________________
૨૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે કે કુંભારે આ ઘડો કર્યો, બાકી વાસ્તવિક છે નહિ. આહાહા!(શ્રોતા- ક્યા કુંભારે ઘડો કર્યો) એ કહે ગમે તે માણસ, કે ભાઈ આવો હોશિયાર કુંભાર હતો માટે થયો ઘડો. એણે કર્યું નથી કાંઈ, ઘડાની પર્યાય કરી નથી કાંઈ, ફક્ત જોડે નિમિત્ત હતો તેથી વ્યવહારે એણે કર્યો એમ કલ્પનાથી, વ્યવહારથી, ઉપચારથી કહેવામાં આવે છે. વ્યવહારથી, ઉપચારથી, આરોપથી. આવી વસ્તુ આકરી ભાઈ !
(શ્રોતા- આ મકાન કડિયાએ નથી બાંધ્યું ) આ રામજીભાઈએ બાંધ્યું છે આ? પ્રમુખ હતા તે દી' તે. આ મકાનના પરમાણુ, પરમાણુની પર્યાય આ પ્રકારે એની પરમાણુથી થઈ છે, એ પર્યાય છે અને એનો કર્તા એ પરમાણું છે. પણ આ જોડે માણસો હોય કે આ વજુભાઈ હતા ને રામજીભાઈ હતા આ કાર્યના કરનારા, એ નિમિત્તથી કથન છે. બાકી એ આ મકાન બન્યું એનું કાર્ય આત્માએ કર્યું, એમ ત્રણકાળમાં છે નહિ. આહાહાહા ! આમાં તો બહુ.
જાઓ “પ્રાપ્ય” હવે સિદ્ધાંત સ્થાપે છે, આ તો બાપુ બહુ ઝીણું. એ કર્મ જે પરમાણુઓ છે, એમાં પ્રકૃત્તિ નામ સ્વભાવ છે પરમાણુનો અને સ્થિતિ છે એની મુદત, અમુક કાળ રહે, એના પ્રદેશ છે પરમાણુની સંખ્યા. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ ચાર, એ ચાર, એ ચાર પડે છે એ પરમાણુમાં એમાં એ પરમાણું એ ચારની અવસ્થાના એ કર્તા છે. આહાહાહા ! આત્મા એનો કર્તા નથી. કેમ કે “પ્રાપ્ય” કે એ પરમાણુઓમાં જે સમયમાં એ અનુભાગ સ્થિતિ પડે છે એ વખતે તેનું કાર્ય તેમાં હતું જ, તેનું કાર્ય હતું તેને એ પરમાણું પહોંચી વળે છે. આહાહા! કુંભાર પહોંચી વળતો નથી. રોટલી થાય છે એ રોટલીના પરમાણુનું પ્રાપ્ય છે, રોટલી થઈને એ પ્રાપ્ય કહેવાય, પરમાણું એને રોટલીના પરમાણું એને પ્રાપ્ત કરે છે. બાઈ એને પ્રાપ્ત કરે છે રોટલી એ વાત બોલવામાં કથન છે, વસ્તુ છે નહિ. ( શ્રોતા – ખરાબ રોટલી કરે તો કોને ઠપકો દેવો) કોને કરે ? કોઈ ખરાબ નથી, એ તો એને કારણે થઈ છે. આહાહા!
પ્રાપ્ય” કર્મની અવસ્થા જે સમયે બંધાય છે, એ બંધની અવસ્થા તે પ્રાપ્ય છે, એ સમયનું તે કાર્ય છે, તેને તે પરમાણું કર્મના પરમાણું પ્રાપ્ત કરે છે, આત્મા નહિ. આહાહા! શાંતિભાઈ ! આ બધું હીરા માણેક ને આ બધા જે આખો દિ કરે છે ને? ધંધા આમ કર્યા ને આમ કર્યા, પાણી ફેરવે. ‘પ્રાપ્ય’ અહીં તો જેવો જોગ ને કષાય હોય, તે પ્રકારે પ્રકૃતિની સ્થિતિ ને અનુભાગ ને પ્રદેશ હોય, છતાં તે-તે થયેલી કર્મની પ્રકૃતિની પર્યાય એની સ્થિતિની પર્યાય એનો આત્મા કર્તા નથી. આહાહા ! કહો આખો દિ આ બધા લાદીના ધંધા કરે પથરા આમ કરે ને તેમ કરે. એ તો અજ્ઞાન છે, માનેલું. એવી વાત છે ભાઈ.
“પ્રાપ્ય” આ શબ્દ ૭૬, ૭૭, ૭૮, ૭૯ માં આવ્યો છે આ, એ અહીંયા ૧૦૭ માં આવ્યો છે આ, ને આ શબ્દ પ્રવચનસારમાં પરમી ગાથામાં આવ્યો, “પર”માં આવી ગયો ને? પ્રાપ્ય વિકાર્ય. આહાહા ! મૂળ એમ કહેવું છે, કે અક્ષર લખાય છે ને આમ અક્ષર, એ અક્ષરની પર્યાય છે તે વ્યાપ્ય છે, કાર્ય છે એનો કર્તા એ પરમાણું છે, અક્ષર પડ્યો ને અક્ષર, “વીતરાગાય નમઃ” એ અક્ષર પડ્યો સામે, એ થયો છે એ એનાં પરમાણુઓએ એની પર્યાય કરી છે. આહાહા ! લખનાર એનું કાર્ય કરે છે એમ નહિ. આર. આરે ! આવી વાતું હવે. અહીંયા તો નજીકમાં જેવા જોગ ને કષાય હોય એવા પ્રમાણમાં પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ હોય છતાંય તે પર્યાયનો