________________
ગાથા-૯૪ એ મારો છે અને અવિરતિ, એ રાગમાં રોકાઈ ગયો, એ અવિરતિ છે. આહાહા ! એ અવિરતિનાં પરિણામ અજ્ઞાનરૂપ છે.
આ તો અધ્યાત્મની ટીકા છે. ત્રણલોકના નાથ, વીતરાગ પરમાત્મા એના મુખે નીકળેલી આ વાત છે પ્રભુ, સંતો જગતને જાહેર કરે છે. શિષ્યનો એમ પ્રશ્ન હતો કે પ્રભુ તમે જ્ઞાતાદેખાના ધર્મી જીવને તો રાગદ્વેષ પુણ્ય પાપની ઉત્પત્તિ કાર્ય એનું નહીં, એમ આપે કહ્યું, ત્યારે અજ્ઞાનથી એ રાગદ્વેષની ઉત્પત્તિ કઈ રીતે છે? સમજાણું કાંઈ? તો કહે છે કે સ્વરૂપના ટૂંકામાં અજ્ઞાનરૂપ, સ્વરૂપના અભાનરૂપ, સ્વરૂપ જે આનંદકંદ પ્રભુ, એના અજ્ઞાનરૂપ એકરૂપ સામાન્ય, એના ત્રણ પ્રકાર, મિથ્યાદર્શન એ રાગ તે મારો, એવી મિથ્યાશ્રદ્ધા એ અજ્ઞાનરૂપ, રાગના જ્ઞાનમાં રોકાઈ ગયો તે અજ્ઞાનરૂપ અજ્ઞાન, અને રાગમાં લીન થયો તે અવિરતિરૂપ, આહાહાહા! અવિરતિ એ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ, છે? વળી ભાષા, છે તો ચૈતન્ય, આહાહા ! એ ત્રણ પ્રકારનું સવિકાર, વિકાર સહિત, ચૈતન્યના પરિણામ, આહાહાહા! તે, એ ત્રણ પ્રકારના જે ચૈતન્યના પરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી. આહાહા ! પોતે ભગવાન આનંદ ને જ્ઞાનસ્વરૂપ, અને રાગ મલિન અને દુઃખરૂપ એ પોતાના ને પરના અવિશેષ, બે એક છે, સામાન્ય છે, ભેદ નથી, એમ દર્શનથી. આહાહા ! એ સવિકારપરિણામ પરના અને પોતાના ખરેખર તો એ પરિણામ પર છે ને પોતાનું સ્વરૂપ ભિન્ન છે, પણ એ પરના ને પોતાના સામાન્ય દર્શનથી, બે એક છે એમ શ્રદ્ધાથી, આહા! ભાષા! અવિશેષ દર્શન અવિશેષ એટલે જુદું પાડતો નથી, સામાન્યપણે બેનું એકપણું છે એમ માને છે. આહાહાહા !
ટીકા બહુ ગંભીર છે. આહાહા! વિતરાગી સંતોની ટીકા છે આ નિમિત્તથી. ટીકા તો ટીકાની છે. આહાહા ! કહે છે, કે અજ્ઞાની પોતાના સવિકાર ચૈતન્ય પરિણામ, એ પર છે ને મારું સ્વરૂપ ભિન્ન છે, એમ ન માનતાં પરના અને પોતાના સામાન્ય દર્શનથી, એ રાગ ને આત્મા બેનું એક (પણું ) છે, એમ શ્રદ્ધાથી, આહાહાહા ! ભારે આકરું કામ. એ રાગ અને આત્માના અવિશેષ જ્ઞાનથી, એકરૂપ જ્ઞાનથી, સામાન્ય જ્ઞાન એકરૂપ છું એમ, રાગ ને હું બેય એક છું એવા અજ્ઞાનથી અને અવિશેષ રતિ. આહાહા!સામાન્ય રતિ એટલે રાગમાં રતિ, રાગમાં પ્રેમનો રસ ચડી ગયો. આહાહા ! એવા સામાન્ય રીતથી, સમસ્ત ભેદને છુપાવીને, આહાહા ! એ વિકારી પરિણામ અને ભગવાન અવિકારી એને બેને છુપાવી, ઢાંકી દઈને, એ મિથ્યાઅજ્ઞાનરૂપ, મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રતિ, રાગમાં લીનતા રતિ, એવો જે વિકારભાવ અને ભગવાન
અંદર ભિન્ન ભાવ, તે ભેદને છુપાવી, બેને ઢાંકી દઈ અજ્ઞાની. આહાહા... “ભાવ્યભાવકભાવને પામેલાં” કર્મ જે જડ છે તે ભાવક છે અને એ વિકારી પરિણામ તેનું ભાવ્ય છે. આહા! સમજાણું કાંઈ ? આહાહા !
હવે ઓલા કહે કે નિમિત્તથી થાય છે એમ કહે ને, આંહીંથી. ભાઈ અહીં વાત બીજી છે બાપુ, અહીંયા તો દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય ભગવાન એનું જેને જ્ઞાન નથી, તેથી તે તેના અજ્ઞાનથી રાગના ભાવને પોતાના માને, પોતાનો જાણે, એમાં લીન થાય, એની આંહીં વાત છે. આહાહાહા!
“સમસ્ત ભેદને છુપાવીને’ એટલે? કે રાગનો ભાવ ને ભગવાન આત્માનો ભાવ બેને ઢાંકી દઈને, ભાવ્યભાવક ભાવને પામેલા. આહાહા! ભાવક એવું જે પુદ્ગલ કર્મ, એનાથી