________________
ગાથા-૧૨૮-૧૨૯
૩૪૩
પ્રવચન ન. ૨૧૬ ગાથા-૧૨૮-૧૨૯ શનિવાર, ફાગણ સુદ-૧૨, તા. ૧૦/૩/ ૭૯
ભાવાર્થ – “જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે –સૂક્ષમ વાત છે ભગવાન ! જ્ઞાની જે છે ધર્મી, એની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી છે-રાગાદિ થાય છે એનાં ઉપર દૃષ્ટિ નથી. આહાહા ! જ્ઞાની એને કહીએ (કે) જેમને આત્મા, પુણ્ય ને પાપના વિકલ્પથી ભિન્ન પોતાની ચીજ છે, એવું દૃષ્ટિમાં–અનુભવમાં આવ્યું હોય, એને અહીંયા જ્ઞાની અથવા ધર્મી કહેવામાં આવે છે. તો જ્ઞાનીનું, વાસ્તવમાં જ્ઞાનીનું પરિણમન-ધર્મની દશા-ધર્મીની અવસ્થા, અજ્ઞાનીના પરિણમનથી ભિન્ન પ્રકારનું છે. છે?
અજ્ઞાની છે એ પોતાના પુણ્ય ને પાપના ભાવ જે છે એને પોતાના માનીને એની રુચિ કરીને રાગમાં પરિણમે છે. આહાહાહા! અજ્ઞાની, આત્માના સ્વભાવનો અજાણ, એ પુણ્ય ને પાપના શુભ-અશુભ જે ભાવ થાય છે એની રુચિ કરીને, આ મારી ચીજ છે એમ અજ્ઞાનપણેવિકારપણે પરિણમે છે. સમજાણું કાંઈ...? “જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે” આહા !
મિથ્યાષ્ટિ, જ્યાં (જેને) રાગની રુચિ છે, ચાહે તો શુભરાગ હો કે અશુભરાગ હો, પણ રાગની જેને રુચિ છે એ અજ્ઞાની છે. અને અજ્ઞાનીને રાગની રુચિમાં રાગનું જ પરિણમન થાય છે, મિથ્યાષ્ટિને કારણે, રાગનીસચિમાં, એની દશા થાય છે. છે? અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમયએ પુણ્ય ને પાપના ભાવ, જે વિકાર છે, એની રુચિમાં અજ્ઞાની વિકારપણે જ પરિણમે છે. આહાહા! સૂક્ષમ વાત છે ભાઈ ! જૈન દર્શન! વીતરાગ માર્ગ! કોઈ અલૌકિક છે. આહાહા!
અજ્ઞાનીનું પરિણમન અને જ્ઞાનીનું પરિણમન જુદી જુદી (જાતનું ) છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે. આહાહા! એ શુભ-અશુભ રાગ છે, એમાં આત્માનું જ્ઞાન નહિ, આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચિદાનંદ આત્મા છે, તો આ પુણ્ય-દયા-દાન-વ્રત-ભક્તિ કામ-ક્રોધના ભાવમાં એ જ્ઞાનનો અંશ નથી, એ કારણે પુણ્ય-પાપના ભાવને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા છે. આહાહા! ભાઈ નથી આવ્યા? (શ્રોતા- મોડા આવશે ) સમજાણું કાંઈ..?
જ્ઞાનીનું જ્ઞાનમય ને અજ્ઞાનીનું અજ્ઞાનમય (પરિણમન છે.) “તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે. સૂક્ષમ વાત છે ભાઈ ! (શું કહે છે?) જેની દૃષ્ટિ પોતાના આનંદ ને જ્ઞાનસ્વરૂપ ઉપર છે નહીં અને વ્રત, તપ, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ, ભાવ ઉપર દૃષ્ટિ છે, એ અજ્ઞાનીને ક્રોધ-માન-વ્રત અને તપ એ બધા શુભ ભાવ, ક્રોધ-માન અશુભ ભાવ (છે), વ્રત-તપ શુભભાવ છે. ઇત્યાદિ સમસ્ત ભાવ (સર્વ ભાવ ) અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી આ અજ્ઞાનીને એ ભાવ મારા છે, એમ માનીને અજ્ઞાનભાવનું ઉલ્લંઘન કરતા નથી. આહાહાહા ! શરીર, વાણી, મન, તો જડ છેપર છે, કર્મ જડ છે પણ અંદરમાં આત્મામાં, જે ક્રોધ-માન-માયા-લોભ વિકાર અશુભ થાય છે અને વ્રત-તપ-ભક્તિના શુભભાવ થાય છે, એ બધાયની “સચિ' અજ્ઞાનીને છે-આ ભાવ મારા છે ને હું એ-રૂપ છું, આવી મિથ્યાષ્ટિને કારણે, અજ્ઞાનીને શુભ-અશુભ ભાવ સમસ્ત,