________________
૨૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ બંધાય, રાગ આંહીં છે તો બંધાય ને? રાગ નો હોય તો કાંઈ બંધાય છે? માટે એટલું રાગને કારણે બંધાય છે ને? એમ નથી. બંધાવાનું તો એના ઉપાદાનની પર્યાય એનામાં છે ફક્ત એનું નિમિત્તિ કોને કહેવું, કે અજ્ઞાનીનું અજ્ઞાન, રાગદ્વેષનું અજ્ઞાન નિમિત્તરૂપ દેખતાં આ “મેં' કર્યું એમ ઉપચારથી માને છે, એ કોણ ? નિર્વિકલ્પ વિજ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ (છે તે) માને છે. આહાહાહાહા ! છે? અભેદ વિજ્ઞાનઘન સ્વભાવ પ્રભુ એમાંથી ભ્રષ્ટ થયો ને રાગનો કર્તા થયો. પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત આદિ વિકલ્પ છે એનો કર્તા થઇને વિજ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ થયો, વિકલ્પ પરાયણ છે, અહીંથી ભ્રષ્ટ થયો ને અહીં તત્પર છે. આહાહાહા ! કીધું સમજાણું?
વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ અને વિકલ્પ પરાયણ, આ સ્વભાવથી ભ્રષ્ટ થયો, ત્યારે તત્પર કયાંય છે કે નહીં? કે રાગનો વિકલ્પ છે એમાં તત્પર છે અજ્ઞાની. આહાહાહા ! ગાથા બહુ ઊંચી છે. આહાહા! ભાવ ઘણા ઉંડા ભરેલા બહુ, ઓહોહો !નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવ પ્રભુ એના અજ્ઞાનને લીધે, બંધનમાં હું નિમિત્ત છું માટે તે કર્મ મેં કર્યું, એવો ઉપચાર મને લાગુ પડે છે. એ અજ્ઞાનીને ઉપચાર લાગુ પડે છે. ખરેખર એનું યથાર્થ કાર્ય તો એનું નથી પણ હું નિમિત્ત થયો ત્યારે ત્યાં થાય છે ને ? થાય છે તો એના પર્યાય પ્રમાણે, પણ હું નિમિત્ત હોઉં ત્યારે થાય ને? એ વિના કયાં થાય છે? એ વિના પરમાણુમાં તો બંધનની પર્યાયની યોગ્યતા જ નથી એનામાં. આહાહા !
એ પ્રશ્ન ચાલ્યો'તો ત્યાં રાજકોટ, ત્યાં રાગ થયો છે, ત્યારે ત્યાં બંધન થાય છે ને? એમ નથી, બંધનનો પર્યાય તો તે કાળે થયો પણ તેને નિમિત્ત હતો રાગ, એને એમ માને છે કે રાગ હું છું, તો આ બંધન થયું ને? નહીંતર કેમ થાત? પણ એ બંધનનો પર્યાયનો કાળ છે ને તું ફક્ત એમાં નિમિત્ત, રાગ નિમિત્ત છે. આહાહા ! આવો ઉપદેશ ને આવી વાતું લ્યો.
| વિજ્ઞાનઘન સ્વભાવ ભગવાન એનાથી, અજ્ઞાનને લીધે ભ્રષ્ટ થયો, અને રાગના વિકલ્પનો સૂક્ષ્મ વિકલ્પ પણ હો પણ તેમાં પરાયણ નામ તત્પર થયો, અહીંથી ભ્રષ્ટ થયો, અહીં તત્પર થયો. અજ્ઞાનીઓનો વિકલ્પ છે એ વિકલ્પમાં તત્પર છે, એવા અજ્ઞાનીઓનો એ વિકલ્પ છે, શું? કે આને હું નિમિત્તરૂપ છું માટે, ન્યાં થાય છે ને એમ, એવો અજ્ઞાનીનો વિકલ્પ છે. તે વિકલ્પ ઉપચાર જ છે, તે વિકલ્પ ઉપચાર છે. અજ્ઞાની નિમિત્તભૂત થયો માટે નિમિત્ત થયું એ ઉપચાર બોલે છે, એ યથાર્થ નથી. યથાર્થ તો બંધનના પરિણામ બંધનથી થયા, પણ હું નિમિત્ત છું માટે થયું માટે એવો ઉપચાર બંધનમાં હું છું, એમ અજ્ઞાની ઉપચારથી માને છે. ઉપચારથી કહો કે વ્યવહારથી કહો. (શ્રોતાઃ- એ ઉપચારથી માને છે અજ્ઞાની કે અજ્ઞાનથી) એ ઉપચારથી ખરેખર એને કયાં છે. પરનું તો એમાં છે જ નહિ, માને છે ઉપચારથી એમ આંહીં આચાર્યને સિદ્ધ કરવું છે ને? હું નિમિત્ત છું ને એમ કહ્યું છે ને? પહેલું એ વસ્તુ નિમિત્તભૂત નથી, છતાં હું નિમિત્ત છું એમ કીધું ને માટે અજ્ઞાન થયું ને? તેથી આ થયું માટે ત્યાં થયું ને? માટે હું એનો ઉપચારથી કર્તા છું એ અજ્ઞાનીને લાગુ પડે છે. આહાહાહા ! આવું છે, પરમાર્થ નથી, એ નિમિત્તથી થયું ત્યાં એમ કહેવું એટલો ઉપચાર છે, પરમાર્થ છે નહિ. આહાહાહા!
ભાવાર્થ- મૂળ તો વાત એવી છે કે ક્રમબદ્ધમાં તો જે પરમાણુની જે સમય પરિણમવાની યોગ્યતા છે તે પરિણમે છે, હવે અહીં અજ્ઞાનીનો રાગદ્વેષ નિમિત્ત છે, એથી આ નિમિત્ત છું માટે