SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૫ સ્વાદરૂપ થતો ( -સ્વાદમાં આવતો ) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ ( નવાં ) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય ચાર ભાવો છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે ) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્યણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્યણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે. ભાવાર્થ:-અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્યણવર્ગણારૂપ નવાં પુદ્ગલો સ્વયમેવ જ્ઞાનાવ૨ણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કા૨ણ પોતે જ થાય છે. મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી. પ્રવચન નં. ૨૧૭ ગાથા-૧૩૨ થી ૧૩૬ રવિવાર, ફાગણ સુદ-૧૩, તા. ૧૧/૩/’૭૯ अण्णाणस्स स उदओ जा जीवाणं अतचउवलद्धी । मिच्छत्तस्स दु उदओ जीवस्स असद्दहाणत्तं । । १३२ ।। उदओ असंजमस्स टू जं जीवाणं हवेइ अविरमणं । जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ । । १३३ । । तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो। सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा ।। १३४ ।। एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु । परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं। । १३५ । । तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया । तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ।। १३६ ।।
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy