________________
ગાથા-૧૧૩ થી ૧૧૫
૨૭૧ આંહી તો એનું સ્વરૂપ (બતાવીને) ભેદજ્ઞાન કરાવે છે,-એ રાગ, ચાહે તો દયાનો હોય કે ભક્તિનો હોય પણ ઉપયોગ છે એ જાણન–દેખન ઉપયોગ છે એ ઉપયોગ છે એ આત્માનો છે-અનન્ય છે. અનેરો-અનેરો ઉપયોગ ને અનેરો જીવ એમ છે નહીં. એમ, ઉપયોગ અનન્ય જેમ છે એમ રાગાદિ-ઇચ્છા આદિ એ આત્માની સાથે અનન્ય થઈ જાય, તો એ જડ થઈ જશે કારણ કે રાગ ઇચ્છા જડ છે. તેથી આંહી કહ્યું કે બાકીના દ્રવ્યનો પણ લોપ થઈ જશે. જડ અહીંયા આવી જશે તો જડનો લોપ થઈ જશે. આવું ઝીણું છે.
આ ટીકા તો હજાર વરસ પહેલાંની છે, બે હજાર પહેલાંના શ્લોક છે. કુંદકુંદાચાર્ય ગયા હતા ભગવાન પાસે, આઠ દિવસ રહ્યા હતા. (શ્રોતા:- અમને તો હમણાં મળ્યું છે) આહાહાહા ! એક જ શ્લોકે બસ છે, આંહી તો. “જડ ને ચૈતન્ય બન્ને પ્રગટ સ્વભાવ ભિન્ન” આહાહા... –એ પુણ્યનો ભાવ, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા(નો) ભાવ છે એ રાગ છે. અરરર! આ લોકો તો કહે છે ને કે રાગ કરો તો ધર્મ થાશે. જડ કરો તો ચૈતન્ય થાશે. આંહી તો કહે છે બાપુ, તેમાં ચૈતન્યના નૂરના પ્રકાશનો અંશ ક્યાં છે? રાગ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિમાં ચૈતન્ય સ્વરૂપના જ્ઞાનનો અંશ એમાં છે નહીં, છે નહીં તો એ કારણે અચેતન થયાં, અચેતન થયાં તો ખરા પણ અચેતન તો પુગલ થયા, કે અચેતન તો પુદગલદ્રવ્ય છે અને એ જડ જડનું કારણ છે બંધનું. ચૈતન્ય બંધનું કારણ કેમ થાય? પુદગલદ્રવ્ય રાગભાવો છે અને એ નવા બંધના કારણ છે.
“એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે.” –અને એ પ્રકારે આમ થવાથી પર જે જીવ છે તે જ અજીવ સિદ્ધ થશે-સિદ્ધ એટલે અજીવ થઈ ગયા એમ. “એ રીતે અન્યદ્રવ્યનો લોપ થાય.” એ પ્રકારે પ્રત્યય, આસવ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, શુભાશુભ ભાવ, નોકર્મ, આહાર, શરીર, ઇન્દ્રિયો, શ્વાસ, ભાષા, એને યોગ્ય પુગલો અને કર્મ જડ એ પણ જીવની સાથે અન્ય છે, જીવથી અન્ય છે, પણ જો માનો કે જીવથી અનન્ય છે તો આવી પ્રતીતિમાં પણ તે જ દોષ આવે છે. શું કીધું? કે જેમ રાગ દ્વેષ આત્માથી અન્ય છે (તેઓ) અન્ય છે. એને અનન્ય માનો તો એ દોષ આવશે કે જડ થઈ જશે.
એવી રીતે પ્રત્યયો, નોકર્મ ને કર્મ-શરીર આદિ, વાણી આદિ જીવથી અનન્ય છે જીવથી એકમેક છે જીવના છે, એવી પ્રતિપત્તિ અંગીકાર કરવામાં એ જ દોષ આવે છે. આહાહા ! (શ્રોતા:પ્રત્યય એટલે?) બધાય કીધાને પ્રત્યયો-આસવો કીધાને અને આ પછી કર્મ ને નોકર્મ બીજી ચીજ પ્રત્યય તો ફક્ત આ પહેલાં ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાનનો ભાવ એ પ્રત્યય છે, આસવ (છે) અને એમાં કર્મ ને નોકર્મ બીજી, જુદી ચીજ છે. એમ કે જ્યારે પ્રત્યય જે છે એ તારા થઈ જાય, તો તું જડ થઈ જઈશ ને જડનો લોપ થઈ ગયો. જ્યારે આમ છે તો એવા બીજા પ્રત્યયને તમે માની લો ગુણસ્થાનોને અને કર્મને માની લો તો, તમે જડ થઈ જશો. આહાહાહા! બહુ આકરું કામ છે, ભેદજ્ઞાન છે બાપુ નવરાશ ક્યાં આવે આમાં? પાપની પળોજળ છે આખો દિ' આહાહાહા !
માટે “હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે.” છે? આ રીતે દોષ આવે માટે તારે જો સમજવું હોય