________________
૨૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ દ્રવ્યગુણમાં એટલે પર્યાયમાં પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં વર્તે છે. માટી પોતાના ગુણ અને પર્યાય ઘટમાં વર્તે છે, ઘટનું વર્તન છે એ માટીથી છે, ઘટનું થવું વર્તવું એ કાંઈ કુંભારથી નથી. આહાહા ! રોટલીનું થવું એ એના પરમાણુના ગુણ અને પર્યાયમાં એ રોટલીના પરમાણું વર્તે છે એ મર્યાદાને તોડવી, બીજો કહે કે હું રોટલીને આમ કરું ને આમ કરું, એ બધું અજ્ઞાન છે. (શ્રોતા- હુંશિયાર બાઈ હોય તો) હુંશિયાર-બુશિયાર એની પાસે પર્યાયમાં વર્તીને એની પાસે રહી ગઈ. હુશિયારી ન્યાં જાય છે જ્યાં? કહો શું છે આમાં ચંદુભાઈ ! આ બધા દાક્તર હોશિયાર હોય એ બધા રગ ઝાલીને કરે એમ, બરાબર લોહી આવે તો કહે કે આમ. આહાહાહા !
દરેક પરમાણુમાં દરેક આત્મા તે તે સમયમાં તે વખતે તેના ગુણ પર્યાયમાં વર્તે છે એ અચલિત વસ્તુની સ્થિતિ તોડવી અશક્ય છે. આહાહાહા ! કુટુંબનું પાલન પોષણ કરે છે આત્મા, એ વસ્તુની સ્થિતિ અશક્ય છે. એ કરી શકે નહિ આહાહા! (શ્રોતા:- બાપ દીકરાનું કરી શકે નહીં કાંઈ ) આંહીં કોણ કરે છે, કોણ દિકરાનું? દિકરો કે દિ' હતો એને? આ દિકરાનો આત્મા જાદો, એના શરીરના રજકણ જુદા તું જાદો ને તારું શરીર જુદું. દિકરો કોનો? બાપનું નામ લખે, એ લખે તેમાં લખે ને? આહાહા ! છોકરાનો આત્મા ને તેના શરીરના રજકણો, તે કાળે તેના ગુણ પર્યાયમાં વર્તતા રહ્યા છે, અને બીજો કહે કે હું આને સુધારું ને આને મોટો કરું એ મિથ્યાત્વ ભ્રમ છે. આહાહાહા ! આવું કામ દુનિયાથી જુદી જાત છે.
“પોતાના જેવડા દ્રવ્યગુણમાં વર્તી પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી” શું કીધું? દરેક વસ્તુ પોતાની પર્યાયમાં, ગુણ તો ત્રિકાળ છે, પણ દરેક વસ્તુ તે તે કાળે તે તે પર્યાયમાં વર્તતી તે વસ્તુની મર્યાદા તોડવી અશક્ય હોવાથી, પોતાના તેવડા દ્રવ્યગુણોમાં વર્તે છે, પોતાના તેવડા ગુણ પર્યાયમાં તે તે વર્તે છે દ્રવ્ય, પરંતુ દ્રવ્યાંતર, બીજા દ્રવ્યને કે બીજા ગુણ પર્યાયને સંક્રમણ પામતી નથી. બીજા દ્રવ્યમાં ગુણરૂપે કે દ્રવ્યરૂપે કે બીજાની પર્યાયમાં બીજુ દ્રવ્ય સંક્રમણ નામ ભેળસેળ થતું નથી. આહાહાહા!
આ તો અક્ષર લખાય, તો કહે છે કે અક્ષરના પરમાણુઓમાં, તેમાં ગુણ ને પર્યાયમાં વર્તતા એ પરમાણું છે, એને ઓલી કલમ છે અને વર્તાવે છે એ વાત ખોટી છે. એમ કલમ આમ હાલે છે એ એની પોતાની પર્યાયમાં વર્તે છે. એને હાથ હલાવે છે ખોટી વાત છે. એમ હાથ જ્યાં આમ હાલે છે એ પોતાના પરમાણુની પર્યાયમાં વર્તે છે, એને આ આત્મા એમ કહે કે હું આ વર્તાવું છું હાથને. આહાહા ! આવું છે.
સંપ્રદાયમાં તો આમ કરો આ કરો ને તેમ કરો અપવાસ કરો, વ્રત કરો, આ છોડો, ફલાણું કરો, ઢીંકણું કરો. આહાહા ! મિથ્યાત્વ દશામાં પણ તે આત્મા પોતાની પર્યાયમાં વર્તે છે, માને ભલે, પણ એ તો પોતાના ગુણપર્યાયમાં વર્તે છે, એ પરને લઈને નહિ અને પરની મર્યાદા જે પરમાં પોતાના ગુણ-પર્યાયમાં વર્તે છે, એને આ તોડી શકે (નહીં). આહાહા ! ( વિગ્રહ ગતિમાં જાયને) એ ગતિ એ ય નિમિત્તથી વાત છે, એ તે તે પરમાણું તે સમય તે પર્યાયને પ્રાપ્ત છે તેને કોઈ તોડી શકે નહીં એ નિમિત્તથી કથન છે. પૂર્વના શાતાવેદનીયના