________________
૩૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જ્ઞાનમાત્ર શુદ્ધઉપયોગ છે એ જ મારું સ્વરૂપ છે. એ અશુદ્ધ જે પુણ્ય-પાપનો ઉપયોગ એ હું નહિ, હું તો શુદ્ધઉપયોગ જ હું છું. આ અશુદ્ધ ઉપયોગને જાણવા-દેખવાનો મારો શુદ્ધ ઉપયોગ એ હું છું. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! અનંત કાળમાં કર્યું નથી ક્યારેય અને હજી આ સંસારમાં પણ આખી જિંદગી રાગ-દ્વેષ..રાગ-દ્વેષ કરીને આખી જિંદગી ચાલી જાય છે અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં. એમાં આ વાત સમજવી આકરી પડે એને. આહાહાહા!
ધર્મીને ભેદજ્ઞાન હોવાથી એ એમ જાણે છે કે “જ્ઞાનમાત્ર-જ્ઞાનમાત્ર જાણવું જાણવુંઆનંદ એવો શુદ્ધ ઉપયોગ છે, જાણવાનો શુદ્ધ વેપાર છે-નિર્મળ વેપાર છે જાણવા-દેખવાનો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ છે એ જ મારું સ્વરૂપ છે. આહાહાહા ! શરીર, કર્મ, પૈસા, મકાન તો નહિ પણ અંદર શુભાશુભ ભાવ છે, પર્યાયમાં ઉત્પન્ન થાય છે, એ મારા નહિ. આહાહાહા !
દ્રવ્યસ્વભાવનું જ્ઞાન થવાથી દ્રવ્યસ્વભાવનું જ્ઞાન થવાથી, ભાવ તો જ્ઞાનીને પણ રાગ આદિ થાય છે પણ એ (ભાવ) મારા નથી–હું નથી, હું નહીં. આહાહા ! રાગ થાય છે શુભાશુભ રાગ આવે છે પણ ધર્મી તો એનો જ્ઞાતા-દેષ્ટા, શુદ્ધપરિણામ એ જ હું છું. આહાહા ! રાગ ને દ્વેષ, પુણ્ય-પાપના પરિણામ ભાવ હું નહીં. આહાહાહા ! છે કે નહીં અંદર? આ તો અમારા શેઠ, નવા તો છે ને સાંભળે, બીડીમાં ગૂંચાઈ ગયા હોય ત્યાં ધંધામાં, આહા એ તો સૌની વાત છે ને. એ તો મોઢા આગળ (બેઠા) હોય એ શેઠની વાત (કરાય!) કેમ રજનીભાઈ ?
(શ્રોતા – રાગાદિ ભાવ એ વખતે થાય છે ને ) રાગભાવ થાય છે તો પણ ત્યારે પોતાના જ્ઞાનસ્વરૂપની દૃષ્ટિ છે તો હું જ્ઞાતા-દ્રષ્ટા છું, દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ હોવાથી હું તો જ્ઞાતા દેષ્ટા છું એ રાગ-દ્વેષ હું નહીં. આહાહા ! ઝીણી વાત છે પ્રભુ! આ અનંતકાળથી, એ વાત ચાલતી નથી ને. ઝીણી વાત છે ભાઈ! આહાહાહા ! આંહીંયા તો ધર્મીને શુભ-અશુભ રાગ આવે છેભક્તિનો રાગ આવે છે, વિનયનો રાગ આવે છે પણ એ મારી ચીજ નહીં, હું તો એનો જાણનાર-દેખનાર-શુદ્ધઉપયોગ જ હું છું. આહાહાહા ! આવી જવાબદારી, આટલી શરતું ધર્મની. સમજાણું કાંઈ...? આહાહાહા !
જ્ઞાની-સમકિતી ચક્રવર્તી હોય તો છન્ન હજાર રાણીઓ હોય છે અને વિષયની વાસના પણ આવે છે પણ એ હું નહિ, હું તો એની દૃષ્ટિમાં નહિ જવાવાળો અને પોતાનામાં રહીને પોતાને જાણનાર ને પરને જાણનાર હું છું. આહાહા ! સમજાણું કાંઈ ! ભાઈ ! વીતરાગ મારગ બહુ સૂક્ષમ છે પ્રભુ! અરે રે, એણે અનંત કાળમાં કદી શું આત્મા અને શું મેલ–રાગ છે. એનું ભેદજ્ઞાન ક્યારેય કર્યું નહીં, તો ચાર ગતિમાં રઝળવાના ભાવ છે એ તો.
આંહી પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા અરિહંતદેવ ફરમાવે છે એ સંતો ફરમાવે છે. આહાહા ! સંતો કહે છે પ્રભુ! ભેદજ્ઞાની જીવ જે છે એ તો મારું સ્વરૂપજ્ઞાન માત્ર છે-આનંદ છે તે જ હું છું, રાગ-દ્વેષ કર્મોનો રસ છે, કર્મો નામ ભાવકર્મ છે, એ કર્મ છે એ વિકારનો રસ છે મારો નહીં. આહાહાહા ! સૂરજના કિરણ કોઈ કોલસા જેવા હોતા નથી. હોય છે? સૂરજના કિરણ તો સફેદ હોય છે. એમ મારી પર્યાય તો સફેદ-શુદ્ધ છે. એ મલિન જે કોલસા જેવા કિરણ છે એ સૂરજના નહીં, એમ પુણ્ય-પાપના ભાવ ધર્મી પોતાના માનતા નથી. આહાહાહા ! તો, પુણ્ય-પાપના ફળરૂપ જે ચીજો બાહ્ય છે એને તો એ ચીજ મારી છે એવું હોતું