SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૧ થી ૧૨૫ ૩૦૧ કર્મની રાડ મોટી છે આ જૈનમાં, પહેલેથી મોટી તકરાર, એકોતેરમાં આ વાત મૂકી'તી તો ગરબડ થઈ ગઈ મોટી, દામોદરશેઠ હતા એક દામનગરના પૈસાવાળા! દશ લાખ રૂપિયા તે દી” સાઈઠ વરસ પહેલાં, એમણે એકદમ વિરોધ કર્યો, કર્મથી વિકાર ન થાય? કીધું બિલકુલ નહીં. એક ટકોય નહીં, સોએ સો ટકા આત્મા વિકાર ને દોષ કરે છે, એ પોતાથી કરે છે, કર્મની અપેક્ષા એમાં છે નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ...? અને વર્ણાજી હારેય એ ચર્ચા થઈ, વર્ણીજીએ કલકત્તા મોકલ્યો પત્ર, એ (કાનજીસ્વામી) એમ કહે છે કે પોતાથી વિકાર થાય છે, પરથી નહીં, મોટી ભૂલ છે. શાહૂજી છે ને? શાહૂજી, એ લાવ્યા પત્ર, ગજરાજીને ત્યાં ભોજન હતું, ભોજન કર્યા પછી શેઠ (શાહૂજી ) લાવ્યા હતા આ પત્ર આવ્યો છે, વિકાર કેમ થાય છે? કીધુંઃ ઉત્તર દઈ દીધો છે બધો ત્યાં. વિકાર પોતાથી થાય છે, કર્મથી નહીં! મોટો પંડિત હોય કે ગમે તે હોય. હો. આહાહાહા ! અજ્ઞાની–અજ્ઞાનીની વાત છે ને અહીંયા ! જ્ઞાનીને તો આત્મા શુદ્ધ ચૈતન્ય છે, એના ઉપર દષ્ટિ છે, જ્ઞાનીની–ધર્મીજીવની ! શુદ્ધ ચૈતન્ય-ધ્રુવ-અખંડ-અભેદ-જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ હોવાથી, એ તો જ્ઞાન ને-આનંદની પર્યાયના કર્તા છે. આહાહાહા ! છ ખંડનું રાજ્ય કરતો દેખાય પણ એ એનો કર્તા છે નહીં, ચક્રવર્તી સમકિતી છતૃહજાર સ્ત્રી, છન્ને કરોડ પાયદળ અને એનો કર્તા છે નહીં. એની પોતાના સ્વભાવ ઉપર દૃષ્ટિ હોવાથી, જ્ઞાતા-દષ્ટાના પરિણામ થયા તો જાણનારદેખનાર છે. આહાહાહા ! એવો સ્વભાવ છે. જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ,” અજ્ઞાન સ્વભાવવાળા ક્રોધાદિરૂપે ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ વિગેરે, વિષયવાસના રૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે, એનો ઉપયોગ એમાં પરિણમ્યો છે એવો જીવ સ્વયં ક્રોધાદિ છે. જોયું? જીવ જ સ્વયં ક્રોધાદિ છે. માટીથી ઘડો થયો, તો ઘડો એ જ માટી છે. એમ જીવથી ક્રોધ થયો તો જીવ જ ક્રોધાદિ છે. આવી વાતું છે. વીતરાગનો મારગ જાણવો, જૈનમાં જન્મ્યા એને ય ખબર નથી, એમને એમ હાંક્ય રાખે માથે કીધું એ “જે નારાયણ થઈ રહ્યું. આહાહાહા ! ‘(ક્રોધાદિરૂપે) જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે –જોયું? જીવ જ સ્વયં ક્રોધ, માન, માયા, લોભ છે. છે ને અંદર? “ ક્રોધોપયોગી ક્રોધ જીવ માનોપયોગી માન છે ક્રોધ ઉપયોગ તો ક્રોધો, માન ઉપયોગ તો માન જ છે- જીવ એવો છે. માટીથી ઘડો થયો તો ઘડો માટી જ છે. આહાહા ! તેલની ધાર થઈ તો એ તેલ જ છે. (તેલની) ધાર બીજાએ કરી એમ છે નહીં. આહાહાહા ! વાસણમાં ઘી છે? તો કહે ના, “ઘી' ઘીમાં છે-ઘી ઘીમાં છે એ જ ઘી છે વાસણમાં, વાસણ વાસણમાં છે એ તો જડ છે, એ તો બીજી ચીજ છે એમાં ઘી નથી. આહાહા ! પણ એ ઘી, ઘી ઉપર રહે છે–અહીંયા પણ ઘી, ઘીને આધાર છે (વાસણ) છૂટી જાય તોપણ ઘી, ઘીને આધારે છે. (શ્રોતા:- કાશીથી એક બ્રાહ્મણ આવ્યો'તોને એણે પ્રયોગ કર્યો હતો ને) કર્યો હવે ખોટા બધા. આહાહા ! આંહી તો કહે છે કે જે દ્રવ્ય, જે દ્રવ્ય જે સમયે પરિણમન કરે છે એ પરિણમન એ દ્રવ્યનું છે. જે સમયે જે દ્રવ્ય પરિણમન કરે છે એ દ્રવ્ય જ છે. દ્રવ્ય જ એ છે-એ દ્રવ્યનું પરિણમન તો દ્રવ્ય એ જ છે. આહાહાહા! રોટલી બને છે તો રોટલી લોટ છે. લોટથી બની છે રોટલી તો રોટલી લોટ જ છે. રોટલી સ્ત્રીએ કરી એવી વાત છે નહીં. આહાહાહા ! જાઓને
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy