________________
ગાથા-૧૦૦
૧૫૯ પણ પર્યાય એકેન્દ્રિય, બેઈન્દ્રિય તરીકે એ નથી ? આહાહાહા !
આંહીં કહે છે કે પરદ્રવ્યસ્વરૂપ કાર્યનો કર્તા તો નિમિત્તપણે પણ નથી, ત્યારે? દ્રવ્ય તો છે એ નિમિત્તપણે પણ કર્તા નથી, પણ જ્ઞાની જે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન છે એ પણ નિમિત્તપણે કર્તા નથી. ફક્ત તે કાળે જોગ ને રાગને કાળે અને કાર્યકાળે તેમાં જ્ઞાન નિમિત્ત કહેવાય, શું કહ્યું ઈ ? ધર્માનું જ્ઞાન જોગ ને રાગને કાળે તેમાં જ્ઞાન નિમિત્ત કહેવાય જોગ ને રાગમાં અને ઓલું કાર્યકાળમાં પણ જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત કહેવાય, પણ નિમિત્તકર્તા નહિ. અરે! આરે ! આવી વાતું.
એ તો કહ્યું નહોતું કે કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે, એટલે શું પણ? એ તે જ્ઞાન નિમિત્ત છે એટલે લોકાલોકને કર્યું છે, એણે? અને લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત છે, એથી લોકાલોકે કેવળજ્ઞાન કર્યું છે? એમ સમ્યગ્દષ્ટિનું જ્ઞાન જોગ ને રાગને કરતું નથી પણ જોગ ને રાગમાં તેનું જ્ઞાન નિમિત્ત કહેવાય અને જે ક્રિયાકાળ, કાર્યકાળ થાય પરમાં તેને જ્ઞાન નિમિત્ત કહેવાય અને તે જોગ ને રાગ અને જે કાર્ય થાય તે જ્ઞાનીના જ્ઞાનમાં સ્વપરપ્રકાશક પોતે પરિણમ્યું છે તેમાં એ જ્ઞાનને આમ નિમિત્ત કહેવાય. આહાહા! આવું છે, શાંતિભાઈ ઝીણું બહુ. (શ્રોતા- આત્મા પોતે જ ઝીણો છે ને) વસ્તુ, વસ્તુ સૂક્ષ્મ? આહાહાહા ! જ્ઞાનનો સાગર છે એ તો. આહાહા ! જ્ઞાનનો સાગર પ્રભુ છે એવું જ્ઞાન થયું તે જ્ઞાન રાગ જોગને શેય તરીકે જાણે છે તેથી તેને જોગ ને રાગને આ જ્ઞાન નિમિત્ત કહેવાય, ઉપાદાન નહિ અને કાર્યકાળ જે જગતનો છે તેમાં જ્ઞાન નિમિત્ત કહેવાય, અને એ જોગ ને રાગ અને કાર્ય જ્ઞાનમાં નિમિત્ત કહેવાય પર્યાયમાં. દ્રવ્યની હારે નિમિત્ત-નિમિત્ત સંબંધ છે નહિ. પર્યાયની વાત છે આ તો. હવે આવું બધું કયાં? સમજાણું કાંઇ?
ભગવાન આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપ છે, તેથી જ્યાં સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપ થયું સમ્યગ્દર્શન થયું, સમ્યજ્ઞાન થયું, તે તો જોગ ને રાગનો કર્તા તો નથી, પરનાં કાર્યનો કર્તા તો નથી પણ જોગ ને રાગને પરના કાર્યકાળમાં નિમિત્ત કહેવામાં આવે, નિમિત્તકર્તા નહિ. આહાહા ! સમજાણું કાંઇ?
નિમિત્ત ને નિમિત્તકર્તામાં મોટો ફેર, એ તો કહ્યું નહીં? કેવળજ્ઞાન નિમિત્ત છે લોકાલોકને એટલે શું? લોકાલોક થયું છે એનાથી? તો લોકાલોક કેવળજ્ઞાનને નિમિત્ત છે, લોકાલોકે કેવળજ્ઞાન કર્યું છે? નિમિત્તનો અર્થ જ એક ચીજ છે. આહાહા.... ઝીણી વાતું બહુ ભાઈ. આહાહા !
ભાવાર્થ:- યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તવાળું આ કર્મ જડ, જડ એના નિમિત્તવાળું આત્મપ્રદેશોનું ચલન, કંપન આત્મ પ્રદેશોનું કંપન, જોગ અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપર્યુક્ત થવું, જોડાવું ત્યાં આ ઉપયોગ હોં, ઓલો ઉપયોગ જાણવા દેખવાનો ઉપયોગ એ નહિ. આ યોગ અને ઉપયોગ ઘટ પટ રથ ઘડો થાય, રોટલી થાય, મકાન થાય કે કર્મ જડ થાય તેમાં આ નિમિત્ત છે. એ યોગ ને ઉપયોગ તેમાં નિમિત્ત છે, કાર્ય તો થયું ત્યાં, આ જોગ ને ઉપયોગ તેને નિમિત્ત છે, તેથી તેમને તો ઘટાદિક અને ક્રોધાદિકનાં નિમિત્તકર્તા કહેવાય. જોયું? આહાહાહા !