________________
૧૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં એ કર્મના પરિણામ, સ્વપરપ્રકાશક પોતાનું જ્ઞાન થયું એમાં એ પરિણામ નિમિત્ત થયા. બહુ ઝીણી વાત ભાઈ ! એને ધર્મી કહીએ. જે જ્ઞાનાવરણી કર્મ થાય છે એનો હું કર્તા છું એ તો મિથ્યાષ્ટિ જીવ-અજ્ઞાની છે. આહાહા !
સમ્યગ્દષ્ટિ-જ્ઞાની એને કહીએ કે જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે અને એ સમયમાં જ્ઞાનાવરણીની પર્યાય જે છે-જડની, એનું પણ અહીંયા જ્ઞાન છે, એ જ્ઞાન પોતાથી, પોતામાં છે, એ પોતામાં જે સ્વપરપ્રકાશક જ્ઞાન છે જ્ઞાનીને, એમાં જ્ઞાનાવરણીની પર્યાય નિમિત્ત થાય છેજ્ઞાનમાં નિમિત્ત થાય છે. આવું ઝીણું કામ લોકોને (તો) બાહ્યથી ધર્મ માની લેવો, દયા-દાનવ્રત-ભક્તિ-તપ એ તો બધો રાગ છે. એ કહેશે હમણાં કે એ રાગ છે. જ્ઞાનીધર્મી એનો કર્તા નથી પણ જ્ઞાની (ને) પોતામાં સ્વપરપ્રકાશકશાન પોતાના દ્રવ્યના આશ્રયે થયું છે, એમાં એ દયા, દાન આદિના વિકલ્પ છે એ જ્ઞાનમાં નિમિત્ત છે. આહા ! આવું ઝીણું છે. સમજાણું કાંઈ...? સુક્ષ્મ વાત છે ભાઈ અપૂર્વ, આ તો અનંતકાળમાં ક્યારેય સાંભળ્યું જ નથી યથાર્થપણે એણે ભગવાન આત્મા તો જ્ઞાયક સ્વરૂપ છે-એ રાગરૂપ નથી, કર્મરૂપ નથી, શરીરરૂપ નથી, મનરૂપ નથી, વાણીરૂપ નથી. આહાહા!
તેથી પોતાનું સ્વરૂપ જે જ્ઞાયક છે, એનું જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ્ઞાનીને એનું જ્ઞાન થયું છે કે હું તો જ્ઞાયકસ્વભાવ છું-હું જાણનાર છું; જ્યારે આવા જાણનારનું જ્ઞાન થયું તો પોતાનું પણ જ્ઞાન થયું અને એ સમયે જ્ઞાનાવરણી-કર્મના પરિણામનું જ્ઞાન પોતાથી થયું છે એમાં એ નિમિત્ત છે. તો જ્ઞાની એ પોતાના જ્ઞાન-પરિણામનો કર્તા છે, પણ જ્ઞાનાવરણી પર્યાયનો જ્ઞાની કર્તા નથી. આવી વાત છે, કાલે તો આવી ગયું હતું આટલું.
પરંતુ જેમ તે ગોરસનો દેખા ગોરસના જે દૂધ-દહીંના પરિણામ થયા એને ગોરસનો દેખા-દેખવાવાળો જે છે સ્વતઃ દેખવાવાળાથી વ્યાસ થઈને જોનાર જોવાપણાના પરિણામમાં વ્યાસ થઈને ગોરસના દૂધ-દહીં આદિ પરિણામ થયાં એનો દેખવાવાળો જે છે એ તો દેખવાના પરિણામમાં એ વ્યાપ્ત છે, એ ગોરસના પરિણામ એમાં એ વ્યાપ્ત નથી. પંડિતજી? આવું ઝીણું છે. દુનિયા કંઈક માને ને કંઈક બેઠી છે, એમાં ધર્મ ક્યાં રહ્યો? આહાહા!
એ દર્શનમાં વ્યાપ્ત થઈને માત્ર જુએ જ છે. ગોરસના પરિણામ દૂધદહીં જે થયા એને ગોરસનો દેખા-દેખવાવાળો, પોતાના દેખવાના પરિણામમાં વ્યાપ્ત છે, પણ દૂધ-દહીંના પરિણામનો કર્તા છે નહીં અને એનું વ્યાપ્ય પણ આત્મા નથી. આહાહા ! છે? “માત્ર જુએ જ છે કોણ? કે એ ગોરસના જે દૂધ-દહીં પરિણામ થયા એને ગોરસનો જોનાર માત્ર જુએ જ છે, અને જોનારના પરિણામ એ દેખવાવાળાના પરિણામ દેખવાવાળાથી વ્યાપ્ત છે. આહાહા! અને ગોરસના પરિણામ ગોરસથી વ્યાસ છે. આવી વાત હવે. પ્રિયંકરજી?
તેવી રીતે જ્ઞાની-ધર્મી એને કહીએ, સમ્યગ્દષ્ટિ એને કહીએ-જ્ઞાની કહો કે સમ્યગ્દષ્ટિ કહો. સમ્યગ્દષ્ટિ સ્વતઃ જાણનારથી વ્યાસ થઈને-પોતાના સ્વરૂપના જાણવાના પરિણામ, એ પરિણામમાં સમકિતી વ્યાત થઈને એ એનો કર્તા થઈને, એ જ્ઞાનપરિણામ એનું કાર્ય છે. આહાહા! આવી વાતું, હવે ક્યાંય...! એય, દુનિયા ક્યાંય ચાલી ગઈ છે ને (આ) માલ ક્યાંય રહી ગયો.
(પોતાથી (જ્ઞાનીથી) વ્યાસ થઈને) ઉત્પન્ન થવાવાળું –ધર્મી જ્ઞાની સ્વતઃ જાણનાર,