને? જાણે છે એનો અર્થ એને કયાં નય છે. પાઠ તો એવો આવે કે ભગવાન નયપક્ષને જાણે છે. એટલે કે જેમ બધું જાણે છે, એમ નયપક્ષ છે, તે જાણે છે એમ ત્યાં નહીં લેવું, એમ અહીંયા આત્મા પોતાનાં સ્વરૂપને અનુભવને કાળે તે વખતે એમ શબ્દ છે ને? તે વખતે નયપક્ષને બિલકુલ જાણે છે, એટલે કે છે નહીં એમ આ. આહાહા! જેમ ભગવાનને શ્રુતજ્ઞાનના વિકલ્પો નથી, એમ પરમાત્માનાં ભાનમાં આવેલાની પર્યાયમાં પણ એ વિકલ્પો નથી. શ્રુતજ્ઞાનમાં વિકલ્પો નથી, શ્રુતજ્ઞાનની સમાધિ સુખ છે, વિકલ્પ છે તે તો આકુળતા છે, પણ શ્રુતજ્ઞાન સંબંધી ત્યાં સુખ છે. આહાહા! કેવળી નયપક્ષને જાણે છે ને, આયે જાણે છે, જાણેનો અર્થ ન્યાં નયપક્ષ નથી,ને આંહી પણ નયપક્ષ નથી. આહાહા ! સ્વભાવ સન્મુખ થયો એટલે કેવળ જાણે જ છે, જાણે છે એટલે? જાણવાની નયપક્ષની વિકલ્પ દશા છે અને જાણે છે, એમ નહીં. આહાહા ! એને નથી તેમ જાણે છે, આહાહા! તેને સમ્યગ્દર્શન જ્ઞાન નામ અપાય છે. આહાહા! શું શૈલી ! હવે અહીંયા આ મુદ્દાની વાત ન મળે ને ઉપરથી આ ક્રિયા કરો, ચારિત્ર પાળો, વ્રત પાળો, મુનિપણું લ્યો, આહા... અરે પ્રભુ તું હજી... (શ્રોતા:- પાલીતાણામાં સાધુ ભગવંતોનાં ટોળે-ટોળા બીરાજે છે, પણ કોઇ આવી વાત Page #485 -------------------------------------------------------------------------- ________________ ४७० સમયસાર સિદ્ધિ ભાગ-૫ કરતાં નથી.) છે કયાં બાપા કયાંય નથી ભાઈ બધી ખબર છે અમને એ તો આપણે શું કોઇ વ્યક્તિને... આ ચીજ જ કોઇ. ત્રણલોકનો નાથ, વીતરાગ પરમેશ્વર એનો આ હુકમ છે, ઈ આ રીત છે. આહાહા! ઓલા તો આ જાત્રા કરો, આટલું આમ નવ્વાણું કરો, દાન કરો, જાત્રા કરીને હેઠે સાધુને આહાર આપે તો મહાન-લાભ, આવે છે ને?! શત્રુજ્ય મહાભ્યમ આવે છે, ખબર છે ને. અરે, ભગવાન બાપુ ! પરમાત્માનાં વિરહ પડયાં, પરમાત્મા થવાની દશાનાં વિરહ પડ્યાં. આહાહા! પરમાત્મા ભલે ન હોય અત્યારે, પણ કેવળજ્ઞાન દશા થવાનાં વિરહ પડયાં અરે, પ્રભુ! આહાહા ! અવધિજ્ઞાનનાં વિરહું પડી ગયા, એક શ્રુતજ્ઞાનનો વિરહું રહી ગ્યો, એનો વિરહ્યું નથી. આહાહા ! ઇ આ શ્રુતજ્ઞાનમાં આ બધું આમ કહેવાય છે. આહાહા! અરે! એકવાર સાંભળે તો ખરો પ્રભુ, આ તો જૈન ધર્મ કોઈ પંથ નથી, કોઈ પક્ષ નથી, કોઇ વાડો નથી, ઇ તો વસ્તુની જે સ્થિતિ છે, તે જૈન ધરમ છે. આહાહા! ધર્મપિતાએ વસ્તુનાં સ્વરૂપનું વર્ણન કર્યું છે, કોઇ પંથને પક્ષ નથી એ કોઈ જૈન કોઇ વાડો છે ને બીજો આ વાડો એમ નથી. આહાહા ! ત્રણલોકનાં નાથ પિતા, ધરમપિતાએ વસ્તુનું જે રીતે દ્રવ્ય-ગુણ ને પર્યાય છે, તેની પર્યાયમાં અસ્તિત્વની ભૂલ એની કેમ છે ને એ અસ્તિત્વમાંની ભૂલ ટળીને પૂર્ણ અસ્તિત્વને કેમ સ્વીકારે છે, આહાહા ! એનો ભગવાનની વાણીમાં ઉપદેશ આવ્યો છે, પ્રભુ ત્રણલોકના નાથ. આંહી એ કહે છે. જ્યાં સુધી એ દયા-દાનનો તો નહીં, પણ હું શુદ્ધ છું, અબદ્ધ છું, મુક્ત છું, એવો એક વિકલ્પ છે રાગ, એવાં વિકલ્પવાળાનું કર્તા-કર્મપણું ટળતું નથી, એમ કહે છે. બીજાં કર્તાકર્મ દયા પાળવી એ વાત તો છે જ નહીં, દયા તો પાળી શકતો જ નથી, પણ દયાનો ભાવ આવે એ રાગ એ હિંસા છે, એ રાગનું કર્તુત્વ મારું છે, ત્યાં સુધી તે મિથ્યાત્વ છે. આહાહા. આવી વાત સહન થવી મુશ્કેલ છે.. (શ્રોતા - આત્માનાં વિકલ્પની પરાકાષ્ટા કરે એટલે અનુભવ થઈ જાય) પરાકાષ્ટાથી અનુભૂતી થશે નહીં, ઇ છે, ઇ છે એની ઉપર દૃષ્ટિ દેતાં કેવળજ્ઞાન ને કેવળદર્શન છે ઇ પરાકાષ્ટા નથી. આ આખી વસ્તુ-વસ્તુ-વસ્તુ કેવળજ્ઞાનની પર્યાય તો અનંતી પર્યાય જ્ઞાનગુણમાં પડી છે, એવાં એવાં અનંતા ગુણોનો દરિયો, સાગર અરૂપી મહાસમુદ્ર પ્રભુ, સ્વયંભૂરમણ સમુદ્ર છે , એનો જેને આદર થઇને વિકલ્પ તોડ્યો અને હવે કર્તા કર્મપણું રહેતું નથી. વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૨૨૬ શ્લોક-૯૫ થી ૯૭ સોમવાર, વૈશાખ વદ-૩, તા.૧૪/૫/૭૯ કળશ થઇ ગયો, સમયસાર ભાવાર્થ જરીક બાકી હતો. જ્યાં સુધી વિકલ્પ ભાવ છે, આહાહા !ત્રિકાળી શાકભાવ તેની જ્યાં સુધી દષ્ટિ નથી, ત્રિકાળી સ્વભાવ સન્મુખ થયો નથી, ત્યાં સુધી વિકલ્પભાવ છે. આહાહા ! કેમ કે ત્રિકાળી સ્વભાવઘન, ધ્રુવ, નિત્ય સ્વભાવ, એમાં તો કોઇ વિકલ્પનો અવકાશ નથી, શુભ-અશુભ કોઇપણ વિકલ્પનો અવકાશ નથી. જ્યાં સુધી વિકલ્પભાવ, વસ્તુ, જ્ઞાતા, જ્ઞાયક ચીજ જ્ઞાયક એનાં તરફનો ઝુકાવ જ્યાં નથી, ત્યાં સુધી Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૬ ૪૭૧ વિકલ્પભાવ છે. આહાહા ! અને ત્યાં સુધી કર્તા-કર્મભાવ છે. કેમ કે જ્ઞાતા, ત્રિકાળી, જ્ઞાયક સ્વભાવ દૃષ્ટિમાં લીધો નથી, ત્યાં સુધી તે રાગનો, વિકલ્પનો કર્તા-કર્મ છે. આહાહા ! જ્યારે વિકલ્પનો અભાવ થાય, એટલે કે વિજ્ઞાનઘન સ્વરૂપ પ્રભુ, એની સન્મુખતા થાય, ત્યારે વિકલ્પનો અભાવ થાય, ત્યારે કર્તા કર્મભાવનો પણ અભાવ થાય. જ્ઞાયક ચીજ છે જ્ઞાન ચીજ જ્ઞાન, જ્ઞાનનો સ્વભાવભાવ રસકંદ, નિત્યાંનદ પ્રભુ એનો જ્યાં સુધી સન્મુખનો ભાવ નથી, ત્યાં સુધી કર્તા કર્મ ભાવ છે, એનો સન્મુખનો ભાવ થયો, ઈ જ્ઞાતા દેષ્ટા છે. ત્યાં રાગની ઉત્પત્તિ હોવા છતાં, તેનો તે કર્તા નથી, તે જ્ઞાતા-દેખા છે. આહાહા ! કર્તા કર્મભાવનો પણ અભાવ થાય છે. એ પંચાણુ (કળશ પૂરો થયો). ( શ્લોક-૯૬ ) (રથોદ્ધતા) यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स क्वचित्।।९६ ।। જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે - શ્લોકાર્થ-[ય: રોતિ : છેવત્તે રોતિ] જે કરે છે તે કેવળ કરે જ છે[1] અને [૫: વેત્તિ 1:1 વન વેgિ] જે જાણે છે તે કેવળ જાણે જ છે;[ : રોતિ : વર્ષાવિત નહિ વેરિ] જે કરે છે તે કદી જાણતો નથી [1] અને [ : વેત્તિ : વરિત ન રોતિ] જે જાણે છે તે કદી કરતો નથી. ભાવાર્થ-કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી. ૯૬. શ્લોક-૯૬ ઉપર પ્રવચન જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે – यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स क्वचित्।।९६ ।। કરે છે તે કેવળ કરે જ છે, “કરે કરમ સો હી કરતારા” જ્યાં વિકલ્પનો રાગ છે અને એનાં ઉપર દૃષ્ટિ છે એટલે કે જ્યાં સુધી પર્યાયબુદ્ધિમાં રાગમાં જ એનું અસ્તિત્વ માન્યું છે, ત્યાં સુધી Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ તે કરે છે. ત્યાં સુધી તે, જ્ઞાતાપણાની ખબર નથી, જ્ઞાયક સ્વભાવ ત્રિકાળી આનંદ ને જ્ઞાનનું ચોસલું છે એ આખું, ધ્રુવ. એનો જ્યાં સુધી અસ્તિત્વનો અનુભવ થયો નથી, ત્યાં સુધી કરે છે, વસ્તુમાં કોઈ ક૨વાપણું છે નહીં પણ વસ્તુની ખબર નથી, એથી રાગનાં કે વિકલ્પનાં કે દયાદાનનો કોઈપણ વિકલ્પ ત્યાં કરે છે તે કર્તા છે. કર્તા છે ત્યાં સુધી કરે છે. અને “વેત્તિ સતુ કેવલમ્ વેત્તી” જે જાણે છે, તે કેવળ જાણે જ છે. વસ્તુ, જ્ઞાતા-દેષ્ટા જ્ઞાયક સ્વભાવ, એવું જ્યાં અંદર લક્ષ દૃષ્ટિ થઈ એટલે શાયકનો જ્યાં સ્વીકાર થયો, ત્યાંથી તે જાણનાર દેખનાર રહી ગયો, થઈ ગયો, આહાહા ! તેને પછી રાગાદિ હોવા છતાં, તેનો પોતાનાં અસ્તિત્વમાં રહીને, જાણનાર દેખનાર રહે છે. આહાહા ! આવી વાત છે. જે જાણે છે, જ્ઞાયક સ્વભાવ, ત્રિકાળી જ્યાં દૃષ્ટિમાં આવ્યો. વસ્તુ છે. અસ્તિ, એ અસ્તિ તરીકે સત્તનું જ્યાં જ્ઞાન થયું, ત્યારે તો તે જાણનારો રહે છે. તેને રાગાદિ હોવા છતાં તેનું કર્તૃત્વપણું એમાં નથી એને, કેમકે જ્ઞાનભાવ, નિત્ય. નિત્યાનંદ પ્રભુ, એવા નિત્ય સ્વભાવને જ્યાં જોયો, જાણ્યો, એની દશામાં તો જાણવા-દેખવાનાં જ પરિણામ હોય. આહાહા ! જાણે છે તે કેવળ જાણે જ છે એમ. એમાં જરીયે રાગનો કર્તા (થતો નથી ). સમ્યગ્દષ્ટિ થયો શાયક સ્વભાવ, ધ્રુવ, ચૈતન્યદળ, એ જ્યાં દૃષ્ટિમાં આવ્યો, અને એનાં ત૨ફનો ઝુકાવ થયો, એથી પછી ગમે તે ભાવ આવે, શુભાશુભ એ પોતામાં તે કાળે પોતાને જાણવાની પર્યાયને અને તેને જાણવાની પર્યાયનો સ્વતઃ ઉત્પન્ન, સ્વતઃ સ્વયં સિદ્ધ થાય, એ રાગાદિ આવે વ્યવહારે શુભેય રાગ હોય, પણ તેથી એને, એને લઇને અહીં જાણવુ-દેખવું નથી, જાણવા દેખવાનો સ્વભાવ જ જ્ઞાતાપણાનાં સ્વભાવને જ્યાં જાણ્યો એટલે એની પર્યાયમાં સ્વપ૨પ્રકાશકની પર્યાય સ્વતઃ ૫૨ની અપેક્ષા વિના તે સ્વતઃ જાણવાની જ પર્યાય ઉત્પન્ન થાય છે. આહાહા ! આવું છે... ( શ્રોતાઃ- આમાં સુખ કયાં આવ્યું સુખ ) હૈં !( શ્રોતાઃ- સુખ કયાં છે ? ) દુઃખ કયાં છે દુઃખ, દુઃખ કયાંય નથી. ( શ્રોતાઃ- સુખ ) ઇ જાણવું એ સુખ છે. ત્રિકાળી શાયક, ધ્રુવ શાયક, વસ્તુ, શાયક ધ્રુવ એ તરફ જ્યાં ઢળ્યો તો એને આનંદની જ પર્યાય પ્રગટ થાય છે, અહીં તો જાણવું-દેખવાની વાત લીધી છે ને ? કર્તા નથી ને જાણે છે, જાણે છે તે કર્તા નથી, ને કર્તા છે તે જાણતો નથી, એટલું સિદ્ધ કરવું છે ને ? પણ જાણવા ટાણે એને અનંત ગુણની પર્યાય પ્રગટ છે. આહાહા ! કેમ કે કેવળ જાણે જ છે, એનો અર્થ કે હું એકલો શાતા, જ્ઞાન, શાયકભાવ, એની જ્યાં અંદર સન્મુખતા થઈ, એથી જેટલાં ગુણો તેમાં છે, એટલાં બધાં ગુણોની એક સમયની પર્યાયમાં વ્યક્તપણે પ્રગટપણે, વેદનમાં આવે, અને એને લઇને જાણનાર–દેખનારનાં પરિણામને અને એનાં વેઠનારની અપેક્ષાએ રાગાદિ હોય, છતાં તે ૫૨ તરીકે, તેનું જ્ઞાન સ્વતઃ પોતાથી એની અપેક્ષા વિના પણ પોતાનું જ્ઞાન થાય. આહાહા ! સમજાણું કાંઇ ? આવું છે છેલ્લાં શ્લોક છે ને ? જે જાણે છે. આહા ! એટલે કે પ્રભુ તું તો શાયક, શાયકનો ૨સકંદ છે ને. આહાહા ! વસ્તુ તરીકે તો શાયકનો રસકંદ છે, એ વસ્તુની સન્મુખતા થઈ, એથી તેને તો તેમાં જે છે તેનું જાણવું ને દેખવું એવું ઉત્પન્ન થાય. આહાહા ! દ્રવ્ય ને ગુણ એ શાતાદૃષ્ટા છે, એનાં સન્મુખથી પર્યાયમાં પણ તેનું જ્ઞાતા-દેષ્ટાપણાની પર્યાય પ્રગટ થતાં, તે કેવળ Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૬ ४७३ જાણે જ છે, જરીએ પણ રાગનાં અંશને ભલે આવે અશુભ તેનો એ જાણનાર છે, કરનાર નથી. અહીં દૃષ્ટિની અપેક્ષાએ કથન છે. જ્ઞાનની પાછી અપેક્ષાએ કથન કરે ત્યારે એમ ચાલે કે જેટલાં પ્રમાણમાં પરિણમન છે, તેટલો તે કર્તા છે. કર્તા એટલે કરવા લાયક છે એમ નહીં, પરિણમન એટલે કર્તા એમ. આહાહા! જ્ઞાયક સ્વભાવ, ભગવાન પરિપુર્ણ પ્રભુ બિરાજે છે, એનો જ્યાં અંતર સ્વ-સન્મુખ થઈને સ્વીકાર થયો, તેની પર્યાયમાં તો જે અહીં વસ્તુમાં હતું, તે જાતની પર્યાય તેને પ્રગટાવે, એમાં કોઈ રાગ ને દ્વેષ કાંઇ વસ્તુમાં નથી ને ગુણમાં નથી. છતાં પર્યાયની નબળાઇને લઇને રાગદ્વેષ થાય, તે પર તરીકે, તે કાળે જ્ઞાનની પર્યાય, જ્ઞાતાની પર્યાય, ષટ્ટારકપણે પરિણમતી પરની અપેક્ષા વિના ઊભી થાય છે. આહાહા ! એથી તે કર્તા કર્મ, કર્મપણું પણ એનું જ્ઞાનની પર્યાયમાં કર્તા-કર્મપણું બધું સમાઈ ગયું, રાગમાં કર્તા-કર્મપણું એમાં આવ્યું નહીં. આહાહા ! આવો મારગ છે. જે કરે છે, તે કદી જાણતો નથી, આહાહા ! એટલે કે જેની દૃષ્ટિ રાગનાં અસ્તિત્વ ઉપર છે, તે કરે છે, તે વસ્તુ શું છે, તેને ઈ જાણતો નથી. આહાહાહા ! કરે છે, જે વસ્તુમાં નથી એવા વિકલ્પ ને રાગને, ચાહે તો દયા–દાનનાં ગમે તે વિકલ્પ હો, એને કરે છે, હું પરિણમું છું, કરવા લાયક છે એમ કહીને પરિણમે છે, આહાહાહા ! જે કરે છે તે કદી જાણતો નથી, કેમકે એની રાગ ને વિકલ્પ ઉપર રુચિ ને આધાર ત્યાં જ એનો છે, એથી કરે છે તે જ્ઞાતા દેખાપણાને કંઇ જાણતો નથી. આહાહા ! રોદ્રધ્યાન થાય તો પણ સ્વભાવ, શાયકનું દળ આખું જ્ઞાયકઘન છે, તેનો જ્યાં સ્વીકાર થયો, એની સન્મુખતા થઈ, રાગની વિમુખતા થઈ, એ કેવળ જાણે જ છે. અહીં જે કરે છે તે કદી જાણતો નથી, પહેલું એ લીધું છે, જે રાગના અંશને પણ સ્વ સત્તાનાં પૂરણતાનાં અભાનમાં રાગની સત્તાનું જ અસ્તિત્વ સ્વીકાર કરીને, જે રાગને કરે છે, તે જ્ઞાયકની સત્તાનાં સ્વીકારનો તેને અભાવ છે, માટે તે જાણતો નથી. આહાહાહા ! આવો ઉપદેશ હવે. આહાહા! (શ્રોતા – વસ્તુનું સ્વરૂપ જ એવું છે) વસ્તુ સ્થિતિ જ આવી છે, બાપુ. આહાહા! આખી વસ્તુ પડી છે ને પ્રભુ, નિત્ય-નિત્ય-નિત્ય, ધ્રુવ, એકલો જ્ઞાયક અને આનંદનો કંદ, એકલાં પૂરણ શુદ્ધ સ્વભાવનો રસકંદ આખી ચીજ પડી છે ને એમ ને એમ. આહાહા!તેના ઉપર જેની દૃષ્ટિ નથી, એનો સ્વીકાર નથી, તેને રાગના વિકલ્પનો કર્તા છે, તે એનો જાણનાર થતો નથી અને જે જાણનાર જાણે છે, તે કદી કરતો નથી. આહાહા! કદી છે? “સ વેત્તિ સ્ કવચિત્ સ ન કરોતિ” કોઈ વખતે પણ કરતો નથી. આહાહા ! જ્ઞાયક સ્વરૂપ, ચિāનદળ, જ્ઞાનના ધ્રુવનો પ્રવાહ, જ્ઞાન ધ્રુવ પ્રવાહ, આનંદ ધ્રુવ પ્રવાહ, શાંતિનો ધ્રુવ પ્રવાહ આખો પિંડ પ્રભુ, એને જેને જાણવામાં અંતરમાં આવ્યો, એ કેવળ જાણે જ છે, એ બિલકુલ કરતો નથી. આહાહા!“કરે કરમ સો હી કરતારા”, જો જાને સો જાનનારા, જાણે સો કરતા નહીં હોઇ, કરતા સો જાણે નહીં કોઇ” ઈ આ છે. આહાહા ! આવું સ્વરૂપ હવે. હવે ઓલા કે શુભભાવ છે તે અત્યારે છે, અરે પ્રભુ! કયાં જાય લઈ જાય છે. બાપા! આખા અસ્તિત્વનો અવ્યક્તપણે પણ વ્યક્તપણે તો ઠીક અવ્યક્તપણે પણ નિષેધ કરે છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ४७४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા ! ચીજ છે કે નહીં પોતે તત્ત્વ છે કે નહીં તત્ત્વ અસ્તિ છે, તત્ત્વ છે, વસ્તુ છે, વસેલા ગુણોવાળો ઘન, પિંડ, તત્ત્વ છે, તેની સન્મુખ જોતાં, એટલે કે તેનો સ્વીકાર થતાં એને શુભરાગનો પણ એ કર્તા થતો નથી. આહાહા ! એ શુભરાગને જાણે છે એમ કહેવું એ પણ એક વ્યવહાર છે. આહાહા ! એ જ્ઞાયક દળ છે પ્રભુ, આહાહા ! તેનાં સ્વીકારથી જે જ્ઞાન ને દર્શન ને આનંદની પર્યાય આવી, એ રાગ, અશુભ ને રોદ્રધ્યાન ભલે હો પણ તે જાણનાર જરીયે, કદીએ કરતો નથી, અને કરનારો કદી સ્વને જાણતો નથી. આહાહા! આવું છે. ભાવાર્થ- કર્તા છે તે જ્ઞાતા નથી, ભાષા બહુ ટૂંકી પણ પ્રભુ અંદર રહસ્ય ઘણું છે. આહા ! રાગનો એક સૂક્ષ્મ વિકલ્પ ઊઠે છે, તેનાં અસ્તિત્વ ઉપર એનામાં એટલી સત્તાની હૈયાતિ ઉપર જેની દૃષ્ટિ છે, આહાહા.. તે કર્તા છે, તે જ્ઞાતા નથી. ભાવાર્થ. આહાહા.. અને જ્ઞાતા છે, ભગવાન પૂરણ આનંદ અનંત ગુણનો પિંડ, દળ આખું, ધ્રુવ, નિત્ય, જ્ઞાયકભાવ, સ્વભાવ એનો જ્યાં સ્વીકાર છે તે બિલકુલ કર્તા નથી, તે જ્ઞાતા છે, તે કર્તા નથી. આહાહા! ભાષા ભલે સાદી છે, પણ ઘણું અંદર રહસ્ય છે. આહાહા! (શ્રોતા- આનંદ આનંદનું કાર્ય કર્યું?) આનંદ હોય છે, એ પ્રશ્ન કરું એ નથી એ તો સમજાવવું છે ને. ખરેખર તો દ્રવ્ય સ્વભાવ જ્ઞાયક, દળ આખું જે છે, પૂરણ પ્રભુ, એમાં એક ભાવ નામનો ગુણ છે, એથી તેનાં દ્રવ્યનો જ્ઞાયકભાવનો સ્વીકાર થતાં, તેનાં અનંત ગુણની પર્યાય વર્તમાન નિર્મળ હોય જ. કરું તો થાય ને ન કરું તો ન થાય એ ત્યાં છે જ નહીં. આહાહા ! મારગ ભારે બાપા. આહાહાહા ! એ શુભ, ભાવ નામનો એક ગુણ છે એમાં “ભાવ” નામનો ગુણ છે શુભ નહીં, “ભાવ” શુભ એટલે ભલો, અહીંયા અત્યારે એટલું એનો મારો અરથ “ભાવ” જે અંદર ત્રિકાળી, આહાહા! ઓલાં મોક્ષમારગને શુભ કીધો છે ને ત્યાં, ઓલાને અશુભ કીધો છે, એ શુભ એટલે જ શુદ્ધ છે, શુભ એટલે સારો છે. ઈ આ શુભરાગ એ એ નહીં. આહાહા ! ભગવાન અનંત શુદ્ધ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ તેનો જ્યાં સ્વીકાર થયો, પર્યાયમાં એનો આદર નહોતો અનંતકાળથી, ત્યાં સુધી તેને પર્યાયબુદ્ધિમાં રાગનો કર્તા થતો હતો, જ્યાં પર્યાયમાં ત્રિકાળીનો સ્વીકાર થયો તે કાળે તે જરીયે પણ રાગનો કર્તા થતો નથી, કેમ કે તેના ગુણમાં કોઈ રાગને કરવું એવો કોઈ ગુણ નથી, તેથી તેની પર્યાયમાં પણ રાગનું કરવું એવું છે નહીં. આહાહા ! આ તો વસ્તુની સ્થિતિ જ આવી છે. આવું વસ્તુનું સ્વરૂપ ન સમજે ને બહારથી કડાકુટમાં આ ક્રિયા ને આ ક્રિયા ને આ મોટા માનસ્તંભ બનાવો ને પાંચ-પચ્ચીસ લાખ એમાં ખરચો ને, મોટું ભભકો કરવો હોય, માણસ દશ-વીસ લાખ ભેગા થાય, અરે પ્રભુ એમાં શું છે..? બાપુ... તું જ્યાં છો, ત્યાં પ્રભુ વિકલ્પ જ્યાં નથી. આહાહા ! એને આ બધું દેખીને તને હરખ આવે અને અનંત આનંદનો નાથ ચોસલું આખું પડ્યું, પ્રભુ નિત્ય ધ્રુવ, એને દેખવાનો અનાદર થાય ને બહારનાં ભભકાને દેખીને તને હરખ આવે. આહાહા ! એને આત્માનાં સ્વભાવનો અનાદર થાય છે, ભલે એ સાધુ હોય કે હજારો રાણી છોડી હોય, દુકાનની કરોડોની પેદાશ મૂકીને બેઠો હોય, પણ અંદરમાં જેને હજી બહારનાં પદાર્થોનો ભભકો અને એની અધિકતા જ્યાં ભાસે છે, એને આત્માની હિણપ ભાસે છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૭ ૪૭૫ અને જેને આત્માની અધિકતા “બાળ સદીવા” આવ્યું ને ૩૧મી ગાથા “TIM સદાવાધિયં મુદ્રિાવો” જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાયક સ્વભાવ જેને અધિક છે, એટલે પરથી જુદો છે, રાગથી જુદો છે ને અધિક છે એટલે પૂરો છે, અને અધિક છે એટલે જુદો છે પૂરો છે. આહા ! અધિક જાણે જ્ઞાન સ્વભાવને અધિક જાણે, રાગથી ભિન્ન જાણે, રાગથી જુદો જાણે રાગથી જુદો, પૂરો જાણે. આહાહા! એને “જિન” કહે છે, ત્યાં ભલે મુનિ લીધાં છે પણ એ મુનિમાં મૂળ તો શરૂઆત કરવાની છે, ચોથા ગુણસ્થાનથી. આહાહા ! એ ચોથે ગુણસ્થાને પણ જિન” છે, એ “જિન” છે. આહાહા! અહીંયા એ કહે છે, કે કર્તા છે તે જ્ઞાતા નથી. એક શબ્દમાં કેટલું ભર્યું લ્યો અને જ્ઞાતા છે તે કર્તા નથી, કેમ હોઈ શકે? વસ્તુનો સ્વભાવ જ્યાં છે. આહાહા! જ્ઞાયક, આનંદ, શાંત, શુદ્ધ, પ્રભુત્વ, ઈશ્વરતા અને શક્તિઓનો સાગર એની જ્યાં રાગ ને પર્યાયથી અધિકતા નામ ભિન્નતા ભાસી એ કર્તા નથી અને જ્ઞાતા તે કર્તા નથી અને કર્તા તે જ્ઞાતા નથી. આહાહા! એવી જ રીતે કરવારૂપ ક્રિયા ને જાણવારૂપ ક્રિયા બંને ભિન્ન છે, એમ હવે કહે છે. સતાણું (શ્લોક ). બ્લોક-૯૭ (ફેન્દ્રવત્રી) ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति तत: स्थितं च।।९७।। એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બન્ને ભિન્ન છે એમ હવે કહે છે: શ્લોકાર્થઃ- [રોત મન્ત: જ્ઞતિઃ ર દિ ભાસતું] કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી [૨] અને [gણ અન્ત: રતિ ન મારતે] જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી; [તત: જ્ઞ: રોતિઃ વિમિને] માટે જ્ઞતિક્રિયા અને “કરોતિ' ક્રિયા અને ભિન્ન છે; [૨ તત: રુતિ સ્થિત] અને તેથી એમ ઠર્યું કે [ જ્ઞાતા વાર્તા ન] જે જ્ઞાતા છે તે કર્તા નથી. | ભાવાર્થ-હું પરદ્રવ્યને કરું છું” એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ કરોતિ' ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે “હું પરદ્રવ્યને જાણું છું” એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. અહીં કોઈ પૂછે છે કે અવિરત-સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ?તેનું સમાધાન-અવિરત Page #491 -------------------------------------------------------------------------- ________________ ४७६ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સમ્યગ્દષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત્ કાળ રહે અથવા ન રહેક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. ૯૭. શ્લોક-૯૭ ઉપર પ્રવચન ज्ञप्ति: करोतौ न हि भासतेऽन्त: ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्ति: करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति तत: स्थितं च ।।९७।। કરો તો અંતર જ્ઞપ્તિ નહી ભાસતી.” કરવારૂપ ક્રિયાની અંદરમાં જો પરિણતિ લીધી, ક્રિયા લીધી, જે રાગની ચાહે તો દયા-દાનની, વ્રતની ક્રિયાનો રાગ હો, એ કરવાની ક્રિયાની અંદરમાં, પરિણતિ, પર્યાય ક્રિયા લીધી. કરવારૂપ ક્રિયાની અંદરમાં, જાણવારૂપ ક્રિયા ભાસતી નથી, એની ક્રિયા લીધી, જોયું. આહાહા! રાગનાં શુભ-અશુભ રાગની ક્રિયાનાં કર્તાપણામાં, જાણવારૂપ ક્રિયા એમાં હોતી નથી, એટલે ભાસતી નથી. શું કીધું? જેને અંદર રાગનો ભાવ જ ભાસે છે, તેણે તેને જાણવારૂપ ક્રિયા ત્યાં હોતી નથી, તેથી ભાસતી નથી. આહાહા ! આવી વાત છે. એનો ઉત્પા–વ્યય ને ધ્રુવ એમાં જ બધી વાતું છે, એને પરની હારે કોઈ સંબંધ મળે નહીં. આહાહા ! એનો ઉત્પાદ-વ્યયનો પર્યાય પણ ત્યાં (તેની) ઉપર જ્યાં દૃષ્ટિ છે, ત્યાં સુધી એને જ્ઞાતા ત્રિકાળી છે, તેની ખબર નથી, તેથી તે પર્યાય ઉત્પાદ-વ્યય પર્યાયની બુદ્ધિવાળો રાગનો કર્તા થાય, તેમાં જ્ઞાતાની ક્રિયા હોતી નથી. આહાહા ! (શ્રોતા:- નિષ્કામ કર્મ ન થઈ શકે?) નિષ્કામ હોતો કે દી' ? નિષ્કામ ઈ આ લોકો કહે છે, ગીતા, નિષ્કામ ખોટી વાત છે કરવાનો ભાવ ને વળી નિષ્કામ બે કયાં છે? ઝીણી વાત છે, ભાઈ ! દુનિયાથી જુદી જાત છે. વીતરાગ, સર્વજ્ઞ, પરમેશ્વર એ સર્વજ્ઞ પરમેશ્વર પ્રભુ તું છો. આહાહા ! એ સર્વજ્ઞ પરમેશ્વરને જેણે માન્યો નથી, એને કરવાની ક્રિયામાંથી સર્વજ્ઞ સ્વભાવ ભાસતો નથી. આહાહાહા ! કરવારૂપ ક્રિયા પરિણતિ લીધી, બહુ ટૂકું. જેને રાગનો અંશ છે, નાનો ભલે, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, દયાનો, દયાનો ભલે હો, વ્રતનો હોય, ભગવાનની ભક્તિનો હોય, એની ક્રિયાની જે ક્રિયા છે, તેની જેને ભાસે છે, એ ક્રિયા મારી છે, તેમ જેને ભાસે છે, એને જાણવારૂપ ક્રિયા હોતી નથી, હોતી નથી તેથી ભારતી નથી. આહાહા! સમજાણું કાંઇ? આવો ઉપદેશ હવે કઇ રીતે માણસ પછી એકાંત કહે ને સોનગઢવાળાનું, સોનગઢનું એકાંત છે, આમ છે, અરે પ્રભુ તેં સાંભળ્યું નથી, પ્રભુ ભાઈ, આહાહા... તારી મોટપની વાત પ્રભુ તારી વાણીમાં ન આવે, એવો મોટો પ્રભુ છો, એવી પ્રભુતા જેને ભાસી છે, તેની ક્રિયામાં રાગની ક્રિયા ભાસતી નથી, એટલે હોતી નથી, એ પછી આવ્યું Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૭ ४७७ ને.. પહેલું આવ્યું કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી, પર્યાયબુદ્ધિમાં રાગના અંશની ક્રિયાના અસ્તિત્વ ઉપર સ્વીકાર હોવાથી, તેને જાણવાની ક્રિયા હોતી નથી. એથી તેને જ્ઞાતા છું, એવું ભાસતું નથી. આહાહા! કરવાની ક્રિયામાં જાણવાની ક્રિયા હોતી નથી, જાણવાની ક્રિયામાં કરવાની ક્રિયા હોતી નથી, આહાહા ! કરવારૂપ ક્રિયાની અંદરમાં પર્યાય લીધી, ક્રિયા, કારકોની ક્રિયા છે ને? ક્રિયાના કારકો છે ને? છ કારકો છે ને કર્તા, કરમ, કરણ, સંપ્રદાન, (અપાદાન, અધિકરણ) એ ક્રિયાનાં છે. ધ્રુવનાં નથી, ધ્રુવમાં તો ત્રિકાળ પડયાં છે, એની સાથે સંબંધ નથી, એ પરિણમતી પર્યાય, ક્રિયાનાં ષટ્કારક હોય છે, આહાહા. હવે એ જેને કરવારૂપ ક્રિયા રાગની ક્રિયા છે, જેને એનું ષકારકપણે રાગની ક્રિયામાં કરવામાં ભાસે છે, એમાં જ્ઞાતાપણાની પર્યાય હોતી નથી, તેથી ભાસતી નથી. અને “જ્ઞસો અન્તઃ કરોતિ ન ભાસતી” જાણવારૂપ ક્રિયાની અંદરમાં જાણનાર-દેખનાર ભગવાન, ચક્ષુ, જગતની ચક્ષુ છે, જગતની આંખ છે, એવો જે ચૈતન્ય સ્વભાવ, એવી જે અંતરની એની ક્રિયા, જાણનાર ત્રિકાળ છે, તેની જે પરિણતિની ક્રિયા થઈ, એમાં કરવારૂપ ક્રિયા હોતી નથી, ભાસતી નથી, એટલે એ હોતી જ નથી, હોય એટલે જાણનક્રિયામાં કરવાની ક્રિયા હોતી નથી અને કરવાની ક્રિયામાં જાણવાની ક્રિયા હોતી નથી. પર્યાયનાં અંદરની વાતું કરી. જાણ નક્રિયા નામ સ્વભાવ સન્મુખની ક્રિયા જે જાણન છે, તેમાં રાગની ક્રિયા ભાસતી નથી, એટલે કે હોતી નથી અને રાગની ક્રિયા જ્યાં ભાસે કે મેં આ કર્યું મેં પુણ્ય કર્યું, મેં દયા પાળી મેં આ કર્યું, દયા પાળવી તો વળી એક કોર રહી, આ તો દયાનો ભાવ છે એ મેં કર્યો, આહાહાહા ! (શ્રોતા:- ઉપવાસેય કરે ને શાસ્ત્ર અભ્યાસેય કરે તો) એ બધો વિકલ્પ છે. શાસ્ત્ર અભ્યાસ એ પરદ્રવ્યનો અભ્યાસ છે, સ્વને આશ્રયે કરે ત્યાં આગળ એ જોર સ્વનું છે, એકલો જ્યાં શાસ્ત્ર અભ્યાસમાં રોકાણ સ્વનાં લક્ષ વિનાં તો એ તો અગીયાર અંગનું જ્ઞાન કર્યું એ પણ અજ્ઞાન છે. આહાહા ! અહીંયા તો બે વાત છે, જે રાગની ક્રિયા વર્તમાન વિકલ્પની ક્રિયા, રાગનું મેલ ભાસે છે, કે આ ક્રિયા મારી છે એમ ભાસે છે, ત્યાં જ્ઞાતાની ક્રિયા હોતી નથી એટલે કયાંથી ભાસે? આહાહા ! અને જ્યાં જ્ઞાતાની ક્રિયા ભાસે છે, જાણનાર-દેખનારનું પરિણમન જ્યાં થયું, એ પરિણમન ક્રિયા ભાસે છે, ત્યાં રાગની ક્રિયા હોતી નથી, એટલે રાગની ક્રિયા ત્યાં ભાસતી નથી. આહાહાહા.. આવો મારગ છે. તતઃ માટે, શસિ ક્રિયા ને કરોતિ ક્રિયા બન્ને ભિન્ન છે. આહાહા ! રાગની ક્રિયાનું પરિણમવું અને જ્ઞાનની ક્રિયાનું પરિણમવું બેય ચીજ તન્ન ભિન્ન છે. છે તો બેય ષકારકના પરિણમનથી પરિણમે છે પણ બેય તન્ન ભિન્ન છે. આહાહા. રાગ થાય છે, દયાનો એ પણ ષટ્ટારકનાં પરિણમનથી તે ઊભો થાય છે પણ તે વખતે જાણવાની ક્રિયાનું ષટ્ટરકનું પરિણમન નથી, અને જ્યારે જ્ઞાયક ત્રિકાળી છે, એનાં પરમ સત્તા, મહાસત્તા પ્રભુની, જ્યાં સ્વીકાર થયો, તે જ્ઞતિ ક્રિયામાં કરોતિ ક્રિયા તદ્ન ભિન્ન છે, ત્યાં હોતી જ નથી. આહાહા! આવી વાતું હવે. ઓલુ કેવું હતું, ઇચ્છિામી દરીયા, વહીયાં, મિચ્છામી દુક્કડમ, તાઉ કાય કારંણ. નાનુભાઈ Page #493 -------------------------------------------------------------------------- ________________ ४७८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ ગયા ? નાનુભાઈ કહેતા હતા કે, પાણીતાણા કાંઈ સંભળાતું નથી. હેં.. (શ્રોતા- ગોંડલ ગયા છે) ન્યાંથી આવવાનાં છે. પગાર મળે ને ત્યાં ધુસી ગયો... આહાહા ! સાંભળવાનું મળે છે એ ખોટું બધું. આહા! માટે જ્ઞતિ ક્રિયા અને કરોતિ ક્રિયા બંને ભિન્ન છે, એક સમયમાં બે ક્રિયા ન હોય એમ કહે છે, ભલે ત્યાં રાગની ક્રિયા હોય, છતાં તેને જાણનારની ક્રિયા તે એક જ વસ્તુ વર્તે છે. જ્ઞાતાપણા તરફનાં લક્ષથી જાણવાની ક્રિયા એક જ વર્તે છે, રાગની ક્રિયા પણ ભેગી છે એમ નથી. આહાહા ! જ્ઞસિ નામ જાણવાની ક્રિયા, પર્યાયની પરિણતિની વાત છે હોં અહીંયા અને કરોતિ ક્રિયા બંને ભિન્ન છે તેથી જે એમ ઠર્યું કે જ્ઞાતા છે તે કર્તા નથી, ત્રિકાળી શાકભાવને જેણે સ્વીકાર્યો, આહાહા ! આખી ચીજ જ જ્ઞાયકપણે પડી છે મૂળ, અનાદિ અનંત, નિત્યાનંદ પ્રભુ, એનો જ્યાં સ્વીકાર થયો તે હવે રાગનો કર્તા છે નહીં. પરની વાત તો કયાંય રહી, શરીર ને વાણી ને જડ ને.. હવે આંહી તો હજી પરનો કર્તા ન માને તો દિગંબર નહીં, એમ પંડિતો કહે છે લ્યો, ઇન્દોરમાં ને એમ કહ્યું છે, અને પ્રભુ! શું કહે છે ભાઈ, સોનગઢનો વિરોધ કરવા માટે આટલું બધું કાંઇ કરાય? આખી વસ્તુનો... ઉલ્ટો... આહાહા... પરનો કર્તા ન માને તે દિગંબર જૈન નથી. અહીં કહે છે કે રાગનો કર્તા માને તે દિગંબર જૈન નથી. એણે પણ આ બધે ઠેકાણેઠેકાણે કાલે નહોતું આવ્યું એ શુભભાવને મળવા જાવું, એ પ્રેમીને મળવાં સ્ત્રી જાય એવું છે, અરેરેરે... વ્યભિચાર એમ કહે છે અમને અંદર શુભભાવ આવે, આહાહા... એના અમે તો જાણનાર-દેખનાર છીએ, એમાં અમે જાતા નથી, અમે એમાં ભળતા નથી એમ કહે છે. ભળે છે, એ પ્રેમીની સ્ત્રી જેમ ભળે છે, એમ ભળે છે એ અજ્ઞાની. આહાહાહવે એ શુભરાગમાં ધરમ મનાવવો, ને કાંઈ ધરમનું કારણ એને મનાવવું, બધુ એક જ છે ભાઈ ! આહાહા! વસ્તુ છે ને, અંદર નજીક પડી છે ને, પર્યાયની પાસે જ છે પાસે છે એમ કહેવું એ પણ હજી છે જ ત્યાં બસ પર્યાયની પાસે એટલે આમ છે જ ઈ ધ્રુવ. આહાહા.. જે જ્ઞાતા છે, તે કર્તા નથી. આહાહા ! ભાવાર્થ- હું પરદ્રવ્યને કરું છું, પરદ્રવ્ય લીધું અહીં પણ રાગને કરું છું એ પરદ્રવ્ય જ છે રાગ, સ્વદ્રવ્ય છે જ નહી એ. એમ જ્યારે આત્મા પરિણમે છે, રાગને કરું છું એમ રાગપણે પરિણમે છે, ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમન ક્રિયા કરતો હોવાથી, કૌંભાવરૂપ પરિણમન ક્રિયા ત્યાં કહી છે, કર્તાભાવરૂપ ક્રિયા છે, કરોતિ ક્રિયા કરતો હોવાથી, કર્તા જ છે. આહાહા... અને જ્યારે હું પરદ્રવ્યને જાણું છું એ પણ વ્યવહાર સમજાવવું છે ને? તેથી શું સમજાવે...? પરદ્રવ્યને જાણું છું એમ પરિણમે છે, એમ પરિણમે છે, અને જાણે છે ને રાગ થાય છે તેને પણ પોતામાં રહીને, તેની અપેક્ષા વિના જાણે છે. આહાહા ! ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી, ત્યારે જાણનાર-દેખનારનાં ભાવપણે થતો હોવાથી જ્ઞતિ ક્રિયા કરતો હોવાથી, એ તો જાણવાની ક્રિયા પરિણમન, જાણવાની પરિણમન ક્રિયા છે, આહાહા... છે તો ક્રિયા પણ સ્વ ચૈતન્યનાં સન્મુખની છે, રાગનાં વિમુખની છે, એથી જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. હવે કોઇને એમ શંકા કે, આવડી મોટી વાત તો કોઇ ઉપરના ગુણસ્થાને હશે, હેઠલાવાળાને આ ન હોય, એમ કેટલાક કહે છે ઓલા જ્ઞાનસાગર કહેતા કે નિર્વિકલ્પ સમકિત તો સાતમે થાય, ભાઈ એમ કહેતા ને શાંતિસાગર એમ કહેતાને, નિર્વિકલ્પ સમકિત તો સાતમે થાય, આહાહા ! Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૭ ૪૭૯ ત્યારે આ કહે છે કે અત્યારે શુભજોગ જ હોય, બધું ઇ નું ઇ જ છે. અરે પ્રભુ! શું કરે છે. અહીં કોઈ પૂછે, અહીં કોઈ પૂછે છે કે, આવી વાત તમે મોટી કરો છો, એ અવિરત સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે, ત્યાં સુધી તે કષાયરૂપે તો પરિણમે છે તો એને એ ક્રિયાનો કર્તા કહેવો કે નહીં ? આહાહા! અવિરતી સમ્યગ્દષ્ટિ છે, જેને હજી ત્યાગ નથી રાગનો, ચારિત્રમોહનો ત્યાગ નથી, વિષય-વાસના આદિ છે, ગૌમ્મસારમાં આવે છે ને ઇન્દ્રિયના વિષયથી વિરત્યો નથી, આવે છે ને? વિષય-કષાયથી નિવર્યો નથી, શ્લોક છે ને ઇ. આહાહા ! અવિરતી સમ્યગ્દષ્ટિ આદિ, આદિ એટલે પાંચમે છટ્ટે એમ, જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે, એને રાગ તો આવે છે, શુભરાગ આવે, અશુભરાગ આવે ક્રિયા તો થાય છે, ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે, તો તેને કર્તા કહેવાય કે નહીં? આહાહા ! તેનું સમાધાન – અવિરતી, અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે, ભલે ચોથે ગુણસ્થાને હોય કે પાંચમે હોય કે મુનિ, શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યનાં સ્વામીપણારૂપ, કર્તાપણાનો અભિપ્રાય નથી, આહાહા.. એને રાગ હોય છે, છતાં તેને પરદ્રવ્યનાં સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. આ મારું છે અને હું એનો સ્વામી છું, એ દષ્ટિ નથી, ધર્મીની દષ્ટિ સ્વ સ્વામી સંબંધમાં છે, પોતાના દ્રવ્ય ગુણ શુદ્ધ છે, તે સ્વ છે. ને એનો એ સ્વામી છે, રાગ છે, એનો એ સ્વામી નથી, થાય છે. આહાહાહા. અવિરત સમ્યગ્દષ્ટિ વિગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં, શ્રદ્ધા જ્ઞાનમાં, પરદ્રવ્યનાં સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી, કષાયરૂપ પરિણમન છે.. રાગ થાય છે. તે ઉદયની બળજોરીથી છે, નબળાઇનું કારણ છે, ઇ ઉદયની બળજોરી કીધી, ત્યાં એનો અર્થ કે એનો નથી એ એમ એટલે ઉદયની બળજોરી છે, એમ કીધી, એને પોતાનો માનતો નથી ને એટલે એને ઉદયની બળજોરી કીધી, બાકી છે તો પરિણમન પોતાનું હિણી દશા. આહા! ઉદયની બળજોરી છે, તેનો તે જ્ઞાતા છે. આહાહા! સમ્યગ્દષ્ટિ અવિરતી, ગૃહસ્થાશ્રમમાં ભલે હોય, હજારો રાણીમાં હોય, એને વિષયની વાસના પણ આવે, છતાં તે તો સ્વામીપણાનાં, કર્તાપણાનો અભિપ્રાય નથી. કષાયરૂપ પરિણમન છે, એ ઉદયની બળજોરી, એટલે કે પોતાને કરવાનો ભાવ નથી, આ ઠીક છે, એમ કરીને કરવાનો ભાવ નથી, પણ પુરુષાર્થની નબળાઇ ને ઉદયનું જોર છે, એવો રાગ અંદર આવે છે, થાય છે. તેનો તે જ્ઞાતા છે, એનો ઈ જાણનાર છે, પોતાની ભૂમિકામાં રહેલો, જાણનાર છે, તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. રાગ મારો છે, ને મારું કર્તવ્ય છે, એવાં અજ્ઞાનપણા સંબંધીનું કર્તાપણું એને નથી. આહાહા ! નિમિત્તની બળજોરીથી થતાં પરિણમનનું ફળ કિચિત્ હોય છે, નિમિત્ત છે તો પોતાનું અશુદ્ધ ઉપાદાન પણ એ અશુદ્ધ ઉપાદાનને પરમાં નાખી દઈને પોતાના શુદ્ધ ઉપાદાનની દૃષ્ટિ થઈ છે. આહાહા ! ત્રિકાળી આનંદકંદ પ્રભુ, ચિદાનંદનું દળ, એનાં જે શુદ્ધ ઉપાદાનની દૃષ્ટિ છે, એ અપેક્ષાએ અશુદ્ધ ઉપાદાનને નિમિત્તમાં નાખી દીધું એ નિમિત્તની બળજોરીથી થતાં ઓલામાં ઉદયની બળજરીથી કહ્યું હતું ને એને અહીં નિમિત્તની બળજોરીથી થતાં એટલે પોતાને કરવારૂપનો પ્રેમ, રસ નથી, એમાં સુખબુદ્ધિ નથી, પણ આવ્યા વિના રહેતો નથી નબળાઇને લઈને, તે નિમિત્તની બળજોરીથી પરિણમનનું ફળ કિંચિત્ હોય છે. એનું ફળ તો કિંચિત, થોડો રસ ને સ્થિતિ પડે Page #495 -------------------------------------------------------------------------- ________________ ४८० સમયસાર સિદ્ધિ ભાગ-૫ કર્મની તે સંસારનું કારણ નથી. જોર જ્ઞાયકભાવ ત્રિકાળી આનંદનો સાગર નાથ, આખું દળ પડ્યું છે, તેનું જ્યાં જોર છે, આખો જ્ઞાયકભાવ છે, તેમાંથી જોર, એનું ખસતું નથી, એને લઈને કિંચિત કંઇક પરિણમનનું ફળ આવે, પણ એ સંસારનું કારણ નથી, એને ભવ નહીં વધે ભવ, એમ કહે છે. અને ભવિષ્યનું આયુષ્ય બંધાય કદાચિત્ તો પણ એને એવાં અશુભભાવને વખતે આયુષ્ય નહીં બંધાય, શુભભાવ આવશે ત્યારે આયુષ્ય બંધાશે મનુષ્યને તિર્યંચ સમકિતી હોય ને અશુભભાવ આવે, પણ આયુષ્ય નહિ બંધાય, આયુષ્ય શુભભાવ આવશે ત્યારે બંધાશે, એટલું દૃષ્ટિનાં જોરને લઈને, આહાહા... જેમ વૃક્ષની જડ કાપ્યાં પછી, વૃક્ષનું મુળ કાપ્યું હવે ડાળા-પાંખડા કેટલો કાળ રહે? આહા ! વૃક્ષની જડ કાપ્યા પછી, છે? તે વૃક્ષ કિંચિત્ કાળ રહે, થોડી વાર પછી સુકાઈ જવાનું ઈ, મૂળીયું કાપી નાખ્યું, આહાહા... એમ જેને રાગની એકતા તોડી નાખીને સ્વભાવની એકતા પ્રગટ કરી, આહાહા... ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્ય પ્રભુ, તેની એકતાનો ભાવ પ્રગટ કર્યો ને રાગની એકતાનો (ભાવ) તોડી નાખ્યો મૂળીયું તોડી નાખ્યું, આહાહા ! આ બધું જોર, બહારની ક્રિયા ઉપર આપે લોકો, આવી ક્રિયા કરે ઈ સાધુ ને આવી ક્રિયા કરે એ ઈ સાધુ, અને આને એમ કે ચોથે ગુણસ્થાને જુઓને હિંસા છે, જૂઠું છે એવું છે અને અમારે ઈ ત્યાગ છે, પણ તારે ત્યાગ કયાં છે. દૃષ્ટિનાં ત્યાગ વિના ત્યાગ જ કયાં છે? જ્યાં હજી મિથ્યાત્વનો ત્યાગ નથી, ત્યાં અવતનો ત્યાગ આવ્યો કયાંથી? આહાહા ! આકરું કામ છે. સમ્યગ્દષ્ટિને આવાં પરિણામ આવે, છતાં કહે છે, ભાવ અશુભ આવે, છતાં એનું ફળ સંસાર નથી, રખડવાનું... આહા! ત્યારે આ લોકો કહે, એના કરતાં અમે શુભભાવને કરીએ છીએ કે નહીં પણ એ શુભભાવ મારો છે એ માન્યું છે ત્યાં સુધી મિથ્યાષ્ટિ છે, આહાહા! આકરું કામ ખરું. વૃક્ષ કિંચિત્ કાળ અથવા ન પણ રહે, ઝાડનું મૂળ કાપ્યું પછી કદાચ તરત ને તરત સુકાઈ જાય અને કોઇને થોડી વાર લાગે, અથવા ક્ષણે-ક્ષણે તેનો નાશ થતો જ જાય છે. આહાહા ! જ્ઞાયક સ્વભાવ, નિત્યાનંદ પ્રભુ, આખું તત્ત્વ જ્યાં દૃષ્ટિમાં સ્વીકારમાં આવ્યું, એટલે હવે એને રાગાદિ અશુભ આવે, શુભ આવે પણ ઈ લાંબો કાળ ટકશે નહિ. આહાહા ! એનો નાશ જ થતો જાય છે. આહાહાહા ! એમ અહીં સમજવું. મૂળ દૃષ્ટિ સમ્યગ્દર્શન શું ચીજ છે અને એનો વિષય શું છે? એનો જ્યાં હજી પતો ન મળે, એનાં બધાં તારા વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા, રણમાં પોક મુકવાં જેવાં છે. આહા! અને જ્ઞાનીને આવો રાગ થાય તો કહે છે કે નાશ થવા લાયક છે. આહા... એકતાનો રાગ નથી ને અસ્થિરતાનો રાગ છે, એનું એ મૂળ તો તોડી નાખ્યું છે, એમ અહીંયા સમજવું. એનો અર્થ એમ કયે છે લ્યો... વિશેષ કર્તા-કર્મ કહેવાશે... (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.) Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૮ ४८१ ( શ્લોક-૯૮ ) (શાર્વવિદિત) कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदी तदा का कर्तृकर्मस्थितिः। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।।९८ ।। ફરીને એ જ વાતને દૃઢ કરે છે શ્લોકાર્થ- [ર્તા ળિ નાસ્તિ, ર્મ તત્ અપિ નિયત ર્તરિ નાસ્તિ] કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી-[વિ કેન્દ્ર વિપ્રતિષિષ્યતે] એમ જો બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે [તવા રૂંછસ્થિતિ: 1] તો કર્તાકર્મની સ્થિતિ શી? (અર્થાત્ જીવ-પુગલને કર્તાકર્મપણું ન જ હોય શકે.) [ જ્ઞાતા જ્ઞતિરિ, કર્મ સવા વર્મ]િ આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [ રૂતિ વસ્તુસ્થિતિ: વ્ય$1] એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે [તથાપિ વત]તોપણ અરે! [ નેપચ્ચે : મોદ:મિ મસા નાનીતિ]નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.) ભાવાર્થ-કર્મ તો પુગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બનેને અત્યંત ભેદ છે, જીવ પુગલમાં નથી અને પુગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુગલકર્મનો કર્તા નથી; અને પુગલકર્મ છે તે પુગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે કેઆમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ “હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે” એવો અજ્ઞાનીનો આ મોહ (અજ્ઞાન) કેમ નાચે છે? ૯૮. પ્રવચન નં. ૨૨૭ શ્લોક-૯૮ મંગળવાર, વૈશાખ સુદ-૪, તા.૧૫/૫/૭૯ ફરીને એ જ વાતને દૃઢ કરે છે – कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदी तदा का कर्तृकर्मस्थिति:। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।।९८ ।। શ્લોકાર્થ – કર્તા કર્મણિ નાસ્તિ કર્મ તત્ અપિ નિયત કર્તરિ નાસ્તિ કર્તા નક્કી કર્મમાં નથી, એટલે આત્મા કર્તા ને રાગ કર્મ, જડ કર્મ, એ કર્તા-કર્મમાં નથી કાંઈ, આહા! કર્મનું અસ્તિત્વ સ્વતંત્ર જૂદું છે, ભગવાન આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ, હૈયાતિ જૂદી છે, અત્યારે અહીં Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ જડ કર્મની હારે સંબંધની વાતું છે. કર્તા નક્કી કર્મમાં નથી, કરનારો તે જડ કર્મમાં, આત્મા કર્તા ને જડ કર્મ કાર્ય તો ઈ કર્તા કર્મમાં નથી. આહાહા ! જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ બંધાય, તે કર્મમાં આત્મા નથી, આત્મા કર્તા તે કર્મમાં નથી, એમ કહે છે. એમાં ભાવકર્મ સમાઈ જાય છે. મુખ્યપણે તો દ્રવ્યકર્મની વાત છે. આહાહા! કર્તા નક્કી કર્મમાં નથી. ભગવાન જ્ઞાતા સ્વભાવ, જો એને કર્તા કહો, તો જડ કર્મ જ્ઞાનાવરણી જે છે તે કર્મ છે, તેમાં આ કર્તા એમાં નથી. આહાહા ! અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી, અને જ્ઞાનાવર્ણાદિ જે આઠ કર્મ છે, એ કર્તા એવો આત્મા એમાં ઈ વસ્તુ નથી. આહા! કર્તા, કર્મમાં નથી, કર્મ કર્તામાં નથી. આત્મા જડમાં નથી, જડ આત્મામાં નથી એમ. આહાહા! એમ જો બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે પરસ્પર બંનેનો નિષેધ કરવામાં આવે પણ નિષેધ, નિષેધ છે જ, પણ આંહી તો સમજાવવું છે ને? એમ જો બન્નેનો પરસ્પર કર્તા આત્મા કર્મમાં, અને કર્મ, કર્તામાં, આત્મામાં એમ નથી. એમ જો નિષેધ કરવામાં આવે, તો કર્મની સ્થિતિ શી? તો કર્મની સ્થિતિ શી ? આહાહા! હે... તદાઃ કર્તા-કર્મ સ્થિતિ શી એમ. તો કર્મની સ્થિતિ શી? અર્થાત્ જીવ પુદગલને કર્તા-કર્મપણું ન જ હોય એમ તદા કર્તા-કર્મ સ્થિતિ શી? તો આત્મા કર્તા ને જડ આઠ કર્મ, કાર્ય એ રીતે હોય શકે નહીં. આહાહા ! અહીં તો કહે આત્મા કર્મ બાંધે અને આત્મા કર્મ ભોગવે, એનું ફળ આવે એટલે આંહી ધે છે કે પણ કર્તા એમાં નથી, અને ઈ આમાં નથી, તો શી રીતે કર્તા થાય ને ભોગવે એને. આહાહા ! કર્મનું બહુ.. જૈનમાં કર્મ એવું લાકડું ગરી ગ્યું, આહાહા ! હેં! (શ્રોતાઃ- કોકે ઘાલ્યું તો ગરી જાય ને) સંપ્રદાયની શૈલી પણ કોણ જાણે એ વિષય ઉઠી ગઈ બસ! આત્મા કર્મને કરે ને કર્મને લઈને આત્મામાં વિકાર થાય. આહા! ભિન્ન ચીજ ભિન્નને કરે અને ભિન્ન ચીજ ભિન્ન નેય કરે, એટલે આત્મા કર્મને કરે ને કર્મનું ફળ વિકાર આત્મામાં આવે. આહાહા ! આટલું હજી સ્થળપણું પણ જ્યાં આગળ બેસતું નથી. આહા ! એને અંદરમાં જ્ઞાયક ત્રિકાળી વસ્તુ જ્ઞાયક, જ્ઞાન, જ્ઞાતા-દેણાનાં સ્વભાવથી ભરેલો પ્રભુ, એ રાગનોય કર્તા ક્યાં છે? આહાહા ! કેમકે એનાં અનંત અનંત ગુણોમાં કોઈ ગુણ રાગને કરે પર્યાયમાં એવો કોઈ ગુણ નથી. આહાહા! આંહીં તો ફક્ત કર્તા આત્મા, અને જ્ઞાનાવરણી કર્મ અત્માએ બાંધ્યું. જીવે, જ્ઞાનાવરણી કર્મના કારણમાં અશાતનાં આદિ આવે છે ને છ બોલ, નિહનવ ને એ આત્માએ કર્યું ત્યારે જ્ઞાનાવરણી બંધાણું, છ પ્રકારે જ્ઞાનાવરણી બંધાય છે ને, એનો નિષેધ છે અહીં કરનારો ત્યાં જાતો નથી, તે કરે શું કર્મને? જ્યાં હોય ત્યાં કર્મને લઈને આત્માને વિકાર થાય, અને વિકારને લઈને કર્મ બંધાય, તહ્ન માન્યતા મિથ્યાદૃષ્ટિની છે. જૈનપણાના, વ્યવહારની એને ખબર નથી, આહા! તો કર્મની સ્થિતિ શી..? જીવ પુગલને કર્તા-કર્મપણું ન જ હોઈ શકે તા: જ્ઞાતરિ, હર્ષ સેવા નિ, તા: જ્ઞાનરિ અને કર્મ સદા કર્મણિ. આ પ્રમાણે જ્ઞાતા સદા, જ્ઞાતામાં જ છે એમ. આહાહા!તેથી જ્ઞાતરિ જ્ઞાન, જાણનારો ભગવાન, જ્ઞાતા જ્ઞાતામાં છે, અને પુદ્ગલ કર્મ, કર્મમાં છે. આહાહા ! જ્ઞાત સ્વભાવી નટ અને કર્મ, કર્મમાં છે. જડ કર્મ જડમાં છે, અને આત્મા, આત્મામાં છે. આત્મા જડને કરે ને, જડનું કાર્ય આત્માનું કર્તા, એવું કોઈ છે નહીં. આહાહા ! Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૮ ४८ અત્યારે તો ઈ જ મોટું ચાલ્યું છે જૈનનાં નામે, આત્મા કર્મ બાંધે, છ પ્રકારે કરે ને, કર્મ આત્મા બાંધે, કત્તા, વિકત્તા, કત્તા આવે છે ને, અપ્પા, કત્તા વિકત્તા, એ આત્મા કર્તા ઈ અનાથિમુનિમાં આવે છે ગાથા, શ્લોક, આત્મા કર્મને કરે ને, કર્મને આત્મા ભોગવે, જેવાં બાંધ્યા છે, એવાં ભોગવે, તદન વાત જૂઠી છે. આહાહા! કેમ કે આત્મા તન્ન જડનાં કર્મથી જુદી ચીજ છે. અને જ્ઞાતા, જ્ઞાતરિ એટલે જાણનાર તત્ત્વથી, કર્મ જડ ચીજ જુદી ચીજ છે. જુદી ને જુદી કરે, એવું ત્રણકાળમાં બને (નહીં). તો ઈશ્વર કર્તા છે એમ માને, અને આ કહે કે કર્મને હું કરું છું માને, બેય સરખી માન્યતાવાળા છે. આહાહા ! ઓલા કહે કે ઈશ્વર કરે છે આ બધાં કામને, આ ક્યું કે હું કર્મ, જડને કરું છું, બે ય એક જ માન્યતા મિથ્યાષ્ટિની છે. આહાહા ! બહુ આકરું કામ ભલે..! ક્રમબદ્ધમાં તો ત્યાં સુધી એકદમ લઈ ગયા. દરેક દ્રવ્યની પર્યાય, જે સમયે થવાની તે થાય, તે ક્રમસર થાય ને આઘીપાછી નહીં. આધી-પાછીની વ્યાખ્યા શું? આ પર્યાય પછી થાય ને એની પર્યાય આંહી થાય તેનો અર્થ શું? જે દ્રવ્યની જે સમયે, જે પર્યાયનો કાળ છે તે થાય, તે ક્રમબદ્ધ થાય, ક્રમબદ્ધમાં તો એકદમ અકર્તાપણું સિદ્ધ કરવું છે. પાઠ જ ઈ છે ને અકર્તાનો. ભગવાન આત્મા, જડ કર્મનો તો કર્તા નથી, પણ દયા, દાન ને વ્રતનાં પરિણામનો પણ આત્મા કર્તા નથી. આહાહા ! કેમ કે વિકારી પરિણામ છે તેને નિર્વિકારી પ્રભુ ચૈતન્ય, ઈ વિકારને કરે શી રીતે ? આહા ! આકરું કામ ભારે. ત્યાં તો અકર્તાપણાની પરાકાષ્ટા લીધી છે. આત્મા જડનો કર્તા તો નથી, પણ ઈ દયા-દાન ને ભક્તિ, પૂજાના પરિણામનોય આત્મા કર્તા નથી. આત્મા કર્તા કહો તે મિથ્યાષ્ટિ છે. ઈ શુભરાગ નામ દયા, દાન, પૂજા, ભક્તિનો કર્તા થાય તો ઈ મિથ્યાષ્ટિ છે. એ જ્ઞાયક સ્વરૂપ છે, ચૈતન્યમૂર્તિ પ્રભુ, એ રાગનો કર્તા નથી. ઈ તો સ્થૂળ વાત છે. પણ વર્તમાન તેની પર્યાય છે નિર્મળ, તેનો ય કર્તા નથી. આહાહાહા ! અકર્તાની જિન દર્શનમાં છેલ્લામાં છેલ્લી સ્થિતિ આંહી ગઈ કે નિર્મળ પર્યાય છે તેનો પણ દ્રવ્ય કર્તા નથી, પર્યાય પર્યાયની કર્તા છે. આહાહા! અરે આ વાત સાંભળી નથી ને જૈનમાં જમ્યા છતાં, જૈન પરમેશ્વરને શું કહેવું છે તે ખબર નથી, અને એને ધરમ થઈ જાય. જાત્રાઓ કરી શેત્રુંજયની ને ગિરનારની ને, ધૂળમાંય ધરમ નથી ક્યાંય. આહાહા! (શ્રોતા- વર્ષમાં એકવાર તો જાત્રા કરવી જ જોઈએ) ઈ તો જાય છે ને કાર્તિક સુદ પૂનમે, ચૈત્ર સુદ પૂનમે, એમાં કર્તાબુદ્ધિ છે, આ શરીરને હું હલાવું છું, લઈ જઉં છું ત્યાં, ઈ શરીર, જડની ક્રિયાનો કર્તા થાય, ઈ તો મહા મિથ્યાષ્ટિ, જૂઠ છે. પણ તેનો ભાવ શુભ થાય ત્યાં કદાચ એનો કર્તા થાય તો, કેમકે એનામાં અનંત ગુણ છે, એ કોઈ ગુણ, રાગને કરે એવો એનામાં ગુણ નથી. એથી પર્યાયબુદ્ધિવાળો, દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામનો કર્તા, પર્યાયબુદ્ધિ, મિથ્યાષ્ટિ થાય છે. અરેરેરે ! આવી વાત ક્યાં છે. આહાહા ! ઈ તો કયાંય રહી ચું, પણ એના નિર્મળ, દયા દાનનાં પરિણામ અને તે કાળે જ્ઞાનનો પર્યાય જાણનારો જે છે તે પર્યાયને પણ તે દ્રવ્ય કરતું નથી. આહાહાહા ! ભારે આકરું કામ બાપુ! કારણકે ઈ બે છે, નિર્મળ પર્યાય અને દ્રવ્ય, બેય નિર્મળ, તો આ એકબીજાને કરે એમ એમાંય નથી. આહાહા ! એકબીજાને કરે તો બેપણું રહેતું નથી, બહુ ઝીણી વાત બાપા! વીતરાગ Page #499 -------------------------------------------------------------------------- ________________ ४८४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ મારગ, બહું ઝીણું, સુક્ષ્મ બહુ.... આંહી તો ઈ કહે છે. અરે આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મમાં કર્મ જ છે. કર્મમાં, કર્મમાં જ છે. “ઇતિઃ વસ્તુસ્થિતિ વ્યક્તઃ” એવી વસ્તુની સ્થિતિ પ્રગટ છે. સત્તા બધી ભિન્ન, સત્તા સૌની ભિન્ન પ્રગટ છે. એમાં ભિન્ન સત્તા જે છે, હોવાવાળી ચીજ, કર્મની સત્તાવાળી ચીજ, એને જીવની સત્તા, એને કરે, એવી વસ્તુ સ્થિતિ નથી. આહાહાહા ! આંહી ઈ તો છે જ માન્યતા લોકોની, પણ આ તો આખો દિ' આ ભક્તિ ને પૂજા ને બખબખીયા વગાડોને, માથે જાત્રા કરવા નવ્વાણું વાર ચઢવું-ઉતરવું ને ગિરનાર ચઢવું ને, અરે ભગવાન..! (શ્રોતા- રૂષભદેવ ભગવાન શેત્રુંજય ઉપર નવ્વાણું વાર આવ્યા તા) ત્યાં નવ્વાણું લાખવાર શું આવ્યાં હોય તો ત્યાં શું એમાં પરની હારે સંબંધ શું છે? આહાહા! (શ્રોતાસીમંધર ભગવાન જાત્રા કરતાં હતા ને તેના અનુયાયી ન કરે) જાત્રા કોણે કરી'તી, કાંઈ કરી નો'તી એણે, ઈ તો આત્મામાં અંદરમાં ઉતર્યા'તા, અંદરમાં આનંદમાં ઉતર્યા'તા શેત્રુંજયમાં તો ભગવાન, આહાહા! ઝીણી વાતું બહુ... એક તો આ લોકોમાં “દિવ્ય ધ્વનિ” એક પુસ્તક, એક માસિક નિકળે છે, હમણાંનું લાગે છે, નવું લાગે છે “દિવ્ય ધ્વનિ', એમાં વળી એમ. હેં.? ( શ્રોતા:- ડો. સોનેજીનું ) સોનેજી છે ને ઓલો કોઈ 'ક છે ને.... હા.. અમદાવાદવાળો છે એક, હેઠે લખ્યું છે કે, “સતપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” કહો હવે આ શું વાત, ધર્માત્માનું યોગબળ, જગતનું કલ્યાણ કરો, બીજાનું કલ્યાણ બીજો કરે, એમ લખાણ છે, હેઠે, દિવ્ય ધ્વનિ નીચે, સતપુરુષોનું યોગબળ, સંબંધ કહો, યોગબળ કહો, અરે પ્રભુ, કલ્યાણ પરનું કોણ કરે ભાઈ તને ખબર નથી. આહા ! કલ્યાણ તો પોતે ભગવાન આત્મા, જ્ઞાન આનંદનો ઘન પ્રભુ છે, તેમાં ઈ જ્ઞાન ને આનંદની પર્યાય થાય તે ધરમ છે, છતાં તે ધરમની પર્યાયનો પણ આત્મા કર્તા નથી. આહાહા ! અકર્તાની છેલ્લી પરાકાષ્ટા છે. બેહવું કઠણ પડે જગતને. અત્યારનાં અભિમાન ચઢી ગ્યાં છે ક્રિયાકાંડનાં રસમાં ચઢી ગ્યા છે ને અત્યારે બધાં... હો અપવાસ કરો, વર્ષીતપ કરો, આ કરો, આ કરો, બધી હોળી સળગે છે, રાગની, કષાયની. આહાહા! આંહીં તો જરીક શું આવ્યું, ઓલો રાગ નો લીધો પછી, જ્ઞાતા જ્ઞાતા સદામાં છે એમ ભાઈ, લીધું એમ, પાછું પરનો કર્તા નથી, એ તો ઠીક, તો પછી આત્મા રાગનો કર્તા છે, એમ ન લીધું, ઈ પરનું કર્તાપણું છૂટે છે. એટલે આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે એમ લીધું ભાઈ, પાછું એમ ન લીધું કે જાણનાર છે એ જડને ન કરે, કર્મ જડ છે એને પણ રાગને કરે, દયા-દાન, વ્રત, ભક્તિ, પરિણામ “ના” આહાહા! અરેરે ! આવી વાતુ ક્યાં? લોકોને આ જૈનપણું છે, એવું જ ન લાગે આ. હેં? આહાહા ! અજૈનપણું છે, એને જૈનપણું માને, જૈનપણું છે તેને ઈ અજૈની માને. આહાહા! જૈનપણું તો એ કે જ્ઞાતા, જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, આહા! જાણનાર જાણનારમાં છે. ભગવાન તો ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા, જાણનારમાં છે, ઈ પરનાં કામમાં તો નથી. પણ ઈ રાગમાંય ઈ નથી, આહાહા ! ભાવકર્મમાંય ઈ નથી, ભાવકર્મ છે ખરું જાણવા–દેખવાનું, ઈ ભાવકર્મ છે ને, ઓલાં દયા–દાન, ભાવકર્મનો તો કર્તા છે નહીં પણ એ જાણવા- દેખવાની પર્યાય જે છે, એનો ય ઈ કર્તા નથી. અરે પ્રભુ, આવું આકરું કામ છે, બાપા. વીતરાગ પરમેશ્વર, Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૮ ૪૮૫ જિનેશ્વરના વિરહ પડયા, પંચમ આરામાં કેવળજ્ઞાન રહ્યું નહીં, ત્રણલોકના નાથ રહી ગયા, મહાવિદેહમાં, પ્રભુ રહી ગયા મહાવિદેહમાં, આહાહા ! સીમંધર પરમાત્મા, વીસ-તીર્થકરો, લાખો કેવળીઓ બિરાજે છે મહાવિદેહમાં, ભારતમાં વિરહ પડ્યા, એનાં વિરહ પડયા પણ કેવળજ્ઞાન ને અવધિ જ્ઞાનનાં વિરહ પડ્યા. આહાહા ! એની ઉત્પત્તિ ન થાય, એમાં આવા કાળમાં આ કહેવું, ભગવાન તું તો જ્ઞાતા છો ને? રાગની જે ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિ ને જાત્રાની છે. એ તો રાગ છે. શુભરાગ છે, વિકાર છે. પ્રભુ તો નિર્વિકારી અનંતગુણનો પિંડ છે. આહાહા ! જેની નિર્વિકારી, અનંતગુણનો પિંડ, જે જ્ઞાન આત્મા, તેની જેને દષ્ટિ થાય, તે તો રાગનો કર્તા ન થાય. આ સમ્યગ્દષ્ટિ જીવ ધર્મી પહેલી સીઢીવાળો, ધર્મની પહેલી બોણી હુજી તો, ચોથે ગુણસ્થાને. આહાહાહા ! પાંચમું ને છઠું કોને કહેવું, હજી લોકોને ક્યાં ખબર છે? આહાહા ! બહુ આકરું કામ બાપા. આંહી શબ્દ કેમ આવ્યો કે, ત્યાં તો જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, ઈ જાણનાર, જાણનારમાં જ છે. આહાહાહા ! ઈ જડમાં કર્મમાં તો આવ્યો નથી, પણ એને દયા–દાન ને વ્રતનાં પરિણામમાં એ જ્ઞાતા આવ્યો નથી. એ તો વિકાર પરિણામ છે, અવિકારી પ્રભુ, વિકારમાં ક્યાંથી આવે? આહાહા ! જ્ઞાતા સદા જ્ઞાતામાં છે. સદા જ્ઞાતામાં છે છે ને સદાય શબ્દ પડયો છે જુઓ. આહા ! જાણનાર ચૈતન્ય, જ્ઞાતા, સ્વભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, નિત્યભાવ. એ જાણનારો જાણનાર પ્રભુ ભગવાને કહ્યો ઈ હોં બીજા અજ્ઞાની આત્મા આત્મા કરે ઈ નહીં, તીર્થકર સર્વજ્ઞ દેવ, પરમેશ્વરનાં જ્ઞાનમાં, જે જ્ઞાતા આવ્યો છે. આહાહા! ઈ જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે. આહાહાહા ! અને કર્મમાં કર્મ છે. આહા! “ઇતિ વસ્તુ સ્થિતિ વ્યક્તા” એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે! અરેરે ! તો પણ અરે, આચાર્યને જરીક આશ્ચર્ય ને ખેદ થાય છે, સંત છે. મુનિહા, પરમાત્મ સ્વરૂપ, પરમેષ્ટીપદ છે. અતિન્દ્રિય આનંદમાં ઝુલે છે. ઈ આચાર્ય એમ કહે છે, અરેરે... આવું હોવાં છતાં, અરે... “નેપથ્ય મોહ કિમ રભસા નાનટીતિ”, અરે, અંદરમાં મોહ કેમ નાચે છે, અરેરે મિથ્યાભ્રમણા, એને આ કઈ રીતે નાચે છે, કહે છે. હું રાગનો કર્તા ને હું કર્મનો કર્તા ને આવો મિથ્યાત્વભાવ, અંદરમાં પડદામાં કેમ નાચે છે એને. આહાહા ! ઝીણું બહુ બાપુ. વર્તમાન ચાલતા, દેખનારને તો એવું લાગે આ તે કંઈ મારગ હશે, વીતરાગનો મારગ છે આ તે કંઈ બાપુ, એ વીતરાગ પરમાત્મા, મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, ત્યાંથી આ વાત આવી છે. આહાહા ! કુંદકુંદઆચાર્ય સંવત ૪૯, બે હજાર વર્ષ પહેલાં ત્યાં પ્રભુ પાસે ગયા હતા. ઈ આ કુંદકુંદઆચાર્ય, આઠ દી” ત્યાં રહ્યાં હતાં, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યાં છે. ભગવાનનો આ સંદેશ છે, આહાહા ! અમને તો બેઠો છે, ઈ વાત તો અહીંયા શું કરવી કહે, પણ ભગવાન આમ ધે છે, એમ ક્યું છે, અમે વળી છદમસ્થ છીએ અમે... આચાર્ય કહે તો ઈ પણ એમ જ છે, તોપણ એમ કહે છે કે, ઈ જિનેશ્વર એમ કહે છે, ત્રણલોકનો નાથ, જિનેશ્વરદેવ, પરમેશ્વર એમ કહે છે. અરેરે! જ્યાં ચીજ જ જુદી છે, ચૈતન સત્તા, ઇ પોતાનાં જ ઉત્પાદ, વ્યય, ધ્રુવની સતામાં છે, ઈ પરની સતામાં જાતું નથી, તો પરનું તો શું કરે, પણ એનામાં એનાં ગુણોની Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સત્તા જે છે, અનંત–અનંત-અનંત ગુણની સત્તા છે, એ ગુણ ને દ્રવ્ય પોતે, વિકા૨ને પણ ન કરે, ઈ તો જ્ઞાતા તો શાતામાં જ રહે. આહાહાહા ! અરે આમાં હવે વાદ વિવાદ કરો કહે છે, કોની હારે કરે, બાપા શું થાય ભાઈ, અરેરે... પડદા પાછળ આ મોહ તે કેમ નાચે છે, શું થયું આ, તે કહે એમ આચાર્યને આશ્ચર્ય થાય છે, અરે આવું કેમ પણ થયું, કે જ્ઞાતા તો જ્ઞાતા છે, એવી સત્તા મૌજુદ બિરાજે છે, એને તું આ રાગનું કાર્ય સોંપ ને જડનું કાર્ય સોંપ, પ્રભુ આ તે શું થયું તને ? આહાહા ! ચક્રવર્તીને એમ કહે કે આ વાસીદુ... હૈં... સાવરણીથી કાઢી નાખ, આ શું કહેવાય ઈ, હૈં... વાસીદુ, વાસીદુ ચક્રવર્તીને કહે કે વાસીદુ ક૨, કાઢી નાખ, એની દાસી કોઈ હોય ઈ કહે, એમ ત્રણલોકનો નાથ અંદર પ્રભુ, સચ્ચિદાનંદ, સર્વજ્ઞ ૫૨મેશ્વરે જોયો ઈ આત્મા હોં, બીજાઓ કહે એમ ઈ નહીં, બીજાએ જોયો નથી. સર્વજ્ઞ ૫૨મેશ્વર સિવાય, આહાહા ! એવો આ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ, શાતા કીધોને ? જ્ઞાતા કહો કે સર્વજ્ઞ સ્વભાવી કહો, આહાહાહા ! એવો જ્ઞાતા તે શાતા જ છે. અને કર્મ તે કર્મ છે, આવી વસ્તુ સ્થિતિની પ્રગટ, પ્રગટ મર્યાદા છે, વ્યક્ત મર્યાદા છે એમ. ગુસ મર્યાદા છે એમ નહીં. હૈં.. ! તો પણ અરેરે... “નેપથ્ય મોહ એષઃ કિમ ૨ભસા નાનટીતિ,’ નેપથ્યમાં, અંદરમાં, આહાહા ! અત્યંત જો૨થી મિથ્યાત્વ કેમ નાચી રહ્યું છે ? આહાહા ! બહું આકરું કામ... લોકોને નવરાશ ન મળે, વાણીયાને એકકોર ધંધા આડે નવરો ન મળે, ધંધો આખો દિ’ એ ઈ હોળી સળગે, દુકાને બેઠો હોય ત્યારે અને સાચવવું ને આ કર્યું ને આ કર્યું ને થોડો નવરાશ મળે ત્યારે છ-આઠ કલાક ઉંધમાં જાય, એક થોડાક બાયડી-છોકરાવ સાચવવામાં, રાજી કરવામાં જાય, બે અઢી કલાક ખાવામાં જાય, અરે એક કલાક સાંભળવામાં જાય ને આવી વાત સાંભળવામાં મળે નહીં, અરે રે. સત્ય વાત મળે નહીં, અસત્ય વાત મળે, અરે, જિંદગી ચાલી જાય છે ભાઈ, આવાં અવસ૨ ક્યારે મળશે ભાઈ ! આહાહા ! આંહી આચાર્ય આશ્ચર્ય કરે છે. અમૃતચંદ્ર આચાર્ય, જેણે કુંદકુંદ આચાર્યના ગણધર જેવું કામ કર્યું છે. આહાહાહા! એ એમ કહે છે કે અત્યંત જોરથી મિથ્યાત્વ-મોહ, મોહ એટલે મિથ્યાત્વ કેમ નાચી રહ્યું છે. આહા ! ભાવાર્થ:- નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચે છે. છે ને ? મોહ એટલે મિથ્યા શ્રદ્ધા, જે વાસ્તવિક પ્રભુ ચૈતનસ્વરૂપ અતીન્દ્રિય આનંદનો સાગર નાથ આત્મા અતીન્દ્રિય અનંતગુણનો પિંડ પ્રભુ, ઈ આ મિથ્યાત્વમાં, આ કેમ આવ્યો આ. રાગને કરું ને કર્મ બંધનને હું કરું ને શું થયું તને પ્રભુ આ. આચાર્યને આશ્ચર્ય થાય છે. પાઠમાં શબ્દ છે ને શાતા જ્ઞાતિર અને કર્મ સદા કર્મણિ “જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, અને કર્મ સદા કર્મમાં જ છે” સદાય કર્મમાં છે. આહા ! ભાવાર્થ:- કર્મ તો પુદ્ગલ છે, જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ પ્રભુએ કહ્યાં, એ તો જડ છે, અજીવ છે, કર્મ જે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, આઠ કર્મ છે ને. ઈ તો જડ છે, ધૂળ છે માટી. જેવી આ માટી છે જાડી, એવી આઠ કર્મ ઝીણી ધૂળ, ઈ માટી છે. આહાહા ! એ તો પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે, તે તો અસત્ય છે. આહાહાહા ! ભગવાન જીવ તે અજીવને કરે, આહાહા ! આંહીં તો હજી કર્મ જેવા ભાવ કરે Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૮ ४८७ તેવા કર્મ બંધાય, એવો નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવાં છતાં, તેનો તે કર્તા નથી. આહાહાહા! અને કર્તા નથી, તેથી તો ઉડાવી દીધો, રાગેય ઉડાવી દીધો, રાગેય ખરેખર એનું કર્તવ્ય નથી. આહાહા! ભગવાન આત્માનું જાણવું દેખવું, આનંદ એ એનું કર્તવ્ય છે, આહાહા! અરેરે.... આવા જાણવાં દેખવા ને આનંદના કર્તવ્યને ભૂલીને, આ મોહ તે શું કરે છે. આ એમ કહે છે. આહોહો ! આ લખાણ કાંઈ અત્યારનાં નથી, આ તો હજારો વર્ષોનાં છે. અનંતકાળમાં ભગવાનનો જે અભિપ્રાય છે તે પ્રમાણે આ શાસ્ત્ર છે. આહાહા ! પક્ષ મોહને લઈને, સાંભળવાય મળે નહીં, આહાહાહા ! (શ્રોતા- વિચાર કરે તો બેસી જાય એવું છે) પક્ષ, મોહ છે, આ પક્ષ અમારામાં આમ કહ્યું છે, ને અમારામાં આમ કહ્યું છે. આહાહા ! આચાર્ય તો કહે છે, કે કર્મ તો પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે, તે તો જૂઠું છે. તે બન્નેને અત્યંત ભેદ છે. ભગવાન આત્મા ને કર્મ જડ એ અત્યંત જુદાં છે, અત્યંત જુદાં છે. આહાહા! ભગવાન અરૂપી ચૈતન અને આ રૂપી જડ, જડ માટી, ધૂળ, બેય તદ્દન જુદી ચીજ છે. આહાહાહાહા ! જીવ પુદ્ગલમાં નથી એ ભગવાન આત્મા તે કર્મ આઠ જડ માટી, ધૂળ. એ ધૂળમાં પ્રભુ નથી અને ધૂળ તે જીવમાં નથી, કર્મ ઝીણી ધૂળ છે. આહાહા ! લોગસ્સમાં આવે છે ને, “વિહુય રયમલા, હે ભગવાન, વિહુય, વિશેષે આપે ટાળ્યાં છે. હે પ્રભુ સિદ્ધ ભગવાન, વિ-હુય રયા મળા રજ એટલે જડ કર્મ અને મળ એટલે પુણ્ય પાપનાં ભાવ, આહા! પણ એનીય ખબરું ન મળે, ને લોગસ્સ હાંકે રાખેને. કીધું ને એક બાઈએ તો વિહુય રયમલામાં, વિહા રોઈ મર્યા એવો અર્થ કર્યો લિંબડીમાં, દશા ને વીશાને બેયને મેળ નો હતો ને આ દશાશ્રીમાળીની બ્રાહ્મણ બાઈ હતી, ઓલું લઈને બેસે છે ને, ઘડીયાળું, લઈને સામાયિક કરવાં, ક્યાં સામાયિક હતી ને કે દી” હતી? એમાં આ લોગસ્સ આવ્યો ને આમ બોલી, વિહા રોઈ મળ્યા, પણ એલાં આપણી તકરાર આ લોગસ્સમાં ક્યાંથી આવી. ત્યાં જોવે તો વિહુય રમયલા, હે પ્રભુ! સિદ્ધા સિદ્ધ પ્રભુ, વિહુય, વિહુય ટાળ્યાં છે આપે યમલા, આઠ કર્મની જડ રજ છે, એ ટાળી દીધી છે, અને મળ એટલે પુણ્ય-પાપનો મેલ પણ આપને ટળી ગયો છે. એવો એનો અર્થ છે. તો એનો અર્થનીય ખબરું ન મળે, અને થઈ ગઈ એને સામાયિક ને પોહા. ધૂળમાંય નથી, આહાહા ! ધૂળમાંય નથી એટલે એને પુણ્યાનુબંધી પુણ્યેય નથી, પાપાનુબંધી પુણ્ય થાય. આહાહા ! આકરું કામ બહું! જીવ, પુગલમાં નથી, અને પુગલ જીવમાં નથી, તો પછી તેને કર્તા-કર્મ ભાવ કેમ હોઈ શકે? જ્યારે એક ચીજમાં બીજી ચીજનો અભાવ છે, તો અભાવ ચીજ ને બીજી ચીજ તેને શું કરે? આહાહા ! આનો ભાવ એમાં હોય તો એનું કાંઈ કરે, પણ આનાં ભાવમાં, એનો અભાવ ને એનાં ભાવમાં આનો અભાવ, આહાહાહા ! જીવમાં નથી તો પછી તેમને કર્તા કર્મ ભાવ કેમ હોઈ શકે ? માટે જીવ તો જ્ઞાતા છે. આહા ! છે ને? ભગવાન તો જાણનાર-દેખનાર આંખ છે, જેમ આ ચક્ષુ આંખ છે, દેખે–દેખે, જાણે, ચક્ષુ કંઈ કામ કરે? રેતી ખાડો હોય તો આમ-આમ કરે તો રેતી ભરે, અને આમ-આમ આંખ્ય કરે, રેતીમાં તો ખાડો પડે? ઈ તો જાણે. આંખ જેમ જાણે, એમ ભગવાન તો જાણનાર-દેખનાર છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ४८८ સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા ! અરેરે! જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે. જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે. જોયું એમાં રાગ કાઢી નાખ્યો હોં પાછો. હા, જડ કર્મનો કર્તા નિષેધ કરતા, એનાં નિમિત્તથી થતો વિકાર દયાદાન, રાગ, એનોય કર્તા પ્રભુ નથી, ઈ તો જ્ઞાન સ્વરૂપ છે પ્રભુ જ્ઞાતા, આહાહા ! જ્ઞાતા જ છે, પુદ્ગલ કર્મનો કર્તા નથી, અને પુગલ કર્મ છે, તે પુગલ જ છે, તે જ્ઞાતાનું કાર્ય નથી. આહાહા ! આંહી તો એક જ પોકાર જૈનમાં એકોતેરની સાલથી આ વાત શરૂઆત થઈ. પહેલું લાઠીનું ચોમાસું હતું, એકોતેર, ત્યારે બહાર પાડી વાત કે ભાઈ કર્મને લઈને વિકાર છે નહીં, વિકાર થાય છે જીવમાં, પોતાનાં ઊંધા પુરુષાર્થને લઈને, કર્મને લઈને વિકાર નહીં. હે... ખળભળાટ, સ્થાનકવાસીમાં હતા તો એમાં ખળભળાટ ઉઠયો, એમાંથી શ્વેતાંબરમાં ગ્યો તો ન્યાંથી ખળભળાટ ઉઠયો કે આ શું? કર્મને લઈને વિકાર નહીં ત્યાંથી અહીંયા જ્યાં દિગંબરમાં આવ્યા, ત્યાં ખળભળાટ ઉઠયો. આહાહા ! એકોતેરની સાલની વાત છે, સિતેરમાં દીક્ષા, એકોતેરમાં આ વાત બહાર પાડી, અમારા ગુરુ હતા, બપોરે વ્યાખ્યાનમાં બહાર પાડી વાત આ કે કર્મ જડ છે, તેનાથી આત્મામાં રાગદ્વેષ થાય, એ ત્રણકાળમાં નથી. કર્મને લઈને વિકાર થાય નહીં પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર થાય, સવળા પુરુષાર્થથી વિકાર ટાળે, આ વસ્તુની મર્યાદા છે. એકોતેર, એકોતેર, કેટલાં વર્ષ ચ્યાં ચોસઠ વર્ષ ચ્યાં. (શ્રોતા – આ વાત તો અંદરથી જ આવી હશે ને) કીધું ને અમારા ગુરુ પાસે ક્યાં સાંભળ્યું'તું ગુરુને તો ખબરેય નહીં, ઈ તો બિચારા સાંભળતા ઈ કાંઈ વિરોધ ન કર્યો, પણ દામોદર શેઠ હતાં, દામનગરનાં, દામોદર શેઠ, મોટા ગૃહસ્થ, તે દિ' તો તેમની પાસે પૈસા દશ લાખ સિતેર વર્ષ પહેલાં, દશ લાખ, ચોસઠ વર્ષ પહેલાં, ઈ તો હવે થઈ ગ્યાં પૈસા ઢગલા, તે દિ' તો ક્યાં હતાં જ. તે દિ'ના એક લાખ ને અત્યારનાં ત્રીસ લાખ, બધાં સરખાં, એની પાસે દશ-લાખ. એને આ સાંભળીને એકદમ વિરોધ કર્યો કે આ શું? આ કોણે કહ્યું, અમારા ગુરુએ અમને કહ્યું નથી, અમે કોઈ દિ' આવું સાંભળ્યું નથી, ને આ કર્મને લઈને વિકાર થાય જ નહીં, કરો કીધું કરો, આંહીં તો છે ઈ છે. ત્યાંથી શ્વેતાંબરમાં વાત ગઈ કે, ઈ તો કર્મને લઈને વિકારની ના પાડે છે. એય ન્યાંય ખળભળાટ આ બધાં હારે. રામ વિજયની હારે, ખેડાવાળા હતા ને આ. કેવા? જેઠાભાઈ, ઈ અમારું સાંભળ્યું ને પછી રામવિજયની પાસે ગ્યા'ને ઘણી વાત ને ચર્ચા ચાલી, રામવિજયને આણે પૂછયું કે ચર્ચા આપણે કરીએ, પણ રામ વિજયે કીધું કે પહેલી માન્યતા છે કે કર્મને લઈને વિકાર થાય, પહેલી માન્યતા છે કે કર્મને લઈને વિકાર થાય, તો આપણે ચર્ચા કરીએ, આ કહે કે અમારે એ માન્યતા નથી, આ પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાની વાત છે. રામવિજય પાલીતાણા હતા. છે ને બધી વાતું, આખા સંપ્રદાયની બધાની ખબર છે. અહીંયા તો છાસઠ વર્ષ ચ્યા દીક્ષાને, શરીરને નેવું વર્ષ થયા, આહાહા! બધું જાણ્યું છે ને બધાને ઓળખીએ છીએ બાપા. પ્રભુ, પ્રભુ શું થાય. મારગની સ્થિતિ તો કોઈ જુદી છે, ભાઈ ! ચર્ચામાં ય એમ કહ્યું એને જેઠાભાઈને રામવિજયે, કર્મને લઈને વિકાર થાય, એ માન્યતા હોય તો ચર્ચા કરીએ, આ કહે કે એ મારી માન્યતા નથી, મારે ચર્ચા નથી કરવી. કારણકે અહીંયાંનું સાંભળેલું ખરું ને, ઘણાં વર્ષ થઈ ગયાં એને હોં, ઘણાં વર્ષ થઈ ગ્યા હો, એમાં રામવિજયનાં ગુરુ હુતા પ્રેમ વિજય, ઈ આંહીં ઘણાં Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૯૮ ૪૮૯ સાલથી નહીં? તમારો સુમન ને આ જ્જ બેય જણ ગયા'તા હૈં...? કનુભાઈ, જ્ગ, જ્જ, અમદાવાદમાં જ્જ છે ને દામાણી, ને આમનાં દિકરા બેય આંહીથી, તે દિ’ તો અહીં મંડળ છ્યું’ તું, તેને ઘણાં વર્ષ થઈ ગ્યાં, ઈ તો પચ્ચીસ-ત્રીસ વર્ષ ઉ૫૨ હશે. હૈં... ? અઠ્ઠાણુંની સાલ, તો કેટલાં વર્ષ થ્યાં ? સાડત્રીસ વર્ષ, ખબર છે તને ? હા... સાડત્રીસ વર્ષની વાત છે. ત્યાં એ બેય અહીંયાથી ગયા તે પ્રેમવિજયને કહ્યું કે, આત્મા કોઈનો કર્તા નથી, તો કે ના. ૫૨માણુનો કર્તા નથી