SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦) સમયસાર સિદ્ધિ ભાગ-૫ સ્વભાવથી પૂર્ણ ભરેલો, એવી ચૈતન્ય વસ્તુ તેનું ભાન થતાં, તે વિકસિત થયું જ્ઞાન, પ્રગટ થયું સમ્યગ્દર્શન, જ્ઞાન એ જ્ઞાન વડે સ્વને જાણે અને રાગાદિ ભાવ પર છે, તેને પર તરીકે જાણે. પ્રેમચંદજી! આહાહા ! આવી વાતું છે. ત્યારે એને જન્મ મરણના અંત આવે બાપા, નહિ તો ૮૪ના ફેરા કરી કરી મરી ગયો છે. આહાહા ! એક એક “૮૪ ની યોનિ” ૮૪ લાખ યોનિ, એક એક યોનિમાં અનંતવાર અવતર્યો છે, ભૂલી ગયો. હોં? ભૂલી ગયો એટલે નહોતું કેમ કહેવાય ભાઈ? જન્મી ને બાર મહિનામાં શું થયું ખબર છે? માતાએ કેમ ધવરાવ્યો નવરાવ્યો, નથી ખબર માટે નહોતું એમ કેમ કહેવાય. આહાહાહા! એમ જગતમાં અનેક અનંતવાર દરેક યોનિમાં, ઉત્પન્ન થયો, અનંતવાર મહાદુઃખી થયો, એની એને ખબર નથી, ખબર નથી માટે નથી એમ કેમ કહેવાય ભાઈ. આહાહા ! એની, જેને આંહીં ખબર પડી અંદર, કે હું તો એક ચૈતન્ય આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ! અન્યમતિ કહે એ નહિ હોં, સચ્ચિદાનંદ શબ્દ તો સ્વામીનારાયણમાં ય આવે, એને ખબર નથી વસ્તુની. આંહીં તો સર્વશ પરમેશ્વર જિનેશ્વરદેવે સત્ છે વસ્તુ, મહાપ્રભુ, ચિદાનંદ જ્ઞાન ને આનંદનો સાગર છે પ્રભુ ! આહાહા ! લોગસ્સમાં શબ્દ આવે છે ત્રણ, પણ એને અર્થની ખબર ન મળે “આઈએસુ અહિયં પયાસયરા, ચંદેશુ નિમલયર, સાગરવર ગંભીર” એટલે શું કહે છે. પ્રભુ તું કોણ છો? સિદ્ધ ભગવાનની વાત કરે છે, પણ સિદ્ધ ભગવાન જેવો આ આત્મા છે. આઈએસુ અહીંયા આદિત્ય એટલે સૂર્ય, આદિ થાય ને સૂર્ય પ્રગટ થાય, આદિ દિવસનો. આદિત્ય સૂર્યના પ્રકાશથી પણ ચૈતન્યનો પ્રકાશ અનંતગુણો અંદર છે. આહાહા! આઈએસુ અહિય અધિકં પયાસકરા પ્રકાશનો કરનારો પ્રભુ તું. કેમ બેસે? ચંદસ્યુ નિમલયરા પ્રભુ, આપ ચંદ્રની નિર્મળતાથી પણ અનંતગુણી નિર્મળતા, એવો આ પ્રભુ આત્મા છે અંદર. આહાહા! સાગરવર ગંભીરા, સાગરના દરિયાના પાણીની ઉંડપની ગંભીરતાનો પાર ન મળે, એમ આ ગંભીરતા અનંત ગુણનો ગંભીર, એવો જે આ ભગવાન આત્મા એનું જેને અંતરમાં સન્મુખ થઈને નિમિત્ત, રાગ અને પર્યાયથી વિમુખ થઈને, આહાહા.... ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય ધાતુ, ધ્રુવ સ્વરૂપ નિત્ય પ્રભુ, એની જ્યાં સન્મુખ થઈને જે સમ્યજ્ઞાન પ્રગટ થયું, એ “જ્ઞાના” એ જ્ઞાનથી સ્વ ચૈતન્યને અને રાગને જ્ઞાની બેય જુદા જાણે છે. આહાહા ! સમજાણું કાંઈ? આરે આવી ભાષા હોય બધી ક્યાંય સાંભળવા મળી ન હોય, ઓલા કહે નમો અરિહંતાણં, તિખુતો, ઈચ્છામિ, તસ્મઉત્તરિ, લોગસ્સ, કરેમિ ભંતે ને નમોથુછું-જાવ. થઈ ગઈ સામાયિક, ધૂળે ય નથી બાપા તને કાંઈ ખબર નથી. આહાહા! એવું અમેય બધું કર્યું તું ન્યાં હોં પાલેજમાં, અજ્ઞાનમાં. આહાહા ! આ વસ્તુ બીજી બાપુ, વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એનું ફરમાન કોઈ જુદી જાત છે. આહાહા ! એ આંહીં કહે છે. ચૈતન્યધાતુ અંદર વિકસિત થઈ છે, જ્ઞાન સમ્યગ્દર્શનમાં, અને રાગ, વિકાર છે દયા, દાન, વ્રત, આદિનો, એનો ભેદ જ્ઞાન જાણે છે, અજ્ઞાનીને એના ભેદની ખબર નથી. આહાહાહા ! છે? “ભેટું કર્તૃમાવત્ મિન્વતી” એવા કર્તુત્વને ભેદતો થકો, આહાહા ! હું એક ચૈતન્યમૂર્તિ આનંદ સ્વરૂપ છું, એવું ભાન અને રાગ ભિન્ન છે, એમ ભાન થતાં રાગના કર્તાપણાનું જે અભિમાન છે તે તેને છૂટી જાય છે, એ રાગની ક્રિયા મારી છે, એવું જે મિથ્યાષ્ટિમાં માનતો હતો,
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy