SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૪૪ ૪૪૯ મોંઘુ કર્યું નથી એવો છે. જેવો છે તેવો જાહેર કર્યો છે. આહાહા ! છે ત્રણ લીટી. પછી ઓલો તો કૌંસ છે, પણ છે ત્રણ લીટી. હવે આંહી સમ્યક્રચારિત્રની વાત નથી. હજી તો સમ્યગ્દર્શનજ્ઞાન ચોથા ગુણસ્થાનની વાત છે. આંહી ચારિત્રની વાત નથી. (કોઈક કહે છે ને!) આ સાતમે ગુણસ્થાને થાય ત્યારે એને સમ્યગ્દર્શનશાન નિર્વિકલ્પ કહેવાય એમ કહે છે ને એમ કહે છે. પ્રભુ એમ નથી ભાઈ ! આહાહા ! એ વિકલ્પ અટકી ગયો છે, એવો છે ત્યાં જણાણો, એને સમ્યગ્દર્શન-જ્ઞાન કહેવાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન ને ચારિત્ર કહેવાય છે એમ નથી. હારે આંહી લીધું એ તો સ્વરૂપાચરણ ચારિત્ર ભેગું છે પણ એ લીધું નથી. અહીં તો આ બે વાત. આહાહાહા! આ ગાથા ગજબ છે. (શ્રોતાઓગણીસમી વારમાં ખુલાસો ઘણો આવ્યો!) હવે, એને વિસ્તાર છે. વસ્તુસ્થિતિ તો આ છે. પ્રથમ હવે અહીંયા કીધું શ્રુતજ્ઞાનના અવલંબનથી, જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, હજી વિકલ્પ સહિત છે આ. આ વિકલ્પ લીધો કે કેવું છે (આત્મસ્વરૂપ) ચીજ, પ્રથમ, તાવત્ છે ને શબ્દ મૂળતો. આહાહા ! પ્રથમ જ શબ્દ છે સંસ્કૃતમાં ‘યત: પ્રથમત:' પ્રથમ, કહેવાનું એ છે કે શ્રુતજ્ઞાનના અવલંબનથી–ભગવાને કહેલાં શ્રુતજ્ઞાન, એનાં અવલંબનથી...જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરી, છે વિકલ્પવાળો આ. જ્ઞાનસ્વભાવ ભગવાન આત્મા જાણન, જ્ઞાન પ્રધાનથી જ આ આખો આત્મા લીધો છે, જ્ઞાન જ આત્મા બસ આટલું. કારણ કે બીજા બધાં ગુણો હયાતિ રાખે પણ એની પ્રસિદ્ધિ જ્ઞાન જ કરે છે, એની એ બીજા ગુણો (પોતે ) પ્રસિદ્ધિ કરતાં નથી, એ (સર્વ) ગુણોની જાણપણાની પ્રસિદ્ધિ તો જ્ઞાનથી થાય છે, અનંતગુણો બીજા જ્ઞાન સિવાય એની પ્રસિદ્ધિ જ્ઞાન જાણીને એ પ્રસિદ્ધ કરે છે તેથી જ્ઞાનમય જ આત્મા છે એમ કિધું. એમ હજી તો શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને હજી અનુભવની વાત નથી હજી આ પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે નિર્ણય કર્યો કે આ પ્રભુ તો જ્ઞાનસ્વભાવ છે. ચૈતન્ય પ્રભુ તો જ્ઞાન સ્વભાવ છે. એમાં બીજો કોઈ રાગ કે વિકલ્પ એનાં છે. જ નહીં. કર્મનો સંબંધ ને રાગનો સંબંધ, એ વસ્તુમાં છે જ નહીં. એવો પહેલાં વિકલ્પ દ્વારા, આત્માનો નિશ્ચય કરી, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે આત્મખ્યાતિ, હજી તો વિકલ્પથી નિર્ણય કર્યો-આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે–અનુભવ માટે પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણોપરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણો, આહાહાહાહા ! આત્માની પ્રગટ પ્રસિદ્ધિને કારણે માટે પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વાર-ઇંદ્રિયદ્વાર ને મનદ્વાર એ તો પર પ્રસિદ્ધિનાં કારણો છે. આહાહાહા ! આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એક વાત. આ બાજુમાં પરપદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયો દ્વારા અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ, પરની પ્રસિદ્ધિનાં દ્વારમન ને ઇંદ્રિયો એ તો પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો છે. તે બધીને તે બુદ્ધિઓને મર્યાદામાં લાવીને આનો અર્થ કીધો ભાઈ કીધો છે ને ફૂલચંદજીએ વિવાર્ય છે ને? “વેન્દ્રિયાનિન્દ્રિયેવૃદ્ધીરથવિધાર્ય' –એનો અર્થ જાણીને કર્યો છે આ જૈન તત્વ મિમાંસામાં બીજાં અવધાર્ય એટલે જાણીને એમ અર્થ કર્યો છે. અવધાર્યું છે ને ભાઈ સંસ્કૃતમાં “અવધાર્ય' નો અર્થ ભાઈએ મર્યાદા કર્યો છે. મૂળ સંસ્કૃતમાં છે ચોથી લીટી, પુરરસ્થાતિ હેતૂનરિવતા વેન્દ્રિયાનિન્દ્રિયવૃદ્ધીર વધાર્ય' એમ છે, અંદર છે. ચેતનજી? એનો અર્થ ભાઈએ
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy