________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫
૮
૮
શ્લોક-૫૭
)
(વસંતતિનવા) अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधोक्षुमधुराम्लरसातिगृद्ध्या
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।।५७।। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ-[7] નિશ્ચયથી [સ્વયં જ્ઞાન ભવન ]િ સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં [જ્ઞાનતઃ તુ] અજ્ઞાનને લીધે [૨] જે જીવ,[ zMTખ્યદરવારી] ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [૨mતે] રાગ કરે છે (અર્થાત્ રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) [ સૌ] તે, [ ક્ષમધુર 7રસાતિ ] દહીં-ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [૨સાતમ જીત્યા] શિખંડને પીતાં છતાં [ાં સુધમ રાધિ રૂવ નૂનમ] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે.
ભાવાર્થ-જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. ૫૭. = = = = =
= = = = = = = શ્લોક-૫૭ ઉપર પ્રવચન अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधोक्षुमधुराम्लरसातिगृद्ध्या
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।।५७।। કિલ” નામ ખરેખર, નિશ્ચયથી એનો અર્થ, ખરેખર નિશ્ચયથી “સ્વયં જ્ઞાન ભવન અપિ” સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવા છતાં, ભગવાન તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન વિજ્ઞાનઘન, આત્મા તો એકલો વિજ્ઞાનઘન છે. એવો હોવા છતાં, અજ્ઞાનને લીધે હું શુદ્ધ વિજ્ઞાનઘન ચૈતન્ય તે આત્મા, એનું જ્ઞાન નથી જેને, આહાહા... ચૈતન્યધાતુ મહાપ્રભુ વીતરાગ અવિકારી સ્વભાવની મૂર્તિ આત્મા, એ અજ્ઞાનને લીધે, આવો હોવા છતાં, સ્વરૂપના