________________
૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ લાખની ઉઘરાણી રાખતા. મોટી પ્રસિદ્ધ દુકાન મુંબઈ ચાલે એવી એમાં વળી મોટો છોકરો કામ કરતો એમાં વધારેમાં વધારે. ૭૪ વર્ષ એટલે, ૭૪ વર્ષ નહિ, ૭૪માં જનમ, જનમ. ૬૦-૬૧ વર્ષનો, ૬૦-૬૧ વર્ષનો, ઈ ન્યાં ઘરાક બધા વળી ગયાને આંહીં ઓછા થઇ ગયા, ભાઈભાઈમાં જરી અંદર તાણાતાણ થાય. (શ્રોતા:- મનદુઃખ થાય, બીજાને મળે તો વાંધો નહીં પણ ભાઈને મળે તો વાંધો) હેં?ગામનો મુસલમાન વધી ગયો હોય તો વાંધો નહિ, પણ ભાઈ જુદા પડીને વધી જાય તો એ ય, આપણે સરખા વહેંચ્યાતા’ને? આ વધી ગયો માળો, શું જગતમાં રાગ અને દ્વેષ, શું કામ કરે છે. આહાહા!
પ્રભુ તું તને ભૂલીને તારો નાથ તો પરમ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય અખંડ એક સકળ નિરાવરણ તન આવરણ વિનાનું તત્ત્વ પ્રભુ તું તો. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો, અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવલક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. એવી ધર્મીને આ ભાવના હોવી જોઇએ. એને ઠેકાણે આ જોયો જે જ્ઞાનમાં જણાય એ મારા છે, એ મિથ્યાદેષ્ટિ ઉંધી માન્યતાવાળો ચાર ગતિમાં રખડવાના લક્ષણ છે એનાં. આહાહા! કહો ઉદાણી? છે ને અંદર આવ્યું છે ને?
હું અન્ય જીવ છું. હવે અહીંથી આગળ લેતાં કહીએ તો અરિહંતનો આત્મા બીજો જાદો છે. છતાં આ માને કે આ દેવ મારા છે, આ જીવ મારો છે. ગુરુનો આત્મા જુદો છે, અન્ય જીવમાં એ આવે છે. એ જીવ મારા ગુરુ છે મારો, આ મારો ધણી છે. આહાહા ! (શ્રોતા:-મહાવીર ભગવાન અમારા છે) ભગવાન કોઇના નથી. ભગવાન ભગવાનનાં છે. (શ્રોતા:- અહીં પધરાવ્યા છે ને?) આવું છે. અન્ય જીવમાં પરમેશ્વર પંચ પરમેષ્ટિ પણ આવ્યા. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અન્ય જીવ છે, એ મારા છે એમ માન્યતા તે અજ્ઞાન છે. આહાહાહા !
(શ્રોતાઃ- બીજા કહે એ ભગવાન અમારા છે, જૈન કહે કે મહાવીર ભગવાન અમારા એ બેમાં ફેર શું?) એ બધી એક જ વાત છે. પરજીવ છે એ તારે કયાંથી આવ્યા? એ તો શેય છે. આત્મા જ્ઞાયક છે અને એ પરણેય છે જાણવા લાયક છે, કે આ પર છે બસ એટલું જ એને ઠેકાણે ઉપરાંત નાખીને એ મારા છે, એ અન્ય જીવ મારા છે એમ અર્થ આવે, જુઓ હું અન્ય જીવ છું, છે? એ આમાં આટલો અર્થ ભર્યો છે. હેં! (શ્રોતા:-હું અન્ય જીવ છું એવું તો કોઈ માનતું નથી) ઇમાને છે અંદર, નથી માનતો શું? બાઇડી મારી છે, છોકરાં મારા છે, એનો આત્મા એએનો અર્થ શું છે, દેવ મારા છે, ગુરુ મારા છે, એ તો પરનાં છે, ( એનો) આત્મા તો પર છે, એ ખરેખર તો આ જ્ઞાયકનું શેય છે, પરશેય હોં! અશેય જુદું, સ્વજ્ઞેય જ્ઞાયક અને પરણેય તરીકે એ જાણવા લાયક છે. એ ઉપરાંત આ મારાં છે (એવો) મિથ્યાભ્રમ છે અજ્ઞાનીનો. આહાહાહા ! કહો પંડિતજી! આવી વાત છે ભાઈ. (શ્રોતાઃ- પરમ સત્ય છે) હેં? આહાહા.....
હું અન્ય જીવ છું, છે? એ છ એ લઇ લેવા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ ને જીવ, એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે, એને પોતાના કરી શકે નહિ, પણ એવો વિકલ્પ ઉત્પન્ન કરે, એમ કહેવું છે. અને વિકલ્પ ઉત્પન્ન કરે તેનો એ કર્તા થાય. સમજાણું કાંઇ? આહાહા ! દેહ દેવળમાં ભગવાન જુદો છે, આ તો માટી જડ છે, કર્મ જડ છે, અંદર વિકલ્પ ઊઠે દયા, દાનનો એ જડ છે, અચેતન છે, ચૈતન્યનું એમાં સ્વરૂપ નથી. આહાહાહા ! ચૈતન્ય સ્વરૂપ