________________
૨૦)
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કાંઈ? આવું નવું લાગે બધું નવું, બાપુ શું કરે? આંહીં તો પોતે વેદે છે, કરે છે આત્મ પર્યાય, વેદે છે ય પર્યાય, ત્યાં તો કહે છે, જે પર્યાય કરે છે એનું ફળ સંયોગ આવશે ત્યારે તેને વેદે છે, એ પર્યાય એને વેદે છે એમ કહેવાય. આહાહાહા ! સ્યાદ્વાદની શૈલી તો જુઓ પ્રભુ! આહાહા ! સ્વાદને ભેદતો થકો તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી, એકરૂપ રાગમાં એકાકાર થઈ ગયો છે. આહાહા ! ઝીણી વાત બાપુ, ધર્મ કોઈ એવી ચીજ નથી કે આમ સાધારણ બાહ્યથી (થઈ જાય), વખત મળે નહિ. આહાહાહા !
તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે. ખરેખર તો તે પર્યાયમાં તન્મય છે ને પર્યાયમાં તે પર્યાય કર્તા થાય છે, આત્મા તો દ્રવ્ય છે નિત્ય. પણ આંહી સમજાવવું છે તે શી રીતે? આહા! તે વખતે, આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી ભાષા તો આમ છે આત્મા, પણ એને દ્રવ્ય અને પર્યાય બે સિદ્ધ કરવી છે ને? એ વાત છે. બાકી તો એ એક સમયનો જે શુભાશુભ ભાવ છે, એ પદ્ધારકના પરિણમન થઈને ફેરવે છે. આત્માની એને અપેક્ષા નથી દ્રવ્યની, પણ અહીં તો પર્યાયનું વેદન બતાવવું છે ને? વેદન પર્યાયનું કરવાપણું પર્યાયનું, દ્રવ્યનું કરવું તો એ તો છે નહીં. આહાહાહા ! ઝીણું પડે ભાઈ આ તો સમયસાર છે. આહાહા !
ભગવાન આત્મા, પોતે એમ કહે કે આત્મા તે વખતે તે સમયે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી, એ આત્મા તે વિકારના પરિણામમાં કરતો એટલે વ્યાપક હોવાથી, એ આત્મા તે રાગમાં પ્રસરતો હોવાથી તેને વ્યાપક કહેવામાં આવે છે. આહાહા !
આ કીધું ને આ? તે પર્યાય, કારણકે દ્રવ્ય તો છે ઈ છે. દ્રવ્ય તો મોક્ષના મારગનેય કરતું નથી ને દ્રવ્ય તો મોક્ષનેય કરતું નથી, એવું દ્રવ્ય સકળ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય, તે હું છું. સમજાણું કાંઈ? સમકિતી જ્ઞાનીને આ આત્મા છે તે હું છું આવો કીધો ઈ. આહાહા ! વચ્ચે શુભાશુભ ભાવ આવે એનો એ જાણનાર દેખનાર જ્ઞાન ધારામાં રહે અને રાગ ધારાને જાણે. આહાહાહા ! જ્ઞાનઘારામાં આવ્યું ને કીધું પર્યાયમાં, પ્રગટ પણ કોણ આવે દ્રવ્ય ના આવે, પરિણતિ છે ને? આંહીં તો એને આવ્યો એમ કહેવું છે ને? આત્મા વ્યાપક છે. કારણ એ પોતે આત્માની પર્યાય છે એ પોતે વ્યાપક છે ને? એમ એનું ગયું છે. બધેય ઠેકાણે એક પ્રથા લેવા જાય તો નથી બેસે એવું. નહીંતર તો શુભાશુભ ભાવ ઉત્પાબ્દને કાળે ઉત્પાદુ છે, તે ઉત્પાર્ક્સ દ્રવ્યની પણ અપેક્ષા નથી, પૂર્વના વ્યયની અપેક્ષા નથી ને ધ્રુવની અપેક્ષા નથી ને કર્મની અપેક્ષા નથી. આહાહા! સમજાણું કાંઈ? - એ શુભ કે અશુભ ભાવ તો આની કોર અજ્ઞાની (એક) સ્વાદને ભેદીને બે કરે છે એમ બતાવવું છે ને? તેથી તેનો આત્મા અજ્ઞાનીનો એ દયા દાનના રાગને શુભાશુભ ભાવમાં વ્યાપક હોવાથી અને વ્યાપ્ય આત્મા તે પુણ્યપાપના ભાવમાં પ્રસરતો હોવાથી, વિજ્ઞાનઘનનો નકાર કરવો છે ને? આમાં એ આત્મા, આત્માની (પર્યાય) આમાં વ્યાપક થાય છે. સમજાણું કાંઈ? ભાઈ ધર્મની ચીજ ઝીણી બહુ બાપુ. આહાહાહા! જિનેશ્વર ત્રણલોકનો નાથ પરમેશ્વરે જે કંઈ કહ્યું છે એ કોઈ અલૌકિક વાતું છે. એ અત્યારે તો ક્યાંય છે નહિ. આહાહા! વાડાવાળાનેય