________________
ગાથા-૧૩૨ થી ૧૩૬
૩૬૯ છે ને ખબર છે! ધર્મચક્ર નીકળ્યું હતું તે એમાં મોટા દિકરા દાક્તર છે ને, એની વહુએ કેટલા, પચીસ હજાર મૂક્યા હતા, નામ આવ્યું છાપામાં, આંહી તો નામ વાંચ્યા હોય. જોયું હોય, પચીસ હજાર. એમાં બસ એમ માની લ્ય કે, ઓહોહો ! અમે કેટલો ધર્મ કર્યો, પચીસ હજાર દીધા. ધૂળમાંય ધર્મ નથી રૂપિયા ક્યાં એના બાપના હતા? જડના હતા. પ્રવિણભાઈ ! પૈસા પોપટભાઈના હતા તો પોપટભાઈના હોય તો પોપટભાઈ હારે ન લઈ જાય? આહાહા ! કોઈના ક્યાં છે બાપા! જડના જડ છે ભાઈ ! આહાહા !
અહીંયા તો પ્રભુ એમ કહે છે, પ્રભુ ! તારામાં શુભ-અશુભ ભાવ થાય એ-પણ તારી ચીજ નહિ ભાઈ ! એ તો વિકાર છે નાથ! એ દુઃખ છે એ દુઃખ(ના) રૂપને તું પોતાના આનંદસ્વરૂપ પ્રભુ છે! એ પુણ્ય-પાપના પોતાના માને છે, પ્રભુ, તારી છેતરપિંડિ થઈ જાય છે. આહાહા ! એવી વાત છે, જગતથી ઊંધી છે. આહાહા!
તે કાર્મણ વર્ગણાગત પુગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે દેખો ! દેખો શું કહે છે? એ આત્મા મિથ્યાશ્રદ્ધા ને રાગ-દ્વેષ કરે છે એ સ્વયમેવ કરે છે, કોઈ કર્મથી થાય છે રાગ-દ્વેષ ને અજ્ઞાન, એવું છે નહિ. કે અમારે કર્મનો ઉદય એવો આકરો આવ્યો તો અમારે વિકાર કરવો પડયો, બિલકુલ જૂઠ છે. આહાહાહા ! સમજાણું કાંઈ...? કોને પડી છે આ? આ દુનિયામાં જરી ઠીક લાગે ત્યાં એય થઈ રહ્યું. જાઓ.....!
શું કહે છે દેખો! નવું કર્મ જ્યારે બને છે ત્યારે સ્વયમેવ અજ્ઞાનથી આત્મા, પોતાના સ્વયમેવ અજ્ઞાનથી, સ્વપરના એકત્વના અધ્યાસને કારણે, સ્વ-આત્મા આનંદ છે ને પુણ્યપાપના ભાવ વિકાર-દુઃખ છે. બન્નેના એકત્વના અધ્યાસને કારણે બેયના એકત્વના અધ્યાસને કારણે. આહાહા ! આ શરીર-ફરીર તો ક્યાંય રહી ગયું દૂર ધૂળ ! આ તો.. પૈસાય ક્યાંય (દૂર) રહી ગયા, બાયડી-છોકરાં, કુટુંબ, દેશ, ગામ. આહાહા ! અહીંયા તો કહે છે કે સ્વપરનો અધ્યાસ અજ્ઞાનીનો-ચિદાનંદપ્રભુ સચ્ચિદાનંદ આત્મા એ “સ્વ” અને પુણ્ય-પાપના મિથ્યાભાવ “પર” અને પુણ્ય-પાપના ફળરૂપ સંયોગ, લક્ષ્મી–આદિ “પર” –એ સ્વ-પરના એકત્વના અધ્યાસને કારણે –સ્વપરની એકત્વબુદ્ધિને કારણે, કહો આ તો ભાષા સમજાય છે કે નહિ? આહાહાહા !
સ્વયમેવ – અજ્ઞાનથી–પોતાના અજ્ઞાનથી, કર્મને કારણે નહીં. કર્મનો ઉદય છે તો અજ્ઞાન થયું છે એવું છે નહીં. આહાહા ! આહાહા ! છે કે નહિ અંદર? અટપટું છે પણ ભાષા જરી....આ અમારે પ્રવિણભાઈ તો હુજી આજ આવ્યા, ઘણા વખતથી કાલ વાટ જોતા'તા ઓલા, આહાર વખતે કહે મોડા થઈ ગયા કાલે આહાર હતો ને ભાઈનો, ભાવનગર! હવે આવે ત્યારે આવે, રાત્રે આવ્યા પછી...
અહીંયા કહે છે કે સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વથી-સ્વપરનું એકત્વ સ્વ એટલે ભગવાન આનંદસ્વરૂપ અને પુણ્ય ને પાપ-દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ “પર”—એ પર અને સ્વની એકત્વબુદ્ધિને કારણે, આહાહાહાહા ! છે? અજ્ઞાનથી સ્વયમેવ સ્વપરના એકત્વનો અધ્યાસ, અધ્યાસ એટલે, અભ્યાસ–આ અભ્યાસ થઈ ગયો અનાદિથી. આ અભ્યાસ કર્યો છે એણે. આહાહાહા! મિથ્યાશ્રદ્ધા, પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામના