________________
૨૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ [મિથ્યા] મિથ્યા કરે છે. [નિયમતિ] માટે જેમ નિયમથી [વર્મપરિણતં] *કર્મરૂપે પરિણમેલું [પુતિમ દ્રવ્યમ] પુદ્ગલદ્રવ્ય [ રૈવ ] કર્મ જ [ભવતિ છે [તથા] તેવી રીતે જ્ઞાનાવરણ વિપરિપતં] જ્ઞાનાવરણાદિરૂપે પરિણમેલું [ત] પુદ્ગલદ્રવ્ય [ તત્ ર ] જ્ઞાનાવરણાદિ જ [ નાનીત ] જાણો.
ટીકાઃ-જો પુદગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. ( કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “જીવ પુગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે -શું જીવ સ્વયં અપરિણમતા પુગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જોન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
* કર્મ = કર્તાનું કાર્ય, જેમ કે માટીનું કર્મ ઘડો.
પ્રવચન નં. ૨૧૧ ગાથા-૧૧૬ થી ૧૨૦ રવિવાર, ફાગણ સુદ-૬, તા.૪/૩/ ૭૯
શ્રી સમયસાર, એકસો પંદર ગાથા થઈ ગઈ છે. ૧૧૬ થી ૧૨૦.
સાંખ્યમતનો અનુયાયી શિષ્ય એટલે શું કે પુદ્ગલ અને જીવ જે છે એ પરિણમતા નથીબદલતા નથી, બીજા એને બદલાવે એમ કહેવાવાળો શિષ્ય સાંખ્યમતનો અનુયાયી છે. ચાહે તો જૈન હો.
પુદગલ જે કર્મ, આંહી તો આવી ગયું ને (કે) જ્ઞાનાવરણી કર્મ જે બને છે એ પુદગલની પર્યાય છે, પુદ્ગલથી બને છે. આત્માએ રાગ-દ્વેષ કર્યા તો કર્મની પર્યાયને થવું પડયું એવું છે નહીં. સમજાણું કાંઈ ? જડ અને ચૈતન્યનો પરિણમન સ્વભાવ છે, બદલવાનો સ્વભાવ છે, તો પોતાથી બદલે છે, પરથી બદલતું નથી, એ વાત કહે છે.
जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण। जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि।।११६ ।। कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।।११७।।