________________
શ્લોક-પ૭
૭૯ કહો, પુંજાભાઈ ! નૈરોબી બૈરોબીમાં ક્યાંય મળે એવું નથી વાત, રોકાણા છે માળા નિરાંતે (શ્રોતા - એ એક જ પેઢી અહીં છે) પણ રોકાણા છે શાંતિથી. આવું છે બાપા, મારગ આ આરે અનંત કાળનો અજાણ્યો, અનંત કાળથી આથડયો વિના ભાન ભગવાન ! આહા !
આંહીં તો કહે છે કે શુદ્ધ જ્ઞાન હોવા છતાં, આંહીં એમ કીધું ને, “સ્વયં જ્ઞાન ભવન અપિ”, એટલે કે એ તો શુદ્ધ જ્ઞાન ને આનંદ હોવા છતાં, એના શુદ્ધ ચૈતન્ય ભગવાન આનંદ વીતરાગ મૂર્તિ આવો હોવા છતાં તેને ન જાણતાં, તિર્યંચની માફક ઘાસ સાથે સુંદર આહારને ખાય, એમ ભગવાનથી રાગ ભિન્ન છે, એને ભેળસેળ મારો કરીને અનુભવે, એ ઢોરની માફક અજ્ઞાની છે કહે છે. આહાહા ! પ્રેમચંદજી! આહાહાહા ! આવું છે,
પહેલું તો હજી સાંભળવું કેમ, એ રીતે કઠણ. આ તો એકદમ નિશ્ચય નિશ્ચય નિશ્ચય, પણ નિશ્ચય એટલે સત્ય, આ જ સત્ય છે. આહા! “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ પ્રભુ! એમાં પાંચ પચ્ચીસ લાખ પેદા થાય ને પ્રજામાંથી કરમી જાગ્યો, કરમી જાગ્યો, અમારા કુટુંબમાં કર્મી જાગ્યો કર્મી, કર્મી જાગ્યો એમ કહે ને? કે ધર્મી જાગ્યો એમ કહે, અને રાજી રાજી થઈ જાય. આહાહા ! કર્મી જાગ્યો રાગ ને વિકારના પરિણામનો કરનારો જાગ્યો. આહાહા !
ભાષા કેવી મૂકી, છે? કે સ્વયં જ્ઞાન ભવન અપિ. આહાહા ! પોતે તો પ્રભુ જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે ને? આવો હોવા છતાં, એનાથી રાગના પરિણામ ભિન્ન છે તેને સ્વરૂપના અજ્ઞાનને લીધે, એ મારા છે એમ ભિન્ન છે તેને પોતામાં ભેળવીને એ રાગનો સ્વાદ લ્ય છે. એ દૂધને પીઉં છું એમ શીખંડ ખાતા અજ્ઞાનીને લાગે, દારૂ પીધેલાને.
ભાવાર્થ:- “જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી” આહાહાહા... એ ઘાસતુલ્ય રાગ, આનંદ તુલ્ય આત્મા, છે ને? સુંદર આહાર. પ્રભુ આત્મા સુંદર આનંદ સ્વરૂપી, એનો આહાર અને ઘાસ રાગનો આહાર. આહાહા! અરેરે ! મનુષ્યપણું મળ્યું પણ જૈનમાં જન્મ્યા એનેય ખબર ન મળે, અને જીંદગી એમને એમ જાય. આહાહા... આ વ્યવહાર વ્યવહાર કરે છે ને લોકો, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ વ્યવહાર કરો કરો વ્યવહાર તો આંહીં કહે છે કે એ વ્યવહારવાળો રાગ છે એનો કર્તા થાય એ મૂંઢ છે. છે દેવીલાલજી? આહાહાહા ! ભાઈ ! તને વસ્તુની ખબર નથી. આહા!
એ તો જ્ઞાનનું ધામ સ્વયં જ્યોતિ સુખધામ, સ્વયં જ્યોતિ જ્ઞાનની અને આનંદનું ધામ પ્રભુ છે ને ? આહાહા ! સ્થાન છે ને, એવું હોવા છતાં તેના સ્વરૂપની કિંમત અને ભાન વિના, જે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ છે, તે સ્વરૂપના સ્વભાવથી ભિન્ન હોવા છતાં તેને સ્વરૂપનું ભાન નથી એટલે રાગને ભેળવીને રાગનો સ્વાદ લ્ય છે. આહાહાહાહા ! (શ્રોતા:રાગ વચ્ચે બળજબરીથી આવી પડે તો શું કરે?) શું કીધું? આવતો નથી, એ આવે છે ને એના પર નજર કરે છે ને આંહીં નજર છોડે ત્યારે આવે છે. એ કીધું નહિ પહેલું? કે રાગ આવ્યો, પણ જ્ઞાની આત્માનું ભાન છે તેને આત્માના આનંદનો સ્વાદ છે, અને રાગનો સ્વાદ ભિન્ન છે તેમ બેયના સ્વાદ ભિન્ન જાણે છે. હેં? આવી ગયું'તું ને પહેલું. આહાહાહા !
જ્યાં સુધી વીતરાગ નથી, અજ્ઞાનીને પૂર્ણ દુઃખનો સ્વાદ છે, કેવળીને પૂર્ણ આનંદનો સ્વાદ છે, સાધકને આનંદના સ્વાદની સાથે થોડોક રાગનો સ્વાદ છે પણ એ સ્વાદને ને આને ભિન્ન