પણ શ૨ી૨નો કર્તા છે. ઈ છે એ લોકોની આખી માન્યતા, પહેલેથી છે ઈ, હું તો નાની ઉંમરથી જાણું છું સત૨ વર્ષની ઉંમરથી, આહાહા ! અરે રે ! ૫૨દ્રવ્યને કરે તો ઈશ્વર કરે ને, આ ૫૨દ્રવ્યને કરે, એ બેયમાં કર્તામાં ફેર શું પડયો ? આહાહા ! ઓલો ઈશ્વર છે એ ચેતન કર્તા છે, ને આ જડ કર્તા આત્માનો, આ વિકારનો કર્તા, જડ કર્તા ઠરાવવો. અ૨૨૨ ! પણ ઈ વાત નહોતી બિચારા શું કરે... એનું કાંઈ (નહીં ). આહાહા ! આંહી તો કહે છે જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે. આહાહાહા ! પુદ્ગલ કર્મનો કર્તા નથી, અને પુદ્ગલ કર્મ છે તે પુદ્ગલ છે, તે જ્ઞાતાનું કાર્ય નથી. આહાહા ! આ તો શાંતિની વાતું છે બાપા ! આ કોઈ ઝઘડા ને વાદ વિવાદ, અનંત કાળ થયાં, સત્ય વાતને સમજવામાં દ૨કા૨ કરી જ નથી, ક્યાંક-ક્યાંક-ક્યાંક-ક્યાંક અટકવામાં, અટકી-અટકીને પરિભ્રમણ કરી રહ્યો છે. આહાહા! ચોરાશીનાં અવતાર, આહાહા ! આચાર્યે અહીંયા ખેદપૂર્વક કહ્યું છે કે આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે, આમ પ્રગટ ભિન્ન તત્ત્વો છે, દ્રવ્યો એટલે તત્ત્વો, અને દ્રવ્યો છે એ જ દ્રવ્યો દ્રવે છે કે ‘દ્રવતિ તે દ્રવ્યમ્”, એની પર્યાય ને પોતે દ્રવે, બીજો દ્રવે કોણ ? આહાહા ! એ દ્રવ્યત્વ નામનો ગુણ છે દરેકમાં દ્રવ્યમાં. આહાહા ! આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે, પદાર્થો ભિન્ન છે, તો પણ હું કર્તા છું અને પુદ્ગલ મારું કાર્ય છે, હું કર્મ બાંધુ છું, એ કર્મ બંધાવાની ક્રિયા હું કરું છું, એવો અજ્ઞાનીઓને ( ભ્રમ છે, ) આ અજ્ઞાન કેમ નાચે છે ? આહાહા ! એક કળશમાં તો કેટલું કહ્યું છે ? હૈં ? આહાહા ! વીતરાગ, ત્રણલોકના નાથ, પરમેશ્વરનો આ હુકમ છે. નહીંતર ઈશ્વર કર્તા ને તમે ઉથાપો અને તમે પાછાં પોતે ઈશ્વર થઈને, જડનાં કર્તા થાવ, આહાહા ! ઈ તો ઈ નું ઈ થયું. ઈ આવે છે ને ભાઈ, છેલ્લું વિષ્ણુ કર્તા માને છે, પાછળથી સમયસારમાં, વિષ્ણુ ઈશ્વ૨ કર્તા માને છે, અને જૈનનાં સાધુ છ કાયની દયા પાળી શકું છું. છ કાયનાં જીવનું કાર્ય કરી શકું, દયા પાળી શકું, કા૨ણકે એ ૫૨નું કાર્ય છે, એ કાર્ય કરી શકું છું, બેમાં ફેર શું છે ? કહે છ કાય જીવ લીધાં છે ને, આકરું કામ પ્રભુ પાછળ છે. વિષ્ણુ ઈશ્વ૨ને કર્તા માને, ને જૈન છકાયની દયા કરી શકું છું, ૫૨નો કર્તા, એની દયા પાળી શકું, એનો કર્તા થાય છે, ઈ તો ઈ નું ઈ થયું, આહાહા ! હૈં ? બે ય મિથ્યાત્વ છે. બેય મિથ્યાર્દષ્ટિ સ૨ખાં છે. આકરું કામ પ્રભુ. આહાહા! અરે રે આવું હોવા છતાં મોહ કેમ નાચે છે, કહે છે. આહાહા ! અઠ્ઠાણું. Page #505 -------------------------------------------------------------------------- ________________ ४८० સમયસાર સિદ્ધિ ભાગ-૫ બ્લોક-૯૯ अथवा नानट्यतां, तथापि (મન્ત્રાન્તા) कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमन्तस्तथोच्चै श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।।९९ ।। અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો કેવું છે તેવું જ છેએમ હવે કહે છે શ્લોકાર્ધ -[ Aવનં] અચળ, [ વ્ય$] વ્યક્ત અને [ રિત-શક્કીનાં નિર-મરત: અત્યન્ત-શ્મીરમ]ચિન્શક્તિઓના (-જ્ઞાનના અવિભાગપરિચ્છેદોના) સમૂહના ભારથી અત્યંત ગંભીર [9તત્ જ્ઞાનજ્યોતિઃ] આ જ્ઞાનજ્યોતિ [ સન્તઃ] અંતરંગમાં [ સર્વે:] ઉગ્રપણે [તથા નિતમ] એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે- [૨થા વર્તા હર્તા ન ભવતિ] આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી અને [ p* * જિન 4] અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી; [ યથા જ્ઞાનં જ્ઞાન મવતિ ]વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને [પુત્રન: પુન: પિ] પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે. ભાવાર્થ-આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, મુગલકર્મનો કર્તા થતું નથી; વળી પુગલ પુગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે. ૯૯. શ્લોક-૯૯ ઉપર પ્રવચન નવ્વાણું છેલ્લે કળશ છે આનો કર્તા-કર્મનો, કર્તા કર્મનો... અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો, તથાપિ વસ્તુ સ્વરૂપ તો જેવું છે એવું છે. આહાહા! ભલે તને ભ્રમણા થાય કર્તા જડને કરું ને રાગને કરું ને ભલે તું માન, પણ ઈ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે ઈ તો જ્ઞાન સ્વરૂપ જ છે. એમાં કાંઈ ફેરફાર થતો નથી. આહાહા ! તારી માન્યતા કર ભલે તું. આહાહા ! આકરું કામ છે. कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गल: पुद्गलोऽपि। ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमन्तस्तथोचैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।।९९ ।। Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૯ ૪૯૧ ભગવાન આત્મા તો અચળ છે, ચિદ્ધનપ્રભુ છે ઈ તો, તત્ત્વ છે, વસ્તુ છે, આત્મા તત્વ છે તે આનંદઘન, ચિધ્ધન, અનંત અનંત ગુણનો પિંડ, એવો પ્રભુ અચળ છે. ઈ પોતાનાં સ્વરૂપથી ચળે એવી ચીજ નથી. આહાહા ! આરે! આવું આકરું પડે. સાંભળવા મળે નહીં કાંઈ બિચારાને, આકરું પડે વિચાર કરે ત્યાં, તેથી વિરોધ કરે છે ને, તેથી તો વિરોધ, એકોતેરથી શરૂ થયો છે. કરો તો કરો બાપા. મારગ તો આ છે. માનો ન માનો, બીજો કોઈ મારગ નથી. અચળ છે ને વ્યક્ત છે, પ્રભુ તો વ્યક્તિ પ્રગટ છે ને અંદર કહે કે, દ્રવ્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાતા સ્વભાવ, જ્ઞાયકભાવ, ચિલ્વન પ્રભુ તો પ્રગટ છે ને? અસ્તિ છે ને મૌજુદ છે ને? હયાતિવાળી ચીજ પ્રભુ છે ને ધ્રુવ, આહાહા ! “વ્યક્ત ચિન્શક્તિનાં નીકર ભરત અત્યંત ગંભીર.”કહીએ કહે પ્રભુ, ચિલ્લેક્તિઓનાં, આત્માની જ્ઞાનશક્તિ છે, એનાં અવિભાગ પ્રતિચ્છેદ, જ્ઞાનની પર્યાય અનંતને જાણે એવા ભેદ અંદર પડી જાય છે. અનંત શક્તિ છે. એક ચિન્શક્તિમાં અનંત શક્તિ અવિભાગ પ્રતિચ્છેદ છે. આરેરે! આવું વળી, ચિલ્શક્તિઓ, જ્ઞાનના અવિભાગ પ્રતિચ્છેદ સમૂહનાં, આહાહાહા ! એ જ્ઞાન અનંતગુણને જાણે, એ જ્ઞાન લોકાલોકને જાણે, એ જ્ઞાન અનંતી પર્યાયને જાણે, એવી એક જ્ઞાનની એક ચિન્શક્તિનું અવિભાગ પ્રતિચ્છેદ, જે સમૂહુનો ભાર, એનાં જેટલી શક્તિઓનાં પ્રકાર પડ્યાં એવો જે ચિત્નક્તિઓનો સમૂહ પ્રભુ, અત્યંત ગંભીર છે. પ્રભુ અત્યંત ગંભીર છે. આહાહા ! જેમ ગુમડું અંદર ગંભીર થાય છે, પકડવું કઠણ પડે, એમ આ (ભાવ) ગંભીર પડે, ઈ તો હજી જડ છે. આ ચેતન ભગવાન અંદર અરૂપી, એક જ્ઞાનમાં અનંતા-અનંતાને જાણે એવી અનંતી ચિ7ક્તિઓનો ભાર, સમૂહ. આહાહા ! એવો પ્રભુ અંદર ચિત્નક્તિઓનો ભંડાર, અત્યંત ગંભીર ભગવાન છે અંદર. આહાહા ! એ પોતે પ્રભુ ભગવાન છે અંદર ભાઈ, તને ખબર નથી. ભગવાનપણું જો ન હોય તો ભગવાન અરિહંત, સર્વજ્ઞ ભગવાન થયા, ઈ થયા ક્યાંથી, બહારથી ભગવાનપણું આવે છે કાંઈ? આહાહાહા ! ઈ અરિહંત, સિદ્ધ ભગવાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદને પામ્યા પ્રભુ, એ બધી દશાઓ પામ્યાં, એ આવી ક્યાંથી ? બહારથી આવે છે કાંઈ ? આહાહા! અંદરમાં એ ભરેલી બધી શક્તિઓનો ભંડાર છે પ્રભુ તને ખબર નથી. આહાહા! ચિન્શક્તિના નિકર ભરતઃ છે ને ! ચિન્શક્તિનાં નિકર એટલે સમૂહુ, એનો ભરત એટલે ભાર, એનાથી અત્યંત ગંભીર, આહાહા! ભલે શરીર પ્રમાણે ભિન્ન ચીજ છે, પણ એનાં જ્ઞાનગુણમાં, અનંતને જાણવાની શક્તિ છે, એવી એ ચિન્શક્તિઓનો અનંત સમૂહુ, એનો ભાર, અત્યંત ગંભીર છે. એતતઃ જ્ઞાનજ્યોતિ, આ જ્ઞાનજ્યોતિ, એ જ્ઞાનજ્યોતિ પ્રભુ છે. આહાહા ! ચૈતન્ય જ્યોતિ, ઝળહળ જ્યોતિ પ્રભુ છે. પ્રભુ ! તારી નજર ત્યાં ગઈ નથી, તારી રમતું બધી પુણ્ય ને પાપ ને પર્યાયમાં રમતમાં રમ્યો પણ, અંદર ભગવાન છે, પૂણોનંદનો નાથ પ્રભુ જેમાંથી ભગવાનપણું પ્રગટ થાય છે, એ ચીજ ઉપર તારી નજર ગઈ નહીં. આહાહા ! (શ્રોતા - આત્મા સો પરમાત્મા કહ્યું ને?) ઈ પરમાત્મા છે ને ! શક્તિએ પરમાત્મા છે, Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૫ બાપા, પણ ઈ પછી પર્યાયમાં પરમાત્મા થાય છે. ઈ ક્યાંથી થયો? ઈ કાંઈ બહારથી આવે છે? જેમ લીંડી પિપરમાં ચોસઠ પહોરી તીખાશ ભરી છે તો બહાર આવે છે. ઘુંટે એ કાંઈ પથ્થરાથી આવે છે? પથ્થરાથી આવે તો કોલસા ને પથ્થરા ઘુંટવા જોય, એમાં ચોસઠ પહોરી પડી છે, એમ આત્મામાં કેવળજ્ઞાન, કેવળદર્શન, સર્વજ્ઞ પૂરણ આનંદ પડયો છે પ્રભુ. આહાહાહા ! આકરું! પરમાત્મા છે એ શક્તિએ પરમાત્મા જ છે, પણ ઈ વાત.. ઈ કરે શું... ઈ? આહાહાહા ! જ્ઞાન જ્યોતિ અંતરંગમાં, ઉગ્રપણે એવી રીતે જાજવલ્યમાન થઈ છે, ઉગ્રપણે એ રીતે જાજવલ્યમાન અંદર, ચૈતન્ય જ્યોતિ, ઝળહળ જ્યોતિ છે. કે “યથા કર્તા, કર્તા ન ભવતિ,” આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો, એ હવે કર્તા થતો નથી. આહાહા ! જે અજ્ઞાનમાં જડ કર્મનો કર્તા થતો ને રાગનો કર્તા થતો, એ થતો નથી. અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મ થતું હતું, તે કર્મ થતું નથી, હવે થઈ રહ્યું.... આહાહા! ભગવાન જ્ઞાન, જ્ઞાન સ્વરૂપમાં રહ્યો, એથી પરનો કર્તા થતો નથી, એટલે જ્ઞાતા-દેષ્ટા રહ્યો. કર્મ, કર્મપણે થતું નથી. આહાહા! બેય પોતાના સ્વરૂપમાં રહ્યાં. આહાહા ! વળી જ્ઞાન, જ્ઞાનરૂપ જ રહે છે, ભગવાન તો ચૈતન્ય જ્ઞાતા તે જ્ઞાનરૂપ જ રહે છે અને પુદ્ગલ, પુદ્ગલરૂપ જ રહે છે. આહાહા! બેય જુદે જુદાં છે. વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૨૨૮ શ્લોક-૯૯ બુધવાર, વૈશાખ વદ-૫, તા.૧૬/૫/'૭૯ સમયસાર ૯૯ શ્લોક એનો ભાવાર્થ છે. આત્મા જ્ઞાની થાય ત્યારે આ કર્તા કર્મનું છેલ્લું છે. એટલે કે જ્ઞાયક સ્વભાવ, ત્રિકાળ જે શુદ્ધ છે. તેનું જ્યાં જ્ઞાન થાય છે, સ્વસમ્મુખ થઈને, ત્યારે તે જ્ઞાની થાય. જ્ઞાયક સ્વભાવ છે. ધ્રુવ છે, અસ્તિ છે, તેનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાની થાય છે. ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપે જ પરિણમે છે. જ્ઞાન એટલે આત્મા. આત્મા આત્મારૂપે જ પરિણમે છે. વીતરાગીભાવપણે પરિણમે છે. પુદ્ગલ કર્મનો કર્તા થતો નથી. જ્ઞાન એટલે આત્મા પુદ્ગલ કર્મનો કર્તા ત્યાં થતો નથી. વળી પુદ્ગલ પુગલ જ રહે છે. પુદ્ગલ કર્મ છે, એ કર્મરૂપે જ રહે છે. એ કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે, બન્ને દ્રવ્યનાં પરિણામને નિમિત્ત-નૈમિત્તિકભાવ થતો નથી. આહાહા ! થાતો તો તો સ્વતંત્ર. અહીંયા રાગદ્વેષ થાય, ત્યારે કર્મ સ્વતંત્રપણે બંધાય અને કર્મનો ઉદય આવે ત્યારે આત્મા સ્વતંત્રપણે વિકાર કરે, એવો નિમિત્તનિમિત્ત સંબંધ હતો, એ તૂટી ગયો. આહાહા! આત્મા (એ) પોતાનાં જ્ઞાન આનંદ જ્ઞાયક સ્વભાવને સાવધાનપણે પકડયો, અનુભવ્યો એને હવે રાગનું પણ કર્તાપણું નથી, તો પુદ્ગલ એને બંધાય. અને એનો બંધાય ને એનો કર્તા થાય ઈ છે નહીં. આહાહા ! આમ યથાર્થ જ્ઞાન થયે, બન્ને દ્રવ્યનાં પરિણામને નિમિત્ત-નિમિતભાવ હતો તે નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે. આહાહા! આ પ્રમાણે જીવ અજીવ, કર્તા-કર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયાં. એટલે કે આત્મા, આત્માપણે થયો. કર્મ કર્મપણે છૂટી ગયાં ને અકર્મપણે થઈ ગયાં ને, બે માં જે નિમિત્ત-નિમિત સંબંધ હતો ઇ છુટી ગયો. આહાહા! નિમિત્ત નિમિત્ત સંબંધનો અર્થ એવો નથી કે કર્મનાં Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૯ ૪૯૩ નિમિત્તે અહીં વિકાર થાતો, અને વિકાર થાતો માટે ત્યાં કર્મ બંધાતું, એવું કાંઇ નથી. નિમિત્તનિમિત્ત સંબંધનો અર્થ થાય છે ત્યાં સ્વતંત્ર બંધન, અજ્ઞાની રાગદ્વેષ કરે છે એ સ્વતંત્ર. એ કર્મનો ઉદય આવે માટે કરે છે, એમેય નહીં અને વિકાર કરે છે માટે કર્મ બંધન થાય છે, જડની પર્યાય તે કાળે, આમાં આ થયું માટે થાય છે, એમ નહીં. આહાહા ! ભાવાર્થ-જીવ અજીવ બને કર્તા કર્મનો વેશ ધારણ કરી, જોયું. રાગ તે અજીવ છે. પુણ્ય પાપનો ભાવ એ અજીવ છે. આત્મા ભગવાન જીવ છે. ઈ જીવ અને અજીવ બન્ને કર્તા કર્મનો વેશ ધારણ કરી, જાણે કે વિકાર અજીવ તે કાર્ય અને જીવ તેનો કર્તા, એમ એક વેશ ધારણ કરી, એક થઇને, આહાહા ! એ વિકારભાવ અને સ્વભાવભાવ, ભગવાન ત્રિકાળ બેને એકરૂપે માનીને રંગભૂમિમાં દાખલ થયાં હતાં. રંગભૂમિ ગણી છે અહીંયા. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે. તેણે જ્યારે તેમનાં જુદાં જુદાં લક્ષણથી આત્મા જ્ઞાન લક્ષણે જણાય છે, અને બંધનું લક્ષણ એ રાગ છે. તે કર્તા છે તે આત્માનો સ્વભાવ નથી. આહાહા! એમ બનેનાં જુદાંજુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી. આહાહા !દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પરિણામ અને જીવનો સ્વભાવ બેય એક નથી–બે જાત છે. જીવ જ્ઞાયકભાવ એકલા જ્ઞાન ને આનંદાદિ સ્વભાવથી ભરપૂર, ભરચક, ભરેલો પ્રભુ, તે રાગ ને વિકારરૂપે થતો નથી. આહાહા ! એમ જ્યારે આત્માને કર્તા કર્મપણું છૂટી જાય છે ત્યારે સમ્યગ્દર્શન, જ્ઞાન, યથાર્થ, દેખનારું છે. તેને જુદાં-જુદાં લક્ષણ જાણી લીધા, તેઓ એક નથી પણ બે છે. વિકારીભાવ અને સ્વભાવભાવ બે એક નથી. ભલે આંહી જડકર્મ લીધું છે, પણ ભેગું આહીં છે એમાં, ત્યારે તેઓ વેશ દૂર કરી, તેઓ એક નથી, પણ બે છે એમ જાણ્યું ભિન્ન-ભિન્ન એટલે આત્મા જ્ઞાયક છે ને વિકાર પર છે. બે ય એક નથી. (શ્રોતા:- રાગનો આધાર કોણ ) કોનો? - રાગનો આધાર રાગ આહાહા ! રાગનો આધાર આત્માનો દ્રવ્ય ને ગુણેય નહીં. રાગનો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, જે કંઇ વિકલ્પ ઊઠે, તેનું કર્તા-કર્મપણું, ષટ્કારકપણું, સ્વતંત્ર તે સમયનું તે સમયનું ક્રમબદ્ધમાં સ્વતંત્ર છે. આહાહા ! રાગનો આત્મા આધાર એમ નહીં, રાગનો આત્મા ને ગુણ આધાર એય નહીં. રાગનો આધાર રાગ, ભગવાન આત્મા તેનો જાણનાર થયો ત્યારે જાણનારની પર્યાયનો આધાર આત્મા એમેય નહીં. વ્યવહારથી એમ કહેવાય. બાકી તો જ્ઞાનની પર્યાય જે જાણવામાં આવી એ પર્યાય જ પોતે કર્તા, કર્મ ને કરણ છે. આહાહા ! સત્ છે ને? પર્યાય સત્ છે ને? સત્ છે તેને હેતુ કોઈ બીજો હોય નહીં. આહાહા! અરે, રાગ ને ષ ને મિથ્યાત્વ પણ સત્ છે, એને પણ કોઈ હેતુ હોઈ નહીં બીજો. આહાહા! આવું વસ્તુનું સ્વરૂપ જ છે. “ત્યારે વેશ દૂર કરી રંગભૂમિમાંથી નિકળી ગયા,” એટલે આત્મા આત્માપણે થયો, રહ્યો, કર્મ છૂટી ગયાં, “બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે.” ભાંડ, ભાંડ, બહુરૂપી “કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહીં, ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે,” રાગનો વેશ લઇને આવે, જોગીનો વેશ લઇને આવે, ગરીબનો વેશ લઈને આવે, મોટો શેઠનો વેશ લઈને આવે, પણ ઓલાં કળી ત્યે કે આ તો ઓલો ભાંડ આ દરરોજ (આવે છે ) ઈ, “જ્યારે યથાર્થ ઓળખી ત્યે ત્યારે નિજરૂપ પ્રગટ કરી, ચેષ્ટા Page #509 -------------------------------------------------------------------------- ________________ ४८४ સમયસાર સિદ્ધિ ભાગ-૫ કરવી છોડી ધ્યે.” એ ભાંડ પછી ચેષ્ટા ન કરે. “તેવી રીતે આત્મા, આત્માપણે થયો,” એટલે પછી રાગપણે ચેષ્ટા થતી હતી, તે ચેષ્ટા છૂટી ગઈ. આહાહા ! ભાંડપણે ભિન્ન-ભિન્ન રૂપ ધારણ કરતો એમ ભગવાન પણ આત્માનાં રાગદ્વેષ પરિણામનાં રૂપને ભિન્નભાવને, અજીવભાવને ધારણ કરતો બહુરૂપીયો, એકરૂપે ન રહેતાં રાગરૂપે થતો એ ભિન્ન પડી ગયો. બહુરૂપ ધારણ કરતો ઈ છૂટી ગયો. પોતાનું એકરૂપ ધારણ રહ્યું. બહુ ઝીણું! હવે એનો શ્લોક છે છેલ્લો.. જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બર્ણ કરતાં સો, તાકરિ બંધન આન તણું ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો; જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધન ન હોય ખુલૈ પરપાસો, આતમમાંહિ સદા સુવિલાસ કરે સિવ પાય રહે નિતિ થાસો. “જીવ અનાદિ અજ્ઞાનવસાય” અનાદિ અજ્ઞાનને કારણે, કર્મને વશને કારણે ઇ નહીં. પોતાનાં આનંદનો સ્વરૂપ ભગવાન, જ્ઞાનનાં રસનો કંદ, ધ્રુવ, ચેતન સ્વભાવ તેનાં અજ્ઞાનને કારણે તે સ્વરૂપનાં પૂર્ણ સ્વરૂપનાં અસ્તિત્વનો અસ્વીકારને કારણે અનાદિથી દષ્ટિ પર્યાય ઉપર છે. પર્યાય ઉપર એટલે અજ્ઞાન ઉપર છે. આહાહા! “જીવ અનાદિ અજ્ઞાનવસાય, વિકાર ઉપાય” વિકારને કરતો, પુણ્ય ને પાપનાં ભાવને, “બને કર્તા” ત્યારે શું કર્તા થતો. “વિકાર ઉપાય કરતો” ત્યારે કર્તા થતો હતો એમ. આહાહા! ઝીણું બહું આકરું કામ. વીતરાગ મારગ ! હજી આ તો બહારનાં આખો દિ' કામમાં હું, હું, હું આ હું મારાથી બધું થાય, મારાથી આ થાય ધંધાપાણી. આહાહા ! અરે એને સંકેલવું પડશે. જ્યાં છે ત્યાં જ ચીજ નથી, બહારની આ વેપાર, ધંધા, શરીર, વાણી, એ બધાં ધંધા, ઈ જે છે તેમાં તું નથી, અને તું છો ત્યાં તે નથી. આહાહા! આ તો વિકાર ઉપજાય અને કર્તા ફક્ત એમ પરનો તો કર્તા થતો નથી, પરનો તો એમાં... શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, ભગવાન જ્ઞાયકમૂર્તિ, ઝળહળ જ્યોતિ ઝળહળ જ્યોતિ ચેતન, અનાદિ-અનંત, નિત્યાનંદ પ્રભુ, તેનાં અજ્ઞાનને કારણે, તેવાં સ્વરૂપનાં અભાવને કારણે વિકાર ઉપાય, એ વિકારને ઉત્પન્ન કરતો હતો. આહાહા! “બને કર્તા” ત્યારે ઈ કર્તા થતો, દેષ્ટિ ત્યાં વિકાર ઉપજાવે ને દૃષ્ટિ પણ ત્યાં એટલે આ કાર્ય મારું છે, એમ અજ્ઞાની અનાદિથી વિકારનાં પરિણામનો કર્તા થતો હતો. આહાહા ! તાકરિ બંધન આન તણું ફલ” એ જે પુણ્ય પાપનો કર્તા થતો, તેથી તેનું બંધનનું આવેલું ફળ આ સુખ દુઃખ “ભવાશ્રમવાસો” બહારનાં અનુકૂળ પ્રતિકૂળ સંયોગ અને એમાં સુખ દુઃખની કલ્પના કરતો, આહાહાહા! “ભવાશ્રમવાસો” ભવરૂપી આશ્રમનો વાસ થઇ ગયો. આત્માનો આશ્રમવાસ થવો જોઈએ. આહાહા! ભગવાન આત્મા આનંદનો ધામ નિજઘર. જ્ઞાનાનંદ, સહજાત્મસ્વરૂપ તેમાં આશ્રમ તેનું ધામ ઉદાસીન પરથી આસન ખસીને તેનું આસન ત્યાં લગાવવું જોઈએ. આહાહાહા ! એણે ત્યાંથી ખસીને વિકારના ભવાશ્રમમાં, ભવાશ્રમનો વાસ કર્યો. આશ્રમ તો રાખ્યો પણ ભવના આશ્રમનો વાસ કર્યો. આહાહા! “જ્ઞાન ભયે કરતાં ન બને” પોતાની જાતને જાણી કે હું તો જ્ઞાયક ચૈતન્યદળ છું. મારું અસ્તિત્વ પૂરણ. અનંતગુણોથી પૂરણ, ભરચક, છલ્લોછલ, ઠસોઠસ ભરેલું છે. આહાહા ! એવું Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૯૯ 495 “જ્ઞાન ભયે” એવું સમ્યગ્દર્શન ને જ્ઞાન થયે. કર્તા ન બને. પછી તે કર્મનો ભાવ એટલે કે જડ તેનો કર્તા ઈ થતો નથી. “કર્તા ન બને, તબ બંધન ન હોય” તેથી તેને બંધન હોતું નથી. “ખુલ્લે પરપાસો” પરનું બંધન છે ઈ ખુલ્લી જાય છે. પોતાના સ્વભાવનું જ્ઞાન કર્યું હું તો આત્મા જ્ઞાન સ્વરૂપ છું, આનંદ છું, વીતરાગ મૂર્તિ એ મારી ચીજ છે. રાગમાં હું આવું એવી મારી ચીજ નથી. આહાહાહા ! એવાં ભવનાં આશ્રમનો સ્થાન છોડી ને અભવાશ્રમ એવા સ્વભાવ એનું આસન લગાવ્યું. આહાહા! “ખુલ્લે પરપાસો” તેથી પરનું બંધન છૂટી જાય છે. આત્મામાં સદા સુવિલાસ” ભગવાન આત્મામાં સદા સુવિલાસ કરે “સિવપાય” મોક્ષ દશાને પામી સિવપાય નામ દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ, એવાં સુખની પ્રાપ્તિ રહે. “નિતિ” નિત્યવાસ ત્યાં રહે. સાદિ અનંત-અનંત સમાધિ સુખમાં, આહાહા ! “આત્મમયી સદા સુવિલાસ કરે સિવપાય” મોક્ષને પામીને સિવ શબ્દ આવે છે ને નમોથ્થણમાં શિવ, મલય, મરૂપ, મણગd, નથી આવતું. નમોળુણુમાં આવે છે. નિરઉપદ્રવ, કલ્યાણ સ્વરૂપ પ્રાપ્ત કરી અને નિત્ય વાસ, નિત્ય ત્યાં રહે. આ કર્તા-કર્મ અધિકાર પુરો કર્યો. આમ ભગવાન કુંદકુંદ આચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર શાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્ર આચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તા-કર્મ અધિકારનો બીજો પ્રરૂપક અંક સમાપ્ત થયો. જુઓ! એ (ટકામાં) નીચે છે : કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય. જુઓ ટીકા: “ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.” હવે કારણશુદ્ધપર્યાય કોણ? તો “અહીં સહજશુદ્ધનિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજ-ચારિત્રસહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંત:તત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ- [ ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવની નહીં.] (તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજય એવી પારિણામિકભાવની પરિણતિ) તે જ કારણશુદ્ધપર્યાય છે.” પણ એ અધિકાર ચાલતો હોય ત્યારે બધી દલીલ આદિ આવે. આ તો અહીંયા નાખવું કઠણ પડે છે, આ તો જરી અહીંયા નિર્મળપર્યાય પ્રગટ છે એ લેવી છે. અને તે તો અપ્રગટ છે-કારણશુદ્ધપર્યાય “ધ્રુવ' છે. અનાદિ-અનંત દ્રવ્ય-ગુણ (ધ્રુવ છે તે) જોડયું. આ હા હા ! બધો ખ્યાલ તો છે ને! (પ્રવચનનવનીત ભાગ-૨, પેઈજ નં. 177, નિયમસાર શ્લોક-૧૦૯)