________________
૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ઘસાતાં શિંગડાવાળો” ધ્યાન કરતાં કરતાં થઈ ગયું કે, ઓહોહો... આહાહા.. મોટા શિંગડા ને
ઓરડીમાં હતો તે બહાર નીકળવાને આમ મોટા શીંગડા જાણે થઈ ગયા મારે એટલે બારણામાંથી નીકળવું મુશ્કેલ થઈ પડયું, કલ્પના છે, માન્યું'તું, ધ્યાન રાખજો આને શું કહેવું છે એ, હોં? આહાહા...
પોતાને ને પરને એક કરતો હું ગગન સાથે ઘસાતા મોટા લાંબા શિંગડા, શિંગડાવાળો મોટો મહિષ છું, એવા અધ્યાસને, અધ્યાસને લઈને હોં, ભાન નહિ અધ્યાસને લઈને, મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું, મનુષ્ય તો બારણામાંથી બહાર નીકળી જાય. પટ– દઈને પણ બારણામાંથી નીકળવું એનાથી ટ્યુત થયો થકો, પાડો થઈ ગયો જાણે હું. આહાહા શું કહ્યું? આહાહા... ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ટ્યુત થયો હોવાથી, તે પ્રકારના ભાવનો કર્તા ભાસે છે, એ ભેંસ થઈ ગયો, હું પાડો થઈ ગયો એવું ભાસે છે. આહાહા! - હવે શું કહે છે એને ઉતારે છે “તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે” પોતાના સ્વરૂપનાં ભાન વિના જોયજ્ઞાયકરૂપ પરનો પોતે જ્ઞાયક છે ને પર તો જોય છે, પર પોતાનાં છે એમ ત્રણકાળમાં નથી. આહાહા... દીકરો ને દિકરી ને જમાઈ મારા છે, કહે છે કે એ તો જ્ઞાયકનાં શેય છે. આ મકાન ને પૈસા એ જ્ઞાયકના શેય છે. આહાહા... લગન કરે છોકરાનાં, પાંદડા પીપળાના પાંદડા, આંબાના પાન કરે છે ને એના? શું કહે, તોરણ–આંબાના પાન, પીપળાનાં પાન લીલા અને એ મોતીના શું કહેવાય એ? તોરણ એમાં હાથી ચીતર્યા હોય ને, પોપટ ચીતર્યા હોય ને દાણાના ધ્યે. એમ જુઓ મારું મકાન-કેવું છે, હતું કેદી” એનું? ધ્યાન કરતાં એને એમ થઈ ગયું કે આ હું છું. ભેંસનું ધ્યાન કરતાં ભેંસ થઈ ગયો એ, એમ પરદ્રવ્યનો વિચાર આવ્યો ત્યાં એમ થઈ ગયું કે હું પરરૂપ છું હવે. આહાહા ! ભારે કામ આકરૂં.
(શ્રોતા-પણ પંચ પરમેષ્ઠિનું ધ્યાન એ તો વ્યવહાર છે ને) એ રાગ છે રાગ, અને એ રાગ મારો છે એમ માને છે એ ભૂતાવળમાં ગયો, આવું છે. આંહીં પંચપરમેષ્ઠિને હવે સંભાર્યા. એની ભક્તિનો ભાવ એ રાગમાં ગયો, હવે આંહીં તો પરમેષ્ઠિ પંચ છે પર છે, પરદ્રવ્ય છે એ પરદ્રવ્યનો વિચાર કરતાં-કરતાં જાણે વિકલ્પ ઉઠયો, એ જાણે મારો છે એ પરદ્રવ્યને પોતાનાંમાને છે. આહાહાહા ! આંહીં તો કીધું ને અપરીક્ષક આચાર્યથી, એમ જેણે એવો ઉપદેશ આપ્યો છે, કે ભગવાનનું ધ્યાન કર ને એમાંથી તને લાભ થશે રાગથી, એ બધા અપરીક્ષક આચાર્યો છે. આહાહા !
(શ્રોતા:- પંચપરમેષ્ઠી પ્રત્યેનો ભાવ તે પછી) એમાંથી જ્ઞાન પછી આ થાય એ વાત જ ખોટી છે. રાગ છે, એ સમાધિ શતકમાં આવે છે, એક બોલ, બે બોલ આવે છે, સમાધિ શતકમાં, દીવો દીવાને કરે અને ઓલાં ઝાડ ઘસીને થાય અને એક પરદ્રવ્યનું પણ એ પરદ્રવ્યનું તો વિચાર આવ્યો એને એટલું, આવીને પછી છોડી દીધું, પછી છોડીને અંદરમાં ગયો ત્યારે, આહાહા.... છે ને એ બે બોલ છે ને સમાધિ શતકમાં, હેં? દીવો દીવાથી થાય એ એક, અને બીજું ઝાડ ઘસીને થાય એમ-ઝાડ ઘસેને એટલે એમ કહે છે ને પંચ પરમેષ્ઠિનું ધ્યાન પણ એ ધ્યાનમાં વિકલ્પ આવ્યો, એને છોડી દઈને પોતે પરમેષ્ઠિ પોતે છે, પંચપરમેષ્ઠિ સ્વરૂપ જ હું આત્મા છું, એવું છે,