________________
ગાથા-૧૩ર થી ૧૩૬
૩૭૧ છે. ત્યારે નવા કર્મમાં, જૂના કર્મ નિમિત્ત કહેવામાં આવે છે. આહાહાહા ! (શ્રોતા:- વસ્તુ તો શુદ્ધ છે ને!) અજ્ઞાન કરે છે ને! શુદ્ધ છે તો વસ્તુએ શુદ્ધ છે, પરિણામમાં અશુદ્ધતા કરે છે, એ...સ્વયમેવ કરે છે કીધું ને!
અજ્ઞાનભાવથી આત્મા પોતાના સ્વભાવને ભૂલીને વિકારી પરિણામનો કર્તા અજ્ઞાની થાય છે. આહાહાહા ! ચાહે તો શુભ-અશુભ (ભાવ) આવ્યા ને. આવે છે ને શુભ-અશુભ? શુભાશુભ પ્રવૃત્તિ-શુભમાં પ્રવૃત્તિ ને અશુભમાં નિવૃત્તિ અને બેય પ્રકારના પરિણામ વિકાર છે. આહાહાહા ! ધંધાપાણીમાં અશુભભાવ હતો તો એ નિવૃતિ કરી અને પછી દયા–દાન-પૂજાભક્તિના ભાવમાં પ્રવૃતિ કરી, તો એ બધા ભાવ શુભાશુભ વિકાર છે. આહાહાહા ! એ વિકારી પરિણામ અજ્ઞાની સ્વયમેવ પોતાનાથી સ્વતંત્ર કર્તા થઈને કરે છે, કર્મ કરાવે છે એ નવું બંધન થાય તો વિકાર આત્મા કરે છે એવું છે નહીં. અટપટી વાત છે ભાઈ ! આહાહાહાહા!
ભાવાર્થ – અજ્ઞાનભાવના ભેદરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે. એ તો પુદ્ગલના પરિણામ છે પૂર્વનો ઉદય. સમજાણું કાંઈ...? અને તેમનો સ્વાદ અતત્ત્વ-શ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. મિથ્યારાગ-દ્વેષ આદિનો સ્વાદ તે ઉદયરૂપનિમિત્તરૂપ થઈને, “પર' એ કર્મનો ઉદય નિમિત્તરૂપ થવાથી, તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્ગણારૂપ નવાં પુદ્ગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે. આહાહા ! પૂર્વનું કર્મ તો નિમિત્તરૂપે ઉદય થયું એટલું બસ. નવાં કર્મ કાર્મણવર્ગણારૂપ જે બને છે નવા-નવા (કર્મ) એ સ્વયમેવ પોતાના પરિણામથી બંધાય છે. છે? “અને જીવની સાથે બંધાય છે.” એ નવું (કર્મ) અને એ સમય જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અત્તત્ત્વશ્રદ્ધાનાદિ ભાવરૂપે પરિણમે છે-જીવ પોતાના અજ્ઞાનભાવથી અત્તત્ત્વશ્રદ્ધાન-પુણ્યને ધર્મ માનવો, પાપને સુખ માનવું-પાપના પરિણામમાં સુખ વિષયની વાસનામાં મજા માને છે, પુણ્યમાં ધર્મ માનવો, એવી અતત્ત્વ-શ્રદ્ધાન અજ્ઞાની સ્વયમેવ પોતાથી કરે છે. આહાહાહા ! આકરું પડે એવું છે. નરેન્દ્ર? ન્યાં ક્યાં તમારા છ ભાઈમાં, ક્યાંય મળે એવું નથી ત્યાં ક્યાંય! બધા બેઠાં હોય ને બધી વાતું પાપની કરતાં હોય બધી નહીં ? આ તો આકરી વાત છે ને ભાઈ ! આહાહા! અનંત કાળમાં કદિ સાંભળી નથી, સત્ય વાત સાંભળી નથી.
એ (સમયસાર) ગાથામાં આવે છે ને! ચોથી ગાથા “શ્રુતપરિચિત અનુભૂતા: પ્રભુ, તે રાગ-દ્રષના ભાવ કરવા એ તો અનંત વાર સાંભળ્યું છે અને તારા પરિચયમાં આવ્યું છે અને તારા અનુભવમાં રાગ-દ્વેષના અજ્ઞાનભાવ, અનાદિથી (તેને) અનુભવમાં આવ્યા છે. આહાહા! શ્રુત પરિચિત અનુભૂતાઃ—એ સર્વસ્વ, કામ-ભોગ કામ નામ રાગ ને ભોગ નામ ભોગવવાંએ રાગને કરવો ને રાગને ભોગવવો એ (વાત) તેં પ્રભુ! અનંતવાર સાંભળી છે, અને તારા પરિચયમાં ને અનુભવમાં અનંતવાર આવી છે. પણ એનાથી પૃથક
___ 'सुदचरिचदाणभूदा सव्वस्स वि कामभोगबंधकहा'
एयत्त्त्स्सु वलंभो णवरि ण मुलहो विहतस्स।।४।। પણ, એ રાગથી ભિન્ન, એ પુણ્યક્રિયાના પરિણામથી પણ ભગવાન ભિન્ન, એ વાત પ્રભુ તે સાંભળી નથી! આહાહાહા ! એમ કહે છે. આ નરેન્દ્રભાઈ ! સાંભળીય નથી એમ કહે છે.