SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે કે નહીં ? ન્યાં તો કાંઈ વખત મળતો નો હોય વાંચવામાં સમયસાર( શ્રોતાઃ- વાંચીએ છીએ ને) પણ એ વખત તો ક્યાં લ્યે છે વાંચવા માટે ? આહાહા ! વાંચે તો સૂઝ પડે એવું નથી. આહાહા ! પ્રભુ, તું કોણ છો અંદર ? તારી ચીજ તો ‘હું અબદ્ધ છું’ એવા વિકલ્પથી પણ પા૨ છે. આહાહા ! સમજાણું કાંઈ ? જે આત્મા બન્ને નયપક્ષોને પાર કરી ચૂક્યો છે વ્યવહા૨ના પક્ષને તો (છોડાવવા જેવો કહીને નિષેધ કરતા ) આવ્યા છીએ, પણ નિશ્ચયનયનો પક્ષ પણ છોડી દે! પક્ષ છોડી દે આહાહા ! ભગવાન તો અંદર શુદ્ધચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે. એનું અવલંબન લઈને અનુભવ નિર્વિકલ્પ બનીને કર તો તને સમ્યગ્દર્શન થશે ને જન્મ-મ૨ણનો અંત થશે. આહાહા ! એ ગાથા પૂરી થઈ જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે એમ હવે ગાથામાં કહે છે :– એ હવે ગાથા દ્વારા કહે છે. એ વાત જરી લોકોને આકરી પડે : ‘કારણપર્યાય’. એ વાત ચાલતી નથી ને.. ! ચાલતી નથી—કયાય છે નહીં. કા૨ણપર્યાય ફકત ૧૫મી ગાથા ‘નિયમસા૨’ મા જ લીધી છે. અને એનો અર્થ ખૂબ સ્પષ્ટ કર્યો હતો તે વખતે. અને એ કાઈ ચાલે ? આ તો અંતરની વાતો છે, બાપુ !( કારણપર્યાય ) બીજે નથી. ત્યાં જ લીધી છે. ચાદમી ગાથા... પછી ૧૫મી ગાથામા લીધું છે. અહીંયાં મોક્ષમાર્ગ છે ને ! “ આ ‘નિયમસાર' મેં મારી ભાવના માટે બનાવ્યું છે” –એમ કુંદકુંદ-આચાર્યે કહ્યું. તો સારમા સાર વસ્તુ એમા નાખી છે. ઝીણી વાત છે, પ્રભુ ! ૧૫મી ગાથામા છે સ્પસ્ટઃ “કા૨ણપાય” એ ધ્રુવ છે. જેમ દ્રવ્ય ધ્રુવ છે, ગુણ ધ્રુવ છે. સમુદ્ર જેમ કાયમ છે, એનું જળ કાયમ છે, એની સપાટી પણ ઉપર કાયમ છે. અને આમ ઉ૫૨ પાણીનો જે લોઢ આવે છે. ઓછોવતો. (તેમ ) એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, એ તો પછી ઉ૫૨નો લોઢ છે. આ તો ઝીણી વાત છે, બાપુ ! બધી વાતો સમજવી પડશે, બાપુ ! શું થાય ? પણ અત્યારે આ વાત ચાલતી નથી. એટલે એકદમ સમજાવવી અને સમજવી (જરી અઘરી છે). ‘કારણપર્યાય’ ધ્રુવ છે, એ વાત ચાલતી નથી. વળી ‘કા૨ણપર્યાય ધ્રુવ’ એમ કેમ કહ્યુ ? પર્યાય કહેવી અને ( તે ) ધ્રુવ ? ! ( શ્રોતાઃ ) આ પર્યાય શ્રુતપ્રમાણ કહેવાય ? ( ઉત૨: ) પ્રમાણ એટલે ? કહ્યુ ને...! કેટલી વાતો થઈ ગઈ. ( કા૨ણપર્યાય એ ધ્રુવ છે). અને ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પણ પર્યાય છે ( પણ એ ઉત્પાદવ્યયરૂપ છે ). પછી પ્રશ્ન શું થાય છે ? દ્રવ્ય–ગુણ છે એ પારિણામિક ભાવ છે. અને એ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવની પર્યાય છે તે પ્રગટ મોક્ષમાર્ગપર્યાય છે. ( શ્રોતાઃ ) આ પર્યાય કઈ ગણવી ? (ઉત૨: ) આ ત્રણમાંથી ગમે તે– ઉપશમ હોય, ક્ષયોપશમ હોય, ક્ષાયિક હોય. (પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૭૬-૧૭૭,નિયમસાર શ્લોક-૧૦૯ )
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy