________________
૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ થયા ને ? ક્રોધ તો મૂળ હતો, સોળ સૂત્ર પછી, પોતે જ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, જ્ઞાતાદેષ્ટા તેને ભૂલી અનાદિથી અજ્ઞાની, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, કર્મ, મોહ, નોકર્મ, આ કર્મ અહીં સંબંધવાળા લીધા છે. ધર્માસ્તિ આદિમાં તો છ દ્રવ્ય લેશે જ, પણ આંહીં, આંહીં આઠ કર્મ, નોકર્મ, આહા૨ક શ૨ી૨, પાંચ ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મન અને ત્રણ શ૨ી૨ ઔદારિક, તેજસ ને કાર્યણ એને અહીંયા નોકર્મ કહે છે. સમજાય છે કાંઈ ? આવે છે ને ૫૫ શ્લોકમાં, નવ બોલ એટલે કે અહીંયા ક્રોધ થાય, માન, માયા, લોભ, રાગ, આ વેપાર ધંધાનો રાગ, વિષયનો રાગ, માનનો રાગ, એ બધો રાગ છે, એ ખરેખર તો કર્મના ભાવકનું ભાવ્ય છે. તે આત્માનું સ્વરૂપ નથી, છતાં તેને સ્વરૂપના જ્ઞાનને ભૂલીને, હું ક્રોધ છું, હું માન છું, માયા છું, લોભ, લોભ આ લોભ છું, રાગ ને દ્વેષ મોહ છું, કર્મ જે આઠ છે અને નોકર્મ મન, વચન, કાયા, ત્રણ શ૨ી૨ ને આહા૨ક શ૨ી૨ ને લેશ્યા ને શ્વાસ આદિ અને મન, વચન ને કાયા ને પાંચ ઈન્દ્રિય કેટલા ? ૧૭ બોલ લીધા છે. વિશેષ સમજવા.
એ બધા હું છું. માટે તેનો હું કર્તા છું રાગનો, એ મિથ્યાત્વ અજ્ઞાનભાવ છે. આહાહાહા.... સમજાય છે કાંઈ ? અને ધર્માસ્તિ આદિ છ દ્રવ્ય છે, એ ૫૨ છે આત્મદ્રવ્યથી. એ છ દ્રવ્યનો વિચાર કરતાં જે વિકલ્પ ઊઠે એ વિકલ્પનો કર્તા છઉં એણે છ પદ્રવ્યને પોતાનું માન્યું. આહાહાહા..... બહુ આકરું કામ છે. એવા ૧૭ બોલ અને એ સિવાય પણ ગુણગુણી ભેદનો વિકલ્પ વિગેરે લેવો, એ બધાં મારાં છે ને હું એનો કર્તા છું, એ મિથ્યાત્વભાવ અજ્ઞાનભાવ છે, સંસારના પરિભ્રમણનું એ મૂળીયું છે. આહાહાહા...... અને છ દ્રવ્ય, આ આત્મા સિવાય પર, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, પુદગલ, ૫૨માણું આદિ અને અન્ય જીવ, સ્ત્રી, કુટુંબ પરિવા૨ ને દેવ, ગુરુ, શાસ્ત્ર એ અન્ય જીવ એ હું છું, એ મારા છે, એવો જે વિકલ્પ રાગ તેનો કર્તા થાય એ અજ્ઞાન છે. આહાહા ! એ કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. આ એમ કહે છે, છે ને લીટી ઉ૫૨, એમ હવે કહે છે. વિસ્તાર કરે છે. ૯૬ ગાથા.
एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ ।
अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण । । ९६ ।।
મંદબુદ્ધિ અજ્ઞાની કીધા છે. આહાહા !
66
હરિગીત “જીવ મંદબુદ્ધિ” ઓહો, વિભંગજ્ઞાન હોય સંસારના બહુ ક્ષયોપશમનાભાવ હોય છતાં તેને આ રાગ મારો, ૫૨દ્રવ્ય મારા, એવી બુદ્ધિને મંદબુદ્ધિ કીધી છે. અજ્ઞાન કીધું છે મંદબુદ્ધિનો અર્થ “નિજ આત્માને પણ એ રીતે અજ્ઞાનભાવે ૫૨ કરે.” આહાહા !
ટીકાઃ– ૯૬ ની ટીકા “ખરેખર એ રીતે ” સત્યાર્થ રીતે જોઈએ તો, કહે છે એ રીતે જે કીધું એ ત્યાં, “હું ક્રોધ છું,” અણગમો આવેને અંદર એ હું છું, એ માન્યતા અજ્ઞાન મિથ્યાત્વ છે, આહાહાહા.... ત્યાં કેમ બેઠા સુમનભાઈ ! આંહીં છે જગ્યા, કહો, સમજાણું કાંઈ ?
હું આનંદ ને જ્ઞાન ને વીતરાગ મૂર્તિ છું એવું ભૂલીને એ દયા દાનનો ભાવ, રાગ અને વેપાર આદિનો ભાવ રાગ અને પ્રતિકૂળતામાં થતો દ્વેષ, કર્મ અને નોકર્મ આહાર, શ૨ી૨, ઇન્દ્રિય, શ્વાસ. આહા૨ક શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા, મન, એ બધા મારા છે, એવો જે વિકલ્પ કરે છે, તે વિકલ્પનો એ કર્તા થાય છે. તેથી તે કર્તાનું મૂળ અજ્ઞાન થયું, ઠર્યું છે ને ? આહાહા !