________________
ગાથા-૧૦૭
૨૩૭ કર્તા આત્મા નથી. તો પછી આ દૂર જ રહી ચીજો આખી...... આહાહા! સમજાણું કાંઈ? પ્રાપ્ય એટલે તે સમયે તે કાર્ય પરમાણુના સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, અને પ્રકૃતિ એની અવસ્થા ત્યાં થવાની હતી જ તે, તે થઈ છે, થઈ છે તેને પરમાણું પ્રાપ્ત કરે છે. આત્મા નહિ. આહાહા!
“વિકાર્ય” એ પરમાણુમાં જે સ્થિતિ આદિ પડી એ પૂર્વની અવસ્થા બદલીને થઈ એનું નામ વિકાર્ય, પણ એ પર્યાય છે એની, કર્મની પર્યાય, જડની છે.
નિર્વત્થ” એ કર્મની પર્યાય ઉપજી પહેલી ધ્રુવ તરીકે પર્યાય છે અને પ્રાપ્ત કરી, પછી પૂર્વથી બદલીને વિકાર્ય થયું અને એ ઉપજી, એ ત્રણેયનો કર્તા તે પરમાણું ને પુદ્ગલ છે. આવું છે હવે આકરું કામ. બાહ્યથી લઈએ તો સામો જીવ છે એનું આયુષ્ય અને શરીર. એનું પ્રાપ્ય છે ત્યાં, એનું એને શરીર અને આયુષ્ય એની પર્યાયને પ્રાપ્ય એના પરમાણું છે. બીજો એમ કહે કે મેં એની દયા પાળી, મિથ્યાદેષ્ટિ મૂંઢ છે. આવું છે. વીતરાગ મારગ ભાઈ, જિનેશ્વરનો મારગ કોઈ જુદી જાત છે, એ ક્યાંય છે નહીં એ સિવાય. ઝીણી બહુ વાતું બાપુ. આહાહા!
પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ય, ઓહોહો! આ શબ્દો જ્યાં હોય ત્યાં સ્વતંત્રતા માટે નાખ્યા છે. એવા પુદ્ગલદ્રાવ્યાત્મક પરમાણું જે બંધાય છે કર્મના, એ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ કર્મને ગ્રહતો નથી. “આત્મા તેને ગ્રહતો નથી.” આહાહા ! આમ કહેવાય કે જોગને લઈને પરમાણું ગ્રહે, પ્રકૃતિ ને પ્રદેશ એ તો નિમિત્તના કથન વ્યવહારના, ઉપચારનું કથન છે વાસ્તવિક છે નહિ. આહાહા! જ્યાં ત્યાં આવે છે ને દ્રવ્યસંગ્રહમાં બધું આવે છે જોગથી પ્રકૃત્તિ પ્રદેશ પડે, એમાં પરમાણુની પ્રકૃત્તિનો સ્વભાવ થાય, અને એના પ્રદેશની સંખ્યા થાય, એ જોગના નિમિત્ત. ઉપાદાન તો એનું છે, એના કારણે ત્યાં થાય છે, આત્માના કારણે નહિ. અને કર્મમાં સ્થિતિ પડે ૭૦ ક્રોડા ક્રોડીની કે થોડી આદિ એ મુદત કર્મની સ્થિતિ, એનો કર્તા, એની સ્થિતિનો એના પરમાણું છે, આત્મામાં અહીં કષાય થયો માટે સ્થિતિ આમાં પડી એમ નથી. આરે ! આરે! અનુભાગ કર્મનું, અનુભાગ ફળ એ પણ ત્યાં એની યોગ્યતાથી ત્યાં પ્રાપ્ય થાય છે. આહાહા!
જ્યાં નિમિત્તનિમિત્ત સંબંધ ત નજીકનું છે એમાંય પણ એ એનો કર્તા નથી, તો પછી આ બીજા બધા કાર્ય બાહ્યના હાલવાના, ચાલવાના, બોલવાના એ કાર્યનો આત્મા કર્તા છે જ નહિ. આહાહાહા ! (શ્રોતા:- જીવ રાગ કરે તો ત્યાં તે જ પ્રકારનું કર્મ બંધાય છે). એ કીધું ને કિીધું ત્યાં એવા પ્રમાણે થાય છે, છતાંય એનો કર્તા એ સ્વતંત્ર દ્રવ્ય છે. એ, એ તો કહ્યું ત્યાં જોગ
અને કષાયથી, જોગથી પ્રકૃત્તિ, પ્રદેશ, કષાયથી સ્થિતિ, અનુભાગ એવા શબ્દો આવે છે, શાસ્ત્રમાં, પણ એ તો કહે છે કે નિમિત્તનું જ્ઞાન કરાવવા ઉપચારથી કથન કર્યું છે. વાસ્તવિક આમાં કર્મમાં સ્થિતિબંધ પડે કે પ્રદેશની સંખ્યા વધે કે પ્રકૃતિ થાય ત્યાં સ્વભાવ, એનો કર્તા આત્મા છે નહિ. કહો, દેવીલાલજી! આહાહાહા!
પ્રાપ્ય એટલે છે પર્યાય થવાની, થવાને કાળે તે પ્રાપ્ય તેને એ પરમાણું પહોંચે છે, વિકાર્ય પૂર્વની અવસ્થા બદલીને થયું એટલે વિકાર્ય એમાં એ એના પરમાણું બદલાય છે, નિર્વર્ય, ઉપજયું એ ત્રણેય એક જ પર્યાયના બોલ છે. “એવા પુદ્ગલદ્રવ્યસ્વરૂપ, પુદ્ગલજડદ્રવ્યસ્વરૂપ કર્મને ગ્રહતો નથી” એવા કર્મને આત્મા પ્રહતો નથી. પ્રદેશને ગ્રહતો નથી આહાહાહા ! સમજાણું કાંઈ? પરિમાવતો નથી. આહાહા ! એના અનુભાગને એ કરતો નથી.