________________
૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ચૈતન્યપરિણામ” અજ્ઞાન એટલે નથી ભાન એવું જે અજ્ઞાન, એટલે? મિથ્યાશ્રદ્ધા, એ ક્રોધ આદિ હું છું, ઇન્દ્રિય હું છું, શરીર હું છું એવી મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, પોતાનું જ્ઞાન ભૂલીને સંશય આદિ વિપર્યાસ આદિ કરે, “અવિરતિરૂપ” વિકાર એ ત્રણ પ્રકારનું “સવિકાર” વિકાર સહિત ચૈતન્યપરિણામ જોયું? “તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને ” બહુ ટૂંકું કહ્યું, પોતે ભગવાન આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ, અને એ સવિકાર પરિણામ ભિન્ન છે, એમ પરનો ભેદ નહિ જાણીને, “હું ક્રોધ છું હું માનું ” ઇત્યાદિ બધા બોલ લઇ લેવા “તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે” કયાંક કયાંક કર્તાપણું તો માનવું જોઇશે કે નહિ? પોતે આત્મા ભગવાન તો શુદ્ધ આનંદના પરિણામનો કર્તા છે, હવે એ શુદ્ધ ચૈતન્ય પ્રભુ તો નજરમાં આવ્યો નહિ, એટલે આનો, વિકારી પરિણામ મારા એમ માનીને તેનો કર્તા થાય છે. આહાહાહા !
“અજ્ઞાની અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ” એ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, રાગ વિકાર પરિણામ “એ અજ્ઞાનરૂપ ભાવ તેનું કાર્ય થાય છે” કર્મ નામ કાર્ય. આ જડનું કાર્ય ને એની વાત નહીં, હવે આંહીં. ફક્ત મિથ્યાશ્રદ્ધાથી, મિથ્યાજ્ઞાનથી રાગાદિને પોતાનો માનતો ચૈતન્યનાં પરિણામ છે એમ માનતો તેનો તે અજ્ઞાની કર્તા, વિકારી પરિણામનો કર્તા થાય છે. આહાહાહા ! હવે આંહીં કયાં પહોંચવું, પરમાત્મા જિનેશ્વરદેવ વીતરાગ, એ આમ કહેતા દિવ્યધ્વનિ દ્વારા, એ સંતો સાંભળી આવ્યા, પ્રભુ પાસે, અને હતા તો અનુભવી છતાં સાંભળીને આવ્યા ને પછી આ શાસ્ત્ર બનાવ્યા, ભાઈ પ્રભુ તો આમ કહે છે. આહાહા ! ઘરનો ધણી કયાંક બહાર જાય બે ચાર દિવસ કે મહિનો બધા પૂછે કે શું લઇને આવ્યા? બાઇડી પૂછે કે મારા માટે સાડલો લાવ્યા કે નહિ? છોકરા પૂછે કે મારા સાટું ઓલી પેન, પેનને પૂછે એ લાવ્યા કે નહિ, છોડી પૂછે કે મારા સાટું કંઇક ઊંચા ઉનનું ઓઢવાનું ઓઢણું લાવ્યા કે નહિ. અહીં પ્રભુને મુનિને કોઈ પૂછે પ્રભુ આપ ગયા'તા ને ત્યાં? શું લાવ્યા? કે આ લાવ્યા. આહાહાહા!
અત્યારે તો આ આકરું પડે ભારી. એક ક્રમબદ્ધની વ્યાખ્યા આવી છે ભાઈ એમાં, કાલ એક વિદ્યાસાગર છે ને સાધુ છે દિગંબર એને ક્રમ પરિણમનની વ્યાખ્યા આપી છે. એક આપણે ક્રમબદ્ધનું ભાઈ લખે છે, હુકમીચંદ છે એ તો બહુ સરસ લખશે, થોડું બાકી રાખ્યું છે જાણીને, ઓલાં વિદ્યાસાગર છે જાવાન માણસ છે. ૩૩ મું વર્ષ ચાલે છે, આચાર્ય પદ આપ્યું એના ગુરુએ એને લખ્યું ક્રમ પરિણામ હોય છે, ક્રમ સહિત પરિણામ હોય ક્રમબદ્ધ, પણ બધું પરિણામ, પરિણામ, પરિણામ પણ પરિણામ થાય છે તો ઇ કોના આધારે ને કોણ છે એ? એની દૃષ્ટિની તો એમાં મૂકી નથી વાત, ક્રમબદ્ધ પરિણામ થાય, ક્રમબદ્ધ પરિણામ, ક્રમ પરિણામ, “બદ્ધ” નથી લખ્યું બિલકુલ ક્રમ પરિણામ થાય, જે સમયે જે થવાનાં તે થાય, માટે એ તમે રાગ થાય તેની આકુળતા નથી પણ રાગ થયો એને, પણ ખરેખર તો એ થાય છે એમ જેને નક્કી થાય, એની દષ્ટિ ભગવાન ઉપર જાય, જ્ઞાયક સ્વભાવ ઉપર જાય, ત્યારે તેને સમ્યગ્દર્શન થાય, ત્યારે તેનો રાગનો અભાવ થાય. ચેતનજી ! રાતે સાંભળ્યું ને? એમાં ફેર છે થોડો મૂળ-મૂળ ફેર છે, પણ હવે ઠીક એટલું બહાર આવ્યું છે એટલે ચર્ચાશે, ચર્ચાશે એટલું કે આ સોનગઢવાળા જ ક્રમ