SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ મિચ્છામિ પડિક્કમણું ઈરિયા વહિયા-તસ્સઉત્તરી કરણેણં એ જડની ક્રિયાઓ ને રાગ છે. વીતરાગ મારગ તો ‘આ’ છે. સમરસ એક સમરસ દ્વિઘા-પણ નહીં જ્યાં. આહાહાહા ! જેવો સમતા ૨સ, વીતરાગરસસ્વરૂપ છે એવો જ અનુભૂતિમાં (પર્યાયમાં ) એકસ– સમરસ પ્રગટયો, એક પોતાના ભાવને-પોતાના સ્વરૂપને પામે છે, તે જીવ પોતાના આત્માના સ્વરૂપને-પામે છે. તે જીવ મોક્ષના મારગમાં આવ્યો. આહાહા ! ( શ્રોતાઃ– વ્યવહા૨ છોડાવ્યો.. ) વ્યવહાર શું ?નિશ્ચય છોડાવ્યો છે નિશ્ચયનો પક્ષ છોડાવ્યો છે, વ્યવહા૨નો પક્ષ તો છોડાવતા આવ્યા છીએ, એ તો પહેલું કીધું છે એની વાત તો છે જ નહિ. એ તો પહેલું આવી ગયું ને ૭૦ મા કળશના ભાવાર્થમાં શરૂઆતમાં જ છે કે, આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન ક૨વામાં આવ્યું છે. એમ પહેલેથી જ વ્યવહા૨ને ગૌણ કરીને છોડાવતા આવ્યા છે. આમાં તો નિશ્ચયનો પક્ષ છે એને છોડાવ્યો છે. આહાહા! સાંભળેલું સાંભળવાય મળે નહીં, સાંભળવાય મળે નહીં, ઝીણું...શું કહે છે આ તે અંદર ખ્યાલમાં લાવવું મુશ્કેલ. આહાહા ! વિકલ્પ સહિત ખ્યાલમાં લાવવું મુશ્કેલ. આહાહા ! આંહી તો વિકલ્પથી પણ પાર વ્યવહા૨ના બંધ એક અનેક આદિના વિકલ્પોને તો છોડાવવા-છોડવાનું ( કહેતા ) આવ્યા છીએ, અહીં તો એક નિશ્ચયનો જે પક્ષ છે-શુદ્ધનિશ્ચયે અભેદ છે-જાણવાલાયક છે-અનુભવવા લાયક છે વેદવાલાયક છે, એવો જે વિકલ્પ છે, તેને આંહી છોડાવી અને સમરસ પ્રભુ આત્મા છે, એની એકરૂપ દશા–ઓલી સમ૨સ વસ્તુ છે ને વિકલ્પ રાગ તો વિષમતા થતી'તી, આ સમરસ વસ્તુ છે, એને વિકલ્પ છોડીને એકાકાર (– લીન ) થયો તો સમરસ એક ભાવ થયો–જેવો ભાવ હતો એવો ભાવ થયો. આહાહા ! અનુભૂતિ માત્ર એક પોતાના સ્વરૂપને પામે છે. આહાહા ! બહુ ઊંચી વાત હતી. વસ્તુની સ્થિતિ ‘આ’ છે. ‘ઊંચી’ ( કહી ) એટલે ‘નીચી’ કોઈ બીજી દશા છે, એમ નહિ. કો'ક કહેતું'તું બહા૨માં કે લોકોને એમ થયું કે આવું છે બધેય ઊંચી છે વાત બહુ ઊંચી છે, સોનગઢની એમ. ઓલા મુંબઈમાં કહેતા'તા પણ ઊંચી છે એટલે બીજી કોઈ હેઠેની છે ? ઊંચી કહો કે સાચી કહો, ‘આ એક જ છે’ ઊંચી કહીને હેઠલું બીજું અમારું પણ કંઈક છે એમ નથી. આંહીયા તો વ્યવહા૨નો પક્ષ જ છોડાવતા આવ્યા છીએ. વ્રત ને ભક્તિ ને તપને એ તો વિકલ્પ ને રાગ છે, એને તો છોડાવતા આવ્યા છીએ, પણ નયના પક્ષ બેજ્ઞાનના પક્ષ બે છે એક પર્યાય પક્ષ જોનાર ને એક દ્રવ્યપક્ષ જોના૨, પણ બેય જોના૨, એવા પર્યાયને જોનાર પક્ષનો તો નિષેધ કરતા આવ્યા છીએ, અથવા ગૌણ કરતા આવ્યા છીએ. આહાહા! પણ ત્રિકાળી વસ્તુ જે છે, ચૈતન્યમૂર્તિ જે વિકલ્પ રહિત છે તેને સમરસ ભાવે, વેદવો ને જાણવો, એનું નામ ભાવને પ્રાપ્ત કર્યો, સ્વરૂપને પ્રાપ્ત કર્યું, એણે જીવને જાણ્યો. આહાહા!
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy