SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાયમાં આખા ધ્રુવને જ્ઞાનમાં લઈ, એનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન, એ કોઈ અનુભવથી જુદી ચીજ નથી. આહાહાહા... આવું ઝીણું પડે. હજી આ તો પહેલી શરૂઆતની પહેલી ભૂમિકા. ધરમની પહેલી ભૂમિકા ! ( શ્રોતાઃ- પર્યાયના અનુમાનથી ધ્રુવ દેખાય છે કે સીધો દેખાય છે) પર્યાયથી અનુમાન કેવું વળી ? ‘પ્રતિભાસ' કીધો ને, પર્યાયમાં આખો જણાય છે. ઓલામાં ય આવે છે ને અહં પુ પ્રત્યક્ષ પ્રતિમાસમય, ૩૨૦ ( ગાથા ) જયસેન આચાર્યની ટીકા. આહાહા ! આ તો મારી (નાખે ) મરી જવું હોય જેને સંસા૨થી, એની વાત છે. સંસારથી મરીને જીવને જાગતો ક૨વો, જીવને જીવતો રાખવો. આહાહાહા ! રાખવો એટલે છે જ તે એવો જેવો ઈ અખંડ જીવતી ચીજ જીવતો જીવ છે, તેને ઈ પર્યાયમાં પ્રતિભાસમય થઈને એને અનુભવવો, એ અનુભવમાં સમ્યગ્દર્શન ને જ્ઞાન, એના નામ પડે છે. આહાહા ! અનુભવ કહેવાથી અંદર એકાગ્ર ધ્યાન છે એમ કહેવું છે...આ એમ કે વિચાર કરતાં કરતાં કે સાંભળતાં કે એમાંથી સમ્યગ્દર્શન થઈ જાય તો એમ નથી, એમ કહે છે. આહાહા ! એ અનુભવ સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. શ્લોક-૯૩ T T T T T T T (શાર્દુલવિન્દ્રીડિત) आक्रामन्नविकल्पभावमचलं पक्षेर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम् । विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंच्यनैकोऽप्ययम्।।९३।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્થ :-[ નયાનાં પક્ષ: વિના ] નયોના પક્ષો રહિત,[ ચત્તતં અવિત્વ માવસ્] અચળ નિર્વિકલ્પભાવને [ આગમન્] પામતો [ ય: સમયસ્ય સાર: ભક્તિ ] જે સમયનો (આત્માનો ) સાર પ્રકાશે છે [સ પુષ: ] તે આ સમયસાર (શુદ્ધ આત્મા ) [ નિવૃત: સ્વયમ્ઞાસ્વાદ્યમાન: ]કે જે નિભૃત (નિશ્ચળ, આત્મલીન ) પુરુષો વડે સ્વયં આસ્વાધમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે ) તે [ વિજ્ઞાન-વ્ઝ રસ: ભગવાન] વિજ્ઞાન જ જેનો એક૨સ છે એવો ભગવાન છે, [ પુણ્ય: પુરાળ: ઘુમાન્ ] પવિત્ર પુરાણ પુરુષ છે; [ જ્ઞાનં વર્શનમ્ લપિ અયં ] જ્ઞાન કહો કે દર્શન કહો તે આ ( સમયસાર ) જ છે; [ અથવા ક્િ]અથવા વધારે શું કહીએ ?[ યત્શ્વિન અપિ અયમ પુ: ] જે કાંઈ છે તે આ એક જ છે ( -માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે ). ૯૩.
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy